SY – ANM – MIDWIFERY UNIT – 6 NORMAL PREGNANCY

યુનિટ – 6

નોર્મલ લેબર

પ્રસ્તાવના

  • ડીલેવરી પછી માતાનો નવો જન્મ થાય છે. માતાને નવું જીવન દાન મળે છે. નોર્મલ લેબર એ કુદરતી પ્રક્રિયા છે. જેના દ્વારા આખી રીપ્રોડક્ટીવ સીસ્ટમ એકબીજા સાથે સહયોગી કાર્ય કરી અને બાળક નો જન્મ થાય છે.

ઓનસેટ 8 સ્ટેજીસ ઓફ લેબર

વ્યાખ્યા

  • “નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમા ફીટસ, પ્લેસન્ટા અને મેમ્બ્રેન યુટ્સમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટ્રસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખું શરીર ભાગ ભજવે છે અને આ લેબર શબ્દ ૨૮ વીકની પ્રેગનન્સી બાદ જ વપરાય છે. જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે. જ્યારે ફીટસ તેના સમય અને વર્ટેક્ષ પ્રેઝન્ટેશનથી જન્મે આ આખી ક્રિયા કુદરતી રીતે માતાના પ્રયાસથી જ બને તેનો સમય ૧૮ કલાકથી વધુ ન થાય તેમજ કોઈ પણ જાતનું કોમ્પલીકેશન ઉભું ન થાય તેને નોર્મલ લેબર કહેવાય છે”.

લેબર શરૂ થવાના કારણો

  • જેમ જેમ પ્રેગનન્સીના મહિના વધે તેમ તેમ યુટરસની સાઈઝ વધે અને તેને વધારે વધવા માટે જગ્યા રહેતી નથી આ ઉપરાંત યુટરસના સ્નાયુઓ એકદમ ખેંચાઈને ઉત્તેજીત થઈને પાતળા થઈ જાય છે. પરિણામે કોન્ટ્રાકશન શરૂ થઈ જાય છે. ૩૬ વિકથી ફન્ડલ હાઈટ ઓછી થાય એટલે કે યુટ્રસ ફીટસ સાથે પેલવિક કેવીટીમાં દાખલ થાય છે જેથી પ્રેઝન્ટીંગ પાર્ટનું દબાણ સ્પાઈનલ નર્વ ઉપર થાય છે. અને યુટ્રસના મસ્કયુલર ફાઈબર્સ ટીસ્યુ ઉતેજીત થાય છે.ફુલટાઈમ પ્રેગનન્સી થયા પછી ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ ઘટી જાય છે. જેથી ડીલેવરીની શરૂઆત થાય છે.
  • ૧) હોર્મોનલ ફેકટર્સ
  • ૨) સર્ક્યુલેટરી ફેકટર્સ અને નર્વ ફેકટર્સ

1) હોર્મોનલ ફેકટર્સ

  • જેમાં ઓક્સીટોસીન હોર્મોન્સ લેબર શરૂ થવામાં ભાગ ભજવે છે સાથે સાથે પ્લેસન્ટા પણ હોર્મોનલ સ્ટીમ્યુલાઈજેશનથી લેબર પેઈન સ્ટાર્ટ થાય છે જેમ જેમ પ્રેગનન્સી વધે તેમ તેમ હોર્મોનલ લેવલમાં ફેરફાર થાય છે અને લેબર પેઈન શરૂ થાય છે.

2) સર્ક્યુલેટરી ફેક્ટર્સ અને નર્વ ફેક્ટર્સ

  • જેમા પ્રેગનન્સી વધવાની સાથે સાથે મધરના બ્લડમાં ઈસ્ટ્રોજનનું પ્રમાણ પણ વધતુ જાય છે. અને ફુલ ટર્મ થતા તે યુટ્રસના કોન્ટ્રાકશન શરૂ કરી લેબર પેઈન સ્ટાર્ટ કરે છે. સાથે સાથે નર્વ એન્ડીંગ ઉતેજીત થવાથી લેબર પેઈન સ્ટાર્ટ થાય છે.

લેબર શરૂ થવાના પહેલા ચિન્હો એટલે કે નોર્મલ લેબર શરૂ થતા પહેલા અમુક સાઈન જોવા મળે છે, જેને પ્રીમોનીટરીંગ સાઈન કહેવામા આવે છે.

જે નીચે મુજબ છે.

1) લાઈટનીંગ

  • એટલે કે યુટરસ નીચેની તરફ ખસે છે જે ફુલ ટર્મના ૨ કે ૩ અઠવાડીયા પહેલા થાય છે ત્યાર પછી ફંડસ આગળથી લંગ્સનું પ્રેસર ઓછું થાય છે, જેથી શ્વાસોશ્વાસ સહેલાઈથી લઈ શકાય છે હાર્ટ અને સ્ટમક સારી રીતે કાર્ય કરી શકે છે અને આ લાઈટનીંગના પ્રોસેસથી મધરને પ્રેસર ઓછું થવાથી મધર આરામ અનુભવે છે. ફીટસનું હેડ બ્રીમમાં ફીટ થવાથી ફીટસ થોડું નીચે આવે છે અને એબડોમનની ફંડસ તરફની સાઈઝ થોડી નીચે ઉતરે છે ફડસ ઉપર ફીગર રાખીને જોતા ખાડો માલુમ પડે છે.જે લાઈટનીંગ થયેલું છે તેમ સુચવે છે. સીમ્ફાયસીસ પ્યુબીસ પહોળું થાય છે. પેલવીક ફ્લોર શોર્ટ અને રીલેક્ષ થઈ ૧,૧/૨ ઈચ અથવા ૩.૧ સેમી નીચેની તરફ ખસે છે જેથી કરીને યુટરસને ટ્રુ પેલવીસમા ડીસેન્ટ થવા માટે જગ્યા રહે છે.લોવર સેગમેન્ટ સ્ટ્રેચ થાય છે અને ફીટસ યુટરસની નીચેની તરફ ખસે છે.
  • આ સમયે મધરને ચાલવામાં તકલીફ પડે છે. મધર ખુબજ થાક અનુભવે છે. કંટાળો અનુભવે છે. પેલ્વીસ રીલેક્ષ થવાથી મધરને વારવાર બેક એક થાય છે. વજાયનલ ડીસ્ચાર્જ થાય છે.

2) ફ્રીકવન્સી ઓફ યુરીનેશન

  • બ્રીમમાં ફીક્સ થવાથી યુરીનરી બ્લેડર પર પ્રેશર આવવાથી આ કંડીશન ઉભી થાય છે. અને મધરને વારંવાર બ્લેડર ખાલી કરવાની ઈચ્છા થાય છે.

૩) ફોલ્સ પેઈન

  • પેલવીસના મસલ્સ રીલેક્સ થવાથી અથવા તો કોન્સ્ટીપેશનના કારણે (કબજીયાત) ખોટો દુખાવો થાય છે જે એનાલજેસીક ડ્રગ્સ આપવાથી ફોલ્સ પેઈન દૂર થાય છે.

સાચા લેબર શરૂ થવાના ચિન્હો

  1. પેઈન ફુલ રીધમીક યુટરાઈન કોન્ટ્રાકશન
  2. શોર્ટનીગ ઓફ ધ સર્વીક્સ
  3. ડાયલેટેશન ઓફ ધ સર્વાઇકલ ઓસ
  4. શો જોવા મળે છે.

(1) પેઈન ફુલ યુટરાઈન કોન્ટ્રાક્શન

  • ડીલેવરીન પહેલા સ્ટેજમાં યુટ્રસનું રેધમિક સંકોચન થાય પછી રીલેક્ષ થઈ જાય છે.કોન્ટ્રાકશન થાય છે એટલે દરેક કોન્ટ્રાકશન વચ્ચેનો સમય એક સરખો રહે છે. શરૂઆતમાં દર ૧૫ મીનીટમા એક સરખો કોન્ટ્રાકશન આવે, ત્યાર બાદ દર ૫ મીનીટ, ત્યાર પછી ર થી ૩ મીનીટે કોન્ટ્રાકશન આવે છે. યુટ્રસમાં કોન્ટ્રાકશન આવે ત્યારે શરૂઆતમા દરેક કોન્ટ્રાકશન મેકઝીમમ લેવલ સુધી પહોંચી જાય છે. ત્યારે મધરને પેઈન થાય છે. દરેક કોન્ટ્રાકશનમાં કોન્ટ્રાક્સન અને રીટ્રેકશનની ક્રીયા થાય છે.એટલે કે થોડીવાર માટે દુખાવો શરુ થાય અને થોડી વાર માટે બંધ થાય તે ફક્ત યુટ્રસના મસલ્સમાં થાય છે.

