SY – ANM – MIDWIFERY UNIT – 9 CARE OF NEWBORN

યુનિટ – 9

કેર ઓફ ન્યુબોર્ન

નિઓનેટ, ન્યુ બોર્ન

વ્યાખ્યા

  • હેલ્ધી ન્યુબોર્ન કે જે પુરા મહિને ૩૮-૪૨ વિકમાં જન્મે છે.જન્મ પછી તરત જ બાળક રડે છે. સ્વતંત્ર, તાલબધ શ્વાસોશ્વાસ ચાલુ કરે છે અને યુટ્રસની બહારના વાતાવરણને સ્વીકારે છે અને કોઇપણ જાતની જન્મજાત ખોડખાંપણ હોતી નથી.
  • જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળક યુટ્રસની અંદરના વાતાવરણથી બહારના વાતાવરણમાં આવે છે. બહારના વાતાવરણમાં તેના શરીરની બધી જ સિસ્ટમમાં ફેરફાર થાય છે. બ્લડમાં રાસાયણીક ફેરફારો થાય છે અને રેસ્પીરેશન શરૂ થાય છે. સંવેદના અને શારિરીક ઉત્તેજનાને કારણે શ્વાસોશ્વાસ શરૂ થાય છે.બાળક પ્રથમ શ્વાસ લે એટલે ફેફસામાં એલ્વીઓલાઈ ખુલે છે અને હવાની ફેરબદલી થાય છે.બાળકનું શરીર પોતાનું અલગ અસ્તિત્વ ધરાવવાની શરૂઆત કરે છે. ડાયજેસ્ટીવ સિસ્ટમ પરિપક્વ ન હોવાને કારણે ખોરાકનુ પાચન થતુ નથી. યુરીનરી સિસ્ટમનુ કાર્ય ધીમુ થાય છે બાળકને યુટ્રસની બહાર પોતાની જિંદગી જીવવાની હોય છે. જેથી ન્યુ બોર્ન બેબીને પાયાની કેર આપવી જોઇએ. જેથી તે જીવી શકે છે.અને સારા મા સારો વૃદ્ધિ વિકાસ થાય છે. જેથી દરેક ન્યુ બોર્ન બેબીની ઈમીડિયેટ એન્ડ એસેન્સીયલ ન્યુ બોર્ન કેર થવી જ જોઇએ.

એસેસમેન્ટ ઓફ ન્યુ બોર્ન ફોર જેસ્ટેશનલ એજ :

  • બેબીના જન્મ સમયે ગર્ભસ્થ ઉંમરની આકારણી ફિજીકલ અને ન્યુરોલોજીકલ એસેસમેન્ટ દ્વારા કરી શકાય છે.વૃધ્ધીના માપદંડ જેવા કે વજન, ઉંચાઇ, માથાનો ઘેરાવો, છાતીનો ઘેરાવો છે. જન્મ પછી તરત જ નવજાત બાળકની સંપૂર્ણ શારીરિક તપાસ કરવી જેથી કોઇપણ પ્રકારની અસામાન્યતાઓની ખબર પડે છે. અને તેની સારવાર કરાવી શકાયછે.
  • જેથી નર્સને એક સામાન્ય નવજાત બાળકના લક્ષણોની જાણકારી હોવી જોઇએ.

ફિઝિકલ એક્ઝામિનેશન (વાઇટલ સાઈન)

  • બાળકના શરીરનું તાપમાન મોં માંથી, એક્સિલા, રેક્ટમ માંથી લેવામા આવે છે. જે નોર્મલ તાપમાન 36.5° C થી 37.5°C છે.
  • સામાન્ય શિશુનો શ્વાસોશ્વાસનો દર 40-60 બીટ્સ/મિનિટ.
  • પલ્સ રેટ 120 થી 160 બીટ્સ/મિનિટ
  • રડતી વખતે વધે કે ઊંઘ દરમ્યાન ઘટે છે. બ્લડ પ્રેશર 45 થી 60 mm of hg સિસ્ટોલિક અને 25 થી 40 mm of hg ડાયેસ્ટોલીક.

નિયોનેટની શારીરિક લાક્ષણિકતાઓ (હેલ્ધી)

  • નોર્મલ નિયોનેટમાં મોટાભાગે નીચે મુજબની શારીરિક લાક્ષણીક્તાઓ જોવા મળે છે.
  • વેઇટ (વજન) : એવરેજ વજન ૨.૯ kg, ૨.૫ kg થી ૪.૦ kg
  • લેન્થ (હાઈટ) : ૪૮ થી ૫૩ cm. એવરેજ ૫૦ cm.
  • માથાનો ઘેરાવો : ૩૩ થી ૩૭ cm. એવરેજ ૩૫ cm
  • છાતીનો ઘેરાવો : ૩૦.૫ થી ૩૩ cm.માથાના ઘેરાવા કરતા ૨ થી ૩ cm ઓછું હોય છે.

બીજી લાક્ષણિકતાઓ

  • અપર સેગમેન્ટ થી લોઅર સેગમેન્ટ રેશીયો 1.8 : 1
  • ટ્રન્ક મોટું અને એક્સ્ટ્રીમીટીસ શોર્ટ હોય છે.
  • પ્રોમીનન્ટ એબ્ડોમીનલ, શોર્ટ ગરદન અને માથું મોટું હોય છે.
  • એટીટ્યુડ પાર્સીયલ ફ્લેક્શન હોય છે.
  • સ્કીન ગુલાબી પરંતુ હાથ અને પગ બ્લુ (એક્રોસાયનોસીસ) હોય શકે. નોર્મલ ઇન્ફન્ટમાં પણ થોડા સમય માટે હોય છે.
  • બેકની સ્કીન સામાન્ય રીતે વર્નીક્સ કેસીઓસા અને લેન્યુગોથી કવર થયેલ હોય છે.
  • સ્કીન સામાન્ય રીતે ચીકાસ વગરની હોય છે.
  • હેડમાં મોલ્ડીંગ કે કેપુટ સક્સીડેનમ જોઇ શકાય છે. માથાના વાળ ભરાવદાર હોયછે.
  • નખ વધેલા હોય છે.
  • ઇયર કાર્ટિલેજ ફુલી કર્વડ, ફીર્મ તથા તેમાં ગુડ ઇલાસ્ટીક રીકોઇલ હોય છે. એક્સ્ટર્નલ ઓડીટરી કેનાલ શોર્ટ, સ્ટ્રેટ ઇયરડ્રમ થીક હોય છે. યુસ્ટેચીયન ટ્યુબ શોર્ટ હોય છે.
  • આંખો સારી રીતે આઇલીડથી કવર થાય છે.
  • સ્ક્રોટમમાં ડીપ પીગમેન્ટેશન અને ટેસ્ટીસ અંદર સ્થિત હોય છે.
  • ફિમેલ બેબીમાં ક્લીટોરિસ મોટા આકારની હોય છે. યોનીમાં બ્લડ દેખાય છે. લેબીયા મેજોરા એ માઇનોરાને કવર કરે છે.
  • પગની પાની પરની રેખાઓ નોર્મલ બેબીમાં વધારે ઘાટી અને ઉંડી અને આખી પાનીમાં હોય છે.
  • કિડની, લીવર અને સ્પ્લીન પાલપેબલ હોય છે.
  • ફ્રોન્ટલ સ્ફીનોઇડ બોન નબળું ડેવલોપ થયું હોય.
  • ધાવવાની ક્રિયા – સારી રીતે ચુસી અને ગળી શકે છે.
  • રડવાની ક્રિયા – જોરથી રડી શકે છે.

એસેસમેન્ટ ઓફ ન્યુ બોર્ન ફોર જેસ્ટેશનલ એજ :

  • જેસ્ટેશનલ એજ એસેસમેન્ટ દ્વારા આગળના મેનેજમેન્ટ કરવાનો ખ્યાલ આવેછે્ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરીયડ એ અગત્યનો પુરાવો છે, પણ જ્યારે મેન્સ્ટ્રુઅલ પીરીયડ રેગ્યુલર ન હોય અથવા મધરને યાદ ન હોય ત્યારે ક્લિનિકલ એસએસમેન્ટ વધારે અગત્યનું છે. જેસસ્ટેશનલ મેચ્યોરિટી માટે ફિઝિકલ અને ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે.

ફિઝિકલ એસેસમેન્ટ

ન્યુરોલોજીકલ એસેસમેન્ટ

  • ચાર મૂળભૂત નિરીક્ષણો પર આધારિત છે.

(1) મસલ્સ ટોન

  • મસલ્સ ટોન ત્રણ માપદંડ દ્વારા જાણી શકાય છે.
  • (A) પોસ્ચર / એટીટ્યુડ – સંપુર્ણ રીતે વળેલ હોય છે.
  • (B) પેસીવ ટોન – પોપ્લીટીયલ એન્ગલ
  • (C) એક્ટીવ ટોન – ટ્રેક્શન રીસપોન્સ એન્ડ રીકોઇલ

(2) જોઇન્ટ મોટીલીટી

  • પ્રીટર્મ બેબીમાં જોઇન્ટ મોટીલીટી ઓછી જોવા મળેછે. સ્ક્વેર વિન્ડો એક્ઝામિનેશન કરવામા આવે છે.
  • સ્ક્વેર વિન્ડો – ન્યુ બોર્નના વ્રીસ્ટની નીચે થમ્બ વડે સપોર્ટ કરવો. ત્યારબાદ તેના હેન્ડના ડોરસમ ઉપર ઇન્ડેક્સ અને થર્ડ ફીંગર વડે જેન્ટલ પ્રેસર એપ્લાય કરવુ. ઇન્ફન્ટની વ્રીસ્ટને રોટેટ કરવું નહીં. બેઝ ઓફ થમ્બ અને ફોરઆર્મ વચ્ચેનો ખુણો માપવો જે ફુલ ફ્લેક્શનમાં હોય છે.

(3) ઓટોનોમિક રીફ્લેક્સન

  • જેમા ચોક્કસ પ્રકારના રીફ્લેક્સ હાજર હોય છે,જેવા કે પ્યુપીલરી રીફ્લેક્સ.

(4) ફંડસ એક્ઝામિનેશન

  • આંખના લેન્સની વાસ્ક્યુલારીટીની મદદથી ઇન્ફન્ટની જેસ્ટેશનલ એજ જાણી શકાય છે. ૩૪ વીક પછી વેસલ્સ એટ્રોફી થાય છે.

ફિઝિકલ મેજરમેન્ટ

(a) વેઇટ (વજન)

  • ઇન્ફન્ટ વેઇટ સ્કેલ ઉપર બેબીનું વજન ચેક કરવું.જે 2.5 kg થી ઓછુ હોય તેને લો બર્થ વેઇટ કહે છે. બેબી વેઇટ કરતી વખતે તેના પર પાતળુ કપડું કે પેપરનો પીસ રાખવો.

(b) લેન્થ (લંબાઈ)

  • મેઝરટેપથી બાળકની માથાથી પગના તળિયા સુધી (હીલ) માપ લેવુ જે 48 થી 53 cm નોર્મલ છે.

(c) માથાનો ઘેરાવો

  • મેજર ટેપની મદદથી આઈબ્રોની અને પીનાની ઉપરથી સ્કલના ઓક્સીપીટલ પ્રોટ્યુબ્રન્સ સુધીનું માપ લેવામા આવે છે જેને cm માં રેકોર્ડ કરવું. 33 થી 37 cm હોય છે.

(d) છાતીનો ઘેરાવો

  • જેમાં બંને નીપલની વચ્ચેનુ માપ લેવામાં આવે છે જે માથાના ઘેરાવા કરતા 2 થી 3 cm ઓછુ હોય છે જે 30.5 થી 33 cm હોય છે.

(2) વાઇટલ સાઇન

  • ટેમ્પ્રેચર મોટા ભાગે એક્સીલરી મેથડથી લેવું. પલ્સ રેટ 1 મીનિટ લેવો. 120-140 બીટ્સ/મિનિટ.
  • રેસ્પીરેશન -1 મિનિટ સુધી લેવા. 40-60 બ્રીધ/મિનિટ.

(3) સ્કીન કલર

  • નોર્મલ સ્કીન કલર ગુલાબી હોય છે.
  • સ્કીન પેલોર હોય તો તે એનીમિયાનું ચિહ્ન છે.
  • પેલ સાથે ગ્રે કલર હોય તો તે એસીડોસીસ સૂચવે છે.
  • એક્રોસાયનોસીસ – જેમા હાથ પગ બ્લુ હોય છે કે જે ઠંડા વાતાવરણમાં ખુલ્લા રહેવાથી થાય છે.
  • જનરલાઇડ્સ સાયનોસીસ- (સેન્ટ્રલ સાયનોસીસ) હોય અને જીભનો કલર બ્લુ જે જે કાર્ડિયાક કે લંગ્સ ડિસીઝમાં જોવા મળે છે.
  • રેડ કલર – રેડ બ્લડ સેલ વધારે હોય.
  • યલો ડિસકલરેશન – જોન્ડીસ બીલીરૂબીનની માત્રા 5mg/dl થી વધારે હોય.
  • હેર ડિસ્ટ્રીબ્યુશન અને લેન્યુગો ચેક કરવું. ચામડી ઉપર મોંગોલિયન સ્પોટ ચેક કરવું.
  • સ્કીન ર્ટગર ચેક કરવું.

(4) ક્રાય

  • જન્મ પછી તરત જ બેબી ક્રાય કરે છે. જેથી તેના બર્થ ફંક્શન સ્થાપિત થાય છે. બેબી લાઉડ અને વાઈગોરસ ક્રાય કરે તો નોર્મલ, લો બર્થ વેઇટ બેબીમાં વીક અને ફીબલ ક્રાય જોવા મળે છે.

(5) એક્ટિવિટી

  • કુદરતી અને એકસરખી મુવમેન્ટ માટે ચેક કરવું. બાળક પગ ઉપરની તરફ લે, સ્ટ્રેચકરે.મૂઠી ખોલ બંધ કરે હાથ હલાવે આંગળીઓ ચુસે.જે ગુડ એક્ટિવિટી લેવલ બતાવે છે. CNS ડેમેજ હોય કન્વર્ઝન કે ટ્રોમા હોય તો બેબી ઓછી મુવમેન્ટ કરે છે.

હેડ ટુ ફીટ એક્ઝામિનેશન

જે નીચે મુજબ કરવામાં આવે છે.

(1) હેડ

  • એન્ટીરીયર ફોન્ટાનેલ્સ ડાયમંડ શેપ, 2-5 cm લોન્ગ, 4 cm પહોળો હોય છે.જે દોઢ માસે ક્લોઝ થાય છે. પોસ્ટીરીયર ફોન્ટાનેલ્સ ટ્રાયએંગ્યુલર શેપમાં હોય છે જે 6 વીક પછી ક્લોઝ થાય છે.
  • એન્ટીરીયર ફોન્ટાનેલ્સને એસેસ કરવાનું હોય ત્યારે બાળક શાંત હોય અને તે અપરાઇટ પોઝિશનમાં હોય ત્યારે કરવું. તે નોર્મલી સોફ્ટ હોય અને તેમાં હાર્ટ બીટના પલ્સેશન ફીલ કરી શકાય છે.આ સુચર વધારે પહોળા હોય અને ફોન્ટાનેલ્સ બલ્જડ (સોજો) થયેલ હોય, તો ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર વધી ગયેલ હોય છે, તો તે હાઇડ્રોસેફેલસ કંડીશન ઇન્ડીકેટ કરે છે.
  • કેપુટ સક્સીડેનમ – સ્કાલ્પમાં સ્વેલીંગ અથવા સોજો (સુવાવડ પછી તરત)
  • હેમેટોમાસ – સ્કાલ્પની સ્કીન નીચે બ્લડ કલેક્શન થાય છે.

