યુનિટ – 21
સ્ત્રીઓની આરોગ્ય પ્રોબ્લેમ
કોમ્પ્લીકેશન રીલેટેડ ટુ ચાઇલ્ડ બર્થ
વજાયનલ ફીસ્ચ્યુલા
અર્થ
- યોનિ ફીસ્ચ્યુલા એ અસામાન્ય ઓપનીંગ છે જે યોનિને બીજા અંગ સાથે જોડે છે.
- જેમ કે મૂત્રાશય, કોલોન અથવા ગુદામાર્ગ, આ સ્થિતિને યોનિમાર્ગના છિદ્ર તરીકે વર્ણવી શકાય છે જે સ્ટૂલ અથવા પેશાબને યોનિમાંથી પસાર થવા દે છે.
કારણો
- કોહ્ન ડીસીઝ (ઇન્ફલામેટરી ડીસીઝ ઓફ ઇન્ટેસ્ટાઇન)
- રેડીએશન (ટ્રીટમેન્ટ ફોર કેન્સર)
- ટ્રોમા
- સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝ
- ટીબી
- ડાઇવર્ટીક્યુલાઇટીસ (એક રોગ જેમાં નાના પાઉચ મોટા આંતરડામાં રચાય છે અને બળતરા થાય છે)
- કેન્સર
- સર્જરી
- ચાઇલ્ડ બર્થ ટ્રોમા
- કાર્સીનોમા
પ્રકાર
વેસીકો વજાયનલ ફીસ્ચ્યુલા (VVF)
- લેબરના બીજા તબ્બકા દરમ્યાન અમુક કારણોને લીધે યુરીનરી બ્લેડર યુરેથા અને વજાયનાની વચ્ચેનું લેયર તુટી જાય તેન વેસીકો વજાયનલ ફીસ્ચ્યુલા કહે છે.જેના લીધે યુરીન પાસ કરવા પર કન્ટ્રોલ રહેતો નથી.
કારણો
- ઇન્સ્ટ્રુમેન્ટલ ડીલેવરી કરાવતી સમયે ઈજા થવાથી/ક્યારેક પ્રોલોંગ લેબરમા પ્રેશરના લીધે થાય છે.
સારવાર
- સેલ્ફ રીટેનીંગ કેથેટર ૮ – ૧૦ દિવસ સુધી કન્ટીન્યુ રાખવામાં આવે છે તેથી જો નાંનો વુન્ડ હોય તો રૂઝાય જાય છે. અને વધારે વુન્ડ હોય તો રીફર કરવામાં આવે છે.વજાયનલ વોશ આપવો. ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટીક આપવા.
નર્સીંગ કેર
- ડીલેવરીના બીજા તબ્બકા દરમ્યાન કોમ્પ્લીકેશન ન થાય તે જોવું.
- પ્રોલોંગ લેબર હોય તો ડૉક્ટરને જાણ કરવી.
- પેશન્ટને પર્સનલ હાઈજીન જાળવવા કહેવુ.
- કેથેટરાઈજેશન એસેપ્ટીક ટેકનીકથી કરવું.
- બેડ શીટ ડ્રો શીટ તેમજ પેશન્ટને ના કપડા સાફ કરવા.
રેક્ટો વજાયનલ ફીસ્ચ્યુલા (R.V.F)
- રેક્ટમ અને વજાયના વચ્ચેના લેયરમાં ઓપનીંગ થઈ જાય છે. આ કંડીશન ઇન્સ્ટ્રુમેન્ટલ ડીલેવરી કરાવતા સમયે ઈજા થવાથી તેમજ ક્યારેક થર્ડ ડીગ્રી ટેર થવાથી થાય છે આ કંડીશનમાં સ્ટૂલ પર કન્ટ્રોલ રહેતો નથી. આવા દર્દીની નર્સીંગ કેર ખુબ જ અગત્યની છે. આ માટે ડીલેવરી સમયે ટેર ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવું.આ કંડીશનમા દર્દીનું પર્સનલ હાઈજીન જાળવવા માટે સલાહ આપવી. જરૂરીયાત સમયે દર્દીના કપડા અને પથારીનો સામાન બદલતા રહેવું.
