યુનિટ – 13
એબનોર્માલીટી ઓફ પ્રેગ્નન્સી
કોમન એબનોર્માલીટી ઓફ પ્રેગ્નન્સી
- ૧) હાઈપરએમેસીસગ્રેવીડમ
- ૨) પ્રેગનેન્સીમાં વોમિટીંગ
પ્રેગનેન્સી દરમ્યાન જોવા મળતી વોમિટીંગના બે પ્રકાર હોય છે.
- ૧) એમેસીસ ગ્રેવીડમ
- 2) હાઈપર એમેસીસ ગ્રેવીડમ
એમેસીસ ગ્રેવીડમ :
- આને મોર્નિંગ સિકનેસ પણ કહેવાય છે. જે દરેક સગર્ભા માતામાં સામાન્ય રીતે જોવા
મળે છે.
- તે મોટાભાગે પ્રાયમી ગ્રેવીડા અને ફસ્ટ ટ્રાયમેસ્ટરમા જોવા મળે છે. ૧૨ થી ૨૪ અઠવાડીયે દુર થઈ જાય છે.
- જેના માટે હોર્મોનલ ચેન્જીસ જવાબદાર છે.
હાઈપર એમેસીસગ્રેવીડમ
- પ્રેગનન્સીમાં વધારે પ્રમાણમાં થતી નોસીઆ અને વોમેટીંગ કે જેમાં માતાના આરોગ્ય પર ખરાબ રીતે અસર થાય છે અને માતાની દૈનીક ક્રિયામાં અવરોધ આવે છે તેને હાઈપર એમેસીસ ગ્રેવીડમ કહે છે.
ક્યારે જોવા મળે ?
- ૧) પ્રાઈમીપારા હોય
- ૨) પ્રથમ ટ્રાયમેસ્ટર
- ૩) મલ્ટીપલ પ્રેગનેન્સી
- ૪) હાઈડેટીડીફોર્મ મોલ
- ૫) ફેમીલી હીસ્ટ્રી
- ૬) અનપ્લાન પ્રેગનેન્સી
- ૭) પ્રિવીયસ પ્રેગનેન્સી
શા માટે થાય છે ?
- ૧) કોર્યોનીક ગોનાડ્રોફીન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધવાથી.
- ૨) સાયકોજેનીક
- ૩) વિટામીન-બી, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનની ડેફીસીયન્સી.
- ૪) ગેસ્ટ્રીક મોટીલીટી ઘટવાથી.
સારવાર
- ૧) નોસીઆ અને વોમેટીંગની હીસ્ટ્રી લેવી.
- ૨) ખોરાકમાં બી-કોમ્પ્લેક્સ અને પ્રોટીન વાળો ખોરાક આપવો.
- ૩) કાર્બોહાઇડ્રેટ ફૂડ જેવા કે બ્રેડ અને ટોસ્ટ ચાલુ કરવા.
- ૪) જરૂર પડે તો ઓરલ ફીડીંગ બંધ કરી આઈ.વી. ફ્લુઇડ આપવું.
- ૫) ક્યારેક રાઈલ્સ ટ્યુબ વડે પણ ફીડીંગ આપી શકાય છે.
- (૬) એન્ટીઇમેટીક દવાઓ આપવી.
- ૭) હાઈપર એમેસીસ પ્રોગ્રેસ ચાર્ટ બનાવવો.
- ૮) ઈનટેક આઉટ પુટ ચાર્ટ બનાવવો.
- ૯) વાઇટલ સાઈન લેવા.
- ૧૦) પહેલા ઓરલી થોડું થોડું ચાલુ કર્યા બાદ જ આઈ.વી. ફ્લુઇડ બંધ કરવું.
- ૧૧) થોડો ખોરાક થોડા થોડા સમયે આપવો અને ત્યારબાદ ધીમે ધીમે ફુલ ડાયટ કરવુ.
- ૧૨) જો વોમિટીંગ સતત રહે અને બંધ ન થાય તો એમ.ટી.પી.કરવાની જરૂર પડે.
- ૧૩) માતા અને ફીટસનુ મોનીટર કરવુ.
- ૧૪) સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
એન્ટીપાર્ટમ હેમરેજ
- પ્રેગનન્સીના ૨૮ વીક બાદ જનાઈટલ ટ્રેકટમાંથી થતા બ્લીડીંગને એન્ટીપાર્ટમ હેમરેજ કહેવાય છે.
- ૩ થી ૫% કેસોમાં એ.પી.એચ. જોવા મળે છે.
- એ.પી.એચ. નું પ્રમાણ પ્રાઈમીપારા કરતાં મલ્ટીપારામાં ત્રણ ગણું વધારે હોય છે.
એ.પી.એચ. ના કારણો
એ.પી.એચ. થવાના કારણો નીચે મુજબ છે
- ૧) પ્લેસન્ટલ બ્લીડીંગ (૭૦%)
- ૨) એક્સ્ટ્રા પ્લેસન્ટલ કારણો (૫%)
- ૩) અન એક્સ્પ્લેન (૨૫%)
૧) પ્લેસન્ટલ બ્લીડીંગ (૭૦%)
- પ્લાસન્ટા પ્રિવીયા
- એબ્રેપ્સીયો પ્લાસન્ટા
૨) પ્લાસન્ટા સીવાયના કારણો
- સર્વાઇકલ પોલીપ
- સર્વિક્સનું કેન્સર
- વેરીકોઝ વેઈન
- લોકલ કાંઈ ઈજા થઈ હોય
૩.અન્ય કારણો
- વાઝા પ્રીવીયા (ફિટલ મેમ્બ્રેનમાંથી બ્લીડીંગ થતું હોય)
- યુટેરાઈન રપ્ચર
પ્લાસેન્ટા પ્રીવીયા
વ્યાખ્યા
- સામાન્ય રીતે પ્લેસેન્ટા યુટરસના લેટરલ સેગમેન્ટમાં કે અપર સેગમેન્ટમાં હોય છે. પરંતુ કોઈ કારણસર જ્યારે પ્લેસેન્ટા થોડી કે પુરેપુરી લોઅર યુટેરાઈન સેગમેન્ટમાં ચોંટેલી હોય તો તેને પ્લેસેન્ટા પ્રીવીયા કહેવાય છે.
કારણો
- આનું મુખ્ય કારણ અનનોન એટલે કે જાણવા મળતું નથી.
અન્ય કારણો જેમાં
- મલ્ટીપારા હોય
- મોટી ઉંમરે પ્રેગનેન્સી હોય.
- અગાઉ સીઝેરીયન થયેલ હોય.
- યુટરસમાં સ્કાર હોય
- પ્લેસેન્ટા મોટી હોય
- ટવીન્સ હોય
પ્લેસેન્ટા પ્રીવીયાના પ્રકાર
- પ્લેસેન્ટા પ્રીવીયાના પ્રકાર તે કંઈ જગ્યાએ ચોંટેલ છે તે મુજબ આપવામાં આવે છે.
1) ટાઈપ-૧ : લેટરલ અથવા લો લાઇંગ પ્લેસેન્ટા પ્રીવીયા
- આમાં પ્લેસેન્ટાનો મોટો ભાગ અપર સેગમેન્ટ પર હોય છે.