(2) પોલારીટી ઓફ યુટ્રસ

  • યુટ્રસના અપર પોલ અને લોવર પોલનું એક સાથે કોન્ટ્રાકશન અને રીટ્રેકશન થાય છે. અપર પોલમાં કોન્ટ્રાકશન અને રીટ્રેકશન થાય ત્યારે તે ભાગના મસલ્સ એકદમ જાડા અને ટુકા થાય છે. જેથી અપર પોલ નાનું થાય છે. જ્યારે લોવર પોલમાં કોન્ટ્રાકશન ધીમે હોય છે. લોવર પોલ લાબું અને પાતળુ થઈ જાય છે. આ ક્રીયાને પોલારીટી ઓફ ધ યુટ્રસ કહે છે.

(3) શોર્ટનીંગ ઓફ સર્વિકસ

  • યુટરાઈન કોન્ટ્રાકશન આવવાથી સર્વિક્સ પર પ્રેશર આવવાથી સર્વિક્સ ઉપરની તરફ ખેંચાય છે. અને રીંગ જેવો આકાર બને છે. તેને શોર્ટનીંગ ઓફ સર્વિક્સ કહે છે.

(4) ડાયલેટેશન ઓફ સર્વિકસ

  • સર્વિક્સ ઉપરની તરફ ખેંચાવાથી ઓસનું ડાયલેટેશન થાય જે આપણે પી.વી એકઝામ કરવાથી જાણી શકીયે છીએ. આપણી ફીગર્સની આજુબાજુ સર્વિક્સનો ગોળાકાર ભાગ ફીલ થાય છે.

(5) શો

  • સર્વાઇકલ ઓશનું ડાયલેટેશન થવાથી ઓસની અંદરની સપાટીએ રહેતું થીક મ્યુક્સ અને બ્લડ સ્ટ્રેઈનવાળો ડીસ્ચાર્જ જોવા મળે છે.જેને શો કહે છે.

ટ્રુ અને ફોલ્સ લેબર વચ્ચેનો તફાવત

ટ્રુ લેબર અને ફોલ્સ લેબર વચ્ચેનો તફાવત

મુદ્દોટ્રુ લેબર (True Labour)ફોલ્સ લેબર (False Labour)
પીડાનો સ્વભાવનિયમિત અને સમયાંતરે આવેઅનિયમિત આવે
પીડાની તીવ્રતાધીમે ધીમે વધેવધતી નથી
સમયગાળોલાંબો અને સતતટૂંકો અને અનિયમિત
ચાલવાથી અસરચાલવાથી પીડા વધેઆરામથી પીડા ઘટે
પીડાનું સ્થળપીઠથી આગળ પેટ તરફ ફેલાયમુખ્યત્વે પેટમાં જ રહે
Cervix (ગરભાશયનું મુખ)ખુલવા (dilatation) લાગેકોઈ બદલાવ નથી
Show (મ્યુકસ+બ્લડ)જોવા મળેનથી જોવા મળતું
પાણી ફાટવુંથઈ શકેનથી થતું
ડિલિવરીનજીક હોયતરત નથી થવાની
દવાઓ/સેડેશનથી અસરપીડા બંધ નથી થતીપીડા બંધ થઈ જાય

ડીલેવરીના તબક્કા

(૧) પહેલો તબક્કો

  • ટ્રુ લેબર પેઈન સ્ટાર્ટ થાય ત્યારથી સર્વિક્સનું ફુલ ડાયલેટેશન (૧૦ સે.મી) થાય તે વચ્ચેના ગાળાને પ્રથમ તબક્કો કહેવામાં આવે છે. પ્રથમ વખતની ગર્ભાવસ્થા વખતે આ તબક્કામાં લગભગ 12 કલાક જેટલો સમય લાગે છે. જ્યારે અગાઉ ગર્ભાવસ્થા(ઓ) રહેલ હોય તો, તેમાં 6-9 કલાક જેટલો વહેચી શકાય છે.

સુસુપ્ત તબક્કો (પ્રસુતિ અનુભવાતી નથી) :

  • ગર્ભાશય નું મુખ ૪ સેમી કરતા ઓછું ખુલે છે.
  • સંકોચન ઓછું થાય છે. (10 મીનીટીમાં બે કરતા ઓછાં સંકોચન)

ક્રીયાશીલ તબક્કો :

  • ગર્ભાશયનું મુખ ૪ સે.મી. કે તેથી વધારે ખુલે છે.

(૨) બીજો તબક્કો

  • સર્વિક્સનું ફુલ ડાયલેટેશનથી લઇને બેબી આઉટ થાય ત્યા સુધીના ગાળાને બીજો તબક્કો કહે છે. આ તબક્કો ગર્ભાશયનું મુખ સંપૂર્ણ ખૂલવાથી લઇને બાળકના જન્મ સુધી ચાલે છે. પ્રથમ વખત ની પ્રસૂતા મહીલાને આ તબક્કામાં લગભગ બે કલાક લાગે છે જ્યારે અગાઉ પ્રસૂતીઓ થાય હોય તેવી મહીલાઓ ને આ તબક્કામાં અડધા થી એક કલાક જેટલો સમય લાગે છે.

(૩) ત્રીજો તબક્કો

  • બેબી આઉટ થયા પછી પ્લેસન્ટા આઉટ થાય ત્યાં સુધી ના ગાળા ને ત્રીજો તબક્કો કહે છે. ૧૫ મીનીટથી અડધા કલાક જેટલો સમય લાગે છે. આ તબક્કાના સમય માં અગાઉ થયેલ પ્રસૂતીની સંખ્યાનો કોઈ ફરક પડતો નથી.

(૪) ચોથો તબક્કો

  • પ્લેસન્ટા આઉટ થયા પછીના પ્રથમ બે કલાકને ચોથો તબક્કો કહે છે.
  • આ એક મુશ્કિલ/જટીલ સમય હોય છે કેમ કે પી.પી.એચ., સંભવિત જીવલેણ સમસ્યા‌ આ તબક્કા દરમિયાન થઇ શકે છે.
  • આ ગાળાનો આધાર ફીટસની સાઈઝ યુટરાઈન કોન્ટ્રાકશન અને પ્રેજેન્ટેશન પર આધાર રાખે છે.

ડ્યુરેશન ઓફ લેબર

  • તેમાં ઘણી અલગતા જોવા મળે છે. તેનો આધાર કેટલામી સુવાવડ છે. આગળની સુવાવડ કેટલા સમય પહેલા થયેલ છે. પેલ્વીસ કેવા પ્રકારની છે. ફીટસનું કદ કેવું છે. પ્રેઝન્ટેશન કયું તેમજ યુટ્સના કોન્ટ્રેકશન કેવા છે તે દરેક બાબત ઉપર આધાર રાખે છે.
  • પ્રથમ સ્ટેજ સૌથી વધું સમય લે છે અને બીજા સ્ટેજમાં વધારે સમય લાગતો નથી.
  • સામાન્ય રીતે પહેલી સુવાવડ ૧૨ કલાકમાં મલ્ટી પારામાં ૬ થી ૮ કલાકનો સમય લાગે છે.

સર્વાઇકલ ડાયલેટેશન એટલે શું ?

  • લેબર દરમ્યાન એટલે કે લેબરનું પહેલું સ્ટેજ શરૂ થાય ત્યારે ટ્રુ પેઈન શરૂ થાય તેની સાથે સાથે સર્વાઇકલ એક્સટર્નલ અને ઈન્ટરનલ ઓસનું ડાયલેટેશન કેટલું થયું છે જે પર વજાયનલ એક્ઝામિનેશન કરીને જાણી શકીએ. તમે જો સર્વાઇકલ ઓસમા એક આગળી દાખલ થાય તો ૨ સે.મી. ડાયલેટેશન છે એમ કહેવાય. ૨ આંગળી હોય તો ૪ સે.મી અને ૩ આંગળી હોય તો ૬ સે.મી અને ૪ આગળ હોય તો ૮.સે.મી ડાયલેટેશન કહેવાય આ ટોટલી ડાયલેટેશનને સર્વાઇકલ ડાયલેટેશન કહેવાય.

લેબર માટેના ફેક્ટર્સ

  1. પાવર
  2. પેસેજ
  3. પેસેન્જર

1.પાવર

  • જેમાં યુટેરાઇન કોન્ટ્રાક્શન અને રીલેક્શનનો સમાવેશ થાય છે. તેને પ્રાઇમરી પાવર કહે છે. તેમજ એબ્ડોમીનલ મસલ્સ અને ડાયાફ્રામ વગેરેમાં પણ કોન્ટ્રાક્શન થાય છે, તેને સેકન્ડરી પાવર કહે છે.

