FY – ANM – HP – ENVIRONMENTAL SANITATION UNIT – 3 DISPOSAL OF EXCRETA AND WATER

યુનિટ – 3

ડિસ્પોઝલ ઓફ એક્સક્રીટા એન્ડ વોટર (મળમુત્ર અને કચરાનો નિકાલ)

ડિસ્પોઝલ ઓફ એક્સક્રીટા એન્ડ વોટર (મળમુત્ર અને કચરાનો નિકાલ)

  • 1) એક્સક્રીટા ડિસ્પોઝલ (મળમુત્રનો નિકાલ)
  • 2) વેસ્ટ ડિસ્પોઝલ (કચરાનો નિકાલ)
  • 3) સ્વેજ (ગટર)

1) એક્સક્રીટા ડિસ્પોઝલ (મળમુત્રનો નિકાલ)

  • હયુમન એક્સક્રીટા ઇન્ફેક્શનનો સોર્સ છે. તેના પેથોજનીક બેક્ટેરીયા, વાયરસ, પ્રોટોઝુઆ, પેરાસાઇટના ઇંડા હોય છે માટે હયુમન એક્સક્રીટાને હાઈજનીક મેનરથી તેને ડિસ્પોઝ કરવું જોઇએ નહિં તો કોમ્યુનીટીમાં રહેતા લોકોની હેલ્થને નુકશાન કરે છે.

હેલ્થ હઝાર્ડ ઓફ ઈમપ્રોપર એક્સક્રીટા ડિસ્પોઝલ (મળમુત્રનો અયોગ્ય નિકાલથી આરોગ્ય પર થતી અસરો)

  • 1) માટીનું પ્રદુષણ
  • 2) પાણીનું પ્રદુષણ
  • 3) ખોરાકનું પ્રદૂષણ
  • 4) માખી- મચ્છરનો ઉપદ્રવ

ટ્રાન્સમિસન ઓફ ફીકલ બોર્ન ડીસીસ (સ્ટુલ દ્વારા ફેલાતા રોગો)

  • વોટર (પાણી)
  • ફિંગર (આંગળી)
  • ફ્લાઇસ (માખી – મચ્છર)
  • સોઇલ (માટી)
  • ફુડ (ખોરાક)
  • 50 મીલીયન લોકો ભારતમાં ઇન્ફેક્શનથી પીડાય છે. આ નીવારવા માટે અને કોમ્યુનીટી હેલ્થ સુધારવા માટે એન્વાયરમેન્ટ હેલ્થ સર્વીસીસ આપવી જોઇએ.

સ્ટુલ દ્રારા ફેલાતા રોગોનો અટકાવ

  • ફીકલ બોર્ન ડીસીસ અટકાવવા માટે બિમાર વ્યક્તિના સ્ટુલ દ્વારા રોગ ફેલાય છે અને નવો હોસ્ટ ઉત્પન્ન થાય છે. જે પાણી, ખોરાક, ફિંગર, સોઇલ અને માખી દ્વારા ફેલાય છે. ફીકલ બોર્ન ડીસીસ અટકાવવા માટે સેનીટેશન બેરીયરનો ઉપયોગ કરવો જોઇએ. સેનેટરી બેરીયર દ્વારા એટલે કે સેનીટરી લેટ્રીનનો ઉપયોગ કરવો જોઇએ.
  • સેનીટરી લેટ્રીનનો ઉપયોગ કરવો જોઇએ.
  • બરાબર હાથ ધોવા જોઇએ.
  • ખોરાક ઢાંકીને રાખવો જોઇએ.
  • ફીનાઇલથી ઘરમાં પોતા કરવા જોઇએ. જેથી માખીનો ઉપદ્રવ ઘટે.

મેથડ ઓફ એક્સક્રીટા ડિસ્પોઝલ (મળમુત્રના નિકાલની પધ્ધતીઓ)

  • એક્સક્રીટા ડિસ્પોઝલ માટે ઘણી પધ્ધતીઓ છે. રૂરલ અને અર્બન વિસ્તારમાં જુદી જુદી પધ્ધતીઓ વપરાય છે. ગામડામાં હજુ પણ મળ મુત્રનો નિકાલ ખુલ્લી જગ્યામાં થાય છે. તેથી ઘણા રોગો ઉત્પન્ન થઇ શકે છે. આવા લોકોને સેનેટરી લેટ્રીન વિશે શિક્ષણ આપવું જોઇએ.

