SY – ANM – MIDWIFERY UNIT – 17 SURGICAL INTERVENTION

યુનિટ – 17

સર્જીકલ ઈન્ટરવેન્શન

ઇન્ડક્શન ઓફ લેબર અને તેનું મેનેજમેન્ટ

ઇન્ડક્શન ઓફ લેબર

વ્યાખ્યા

  • વાયેબીલીટીના (જીવંત રહેવાની વધુમાં વધુ ક્ષમતા) પિરીયડ પછી મેડીકલ, સર્જીકલ કે કંબાઈન મેથડનો ઉપયોગ કરી વજાયનલ ડીલેવરી કરાવવા માટે યુટેરાઇન કોન્ટ્રાકશન શરુ કરવામા આવે તેને ઇન્ડક્શન લેબર કહે છે
  • પેશન્ટ તથા તેના સગાને ઇન્ડક્શન લેબર શા માટે જરૂરી છે તે તેના ફાયદા માટે સમજાવવુ.

ઓબ્જેક્ટીવ્સ

  • જ્યારે મધર કે ફીટસને પ્રેગ્નન્સી કન્ટીન્યુ રહેવાથી રીસ્ક રહેલુ હોય ત્યારે ઇન્ડક્શન ઇન્ડીકેટ કરવામા આવે છે. ઇન્ડક્શન કરતા પેહલા જેસ્ટેશનલ એજ અને ફીટસની પલ્મોનરી મેચ્યોરીટી જોઈ લેવી જોઇએ.

મિઝોપ્રોસ્ટોલ

  • મિઝોપ્રોસ્ટોલ સર્વાઇકલ રાઇપીંગ લેબર ઇન્ડયુસ કરે છે. પ્રિવીયસ સીઝેરીયન હોય તો તેને ટ્રાન્સ વજાયનલી આપવામાં આવે છે દર ૪ કલાકે ૨૫ મીલી ગ્રામ વજાયના દ્વારા દાખલ કરી શકાય ૮ ડોઝ આપી શકાય છે ઓરલ યુઝ વજાયનલ કરતાં ઓછી અસરકારક છે.

ઓક્સિટોસીન

  • તે યુટ્રોટોનીક ડ્રગ છે સર્વાઇકલ રીપેનીંગ હોય તો ઇફેક્ટીવ લેબર ઇન્ડીયુઝ થશે તે યુટરાઇન કોન્ટ્રાકશન સ્ટીમ્યુલેટ કરે છે તેની અસર સર્વીક્સ કરતા યુટ્રસના ફન્ડસ પર થાય છે.

મેનેજમેન્ટ ઓફ લેબર

  • એન્ટીનેટલ માતાને લેબર વિશે માહીતી આપવી દર્દીને રેગ્યુલર પેઈન ફુલ કોન્ટ્રાક્શન અને સર્વાઇકલ એફેશમેન્ટ હોય ત્યારે વોર્ડમાં દાખલ કરવું.
  • લેબરના પાર્ટોગ્રાફનુ મોનીટર કરવુ.
  • જરુર જણાય તો એ.આર.એમ. (આર્ટીફીસીયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન) કરવુ.
  • સર્વાઇકલ ડાયલેટેશન ૧સે.મી. થી ઓછુ હોય તો ઓક્સિટોસીન ડ્રીપ ન ચાલુ કરવી.
  • દર્દી એડમિટ કરાયાના ૧૨ કલાકમાં ડીલીવરી થવી જોઇએ.
  • સમયાંતરે ફીટલ મોનીટરીંગ કરતા રહેવું.
  • ઓબ્સટ્રેટીશીયનનો સતત કોન્ટેક્ટ રાખવો.
  • જરૂર જણાયા ત્યાં ડોક્ટર ઓર્ડર મુજબ ૪ સે.મી ડાયલેટેશન થાય પછી પીટોસીન ડ્રીપ આપવી.

ફોરસેપ્સ અને વેક્યુમ એક્સટ્રેક્શન

ફોર્સેપ્સ ડીલીવરી

  • ઓબસ્ટ્રેકટીવ ફોર્સેપ્સ એ સ્પેશીયલ પ્રકારના ફોર્સેપ્સ વડે ફીટસનુ હેડ ડીલીવરી કરાવવમાં આવે છે

ક્યારે કરવામા આવે છે.

