FY – ANM – PHCN – FIRST AID AND REFERRAL UNIT – 3 FRACTURES

યુનિટ-3

ફ્રેક્ચર્સ

ફ્રેક્ચર્સ

  • મનુષ્યના શરીરનો આકાર હાડકામાંથી બનેલો છે.
  • આ ટીસ્યુ કડક ધન અને ભરાયેલા હોય છે.
  • આમા સેલ અને સંયોગી પદાર્થો રહેલા છેઆ પદાર્થોમાં કેલ્શિયમ અને અને સખત હોય છે.
  • આખા હાડકા પર વિશેષ પ્રકારનુ પાતળુ ફોસ્ફરસ હોવાથી હાડકા કડક આવરણ રહેલું હોય છે જેને પેરીઓસ્ટીયમ કહે છે.
  • અસ્થિતંત્ર હાડકા અને કુરચાનુ બનેલુ હોય છે.
  • શરીરમાં હાડકા જુદા જુદા પ્રકારના અને જુદા જુદા કદના હોય છે. દા.ત. લાંબા હાડકા,ટુંકા હાડકા, મણકા,મેખલા, પાંસળીઓ વગેરે શરીરમા કુલ ૨૧૩ હાડકા આવેલા છે .

હાડકા કુલ ચાર ભાગમાં વહેચાયેલા છે

  • રર – માથાના હાડકા
  • ૨૫ – છાતીનુ પીંજરૂ
  • 33 – કરોડના મણકા
  • ૧૨૬ – હાથ પગના હાડકા અને મેખલા

નોંધ – પુખ્યવયમાં ૨૦૬ અને બાળકમાં ૨૧૩ હાડકા હોય છે

હાડકાનું વર્ગીકરણ

સ્કલ – ૮

ફેસ – ૧૪

સ્પાઇનલ કોર્ડ – 33

  • સર્વાઇકલ – ૭
  • થોરાસીક – ૧૨
  • લંબર – ૫
  • સેક્રમ – ૫
  • કોક્સીસ – ૪

રીબ કેજ

  • ખરી પાંસળી (ટ્રુ રીબ્સ) – ૭×૨=૧૪
  • ખોટી પાંસળી (ફોલ્સ રીબ્સ) – ૩×૨=૦૬
  • ધરતી પાંસળી – (ફ્લોટિંગ રીબ્સ) – ૨×૨=૦૪

સ્ટનર્મ – ૧

અપર લિમ્બ

  • સ્કેપ્યુલા – ૨
  • ક્લેવિકલ – ૨
  • હ્યુમરસ – ૨
  • રેડીયસ – ૨
  • અલના – ૨
  • કાર્પલ બોન(કાંડાના હાડકા) – ૮+૮ = ૧૬
  • મેટા કાર્પલ(હાથના પંજાના હાડકા) – ૫+૫ = ૧૦
  • ફેલેન્જીસ(આંગળીઓના હાડકા) – ૧૪+૧૪ = ૨૮

લોઅર લીમ્બ

  • ઇનોમીનેટ બોન – ૧
  • ઇલીયમ – ૧
  • ઇસ્ચીયમ – ૧
  • પ્યુબીસ – ૧
  • ફીમર – ૨
  • ટીબીયા – ૨
  • ફીબ્યુલા – ૨
  • ૫ટેલા (ધુંટણનુ હાડકુ) – ૨
  • ટાર્સલ બોન (ધુંટીના હાડકા) – ૭+ ૭ = ૧૪
  • મેટા ટાર્સલ (પગના પંજાના હાડકા) ) – ૫+૫ =૧૦
  • ફેલેન્જીસ (પગનીઆંગળીઓના હાડકા) – ૧૪+ ૧૪ = ૨૮

ફંકશન ઓફ બોન

  • શરીરનુ માળખુ તૈયાર કરે છે.
  • શરીરનું હલન ચલન થઇ શકે છે.
  • શરીરનુ વજન ઉંચકે છે.
  • શરીરના નાજુક અવયવોનું રક્ષણ કરે છે.
  • શરીરનું જોડાણ હાડકાથી થાય છે.
  • કેલ્શિયમનો સંગ્રહ કરે છે.
  • શરીરને આધાર અને આકાર આપે છે.
  • હાડકાના પોલાણમાં બોન મેરો બ્લડ સેલ તૈયાર થાય છે.

ફ્રેક્ચર

ડેફીનેશન

  • બોનની કંટીન્યુટીમાં બ્રેક થાય તેને ફ્રેક્ચર કહે છે .
  • શરીરના કોઇ પણ ભાગ પર સહન ન થઇ શકે તેવા સ્ટ્રેસ આવવાથી હાડકું ભાંગી જાય કે તિરાડ પડે તેને ફ્રેક્ચર કહે છે.
  • ફ્રેક્ચરને સંકેતમાં # રીતે દર્શાવવામાં આવે છે.

