SY – ANM – MIDWIFERY UNIT – 3 FETAL AND PLACENTA

યુનિટ – ૩

ફિટસ અને પ્લેસેન્ટા

ફીટલ ગ્રોથ & ફીટલ સેક

ફીટલ ડેવલપમેન્ટ

ફર્ટીલાઈઝ્ડ ઓવમ

  • કન્સેપ્શનથી ૩ વિક સુધીના સ્ટ્રકચરને ફર્ટીલાઈઝ્ડ ઓવમ અથવા ઝાયગોટ કહે છે.

એમ્બ્રીયો

  • ૩ થી ૮ વીક સુધી ઝાયગોટને એમ્બ્રીયો તરીકે ઓળખવામાં આવે છે.

ફીટસ

  • ૯માં વીકથી બાળકનો જન્મ થાય ત્યાં સુધી તેને ફીટસ કહે છે. જ્યારે જન્મ બાદ તે ન્યુ બોર્ન બેબી કહેવાય છે.

૩ વીક

  • ઓવમની સાઈઝ દ્રાક્ષ જેટલી હોય છે અને પાતળા રેસા જેવા કોરીયોનીક વીલાઈથી કવર થયેલ હોય છે તેમાં હ્યુમન કેરેકટરીસ્ટીકસ જોવા મળતી નથી.

૪ વીક

  • ચોથા વીકે સેકની લંબાઈ ૨.પસે.મી અને સાઈઝ કબુતરના ઈંડા જેટલી હોય છે. લીમ્બ્સ બનવાની શરૂઆત થાય છે. આંખો અવિકસિત હોય છે હાર્ટ બીટ ચાલું થાય છે અને બ્લડ સરક્યુલેશન પણ ચાલુ થાય છે.

૮ વીક

  • સેકની સાઈઝ મરઘીના ઈંડા જેટલી થાય છે એમ્બ્રીયો ૩ સે.મી લાબું હોય છે તેમજ વજન ૫૦ ગ્રામ હોય છે. શરીરના પ્રમાણમાં માથું મોટું હોય છે. હાથ-પગ જોઈ શકાય છે કેટલાક બોન મજબૂત બનવાના પણ શરૂ થઈ જાય છે.

૧૨ વીક

  • સેકની સાઈઝમાં વધારો થાય છે. અને પ્લેસન્ટા હવે કમ્પલીટ તૈયાર થઈ જાય છે તેનું વજન ફીટસ કરતા વધુ હોય છે ફીટસની લંબાઈ ૧૦ સે.મી અને વજન આશરે ૬૦ગ્રામ જેટલું હોય છે આંગળી અને અંગુઠા વિકાસ પામેલા જોઈ શકાય છે.

૧૬ વીક

  • ફીટસની લંબાઈ ૧૫ સે.મી અને વજન આશરે ૧૭૦ ગ્રામ જેટલું હોય છે. નેઝલ સેપ્ટમ અને પેલેટ જોડાય છે. હૃદયના ધબકારા સંભળાય છે. સેક્સ ઓળખી શકાય છે. ઈન્ટેસ્ટાઈનમાં મેકોનીયમ પ્રેજન્ટ હોય છે.

૨૦ વીક

  • ફીટસની લંબાઈ ૨૦ સે.મી તથા વજન આશરે ૩૦૦ ગ્રામ જેટલું હોય છે ફીટસના હેડ અને આઈબ્રો પર હેર જોવા મળે છે સ્કીન પર વર્નીક્સ કેસીયોઝા જોવા મળે છે આંગળીમાં નખ જોઈ શકાય છે. આ વીક દરમ્યાન ફીટસની મુવમેન્ટ મધર સૌ પ્રથમવાર ફીલ કરી શકે છે જેને ક્વીકનીંગ કહે છે. ફીટલ હાર્ટ સાઉન્ડ ઓલટેશનથી સાંભળી શકાય છે.

૨૪ વીક

  • ફીટસની લંબાઈ ૩૦ સે. મી અને વજન ૭૦૦ ગ્રામ જેટલું થાય છે. ઈન્ટેસ્ટાઈનમાં મ્યુકોનીયમ પ્રેજન્ટ હોય છે.

૨૮ વીક

  • ફીટસની લંબાઈ ૩પસે.મી અને વજન ૧.૧ કિ.ગ્રા હોય છે. ૨૮ વીકનું બેબી જીવી શકે તેવું હોય છે.

૩૨ વીક

  • ફીટસની લંબાઈ ૪૦ સે.મી અને વજન આશરે ૧.૫ કિગ્રા જેટલું હોય છે સ્કીન રેડ અને કરચલી વાળી હોય છે. તેમજ સ્કીન નીચે સબક્યુટેનીયસ ફેટ ખુબ જ ઓછી હોય છે.

૩૬ વીક

  • ફીટસની લંબાઈ ૪૬ સે.મી થાય છે અને વજન આશરે ૨.૫ કિગ્રા જેટલું થાય છે. આંગળીઓના નખ આંગળીઓના ટીપ સુધી પહોચે છે અને ત્યાં થોડી સબક્યુટેનીયસ ફેટ જોવા મળે છે જો બેબીનો બર્થ થાય અને તેને યોગ્ય કેર આપવામાં આવે તો તેની જીંદગી બચવાના ૯૬% ચાન્સ હોય છે.

૪૦ વીક

  • આ વીક દરમ્યાન ફીટસની લંબાઈ ૫૦ સે.મી તેમજ વજન આશરે ૩.૨ કિગ્રા જેટલું હોય છે. ફીટસ સબ ક્યુટેનીયસ ફેટથી સારીરીતે કવર થયેલું હોય છે. તેમજ સ્કીન રેડ અને કરચલીવાળી હોતી નથી.આમ ઉપર પ્રમાણે ફીટલ ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળે છે.

ફીટલ સેક

  • ફીટલ સેક ડબલ મેમ્બ્રેનની બનેલી હોય છે.
  • જેમાં ફીટસ અને એમ્નીઓટીક ફ્લ્યુઈડ હોય છે.

(૧) કોરીયોન : આઉટર મેમ્બ્રેન

(૨) એમ્નીઓન : ઈનર મેમ્બ્રેન

કોરીયોન

  • કોરીયોન એ જાડી, ઓપેક અને તે સરળતાથી તુટી જાય તેવી મેમ્બ્રેન છે જે ડેસીડયુઆ સાથે ચોંટેલી હોય છે ડેસીડયુઆ કેપસ્યુલારીસમાંથી પસાર થાય અને પ્લેસન્ટા સુધી કન્ટીન્યુઝ રહે છે જેથી તે પ્લેસન્ટાથી અલગ કરી શકાતી નથી.

