યુનિટ – 10
હાઇ રિસ્ક ન્યુ બોર્ન
પ્રસ્તાવના
- જન્મ સમયે નવજાત શીશુની સમાન્ય સ્થિતિ હોતી નથી. આવા નવજાત બાળકને કોઈને કોઈ પ્રકારની તકલીફ થતી હોય છે, જેના લીધે શીશુના શારિરિક અને માનસિક વિકાસ પર તેની અસર થાય છે. વિકાસમા અવરોધ ઉભા થાય છે. તથા ઘણી વખત બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં હોય તેવા બાળકને જોખમી બાળક કહે.
- જન્મ સમયનું વજન ૨૦૦૦ ગ્રામ્સ કરતા ઓછુ હોય.
- પ્રિટર્મ બેબી – ૩૭ અઠવાડિયા કરતાં વહેલી ડિલીવરી થઈ હોય.
- સ્મોલ ફોર ડેટ – એવા બાળકો કે જેનો જન્મ ૩૭ વીક બાદ થાય છે પરંતુ તેનું વજન જેસ્ટેસનલ એજની સરખામણીમાં ઓછું હોય છે.
- સામાન્ય રીતે ૧૦ % સ્મોલ ફોર ડેટ બેબી હોય છે.
- જેસ્ટેશનલ એજ ૩૬ અઠવાડિયાથી ઓછી હોય.
- સીવીયર બર્થ એસ્ફેક્શીયા વીથ ૫ મિનિટમાં અપગાર સ્કોર ૩ કરતાં ઓછા (ગંભીર જન્મ સમયની ગૂંગળામણ)
- રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ.
- નિઓનેટલ જોન્ડીસ
- આર.એચ ફેકટરની વિસંગતતા.
- જન્મજાત ખામીવાળું બાળક.
- મેર્ટનલ ડાયાબીટીસ મલાઈટસ.
- બેબીને ચેપ હોય, બ્રેસ્ટ ફિડીંગ ન લઈ શકે.
- બાળકને ખેંચ આવવી.
- માતાની તબિયત સારી ન હોય અથવા અપરણિત હોઈ, માતાને બાળક જોઈતું ન હોય.
- કોમ્યુનિટી હેલ્થ નર્સે હાઈ રીસ્ક નવજાત શિશુને ઓળખી સમય ગુમાવ્યા વગર જ્યાં નવજાત શિશુને કેર મળી શકે ત્યાં રીફર કરવું.
રેફરલ સર્વિસ માટેનુ સુચના :
- (૧) જન્મ સમયનુ વજન ૧૮૦૦ ગ્રામ કરતા ઓછુ વજન. ગર્ભાવસ્થા ૩૬ અઠવાડિયા કરતા ઓછી હોય.
- (૨) સ્કીન કલરમાં વધારે ફેરફાર ફીક્કુ ભૂરુ, પીળુ પડી જવૂ.
- (3) બાળક ઠંડુ પડી જવૂ કે તાવ આવી જવો .
- (૪) ઝડપી શ્વાસોશ્વાસ ૬૦ બ્રીથ/મિનીટ કરતા વધારે .
- (૫) ઇન્ફેક્શન, આંખોનો ચેપ, ઓરલ થ્રુસ, અમ્બીલીક્લ સેપ્સીસ એબ્સેસ, સતત ઉલ્ટી અથવા પાણી જેવા ઝાડા, પેટ ફૂલવું, કોઇ પણ જગ્યાએથી રક્ત સ્ત્રાવ અને કોઇપણ ઇન્જરી હોય.
- (6) ફૉન્ટાનેલ બલ્જીંગ
- (7) અચાનક વજનમાં ઘટાડો થયો.
- (૮) અન્ય કોઇપણ જન્મજાત ખામી હોય.
લો બર્થ વેઇટ
- WHOના મત પ્રમાણે જન્મ સમયે નવજાત શિશુનું વજન ૨૫૦૦ ગ્રામ અથવા સગર્ભવસ્થાના સમયગાળા કરતા ઓછુ હોય તેને લો બર્થ વેઈટ બેબી કહે છે.
લો બર્થ વેઈટ બેબીનું વર્ગીકરણ
- જન્મ સમયે સામન્ય વજન કરતા ઓછું વજન વાળા બાળકોને ત્રણ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે.
(૧) પ્રી ટર્મ બેબી
- સગભર્વસ્થાના ૩૭ વીક પૂરા થતાં પહેલા બાળકનો જન્મ થાય છે પરંતુ ગર્ભાશયની અંદરની સ્થિતિમાં તે સામાન્ય પ્રી ટર્મ કહેવાય છે.
(2) સ્મોલ ફોર ડેટ બેબી
- એવા બાળકો કે જેનો જન્મ ૩૭ અઠવાડીયા પછી થયેલ હોય છે.પરંતુ તેનું વજન જેસ્ટેશનલ એઈજની સરખામણીમાં ૧૦% કરતા ઓછું હોય છે.
(૩) સ્મોલ ફૉર ડેટ & પ્રીટર્મ બેબી
- એવા નવજાત બાળકો કે જેવૉ ગર્ભકાળ દરમીયાન અવિક્સિત હોય છે તથા જેનો જન્મ ૩૭ અઠવાડીયા પહેલા થયેલ હોય. આ બાળકો નાના છે, કારણકે ગર્ભકાળ દરમ્યાન અવિક્સિત અને જન્મ સમય કરતા વહેલી પ્રસૂતિ થાય છે.
લો બર્થ વેઇટ થવાના કારણો
- ડીલીવરીના સમય પહેલા ડીલીવરીનો દુઃખાવો શરુ થાય છે.
- માતા અચાનક બિમાર પડે અથવા માતાને લાંબા સમયથી કોઇ રોગ કે બિમારી હોય. જેમ કે ડાયાબીટીસ મલાઇટસ, હાયપરટેન્શન.
- માતાને કુપોષણ હોય અને માતાનું વજન ઓછું હોય.
- માતાને એનીમીયા હોય.
- માતાનુ સોસિયો ઇકોનોમીક સ્તર નીચુ હોય.
- માતા નિરક્ષર હોય.
- માતાને ગર્ભાવસ્થા દરમિયાન કોઇ ચેપ લાગેલ હોય.
- ટીનેજ પ્રેગ્નન્સી હોય.
- પ્રસૂતિ પહેલાનો રકતસ્ત્રાવ.(APH)
- પ્રસૂતિ પછીનો રક્ત સ્ત્રાવ થયેલ હોય.(PPH)
- પ્લેસેન્ટા બરાબર રીતે કાર્ય ન કરતી હોય. પ્લેસેન્ટામાં ખામી હોય.
- એક કરતા વધુ ગર્ભનું રહેવુ.
- સગર્ભવાસ્થા દરમ્યાન લોહિનુ ઉંચુ દબાણ. (પ્રેગનન્સી ઇન્ડયૂઝ હાઇપર ટેન્સન )
- કોંઝિનેટલ માલફોર્મેશન
ચિન્હો અને લક્ષણો
- (1) નવજાત શિશુનુ વજન ૨૫૦૦ ગ્રામથી ઓછું હોય.
- (2) શીશુની લંબાઇ 47 cm કરતા ઓછી હોય.
- (3) માથાનો ઘેરાવો 33 cm કરતા ઓછો હોય.
- (4) છાતીનો ઘેરાવો માથાના ઘેરાવા કરતા 3 cm ઓછો હોય.
- (5) બાળકની જનરલ એકટીવીટી સામાન્ય કરતા ઓછી હોય.
- (6) નવજાતના રીફ્લેક્સ પુઅર હોય છે.
- (7) ચામડીનો રંગ લાલ દેખાય છે.
- (8) નવજાતની હથેળી અને પગના તળિયામાં રેખાઓ બરાબર હોતી નથી.
- (9) બાળકના નખ કોમળ હોય છે.
- (10) નવજાતના માથાની રચનામાં સુચર અને ફોન્ટનેલ પહોળા હોય છે.
- (11)સકિંગ, સ્વેલોઈંગ, કીંગ, મોરો રીફલેક્સીસ ઓછા અને અપુર્ણ હોય.
- (12) સ્કીન શાઈની, લુઝ,થીન, ગુલાબી અને સાથે વર્નીકસ કેસીઓસા ઓછું અને લેન્યુગો વધારે હોય છે.