- પ્લેસેન્ટા ઇન્ટર્નલ ઓસ સુધી પહોંચતી નથી વઝાયનલ ડીલીવરી સંભવ છે.
2) ટાઈપ-૨ : માર્જિનલ પ્લેસેન્ટા પ્રીવીયા
- આમાં પ્લેસેન્ટા ઇન્ટર્નલ ઓસ સુધી પહોંચે છે પરંતુ તેને કવર કરતી નથી.
- જો પ્લસેન્ટા એન્ટીરીયર હોય તો વજાયનલ ડીલવરી સંભવ છે.
3) ટાઇપ-૩ : ઇન્કમ્લીટ અથવા પાર્સીયલ સેન્ટ્રલ પ્લેસેન્ટા પ્રીવીયા
- ઇન્ટર્નલ ઓસને સેન્ટ્રલી નહીં પણ પાર્સીયલી કવર કરે છે.
4) ટાઈપ-૪ : કમ્પલીટ અથવા સેન્ટ્રલ પ્લેસેન્ટા પ્રીવીયા
- આમાં પ્લેસેન્ટાનો ભાગ લોઅર સેગમેન્ટમાં પુરેપુરો હોય છે.
- પ્લેસેન્ટા ઇન્ટર્નલ ઓસને પુરેપુરી અને ફુલ ડાયલેટેશન વખતે પણ કવર રહે છે.
- માતા અને બેબીની લાઇફ બચાવવા માટે સીજેરીયનની જરૂર પડે છે.
પ્લેસેન્ટા પ્રીવીયાના ચિહ્નો અને લક્ષણો
પ્લેસેન્ટા પ્રીવીયાના નીચે મુજબ છે.
- ૧) અચાનક બ્લીડીંગ થાય
- ૨) સામાન્ય બ્લીડીંગ થાય
- ૩) દુઃખાવો હોતો નથી.
- ૪) બ્લીડીંગ માટે કોઈ કારણ જણાતું નથી.
- ૫) વારંવાર બ્લીડીંગ થતું જોવા મળે છે.
- ૬) સામાન્ય રીતે ૩૮ અઠવાડીયા પહેલા વધુ બ્લીડીંગ જોવા મળે છે.
સારવાર
- ૧) કમ્પલિટ બેડ રેસ્ટ આપવો.
- ૨) ક્યારેક પણ વજાયનલ એક્ઝામીનેશન કરવું નહિ.
- ૩) હેડ લો પોઝીશન આપવી.
- ૪) આઈ.વી.લાઈન ચાલુ કરી દેવી.
- ૫) હળવા હાથે એમ્બડોમિનલ એકઝામીનેશન કરવું.
- ૬) બ્લડ સેમ્પલ લઈ ગ્રુપીંગ, ક્રોસ મેચીંગ કરાવવું.
- ૭) બ્લડ ડોનરને તૈયાર રાખવા.
- ८) ફિટલ હાર્ટ સાઉન્ડ અને મુવમેન્ટની નોંધ કરવી.
- ૯) બેડ પર જ સોનોગ્રાફી કરવી.
- ૧૦) સીઝેરીયન સેક્સન માટેની સંપૂર્ણ તૈયારી કરવી.
કોમ્પ્લીકેશન
૧) માતામાં જેવા કે
- એ.પી.એચ. વીથ શોક, માલ પ્રેઝન્ટેશન, પ્રીમેચ્યોર લેબર, કોર્ડ પ્રોલેપ્સ,સ્લો ડાયલેટેશન, ઇન્ટ્રા પાર્ટમ હેમરેજ, પી.પી.એચ અને રીટેઇન્ડ પ્લેસેન્ટા
૨) ફીટસમાં જેવા કે
- લો બર્થ વેઇટ, એસ્ફેક્સીયા, ઇન્ટ્રા યુટેરાઈન ફિટલ ડેથ (આઈ.યુ.એફ.ડી), કોન્જીનેટલ માલ ફોર્મેશન
પ્લેસન્ટા પ્રીવિયામાં એ.એન .એમ નો રોલ
- સૌપ્રથમ માતાની હિસ્ટ્રી લેવી જેમાં કેટલામી ડીલેવરી છે અને કેટલામો મહિનો ચાલે છે.
- કેટલા પ્રમાણમાં બ્લીડીંગ થાય છે તે પૂછવું જેના ઉપરથી તાત્કાલિક સારવાર આપી શકાય. જો સીજેરીયન કરવાની જરૂર પડે માતાને રીફર કરવું.
- જો પ્રેગ્નન્સી ૨૬ વિકની હોય અથવા વધારે હોય અને ફીટસ મેચ્યોર ના હોય તો અને બ્લીડીંગ કન્ટીન્યુઅસ થતું હોય તો તાત્કાલિક સારવાર આપવી .જો પ્લસેન્ટા પ્રીવિયા હોય છતાં પણ ફીટસ ગ્રોથ સારો હોય તો માતા ના વાઇટલ સાઇન ચેક કરવા અને જોતા રહો. ડોક્ટરના ઓર્ડર પ્રમાણે એન્ટીબાયોટીક દવા આપવી IV ફ્લુઈડ આપવા અને પોસ્ટ ઓપરટીવ કેરની તૈયારી કરવી. પર્સનલ હાયજીન જાળવવા કહેવું.
એબ્રપ્સ્યો પ્લેસેન્ટા (પ્રીમોચ્યોર સેપ્રેશન ઓફ પ્લેસેન્ટા)
વ્યાખ્યા
- આ પ્રકારની કન્ડીશનમાં અગાઉથી જ પ્લેસેન્ટા છુટી પડી જાય છે એટલે કે પ્રીમોચ્યોર સેપ્રેશન ઓફ પ્લેસેન્ટા કહેવાય છે. આ એ.પી.એચ. નું એક સ્વરૂપ છે.
કારણો
- ૧) મલ્ટી ગ્રેવિડા
- ૨) મોટી ઉંમરે પ્રેગ્નેન્સી
- ૩) માલન્યુટ્રીશન
- ૪) સ્મોકિંગ અને કોકેઇન એબ્યુસ
- ૫) અગાઉ પ્રેગનેન્સી વખતે આવી તકલીફ થયેલ હોય તો
- ૬) થ્રોમ્બોફીલીયાસ
- ૭) ઈજા થવાથી
- ८) વર્ઝન કરવાનો પ્રયત્ન કરેલ હોય તો
- ૯) ટવીન્સ વખતે પ્રથમ બેબી ડિલીવર્ડ થયા બાદ
- ૧૦) શોટ કોર્ડ હોય ત્યારે પ્લેસેન્ટલ એનોમલી, સીક પ્લેસેન્ટા
- ૧૧) ફોલીક એસીડની ખામી હોય ત્યારે
- ૧૨) હાઈપર ટેન્શન હોય ત્યારે
પ્રકાર
૧) રીવીલ્ડ (જાહેર થતું અથવા દેખાતું)
- પ્લેસેન્ટા છુટી પડી સર્વાઈકલ કેનાલમાંથી બહાર આવે છે.