(2) ફેસ

  • સિમેટ્રી, પેરેલાઈસીસ, શેપ, સ્વેલિંગ માટે ઓબ્ઝર્વ કરવું. માઉથનો શેપ, જડબાની સાઈઝ તેમજ કોન્જીનાઇટલ ડિસઓર્ડર માટે ઓબ્ઝર્વ કરો.

(3) આંખો

  • ન્યુ બોર્ન બેબી ની આંખોને એડીમા, કંજક્ટીવાઈટીસ, ડિસ્ચાર્જ, યલો કલર ઓફ સ્ક્લેરા જોન્ડીસ ઇન્ડિકેટ કરે, કેટરેક્ટ, આઇરીસ, ડાઉન સિન્ડ્રોમ, ઇન્ફેક્શન માટે આંખોને ચેક કરવી. નીયોનેટલની પ્યુપીલ લાઈટથી રીએક્ટ થાય છે. નવજાત શિશુંની આંખમાં આંસુ આવતા નથી.

(4) કાન

  • કાનની સાઇઝ અને શેપ માટે ઓબ્ઝર્વ કરવું. ફુલ ટર્મ બેબીમાં કાન પૂરી રીતે વિકસિત થયેલ હોય છે અને તેને વાળવાથી તે તરત જ નોર્મલ પોઝીશનમાં આવી જાય છે.

(5) ગરદન

  • ન્યુ બોર્ન બેબી ના ગરદનના ઓબ્ઝર્વેશન માટે નોર્મલ બેબીની ગરદન શોર્ટ અને ઘણા બધા ફોલ્ડ વાળી હોય છે. મોબિલિટી માટે ફ્રેક્ચર ઓફ ક્લેવીકલ બોન, રિજીડીટી માટે ચેક કરવું. નોર્મલ ન્યુ બોર્ન ફૂલ રેન્જમાં ગરદન ફેરવી કરી શકે છે.

(6) માઉથ & થ્રોટ

  • ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ માટે ઓબ્ઝર્વ કરવું તથા ગમ્સ, ટંગ, પેલેટ, ઓરોફેરીંગ્સને ઓબ્ઝર્વ કરવું. નેટલ ટીથ માટે ઓબ્ઝર્વ કરવું.

(7) ચેસ્ટ

  • ચેસ્ટની સાઈઝ અને શેપ માટે ઓબ્ઝર્વ કરવું. નોર્મલી ચેસ્ટનો શેપ બેરલ (પીપ) જેવો હોય છે. મેર્ટનલ હોર્મોનને લીધે બ્રેસ્ટ નીપલ મમાંથી મીલ્કી ડિસ્ચાર્જ બહાર આવે છે તથા બ્રેસ્ટ ટીશ્યુનું ઓબ્ઝર્વેશન કરવું આમા સારવારની જરૂર નથી.
  • રેસ્પીરેશનનો રેટ અને રીધમ ચેક કરવું દરેક શ્વાસોશ્વાસ વખતે પેટનું હલનચલન જોવું. એબનોર્મલ રેસ્પીરેટરી સાઉન્ડ ઓબ્ઝર્વ કરવો જોઇએ અને નોંધ કરવી.

(8) એબડોમેન

  • એબડોમેનનો શેપ અને ડિસ્ટેન્સન માટે ઓબ્ઝર્વ કરવું જોઇએ. બોવેલ સાઉન્ડ માટે ચેક કરવું.
  • ન્યુ બોર્ન બેબીમાં લીવર એ 1 થી 3 cm કોસ્ટલ માર્જિનની નીચે પાલપેટ થાય છે. સ્પ્લીન એ લેફ્ટ સાઈડ પાલપેટ થાય છે. એબડોમેન પરથી કિડની પાલપેટ કરી શકાય છે.
  • એબડોમેન પર અમ્બીલીકલ કોર્ડનું ઓબ્ઝર્વેશન કરવું. બ્લીડિંગ માટે, રેડનેસ માટે તેમજ કોર્ડમાં ર આર્ટરી અને ૧ વેઇન છે તે ઓબ્ઝર્વ કરવું.

(9) જનનાંગો

  • ફિમેલમાં રેડ પિંક મ્યુકસ વજાયનલ ડિસ્ચાર્જ આવે છે. જે ડીલેવરી પછી પ્રથમ માતાના હોર્મોનના લીધે જોવા મળે છે.જેને સ્યુડોમેન્સ્ટ્રુએશન કહે છે. લેબિયા મેજોરા માઈનોરાને કવર કરે છે. યુરેથ્રલ ઓપનિંગ ક્લીટોરીસની નીચે આવેલું છે.
  • મેલ નિયોનેટમાં સ્ક્રોટમ ટેસ્ટીસને ઓબ્ઝર્વ કરવું. પેનીસ ઓબ્ઝર્વેશન કરવું. યુરેથ્રલ ઓપનિંગ માટે ઓબ્ઝર્વ કરવું.
  • નોર્મલી યુરેથ્રલ ઓપનિંગ ગ્લાન્સ પેનીસના ભાગે હોય છે. ફોર સ્કીન ઓવર ધ ગ્લાન્સ હોય છે તે પાછળ રીટ્રેક થવી જોઇએ. જો તે ન થતી હોય, તેને ફીમોસિસ કહે છે. એબનોર્મલ માઇક્રો પેનીસ, માટે હાઈડ્રોસીલી ઇનગ્યુઇનલ હર્નિયા માટે ઓબ્ઝર્વ કરવું ટેસ્ટીસ સ્ક્રોટમમાં છે કે નહી તે ચેક કરવું.

(10) એનાલ એક્ઝામિનેશન

  • એનસ ઓબ્ઝર્વેશન કરવું. એનાલ ફીસર, ઇમપરફોરેટેડ એનસ માટે ઓબ્ઝર્વ કરવું. ન્યુ બોર્ન બેબી 24 કલાકમાં મેકોનિયમ પાસ કરે છે.

(11) હીપ

  • હીપ ડીસલોકેશન માટે ચેક કરવું, ગ્લુટીયલ ફોલ્ડ, ફેટ કલેક્શન માટે ઓબ્ઝર્વ કરવું જોઈએ.

(12) એક્સ્ટ્રીમિટીસ

  • હાથપગ નોર્મલ છે કે નહી. હલનચલન નોર્મલ છે કે નહી તે ચેક કરવું. રિફ્લેક્સ, મસલ્સ ટોન, આંગળી અને અંગૂઠા નોર્મલ છે કે નહી તે ચેક કરવુ.

ન્યુરોલોજીકલ એસેસમેન્ટ

  • ન્યુરોલોજીકલ એસેસમેન્ટ કરવું એ નીઓનેટ્સમાં સૌથી અગત્યનું છે. ઇમમેચ્યોર નીયોનેટમા એનાટોમિકલ અને ફિઝિયોલોજીકલી ઇમમેચ્યોર જોવા મળે છે, જેના પરિણામે તાપમાન માપવામાં તકલીફ પડે, અનકોર્ડીનેટેડ મુવમેન્ટ, લેક ઓફ કંટ્રોલ ઓવર મસક્યુલર એક્ટીવીટી, મસલ્સ ટોન, હેડ કન્ટ્રોલ અને રિફ્લેક્સ જોવા.નોર્મલ ન્યુ બોર્નમાં લગભગ બધા જ રીફ્લક્સીસ જોવા મળે છે.

રીફ્લક્સીસ ઓફ ન્યુ બોર્ન :

નીઓનેટલ રીસસીટેશન

શિશું માટે પુન:સ્વસન

  • જન્મ સમયે શ્વાસની ગુંગળામણની પરિસ્થિતિમાંથી તેની જીંદગીને બચાવી શકાય છે. જે શીશુ જન્મ સમયે બરાબર શ્વાસ લઇ શકતું નથી. તેના માટેના જરૂરી પગલા લઇ તેની જીંદગી બચાવી શકાય. 90% ટકા નવજાત બાળકો ગર્ભસ્થ પરિસ્થિતીમાંથી બહાર આવે છે, ત્યારે પોતાની મેળે શ્વાસોશ્વાસ કરતા થઈ જાય છે. તેઓને થોડી મદદ મળે અથવા ન મળે તો પણ ધીરે ધીરે નિયમિત શ્વાસોશ્વાસ ચાલુ થઈજાય છે. ફક્ત ૧૦ ટકા શિશુઓને જ જન્મ સમયે શ્વાસોશ્વાસ ચાલુ થવા માટે થોડી વધુ મદદની જરૂર પડે છે, અને ફ્ક્ત ૧ % શિશુંઓ ને જ નીઓનેટલ રીસશીટેશનની જરૂર પડી શકે છે.

નોંધ :કોઈપણ નવજાત શિશુને જન્મ સમયે શ્વાસની તકલીફ થઇ શકે છે.દરેક પ્રસુતિમાં આવી પરિસ્થિતિઓ માટે અગાઉથી આયોજન અને તૈયારી કરવી ખૂબ જ અગત્યની છે.

ઓબ્જેક્ટીવ ઓફ રીસસીટેશન

  • 1.જન્મ સમયે નવજાત શિશુની ચકાસણી કરવા માટે
  • 2.જન્મસમયે જે નવજાત શિશું બરાબર શ્વાસ લઈ શકતું નથી તેના માટે જરૂરી પગલાં લઇ તેના શ્વાસોશ્વાસ સ્થાપિત કરવા માટે
  • ૩.બાળકને થતી ગુંગળામણમાં તેને સારવાર આપવા માટે
  • 4.બાળકના હાર્ટ રેટને નિયમિત કરવા માટે ૧ (X)બીટ /મિનિટ થી વધુ લાવવા.

ઈમીડીએટ એસેસમેન્ટ વીથ અપગાર સ્કોર :

  • અપગાર સ્કોર સિસ્ટમ વિર્જીનિયા અપગાર એ ઈ.સ. ૧૯૫૨ માં ડેવલપ કરી આ સ્કોરના બેઝ પ્રમાણે હાર્ટ રેટ, રેસ્પીરેશન મસલ્સ ટોન, રિફલેક્સ, ઈરીટેબિલીટી , નીઓનેટનો કલરને નિરીક્ષણ કરવામાં આવે છે.આ દરેકને ર સ્કોર આપવામાં આવે છે, અને જો તે નેગેટિવ છે તો તેને 0 સ્કોર આપવામાં આવે છે.આ અસેસમેન્ટ જન્મ પછી તરત જ ૧ થી પ મિનીટ દરમ્યાન કરવામાં આવેછે.આના પ્રમાણે કેટલાક નવજાત શીશુંનું બોડી પીંક અને હાથ પગ બ્લુઈસ હોયછે. આ સમયે તેની મોં ની મ્યુક્સ મેમ્બ્રેનનો કલર,કન્જક્ટાઈવા, શોલ અને ફિટનું નિરીક્ષણ કરવુ. હાથ અને પગનું હલનચલન જોવું. શ્વાસોશ્વાસ, રડવું, હાર્ટ રેટ , નાકમાં કેથેટર નાખી રિસ્પોન્સ જોવો વગેરે.
  • નોર્મલ બેબીનો અપગાર સ્કોર જન્મ પછી ની એક મીનીટમાં ૮ થી ૯ આવે છે.
  • જ્યારે સ્કોર ૮ થી ૧૦ ની વચ્ચે આવે તે સૂચવે છે કે બાળક યુટ્રસની બહારના વાતાવરણમાં સારી રીતે અનુકુલન સાધી શકશે.
  • જો સ્કોર ૫ થી ૭ ની વચ્ચે આવે તો ગર્ભાશયની બહાર બાળકને સામાન્ય તકલીફ છે અને તેને ઓક્સીજન અને (અમ્બુ બેગ) AMBU બેગની અને સતત મોનીટરીંગની જરૂર છે.
  • જો બેબીનો સ્કોર ૪ કે તેથી નીચે આવે તો તે સિવિયર ફિટલ ડીસટ્રેસ છે જેને એન્ડોટ્રેકીઅલ ટ્યુબ નાખવાની અને ક્લોઝ મોનીટરીંગની જરૂરિયાત છે.

નીચેની પરિસ્થિતીમાં રીસસીટેશન કરવાની જરૂર પડે છે.

રીસસીટેશન માટેની પ્રીપેરેશન

  • બાળજન્મ સમયે દરેક આરોગ્ય કાર્યકર માતા પાસે હાજર હોવા જોઇએ, તેઓને
  • રીસસીટેશની આવડત અને જોખમી શીશુને ઓળખવાની આવડત હોવી જોઇએ. આરોગ્ય કાર્યકરને મદદ કરનાર વ્યક્તિ પોતે સમજ ધરાવતા હોવા જોઇએ શું કરવાનુ છે. તે જાણતા હોવા જોઇએ. સહકારપૂર્વક અને ઝડપથી કામ કરી શકે તેવા અને ક્રમ પ્રમાણે કામ કરી શકે તેવા હોવા જોઇએ.

રીસસીટેશનની સફળતાના ચાવીરૂપ મુદ્દાઓ

  • અગાઉથી આયોજન રાખવુ.
  • બધી જ તૈયારી આસીસ્ટન્ટ તેમજ સાધનો.
  • મદદ માટેની જાણકારી દા.ત.એમ્બુલન્સ માટે ડોક્ટરને કોલ કરવા માટે.
  • રેકોર્ડ /નોંધ.
  • કામગીરી ઝડપથી કરવી.
  • બાળકને હુંફ આપો. (હાઇપોથર્મીયાથી બચાવવા).
  • સ્વચ્છતા જાળવો – ઇન્ફેક્શનથી બચાવવા માટે
  • જન્મ માટેની તૈયારીઓ

ડીલીવરી કરાવનારની પોતાની તૈયારી

  • જે સુવિધા ઉપલબ્ધ છે.તે મુજબ મદદ કરનાર વ્યક્તિની પસંદગી કરો. કે નવજાત શીશુના પુનઃશ્વસન આપવામાં મદદ કરી શકે, મદદ કરનાર વ્યક્તિ જાણકાર સ્ટાફ નર્સ, બિનતાલીમી, બીજી કોઇ વ્યક્તિ અને માતાના સગા પણ હોય શકે.
  • તાત્કાલીક જરૂરીયાત ના સમયે ડોક્ટર અથવા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટે તાલીમબદ્ધ વ્યક્તિને બોલાવવા અગાઉથી વ્યવસ્થા કરી રાખવી. અથવા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર શિશુને મોકલવા માટેની વ્યવસ્થા કરવી.

મદદ કરનારની ભૂમિકા

  • આરોગ્ય કેંદ્ર પર નવજાત શિશુને પુનઃશ્વસન દરમ્યાન તાત્કાલીક જરૂર પડે તે પ્રમાણે સાધનો ગોઠવવા પુનઃશ્વસન દરમ્યાન તાત્કાલીક જરૂર પડે તો કુશળ વ્યક્તિને કે ડોક્ટરને બોલાવવાની જરૂર પડે તો નજીકનાં સંદર્ભ સેવા કેન્દ્રમાં બાળકને મોકલવાની વ્યવસ્થા કરી શકે છે.

પ્રસુતિ રૂમ (લેબર રૂમ) (નવજાત શિશુ આગમન કક્ષ) ની તૈયારી

  • પ્રસુતિ રૂમમાં હુંફ આપવા માટે તેમજ પુનઃશ્વસન આપવા માટેની જગ્યા (બેબી કોર્નર) સાધનસામગ્રી હોવી જરૂરી છે

જે નીચે મુજબ છે.