- (13) મેલ બેબીમાં સ્ક્રોટમમાં ટેસ્ટીસ ઉતરેલી ન હોય. ફિમેલ બેબીમાં ક્લાઇટોરીસનો આકાર વધારે મોટો હોય છે.
- (14) અસામાન્ય શ્વાસોશ્વાસની પ્રકિયા હોય.
- (15) તાપમાનનું નિયમન શરુઆતમાં કરી શકાતું નથી.
- (16) બાળક સામાન્ય રીતે સ્તનપાન કરી શકતુ ન હોય.
- (17) ચહોરો નાનો, ચીન નાની, ગાલની ચરબી ઓછી હોય છે.
- (18) બાળકને કમળો થઈ શકે છે. શરીરની કાર્યશકિતમાં અવરોધ ઉભો થઈ શકે છે.
- (19) હાઇપરગ્લાયસેમિયા, હાયપોકેલ્શિયેમીયા થાય છે.
- (20) હાયપોપ્રોટીનેમીયા, એસીડોસીસ, હાયપોક્સીયા થઈ શકે છે.
શરીરની કાર્યશકિતમાં અવરોધ
- શ્વાસોશ્વાસના કાર્યમા પરીવર્તન – શ્વાસોશ્વાસ ઝડપી, છીછરા, અનિયમિત હોય, સાયનોસીસ જોવા મળે.
- શરીરનું તાપમાન ઓછું થઈ જાય. હાયપોથર્મીયા જોવા મળે.
- મસ્ક્યુલર એક્ટીવીટી ઓછી હોય છે. હાથ પગનું હલનચલન ઓછું.
- લોહતત્વની ઊણપ હોય.
- રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.
- મેટાબોલીક ડીસ્ટર્બન્સ હોય છે.
- નર્વસ સીસ્ટીમનો વિકાસ બરાબર થયેલ ન હોય.
- બર્થ આસ્ફેક્શીયા થાય છે.
- બોન મેરોનું કાર્ય બરાબર ન હોય.
પ્રિવેન્શન ઓફ (લો બર્થ વેઈટ બેબી બર્થ (લો બર્થ વેઈટ બેબીના જન્મનો અટકાવ)
- માતાની સગર્ભાવસ્થા દરમ્યાન સમયસર નોંધણી કરી તેને એન્ટીનેટલ કેર આપવી જોઈએ. માતાને ખોરાક, આરામ, ઉંઘ પુરતા પ્રમાણમાં આપવા.
- માતાને પ્રોફાયલેક્ટીક T. T. ના ડોઝ, ફોલીક એસીડ, આર્યન, કેલ્સીયમ , આલ્બેનડાઝોલ સમયસર આપવી જોઈએ. અને લેવા માટે પ્રોત્સાહિત કરવી.
- જોખમી સગર્ભા માતાને ઓળખીને તેને જરૂરિયાત મુજબ સારવાર આપવી અને રેફરલ સર્વિસ આપવી.
- માતાને સગર્ભાવસ્થા દરમ્યાન ભલામણ કરેલ ડાયટ લેવા જણાવવું જેથી તેનું અને તેના બાળકનુ બરાબર રીતે પોષણ થઇ શકે.
- સમય કરતાં વહેલા પ્રસુતિ થતી અટકાવવા જરૂરી પગલાં લેવા.
- એન્ટીનેટલ પિરીયડ દરમ્યાન કોઇ પણ કોમ્પ્લીકેશન, ઈન્ફેક્શન થાય તો તરત જ હોસ્પીટલમાં રીફરકરવું. દા.ત. સીવીયર એક્લેમપ્સિયા, બ્લીડીંગ.
- પ્રી મેચ્યોર લેબર દરમ્યાન યોગ્ય વ્યસ્થાપન કરવું અને કોમ્પ્લીકેશન થતા અટકાવવા.
- જન્મ સમયે ઓછા વજનવાળા બાળકને પ્રસુતિ દરમ્યાન અને ત્યારબાદ તેને ઇમીડીયટ કેર મળવી જોઇએ.
કોમ્પ્લીકેશન ઓફ લો બર્થ વેઇટ બેબી
- બર્થ આસ્ફેક્શીયા થાય છે.
- એનીમીયા જોવા મળે છે.
- જોન્ડીસ થાય છે.
- હાર્ટ બરાબર કાર્ય ન કારી શકે.
- કિડનીનું કાર્ય બરાબર ન થઇ શકે, ઓછું થાય.
- બેબીને ઇન્ફેકશન લાગી શકે છે.
- મેનેજમેન્ટ ઓફ લો બર્થ વેઇટ બેબી : (જન્મ પછી ઓછા વજનવાળા બાળકની તરતની કાળજી)
- રેસ્પીરેટરી ટ્રેકને ઝડપથી અને કાળજી પુર્વક ક્લીન કરવો.
- બાળકને પૂરતાં પ્રમાણમાં ઓકિસજન આપવો.
- બાળકને ડ્રાય કપડાથી ડ્રાય કરી ,ડ્રાય કપડામાં વીટાડી તેને માતાની સાથે જ રાખવું જેથી તે હુંફાળુ રહે.
- ડૉક્ટરના ઓર્ડર મુજબ ઇન્જેક્શન વિટામીન કે ૦.૫ mg ઇન્ટ્રામસ્ક્યુલર આપવું, જેના લીધે રક્તસ્ત્રાવ થતો અટકાવી શકાય છે.
- શક્ય એટલુ ઝડપથી માતાનુ ધાવણ શરૂ કરાવવું.
- બાળકને સુપાઇન પોઝીશનમાં કેર આપવી.
- બેબીને ઇન્ટેન્સીવ કેર યુનિટમાં રાખવું અને એસેપ્ટીક ટેકનીકથી કેર આપવી.
(1) શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરવુ
- ગરદનને ઉંચી કરી બેબીને પોઝીશન આપવી.
- સકસન કરીને એર વે ક્લીન કરવો.
- રેસ્પીરેટરી રેટ ચકાસો. તેના રેટ, રીધમનો રેકોર્ડ કરો.
- રેસ્પીરેટરી કન્ડીશનને સ્ટીમ્યુલેટ કરવા પગની પાની એ ટપલી મારો. જો જરૂર હોય તો બેગ માસ્કથી શ્વાસ આપો. ઓક્સિજન થેરાપી આપો.
- ચેસ્ટ એક્સપાનસન થાય છે કે નહી તે ચેક કરો. પલ્સ ચેક કરો. પલ્સ ૧૦૦ બીટ/મિનીટ કરતા વધારે થાય પછી શ્વાસોશ્વાસ આપવાનું બંધ કરવું.
(2) મેન્ટેનન્સ ઓફ થર્મોરેગ્યુલેશન
- વાતાવરણના તાપમાનની જાળવણી કરવી.
- 30°C જેના માટે રેડીયન્ટ વોર્મર, ગરમ હવા વગેરે.
- શરીરનું તાપમાન જાળવવા માટે શિશુ ને કોરુ કરી તરતજ કોરા કપડામાં લપેટી લેવુ. બોડી નું તાપમાન જાળવવા માટે, જો તે નોર્મલ હોય તો માતાની ની સાથે જ તેને રાખવુ.
- માતાના બે સ્તન વચ્ચે તેને મુકવુ. તેને તથા માતાને એક જ પડ સાથે ઓઢાડવું.
- તેના શરીરનું તાપમાન 36.5 સેલ્સિયસથી 37.5°સેલ્સિયસ જાળવવું.
(3) મેન્ટેનન્સ ઓફ ન્યુટ્રીશન & ફુડ (પોષણ પૂરુ પાડવા)
- ઓછાં વજનવાળા બાળકો માટે 120 થી 150 kcal/ kg body weight/ day જરૂરી છે.
- પાણી 150 થી 200 ml/kg/body weight/day.
- પ્રોટીન 4 થી 6 grams/kg/day શરૂઆતના થોડા દિવસ મળવું જોઇએ.જે સારી વૃદ્ધિ માટે જરૂરી છે.
- હાયપોગ્લાયસેમીયા, હાયપરબીલીરૂબીનેમીયા થતુ અટકાવવા માટે તરત જ ધાવણ શરુ કરવુ.
- દિવસમા 8 થી 10 વખત ધાવણ આપવુ.
