SY – ANM – MIDWIFERY UNIT – 16 ABNORMAL PUERPERIUM

યુનિટ – 16

એબનોર્મલ પરપ્યુરીયમ

પોસ્ટ પાર્ટમ હેમરેજ

વ્યાખ્યા

  • બાળકના જન્મ થાય ત્યારથી ૬ વિક સુધી જનાયટલ ટ્રેક દ્વારા ૫૦૦ ml કરતા વધારે પડતું બ્લીડીંગ થાય તેવી સ્થિતિને પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે.

ટાઈપ્સ ઓફ P.P.H

  • ૧) પ્રાયમરી P.P.H
  • ૨) સેકન્ડરી P.P.H.

૧) પ્રાયમરી પી.પી .એચ.

  • ડીલેવરી પછી ૨૪ કલાક ની અંદર બ્લીડીંગ થાય તો તેને પ્રાયમરી પી.પી.એચ. કહે છે.

૨) સેકન્ડરી પી.પી. એચ.

  • ડીલેવારી ના ૨૪ કલાક બાદથી ૬ અઠવાડિયાથી વધારે સમય બ્લીડીંગ થાય તેને સેકન્ડરી પી. પી. એચ. કહે છે.

કારણો

  • 1) એટોનીક યુટ્રસ : પ્લેસેન્ટા છૂટી પડી હોય તે જગ્યા એ માયોમેટ્રીયમ સંકોચન કરી શકતા નથી અને તેના લીધે લીવીંગ લીગેચરની એક્શન બંધ થઇ જાય છે જેના લીધે બ્લીડીંગ થાય છે.
  • 2) પુરી પ્લેસેન્ટાનો કોઇ ભાગ યુટ્રેસમાં રહી જવાથી.
  • 3) પ્રોલોંગ લેબર ( લાંબા સમય સુધી લેબર પેઇન ચાલુ રહે )
  • 4) લેબરના ત્રીજા સ્ટેજમાં ધ્યાન ન આપવાથી .
  • 5) બર્થ કેનાલમાં ઈજા થવાથી.
  • 6) પ્લેસેન્ટા પ્રીવિયા
  • 7) ઝડપથી ડીલેવરી કરાવેલ હોય તો.
  • 8) એ.પી. અચ. થયેલ હોય તો.
  • 9) ડીલેવરીમાં યુટ્રેસ પર વધારે દબાણ આપવાથી
  • 10) એનીમિયા હોય તો
  • 11) ફાઇબ્રોઈડ યુટ્રેસ હોય તો
  • 12) ગ્રાન્ડ મલ્ટીપારા હોય તો

ચિન્હો અને લક્ષણો

  • વજાયનામાંથી વધુ પડતું બ્લીડીંગ થાય.
  • પલ્સ રેટ વધી જાય
  • બ્લડ પ્રેસર લો થઇ જાય
  • માતા બેભાન અવસ્થામાં જાય
  • ડીલેવરી પછી યુટ્રેસ વધારે પડતું મોટું લાગે છે.

પ્રિવેન્સન ઓફ પી.પી.એચ

૧) એન્ટીનેટલ પિરિયડ દરમ્યાન

  • હિમોગ્લોબીન લેવલ વધારવું.
  • ટવીન્સ, પોલીહાઇડ્રોમ્નીયસ વગેરે જેવી કન્ડીસન નું વેહલાસર નિદાન કરવું
  • જોખમી માતાને અલગથી સમજણ આપવી.
  • ઇન્સ્ટિટ્યૂશનલ ડીલેવરી માટે સમજણ આપવી‌.

૨) ઇન્ટ્રા નેટલ પિરિયડ દરમ્યાન

  • જરૂર પડે તેટલી જ દવાનો ઉપયોગ કરવો.
  • ખોટી ઉતાવળ કરવી નહિ.
  • પાર્ટોગ્રાફ બરાબર મેઇન્ટેન કરવો.
  • યુટ્રેસને ધક્કો મારવો નહિ.
  • કોર્ડ ખેંચવી નહિ પણ નિયમ અનુસાર સી.સી.ટી. કરવું.
  • થર્ડ સ્ટેજનું બરાબર મેનેજમેન્ટ કરવું વાયટલ સાઇન બરાબર જોવા.