2.પેસેજ

  • જેમાં પેલ્વીસ, યુટ્રસ, વજાઇના, અને સર્વાઇકલ કેનાલ અને પેરીનીયમ ફ્લોર ભાગ ભજવે છે. તેને પેસેજ કહેવામાં આવે છે.

3.પેસેન્જર

  • ફીટસ, પ્લેસેન્ટા, એમ્નીયોટીક લ્યુઇડ મેમ્બ્રેન વગેરેનો સમાવેશ થાય છે.

ફિઝિયોલોજીકલ ચેન્જીસ ડ્યુરીંગ 1st સ્ટેજ ઓફ લેબર

1) કોન્ટ્રેકશન એન્ડ રીટ્રેક્શન ઓફ યુટરાઇન મસલ્સ

  • યુટ્સના કોન્ટ્રેકશનનું ઈનવોલ્વમેન્ટ હોય છે અને તેના પર નર્વ સીસ્ટમ નો અંકુશ હોય છે. આ કોન્ટ્રેકશન ૬૦ થી ૭૦ સેકન્ડ જો તે લાબો સમય રહે તો તેનાથી ફીટસને બ્લડ સપ્લાય ન થતા ઓક્સીજન મળતો નથી. આ કોન્ટ્રેકશન તાલબધ્ધ હોય છે. શરૂઆતમાં બે દુખાવા વચ્ચે ૧૫ મીનીટનો ગાળો હોય છે જે ધીમે ધીમે ઘટતો જાય છે. અને છેલ્લે ૨ થી ૩ મીનીટનો થઈ જાય છે. દરેક કોન્ટ્રેકશન ફંડસના ભાગમાં શરૂ થઈ નીચે તરફ જાય છે.

2) પોલારીટી

  • આખા પ્રસવકાળ દરમ્યાન યુટ્રસના બંન્ને પોલ સહકારથી સંકોચન પ્રસરણની ક્રિયા કરે છે. તેને પોલારીટી કહેવાય છે.
  • ઉપરનો ભાગ ખુબ જ સંકોચાય છે જેના લીધે ફીટસ નીચે આવે છે અને નીચેનો ભાગ ધીમેથી સંકોચાય છે. જેના લીધે ફીટસ નીચે આવે છે. અને નીચેનો ભાગ ધીમેથી સંકોચાય છે જેના લીધે સર્વિક્સ ડાયલેટેશન થાય છે.

3) રીટ્રેક્શન

  • કોન્ટ્રેકશન આવ્યા પછી કમ્પલીટ રીલેક્સ થવાને બદલે યુટ્સનો ઉપરનો ભાગ ટુંકો અને જાડો થતો જાય છે જેથી જગ્યા ઘટવાથી ફીટસ બહાર આવે છે.

4) ફોર્મેશન ઓફ અપર & લોવર સેગમેન્ટ

  • પ્રેગનન્સીમાં યુટ્સનું કાર્ય બે ભાગમાં વહેચાય છે. જેમાં ઉપરનો જાડો સંકોચાતો ભાગ અને નીચેનો પાતળો પહોળી થતો ભાગ નીચેનો ભાગ યુટ્ટસ ના ઈસ્થમસ ભાગ પાસેથી બને છે તે ૧.૦ સે.મી નો હોય છે. જ્યારે લેબર શરૂ થાય છે. ત્યારે સેગમેન્ટના સંકોચનના કારણે નીચેનો ભાગ ખેચાય છે.

5) ડેવલોપમેન્ટ ઓફ રીટ્રેક્શન રીંગ

  • ઉપરના ભાગની નીચેની કિનારીનો જાડો ભાગ જ્યા લોઅર સેગમેન્ટને ઉપરની પાતળી કિનારીએ મળે તે કિનારીને રીટ્રેકશન રીંગ કહે છે. અને તે સીમ્ફાયસીસ પ્યુબીસથી સહેજ ઉપર હોય છે. પરતું તે આંખ થી જોઈ શકાતી નથી પરતું જ્યારે ઓબ્જેકશનના કારણે ફીટસ સર્વિક્સ મારફતે પસાર થઈ શકતું નથી. ત્યારે નીચેનો ભાગ ખેચાય છે. ત્યારે કોન્ટ્રેકશન રીંગ આડી અથવા ત્રાસી સીમ્ફાયસીસ પ્યુબીસ થી સહેજ ઉપર જોઈ શકાય છે અને તે યુટ્રસ રપચર થવાનો ભય સુચવે છે. જ્યારે ન જોઈ શકાય ત્યારે તેને રીટ્રેશન રીંગ અને દેખાય ત્યારે બેન્ડાલ્સ રીંગ કહે છે.

6) ટેકિંગ અપ ઓફ સર્વિક્સ

  • સગર્ભાવસ્થા નાં છેલ્લા દિવસોમાં સર્વિસ ની લંબાઈ ઘટે છે. ઇન્ટર્નલ ઓસ ઉપર ખેંચાય છે. અને યુટ્સનો નીચેનો ભાગ ખેંચાય જાય છે. જેવી રીતે ફુગ્ગો ફુલાવતા તેનો આગળનો ભાગ એકદમ ટુકો થાય. તેવી જ રીતે સર્વિક્સ પણ ટૂંકી થાય છે. તેને જ્યારે પર વજાયનલ તપાસ કરતા સર્વિક્સ ફીંગર વડે ફીલ કરતા સર્વિક્સ પાતળુ થતુ જણાય છે. તેને અફેશમેન્ટ ઓફ સર્વિક્સ થયું કહેવાય.

7) ડાયલેટેશન ઓફ સર્વિક્સ

  • એક્સટર્નલ ઓસ ગોળાકાર રીતે ધીમે ધીમે ખુલે છે. તે પહેલા માત્ર યુટરાઇન સાઉન્ડ જાય તેટલું હોય છે. અને છેલ્લે ફીટસ નું હેડ તેમાંથી બહાર આવે તેટલું ખુલી જાય છે. જ્યારે ફીટસનો પ્રેઝન્ટીંગ પાર્ટ હેડ(માથું) હોય ત્યારે ડાયલેટેશન જલ્દી થાય છે. પ્રાઈમી ગ્રેવીડા સ્ત્રીમાં લેબરની શરૂઆતમાં ઈટરનલ સર્વિક્સ બંધ હોય છે અને જ્યા સુધી સર્વિક્સ ઉપર ન જાય ત્યાં સુધી ખુલતું નથી પરતું મલ્ટીપારા સ્ત્રીમાં એક્સટર્નલ ઓસ લેબરની શરૂઆત પહેલા ૧ ફીંગર જેટલું ખલતું હોય છે.

8) શો

  • સુવાવડનો દુખાવો શરૂ થાય ત્યારે, પહેલા થોડા કલાક અગાઉ લોહી અને મ્યુકસ યુક્ત ડીસ્ચાર્જ વજાયના દ્વારા બહાર આવે છે જે બ્લડ, યુટ્રસમાં ડેસીડયુઆ તુટવાથી આવે છે.

9) ફોર્મેશન ઓફ બેગ ઓફ વોટર

  • જ્યારે યુટ્રસનો લોવર સેગમેન્ટ સંકોચાય છે ત્યારે યુટ્રસની અંદરનું દબાણ વધે છે, અને તેના કારણે જે લુઝ ભાગ હોય છે ત્યાં ફ્લુઈડ જતું રહે છે. અને જ્યાં ઓસનું ડાયલેટેશન થતું હોય ત્યારે તે ભાગ જતો રહે છે અને ફીટસની હેડ આગળ આ ફુગ્ગા જેવો ભાગ આવે છે તે એમ્નીઓટીક ફ્લ્યુઈડ બેગને બેગ ઓફ વોટર કહે છે.

10) જનરલ ફ્લ્યુઈડ પ્રેશર

  • જ્યારે મેમ્બ્રેઈન ઈનટેક હોય ત્યારે યુટ્રસના કોન્ટ્રેકશન દરમ્યાન આવતું પ્રેશર પ્રવાહી દબાવી શકતું નથી તેથી આખા યુટ્રસમાં સરખું દબાણ આવે છે તેને જનરલ ફ્લ્યુઈડ પ્રેશર કહેવાય. પરતું જ્યરે મેમ્બ્રેઈન રપચર થાય અને બ્લ્યુઈડ બહાર નીકળી જાય, પછી કોન્ટ્રેકશન દરમ્યાન યુટ્રાઈન વોલ અને ફીટસ વચ્ચે દબાણ આવે છે. અને તેથી ફીટસને ઓક્સીજન પુરતા પ્રમાણમાં મળતો નથી, તેથી જો મેમ્બ્રેઈન ઈનટેક હોય તો ફીટસને હાઈપોકક્સીશીયા અને યુટ્રસને ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઓછી રહે છે.