જન્મ માટેની પૂર્વ તૈયારીઓ

  • 25 °C – 28 °C થી વધુ ઉષ્ણાતામાન વાળો હુંફાળો લેબર રૂમ, હુંફાળો કોરી પ્રસૂતિ માટેની જગ્યા
  • રેડીયંટ વોર્મર/૨૦૦ વોટનો બલ્બ જો શક્ય હોય તો.
  • બે સ્વચ્છ હુંફાળા કાપડના ટુકડા
  • વીંટો વાળેલો કાપડનો ટુકડો (1/2 ઇંચ જાડાઈ) સોલ્ડર રોલ
  • નવજાત શિશુ માટેની આપમેળે ફુલે તેવી રબર / પ્લાસ્ટીક બેગ

૧ અને ૦ સાઇઝના બાળકો માટેના માસ્ક

  • ૧ સાઇઝ માસ્ક સામાન્ય વજનવાળા બાળક માટે
  • ૦ સાઇઝનુ માસ્ક ઓછા વજનવાળા બાળક માટે
  • સકસન કરવા માટેનુ સાધન મ્યુક્સ એક્સક્રિટર (૨૦ ml વાળુ)
  • ઓક્સિજન સીલીન્ડર ફ્લોમીટર, ટ્યુબીંગ સાથે.
  • સેકન્ડ કાંટાવાળી ઘડીયાળ.

રીસસીટેશન આપવા માટેના સાધનોના ઉપયોગ વિશે અગત્યના મુદ્દા :

  • સાધનોને પ્રસૂતિ વખતે ઉપયોગમાં લીધા પછી ફરીથી તેને સ્વચ્છ કરી ઉપયોગમાં લેવા તૈયાર છે કે નહી તે ચેક કરી લેવું.
  • તૂટેલા સાધનોને ઉપયોગમાં લેવા નહી તે જોખમ ઊભુ કરી શકે છે.
  • સાધનો યોગ્ય સાઇઝના હોવા જરૂરી છે. નવજાત શીશુ માટે ઉપયોગમાં લેવાના સાધનો અલગ હોવા જોઇએ.
  • AMBU બેગની ક્ષમતા 250-500 મીલીથી વધુ ન હોવી જોઇએ.
  • મ્યુક્સ એસ્પીરેટર ઉપયોગમાં લેવાનું હોય તો તેની ડબ્બીની ક્ષમતા 20 ml. જેટલી હોવી જોઇએ જેથી મોંમાં ચૂસાંયેલુ પ્રવાહી ચુસનારના મોં માં જતુ અટકે.
  • બલ્બ વાળા મ્યુક્સ એસ્પીરેટરનો ઉપયોગ ન કરવો કારણકે તેની સ્વચ્છતા બરાબર રાખી શકાતી નથી. જેથી ચેપ ફેલાવાનો ભય રહે છે.
  • સક્સન કરતી વખતે નેગેટીવ પ્રસર 100 mm of hg અથવા 130 cm પાણીથી વધવું ન જોઇએ.
  • સાધનો કાર્યરત છે તે ચકાસો.
  • નવજાત શિશુંના જન્મ પહેલા તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ છે અને કાર્યરત છે તેની ચકાસણી કરો.
  • હુંફાળા વાતાવરણ માટે રેડીયન્ટ વોર્મર અથવા છત પરનો બલ્બ પ્રસૂતિના અગાઉથી નક્કી કરેલ સંભવિત સમયના અડધા કલાક પહેલા ચાલુ કરો.
  • બારી બારણાં અને પંખા (લેબર રૂમમા) બંધ રાખો.

રીસસીટેશન માટેના TABC

(1) T – ટેમ્પ્રેચર મેન્ટેન કરવુ (તાપમાન જાળવવું)

  • બેબીને તરત જ કોરું કરવું. ભીના કપડાને તરત જ કાઢી નાખવા.બાળકને માથા થી પગ સુધી કોરા કપડામાં લપેટવું. બાળકને માતાની છાતી પર બ્રેસ્ટ ક્રોલીંગ માટે આપવું.

(2) A – એર વે ઓપનીંગ

  • એર વે ઓપન કરવો, શિશુને પોસીસન આપવી અને માઉથ અનેનોઝ માથી સકસ ન કરવુ. જો જરુરી હોય ત્યારે એન્ડોટ્રેકિઅલ નાખી એર વે ઓપન કરવી.

(3) B – બ્રીધીંગ

  • બ્રીધીંગની શરૂઆત કરવી તરત જ રેસ્પીરેશન માટે ટેક્ટાઈલ સ્ટીમ્યુલેશન કરવુ. જો જરૂરી હોય ત્યારે એન્ડો ત્રેકી અલ ટ્યુબ વડે રેસ્પીરેશન આપવા માટે બેગ-માસ્કનો ઉપયોગ કરવો.

(4) C – સર્ક્યુલેશન

  • સર્ક્યુલેશન મેઇન્ટેઇન કરવુ. દબાણ ચેક કરો અને દવા દ્વારા બ્લડ સર્ક્યુલેશન ઉત્તેજિત કરવું.

રીસસીટેન માટેનાં પગથીયાં

જન્મ સમયે ચકાસણીના પગલાં :

(૧) નવજાત શિશુંને માતાનાં પેટ ઉપર મુકો.

  • બાળકને માતાના પેટ ઉપર મુકવું જોઇએ અથવા જે સપાટી કે પથારીમા મૂકવાનુ છે.
  • તેના પર હૂંફાળો ટુવાલ અથવા કપડું મૂકેલુ હોવુ જોઇએ.

(૨) જન્મનો સમય નોંધી લો અને બાળક કોરુ કરો.

  • બાળકને જન્મ સમયે હુંફાળુ રાખવુ તે ખૂબ અગત્યનું છે. બાળકને હુંફાળા કપડા વડે કોરૂ કરો કોરુ કર્યા પછી ભીનાં કપડાં અથવા ટોવેલને કાઢી નાખવો અને બીજા કોરા કોરા ચોખ્ખા કપડામાં બાળકને લપેટી લેવુ. જો બાળકને તરત જ કોરૂ ન કરવામા આવે તો બાળક તેના શરીરની ગરમી ગુમાવવાના કારણે તેને હાયપોથર્મિયા થાય છે. બાળકના શ્વાસોશ્વાસ અને હુંફ સાથે મળવા જોઇએ. બાળકને કોરુ કરતી વખતે તેના શ્વાસોશ્વાસની ચકાસણી કરતા રહેવુ. કોરુ કરવાની ક્રિયા પોતે જ થોડા નબળા બાળકોને શ્વાસ લેવા માટે ઉત્તેજીત કરવા પૂરતી છે.

૩) ગર્ભજળ બગાડવાળુ હોય ત્યારે

  • જો ગર્ભજળ બગાડવાળુ હોય અને બાળક રડતું નથી તો તરત જ સક્શન કરવું જોઇએ. સૌ પ્રથમ મોં માથી એસ્પીરેટરથી સક્સન કરો. તેને હોઠ થી 5 cm સુધી મોં મા જવા દઇ સક્સન કરો, નળી મોં માંથી બહાર કાઢતી વખતે પણ સક્સન કરવાનું ચાલુ રાખો. ત્યારબાદ નાકના બન્ને છિદ્રોમાં 2 cm જેટલી ટ્યુબ દાખલ કરી સક્સન કરો. બાળક શ્વસન લેતું હોય તેમ છતાં ચોખ્ખુ પ્રવાહી નીકળવાનું શરૂ થાય ત્યારે સાફ કરવાનું બંધ કરી દો. અને બાળકને કોરુ કરો.

યાદ રાખો : હંમેશા પ્રથમ મોં માંથી અને ત્યારબાદ નાકમાંથી સક્સન કરો. મો માથી 5 cm અને નાકમાં 2 cm સુધી ટ્યુબ દાખલ કરો ટ્યુબ બહાર કાઢતી વખતે પણ શ્વસન કરવાનું ચાલુ રાખવું.

  • બાળકના શ્વાસોશ્વાસની ચકાસણી કરો.
  • બાળકની છાતીનું હલનચલન નિહાળો. છાતી બંને બાજુએથી કોઇપણ મુશ્કેલી વિના હલનચલન થવી જોઇએ, એક મિનીટમાં 40 થી 60 વખત.

(રીસસીટેશન)પુન: શ્વસન માટેના પગથીયા

  • જો બાળકને રીસસીટેશન આપવાની જરૂર હોય તો નીચેના પગલા લો.
  • નાળને ક્લેમ્પ કરી કાપી લો.
  • માતાને જણાવો કે બાળકને શ્વાસ લેવાની તકલીફ છે અને તે માટે આપણે મદદ કરી રહયા છીએ એમ ઝડપથી અને મુદ્દતાથી જણાવો.
  • બાળકને હુંફાળી ચોખ્ખી સપાટ કોરી જગ્યા પર મુકો.
  • હુંફ આપો.
  • બાળકને બરાબર સ્થિતીમાં મુકો.
  • શ્વસન માર્ગને ક્લીન કરો.
  • બાળકને ઉત્તેજીત કરો.
  • ફરીથી સ્થિતિમાં ગોઠવો.

(1) હુંફાળુ વાતાવરણ આપો.

  • બાળકને તરત જ કોરુ કરી ડ્રાય ટોવેલ માં લપેટી તેને રેડીયન્ટ વોર્મર માં મુકવું. બાળકને હુંફ આપો. ૨૦૦ વોટના ગોળાથી 50-60 cm જેટલું નીચે રાખવું.
  • જન્મસમયે ઠંડો પવન અથવા હવાને રોકવા માટે લેબર રૂમના બારી બારણાં પંખા પણ બંધ રાખો.
  • બાળકને પીઠ પર છતું સુવડાવો. (હેડ ટીલ્ટ, ચીન લીફ્ટ)
  • બાળકનું માથું પાછળની બાજુ સહેજ ઢળતું (શ્વસન માર્ગ ખુલ્લો કરવા) રાખો.
  • બાળકના ખભા નીચે શોલ્ડર રોલ મુકો, જેથી બાળકની સ્થિતિ બરાબર જાળવી શકાય.
  • (1 ઈંચ જાડાઇ વાળુ તથા LBW બેબીમાં 0.5 ઇંચ).

(2) શ્વાસ લેવા માટે ઉતેજીત કરવું (ટેક્ટાઇલ સ્ટીમ્યુલેશન).

  • શ્વસન માર્ગ ખુલ્લો કરવા પ્રથમ મોં માથી અને પછી નાક માંથી સક્સન કરવું. સક્સન કરતી વખતે નાકમાં ખૂબ ડીપ સક્શન ન કરવું કારણ કે તેનાથી પોસ્ટીરીયર ફેરીન્ક્સમાં ઉતેજના થાય છે, જેને કારણે બ્રેડીકાર્ડિયા થઇ શકે છે.
  • જો બાળક જન્મ પછી તરત જ ન રડે તો તેના અસરકારક રેસ્પીરેશન જાતે શરૂ કરવામાં નિષ્ફળ જાય તો તેને કોરૂ કરી ભીનાં કપડાં દુર કરી યોગ્ય સ્થિતિમાં ગોઠવી શ્વસન માર્ગ ખુલ્લા કરો અને શ્વાસની ઉત્તેજના માટે સલામત અને યોગ્ય રીતે ઉત્તેજીત કરવા માટે પગની પાની પર ટપલી મારો.પીઠ પર હળવેથી હાથ ઘસો, એક કે બે વખત ઉતેજના આપવા.
  • હજી પણ બાળક શ્વાસ લેતું નથી તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપો.
  • જો રીસસીટેસનના શરૂઆતના પગથિયાની ૩૦ સેકન્ડ માટે તરત જ બેગ અને માસ્કથી ક્રૃત્રિમ શ્વાસ આપવાનું શરૂ કરી દેવું જોઇએ.

(3) બાળકના માથાની સ્થિતી બરાબર રાખવી. (રી પોઝીશનીંગ)

  • કુત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટે અસરકારક રીતે બેગ માસ્કનો ઉપયોગ કરવા માટે બાળકની એક બાજુ અથવા માથા તરફ ઉભા રહો, જેથી તેના છાતી અને પેટનું હલન ચલન જોઇ શકાય.
  • બેગ અને માસ્કને મોં પર યોગ્ય સ્થિતિમાં ગોઠવો.
  • બાળકના મોં ઉપર માસ્ક એવી રીતે ગોઠવવું કે તેનું મો. નાક માસ્કની કિનારીના અંદરના ભાગમાં રહે.
  • માસ્કને મો પર અંગુઠો અને પ્રથમ બે આંગળીઓ વડે પકડી રાખો જેથી માસ્ક પર “C” આકારમાં ગોઠવાય અને છેલ્લી બે આંગળીઓથી બાળકની દાઢી સહેજ ઉપરની બાજુએ ખેંચી રાખો જેથી શ્વસન માર્ગ ખુલ્લો રહે.
  • એક વખત માસ્ક બરાબર રીતે ગોઠવાય જાય પછી થી થોડું નીચેની બાજુ માસ્કની કિનારી પર દબાણ આપીને બરાબર રીતે ફીટ કરો જેથી હવાની અવરજવર થઇ શકે નહી. માસ્ક પકડી રાખતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.
  • કૃત્રિમ શ્વાસોશ્વાસ શરૂ કરો.
  • બેગને દબાવીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું શરૂ કરો યાદ રાખો કે ફેફસા પાણીથી ભરેલા છે તેથી શરૂઆતના થોડા શ્વાસ માટે વધુ અને લાંબા સમય સુધી દબાણ આપવાની જરૂર પડે છે. ત્યારબાદ શ્વાસોશ્વાસ બરાબર રીતે થઇ શકે. છાતીનું હલનચલન સામાન્ય શ્વાસોશ્વાસ વેળાએ થાય છે એટલુ જ થાય એ રીતે બેગને એટલા દબાણથી દબાવવી જોઇએ.
  • જો બાળક ખૂબ ઊંડાં શ્વાસોશ્વાસ લેતું હોય તેમ લાગે અને ફેફસાં વધૂ પડતા ફુલી જતા હોય એમ લાગે તો તમે વધુ પડતુ દબાણ આપી રહ્યા છો તો તેના કારણે ફેફસાની અંદરની નાની નાની શ્વાસનળીઓ તૂટી જશે અને હવા ફેફસામાં બહાર નીકળવા લાગશે. નવજાત શીશુને પુન: શ્વસન આપતી વેળાએ શરૂઆતમાં એક મિનીટમાં 40 10 60 શ્વાસ મળે તે દરથી શ્વાસોશ્વાસ આપવા જોઇએ અથવા સેકન્ડમાં એક વખત આપવો. શ્વાસોશ્વાસનો દર એક મિનીટમાં 40 થી 60 ની વચ્ચે જાળવી રાખવા માટે તમે નવજાત શિશુને શ્વાસોશ્વાસ આપવી વેળા મનમા આ રીતે ગણો શ્વાસ – ટુ……થ્રી, શ્વાસ-ટુ્…..થ્રી, શ્વાસ-ટુ….થ્રી.
  • જ્યારે તમે બેગને શ્વાસ આપવા માટે દબાવો.ત્યારબાદ ફરી વખત દબાવતા પહેલા મનમાં ટુ- થ્રી બોલો તમે બરાબર રીતે શ્વાસ આપી રહ્યા છો તેમ સમજો.
  • ચેસ્ટનું હલનચલન થાય છે તેની ખાતરી કરવી.(છાતી ઉપર આવે છે કે નહી)
  • બેગ અને માસ્ક દ્વારા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું શરૂ કર્યા પછી તમારે બે થી ત્રણ વખત શ્વાસ આપ્યા પછી છાતીનું હલનચલન થાય છે કે તે જોવું જોઇએ અને શ્વાસોશ્વાસ આપવાની જરૂરીયાતની ચોક્સાઇ કરવી જોઇએ. છાતીનું હલન ચલન બરાબર નથી કે અપુરતું છે તો કૃત્રિમ શ્વાસોશ્વાસ માટેના પગલાં સુધારી લેવા જોઇએ.

છાતીનું હલનચલન ન હોવું અથવા અપુરતું હોવાના કારણો :

  • માસ્ક બરાબર ફીટ ન થયેલ હોય.
  • શ્વસન માર્ગ ખુલ્લો ન થયેલ હોય.
  • પુરતું દબાણ આપીને શ્વાસ આપવામાં ન આવ્યો હોય.

