SY – ANM – MIDWIFERY UNIT – 2 FEMALE REPRODUCTION AND FETAL SKULL

યુનિટ – 2

ફિમેલ રીપ્રોડક્શન એન્ડ ફીટલ સ્કલ

પેલવીસ

  • ફીમેલ પેલવીસ તેની અમુક વિશિષ્ટતાઓને લીધે ચાઈલ્ડ બર્થમાં મદદરૂપ થાય છે તે હાડકાની બનેલ રીંગ જેવી રચના ધરાવે છે જે બે ઈનોમીનેટ બોન, એક સેક્રલ બોન, અને એક કોકસીસ બોનથી બનેલ હોય છે.

પેલવીસ ૪ બોનથી બનેલ છે.

  • (1) ઈનોમીનેટ બોન – 2
  • (2) સેક્રમ બોન – 1
  • (3) કોકસીસ બોન – 1

(1) ઈનોમીનેટ બોન – 2

દરેક ઈનોમીનેટ બોન ત્રણ બોનથી બનેલું હોય છે.

  • ઈલીયમ
  • ઈસ્ચીયમ
  • પ્યુબીસ

ઈલીયમ બોન

  • ઈનોમીનેટ બોનના સૌથી ઉપરના ભાગે આવેલા ભાગને ઈલીયાક ક્રેસ્ટ કહે છે.
  • ઈલીયમની ઉપરની કિનારી એન્ટીરીયર સરફેશ જે કોનકેવ અને સ્મુધ છે અને ખાડા જેવા ભાગને ઈલીયાક ફોસા કહે છે.
  • પાછળની સરફેશને પોસ્ટરીયર સરફેશ કહે છે. તે કોનવેક્ષ અને રફ હોય છે અંદરના ભાગમાં એક રફ સરફેશ હોય છે તેનું જોડાણ સેક્રમ સાથે થાય છે તેને આર્ટીક્યુલેટીંગ સરફેશ કહે છે.
  • ઈલીયાક ક્રેસ્ટની આગળની તરફ ઉપર ઉપસેલા અને અણીવાળા ભાગને ઈલીયાક સ્પાઈન કહે છે તે આગળ અને ઉપરના ભાગે આવેલ હોવાથી તેને એન્ટીરીયર સુપીરીયર ઈલીયાક સ્પાઈન કહે છે જે પાછળ અને નીચેના ભાગે આવેલ સ્પાઈનને પોસ્ટરીયર ઈનફીરીયર ઈલીયાક સ્પાઈન કહે છે.

ઈસ્ચીયમ બોન

  • ઈનોમીનેટ બોનના નીચે આવેલા જાડા ભાગને ઈસ્ચીયમ કહે છે.
  • ઈસ્ચીયમના ગોળ ઉપસેલા ભાગને ઈસ્ચીયલ ટ્યુબરોસીટી કહે છે. આના આધારે બેસી શકાય છે કારણ કે સીંટીંગ પોઝીશન વખતે તેના લીધે બોડીને આધાર મળી શકે છે.
  • ઈસ્ચીયલ ટ્યુબરોસીટીના પાછળના ભાગે આવેલ અણીદાર ભાગને ઈસ્ચીયલ સ્પાઈન કહે છે. તેની આગળ એક ખાંચા જેવો ભાગ આવેલ છે. તેને ગ્રેટર સાયટીક નોચ કહે છે. અને નીચેના નાના ભાગને લેસર સાયટીક નોચ કહે છે.

પ્યુબીક બોન

  • ઈનોમીનેટ બોનના આગળના ભાગે આવેલ હોય છે બે પ્યુબીસ બોનનું જોડાણ થાય છે. તેને સીમ્ફેસીસ પ્યુબીસ કહે છે.
  • પ્યુબીસ બોનને બોડી અને બે કિનારી હોય છે. આ કિનારીઓને સુપીરીયર અને ઈનફીરીયર રેમસ તરીકે ઓળખવામાં આવે છે.
  • બે ઈન્ફીરીયર રેમસ મળીને પ્યુબીક આર્ય બનાવે સુપીરીયર રેમસનું જોડાણ ઈલીયમ સાથે થાય છે ત્યા રફ ઉપસેલો ભાગ હોય છે તેને ઈલીયોપેકટીનલ એમીનન્સ કહે છે
  • પ્યુબીક બોનની બોડી રેમસ અને ઈસ્ચીયમ વડે જે સ્પેસ બને છે. તે ઓબચ્યુરેટર ફોરામીન કહે છે ઈનોમીનેટ બોનમાં ઉંડા કપ જેવી રચના આવેલી છે તેની એસીટાબ્યુલમ કેવીટી કહે છે તેમા ફીમર બોન નું હેડ ફીક્સ થાય છે અને હીપ જોઈન્ટ બનાવે એસીટાબ્યુલમ કેવીટી આ ત્રણેય બોન મળીને બનાવે છે.