એમ્નીઓન

  • એમ્નીઓન એ સખત અને સ્મુધ મેમ્બ્રેન છે. આ ઓરીજીનલ એમ્નીઓટીક સેક છે જેમાં એમ્નીઓટીક ફ્લ્યુઈડ અને ફીટસ હોય છે.

એમ્નીઓટીક ફ્લ્યુઈડ

પ્રસ્તાવના

  • એમ્નીઓટીક ફ્લ્યુઈડ કે જેને “લાઈકરએમ્ની” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફલ્યુઈડ એમ્નીઓટીક સેકમાં રહેલું હોય છે જે ફીટસના ગ્રોથ તેમજ તેના હલન ચલનમાં મદદરૂપ થાય છે તેનું દબાણ એકસરખું રહે છે.
  • જેનાથી ફીટસને ઈન્જરીથી રક્ષણ મળે છે. આ ફલ્યુઈડ ફીટસનું તાપમાન એકસરખું જાળવી રાખે છે અને ખુબ ઓછા પ્રમાણમાં પણ બાળકને ન્યુટ્રીઅન્ટ પુરુ પાડે છે લેબર દરમ્યાન તે સર્વીક્સના ઈફેસમેન્ટ અને ઓસના ડાયલેટેશનમાં પણ મદદરૂપ થાય છે.
  • મેમ્બ્રેન ઈનટેક્ટ હોય તે સમય દરમિયાન એમ્નીઓટીક ફ્લ્યુઈડ પ્લેસન્ટા અને અમ્બીલીકલ કોર્ડનું યુટરાઈન કોન્ટ્રેકશનથી થતા દબાણથી રક્ષણ કરે છે.
  • એમ્નીઓટીક ફ્લ્યુઈડ એ આછા પીળા કલરનું પ્રવાહી છે. જે ૯૯% પાણીનું બનેલું છે. જ્યારે બાકીના ૧% માં સોલીડ મેટર હોય છે. જેમ કે ખોરાકના કણો અને વેસ્ટ પ્રોડક્ટ આ ફલ્યુઈડમાં પાણી, ફીટલ યુરીન, રેસ્પીરેટરી ટ્રેકના સીક્રીસન, ત્વચાના કોષો તેમજ ફીટસના વર્નીક્સ કેસીઓઝા અને લેન્યુગો વગેરે પણ હોય છે.
  • એમ્નીઓટીક ફ્લ્યુઈડ ડેસીડયુઆમાં રહેલ મેટરનલ વેસલ્સ દ્રારા સીક્રીટ થાય છે તો કેટલુંક ફલ્યુઈડ પ્લેસન્ટામાં રહેલ ફીટલ વેસલ્સ દ્વારા પણ સીક્રીટ થાય છે તે ઉપરાંત એમ્નીઓન અને અમ્બીલીકલ કોર્ડની વેસલ્સ તથા પ્રેગનન્સીના ૧૦ વીક પછી ફીટસનું યુરીન પણ ફ્લ્યુઈડનું પ્રમાણ વધારવા માટે જવાબદાર છે.
  • પ્રેગનન્સીના ૩૮ વીક સુધી એટલે કે સંપુર્ણ સગર્ભાવસ્થા દરમ્યાન એમ્નીઓટીક ફ્લ્યુઈડ નું પ્રમાણ વધતું રહે છે. ૩૨ વીક સુધીમા તો આશરે ૧ લીટર જેટલું હોય છે ત્યારબાદ તેનું પ્રમાણ ઓછું થતું જાય છે અને તે ૮૦૦ મી.લી જેટલું રહે છે.
  • એમ્નીઓટીક બ્લ્યુઈડના પ્રમાણમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે જો ફલ્યુઈડનું પ્રમાણ ૧૫૦૦ મી.લી કરતા વધી જાય તો તેને પોલીહાઈડ્રોમ્નીયસ તરીકે ઓળખવામાં આવે છે. જો ૩૦૦ મી.લી કે તેના કરતા ઓછું હોય તો તેને ઓલીગોહાઈડ્રોમ્નીયસ તરીકે ઓળખવામાં આવે છે આવી એબનોર્માલીટી ઘણીવાર ફીટસના કોન્જીનેટલ માલફોર્મેશન સાથે સંકળાયેલી હોય છે. જ્યારે ફીટલ ડીસ્ટ્રેસ હોય ત્યારે એમ્નીઓટીક ફ્લ્યુઈડમાં મ્યુકોનીયમ હોય છે. આ મ્યુકોનીયમના કારણે એમ્નીઓટીક ફ્લ્યુઈડનો કલર લીલો જોવા મળે છે. જે ફીટસની કન્ડીશન ડાયગ્નોસ કરવામાં મદદરૂપ બને છે.
  • પરતું જો બ્રીચ પ્રેજન્ટેશન હોય અને માતા લેબરના સેકંડ સ્ટેજમાં હોય અને મ્યુકોનીયમ સ્ટેઈન બ્લ્યુઈડ જોવા મળે તો ફીટલ ડીસ્ટ્રેસ હોતું નથી.

કાર્યો

  • એમ્નીઓટીક ફ્લ્યુઈડ એમ્નીઓટીક સેકને ભરેલી રાખે છે. ફીટસની વુધ્ધિમાં તેમજ હલન ચલનમાં મદદરૂપ થાય છે. ફીટસનું સેક દ્રારા રક્ષણ થાય છે. તેમજ ફીટસને ઈન્ફેકશનથી પણ રક્ષણ આપે છે. લેબર દરમ્યાન કોન્ટ્રેક્શન થતા પ્રેસરથી ફીટસનું રક્ષણ કરે છે. પ્લેસન્ટલ સર્ક્યુલેશન તકલીફ ઉભી થવા દેતું નથી. મેમ્બ્રેન રપચર થતા બર્થ કેનાલને ચોખ્ખી કરે છે અને ફીટસનું ઈન્ફેકશનથી રક્ષણ કરે છે.