- આ સામાન્ય છે. વધુ જોવા મળે છે.
૨) કન્સીલ્ડ (ગુપ્ત અથવા ન દેખાતું)
- પ્લેસેન્ટા છુટી પડવાથી બ્લડ પ્લેસેન્ટા અને ડેસીડ્યુઆ વચ્ચે ભેગું થાય છે.
- બ્લડ બહાર આવતું દેખાતું નથી. ઓછા જોવા મળે છે.
૩) મિક્સડ (બંને પ્રકારનું)
- પ્લેસેન્ટા છુટી પડવાથી થોડું બ્લડ અંદર ભેગું થાય છે અને થોડું બ્લડ બહાર આવે છે.
ચિહ્નો અને લક્ષણો
- ૧)એબ્ડોમીનલ પેઈન જોવા મળે છે.
- ૨)વજાયનલ બ્લીડીંગ જોવા મળે છે.
- ૩) વધુ બ્લીડીંગ થાય તો શોકમાં જાય છે.
- ૪) યુટરસ મોટુ ટેન્ડરનેશ અને રીજીડ હોય છે.
- ૫) એફ.એચ એસ. સભળાય અને ઘણી વખત ન પણ સંભળાય
સારવાર
- ૧) વહેલાસર નિદાન કરવું
- ૨) એમ્નિઓએન્સિસ જેવા પ્રોસિઝર વખતે સોનોગ્રાફી રાખવી જોઈએ.
- ૩) એબ્ડોમીનલ ટ્રોમા ન થાય તેની કાળજી રાખવી જોઈએ.
- ૪) પોલીહાડ્રોમીનીઅસ વખતે મેમ્બ્રેનરપ્ચર કરતાં ધ્યાન રાખવું જોઈએ.
- ૫) ફોલીક એસીડ થેરાપી આપવી જોઈએ.
- ૬) છેલ્લા મહિનાઓ દરમ્યાન લેફ્ટ લેટરલ પોઝીશન આપવી જોઈએ.
- ૭) વધુ આરામ આપવો જોઈએ.
પ્રેગનન્સીમાં એનેમીયા
- પ્રેગનન્સી દરમિયાન એનેમિયા ખુબજ સામાન્ય હોય છે NIPI/WHO ની ગાઈડ લાઈન પ્રમાણે નોર્મલ હિમોગ્લોબીન ૧૧ gm% સ્વીકારેલુ છે પરંતુ ઇન્ડીયા અને બીજા ડેવલોપીંગ કન્ટ્રીમાં ૧૦ gm% સ્વીકારેલુ છે.જો તેના કરતા ઓછું હિમોગ્લોબીન લેવલ હોય. તેને એનેમિયા કહેવાય છે એનેમિયા એ માતા મરણ નું એક મોટું કારણ છે
એનેમીયાનું વર્ગીકરણ
- ૧) ડેફીસન્સી ના લીધે-આયર્ન અને ફોલિકએસીડ અને વિટામીન બી કોમ્પ્લેક્ષ ના લીધે
- ૨) હેમરેજીક-એ.પી.એચ.અને પી.પી.એચ અને અન્ય બ્લીડીંગ
- ૩) વારસાગત-થેલેસેમિયા અને સિકલસેલ એનેમિયા
- ૪) બોનમેરો ઇન્સફીસીયંસી – અમુક પ્રકાર ની દવા જેવી કે એસ્પીરીન
- ૫) અમુક રોગો-મેલેરિયા,ટી,બી, વગેરે
કારણો
- ફોલ્ટી ડાયટ હેબીટ
- માલન્યુટ્રીશન
- ખોરાકમાં આર્યનનું ઓછું પ્રમાણ
- ખોરાકમાં બી કોમ્પલેક્સનું ઓછું પ્રમાણ
- આર્યન લોસ થવાથી
- બ્લડ લોસ થવાથી
- વર્મ ઇન્ફેક્શનથી
પ્રેગનન્સી દરમિયાન :
- પ્રેગનન્સી દરમિયાન આર્યન ની જરૂરિયાત વધી જાય છે.
- પ્રેગનન્સી માં ભુખ ઓછી લાગવી અને વોમીટીંગના લીધે
- આર્યનનું એબ્સોપ્શન ઓછું થવું
ચિહ્નો અને લક્ષણો
- માતા જલ્દીથી થાકી જાય
- શ્વાસ ચડી જાય ચક્કર આવે
- કબજિયાત જોવા મળે
- પગમાં સોજા આવે
- હાથની હથેળી, આંખો તથા જીભમાં ફિક્કાસ જોવા મળે.
કોમ્પ્લીકેશન
- સગર્ભાવસ્થા દરમિયાન- માતાને પ્રી-એકલેમ્પસિયા હાર્ટ ફેઇલ્યોર અને પ્રી-ટર્મ લેબર જેવા કોમ્પ્લીકેશન થાય.
લેબર દરમિયાન
- માતાને પી.પી.એચ., હાર્ટ ફેઇલ્યોર અને શોકમાં જઈ શકે.
ડીલેવરી પછી
- પરપ્યુરલ સેપ્સીસ ,યુટ્રસ સબ ઇન્વોલ્યુશન, પુઅર લેક્ટેશન
બાળક
- લો બર્થ વેઈટ અને ઈન્ટ્રા યુટેરાઈન ડેથ
સારવાર
- જો માતાનું HB લેવલ ૭.૫ gm /dl કરતા ઓછું હોય તો તેને હોસ્પિટલમાં દાખલ કરવી.
- માતાને આયર્ન અને પ્રોટીનથી ભરપુર ખોરાક લેવા કહો.
- ખોરાકમાં લીલા શાકભાજી, કઠોળ અને જો માતા માંસાહારી હોય તો મીટ, ઇંડા અને ફીશ વગેરે લેવા માટે કહેવું
- વર્મ ઈન્ફેકશન, બ્લીડીંગ પાઈલ્સ, યુ.ટી.આઈ., મેલેરિયા,ટી.બી અને ડીસેન્ટ્રી માટેની પૂરતી સારવાર કરવી.
- હીમોગ્લોબિન એસ્ટીમેશન : 15મી એન્ટીનેટલ વિઝિટ, 30 મા અને 36 મા અઠવાડીયે કરાવવુ.
- પી.પી.એચ. સીવીયર એનીમીયા અને ઇન્ફેક્શન હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું.
- નીપીની ગાઇડલાઇન પ્રમાણે નીચે મુજબ ટેબલેટ આપવી.
સગર્ભાવસ્થા દરમિયાન :
- પહેલા ત્રણ મહિના દરમિયાન દરરોજ ૪૦૦ માઈક્રોગ્રામની ફોલિક એસિડની એક ટેબલેટ લેવી અને ચોથા મહિનાથી શરૂ કરી ગર્ભાવાસ્થાના અંત સુધી દરરોજ લાલ રંગની એક ટેબલેટ જેમાં ૧૦૦ મિલીગ્રામ લોહતત્ત્વ અંને ૫૦૦ માઈક્રોગ્રામ ફોલીક એસીડ હોય છે.