કૃત્રિમ શ્વાસોશ્વાસ સુધારણાના પગલાં :

  • માસ્કને ફરીથી ગોઠવો. માસ્કની કિનારી પર થોડું વધુ દબાણ આપો અને બાળકનું જડબું થોડું ઉંચુ કરો.
  • બાળકના મો ઉપર ઉપરથી દબાણ ન આપો.
  • બાળકની સ્થિતિ ફરી વખત તપાસો તેની ગરદન થોડી પાછળની બાજુ લો.
  • જુઓ કે મોં માં, ગળામાં આગળના ભાગમાં, નાકમાં પ્રવાહી નથી. જરૂર લાગે તો મોં માંથી અને નાક માંથી સક્સન કરી લો.
  • બાળકનું મોં થોડું ખુલ્લુ રાખી કુત્રિમ શ્વાસોશ્વાસ ચાલુ કરો. જો છાતીનું હલનચલન હજી નથી થતું અથવા અપુરતું છે.
  • જ્યાં સુધી છાતીનું હલનચલન બરાબર થાય ત્યાં સુધી બેગ પર વધુ દબાણ આપી શ્વાસોશ્વાસ ચાલુ કરો.
  • કૃત્રિમ શ્વાસોશ્વાસના પગથીયામાં સુધારો કર્યા પછી તમારે જો જરૂર હોય તો બીજી 30 સેકન્ડ સુધી સતત શ્વાસોશ્વાસ આપવાનું ચાલું રાખવુ. ત્યારબાદ બાળકની પરિસ્થિતિના લક્ષણોની ચકાસણી કરી. તે મુજબની કામગીરી કરવી.
  • સુધારો ત્યારે જ કહેવાય કે જ્યારે બાળક નિયમિત શ્વાસોશ્વાસ ચાલુ કરે છે.
  • જો બાળક હજી પણ બરાબર શ્વાસ લેતું ન હોય તો તેને હજી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલું રાખવું અને વધુ તપાસ કરવી જોઇએ.
  • જો ઉપલબ્ધ હોય તો બેગ અને માસ્ક વડે ઓક્સિજન આપો.
  • હ્રદયના ધબકારા ચકાસો.
  • હ્રદયના ધબકારા ચકાસવા માટે અનુભવી વ્યક્તિને કહો. હ્રદયના ધબકારાના દર તમે જ્યારે ૬ સેકન્ડ માટે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું બંધ કરી ચકાસો. તે બાળકની નાળ પર પણ અનુભવાય છે ૬ સેકન્ડ માટે હ્રદયના ધબકારા ગણીને તેને ૧૦ વડે ગુણી નાખો.
  • જેથી તમને ૧ મિનિટમાં હ્રદયના ધબકારા આશરે કેટલા છે તેનો અંદાજ આવશે.
  • ૧ મિનિટમાં હાર્ટ બીટ – ૧૦૦ કે તેથી વધુ હોય છે તો તે સામાન્ય છે.
  • ૧ મિનિટમાં હાર્ટ બીટ ૧૦૦ થી ઓછા છે તો તે ધીમા છે.
  • જો હ્રદયના ધબકારા સામાન્ય ૧ મિનિટમાં ૧૦૦ થી વધુ છે અને બાળક બરાબર શ્વાસ લેતું નથી તો બેગ અને માસ્કથી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રાખો અને દર ૩૦ સેકન્ડ પછી બાળકની ચકાસણી કરતા રહો, જ્યાં સુધી બાળક બરાબર રીતે શ્વાસ ન લે ત્યાં સુધી મોટાભાગે જે બાળકોના હ્રદયના ધબકારા ૧ મિનિટમાં ૧૦૦ થી વધુ છે તે બાળકો સારી રીતે શ્વાસ લેવાનું ઝડપથી શરૂ કરે છે. જો હ્રદયના ધબકારા ધીમા છે તો ખાત્રી કરો કે તમે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રાખો. દરેક ૩૦ સેકન્ડ પછી બાળકના હ્રદયના ધબકારા ચકાસો અને શક્ય હોય તો આવા બાળકને સઘન સારવાર માટે ડોક્ટર પાસે રીફર કરો. આવા બાળકને નાખી ચેસ્ટ કમ્પ્રેસન આપવાની અને દવાઓ આપવાની જરૂર પડે છે. સંદર્ભ સેવા માટે મોકલતી વખતે જતા રસ્તામાં પણ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રહે તે ખુબ અગત્યનું છે.

નોંધ : જો બાળકને ચેસ્ટ કમ્પ્રેસન એન્ડોટ્રેકિઅલ ટ્યુબ નાખવાની હોય અને દવાઓ દ્વારા સારવાર આપવાની હોય તો મોટાભાગે નિષ્ણાત ડોક્ટરની હાજરી હોવી જરૂરી છે.

પુનઃશ્વસન પછીની સંભાળ

  • જે બાળકને કૃત્રિમ શ્વાસોશ્વાસની જરૂર પડી છે તેને નિરિક્ષણ હેઠળની સંભાળ આપવી જરૂરી છે. તેમ છતાં જે બાળકોને લાબાં સમય સુધી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની જરૂર પડી છે તેની પરિસ્થિતિ બગડવાનું જોખમ છે. તેમને ગમે ત્યારે જોખમો ઉભા થઇ શકે છે આવા બાળકોને તબીબી નિરીક્ષણ હેઠળ પછીની સંભાળ આપવી.
  • બાળકને હુફાળું રાખો.
  • શ્વાસોશ્વાસ, તાપમાન, રંગ ચકાસો.
  • લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખો.
  • જોખમો માટે નિરિક્ષણ કરતા રહો.
  • જો સારુ હોય તો સ્તનપાનની શરૂઆત કરો.

નવજાત શિશુના રીસસીટેશન માટેના પગથીયા

૧.બાળકને માતાના પેટ પર મુકો.

૨.જો ગર્ભજળ બગાડવાળુ હોય તો તે બાળકને કોરુ કરો અને જન્મ સમય નોંધો.

૩.બાળકના શ્વાસોશ્વાસની ચકાસણી કરો.

  • બાળક શ્વાસ લે છે અથવા રડે છે – કઇ કરવાની જરૂર નથી.
  • બાળક ડચકા ખાય છે અથવા શ્વાસ લેતું નથી – શરૂઆતના પગલાં અનુસરો.

૪.ઝડપથી નાળ કાપો-બાળકને હુંફાળા કોરી સપાટ કઠણ જગ્યા પર મુકો, પુનઃશ્વસન કરો.

  • હુંફ આપો.
  • બાળકને યોગ્ય પોઝિશન આપો.
  • પ્રથમ મોં માથી અને ત્યારબાદ નાકમાંથી સક્સન કરો.
  • બાળકને ઉત્તેજીત કરો. (સ્ટીમ્યુલેશન)

૫.જો હજી પણ શ્વાસન લેતું હોય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપો.

  • યોગ્ય સાઇઝના માસ્કનો ઉપયોગ કરો.
  • બાળકના નાક, મોં પર બરાબર રીતે ફીટ કર્યું છે તેની ખાતરી કરો.
  • બે-ત્રણ વખત દબાણ આપો અને છાતી ફુલે છે કે નહી તે જુઓ.
  • જો છાતી પુરતા પ્રમાણમાં પહોળી થાય છે તો ૩૦ સેકન્ડ સુધી શ્વાસોશ્વાસ આપો અને પુનઃ ચકસણી કરો.
  • જો છાતી પૂરતા પ્રમાણમાં પહોળી થતી નથી તો કૃત્રિમ શ્વાસોશ્વાસના પગલાં સુધારો.

૬.કૃત્રિમ શ્વાસોશ્વાસના ૩૦ સેકન્ડ પછી હ્રદયના ધબકારા ચકાસો.જો બરાબર શ્વાસ લેતું નથી.

  • હાર્ટ બીટ 1 મિનિટમાં ૧૦૦ થી વધુ છે – શ્વાસોશ્વાસની ચકાસણી કરો.
  • શ્વાસોશ્વાસ બરાબર છે તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું બંધ કરો.
  • જો બાળકના ધબકારા ૧ મિનિટમાં ૧૦૦ થી ઓછા છે, અથવા બાળક બરાબર શ્વાસ લેતું નથી તો ઓક્સિજન સાથે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપો વિશિષ્ટ સંભાળ આપો અથવા સંદર્ભ સેવા માટે તેને મોકલી આપો.

જન્મ સમયે બાળકની પાયાની જરૂરીયાતો

દરેક નવજાત શિશુને જન્મસમયે ચાર મુખ્ય પાયાની જરૂરિયાતો હોય છે.

  • ૧. બાળકને હુંફ આપવી, ઠંડુ પડતું અટકાવવું.
  • ૨. સામાન્ય રીતે શ્વાસોશ્વાસ લે.
  • ૩. માતાનું ધાવણ જન્મ પછી શક્ય તેટલું જલ્દી શરૂ કરાવવું.
  • ૪. બાળકને ચેપથી બચાવવું.

જન્મ સમયે સામાન્ય નવજાત શિશુની તાત્કાલીક સંભાળ

તાત્કાલીક સંભાળના દરેક પગથીયાં નીચે મુજબ સમજાવેલ છે.

(૧) જન્મનો સમય મોટેથી બોલો.

  • જન્મનો સમય મોટેથી બોલવો તે અગત્યનું છે. આમ કરવાથી જન્મનો સમય ચોકસાઇપૂર્વક નોંધી શકાશે અને વધુ અગત્યનું એ છે કે જરૂર જણાય તો અન્ય વ્યક્તિઓની મદદ મેળવી શકાય.

(૨) બાળકને હુંફાળા ચોખ્ખા અને કોરા ટુવાલ અથવા કપડામાં લો અને હુંફાળી કોરી જગ્યા પર મુકો

બાળકને હુંફાળા અને કોરા કપડામાં લઇને માતાની છાતી પર મુકો. જો શક્ય ન હોય તો બાળકને ચોખ્ખી હુંફાળી સલામત જગ્યા પર માતાની સોડમાં મુકો.

(૩) નાળને બાંધો અને કાપો.

  • ૧ થી ૩ મિનિટ પછી જંતુમુક્ત કરેલા દોરા વડે બાંધો અને જંતુમુક્ત બ્લેડ અથવા સીઝર વડે ચામડી થીર cm (૧ઇંચ) દૂરથી કાપો.

(૪) હુંફાળા ચોખ્ખા ટુવાલ અથવા કપડા વડે તરત જ બાળકને કોરૂ કરો,આંખો લુછો.

  • બાળકની ચામડી પર લોહી અથવા બગાડ હોય તો લૂંછીને સાફ કરો, પરંતુ સફેદ ચીકણો પદાર્થ બાળક ઠંડુ પડી જતું અટકાવવા માટે લૂંછી ને સાફ ન કરો. (ગરમાવો બચાવો ) પુરેપુરું કોરુ કરો. બાળકની (વર્નિક્સ) કે જે બાળકના શરીર પર ચોંટેલો છે તેને લુંછીને કાઢી નાંખવાની જરૂર નથી, કારણકે વર્નિક્સ બાળકની ચામડીને રક્ષણ આપે છે અને તે ખુબ જ જલ્દી થી શોષાય જાય છે.

(૫) કોરું કરતી વખતે બાળકના શ્વાસોશ્વાસની ચકાસણી કરો.

  • કોરું કરતી વખતે બાળકના શ્વાસોશ્વાસની ચકાસણી કરતા રહો.
  • સામાન્ય નવજાત શિશુ જોરથી રડતું હોય છે અથવા એક મિનિટમાં 40 થી 60 ના દરે નિયમિત રીતે શ્વાસ લેતું હોય છે.જો બાળક બરાબર શ્વાસ લેતું ન હોય તો પછી પુનઃશ્વસન પ્રકરણમાં સમજાવ્યા મુજબના પગથીયાં શરૂ કરવા જોઇએ.

(૬) જંતુમુક્ત કરેલા ગોઝના ટુકડા વડે બંને આંખો લુછો.

  • જંતુમુક્ત કરેલા ગોઝના ટુકડા વડે આંખો લુછો આંખો અંદરની બાજુથી બહાર તરફ લુછો.

(૭) બાળકને માતાના બંને સ્તન વચ્ચે મુકો ચામડીથી ચામડીના સ્પર્શની સંભાળ શરૂ કરો.

  • નાળ કાપ્યા પછી બાળકને માતાના બન્ને સ્તન વચ્ચે મુકો. આમ ચામડીથી ચામડીના સ્પર્શની સંભાળશરૂ કરો આમ કરવાથી બાળકનું શારિરીક ઉષ્ણતામાન જાળવી રાખવામાં અને વહેલું સ્તનપાન શરૂ કરાવવા માટે મદદ મળશે.

(૮) બાળકને ઓળખપત્ર લગાડો.

  • બાળકના હાથના કાંડા પર ઘુંટી પર ઓળખપત્ર લગાડો, આમ કરવાથી બાળકની સહેલાઇથી ઓળખ થઇ શકે છે.

(૯) ટોપી વડે બાળકનું માથું ઢાંકી દો.

  • માતા અને બાળકને હુંફાળા કપડાથી વીંટાળી દો. બાળક પોતાના શરીરની ગરમી માથાના ભાગેથી વધુ ગુમાવે છે. જેથી ગરમાવો ટકાવી રાખવા બાળક ને ટોપી પહેરાવી દો.

(૧૦) બાળકને સ્તનપાન કરાવવા માતાને પ્રોત્સાહિત કરો.

  • દરેક બાળકને જન્મના એક કલાકમાં સ્તનપાન શરૂ કરારવું જોઇએ.

સામાન્ય વજન વાળા બાળકનો ખોરાક

  • માતાનું ધાવણ એ બાળક માટે સૌથી ઉત્તમ દૂધ છે. બધા જ તંદુરસ્ત સામાન્ય વજન વાળા બાળકને છ મહીનાની ઉંમર સુધી ફક્ત માતાનું ધાવણ આપવું જોઇએ. સફળતા પૂર્વક સ્તનપાન શરૂ કરાવવા માટેનું પુરતું જ્ઞાન અને કૌશલ્ય માતાને સમજાવવા માટે અને મદદ કરવા માટે દરેક આરોગ્ય કાર્યકરને તેનું પૂરતું જ્ઞાન હોવું જોઇએ.
  • પ્રસુતિ પછી શક્ય તેટલું જલ્દી તંદુરસ્ત નવજાતશિશુને સ્તનપાન શરૂ કરાવવા માતાને મદદ કરવી. આરોગ્ય કાર્યકરે માતાને ધાવણના ફાયદા સમજાવવા જોઇએ.

સ્તનપાનના ફાયદા

સ્તનપાનથી નીચેના જોખમો ઓછા થાય છે.

  • (1) ડાયેરિયા (ઝાડા)
  • (2) ન્યુમોનિયા (શ્વસનતંત્રના ચેપ)
  • (3) કાનનો ચેપ
  • (4) બાળમ્રુત્યુ

બાળકને થતાં ફાયદા :

  • સંપૂર્ણ ખોરાક છે.
  • સહેલાઇથી પચી શકે છે, સારી રીતે શોષાય શકે છે.
  • ચેપથી રક્ષણ આપે છે.
  • લાગણીનો સેતુ બંધાય છે.
  • મગજનો સારો વિકાસ થાય છે.

માતાને થતાં ફાયદા :

  • યુટ્રસના ઈન્વોલ્યુશનમાં મદદ કરે છે.
  • LAM લેક્ટેસનલ એમીનોરીયા મેથડ (ગર્ભાવસ્થા મોડી આવે છે.)
  • બ્રેસ્ટ અને ઓવેરીના કેન્સરનું જોખમ ઓછું થાય છે.
  • માતાના કામનું ભારણ ઓછું થાય છે.

કુટુંબને અને સમાજને ફાયદા :

  • પૈસાની બચત થાય.
  • કુટુંબ નિયોજન થઇ શકે
  • દવાખાનામાં દાખલ થવાની જરૂરિયાત ઓછી થઈ શકે.
  • બાળ સંરક્ષણમાં ફાળો આપે છે.