તપાસ
- CT, MRI, કોલોનોસ્કોપી, નીડલ બાયોપ્સી, ફીઝીકલ એક્ઝામીનેશન
સારવાર
- અમુક ફીસ્ચ્યુલા જાતે જ હીલ થાય છે, જો તે સ્મોલ બ્લેડર ફીસ્ચ્યુલા છે, તો સામાન્ય રીતે કેથેટર કરીને યુરીન પાસ કરાવવામાં આવે છે અને તે જાતે હિલ થાયછે.
એન્ટીબાયોટીક્સ
- જો ફીસ્ચ્યુલાની આજુબાજુના વિસ્તારમાં ચેપ લાગ્યો છે, તો સર્જરી પહેલાં એન્ટિબાયોટિક્સ આપવી. કોહ્ન ડીસીઝના લીધે થયેલ ફીસ્ચ્યુલામાં ખાસ આપવી. કોહ્ન ડીસીઝના લીધે થયેલ ફીસ્ચ્યુલામાં ઇન્ફલામેશન ઓછું કરે છે અને હીલીંગ વધારે છે.
સર્જરી
- અહીં ફીસ્ચ્યુલા રીમુવ કરીને ઓપનીંગ ક્લોઝ કરવામાં આવે છે.
ટીશ્યુ ગ્રાફ્ટ
- શરીરના નજીકના ભાગમાંથી લેવામાં આવેલી ટીશ્યુ કલમનો ઉપયોગ કરવો.
રીપેરીંગ ઓફ એનાલ સ્ફીંક્ટર મસલ્સ
- ઓપરેશન કરીને ફીસ્ચ્યુલાને બંધ કરવામાં આવે છે.
યુટ્રાઇન પ્રોલેપ્સ
અર્થ
- આ એક ખુબ જ સામાન્ય રીતે જોવા મળતો પ્રોબ્લેમ છે જેમાં યુટ્રસ તેની મુળ જગ્યાએથી ખસી જાય છે અને બહારની તરફ ધસી આવે છે.
કારણો
- વારંવાર વજાયનલ ચાઇલ્ડ બર્થ થવાને કારણે યુટેરાઇન પ્રોલેપ્સનું જોખમ વધે છે.
- ઓબેસીટી
- ક્રોનીક પલ્મોનરી ડીસીઝ
- અસાઇટીસ અને યુટેરાઇન & ઓવરીઅન ટ્યુમર
- ક્રોનીક કફીંગ કોનસ્ટીપેશન
- જીનેટીક પ્રીડીસ્પોઝીશન
- ઇસ્ટ્રોજન ડીપ્રાઇવેશન આફ્ટર મેનોપોઝ
ડીગ્રી
- તેની ડીગ્રી પ્રમાણે પ્રોલેપ્સ સીવીયારીટી જોવા મળે છે.
1″ ડીગ્રી પ્રોલેપ્સ
- સર્વીક્સ વજાયનાના લોઅર પાર્ટમાં જોવા મળે છે.
2″ ડીગ્રી પ્રોલેપ્સ
- સર્વીક્સ વજાયના ઓપનીંગમાં જોવા મળે છે, વજાયનલ ઓરીફીસમાં જોવા મળે છે.
ચિન્હો અને લક્ષણો
- હેવીનેસ
- વજાયના માંથી કંઇક બહાર આવી રહ્યું હોય તેમ લાગે
- બોલ પર બેઠા હોય તેવી ફીલીંગ
- વજાયનલ બ્લીડીંગ
- ડીસ્ચાર્જ તથા ઇન્ફેક્શન
- લ્યુકોરીઆ/ મેનોરેજીઆ
- કમરમાં દુઃખાવો
- બોવેલ અને બ્લેડર પ્રોબ્લેમ
સારવાર
- પેલ્વીક મસલ્સ સ્ટ્રેન્ધનીંગ એકસરસાઇઝ ઉપયોગી છે.
- ઇસ્ટ્રોજન થેરાપી જે પેલ્વીક ફ્લોર મસલ્સની સ્ટ્રેન્ધનીંગ અને ઇન્ટીગ્રીટી જાળવી રાખે.
- જો પેઇન અને બ્લીડીંગ હોય તો યુટરસને મેન્યુઅલી રીપોઝીશન કરવું.
- વજાયનલ પેસરીથી સપોર્ટેડ કરવું જેમાં હાર્ડ રબર અને ના બનેલા રીંગ, આર્ચીસ અને બોલ વગેરે આવે છે જે યુટરસને ફોરવર્ડ પોઝીશન મેન્ટેઇન કરવામાં મદદ કરે છે. આવી સ્ત્રીને ક્લીનીંગ અને ફોલોઅપ માટે સલાહ આપવી.