માતાના કારણો :

  • માતા બરાબર પેઇન ના લઇ શકતી હોય
  • માતા ખુબ થાકી ગઇ હોય
  • કાર્ડીયાક ડીસઓર્ડર

ફીટસના કારણો :

  • ફીટસ ડીસ્ટ્રેસ હોય
  • બ્રીચ ડીલીવરીમા હેડની ડીલીવરી કરાવવા માટે

અન્ય કારણો

  • સેકન્ડ સ્ટેજ લંબાય ત્યારે

ફોર્સેપ્સ ડીલીવરી વખતે શુ ધ્યાનમાં રાખવું જોઇએ?

  • હેડ એંગેજ થયેલુ હોવુ જોઇએ.
  • સર્વિક્સનુ ફુલ ડાઇલેટેશન થયેલુ હોવુ જોઇએ.
  • મેમ્બ્રેન રપ્ચર થયેલી હોવી જોઇએ.
  • ફિટસના વર્ટેક્સ પ્રેઝન્ટેશનની ખાતરી હોવી જોઈએ.
  • માતાનું બ્લેડર ખાલી હોવું જોઈએ.
  • લેખિત સંમતિ હોવી જોઈએ.

ફોર્સેપ્સ ડીલીવરીના જોખમો

  • માતામાં થતા જોખમો
  • વજાયનલ ઇનજરી
  • પેરીનીયલ ટેર
  • એફીજીયોટોમી મોટી આપવી પડે
  • નર્વ ઇનજરી
  • પેઇન ફુલ સ્કાર
  • લો બેક પેઇન
  • બાળકમાં થતા જોખમો
  • બેબીને માથામાં ઇનજરી
  • આસ્ફેક્સીયા
  • ફેસીયલ પાલ્સી
  • ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ

ફોર્સેપ્સ ડીલીવરીના પ્રકાર

  • લો-ફોર્સેપ્સ
  • મીડ-ફોર્સેપ્સ

વેક્યુમ ડીલીવરી

  • આ એક ખાસ રીતે તૈયાર કરેલ સાધન છે જેમા તેને ફીટસના સ્કાલ્પ અને ડીવાઇસ વચ્ચે
  • વેક્યુમ ઉત્પન્ન કરીને ક્રેનીયમને ખેંચવામાં આવે છે

વેક્યુમ ડીલીવરી ક્યારે કરવામાં આવે છે

  • ફોર્સેપ્સ ડીલીવરી ન કરી શકાય ત્યારે
  • ઓક્સિપીટો પોસ્ટીરીયર પોઝીશન હોય ત્યારે
  • ટવીન્સમાં બેબીનું હેડ જલ્દી ડીસેન્ટ કરવા માટે
  • 1″સ્ટેજ લાંબુ હોય ત્યારે

એપીસીયોટોમી અને સ્યુચરીંગ

વ્યાખ્યા

  • લેબરના સેકન્ડ સ્ટેજ વખતે પેરીનીયમ અને પોસ્ટીરીયર વજાયનલ વોલ પર પ્લાન સર્જીકલ ઇન્સીજન મુકવામાં આવે છે તેને એપીસીયોટોમી કહે છે.

ઓબ્જેક્ટીવ

  • વજાયનલ ઇન્ટ્રોઇટસ એન્લાર્જ કરી સેફ ડીલીવરી કરાવવા માટે
  • પેરીનીયમને થતું જોખમ અટકાવવા માટે

ઇન્ડીકેશન

  • સખત પેરીનીયમ
  • ફોર્સેપ ડીલીવરી
  • વધારે વજનવાળુ
  • બેબી બ્રીચ ડીલીવરી
  • સોલ્ડર ડીસ્ટોસીયા
  • પેરીનીયલ ફલોર રીકન્સટ્રકટીવ સર્જરી