પગથીયું – 1

  • સ્તનપાન કરાવવા માટે માતાને મદદ કરવી.
  • માતા અને બાળકને સ્તનપાન માટે તૈયાર કરવા.
  • ખાત્રી કરો કે બાળક આરોગ્યની દ્રષ્ટિ એસ્વસ્થ છે.
  • બાળક જાગૃત છે.

પગથીયું – 2

  • માતા આરામદાયક અને સ્વસ્થ સ્થિતિમાં છે.
  • તેણીને આરામદાયક અને અનુકુળતા મુજબ બેસવું જોઇએ. તે બેઠા બેઠા અને સૂતા સૂતા ફિડીંગ આપી શકે છે.

પગથીયું – 3

બાળકની બરાબર સ્થિતિ માટેના ચાવીરૂપ ચાર મુદ્દાઓ :

  • બાળકનું માથું અને શરીર સીધા હોવા જોઇએ.
  • બાળકનું મોં માતાના સ્તન સામે હોય.
  • બાળકનું શરીર માતાના શરીર થી ખૂબ નજીક હોય.
  • માતાએ બાળકના આખા શરીરને આધાર આપવો જોઇએ.

પગથીયું – 4

  • માતાને બતાવો કે હાથ વડે સ્તનને આધાર કેવી રીતે આપવો. માતાને સમજાવો.
  • તે તેની આંગળીઓ તેના સ્તનની નીચે રાખે.
  • સ્તનને આધાર આપવા માટે તેની પહેલી આંગળીનો ઉપયોગ કરે.
  • સ્તનને આધાર આપવા અંગુઠો કાળી ચામડી પર મુકો.
  • ડીંટડી પાસે તે તેની આંગળીઓ ન રાખે.

પગથીયું – 5

  • બાળકના વળગાડવા માટે મદદ કેવી રીતે કરવી તે માતાને બતાવો.
  • તેણીની ડીંટડી પર થોડું દૂધ કાઢવા માટે કહો.
  • બાળકના હોઠ તેણીની ડીંટડીને સ્પર્શ કરાવવા કહો.
  • બાળક તેની મોં ફાડ પહોળી કરે, જીભ નીચે, બહારની બાજુ આવે ત્યાં સુધી રાહ જોવા જણાવો.
  • બાળકને તરત જ સ્તન પર એ રીતે લો જેથી ડીંટડી બાળકના તાળવા બાજુએ તથા નીચલો હોઠ ડીંટડીની નીચેની બાજુ બહાર રહે.

પગથીયું – 6

  • બરાબર વળગેલું છે તે માટેના ચાર લક્ષણો.
  • બરાબર વળગેલું છે તે માટે ચાવીરૂપ ચાર લક્ષણો આ પ્રમાણે છે.
  • ડીંટડીની આસપાસની કાળી ચામડી બાળકના હોઠની નીચે ઓછી દેખાય.
  • બાળકની મો ફાળ પહોળી હોય છે.
  • બાળકનો નીચલો હોઠ બહારની બાજુએ વળેલો હોય.
  • બાળકની દાઢી સ્તનને અડતી હોય.

પૂરતા પ્રમાણમાં ધાવણની ચકાસણી

  • બાળક ૨૪ કલાકો ૬ થી ૮ વખત યુરિન પાસ કરે છે.
  • ધાવણ લીધા પછી ર થી ૩ કલાક ઉંઘી જાય.
  • વજનામાં વધારો થાય ૧૦ થી ૧૫ ગ્રામ /kg/ દિવસ.
  • બે અઠવાડીયા પછી તેના જન્મ સમયના વજન કરતાં બમણું વજન થાય.

સ્તનપાનને પ્રોત્સાહીત કરવા માટેના ચાવીરૂપ સંદેશાઓ

  • ૧. શક્ય હોય તો પ્રસુતિ રૂમમાં પછી બને તેટલું જલ્દી બાળકને સ્તનપાન માટે સ્તન પર મુકવું જોઇએ.આ માતા માટે, બાળક માટે તેમજ ધાવણ ઉત્પન્ન થવા માટે ખૂબ જ અગત્યનું છે.
  • ૨. પહેલા દિવસે ધાવણ જાડું પીળાશ પડતું હોય છે. આવુ દૂધ આપવાથી પોષણ મળે છે.અને ચેપ સામે રક્ષણ મળે છે. કોલોસ્ટ્રમને ફેંકી દેવું નહીં તે બાળકને આપવું જોઇએ.
  • ૩. બાળકને માતાની સોડમાં રાખો, બાળકને માતાની સાથે સુવડાવો તે બાળક માટે સલામત છે.
  • ૪. માતા સૂતા સૂતા,પલંગ,ખુરશી અથવાજમીન પર બેસીને પણ ધાવણ આપી શકે છે.
  • ૫. બાળકને રાત્રે અને દિવસે ઓછામાં ઓછા વખત ધાવણ આપવું જોઇએ.
  • ૬. જેટલું વધારે બાળક સ્તન પર ધાવણ માટે ચૂસતું રહે તેટલું વધારે ધાવણ સ્તનમાં બને છે.અને બાળક વધુ તંદુરસ્ત બને છે.
  • ૭. બાળક પોતાની જાતે સ્તન છોડી દે ત્યાં સુધી તેને એક સ્તન પર ધવડાવવું જોઇએ. અને ત્યારબાદ હજી પણ જો બાળક ભુખ્યું છે એમ જણાય તો તેને બીજા સ્તન પર ધવડાવવું જોઇએ.
  • ૮. શરૂઆતના છ મહીનાની ઉંમર સુધી તો બાળકને ફ્ક્ત ધાવણ જ આપવું જોઇએ.
  • ૯. બાળકને ગળ થુંથી જેવી કે પાણી, ગ્રાઇપ વોટર, મધ,અન્ય પ્રાણીનું કે પાવડરનું દૂધ છ મહિના સુધી આપવું ન જોઇએ.
  • ૧૦. બાળકને ક્યારેય બાટલી આપશો નહીં.

એક્લુઝીવ બ્રેસ્ટ ફિડીંગ

  • નવજાત શિશુને જન્મ પછી જેટલું બને તેટલું જલ્દી ધાવણ શરું કરાવવું.
  • શરૂઆતમાં પ્રસૂતિના ત્રણ દિવસ સુધી ઘટ્ટ,ચિકણું અનેપીળાશ પડતું દૂધ હોય છે,જેને
    (કોલોસ્ટ્રમ) કહે છે.જે બાળકને અપાવવું જોઇએ. તેમાં બધા જ પોષકતત્વો હોય છે. નવજાત શિશું માટે માતાનું દુધ ઉત્તમ આહાર છે.જેથી જન્મ પછી અડધા કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ સ્થાપિત કરાવવું જોઇએ. બાળકને છ મહીના સુધી ફક્ત માતાનું ધાવણ જ મળવું જોઇએ.
  • પાણીનું ટીપું પણ આપવું નહીં જેને એક્લુઝીવ બ્રેસ્ટ ફિડીંગ કહે છે.

ઓછા વજનવાળા તંદુરસ્ત બાળકો માટે ખોરાક

  • ઓછા વજનવાળા (૨.પ ગ્રામથી ઓછા) બાળકો સામાન્ય વજનવાળા બાળકો કરતા (ધાવણ) સ્તનપાન અલગ પડે છે.
  • અધુરા માસે જન્મેલ ઓછા વજનવાળા જન્મેલા બાળકોને પ્રોટીન અને કેલેરીની વધુ જરૂર પડે છે. વધુમાં આ બાળકો ખાસ કરીને1.8 kg કરતા ઓછા વજનવાળાને સ્તનમાંથી સીધું ધાવણ લેવામાં મુશ્કેલી થઈ શકે અને તેઓને મદદ અને સતત ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

સ્તનપાનની પધ્ધતીઓ

  • ઓછા વજનવાળા બાળકો મોટાભાગે અધુરા માસે (૩૭ અઠવાડીયા પહેલા) જન્મે છે. સામાન્ય વજનવાળા બાળકો કરતા ઓછા વજનવાળા અધૂરા માસે જન્મેલા બાળકોમાં થોડીઘણી મર્યાદાઓને કારણે તેઓને સ્તન પાન કરવામાં મૂશ્કેલી પડી શકે છે આ મર્યાદાઓ નીચે મુજબ છે.
  • અસરકારક રીતે ચૂંસવા માટે સક્ષમ ન હોય.
  • ચૂંસવાનુ અને ગળે ઉતારવાનું એકસાથે શક્ય નથી હોતું.
  • ગળે ઉતારવાનું અને શ્વાસ લેવાનું એકસાથે શક્ય નથી હોતું.
  • આ મર્યાદાઓના કારણે ઓછા વજનવાળા બાળકોને (1.250 કિ.ગ્રા) મોં દ્વારા ખોરાક આપી શકાતો નથી જ્યારે થોડા ઘણા બાળકોને નળીદ્વારા ખોરાક આપવાની જરૂર પડે છે.
  • જન્મ પછી બધા જ ઓછા વજનવાળા બાળકો ધીમે ધીમે સીધું સ્તન પાન લેવા માટે સક્ષમ બને છે, ત્યાં સુધી તેઓને નળી દ્વારા, ચમચી,કપ,પેલાડા દ્વારા ધાવણ આપવું જરૂરી છે. દરેક બાળકમાં ધાવણની સાચી પધ્ધતી છે કે કેમ તે નક્કી કરવા માટે જ્યારે બાળક ધાવતું હોય ત્યારે જ નિરીક્ષણ કરવું જરૂરી છે. બાળક ધાવતું હોય અથવા ચમચી પેલાડા વડે ધાવણ લેતું હોય ત્યારે જ ધાવણની સાચી પધ્ધતી અને બાળકનું વલણ અને ધાવણ લેવાની ક્ષમતા નક્કી કરી શકાય છે.
  • જો બાળકનું વજન 1.5 kg કરતા ઓછું હોય અને તે સ્વસ્થ હોય તો તેને ચમચી અથવા પેલાડા પદ્ધતી વડે ધાવણ આપી શકાય થોડાઘણાં બાળકોને નળી દ્વારા ધાવણ આપવાની જરૂર પડી શકે છે. ફક્ત સ્તનમાંથી કાઢેલું દૂધ જ નળી અથવા ચમચી વડે આપવુ જોઇએ.જે બાળકોને નળી દ્વારા ધાવણ આપવામા આવે છે. તેઓને દિવસમાં એક કે બે વખત ચમચી અથવા કપ વડે ધાવણ આપવાનો પ્રયત્ન કરવો જોઇએ.જો તે બરાબર રીતે લઇ શકતું હોય તો નળી વડે ધાવણ આપવાની માત્રા ધીમેધીમે ઘટાડવી જોઇએ.માતા સ્તનમાંથી ધાવણ કાઢે તે પહેલા તેણે બાળકને સીધું સ્તન પર વળગાડવાનો પ્રયત્ન કરવો જોઇએ.જેથી ધાવણ બનવાની પ્રક્રિયા ઝડપી બને છે.
  • જો બાળકનું વજન 1.5 થી 1.2 kg ની વચ્ચે હોય તેઓ સામાન્ય રીતે સીધું સ્તનપાન કરી શકે છે. જ્યારે થોડા બાળકોને પલાડીઅ રધિયા અથવા ચમચીથી ધાવણ આપવાની જરૂર પડે છે. માતાને બાળકની સંભાળ રાખવામાં સામેલ કરવી જોઇએ,અને પેલાડા પદ્ધતીથી ધાવણ આપવા માટે તાલીમ આપીને તેનુ નિરીક્ષણ પણ કરવું જોઈએ.
  • જો બાળકનું વજન ર કિગ્રાથી વધુ હોય તેવા બાળકો સામાન્ય રીતે સીધું સ્તનપાન કરી શકે છે. માતા સ્વસ્થ થાય તેવુ તરત જ બાળકને માતાના સ્તન પર મૂકવું જોઇએ.
  • તેઓને પૂરતા પ્રમાણમાં ધાવણ મળે છે. તે ખાત્રી કરવા નિયમીત રીતે તેની પુનઃ મુલાકાતો ચાલુ રાખીને વજન પણ કરવું જોઈએ.

શું આપવું જોઇએ?

  • જે ઓછા વજનવાળા બાળકો સીધું સ્તન પાન કરી શકતા નથી, તેઓને સ્તનમાંથી કાઢેલું દૂધ જ નળી, ચમચી કે પેલાડાથી આપવું.
  • હાથ વડે સ્તનમાંથી દૂધ કાઢવું

પગથીયું-૧ : વાસણ તૈયાર કરો.

  • કપ પ્યાલો વાટકી જેવુ પહોળા મ્હોંવાળુ વાસણ પસંદ કરો.
  • વાસણને સાબુ પાણીથી બરાબર સાફ કરો. (પોતાનો હાથ ધોતા પહેલા)
  • વાસણમાં થોડું ઉકળતું પાણી રેડો અને થોડી મિનિટો સુધી રહેવા દો.ઉકળતું પાણી મોટાભાગના જંતુઓનો નાશ કરશે.
  • સ્તનમાંથી દૂધ કાઢવા તૈયાર થાવ, વાસણમાંથી પાણી ખાલી કરી દો.

પગથીયુ ૨ : દૂધ કાઢતા પહેલા સ્તન પર મસાજ કરો.

  • દૂધ કાઢતા પહેલા સ્તન પર મસાજ કરવાથી મદદરૂપ બનશે.
  • ગરમ ટુવાલ લો અને સ્તન પર ઢાંકી દો પાંચ મિનિટ સુધી રહેવા દો.
  • બે આંગળી વડે વર્તુળાકાર દિશામાં સ્તન પર મસાજ કરો થોડા દબાણ સાથે આંગળીના ટેરવાનો ઉપયોગ કરો. રોટલીના લોટને મસળતા હોય તે રીતે સ્તન પરથી ડિંટડી તરફ મસાજ કરો. મસાજ કરવાથી માતાને દુ:ખાવો ન થવો જોઈએ.
  • બન્ને સ્તન પર દૂધ કાઢતા પહેલા આ રીતે 5 થી 10 મિનિટ સુધી મસાજ કરો.

પગથીયુ. ૩ : સ્તનમાંથી દૂધ કાઢો.

  • ૧. માતાએ પોતાના બન્ને હાથ બરાબર રીતે ધોવા જોઇએ.
  • ૨. માતાએ સ્વસ્થતા પૂર્વક બેસવું જોઇએ અને વાસણને સ્તન નજીક પકડી રાખવું જોઇએ.
  • ૩. માતાએ બાળક વિશે પ્રેમથી વિચારવું જોઇએ અથવા બાળકના ફોટા સામે જોવું જોઇએ.
  • ૪. ડિંટડી અને કાળી ચામડી ઉપર તેને અંગુઠો મૂકવા અને પહેલી આંગળી ડિંટડી નીચે, અંગુઠાથી વિરુધ્ધ દિશામાં મુકવા જણાવો. બાકીની આંગળીઓ વડે તેના સ્તનને આધાર આપવો.
  • ૫. ત્યારબાદ આંગળી અને અંગુઠાને થોડી અંદરની તરફ દબાવવા કહો તેણે વધુ દબાણથી વધુ સમય માટે દબાવવું ન જોઇએ. આમ કરવાથી દૂધની નળીઓ બંધ થઇ શકે.
  • ૬. અંગુઠા અને આંગળીઓ વડે ડિંટડી અને આસપાસની કાળી ચામડીને સ્તન તરફ દબાણ આપવા તેને જણાવો.
  • ૭. દબાવો અને છોડી દો, દબાવો અને છોડી દો આમ કરતા દુઃખાવો ન થવો જોઇએ જો દુ:ખાવો થાય તો પધ્ધતી ખોટી છે.
  • ૮. શરૂઆતમાં કદાચ દૂધ ન પણ આવે પણ થોડી મિનિટો સુધી આ રીતે દબાણ આપવાથી ટપકવાનું શરૂ થશે.