(2) સેક્રમ બોન

  • બે ઈલીયાક બોન વચ્ચે આવેલા ત્રિકોણાકાર બોનને સેક્રમ બોન કહે છે તે નાના ૫ સેકલવર્ટીબ્રાથી બનેલ હોય છે અને તે એકબીજા સાથે જોડાયેલ હોય છે તેની આગળની સરફેશને એન્ટીરીયર અને પાછળની સરફેશને પોસ્ટરીયર સરફેશ કહે છે.
  • પ્રથમ સેક્રલ વર્ટીબ્રાની ઉપરની કિનારીનો જે ઉપસેલો ભાગ છે તેને સેકલ પ્રોમોન્ટરી કહે છે તે ડીલેવરી દરમ્યાન અગત્યનો ભાગ ભજવે છે આ ભાગ વધુ ઉપસેલો હોય તો ડીલેવરીમાં વધું તકલીફ પડે છે
  • સેક્રમનો પાછળનો ભાગ રફ અને બર્હિગોળ હોય છે સેક્રમની આગળ સરફેશના ઉપરના ભાગમાં પક્ષીની પાંખ જેવા ભાગને આલા ઓફ ધ સેક્રમ કહે છે અને તેનું જોડાણ ઈલીયમ બોન સાથે થાય છે.

(3) કોકસીસ બોન

  • તે ૪ નાના વર્ટીબ્રાથી બનેલું ત્રિકોણાકાર બોન છે. જે સેક્રમમાં નીચેના ભાગ સાથે જોડાય છે. લેબર સમયે તે પાછળ ખસી જાય છે તેના લીધે બેબીને બર્થ કેનાલમાંથી બહાર આવવા માટેની જગ્યા મળી રહે છે.

પેલવીક જોઈન્ટસ

પેલવીક જોઈન્ટસ ૪ છે.

  • (1) સેક્રોઈલીયાક જોઇન્ટ – 2
  • (2) સિમ્ફાયસીસ પ્યુબીસ જોઇન્ટ – 1
  • (3) સેક્રોકોક્લીજીયલ – 1

સેક્રોઈલીયાક જોઈન્ટ

  • આ સ્લાઈટલી મુવેબલ જોઈન્ટ છે. ઈલીયમની સાથે આલા ઓફ ધ સેક્રમ જોડાય છે અને સેક્રોઈલીયાક જોઈન્ટ બનાવે છે
  • તેઓ સ્પાઈનને પેલવીસ સાથે જોડે છે શરીરના આ જોઈન્ટ પર વધું વજન આવે છે જેથી માતાની બેક એક (કમરનો દુઃખાવો) ની ફરીયાદ રહે છે.

સિમ્ફાયસીસ પ્યુબીસ જોઇન્ટ

  • બે પ્યુબીસ બોન વચ્ચે આવેલા કાર્ટીલેઝના જોડાણને સિમ્ફાયસીસ પ્યુબીસ કહે છે.

સેક્રોકોકસીજીયલ જોઈન્ટ

  • સેક્રમ અને કોકસીસ વચ્ચે આવેલા જોઈન્ટને સેક્રોકોકસીજીયલ જોઈન્ટ કહે છે.
  • નોન પ્રેગનન્ટ સ્ટેટમાં આ જોઈન્ટસમાં થોડીક જ મુવમેન્ટ હોય છે પરતું પ્રેગનન્સી દરમિયાન એન્ડોક્રાઈન એક્ટીવીટીને કારણે લીગામેન્ટ્સ સોફ્ટ બનાવે છે.
  • જેના કારણે ડીલીવરી દરમ્યાન ફીટલ હેડને પેલવીસમાંથી પસાર થતી વખતે જગ્યા મળી રહે છે.