ફાયદાઓ

  • ઘા જલ્દી થી રુઝાય માટે
  • પ્રોલેપ્સ થી બચવા

એપીસીયોટોમીના પ્રકાર

  • મીડીયો લેટરલ
  • મીડીયલ
  • લેટરલ
  • J શેપ
  • ઇન્સીજન મીડલાઇનમાં, લેફ્ટ પોઇન્ટ થી રાઇટ અથવા -ઇનવર્ડ અને (નીચેની તરફ) આઉટ વર્ડ બહારની તરફ મુકવામાં આવે છે તે ૨.૫.સે.મિ. એનસ થી દુર એનસ અને ઇસ્ચિયલ ટ્યુબરોસીટી ના મીડ પોઇન્ટ ઉપર મુકવામાં આવે છે.
  • મીડીઅલ ર ઇન્સીજન ના સેન્ટર થી શરૂ કરી પોસ્ટીરીઅર ૫ જેટલું એક્સટેન્ડ કરવામાં આવે છે.
  • લેટરલ સાઇડ માં ૧ સેમી દુરથી સ્ટાર્ટ કરી ઇન્સીજન સેન્ટર થી લેટરલી એક્સટેન્ડ આપવામાં આવે છે.જેમાં બાર્થોલિન ગ્લેન્ડને ઇન્જરી થવાની શક્યતા રહેલી છે.
  • જે મિડલાઇન પોજીશનની શરૂઆત સેન્ટર થી ઇન્સીજન ડાઉનવર્ડ અને આઉટ્વર્ડ અથવા ૭ ક્લોક પોઝીશનમાં એનાલ સ્ફિક્ટર એવોઇડ થાય તે રીતે મુકવામાં આવે છે.
  • આ ચાર પ્રકારમાં સામન્ય રીતે મીડીઓ લેટરલ અથવા મીડલાઇન એપીજીઓટોમી આપવામા આવે છે.

પેરીનીયલ કેર અથવા એપીજીઓટોમી કેર

વ્યાખ્યા

  • પેરીનીયલ કેર એટલે વલ્વા, પેરીનીયમ,અને એનાલ રીજીયનનું ઇન્ફેક્શન અટકાવવા અને પેરીનીયમના સ્યુચરનું હિલીંગ પ્રમાણે કરવા અને પેશન્ટને કમ્ફર્ટ આપવા એક્સ્ટર્નલ ઇરીગેશન અને ક્લીંનસિંગ કરવુ.

હેતુઓ

  • પેરીનીયમ અને વલ્વાને ક્લીન કરવા
  • પેરીનીયમ એરીયાનુ નીરીક્ષણ કરવા
  • લોકીયાનુ એમાઉન્ટ, કલર, વજાયનલ ડીસ્ચાર્જ જોવા
  • ઇન્ફેક્શન પ્રીવેન્ટ કરવા
  • એપીજીઓટોમી પછી પેઇન,ટેન્ડરનેસ અને ઇડીમા ઓછો કરવા

આર્ટીકલ્સ

  • ડ્રેસીંગ ટોલી તૈયાર રાખવી.

ટોપ સેલ્ફ

  • સ્ટરાઇલ સેટ જેમાં મીડીયમ સાઇઝ બાઉલ એક પેર ડિસેક્ટીગ ફોરસેપ,ડ્રેસીગ ફોરસેપની પેર, કોટન સ્વોબ, ગોઝપીસ, ડ્રેસીંગ પેડ, સ્ટરાઇલ ગ્લોવઝ, સેનીટરી પેડ, બેન્ડેઝ

બોટમ સેલ્ફ

  • હેન્ડ વોશિંગ આર્ટીકલ, માસ્ક, પેશન્ટ ને કવર કરવા માટે સીટ ડ્રો-શીટ, પ્લાસ્ટીક શીટ
  • એન્ટીસેપ્ટીક લોશન હોટ વોટર

અધર આર્ટીકલ્સ

  • બેડ પાન, ડસ્ટબીન સાથે પ્લાસ્ટીક બેગ,સ્પોટલાઇટ સાથે ડ્રાય હીટ લેમ્પ સાથે

ક્રેનીયોટોમી

ક્રેનીયોટોમીની વ્યાખ્યા

  • ફીટસના માથામાં પરફોરેશન કરીને કંટેન્ટ ઓછુ કરીને ફીટસ ને બહાર કાઢવાના ઓપરેશન ને ક્રેનીયોટોમી કહે છે આ ઓપરેશન કેફેલીક પ્રેઝન્ટેશનમાં ડેડ ફીટસને કારણે ઓબ્જેક્ટેડ લેબર થાય ત્યારે, ઇવેન લાઇનીંગ ફીટસમા હાઇડ્રોકેફેલસ હોય અને ટ્વીન્સના ઇન્ટર લોકિંગ હેડમા કરવામા આવે છે

સીઝેરીયન સેક્શન

વ્યાખ્યા

  • 28 વિકની પ્રેગનન્સી પછી એબ્ડૉમન અને યુટેરાઇન વોલ પર ઇજેકશન મુકીને ફીટસની એબડોમીનલ ડીલીવરી કરાવવામાં આવે તેને સીઝરીયન સેક્શન કહે છે

