યુનિટ – 22
RTIs (રીપ્રોડક્ટીવ ટ્રેક ઇન્ફેક્શન) અને STIs (સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ઇન્ફેક્શન)
પ્રસ્તાવના
- STDને વેનેરીઅલ ડીસીઝ પણ કેહવામા આવે છે. 20 વર્ષ પેહલા જ્યારે સર્વે કરવામા આવ્યો ત્યારે ભારતમાં 8% લોકો સીફિલીસ અને 3% લોકો ગોનોરીઆથી પીડાતા હતા. તથા 22-23% લોકો અન્ય STDS થી પીડાતા હતા. જાતીય સંબંધથી ફેલાતા રોગો ને સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝ કેહવાય છે જે મુખ્યત્વે એવા માઇક્રોઓર્ગેનીઝમ થી થાય છે કે જે જનાયટલ ટ્રેકની ટીશ્યુમાં વૃદ્ધી પામી શકે છે. આ ઓર્ગેનીઝમ ઇન્ટરર્કોર્સ દરમ્યાન સીમેન, વજાયનલ સીક્રીશન અને બ્લ્ડ દ્વારા ફેલાય છે.
STDS નું લીસ્ટ
- સીફિલીસ
- ગોનોરીઆ
- સોફ્ટ સોર
- ગ્રેન્યુલોસા ઇન્ગ્વાઇનલ
- લીમ્ફોગ્રેન્યુલોમા વેનેરીયમ
- નોન ગોનોકોકલ યુરેથ્રાઇટીસ
- સ્કેબીસ
- લાઉંસ ઇન્ફેક્શન
- ટ્રીકોમોનીઆસીસ
- થ્રશ
- રીંગ વોર્મ
- HIV & AIDS
RTI – રીપ્રોડક્ટીવ ટ્રેક ઇન્ફેક્શન – પ્રજનન માર્ગનો ચેપ છે જે બીજી કોઇ પણ રીતે ફેલાઇ શકે. દા.ત ટ્રાયકોમોનીએસીસ જે માસીક સમયની અસ્વચ્છતાથી ફેલાય છે.
STI – સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ઇન્ફેક્શન – માત્ર જાતીય સમાગમ દ્વારા ફેલાય છે.
લક્ષણો અને ચિહ્નો
- વજાઇનલ ડીસ્ચાર્જ
- યુરેથ્રલ ડીસ્ચાર્જ
- સ્ક્રોટલ સ્વેલિંગ
- લોવર એબ્ડોમીનલ પેઇન
- બેક એક
- ઓરોએનલ ઇનફેકશન
- જનાઇટલ અલ્સર
- પેશાબમાં બળતરા
સીફિલીસ
- સીફિલીસ એ એક STD છે. જે સ્પેસીફીક ઓર્ગેનીસમ ટ્રેપોનેમા પેલીડીયમથી થાય છે. તેની અસર શરીરના કોઇ પણ અવયવ પર થઇ શકે છે.
એપીડેમીઓલોજીકલ ફેક્ટર્સ
એજન્ટ
સોર્સ ઓફ ઇન્ફેક્શન
મોડ ઓફ ઇન્ફેક્શન
- ડાયરેક્ટ કોન્ટેક્ટ
- ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ
ઇનક્યુબેશન પીરીયડ : 10 થી 60 દિવસ
અન્ય ફેક્ટર્સ
- સોશીયલ પ્રોબ્લેમ્સ
- પ્રોસ્ટીટ્યુશન
- બ્રોકન હોમ
- ગરીબી
- ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન
- આલ્કોહોલીઝમ
- ડીસહાર્મની
ચિહ્નો અને લક્ષણો
ગ્રોઇન
- પેઇનલેસ અલ્સર, સોર, વજાયનલ ડીસ્ચાર્જ, વોર્ટ લાઇક ગ્રોથ
સ્કીન
અન્ય
- ફટીગ, ઇચીંગ, માઉથ અલ્સર, હાથ અને પગ ઉપર રેશ, રેક્ટલ લાઇન ઇનફ્લામેશન, સોર થ્રોટ, સ્વોલન લીમ્ફ નોડ્સ, વેઇટ લોસ
ડાયગ્નોસીસ
- હિસ્ટ્રી અને ચિહ્નો- લક્ષણો
- લીઝન એક્ઝામીનેશન
- RPR (રેપીડ પ્લાઝમા રીએજીન ટેસ્ટ)
સારવાર
અટકાયતી પગલાં
- પ્રોસ્ટીટ્યુટ્સનુ ફીઝીકલ એક્ઝામીનેશન કરી જો કોઇ રોગ હોય તો યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવી.