પેલવીક લીગામેન્ટ & ફ્લોર

પેલવીક ગર્ડલ મજબુત સ્ટ્રેન્થ અને સ્ટેબીલીટી ધરાવે છે અને તેના કારણે તેનું ફંકશન કે જે સપોર્ટ આપવાનું છે તે સારી રીતે પરિપુર્ણ કરી શકશે પાવરફુલ લીગામેન્ટસ પેલ્વીક જોઈન્ટસને મજબુતાઈથી જોડી રાખી શકે છે.

આ પ્રકારના લીગામેન્ટસ નીચે પ્રમાણે છે.

સેક્રોઈલીયાક લીગામેન્ટ

  • આ લીગામેન્ટસ દરેક સેક્રોઈલીયાક જોઈન્ટની આગળ અને પાછળથી પસાર થાય છે.

પ્યુબીક લીગામેન્ટ

  • સુપીરીયર પ્યુબીક લીગામેન્ટ પ્યુબીક બોનના ઉપરના ભાગને જોડે છે. પ્યુબીક લીગામેન્ટ સીમ્ફાયસીસ પ્યુબીસની અંદર આવેલ છે.

સેક્રોટ્યુબરસ લીગામેન્ટ

  • આ લીગામેન્ટસ સેક્રમ અને ઈસ્ચીયલ ટ્યુબરોસીટીને જોડે છે.

સેક્રોસ્પાઇનસ લીગામેન્ટ

  • આ લીગામેન્ટસ સેક્રમ અને ઈસ્ચીયલ સ્પાઈનને જોડે છે.

સેક્રોકોક્લીજીયલ લીગામેન્ટ

  • આ લીગામેન્ટ સેક્રમથી કોકસીસને જોડે છે.

પેલવીક ફ્લોર

  • પેલવીક ફ્લોર સોફ્ટ ટીસ્યુથી બનેલ હોય છે જે પેલ્વીસના આઉટ લેટને ફીલ કરે છે.

પેલવીક ફ્લોરના કાર્યો

  • એબ્ડોમીનલ અને પેલ્વીક ઓર્ગનના વજનને સપોર્ટ કરે છે. વોલેન્ટરી કન્ટ્રોલ, યુરીન પાસ તેમજ સ્ટુલ પાસ કરવાની ક્રિયા માટે જવાબદાર છે.
  • સેક્સ્યુઅલ ઈન્ટરકોર્શ વખતે મહત્વનો ભાગ ભજવે છે.
  • ચાઈલ્ડ બર્થ વખતે ફીટસની મુવમેન્ટ ઉપર અસર કરે છે.

મસલ્સ લેયર

સુપરફીસીયલ લેયર પાંચ પ્રકારના બનેલ હોય છે જે નીચે પ્રમાણે છે.

  • (૧) એક્સટર્નલ એનલ સ્ફીન્ક્ટર મસલ્સ
  • (૨) ટ્રાન્સવર્સ પેરીનીયલ સ્ફીન્ક્ટર મસલ્સ
  • (૩) બલ્બોવજાઈનાલીસ સ્ફીન્ક્ટર મસલ્સ
  • (૪) ઈસ્ચીયોકેવનસિસ સ્ફીન્ક્ટર મસલ્સ
  • (૫) મેમ્બ્રેનસ સ્ફીન્ક્ટર ઓફ યુરેથ્રા