કાંગારુ મધર કેર

  • નવજાત શિશુની સંભાળ માટેની આ એક વિશેષ પદ્ધતિ છે. તેમાં નવજાત શિશુને માતાના સ્તન વચ્ચે માતાના શરીર સાથે તેના શરીરનો સીધો સ્પર્શ થાય (એટલે કે વચ્ચે કપડાંનું આવરણ પણ ન હોય) તેમ વળગાડીને રાખવામાં આવે છે. આ પદ્ધતી ખાસ કરીને જન્મથી નબળાં, તેમાં પણ બે કિલો ગ્રામથી ઓછા વજન વાળા નવજાત શિશુ માટે ખૂબ ઉપયોગી છે.
  • આપણાં રાજયમાં મોટી સંખ્યામાં (30 થી 35%) બાળકો જન્મ સમયે નબળાં હોય છે.આ બાળકોને ઠંડા પાડવાનું અને ચેપ લાગવાનું જોખમ વિશેષ છે. દવાખાનામાં વિશેષ સાધન સગવડથી તેની સંભાળ લઈ શકાય છે. પણ તે ખુબ જ ખર્ચાળ હોય છે,અને આપણી પાસે આવી સારવાર માટે સગવડતા વાળા પૂરતા દવાખાના નથી. આવા સંજોગોમાં જન્મથી નબળાં નવજાત શિશુની સંભાળ માટે કાંગારૂ પદ્ધતી એક સરળ અને પરવડે તેવો વિકલ્પ છે.

શા માટે કાંગારૂ પદ્ધતી કહે છે?

  • ઓસ્ટ્રેલીયા દેશમાં કાંગારૂ નામનું એક પ્રાણી વસે છે. માંદા કાંગારું પોતાનાં બચ્ચાને પેટ પરની કોથળીમાં રાખી ઉછેરે છે. કુદરતની આ અદભુત અજાયબી સાથે સમાનતા નવજાત બાળકની સંભાળની આ પદ્ધતી છે. તેથી તેનું નામ કાંગારૂ પદ્ધતી છે. દક્ષિણ અમેરિકાના કોલંબિયા નામનાં દેશમાં બોગોટાનામનાં નગરમાંરે અને માર્ટીનેજ નામનાં બે તબીબોએ આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કર્યો વિશેષ સાધન સગવડના અભાવે જન્મથી ઓછા વજનવાળા નવજાત શિશુને ગરમાવો આપવાના હેતુથી આ બંને તબીબોએ કાંગારૂ પદ્ધતી વિકસાવી છે. અનુભવ પરથી આ પદ્ધતીના બીજાં અનેક ફાયદા પણ જાણવા મળ્યા છે. હવે વિકાસશીલ દેશોમાં જન્મથી નબળાં બાળકોની સંભાળ માટે આ પદ્ધતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
  • એટલું જ નહી પણ વિકસીત દેશોમાં પણ આ પદ્ધતી અપનાવવામાં આવી રહી છે.

કાંગારું મધર કેરના ઘટકો

મૂખ્ય ત્રણ ઘટક છે.

(1) કાંગારું પોજીસન

  • માતા અને બાળક વચ્ચે ચામડીથી ચામડીનો સંપર્ક હોય જે વર્ટીકલ પોજીસન અને આંખથી આંખ કોન્ટેક.

(2) કાંગારું ન્યુટ્રીશન

  • ફક્તને ફક્ત ધાવણ, જેટલું શક્ય બને તેટલું.

(3) કાંગારું ડિસ્ચાર્જ અને ફોલો અપ

  • વહેલાં ડીસ્ચાર્જ માટે પ્લાન કરવું અને ન્યૂરોલોજીકલ ડેવલપમેન્ટ માટે રેગ્યુલર સેડ્યુલ ચેક કરવું.

સ્કોપ ઓફ કાંગારું મધર કેર (કે.એમ.સી)

  • બધા જ ઓછા વજનના બાળકોને આપી શકાય.
  • બધા જ નવજાત બેબી ટર્મ અને પ્રીટર્મ કે જેમને જલ્દી ચામડીથી ચામડીનો સંપર્ક આપી શકાય.
  • સીક ઇન્ફન્ટ, ઓછા વજનનું બાળક,જેને આઈ.વી. થેરાપી, ઓક્સીજન ચાલતો હોય તેને આપી શકાય .
  • નોન ફાર્મકોલોજીકલ પેઇન રીલીવ પગલાં લઈ શકાય.

કાંગારૂ મધર કેર આપવાની રીત

  • એક માતાને કાંગારૂ પદ્ધતિની સમજણ આપો તથા તેના ફાયદા જણાવો.
  • ખાતરી કરો કે બાળક સારી સ્થિતિમાં અને સ્વસ્થ છે.
  • ટેકો દઈને બેસી શકે અથવા ઊંચું માથું રાખી માતા સૂઈ શકે તેવી ગોઠવણ કરો.
  • માતા શાંતિથી બેસી શકે તેવો અવરજવર વગરનો હૂંફાળો ઓરડો પસંદ કરો.
  • બાળકને માથે ટોપી, હાથ પગના મોજા, અને બાળોતીયું પહેરાવો. પેટ તથા છાતી ખુલ્લી રાખો.
  • માતાને આગળથી ખોલી શકાય તેવું પહેરણ, ગાઉન કે બ્લાઉઝ પહેરવાનું કહો. પેટ, છાતીનો ભાગ ખુલ્લો રહે તેવું પહેરણ.
  • માતાના પહેરવાના આગળના બટન ખોલીને બાળકને તેનું માથું ટટ્ટાર રહે તેમ બંને બ્રેસ્ટ વચ્ચે ગોઠવો નાક દબાય નહીં તે રીતે મો એક તરફ ફેરવો. છાતી તથા પેટ માતાના શરીરને પૂરેપૂરા સ્પર્શે તે રીતે બાળકને રાખો.
  • પછી માતા અને બાળકને સાથે કપડાંથી સાડી કે ધાબળાથી ઢાંકી દો અને બંને પગ દેડકા જેવી સ્થિતિમાં પહોળા હોવા જોઈએ. એ બંનેના પેટ એકબીજાને સ્પર્શતા હોવા જોઈએ.
  • બાળક લપસી ન જાય કે તેની ડોક એક તરફ ઝૂકી ન જાય તે માટે ખાસ ધ્યાન રાખવું. માતાના શરીર સાથે બાળકને સાલ કે દુપટ્ટાથી બરાબર વીંટાળી રાખો અને બાળકના ગરદનના પાછળના ભાગને પણ ટેકો આપવો.
  • શિશુને લીધા પછી માતા બેઠા-બેઠા ઊંચા માથે સુતા સુતા પોતાના શરીરનો ગરમાવો બાળકને આપી શકે.
  • માતાના શ્વાસોશ્વાસ દરમિયાન હાલતા તેના પેટથી બાળકના શ્વાસોશ્વાસ નિયમિત રહેશે.
  • આ રીતે લઈને એક સમયે ઓછામાં ઓછા ઓછામાં ઓછા ૯૦ મિનીટ જેટલું શિશુને રાખવું અનુકુળતા હોય તો વધારે સમય આ રીતે બાળકને રાખી શકાય છે.
  • બાળકને વારંવાર લે મૂક કરવામાં તેને તકલીફ પડે છે, આથી એકવાર લીધા પછી સતત ૯૦ મિનીટ જેટલું તેને એક જ સ્થિતિમાં રાખો.
  • માતા થાકી જાય કે અન્ય કામગીરી માટે ઊભી થાય તે સમયે ઘરના અન્ય જવાબદાર વ્યક્તિ બાળકને આ રીતે સંભાળ આપી શકે છે.
  • આ રીતે જેટલો વધુ સમય સંભાળ મળે તેટલો વધુ ફાયદો છે, બાળક સારી રીતે ધાવી શકે છે. વધું ધાવણ મળે છે, હુંફ મળે છે, તકલીફ ઓછી થાય છે, વજન સારી રીતે વધે છે, બાળકના શ્વાસ અને છાતીના ધબકારા નિયમિત થાય છે.
  • બાળક સીધું ધાવી ન શકે તો તેને ધાવણ કાઢીને વાટકી ચમચીથી આપવું. બાળકને દરેક સમયે હુફાળું રાખવું.

બાળકના થતા ફાયદા

  • મૃત્યું દર ઘટાડી શકાય છે.
  • પચાસ ટકાથી ઓછો મરણદર કરી શકાય.
  • બાળકને હુંફ મળે છે.
  • માતાનું શરીર બાળક માટે હુંફ માટેનું સૌથી સારું સાધન છે.
  • જન્મથી નબળા બાળક માટે કાંગારૂ મધર કેર એ ઉત્તમ પદ્ધતિ છે.
  • માતા અને બાળકના તાપમાનમાં તાલમેલ સારો રહે છે.
  • ઠંડુ પડી ગયેલ શિશુને હુંફાળું રાખવા ઉપયોગી છે.
  • સ્થળાંતર દરમ્યાન પણ બાળકને હુંફાળું રાખી શકાય છે.
  • બ્લડ ગ્લુકોઝ ઓછું થવાનું જોખમ ઘટે છે.
  • બાળકને હોસ્પીટલમાંથી ચેપ લાગવાનું જોખમ ઘટે છે.
  • વૃદ્ધિ વિકાસ સારો થાય છે.
  • સારી રીતે ધાવણ લઇ શકે છે, બાળકને આરામ મળવાથી તેની શક્તિ બચે છે.
  • સમયથી વહેલા જન્મેલ બાળકો માટે માનસિક અને શારીરિક વિકાસ માટે કાંગારું મધર કેર સહાયક છે.
  • કાંગારું કેરથી બાળકને સારી ઊંઘ આવે છે આરામ મળે છે જેથી તેનો વ્યવહાર સારો રહે છે .
  • કાંગારું મધર કેરથી બૌધ્ધિક વિકાસ સારો થાય છે.
  • સેન્સરી અવયવોને સંતોષ મળે છે.
  • માતા પિતા અને બાળક માટે સારી પદ્ધતિ છે.

અન્ય લાભ

  • પીડાકારક અને તનાવપૂર્ણ અનુભવને લીધે તેની ઊંઘ પર થતી નકારાત્મક અસરો ઓછી થાય છે .
  • શિશુમાં આક્રમકતા ઓછી થાય છે.

માતાના ફાયદા

  • સતત સ્પર્શના લીધે માતાને ધાવણ વધું આવે છે.
  • સફળ સ્તનપાનના સંજોગો ઉજલા બને છે.
  • કાંગારું પદ્ધતિની સંભાળ લેવી તે પિતા માટે પણ અનેરો લ્હાવો છે, જેનાથી પિતા પોતે પણ વધુ સ્વસ્થતા અનુભવે છે બાળક સાથેની તેની નિકટતા કેળવાય છે.

સમાજને થતા ફાયદા

  • નવજાત શિશુ સંભાળ અંગેના નોલેજમાં સુધારો લાવી લોકોને તેમાં સામેલ કરી શકાય.
  • કેટલીક નુકસાનકારક માન્યતા અને પરંપરાઓને બદલવા મદદ કરી શકાય.
  • હાયજેનિક બ્રેસ્ટ ફિડિંગને પ્રમોટ કરવા ગ્રોથ અને ડેવલપમેન્ટના અસેસમેન્ટ કરી
    શકાય.
  • હાયજેનિક પ્રેક્ટીસ અને ફોલો અપ કરી શકાય છે .
  • ન્યુરોલોજીકલ અને અન્ય પ્રોબ્લેમને જલ્દી ડીટેક્શન કરી શકાય.
  • જલ્દી નોંધણી કરી તેને સ્ટીમ્યુલેશન આપી શકાય.

કાંગારું મધર કેર ક્યાં સુધી આપી શકાય?

  • બાળકનું વજન ૨.૫ કી.ગ્રા. થાય અથવા તે પુરા મહિનાનું થાય ત્યાં સુધી .
  • બાળકનું હલનચલન વધવા માંડે અને તેને આ પ્રકારની સંભાળ ફાવે નહિ ત્યારથી કાંગારું સંભાળ બંધ કરી શકાય .

કાંગારું મધર કેરમાં મોનીટરીંગ

  • શરૂઆતમાં KMC શરું કરેલ માતાને વિશ્વાસ ન હોય ત્યાં સુધી તેનું મોનીટરીંગ કરવું.
  • KMC મોનીટરીંગ અને ગ્રોથ મોનીટરીંગ ચાર્ટ પર રેકોર્ડ કરવો.
  • સ્પેશિયલ સ્થિતીમાં વારંવાર અને સતત મોનીટરીંગ કરવું.

ઘરેલું કાંગારું માતા સંભાળ

  • જે ઘર પર અથવા સમુદાય સ્તર પર કરાવવી.
  • ૧. ભારતમાં નવજાત શિશુ સંભાળ એ એક ચુનોતી છે.
  • ૨. જરૂરિયાત મંદ નવજાત શિશુમાંના ઘણા શિશુ ચિકિત્સા વગર વંચિત રહી જાય છે.
  • ૩. સ્તનપાન અને કાંગારું માતા સંભાળ એ સરળ અને જીવનરક્ષક સંભાળ છે.

કેવી રીતે ધાવણ આપવું ?

  • શિશુ સ્વસ્થ અવસ્થા માં હોય અને તેને આંતરડા કે પાચનતંત્રના અવયવોમાં કોઈ સમસ્યા ન હોય એવા નવજાત શિશુમાં
  • ૩૪ થી વધારે અઠવાડિયાના શિશુ જન્મ – સીધું સ્તનપાન આપવું.
  • ૩૨ થી ૩૪ અઠવાડિયા ના શિશુ જન્મ – ચમચી-કટોરી કે પેલાળાથી આપવું.
  • ૨૮ થી ૩૨ અઠવાડિયાના શિશુ જન્મ – નળી નાંખીને ફીડીંગ આપવું .
  • ૨૮ અઠવાડિયાથી ઓછા સમયમાં જન્મેલ શિશુ – નર્સ દ્વારા પ્રવાહી આપવાની શરૂઆત કરવી પડે છે.

વજન પ્રમાણે બાળકને કેટલું દૂધ આપવું ?

  • દરરોજ કેટલું દૂધ આપવું ?
  • બાળકનું વજન ૧૫૦૦ ગ્રામથી વધુ -પહેલા દિવસે 50 મિલી ગ્રામ કેજી
  • શિશુનું વજન ૧૫૦૦ ગ્રામ થી ઓછું-પહેલા દિવસે ૮૦ મિલી ગ્રામ કેજી
  • રોજીંદો વધારો ૧૫ મિલી ગ્રામા કેજી દિવસ વધારેમાં વધારે સાત દિવસમાં અને તે પછી ૧૫૦ મિલીગ્રામ/કેજી/દિવસ.
  • દર બે કલાકે જન્મથી ઓછા વજનવાળા અને સમયથી પહેલા જન્મેલા બાળકોમાં આપવું.
  • હાલમાં પરીક્ષણથી જાણવા મળેલ છે કે જન્મથી ઓછા વજનવાળા અને સમયથી વહેલા જન્મેલ બાળકોને ભૂખ લાગે ત્યારે દૂધ આપવું એ વિચારવાની બાબત છે.
  • શિશુને ખાલી સ્તન પર ચૂસવા દેવું.
  • સીધું સ્તનપાન કરવા તૈયાર ન હોય એવા સમય પહેલા જન્મેલ બાળક માટે હાથથી દૂધ કાઢયા પછી શિશુને ખાલી સ્તન પર ચુંસવા દેવું.