સારવાર :

એ.એન. એમ નો રોલ

  • માતા તથા રીલેટીવને માનસિક સપોર્ટ આપવો.
  • ટીમ વર્ક કરવું જેમાં આશા, દાયણ, આંગણવાડી વર્કર બધાની મદદ લેવી.
  • વાયટલ સાઈન લેવા.
  • ઇન્ટ્રા વિનસ ફ્લુઈડ ચાલુ કરવું.
  • ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનિટ આપવું.
  • ટેબલેટ મીસોપ્રોસ્ટોલ ૬૦૦ મીલીગ્રામ આપવી.
  • સારવારનો બરાબર રેકોર્ડ કરવો.
  • હળવેકથી ફંડલ મસાજ કરવું.
  • ફોલીસ કેથેટર કરવું.
  • માતાને સમયસર રીફર કરવી.
  • બ્લડ ડોનરની યુવાવસ્થા કરવી.
  • હેડ- લૉ પોઝિશન આપવી.
  • રેફરલ સેન્ટરમાં અગાઉથી જાણ કરવી.

પરપ્યુરલ સેપ્સીસ અને તેની સારવાર

વ્યાખ્યા

  • ડીલીવરીના કોમ્લીકેશન તરીકે જનાઇટલ ટ્રેકમા થતા ઇન્ફેક્શને પરપ્યુરલ સેપ્સીસ કહે છે.

કારણો

  • માતાની હેલ્થ નબળી હોય.
  • પુઅર હાયજેનીક કંડીશન હોય.
  • એન્ટીબાયોટીક ની અસર ન થતી હોય.
  • માલ ન્યુટ્રીશન કે એનેમીયા હોય
  • પી.આર.ઓ એમ હોય
  • એ.પી.એચ કે પી .પી. એચ
  • ટેર કે એફીજીઓટોમી સ્કારની બરાબર કેર ના લીધી હોય.
  • ગંદા કપડાનો ઉપયોગ કરેલ હોય.
  • ડીલેવરી વખતે અને પછી વારંવાર p/v કરેલ હોય.
  • એસેપ્ટીક ટેકનીક બરાબર ના જાળવી હોય.

ચિન્હો અને લક્ષણો

  • તાવ શરૂઆતમાં હળવો પછી હાઇ ગ્રેડ તાવ હોય છે.
  • પલ્સ રેટ વધી જાય
  • ગર્ભાશયનો આકાર મોટો રહે છે અને હાથ લગાડતા નરમ લાગે છે.
  • લોકીયામાંથી ખરાબ વાસ આવે છે.
  • માતાને બેચેની થાય છે.
  • માથું દુ:ખે ,જીભ સુકાય જાય અને કબજિયાત થાય.
  • યુરીનમાં બળતરા થાય, ટીપે ટીપે યુરીન પાસ થાય.
  • ઘણી વખતે વ્હાઇટ ડીસ્ચાર્જ જોવા મળે/પસ ડીસ્ચાર્જ જોવા મળે.

નિદાન

  • વજાયનલ સ્વોબ લઇને તપાસ કરવી.
  • યુરીન અને બ્લડનુ માઇક્રોસ્કોપિક એક્ઝામીનેશન કરવું.

સારવાર અને મેનેજમેન્ટ

  • એનેમિયા હોય તો તેનો પ્રથમ ઉપચાર કરવો.
  • મેડીકલ સારવાર આપવી જેમાં ડોક્ટરના ઓર્ડર પ્રમાણે એન્ટીબાયોટીક જેમાં એમ્પીસિલિન ૫૦૦ mg ૬-૬ કલાકે અથવા ૮ કલાકે આપવી.
  • પેઇન ઓછું કરવા એનાલ્જેસિક દવા આપવી.
  • માતાને પુરતો આરામ આપવો અને વાયટલ સાઈન ચેક કરવા.
  • જરૂર જણાય તો કેથેટરાઇઝેશન કરવુ.
  • માતાનો રૂમ સારા પ્રકાશ વાળો હોવો જોઇએ. જેથી માતાને સારી ઊંઘ આવે.
  • જો માતાને કબજિયાત હોય તો ડલકોલેક્સ સુતી વખતે આપવી.