કોઝીસ ઓફ ફ્રેક્ચર

1. ડાયરેક્ટ વાયોલન્સ : સીધા મારથી

  • જે જગ્યાએ માર લાગ્યો હોય ત્યાનું જ હાડકું ભાંગે તેને ડાયરેક્ટ વાયોલન્સ કહે છે. દાત. લાકડીના મારથી ગાડીના પૈડા હેઠળ કચડાવાથી બંદૂકની ગોળીથી વગેરે વખતે જ્યાં માર . .વાગ્યો હોય ત્યાંનું જ હાડકું ભાગે છે

2. ઇનડાયરેક્ટ વાયોલન્સ : આડકતરા મારથી

  • જે જગ્યાએ માર વાગ્યો હોય તે જગ્યાનું હાડકું નહિં ભંગતા તેનાથી દૂરની બાજુનું હાડકુ ભાંગી જાય તેને ઇનડાયરેક્ટ વાયોલેન્સ કહે છે આમાં માર નો ફોર્સ ટ્રાન્સમ્યુટ થઇ દૂરના ભાગમાં ફ્રેક્ચર થાય છેદા.ત. લંબાયેલા હાથ પર પડવાથી ક્લેવિકલ બોનનું ફ્રેક્ચર . થાય છે.

3. મસ્ક્યુલર કોન્ટ્રાકશન : સ્નાયુઓના જોશભેર ખેંચાણ થાય

  • આમાં સ્નાયુમાં વધુ પડતા ખેંચાણના લીધે ફ્રેક્ચર થાય છેદા.ત. ઘુંટણની હાડકી (પટાબોન) એ કોઇવાર તેની પાસેના સ્નાયુઓમાં ખેંચાણના કારણે ભાંગે છે. આ ઉપરાંત ઓચિંતા અંગમાં મરોડને લીધે પણ ફેક્ચર થઇ શકે છે.

4. પેથોલોજીકલ કોઝીસ

  • ઓલ્ડ એજમાં બોનમાં ઓસ્ટિયાપારોસીસ લીધે બોનમાં ડીસીસ ના કારણે ફ્રેકચર થાય છે. ભુલને કારણે પ્રોઝીજર દરમ્યાન ડીલીવરી વખતે બેબીનો ફેરફાર થાય તેને ઇન્ડયુસ ફ્રેક્ચર કહે છે.

ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર

1) સિમ્પલ ઓર ક્લોઝડ

  • આ પ્રકારના ફ્રેક્ચર માં હાડકું ભાંગે છે પરંતુ તેમાં બહાર ઝંખમ હોતો નથી એટલે કે સ્કીનની બહારની સપાટી પર કોઇ ઇજા હોતી નથી સ્કીન અખંડ રહે છે.

2) કમ્પાઉન્ડ ઓર ઓપન ફ્રેક્ચર : ઝખમવાળો અને ખુલ્લો

  • આ પ્રકારના ફ્રેક્ચર વડે ભાંગેલા હાડકા ચામડીમાંથી બહાર નીકળે છે તેથી અને ખુલ્લો ઝખમ હોય છે.
  • રોગના જંતુઓ દાખલ થવાથી ચેપ લાગવાની સંભાવના વધુ રહે છે.

3) કોમ્પ્લીકેટેડ ફ્રેક્ચર : અંદરના ઝખમવાળો

  • આ પ્રકારના ફ્રેક્ચર વખતે અગત્યના અંદરના અવયવો જેમ કે બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ, લંગ્સ, લીવર સ્પ્લીન વગેરેમાં ઇજા થાય છે ઉપરાંત હાડકુ ભાગવા સાથે સાંધામાંથી ખસી જાય છે . આ પ્રકાર ક્લોઝ્ડ કે ઓપન હોય છે.

4) કમીન્યુટેડ ફ્રેક્ચર

  • જેમા બોન માં ભાંગેલ જગ્યાએ વધુ ટુકડાઓ થયેલ જોવા મળે છે એટલે કે વધુ ટુકડા થયેલ હોય છે તેમજ બોનના ચુરેચુરા થાય છે.

5) ગ્રીન સ્ટીક

  • આ પ્રકારમાં બાળકોમાં હાડકા પુરેપૂરું ભાંગી નહિ જતા તે વળી જાય છે તેને ગ્રીન સ્ટીક ફેક્ચર કહે છે. આ ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે તેમા હાડકા ભાંગી નહી જતા તે વળી જાય છે

6) ઇમ્પેક્ટેડ

  • તેમાં ભાંગેલા હાડકાના છેડા એકબીજામાં ખૂંચી જાય છે.

7) ડિપ્રેસ્ડ

  • સ્કાલ્પના ઉપરના ભાગમાં કે બાજુના ભાગમાં ફેક્ચર વખતે હાડકાનો ભાંગેલો ભાગ અંદર તરફ દબાઇ ને ઘુસી જાય છે તેને ડીપ્રેસ ફ્રેક્ચર કહે છે.

8) પેથોલોજીકલ

  • આ ફ્રેક્ચર હાડકામાં રોગના જીવાણુઓના કારણે થાય છે હાડકુ રોગગ્રસ્ત બને છે તથા સાધારણ દબાણ આપતા હાડકુ તુટી જાય છે.

સાઇન & સીમટમ્સ

  • ફ્રેક્ચરનો પ્રકાર તેમજ કયા ભાગમાં થયું છે તે પ્રમાણે ચિહ્નન લક્ષણો જોવા મળે છે.

ફ્રેક્ચર વખતે મોટા ભાગે નીચે મુજબના ચિહ્નો લક્ષણો જોવા મળે છે

1) પેઈન

  • સતત દુખાવો રહે છે જો હલનચલન બંધ ન કરીયે તો દુખાવો વધે છે.