ઇન્ડીકેશન

  • મેડીકલ ડીસઓર્ડર ડાયાબીટીસ, હાયપરટેન્સન વજાયનલ ડીલીવરી પોસિબલ નથી.
  • એબ્રપ્શિયો પ્લેસેન્ટા
  • માલ પ્રેઝન્ટેશન
  • પ્રીવિયસ સીઝેરીયન
  • કોન્ટ્રાક્ટેડ પેલ્વીસ
  • એન્ટીપાટર્મ હેમરેજ
  • કાર્સીનોમા ઓફ સર્વિક્સ
  • ફીટલ ડીસ્ટ્રેસ
  • ડીસ્ટોસીયા
  • લાર્જ ફીટસ
  • ઇનઇફેક્ટીવ કોન્ટ્રાકશન
  • પી.આઇ એચ.
  • ગ્રોથ રીટાર્ડ ફીટસ

સીઝેરીયનના પ્રકાર

  • લોવર સેગ્મેન્ટ સિઝેરીયન સેક્શન
  • અપર સેગ્મેન્ટ સિઝેરીયન સેક્શન
  • ઇલેક્ટીવ સીઝેરીયન સેક્શન
  • સીઝેરીયન સેક્શન સ્ટરીલાઇઝેશન
  • ઇમરજન્સી સીઝેરીયન સેક્શન

લોવર સેગ્મેન્ટ સિઝેરીયન સેક્શન LSCS

  • લોવર સેગ્મેન્ટ સિઝેરીયન સેક્શન LSCS 32 વીક ની પ્રેગનન્સી પછી યુટરસ લોવર સેગ્મેન્ટ બને છે તેમાં અપર સેગમેન્ટ કરતા સ્નાયુઓ ઓછા હોય છે તેમજ એક્ટીવ પાર્ટ છે ઝડપી હીલ થાય છે લોવર સેગ્મેન્ટમાં ટ્રાન્સવર્સ ઇન્જેક્શન મુકવામાં આવે છે

ફાયદાઓ

  • અપર સેગમેન્ટ કરતા જલ્દી હીલ થાય છે
  • મસલ્સ ઓછા હોય છે અને ફાઇબ્રસ ટીસ્યુ વધારે હોય છે જેથી યુટ્રસ રપ્ચર થવાના ચાન્સ ઓછા હોય છે.
  • અપરસેગમેન્ટ સિઝરીયન સેક્શન

ઇન્ડિકેશન

  • જ્યારે પ્લેસનટા લોઅર યુટેરાઇન વોલમા હોય
  • જેસ્ટેશનલ ૩૨ વિક કરતા ઓછા હોય
  • પ્લેસન્ટા પ્રિવિયા હોય
  • એન્ટિનેટલ પિરિયડમાં જ CS માટે નિર્ણય લીધેલ હોય

ફિઝિકલ પ્રિપરેશન

  • એન્ટાસિડ થેરપી
  • મધરને ફકત ક્લિયર ફ્લુઇડ લેવા માટે કહેવું

IV ઇન્ફ્યુઝન

  • ડોક્ટર ઓર્ડર પ્રમાણે ઇન્ફ્યુઝન આપવા
  • પ્રાઈવેટ પાર્ટનુ સેવિંગ કરવું
  • કેથેટરાઇઝેશન કરી બ્લેડર ખાલી કરવુ
  • એનેસ્થેસીયા આપ્યા પછી કે પહેલા કેથેટરાઇઝેશન કરવુ.
  • હોસ્પિટલનુ ઓપરેશન ગાઉન પહેરાવવુ.
  • જ્વેલરી કે કિંમતી સામાન સગાને આપી દેવો

