FY – ANM – HP – ENVIRONMENTAL SANITATION UNIT – 2 SAFE WATER-UPLOAD

યુનિટ – 2

સેફ વોટર (સલામત પાણી)

વોટર (પાણી)

  • માનવ શરીરમાં આશરે 65-70% પાણીનો સમાવેશ થાય છે. સેઇફ વોટર એ મનુષ્યની પાયાની જરૂરીયાત છે. ડેવલપીંગ કન્ટ્રી અને ઇન્ડિયામાં મોટા પ્રમાણમાં સેઇફ વોટર મળતું નથી ૫૦% બિમારી પીવાના પાણીથી જોવા મળે છે. કોમ્યુનીટીમાં જરૂર પુરતું અને સ્વચ્છ પાણી દરેકને મળવું જોઇએ W.H.O. એ ૧૯૮૦ માં ઇન્ટરનેશનલ હેલ્થ એજન્સી દ્રારા એક સ્લોગન બહાર પાડયુ છે.

“સેફ વોટર ફોર ઑલ બાય 1990”

  • તેમજ એક ગોલ બહાર પાડ્યો છે કે “હેલ્થ ફોર ઓલ બાય ધ યર 2000”

સલામત પાણીના ગુણધર્મો

  • પીવાલાયક પાણી અશુદ્ધિઓ વિના હોવુ જોઈએ.
  • પાણીમાં નુકશાનકર્તા બેક્ટેરીયા ન હોવો જોઇએ.
  • તે સલામત અને આરોગ્યપ્રદ હોવું જોઈએ.
  • તે સ્વચ્છ, પેથોજેનિક સજીવોથી મુક્ત, ઝેરી પદાર્થોથી મુક્ત હોવુ જોઈએ.
  • પાણીમાં કેમીકલ્સ ન હોવા જોઇએ.
  • પીવામાં સ્વાદવાળું હોવું જોઇએ.
  • ક્લીયર અને સ્મેઇલ વગરનું હોવું જોઇએ.
  • તે રીએક્શન આલ્કલાઇન હોવું જોઇએ.
  • તે માનવીય વપરાશ માટે નિર્ધારિત ધોરણોને નીચે મુજબના સોલિડ્સ અને
    ટર્બિડિટીથી મુક્ત હોવુ જોઈએ, એટલે કે સાધારણ નરમ (50-100 પી.પી.એમ) હોવું જોઇએ. પરંતુ સહેજ સખ્તાઇ (100-150 પી.પી.એમ) સ્વીકાર્ય છે પરંતુ આ સ્તરથી વધુ પડતી કઠિનતા અસ્વીકાર્ય છે.

પાણીના ઉપયોગો

  • પાણીનો ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેમાં સોશિયલ, ઇકોનોમીકલ અને ઇન્ડસ્ટ્રીઝઅલ ડેવલોપમેન્ટ માટે જરૂરીયાત પુરતું પાણી સપ્લાય થવું જોઇએ.

1) ઘર વપરાશ

  • આમા ડ્રીંકીંગ, બાથીંગ, વોશિંગ, કુકીંગ,ક્લિનીગ વગેરેનો સમાવેશ થાય છે.

2 ) જાહેર વપરાશ

  • આમા ફાયર, સ્ટ્રીટ વોશિંગ, ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.

3) ફેક્ટરી વપરાશ

  • આમાં ઘણી ઇન્ડસ્ટ્રીઝ, આર્યન ઇન્ડસ્ટ્રીઝ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, પેપર મિલ, ક્લોથ મીલ વગેરેનો સમાવેશ થાય છે.

4) ખેતી વપરાશ

  • છોડ અને પાકની સિંચાઈ માટે

પાણીની જરૂરીયાત

  • માથાદીઠ દરરોજ પર હેડ ૧૫૦ થી ૨૦૦ લીટર (૩૦ થી ૪૦ ગેલન) દરરોજનું પાણી જોઇએ. હાલમાં વ્યક્તિદીઠ ૫૦ લીટર પાણી જોઇએ.