નર્સીંગ કેર
- દરેક વખતે પેશાબ ગયા બાદ પેરીનીયલ કેર આપવી.
- સુચર રીમુવ કર્યા બાદ સીટ્ઝ બાથ માટે પ્રોત્સાહન આપવું.
- સુચર લાઇન પર પ્રેશર ન આપવું.
- પેરીનીયલ ડીસકમ્ફર્ટ માટે આઇસ પેક લગાવવા.
- લેગ એક્સરસાઇઝ માટે પ્રોત્સાહન આપવું.
- ડીપ બ્રીધીંગ માટે પ્રોત્સાહન આપવું.
- ઇનટેક અને આઉટપુટ માટે જોવું.
- યુરીન અને સ્ટુલને યોગ્ય તપાસવું.
સર્વાઇકલ ઇરોશન
- એક સામાન્ય સ્થિતિ છે જ્યારે સર્વાઇકલના અંદરના કોષો, જે નરમ કોષો તરીકે ઓળખાય છે, તે સર્વિક્સની બહારની સપાટી પર હોય છે.
કારણો
- હોર્મોનલ ચેન્જીસ
- કોન્ટ્રાસેપ્ટીવ ટેબ્લેટ લેવાના કારણે
- પ્રેગ્નેન્સી
- એજીંગ
ચિન્હો અને લક્ષણો
- પેઇન એન્ડ બ્લીડીંગ ડયુરીંગ એન્ડ આફ્ટર સેક્સ
- પેઇન ડ્યુરીંગ એન્ડ આફ્ટર સર્વાઇકલ સ્ક્રીનીંગ
- સ્પોટીંગ બીટવીન પીરીયડ્સ
ડાયગ્નોસીસ
- પેપ ટેસ્ટ
- કોલોનોસ્કોપી
- બાયોપ્સી
સારવાર
- કોટરાઇઝેશન સામાન્ય રીતે સર્વાઇકલ એક્ટોપિયનના લક્ષણોનું નિરાકરણ લાવે છેદા.ત. ડાયાથર્મી, ક્રાયોથેરાપી
લ્યુકોરીઆ
- એક મેડીકલ કન્ડીશન છે જેમાં સ્ત્રીને વ્હાઇટ અને યલો ડીસ્ચાર્જ જોવા મળે છે.
કારણો
- બેક્ટેરીયા, યીસ્ટ અથવા બીજા માઇક્રો ઓર્ગેનીઝમનું ઇન્ફેક્શન.
- દા.ત. ઘણા બધા સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝ
ચિન્હો અને લક્ષણો
- વજાયનલ ડીસ્ચાર્જ – વ્હાઇટ, યલો, રેડીશ અને બ્લેકીશ
- ખરાબ દુર્ગંધ આવવી
- ખંજવાળ આવવી
- ઇન્ફેક્ટેડ એરીયામાં દુઃખાવો
સારવાર
- એન્ટીબાયોટીક્સ દા.ત. મેટ્રોનીડાઝોલ
- અન્ય એન્ટીબાયોટીક્સ દા.ત. ક્લીન્ડામાયસીન, ટીનીડેઝોલ
સર્વાઇકલ કેન્સર
- આ એક સાતમાં નંબરનું સ્ત્રીઓમાં જોવા મળતું કેન્સર છે. જેમાં બ્રેસ્ટ, કોલોન, રેક્ટમ, ઓવરીનો પણ સમાવેશ થાય છે.
કારણો
1) એકચ્યુઅલ રીસ્ક ફેક્ટર
- લો સોશીયોઇકોનોમીક સ્ટેટસ
- અર્લી એજ એટ ફર્સ્ટ કોઇટસ
- મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર
- હીસ્ટરી ઓફ એસ.ટી.ડી.