પેટમાં નળી રાંખીને દૂધ આપવાની સાથે આવી રીતે શિશુને ખાલી સ્તન પર ચૂસવા દેવાથી :

  • ૧. આતરડાના કાર્ય અને પાચન ક્ષમતામાં વધારો થાય છે.
  • ૨. માતામાં દૂધ વધારે બને છે અને નીકળે છે.
  • ૩. શિશુને સીધું સ્તનપાન જલ્દી શરુ કરી શકાય છે.
  • ૪. શિશુને જલ્દી ઘરે મોકલી શકાય છે.

જન્મ થી ઓછા વજન વાળા અને સમય પહેલાં જન્મેલ શિશું માં દૂધ પિવડાવવામાં આવતી અડચણો

  • ૧. સમન્વય નો અભાવ /વજન ૧.૫ કી ગ્રા થી ઓછુ.
  • ૨. આસાનીથી થાકી જાય છે .
  • ૩. ગંભીર રૂપથી શારીરિક બિમારી.
  • ૪. શ્વસન ક્રિયા અને લોહીના પરિભ્રમણ સંબંધિત સમસ્યાઓ
  • ૫. શારીરિક તાપમાન જાળવવા માં મુશ્કેલી .
  • ૬. લોહીમાં શર્કરા નું પ્રમાણ ઓછુ હોય.
  • ૭. પેટ ફુલી જાય છે.
  • ૮. ગંભીર બિમારી જેમાં શ્વાસ અવરોધ, તીવ્ર ચેપ

કાંગારું સ્થિતિમાં સીધું સ્તનપાન

  • અનુભવથી પ્રત્યક્ષ થયેલ છે કે બાળકને સ્તનપાન કરાવવાની રીત માતા જલ્દી શીખી જાય છે.
  • આ પદ્ધતિમાં અન્ય કોઈ વાસણની કે સફાઈની જરૂર નથી.
  • આ પદ્ધતિનું હજી સુધી પુર્ણરૂપથી વૈજ્ઞાનિક મૂલ્યાંકન થયું નથી.

કાંગારું મધર કેરમાં કઈ કઈ બાબતોનું નિરીક્ષણ કરવું ?

  • જન્મથી ઓછા વજનવાળા નવજાત શિશુમાં વૃદ્ધિ આલેખ અલગ પ્રકારના હોય છે .(ફંતન અથવા એહાર્લીન્ગનો વૃદ્ધિ આલેખ)

શિશુને દુધની પુરતી માત્રા મળે છે એના લક્ષણ

  • વજનમાં વધારો થાય, એક અઠવાડિયા બાદથી થાય છે.
  • ચોવીસ કલાકમાં ૬ થી ૮ વખત પેશાબ કરે છે .
  • ચોવીસ કલાકમાં ૧ થી ૩ વખત ઝાડો કરે છે.
  • સ્તનપાન પછી તેને સંતોષ થાય, સારી રીતે ઊંઘે છે.

કાંગારું મધર કેરમાં માં કેવી રીતે મોનીટરીંગ કરવું ?

તાપમાન

  • જે સ્ટેબલ બેબીમાં બગલમાંથી દર ૬ કલાકે લેવું, અને સ્પેશીયલ સિચ્યુએશનમાં દર બે કલાકે લેવું બાળકના હાથ પગ ટચ કરવાથી હુંફાળા લાગવા જોઈએ.

એર વે

  • નેકને થોડી એક્સટેન્ડ રાખવી, જેથી એર વે સીધો ખુલ્લો રહે.

બ્રીધીંગ

  • રેગ્યુલર અને ઇઝી શ્વાસોશ્વાસ લઇ શકે.

કલર

  • બેબી પીંક કલરનું હોય.

ફિડીંગ

  • KMC પોઝીશનમાં બ્રેસ્ટ ફીડીંગ માટે પ્રોત્સાહિત કરવી.

ગ્રોથ

  • પોસ્ટનેટલ ગ્રોથ ચાર્ટમાં ગ્રોથ પેરામીટર દરરોજ પ્લોટીંગ કરવું.

ક્યા બેબીને મોનીટરીંગની જરૂર છે?

  • દરેક બેબીને શરૂઆતથી જ KMC આપવું.

સ્પેશિયલ સિચ્યુએશન :

  • એક્સેસીવ લો બર્થ વેઇટ બેબી.
  • બાળકને રેસ્પીરેટરી સપોર્ટ આપેલ હોય.
  • મલ્ટીપલ જેસ્ટેશન
  • સીક બેબી
  • ડયુરીંગ ટ્રાન્સપોર્ટ
  • મધરને કાંગારું મધર કેર માટે વિશ્વાસ ન હોય ત્યારે

બર્થ ઇન્જરી

  • ડીલીવરી દરમ્યાન શિશુને થતા ટ્રોમાને બર્થ ઇન્જરી કહે છે. તેમાં બંને પ્રકારની ઇન્જરી કે જે નિવારી શકાય તેમજ નિવારી ન શકાય તેવીઇજ્યુરીનો સમાવેશ થાય છે. તે પેરીનેટલ મોર્બીડીટી અને મોર્ટાલીટીનું અગત્યનું કારણ છે.

કોમન ઇન્જરી ઇન હેડ : (માથામાં થતી સામાન્ય ઈજા)

(1) કેપુટ સકસીડીનમ

કારણો

  • જેમાં શિશુના સ્કાલ્પ ઉપર સોજો જોવા મળે છે. સર્વિકસ અને બોની પેલ્વીસના લીધે હેડ ઉપર પ્રેસર આવવાથી વિનસ અને લિમ્ફેટીક આઉટ ફલો ઉપર અવરોધ આવે છે.જેથી આ તકલીફ જોવા મળે છે.
  • બર્થ સમયે જોવા મળે છે. તેને દબાવતા તેમાં ખાડો પડે છે.
  • તે સુચર લાઈન ક્રોસ કરે છે.
  • તે જન્મ પછીના 24 થી 36 કલાકમાં ડીસઅપીયર થાય છે.
  • સારવારની જરૂર રહેતી નથી.

(2) સીફેલહિમેટોમા

કારણો

  • સ્કાલ્પના ભાગે લોહીનો ભરાવો થાય છે. સુવાવડ દરમ્યાન ફિટલ હેડની સ્મોલ વેસલ્સ સામાન્ય ઇજાને કારણે તૂટી થાય છે.જેને પરિણામે બ્લડનો ભરાવો થાય છે.જે સામાન્ય રીતે પરાઇટલ બોન ઉપર ડેવલપ થાય છે. તે સ્યુચરને ક્રોસ કરતું નથી. અને ૨૪ કલાક પછી દેખાય છે.
  • ચેપ ન હોય તો સારવારની જરૂર નથી.
  • ચેપ ઇન્ફેકટેડ હિમેટોમામાં એન્ટીબાયોટીકથી સારવાર આપવી તેમજ ડ્રેઈનેજ કરવું. સીફેલહિમેટોમા, કોમ્પ્લીકેટેડ લેબર, ફોરસેપ ડીલીવરી કે કુદરતી વજાઇનલ ડીલીવરીમાં થાય છે.

કેપુટ સકસીડીનમ અને સીફેલહિમેટોમાનો તફાવત

(3) સ્કાલ્પનું લેસરેશન

કારણો

  • ઇન્સ્ટ્રુમેન્ટથી ઇન્જરી થવાથી થાય છે. સીઝેરીયન સેક્શન, વેક્યુમ એક્સટ્રેકશન, ફોરસેપ ડિલીવરીથી થાય છે.જેમાં સ્કાલ્પ શેવ કરી તેના ઉપર એક્રીફ્લેવીન ડ્રેસીંગ કરવામાં આવેછે.

(4) કેર્નીયલ બોનની ઇન્જરી

  • કોન્ટ્રાકટેડ પેલ્વીસ હોય અને ફોરસેપ ડીલીવરી કરવા માટે ફોરસેપને યુઝ કરવામાંઆવે તથા ક્રેનીયમ બોન ઉપર પ્રેસર આવવાના કારણે ઇજા થાય છે. એક્ટીવ મેનેજમેન્ટની જરૂર નથી.

ઇન્ટ્રા ક્રેનીયલ હેમરેજ

ટ્રોમેટીક ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ :

  • તે એક્સ્ટ્રાયુરલ અથવા સબડયુરલ હોય છે. તેના કારણોમાં મુખ્યત્વે એક્સેસીવ મોલ્ડીંગ, બ્રીચ ડીલીવરીમાં પાછળથી આવતા હેડના કમ્પ્રેશનને લીધે થાય છે. તેમજ ફોરસેપ ડીલીવરીને લીધે થાય છે.

ચિહ્નો અને લક્ષણો

  • સિવિયર રેસ્પીરેટરી ડીપ્રેશન
  • ઓછો અપગાર સ્કોર
  • સેરેબ્રલ ઈરીટેશન
  • ખુબ જ જોરથી રડવું
  • ઉલટી થવી
  • ખેંચ આવવી
  • ફોન્ટનેલ પર સોજો આવવો
  • અસંલિત આંખની મુવમેન્ટ

પ્રિન્સિપલ ઓફ પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન (ઇન્ફેક્શન અટકાવવાના સિદ્ધાંતો)

  • માતાને ચેપના અટકાયતી પગલા વિશે શિક્ષણ આપવું.
  • નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને ચેપ લાગવાનો સંભાવના વધારે હોય છે.

જેના બચાવ માટે નીચે પ્રમાણે ઉપાય કરવામાં આવે છે.

  • (a) નવજાત શિશુની દેખરેખ(સંભાળ) રાખવામાં વ્યક્તિએ બાળકને હેન્ડલ કરતા પહેલા હેન્ડવોશ કરવા જોઇએ.
  • (b) જે વ્યક્તિને કોમ્યુનીકેબલ ડીસીઝ છે એવા વ્યક્તિના સંપર્કમાં બાળક ન આવે તે ખાસ ધ્યાન રાખવું.
  • (c) બાળક માટે વાપરવાની દરેક ચીજવસ્તુઓ ચોખ્ખી અથવા જંતુમુક્ત કરેલી હોવી જોઇએ.
  • (d) માતાની અને બાળકની સ્વચ્છતાની સંભાળ ખાસ લેવી.
  • (e) બાળકને સમયસર રસીકરણ કરાવવું
  • જન્મ પછી તેને ઇન્જેક્શન વિટામીન-કે 0.5 mg અથવા 1 mg મળવું જોઇએ જે બ્રેસ્ટ ફીડીંગ સ્ટાર્ટ કર્યા પછી આપવું.
  • હીપેટાઇટીસ વેક્સીન 0.5 ml મીડીઓલેટરલ થાઈનાં સ્નાયુમાં ૨૪ કલાકમાં અપાવવી જોઇએ.
  • ત્યારબાદ ૦ પોલીઓ વેક્સીન બે ટીપાં મોં દ્વારા જે ૧૫ દિવસ સુધીમાં અપાવવું.
  • BCG વેક્સીન 0.05 ml ઇન્ટ્રાડર્મલ (સ્કીન ના પ્રથમ પડ માં), ડાબા હાથે જન્મ પછીના પ્રથમ માસમાં આપી દેવું જોઇએ.

જન્મજાત વિકૃતિઓ (ખોડખાંપણ) અને અન્ય રોગ માટે નિરીક્ષણ

  • જન્મ પછી તરત જ નવજાત બાળકનું અવલોકન કરવામાં આવે છે અને આ નિરીક્ષણ કરવાનું આગળ પણ ચાલુ રાખવું જ જોઇએ.

જેમાં મુખ્યત્વે :

  • (૧) પ્રથમ બાળકના જીવીત હોવાના સાઈન જેમાં તાપમાન બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, મસલ્સ ટોન બરાબર છે તે જોવા અને તપાસવામાં આવે છે.
  • (૨) બાળકનું જન્મ સમયે વજન કરવામાં આવે છે અને ત્યારબાદ બાળકનું નિયમિત વજન કરવામાં આવે છે. જેથી તેમાં થતા ફેરફાર જાણી શકાય છે.
  • તપાસ દરમ્યાન જો નીચેની અસામાન્યતાઓ જોવા મળે તો ડોક્ટરને જાણ કરવું અને બાળકને રીફર કરવું.
  • બાળકે જન્મના ૨૪ કલાક સુધી મેકોનીયમ પાસ ન કર્યું.
  • બાળકના જન્મના ૪૮ કલાક સુધી યુરીન પાસ ન કર્યું હોય.
  • નવજાત બાળકને કમળાના ચિન્હો લક્ષણો જોવા મળે.
  • બાળક વધારે રડતું હોય
  • નવજાત બાળકને શરીરના કોઇપણ ભાગમાંથી બ્લીડીંગ થતું હોય.
  • સ્તનપાન લેતું હોય તે દરમ્યાન ચોકીંગ થતું હોય. હીંચકી આવતી હોય.
  • બાળક પૂરતી માત્રામાં ધાવણ લેતુ ન હોય.
  • બાળકને જન્મ પછી ખેંચ આવી હોય.
  • મોં મા કોઇ ઇન્ફેક્શનના ચિન્હો લક્ષણો જોવા મળે.
  • આંખમા ચેપ લાગેલ હોય..
  • અમ્બીલીકલ કોર્ડમાં ચેપ લાગે લાલાશ, સોજો, પસ જોવા મળે
  • બાળકને વધારે માત્રામા ઝાડા થતા હોય.
  • બાળકને વધારે પ્રમાણમાં વોમીટીંગ થતી હોય.
  • બાળકના શ્વસન દર અનિયમિત હોય,ઝડપી શ્વાસોશ્વાસ હોય.

શારિરીક સ્વચ્છતા અને પોષણની (દેખરેખ) કાળજી

  • માતાએ દરરોજ પોતાની સ્વચ્છતા રાખવા માટે સ્નાન કરવું જોઇએ બાળકની સ્વચ્છતા માટે પણ માતાએ ધ્યાન રાખવું જોઇએ.
  • બાળકનું વજન ઓછું હોય છે ત્યારે બાળકના પોષણ માટે ખાસ ધ્યાન રાખવું બાળકના સ્તનપાન પર ધ્યાન રાખવું.
  • માતાના પોષણ પર પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ માતાએ વધુ કેલેરી વાળો ખોરાક લેવો જોઇએ.
  • બાળકના વૃદ્ધિ વિકાસનું અવલોકન કરવું જોઇએ, હાઈટ,વેઇટ કરીને ગ્રોથ ચાર્ટ મેન્ટેન કરવો.

નીયોનેટલ જોન્ડીસ

  • નવજાત શિશુના શરીરમાં જ્યારે બિલીરૂબીનની માત્રા 2 mg / dl થી વધારે થઇ જાય છે ત્યારે જોન્ડીસના લક્ષણો જોવા મળે છે.

વ્યાખ્યા

  • ચામડી, સ્કલેરા મ્યુક્સ મેમ્બ્રેન અને બોડી સિક્રીશનમાં યલો ડીસકલરેશન જોવા મળે
    છે. જેને નીયોનેટલ જોન્ડીસ કહે છે. બીલીરૂબીન લેવલ 5 mg/dl હોય ત્યારે નીયોનેટલ જોન્ડીસ ડાયગ્નોસ થાય છે. તેને નીયોનેટલ હાઈપર બીલીરૂબીનેમીયા કહે છે.
  • બ્લડમાં નોર્મલ બીલીરૂબીન 0.1 થી 0.8 mg/ dl.

ઈન્સીડન્સ

  • આશરે 60% ફુલ ટર્મ બેબીમાં, 80% પ્રી ટર્મ બેબીમાં જીંદગીના પ્રથમ વીકમાં જોન્ડીસ થાય છે.

જોન્ડીસના પ્રકારો

બે પ્રકાર છે.