ફીટલ સર્ક્યુલેશન & ચેન્જીસ આઉટર બર્થ

ફીટલ સર્ક્યુલેશન

  • ફીટલ સર્ક્યુલેશન ઘણી રીતે એડલ્ટ સર્ક્યુલેશનથી અલગ પડે છે. ફીટલ સર્ક્યુલેશનથી ફીટસના મગજ અને હાર્ટને હાઈ ઓક્સીજનેટેડ બ્લડ સપ્લાય થાય છે.

ફીટલ સર્ક્યુલેશનની લાક્ષણીકતાઓ

  • ફીટસને પ્લેસન્ટા દ્રારા ઓક્સીજન મળે છે. ફીટસના લંગ્સ ૧% થી પણ ઓછો બ્લડ વોલ્યુમ મેળવે છે ફેફ્સા દ્વારા ગેસની આપલે થતી નથી. ફીટલ હાર્ટના રાઈટ એટ્રીયમમાં ઉંચી સાંદ્રતાવાળો ઓક્સીજન હોય છે.

સ્ટ્રકચર ઓફ ફીટલ સર્ક્યુલેશન

  • ફીટલ સર્ક્યુલેશન પાંચ પ્રકારની રચના ધરાવે છે.

જેમાં નીચે પ્રમાણેનાં પાંચ સ્ટ્રકચર આવેલ છે.

અમ્બીલીકલ વેઇન

  • અમ્બીલીકલ કોર્ડમાંથી શરૂ થઈ લીવરની નીચેની સાઈડ સુધી જાય છે. અમ્બીલીકલ વેઈન દ્વારા ફિટસને ઓક્સીજીનેટેડ બ્લડ અને પોષકતત્વો મળી રહે છે. આની એક શાખા પોર્ટલ વેઈન સાથે જોઈન્ટ થાય છે અને લીવરને બ્લડ સપ્લાય થાય છે.

ડકટસ વેનોસસ

  • ડકટસ વેનોસસ દ્વારા પ્લેસન્ટામાં રહેલ બ્લડ અમ્બીલીકલ વેઈન દ્રારા સીધું જ ઈન્ફીરીયલ વેના કેવામાં દાખલ થાય છે.

ફોરામેન ઓવાલે

  • ફીટલ હાર્ટના બે એટ્રીયમ વચ્ચે આવેલ ટેમ્પરરી ઓપનીંગ છે. જેમાં ઈન્ફીરીયલ વેના કેવા મારફતે આવેલ બ્લડ રાઈટ એટ્રીયમથી સીધું લેફ્ટ એટ્રીયમમાં જાય છે. ત્યાંથી બ્લડ લેફ્ટ વેન્ટ્રીકલમાં આવે છે. અને એઓર્ટા મારફતે આખા શરીરમાં સર્ક્યુલેટ થાય છે.

ડકટસ આર્ટરીઓસીસ

  • આર્ટરીથી આર્ટરીનું જોડાણ રાઈટ વેન્ટ્રીકલનું બ્લડ પલ્મોનરી આર્ટરીમાં આવે છે. પરંતુ ફીટસના લંગ્સ એટલા એક્સપાન્ડ થઈ શકતા નથી જેથી બ્લડ મોટા પ્રમાણમાં ડકટસ આર્ટરીઓસીસ દ્વારા ડીસ્ટલ એઓટામાં જતું રહે છે આમા આ રચના દ્વારા પલ્મોનરી આર્ટરી અને એઓર્ટાનું જોડાણ થાય છે.

બે અમ્બીલીકલ આર્ટરીઝ અથવા હાઇપોગેસ્ટ્રીક આર્ટરી

  • ઇન્ટર્નલ ઈલીયાક આર્ટરીની છુટી પડતી એક શાખા છે જે એમ્બીલીકલ કોર્ડમાં દાખલ થતા એમ્બીલીકલ આર્ટરી બની જાય છે. અને ફીટસનું અશુધ્ધ બ્લડ તેમજ વેસ્ટ પ્રોડકટ પ્લેસન્ટામાં લઈ આવે છે.

ફીટલ સર્ક્યુલેશન

  • ફીટસની અમ્બીલીકલ કોર્ડ મારફતે તેમાં આવેલા અમ્બીલીકલ આર્ટરી દ્વારા ફીટસનો અશુધ્ધ બ્લડ પ્લેસન્ટા સુધી આવે છે અને ત્યાં ગેસ એક્સચેન્જ દ્વારા શુધ્ધ થઈ બ્લડ અમ્બીલીકલ વેઈન મારફતે ફીટસના અવયવોને પહોચે છે. જેને ફીટલ સર્ક્યુલેશન કહે છે.
  • ફીટલ સર્ક્યુલેશન શરૂઆત પ્લેસન્ટા મારફતે થાય છે પ્લેસન્ટાની ફીટલ સરફેસમાં એક મોટી વેઈન જોવા મળે છે. જેને અમ્બીલીકલ વેઈન કહે છે.
  • પ્લેસન્ટા દ્વારા શુધ્ધ થઈ બ્લડ ફીટસની બોડીમાં દાખલ થાય છે. અમ્બીલીકલ વેઈન ડાયરેકટ લિવરમાં જાય છે તેમજ ફીટસના લીવરને શુધ્ધ બ્લડ પહોંચાડે છે. અમ્બીલીકલ વેઈન લિવરમાંથી નીકળીને ઈન્ફીરીયર વેના કેવામાં જોડાય છે. જેને ડક્ટસ વેનોસીસ કહે છે.
  • તે ઈન્ફીરીયર વેના કેવામાં ઠાલવે છે. ઈન્ફીરીયર વેના કેવામાં આજુબાજુથી આવતું અશુધ્ધ બ્લડ હોય છે. અહિ બંને બ્લડ ભેગા થાય છે આ ભેગું થયેલું બ્લડ ફીટસના રાઈટ એટ્રીયમમાં દાખલ થાય છે ત્યાંથી ફોરામીન ઓવેલ દ્વારા લેફટ એટ્રીયમમાં જાય છે તેમાંથી બ્લડ એઓટામાં દાખલ થાય છે આર્ચ ઓફ એઓટા ફિટસના હેડ નેક અને અપર લીમ્બને બ્લડ પુરૂ પાડે છે.
  • હેડ અને અપર લીમ્બનું અશુધ્ધ બ્લડ સુપિરિયર વેનાકેવા દ્વારા રાઈટ એટ્રીયમમાં અને ત્યારબાદ રાઈટ વેન્ટ્રીકલમાં જાય છે અને રાઈટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી આર્ટરીમાં જાય છે.
  • બર્થ પહેલા પલ્મોનરી સર્ક્યુલેશન ખુબ જ ઓછું હોય છે. જેથી રાઈટ વેન્ટ્રીકલમાં બ્લડ લંગ્સમાં દાખત થતું નથી તેથી લંગ્સને જરૂર પુરતું બ્લડ તેમાં જાય છે બાકીનું બ્લડ પલ્મોનરી વેઈનમાંથી લેફ્ટ એટ્રીયમમાં આવે છે અને ત્યારબાદ લેફ્ટ વેંટ્રીકલ માં જાય છે અને ત્યારબાદ આર્ચ ઓફ એઓટામાં આવે છે બાકીનું બ્લડ ડકટસ આર્ટરીયોસીસ મારફતે ડીસેન્ડીંગ એઓટામાં દાખલ થાય છે.
  • ડીસેન્ડીંગ એઓર્ટાની બે શાખા આવેલી છે જેને રાઈટ કોમન ઈલીયાક આર્ટરી અને લેફ્ટ કોમન ઈલીયાક આર્ટરી કહે છે આ બંને આર્ટરીની અંદરના ભાગમાં એક શાખા બને છે તેને ઈન્ટરનલ ઈલીયાક આર્ટરી કહે છે બને આર્ટરી ફીટસની અમ્બીલીકલ તરફ જાય છે તેને હાઈપોગેસ્ટ્રીક આર્ટરી કહે છે.
  • આ આર્ટરીએ અમ્બેલીકલ કોર્ડમાં ઉતરી જાય છે. આ આર્ટરી ફિટસની બોડીમાંથી અશુદ્ધ બ્લડ તેમજ વેસ્ટ પ્રોડકટ લાવી પ્લેસન્ટામાં ઠાલવે છે. પ્લેસન્ટા દ્રારા ગેસ એક્ષચેન્જની ક્રિયા થાય છે અને અશુધ્ધ બ્લડ શુધ્ધ થઈ ફરી ફીટસ તરફ સર્ક્યુલેટ થાય છે.