2) લોસ ઓફ ફંક્શન

  • ફેક્ચર થયેલ ભાગ યોગ્ય હલન ચલન કરી શકતો નથી ઉપરાંત અયોગ્ય હલનચલન જોવા મળે છે.

3) શોર્ટિંગ ઓફ લીમ્બ : (હાથ કે પગ ટુકો થવો)

  • લોંગ બોન ફ્રેક્ચર માં સ્નાયુઓના સંકોયને લીધે લીંબમાં શોર્ટિંગ જોવા મળે છે. અથવા અવયવ બેડોળ લાગે છે.

4) ઓરેપીટસ

  • ફેક્ચર વાળા ભાગને હાથ વડે તપાસવાથી ઓરેપીટસ અનુભવી શકાય અવાજ ન આવે.

5) સ્વેલિંગ & ડીસલોકેશન : (સોજો અને રંગમાં ફેરફાર)

  • ફ્રેક્ચર ના લીધે ચામડીના નીચે બ્લડિંગ થવાથી સ્વેલિંગ & ડીસલોકેશન જોવા મળે છે.

6) બ્લીડીંગ

  • ઓપન ફ્રેક્ચર વખતે યામડીમાં બ્રેક થવાને લીધે બ્લીડીંગ જોવા મળે છે.

7) સાઇન સીમટમ્સ ઓફ શોક

  • સ્કલ, ફ્રેક્ચર થાઈ બોન, ફ્રેક્ચર પેલ્વિસ વગેરે શોકના ચિન્હો લક્ષણો જોવા મળે છે.

ફ્રેક્ચરની સારવારના સામાન્ય નિયમો

  • જે જગ્યાએ અકસ્માત બન્યો હોય તે જગ્યાએ જ દર્દીની સારવાર કરવી જો દર્દીની જીંદગી બીજા કોઇ કારણે ઝોખમમાં ન હોઈ તો બનાવના સ્થળે જ દર્દીને બીન જરૂરી હલનચલન અટકાવી ત્યાં અસાવચેતીપૂર્વક દૂર ખસેડી સારવાર આપવી.
  • ઇજા પામેલ ભાગને તરત જ સીધો કરી ટેકો આપવો આમ કરવાથી વધુ ઇજા થતી અટકે છે. તેમજ . આને લીધે ભાંગેલા હાડકાના છેડાથી લોહીની નશો, જ્ઞાનતંતુ ના છેડા તેમજ ચામડીને ઇજા થતી અટકે છે.
  • ઇજા વાળા ભાગનું હલનચલન થતું અટકાવવું ફ્રેક્ચર થયેલ ભાગને સ્પ્લિન્ટ કે બેન્ડેજ નો ઉપયોગ કરી હલનચલન થતું અટકાવવું જેથી દર્દીને દુખાવામાં રાહત રહે જેથી દર્દીને વધુ ઇજા થતી અટકાવી શકાય . બેન્ડેજ ને વધુ ટાઇમ બાંધવો નહિ અને સ્પ્લિન્ટ પણ યોગ્ય ગાદીવાળી બાંધવો નહિ અને સ્પ્લિન્ટ પણ યોગ્ય ગાદીવાળી હોવી જોઇએ જેથી લોહિના હલનચલનમાં અડચણ ન આવે.

સ્કલ ફ્રેક્ચર

  • માથાની ખોપરીનું હાડકુ બાંધવાથી મગજ અને જ્ઞાનતંતુને ઇજા થાય છે અને મગજ પર દબાણ આવે છે.

ચિન્હો લક્ષણો

  • હાડકાનો આકાર અનિયમિત થાય છે અને સોજો આવે છે.
  • દર્દીને સુગ થાય છે.
  • દર્દી ને ઉલ્ટી થાય છે.
  • ઇન્ટર્નલ હેમરેજ થાય છે.
  • દર્દીના નાક કે કાનમાંથી બ્લડીંગ થાય છે.
  • ઓર્બિટલ કેવીટી માં ઇજા હોય તો આંખમાં હેમરેઝ થવાથી બ્લેક આઈ જોવા મળે છે.

સારવાર

  • દર્દીને ચત્તો સુવડાવો.
  • તેનું માથુ અને ખભ્ભા ઉભા રાખીને ટેકો આપવો.
  • જો કાન નીચે આવે એ રીતે રાખવું.
  • જો દર્દીના શ્વાસ સાથે અવાજ આવતો હોય તો દર્દીને પોણુ ફેરવી સુવડાવી રાખવોછાતીના ભાગ .પાસે મૂકી ટેકો આપવો.
  • પગના ભાગને ઘુટણથી વાળવો.
  • દર્દીના શ્વાસમાં અડચણ નથી તેની ખાતરી કરવી.
  • દર્દીને ઉપર સતત દેખભાળ ભરી સંભાળ રાખવી.
  • દર્દીને બીન જરૂરી રીતે જગાડવાની કોશિશ કરવી નહિ.
  • દર્દીની બીનજરૂરી હલનચલન અટકાવી શક્ય તેટલુ ઝડપથી રીફર કરવું.

લોઅર જો

  • સીધા મારથી કે બંદૂકની ગોળીથી જડબામાં અસ્થિ ભંગ થાય છે .
  • બોલવામાં તકલીફ પડે છે.
  • અતિશય સલાયવા આવે છે સાથે બ્લડ પણ હોય છે.
  • દુખાવો થાય છે.
  • દાંત વાંકા ચૂકા થઇ જાય છે.
  • જડબાને ટેકો આપતા ક્રેપિટસ સંભળાય.