- હાઇ રીસ્ક મેલ પાર્ટનર્સ
- કોમ્પ્રોમાઇઝડ ઇમ્યુનીટી
- અર્લી એજ એટ ફર્સ્ટ પ્રેગ્નેન્સી
- પ્રોસ્ટીટ્યુશન
- મલ્ટી પારા
2) પોટેન્શીયલ રીસ્ક ફેક્ટર્સ
- હેવી યુઝ ઓફ ટેલ્ક (talk)
- સીગારેટ સ્મોકીંગ
- વીટામીન એ & સી ની ડેફીસીયન્સી
- ડાયાબીટીસ
- યુઝ ઓફ ઓરલ કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ
- નલી પારા
ચિન્હો -લક્ષણો
1) અર્લી સ્ટેજ
- ડીસીઝ એસીમ્પ્ટોમેટીક જોવા મળે છે. ડીસીઝનું પ્રોગ્રેશન થતા વુમેનમાં થીન, વોટરી વજાયનલ ડીસ્ચાર્જ જોવા મળે છે. અને સેક્સ્યુઅલ ઇન્ટરર્કોર્સ પછી સ્પોટીંગ જોવા મળે છે. આ ઉપરાંત મેટ્રોરેજીઆ, પોસ્ટ મેનોપોઝલ બ્લીડીંગ અને પોલીમેનોરીયા પણ જોવા મળે છે.
2) એડવાન્સ્ડ સ્ટેજ
- એપીથેલીઅલ ટીશ્યુમાં સ્લફીંગ થવાના કારણે ફાઉલ સ્મેલ અને ડીસ્ચાર્જ જોવા મળે છે. ઉપરાંત પેલ્વીક, ફ્લેન્ક, લોવર બેક અને એબ્ડોમેનમાં પણ પેઇન જોવા મળે છે. ટ્યુમર નું પ્રેશર બ્લેડર અને રેક્ટમ પર આવે ત્યારે ઇરીટેશન અને ડીસ્ચાર્જ જોવા મળે છે.
- ટ્યુમરના એડવાન્સ્ડ સ્ટેજમાં બ્લીડીંગ જોવા મળે છે.
- ટ્યુમર નજીકના ઓર્ગન સાથે ચોંટે છે. અને તેમાં ફીસ્ચ્યુલા ઉત્પન્ન કરે છે. ઉપરાંત વેઇટ લોસ, એનોરેક્સીયા, એનીમીયા, ડાયસ્યુરીઆ, રેક્ટલ બ્લીડીંગ પણ જોવા મળે છે.
સારવાર
- સારું આઉટકમ મેળવવા માટે રોગનું અર્લી ડીટેક્શન થવું ખુબ જ જરૂરી છે. જે સ્ત્રીઓ નિયમિત શારીરીક સંબંધ ધરાવતી હોય કે ન ધરાવતી હોય તેવી દરેક ૧૮ વર્ષની સ્ત્રીએ નિયમિત સર્વાઇકલ સ્ક્રીનીંગ કરાવવું જોઇએ.
સ્ટેજ I :
- સર્જીકલ પ્રોસીજરમાં લેસર સર્જરી, ક્રાયો સર્જરી અને લૂપ ઇલેક્ટ્રો સર્જીકલ એક્સીશન પ્રોસીજર (LEEP)સ્ટેજ I સર્વાઇકલ કેન્સર માટે ઉપયોગી છે. જો કેન્સર યુટરસ સુધી સ્પ્રેડ થાય તો હીસ્ટેરેક્ટોમી કરવામાં આવે છે. જેમાં સર્વીસ અને યુટરસ સર્જીકલી રીમૂવ કરવામાં આવે છે.
સ્ટેજ II :
- આ સ્ટેજથી રેડીયોથેરાપી શરૂ કરવામાં આવે છે. પરંતુ રેડીએશનના કારણે ઇનફર્ટીલીટી & પ્રીમેચ્યોર મેનોપોઝ જેવી સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે.
સ્ટેજ IIB – IV A :
- ટ્યુમર કે જે સ્ટેજ IIB – IVA સુધી પ્રોગ્રેસ થયેલ હોય તેવા કેસમાં સીસપ્લેટીન કીમોથેરાપી અને રેડીએશનનું કોમ્બીનેશન આપવામાં આવે છે.
સ્ટેજ IV B :
- મેટાસ્ટેટીક્સ ટ્યુમર માં નેશનલ કોમ્પ્રીહેન્સીવ કેન્સર નેટવર્ક (NCCN) પ્રમાણે પેલીએટીવ થેરાપી તરીકે સીસપ્લેટીન બેઝડ કીમોથેરાપી તથા બ્લીડીંગ અને પેઇન મેનેજ કરવા રેડીયોથેરાપી આપવામાં આવે છે.