11) રપચર ઓફ ધ મેમ્બ્રેન

  • રપચર ઓફ ધ મેમ્બ્રેન સામાન્ય રીતે સર્વીક્સનું ફુલ ડાયલેટેશન ન થાય ત્યાં સુધી મેમ્બ્રેન તુટતી નથી. પરતું કોઈવાર લેબરના એક-બે દિવસ અગાઉ પણ તુટી જાય છે. અથવા તો હેડના જન્મ સાથે તુટે છે. ફુલ ડાયલેટેશન થવાથી તેને ટેકો મળતો નથી અને કોન્ટ્રેકશન દરમ્યાન દબાણ આવવાથી તે તુટી જાય છે.

બીજા તબક્કા દરમ્યાન થતા શારીરીક ફેરફારો

1) એક્સેસીવ યુટરાઇન કોન્ટ્રાક્શન

  • યુટ્રસના કોન્ટ્રેકશન વધું જોરદાર અને ઝડપથી બને છે. એબ્ડોમીનલ મસલ્સ અને ડાયાફ્રામ પણ એક્સપ્લોઝીવ એકશનમાં આવે છે.

2) ફીટલ એકસીસ પ્રેશર

  • જ્યારે યુટ્રાઈન કોન્ટ્રેકશન બર્થ કેનાલ સુધી આવે છે તેને ફીટલ એકસીસ પ્રેશર કહે છે.

3) ડીસપ્લેસમેન્ટ ઓફ ધ પેલ્વીક ફ્લોર

  • જ્યારે બ્લેડર એબ્ડોમનમાં ઉપર ખેંચાય ત્યારે આ બને છો અને તે માથું નીચે આવવાથી થાય છે. અને તે વધું નીચે આવે ત્યારે વજાયનાને ડાઈલેટ કરે છે. અને ત્યાંથી મ્યુકસ મેમ્બ્રેન સહેજ છોલાવાથી બ્લીડીંગ થાય છે. સાથે સાથે હેડ નીચે આવવાથી રેકટમ પર દબાણ આવે છે. તેમા સ્ટુલ હોય તો તે નીકળી જાય છે. અને એનસ પહોળી થવા લાગે છે. ત્રિકોણકાર પેરીનીયલ બોડી ખેંચાઈને વધુ પાતળું થાય છે, અને લગભગ પારદર્શક બને છે. તેની ૪ સે.મી લંબાઈ ૧૦ સે.મી જેટલી થઈ જાય છે.

4) ફીટસ ઇસ એક્સપ્લોઇટેડ

  • માથું વલ્વા પર આવે છે. દરેક કોન્ટ્રેકશનથી આગળ આવે છે. ક્રાઉનીંગ થયા પછી હેડ એક્સટેન્શન થી બહાર આવે છે. પછી કોન્ટ્રેકશનથી શોલ્ડર અને શરીરનો જન્મ થાય. અને બાકી રહેલ ફ્લુઈડ બહાર આવે છે. અને પછી બીજું સ્ટેજ પુરુ થાય છે.

બીજા સ્ટેજની નિશાનીઓ

  • ખુબ જ પ્રમાણમાં યુટ્રસમાં કોન્ટ્રેકશન આવે છે. પરતું હેડ સાવ નીચે આવી ગયું હોય અને સેક્રમ પર દબાણ આવતું હોય ત્યારે પ્રથમ સ્ટેજમાં પણ ખુબ જ કોન્ટ્રેકશન આવે છે.

1) થોડું બ્લડ આવે છે.

  • ફુલ ડાયલેટેશન થતી વખતે સર્વિક્ષ ખેચાવાથી થોડું બ્લીડીંગ થઈ શકે છે. પરતું ઘણી વખત હેડ મોટું હોય તો તેના લીધે ઘર્ષણ થવાથી પણ બ્લીડીંગ થાય છે.

2) મેમ્બ્રેન રપચર

  • મેમ્બ્રેન ક્યારેક લેબર શરૂ થતા પહેલા પણ રપચર થઈ જાય છે તો ક્યારેક પહેલા તબક્કામાં પણ મેમ્બ્રેન રપચર થાય છે. તેથી તેને લેબરની ચૌક્ક્સ નિશાની કહી શકાતી નથી.

3) રેકટમ ડાયલેટ

  • રેકટમ ડાયલેટ થાય છે. જ્યારે હેડ પેલ્વીક ફ્લોર પર પહોંચે છે ત્યારે રેકટમ પહોળી થાય છે। પરતું મલ્ટીપારા સ્ત્રીમાં પ્રથમ સ્ટેજના અંતભાગમાં પણ એનસમાં ગેપ જોવા મળે છે તેને એનસ ફીચ્યુલા કહેવાય છે.
  • એનસ અને કોકસીક વચ્ચે દબાણ અનુભવાય છે. જેમા આંગળીને એનસ અને કોકસીક વચ્ચે રાખતા ત્યાં ટેન્શન હોય તેમ લાગે છે. અને તે માથું નીચે આવવાના કારણે થાય છે.

4) ગેપીંગ ઓફ ધ વલ્વા

  • તે વધું સારી નીશાની છે જેના દ્વારા આપણને વલ્વા પહોળી થતી માલુમ પડે છે. પ્રેઝટીંગ પાર્ટ આગળ દેખાય છે. તે લગભગ બીજા તબક્કાની પોઝીટીવ સાઈન ગણવામાં આવે છે. પરતું ફુટ પ્રેઝન્ટેશ અને બ્રીચ પ્રેઝન્ટેશનમાં સર્વિક્સનું ફુલ ડાયલેટ ન થયું હોય તો પણ વલ્વા પાસે ફુટ દેખાય છે તેમજ ક્યારેક ખુબ જ પ્રમાણમાં હેડનું મોલ્ડીંગ થયું હોય તેમ દેખાય છે. જેમાં આશરે ૬ સે.મી સર્વિકસ ડાયલેટ થયું હોય ત્યારે દેખાય છે.

5) પેરીનીયમનું પહોળું થવું

  • તે પણ બીજા તબક્કાની એક નિશાની છે અને તેના પરથી ડીલેવરી હમણા જ થશે એમ કહી શકાય.

પોઝીટીવ સાઈન

  • પી.વી કરતા સર્વિક્સ ફીલ કરી શકાય નહી.

મીકેનીઝમ ઓફ લેબર

  • મીકેનીઝમ ઓફ લેબર એટલે બર્થ કેનાલ તરફ ફિટસના પેસીવ મુવમેન્ટની સીરીજ (લાઇન બંધ મુવમેન્ટ). ઘણી મુવમેનટ જરૂરી હોય છે.કારણકે બર્થ કેનાલ શીલીન્ડ્રીકલ (નળાકાર) છે.તેના ઇનલેટ અને આઉટલેટ અલગ અલગ સાઇઝ અને શેપ ના હોય છે. અને તેનો નીચેનો છેડો આગળ ફળતો ગોળાકાર છે. ફિટસ તે વળી શકે તેવુ સીલીન્ડ્રીકલ બોડી છે. તે જન્મ વખતે પોતાને પેલ્વીક કેનાલના ડાયામીટર અને કર્વ વળાંક મુજબ ગોઠવણ કરે છે. નોર્મલ ડિલીવરી સ્કીલ ફુલ કરાવવા માટે મીકેનીઝમ ઓફ લેબર જાણવું ખુબજ જરૂરી છે, અને તેના માટે આ કુદરતી મુવમેન્ટસ સારી રીતે પુરી રીતે સમજવી ખુબ જ જરૂરી છે. અને દરેક મુવમેન્ટની પાછળ રહેલ સિધ્ધાંત પણ જાણવું જરૂરી છે. આના જ્ઞાનથી નોર્મલ અને એબનોર્મલ લેબરનુ પ્રોગ્રેસ જાણી શક્ય છે. અને સફળતા પુર્વક ડીલીવરી કરાવી શકાય છે. વર્ટેક્સ, બ્રીચ અથવા ફેસ પ્રેઝન્ટેશન હોય તો પણ કુદરતી પધ્ધતી થી સુવાવડ કરાવી શકાય છે. અને તે જ મીકેનીઝમ છે લેબર દરમ્યાન યુટ્રાઇન અને એબ્ડોમીનલ મસલ્સ અને ડાયાફાર્મ ની ફિટસ ને બહાર ધકેલવા ની એકશન થાય છે. એક્સપલ્જી એક્શન- બહાર કાઢવાની ક્રીયા) પેલ્વીક સર્વીક્સને પેલ્વીક ફ્લોર દ્વારા દબાણ આવે છે.

લેબર દરમિયાન નીચે મુજબની મુવમેન્ટ થાય છે.