(1) અનસર્વડ્ એરીયા

(A) સર્વિસ ટાઇપ લેટ્રીન (કન્ઝર્રવન્સી સિસ્ટમ)

(B) નોન સર્વિસ ટાઇપ (સેનિટરી લેટ્રીન)

  • 1.બોર હોલ લેટ્રીન
  • 2.ડગ વેલ લેટ્રીન
  • 3.વોટર સીલ ટાઇપ લેટ્રીન
  • a) પ્રાઇ ટાઇપ
  • b) R.C.A. (આર.સી.એ.) ટાઇપ
  • c) સુલર્ભ શૌચાલય
  • d) અધર મેથડ
  • સી આઉટફોલ
  • રીવર આઉટફોલ
  • સ્વેઝ ફાર્મિંગ
  • ઓક્સિડેશન પોન્ડ
  • 4.સેપ્ટીક ટેંક
  • 5.એકવા પ્રાઈવે

(C) બિન કાયમી લેટ્રીન

  • a) શેલો ટ્રેચ લેટ્રીન
  • b) ડિપ ટ્રેચ લેટ્રીન
  • c) પીટ લેટ્રીન
  • d) બોર હોલ લેટ્રીન

(2) સ્વેડ્ઝ એરીયા

1.ગટર યોજના અને ગટરના પાણીનો નિકાલ

  • પ્રાથમિક ટ્રીટમેન્ટ
  • સ્ક્રિનિંગ
  • રીમુઅલ ઓફ ગ્રીટ
  • પ્લેઇન સેડિમેન્ટેશન
  • સેકન્ડરી ટ્રીટમેન્ટ
  • ટ્રીક્લીંગ ફિલ્ટર
  • એક્ટીવેટ સ્લટ્ઝ પ્રોસેસ

(A) સર્વિસ ટાઇપ લેટ્રીન

  • હયુમન એક્સક્રીટા બકેટમાં ભેગો થાય છે અને સ્વીપર દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે. ઇન્ડિયામાં આવા લેટ્રીન ઘણી જગ્યાએ છે. જેને સર્વિસ ટાઇપ લેટ્રીન કહે છે. તેનાં નુકશાન ઘણા છે.
  • માખીનો ઉપદ્રવ થાય.
  • પાણીમાં ગંદકી થાય.
  • બકેટ બરાબર ધોવાતી નથી.
  • દુર્ગંધ છે.
  • પુરતો સ્ટાફ હોતો નથી.
  • વાતવરણ ખરાબ થાય છે. બદલે સેનેટરી લેટ્રીનની જરૂર છે.
  • એન્વાયરમેન્ટલ સેનીટેશન સમીતીએ ૧૯૪૯ માં ઇન્ડિયાની અંદર સર્વિસ ટાઇપ લેટરીનને

(B) નોન સર્વિસ ટાઈપ (સેનિટરી લેટ્રીન)

(1) બોર હોલ લેટ્રીન

  • આ ખાડવાળુ પ્રકારનું સુધરેલુ સ્વરૂપ છે. આજકાલ આનો વધારે પ્રમાણમાં યુઝ થાય છે. તે હુક વર્મ્સને કંટ્રોલ કરે છે. ૧૯૩૦ માં ભારતની અંદર આ લેટ્રીનની શરૂઆત થઇ. તેમાં ૨૦ ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે.
  • તેનો ડાયામીટર ૧૪ થી ૧૬ ઇંચનો રાખવામાં આવે છે. તેના પર ૩ ફુટની RCC ની પ્લેટ મુકવામાં આવે છે. વચ્ચે હોલ પાડવામાં આવે છે. જેનો ડાયામીટર ૫.૫ ઇંચ જેટલો હોય છે. બાજુમાં બંને પગ મુકવાની જગ્યા બનાવવામાં આવે છે. તે ૧ ફુટ લાંબી હોય છે. હોલમાંથી સ્ટુલ અંદર ખાડામાં જાય છે. તેના પર એક ઓરડી બનાવવામાં આવે છે. જેથી દરવાજો બંધ થઇ શકે ડાયરેક્ટ ખાડો હોવાથી દર વીકે તેમાં D.D.T. અથવા બ્લીચીંગ પાઉડર નાખવો જેથી દુર્ગંધ ન આવે.

(2) ડગ વેલ લેટ્રીન

  • આ લેટ્રીન મોટા ભાગે ગામડામાં વપરાય છે. તે સસ્તામાં બને છે. 1949-1950 માં વેસ્ટ બંગાળમાં શિંગુરમાં શરૂ થયેલ હતી. આમા ૧૨ ફૂટ નો ખાડો અને ડાયામીટર ૩૦ ઇંચ રાખવામાં આવે છે. તેનો ફાયદો એ છે કે જલદી બની જાય છે. તેની કેપીસીટી ઓછી હોવાથી લાંબો સમય ચાલતું નથી નાના ફેમીલી માટે ૫ વર્ષ સુધી ચલે છે. ખાડો ભરાઇ જાય ત્યારે તેને બંધ કરી નવું લેટ્રીન બનાવવું પડે છે.