ઈમીડીયેટ પોસ્ટ ઓપરેટીવ કેર

  • ઓપરેશન વાળી મધરની કેર મેજર એબ્ડોમિનલ સર્જરીવાળા પેશન્ટની જેવી જ લેવાની હોય છે.
  • શરૂઆતના રિકવરી પિરિયડમાં દર કલાકે વાઇટલ્સ લેવા.
  • લોકિયાને ઇન્સપેકશન કરવુ તથા ડીસ્ચાર્જ માટે જોવુ.
  • જ્યાં સુધી માતા પુરી ભાનમાં ન આવે ત્યાં સુધી તેને લેફ્ટ લેટરલ પોઝીશનમાં સુવડાવી રાખવી.
  • જો જરૂર હોય તો એનાલ્જેસિક આપવા
  • શક્ય હોય તો ઓપરેશન ના ૪ કલાક પછી બાળક બ્રેસ્ટ ફિડિંગ માટે આપવુજ્યાં સુધી પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ ન આવે ત્યાં સુધી આઇવી ઇન્ફયુઝન ચાલુ રાખવુ.
  • મુવમેન્ટ આવી ગયા પછી ચમચી વડે ક્લિયર ફ્લુઇડ આપવુ
  • જો વોમીટીંગ ન થાય તો ફ્લુઇડની ક્વોન્ટિટી વધારો
  • ઓરલ ફ્લુઇડ આપ્યાના ૨૦ કલાક પછી સોફ્ટ ડાયટ આપવાનુ ચાલુ કરો.
  • ૭૨ કલાક પછી TPR, BP દર ૪ કલાકે ચેક કરો.
  • ૪૮ કલાક પછી આઇ- વી ઇન્ફ્યુઝન બંધ કરો
  • ૪૮ કલાક પછી યુરિનરી કેથેટરને રિમુવ કરી રિમુવ કરતા પહેલાં અને પછી યુરિનરી આઉટપુટ મોનીટર કરવુ.
  • રોજ લોકિયા અને વુન્ડનુ ઓબઝર્વ કરવુ.
  • એબ્ડોમીનલ ગર્થ લેવી.
  • માતાને એક્ટિવ પેસિવ એક્સરસાઇઝ અને ડિપ બ્રિધિંગ એકસરસાઇઝ માટે કહેવુ.
  • વધુ રેસ્ટ લેવા સમજાવવુ.
  • ફંડલ હાઈટ મેઝર કરવી
  • RL ડ્રીપ આપવી.
  • ઇન્જેક્શન ઓક્સીટોશીન ૧૦ યુનિટ IM કે IV
  • સ્ટીચ રીમુવ પછી જ પેશન્ટને ડિસ્ચાર્જ આપવો.
  • દર્દીની હેલ્થ સારી થતાં ઓછામાં ઓછા ૭ દિવસ પછી ડિસ્ચાર્જ આપવો.

LSCS માટેના સ્ટેપ્સ

  • L.S.C.S. ડિફિકલ્ટ અને રિસ્કી હોય અપર સેગમેન્ટ કરતા લોઅર સેગમેન્ટ ડિફિકલ્ટ છે.
  • સ્પાઈનલ એપીડ્યુરલ એરીયામાં જનરલ એનેસ્થેસીયા આપવામાં આવે છે.
  • એન્ટિસેપ્ટીકથી પેઈન્ટિંગ કરો.
  • ત્યારબાદ સ્ટરાઈલ ટોવેલથી તેને ડ્રાય કરો.
  • ત્યારબાદ ઈન્જેકશન મુકવામાં આવે છે કેવિટિને મોટી કરવામાં આવે છે રીટ્રેકટર દ્વારા. તેના છેડા પર આર્ટરી ફોર્સેપ અટેચ કરવામાં આવે છે.
  • ઈન્જેકશન મુકાઈ ગયા પછી હેડની ડિલિવરી કરાવવી જો મેમ્બ્રેન ઇનટેક હોય તો તેને . બ્લડ અને રપ્ચર કરવી એમ્નીયોટીક ફ્લુઈડને સક્શનથી સકઆઉટ કરવુ
  • ટ્રંકની ડિલિવરી કરાવવી હેડ ની ડિલિવરી થાય કે માઉથ ફેરીંગ્સ અને નાક માંથી મ્યુકસ સક કરવુ.
  • ઈન્જેકશન ઓક્સિટોસીન ૧૦ યુનીટ આપવુ.
  • યુટેરાઈન ઈન્સીઝન અને ડીલીવરી વચ્ચે ૯૦ સેકન્ડ કરતા ઓછો સમય લેવો જોઈએ, જો તે વધી જાય તો અપગાર સુકોર પુઅર બને છે.
  • પ્લેસેન્ટા અને મેમ્બ્રેન ને રીમુવ કરવા, પ્લેસેન્ટા જાતે સેપરેટ થાય ત્યારબાદ કંટ્રોલ કોર્ડટ્રેકશન દ્વારા કાઢવી મેમ્બ્રેન કેરફુલી રીમુવ કરવુ નાના ટુકડા જે ડેસીડ્યુઆમાં અટેચ હોય તેને પણ રીમુવ કરવા યુટ્રસને સ્યુચર કરવુ ત્રણ લેયરમાં સ્યુચર કરવું.
  • અંદર મુકેલ મોપ ને બહાર કાઢી ગણી લેવા. પેરીટોનીયમને પેઈન્ટીંગ કરવુ.
  • બ્લડ ક્લોટને રીમુવ કરવા.
  • ફેલોપીયન ટ્યુબ અને ઓવરીને જોઈ લેવા
  • યુટ્રસ વેલ કોન્ટ્રાક્ટ થાય પછી એબ્ડોમનને ક્લોઝ કરવું.
  • વજાયનામાં રહેલ બ્લડ ક્લોટને ક્લીન કરો, ત્યાં સ્ટરાઈલ પેડ મુકો.