ચેન્જીસ આફટર બર્થ

  • જ્યારે અમ્બીલીકલ કોર્ડને ક્લેમ્પ કરવામાં આવે કે કાપી નાંખવામાં આવે ત્યારે ફીટસને પ્લેસન્ટા દ્વારા મળતો બ્લડ સપ્લાય બંધ થઈ જાય છે તેમજ ઓક્સીજન સપ્લાય પણ બંધ થઈ જાય છે તેના લીધે લંગ્સ પહોળું થાય છે બેબીના લંગ્સ પહોળા થવાથી પલ્મોનરી આર્ટરીમાંથી લંગ્સમાં જાય છે. આના કારણે નીચે પ્રમાણેના બંધારણીય અથવા રચનાકીય ફેરફાર વાસ્ક્યુલર સિસ્ટમમાં થાય છે.

ક્લોઝર ઓફ અમ્બીલીકલ આર્ટરીઝ

  • ફીજીયોલોજિકલ ક્લોઝર તો તરતજ થઈ જાય છે પરતું તેનું એનાટોમિકલ ક્લોઝર આશરે ર થી ૩ મહિનામાં થાય છે. દુરના ભાગો અમ્બીલીકલ લિગામેન્ટની રચના કરે છે.

ક્લોઝર ઓફ ડકટસ આર્ટીરીયસ

  • આ ફેરફાર બાળકના જન્મથી ૧ કલાકની અંદર થાય છે પલ્મોનરી રક્ત પ્રવાહ વધવાથી આર્ટીરીયલ ઓક્સીજન વધારે છે તેના પરિણામે ડકટસ આર્ટીરીયસનું વાઝોકોંસ્ટ્રીકશન થવાના કારણે ઓપનીંગ ક્લોઝર થઈ જાય છે. ફીજીયોલોજિકલ ક્લોઝર પલ્મોનરી રેસ્પીરેશન શરૂ થતા જ થઈ જાય છે જ્યારે એનાટોમિકલ ક્લોઝર ૧ થી ૩ મહિનાના ગાળામાં થાય છે. ત્યાર બાદ ડકટસ આર્ટરીયોસીસ લિગામેન્ટમ આર્ટરીયોઝમમાં રૂપાંતર પામે છે.

ક્લોઝર ઓફ અમ્બીલીકલ વેઈન

  • અમ્બીલીકલ વેઈનનું ક્લોઝર આર્ટરીનાં ક્લોઝર પછીના થોડા સમયમાંજ થઈ જાય છે તે દરમીયાન બેબી પ્લેસન્ટામાંથી આ વેઈન દ્વારા વધારાનું ૮૦ થી ૧૦૦મી.લી. જેટલું બ્લડ મેળવે છે. ક્લોઝર પછી અમ્બેલીકલ વેઈન લિગામેન્ટમ ટેરસ બની જાય છે.

ક્લોઝર ઓફ ડકટસ વેનોસસ

  • બાળકના જન્મ બાદ અમ્બીલીકલ કોર્ડને બાંધવામાં આવે છે તેથી ડકટસ વેનોસસમાંનો રક્તપ્રવાહ ઘટ અને અંતે બંધ થઈ જાય છે આ ક્લોઝર ૩ થી ૭ દિવસમાં થઈ જાય છે અને અંતે લિગામેન્ટ વેનઝમ બને છે.

ક્લોઝર ઓફ ફોરામેન ઓવાલે

  • પલ્મોનરી આર્ટરીનું એકસપાન્સન અને પલ્મોનરી બ્લડ ફ્લો વધતા લેફ્ટ વેન્ટીક્યુલર અને લેફ્ટ એટ્રીયમનું દબાણ વધે છે આ ક્લોઝર ફીજીયોલોજિકલી બંધ થઈ જાય છે જ્યારે ડાબા એટ્રીયમનું પ્રેસર રાઈટ એટ્રીયમમાં વધે છે. પરતું અનાટોમિકલ ક્લોઝર લગભગ ૧૨ માસને અંદર થાય છે જ્યારે ફાઈબ્રીન ડીપોઝીટ થાય છે અને ફોસા ઓવાલીસ બને છે.