એકલેમ્પસીયા અને પ્રિ-એકલેમ્પસીયા અથવા ટોક્સેમીયા ઓફ પ્રેગ્નન્સી
એકલેમ્પસીયા
વ્યાખ્યા
- એકલેમ્પસીયા એ ગ્રીક શબ્દ લાઈક ફ્લશ ઓફ લાઇટીંગ (એનો અર્થ પ્રકાશના ઝબકારા થાય છે) પરથી આવેલ છે. પ્રિ-એકલેમ્પસીયાનાં કોમ્લીકેશન તરીકે સામાન્ય રીતે ટોનિક-ક્લોનિક અને કોમા જેવા કોમ્પલીકેશન જોવા મળે તેને એકલેમ્પસીયા કહેવાય છે.
લક્ષણો
૧) બધા જ લક્ષણો પ્રિએકલેમસીયા જેવા હોય છે પરંતુ સાથે કન્વર્ઝન આવે છે.
૨) આમાં કોમાના ચાર સ્ટેજ પણ જોવા મળે છે.
પ્રિમોનીટરી સ્ટેજ :
ટોનિક સ્ટેજ :
કલોનીક સ્ટેજ :
- બધા જ મસલ્સમાં આંચકી જોવા મળે છે.
કોમા સ્ટેજ :
- માતા થોડી વાર કોમામાં સરી જાય છે.
સારવાર
- ૧) માતાને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં રીફર કરવી.
- ૨) રીફર કરતાં પહેલા સેડેશન આપવા જોઈએ.
- ૩) આઈ.વી.લાઈન ચાલુ કરવી.
- ૪) ટ્રેઈન સ્ટાફને સાથે રાખીને માતાને રીફર કરવી.
- ૫) મુસાફરી દરમ્યાન કન્વર્ઝન આવે તો એર વે ક્લીયર કરવો.
હોસ્પિટલમાં સારવાર
- ૧) માતાને રેલીંગ કોટ આપવો.
- ૨) સતત નિરિક્ષણ કરવું.
- ૩) સગા પાસેથી બરાબર હિસ્ટ્રી લેવી.
- ૪) કેથેટરાઈઝેશન કરવું.
- ૫) દર અડધી કલાકે ટી.પી.આર.લેવા
- ૬) યુરીન આઉટ ચેક કરવો.
- ૭) લેબરનો પ્રોગ્રેસ જોવો અને એફ.એચ.એસ. લેવા
- ८) એન્ટીબાયોટીકસ આપવા.
- ૯) એન્ટીકન્વલ્ઝીવ અને સેડેટીવ આપવા.
- ૧૦) ડોક્ટરના ઓર્ડર મુજબ ઇન્જેક્શન મેગ્નેશિયમ સલ્ફેટ આપવું.
- ૧૧) એન્ટી હાયપરટેન્સીવ અને ડાયયુરેટીકસ આપવા.
પ્રિમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન (PROM)
- પ્રેગ્નન્સીના ૨૮ વીક પછી પરંતુ લેબરની શરૂઆત થતા પહેલા જ્યારે મેમ્બ્રેન રપ્ચર થાય છે. તેને પ્રિમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન કહે છે.
- જ્યારે મેમ્બ્રેન ૩૭ અઠવાડીયા પછી પરંતુ લેબરની શરૂઆત પેહલા રપ્ચર થાય તેને તેને ટર્મ PROM, ૩૭ અઠવાડીયા પહેલા થાય તે પ્રિ-ટર્મ PROM અને જ્યારે મેમ્બ્રેનની ડીલીવરી પહેલા ૨૪ કલાક થી વધારે રપ્ચર રહે તેને પ્રોલોંગ રપ્ચર ઓફ મેમ્બ્રેન કહે છે.
કારણો
- કોઇ ચોક્ક્સ કારણ નથી જાણવા મળ્યુ.
- શક્ય કારણોમાં મેમ્બ્રેનની એબીલીટી હોય.
- ઓછી ટેન્સીલ સ્ટ્રેન્થ
- પોલી હાઇડ્રામનીયસ
- સર્વાઇકલ ઇનકોમ્પીટન્સ
- મલ્ટીપલ પ્રેગનન્સી
- ઇન્ફેક્શન
- પ્રિ-ટર્મ લેબરની હિસ્ટ્રી હોય
- વજાયના માંથી વોટરી ડિસ્ચાર્જ આવે અને આ પ્રવાહીની એક્ઝામ કરતા પી.એચ ૬ કરતા વધારે આવે અને લીટમસ પેપરનો કલર બ્લ્યુ થાય તથા સોનોગ્રાફી કરવાથી ખ્યાલ આવે.
સારવાર
- સૌપ્રથમ એસેપ્ટીક ટેકનીકથી સ્પેક્યુલમ એક્ઝામીનેશન કરવી તેમજ ડાયગ્નોસીસની સાથે કોર્ડ પ્રોલેપ્સ અને એમ્નીઓટીક ફ્લુઇડનો કલર ચેક કરવો.
- વજાયનલ એક્ઝામીનેશન કરવી નહી અને દર્દીને બેડ રેસ્ટ આપી સ્ટરાઇલ પેડ આપવુ.
ટર્મ PROM
- 90% કેસમા સ્પોન્ટેનીયશ લેબર રપ્ચરના ૨૪ કલાકમાં ચાલુ થઇ જાય છે અને તે સમય દરમિયાન મેર્ટનલ ફીટલ કન્ડીશન અને ઇન્ફેક્શન માટે વોચ કરવુ અને કેર લેવી જો લેબર ચાલુ ના થાય તો ઇન્ડકશન કરવુ અને ઓબસ્ટ્રેટીક કોમ્પ્લીકેશનમાં રીફર કરવુ.
પ્રી ટર્મ PROM
- પ્રીમેચ્યોરીટીનુ જોખમ હોવાથી માતાને પ્રસુતી નિષ્ણાંત હાજર હોય તેવી હોસ્પિટલમાં રીફર કરવું.
પ્રોલોંગ લેબર
વ્યાખ્યા
- જ્યારે લેબરના 1 અને 2 સ્ટેજનો સંયુક્ત સમયગાળો ૧૮ કલાકથી વધારે હોય તેને પ્રોલોંગ લેબર કહેવાય.
કારણો
પાવર
- યુટ્રાઇન કોન્ટ્રેક્શન એબનોર્મલ હોય દા.ત., યુટ્રાઇન ઇનર્સીયા, બીયરડાઉનના કરી શકે, એપીડ્યુરલ એનાલજેશીયા, કોન્સ્ટ્રીકશન રીંગ
પેસેજ
- સીફેલો પેલ્વીક ડીસપ્રપોરશન, સર્વાઇકલ ડીસ્ટોસીયા, પેલ્વીક ટ્યુમર, ફુલ બ્લેડર, એન્ડ્રોઇડ પેલ્વીસ, પેલ્વીક ફ્લોર અથવા પેરીનીયમમા સ્પાજમ કે ઓલ્ડ સ્કારના કારણે, રેજીસ્ટન્સ થવાથી.