અટકાવવાના પગલા

  • પ્રેગ્નન્ટ માતાને વ્યક્તિગત સ્વચ્છતા વિશે સમજવું અને તેના કપડા તથા પ્રાઇવેટ પાર્ટ સ્વચ્છ રાખવા સમજવું.
  • પ્રેગનન્સીમાં કોઈ ઇન્ફેક્શન હોય તો ઉપચાર કરાવવાની સલાહ આપવી.
  • ડીલેવરી વખતે પણ લેબર રૂમમાં ઇન્ફેક્શન વાળી વ્યક્તિને પ્રવેશ કરવા દેવો નહિ.
  • ડીલેવરી વખતે જો ટેર થયા હોય તો ટાંકા લેવા જોઇએ જેનાથી ઇન્ફેક્શન લાગે નહિ.
  • સગર્ભાવસ્થા દરમિયાન સારો ખોરાક આપવો અને ડીલેવરી વખતે સ્વચ્છ પંચકનો ઉપયોગ કરવો.

જેમાં

-સ્વચ્છ હાથ

  • -સ્વચ્છ જગ્યા
  • -સ્વચ્છ નાળનો દોરો
  • -સ્વચ્છ બ્લેડ
  • -સ્વચ્છ નાળ કાપવાના સાધનો
  • -સ્વચ્છ નાળ
  • -સ્વચ્છ કપડા
  • હાઇ પ્રોટીન ડાયટ આપવો.
  • પેરીનીયલ વોશ દીવસમાં બે વખત કરવો.

રીટેન્શન ઓફ યુરીન

  • પ્રસુતી થયા પછી માતા યુરીન પાસ કરવા માટે અસમર્થ હોય તેવા સમયે યુરીન બ્લેડર માંજ જમા થાય છે તેને રીટેન્શન ઓફ યુરીન કહે છે.

કારણો

  • ડીલીવરી વખતે ટ્રોમા થવાથી
  • યુરેથ્રા પર પ્રેસર આવવાથી તેમાં સોજો આવ્યો હોય.
  • પેરીનીયલ ટેરના કારણે મસલ્સ ટુટી ગયેલ હોય
  • યુરીન પાસ કરતી વખતે બળતરા થતી હોય
  • એનેસ્થેસિયાની અસરના લીધે
  • વજાયનલ પેડના લીધે
  • યુરેથાના ભાગે સ્ટ્રીક્ચર થઇ ગયેલ હોય તેના લીધે

સારવાર

  • માતાને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
  • જરૂર જણાય તો કેથેટરાઇઝેશન કરવુ.
  • એન્ટીબાયોટીક્સ આપવી.
  • રીટેન્શનના કારણો જાણી તે પ્રમાણે સારવાર આપવી.
  • વધુ પ્રવાહી લેવા સમજણ આપવી.
  • જો સતત ઇન્કન્ટીનન્સ ઓફ યુરીન હોય તો રીફર કરવુ.

બ્રેસ્ટ કોમ્પ્લીકેશન ઇન પરપ્યુરલ પિરિયડ :

બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ (સ્તનનો ભરાવો)

  • ડિલેવરી પછી માતાને સ્તનમાં દુધનો ભરાવો શરુ થાય છે અને સ્તન ખેંચાય છે. જો બાળક બરાબર દુધ પીતુ હોય તો બ્રેસ્ટમાં દુધનો ભરાવો થતો નથી અને માતાના શરિરીક તાપમાનમાં કોઇ ફેર થતો નથી પરંતુ અમુક સંજોગોમાં બાળક દુધ લઇ શકતું નથી અથવા માતા ધાવણ આપી શકતી ના હોય આવી કંડીશન ઉદભવે ત્યારે માતાને સ્તનમાંથી મિલ્ક કેવી રીતે બહાર કાઢવું તે શીખવાડવુ અથવા ડોક્ટર પાસે રીફર કરવુ.