સારવાર

  • દર્દીને બોલવાની મનાઇ કરવી.
  • હાથની હથેળી વડે જડબાને ટેકો આપવો.
  • પાટાને ચીન નીચે મુકી છેડાને માથાના ઉપલા ભાગ પર મૂકી કાનના ઉપરના ભાગ પર બન્ને છેડાને વળ આપવો અને બીજા કાન પાસે બન્ને છેડાને બાંધી દેવા.
  • દર્દીને ઉલ્ટી થવા સંભવ હોય ત્યારે પાટો કાઢી નાખોજડબાને હથેળીથી ટેકો આપવો ઉલ્ટી બંધ થયે .
  • ફરીથી પાટો બાંધવો.
  • દર્દીને સંભાળપૂર્વક નજીકના દવાખાને રીફર કરવું.

સ્પાઇન

  • સ્પાઇન વખતે સ્પાઇનલ કોર્ડ અને તેમાંથી નીકળતા જ્ઞાનતંતુઓને ઇજા થવાથી ત્યારે ગંભીર સ્થિતી ઉદભવે છે. અને દર્દીમાં પેરેલાયસીસ જોવા મળે છે.

સારવાર

  • દર્દીને હલનચલન કર્યા વગર શાંત રહેવું સમજાવવું.
  • જો દર્દી બેભાન હોય તો તેના શ્વાસમાં અડચણ નથી તેની ખાતરી કરવી.
  • દર્દીને લાંબા પાટીયા પર સુવડાવી કે કેનવાસ સ્ટ્રેચર હોય તો તેમાનું પાટીયુ મૂકી દર્દીને પડખુ ફેરવવાની મનાઇ કરવી.
  • દર્દીને તાત્કાલીક નજીકની હોસ્પિટલ એરીફર કરવું.

લીમ્બ

  • સીધા કે આડકતરા માર્ગથી હાથ કે પગના હાડકામાં સિમ્પલ કે કમ્યુનાઇઝ્ડ ના હાડકામાં સિમ્પલ કે કમ્યુનાઇઝ્ડ ફ્રેક્ચર થાય છે (બે થી વધુ ટુકડા)

સારવાર

  • જે ભાગનું ફ્રેક્ચર થયેલ હોય તે ભાગને સ્પ્લિન્ટ વડે સપોર્ટ આપી હલનચલન થતું અટકાવવું.
  • જો વુન્ડ હોય તો ડ્રેસિંગ મૂકી બેન્ડેજ બાંધવો.
  • પગમાં ફ્રેક્ચર વખતે તે ભાગને સ્પ્લિન્ટ આપી ઉચો રાખવો.
  • હાથમાં ફ્રેક્ચર વખતે સ્લિંગ આપવી.
  • નજીકના દવાખાને રીફર કરવું.

ડીસલોકેશન

  • સાંધામાંથી એક અથવા વધુ હાડકા ખસી જાય છે તેને ડીસલોકેશન કહે છે એમાં ખાસ કરીને . ખભાના,એચ.પી. ના, કોણીના, હાથના કે પગના આંગળા તેમજ જડબાના સાંધાઓનો સમાવેશ થાય છે .
  • જડબાનો સાંધો બગાસુ ખાતા કે જો પર ફટકો લાગવાથી ડીસલોકેશન થાય છે.

ચિહ્નનો અને લક્ષણો

  • સાધામાં અને તેની નજીક સખત દુઃખાવો થાય છે.
  • સાંસાધો અકડાઇ જાય છે.
  • સાધારણ હલનચલન કરી શકતો નથી.
  • બેબેડોળતા આવે છે.
  • અવયવોનો સાંધો ખસી ગયો હોય તે અકુદરતી સ્થિતિ ધારણ કરે છે.
  • સાંધામાં સોજો આવે છે.

સારવાર

  • મચકાઇ ગયેલા સાંધાને સીધો કરવાની કોશિશ કરવી નહિ પરંતુ તરત તબીબી મદદ મેળવવી.
  • હલનચલન અટકાવવા તે ભાગને ગાદી કે નાના તકીયા વડે ટેકો આપવો.
  • વચલા જડબાનો સાંધો ખસી જાય ત્યારે જો ડેન્ચર હોય તો કાઢી નાખવું અને દર્દીના જડબાને પાટા વડે ટેકો આપવો.

સ્પ્રેઈન

  • સાંધો એકાએક ખેચાવાથી કે મરડાવવાથી સાંધાની આસપાસના લીગામેન્ટસ ટૂટી જાય છે. તેને સ્પ્રેઈન કહે છે.

ચિહ્નનો અને લક્ષણો

  • સાધામાં દુખાવો થાય છે.
  • હલનચલનથી સાંધામાં દુખાવો વધે છે.
  • સાધાની આસપાસ સોજો આવે છે.

સારવાર

  • ભાગને આરામદાયક સ્થિતિમાં રાખવો.
  • ભાગનું હલનચલન અટકાવવું.
  • કોલ્ડ કમ્પ્રેસ (ઠંડા પોતે) વડે દુઃખાવો અને સોજો ઓછા કરવા..
  • બાર એકલા હોઇએ અને સ્પ્રેઈન થાય તો બૂટ કાઢવા નહિ પરંતુ તેની સાથે જ કપડા વડે બેન્ડેજ બાંધવો.
  • નજીકના દવાખાને રીફર કરવું.