સ્ટ્રક્ચર & ફંક્શન ઓફ પ્લેસન્ટા

ડેવલપમેન્ટ ઓફ પ્લેસન્ટા

  • પ્લેસન્ટા ફર્ટીલાઈઝડ ઓવમ ના ટ્રોફોબ્લાસ્ટીક લેયરમાંથી તૈયાર થાય છે પ્લેસન્ટાનું ઉદભવ સ્થાન અડધું ફીટલ અને અડધું મેર્ટનલ હોય છે તે માતાના સર્ક્યુલેશન સાથે જોડાયેલા હોય છે.
  • કારણ કે ગર્ભાવસ્થા દરમ્યાન ફીટલનું સર્ક્યુલેશન પોતાની જાતે કાર્ય કરવા માટે અશક્તિમાન હોય છે ફીટસની જીંદગી પ્લેસન્ટાની કાર્યક્ષમતા પર આધાર રાખે છે.
  • ફર્ટીલાઈઝેશનના ૩ વીક પછી પ્લેસન્ટા નો વિકાસ થાય છે એટલે કે કોરીઓનીક વિલાઈ તૈયાર થાય છે કોરીઓનીક વિલાઈ બેઝલ ડેસીડયુઆના આ ભાગને કોરીઓનીક ફ્રન્ડોઝમ કહે છે અને અંતે તેમાંથી પ્લેસન્ટા બને છે કેપસ્યુલર ડેસીડયુઆ વિલાઈ ઓછી ન્યુટ્રીઅન્ટ હોય છે જે ધીમે-ધીમે નાશ પામે છે. અને કોરીયોન લેયર તૈયાર થાય છે તેમાંથી કોરીયોનીક મેમ્બ્રેન ઉત્પન્ન થાય છે.
  • વિલાઈ જેમ ડેસીડયુઆમાં દાખલ થાય છે તેમ મેર્ટનલ બ્લડ વેસલ્સમાં પણ દાખલ થાય છે અને તેના ઓપનીંગમાંથી નીકળતા બ્લડમાંથી વિલાઈ તરતી હોય એવું દેખાય છે આ ઓપન બ્લડ વેસલ્સને સાયનસ કહે છે.
  • જ્યારે વિલાઈની આજુબાજુના એરિયાને ઇન્ટરવીલસ સ્પેસ કહે છે. મેર્ટનલ બ્લડ ધીમેથી સર્ક્યુલેટ થાય છે જેથી વિલાઈ પોષક તત્વો અને ઓકીસજનનુ શોષણ કરી શકે છે.
  • વેસ્ટ પ્રોડક્ટને બહાર કાઢી શકે છે. દરેક કોરીયોનીક વીલાઈની શાખા હોય છે જે એક સ્પેસમાંથી ઉત્પન્ન થાય છે.
  • તેની મધ્યમાં મેઝોર્ડમ અને ફીટલ બ્લડ વેસલ્સ અને અમ્બીલીકલ આર્ટરી તેમજ વેઈનની શાખાઓ આવેલી હોય છે.
  • આ બધા જ સાયટો ટ્રોફોબ્લાસ્ટ સેલ્સના સીંગલ લેયરથી કવર થયેલ હોય છે વીલાઈનું બહારનું લેયરએ સીન્સાયટીયો ટ્રોફોબ્લાસ્ટનું હોય છે.
  • ટીસ્યુંનું આ લેયર ફીટલ બ્લડ અને મેર્ટનલ બ્લડને અલગ કરે છે અને બંને સર્ક્યુલેશનને મીક્સ થવા દેતું નથી. ફર્ટીલાઈઝેશનના ૧૦ વીક બાદ પ્લેસન્ટા કમ્પ્લીટ તૈયાર થાય છે. અને તેનું કાર્ય પણ શરૂ થઈ જાય છે શરૂઆતના તબક્કામાં તે લુસ સ્ટ્રકચર હોય છે. પરતું પરિપક્વ થતા તે વધું કમ્પ્લીટ થઈ જાય છે.
  • પ્રેગનન્સીના ૧૨ થી ૨૦ વીકની વચ્ચે પ્લેસન્ટાનું વજન ફીટસના વજન કરતા વધુ હોય છે કારણ કે ફીટલ ઓર્ગેન ન્યુટ્રીશનના મેટાબોલીક પ્રોસેસને પહોંચી વળવા માટે પુરતા ડેવલોપ થયેલ હોતા નથી. પ્રેગનન્સીના પછીના સ્ટેજમાં જેમ ફીટસ મેચ્યોર થાય છે તેમ તેના અંગો પોતાનું કાર્ય કરવાનું શરૂ કરી દે છે.

પ્લેસન્ટાનું બંધારણ અને રચના

  • નોર્મલ પ્લેસન્ટા નોર્મલ પ્રેગનન્સીના ૧૨ માં વીકે તૈયાર થાય છે અને મધરના બ્લડમાં એમ્બ્રીયોને ડેવલોપ થવા માટે ચોક્કસ પદાર્થ લઈ લેવા ની ખાસીયત ધરાવે છે.
  • પ્લેસન્ટાનો આકાર ગોળ, ચપટી રકાબી જેવો હોય છે તેનો ડાયામીટર ૨૦ સે.મી અને જાડાઈ ૨.૫ સે.મી હોય છે એ તેના મધ્યમમાં હોય છે તેની કિનારી પાતળી હોય છે તેનું વજન ફુલ ટર્મ દરમ્યાન બેબીના ૬ ભાગનું હોય છે એટલે કે ૫૦૦ ગ્રામ હોય છે.

પ્લેસન્ટાની બે સરફેસ હોય છે.

  • (૧) મેર્ટનલ સરફેસ
  • (૨) ફીટલ સરફેસ

(૧) મેર્ટનલ સરફેસ

  • પ્લેસન્ટાની મેર્ટનલ સરફેસ કોરીયોનીક વીલાઈ તેમજ બ્લડ વેસલ્સની બનેલી હોય છે. મેટરનલ સરફેસ યુટરસની દિવાલ સાથે ચોટેલી હોય છે આ સરફેસ ૨૦ લોબથી બનેલી હોય છે જે લોબ ને કોટીલેડોન કહે છે તેનો કલર રેડ કલર હોય છે અને આ સરફેસ ટ્રોફોબ્લાસ્ટ સેલથી કવર થયેલ હોય છે તેમજ તેમાં કેલ્શિયમ ડીપોઝીટ થાય છે.

(૨) ફીટલ સરફેસ

  • ફીટસ તરફની જે સરફેસ હોય છે તેને ફીટલ સરફેસ કહે છે જેની સપાટી પર કોર્ડ એટેચ હોય છે તે સ્મુધ વ્હાઈટ અને શાઈનીંગ હોય છે આમાં કોરીયોન અને એમ્નિઓન લેયર જોવા મળે છે તેમજ બંને લેયરથી કોર્ડ પ્લેસન્ટામાં ઉતરે છે. એમ્નિઓન પ્લેસન્ટાનુ બહારનું લેયર છે આ બંને લેયર કોર્ડ પરથી પસાર થાય છે.