પેસેન્જર
- માલ પોઝીશન, માલ પ્રેઝન્ટેશન, કોન્જીનેટલ એબનોર્માલીટીસ, બીગ બેબી, ડીફ્લેક્સડ હેડ
અન્ય
- લેબરનું એક્ટીવ સ્ટેજ ચાલુ થતા પહેલા જ સીડેટીવસ અને એનાલ્જસીકનો અવિચારી ઉપયોગ.
કોમ્પ્લીકેશન
મેર્ટનલ (માતા)
- ડીસ્ટ્રેસ, પોસ્ટપાર્ટમ હેમરેજ, ટ્રોમા, પર પ્યુરલ સેપ્સીસ, સબ ઇન્વોલ્યુશન અને મેર્ટનલ મોર્બીડીટી અને મોર્ટાલીટી
ફીટલ
- હાઇપોક્સીયા, ઇન્ટ્રાયુટેરાઇન હેમરેજ, પેરીનેટલ મોર્બીડીટી અને મોર્ટાલીટી વધે છે.
સારવાર
- લેબર ચાલુ થાય તેવા પરીબળોનુ વહેલું નિદાન કરવુ. પાર્ટોગ્રાફનો ઉપયોગ કરવો, લેબરનુ ઓગમેન્ટેશન વિચાર પુર્વક કરવુ, લેબરમાં પોશ્ચર બદલવું, ડીહાઇડ્રેશન અવોઇડ કરવુ અને દુ:ખાવો દુર કરવો.
- સંયુક્ત સમયગાળો ૧૮ કલાકથી વધારે થાય તો તેને સમયસર યોગ્ય સ્થળે રીફર કરવું.
- પ્રોલોંગ લેબરનું કારણ શોધવું અને તેની મધર અને ફીટસ પર થતી અસર જોવી.
૧) ફસ્ટ સ્ટેજ ડીલેય
- વજાયનલ એક્ઝામીનેશન કરીને ફીટલ પ્રેઝન્ટેશન, પોઝીશન અને સ્ટેશન જોવા. જો યુટ્રાઇન એક્ટીવીટી ઓછી હોય તો એમ્નીયોટોમી, ઓક્સીટોશીન ઇનફ્યુઝન અને એનાલજેસીક આપવા. માલ પ્રેઝન્ટેશન, માલપોઝીશન, બીગ બેબી અને સીપીડી મા, સીઝેરીયન સેકશન કરવામાં આવે છે.
૨) સેકન્ડ સ્ટેજ ડીલેય
- જો એફ.એચ.એસ સારા હોય તો વઝાયનલ ડીલીવરી અથવા આસીસ્ટેડ ડીલીવરીમાં વઝાયનલ (ફોરસેપ્સ,વેન્ટોજ) કે સીઝેરીયન ડીલીવરી કરાવવામાં આવે છે.
ઓબ્સ્ટેટ્રીકલ શોક
વ્યાખ્યા
- માતાની સરર્ક્યુલેટ્રી સીસ્ટમ ફેલ થવાથી શરીરને જરૂરીયાત એવા ઓક્સિજન, ન્યુટ્રીએન્ટસ મેળવવામાં અને વેસ્ટ સબસન્ટસ બહાર કાઢવામાં અવરોધ આવે છે. અને પુઅર ટીસ્યુ પર ફ્યુઝન થાય છે. તેથી જનરલાઇડ્સ સેલ્યુલર હાઇપોક્સિયા થાય છે તેવી કંડીશનને શોક કહે છે.
શોકનુ વર્ગીકરણ / કારણો
૧) હાઇપોવોલેમીક શોક
- બલ્ડનો પ્રવાહ ઘટે છે. તે હેમરેજ અથવા હેમરેજીકના પણ હોય. પોસ્ટપાર્ટમ/પોસ્ટ એબોર્ટલ હેમરેજ, એક્ટોપીક પ્રેગનન્સી, પ્લેસન્ટા પ્રિવ્યા, રપ્ચર યુટ્રસ, ઓબ્સ્ટેટ્રીક સર્જરીના કારણે હેમરેજીક શોક જોવા મળે છે.
૨) સેપ્ટીક શોક (એન્ડોટોક્સીક શોક)
- સેપ્ટીક એબોર્શન કોરીયો એમ્નીયોનાઇટીસ, પોલીનેફ્રાઇટીસ, પોસ્ટપાર્ટમ એન્ડો મેટ્રાઇટીસ થવાથી પેશન્ટ શોકમાં જાય છે.
૩) કાર્ડીયોજેનીક શોક
- માયોકાર્ડીયલ ઇન્ફ્રાકશન, કાર્ડીયાક એરેસ્ટ, કાર્ડીયાક ટેમ્પોનેડમાં કાર્ડીયોજેનીક શોક જોવા મળે છે.
૪) એક્સ્ટ્રા કાર્ડીયાક શોક
- પલમોનરી એમ્બોલીજમ, એમ્નીયોટીક ફ્લુઇડ એમ્બોલીજમ, ન્યુરોજેનીક, કેમીકલ ઇન્જરી વગેરેના કારણો જવાબદાર છે.
લક્ષણો
- પેલ સ્કીન
- ડ્રાય માઉથ, કોલ્ડ સ્કીન, ઠંડી લાગવી
- તાવ આવવો, પલ્સ ઓછી થવી
- બલ્ડપ્રેશર લો થવુ.
- યુરીન આઉટ પુટ ઘટે
સારવાર
- શોકના લક્ષણોનું વહેલું નિદાન કરી દર્દીને યોગ્ય પોઝીશન આપવી.
- ઓક્સીજન ૬-૮ લીટર/મીનીટ આપવુ અને એસીડોસીસ અટકાવવુ.
- હેમરેજીક શોકમાં બ્લીડીંગ બંધ કરવુ.
- ફ્લુઇડ રીપ્લેસ કરવા આઇ.વી ઈન્ફ્યુજન અને ટ્રાન્સફ્યુઝન આપી. ફ્લુઇડ મેન્ટેઇન કરવુ.
- કાર્ડીયાક ફેઇલર થતું અટકાવવુ.
- સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
- માતાના વાઇટલ સાઇન અને એફ.એચ.એસ દર ૧૫ મિનીટે ચેક કરવુ.
- ઇનપુટ અને આઉટપુટ અને બીજા રેકોર્ડ મેન્ટેન કરવા.
યુટેરાઇન એબનોર્માલીટી
એક્ટોપીક પ્રેગ્નન્સી
વ્યાખ્યા
- જ્યારે ફર્ટીલાઈઝ ઓવમ નોર્મલ યુટેરાઈન કેવીટીની બહારના ભાગમાં ઇમ્પ્લાન્ટ થાય અને વિકસીત થાય તેને એક્ટોપીક પ્રેગનન્સી કહેવાય છે.
પ્રકાર
૧) એક્સ્ટ્રા યુટેરાઈન
- ફેલોપીયન ટ્યુબના કોઈ પણ ભાગમાં ઓવેરીયન
૨) યુટેરાઈન
- સર્વાંકલના કોઈ ભાગમાં
- એન્ગલના ભાગમાં
કારણો
- ૧) ક્રોનીક પી.આઈ.ડી.