આ લેયર ત્રણ મસલ્સનું બનેલું છે

  • ત્રણેય મસલ્સને એક સાથે મળીને લેવેટર એની મસલ્સ બનાવે છે
  • (૧) પ્યુબોકોકસીજીયલ મસલ્સ
  • (૨) ઈલીયોકોકસીજીયલ મસલ્સ
  • (૩) ઈસ્ચીયોકોકસીજીયલ મસલ્સ
  • પેરીનીયલ બોડીએ વજાયના અને રેકટમ વચ્ચે આવેલ મસલ્સ છે અને ફાયબ્રસ ટીશ્યુથી બે-ત્રણ ટ્રાયએન્ગ્યુલર ધરાવતી રચના તેનું માપ ૪/૪ સેમી છે. પેરીનીયલ બોડીનો એપેક્ષનો ભાગ પ્યુબોકોકસીજીયલ મસલ્સ ફાયબ્રસમાંથી બનેલ છે અને બેઝનો ભાગ ટ્રાન્સવર્સ પેરીનીયલ મસલ્સ બલ્બોકેવેરનસિસ અને એક્સટર્નલ એનાલ સ્ફીન્ક્ટર ભેગા મળીને બનાવે છે.
  • લેબર દરમ્યાન પેલવીક ફ્લોર બે સેગમેન્ટ્સમાં વહેચાય છે. એન્ટીરીયર સેગમેન્ટ ઉપરની તરફ ખેચાય છે અને પોસ્ટરીયર સેગમેન્ટ નીચેની તરફ ધકેલાય છે. જેના કારણે પેલવીક ફ્લોરનો શેપ ગટર ટાઈપ બને છે.
  • જેથી પ્રેઝટીંગ પાર્ટને આગળ તરફ જવામાં મદદ કરે છે. લેબરના સેકન્ડ સ્ટેજ વખતે પેરીનીયલ ટેર થવાની શક્યતાઓ વધી જાય છે પેરીનીયલ ટેર અટકાવવા માટે પેરીનીયમ સપોર્ટ યોગ્ય રીતે આપવો જોઈએ તેમજ પ્રાઈમી પારામાં આ ટેર થતો અટકાવવા માટે એપીજીયોટોમી આપવામાં આવે છે.

પૅલ્વીસના ભાગો

પેલ્વિક કેવિટી એટલે કે પૅલ્વિસ બે ભાગમાં વહેચાયેલું હોય છે.

  • ૧) ફોલ્સ પૅલ્વિસ (અપર પેલ્વિસ અથવા ખોટું પૅલ્વિસ)
  • ૨) ટ્રૂ પૅલ્વિસ (લોઅર પૅલ્વિસ અથવા સાચું પૅલ્વિસ)

૧) ફોલ્સ પૅલ્વિસ

  • આ પૅલ્વિસને મોટો ભાગ હોય છે તે બરાબર પેલ્વિક બ્રીમની ઉપરનો ભાગ છે. ઇલીયોપેક્ટીનીયલ લાઈનથી ઉપરના ભાગને ફોલ્સ પેલ્વિસ કહેવાય છે આ ભાગ ડિલિવરી દરમિયાન કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતો નથી પરંતુ તેના પરથી ખ્યાલ આવી શકે છે કે ડિલિવરી નોર્મલ થશે કે કેમ? આ ભાગમાં રીપ્રોડક્ટરી સિસ્ટમના અવયવો આવેલા હોય છે.

૨) ટ્રુ પૅલ્વિસ

  • તેને લોઅર પૅલ્વિસ પણ કહેવાય છે. લેબર દરમિયાન ફીટસ આ પૅલ્વિસમાંથી પસાર થાય છે. આ પૅલ્વિસ બ્રીમની નીચેનો ભાગ છે.

ટ્રૂ પૅલ્વિસના ત્રણ ભાગ પડે છે

  • a) પેલ્વિક બ્રીમ
  • b) પેલ્વિક કેવિટી
  • c) આઉટ લેટ

a) પેલ્વિક બ્રીમ

  • આ ભાગને ઇનલેટ પણ કહેવાય છે. જે ગોળાકાર ભાગ છે. પેલ્વિક બ્રીમમાં ચોક્કસ પોઈન્ટ હોય છે જે લેન્ડ માર્ક તરીકે ઓળખાય છે.

આવા કુલ ૯ પોઈન્ટ હોય છે

  • ૧) સિમ્ફાયસીસ પ્યુબીસ
  • ૨) પ્યુબિક ક્રેસ્ટ
  • ૩) પ્યુબિક ટ્યુબરકલ
  • ૪) પેકટિનિયલ લાઈન
  • ૫) ઈલીયોપ્યુબીક એમિનન્સ
  • ૬) ઈલીયોપેકટિનિયલ લાઈન
  • ૭) સેક્રો ઇલિયાક જોઇન્ટ
  • ૮) એનટીરિઅર બોર્ડર ઓફ ધ સેક્રલ અલા
  • ૯) સેકલ પ્રોમોટરી

ડાયામીટર ઓફ બ્રીમ

  • બ્રીમના ત્રણ ડાયામીટર હોય છે.