(3)વોટર – સીલ ટાઇપ લેટ્રીન

  • a) P.R.A.I ટાઈપ
  • b) R.C.A. ટાઈપ
  • c) સુલભ શૌચાલય
  • વોટરશીલ લેટ્રીન ઘરમાં ગમે ત્યાં બનાવી શકાય છે પણ પાણીની વ્યવસ્થા હોવી જોઇએ. તેને હેન્ડ ફ્લસ્ડ પણ કહેવાય છે. રૂરલ એરીયામાં અને સીટીમાં તેનો બહોળા પ્રમાણમાં યુઝ થાય છે. તેનાથી ગંદકી થતી નથી. આરોગ્યની દ્રષ્ટીએ ઘણું ઉત્તમ છે. તે બેડરૂમ પાસે પણ બનાવી શકાય છે. વોટર શીલ લેટ્રીન P.R.A.I અને R.C.A કે જે ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ જોવા મળે છે.

a) P.R.A.I એટલે પ્લાનિંગ રીસર્ચ એન્ડ એકશન ઇન્સ્ટીટ્યુટ ઓફ લખનઉ (ઉત્તર પ્રદેશ)

b) R.C.A એટલે રીસર્ચ કમ એક્શન

  • P.R.A. I અને R.C.A એ બંન્ને સુલભ ઇન્ટરનેશનલ ટાઇપ બંન્નેની સરખી જરૂરીયાત છે. RCA એન્વાયરમેન્ટલ સેનીટેશનમાં મીનીસ્ટ્રી ઓફ હેલ્થ ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્રોજેક્ટ છે.
  • વોટરશીલ લેટ્રીનમાં ૧૦ થી ૧૫ ફુટ સુધીનો ખાડો ખોદી તેની અંદર પોલી જગ્યા રાખી ઇંટોથી ચણી દેવામાં આવે છે. ત્યારબાદ આ કુવા ઉપર સ્લેબ ભરી દેવામાં આવે છે. બાજુમાંભાગે પાન પોખરો અથવા સ્કવેટીંગ પ્લેટ મુકી લેટ્રીન બનાવવામાં આવે છે. સાથે સાથે નીચેના ભાગે ૩ ઇંચ ડાયામીટરવાળો વોટરશીલ જોડાયેલો હોય છે. તેનો આકાર U અથવા V હોય છે.
  • ઇન ડાયરેકટર લેટ્રીનમાં નીચેના છેડેથી એટલે કે વોટરશીલ સાથે ૪ ઇંચ ડાયામીટરવાળો ચિન્નાઇનો પાઇપ જોડી તેનો બીજો છેડો કુવા સાથે જોડવામાં આવે છે. આ પાઇપ ઉપર એક ઝાળી મુકેલી હોય છે. જેથી કચરો અંદર જઇ શકતો નથી. આ લેટ્રીન મરડો, ટાઇફોડ, કોલેરા થતાં અટકાવી શકાય છે. તે ઓછા ખર્ચમાં બને છે. ૧૫ વર્ષ સુધી ચાલે છે.
  • આવા વોટર શીલ લેટ્રીન બનાવતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે.

R.C.A લેટ્રીન

1) લોકેશન

  • લેટ્રીનાનું સ્થાન પાણી મેળવવાના સાધનો અથવા વોટર સપ્લાયથી ૧૫ મીટર અથવા ૫૦ ફુટ દુર હોવું જોઇએ. જેથી પાણીમાં કન્ટામીનેશન થતું અટકાવી શકાય. લેટ્રીનની આજુબાજુ કુવા કે બોર ન હોવા જોઇએ. પુર કે વરસાદની સિઝનમાં લેટ્રીન બનાવવું જોઇએ નહિં.

2) સ્કેવટીંગ પ્લેટ

  • સ્કેવટીંગ પ્લેટ જનરલી ૩ × ૩ ફુટની અને તેની જાડાઇ ૨ ઇંચ હોય છે. બાજુમાં ફુટ રેસ્ટ મુકેલા હોય છે. ઉપરની સર્વેશ લીસી અને સખત હોય છે. તે સરળતાથી સાફ થઇ શકે છે. તે સીરામીક બનેલી હોય છે. આ હુક વર્મ્સની લારવા થતી અટકાવે છે.

3) પાન

  • પાનની લંબાઇ ૧૭ ઇંચ અને પહોળાઇ ૫ ઇંચ હોય છે. તેની અંદરની સફેશ લીસી હોય છે. જેના દ્વારા યુરીન મળ સહેલાઇથી નીચે જઇ શકે છે. તેનુ ઓપનીંગ ૩ ઇંચનું હોય છે.

4) ટ્રેપ

  • ટ્રેપનો ડાયામીટર ૩ ઇંચનો હોય છે. જે પાનના નીચેના ભાગ સાથે જોડાય છે. આ ટ્રેપ વળાંકવાળો હોય છે. U આકારવાળા ભાગમાં પાણી રહે છે. જેથી માખીનો ઉપદ્રવ થતો નથી. દુર્ગંધ આવતી નથી.

5) કનેકટીંગ પાઇપ

  • આ ટાઇપનો ડાયામીટર ૩ ઇંચ. લંબાઇ ૩ ફુટ હોય છે. આ પાઇપ ગોળાકાર હોય છે. તેનો એક છેડો ટ્રેપ સાથે અને એક પીટમાં ખુલે છે.

6) પીટ (ખાડો)

  • ખાડો ૧૦ થી ૧૨ ફુટ ઉંડો હોય છે. તેની ડાયામીટર ૩૦ ઇંચ હોય છે. પીટને હંમેશા કવર કરવામાં આવે છે. પીટ ભરાયા બાદ તેને ક્લોઝ કરી બાજુમાં બીજો નવો પીટ બનાવવામાં આવે છે.