- ૨) ફેલોપીઅન ટ્યુબની પ્લાસ્ટીક સર્જરી કરેલ હોય
- ૩) ટ્યુબની લાઈનમાં સિલિયા ન હોય
- ૪) પેરીસ્ટાલસીસ મુવમેન્ટ ઓછી હોય કે ન હોય
- ૫) ટ્યુબનું લ્યુમેન સાકળું હોય
- ૬) ટી.એલ. કરાવેલ હોય પછી
- ૭) પ્રોજેસ્ટેરોન પીલ વાપરવાથી
- ८) એધેઝનનાં લીધે (ચોટી જવું)
- ૯) ફાઈબ્રોઇડના લીધે
- ૧૦) એબોર્શન કરાવેલ હોય ત્યારે
- ૧૧) અગાઉ એક્ટોપીક પ્રેગનેન્સી હોય
- ૧૨) આઈ.યુ.સી.ડી.નાં લીધે
મેનેજમેન્ટ
- વહેલાસર નિદાન કરવું જોઈએ.
- જેસ્ટેશન (પ્રેગનેન્સી) ચાલુ રાખવું જોઈએ.
- સીઝેરિયન માટે માતાને તૈયાર કરવી જોઈએ.
- એક્ટોપિક પ્રેગ્નન્સી વાળા દર્દી પ્રત્યે એ.એન.એમ નો રોલ :
જો ANMની જવાબદારી ના સમય દરમિયાન જો કોઇ સ્ત્રી સબસેંટર પર આવે અને તેની હિસ્ટ્રી અને ચિન્હો અને લક્ષણોના પ્રત્યે જો એક્ટોપીકની સંભાવતા જણાય તો તેને નીચે મુજબ ની સારવાર આપવી.
- ૧) સૌ પ્રથમ તો માતા ને માનસિક સપોર્ટ આપવો
- ૨) તેની સાથે નમ્રતા થી વર્તન કરવું
- ૩) આરામ દાયક પોઝિસન આપવી અને તાત્કાલિક તેને ગાયનેકોલોજીસ્ટ પાસે રીફર કરવું
- ૪) જો તેના નિદાન માટે ઓપરેશન કરવા ની જરૂર પડે છે આથી . તેના ફેમેલી અને પતિ ને આર્થિક સગવડ સાથે હોસ્પિટલ માં લઈ જવું
- ૫) સાથે બ્લડની જરૂર પણ પડી શકે છે તેથી રક્તદાન કરી શકે તેવા વ્યક્તિ ને પણ સાથે લઇ જવું
- ૬) શક્ય હોય તો દર્દી સાથેજ જવું જોઈએ.
- ૭) દર્દી ને મુખ દ્વારા કંઈ પણ ન આપવું જોઈએ કારણ કે તેને ઓપરેશન માટેની જરૂર પડી શકે
- ૮) માતાને દવાખાને લઇ જતા રસ્તામાં તેને હિંમત આપવી.
- ડીસીસ કોમ્પ્લીકેશન ઇન પ્રેગનન્સી – TB, ડાયાબીટીસ, હાયપરટેન્શન
પ્રેગનેન્સીમાં ડાયાબીટીસ
- પ્રેગનેન્સી દરમ્યાન ૧ થી ૧૪% કેશોમાં ડાયાબીટીશ જોવા મળે છે. જેમના ૯૦% કેશો જ જેસ્ટેશનલ ડાયાબીટીસ વાળા હોય છે.
- ડાયાબીટીસ સાથે પ્રેગનેન્સીમાં હાઈપર ગ્લાયસેમીયાને કારણે પેરીનેટલ ડેથનું જોખમ વધે છે.
- બેબી મોટું (વધારે વજનવાળું) માઈક્રોસોમીયા જોવા મળે છે.
- પોલીહાઈડ્રોમીનીઅસ જોવા મળે છે.
- જન્મ સમયે ઈજા થાય છે.
ડાયાબીટીસની પ્રેગનેન્સી પર અસર
એન્ટીનેટલ દરમિયાન
- એબોર્શન
- પ્રિ ટર્મ લેબર
- પ્રિ એક્લેમસિયા
- પોલી હાઈડ્રોમીનીઓસ
લેબર દરમિયાન
- પ્રોલોંગ લેબર
- શોલ્ડર ડીસ્ટોસિયા
- પેરીનીઅલ ઈજા
- પી.પી.એચ.
પોસ્ટનેટલ દરમ્યાન
પ્રેગનેન્સીમાં હાર્ટ ડીસીસ
- હાર્ટ ડીસીસ સાથેની પ્રેગનેન્સી ગંભીર ગણી શકાય છે.
૩૦ વીક પછી થોડી વધુ
- તકલીફ પડે છે.
- શ્વાસ ચડે છે.
- ચક્કર આવે છે.
- ચેસ્ટપેઈન થાય છે.
- લેબર દરમ્યાન પુરેપુરી કાળજી લેવી જોઈએ અને સતત નિરિક્ષણ કરવું જોઈએ.
- આવી માતા હાઈ રીસ્ક મધરમાં આવતી હોઈ મોટા ઇન્સ્ટીટ્યુટમાં ડીલેવરી કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ.
પ્રેગનેન્સીમાં જોન્ડીસ
- પ્રેગ્રેન્સીના કારણે જુદા જુદા કારણોસર જોન્ડીસ જોવા મળે છે. તેમાં વાયરલ ઇન્ફેક્શન વધુ જવાબદાર હોય છે.
સારવાર અને અટકાયતી પગલાઓ
- સેનીટેશનમાં સુધારો કરવો.
- જો માતા પોઝીટીવ હોય તો જન્મ પછી કલાકમાં જ બાળકને હીપેટાઈટીસ-બી વેક્સીન આપવી.
- બાળકને બ્રેસ્ટ ફીડીંગ આપી શકાય.
- આરામ કરવાની સલાહ આપવી
- આઈસોલેશન અને ડીસઇન્ફેકશન કરવું.
- જરૂરી તમામ દવાઓ આપવી.
- ખોરાકમાં ફેટ ફ્રી ડાયટ આપવો.
જોન્ડીસની પ્રેગનેન્સી પર અસર
જોન્ડીસની બાળક પર અસર
પ્રેગનન્સીમાં મલેરિયા
- મેલેરિયાને કારણે આર.બી.સી ટૂટે છે તૂટેલા આર.બી.સી ના કારણે માઈક્રો સર્ક્યુલેશનમાં અડચણ થાય છે મલેરિયામાં ફીવરના કારણે તેમજ વધુ તાવના કારણે ફીટસના વિકાસ પર અસર થાય છે .
માતા પર થતી અસર
- હાઇપોગ્લાસેમીયા
- એનિમિયા
- જોન્ડીસ
- રીનલ ફેલ્યોર
- એબોર્શન
બાળક પર થતી અસર
- આઈ.યુ.જી.આર
- આઇ.યુ.એફ.ડી
- પ્રીમેચ્યોર બેબી
સારવાર
- મેલેરિયા ન થાય તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
- એપીડેમીક એરિયામાં જતી વખતે પ્રોફાઈલેક્સિસ તરીકે ૩૦૦ મી.ગ્રામ ક્લોરોક્વીન લેવી.