જે નીચે મુજબ માપવામાં આવે છે.

i. એન્ટીરિયર પોસ્ટીરીયર ડાયામીટર

  • આ સેકલ પ્રોમોન્ટરી લાઈનથી શરુ કરીને સિમ્ફાયસિસ પ્યુબીસના પાછળના ભાગ સુધીના ડાયામીટરને એન્ટીરિયર પોસ્ટીરીયર ડાયામીટર કહે છે.

એનાટોમિકલ કોન્ઝયુગેટ :

  • આ ડાયામીટર એ સેક્રલ પ્રોમોન્ટરીથી લઈને સિમ્ફાયસીસ કિનારી સુધીનું માપ છે. તેને એનાટોમિકલ કોન્ઝયુગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું માપ ૧૧ સેમી છે.

ઓબસ્ટ્રૅટ્રિકલ કોન્ઝયુગેટ :

  • જયારે તેનું માપ અપર સરફેસની પોસ્ટીરીઅર બોર્ડરથી લેવામાં આવે તો તેનું માપ ૧૦.૫ સેમી થાય છે. તેને ઓબસ્ટ્રૅટ્રિકલ કોન્ઝયુગેટ કહે છે. જે ચાઈલ્ડ બર્થ માટે અવેલેબલ ગણાય અને મહત્વનો ગણાય છે.

ડાયાગોનલ કોન્ઝયુગેટ :

  • આ ડાયામીટર એન્ટેરિઓ પોસ્ટીરીયર બાજુમાં સિમ્ફાયસીસ પ્યુબીસની નીચેની કિનારીથી લઈ સેક્રલ પ્રોમોન્ટરી સુધીનું માપ છે. તેનું માપ ૧૨ સેમી હોય છે.

ii. ટ્રાન્સવર્સ ડાયામીટર

  • એક બાજુના બ્રીમના સૌથી પહોળા ભાગથી શરુ કરી તેની સામેની દિશાના પહોળા ભાગ સુધીના ડાયામીટરને ટ્રાન્સવર્સ ડાયામીટર કહે છે. આ ડાયામીટર ૧૩ સેમીનો હોય છે.

iii. ઓબ્લિક ડાયામીટર

  • એક બાજુના સેક્રોઈલિયાક જોઈન્ટથી તેની વિરુદ્ધ દિશાના ઇલીયોપેકટિનિયલ એમિનન્સ સુધીના ડાયામીટરને ઓબ્લિક ડાયામીટર કહે છે. આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

b) પેલ્વિક કેવિટી

  • આ કેવિટી બ્રીમથી શરુ થઇ આઉટ લેટ સુધીની હોય છે તેનો આકાર ગોળ હોય છે.

તેના ત્રણેય ડાયામીટર સરખા હોય છે.

i. એનટીરીઓ પોસ્ટીરીઅર ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

ii. ઓબ્લિક ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

iii. ટ્રાન્સવર્સ ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

c) પેલ્વિક આઉટલેટ

  • આ ફીટસને બહાર નીકળવાનો રસ્તો છે. તેનો આકાર ડાયમંડ શેપનો હોય છે.

તેના ત્રણ ડાયામીટર હોય છે.

i.‌ એનટીરીઓ પોસ્ટીરીઅર ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૩ સેમી હોય છે.

ii. ઓબ્લિક ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

iii. ટ્રાન્સવર્સ ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૧ સેમી હોય છે.

પેલ્વિસના પ્રકારો

બ્રીમના આકાર પરથી પૅલ્વિસના કુલ ચાર પ્રકારો પાડવામાં આવે છે.

  1. ગાયનેકોઇડ પેલ્વિસ
  2. એન્ડ્રોઇડ પેલ્વિસ
  3. એન્થ્રોપોઈડ પેલ્વિસ
  4. પ્લેટિપ્લેલોઈડ પૅલ્વિસ

1) ગાયનેકોઇડ પેલ્વિસ

  • આ બાળકને જન્મ આપવા માટેનું આદર્શ પૅલ્વિસ છે.
  • તેમાંથી લેબર સમયે બેબી સહેલાઇથી પસાર થઇ શકે છે.
  • બ્રીમનો ભાગ ગોળ હોય છે.
  • સેક્રમનો કર્વ (વળાંક) પહોળો હોય છે.
  • કેવિટી છીછરી હોય છે.
  • પ્યુબિક આર્ચ પહોળી હોય છે.
  • તેની સાયટિક નોચ ગોળ હોય છે.
  • મોટા ભાગની સ્ત્રીઓમાં આ પ્રકારનું પેલ્વિસ જોવા મળે છે.