કોમ્પ્લિકેશન

  • ઇન્ટ્રા યુટેરાઈન કોમ્પ્લિકેશન
  • ઓપરેશન દરમ્યાન યુટેરાઈન ઈન્સીઝન એક્સટેન્શન થઈ જાય.
  • ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ ટ્રેક ઇન્જરી અને હેમરેજ
  • બ્લાડર ઇન્જરી અને યુટેરાઇન ઇન્જરી

પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન

  • પી.પી.એચ.
  • શોક
  • ઇન્ફેક્શન
  • ઇન્ટેસ્ટાઈનલ ઓબસ્ટ્રક્શન
  • ઇન્સીઝનલ હર્નીયા
  • ભવિષ્યની પ્રેગનન્સીમાં સ્કાર રપ્ચર થવાનુ રીસ્ક રહેલુ છે
  • ઈરેગ્યુલર મેન્સ્ટ્રુએશન
  • બેક એક
  • ઈન્ટેસ્ટાઈનલ ઓબસ્ટ્રક્શન

ટ્રોલી ઇક્વીપમેન્ટ

  • પેશન્ટનાં ક્લોથ અને જરૂરી લીનન
  • લોંગ શીટ
  • ટોવેલ
  • એબ્ડોમીનલ પેડ
  • મોપ
  • સ્ટરાઈલ ગાઉન અને માસ્ક
  • ટ્રોલી કવર
  • સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ – ર
  • ટોવેલ કલીપ- ૬ થી ૮
  • આયોડિન બિટાડીન /સ્પીરીટ/
  • કોટન સ્વોબ
  • સ્ટરાઈલ વજાઈનલ પેડ
  • 2 ટી સ્પુન
  • નાઈફ વિથ હેન્ડલ
  • સર્જીકલ સીઝર
  • આર્ટરી ફોર્સેપ – ર
  • એલીસ ફોર્સેપ – ર
  • ટુથ ફોર્સેપ – ર
  • પ્લેન ડિસેંકટીંગ ફોરસેપ – ર
  • માયો સીઝર – ૨
  • એબ્ડોમીનલ રીટ્રેકટર – ર
  • ટીસ્યુ હોલ્ડિંગ ફોર્સેપ – ૨
  • ડોર્ટેસ રિટ્રેક્ટર – ર
  • કિડની ટ્રે – ર
  • રાઉન્ડ ટ્રે – ર
  • ક્રોનીક કેટગટ, વાઈક્રીલ
  • સ્યુચરીંગ નીડલ
  • બેબી રીસીવીંગ ટ્રે
  • બેબી લેરિન્ગો સ્કોપ
  • અમ્બુસ બેગ
  • સ્મોલ એન્ડોટ્રેકિયલ ટ્યુબ
  • મ્યુકસ કેથેટર
  • ગોઝપીસ
  • કોર્ડ ક્લેમ્પ અને લિગેચર
  • કોર્ડ કટીંગ સિઝર
  • 02 સેટ, Iv સેટ, સક્સન મશીન
  • સ્પીરીટ સ્વોબ
  • ઇમરજન્સી ઇન્જેક્શન (વિટામીન K, ડેક્સોના, સોડા બાય કાર્બોનેટ)
  • સીરીંજ

પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટીવ કેર

પ્રી-ઓપરેટીવ કેર

  • એડમિશન
  • હસતા મોઢે આવકારવુ.
  • એડમિશન
  • મમતા કાર્ડ ચેક કરવું
  • લેખિત સંમતિ
  • ઓપરેશન અને એનેસ્થેસીયાની અંગેની લેખિત પરવાનગી લેવી.

સાયકોલોજીકલ સપોર્ટ

  • એના જેવું જ બીજું પેશન્ટ બતાવવું અને માનસિક સાંત્વના આપવી.

ઇન્વેસ્ટીગેશન

  • તમામ પ્રકારની તપાસ જેમાં એચ.બી., બ્લડ ગ્રુપ, એચવી.આઇ., હીપેટાઇટીસ, યુરીન સુગર

ડાયેટ

  • ખોરાક કે પ્રવાહી ન લેવા સમજણ આપવી.