- બાળકનુ સકિંગ રીફલેકસ નબળુ હોય તો આઈ વી ફ્લુઇડ કે નેઝોગેસ્ટ્રીક ટ્યુબ દ્વારા ફીડીંગ આપવુ. તેમજ ઓછા વજનવાળા બાળકો માટે ચમચી અને કટોરીનો ઉપયોગ કરવો.
- બાળકનું વજન વધ્યુ છે કે નહિ તે નક્કી કરવા માટે બ્રેસ્ટ ફીડિંગ આપતા પહેલા એક જ વજનના કપડા પહેરવવા અને વેઈટ સ્કેલની મદદથી બાળકનું વજન કરવું.
(4) પ્રિવેન્સન ઓફ ઇન્ફેક્શન
- દરેક બેબીને ટચ કરતા પહેલા અને કેર આપતા પહેલા કે કેર આપ્યા પછી હેન્ડ વોશ કરવા.
- દરેક નવજાત શીશુ માટે અલગ અલગ કલોથીગ, ફીડીંગના સાધનો, સ્ટેથોસ્કોપ, થર્મોમીટરનો ઉપયોગ કરવો.
- નિઓનેટલ કેર યુનિટમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓએ નર્સરી યુનિટના જ કેપ, માસ્ક, ગાઉન, સ્લીપરનો ઉપયોગ કરવો.
- કોઈ વ્યક્તિને જો રેસ્પીરેટરી ઇન્ફેકશન હોય તો તેવી વ્યક્તિએ નીઓનેટલ કેર યુનીટમાં દાખલ થવું નહી.
- ન્યુબોર્ન બેબી કેર યુનિટમાં સગાં સબંધીને દાખલ થવા મનાઈ કરવી.
- ઈનક્યુબેટર અને બેબી કોટને સાબુ પાણી અને એન્ટીસેપ્ટિકથી ક્લીન કરવા.
- ચેપવાળા બેબીને અલગ યુનીટમાં રાખવા.
- બેબી બાથ ન આપવો પરંતુ જનરલ કલીન્લીનેસ રાખવી.
- કોઈપણ કોમ્પ્લીકેશન જણાય તો ઝડપથી તાત્કાલીક સારવાર આપવી.
(5) ઉત્તેજના પુરી પાડવી. (પ્રોવાઇડ સ્ટીમ્યુલેશન)
- બેબીની સાથે વાતચીત દ્વારા કેર કરતા સમયે કોમળતાથી ટચ કરીને સેન્સરી સ્ટીમ્યુલેશન પુરુ પાડવું.
- દૃષ્ટિ માટેના સ્ટીમ્યુલેશન માટે રંગીન રમકડા લટકાવીને પુરુ પાડવું.
- વારંવાર બેબીની સ્થિતી બદલવી.
- ધાવણ આપ્યા બાદ શિશુને જમણા પડખે સુવડવવું, જેથી રીર્ગજીટેશન અને એસ્પીરેશન થતું અટકાવી શકાય.
- માતાને નર્સરીમાં બેબી કેર આપતી વખતે અંદર આવવા દેવી જેથી તે બેબીને ટચ કરી જોઈ શકે.
- બાળકના સારા થવા બાબતે માતા પિતાને જાણ કરવી, માતા પિતાની બેચેની બાળકના સારા થવાથી દૂર થશે.
- માતા પિતાને બાળકને જોવા માટે પરમીશન આપવી.
- બાળકને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદની કાળજી રાખવી તેમા માતાપિતાને સમજાવવુ. બાળકને કેવી રીતે હુફાળું રાખવું, ફિડીગ કયારે ક્યારે અને કેવી રીતે આપવું, આપ્યા પછી શુ કાળજી રાખવી, ફરી ક્યારે બતાવવા આવવું ઘરે બાળકની સ્વચછતા અને પોતાની સ્વચ્છતા વિશે શુ કાળજી રાખવી તે સમજાવવામાં આવે છે.
નીયોનેટલ એસ્ફાક્સીયા
- બર્થ એસ્ફાક્સીયા આ એક મેડિકલ કન્ડિશન છે જેમા નવજાત બાળકના શ્વશન માર્ગમા મ્યુકસ ડિપોઝિટ થવાથી તેને રેસ્પીરેટરી પ્રોસેસમાં અવરોધ આવે છે. જેનાથી શિશુના શરિરમાં ઓક્સીજન ઓછો થવાથી બ્લડમાં અનિયમિત રીતે એસીડનું પ્રમાણ હોવાથી શ્વાસોશ્વાસ સબંધીત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. બાળકને ગુંગળામણ થાય તેને નીયોનેટલ એસ્ફાક્સીયા કહે છે.
નીયોનેટલ એસ્ફાક્સીયા થવાના કારણો
- શ્વસન માર્ગમાં અવરોધ- મ્યુકસ અને ગર્ભજળ શ્વસન માર્ગમાં ડિપોજીટ થવાથી એસ્ફાક્સીયા થાય છે
- ફેફસાં પુરતા પ્રમાણમાં એક્સપાન્ડ થવામા નિષ્ફળ જાય છે જેથી હવા પુરતા પ્રમાણમાં ફેફસાંમા ન જઈ શકે.
- માતાને કોઈ મેડીસીન આપી હોય, જેમ કે ઇન્જેક્શન મોર્ફીન, પેથીડાઇન આપવાથી, એનેસ્થેટીક ડ્રગ્સ આપવામાં આવેલ હોઈ, તે પ્રસુતિ પહેલા અને પ્રસુતિ દરમિયાન તેના કારણે બેબીને એસ્ફાક્સીયા થાય છે.
- મેર્ટનલ હાઇપોક્સીયાના લીધે ફિટલ ડીસ્ટ્રેસ થાય છે.
- પ્લેસન્ટલ સર્ક્યુલેશનમાં અવરોધ.
- પોસ્ટ મેચ્યોરીટી.
- જન્મ સમયે બાળકને માંથામાં ઈજા થવાથી. દા.ત. ફોરસેપ ડીલીવરી
- પ્રીમેચ્યુર ન્યુ બોર્ન
- જન્મજાત રોગોના લીધે.
ચિહ્નો અને લક્ષણો
- બાળકનો શ્વસન દર 50 બીટ્સ/ મિનિટ કે તેથી વધારે થઈ જાય શરીર પર સોજા આવે છે.
- શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ અસામાન્ય થઈ ગયેલ હોય.
- બ્લડમાં સોડિયમ લેવલ ઓછું થઈ જાય છે.
- અપગાર સ્કોર અસંતોષકારક હોય.
- ફિટલ હાર્ટ સાઉન્ડ ૧૦૦ થી ઓછા કે ૧૬૦ બીટ્સ/ મિનિટ થી વધી જાય.
પ્રિવેન્શન ઓફ એસ્ફાક્સીયા
- એન્ટી નેટલ કેર દરમિયાન જોખમી પરિબળો શોધી સારવાર આપવી.
- જોખમી પરિબળોની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવી. જરૂરી સગવડ સાથે રીફર કરવુ.
- પ્રસૂતિ દરમ્યાન બાળકની સ્થિતિ નુ તારણ કાઢવુ. જેથી ફીટલ હાયપોક્સીયા જાણી શકાય છે. અને બાળક ની સ્થતિનું વ્યવસ્થાપન કરી શકાય.
- જો શીશુની દુ:ખ પૂર્ણ સ્થિતિ માટે શંકા પડે તો પ્રથમ FHR લેવા તે 120 થી ઓછા કે 160 થી વધારે છે તે ગણીને નોંધ કરો.
- ગર્ભજળ જૉ પ્રસૂતિ સમયે બગડેલુ હોય તો તે શીશુની દુઃખ પૂર્ણ સ્થતિ સૂચવે છે.
- માલ પ્રેઝન્ટેશન, કોન્ટ્રેક્ટેડ પેલવીસ હોય ત્યારે સાધનોના ઉપયોગ દ્વારા પ્રસુતિ દરમ્યાન કુશળ વ્યવસ્થાપન કરવું, જન્મ સમયે થતી ઇજા અટકાવી શકાય છે.
- પ્રસૂતિ દરમ્યાન કાળજી પૂર્વક ઑટૉકલેવ સાધનોનો જ ઉપયોગ કરવો.
- સમય પહેલા પ્રસૂતિનો દુઃખાવો અને પ્રિમેચ્યોર ડિલીવરી થતી અટકાવવી.