બ્રેસ્ટ કેન્સર
- બ્રેસ્ટ કેન્સર એ એવું કેન્સર છે જે બ્રેસ્ટ ટીશ્યુમાં જોવા મળે છે. જેમાં બ્રેસ્ટમાં લમ્પ, બ્રેસ્ટ શેપમાં ફેરફાર, સ્કીન ડીમ્પલીંગ, ફ્લુઇડ સીક્રીશન, ફ્રોમ નીપલ, ઇનવર્ટેડ નીપલ, રેડ અથવા સ્કેલી સ્કીન પેચ વગેરે જોવા મળે છે.
કારણો
- આનુંવંશીક
- લાઇફ સ્ટાઇલ
- મેડીકલ કન્ડીશન જેમ કે ડાયાબીટીસ
- ઓટો ઇમ્યુન ડીસીઝ
- હોર્મોનલ ચેન્જીસ જેવા કે મેનોપોઝ
ચિહ્નો અને લક્ષણો
- ડીસકમ્ફર્ટ
- ઇનવર્ટેડ નીપલ
- લમ્પ અથવા નીપલ ડીસ્ચાર્જ
- રેડનેસ
- સ્વોલન લીમ્ફ નોડ્સ
- સ્કીન થીકનીંગ
મેનેજમેન્ટ
સર્જરી
મેમોપ્લાસ્ટી
- આ એક પ્લાસ્ટીક સર્જરી છે જેમા બ્રેસ્ટ સાઇઝ વધારે અથવા ઓછી કરવામાં આવે છે.
લીમ્ફ નોડ ડીસેક્શન
- સર્જીકલ રીમુવલ ઓફ અ લીમ્ફ નોડ
લમ્પેક્ટોમી
- સર્જીકલ રીમુવલ ઓફ અ લમ્પ ઇન બ્રેસ્ટ
માસ્ટેક્ટોમી
- સર્જીકલ રીમુવલ ઓફ સમ ઓર ઓલ ઓફ ધ બ્રેસ્ટ
મેડીકલ પ્રોસીજર
ટેલીથેરાપી
- રેડીએશન થેરાપી કે જે હાઇ એનર્જી બીમ કેન્સર સેલ ને ડીસ્ટ્રોય કરવા તથા સંકોચન કરવા વાપરે છે.
રેડીએશન થેરાપી
- થેરાપી કે જે હાઇ એનર્જી બીમ કેન્સર સેલને ડીસ્ટ્રોય કરવા વાપરે છે.
કીમોથેરાપી
- વધતા સેલ્સને કીલ કરે છે.
- હોર્મોન બેઝડ કીમોથેરાપી
- હોર્મોન સેન્સીટીવ કેન્સરને ટ્રીટ કરે છે.
સર્વાઇકલ સ્ક્રીનીંગ ટેસ્ટ (PAP સ્મીઅર ટેસ્ટ- પેપેની કોલાઉ સ્મીઅર ટેસ્ટ)
- આ એક પ્રકારનો સ્ક્રીનીંગ ટેસ્ટ છે જેમાં સર્વીક્સની તપાસ કરવામાં આવે છે જેથી જો મેલીગ્નન્ટ સેલ્સ હોય તો અર્લી ડાયગ્નોસીસ કરી શકાય.
- હ્યુમન પેપીલોમા વાઇરસ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ વાઇરસ છે જે સ્ત્રી અને પુરુષ બંન્ને સાથે જાતીય સમાગમને કારણે થઈ શકે છે જેથી દરેક સેક્સ્યુઅલી એક્ટીવ વુમેન એ પેપ સ્મીઅર ટેસ્ટ કરાવવું જોઇએ.
પ્રોસીઝર સ્ટેપ
- વુમનને પેપ સ્મીઅર ટેસ્ટ વિશે સંપૂર્ણ સમજ આપવી.
- વુમનની રીટન કન્સેન્ટ લેવી.
- એક્ઝામીનેશન ટેબલ પર લીથોટોમી પોઝીશન આપવી.
- એસેપ્ટીક ટેક્નીકથી એન્ટીસેપ્ટીક સોલ્યુશનની મદદથી વજાયનલ ઓપનીંગ ક્લીન કરવું.
- વજાયનલ સ્પેક્યુલમની મદદથી સર્વીક્સનો ભાગ ખુલ્લો કરવો.
- પેપ સ્મીઅર કીટ – સાઇટોબ્રશની મદદથી સર્વીક્સના સેલ લઇને લેબ ટેસ્ટ માટે મોકલવા.