ક્લાઇમેન્ટ અનુસાર,

  • 1 ગેલન = 5 લીટર
  • 30 X 5 = 150 લીટર
  • 40 X 5 = 200 લીટર

સોર્સ ઓફ વોટર

વોટરના મેઇન 3 સોર્સ છે જેમાં

  • (1) રેઇન
  • (2) સરફેસ વોટર
  • (3) ગ્રાઉન્ડ વોટર

(1) રેઇન (વરસાદ)

  • વરસાદ એ પ્રાઇમ સોર્સ છે. જે નેચરલ પ્યોર પાણી આપે છે.

ફીઝીયોલોજીકલ

  • ક્લીયર, બ્રાઇટ અને સ્પાર્કલીંગ હોય છે.

કેમીકલી

  • સોફ્ટ વોટર છે.

બેક્ટેરીયોલોજીકલ

  • તેમાં નુકસાન કર્તા બેક્ટેરીયા હોતા નથી.

રેઇન વોટર (વરસાદનુ પાણી) વાતાવરણમાંથી આવે ત્યારે ચોખ્ખું હોય છે. પણ ગ્રાઉન્ડ ઉપર પડે ત્યારે તેમાં અશુધ્ધીઓ ભળે છે. જેમાં ધુળ, કચરો, બેક્ટેરીયા તેમજ ઘણી અશુધ્ધીઓ માટે રેઇન વોટરને કેરફુલી કલેક્ટ કરીને સ્ટોર કરવું જોઇએ. જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં વરસાદના પાણીને પીવા માટે સાચવવું પડે છે.

(2) સરફેસ વોટર (જમીન પરનું પાણી)

  • વરસાદનું પાણી જમીન પર પડતા તેને સરફેસ વોટર કહે છે. જેમાં ઘણી બધી અશુધ્ધીઓ ભળે છે. ઇન્ડિયાની અંદર ઘણાં બધા સીટી ટાઉન એવા છે કે જે સરફેસ વોટર પર આધારીત છે.

જેમાં નીચે પ્રમાણે સરફેસ વોટર સાચવવામાં આવે છે.

  • લેક (તળાવ)
  • રીવર ટેન્ક

(A) તળાવ

  • તળાવ જમીન ખોદીને બનાવેલું હોય છે. જેમાં વરસાદનું પાણી સાચવવામાં આવે છે. તળાવના પાણીમાં પોલ્યુશન ન થાય તેનું ધ્યાન રાખવું. જેમાં ઢોર નવડાવવા, માણસના કપડા ધોવા, નાહવું, તેનાથી તળાવ ગંદુ થાય છે. પીવાના ઉપયોગમાં લઇ શકાતું નથી. તેને પ્યુરીફીકેશન કરાવવું જોઇએ.

(B) રીવર (નદી)

  • નદીમાંથી પાણી સપ્લાય થાય છે. નદી હંમેશા પ્રદુષિત હોય તે પીવાલાયક હોતું નથી. ઘણી એવી નદીઓમાં ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો કચરો તેમાં ભળે છે. ડ્રેનેજનું પાણી પણ ભળે છે. તેમજ લોકો કપડા ધુએ છે. નાહવાનું કાર્ય કરે છે. પ્રાણીઓને નવડાવે છે. જેનાથી નદીનું પાણી પ્રદુષિત થાય છે.

(C) ટેન્ક (ટાંકી)

  • ટેન્કમાં સરફેસ વોટરને સ્ટોર કરવામાં આવે છે. ઇન્ડીયામાં વિલેજમાં આમાંથી પાણી સપ્લાય થાય છે. ટેન્ક વોટર વાપરવા માટે તેમજ પીવા માટે સેઇફ હોતું નથી ટેન્કની આજુ બાજુના એરિયામાંથી ધોવાઇને આવેલું પાણી ભેગું થાય છે. તેમાં સતત પોલ્યુશન હોય છે. લોકો કપડા ધુએ છે. ન્હાય છે.. જો આને પીવાલાયક બનાવવું હોય તો પ્યુરીફિકેશન કરાવવુ પડે.