કારણો

  • માતાને કોઇપણ રોગ થયો હોય જેમ કે ટી.બી અને બીજા ચેપી રોગો
  • માતાનુ નિપલ અંદરની તરફ ખુપેંલુ હોય.
  • માતાને સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય.
  • બાળકના મોંમાં કોઇ અન્ય ખોડખાંપણ હોય જેમાં ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ હોય.
  • માતાનું નિપલ ક્રેક હોય.

ચિન્હો અને લક્ષણો

  • દુધ બરાબર ના નિકળવાના કારણે બ્રેસ્ટ ભારે થાય છે. અને ખેંચાય છે.
  • માતાને છાતીમાં દુઃખાવો થાય.
  • માતાને બેચેની રહે.
  • માતાના શરીરનું તાપમાન અને પલ્સ રેટ વધી જાય.
  • માતાને ફિડીંગ વખતે દુઃખાવો થાય.

સારવાર

  • માતાને સમજાવવું કે હુંફાળા હુંફાળા ગરમ પાણી વડે બ્રેસ્ટ પર શેક કરે.
  • દરરોજ બેસ્ટ માંથી થોડું થોડું મિલ્ક કાઢીને બાળકને ચમચી વડે પીવડાવવું.
  • જો બાળક દુધ ના પીતુ હોય ત્યારે માતાએ બ્રેસ્ટમાથી દુધ કાઢવુ જેથી માતાને શારિરિક આરામ મળે.
  • સપોર્ટીગ બેંડેજ બાંધવા.
  • જો બ્રેસ્ટ વધારે ભરાય જતી હોય ત્યારે દુધ સુકાવવાની દવા આપવી.
  • સગર્ભા માતાને એ.એન.સી ક્લિનિક દરમિયાન બ્રેસ્ટ કેર કરવા સમજાવવુ.
  • સગર્ભાવસ્થાના છેલ્લા બે મહિનામા દરરોજ રાત્રે નિપલને મસાજ કરવા કહેવુ.
  • જો બાળક ફિડિંગ લેતુ હોય અને માલિસથી સારુ થતુ હોય તો સારવારની કોઇ જરૂર નથી.
  • બન્ને બ્રેસ્ટ પર વારાફરતી ધવડાવવુ.

માસ્ટાઇટિસ (બ્રેસ્ટ ઇન્ફેક્શન)

  • બ્રેસ્ટમા લાંબા સમયથી ઇન્ફેક્શન લાગે છે. આ ઉપરાંત નિપલ પર ચિરા પડયા હોય તો તેમા રોગના જંતુઓ એન્ટર થવાથી ઇન્ફેક્શન લાગે છે અને બ્રેસ્ટ રેડ લાગે છે આવી કંડીશનને માસ્ટાઇટિસ કહે છે.

ચિન્હો અને લક્ષણો

  • માતાને તાવ આવે
  • પલ્સ રેટ વધી જાય
  • માતાની બ્રેસ્ટમાં દુઃખાવો થાય
  • બ્રેસ્ટ રેડ દેખાય છે.
  • માતાને માથામાં દુઃખાવો અને બેચેની લાગે છે.

સારવાર

  • ઇન્ફેક્શન લાગ્યુ હોય તો માતાને એન્ટીબાયાટીક દવા આપવી.
  • દુઃખાવો ઓછો કરવા માટે એનાલ્જેસિક દવા આપવી.
  • જો દુઃખાવો પ્રમાણમાં વધારે હોય તો માઇલ્ડ સેડેટિવ આપવી.
  • ડોક્ટરના ઓર્ડર પ્રમાણે સારવાર આપવી.

બ્રેસ્ટ એબ્સેસ

  • પર પ્યુરલ પિરિયડમાં વધારે પડતો ભરાવો થાય અને તેનો સમયસર ઉપચાર કરવામાં ના આવે તો તે ભાગમાં ઇન્ફેક્શન લાગે અને નિપલમા ચિરા પડવાને લિધે જંતુઓ પ્રવેશે અને ઇન્ફેક્શન લગાવે છે અને જો તેની સારવાર ન આપવામાં આવે તો બ્રેસ્ટ એબ્સેસ થાય છે.

