યુનિટ – 18
મેડીકેશન યુઝ ઈન મીડવાઇફરી
ઓક્સીટોસીન
વ્યાખ્યા
- ઓક્સીટોસીન ડ્રગના કેમીકલ નેચર પ્રમાણે તેમાં યુટેરાઇન મસલ્સ કોન્ટ્રાકશનને એક્સાઇટ કરવાની તાકાત રહેલી છે. ક્લીનીકલ પ્રક્ટીશમાં ઓક્સીટોસીનનો વધુ ઉપયોગ થાય છે.
- તે એક ઓક્ટાપેપ્ટીડ છે જે કુદરતી રીતે હાયપોથેલેમસ માંથી ઉત્પન્ન થાય છે. પરંતુ તેનું સ્ટોરેજ અને રીલીઝની પ્રક્રિયા પિટ્યુટરીમાંથી થાય છે. ઓક્સીટોસીન ની હાફ લાઇફ 3-4 મીનીટ માટે અને તેની એક્શન નો સમયગાળો આશરે 20 મીનીટ છે. તે ઓક્સીટોસીનેઝ દ્વારા ઝડપથી મેટાબોલાઇઝ અને ડીગ્રેડ થાય છે.
એક્શન :
- ઓક્સીટોસીન માયોમેટ્રીયમ સેલ મેમ્બ્રેન પર આવેલા ઇસ્ટ્રોજન ડીપેન્ડન્ટ રીસેપ્ટર્સને બાઇન્ડ કરે છે અને ડેસીયુઆ માંથી પ્રોસ્ટાગ્લેન્ડીન રીલીઝ કરે છે જેમા ફંડલ કોન્ટ્રાકશન સાથે સર્વીક્સનું રીલેક્સેશન થાય છે.
ઉપયોગ
- સીન્થેટીક ઓક્સીટોસીન વધુ વપરાય છે. જેમાં માત્ર વાસોપ્રેસર એક્શન સિવાય ઓક્સીટોસીક ઇફેક્ટ આવે છે. આ એમ્પ્યુલમાં આવે છે. જેમાં 5 U/ml છે.
સીન્ટોમેટ્રીન (સેંડોઝ) :
- સીન્ટોસીનોન 5 યુનીટઅને અર્ગોમેટ્રીન 0.5mg નુ કોમ્બીનેશન
ડીસએમીનો ઓક્સીટોસીન :
- તે ઓક્સીટોસીનેઝ દ્વારા ઇનએક્ટીવ થતુ નથી અને ઓક્સીટોસીન કરતા 50-100 % વધુ ઇફેક્ટીવ છે. તે બકલ ટેબ્લેટ્સમા પ્રાપ્ત છે. તેમા 50 IU હોય છે.
ઇન્ડીકેશન
- ઓક્સીટોસીન થેરાપ્યુટીક તરીકે પ્રેગ્નનેન્સી, લેબર અને પ્યુપેરીયમ ઉપરાંત ડાયગ્નોસ્ટીક ટેસ્ટમાં વપરાય છે.
પ્રેગ્નેન્સી
અર્લી :
- અબોર્શનની ઝડપ વધારવા અને બીજા અબોર્શનકરતા એજન્ટ સાથે અબોર્શનના ઇન્ડક્શન માટે
લેટ :
- ઇન્ડક્શન પેહલા સર્વાઇકલ રાઇપનીંગ અને લેબર ઇન્ડક્શન માટે.
લેબર :
- લેબર ને આગળ ધપાવવા, યુટેરાઇન ઇનર્શીઆ, ઇનેક્ટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર, અર્ગોમેટ્રીન ના અલ્ટરનેટીવ તરીકે પ્લેસેન્ટા ના બહાર આવ્યા પછી.
પ્યુરપેરીયમ :
- બ્લડ લોસ અને પીપી.એચ. અટકાવવા.