  1. ડિસેંટ
  2. ફ્લેક્સન ઓફ હેડ
  3. ઇન્ટર્નલ રોટેશન ઓફ હેડ
  4. ક્રાઉનિંગ ઓફ હેડ
  5. એક્સટેન્શન
  6. રેસ્ટિટ્યુશન
  7. ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર
  8. એક્સ્ટર્નલ રોટેશન ઓફ હેડ
  9. લેટરલ ફ્લેક્શન ઓફ બોડી

1) ડિસેંટ

  • પ્રાઇમી ગ્રેવીડામાં ડિસેંટ લેબરના 2 વિક પહેલા થાય છે. જ્યારે હેડનું એન્ગેજ્મેન્ટ થાય છે, ત્યારે હેડ અને પેલ્વીસ વચ્ચે અસમાનતા થાય તો લેબરના પેલા સ્ટેજ દરમિયાન થાય છે. અને આ ડિસેંટ યુટ્રાઇન કોંટ્રાક્શનના લીધે થાય છે, અને ડિસેંટ સતત થતું રહે છે.
  • જ્યારે હેડ તરફ અવરોધ વધુ આવે છે ત્યારે ફ્લેક્શન થાય છે. અને ડાયલેટેડ સર્વીક્સ લેક્સ હેનું ડિસેંટ થવા દે છે.
  • લેબરના બીજા સ્ટેજ દરમિયાન ડિસેંટ વધુ ઝડપી બને છે. કારણકે એબ્ડોમીનલ મસલ્સ અને ડાયાફ્રામ આમાં સક્રીય ભાગ ભજવે છે અને ફિટસ બહાર આવે છે.

2) ફ્લેક્શન ઓફ હેડ

  • લેબર દરમિયાન ફિટલ હેડ ડાયલેટીંગ ઓસ અને બર્થ કેનાલ તરફ અવરોધ રૂપ હોય છે, જેના લીધે લેબરની શરુઆતમાં હેડનું ફ્લેક્શન વધે છે. સબઓક્સીપીટલ ફ્રંટલ ડાયામીટર કે જે 10 સેમી હોય છે કે જે બ્રીમ માં રહે છે અને તે ફ્લેક્શનનાં લીધે સબબ્રેગ્મેટીક ઓક્સીપીટો ડાયામીટર 9.5 સેમી , તે બ્રીમમાં એંગેજ થાય છે અને ફ્લેક્શન ઓફ હેડ થવાથી હેડનું વધારે ડિસેંટ થાય છે.

3) ઇન્ટર્નલ રોટેશન ઓફ હેડ

  • પેલ્વીક ફ્લોરના લેટરલ હાફ ભાગમાં ફિટસના ભાગ પહોંચે તે પહેલા આગળની તરફ વળે છે. અને સીમ્ફાયસીસ પ્યુબીસની વચ્ચે થાય છે.
  • રોટેશનની લંબાઈનો આધાર ફિટસની પોઝીશન પર રહેલો છે. દા.ત., ફિટસની એન્ટીરીયર પોઝીશન હોય ત્યારે ફિટસના હેડ નો જ ભાગ પેલ્વીસ ફ્લોર ને પહેલા ટચ થાય છે. 1/8 રોટેટ થાય છે. અને લેટરલ પોઝીશન હોય તો 2/8 રોટેટ થાય છે. અને પોસ્ટીરીયર પોઝીશન હોય તો 3/8 રોટેટ થાય છે.

4) ક્રાઉનીંગ ઓફ ધ હેડ

  • હેડ વધુને વધુ નીચે ઉતરતું હોવાથી છેવટે હેડ નો મધ્યભાગ વલ્વા પર જોઈ શકાય છે જેને ક્રાઉનીંગ ઓફ ધ હેડ કહેવાય.
  • આમાં ઓક્સીપુટનો ઊપસેલો ભાગ પોર્ટુબરન્સ સીમ્ફાયસીસ પ્યુબીસના બહાર ના ભાગ માં આવે છે. ડાયામીટર સબ ઓક્સીપીટો બ્રેગમેટીક થાય છે.

5) એક્સટેન્શન ઓફ હેડ

  • એક્સટેન્શન એ એક મુવમેન્ટ છે કે જેમાં નેક ઓફ ધ હેડ આર્ચ ઓફ સીમ્ફેસીસ પ્યુબીસ પર હોય છે. જ્યારે સીન્સીપુટ, ફેસ અને ચીન પેરીનીયમ પર જોવા મળે છે.

6) રેસ્ટિટ્યુશન

  • હેડના ઇન્ટરનલ રોટેશન દરમિયાન નેક ટ્વીસ્ટ થયેલી હોય છે અને જે એક્સટર્નલ રોટેશન ઓફ ધ હેડ ની સાથે આ ટ્વીસ્ટ દૂર થાય છે અને બોડી અને નેક એક લાઇનમાં આવી જાય છે, જેને રેસ્ટિટ્યુશન કહે છે. આ વખતે બેબીનો ફેસ માતાની થાઈ સામે આવી જાય છે. (રાઈટ કે લેફ્ટ)

7) ઇન્ટર્નલ રોટેશન ઓફ ધ સોલ્ડર

  • હેડ્ની માફક શોલ્ડર પણ પેલ્વીક ફ્લોરને ટચ થાય છે અને આગળની તરફ રોટેટ થાય છે. અને આઉટલેટના એન્ટીરીયર પોસ્ટીરીયર ડાયામીટરમાં આવે છે અને 1/8 સર્કલ રોટેટ થવાથી શોલ્ડર પેલ્વીક બ્રીમમાં એંગેજ થાય છે.

8) એક્સ્ટર્નલ રોટેશન ઓફ હેડ

  • ઇન્ટરનલ રોટેશન ઓફ ધ શોલ્ડરની સાથે ટર્નીંગ ઓફ હેડ થાય છે. હેડ રેસ્ટીટ્યુશન વખતે જે ડાયરેક્શનમાં રોટેટ થાય છે તે જ ડાયરેક્શનમાં 1/8 સર્કલ રોટેટ થાય છે.

9) લેટરલ ફ્લેક્શન ઓફ બોડી

  • બર્થ કેનાલમાંથી બહાર નીકળતા સમયે ફિટસની સાઇઝ બર્થ કેનાલના કર્વ પ્રમાણે બેન્ડ થાય છે .સૌ પ્રથમ હેડને નીચે કરી એન્ટીરીયર સોલ્ડર અને અપવર્ડ (ઊંચું) કરીને પોસ્ટીરીયર શોલ્ડર ની ડીલીવરી કરીને પૂરી બોડીની ડીલીવરી થાય છે.

ટર્મીનોલોજી

1) લાઈ

  • લાઈ એટલે યુટ્રસના લંબાઈવાળા ધરી સાથે ફીટ્સનો લંબાઈ વાળો ધરી (એકસીસ) કેવી રીતે આવેલ છે તેને લાઈ કહેવાય છે.

લોન્જીટ્યુડીનલ લાઈ :

  • જ્યારે ફીટસ અને યુટ્રસની લંબાઈ સર્માંતર હોય જેમાં યુટ્રસના નીચેના ભાગમાં માથું અથવા બટકસ આવેલ હોય છે યુટ્રસનો આકાર ઈડા જેવો હોય છે. પરતું અમુક સંજોગોમાં તેનો આકાર ગોળ થઈ જાય છે જેવું કે હાઈડ્રેમ્નીઓઝ નો વેસીકલ મોલ અને ફલ્યુઈડ વધું પડતું હોય ત્યારે ફીટસ લોંજીટ્યુડીનલ લાઈ મા રહેવાની શક્યતા ઓછી રહે છે.
  • યુટ્રસનું લોઅર સેગમેન્ટ યુટ્રસના અપર સેગમેન્ટના પ્રમાણમાં નાનો હોય છે હેડના પ્રમાણમાં બટકસનો એરીયા પહોળો હોય છે. ટુંકમાં કહીએ તો નોર્મલ ફીટસનું યુટ્રસમાં એડજેસ્ટમેન્ટ થવા માટે યુટ્રસના લોવર સેગમેન્ટમાં હેડ અને અપર સેંગમેન્ટમાં બટક્સ હોય છે આ કંડીશનને લોન્જીટ્યુડીનલ લાઈ એટલે કે નોર્મલ લાઈ કહે છે. ક્યારેક લોવર સેગમેન્ટમા બટકસ હોય અને અપર સેગમેન્ટ માં ફીટસનું હેડ હોય તો તેને પણ લોન્જીટ્યુડીનલ લાઈ કહેવાય પરતું તે એબનોર્મલ કહી શકાય.

ટ્રાન્સવર્સ લાઈ :

  • ફીટસની લંબાઈ યુટ્રટ્સની પહોળાઈ સાથે જે સંબંધ ધરાવે છે તેને ટ્રાન્સવર્ષ લાઈ કહેવામાં આવે છે જેમાં બાળક સીધું હોવાને બદલે આડું હોય યુટ્રસના નીચેના ભાગમાં ફીટસનો શોલ્ડરનો ભાગ આવે છે આ પરિસ્થિતિમાં નોર્મલ ડીલેવરી શક્ય નથી.