મેનેજમેન્ટ
- (1) બાળકનો જન્મના સમય પહેલા જન્મ થતો અટકકાવવા માટે કોર્ટીકોસ્ટીરોઇડ માતાને દર 12 કલાકે આપવામાં આવે છે. જેના લીધે ફીટલના ફેફસા મેચ્યોર થાય છે.
- (2) એસ્ફાક્સીયા સાથે બાળક જન્મ લે તેવી શકયતા અગાઉથી હોય ત્યારે માતાની અને બાળકની સ્થિતિનુ અસેસમેન્ટ પ્રસૂતિના બીજા તબક્કામાં ખાસ કરવું. તેમજ બેબીની પ્રસુતિ ચોખ્ખા હુફાળા વાતાવરણમાં કરાવવી.
- (3) કોર્ડ ક્લેમ્પ કરી કટ કરી ઝડપથી બેબીને માતાથી અલગ કરી દેવું;-
- (4) બાળકને હુંફાળા ટોવેલમાં લઇ કોરું કરવુ. ભીના ટૉવેલને દુર કરી બીજુ હુંફાળો ટોવેલમાં લઇ લેવુ હીટ લોસ થતી અટકાવવા માટે.
- (5) બેબીનો શ્વસન સન માર્ગ ક્લીન કરવો. અને શ્વાસોશ્વાસને ઉતેજીત કરવા.
- (6) પગની પાનીએ ટપલી મારો અથવા હળવેથી પીઠ પર રબ કરો.
- (7) બાળકને જન્મ બાદ તરત જ તેના શ્વસોશ્વાસ, હાર્ટ રેટ, કલર, તાપમાનનું મુલ્યાંકન કરવુ અને તેની સ્થિતિ જાણવી.
- (8) બેબીને સાયનોસીસ હોય, હાર્ટ રેટ 100 બીટ્સ/મિનિટ કરતાં વધુ હોય અને રેસ્પીરેશન જાતે લેતુ હોય તો 100% મુક્ત ઓક્સિજન માસ્ક ટ્યુબ અથવા ફેસ પર કપ માસ્ક દ્વારા આપો.
- (9) જે બેબીના હાર્ટ રેટ 100 બીટ્સ/મિનિટથી ઓછા હોય અને બેબી સ્વાસ લેતું નથી. તો બેગ અને માસ્કથી આર્ટિફિશિયલ રેસ્પીરેશન આપવાનું ચાલુ રાખો. અને બેબીની સ્થિતિનું મુલ્યાકન કરો
- (10) જો મધરને નારકોટીક થેરાપીની હિસ્ટ્રી હોય (મોર્ફીન , પેથેડીન) પ્રસુતિના ચાર કલાકમાં આપી હોય તો બાળકને ઇન્જેક્શન રેલોક્સોન આપો.
- (11) જો ફાયદાકારક હોય તો બેબીને ઇન્જેક્શન એપીનેફ્રીન, ડોપામાઇન અને ઇન્જેક્શન સોડા બાય કાર્બ આપો.
- (12) જ્યારે બેગ માસ્ક દ્રારા વેન્ટીલેશન અસકારક ન હોય, ટ્રેકીયા માંથી સકસન કરવાનું હોય,એમ્નોટીક ફ્લુઇડ, મેકોનિયમ વાળું હોય ત્યારે એન્ડોટ્રેકિઅલ ટ્યુબ દાખલ કરવી.
- (13) બેબીની નર્સિંગ કેર કરવી.
- (14) ગરમાવો આપવો.
- (15) ધ્યાનપૂર્વક બેબીની સંભાળ રાખવી.
- (16) સતત બળકની સ્થિતીનું નિરીક્ષણ કરવુ.
- (17) પોષણ પુરુ પાડવુ.
- (18) ડોકટરના ઓર્ડર મુજબ જરૂરી મેડીસીન આપવી કેર કરવી.
- (19) રૂટિન કેર આપવી.
- બાળકના માતા-પિતાને સયકોલોજિકલ સપોર્ટ આપવો.
- નીઓનેટલ એસ્ફેક્શીયામા સારા થવાનો આધાર બેબીની હાઇપોક્સીયાની સ્થિતિના સમયગાળા અને તિવ્રતા પર છે. એસિડોસીસની અસર કેટલા પ્રમાણમા થઇ છે તેમજ અસરકારક વ્યવસ્થાપન પર પણ છે.
કોમ્પ્લીકેશન
- ફીટલ ડિસ્ટ્રેસ
- રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ
- હાયપર બીલીરુબીનીમીયા
- સેરેબ્રલ ડિપ્રેશન
- મેન્ટલ રીર્ટાડેશન (મંદબુદ્ધિ)
- હાર્ટ ફેલીયર
- સેરેબ્રલ પાલ્સી, ખેંચ, સેપ્ટીસેમીયા
ઓરલ થ્રશ (કેન્ડીડાઇસીસ)
- ઓરલ થ્રશ એ ફંગલ ઇન્ફેક્શન છે. જે કેન્ડીડા આલ્બીકન્સ લીધે મોંમાં જોવા મળે છે.જેને ઓરલ કેન્ડીડાઇસીસ પણ કહે છે. જેમા મોની લાઇનીંગમા ઇન્ફેક્શન થાય છે. જેના લીધે ક્રીમી લાઇટ લીઝન, જીભ અને અંદરના ચીક્સ પર જોવા મળે છે. અને ઘણી વખત થ્રશ સ્પ્રેડ થાય છે.
કારણો
- કેન્ડીડા આલ્બીકન્સ દ્વારા થાય છે. (યીસ્ટ ઇન્ફેક્શન)
- અધર બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે થાય છે.
- માતાને વજાયનલ ઇન્ફેક્શન હોય અને બાળક માતાના સંપર્કમાં આવે તો નીયોનેટલ થ્રશ થાય છે.
- બોટલ ફીડીંગ લેતા બેબીને ઇન્ફેક્શન લાગવાથી થાય છે.
- ઓરલ હાઇજીન મેન્ટેન ન કરવામા આવે તો થ્રશ થાય છે.
ચિહ્નો અને લક્ષણો
- મોંની મ્યુકસ મેમ્બ્રેન, જીભ, ગમ્સ મા સફેદ છારી બાઝ જાય છે.
- દુઃખાવો થાય છે. મો ડ્રાય થઈ જાય છે.
- ગાલની અંદરની તરફ દુધની મલાઇ જેવુ સફેદ આવરણ અથવા જીભ ઉપર સફેદ, જાડુ પડ દેખાય છે.
- બાળકને ગળવામાં મુશ્કેલી થાય છે, છારી કાઢવામાં આવે તો બ્લીડીંગ થાય છે.
- બાળકને ભુખ લાગતી નથી.
સારવાર
- સાબુ પાણીથી હેન્ડ વોશ કરવા.
- ચોખ્ખુ પાણી લઇ તેમા ચપટીથી ઓછુ મીઠુ નાખવુ અને તેનુ સોલ્યુશન બનાવવું
- આ મીઠાના પાણીમા બોળેલ સુવાળા કપડાને આંગળી પર વીંટાળીને તેના દ્વારા મોહ સાફ કરવુ જોઇએ.
- ત્યારબાદ જેન્સન વાયોલેટ 0.25% સોલ્યુશન બનાવી તેને દિવસમા બે વખત મોં મા લગાડવુ જોઇએ. (આ સ્વોબ સ્ટીકની મદદથી લગાડી શકાય.)
- આ પ્રમાણેની સારવાર દિવસમા બે વખત કરવા માતાને સમજાવવુ જોઇએ.
- ત્યારબાદ હેન્ડ વોશિંગ કરવા.
- માતાને સમજાવવુ કે બાળકના મોની સ્વછતા બરાબર રીતે રાખે ફીડીંગ આપ્યા પછી પણ મોની સ્વછતા જાળવવી.
નીયોનેટલ સેપ્ટીસેમીયા
- નીયોનેટલ સેપ્ટીસેમીયા એ એક નીયોનેટલ ઇન્ફેક્શન છે.
બ્લડ સ્ટ્રીમમાં હાજર હોય છે, જે નીચેના રોગોમાં જોવા મળે છે.
