SY – ANM – MIDWIFERY UNIT – 20 WOMEN EMPOWERMENT

યુનિટ – 20

સ્ત્રી સશક્તિકરણ

પ્રસ્તાવના

  • અત્યાર સુધી સ્ત્રીઓને જે અન્યાય થયો છે તે દૂર કરી પૂરતી તક આપી સ્ત્રીને તેના બધા અધિકારો ભોગવવા શક્તિમાન બનાવવી કે જેથી તે તન-મનથી સર્વાંગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે, આર્થિક રીતે સંપન્ન બને, સાધન સંપતિના વિવિધ સ્ત્રોતોનું નિયંત્રણ કરે, પ્રજનન સંબંધી અધિકારો ભોગવવા પણ શક્તિમાન બને અને સમાજના સંતુલિત, સર્વાંગી અને સાતત્યપૂર્ણ વિકાસ માટે તેનામાં રહેલી શક્તિઓનો ઉપયોગ કરવામાં પોતે સમર્થ બને.
  • ઈન્ડિયન ગર્વમેન્ટ દ્વારા વર્ષ 2001 ને વુમન એમ્પાર્વમેન્ટ વર્ષ તરીકે જાહેર કર્યું. તે બધા માટે માનવ મુક્તિ અને સશક્તિકરણનો આધાર છે. સમાજમાં સમાનતા અને સમાન માનસિકતાની સિદ્ધિ છે. મહિલાઓને જીવનના તમામ ક્ષેત્રમાં સશક્ત બનાવવાની જરૂર છે જેવા કે, ઇકોનોમિક, સોસીયલ, પોલીટીકલ, એજ્યુકેશન, હેલ્થ કેર, ન્યુટ્રીશન અને લીગલ લો. કોઇપણ સોસાયટીનું એમ્પાર્વમેન્ટ ત્યારે શક્ય છે જ્યારે વુમન એમ્પાવર્ડ હોય મહિલા સશક્તિકરણ માટે કુંટુંબ એ એક અનુકૂળ સાધન છે.

વ્યાખ્યા

  • તે હાલના સંબંધોને પડકારવાની અને શક્તિના સ્રોતો પર વધુ નિયંત્રણ મેળવવાની પ્રક્રિયા છે.
  • એમ્પાર્વમેન્ટ માટે સ્ત્રીઓની પસંદગી માટેના કારણો :
  • સ્ત્રીઓની પોતાની ઇચ્છા.
  • સ્ત્રીઓની ક્ષમતા વિકસાવવા.
  • કાર્યક્ષમતા સાથે અર્થપૂર્ણ જીવન જીવવામાં રસ.
  • લાઇફના દરેક સ્ટેજમાં વુમન એમ્પાર્વમેન્ટ થતું રહેવું જોઇએ.
  • બીજાને સપોર્ટ કરવા અને સમાજમાં નોંધપાત્ર ફાળો આપવા માટે મજબુત પોઝીશનની જરૂર છે .
  • તે વુમન માટે સોસાયટીમાં દરેક તબક્કે સત્યોને ફેસ કરવા માટે અનીવાર્ય છે.

વુમન એમ્પાર્વમેન્ટ માટેની પુર્વ શરતો

  • સોસિયલ, ઇકોનોમીકલ અને પોલીટીકલ જગ્યાઓમાં એક્ટિવ પાર્ટીસીપેશન.
  • એમ્પાર્વમેન્ટ માટેના નિણર્ય લેવાની ક્ષમતા
  • સામાજિક પ્રતિષ્ઠા
  • ઇચ્છિત આદર.
  • નિર્ણય લેવામાં વુમનનું ઇનવોલ્વમેન્ટ.

એડવાનટેજીશ ઓફ વુમન એમ્પાર્વમેન્ટ

મહિલાઓને આર્થિક સત્તા

  • વ્યાપક અર્થતંત્ર અને સામાજીક નીતિઓમાં મહિલાલક્ષી અભિગમ કૃષિક્ષેત્રે મહિલા શ્રમજીવીઓને લાભ મળે તેવા કાર્યક્રમો દા.ત. ડેરી વિકાસ, બાગાયત
  • ઉદ્યોગો જેવા કે ઇલેક્ટ્રોનિક, ઇન્ફોર્મેશન ટેકનોલેજી.
  • ટેકારૂપ સેવાઓ જેવી કે કામના સ્થળે ઘોડિયા ઘર, શિક્ષણ સંસ્થાઓ.

મહિલાઓને સામાજીક સત્તા

  • શિક્ષણ, પોષણ અને આરોગ્ય
  • પીવાનું પાણી અને આરોગ્ય વ્યવસ્થા
  • વસવાટો અને આશ્રય સ્થાનો
  • ખાસ સહાયના પગલાં જેમ કે વિધવાઓ, બેકાર મહિલાઓ, તરછોડાયેલી, અત્યાચારનો ભોગ બનેલી

સ્ત્રીઓને વ્યવસાયનો અધિકાર

  • કુંટુંબની આવકમાં વધારો થાય છે.
  • આવાસ, આહાર અને પાયાની સુખસગવડનો અધિકાર મળે છે.
  • સ્ત્રીનો સામાજીક દરજ્જો ઉંચો આવે છે.

અધર

  • માતા તંદુરસ્ત – બાળ તંદુરસ્ત.
  • બાળકોનો યોગ્ય ઉછેર કરી શકે.
  • સ્વનિર્ભર હોય.
  • પતિ કે પરિવાર સાથે સંઘર્ષને બદલે વિચાર વિમર્શ કરે.
  • સ્ત્રીની ક્ષમતામાં વધારો કરે છે.
  • બચત કરવા માટે સક્ષમ બને છે.
  • એજ્યુકેશન મેળવી શકે છે.
  • મહિલાઓ પર અત્યાર સામે રક્ષણ મળે છે.
  • એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન મળે છે.
  • ફેમીલી વેલફેર કરી શકાય છે.
  • એડલ્ટ એજ્યુકેશનને વધારી શકાય છે.
  • હેલ્થ અને ન્યુટ્રીશનમાં વધારો થાય છે.
  • રોજગાર મેળવી શકે છે.

ભારતમાં સ્ત્રીઓના કાયદાકીય અધિકારો

  • ભરણપોષણ અધિકાર
  • છેડતી સામે રક્ષણ
  • બળાત્કાર સામે રક્ષણ અને ન્યાય
  • છુટાછેડાનો અધિકાર
  • દહેજ સામે રક્ષણ
  • મિલકત ધરાવવાનો અધિકાર
  • વેતનમાં સમાનતા
  • પ્રસૂતિની રજાનો અધિકાર
Published
Categorized as Uncategorised