2) એન્ડ્રોઇડ પેલ્વિસ

  • બ્રીમનો આકાર હાર્ટ શેપનો હોય છે.
  • પૅલ્વિસનો ભાગ સાંકડો હોય છે.
  • ઇલિયમની બંને દીવાલો અંદરની બાજુએ વળેલી હોય છે.
  • પ્યુબિક આર્ચ પહોળી હોય છે.
  • તેની સાયટિક નોચ સાંકડી હોય છે.
  • આ જાતના પૅલ્વિસમાં એફિઝિયોટોમી કે ફોરસેપ ડિલિવરી કરાવી પડે છે.

3) એન્થ્રોપોઈડ પેલ્વિસ

  • બ્રીમનો આકાર લાંબો અને શંકુ જેવો હોય છે.
  • પૅલ્વિસનો આગળનો ભાગ સાંકળો હોય છે.
  • ઇલિયમની બંને દીવાલો બહારની બાજુએ વળેલી હોય છે.
  • પ્યુબિક આર્ચ પહોળી હોય છે.
  • તેની સાયટિક નોચ પહોળી હોય છે.
  • તેનો એનટીરીઓ પોસ્ટીરીઅર ડાયામીટર નોર્મલ કરતા મોટો હોય છે.
  • લેબર દરમિયાન બેબીના સોલ્ડર બહાર નીકળતા નથી.
  • આ જાતના પેલ્વિસમાં એફિઝિયોટોમી કે ફોરસેપ ડિલિવરી કરાવી પડે છે.

4) પ્લેટિપ્લેલોઈડ પેલ્વિસ

  • બ્રીમનો આકાર કિડની જેવો હોય છે.
  • પેલ્વિસનો આગળનો ભાગ પહોળો હોય છે.
  • ઇલિયમની બંને દીવાલો બહારની બાજુએ વળેલી હોય છે.
  • પ્યુબિક આર્ચ પહોળી હોય છે.
  • તેની સાયટિક નોચ પહોળી હોય છે.
  • ટ્રાન્સવર્સ ડાયામીટર નોર્મલ કરતા મોટો હોય છે.
  • આમાં બેબીની પોઝિશન ટ્રાન્સવર્સ ગોઠવાતી હોવાથી ફરજિયાત સિઝેરિયન કરવું પડે છે.
  • જો વર્ટેક્ષ પોઝિશન હોય તો બેબીને હેડ ઇન્જરી કે ઇન્ટ્રા ક્રેનિયલ ઇન્જરી થઈ શકે છે.

ફીટલ સ્કલ

પ્રસ્તાવના

  • આ ફીટલ સ્કલ છે. તે ડીલેવરીમાં મહત્વનો ભાગ ભજવે છે. ફીટલ સ્કલમાં નાજુક બ્રેઈન આવેલું છે. બર્થ કેનાલમાંથી હેડને ફોર્સથી પસાર થવાનું છે અને જન્મ સમયે ફીટલ સ્કલ પેલ્વીસ કેનાલ સાથે એડજસ્ટ થવાનું છે. ૯૦% બેબી હેડથી જન્મે છે. તેથી સ્કલના મેજરમેન્ટ સમજવાની ખુબ જ જરૂરીયાત છે. જેથી બાળકને ઇન્જરી થતી અટકાવી શકાય.

ફીટલ સ્કલના ત્રણ ભાગ પડે છે.

  • (1) બેઇઝ ઓફ સ્કલ
  • (2) ફેસ ઓફ સ્કલ
  • (3) વોલ્ટ ઓફ સ્કલ

બેઇઝ ઓફ સ્કલ

  • બેઇઝ એ સોલીડ બોનનું બનેલું હોય છે. તે એકબીજા સાથે સખત રીતે જોડાયેલ છે. મેડ્યુલામાં આવેલ વાયટલ સેન્ટર્સનું તે રક્ષણ કરે છે.

ફેસ ઓફ સ્કલ

  • ફેસ એ ૧૪ નાના બોનનું બનેલું છે. તે એકબીજા સાથે જોડાયેલ છે.