પ્લેસન્ટાના કાર્યો

ન્યુટ્રીશનલ ફંક્શન

  • ફીટસના ટીસ્યુનું બંધારણ માટે એમાઈનો એસીડની જરૂર હોય છે અને ગ્લુકોઝ વિટામીન્સ, મીનરલ્સ, લિપિડ, વોટર અને ઈલેકટ્રોલાઈટ વગેરે પ્લેસન્ટલ મેમ્બ્રેન દ્વારા ફીટસને મળે છે પ્લેસન્ટાની અંદર ગ્લુકોઝ નું મેટાબોલીઝમ થાય છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે ગ્લાયકોજન નું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે.

એસ્ક્રીટરી ફંક્શન

  • ફીટસની અંદર વધારે વેસ્ટ પ્રોડક્ટસ ઉત્પન્ન થતા નથી પરતું જે થોડા ઘણા ઉત્પન્ન થાય છે.તેમાં ખાસ કરીને કાર્બન ડાયોકસાઈડ હોય છે જે ફીટસ બહાર કાઢે છે બીજું બીલીરુબીન કે જે રેડ બ્લડ સેલ તુટવાથી ઉત્પન્ન થાય છે અને ખુબજ પ્રમાણમાં યુરીયા અને યુરીક એસિડ હોય છે તે માતાના બ્લડમાં દાખલ થાય છે. ત્યાર બાદ મધરના બ્લડમાંથી માતા પોતાના એથ્લિટરી ઓર્ગન દ્રારા વેસ્ટ પ્રોડક્ટ બહાર કાઢે છે.

રેસ્પીરેટરી ફંક્શન

  • ફીટસનાં લંગ્સ તે ઈન્ટ્રાયુટ્રાઈન લાઈફ દરમ્યાન કામ કરતા નથી તેથી માતાના બ્લડમાં રહેલ ઓકસીજન પ્લેસન્ટા મારફતે ફીટસને પહોચાડે છે.

એન્ડોક્રાઇન ફંક્શન

  • સગર્ભાવસ્થાના ૧ વીક સુધી ડેસીડયુઆ ની વૃધ્ધિ માટે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની જરૂર હોય છે આ હોર્મોન્સ કોર્પસ લ્યુટીયમ તૈયાર કરે છે પરતું ૧૬ વીક પછીથી કોર્પસ લ્યુટીયમ નાશ થઈ જાય છે પ્લેસન્ટામાંથી ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન શરૂ થાય છે. આ પ્રેગનન્સી ચાલું રાખવામાં મદદ કરે છે.

પ્રોટેક્ટીવ ફંક્શન

  • પ્લેસન્ટલ મેમ્બ્રેન બેરીયર તરીકે કાર્ય કરે છે પરતું તે મર્યાદિત છે. મઘરમાં જે એન્ટીબોડીસ હોય છે તે ફીટસ માં જાય છે અને જન્મના ત્રણ માસ બાદ પણ બાળકને ઈમ્યુનીટી મળી રહે છે પરતું અમુક વાયરસ જેવા કે રૂબેલા વાયરસ બેકટે રીયા જેવા કે ટ્રેપોનીમા પેલીડમ તેમજ અમુક ડ્રગ્સ પ્લેસન્ટા દ્રારા ફીટસ ને પહોંચે છે તેમ છતા મોટા ભાગના બેકટેરીયા અને અમુક ચોક્કસ પ્રકારના ડ્રગ્સ આ બેરીયરને પાર કરી શકતા નથી આમ પ્લેસન્ટા ફીટસનું રક્ષણ કરવાનું કાર્ય પણ કરે છે.

એબનોર્માલીટી ઓફ પ્લેસન્ટા

પ્લેસન્ટામાં નીચે પ્રમાણેની એબનોર્માલીટી જોવા મળે છે.

પ્લેસન્ટા સચેનચ્યુરાટા

  • આ પ્રકારની પ્લેસન્ટા ખુબજ મોટી અને અનિયમિત આકારની હોય છે આમાં મુખ્ય પ્લેસન્ટા સાથે અલગ અલગ લોબ હોય છે મુખ્ય પ્લેસન્ટા અને લોબનો કલર એક જ હોય છે, મુખ્ય પ્લેસન્ટામાંથી આ લોબને બ્લડ સપ્લાય થાય છે. કોરીયોનીક વિલાઈ ઓવમ પરથી છુટી પડી જાય છે ત્યારે આ રીતની એબનોર્મલ પ્લેસન્ટા તૈયાર થાય છે. અમુક સમય પર કોરીયોન સુકાઈ જતા હોય છે પરતું અમુક સ્ત્રીઓમાં ફીટલ લાઈફ દરમ્યાન કોરીયોનની હાઇપરટ્રોફી થાય છે તેમજ તે અલગ અલગ થઈ પ્લેસન્ટાનો સેપરેટ લોબ બનાવે છે. ડીલેવરીના થર્ડ સ્ટેજમાં એટલે કે પ્લેસન્ટા યુટ્રસમાં થી બહાર નીકળે ત્યારે પ્લેસન્ટાનો સેપરેટ લોબ યુટ્રસમાં રહી જાય છે તેમાંથી P.P.H. થવાની શક્યતા રહે છે. અને તેનું નિદાન જ્યારે પ્લેસન્ટા આઉટ થાય છે ત્યારે તેની મેમ્બ્રેન માં બ્લડ વેસલ્સ સાથે અલગ લોબ જોવા મળે છે ત્યારે થઈ શકે છે.

પ્લેસન્ટા બાયપરટાઇટ

  • આ પ્રકારની પ્લેસન્ટામાં બે કે ત્રણ લોબ લગભગ કમ્પ્લીટ જોવા મળે છે. દરેક લોબ વેસલ્સ, અમ્બીલીકલ કોર્ડ પાસે ભેગા થાય છે તેમાં પણ કોમ્પલીકેશન રૂપે P.P.H તથા રીટેઈન્ડ પ્લેસન્ટા થવાની શક્યતા રહે છે.