ડાયગ્નોસ્ટીક
- કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ અને ઓક્સીટોસીન સેન્સીટીવ ટેસ્ટ
કોન્ટ્રાઇન્ડીકેશન
પ્રેગ્નેન્સી
- ગ્રાન્ડ મલ્ટીપેરા, કોન્ટ્રેક્ટેડ પેલ્વીસ, સીઝેરીયન હીસ્ટરી, હીસ્ટરેક્ટોમી, માલપ્રેઝેન્ટેશન
લેબર
- ઓન્સ્ટ્રક્ટેડ લેબર, ઇનકોઓર્ડીનેટેડ યુટેરાઇન કોન્ટ્રેક્શન, ફીટલ ડીસ્ટ્રેસ
અન્ય
- હાઇઓવોલેમીક સ્ટેટ, કાર્ડીઆક ડીસીઝ
કોમ્પ્લીકેશન
મેર્ટનલ
- યુટેરાઇન હાઇપરસ્ટીમ્યુલેશન (ઓવરએક્ટીવીટી), યુટેરાઇન રપ્ચર, વોટર ઇનટોક્સીકેશન, હાઇપોટેન્શન, હાઇપોટેન્શન, એન્ટીડાયુરેટીક
ફીટલ
- ફીટલ ડીસ્ટ્રેસ, ફીટલ હાઇપોક્સીઆ, ફીટલ ડેથ
રુટ ઓફ એડમીનીસ્ટ્રેશન
- કંટ્રોલ્ડ ઇન્ટ્રાવીનસ ઇન્ક્યુઝન, બોલસ IV/IM, ઇન્ટ્રામસ્ક્યુલર, બકલ ટેબ્લેટ્સ, નેસલ સ્પ્રે
ઇન્ટ્રાવીનસ
- કંટ્રોલ્ડ ઇન્ટ્રાવીનસ ઇન્ક્યુઝનનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
ડ્રીપ દ્વારા
- રીંગર લેક્ટેટ અથવા 5% ગ્લુકોઝ પાઈન્ટ 500 ml લેબર ઇન્ડક્શન અને ઓગ્મેન્ટેશન માટે 2.5 યુનિટ પાઈન્ટમા નાખવું. 0.5 માઇક્રો યુનીટ/ મીનીટ થી ચાલુ કરી જ્યા સુધી કોન્ટ્રેક્શન 10 મીનીટમાં 3 થી 40-45 સેકન્ડ સુધી રહે નહિ ત્યા સુધી દર 15 સેકન્ડે ડબલ કરવુ. 100 માઇક્રો યુનીટ/ મીનીટ ડોઝ ઉપયોગી નથી કેમ કે બધા ઓક્સીટોસીન રીસેપ્ટર સંપૂર્ણ સેચ્યુરેટેડ થઇ જાય છે. અબોર્શન કેસો, પી.પી.એચ અને સીઝર – 10 થી 20 યુનીટ/ મીનીટ ઇફેક્ટ 20-30 સેકંડમા ચાલુ થાય છે.
બોલસ IV/ IM
- બાળકના જન્મ પછી ૫-૧૦ યુનીટ અર્ગોમેટ્રીન અલ્ટરનેટીવ તરીકે વપરાય છે.
ઇન્ટ્રામસ્ક્યુલર
- સીન્ટોમેટ્રીન પ્રીપેરેશન વપરાય છે. મોટે ભાગે પ્લેસેન્ટા ડીલીવરી પછી 1એમ્પ્યુલ આપવામાં આવે છે. જો બ્લીડીંગવધુ પ્રમાણ મા હોય તો તે પ્રમાણે રીપીટ કરવામા આવે છે. તેની સાથે યુટેરાઇન મસાજ અને બ્લડ ક્લોટ કાઢીને આપવાનુ મહત્વનું છે.
બકલ ટેબ્લેટ અથવા નેસલ સ્પ્રે
- ટ્રાયલ બેસીસમા લીમીટેડ યુઝ છે.
ઓક્સીટોસીનથી થતા જોખમોનુ પ્રિવેન્શન
- ડ્રગ્સનું યોગ્ય સીલેક્શન
- લો ડોઝ સાથે ઇન્ટ્રાવીનસ ઇન્ફયુઝન
- યુટેરાઇન કોન્ટ્રેક્શન, મેર્ટનલ કન્ડીશન અને ફીટલ કંડીશનનુ યોગ્ય ઓબ્ઝર્વેશન કરવું.
- જો કોઇ પણ એડવર્સ ઇફેક્ટ જણાય તો ઇન્ફયુઝન બંધ કરવું.