વોલ્ટ ઓફ સ્કલ

  • તેને ક્રેનીયલ બોન પણ કહેવામાં આવે છે તે કુલ ૭ બોનનું બનેલું છે અને ડીલીવરી વખતે તે એકબીજા ઉપર ઓવરલેપ થાય છે.

તેના ૭ બોન આ પ્રમાણે છે

  • ફ્રન્ટલ બોન – ૨
  • પરાયટલ બોન – ૨
  • ટેમ્પોરલ બોન – ૨
  • ઓક્સીપીટલ બોન – ૧

ફ્રન્ટલ બોન

  • ફ્રન્ટલ બોન બે આવેલા છે અને એ બે ફ્રન્ટલ બોન વચ્ચેના સ્યુચરને ફ્રન્ટલ સ્યુચર કહેવામાં આવે છે. ફ્રન્ટલ બોન અને પરાયટલ બોનની વચ્ચે જે સ્યુચર આવેલા છે તેને કોરોનલ સ્યુચર કહે છે.

પરાયટલ બોન

  • પરાયટલ બોન બે આવેલા છે. પરાયટલ બોનની વચ્ચે જે સ્યુચર આવેલા છે તેને સજાયટલ સ્યુચર કહે છે.

ઓક્સીપીટલ બોન

  • ઓકસીપીટલ બોન એક છે પરાયટલ બોન અને ઓક્સીપીટલ બોન વચ્ચે સ્યુચર આવેલ છે તેને લેમ્ડોઈડલ સ્યુચર કહે છે.

ફોન્ટાનેલ્સ ઓફ ધ સ્કલ

  • બે કે તેથી વધારે સ્યુચર જે જગ્યાએ ભેગા થાય તે જગ્યાને ફોન્ટાનેલ્સ કહે છે. સ્કલમાં કુલ છ ફોન્ટાનેલ્સ છે.

પરતું તેમાંથી બે જ ફોન્ટાનેલ્સ અગત્યના છે.

  • (૧) એન્ટીરીયર ફોન્ટાનેલ્સ
  • (૨) પોસ્ટીરીયર ફોન્ટાનેલ્સ

એન્ટીરીયર ફોન્ટાનેલ્સ

  • એન્ટીરીયર ફોન્ટાનેલ્સને બ્રેગ્માં કહેવાય છે.
  • ૪ સ્યુચર જે જગ્યાએ ભેગા મળે છે. તેને એન્ટીરીયર ફોન્ટાનેલ્સ અથવા બ્રેગ્માં કહે છે.

ચાર સ્યુચર આ પ્રમાણે છે.

  • (૧) ફ્રન્ટલ સ્યુચર : ૧
  • (૨) કોરોનલ સ્યુચર : ૨
  • (૩) સજાયટલ સ્યુચર : ૧
  • તેનો આકાર ડાયમંડ આકાર એટલે કે પતંગ જેવો છે તે ૧૮ માસે પુરાય છે અને તેના એન્ટેરો પોસ્ટીરીયલ અને ટ્રાન્સવર્સ ડાયામીટર ૩ સેમી હોય છે.

પોસ્ટીરીયલ ફોન્ટનેલ્સ

  • પોસ્ટીરીયલ ફોન્ટાનેલ્સને લેમ્ડા કહેવાય છે. ત્રણ સ્યુચર જે જગ્યાએ ભેગા મળે છે તેને પોસ્ટીરીયલ ફોન્ટાનેલ્સ અથવા લેમ્ડા કહે છે.

તેના કુલ ત્રણ સ્યુચર આ પ્રમાણે છે.

  • (૧) સજાયટલ સ્યુચર : ૧
  • (૨) લેમ્ડોઈડ સ્યુચર : ર
  • તે ત્રિકોણ આકારનું છે. તેનો ડાયામીટર ૧.૨ સેમી છે. આ ફોન્ટાનેલ્સ બ્રેગ્માં કરતા નાનું છે. તે દોઢ માસે પુરાય છે.

ડાયામીટર ઓફ ધ સ્કલ

ડાયામીટર બે રીતે લેવામાં આવે છે.

  • (૧) એન્ટ્રોપોસ્ટરીયલ ડાયામીટર
  • (૨) ટ્રાન્સવર્સ ડાયામીટર

એન્ટો પોસ્ટરીયલ ડાયામીટર

  • એન્ટો પોસ્ટરીયલ ડાયામીટર છ રીતે લઈ શકાય છે.