- એનિમિયા અટકાવવા ફોલિક એસિડ અને આયર્ન ફોલિક એસિડ આપવામાં આવે છે.
- જો સીવીયર એનિમિયા જોવા મળે તો બીટી આપવું.
પ્રેગનેન્સીમાં હાયપરટેન્સીવ ડીસઓર્ડર
- પ્રેગનેન્સીમાં જોવા મળતા હાયપરટેન્શનને પ્રેગનેન્સી ઇન્ડયુસડ હાયપરટેન્શન કહેવાય છે. તે ઘણી વખત પ્રેગનેન્સી પહેલા હોતું નથી. પરંતુ પ્રેગનેન્સીના કારણે હોય છે.
પ્રેગ્નન્સીમાં હાયપરટેન્શનના પ્રકારો આ મુજબના હોય છે.
- ૧) પ્રિએકલેમ્પસિયા
- ૨) એકલેમ્પસીયા
- ૩) જેસ્ટેશનલ હાયપરટેન્શન
- ૪) ક્રોનીક હાયપરટેન્શન
૧) પ્રિ-એકલેમ્પસીયા
- અગાઉ નોર્મલ બ્લડ પ્રેસરવાળી સ્ત્રીના પ્રેગ્નન્સીના ૨૦ વીક બાદ બ્લડપ્રેશર 140/90 mm of Hg અથવા તેનાથી વધારે બ્લડ પ્રેશર સાથે પ્રોટીનુરીયા જોવા મળે તેને પ્રિએકલેમ્પસીયા કહેવાય છે.
લક્ષણો
- ૧) એન્કલ પર સોજા આવે છે.
- ૨) આંગળીની વીંટી ટાઈટ જણાય છે.
- ૩) ફેશ, એબ્ડોમીન અને વલ્વા અને આખા શરીરમાં સોજા જોવા મળે છે.
જોખમી લક્ષણો
- ૧) હેડ એક
- ૨) ઊંઘમાં ખલેલ
- ૩) યુરીન આઉટપુટ ઓછો
- ૪) એપીગેસ્ટ્રીક પેઈન, કોફી કલરની વોમિટીંગ
- ૫) ઝાખું દેખાય
- ૬) વજન વધે છે.
સારવાર
- ૧) માતાને આરામ આપવો.
- ૨) લેફ્ટ લેટરલ પોઝીશન આપવી.
- ૩) મીઠું ઓછું લેવાની સમજણ આપવી.
- ૪) પ્રોટીન યુક્ત આહાર લેવો.
- ૫) જરૂર પડે તો સેડેટીવ લેવા
- ૬) જરૂર પડે તો ડાયયુરેટીકસ આપવા.
- ૭) એન્ટી હાઈપરટેનસીવ દવાઓ આપવી.
- ૮) બી.પી. વજન, યુરીન આઉટપુટ એડીમાં વગેરે ની નોંધ કરવી.
ઇન્ફેક્શન ડ્યુરીંગ પ્રેગ્નન્સી – RTI/STIs, HIV, AIDS
પ્રેગ્નન્સીમાં સિફિલિસ
- પ્રેગ્નન્સી દરમિયાન સિફિલિસ હોય તો ફીટસમાં પણ ઇન્ફેક્શન લાગી શકે છે.
માતા પર અસર
- એચ.આઈ.વી.એઈડ્સનું જોખમ વધુ રહે છે.
- માતાને કોઈપણ અન્ય ઇન્ફેક્શન સહેલાઇથી લાગી શકે છે.
- એ. પી.એચ થવાની શક્યતા રહે છે.
- પ્લેસેન્ટામાં ઇન્ફેકશન લાગી શકે છે
- વેસીક્યુલર મોલ કે સિફિલિટીક પ્લાસન્ટા જોવા મળે છે.
- સારવારની માતા તથા ફીટસ પર અસર જોવા મળે છે.
- એબોર્શન થવાના ચાન્સિસ રહે છે.
બાળક પર થતી અસર
- આઈ.યુ.જી.આર અને આઇ.યુ.એફ.ડી જોવા મળે છે.
- પ્રિમેચ્યોર બેબી જોવા મળે છે.
- ઓપ્થાલ્મિયા નિયોનેટ્રમ જેવી કન્ડિશન થઈ શકે છે.
- બેબીને પણ કોંજીનેટલ સિફિલિસ થઈ શકે છે.
સારવાર
- જો પહેલેથી જ ખ્યાલ હોય તો ઇન્જેક્શન બેન્ઝાઈન પેનિસિલિન દર અઠવાડિયે આપવામાં આવે છે.
- જન્મ બાદ બેબીનો રિપોર્ટ કરાવવો.
- તેના પતિનો રિપોર્ટ કરાવો.
- બધાને ડોક્ટર ઓર્ડર મુજબ સારવાર આપવી.
- આરોગ્ય શિક્ષણ આપવું.
- ડીલેવરી દરમિયાન યુનિવર્સલ પ્રિકોશન લેવા, તમામ વસ્તુઓ ડિસ્પોઝેબલ વાપરવી.
- બેબીનો જન્મ થાય કે તરત આંખની સંભાળ લેવી.
પ્રેગનન્સીમાં એચ આઇ.વી એઇડસ
- પ્રેગ્નન્સી દરમિયાન દરેક સગર્ભાની માતાની એચ.આઈ.વી તપાસ કરવી જરૂરી છે.
પ્રિનેટલ કેર
- દરેકની એચ.આઇ.વી ની તપાસ કરવી જરૂરી છે.
- જો પોઝિટિવ હોય તો પ્રેગ્નન્સી ન રાખવા સલાહ આપવી જોઈએ.
- જો પ્રેગ્નન્સી હોય તો ટર્મિનેશન માટે સમજાવું જોઈએ.
ઇન્ટ્રાપાર્ટમ કેર
- લેબર પેઇન શરૂ થાય ત્યારે ઇન્જેક્શન ઝીડોવુડીન 2mg/kg બોડી વેઇટ
- ડ્રીપ શરૂ કરો અને કોર્ડ કટ કરે ત્યાં સુધી ચાલુ રાખો.
- સિઝેરિયન કરવાથી ચેપના ચાન્સીસ ૫૦ ટકા ઘટે છે.
- બેબીને જન્મ બાદ તરત જ બાથ આપવો.
- પૂરેપૂરા પ્રિકોશન સાથે ડિલિવરી કરાવવી.
- તમામ સાધનો ડિસ્પોઝલ વાપરવા.
- કોઈપણ જગ્યાએ ઇજા ન થાય તેનું ધ્યાન રાખવું.
Rh ફેક્ટર
- આર.એચ ઇન્કમ્પીબીલીટી હોય તો માતાને એન્ટીડી ઇમ્યુનોગ્લોબ્યુમીન આપવાથી
- એન્ટીબોડીઝ મેર્ટનલ સર્ક્યુલેશનમા જતા ફીટસના આર.એચ પોઝીટીવ સેલ્સને ન્યુટ્રાલાઇઝ કરે છે.