સ્પ્લિન્ટ

ડેફિનેશન

  • શરીરના ભાગને ઈમોબિલાઈઝ (સ્થિર) કરવા ટેકો આપવા ડીફોર્મીટી (ખામી) ને સુધારવા માટે જે ડીવાઈસ (સાધનો) વાપરવામાં આવે તેને સ્પ્લિન્ટ કહેવામાં આવે છે. બોડી પાર્ટ ને ઇચ્છિત સ્થિતિમાં ટેકો આપવા માટે તેમજ ઈમોબિલાઈઝ કરવા માટે સ્પેશિયલી ડીઝાઈનર કરેલ ડીવાઈસને સ્પ્લિન્ટ કહે છે

ટાઈપ્સ ઓફ સ્પ્લિન્ટ

1. પેસીવ વુડન સ્પ્લિન્ટ

  • વુમન બોર્ડ નો ટુકડો હોય છે.
  • આમાં જરૂરી મુજબ લંબાઇ પહોળાઇ રાખવામાં આવે છે. સપાટ હોય છે.

2. મોલ્ડેડ મેટલ સ્પ્લિન્ટ

  • તે હલકી અને મજબૂત હોય છે.તેથી વધુ અનુકૂળ રહે છે .
  • જે તે પાર્ટ પર ચોક્કસ રીતે મોલ્ડ કરી એપ્લાય કરવામાં આવે છે.

3.વાયર ગોઝ સ્પ્લિન્ટ

  • વાયરના મેલ્ટીન્ગથી બનાવવામાં આવે છે.
  • જુદા જુદા આકારની હોય છે.જેથી યોગ્ય ટેકો મળે છે.

4. થોમસ સ્પ્લિન્ટ

  • તેઆમાં ગોળ લોખંડની રીંગ હોય છે .જેની બન્ને બાજુ લોખંડના સળીયા હોય છે. સ્પ્લિન્ટનો વચ્ચેનો ભાગ નીચો હોય છે.ત્યારે રીંગ પાસેનો ભાગ ઉંચો હોય છે .
  • આમાં ગ્લેઝ બેન્ડેજનો ઉપયોગ કરી સ્પ્લિન્ટને કવર કરવામાં આવે છે.

5. ઇન્ટર્ન એન્ગ્યુલર સ્પ્લિન્ટ

  • આ દેશી નળિયાની જેમ અંદરની બાજુએ વળેલી હોય છે. જેનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકાય છે.

6. ફુટ સ્પ્લિન્ટ

  • વુડનની બનેલી હોય છે.
  • ટીબીયા ફિબ્યુલા વખતે ઉપયોગ થાય છે.
  • લોખંડ કે લાકડાની બનેલી હોય છે.
  • આનો ઉપયોગ ફ્રેક્ચર એલ્બો વખતે થાય છે.

7. સ્ટ્રેઈટ સ્પ્લીન્ટ

  • આ પ્રકારના સ્પ્લીન્ટ નો ઉપયોગ આઈ.વી. ઈન્ફ્યુઝન વાળા ભાગને ઈમોબીલાઈઝ કરવા થાય છે. આને રેકટેંગ્યુલર વુડન માંથી બનાવવામાં આવે છે અને પેડ દ્વારા સારી રીતે કવર કરવામાં આવે છે
  • આ પ્રકારનું સ્પ્લીન્ટ મેટલ ફ્રેમનું બનેલું હોય છે. પગના ઘુંટણને થોડો ફ્લેટ્સ રાખીને સપોર્ટ આપવા માટે ઉપયોગ થાય છે. આનો ઉપયોગ લોઅર લેગ & ફેમ્યુરના લોઅર પાર્ટના ફ્રેક્ચરમાં થાય છે.

સર્વીકલ કોલર

  • એક પ્રકારનું ગળાની આસપાસ લગાવવામાં આવતું સપોર્ટીવ એપ્લાયન્સ છે.
  • સર્વીકલ સ્પાઈન ફ્રેક્ચર વખતે નેક ને ઈમોબીલાઈઝ કરવા તેનો ઉપયોગ થાય છે.

સ્પ્લીન્ટ કેવી હોવી જોઇએ ?

  • સ્પ્લીન્ટ યોગ્ય માપની હોવી જોઇએ.
  • સ્પ્લીન્ટ એ તૂટેલી ન હોવી જોઇએ.
  • સ્પ્લીન્ટ એ કોટન બેન્ડેજ વડે યોગ્ય કવરિંગ થયેલુ હોવું જોઇએ.
  • સ્પ્લીન્ટ એ બોડી ના પાર્ટને ઇજા કરતા ન હોવી જોઇએ.
  • સ્પ્લીન્ટ એ ખૂબ જ ટાઇટ કે એકદમ ઢીલી ન હોવી જોઇએ.

પર્પસ ઓફ સ્પ્લીન્ટ

  • શરીરના ઇજાગ્રસ્ત ભાગનું હલનચલન અટકાવવા માટે.
  • ડીફોર્મીટી ને સુધારવા માટે સરકાવવા માટે.
  • થયેલ ભાગમાં થતો દુખાવો ઓછો કરવામાં ફ્રેક્ચર વખતે દર્દીને વધુ ઇજા થતી રોકવા માટે.
  • દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે સરળતા પડે તે માટે.
  • સ્પ્લીન્ટ દ્વારા હીલીંગ ફેઝ વખતે ભાંગી ગયેલા ભાગની મુવમેન્ટને અટકાવીને બોન અને ટીશ્યુને પ્રોટેક્ટ કરે છે.
  • ફ્રેક્ચર ના કોમ્પ્લિકેશન ને અટકાવવા માટે.