(3) ગ્રાઉન્ડ વોટર (ભુગર્ભ પાણી)

  • જ્યારે વરસાદનું પાની જમીનમાં ઉતરી જાય છે. તેને ગ્રાઉન્ડ વોટર કહે છે. જમીનમાંથી પાણી ગળાઇને ઉતરે છે તેથી શુધ્ધ હોય છે.

ગ્રાઉન્ડ વોટરના ફાયદા

  • સરફેસ વોટર કરતા ઉત્તમ છે કારણ કે તેમાં પેથોજનીક ઓર્ગેનીઝમ હોતા નથી.
  • તેને શુધ્ધ કરવા માટે કોઇ ટ્રીટમેન્ટની જરૂર નથી.
  • તેનું સપ્લાય જ્યારે જોઇએ ત્યારે મળી રહે છે.

ગ્રાઉન્ડ વોટરના ગેરફાયદા

  • સરફેસ વોટર કરતાં આ પાણી હાર્ડ હોય છે.
  • તેને પમ્પીંગ કરીને બહાર કાઢવું પડે છે.
  • (A) વેલ્સ (કુવા)
  • (B) સ્પ્રિંગ્સ (ઝરણાં)

(A) વેલ્સ (કુવા)

  • ઇન્ડિયન વિલેજ અને ટાઉન માટે કુવો એ પાણીનું મુખ્ય પ્રાપ્તિસ્થાન છે.

કુવાના પ્રકાર

  • (a) શેલો (છીછરો)
  • (b) ડીપ (ઉંડો)

(a) શેલો વેલ (છીછરો કુવો)

  • શેલો વેલ એટલે છીછરો કુવો જેમાં જમીનનું પહેલુ અભેદ પડ ઉપર પાણીનો પુરવઠો મળી રહે છે. શેલો શબ્દ સાથે કુવાની ઉંડાઇને કોઇ સંબંધ હોતો નથી. શેલો વેલ ૧૦ ફુટથી ઓછી ઉંચાઇવાળા પણ હોય છે. ઘણીવાર ૩૦ થી ૫૦ ફુટ ઉંડા પણ હોય છે. ભારતમાં મોટા ભાગના કુવા શેલો વેલ ટાઇપના છે. શેલો વેલનું પાણી પીવા માટે સલામત હોતું નથી.

(B) ડીપ વેલ (ઉંડા કુવા)

  • ડીપ વેલ એટલે જમીનનું પહેલુ અભેદ પડ તોડીને તેની નીચે પાણીનો પુરવઠો મળી રહે છે. અભેદ પડ તોડીને ડીપ વેલ બનાવેલ હોય છે. આ કુવો ઉંડો હોય છે. તેનું પાણી પીવાલાયક હોય છે. પરંતુ બાંધ્યા વગરના ખુલ્લા ડીપ વેલનું પાણી નુકશાનકારક હોય છે.

(C) આર્ટિશિયન કુવો

  • આર્ટિશિયન કુવો એ પણ ડીપ વેલનો જ એક પ્રકાર છે. આ પ્રકારના કુવાના પાણીનાં પ્રેશર હોય છે અને ભેગુ થાય ઉછળે છે. આ પાણી હંમેશા રહે છે. કુવાને ખાલી કરો તો પણ ભરાય છે. ભારતમાં આવા પ્રકારના કુવા ખુબ જ ઓછા પ્રમાણમાં છે.

શેલો વેલ અને ડીપ વેલનો તફાવત :

આઇડલ વેલ, સેનીટરી વેલ (આદર્શ કૂવો) :

  • સેનીટરી વેલ એને કહેવાય જે
  • યોગ્ય જગ્યાએ હોય
  • બરાબર સારી રીતે બાંધેલ હોય
  • પ્રદુષિત વાતાવરણથી રક્ષિત હોય
  • સલામત પાણીનો પુરવઠો મળતો હોય
  • આવા કુવાને આદર્શ કુવો કહેવામાં આવે છે.