પ્લેસન્ટા બેટલડોર

  • નોર્મલ પ્લેસન્ટામાં અમ્બીલીકલ કોર્ડ સેન્ટ્રલમાં પ્લેસન્ટા સાથે જોડાય છે પરતું આમા અમ્બીલીકલ કોર્ડ પ્લેસન્ટાની કિનારી સાથે જોડાય છે તેથી બેબી આઉટ કરતા સમયે અમ્બીલીકલ કોર્ડ ખેચાય છે અને બ્લીડીંગ થવાની શક્યતા છે પ્લેસન્ટા આઉટ થાય ત્યારે આ ટાઈપની પ્લેસનટા હોય તો મેમ્બ્રેન અંદર રહી જવાની શક્યતા રહે છે.

પ્લેસન્ટા વેલમેનટોસ

  • પ્લેસન્ટા વેલમેનટોસમાં અમ્બીલીકલ કોર્ડ પ્લેસન્ટાની મેમ્બ્રેન સાથે જોડાયેલ હોય છે જેથી
  • બેબી આઉટ થતી વખતે કોર્ડ સાથે પ્લેસન્ટા મેમ્બ્રેન બહાર આવી જાય છે. તેમજ પ્લેસન્ટા રીટેઈન્ડ થવાની શક્યતા રહે છે.

પ્લેસન્ટા સર્કમવેલેટ

  • આ ટાઈપની પ્લેસન્ટા નો દેખાવ નોર્મલ જેવો હોય છે પરતું પ્લેસન્ટાની ફીટલ સરફેસમાં એમ્બ્રીયોને અને કોરીયોન ના ડબલ લેયર જોવા મળે છે જેથી ફીટલ સરફેસ જોઈ શકાતી નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણેની પ્લેસન્ટલ એબનોર્માલીટી સિવાય પણ અમુક પ્લેસન્ટલ એબનોર્માલીટીસ પણ જોવા મળે છે.

જે નીચે પ્રમાણે છે.

વેસીક્યુલર મોલ

  • આ પ્લેસન્ટાની રચનામાં આવતી એક પ્રકારની ખામી છે જેમાં કોરીયોનીક વીલાઈ ના વિકાસની ખામીના કારણે દ્રાક્ષના ઝુમખા જેવી સિસ્ટનું નિર્માણ થાય છે જેને વેસીક્યુલર મોલ અથવા તો હાઈડેટીડી ફોર્મ મોલ પણ કહે છે આ પ્રકારનું કંડીશનમાં પ્લેસન્ટા તેનું કાર્ય કરી શકતી નથી ફીટસને પોષણ મળી શકતું નથી તેથી ફીટસની વૃધ્ધિ થતી નથી અને મરી જાય છે.

સીફીલીટીક પ્લેસન્ટા

  • આ પ્રકારની પ્લેસન્ટા જ્યારે મધરને સીફીલીસ થયો હોય ત્યારે જોવા મળે છે. સીફીલીસના ઓર્ગેનીઝમના કારણે કોરીઓનીક વીલાઈને નુકશાન પહોચે છે જેના કારણે કોરીયોનીક વીલાઈ સુકાઈ જાય છે. તેથી પ્લેસન્ટામાં બ્લડ સર્ક્યુલેશન થઈ શકતું નથી જેથી પ્લેસન્ટા સાધારણ રાખોડી કલરની અને સાઈઝમાં થોડી મોટી જોવા મળે છે. ફીટસને બરાબર બ્લડ સપ્લાય ન મળતા ફીટસનું ડેથ થઈ જાય છે. ઘણી વાર પ્લેસન્ટા ફીક્કી જોવા મળે છે.

એડીમા ઓફ પ્લેસન્ટા

  • આ પ્રકારની પ્લેસન્ટા મોટી ફીક્કી તથા પાણીથી ભરેલ હોય તેવું દેખાય છે. તેના કારણે પ્લેસંટા એડીમેટસ ( સોજાયેલી) દેખાય છે જ્યારે માતાને સીવીયર હાર્ટ ડીસીઝ હોય ડાયાબીટીશ કે નેફ્રાઈટીસ હોય કે સીવીયર ઈરીથ્રો-બ્લાસ્ટોસીસ હોય ત્યારે આવું થઈ શકે છે આ પ્રકારની સ્થિતી ઉત્પન્ન થાય તો ગર્ભ -જીવિત રહી શકતો નથી. બાળકનુ મૃત્યું થઈ જાય છે અને તેને સ્ટીલ બર્થ કહેવાય છે.

એક્સેસીવ ઇન્ફ્રાકશન

  • કોરીયોનીક વીલાઈનું નેફ્રોસીસ થવાથી આ કંડીશન જોવા મળે છે આ કંડીશન જો માતામાં હાઈપરટેન્શન, સીવીયર પ્રી-એકલેમશીયા કે એકલેમશીયા હોય તો થઈ શકે છે જો વધું પડતું નેફ્રોસીસ થાય તો પ્લેસન્ટલ ફંક્શન બરાબર થઈ શકતું નથી જે ઈન્ટ્રાયુટરાઈન ગ્રોથ રીટાર્ડેશન કે ફીટલ ડેથમાં પરિણમે છે.

પ્લેસન્ટા પ્રીવીયા

  • આમાં પ્લેસન્ટા નોર્મલ હોય છે પરતું એબનોર્મલ જગ્યાએ સીચ્યુએટ થાય છે તે યુટરસના લોઅર સેગમેન્ટમાં સીચ્યુએટ થાય છે જે સર્વિકસને પાર્સીયલી કે કમ્પ્લીટ કવર કરે છે.