- શાળા તથા કોલેજોમા સેક્સ એજ્યુકેશન આપવું.
- પ્રેગનેન્ટ વુમનનુ બ્લડ એક્ઝમીનેશન કરાવવું.
- સ્લમ એરીયામાં સર્વે કરી કેસ શોધવા.
- કેર આપતી વખતે ગાઉન, ગ્લોવ્ઝ અને માસ્ક પેહરવા.
કંટ્રોલ મેઝર્સ
- નોટીફીકેશન
- આઇસોલેશન
- ટ્રીટમેન્ટ
- હેલ્થ એજ્યુકેશન
કોમ્પ્લીકેશન
- અબોર્શન
- સ્ટરીલીટી
- પ્રીમેચ્યોર બેબી
- બ્લાઇન્ડનેસ
- કન્જનાઇટલ સીફીલાઇટીક હાર્ટ ડીસીઝ
ગોનોરીયા
- તે એક (STI) સેક્સ્યુઅલ ટ્રાનસ્મીટેડ ઇન્ફેક્શન છે. જે નાઇસીરીઆ ગોનોરીયા નામના ઓર્ગેનીઝમથી ફેલાય છે.
એજન્ટ
- નાઇસેરીઆ ગોનોરીયા
- તેની નાઇસેર નામના માઇક્રોબ માઇક્રોબાયોલોજીસ્ટ એ શોધ કરી હતી. આ માઇક્રોઓર્ગેનીઝમ ગ્રામ નેગેટીવ, ગુલાબી કલર અને કીડની આકારના હોય છે. વજાયનલ સ્મીઅર લઇને તપાસ કરવાથી તે જોવા મળે છે.
એજ
- યંગ એજમા વધુ જોવા મળે છે.
જેન્ડર
- ફીમેલમાં વધુ જોવા મળે છે.
સોર્સ ઓફ ઇનફેક્શન
- ઇનફેક્ટેડ ફીમેલ
- ટીમોથાઇસ દ.ત. બેડ લીનન, રૂમાલ
- પેશન્ટનુ સ્ટુલ, યુરીન, ડીસ્ચાર્જ
મોડ ઓફ ટ્રાન્સમીશન
- સેક્સ્યુઅલ કોન્ટેક્ટ
- ફોમાઇટ્સ દ્વારા
- ક્રોસ ઇનફેક્શન દ્વારા
ઇનક્યુબેશન પીરીયડ : 2 – 10 દિવસ
ટાઇપ
- એક્યુટ
- ક્રોનીક
ડાયગ્નોસીસ
- પેશન્ટ હિસ્ટ્રી
- લક્ષણો અને ચિહ્નો
- વજાયનલ એક્ઝામીનેશન
- બ્લ્ડ અને યુરીન એક્ઝામીનેશન
સારવાર
કોમ્પ્લીકેશન
- યુરેથ્રલ સ્ટ્રીક્ચર
- હાર્ટ ડીસીઝ
- એન્ડો કાર્ડાઇટીસ
- સેપ્ટીક યુરેથ્રાઇટીસ
- સ્ટરીલીટી
- પેરીટોનાઇટીસ
- બ્લાઇન્ડનેસ
સોફ્ટ સોર
- વેનેરીઅલ ડીસીઝ મા જનાયટલ એરીયામા પ્રાઇમરી અલ્સર થાય છે. તે કેન્કોઇડ્સ તરીકે પણ ઓળખાય છે.