7) સુપર સ્ટ્રકચર

  • પ્રાઇવસી જાળવવા માટે એક ઓરડી બનાવવામાં આવે છે. જે તડકા અને વરસાદથી બચાવે છે અને કચરો લેટ્રીનમાં જતો નથી.

8) મેઇનટેનન્સ

  • લેટ્રીનની લાઇફ તેની બનાવટ ઉપર રહેલી છે અને કેવો યુઝ થાય છે. તેના પર આધારીત છે.
  • સ્કેવટીંગ પ્લેટ અને પાન બરાબર ક્લીન અને ડ્રાય હોવા જોઇએ.
  • સાબુ પાણીથી સાફ કરવા જોઇએ. જ્યારે ઉપયોગ કર્યા બાદ પુરતું ફ્લસીંગ થવું જોઇએ. જ્યારે લેટ્રીન / પીટ ભરાઇ જાય ત્યારે કોમ્યુનીટીને નુકશાન ન થાય એ રીતે યોગ્ય નિકાલ કરાવવો જોઇએ.

c) સુલભ શૌચાલય

  • “સુલભ શૌચાલય” મોડેલ પટણા સ્થિત એક કંપનીની શોધ છે. તે ઓછા ખર્ચે રેડતા-ફ્લશ. વોટર-સીલ પ્રકારના લેટ્રિન છે, જેનો ઉપયોગ હવે ભારતના ઘણા ભાગોમાં થાય છે. મૂળભૂત રીતે તે હેન્ડ ફ્લશ લેટ્રિન (દા.ત., આરસીએ પ્રકાર) નું સુધારેલ આવૃતિ છે. તેમાં ખાસ રચાયેલ પાન અને પાણીની સીલ શામેલ છે. તે ૩ ફૂટ ચોરસ અને ખાડા સાથે જોડાયેલ છે. મળમૂત્ર માના બેક્ટેરિયાનું વિઘટન થાય છે અને ખાતરમાં રૂપાંતરીત થાય છે

(4) સેપ્ટીક ટેન્ક

  • સેપ્ટીક ટેન્ક વોટર ટાઇપ હોય છે. ઘરમાં વપરાતી સેપ્ટીક ટેન્ક જે એક્સક્રીટા નિકાલ માટે અને ગટરના પાણીમાં નિકાલ માટે વપરાય છે. સેપ્ટીક ટેન્કની કેપીસીટી ઘરના મેમ્બર મુજબની કેપીસીટી હોય છે. ૨૦ થી ૩૦ ગેલનની હોય છે અને 500 ગેલન સુધીની કેપીસીટી હોય છે. ઇનલેટ અને આઉટલેટ પાઇપ બંને એક જ જગ્યાએ લાઇનમાં રાખવામાં આવેલા હોય છે. ગંદકી ઇનર પાઇપમાં જાય ત્યારે ટેન્કમાં નીચે બેસી જાય છે અને પાણી આઉટલેટમાં પાઇપમાંથી બહાર નીકળી જાય છે. ગટર કે લેટ્રીનની ટેન્ક ભરાય ત્યારે મ્યુનિસિપાલીટી દ્વારા ખાલી કરવામાં આવે છે.

(5) એક્વા પ્રાઈવે

  • એવા પ્રાઈવે સેપ્ટિક ટાંકીની જેમ કાર્ય કરે છે અને દેશના વિવિધ પ્રદેશોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પાણીથી ભરેલું ચુસ્ત ચેમ્બર હોય છે. લેટ્રિન ફ્લોરમાંથી ડ્રોપ પાઇપની ટૂંકી લંબાઈ પાણીમાં ડૂબી જાય છે. ટાંકીનો આકાર ગોળ અથવા લંબચોરસ હોઈ છે. ટાંકીનું કદ વપરાશકર્તાઓની સંખ્યા પર આધારિત છે. નાના કુટુંબ માટે એક ઘનમીટર (35 યુ.ફૂટ.) ની રાખવામા આવે છે, જે સફાઇ હેતુ માટે 6 વર્ષ અથવા તેથી વધુની મંજૂરી આપે છે. એકવા પ્રાઈવે જાહેર ઉપયોગ માટે પણ બનાવવામાં આવે છે. નાઇટ સોઈલ એનારોબિક પાચન દ્વારા શુદ્ધિકરણ કરે છે.