જનરલ પ્રિન્સિપલ્સ ઓફ સ્પ્લીન્ટ : સ્પ્લીન્ટ આપવાના નિયમો

  • ઓપન વુન્ડ વખતે સ્પ્લીન્ટ લગાડતા પહેલા સ્ટરાઈલ ગોઝ પ્લીઝ વડે કરવું.
  • સ્પ્લીન્ટ લગાડતા પહેલા તેમજ પછી હંમેશા તે ભાગમાં પલ્સ તેમજ હલનચલન ના કાર્યો તેમજ ચામડીને અચૂક ચેક કરવી.
  • સ્પ્લીન્ટ લગાડતા પહેલા ફેક્ચર વખતે તે ભાગને એકદમ કાળજીપૂર્વક હળવેથી ખેંચી તેને સમાન સ્થિતીમાં રાખીને પ્લિન્ટ એપ્લાય કરવી.
  • સાંધો ખસી ગયેલ હોય તો દર્દીને આરામદાયક સ્થિતીમાં રાખી સ્પ્લીન્ટ આપવી.
  • સ્પ્લીન્ટ આપવા માટે બેન્ડેજ ને ખૂબ જ ટાઇટ વીટવો નહિ તેમજ બ્લડ સર્ક્યુલેશન માટે ચેક કરવું.
  • સ્પ્લીન્ટ લગાડેલ ભાગને શક્ય હોય તો થોડો ઉંચો રાખવો જેથી સોજો અને દુખાવો ઓછો થાય.
  • સ્પ્લીન્ટ આપ્યા બાદ દર્દીને દુખાવો વધી ગયા બાદ ફરીયાદ કરે કે સોજો વધે તો સ્પ્લીન્ટ વધુ ટાઇટ નથી તેની ખાતરી કરવી અને જરૂર જણાય તો ફરીથી બાંધવી.
  • સ્પ્લીન્ટ સમયસર બાંધીને યોગ્ય સમયે દર્દીને હોસ્પિટલમાં રીફર કરવું.
  • થયેલ ભાગથી સાંધો ઉપરનો અને 1 સાંધો નીચેનો હલનચલન કરતો બંધ થાય તે પ્રમાણેની સ્પ્લીન્ટ એપ્લાય કરવી.

એલ્બો ફ્રેક્ચર વખતે

  • સામાન્ય સિધ્ધાંતોને ધ્યાનમાં લઇ સ્પ્લીન્ટ અને બેન્ડેજ નો ઉપયોગ કરી હલનચલન અટકાવવું. કાંડાના ભાગે સ્લીન્ગર આપવી નેક સાથે બાંધવી.
  • આંગળીઓના હલનચલન કરવા માટે કહેવું.

ફ્રેક્ચર હેડ & વ્રીસ્ટ વખતે

  • ફ્લેજીડ કે વાળી શકાય તેવી સ્પ્લીન્ટ એપ્લાય કરવી. સ્લીન્ગર વડે તે ભાગને ઉંચો રાખવો. આંગળાના હલનચલન માટે કહેવું.

ફ્રેક્ચર લોઅર એક્સ્ટ્રીમીટીઝ

  • યોગ્ય સાઇઝની સ્પ્લીન્ટ નો ઉપયોગ કરવો.
  • યોગ્ય પ્રેશર થી બેન્ડેજ બાંધવો
  • તે ભાગને પીલો વડે ઉંચો રાખવો.
  • પગના આંગળાઓના હલનચલન માટે કહેવું.

ફ્રેક્ચર થંબ વખતે

  • યોગ્ય સાઇઝની નાની સ્પ્લીન્ટનો ઉપયોગ કરવો.
  • બેન્ડેજ એપ્લાય કરી હલનચલન અટકાવવું.
  • કાંડાના ભાગે સેપ્લીન્ગ બાંધી ડોકા સાથે ટાઇ કરવી. દર્દીને અંગુઠો ન હલાવવા સૂચના આપવી.

ટ્રાન્સ્પોર્ટેશન

ડેફીનેશન

  • દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ કાળજીપૂર્વક અને ઇજામાં વધારો કર્યા વગર ખસેડવામાં આવે તેને ટ્રાન્સ્પોર્ટેશન કહે છે.

પ્રિન્સિપલ્સ

  • 1) દર્દીને જે સ્થિતીમાં સૂતો હોય અથવા જે સ્થિતીમાં સુવડાવ્યો હોય તેમાં જરૂર વગર ખલેલ કરવી
  • 2) દર્દીને ખસેડવાનું કામ સલામતીભર્યું અને ઉછાળા વગરનું અને ઝડપી હોવું જોઇએ.
  • 3) દર્દીને ખસેડીને મુસાફરી કરતી વખતે આખા રસ્તે નીચે જણાવેલ બાબતો પર સંભાળ ભરી તપાસ રાખવી.
  • 4) દર્દીને ખસેડતા પહેલા પ્રાથમીક સારવાર પ્રથમ આપવી તેમજ જરૂર મુજબ ખસેડવા માટે બીજાની મદદ લેવી.
  • 5) ખુબ જ સીરીયસ દર્દીને તુરત જ ખસેડવું.
  • 6) ક્યારેય પણ એવું ન વિચારો કે ટેકા વગર દર્દીને ઉભો રહી શકશે કે બેસી શકશે.
  • 7) મદદ કરનાર પોતાના હાથે દર્દીની કમર પકડે પર રાખે છે. જે છે જ્યારે દર્દી તેનો હાથ સારવાર આપનારના ગળા પર રાખે છે જે હાથને ફર્સ્ટ એડર બીજા હાથથી પકડે છે.