1.એજન્ટ
2.ઇનક્યુબેશન પીરીઅડ
ગ્રેન્યુલોમા ઇનગ્વાઇનલ
- જ્યારે મેલ્સના પેનીસના લીગામેન્ટ્સ કે જે સ્પર્મેટીક કોર્ડ અને વેસલ્સ તરફ થઇને ટેસ્ટીઝમા પાસ થાય છે; ફીમેલ્સમા યુટેરસના રાઉન્ડ લીગામેન્ટને ઇન્ફેક્શન લાગે છે. તેને ગ્રેન્યુલોમા ઇનગ્વાઇનલ કહે છે.
1.એજન્ટ
2.ઇનક્યુબેશન પીરીયડ
લીમ્ફોગ્રેન્યુલોમા પેલીડમ
- તે વાઇરલ (STI)સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ઇન્ફેક્શન છે. ખાસ કરીને ટ્રોપીકલ એરીયામા જોવા મળે છે.
1.એજન્ટ
2.ઇનક્યુબેશન પીરીયડ
ડાયગ્નોસીસ
- બાયોપ્સી, જો ટીબી અથવા મેલીગ્નન્ટ સેલની જાણ થાય તો બાયોપ્સી માટે હાયર સેન્ટર પર રીફર કરવું.
સારવાર
નોન ગોનોકોકલ યુરેથ્રાઇટીસ
- જ્યારે ગોનોકોક્કલ સિવાયના કોઇ પણ માઇક્રો ઓર્ગેનીઝમથી યુરેથ્રાને ઇનફ્લામેશન લાગે ત્યારે તેને નોન ગોનોકોકલ યુરેથ્રાઇટીસ કેહવાય છે.
સ્કેબીસ
- આ ઇચ માઇટથી થતો કન્ટેજીયસ સ્કીન ડીસોર્ડર છે. તે મુખ્યત્વે ગ્રોઇન, એક્સીલા અને આંગળીઓની વચ્ચેની જગ્યામાં થાય છે. જેને બેન્ઝાઇલ બેન્ઝોએટ ઇમલ્શન ટ્રીટ કરી શકાય છે.
લાઉસ ઇનફેસ્ટેશન
- જ્યારે પ્રાઇવેટ પાર્ટમાં લાઉસ અટેક કરે છે ત્યારે તેને ઇનફેસ્ટેશન કહેવામાં આવે છે. જેથી તે ભાગમા સીવીઅર ઇચીંગ થાય છે. ચિન્હો પ્રમાણે સારવાર આપવી.
ટ્રાયકોમોનીઆસીસ
- જ્યારે જનાયટલ ઓર્ગન્સને ટ્રાયકોમોનાઝ પેરેસાઇટ દ્વારા ઇન્ફેક્શન લાગે છે ત્યારે તેને ટ્રીકોમોનીઆસીસ કેહવામાં આવે છે. આ પેરેસાઇટ સામાન્ય રીતે બોવેલમાં હોય છે. જેનાથી વજાઇનાઇટીસ, યુરેથ્રાઇટીસ, વગેરે થાય છે.
1.એજન્ટ
2.ચિન્હો – લક્ષણો
- યુરેથ્રલ ડિસ્ચાર્જ
- બર્નીંગ મિક્ચ્યુરેશન
સારવાર
- NACO (નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન) પ્રમાણે કિટ ૧ આપવી.
થ્રશ
- જ્યારે ફંગસ દ્વારા મ્યુકસ મેમ્બ્રેનને ઇન્ફેક્શન લાગે ત્યારે તેને થ્રશ કહે છે. જે માઉથ, થોટ, ઇનટેન્સીવ સ્કીન અને વજાયનલ મ્યુકસ મેમ્બ્રેનને અસર કરે છે. તેના કારણે ગ્લાન્સ પેનીસનુ ઇન્ફેક્શન રોગ થઇ શકે છે.
રીંગવોર્મ અથવા ટીનીયા
- આ એક ઇન્ફેક્શીયસ સ્કીન ડીસીઝ છે. જે ફંગસ દ્વારા થાય છે. ખાસ કરીને તે ગ્રોઇન, નેઇલ્સ અને માથામાં થાય છે જેમાં લાલ કલરનુ ગોળ ચકામું થાય છે અને સખત ખંજવાળ આવે છે.