ઓબ્ઝર્વેશન અને નર્સીંગ રીસ્પોન્સીબીલીટી
- જ્યારે ઓક્સીટોસીન ઇન્ફ્યુઝન ચાલુ હોય ત્યારે માતાને ક્યારેય એકલી ન મુકવી.
- ઇન્ફ્યુઝન રેટ યોગ્ય રીતે એડજસ્ટ કરવો.
- યુટેરાઇન ઇન્ફ્યુઝન રેટ બરાબર ઓબ્ઝર્વ કરવો અને જો હાઇપરટોનીક યુટેરાઇન કોન્ટ્રેક્શન હોય તો તરત જ ડ્રીપ બંધ કરવી.
- દર 15 મીનીટે ફીટલ હાર્ટ રેટ નોટ કરવા અને જો પ્રાપ્ત હોય તો કન્ટીનીયસ ઇલેક્ટ્રોનીક ફીટલ મોનીટરીંગ રાખવુ, FHRમાં ફેરફાર થાય તો ઓક્સીટોસીન ડ્રીપ બંધ કરી સાદી ડ્રીપ ચાલુ કરવી.
મેટર્નલ કંડીશન
- પલ્સ રેટ અને બ્લડ પ્રેશર દર કલાકે ચેક કરવુ. યુરીન આઉટ્યુટ નોંધવુ. પ્રીકોર્ડીઅલ પેઇન/ અનઇઝીનેસ થાય તો તરત જ ડીટેક્ટ કરવું. સુપાઇન હાઇપોટેન્શન અવોઇડ કરવુ. મધરને લેફ્ટ લેટરલ પોઝીશન આપવી.
લેબર પ્રોગ્રેસ :
- હેડનુ પ્રોગ્રેસીવ ડીસેન્ટ અને સર્વાઇકલ ડાઇલેટેશન નોંધવુ. અને લાઇકર નો કલર જોવો.
મીઝોપ્રોસ્ટ :\
- આનો ઉપયોગ સામાન્ય રીતે લેબરના ઇન્ડક્શન માટે થાય છે. તે ગર્ભાશયના સંકોચન અને સર્વિક્સના પાકા થવા માટેનું કારણ બને છે. તે સસ્તું છે, સરળતાથી આપી શકાય છે.
એક્શન
- મીઝોપ્રોસ્ટ એ એક પ્રોસ્ટાગ્લેન્ડીન એનાલોગ છે જે માયોમેટ્રીયમ સેલ ને બાઇન્ડ કરે છે જેથી માયોમેટ્રીયમ કોન્ટ્રાક્શન વધે છે જેથી ટીસ્યુ એક્સ્પેલ થાય છે.
ડોઝ
- વજાયનાના પોસ્ટીરીયર ફોરનીક્સમાં 25 mcg જરૂર પડે તો 6hrs એ 25 mcg રીપીટ કરવી ત્યાર બાદ 200 mcg સુધી દર 6hrs એ 50 mcg વધારી શકાય.
ઇન્ડીકેશન
- ઇન્ડકશન ઓફ લેબર
- મોલાર પ્રેગ્નન્સી
- ટર્મીનેશન
- સર્વાઇકલ રીપેનીંગ
- મેનેજમેન્ટ ઓફ એટોનીક પોસ્ટપાર્ટમ હેમરેજ
- મેડીકલ મેનેજમેન્ટ ઓફ ટ્યુબલ એક્ટોપીક પ્રેગ્નન્સી
કોન્ટ્રાઇન્ડીકેશન
- હાયપર સેન્સીટીવીટી
- યુટેરાઇન સ્કાર
- એક્ટીવ કાર્ડીયાક, પલ્મોનરી, રીનલ અથવા હીપેટીક ડીઝીઝ
- બ્રોન્કીયલ અસ્થમા
આડઅસર : બહુ ઓછી છે.
નર્સીગ રીસ્પોન્સીબીલીટી
- પેશન્ટને સાઇડ લાઇંગ પોઝીશન આપવી.
- યુટેરાઇન કોન્ટ્રેક્શન અને લેબર અરેસ્ટ માટે ઓબ્ઝર્વ કરવું.
- વાઇટલ સાઇન અને FHR મોનીટર કરવા.
- પ્રીટર્મ લેબર વપરાતા ડ્રગ્સની યોગ્ય સમજણ રાખવી.
- પેશન્ટ અને ફેમીલીને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.