મેથડ્સ ઓફ ટ્રાન્સ્પોર્ટેશન

(A) કોન ફર્સ્ટ એડર

ક્રેડલ મેથડ

  • હાથથી ઉંચકી લઇ જવાની રીત
  • આ રીતે હલકા વજનના દર્દીઓ તેમજ નાના બાળકો માટે વાપરવામાં આવે છે.
  • મદદ કરનાર તેનો એક હાથ દર્દીના ઘૂંટણ નીચે અને બીજો હાથ પીઠથી પકડીને એ રીતે ઉચકીને ખસેડવામાં આવે છે.

હ્યુમન ક્રચ

  • મદદ કરનારની બનેલી કાંધધોડી જ્યારે એક જ મદદ કરનાર હોય ત્યારે આ મેથડ વપરાય છે.
  • કોઇ પણ અવયવને ઇજા ન થઇ હોય ત્યારે ઉપયોગી મદદ કરનાર પોતાના હાથે દર્દીની કમર પકડે છે જ્યારે દર્દી તેનો હાથ સારવાર આપનારના ગળા પર રાખે છે. જે હાથને ફર્સ્ટ એડર બીજા હાથથી પકડે છે.
  • દર્દી ને જે પગમાં ઇજા હોય તે તરફ ઉભા રહેવું.
  • દર્દીના બીજા હાથમાં ઇજા ન હોય તો એક લાકડીની મદદથી ટેકો લઇ શકે છે.

ક્રાઉચ/ બેક મેથડ

  • દર્દી બેભાન ન હોય અને બેસી શકે તેમ હોય ત્યારે આ રીત વપરાય છે. દર્દીને પીઠ પર બેસાડી આગની બાજુ મો રાખી ઉચકીને લઇ જવામાં આવે છે.

ફાયરમેન્સ લીફ્ટ

  • આ રીત દર્દીનું વજન ઓછું હોય ત્યારે વપરાય છે.
  • દર્દીને બગલમાં હાથ નાખી દર્દીને ઉચકવો ત્યારબાદ પોતાના ની અને થાઈ પર લઇ દર્દીને ઉચકવું ત્યારબાદ પોતાના જમણા હાથે દર્દીનો જમણો હાથ પકડી ડાબો હાથ મુક્ત રાખવો.

ડ્રેગ મેથડ – ઢસળવાની રીત

  • દર્દીના માથા તરફ ઉભું રહેવું.
  • દર્દીને બંને હાથવાળી તેની છાતી પર રાખી દેવા. પોતાના હાથદર્દીના ખભ્ભા નીચે નવી જવા દર્દીને બગલના ભાગથી પકડવું. દર્દીના માથાને પોતાના ફોર આર્મ્સ પર ટેકો આપેલો. દર્દીએ કોટ કે જાકીટ પહેરેલ હોય તો તેના બટન ખોલી તેને પાછળ જવા દઇ તેના પર દર્દીના માથાને ટેકો આપવો તેમજ કોટ વડે ખેંચીને ઘસેડવું.
  • આ રીતમાં દર્દીને ઉંચકવાને બદલે ખસેડવામાં આવે છે.
  • આ રીતે દર્દી ઉચકી શકાય તેમ ન હોય તેમજ બનાવવાળી જગ્યા જોખમી હોય ત્યારે વપરાય છે

(B) ટુ ફર્સ્ટ એઈડર્સ

ફોર હેન્ડેડ સીટ

  • ત્યારે દર્દી ભાનમાં હોય અને પોતાના હાથે બેરરને પકડી શકે તેમ હોય ત્યારે આ રીત વપરાય છે. દર્દીની પાછળ બંને બેરરે સામસામા ઉભા રહેવુંબન્ને એ પોતાના જમણા હાથે પોતાના ડાબા કાં .ડાને પકડવું અને પોતાના ડાબા સામે ચાળાનું જમણું કાંડુ પકડવું અને બંનેએ નીચા નમવું. દર્દીએ તેના બન્ને બેરરને ગરદનથી પકડી રાખવું અને દર્દીને હાથથી બનેલ સીટ પર બેસવા કહેવું.

ટુ હેન્ડેડ સીટ

  • ત્યારે પોતાના હાથ વડે મદદ કરનારને પકડી શકે તેમ ન હોય ત્યારે આ રીત વપરાય છે. બન્ને ઉચકનારે પોતાના એક એક હાથ વડે એકબીજાના કાંડાને પકડી બેઠક બનાવવી -બન્ને એ સાથે ઉભા થઇ ધીમે ધીમે ચાલવું.