NACO (નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન) ની અન્ય કિટ :
પાર્ટનર મેનેજમેન્ટ સંબંધી મહત્વની બાબતો
ગોપનીયતા
- લાભાર્થીના જાતીય સાથીદારોને એ વાતની ખાત્રી આપવી કે તેમની સાથે થયેલી વાતો ગોપનીય રહેશે. ઘણીવાર લાભાર્થીના જાતીય સાથીદારો પોતે જણાવેલી વાતો જાહેર થઇ જશે એ બીકે વાત કરતા અચકાય છે. લાભાર્થીના સ્વમાનનો આદર કરવો અને ગોપનીયતા જાળવવી એ પાર્ટનર મેનેજમેન્ટને પ્રોત્સાહિત કરનારી બાબતો છે.
સ્વૈચ્છિક જાણ કરવી
- આરોગ્ય સેવા પૂરી પાડનારાઓએ લાભાર્થીને સારવાર પૂરી પાડવા માટે કોઇ પૂર્વ શરત ન મૂકવી. આરોગ્ય સેવાઓ પૂરી પાડનારાઓએ પોતે લાભાર્થી તેમના જાતીય સાથીદારોને રીફર કરે એ વાતનું મહત્વ સમજાવવા માટે લાભાર્થીને અવાર- નવાર પરામર્શ પૂરું પાડવું જરૂરી છે.
સેવાઓની ઉપલબ્ધતા
- પ્રજનનતંત્રના ચેપો/ જાતીય રીતે ફેલાતા ચેપો અંગેની રોગ નિદાન અને સારવાર સેવાઓ તમામ જાતીય સાથીદારો માટે ઉપલબ્ધ હોવી જોઇએ.
લાભાર્થી પોતે જ પોતાના જાતીય સાથીદાર વિશે માહિતી આપે
- આરોગ્ય સેવાઓ પૂરી પાડનારાઓએ સમજવું જોઇએ કે સ્ત્રી-પુરૂષ વચ્ચેની પ્રવર્તમાન અસમાનતાઓને કારણે સ્ત્રીઓ હંમેશા તેમના પતિ અથવા જાતીય સાથીદારને એ જણાવી શકતી નથી કે તેમને સારવાર કરાવવાની જરૂર છે. આ પ્રકારે લાભાર્થી જ તેના જાતીય સાથીદારને તપાસ કે સારવાર કરાવવા માટે જણાવવાની પહેલ કરે એવું કેટલાક સંબંધોમાં બનતું નથી અને તેનાથી સ્ત્રીને પણ હિંસાનો ભોગ બનવું પડે છે. તેથી આવી પરિસ્થિતિઓમાં વૈકલ્પિક અભિગમો વિચારવા જોઇએ.
પાર્ટનર મેનેજમેન્ટ માટેના અભિગમો
૧.મૂળ લાભાર્થી દ્વારા રીફર કરવું
- આ અભિગમમાં સારવાર માટે આવેલ લાભાર્થી તેના જાતીય સાથીદારને ચેપ હોવાની સંભાવનાની જાણ કરે છે. આ વ્યવહારું અભિગમ છે કારણ કે તેમાં અન્ય કોઇપણ વ્યક્તિની જરૂર પડતી નથી. તે બિનખર્ચાળ છે અને જાતીય સાથીદારની પરખ કરવાની પણ તેમાં જરૂર પડતી નથી. આ અભિગમામાં લાભાર્થી પોતે જ જાતીય સાથીદારને સારવાર કરવા માટે જણાવવાની પહેલ કરે છે.