- મેનીનજાયટીસ
- ન્યુમોનીયા
- પાયલોનેફ્રાયટીસ, ગેસ્ટ્રો એન્ટેરાઇટિસ
નીયોનેટલ સેપ્સીસ અથવા સેપ્સીસ નીયોનેટ્રમ
કારણો
- લો બર્થ વેઇટ બેબી
- પુરતાં પ્રમાણમાં બ્રેસ્ટ ફીડીંગ ન લેતું હોય.
- ધાવણ લીધા પછી બધું જ ઉલ્ટી કરી નાખે છે.
આ બધા કારણોને લીધે ઈમ્યુનીટી ઓછી થવાથી થાય છે.
ચિહ્નો અને લક્ષણો
- ૧. બાળકને તાવ આવે છે.
- ૨. શરીરની બધી સિસ્ટમમાં તેની અસર જોવા મળે.
- ૩. બાળક ધીમું રડે છે.
- ૪. વોમીટીંગ થાય છે.
- ૫. એબ્ડોમિનલ ડિસટેંશન જોવા મળે છે.
- ૬. બાળકને ખેંચ આવે છે.
- ૭. બાળકનો શ્વસન દર ઝડપી થઈ જાય છે.
- ૮. ફોટાનેલ્સ બલ્ઝીંગ થાય છે.
- ૯. ગરદન અક્કડ થઈ જાય છે.
- ૧૦. કાર્ડીઓ રેસ્પીરેટરી ફેલીયર થાય છે.
મેનેજમેન્ટ
- બાળકને તરત જ હોસ્પિટલમાં રિફર કરવું.
- બાળકની શારીરિક તપાસ કરી ચિહ્નો લક્ષણોને ઓળખવા.
- બાળકના તાપમાનની જાણવણી કરવી.
- બાળકને ઈન્ટ્રાવિનસ ફ્લુઈડ ડેક્સટ્રોઝ આપવું.
- ઓક્સીજન ઈન્હેલેશન આપવું.
- બાળકને એન્ટીબાયોટીક આપવી અને ચિહ્નો લક્ષણો મુજબની સારવાર આપવી.
- ચેસ્ટ ફિઝિયોથેરાપી આપવી.
- બાળકની રૂટીન નર્સીગ કેર કરવી. સ્વચ્છતા, પોષણ, રસીકરણ વગેરે સમયસર કરાવવું.
કન્વર્ઝન (ખેંચ)
- નિયોનેટલ અને ઈન્ફન્ટમાં ખેંચ આવે એ સામાન્ય બાબત છે. કેટલાક પેથોજનીક ફેરફારના કારણે નિઓનેટલમા કન્વર્ઝન જોઈ શકાય છે. જેમાં હાઈપોક્સીયા ઇસ્ચેમીક એનસેફાલોપથી જોવા મળે છે, જે ટર્મ અને પ્રિટર્મ ઈનફન્ટમાં જોવા મળે છે.
- ખેંચ એ ઈનવોલેંટેરી કોંટ્રાક્શન છે અથવા વોલેન્ટરી મસલ્સ કોંટ્રાક્શનની હારમાળા, નિયોનેટલને ખેંચ આવવાનું કારણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એબનોર્મલ ઈલેક્ટ્રીક ડીસ્ચાર્જ છે, જેમાં સામાન્ય રીતે સ્ટીરીઓ ટાઈપ મસક્યુલર એક્ટીવીટી અથવા ઓટોનોમિક ચેન્જીસ જોવા મળે છે.
- નિદાન કરવા માટે EEG (ઇલેક્ટ્રો એનસેફાલોગ્રાફી) ટેસ્ટીંગ કરવામાં આવે છે. જે કારણ દર્શાવે છે, સારવારનો આધાર કારણ પર રહેલો છે.
નીયોનેટલ કન્વર્ઝનના કારણો
- ચોથા ભાગના કેસોમાં કારણો જાણી શકાતા નથી.
પરંતુ બીજા કેટલાક કેસોમાં નીચેના કારણોને લીધે ખેંચ આવે છે.
- ૧. ડીલીવરી દરમિયાન એસ્ફેક્સીયા અને ઈન્ટ્રા ક્રેનીયલ ઈન્જરી થાય.
- ૨. બાયો કેમિકલ એબનોર્માલીટી દા.ત હાઈપો ગ્લાયસેમિયા.
- ૩. હાઈપોકેલ્સીમિયા બ્લડમાં કેલ્સિયમનું પ્રમાણ ઓછું થઈ જાય.
- ૪. હાઈપર બિલીરૂબિનેમિયા બ્લડમાં બિલીરૂબીનનું પ્રમાણ વધે છે, કમળો થાય.
- ૫. જન્મજાત મેટાબોલીજમ ખામી હોય.
- ૬. ઈલેક્ટ્રોલાઈટ ઈમ્બેલેન્સ.
- ૭. રેસ્પીરેટરી સ્ટીમ્યુલાઈઝર.
- ૮. ઈન્ફેક્શન જેવું કે એક્યુટ રેસ્પીરેટરી
- ૯. મેનીનઝાઈટીસ, ધનુર, સેપ્ટીસેમિયા.
- ૧૦. જન્મજાત ખોડખાંપણ
કેર ડ્યુરીંગ કન્વર્ઝન
- જો બાળકને ખેંચ આવી હોઈ, અને સારવાર લીધેલ ન હોઈ, તેવા કિસ્સામાં બાળકને ગંભીર ગણી IMNCI પ્રોટોકોલ મુજબ રિફર કરવું.
- શક્ય એટલા ઝડપી ઇન્વેસ્ટીગેશન કરાવી ખેંચ આવવાનું કારણ જાણવું.
- ડોક્ટરના ઓર્ડર મુજબ IV ફ્લુઈડ આપવાનું શરૂ કરવું.
- બેબીને હુંફાળું રાખવું.
- ડોકટરના ઓર્ડર પ્રમાણે મેડિસિન આપવી જેમાં ઇન્જેક્શન કેલ્શિયમ ગ્લુકોનેટ ૧૦ % ડોકટરના ઓર્ડર મુજબ આપવું.
- ગ્લુકોઝ સોલ્યુશન આપવું.
- એન્ટી કન્વલ્સિવ ડ્રગ્સ આપવી. જેમાં ઈન્જેકશન ફિનોબાબીર્ટોન ૧૦ થી ૨૦ mg/ kg iv આપવા ઇન્જેક્શન ડાયજેપામ 0.2 mg/kg પ્રમાણ ડોઝ આપવો.
- ઈન્ફેક્શન અટકાવવા ડોકટરના ઓર્ડર પ્રમાણેની એન્ટીબાયોટિક થેરાપી આપવી.
- ઇન્જેક્શન ડેક્સામેથાઝોન અને ઇન્જેક્શન મેનીટોલ ડોક્ટરના ઓર્ડર મુજબ આપવું.
- જેથી સેરેબ્રલ એડીમા થતું અટકાવી શકાય.
- હાઈપર બિલીરૂબિનેમિયાના કેસમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા બ્લડ એક્સચેન્જ કરવું.
- ઇન્ટેન્સીવ કેર આપવી. ખેંચ દરમિયાન ઈંજ્યુરી થતી અટકાવવી.
ખેંચ દરમિયાનની કાળજી
- વ્યક્તિ સફોકેશન થતુ અટકાવવા માટે તેનો કેસ નીચે તરફ જતો અટકાવવો.
- ખેંચ આવે ત્યારે તેને મુવમેન્ટને અટકાવવા પ્રયત્ન ન કરવો, તેનાથી ઈજા થવાની શક્યતા છે.
- ખેંચ દરમિયાન ઈજા થતી અટકાવવી જેથી સેકન્ડરી કોમ્પ્લિકેશન થતાં અટકાવી શકાય
વોમિટીંગ
- નિયોનેટલમાં થતો સામાન્ય પ્રોબ્લેમ છે. નોર્મલ નિયોનેટલ બેબી એમનીટીક ફલ્યુઈડ ગળી જવાના લીધે સ્ટમક ઇરીટેશન થવાથી જન્મના પ્રથમ દિવસે વોમિટીંગ કરે છે. પરંતુ પાચનતંત્રમાં ચેપ લાગવાના લીધે સ્ટમકમર્માનુ કન્ટેટ ફોર્સફુલી બહાર નીકળી જાય છે તેને વોમિટીંગ કહે છે.