ફોર એન્ડ આફ્ટર મેથડ

  • આગળ અને પાછળથી ઉંચકીને
  • દર્દીના બંને હાથ તેની છાતી પર ક્રોસમાં પકડાતો નથી.
  • ક્યારેક મદદ કરનારે દર્દીની પાછળ રહી દર્દીની બગલમાં હાથ નાખી દર્દીના કાંડાને પકડી લેવા.
  • જો મદદ કરનાર દર્દીની બાજુમાં ઉભા રહી પોતાના એક હાથે દર્દીના વાસાથી અને બીજા હાથે દર્દીને સાથળ નીચેથી પકડવું.
  • આ રીતે બંનેએ દર્દીને ઉચકી સાથે સાથે ચાલવું.

ચેઈર ઓર વીલ ચેઈર મેથડ

  • આ રીતમાં દર્દીને ખુરશીમાં બેસાડી ખસેડવામાં આવે છેખુરશી બરાબર મજબુત છે કે નહિ તેની પ્રથમ ખાતરી કરવી
  • દર્દીને ખુરશીમાં બેસાડી પહોળા બેન્ડેજ વડે બાંધી દેવું.
  • ક્યારેક વ્યક્તિ એ ખુરશી સામે અને બીજી વ્યક્તિ એ પાછળ ઉભું રહેવું. પાછલી વ્યક્તિ એ ખુરશીના વાસાને તેમજ દર્દીને ટેકો આપવો. આગલી વ્યક્તિએ ખુરશી ને પાછળ નમાવવી અને બન્નેએ ખુરશી સાથે ઉચકાવી. આગલી વ્યક્તિ એ ખુરશીના આગળના લેગ્સ પાસેથી પકડવું. આગળની વ્યક્તિએ પાછલા પગે કાળજીપુર્વક ચાલવું.

બ્લેન્કેટ લીફ્ટ

  • દર્દીને નીચેથી બ્લેન્કેટ પસાર કરી ચારે ખુણેથી પકડીને ખસેડવામાં આવે છે.

ઈમ્પ્રુવાઈઝ્ડ મેથડ

  • ત્રણ કોટની સ્લીવને અંદર જવા દઇ બટન બંધ કરી સ્લીવમાંથી બે પોલ્સ પસાર કરવામાં આવે છે.

મેન્યુઅલ લીફ્ટ

  • હાથથી ઉચકવાની રીત
  • જ્યારે બ્લેન્કેટ પ્રાપ્ય ન હોય ત્યારે ત્રણ કે ચાર વ્યક્તિઓ એ ભેગા મળી હાથથી જ દર્દીને ઉચકીને ખસેડવામાં આવે છે.

સ્ટ્રેચર્સ

  • જ્યારે દર્દી સિરિયસ રીતે બિમાર કે ઇજાગ્રસ્ત હોય તેમજ સુવડાવી ને ખસેડવાની જરૂર હોય ત્યારે જુદા જુદા પ્રકારના સ્ટ્રેચર નો ઉપયોગ કરવામાં આવે છે.

ટાઈપ્સ ઓફ સ્ટ્રેચર્સ

  • સ્ટ્રેચર વડે ખસેડતી વખતે ધ્યાને લેવાની બાબતો દર્દીના પગ આગળની બાજુએ રાખવા.
  • ખાડા ટેકરાવાળી જગ્યા પર વીલ વાળું સ્ટ્રેચર ચલાવવું નહિ.
  • સ્ટ્રેચર ને એમ્બ્યુલન્સમાં મુકતી વખતે માથા તરફનો ભાગ પ્રથમ જવા દેવો.
  • સ્ટ્રેચર ને એમ્બ્યુલન્સમાં ગોઠાવ્યા બાદ યોગ્ય રીતે ફીક્સ કરવું.
  • સામાન્ય રીતે દર્દીને સ્ટ્રેચર પર લેવા જવા માટે વ્યક્તિઓ હોવી જરૂર કી છેઅને જેથી સલામતી પુર્વક.
  • આરામ દાયક રીતે ખસેડી શકાય છે
  • સ્ટ્રેચર પુરતું મજબુત હોવું જોઇએ તે બાબતની વાપરતા પહેલા ખાતરી કરી લેવી જોઇએ.
  • સ્ટ્રેચરને આગળથી બે તેમજ પાછળથી બે એમ કુલ ચાર વ્યક્તિએ ઉંચકવું.
  • ઉચકનાર વ્યક્તિઓના ફ્રી હેન્ડ બહાર તરફ રહેવા જોઇએ.
  • ઉંચકનારે થાક લાગે તો વચ્ચે આરામ લેવો અથવા છેડો બદલવો.
  • સ્ટ્રેચર માં સાઈડ રેઈલ્સ હોય તો ઉંચા કરી દેવા.
  • સ્ટ્રેચર ઉચકનારે સાવચેતી પુર્વક ધીમે ચાલવું.
  • સ્ટ્રેચરમાં દર્દીને ઉચાણવાળી જગ્યા પર લઇ જતા હોય તો આગળના ભાગે પગને બદલે માથુ રાખવું.
  • સ્ટ્રેચરના હાથાઓને ઉંચકનારે પુરતી મજબુતાઇથી પકડી રાખવા.
  • સ્ટ્રેચર થી ખસેડવા માટે બે ટ્રેઈન્ડ બેરર હોવા જોઇએ.જેથી સ્ટ્રેચરના દરેક છેડે એક એક રહી શકે.

Published
Categorized as Uncategorised