સબ ઓક્સીપીટો બ્રેગ્મેટીક ડાયામીટર

  • સબઓક્સીપીટો બ્રેગ્મેટીક ડાયામીટર એટલે ઓક્સીપીટલ પ્રીટ્યુબ્રન્સના નીચેથી શરૂ થઈ બ્રેગ્માના મધ્યબિંદું સુધીના માપને સબઓક્સીપીટૉ બ્રેગ્મેટીક ડાયામીટર કહેવામાં આવે છે. તેનું માપ : ૯.૫ સ.મી છે.

સબ ઓક્સીપીટો ફ્રન્ટલ ડાયામીટર

  • ઓક્સીપીટલ પ્રીટ્યુબ્રન્સના નીચેના ભાગેથી શરૂ થઈ ફ્રન્ટલ સ્યુચરના મધ્યબીંદુ સુધીના માપને સબઓક્સીપીટલ ફ્રન્ટલ ડાયામીટર કહે છે. તેનું માપ : ૧૦ સે.મી છે.

ઓક્સીપીટો ફ્રન્ટલ ડાયામીટર

  • ઓક્સીપીટલ એમીનન્સથી લઈ ગ્લેબેલા સુધીના માપને ઓક્સીપીટો ફ્રન્ટલ ડાયામીટર કહે છે. તેનું માપ : ૧૧.૫ સે.મી છે.

મેન્ટો વર્ટીકલ ડાયામીટર

  • તે ચીનના (દાઢી)ના મધ્યબિંદુંથી સજાયટલ સ્યુચરના સૌથી હાયેસ્ટ પોઈન્ટ સુધીના માપને મેન્ટો વર્ટીકલ ડાયામીટર કહે છે તેનું માપ : ૧૪ સે.મી છે.

સબમેન્ટો વર્ટીકલ ડાયામીટર

  • ચીનના નીચેના ભાગથી એટલે કે મોં અને ગળાના ફ્લોરથી લઈ સજાયટલ સ્યુચરના હાયેસ્ટ પોઇન્ટ સુધીના માપને સબમેન્ટો વર્ટીકલ ડાયામીટર કહે છે. જેનું માપ ૧૧.૫ સે.મી છે.

સબમેન્ટો બ્રેગ્મેટીક ડાયામીટર

  • દાઢીના નીચેના ભાગથી એટલે કે મોં અને ગળાના ફ્લોરના ભાગથી બ્રેગ્માના મધ્યબિંદું સુધીના માપને સબમેન્ટો બ્રેગ્મેટીક ડાયામીટર કહે છે. જેનું માપ ૯.૫ સેમી છે.

ટ્રાન્સવર્સ ડાયામીટર

ટ્રાન્સવર્સ ડાયામીટર બે રીતે લઈ શકાય છે.

  • (૧) બાય – પરાયટલ ડાયામીટર
  • (૨) બાય – ટેમ્પોરલ ડાયામીટર
  • (3) બાય – માસ્ટોઇડ ડાયામીટર

(૧) બાય – પરાયટલ ડાયામીટર

  • બે પરાયટલ એમીનન્સ વચ્ચેના માપને બાય – પરાયટલ ડાયામીટર કહે છે જેનું માપ ૯.૫ સે.મી છે.

સુપર સબ પરાયટલ ડાયામીટર

  • એક પરાયટલ એમીનન્સના સહેજ નીચેથી લઈ બીજી બાજુના પરાયટલ એમીનન્સના સહેજ ઉપર સુધીના માપને સુપર સબ પરાયટલ ડાયામીટર કહે છે જેનુ માપ ૮.૫ સે.મી છે.

(૨) બાય – ટેમ્પોરલ ડાયામીટર

  • બન્ને ટેમ્પોરલ બોનના આડા માપને એટલે કે કોરોનલ સ્યુચરના એક છેડાથી બીજા છેડા સુધીના માપને બાય – ટેમ્પોરલ ડાયામીટર કહે છે. જેનું માપ ૮ સે.મી છે.

(3) બાય – માસ્ટોઇડ ડાયામીટર

  • બે માસ્ટોઇડ પ્રોસેસની વચ્ચેના માપને બાય – માસ્ટોઇડ ડાયામીટર કહે છે. જેનું માપ 7.5 સે.મી છે.

Published
Categorized as Uncategorised