ઉલ્ટી (વોમિટીંગ)ના કારણો
- જન્મજાત ખોડખાંપણ
- ટ્રેકીયો ઇસોફેજીયલ ફીસ્યુલા
- પાયલોરિક સ્ટેનોસીસ
- ઇસોફેજીયલ એટ્રેસિયા
- સ્ટમક ઇરીટેબિલીટી
- ઇન્ટ્રા ક્રેનિયલ ટેન્સન વધવાના કારણે.
- ઈમ પ્રોપર ફીડીંગ ટેકનીક, ધાવણ આપ્યા પછી બાળકને બર્પિંગ કરાવવામાં ન આવે છે.
- ઇન્ટેસ્ટીનલ ઓબ્સટ્રકશન
- જરૂરિયાત કરતા વધારે ધાવણ લેવામાં આવે.
- બર્થ આસ્ફેક્શીયા, મેનીનજાઈટીસ
- બીજા અન્ય ચેપ
- ફીડીંગમાં હવા જવાથી, ઝડપથી ફીડીંગ આપવામાં આવે છે.
- ફુડ પોઈઝનીંગ
- અપચો થવાથી બાળકને જો ઉપરનો ખોરાક આપતા હોય તે ન પચવાને લીધે.
સારવાર
- (1) વોમિટીંગનુ નિરીક્ષણ કરવું કે બાઈલ સ્ટેઇન, બ્લડ સ્ટેઇન, કર્ડ ટાઇપ વોમિટીંગ છે.
- (2) વોમિટીંગના કારણો શોધી સારવાર આપવી.
- (3) બાળકને ડોકટરના ઓડર મુજબ એન્ટી એમેટીક ડ્રગ આપવી.
- (4) બાળકની શારિરિક સ્વચ્છતા જાળવવી.
- (5) બાળકના સ્તનપાન કરાવ્યા પછી તેને બર્પિંગ કરાવવુ.
- (6) ફીડીંગ આપ્યા પછી તેને પ્રોપર પોઝીશન આપવી જેમ કે માથું અને ખભા ઊંચા રખાવવા.
- (7) બે ફિડીંગ વચ્ચેનો સમય ગાળો નિશ્ચિત રાખવો.
- (8) જો ઇન્ફેક્શનને લીધે વોમીટ થતી હોય તો તને ઓર્ડર મુજબની એન્ટીબાયોટીક ડ્રગ આપવી.
- (9) જો બેબીને એબ્ડોમીનલ ડીસટેન્શન થતુ હોય તો તેનુ નિરીક્ષણ કરવું.
ડીસટેન્શન થવાના કારણો નીચે મુજબ છે.
- (૧) ડાયજેસ્ટીવ સિસ્ટમમાં અવરોધ.
- (૨) જરૂરિયાતથી વધારે ફીડીંગ.
- (3) ઇન્ફેક્શન
- (૪) કબજીયાત
- (૫) પાચનતંત્રનો ચેપ
સારવાર
- ડીસટેન્શન થવાનુ કારણ શોધી સારવાર આપવી.
- પાચનતંત્રમા અવરોધ હોય તો નેઝોગેસ્ટ્રીક ટ્યુબનો ઉપયોગ કરવો. એસ્પીરેશન કરવુ.
- મોં દ્વારા કંઇપણ ન આપવુ.
- બાળકમાં પ્રવાહી અને ક્ષારોનુ પ્રમાણ શરીરમાં જાળવવુ.
- આવશ્યક્તા મુજબની સારવાર આપવી જોઇએ.
ડાયેરીયલ ડીસીઝ
- સામાન્ય રીતે સ્તનપાન કરતા બાળકને વારંવાર ચરકપરક કરવાની ટેવ હોય છે. પણ તે ઝાડા પાણી જેવા નથી હોતા. ડાયેરીયા એ એક સ્થિતિ છે જેમા હમેશાં કરતા ઝાડા માં ફેરફાર થયો હોય અને વધુ વખત થતા હોય અને પાણી જેવા પાતળા હોય તો તેને ઝાડાની બીમારી છે તેમ કહેવાય.
- ડાયેરીયા એ નીયોનેટલ લાઈફ દરમ્યાનની મેજર સમસ્યા છે.
કારણો
- (1) રોટા વાઇરસ, એન્ટરો વાઇરસના લીધે થાય છે.
- (૨) દુષિત ખોરાક કે પાણીના લીધે થાય છે.
- (૩) અપુરતુ પોષણ કે કુપોષણને કારણે થાય છે.
- (૪) ગંદા વાસણો અને ગંદી વસ્તુ ઓ વાપરવાથી થાય છે.
- (૫) ઇ કોલાઇ, શીજેલા, સાલ્મોનેલ્લા, સ્ટેફાઇલોકોકસ, ક્લોસ્ટીડીયમ ટીટેની ને કારણે ચેપ લાગે છે.
- (૬) પરોપજીવી થી જેમ કે જિઆરડીયા.
- (7) ડ્રગના લીધે જેમ કે એન્ટીબાયોટીક.
- (8) ભોજનની એલર્જી.
- (૯) વાતાવરણમાં બદલાવ આવે.
- (૧૦) ટુથ ઈરપ્સન દરમ્યાન
ડાયેરીયાના પ્રકાર
ડાયેરીયાનાના જુદા જુદા પ્રકાર નીચે મુજબ છે.
(1) માઈલ્ડ ડાયેરીયા
- એક દિવસમાં 2 થી 5 વખત ઝાડા થાય છે. તેનો રંગ લીલો હોય છે અને તેમા મ્યુકસ પણ હોય છે.
(2) મોડરેટ ડાયેરીયા
- એક દિવસમા 7 થી 10 વખત ઝાડા થાય છે.
- બાળકને સાથે સાથે તાવ આવે છે.
- બાળકને ભૂખ લાગતી નથી ઉલ્ટી થાય છે.
(3) સીવીયર ડાયેરીયા
- આ સ્થિતિમા ડાયેરીયા 10 થી વધુ વખત થાય છે.
- ઝાડાની બિમારી ૧૪ દિવસ કે તેથી વધુ સમયથી ઝાડા થતા તેને સખત સતત ઝાડા કહે છે.
IMNCI પ્રમાણે ઝાડાના લક્ષણો
ઝાડા સાથે અતિશય નિર્જલન
- બાળક ઢીલું કે બેભાન હોય.
- ઊંડા ઉતરેલા આંખના ડોળા જોવા મળે છે.
- ચામડી ઉપર ચીમટો ભર્યા બાદ ચામડીને મૂળ સ્થિતિમાં આવતા ખુબ વાર લાગે છે.
- બાળકને ડાયેરીયાના લીધે આ બધા લક્ષણો જોવા મળે છે.
ઝાડા સાથે સામાન્ય નિર્જલન
- બાળક ચિડિયુ કે બેચેન લાગે છે.
- ઉડા ઉતરેલા આંખોના ડોળા જોવા મળે છે.
- ચિમટો ભર્યા બાદ ચામડીને મૂળ સ્થિતિમાં આવતા વાર લાગે છે.
ઝાડા સાથે નિર્જલન નથી
- ડાયેરીયા થાય છે પરંતુ નિર્જલનના કોઇ લક્ષણ નથી. ડોળા નોર્મલ હોય ચામડી તરત
નોર્મલ સ્થિતિમા આવી જાય છે.
- બાળક ઢીલું, બેભાન, ચીડીયુ, બેચેન નથી.
- ઝાડા સાથે સખત મરડો
- ઝાડા મા લોહી પડવુ.
ઝાડાના ચિન્હો લક્ષણો
- પાણી જેવા પાતળા અને વારંવાર ઝાડા થાય છે.
- આંખ ના ડોળા ઉંડા ઊતરી જાય છે.
- બાળકને તરસ વધારે લાગે છે.
- બાળક ઢીલું કે બેભાન હોય.
- બાળક, ચિડીયુ, કે બેચેન રહે છે.
- બાળકની ચામડીની સ્થિતિ સ્થાપક્તા ઓછી થઇ જાય છે.
- જો મરડો હોય તો બાળકને ઝાડામાં લોહી પડે છે.
સારવાર
- IMNCI પ્રમાણે લાલમાં વર્ગીકરણ આવે તો મોં વાટે ટેબલેટ કોટ્રીમોક્ઝાઝોલ નોપહેલો ડોઝ ઉંમર પ્રમાણે આપવો. તાત્કાલીક દવાખાને મોક્લો. રસ્તામાં બાળક ને થોડુ થોડુ ORS વારંવાર આપતા રહેવુ માતાને કહો.