- સામાન્ય રીતે રીઝલ્ટ માટે 2-3 વીકનો સમય થાય છે.
યુટેરાઇન લીમ્ફોમાયોમા (ફાઇબ્રોઇડ્સ)
- આ એક પ્રકારની બીનાઇન ટ્યુમર છે.
- ફાઇબ્રોઇડ્સ એ યુટરસમાં થતો એબનોર્મલ ગ્રોથ છે જે ઘણી વખત મોટી ટ્યુમર બને છે જેથી સીવીઅર એબ્ડોમીનલ પેઇન અને હેવી પીરીઅડ્સ જોવા મળે છે.
હોર્મોન્સ
- ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ઇમબેલેન્સને કારણે ફાઇબ્રોઇડ્સ જોવા મળે છે.
- ફેમીલી હીસ્ટરી આ એક પ્રકારનો જીનેટીક ડીસઓર્ડર પણ છે એટ્લે કે ફેમીલી મા અગાઉ કેન્સરની હીસ્ટ્રી હોય તો થવાની શક્યતા વધી જાય છે.
લેવલ વારી પ્રેગ્નેન્સી
- પ્રેગ્નેન્સી દરમ્યાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ વધી જવાથી ફાઇબ્રોઇડ્સ થાય છે.
- મેનોપોઝ
- ઓબેસીટી
લક્ષણો અને ચિહ્નો
- મેન્સ્ટ્રુઅલ બ્લીડીંગ
- પ્રોલોન્ગડ પીરીઅડ્સ
- પેલ્વીક પેઇન
- આર્યન ડેફીશીયન્સી એનીમીયા
- બેક એક
- પ્રીમેન્સ્ટ્રૂઅલ સ્પોટીંગ
- લાર્જ એબ્ડોમીનલ ગર્થ
- ફ્રીક્વન્ટ યુરીનેશન
- પેઇન ડ્યુરીંગ ઇન્ટરર્કોર્સ
- ડીફીકલ્ટી ઇન ગેટીંગ પ્રેગનેન્ટ
સારવાર
- હોર્મોનલ
- પ્રોજેસ્ટીન રીલીઝીંગ ઇન્ટ્રા યુટેરાઇન ડીવાઇસ
- ગોનેડોટ્રોપીન રીલીઝીંગ હોર્મોન એગોનીસ્ટ
- નોન હોર્મોનલ મેડીકેશન
- નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફલામેટરી ડ્રગ્સ
- ટ્રેનેક્સેમીક એસીડ
સર્જરી
- ફાઇબ્રોઇડ રીમુવલ
- માયોમેક્ટોમી
- હીસ્ટેરેક્ટોમી
- યુટેરાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન
- મેગ્નેટીક રેઝોનેન્સ ગાઇડેડ હાઇ ઇન્ટેન્સીટી ફોકસ્ડ અલ્ટ્રા સાઉન્ડ
મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ્સ
- દરેક મેન્સ્ટ્રુઅલ સાઇકલ વખતે એન્ડોમેટ્રીયમ ફીટસને નરીશમેન્ટ આપવા માટે પોતાને તૈયાર કરે છે.જો ફર્ટીલાઇઝેશન ન થાય તો આ એન્ડોમેટ્રીયમ મન્થલી સાઇકલ દરમ્યાન શેડ થવા લાગે છે.ઘણી વખત આ મન્થલી સાયકલ માં એબનોર્માલીટી જોવા મળે છે.
જે નીચે પ્રમાણે છે.
ટાઇપ ઓફ મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ્સ
- પ્રીમેન્સ્ટ્રુઅલ સીન્ડ્રોમ
- એમેનોરીયા
- ડીસ્મેનોરીયા
- મેનોરેજીઆ
પ્રીમેન્સ્ટ્રુઅલ સીન્ડ્રોમ (PMS)
- એ મન્થલી સાઇકલ દરમ્યાન જોવા મળતા અનકમ્ફર્ટેબલ સીમ્પ્ટમ્સ છે જે નોર્મલ ફંક્શનીંગને ટેમ્પરરી ડીસ્ટર્બ કરે છે.આ સીમ્પ્ટમ્સ કેટલાક કલાકો થી લઇને કેટલાક દિવસો સુધી જોઇ શકાય છે.
- પ્રીમેન્સ્ટ્રુઅલ ડીસ્ફોરીક ડીસોર્ડર (PMDD) એ PMS નું સીવીઅર ફોર્મ છે. જે 3%-8% રીપ્રોડકટીવ એજની વુમનને અસર કરે છે.