ચિન્હો અને લક્ષણો

  • માતાને તાવ આવે અને બેચેની જેવું લાગે.
  • બ્રેસ્ટમાં સખત દુઃખાવો થાય.
  • બગલમાં આવેલી ગ્રંથિ મોટી લાગે.
  • બ્રેસ્ટ નોર્મલ કરતાં વધુ મોટી લાગે અને સોજા આવે.

સારવાર

  • આવા કેસમાં સર્જિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. ડૉકટર દ્વારા બ્રેસ્ટ ઉપર ચિરો મુકીને પરુ કાઢવામાં આવે છે.
  • આ સારવારને ઇન્સીજન અને ડ્રેનેજ કહેવાય છે અને આ કર્યા પછી જે પરુ બહાર આવે છે તેને લેબોરેટરીમાં મોકલવા મા આવે છે જેથી તેમાં રહેલ જંતુની માહીતી મળે છે.
  • ચિરો કરેલ ભાગનુ ડ્રેસિંગ કરતી વખતે બિન ચેપી પદ્ધતિનો ઉપયોગ કરવો અને તે જગ્યા પર ફરીથી ઇન્ફેક્શન ના થાય તે માટે માતાને પર્સનલ હાયજીન જાળવવા કહેવુ હોસ્પિટલમાં માતાને અલગ વોર્ડ મા દાખલ રાખવામાં આવે.
  • જો બન્ને બ્રેસ્ટમાં ઓપરેશન કરેલ હોય તો માતા ફીડીંગ આપી શક્તી નથી પરંતુ જો એક બ્રેસ્ટ મા ઓપરેશન થયેલ હોય તો બીજી બ્રેસ્ટ વડે ફીડીંગ આપી શકે છે.
  • જો બી. એફ આપવાની સખત મનાઈ હોય તો બાળકને ઉપરનું દુધ આપવુ.
  • માતાને સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટની સંપૂર્ણ કાળજી માટેની સલાહ આપવી.

ક્રેક નિપલ (નિપલમા ચિરા પડવા)

  • અનહાયજેનીક કંડિશન, રીટ્રોવર્ટેડ નિપલ અને બરાબર લેતા ના આવડતુ હોય ત્યારે આવુ બને છે આમાં નિપલમા ચિરા પડે છે બ્રેસ્ટ ફિડિંગ વખતે માતાને તકલીફ પડે છે.

સારવાર

  • નિપલને ગરમ પાણી વડે સાફ કરવું.
  • રાત્રે એન્ટીસેપ્ટિક સોલ્યુશન લગાવવુ.
  • સારી રીતે લેવાની અને વળગાડવાની અને અસરકારક ચુસની સમજ આપવી.
  • જો બાળકને ઓરલ થ્રશ હોય તો મોંમાં જેન્સન વાયોલેટ 0.25 ટકા લગાવવુ.
  • જરૂર જણાય તો બાયોપ્સી કરાવવી.

સાયકેટ્રીક કોમ્પ્લીકેશન

  • ૧૦૦૦ જન્મ આપનાર માતામાંથી એક માતાને આ પ્રકારની કન્ડીસન થાય છે.
  • પ્રથમ પ્રસુતિ વખતે વધારે પડતા કોમ્પ્લીકેશન થાય છે.
  • આ અવસ્થા ડીલેવરી અને પરપ્યુરલ પિરિયડમાં જોવા મળે છે પરંતુ ખાસ કરીને પરપ્યુરલ પિરિયડમાં વધારે જોવા મળે છે.

કારણો

  • કૌટુંબિક તથા વ્યક્તીગત
  • પી.પી.એચ થયેલ હોય
  • ટોક્સીમિયા ઓફ પ્રેગ્નન્સી કારણે
  • સિવિયર એનેમિયા વાળી માતા
  • મોટી ઉંમરે પ્રેગ્નન્સી રહેલ હોય.
  • ઇન્ફેક્શનના કારણે
  • ગર્ભ રહ્યા પહેલાની માનસિક બીમારી
  • ઘરમાં અસંતોષ અથવા અસંતુલન હોય એવી સ્ત્રીઓની આ થવાની શક્યતા રહે છે તો આ કન્ડીસન ડીલેવરી પછીના બીજા અઠવાડિયે જોવા મળે છે.
  • આ કન્ડીસન માનસિક દબાણને કારણે થાય છે જેમાં અનિયમિત વ્યવહાર અને વિચારોમાંથી આ પરિસ્થિતિ સર્જાય છે.