- સ્તનપાન ચાલુ રાખવા માતાને જણાવો.
- નાના બાળકને હુંફાળુ રાખવા સમજાવો.
- જો બાળકને ઝાડામાં લોહી પડતું હોય તો તેને પણ સારવાર આપીને ઉપર મુજબ જ રીફર કરવુ.
- વર્ગીકરણ લીલામાં આવતું હોય તો ઝાડાની ઘરગથ્થુ સારવાર આપવી.
- ઘરગથ્થુ સારવાર વિશે સમજાવો.
- પ્રવાહી વધુ આપો.
- ધવડાવવાનું ચાલુ રાખો.
- ફરી બતાવવા ક્યારે આવવાનુ તે સમજાવો.
- ફકત સ્તનપાન કરતા બાળકોને વારંવાર અને વધુ સમય સુધી સ્તનપાન કરાવો બાળક વારંવાર પાણી જેવા ઝાડા કરતુ હોય તો પણ બાળકને સ્તનપાન પર ન હોય તો તેને ઘરગથ્થુ પીણાની યાદી માંથી એક કે વધારે પ્રવાહી પીણા આપવા. જેમ કે ઓ.આર.એસ., નારિયેળ પાણી, છાસ, લીંબુ શરબત, ભાતનુ ઓસામણ, દાળનુ પાણી, ભાજીનું સૂપ, કે ચોખ્ખુ ઉકળેલુ પાણી માતાને ઓ.આર.એસ બનાવતા શીખવો. સાધારણ નિર્જલનની સારવાર ઓ.આર.એસ દ્રાવણથી કરો.
- ORS દ્રાવણની માત્રા નક્કી કરી પ્રા.આ.કેન્દ્ર મા ૪ કલાક સારવાર આપવી જોઇએ.
હેલ્થ એજ્યુકેશન
- માતાને હેલ્થ એજ્યુકેશન આપવુ. જેમાં બાળકની શારીરિક સ્વચ્છતાનું ધ્યાન રાખવું.
- બાળકના પોષણ અંગે નુ ધ્યાન રાખવુ. જેમાં છ માસથી નાનું બાળક હોય તો તેને સ્તનપાન વારંવાર કરાવતા રહેવું.
- ઉંમર પ્રમાણે બાળકની સ્થિતિની તપાસ કરો.
- નિર્જલન માટે બાળકની સ્થિતિ તપાસો.
- ૪ કલાકમાં કેટલુ ORS દ્રાવણ આપવાનું છે તે માતાને સમજાવવું.
- ORS દ્રાવણને ૨૪ કલાક આપવુ નહી, પછી વધેલુ દ્રાવણ વાપરવું નથી.
- બાળકને જો ORS દ્રાવણથી ઉલ્ટી થઇ જતી હોય તો ૧૦ મિનિટ રાહ જોવી અને ત્યાર બાદ અગાઉ કરતા થોડુ ધીમે ધીમે ORS દ્રાવણ આપવાની શરૂઆત કરો.
ઇમ્પ્લીમેન્ટેશન IMNCI પ્રોટોકોલ
- પાંચ વર્ષથી નાના બાળકમાં ન્યુમોનિયા, ઝાડા, ટાઢીયો તાવ, નવજાત શિશુના ચેપ, મરણના સૌથી મહત્વના કારણો છે. અપુરંતુ પોષણ મરણનું જોખમ વધારે અને કુલ મરણના ૨/૩ કિસ્સા મા આ કારણ સંકળાયેલુ છે. બાળકોમાં અપૂરતો ખોરાક અને જન્મ સમયે ઓછુ વજન હોવુ એ અપુરતા પોષણના મહત્વના કારણો છે.
- ગંભીર બીમારીઓ સાથે સંકળાયેલા નવજાત તેમજ બાળકોને યોગ્ય સારવાર દેખરેખ અને રેફરલ સર્વીસ આપવા માટે WHO તેમજ UNICEF દ્વારા IMNCI ના કાર્યક્રમ શરૂઆત કરી.
અસ્પેકટ ઓફ IMNCI
- બાળકો મા થતા રોગો અટકાવવા માટે.
- એક સાથે એક થી વધુ બિમારીથી પીડાતા બાળકો ની સારવાર કરવા માટે.
- બાળકો ને સમયસર રસીકરણ કરાવવા પ્રોત્સાહીત કરવા.
- બાળકોને સર્વાંગી સારવાર આપવામાં આવે છે.
ઓબ્જેક્ટીવ ઓફ IMNCI
- બાળકનો માંદગી દર અને મૃત્યુ દર ઘટાડવા માટે.
- રોગો થતા ઓછા કરવા માટે.
- બાળકોનું શારિરીક માનસીક વિકાસ બરાબર થાય તે માટે.
- બાળકોની સર્વાગી તપાસ અને સારવાર કરવા માટે.
- બાળકોની રસીકરણ અને તેની તપાસ કરવા માટે.
- બાળકને સારવાર આપવી અને જરૂર જણાય તો દવાખાને મોકલવવા માટે.
- બાળકના સ્તનપાનમા પડતી તકલીફો તેમજ ખવડાવવામા પડતી મુશ્કેલીઓ માટે તપાસ કરી સારવાર આપવા માટે.
- IMNCI એ નવજાત અવસ્થા અને બાળપણની માંદગીની સર્વાંગી સારવાર એ એક અભિગમ છે જેમાં પાંચ વર્શ સુધીના બાળકોમાં જોવા મળતી મહત્વની માંદગીઓની ચકાસણીના લક્ષણો વર્ગીકરણ અને સારવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરેક માંદા બાળકોમાં પોષણ અને રસીકરણની ચકાસણીને પણ લેવામાં આવેલ છે.
IMNCI મુજબ વર્ગીકરણના આલેખમાં ત્રણ રંગના ખાના છે.
- (૧) લાલ રંગ – આ ખાનામાં દર્શાવેલ ગંભીર બીમારીના લક્ષણો છે. આવા બાળક ને FRU (ફસ્ટ રેફરલ યુનિટ) પર રીફર કરવુ.
- (૨) પીળો રંગ – ઉચીત દવાના ઉપયોગથી માંદગીની સારવાર ઘરે થઇ શકે છે માતાને ઘરગથ્થુ સંભાળ વિશે સમજાવવુ.
- (૩) લીલા રંગ – આ ખાનામાં દર્શાવેલ બધી માંદગીની માત્ર ઘરગથ્થુ સંભાળથી દવાના ઉપયોગ વગર સારવાર કરવામાં આવે છે.
કોમન નીયોનેટલ ડિસઓર્ડર
(1) કબજિયાત
- કબજિયાત એ નવજાત શિશુ મા થતો સામાન્ય પ્રોબ્લેમ છે પરંતુ બોટલ ફીડીંગ લેતુ બાળક હોય તેને કબજીયાતની કમ્પ્લેન સામાન્ય રીતે હાજર હોય છે.
કારણો
- બાળકનેને કૃત્રિમ ફિડીંગ આપવામાં આવે સ્પેસીયલી ગાયનું દૂધ.
- ગેસ્ટ્રો ઈન્ટેસ્ટીનલ કોઇ જન્મજાત ખોડખાંપણ હોય છે.
- બાળકના ફીડીંગમાં પ્રવાહીનું પ્રમાણ ઓછુ હોય.
મેનેજમેન્ટ
- બાળક ને બ્રેસ્ટ ફિડીંગ કરાવવા અંગે માતા ને સમજાવવુ. ફાયદા અને અગત્યતા સમજાવવી કૃત્રિમ ફિડીંગથી થતા નુકશાન વિશે સમજાવવું.
- સામાન્ય રીતે દવાની જરૂર નથી માતા ને સમજાવવુ કે ઝાડા થવા માટે ક્યારેય લક્ઝેટિવ દવાનો ઉપયોગ ન કરવો.
- બાળકને ગ્લુકોઝ વોટર, દૂધ, વધારાની સુગર આપવી.
(2) ફીવર (તાવ)
- કેટલાક નવજાત શિશુ ને ડીહાઇડ્રેસનના લીધે તાવ આવે છે. ઉનાળા ની સીઝનમાં જ્યારે વાતાવરણ મા ગરમી 39 °c કરતા વધુ હોય ત્યારે બાળકને જન્મ ના બીજા કે ત્રીજા દિવસે તાવ આવે છે આવા બાળકો એક્ટીવ હોય છે જે ફીડીંગ માટે રડે કરે છે.