(C) કામચલાઉ લેટ્રીન

  • ટ્રેન્ચ લેટ્રીન જે ડીપ અને શેલો એમ બે ટાઇપના છે. જે ખાસ કરીને મેળો, કેમ્પ, સપ્તાહ વગેરે હોય ત્યારે કામ ચલાઉ લેટ્રીન વાપરવામાં આવે છે. જે વસ્તી પ્રમાણે રાખવામાં આવે છે. ગમે ત્યાં તેને લઇ જઇ શકાય છે. વાપર્યા પછી તેનો યોગ્ય નિકાલ જગ્યાએ ખાડામાં નિકાલ કરી ઉપર માટી નાખી ખાડો પુરી દેવામાં આવે છે.

a) શેલો ટ્રેંચ લેટ્રીન

  • આ લેટ્રિન સામાન્ય સાધનથી ખોદી શકાય છે. આ લેટ્રિન 30 સે.મી. (1 ફૂટ.) પહોળા અને 90-150 સે.મી. (3-5 ફૂટ) ઉંડા હોય છે. તેની લંબાઈ વપરાશકર્તાઓની સંખ્યા પર આધારિત છે. (100 લોકો માટે 3-3.5 મીટર (10-12 ફૂટ) જરૂર પડે છે.) સ્ત્રી અને પુરુષ માટે અલગ લેટ્રિન હોવા જોઈએ. આ લેટ્રિન જમીનની સપાટીથી ઉંચે હોવું જોઇએ .લોકોને દરેક સમયે લેટ્રિનનો ઉપયોગ બાદ મળ ને માટીથી કવર કરવાની સુચના આપવી જોઇએ. જો આ સૂચનાઓ અમલ ન થતો હોય તો સફાઇ કામદારો દ્વારા સફાઈ કરાવવી જોઇએ.
  • શેલો ટ્રેંચ લેટ્રીન એ ટૂંકા ગાળા માટે (એક અઠવાડિયા સુધી) પ્રારંભિક વ્યવસ્થા છે. જ્યારે લેટ્રિન જમીનના સ્તરથી નીચે 30 સે.મી. (12 ઇંચ) સુધી ભરાય જાય ત્યારે તેને માટીથી કવર કરેલુ હોવું જ જોઇએ.

(b) ડીપ ટ્રેંચ લેટ્રીન

  • આ પ્રકારના લેટ્રિન થોડા અઠવાડિયાથી થોડા મહિના સુધી લાંબા ગાળાના કેમ્પ માટે બનાવાયેલ છે. આ લેટ્રિન 1.8 થી 2.5 મીટર (6-8 ફૂટ.) ઉડા અને 75-90 સે.મી. (30-35 ઇંચ.) પહોળા છે. સ્થાનિક રિવાજોના આધારે, બેઠક અથવા સ્ક્વોટિંગ પ્લેટ પ્રદાન કરવામાં આવે છે. એક સુપર સ્ટ્રક્ચર પ્રાઈવસી અને સુરક્ષા માટે બનાવવામાં આવે છે.

(2) સુએજ એરીયા : (ગટર વ્યવસ્થા)

(1) ગટર યોજના અને ગટરના પાણીનો નિકાલ

  • ગટર યોજના અથવા ગટરના પાણીનો નિકાલ અને સુએજ ટ્રીટમેન્ટ વોટર કેરેજ સીસ્ટીમ અથવા સેવર્ડ સીસ્ટીમ એટલે કે ઘરમાંથી નીકળતો મળ મુત્ર અને ગંદા પાણીનો નિકાલ કરી તેને ભેગું કરી સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતું પાણી વેસ્ટ વોટર કોમર્શીયલ વેસ્ટ જે અન્ડર ગ્રાઉન્ડ પાઇપ દ્વારા ભેગુ કરી ગામથી દુર આ પાઇપ દ્વારા પાણી લઇ જઇ તેને ચોખ્ખું કરવામાં આવે છે. તેને સુએજ ટ્રીટમેન્ટ કહે છે.
  • ૧૯૬૨ મુદ્દાલીયર કમીટીના જણાવ્યા મુજબ શહેરી લોકો વિસ્તારના ૧૫% લોકો ગટર વ્યવસ્થાનો લાભ લે છે. ૧૮૬૭ માં ભારતમાં સૌ પ્રથમ કલકત્તામાં ગટર યોજના શરૂ થઇ.
  • વોટર કેરિસ સિસ્ટમમાં હ્યુમન એક્સક્રીટા, કચરો ભેગો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. આવી રીતે ઘણી જગ્યાએથી કચરો તેમજ હ્યુમન એક્સક્રીટા નિકાલ કરવામાં ન આવે તો કોમ્યુનિટીની હેલ્થને નુકશાન કરે છે.

હેન્ડલિંગ એનિમલ એક્સક્રીટા (પ્રાણીઓના મળમુત્રનો નિકાલ)

મોર્ડન સ્વેઝ ટ્રીટમેન્ટ (આધુનિક રીતે મળમુત્રનો નિકાલ)

1) પ્રાથમિક ટ્રીટમેન્ટ

a) સ્ક્રીનીંગ

  • શહેરમાંથી નીકળતું ગટરનું પાણી સૌપ્રથમની જે ટ્રીટમેન્ટ આપવામાં આવે તેને સ્ક્લીનીંગ કહે છે. જેમાં સળિયાની ઝાળીમાંથી પાણી પસાર કરવામાં આવતું હોવાથી મોટો કચરો ઝાળીમાં અટાકાય જશે અને પાણી પસાર થઇ જાય છે.

b) ગ્રીટ ચેમ્બર

  • આ ૧૦ થી ૨૦ મીટર લાંબુ હોય છે જેમાં પાણીને 30 સેકન્ડ રાખવામાં આવે છે. જેમાં ભારે વસ્તુ તળિયે બેસી જાય છે.

c) પ્રાઈમરી સેડીમેન્ટેશન

  • આમાં જે પાણી આવે તેને ૬ થી ૮ કલાક સુધી રાખવાથી ઓર્ગેનીક મેટલ સેટલ ડાઉન થઇ જાય છે. જેને સ્લજ કહે છે.