લક્ષણો

  • માતાનું વર્તન અવ્યવસ્થિત લાગે છે.
  • ચિત્તભ્રમ જોવા મળે છે.
  • માતાને ઊંઘ આવતી નથી.
  • ઘણી વખતે માતા પોતાના બાળકને નુકસાન પહોંચાડે છે.

સારવાર

  • માતાને સાયકેટ્રીક હોસ્પીટલમાં રીફર કરવી.
  • જો શક્ય હોય તો બેબી સાથે રાખવું.
  • આવી કન્ડીશનમાં માતા સાથે સંતોષપૂર્વક વ્યવહાર કરવામાં આવે છે.
  • હૂંફ આરામ આપવામાં આવે છે.
  • વિશ્વાસ આપવામાં આવે છે.
  • આવી કન્ડીશનમાં કેટલીક માતા આપઘાત કરવા પ્રેરાય છે અને બાળકની હત્યા કરવા પ્રેરાય છે.
  • આવી કન્ડીસનમાં માતા સાથે કોઈ વ્યક્તિ દેખભાળ માટે મુકવી.
  • માતાને ઊંઘ ના આવે તો ડોક્ટર પ્રમાણે સેડેટીવ ડ્રગ્સ આપવા.
  • ડોક્ટર ઓર્ડર મુજબ સમયસર દવા આપવી આ ઉપરાંત માતાને ખાવા પીવાની કાળજી રાખવી.

સાયકોસીસ

  • સાયકોસીસની ઉત્પતિ ઝડપથી થાય છે પ્રસ્તુતિ પછી બહુ થોડા દિવસોમાં તે જોવા મળે છે સાયકોસીસને ઓળખવું બહુ જરૂરી છે.
  • તેના માટે યોગ્ય પગલા લેવા જોઈએ માતાને સંદર્ભ સેવા કેન્દ્રમાં મોકલી આપવી.

ચિન્હો અને લક્ષણો

  • તેની શરુઆત પોસ્ટ નેટલથી થાય છે.
  • ધીરે ધીરે સ્ત્રીના મૂડમાં ફેરફાર જોવા મળે છે.
  • તેણી ચિંતાગ્રસ્ત રહે છે અને પોતે કંઈક ખોટું કર્યું છે તેવી લાગણી અનુભવે છે.
  • મનમાં અશાંતિ રહે છે.
  • સ્ત્રી સુઈ શકતી નથી.
  • વાસ્તવિકતાથી દુર ભાગે છે.
  • બાળકની સંભાળ લેતી નથી.
  • ભૂલકણો સ્વભાવ થઇ જાય છે.
  • આપઘાત કરવાનું વિચારે છે.
  • બાળકને નુકસાન કરવાનું વિચારે છે અને તેથી ANM/FHW એ કુટુંબના અન્ય સભ્યો સાથે રહી સ્ત્રીના આવા વર્તનનું નિરીક્ષણ કરવું જોઈએ.
  • જે સ્ત્રીને સાયકોસીસ હોવાની સંભાવના છે તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો.
  • સ્ત્રીને જેટલી જલ્દીથી સંદર્ભ સેવા જ્યાં સાયક્યેટ્રીકની સેવા ઉપલબ્ધ છે તેવા કેન્દ્રમાં સારવાર આપવા મોકલી આપવી.
  • સ્ત્રીને જેટલી જલ્દીથી સાયક્યેટ્રીક સારવાર આપવાથી સારી થઇ જશે.
  • માતા તથા બાળક વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકાય છે અને માતા તથા બાળકને અલગ ના પાડવા જોઈએ તેની ક્રિયાઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું અને જયારે પણ તક મળે ત્યારે તેની લાગણીઓ રજુ કરવા પ્રોત્સાહિત કરવી આ સમયે બાળકને સલામત વાતાવરણ પૂરું પાડવું જોઈએ.