ઉપયોગ
- Rh નેગેટીવ માતામાં સેન્સીટાઇઝેશન અટકાવવા નીચેના કેસીમા આપવા મા આવે છે
- Rh પોઝીટીવ ફીટસની ડીલીવરી
- પ્રેગનન્સીના ૭ અહવાડીયા પછી એબોર્શન
- એમ્નીઓસીન્ટેસીસ
- એક્સ્ટર્નલ સીફેલીક વર્જન
- સીજેરીયન સેક્સન
- APH અને મેન્યુઅલ રીમુવલ પ્લેસન્ટા
ડોઝ
- ડીલીવરીના ૭૨ કલાકમાં ૩૦૦ માઇક્રોગ્રામ, ૨૦ અઠવાડીયાના એબોર્શન બાદ ૧૦૦ માઇક્રો ગ્રામ, ૨૦ અવાડીયાના પહેલના એબોર્શન અને એક્ટોપીક પ્રેગનન્સી બાદ ૫૦ માઇક્રોગ્રામ અને એન્ટી નેટલમા પ્રોફાઇલેક્ટીક તરીકે ૨૮ અઠવાડીયે ૩૦૦ માઇક્રોગ્રામ ડીપ આઇ.એમ. આપવામાં આવે છે.
સ્ટેન્ડીંગ ઓર્ડર અને પ્રોટોકોલ
- સ્ટેન્ડીંગ ઓર્ડર નીચેની કંડીશનમા કેરી આઉટ કરી શકાય.
- ઇન્જેક્શન ઓક્સીટોસીન અને ટેબલેટ મીઝોપ્રોસ્ટોલ આપવી એવુ નક્કી કરવા આવ્યુ છે.
મીઝોપ્રોસ્ટોલ
- મીઝોપ્રોસ્ટોલનો ઉપયોગ PPH ને અટકાવવા માટે કરવામા આવે છે. થર્ડ સ્ટેજ ઓફ લેબરના એક્ટીવ મેનેજમેન્ટ માટે કરવામાં આવે છે.
ઇન્જેક્શન ઓક્સીટોસીન
- જો ડીલીવરી પછી માતાને બ્લીડીંગ વધારે થતુ હોય તો ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનીટ IM આપવુ.
ઇન્જેક્શન MgSO4 (મેગ્નેશિયમ સલ્ફેટ)
- જ્યારે માતાને ફીટ આવતી હોય એટલે કે માતાને એક્લેમ્સીયા હોય ત્યારે ડીપ/IM બન્ને બટક્સ પર ૧૦ ગ્રામ /૨૦ મીલી આપવુ, માતાને બને તેટલુ જલદી એફ.આર.યુ મા મોકલવુ જ્યાં પુરતા પ્રમાણમા સુવિધા અને સ્ત્રીરોગ નિષ્ણાંત ઉપલબ્ધ હોય છે.
ઇન્જેક્શન એમ્પીસીલીન
- આનો ઉપયોગ જો યોનિ સ્ત્રાવમાંથી ગંદી વાસ આવતી હોય અથવા તાવ રહેતો હોય તો. ચેપ હોવાની શંકા કરો અને માતાને આનો પ્રથમ ડોઝ આપવો.આ ડ્રગ બેક્ટેરીઓસાઇડલ અથવા બેક્ટેરીઓસ્ટેટીક અસર કરે છે. 1 ગ્રામ માતાને ઓરલી આપવી.સીવીયર ઇન્ફેકશન, યોનિ સ્ત્રાવમાંથી ગંદી વાસ આવતી હોય અથવા તાવ રહેતો હોય.
ઇન્જેક્શન જેન્ટામાયસીન
- આનો ઉપયોગ જો યોનિ સ્ત્રાવમાંથી ગંદી વાસ આવતી હોય અથવા તાવ રહેતો હોય તો, ચેપ હોવાની શંકા કરો અને માતાને આનો પ્રથમ ડોઝ આપવો.આ ડ્રગ બેક્ટેરીઓસાઇડલ અથવા બેક્ટેરીઓસ્ટેટીક અસર કરે છે. 80 મી.ગ્રા. સ્નાયુ મારફતે આપવું સીરીયસ જેન્ટામાયસીન સેન્સીટીવ ઇન્ફેક્શન, યોનિ સ્ત્રાવમાંથી ગંદી વાસ આવતી હોય અથવા તાવ રહેતો હોય.
મેટ્રોનીડાઝોલ
- આનો ઉપયોગ જો યોનિ સ્ત્રાવમાંથી ગંદી વાસ આવતી હોય અથવા તાવ રહેતો હોય તો. ચેપ હોવાની શંકા કરો અને માતાને આનો પ્રથમ ડોઝ આપવો. આ ડ્રગ એન્ટીપ્રોટોઝોઅલ છે. પેલ્વીક ઇફ્લામેટ્રીક ડીસીસ, બેક્ટેરીઓ સાઇડલ અથવા બેક્ટેરીઓસ્ટેટીક અસર કરે છે.400 મી.ગ્રા.મોં વાટે આપવી. સીવીયર ઇન્ફેક્શન, યોનિ સ્ત્રાવમાંથી ગંદી વાસ આવતી હોય અથવા તાવ રહેતો હોય, પોસ્ટ ઓપરેટીવ ઇન્ફેક્શન પ્રીવેન્ટ કરવા. ઇન્ફેક્શન જે એનેરોબીક બેક્ટેરીયાથી લાગે છે.
R.L.
- ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવા માટે આપવામાં આવે છે અને ડીલીવરી સમયે આપવામાં આવે છે.
દરેક 100 ml કન્ટેન :
- કેલ્શિયમ ક્લોરાઇડ – 0.027 gm
- પોટેશિયમ ક્લોરાઇડ – 0.040 gm
- સોડિયમ ક્લોરાઇડ – 0.600 gm
- સોડિયમ લેક્ટેટ – 0.320 gm
- એક્સટ્રા સેલ્યુલર ફ્લ્યુઇડને રીપ્લેસ કરવા બર્ન્સ, ફ્રેકચર, ડાયેરીયામાં 1 થી 3 લીટર/દિવસ 40 – 60 ડ્રોપ્સ/ મીનીટ, ઇન્ટ્રાવીનસ આપવું.
રોલ ઓફ ANM
- ફાઇવ રાઇટ્સનું પાલન કરીને ડ્રગ આપવી જોઇએ.
- એ.એન.એમ. એ ડ્રગનું કન્ટેનર અને લેબલ ચકાસવું.
- ડ્રગની મેન્યુફેક્ચર અને એક્સ્પાયરી ડેટ ચકાસવી.
- કોન્ટ્રાઇન્ડીકેશન દવા આપતા પહેલા ધ્યાનમાં રાખવા અને વોરનીંગ સાઇન માટે તપાસવું.
- દર્દીને કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ માટે સતત ઓબ્ઝર્વ કરવું.
- કોઇ પણ હાયપરસેન્સેટીવીટી માટે તપાસવું.
- દવાના એન્ટીડોટ ચાર્ટ અને દવા આપવા માટેના નિયમો તૈયાર રાખવા.