2) સેકન્ડરી ટ્રીટમેન્ટ

  • આમાં સેટલ ડાઉન થયેલ સ્લજને દુર કરવામાં આવે છે. ત્યારબાદ બચેલું પાણી બહું મોટાં બાંધેલ તળાવમાં આ પાણીને રાખવામાં આવે છે. તેને સૂર્યના પ્રકાશથી દિવસો સુધી આ પાણી ભરાઇ રહે છે.
  • ત્યાર પછી આ પાણીને સિંચાઇ માટે આપવામાં આવે છે. સિંચાઇમાં અલગ ક્યારામાં વનસ્પતિ અથવા તો અનાજ વાવી તેનો પ્રયોગ કરવામાં આવે છે. આ હોજમાં પડી રહેલા સ્લજને સુકવી તેનો ખાતર તરીકે યુઝ થાય છે.

3) અન્ય

  • ગટરના પાણીનો નિકાલ નદીમાં કરવામાં આવે છે.
  • દરીયામાં, તળાવમાં ઠાલવવામાં આવે છે.
  • સુર્યના કિરણોથી પાણી શુધ્ધ થાય છે.

બાવડા ટાઇપ લેટ્રીન

  • R.H.T.C. (રૂરલ હેલ્થ ટ્રેનીંગ સેન્ટર) બાવડા ખાતે છે. જ્યાં W.H.O. ની માન્યતા મળેલ છે. જે બાવડા ટાઇપ લેટ્રીન તેમજ હેલ્થ ફલસીંગ લેટ્રીનનું મોડેલ બનાવીને તેનું શિક્ષણ આપવામાં આવે છે. આ લેટ્રીન બનાવવાની સબસીડી આપવામાં આવે છે. નાનું લેટ્રીન હોય તો અને નાનું ફેમીલી હોય તો ૬ થી ૮ વર્ષ સુધી આ લેટ્રીન ભરાઇ જાય ત્યારે તે ખાડામાં માટી નાખી બંધ કરી દેવામાં આવે છે. અને બાજુમાં બીજો ખાડો બનાવવામાં આવે છે. પહેલો બંધ કરેલો ખાડો ૬ થી મહિના બાદ ખોલવામાં આવે છે. જે માટીનો ખાતર તરીકે યુઝ કરાય છે

મેથડ ઓફ વેસ્ટ ડિસ્પોઝલ (કચરાના નિકાલની પધ્ધતીઓ)

  • ઘરમાંથી નીકળતો કચરો, શેરીમાંથી, ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર તેમજ કોમર્શીયલ વેસ્ટ એટલે આ બધા કચરાનો યોગ્ય નિકાલ કરાય તો તે આરોગ્યને નુકશાનકર્તા છે.
  • ઓર્ગેનીઝમનો ગ્રોથ થાય છે.
  • રોગ થાય છે.
  • એન્વાયરમેન્ટમાં વાસ આવે છે.
  • ઉંદર, માખી, મચ્છરનો ઉપદ્રવ થાય છે.
  • વોટર પોલ્યુશન થાય છે.
  • એર પોલ્યુશન થાય છે.

ટાઇપ્સ ઓફ રીફ્યુઝ(નિકાલ)

શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો કચરો સરખામણીમાં થોડો અલગ પડે છે. આ કચરો ઘરમાં હોય કે શેરીમાં પણ તે આરોગ્યને નુકશાન કરે છે.

  • 1) ઘરેથી નિકાલ
  • 2) શેરીથી નિકાલ
  • 3) બજારથી નિકાલ
  • 4) સ્ટેબલ નિકાલ
  • 5) ફેક્ટરીથી નિકાલ

1) ઘરેથી નિકાલ

  • આમાં કાગળ પુંઠા,શાકભાજીનાં છોતરા, વાસીખોરાક, ઝાડનાં ફળ ફુલ પાંદળા, રસોડાનો કચરો, સડી ગયેલ ચીજવસ્તુનો કચરો,કાચ,મેટલ વગેરે. સોલીડ કચરો આ ઉપરાંત પ્લાસ્ટીક મટીરીયલ્સ, ફાયબર મટીરીયલ

2) શેરીથી નિકાલ

  • ઘરમાંથી નીકળતો કચરો લોકો શેરીમાં ફેંકી દે છે. જેમાં પ્લાસ્ટીક, કાગળો, પુંઠા,ખોખા, પ્રાણીઓના મળમુત્ર કોઇ મરેલુ પ્રાણી હોય છે.