પોસ્ટનેટલ ડિપ્રેસન

  • પોસ્ટનેટલ ડિપ્રેસન 10 પ્રસુતા માતામાંથી એક માતામાં જોવા મળે છે કુટુંબ જ્યારે ખુબ જ માનસિક નિરાશા અનુભવતી હોય ત્યારે આ જોવા મળે છે પ્રસુતી પછીના બે અઠવાડિયામાં તે જોવા મળે છે માતાને પ્રસુતી પછીની સેવાઓ ઓછી મળી હોય તેમા આ વધુ જોવા મળે છે મિડવાઇફ આ સ્થિતીને નિવારી શકે છે આવી સ્થિતી 3 થી 4 મહીના સુધી રહે છે આ સ્થિતી થવાનુ કારણ કુંટુંબમાં ભાગલાં પડે છે આ સ્થિતિમા બાળકના વિકાસમાં આડઅસર થાય છે.

કારણો

  • તેમા કોઇ ચોક્કસ કારણ જોવા મળતુ નથી છતાં
  • નીચેના પરિબળો જવાબદાર હોય છે.
  • ઘર છોડી દીધુ હોય
  • કુદરતી આફત જેવું કે ધરતીકંપ
  • સંબંધોમાં ભંગાણ
  • ઓછો આત્મવિશ્વાસ
  • બાળકની સંભાળ અંગેની ચિંતા
  • પ્રસુતી બાદની સેવામાં માતાને ઓછો સહકાર મળે છે.
  • ઇસટ્રોજન તથા પ્રોજેસ્ટ્રોરોન જેવા અંસ્ત્રાવમાં ઘટાડો થવાથી તેમાંથી પોસ્ટ નેટલ ઇશ્યુ જોવા મળે છે.

ચિન્હો અને લક્ષણો

  • વધુ પડતી ચિંતા બાળકના વિકાસ માટે
  • સારી રીતે સુઇ શક્તી નથી અને જો સુઇ જાય તો લાંબા સમય સુધી સુઇ રહે છે.
  • બાળક તથા કુટુંબની જરુરિયાત પુરી કરવા માટે તે અશક્તિમાન હોય છે.
  • માતા તરીકે પોતાની ફરજ બરાબર બજાવી ના શક્તી હોય.

સારવાર

  • માતાની પ્રસુતી બાદની સેવા પુરી પાડવી.
  • કુટુંબમા સભ્યોએ માતાને સહકાર આપવો.
  • માતા અને કુટુંબના સભ્યો સાથે સારા સંબંધ હોય તો હતાશા ઓછી થાય છે.
  • કૌટુંબિક ભંગાણના કેસમાં સહાનુભુતી આપવી
  • માતાને કાઉન્સેલિંગ કરવું તેમાં પતિ અને કૌટુંબીક સભ્યોનો પણ સમાવેશ કરવો.
  • તેના જેવી સ્થીતી ધરાવતી માતાઓ સાથે તેનો મેળાપ કરાવવો.
  • ગંભીર પરિસ્થીતિમાં માતાને હોસ્પિટલમાં દાખલ કરવી.
  • જો આની સારવાર ના કરવામાં આવે આવે તો સાયકોસીસ પરીસ્થીતિ પણ ઉભી થઈ શકે છે.
  • એ.એન.એમ તરીકે માતાના વર્તનની નોંધ રાખવી.

યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન

  • યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન લાગવું એ ખુબ જ સામાન્ય છે.

કારણો

  • વધારે વખત કેથેટર કરવાથી
  • ઓછુ યુરીન થવાથી
  • વારંવાર પી.વી એક્ઝામીનેશન કરવાથી
  • ટ્રોમા થવાથી
  • યુરિન પાસ કરતી વખતે દુઃખાવો થવાથી માતા યુરીન પાસ કરવાનુ ટાળતી હોવાથી
  • માતાએ હાયજીન મેઈનટેન ના કરી હોય તો

સારવાર

  • માતાને ખુબ જ પાણી પીવા માટે કહો.
  • ડોક્ટર ના કીધા પ્રમાણે એન્ટીબાયોટીક આપવી.
  • જરૂર જણાય તો હાયડ્રોથેરાપી આપવી.
  • માતાને હાયજીન મેઈનટેન કરવા માટે કહેવું.
  • કેથેટર કરતી વખતે અસેપ્ટિક ટેકનીક મેઇનટેન કરવા કહેવું.