ઓબ્લીક લાઈ :

  • જેમા ફીટસ સીધું રહેવા ને બદલે ત્રાસું હોય છે. હેડ લોઅર સેગમેન્ટમાં સહેજ સાઈડમાં અને
  • બટકસ અપર સેગમેન્ટમાં પરતું સહેજ સાઈડમાં હોય છે તેને ઓબ્લીક લાઈ જો યુટ્રસની વોલના મસલ્સ રીલેક્ષ થઈ ગયા હોય અથવા એમ્નીઓટીક ફ્લ્યુઈડનું પ્રમાણ વધારે હોય ત્યારે જોવા મળે છે.

2) એટીટ્યુડ

  • એટીટ્યુડને આપણે સાયકોલોજીની ભાષામાં વલકા તરીકે વર્ણવીએ છીએ અહી આપણે એટીટ્યુડ એટલે ફીટસના લીમ્બ અને હેડ તેના ધડ સાથે કેવી રીતે ગોઠવાયેલા છે તેને કહેવામાં આવે છે. જેમા ફીટસનો બેકનો ભાગ વળેલો હોય છે. પગ, થાઈ પાસે વળેલા હોય છે.
  • આ બાળકનો જન્મ નોર્મલ એટીટ્યુડ છે. આ એટીટ્યુડસથી બાળકનો જન્મ સહેલાઈ થી થઈ શકે છે જો તે પ્રમાણેનું એટીટ્યુડ ન હોય તો સુવાવડમાં તકલીફ પડે છે.

3) પોઝીશન

  • પેલ્વીક બ્રીમના છ ભાગમાં ફીટસનું ડીનોમીટ છે તેને પોઝીશન કહે છે.

બ્રીમના છ એરીયા નીચે મુજબ છે.

(૧) રાઈટ પોસ્ટરીયર

(૨) રાઈટ લેટરલ

(૩) રાઈટ એન્ટીરીયર

(૪) લેફ્ટ પોસ્ટરીયર

(૫) લેફટ લેટરલ

(૬) લેફટ એન્ટીરીયર

(1) રાઈટ પોસ્ટરીયર

  • રાઈટ સેક્રો ઈલીયાક જોઈન્ટનો એરીયા.

(2) રાઈટ લેટરલ

  • રાઈટ ઈલીયો પેકટીનીયલ એમીનસ અને રાઈટ ઈલીયાક જોઈંટ વચ્ચેનો ભાગ.

(3) રાઈટ એન્ટીરીયર

  • રાઈટ ઈલીયોપેકટીનીયા એમીનન્સનો એરીયા.

(4) લેફ્ટ પોસ્ટીરીયર

  • લેફ્ટ સેકોઈલીયાક જોઈન્ટનો એરીયા.

(5) લેફ્ટ લેટરલ

  • લેફ્ટ ઈલીયોપેકટીનલ એમીનન્સ અને લેફ્ટ ઈલીયાક જોઈન્ટ વચ્ચેનો ભાગ.

(6) લેફટ એન્ટીરીયર

  • લેફ્ટ ઈલીયોપેકટીનલ એમીનન્સ અને લેફ્ટ ઈલીયાક જોઈન્ટ વચ્ચેનો ભાગ.

પોઝીશન ઈન વર્ટેક્ષ પ્રેઝન્ટેશન

(1) L.O.A. (લેફ્ટ ઓક્સિપીટો એન્ટીરીયર)

  • જેમાં પેલ્વીક બ્રીમમાં ડાબા આગળના ભાગે ઈલીયો પેકટોરીયલ એમીનન્સ પાસે ઓક્સીપુટ બોન આવે છે. સજાયટલ સ્યુચર બ્રીમમાં જમણી સાઈડ ત્રાસો આવે છે.

(2) R.O.A. (રાઈટ ઓક્સિપીટો એન્ટીરીયર)

  • જેના ઓક્સીપીટલ બોન પેલ્વીક બ્રીમના જમણી આગળના ભાગે ઈલીયો પેકટેરીયલ એમીનન્સ પાસે આવે છે. અને સજાયટલ સ્યુચર ડાબી બાજું ત્રાસો આવે છે.

(3) L.O.P. (લેફ્ટ ઓક્સિપીટો પોસ્ટીરીયર)

  • ઓક્સીપીટલ બોન પેલ્વીસ બ્રીમના લેફ્ટ પોસ્ટરીયર એરીયા ના ભાગે લેફ્ટ સેકોઈલીયાક જોઈન્ટ પાસે આવે છે. સજાયટલ સ્યુચર બ્રીમના લેફ્ટ ડાયામીટરના હોય છે.

(4) R.O.P. (રાઈટ ઓક્સિપીટો પોસ્ટીરીયર)

  • ઓક્સીપીટલ પેલ્વીક બ્રીમના રાઈટ પોસ્ટરીયર બ્રીમના રાઈટ પોસ્ટરીયર પર એરીયાના ભાગે રાઈટ સેકો ઈલીયાક જોઈન્ટ પાસે આવે છે. સજાયટલ સ્યુચર રાઈટ ડાયામીટરમાં આવે છે.

(5) L.O.L. (લેફ્ટ ઓક્સિપીટો લેટરલ)

  • આમાં ઓક્સીપીટલ બોન પેલ્વીક બ્રીમના લેફટ પેલ્વીક બ્રીમના લેફ્ટ લેટરલ એરીયા માં લેફ્ટ ઈલીયાક પેકટીનીયલ એમીનન્સપર આવે છે.

(6) R.O.L. (રાઈટ ઓક્સિપીટો લેટરલ)

  • આમા ઓક્સીપુટ બોન રાઈટ ઈલીયાક પેકટીનીયલ એમીનન્સ અને રાઈટ સેકોઈલીયાક જોઈન્ટની વચ્ચે આવે છે. અને સજાયટલ સ્યુચર પેલ્વીક બ્રીમમાં ટ્રાન્સવર્ષ ડાયામીટરમાં હોય છે.

4) ડીનોમીનેટર

  • ડીનોમીનેટર એવો ભાગ છે કે જે કયું પ્રેઝન્ટેશન છે તે નક્કી કરવા માટે ઉપયોગી છે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે. અથવા દરેક પ્રેઝન્ટેશનમાં તેનો અમુક ડીનોમીનેટર તરીકે નક્કી કરવામાં આવે છે. જેના પરથી ફીટસની પોઝીશન નક્કી થાય છે

પોઝીશન પ્રમાણે ડીનોમીનેટર નીચે મુજબ છે.

  • વર્ટેક્ષ પ્રેઝન્ટેશન હોય તો તેનો ડીનોમીટર ઓક્સીપીટલ બોન હોય છે.
  • બ્રીચ પ્રેઝન્ટેશનનું ડીનોમીનેટર સેક્રમ હોય છે.
  • ફેસ પ્રેઝન્ટેશનનો ડીનોમીનેટર મેન્ટમ હોય છે.

પ્રેઝન્ટેશન ઓફ ફીટસ

  • ફીટસનો જે ભાગ યુટ્રસના લોઅર સેગમેન્ટમાં અથવા તો પેલ્વીક બ્રીમમાં પહેલો હોય તેને પ્રેઝન્ટેશન કહે છે.
  • A. વર્ટેક્ષ પ્રેઝન્ટેશન
  • B. બ્રીચ પ્રેઝન્ટેશન
  • C. સોલ્ડર પ્રેઝન્ટેશન
  • D. ફેસ પ્રેઝન્ટેશન
  • E. બ્રો પ્રેઝન્ટેશન

A. પોઝીશન ઈન બ્રીચ

ફીટસના બટક્સનો ભાગ પેલ્વીક બ્રીમમાં હોય તેને બ્રીય પ્રેઝન્ટેશન કહેવાય છે.

  1. R.S.P : રાઈટ સેક્રો પોસ્ટરીયર
  2. R.S.L : રાઈટ સેક્રો લેટરલ
  3. R.S.A : રાઈટ સેક્રો એન્ટીરીયર
  4. L.S.P : રાઈટ સેક્રો પોસ્ટરીયર
  5. L.S.L : લેફટ સેક્રો લેટરલ
  6. L.S.A : લેફ્ટ સેક્રો એન્ટીરીયર

R.S.P :

  • ફીટસનું સેક્રમ બોન બ્રીમના રાઈટ પોસ્ટરીયર એરિયાનાં ભાગે રાઈટ સેકો ઈલીયાક જોઈન્ટ પાસે આવે છે.