PMS સીપ્ટમ્સ
- સાઇકોલોજીકલ સીમ્પ્ટમ્સ (ડીપ્રેશન, ઇરીટેબીલીટી)
- ગેસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ સીમ્પ્ટમ્સ
- ફ્લુઇડ રીટેન્શન
- સ્કીન પ્રોબ્લેમ્સ
- હેડેક
- વર્ટીગો
- મસલ્સ સ્પાસમ
- હાર્ટ પાલ્પીટેશન
- એલર્જી
- ઇન્ફેક્શન
- વીઝન પ્રોબ્લેમ્સ
સારવાર
- લાઈફ સ્ટાઇલમા સામાન્ય મોડીફીકેશન કરવાથી આ સીમ્પ્ટમ્સને દૂર કરી શકાય છે.
- એક્સરસાઇઝ 3 થી 5 વખત (1 અઠવાડીયામાં)
- બેલેન્સ્ડ ભોજન
- યોગ્ય ઊંઘ અને આરામ
એમેનોરીયા
- એમેનોરીયા એટલે 3 મહિના કે તેથી વધુ સમય સુધી મેન્સ્ટ્રુઅલ પીરીઅડ્સ ન આવવા.
ટાઇપ ઓફ એમેનોરીયા
પ્રાયમરી એમેનોરીયા :
- મેન્સ્ટ્રુઅલ પ્યુબર્ટી વખતથી જ ન શરૂ થયા હોય.
સેકન્ડરી એમેનોરીયા :
- નોર્મલ અને રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ પીરીઅડ્સ ધીરે ધીરે એબનોર્મલ અને ઇરેગ્યુલર બનતા જાય અથવા તો આવતા બંધ થઈ જાય. એમેનોરીયા થવાના ઘણા કારણો હોઇ શકે છે જેમ કે પ્રેગ્નેન્સી, બ્રેસ્ટ ફીડીંગ અથવા મેનોપોઝ.
તે મેડીકેશન અથવા નીચે પ્રમાણેના મેડીકલ પ્રોબ્લેમ્સના કારણે પણ થઇ શકે છે.
- ઓવ્યુલેશન એબનોર્માલીટી
- બર્થ ડીફેક્ટ, એનાટોમીકલ એબનોર્માલીટી
- ઇટીંગ ડીસઓર્ડર
- ઓબેસીટી
- વધુ પડતી એક્સર્સાઇઝ
- થાઇરોઇડ ડીસોર્ડર
ડીસ્મેનોરીયા
- ડીસ્મેનોરીયા એટલે મેન્સ્ટ્રુએશન દરમ્યાન થતી સીવીઅર મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ અને પેઇન. પ્રાઇમરી ડીસ્મેનોરીયામાં કેમીકલ ઇમબેલેન્સના લીધે એબનોર્મલ યુટેરાઇન કોન્ટ્રેક્શન જોવા મળે છે. સેકન્ડરી ડીસ્મેનોરીયામાં અન્ય મેડીકલ કંડીશનના કારણે થાય છે. જેમાં મુખ્યત્વે એન્ડોમેટ્રીઓસીસ જવાબદાર છે.
અન્ય કારણો
- પેલ્વીક ઇફ્લામેટરી ડીસીઝ
- યુટેરાઇન ફાઇબ્રોઇડ્સ
- એબનોર્મલ પ્રેગ્નેન્સી
- ઇનફેક્શન, ટ્યુમર, પોલીપ ઇન પેલ્વીક કેવીટી
રીસ્ક ફેક્ટર્સ
- સ્મોકર્સ
- પીરીઅડ વખતે વધુ પડતુ આલ્કોહોલ લેવું
- વધુ પડતુ વજન
- 11 વર્ષની ઉંમર પેહલા મેન્સ્ટ્રુએશન શરુ થવુ
ડીસ્મેનોરીયા સીમ્પટમ્સ
- ક્રેમ્પીંગ & પેઇન ઇન લોઅર એબ્ડોમેન
- લો બેક પેઇન, રેડીએટીંગ ટૂ લેગ્સ
- નોસીઆ
- વોમીટીંગ
- ડાયેરીયા
- ફટીગ
- વીકનેસ
મેનોરેજીયા
- મેનોરેજીયા એટલે હેવી અને પ્રોલોંગ મેન્સ્ટ્રુઅલ બ્લીડીંગ. ઘણી વખત બ્લીડીંગ એટલું વધુ હોય છે કે જેના કારણે રોજિંદા કાર્યોમાં વિક્ષેપ પડે છે.