બ્લેડર અને બોવેલ

  • જરૂર જણાય તો એની સમજણ આપવી.

સ્કીન પ્રિપ્રેશન

  • જરૂર જણાય તો એબ્ડોમીન અને પ્રાઇવેટ પાર્ટ્સ પર શેવિંગ કરવુ.

ક્લોથીંગ

  • હોસ્પિટલના કપડા પહેરાવવા.

પ્રિમેડીકેશન

  • ઇન્જેક્શન ટી.ટી. 0.5 મીલી સ્નાયુમા
  • ઇન્જેક્શન એટ્રોપાઇન 1 એમ્પ્યુલ સ્નાયુમા
  • ઇન્જેક્શન ફોટ્વીન 1 એમ્પ્યુલ સ્નાયુમાં
  • તમામ કાગળો તથા પેશન્ટને તૈયાર કરી ઓપરેશન થિયેટરના ઇન્ચાર્જને સોંપવું.

પોસ્ટ ઓપરેટીવ કેર

પેશન્ટને રીસીવ કરવુ

  • પેશન્ટને સ્ટ્રેચર પરથી એકદમ જેન્ટલી બેડમા રીસીવ કરવુ.
  • તમામ પ્રકારના કનેકશન જોઇન્ટ કરવા.

પોઝીશન

  • પેશન્ટને પોઝીશનને આપવી.
  • માથું સાઇડમાં રાખીને સુવડાવો.

મેડીસીન

  • પેશન્ટને દવા આપવી ડોક્ટર ઓર્ડર મુજબની તમામ દવા આપવી આઇ.વી ડ્રીપ ચાલુ રાખવી.

વાયટલ સાઇન

  • પેશન્ટના ટી.પી.આર લેવા શરૂઆતમાં દર અડધા કલાકે ટી.પી.આર લેવા, બીપી માપવા

ઓબ્ઝર્વેશન કરવુ

  • બ્લીડીંગ તથા પેઇન માટે જોવુ વોમીટીંગ માટે જોવુ.

બ્લેડર એન્ડ બોવેલ કેર

  • જરુર જણાય તો કેથેટર કરવું કોન્સ્ટીપેશન માટે વોચ કરવુ.

ડ્રેસીંગ ચેક કરવુ.

  • ડ્રેસીંગ બગડયુ હોય તો બદલવુ.

ડાયટ

  • ડોક્ટર ઓર્ડર મુજબ શરૂઆત માં પ્રવાહી ખોરાક આપવો ઉલ્ટીના થાય તો ધીમે ધીમે ખોરાક આપવો પેશન્ટને હલન ચલન કરાવવુ.

ડિસ્ચાર્જ

  • પેશન્ટને રજા આપવા બાબતની સમજણ આપવી તેમાં ખાસ કરીને ઘરે જઇને શું કાળજી લેવી તે સમજાવવુ.

ફોલોઅપ

  • પેશન્ટને ક્યારે અને ક્યા બતાવવુ તે સમજાવવુ.