R.S.L. :

  • આમાં સેક્રમબોન પેલ્વીક બ્રીમનાં રાઈટ લેટરલ એરિયામાં રાઈટ ઈલીયાક પેકટોનીયલ એમીનસ અને રાઈટ સેકો ઈલીયાક જોઈન્ટની વચ્ચે આવે છે.

R.S.A. :

  • આમાં સેક્રમ બોન પેલ્વીક બ્રીમના રાઈટ એન્ટીરીયર એરિયાના ભાગે રાઈટ ઈલીયાક પેક્ટોરીયલ એમીનન્સ પાસે આવે છે.

L.S.P :

  • સેક્રમ બોન પેલ્વીક બ્રીમના લેફ્ટ પોસ્ટરીયર એરિયાના ભાગે સેક્રો ઈલીયાક જોઈન્ટ પાસે આવે છે.

L.S.L :

  • આમાં સેક્રમ બોન પેલ્વીક બ્રીમના લેફ્ટ લેટરલ એરિયાના લેફ્ટ ઇલીયોપેક્ટોરીયલ એમીનન્સ અને લેફ્ટ સેક્રો ઈલીયાક જોઈન્ટની વચ્ચે આવે છે.

L.S.A. :

  • આમાં, સેક્રમ બોન બ્રીમના લેફ્ટ એન્ટીરીયર એરિયાના ભાગે લેફ્ટ ઈલીયોપેકટોરીયલ એમીનન્સ પાસે આવે છે.

B. ફેસ પ્રેઝન્ટેશન

  • જ્યારે માથું કમ્પલીટલી એકસટેન્ડ થયેલું હોય ત્યારે પેલ્વીક બ્રીમમાં ફીટસના ચહેરાનો ભાગ પ્રેઝન્ટીંગ પાર્ટ તરીકે આગળ હોય છે તેને ફેસ પ્રેઝન્ટેશન કહે છે. કેસ પ્રેઝન્ટેશનમાં ડીનોમીનેટર મેન્ટમ હોય છે. સબ મેન્ટો બ્રેગમેટીક ડાયામીટર એન્ગેજ થાય છે.

C. બ્રો પ્રેઝન્ટેશન

  • કેવીટીમાં બ્રોનો ભાગ આવેલો હોય એટલે કે ફીટસનું સ્કૂલ એન્ટીરીયર ફ્રન્ટલથી સબઓક્સીપીટલ કેવીટી સુધીનો ભાગ પેલ્વીક બ્રીમ આવેલ હોય ત્યારે બ્રો પ્રેઝન્ટેશનનો એન્ગેજીંગ સ્યુચર ૧૩.૫ સે.મી હોય છે. ૧૦૦૦ ડીલેવરીએ ૧% બ્રો પ્રેઝન્ટેશન હોય છે.

મુવમેન્ટ ઓફ ફીટલ

  • ફીટલ હેડ હલન ચલન કરવા માટે સક્ષમ હોય છે.

1) ફ્લેક્શન :

  • ફીટસની દાઢી તેની છાતીને અડીને રહે તેટલું માથું નમેલું હોય છે અને આ કંડીશન વર્ટેક્ષ પ્રેઝન્ટેશનમાં જોવા મળે છે.

2) એક્સટેન્શન :

  • આમા ઓકસીપુટ ફીટલની બેકને અટકીને રહે તે રીતે નમેલું હોય છે.

3) લેટરલ ફ્લેક્શન :

  • અમુક ચોક્કસ પ્રમાણમાં હેડ ૨/૮ જેટલું ડાબી કે જમણી તરફ વળેલું હોય છે.

D. સોલ્ડર પ્રેઝન્ટેશન

  • ફીટસનો લાંબો ભાગ યુટ્રસની અંદર ટ્રાન્સવર્સ લાઈમાં ગોઠવાયેલો હોય ત્યારે તેને ટ્રાન્સવર્સ લાઈ કહે છે. આ પોઝીશન માં પ્રેઝન્ટીંગ પાર્ટમાં સોલ્ડર જોવા મળે છે તેથી તેને સોલડર પ્રેઝન્ટેશન કહે છે. કેટલીક વાર ફીટસ લાઈ માં ગોઠવાયેલ છે પરતું લેબર દરમ્યાન યુટરાઈન કોન્ટ્રેકશન આવતા ટ્રાન્સવર્સ અથવા લોન્જીટ્યુડીનલ લાઈ માં ગોઠવાઈ જાય છે.
  • દર ૨૫૦ ડીલેવરીએ ૦.૫ % કેસ સોલ્ડર પ્રેઝન્ટેશન અથવા ટ્રાન્સવર્સ લાઈનાં જોવા મળે છે પ્રાઈમી પારા કરતા મલ્ટીપારામાં ટ્રાન્સવર્સ લાઈ વધું જોવા મળે છે ટ્રાનસવર્સ લાઈમાં ગોઠવાઈ જાય છે.

E. ડોરસો એન્ટીરીયર

  • જેના ફીટસની બેક આગળની સાઈડમાં એટલે કે ફીટસની બેક મધરની એબ્ડોમીનલ વોલ તરફથી આવેલી હોય છે અને એક્રોનીયોન ફોસા તથા હેડ લેફ્ટ અથવા રાઈટ સાઈડમાં હોય તો તેને ડોરસો એન્ટીરીયર પોઝીશન કહે છે.

F. ડોરસો પોસ્ટરીયર

  • જ્યારે ફીટસની બેક મધરની સ્પાઈન તરફ આવેલી હોય અને એકોમીયોન ફોસા તથા હેડ રાઈટ અથવા તો લેફ્ટ સાઈડમાં આવેલ હોય તો તેને ડોરસો પોસ્ટરીયર પોઝીશન કહે છે.

G. કોર્ડ પ્રેઝન્ટેશન

  • આમા મેમ્બ્રેન ઈન્ટેક રપચર થયેલ ન હોય ત્યારે પ્રેઝન્ટીંગ પાર્ટ આગળ કોર્ડ આવી જાય છે તેને કોર્ડ પ્રેઝન્ટેશન કહે છે.

H. કોર્ડ પ્રોલેપ્સ

  • કોર્ડ પ્રેઝન્ટેશન હોય ત્યારે મેમ્બ્રેન ૨પચર થતા પ્રેઝન્ટીગ પાર્ટ આગળ કોર્ડ આવી જાય છે. તેને કોર્ડ પ્રોલેપ્સ કહે છે. કોર્ડ વલવા ઉપર દેખાય છે.

પ્રસૂતી દરમિયાન જોખમી કેસોની ઓળખ

માતાનાં નીચેના પૈકી કોઇપણ જોખમી ચિન્હો જણાય તો માતાને તાત્કાલીક FRU માં રીફર કરવી.

  • સગર્ભાવસ્થા દરમિયાન યોની માર્ગમાથી બ્લીડીંગ થવાને કોઇપણ પરિસ્થિતી પ્રસૂતી દરમિયાન તથા પ્રસૂતી બાદ ભારે માત્રામાં બ્લીડીંગ થાય છે.
  • ફિટસનું હેડ દેખાવા સાથે માતાને માથાનો સખત દુખાવો થાય છે.
  • ખેંચ આવવી ક બેભાન થઇ જવું
  • સુવાવડનો સમય 12 થી 15 કલાક થી વધારે લંબાઇ ગયુ હોય
  • બાળકનો જન્મ થઇ ગયા બાદ 30 મીનીટની અંદર પ્લેસન્ટા બહાર આવી ન હોય
  • પ્રીટર્મ ડિલીવરી
  • પેટનો એક ધારો સતત દુઃખાવો
  • પેટના દુઃખાવા સાથે અથવા દુખાવા વિના પણ તાવ આવે અને ખુબ નબળાઇ લાગે
  • ઝડપી શ્વસન એટલે કે અસ્થમાનું પેશન્ટ હોય
  • આ સિવાય માતાને હ્રદય રોગ કે બીજી કોઇ બિમારી હોય
  • બાળકનું હલન ચલન ઘટી જાય અથવા બંધ થઈ જાય
  • માતાને વધારે પ્રમાણમાં ઉલ્ટી થતી હોય, ડિહાઇડ્રેશનની કન્ડીશન ઉભી થાય છે.
  • લેબર દરમિયાન મેર્ટનલ અને ફિટલ ડિસ્ટ્રેસ

માતાની તબિયતનું નિરીક્ષણ

  • લેબર દરમિયાન માતાના દેખાવ અને વર્તનમાં ફેરફાર જોવા મળે છે. લેબર નોર્મલ ન હોય અને કોઇ મુશ્કેલી ઉભી થાય તો તે ઓળખતા આવડવું જોઇએ. તે મિડવાઇફનું જરુરી કામ છે. લેબર દરમિયાન માતા શારિરીક અને માનસીક થાક અનુભવે છે, જેથે તેને પ્રોત્સાહનની જરુર હોય છે. આવા સમયે માતાની પલ્સ, ટેમ્પ્રેચર, રેસ્પીરેશન વગેરેની નોંધ કરવી. જેથી કરીને માતાની જનરલ કન્ડીશનનો ખ્યાલ આવે. અથવા માતાને કોઇ મુશ્કેલી ઉભી થતી હોય તો ખબર પડે.