ડીસફંક્શનલ યુટેરાઇન બ્લીડીંગમા નીચેનો પણ સમાવેશ થાય છે :
પોલીમેનોરીયા
ઓલીગો મેનોરીયા
મેટ્રોરેજીયા
- બે મેન્સ્ટ્રુઅલ પીરીઅડની વચ્ચે આવતું ઇરેગ્યુલર બ્લીડીંગ
પોસ્ટ મેનોપોઝલ બ્લીડીંગ
- મેનોપોઝ બંધ થયા પછી આવતું બ્લીડીંગ
કારણો
- હોર્મોનલ ઇમબેલેન્સ
- પેલ્વીક ઇનફ્લામેટરી ડીસીઝ
- યુટેરાઇન ફાઇબ્રોઇડ્સ
- એબ્નોર્મલ પ્રેગ્નેન્સી
- ઇનફેક્શન, ટ્યુમર, પોલીપ ઇન પેલ્વીક કેવીટી
- બર્થ કંટ્રોલ ડીવાઇસીસ
- બ્લીડીંગ અથવા પ્લેટલેટ ડીસોર્ડર
- હાઇ લેવલ ઓફ પ્રોસ્ટાગ્લેન્ડીન
- હાઇ લેવલ ઓફ એન્ડોથેલીન્સ
- લીવર, કીડની અથવા થાઇરોઇડ ડીસીસ
લક્ષણો અને ચિહ્નો
- વધુ પડતુ મેન્સ્ટ્રુઅલ બ્લીડીંગ
- પ્રેગ્નેન્સીમા થતુ બ્લીડીંગ
મેનોપોઝ
- મેનોપોઝ એટલે સ્ત્રીઓમા 40 થી 50 વર્ષ ની ઉંમરે માસીક ઋતુચક્રનો અંત થવો જેના કારણે સ્ત્રીઓ રીપ્રોડક્શન એબીલીટી ગુમાવે છે. તેને કોઇ ડીસઓર્ડર તરીકે ગણવામાં આવતો નથી.
કારણો
લક્ષણો અને ચિહ્નો
- ઇરેગ્યુલર પીરીઅડ્સ
- લોઅર ફર્ટીલીટી
- વજાયનલ ડ્રાયનેસ
- હોટ ફ્લેશીસ
- નાઇટ સ્વેટ્સ
- ડીસ્ટર્બન્સ સ્લીપ
- યુરીનરી પ્રોબ્લેમ્સ
- ઇમોશનલ ચેન્જીસ
- પ્રોબ્લેમ્સ ઓફ ફોકસીંગ એન્ડ લર્નીંગ
- હેર લોસ એન્ડ થીનીંગ ઓફ હેર
ઇમ્પ્લીકેશન ઓફ મેનોપોઝ
કાર્ડીઓ વાસ્ક્યુલર ડીસીઝ
- ઇસ્ટ્રોજન લેવલ ઘટવાના કારણે કાર્ડીઓ વાસ્ક્યુલર ડીસીઝનો રીસ્ક વધી જાય છે.
ઓસ્ટીઓપોરોસીસ
- મેનોપોઝ પછીના શરૂઆતના થોડા વર્ષોમા બોન ડેન્સીટીમા જલ્દીથી ઘટાડો થતો જોવા મળે છે. લો બોન ડેન્સીટીના કારણે ઓસ્ટીઓ પોરોસીસનો રીસ્ક
- વધી જાય છે.
યુરીનરી ઇનકોન્ટીનેન્સ
- મેનોપોઝના કારણે વજાયના અને યુરેથ્રાની ટીશ્યુ ઇલાસ્ટીસીટી ઓછી થતી જાય છે. તેના કારણે ફ્રીક્વન્ટ તથા સડન યુરીનેશનની તક્લીફ જોવા મળે છે. તેના કારણે સ્ત્રીઓમાં કફીંગ, સ્નીઝીંગ, લાફીંગ વખતે ઇનવોલન્ટરી યુરીનેશન જોવા મળે છે.
બ્રેસ્ટ કેન્સર
- મેનોપોઝ પછી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનો રીસ્ક વધી જાય છે.