સીજેરીયન સેક્શનમાં ANMનો રોલ

  • મેર્ટનલ કે ફિટલ ડિસ્ટ્રેસના ચિન્હો જણાય તો માતાને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપવી તેમજ આર્થિક જોગવાઈ માટે સલાહ આપવી.
  • જો ગરીબ પેશન્ટ હોય તો પ્રેગ્નેસીના શરુઆતના તબક્કામાં ચિંરજીવી યોજના માટે હેલ્પ કરવી.
  • માતા તેમજ સગાને મેન્ટલી પ્રિપેર કરવા.
  • બ્લડની જરુર પડી શકે માટે બ્લડ ડોનેટ કરી શકે તેવી બે વ્યક્તિ સાથે લઈ જવી.
  • આર્થિક રીતે નબળા હોય તો તેમને સરકાર તરફથી મળતા લાભો વિશે માહિતી આપો.
  • ૧૦૮નો લાભ લેવા સમજાવવુ
  • પેશન્ટને રીફર કાર્ડ ભરી રીફર કરવુ સાથે તેનો રેકોર્ડ તથા પાર્ટોગ્રાફ ભરી રીફર કરવા.
  • રીફર કરતા પહેલા વિટલ સાઇન ચેક કરવા અને NBM રાખવું.
  • IV લાઇન ચાલુ કરવી અને કેથેટરાઇઝેશન કરવુ.
  • આરોગ્ય કર્મચારીને સાથે મોકલવુ.
  • હોસ્પિટલ પહોંચ્યા પછી માતાને કાળજી થી લેબર રૂમ માં ટ્રાન્સફર કરવી
  • એડમીશન પ્રોસીઝરમાં સગાને મદદ કરવી.
  • ઓપરેશન પ્રીપરેશનમાં હોસ્પિટલ સ્ટાફને મદદ કરવી.
  • બાળક જન્મ પછી ઓ.ટી માંથી વોર્ડમાં આવે પછી ભાનમાં આવ્યા બાદ ફિડિંગ કરાવવું.
  • જીવીત બાળક માટે અભિનંદન પાઠવવા.
  • પોસ્ટ નેટલ અસેસમેન્ટ કરો ડ્રેસિંગ અને વુન્ડમાં ઇન્ફેક્શન નથી જેમાં મધરમાં તેની ખાતરી કરો.
  • અન્ય કોમ્પ્લીકેશન માટે જોવુ.
  • લોકિયાનુ ઓબઝર્વેશન કરવું
  • ઇનવોલ્યુશન ઓફ યુટ્રસ
  • બ્રેસ્ટ ફિડીંગ માટે વોચ કરો.
  • IMNCI પ્રમાણે બ્રેસ્ટ ફિડીંગની પ્રોપર ટેકનીક શીખવો.
  • બાળકનુ ઇમ્યુનાઈઝેશન કરો.
  • માતાને ડાયટ વિશે સમજાવો.
  • પોસ્ટ નેટલ એક્સસસાઇઝ માટે સમજાવો.
  • માતાને પર્સનલ હાયજીન અને બાળકની પ્રોપર કેર લેવા માટે સમજાવવુ.

હોસ્પિટલમાં મોકલતા સમયે આપવામાં આવતી સારવાર

  • જ્યારે એબનોર્મલ પરિસ્થિતીમાં રેફરલ સર્વીસીસની જરૂર પડે ત્યારે તેને આઇ વી લાઇન ચાલુ રાખો એન્ટીબાયોટીક્સનો પ્રથમ ડોઝ આપવો,૧ ગ્રામ એમ્પીસીલીન અને સ્ત્રીને ૪૦૦ મિલીગ્રામ મીઝોપ્રોસ્ટોલ મોડેથી આપવી અને માતાને તાત્કાલીક એફ.આર.યુ મોકલી આપવાની વ્યવસ્થા કરો પ્રસુતી સહાયક કે અન્ય આરોગ્ય કાર્યકર કે જે ને પ્રસુતી અને બાળ જન્મ વિશે જાણકારી હોય અને કૌશલ્ય ધરાવતા હોય તેને માતાની સાથે એફ.આર.યુ મા મોકલો જો માતાને હાઇગ્રેડ ફીવર હોય તો તેને નીચુ લાવવા માટે પાણીના પોતા કપાળ, ગળુ, પેટ, અને હાથ પર મુકવા અને જરૂર જણાય તો ૫૦૦ મીલીગ્રામની એક ટેબલેટ આપવી માતા શૉકમા ના જાય તેની પુરતી વ્યવસ્થા કરવી ગરમ ધાબળો ઓઢાડેલો રાખવો તેણીને હેડ લો પોઝીશન આપવી.

લીગલ એબોર્શન (MTP – મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી)

  • ફીટસની વાયેબીલીટીના તબીબી રીતો કે અસલામત રીતો દ્વારા હોય સકે ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે તેનો અંત લાવવો એ માતાનો વ્યક્તિગત નિર્ણય છે માતાને તથા કુંટુંબના સભ્યોને જરૂરી માહીતી આપવી.

પ્રી-ટર્મ લેબર

  • જેમા 24-28 વીક પછી લેબર પેઇન ચાલુ થાય અને 37 વીક પહેલા જે પેઇન ચાલુ થાય તેને પ્રી-ટર્મ લેબર કહે છે.જેમાં 50-60% સ્ત્રીઓમાં ડીલીવરી 12-14 કલાકમાં અને 80-90% સ્ત્રીઓમાં લેબર પેઇન ચાલુ થયા પછી ડીલેવરી ૭ દિવસ પછી ડીલીવરી થાય છે આમ બાળકનુ વજન ૨.૫ કીગ્રા થી ઓછુ હોય છે જેને પ્રી-ટર્મ બેબી કહે છે.

Published
Categorized as Uncategorised