મેર્ટનલ ડિસ્ટ્રેસના ચિન્હો

  • માતા ખુબ જ થાકેલી અને નિરાશ થયેલ જણાય
  • પલ્સ રેટ નોર્મલ કરતા વધી જાય
  • ટેમ્પ્રેચર નોર્મલ કરતા વધી જાય
  • માતાને ખુબ જ પરસેવો થાય છે. કોઇકવાર ડાર્ક કલરની વોમીટીંગ થાય છે.
  • માતા બેચેની અનુભવે છે.

સારવાર

  • મેર્ટનલ ડિસ્ટ્રેસ ઘણીવાર લેબર પેઇન લંબાવાથી પણ થાય છે. જેથી તેનું કારણ શોધીને તે મુજબ સારવાર આપવી, ઉપરાંત માતાને પ્રોત્સાહન અને માનસીક સાંત્વના આપવી કારણ કે ઘણીવાર માતા ડિલીવરીની બીક ના કારણે ગભરાયેલી લાગે છે.
  • જરૂર મુજબ ઓક્સીજન આપવો.
  • મેડીકલ ઓફીસરની મદદ લેવી.
  • જરુર જણાય તો માતાને સુરક્ષીત રીતે હાયર સેંટર પર રીફર કરવી.

ફિટસની તબિયતનું નિરીક્ષણ

  • એફ.એચ.એસ. દ્વારા ફિટસની કન્ડીશન જાણી શકાય છે. એટલેકે માતા દાખલ થાય ત્યારે એફ. એચ. એસ. નોર્મલ છે કે નહીં તેની નોંધ રાખવી ખુબ જ જરૂરી છે. તે માટે લેબરના પેલા સ્ટેજ દરમિયાન દર કલાકે અને બીજા સ્ટેજમાં દર 15 મીનીટે એફ.એચ.એસ. લેવા અને તેની નોંધ રાખવી.
  • જ્યારે યુટ્રસના કોન્ટ્રાક્શન આવતા હોય ત્યારે એફ.એચ.એસ. લેવા નહીં તેનું ધ્યાન રાખવું.
  • યુટ્રસ રિલેક્સ હોય ત્યારે જ એફ.એચ.એસ. લેવા.
  • મેમ્બ્રેન રપ્ચર થાય ત્યારે એફ.એચ.એસ. લેવા અને મેમ્બ્રેન રપ્ચર થયા બાદ દર 15 મીનીટે લેવા જોઇએ. જો એફ.એચ.એસ. નોર્મલ કરતા વધે કે ઘટે તો તે ફિટલ ડિસ્ટ્રેસની નિશાની છે.

ફિટલ ડિસ્ટ્રેસનાં ચિન્હો અને લક્ષણો

  • એફ.એચ.એસ. વધીને 160 કે તેનાથી વધારે થાય અથવા ઘટીને 100 થી પણ ઓછા થઇ જાય‌.
  • ક્યારેક એફ.એચ.એસ. અનિયમીત પણ થઇ જાય
  • ફિટસને મ્યુકોનીયમ પણ પાસ થઇ જાય (બાળકનું પહેલુ સ્ટૂલ) જે મેમ્બ્રેન રપ્ચર થઇ ગયા બાદ એમ્નીયોટીક ફ્લુઇડમાં જોવા મળે છે.
  • ફિટસનું હલન ચલન વધી જાય છે જે માતાના પેટ પરથી જોઇ શકાય છે.
  • ક્યારેક ફિટલનું હલન ચલન ખુબ જ ઓછુ કે બંધ થઇ જાય છે.

સારવાર

  • માતાને ઓક્સીજન આપવો અને ડાબા પડખે સુવડાવવી.
  • જો માતાને એ.પી.એચ. થયુ હોય તો સીવીયર એનીમીયા હોય તેને પહેલાથી જ ઓક્સીજન આપવો.
  • જો ફિટલ ડિસ્ટ્રેસ વધે તો ફોર્સેપ અથવા વેક્યુમ ડિલીવરી અથવા જરૂર મુજબ સીઝરીયનની તૈયારી રાખવી અને જો તેના માટેની પુરતી સગવડ ન હોય તો માતાને સુરક્ષીત હાયર સેન્ટર પર તાત્કાલીક રીફર કરવી.
  • ઓક્સીજન આપ્યા પછી બાળકની પરિસ્થિતી જોવી અને એફ.એચ.એસ. લેતા રહેવું.

રેફરલ સીસ્ટમમાં AN.M. નો ફાળો

  • પ્રસૂતી દરમિયાન જરૂર જણાય તો માતાને સંદર્ભ સેવા માટે મોકલવા માતાને એવા સંદર્ભ સેવામાં મોકલીએ કે જ્યાં તેને બધી સારવાર મળી રહે.
  • તે સામુહીક આરોગ્ય કેન્દ્ર કે તાલુકા કક્ષાએ કે જીલ્લા કક્ષાએ હોય છે.
  • આ કેન્દ્રમાં તાત્કાલીક સ્ત્રી રોગ સબંધીત સેવાઓ એટલે કે ગાયનેકને લગતી સેવાઓ આપવામાં આવે છે.
  • આ સંદર્ભ સેવા કેન્દ્રમાં ગાયનેકોલોજીસ્ટ, એનેસ્થેટીસ્ટ અને પીડીયાટ્રીશીયનની જગ્યાઓ ભરેલી હોવી જોઇએ.
  • તે સેન્ટરમાં બ્લડ બેંક પણ કાર્યરત હોવી જોઇએ.

નીચે મુજબની કોઇપણ પરીસ્થિતી જણાય તો તાત્કાલીક ધોરણે સંદર્ભ સેવા માટેની કામગીરી શરુ કરવી અથવા તાત્કાલીક પગલા લેવા જરૂરી છે.

  • (1) મોઢા પર હાથ પગ પર સોજા હોય અને આરામ દરમ્યાન પણ શ્વાસ ચડે. શ્વાસ ની સાથે થાક લાગવો જેવા લક્ષણો હોય તો હ્રદય રોગ હોય શકે અથવા એનેમીયા પણ હોય શકે.
  • (2) પ્રસુતિની શરૂઆત અથવા પ્રસુતિ દરમીયાન રકતસ્ત્રાવ, લોહીનું દબાણ 140/110 mm of Hg અથવા તેથી વધુ હોય, સાથે ઉલ્ટી અને સખત માથુ દુખવું, વગેરે જેવી તક્લીફ હોય. એક વખત ખેંચ આવે. સોજા હોય કે ન હોય.
  • (3) લેબર પેઇન ખુબ જ હોય છતા પ્રસૂતીની પ્રગતી ન હોય અથવા વિલંબીત પ્રસૂતી હોય.
  • (4) પ્રસૂતી દરમિયાન અગાઉના ઓપરેશનના ટાંકાની જગ્યાએ દુખાવો શરુ થાય. હ્રદયના ધબકારા વધી જાય, બી.પી. ઓછુ થઇ જાય, પલ્સ વધી જાય તો ગર્ભાશય રપ્ચર થઇ જવાની શક્યતા છે.
  • (5) બાળકના જન્મ બાદ પ્લેસન્ટા પુરેપુરી બહાર આવી હોય અથવા 500 મીલી કરતાં વધારે પ્રમાણમાં બ્લીડીંગ થયુ હોય.
  • (6) પ્રસૂતી બાદ તાવ, ગંધ મારતો સ્ત્રાવ અને પેડુનાં ભાગમાં સતત દુઃખાવો થવો.
  • (7) મધરના સંબંધીને આની ગંભીરતા સમજાવવી જરૂરી છે અને તેને વિનંતી કરવાની છે કે ઝડપી વાહન દ્વારા ટૂંકા રસ્તા તાત્કાલીક દવાખાને પહોંચાડવી તે હેતુથી વિસ્તારના આરોગ્ય કાર્યકર તથા તમારે ઓછામાં ઓછું એક વાહન હંમેશા ઉપલબ્ધ રહે તે માટે લોકોને પ્રેરિત કરવા જોઇએ. હાલમાં 108 એમ્બ્યુલન્સની માહિતી આપવી.
  • (8) માતાને રીફર કરતી વખતે રીફર સ્લીપમાં પૂરી માહિતી ભરીને આપવી, જેથી તેની પરિસ્થિતીને જાણી શકાય.
Published
Categorized as Uncategorised