3) બજારથી નિકાલ

  • માર્કેટ મુજબ કચરો નીકળે છે. જો શાક માર્કેટ હોય તો સડેલા શાકભાજી. કાપડ માર્કેટ માંથી ટુકડાં મટન માર્કેટમાંથી સડેલું માંસ, બોન્સ, બ્લડ, અનાજ માર્કેટમાંથી સડેલ અનાજ વગેરેનો સમાવેશ થાય છે.

4) સ્ટેબલ નિકાલ

  • પ્રાણીઓના કચરામાં તેના મળ મુત્ર, ઘાસ વગેરેનો સમાવેશ થાય છે.

5) ફેક્ટરથી નિકાલ

  • આમાં કલર, રસાયણ,મેટલ. ધુમાડો વગેરેનો સમાવેશ થાય છે.

કચરો આ ફોર્મમાં જોવા મળે છે.

  • 1) સોલિડ
  • 2) લિક્વિડ
  • 3) ગેસીસ

મેથડ ઓફ રિફ્યુઝ ડિપોઝલ

(1) બર્નિંગ

  • આમાં કચરાને બાળીને તેનો નિકાલ કરવામાં આવે છે. તેમાં સાચી મેથડ એ છે કે ખાડો કરી તેમાં કચરો બાળવામાં આવે છે. જેમાં ઘર, શેરી, હોસ્પીટલનો કચરો ઇન્સીનરેટરમાં બાળવામાં આવે છે. હોસ્પિટલનો કચરો બાયો મેડિકલ વેસ્ટમાં આપવામાં આવે છે.
  • આ મેથડ સારી પણ સાથે સાથે નુકશાનકર્તા પણ છે. કારણ કે કચરો બાળવાથી ધુમાડથી હવા દુષિત થાય છે કેમ કે અમુક કચરો બાળવાથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. સીધી સપાટી પર કચરો બાળવો નહિ.

(2) ડમ્પીંગ

  • ડમ્પીંગ મેથડ એટલે ખાડો કરીને કચરાને દાટી દેવો. જેના કારણે માખી, મચ્છર, ઉંદરનો ઉપદ્રવ થતો નથી. કચરાને ખાડામાં નાખ્યા પછી ઉપર ૯ ઇંચનું માટેનું લેયર કરવામાં આવે છે.

(3) કમ્પોસ્ટિંગ મેથડ

  • કમ્પોસ્ટીંગ મેથડ એટલે મળ મુત્ર તેમજ કચરાના નિકાલ માટે આ મેથડ વપરાય છે. ઇન્ડિયામાં ટાઉન અને નાનાં સીટીમાં આ મેથડનો યુઝ થાય છે. તેમાં ૩ ફુટનો ખાડો કરી તેમાં કચરો અને મળ મુત્રનો થર કરવામાં આવે છે. સૌથી ઉપરનું થર કચરાનું રાખાવામાં આવે છે. અને તેમાં બેક્ટેરિયલ એક્શન અને કેમીકલ એકશન થાય છે. ખાડો ધીમે ધીમે ઠંડો થાય છે. ૬ મહિના પછી આનું કમ્પલીટ ખાતર તૈયાર થાય છે. આને હોટ ફીમેન્ટેશન પ્રોસેસ (આથો) પણ કહેવામાં આવે છે.

(4) કંટ્રોલ ટિપિંગ

  • આ મેથડ ગામથી દુરના ભાગે ૩ ફુટના ખાડામાં કચરો ભરી માટી નાખીને બંધ કરવામાં આવે છે. ધીમે ધીમે તેમાં કેમીકલ અને બેક્ટેરીયલ એક્શન થાય છે. થોડા મહિના બાદ આ ખાડો ઓપન કરી જે કચરાને સરફેસ ઉપર પાથરવામાં આવે છે. આ ખાડો ફરી પાછો યુઝ કરી શકાય છે.

(5) શોર્ટિંગ (અલગ કરવું)

  • આમાં દરેક કચરાને અલગ પાડવામાં આવે છે. જેમાં પુંઠા, કાંકરા, ધુળ, કાગળ વગેરેની – પ્રોસેસીંગ કરી નવું મટીરીયલ્સ બનાવવા માટે યુઝમાં લેવાય છે.
  • દા.ત. નવા પુંઠા,નવા કાગળા, નવા પ્લાસ્ટીક, નવી ઇંટ કાચના ટુકડા રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

હઝાર્ડ ઓફ વેસ્ટ (કચરાનું જોખમ)

કચરાનું જોખમ ઘટાડવા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા :

  • ૧) ક્લીન એન્વાયરમેન્ટ
  • ૨) ટ્રેપીંગ
  • ૩) રોડેન્ટીસાઇટસ
  • ૪) ઇન્સેક્ટીસાઇટસ
  • ૫) ફ્યુમીગેશન
  • ૬) ઇમ્પ્રુમેન્ટ ઓફ સેનીટેશન

૧) ક્લીન એન્વાયરમેન્ટ

  • આજુબાજુનું વાતવરણ ક્લીન હોવું જોઇએ. જેમાં ધુમાડો ન આવતો હોવો જોઇએ. સ્મેઇલ ન આવતી હોવી જોઇએ. માખી મચ્છર નહોવા જોઇએ. બેક્ટેરીયા ન હોવા જોઇએ અને વ્યક્તિ દિઠ રહેવા માટેની પુરતી જગ્યા હોવી જોઇએ. સેનેટરી ફેસીલીટીહોવી જોઇએ. બંધ ગટરો હોવી જોઇએ. કચરાનો નિકાલ યોગ્ય રીતે થતો હતો.