કારણો
- ધાવણ અપૂરતા પ્રમાણમાં ન આપવામાં આવે.
- ઉનાળામાં વાતાવરણ માની ગરમીનું પ્રમાણ વધે છે જેના લીધે બાળકને જળસુસ્કતા (ડીહાઇડ્રેશન) થાય છે.
મેનેજમેન્ટ
- બાળકને પૂરતા પ્રમાણમાં ધાવણ આપવુ
- બાળકને લેવાના વળગાડવાના મુદ્દા માતાને સમજાવવા.
- દિવસ રાત ૨૪ કલાકમાં 8 થી 10 વખત ધાવણ આપવુ.
(3) વધુ પડતું રડવું
- બાળક બોલી શકતુ નથી. રડવું એ જ બાળકની ભાષા છે. બાળક રડે છે. તે તેની આરામદાયકતા માટે માંગણીનું પ્રતિક છે.
કારણો
- બાળક ભુખ્યું થયેલ હોય ત્યારે રડે છે.
- જ્યારે બાળક એ ઝાડા કે પેશાબ કરેલ હોય અને તેને ડિસ્કમ્ફર્ટ લાગે છે જેથી તે રડે છે.
- યુરીન કે સ્ટુલ પાસ કરતા પહેલા જ્યારે હાર્ડ સ્ટુલ હોય ત્યારે પણ રડે છે.
- બાળક જ્યારે એકલતા અનુભવે ત્યારે,ગરમ કે ઠંડા વાતાવરણમાં રડે છે.
- ક્યારેક રોગો થવાને લીધે પણ બાળક રડે છે જેમ કે મેનીન્જાઇટીસના લીધે રડે છે.
મેનેજમેન્ટ
- બાળકની રડવાની રીત સમજવી.
- રડતા બેબીને પ્રેમ અને હુંફ સાથે લઇ લેવુ જોઇએ અને તેને કેર કરવી જોઇએ.
- પ્રોપર બેસ્ટ ફીડીંગ અપાવવુ.
- બાળકની ભીની નેપી કપડાને ચેન્જ કરવા જોઇએ, અને તેને ધોઈને હવા અને સૂર્યના તાપમાં સુકવા જોઇએ.
- બેબીને લઇ લેવુ અને તેને પંપાળવુ જોઇએ.
- જ્યારે બાળક અતિશય રડતુ હોય, બંધ ન થતુ હોય તો તેને ડોક્ટર પાસે રીફર કરવુ.
(4) હેડકી
- હેડકી આવવી એ ઇનવોલેન્ટરી જરકી ડાયાફ્રામનું સંકોચન છે. આ થવાનુ કારણ સ્ટમકનું ડીસ્ટેનશન થવાથી તેને કારણે ડાયાફ્રામ ઇરીટેશન થવાથી થાય છે. ફિડીંગ લીધા પછી નોર્મલ બેબી ને ઘણી વખત હેડકી આવે છે. હેડકી પરથી કોઇ રોગ છે એવુ જાણી શકાતુ નથી જેના કારણે બાળક ને ડીસક્મફર્ટ થાય છે, અને કુપોષણ ડેવલપ થાય છે.
મેનેજમેન્ટ
- બાળકને કોઈ સારવાર આપવાની જરૂર નથી.
- તેને ખભે તેડી ને તેને બર્પિંગ કરાવવું. ઓડકાર ખવડાવવો
- વધુ તકલીફ હોય તો રીફર કરવુ.
(5) ફેલીયોર ટુ પાસ મેકોનીયમ એન્ડ યુરીન
- બાળક બ્લેક સ્ટુલ મેકોનીયમ 24 કલાકમાં પાસ કરે છે. અને તે ગ્રીનીસ યલો સ્ટુલ બીજા 1 થી 2 દિવસમા પાસ કરેછે. જો બાળક ૨૪ કલાક મા મેકોનીયમ પાસ ન કરે તો તે આંતરડામાં અવરોધ છે, જે જન્મજાત ખામી દર્શાવે છે.
- બાળક જો પ્રથમ ૪૮ કલાકમાં યુરીન પાસ ન કરે તો તેનુ નિદાન કરવું જરૂરી છે.
- અવરોધ, યુરેથ્રલ સ્ટેનોસીસ, ફાઈમોસીસ હોય શકે છે. બાળકો ના ડોક્ટર નો સપર્ક કરી સારવાર કરાવવી.
(6) માસ્ટાઇટીસ નીયોનેટ્રમ
- પુરા માસે જન્મેલ મેલ – ફીમેલ બેબીમાં 3- 4 દિવસ બન્ને બ્રેસ્ટ (ઉપ્સેલા ફુલેલા) જોવા મળે છે, જે કેટલાક દિવસ કે વિક સુધી રહે છે. આ થવાનું કારણ એ એકાએક મેર્ટનલ હોર્મોનનુ વિથડ્રોવલ (પાછું ખેંચવાથી) થાય છે. આના માટે સારવારની જરૂર નથી, આ પ્રોબ્લેમ કુદરતી રીતે ધીરેધીરે 2 થી 3 વીકમા સોલ્વ થાય છે.
- માતાને સલાહ આપવી કે લોકલ મસાજ ન આપવો.
- બ્રેસ્ટ નીપલને દબાવીને મિલ્ક સીક્રીસન કાઢવા પ્રયત્ન ન કરવો.
(7) નેપકીન રેસ
- નેપકીન રેસ પેરીનીઅલ એરીયામાં થાય છે. જેમા રેડ નેસ થાય છે લાંબા સમય સુધી ભીની નેપી પહેરાવી રાખવામાં આવે છે. તે ઉપરાંત સ્વચ્છતા પુરતા પ્રમાણમાં ન હોય. નેપ્કિન રેસ કોમનલી એવા બેબીમાં જોવા મળે છે, જેને લાંબો સમય નેપી પેહરાવવા મા આવતી હોય. જેના લીધે બેબી ને પેરીનીયલ એરિયામાં ડર્મેટાઇટીસ થાય છે.
મેનેજમેન્ટ
- જ્યારે જ્યારે નેપકીન બગડેલ હોય ત્યારે ત્યારે તેને ચેન્જ કરવો.
- પેરીનીયલ એરિયાને ક્લીન અને ડ્રાય રાખવુ.
- બાળક માટે વાપરેલા નેપકીનને એન્ટીસેપ્ટિક લોશનમાં વોશ કરી સૂર્ય પ્રકાશમાં સુકવવા.
- બેબી ઓઈલ એપ્લાય કરવું અને પ્રોપર મસાજ કરવુ. દા.ત., કોપરેલ તેલ.
- બાળકને સૂર્ય પ્રકાશમાં ખુલ્લું કરી સુવડાવવુ.
(8) નેટલ ટીથ
- રેર કેસમાં નવજાત શિશુ જન્મે છે તેને જન્મ સાથે જ એક કે બે દાંત હોય છે. આ દાંતને નેટલ ટીથ કહે છે.
- મોસ્ટલી આ દાંત લોવર ઇન્સીઝર લોવર પોઝીશનમાં દેખાય છે.
- આ દાંતને ધાવવા કડાવવાની જરૂર નથી જો તે ધાવણ લેવામાં અવરોધ રૂપ ન હોય.
(9) મોંગોલિયન સ્પોટ
- આ સ્પોટ બ્લુ /બ્લેક મેક્યુલ છે. જે સામાન્ય રીતે લંબોસેક્રલ રીજીઅનમાં, બટક્સ, બેક, ખભા પર હોય છે. આ મેક્યુલ મોટુ 10 cm જેટલા ડાયામીટરનું કે તેનાથી મોટું હોય છે.
કારણો
- ડર્મીસના ડીપ લેયરમાં મેલાનોસાઈટ ઇન્ફીલટ્રેસનના લીધે થાય છે.ઈન્ફન્ટ જેમ જેમ મોટું થાય છે તેમ તેમ મોંગોલિયન સ્પોટ ધીરે ધીરે દેખાતુ અદ્રશ્ય થાય છે. શરૂઆતના કેટલાક વર્ષો પછી તે દેખાતો નથી. આ નુક્શાન કરતા નથી. ઘણી વખત પુખ્તવયે પણ તે ઝાંખો ઝાંખો દેખાય છે.