  • (1) ફીઝીયોલોજીકલ જોન્ડીસ
  • (2) પેથોલોજીકલ જોન્ડીસ

1) ફીઝીયોલોજીકલ જોન્ડીસ

  • હીપેટીક ઈમમેચ્યુરીટીના લીધે નોન હિમોલાયટીક જોન્ડીસ થાય છે જેમાં નિયોનેટના રેડ બ્લડ સેલનું જીવનચક્ર ઓછું હોય છે . તેના લીધે તેમજ યુરોબીલીનોજનના રૂપાંતરમાં કમી આવવાથી થાય છે.
  • લીવરમાં બીલીરૂબીન લોડ વધે છે, અને જોન્ડીસ વિકસીત થાય છે.

નિયોનેટલ જોન્ડીસના કારણો

  • (1) હીપેટીક ઈમમેચ્યુરીટીના કારણે.
  • (2) રેડ બ્લડ સેલનો જીવનકાળ ઓછો હોવાને લીધે.
  • (3) ઇન્ટેસ્ટીનલ ફ્લોરા દ્વારા બીલીરૂબીનનું કન્વર્ઝન ઓછું થવાથી સર્ક્યુલેશનમાં બીલીરૂબીન વધારે જાય છે.
  • (4) બીલીરૂબીનમાંથી સોલ્યુબલ કોન્જયુગેટેડ બીલીરૂબીનમાં ફેરવવાની લીવરની અપૂરતી એન્ઝાયમેટીક એકશન.

લક્ષણો

  • (૧) મોટાભાગે જન્મના ૨૪ થી ૭૨ ક્લાકમાં નવજાત બાળકમાં દેખાવા લાગે છે.
  • (૨) શરીરમાં પીળાશ ફુલ ટર્મ બેબીમાં ૪-પદિવસમાં અને પ્રી ટર્મ બેબીમાં ૬-૭ દિવસમાં વિકસિત થઇ જાય છે.
  • (૩) ફુલ ટર્મ બેબીમાં ૭ દિવસ પછી અને પ્રી ટર્મ બેબીમાં ૧૪ દિવસમાં ડીસએપીયર થાય છે.
  • (૪) ટ્રીટમેન્ટની જરૂર નથી જાતે જ મટી જાય છે.

મેનેજમેન્ટ

  • (૧) માતાને આશ્વાસન આપવું કે બાળકને સારુ થઇ જશે.
  • (૨) બાળકને નિયમીત રીતે બ્રેસ્ટ ફિડીંગ કરાવવુ.
  • (૩) બાળકની ડેઇલી રૂટિન કેર કરવી.
  • (૪) બાળકને જો કોઇ કોમ્પલીકેશન થાય તો તે નિરીક્ષણ કરવા.

2) પેથોલોજીકલ જોન્ડીસ

  • 5% નીઓનેટને હિમોલાયટીક રોગ અને ઇન્ટ્રાયુટરાઇન ઇન્ફેકશનના કારણે પેથોલોજીક જોન્ડીસ જન્મના પ્રથમ ૨૪ કલાકમાં જોવા મળે છે. કેટલાક કેસોમાં ૭૨ કલાક પછી પણ જોવા મળે છે. નિદાન દ્વારા ચોક્ક્સ કારણ જાણી શકાય છે, પરતું ૧/૩ ભાગના કેસોમાં નિદાન પછી પણ કારણ અચોક્કસ હોય છે.

કારણો

  • 1) પ્રોલોન્ગ કોન્જયુગેટેડ હાયપરબીલીરૂબીનેમીયા- જે ઇન્ફેક્શનને કારણે થાય છે.
  • 2) પ્રોલોન્ગ અનકોન્જયુગેટેડ હાયપરબીલીરૂબીનેમીયા હિમોલાયટીક રોગના લીધે થાય છે.

ચિન્હો અને લક્ષણો

  • (૧) બાળકનો ચહેરો, ધડ હથેળી અને પગના તળીયાની ચામડીનો રંગ પીળો પડી જાય છે.
  • (૨) ઝાડાનો કલર માટી જેવો અથવા ડાર્ક જોવા મળે છે.
  • (૩) કપડા ઉપર યુરીનના ડાઘા જોવા મળે છે.
  • (૪) બિલીરૂબીન પ્રમાણ 15 mg થી પણ વધી જાય છે.
  • (૫) જ્યારે બિલીરૂબીન વધુ પ્રમાણમાં બ્લડમાં વધી જાય છે 15 mg કરતા વધારે ત્યારે અન્ય ચિન્હો લક્ષણો જોવા મળે છે. જેવા કે વોમિટીંગ, ખેંચ,તાવ અને સ્નાયુઓ જકડાઇ જવા.

અસેસમેન્ટ ઓફ નીઓનેટલ જોન્ડીસ

  • હિસ્ટ્રી લેવી.
  • માતાની સ્થિતિની સગર્ભા અને પેરીનેટલ હિસ્ટ્રી.
  • ટ્રોમેટીક ડીલીવરી
  • પ્રીવિયસ પ્રેગ્નન્સી
  • કોર્ડ ક્લેમ્પ મોડી કરવામાં આવે.
  • લીવર ડીસીઝની ફેમીલી હિસ્ટ્રી.
  • ઓક્સીટોસીનનો યુઝ .
  • જન્મ સમયની ગુંગળામણ
  • બેસ્ટ ફીડીંગ મોડું શરુ કરેલ હોય.
  • માતાનું બ્લડ ગ્રુપ અને Rh ફેક્ટર -ve હોય.

નિયોનેટને તપાસો

  • બર્થ વેઇટ, ગર્ભાવસ્થાની ઉંમર, સ્કીન રેશ ઈન્ફેકશન, બ્લડ લોસ, ચામડી પીળા કલરની થઈ જવી, ઢીલું બાળક, પુઅર સકિંગ રિફલેક્સ, ખેંચ, સીફેલહિમેટોમા વગેરે માટે તપાસ કરવું.

લેબોરેટરી તપાસ

  • સીરમ બીલીરૂબીન લેવલ, હિમોગ્લોબીન, સીરમ આલબ્યુમીન લેવલ, લીવર, થાયરોઈડ ફંકશન ટેસ્ટ, RBC મોર્ફોલોજી, TORCH વગેરે.(ટોક્સોપ્લાસ્મોસીસ, રૂબેલા, સાઈટોમેગાલો વાઇરસ,હર્પીસ સિમ્પ્લેક્ષ
  • ડાયરેક્ટ કોમ્બ ટેસ્ટ
  • બ્લડ કલ્ચર
  • એસીડ બેઇઝ લેવલ
  • હિમેટોક્રીટ વેલ્યુ
  • રેટીક્યુલોસાઈટ સેપ્સીસ સ્ક્રીન

નવજાત શિશુની સારવાર

  • બાળકની સ્થિતિનું અવલોકન કરવું.
  • બ્લડમાં બીલીરૂબીનનું લેવલ હાઇ થતું અટકાવવા માટે
  • બ્રેસ્ટ ફીડીંગ વહેલું શરૂ કરાવવું.
  • પર્યાપ્ત પ્રમાણમાં બાળકનું હાયડ્રેશન કરવું.
  • Rh નેગેટીવ માતાને જો Rh પોઝીટીવ બેબી ડિલીવર થાય ત્યારે માતાને એન્ટી-D ઈમ્યુનોગ્લોબ્યુલીન અપાવવું જોઇએ.
  • બીલીરૂબીનેમીયા અને નર્વસ સિસ્ટમની ટોકસીસીટી ઓછી કરવા ફોટોથેરાપી આપવી. બેસ્ટ ફીડીંગ તરત અપાવવું, બ્લડ એક્સચેન્જ કરવામાં આવે છે.
  • ફીનોબાર્બીટોન અપાવવું.
  • નર્સિંગ કેર આપવી.
  • માતા પિતાને ઇમોશનલ સપોર્ટ આપવો.

ફોટોથેરાપી

  • આ નુકશાન ન કરે તેવી, ઈફેક્ટીવ અને અન્કોન્ક્યુગેટેડ લાઈટ વેવ્સ છે. બીલીરૂબીન ઓછી કરવાની સરળ તથા ઓછી ખર્ચાળ પદ્ધતી છે.
  • અન્કોન્જ્યુગેટેડ બીલીરૂબીનમાંથી વોટર સોલ્યુબલ નોન ટોકસીક ફોર્મમાં ફોટો ઓક્સીડેશન દ્વારા કન્વર્ટ થાયછે.
  • જે બ્લડમાંથી ઇઝીલી એકસક્રીટ થાય છે.જ્યારે બીલીરૂબીન લેવલ 15mg /dl પહોચેં ત્યારે અને પ્રીટર્મ બેબીમાં 5 mg /dl કે તેનાથી વધારે હોય ત્યારે ફોટોથેરાપી ચાલું કરવી
  • બ્લ્યુ વેવ લેન્થ 450 – 460 nm હોય છે.
  • ઇન્કયુબેટર ઉપર ફોટોથેરાપી યુનિટ ફીક્સ કરવામાં આવે છે.

ફોટોથેરાપીમાં નર્સિંગ સારવાર

  • બેબી લાઈટ સોર્સથી નીચે તેની પુરી બોડી ખુલ્લી રહે તે રીતે 45 cm ની દુરી બનાવીને રાખવામાં આવે છે.
  • નવજાત શિશુની આંખો અને તેના જનનાંગોને કવર કરી દેવા.
  • વારંવાર બેબીને બ્રેસ્ટ ફિડિંગ કરાવવું. એકસ્ટ્રા લ્યુઇડ આપવાની જરૂર હોય તો તેને ઇન્ટ્રાવીનસ કે નેઝોગેસ્ટ્રીક ટ્યુબ ફીડીંગ આપવું.
  • બાળકની પોઝીશન દર બે કલાકે અથવા દરેક ફીડીંગ પછી મેક્સીમમ લાઈટ મળે તે માટે બદલવી.
  • દર બે કલાકે તાપમાન, પલ્સ, રેસ્પીરેશન ચેક કરવા.
  • ખેંચ માટે તેનું સતત નીરીક્ષણ કરવું જોઇએ.
  • બેબીને ફોટોથેરાપીની સાઈડ ઈફેક્ટ માટે સતત ધ્યાન રાખવું. સીરમ બીલીરૂબીન લેવલ દર ૧૨ કલાકે ચેક કરાવવું જોઇએ.
  • જ્યારે સીરમ બીલીરૂબીન લેવલ 10 mg/dl થાય ત્યારે ફોટોથેરાપી બંધ કરવી જોઇએ. સામાન્ય રીતે 2 10 3 દિવસ સુધી ફોટોથેરાપી દ્વારા સારવાર કરવામા આવે છે.
  • માતાને સમજાવવામાં આવે છે કે બાળકની પુરતી સંભાળ રાખે અને ભાવનાત્મક સહારો આપે. ઇમોશનલ સપોર્ટ અગત્યનો છે.
  • બાળકને ઇન્ટ્રાવીનસ થેરાપી અથવા નેઝોગેસ્ટ્રીક ટ્યુબના ઉપયોગ દ્વારા ફિનોબાર્બીટોન આપવામાં આવે છે.
  • બ્લડ સર્ક્યુલેશન દ્વારા બીલીરૂબીનનું લેવલ સામાન્ય કરવા માટે બ્લડ ટ્રાન્ફ્યુજન દ્વારા એક્સચેન્જ કરવામાં આવે છે.

નિયોનેટલ ઇન્ફેક્શન

  • નવજાત બાળકમાં ઇન્ફેકશન થવાના કારણો જે નીચે મુજબ હોઈ શકે છે.

TORCH (ટોર્ચ)

  • T – ટોક્સોપ્લાસ્મોસીસ
  • O – સીફીલીસ, ગોનોરીયા, એચ.આઇ.વી.
  • R – રૂબેલા
  • C – સાયટોમેગાલોવાઈરસ
  • H – હર્પીસ વાઈરસ

1.ઓફથાલ્મીયા નેઓનેટ્રમ

  • જન્મના ત્રણ વીક પછી આંખોની કન્જક્ટાઈવામાં ચેપ લાગવાથી આંખમાં ચેપ લાગે છે.

કારણો નીચે પ્રમાણે છે.

  • સ્ટેફાઇલોકોકસ
  • સ્ટ્રેપ્ટોકોકસ
  • ગોનોકોકાસ
  • ક્લેમેડીયા ટ્રેકોમાયટીસ
  • વાયરલ ઇન્ફેકશન
  • રાસાયણીક તત્વોને લીધે ચેપ લાગે છે.

ચિહ્નો અને લક્ષણો

  • આંખોમાં ચીપળા થાય છે, આંખો ચોંટી જાય છે.
  • આંખમાં સોજો આવે છે.
  • આંખો લાલ થઇ જાય છે.
  • આંખના પોપચા બંધ થઇ જાય છે.

સારવાર

  • આંખોને નિયમીત રીતે સાફ રાખવી.
  • ડોક્ટરના ઓર્ડર મુજબના આઈ ડ્રોપ્સ નાંખવા.
  • ક્રોસ ઇન્ફેકશનથી બચાવ કરવો.

અમ્બીલીકલ સેપ્સીસ, કોર્ડ સેપ્સીસ/ઓમ્ફાઈટીસ

  • ન્યુબોર્ન બેબીની અમ્બીલીકલ કોર્ડમાં ચેપ લાગવાથી અમ્બીલીકલ કોર્ડમાં સેપ્સીસ થાય છે.

અમ્બેલીક્લ કોર્ડ સેપ્સીસ થવાના કારણો

  • બાળકો માટે જંતુમુક્ત કરેલા કપડાનો ઉપયોગ ન કરવામાં આવે.
  • બાળકની સંભાળ લેવાવાળા વ્યક્તિને ચેપ લાગેલા હોય.
  • વાતાવરણને લીધે ચેપ લાગે.
  • જીવાણુંઓ જેવા કે ઈ-કોલાઇ, સ્ટેફાઇલોકોક્સ, ક્લોસ્ટ્રીડીયમ ટીટેની વગેરેનો ચેપ.

ચિહ્નો અને લક્ષણો

  • અમ્બીલીકસની આસપાસ લાલાશ, સ્વેલિંગ અને ભીનાશ જોવા મળે છે.
  • મ્યુક્સ સીક્રીસન જોવા મળે છે.
  • ફાઉલ સ્મેલ (દુર્ગંધ).
  • અમ્બીલીક્લ કોર્ડ મોડી ખરે છે.
  • બાળકને તાવ આવે છે.
  • કોમ્પ્લીકેટેડ કેસમાં સેપ્ટીસેમીયા જોવા મળે છે.

સારવાર

  • દરેક સારવાર આપતા પહેલા સોપ વોટરથી હેન્ડ વોશ કરવા.
  • કોર્ડની આજુબાજુના એરીયામાં સ્પીરીટથી ક્લીન કરવું.
  • એન્ટી બાયોટીક પાવડર અથવા લોશન એપ્લાય કરવું.
  • એન્ટી બાયોટીક ટેબલેટ અથવા ઇન્જેક્શન આપવા.

IMNCI પ્રમાણે કોર્ડ સેપ્સીસની સારવાર :

  • સાબુ પાણીથી હેન્ડ વોશ કરો.
  • સાબુ પાણીથી કોર્ડની આજુબાજુથી સાફ કરવું.
  • ૦.૫% જેનશન વાયોલેટ (ભૂરી દવા) દિવસમા બે વખત લગાડવા કહેવું.
  • મોં વાટે ટેબલેટ કોટ્રીમોક્ઝાઝોલ પાંચ દિવસ માટે દિવસમાં બે વખત આપો.
  • (૧ માસની અંદરના બાળક માટે ગોળી રોજ બે વખત, ૨ માસના બાળકને ૧ ગોળી દિવસમાં બે વખત આપવી)
  • દવાને ઓગાળીને મો વાટે પાંચ દિવસ આપવી.
  • બાળકને બે દિવસ બાદ ફરી બતાવવા આવવા કહેવું અને તેને તપાસવું.

કોમ્પ્લીકેશન

  • અમ્બિલીકલ વેઇનમાં થ્રોમ્બો ફલેબાયટીસ
  • કમળો થાય
  • લીવર એબસેસ

Published
Categorized as Uncategorised