2) ટ્રેપીંગ

  • પહેલાના જમાનામાં ઉંદરને પકડવા માટેના પાંજરા મુકવામાં આવતા અને તેને દુર છોડી દેવાતા આવતા જેથી ઉંદરની સંખ્યા ઓછી થતી પણ પાછી ઉત્પત્તિ થઇ જતી હતી.

૩) રોડેન્ટીસાઇટસ

  • બેરીયમ કાર્બોનેટ અને ઝીંક, ફોર ફાઇડ જે ઉંદર મારવાની દવા છે. ચાર ભાગ ઘઉંનો લોટ એક ભાગ બેરીયમ કાર્બોનેટ નાખી ગોળી બનાવવી. જે ઉંદરના દર હોય ત્યાં નાખવી
  • ૧૦ ભાગનો ઘઉં નો લોટ અને એક ભાગ ઝીંક ફોસ્ફાઇડ લઇ મીક્સ કરી ગોળી બનાવી જ્યાં ઉંદરના દર છે ત્યાં નાખો ઝીંક ફોસ્ફાઇડથી ઉંદર ત્રણ કલાકમાં જ મરી જાય છે.
  • આ દવા બનાવતી વખતે ગ્લોવ્ઝ પહેરીને જ બનાવવી જોઇએ.

૪) ઇન્સેક્ટીસાઇટસ

  • D.D.T. ૫ % છંટકાવ કરવો આ ઉપરાંત મચ્છર માટે ઓલ આઉટ, ગુડ નાઇટ, ઓડોમસ ક્રીમ. કછુઆ છાપ અગરબત્તી જે મચ્છર ન કરડે તે માટે વાપરવામાં આવે છે. કારણ કે તેની સ્મેઇલથી મચ્છર દુર જતાં રહે છે. રૂમ બંધ કરી ઓલ આઉટ ચાલુ કરો તો બે ભાન થઇ જાય છે. આ ઉપરાંત પાણીના ટાંકામાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે ઓઇલ નાખવા આવે છે. જે લારવા ખાઇ જાય છે. આ ઉપરાંત કેમિકલ્સ વડે પોતા કરવામાં આવે છે. જેથી માખી ઘરમાં રહેતી નથી.
  • આ ઉપરાંત શેરીઓમાં ઉકરડા પર રસ્તા પર D.D.T.નો છંટકાવ કરવામાં આવે છે.

૫) ફ્યુમીગેશન

  • સાઇનો ગેસ પંપમાં ભરી સ્પ્રે કરવામાં આવે છે. જેથી જીવજંતુ મરી જાય છે. જે વ્યક્તી ફીમીગેશન કરે છે તે વ્યક્તિ ટ્રેન હોવી જોઇએ. (હોસ્પીટલમાં ફ્યુમીગેશન ફોર્મેલીન સોલ્યુશનથી કરવામાં આવે છે.)

૬) ઇમ્પ્રુમેન્ટ ઓફ સેનીટેશન

  • ઘરનું અને ગોડાઉનનું બાંધકામ રેટ પ્રુફ હોવું જોઇએ. બારી બારણા બરાબર ફીટ બંધ થતા હોવા જોઇએ. ઉંદરની ત્રણ જરૂરીયાત ખાસ હોય છે. ખોરાક, પાણી અને છુપાવવાની જગ્યાનો સમાવેશ થાય છે. જો આવી જગ્યા ન મળે તો કાયમી ઉંદરનો નાશ કરી શકાય છે.

જેમાં

  • (૧) પ્રોપર ખોરાકનું સ્ટોરેજ કરવું.
  • (૨) ઘરનો કચરો ભેગો કરી ઢાંકણવાળા ડબામાં રાખવો અને યોગ્ય નિકાલ કરવો.
  • (૩) જ્યાં ઉંદરના દરો હોય ત્યાં સીમેન્ટ કોંક્રીટથી બંધ કરવા.

ઉંદરથી ફેલાતા રોગો

પ્લેગ બે ટાઇપના હોઇ છે.

  • ન્યૂમોનીક પ્લેગ
  • બ્યુબોર્નીક પ્લેગ
  • લેપ્ટોસ પાયરોસીસ
  • રેટ બાઇટ ફીવર
  • જીવજંતુથી ફેલાતા રોગો
  • મેલેરીયા
  • ફાઇલેરીયા
  • ચીકનગુનિયા
  • ડાયેરીયા
  • વોમીટીંગ
  • ડેન્ગ્યુ
Published
Categorized as Uncategorised