અમ્બીલીકલ કોર્ડ & એબનોર્માલીટી

પ્રસ્તાવના

  • અમ્બીલીકલ કોર્ડ ફીટસની અમ્બીલીકલથી પ્લેસન્ટાની ફીટલ સરફેસ સુધી આવેલી હોય છે. અમ્બીલીકલ કોર્ડ એમ્નીઓનથી કવર થયેલ હોય છે.
  • જે પ્લેસન્ટા સુધી વિસ્તરેલું હોય છે અમ્બીલીકલ કોર્ડની નોર્મલ લંબાઈ આશરે ૫૦ સેમી હોય છે તે કનેકટીવ ટીસ્યુની બનેલી હોય છે અમ્બીલીકલ કોર્ડમાં બે અમ્બીલીકલ આર્ટરી અને વેઈનની આજુ બાજું જીલેટીન જેવો ચીકણૉ પદાર્થે જોવા મળે છે તેને વાર્ટન્સ જેલી કહે છે.
  • જે બ્લ્ડ વેસલ્સને જોડી રાખે છે. આ જીલેટીન મીજોડર્મમાંથી તૈયાર થાય છે. અમ્બીલીકલ કોર્ડમાં આવેલ બે અમ્બીલીકલ આર્ટરીમાં અશુધ્ધ બ્લડ હોય છે જે પ્લેસન્ટામાં જાય છે. અમ્બીલીકલ વેઈનમાં શુધ્ધ બ્લડ હોય છે તે પ્લેસન્ટા મારફતે ઓક્સીજન લઈને ફીટસ તરફ જાય છે.
  • અમ્બીલીકલ કોર્ડની લંબાઈ નોર્મલ હોય તો બેબીના બર્થ સમયે પ્લેસન્ટાને ખેંચાણ આવતું નથી જો કોર્ડની લંબાઈ ૪૦ સ.મી કરતા ઓછી હોય તો તેને શોર્ટ કોર્ડ કહે છે જો શોર્ટ કોર્ડ હોય તો બેબીને સહેજ ખેંચવાથી પ્લેસન્ટા તેના સમય કરતા પહેલાં છુટી પડી જાય છે અને સગર્ભામાતાને બ્લીડીંગ થવાની શક્યતા રહે છે.
  • જો કોર્ડની લંબાઈ નોર્મલ લંબાઈ કરતા વધું હોય તો કોર્ડ લાંબી હોવાના કારણે ઘણી વખત ફીટસના ગળા પર અથવા ફીટસના શરીર ફરતે વીંટળાઈ જવાની શક્યતા રહે છે. ઘણી વખત વાર્ટન્સ જેલીના કારણે ગાંઠ જેવું દેખાય છે તેને ફોલ્સ નોટ કેહેવામાં આવે છે.
  • ઘણી વખત કોર્ડની લંબાઈ વધું હોવાના કારણે કોર્ડમાં નોટ જોવા મળે છે તેને સાચી ગાંઠ કહેવામાં આવે છે.
  • લેબર દરમ્યાન જ્યારે બેબી ડીસેન્ડ થાય ત્યારે આ નોટ ટાઈટ બને છે અને પ્લેસન્ટા માંથી બ્લડ સર્ક્યુલેશન થતું નથી. અને ફીટસને ઓક્સીજન મળી શકતો નથી જેથી બાળકનું મૃત્યું થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે અમ્બીલીકલ કોર્ડના પલ્સેશનથી બાળક જીવિત છે કે મૃત છે તે જાણી શકાય છે.
  • જ્યારે બેબીના બર્થ સમયે બાળકને તાત્કાલીક સારવારની જરૂર હોય તો અમ્બીલીકલ વેઈનમાં ઈન્જેકશન આપી શકાય છે તેથી તે બ્લડ સર્ક્યુલેશનમાં જલ્દી ભળી જઈ શકે છે. ઘણી વખત જો કોર્ડની લંબાઈ વધું હોય તો તે પ્રેજન્ટીંગપાર્ટની આગળ આવી જઈ શકે છે. અને તેના કારણે મેમ્બ્રેન રપ્ચર થયા પછી સૌપ્રથમ કોર્ડ જોવા મળે છે. આ સ્થિતિને કોર્ડ પ્રોલેપ્સ કહેવામાં આવે છે.

એબનોર્માલીટીસ ઓફ અમ્બીલીકલ કોર્ડ એન્ડ ઈન્સર્સન

  • ઘણું ખરું તો અમ્બીલીકલ કોર્ડ પ્લેસંટાની ફીટલ સરફેસની મધ્યમાં જ દાખલ થયેલ હોય છે તેને સેન્ટ્રલ ઈન્સર્સન કહે છે.

પરતું જો આમાં ભિન્નતા હોય તો નીચે પ્રમાણેની એબનોર્માલીટીસ જોવા મળે છે.

(૧) બેટલડોર ઈન્સર્સન

  • અમ્બીલીકલ કોર્ડ પ્લેસન્ટાના છેડાના ભાગ પર દાખલ થયેલ હોય તો તેને બેટલડોર ઈન્સર્સન કહેવામાં આવે છે તેનો દેખાવ ટેબલ ટેનિસના બેટ જેવો હોય છે.

(૨) વેલમેન્ટસ ઈન્સર્સન

  • આમાં અમ્બીલીકલ કોર્ડ પ્લેસન્ટાની કિનારીથી થોડે દુર મેમ્બ્રેનમાં દાખલ થાય છે. વેલમેન્ટસ ઈન્સર્સન ફીટસ માટે જોખમકારક નીવડે છે. મેમ્બ્રેન રપચર થઈ જાય તો ફીટલ બ્લડ વેસલ્સ પણ રપચર થઈ શકે છે. આ રપચર બ્લડ વેસલ્સને કારણે હેમરેજ થઈ શકે છે. જે ફીટસ માટે નુકસાનકારક છે.

(૩) શોર્ટ કોર્ડ

  • જો શોર્ટ કોર્ડની લંબાઈ ખુબ ટુંકી હોય તો ફીટસ ને ડીસેન્ડ થવામાં મુશકેલી ઉભી કરે છે. આના કારણે એબરપ્ટો પ્લેસન્ટા, અમ્બીલીકલ હર્નીયા, ફીટસ ડીસ્ટ્રેસ, રપ્ચર ઓફ ધ કોર્ડ સોલ્ડર ડીસ્ટોસીયા વગેરેની પરિસ્થિતી સર્જાઈ શકે છે. ઘણી વખત સારા કોન્ટ્રેકશન અને પેલ્વીસના નોર્મલ મેજરમેન્ટ હોય છતા શોર્ટ કોર્ડના કારણે ફીટસનું ડીસેન્ડ થઈ શકતું નથી.

(૪) એક્સેસીવ લોંગ કોર્ડ

  • શોર્ટ કોર્ડ કરતા આ વધું જોવા મળે છે. જો નોર્મલ કરતા કોર્ડની લંબાઈ વધારે હોય તો તે બાળકના ગળા કે શરીરની ફરતે વીંટળાઈ જાય છે. લંબાઈ વધું હોવાના કારણે તેમાં ગાંઠ પડી જઈ શકે છે. કે પ્રેજન્ટીંગ પાર્ટની આગળ આવી શકે છે. એટલે કે પ્રોલેપ્સ થઈ શકે છે.
Published
Categorized as Uncategorised