સબ ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ

  • છ વીકમા જે રીપ્રોડક્ટિવ ઓર્ગન પોતાની મુળ સ્થીતીમા આવી જાય તેમા થોડો સમય લાગે તેને સબ ઇન્વોલ્યુશન ઓફ યુટેરસ કહેવામાં આવે છે.

કારણો

  • મલ્ટીપારા મધર હોય
  • યુટ્રસ વધુ મોટું હોય
  • પ્રોલેપ્સ ઓફ યુટરસ
  • ફાઇબ્રોઇડ યુટરસ હોય
  • સીજેરીયન કરેલ હોય

ચિન્હો અને લક્ષણો

  • લોકિયામા વધારો કે ઘટાડો થાય
  • માતાને તાવ આવે
  • માતાને પેટમાં દુઃખાવો થાય

સારવાર

  • જો સેપ્સિસ હોય તો એન્ટિબાયોટીક આપવી.
  • એબનોર્મલ લોકિયા કે ડિસ્ચાર્જ હોય.
  • જરૂર જણાય તો ગાયનેકોલોજિસ્ટને રીફર કરવુ.
  • કારણો મુજબ સારવાર આપવી.
  • જો યુટેરસમાં કોઇ પ્રોડક્ટ રહી ગઇ હોય તો તેને બહાર કાઢવુ.

પલ્મોનરી એમ્બોલીસમ

  • પલ્મોનરી એમ્બોલીસમના કારણે મેર્ટનલ ડેથ થઇ શકે છે.

ચિન્હો અને લક્ષણો

  • રેસ્પિરેશનમાં તકલીફ પડે છે
  • રેસ્પિરેશનમા વધારો થાય
  • પલ્સ રેટમાં વધારો થાય
  • માતાને ફીવર આવે

સારવાર

  • ઓક્સીજન થેરાપી આપવી.
  • જરૂરી તમામ તપાસ કરાવવી.
  • જરૂર જણાય તો સર્જીકલ ટ્રીટમેન્ટ આપવી.
  • માતાને ફીજીશીયન પાસે રીફર કરવી

ડીપ વેઇન થ્રોમ્બોસિસ

  • થ્રોમ્બોસિસ એ માતાને પગની અને પેલ્વિક કેવીટીની વેઇનમાં વધારે જોવા મળે છે.
  • વાસ્ક્યુલર સ્ટેસીસ
  • કન્જેનાઈટલ કોઇ રોગ હોય
  • વાસ્ક્યુલર ટ્રોમા હોય

કઇ માતામાં જોવા મળે

  • વધારે ઉંમર હોય
  • આગળ ઓપરેશનથી ડીલેવરી થઇ હોય
  • એનેમીક માતા હોય
  • માતાને હાર્ટની કોઇ બીમારી હોય

લક્ષણો

  • કાફ મસલ્સમા ખુબ દુઃખાવો થાય
  • ટેમ્પ્રેચર મા વધારો થાય
  • જે તે ભાગ રેડ થાય

સારવાર

  • પથારીમાં જ આરામ કરવાની સમજણ આપવી.
  • પગનો ભાગ ઉંચો રાખવો.
  • ડોક્ટરના સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવી.
  • પગમા ઇલાસ્ટો ક્રેપ બેન્ડેજ બાંધવો.

પરપ્યુરલ ઇમરજન્સી

તાત્કાલીક ઉત્પન્ન થતી પરિસ્થિતી

  • પી.પી.એચ.
  • શોક
  • પલ્મોનરી એમ્બોલિસમ
  • ઇન્વર્ટેડ યુટરસ

એક વીકમા ઉત્પન્ન થતી પરિસ્થિતી

  • રીટેન્સન ઓફ યુરીન
  • પેરીનીયલ સેપ્સીસ
  • બ્રેસ્ટ એગોર્જમેન્ટ

મોડેથી ઉત્પન્ન થતી પરિસ્થિતી

  • સેકન્ડરી પી.પી.એચ.
  • સાયકોસિસ
  • પલ્મોનરી એમ્બોલીસમ
Published
Categorized as Uncategorised