૨.સેવા પૂરી પાડનારી વ્યક્તિઓ દ્વારા રીફર કરવું
- આ અભિગમમાં સેવા પૂરી પાડનાર વ્યક્તિ લાભાર્થીના જાતીય સાથીદારનો સંપર્ક કરે છે. આ રીતે આપેલી માહિતીનો ઉપયોગ કરી ગોપનીય રીતે લાભાર્થીના જાતીય સાથીદારોનો સીધો સંપર્ક કરવામાં આવે છે. આ માટે વધારાના સ્ટાફની જરૂર પડે છે અને આ અભિગમ બિનખર્ચાળ છે.
પાર્ટનર મેનેજમેન્ટ માટેના સામાન્ય સિદ્ધાંતો
- પ્રજનનતંત્રના ચેપો/ જાતીય ચેપો ધરાવતા દર્દીના જાતીય સાથીદારો આવા ચેપના લક્ષણ ધરાવતા ન હોય તો પણ તેમને રીફર કરવા.
- યુગલને સમજાવવું મહત્વનું છે કે આમાંના ઘણા ચેપો અસ્વચ્છ શૌચાલયો, ચેપના વાહકો જેના પર ચોંટેલા હોય એવી કોઇપણ ચીજવસ્તુઓ ( જેમકે રૂપિયાની નોટો, પુસ્તકો, કપડા વગેરે) સ્વીમીંગ પુલ વગેરેની બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિને કારણે ફેલાઇ શકે છે. આમ છતાં તેમાના કોઇને ચેપ લાગ્યો હોય તો આવા દર્દીના જાતીય સાથીદારની પણ સારવાર કરવામાં ન આવે ત્યાં સુધી તેનો ચેપ મટાડી શકાતો નથી કારણ કે ફરી ચેપ લાગવાની સંભાવના રહે છે. આથી બંને સાથીદારોએ સારવાર પૂરી કરવી જોઇએ.
- જ્યારે લાભાર્થી / દર્દીને જ પ્રથમ તેમના જાતીય સાથીદારનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે ત્યારે ૨ પગલાંની એક વ્યુહરચનાનો ઉપયોગ કરી શકાય. એકાદ બે અઠવાડીયા સુધી કોઇ પ્રતિભાવ ન મળે તો દવાખાના અથવા આરોગ્ય વિભાગનો સ્ટાફ જાતીય સાથીદારને શોધી તેને સારવાર કરાવવાનું જણાવવા માટે કહી શકે.
- પાર્ટનર મેનેજમેન્ટ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ઇન્ફેક્શન / રીપ્રોડક્ટીવ ટ્રેક ઇન્ફેક્શનના પ્રીવેન્શન માટેનું મહત્વનું પગલુ છે. ઘણા બધા કારણોના લીધે પાર્ટનર સર્વીસ લેતા નથી જેમ કે, એબસન્સ ઓફ સીમ્પટમ્સ, લેક ઓફ કોન્ફીડેન્શીયાલીટી પાર્ટનર મેનેજમેન્ટમા સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ઇન્ફેક્શન / રીપ્રોડક્ટીવ ટ્રેક ઇન્ફેક્શનના પાર્ટનરને શોધીને તમને યોગ્ય કાઉન્સેલીંગ આપવામા આવે છે.
પ્રીવેન્શન ઓફ ઇનફેક્શન
- પ્રીવેન્શન ઓફ ટ્રાન્સમીશન ઓફ ઇનફેક્શન ફ્રોમ ઇનફેક્ટેડ પાર્ટનર એસીમ્પ્ટોમેટીક ઇન્ડીવીજ્યુઅલને શોધી શકાય છે.
અટકાયત
- જાતિય સંબંધ બાંધતી વખતે નિરોધનો ઉપયોગ કરવો
- સંપૂર્ણ સારવાર લેવી
પાર્ટનર ટ્રીટમેન્ટ
- સ્ત્રીઓએ માસીક સમયની સ્વચ્છતા જાળવવી
- પુરૂષોએ શિષ્નની સ્વચ્છતા જાળવવી
- આરોગ્ય શિક્ષણ આપવું
- જાતીય સાથીને વફાદાર રહેવુ
- બીજી પ્રવૃત્તીઓ જેવી કે યોગા, સ્વાધ્યાય વગેરેમાં બીઝી રહેવું
- માસર્ટબેશન