આદર્શ કુવો બાંધતી વખતે નીચેની મુદ્દા ધ્યાનમાં રાખવા જોઇએ.

  • 1) લોકેશન
  • 2) લાઈનીંગ
  • 3) પારાપેટ વેલ
  • 4) પ્લેટ ફોમ
  • 5) ડ્રેઇન
  • 6) કવરીંગ
  • 7) હેન્ડ પંપ
  • 8) ક્વોલીટી
  • 9) હેલ્થ એજ્યુકેશન

1.લોકેશન

  • કુવા માટે એવી જગ્યા પસંદ કરવી કે ૧૫ મીટર અથવા ૫૦ ફુટ સુધી તેની આજુ બાજુના વિસ્તારમાં કોઇ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઇએ તેમજ ઉંચી જગ્યાએ બાંધવો જોઇએ. કુવાના આકાર પ્રમાણે અંદરની સાઇડ પાકું પ્લાસ્ટર કરવું જોઇએ. જેથી સાઇડમાંથી દુષિત પાણી કુવામાં ન આવે.

2.લાઈનીંગ

  • લાઇનીંગ એટલે કુવાની અંદરની અને કુવા ઉપરની લાઇનીંગ ૬ મીટર અથવા ૨૦ ફુટ ઉંડે સુધી ઇંટ અથવા પથ્થરની સિમેન્ટ કોક્રીટનું ચણતર હોવું જોઇએ અને પાકુ પ્લાસ્ટર કરવું. કુવાના આકાર પ્રમાણે અંદરની સાઇડ પાકુ પ્લાસ્ટર કરવું જોઇએ. જેથી સાઇડમાંથી દુષિત પાણી કુવામાં ન આવે.

3.પારાપેટ

  • જમીનથી કુવાની ઉપર પાળી અથવા કઠોડો બનાવવો જોઇએ. તેમાં બને સાઇડે અંદર અને બહાર સિમેન્ટ કોક્રીટથી ચણતર કરી પાકુ પ્લાસ્ટર કરવું જોઇએ. આ પાળી બનાવવાથી કોઇપણ પ્રદુષણ અંદર જઇ શકતું નથી.

4.પ્લેટ ફોમ

  • ફુવાની આજુ બાજુ સિમેન્ટ કોંક્રીટનું ત્રણ ફુટ પહોળું પ્લેટ ફોર્મ બનાવવું જોઇએ અને તેમાં ઢાળ બહારની બાજુએ હોવો જોઇએ. જેથી પાણી ભરાઇ ન રહે.

5.ડ્રેઇન (ગટર)

  • કુવાના ઢાળ આગળ એક પાકી ગટરની વ્યવસ્થા હોવી જોઇએ. જેથી નકામુ પાણી ગટરમાં જતું રહે.

6.કવરીંગ

  • કુવાની ઉપર એક સિમેન્ટ કોક્રીટનું કવર હોવું જોઇએ અથવા તો જાળી તેમજ પતરાનું કવર હોવું જોઇએ. જેથી ઉપરથી કચરો અંદર ન પડે અને કુવાનું પાણી દુષિત ન થાય.

7.હેન્ડ પંપ

  • કુવા ઉપર હંમેશા હેન્ડ પંપ મુકેલો હોવો જોઇએ અથવા કુવામાંથી પાણી કાઢવા માટે એક જ ડોલ અને દોરી હોવી જોઇએ. અલગ અલગ વાસણ વાપરવાથી પાણી દુષિત થાય છે. ય છે.

8.ક્વાલિટી (ગુણવત્તા)

  • પીવાલાયક પાણીનો ટેસ્ટ કેવો છે તે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો જોઇએ. જેથી પીવાલાયક પાણી છે કે નહિ તેની ખબર પડે.

પાણી ત્રણ પ્રકારે ટેસ્ટ કરવામાં આવે છે.

  • ફીઝીકલ
  • કેમીકલ
  • બેકટેરીયોલોજીકલ ટેસ્ટ

અને ત્યાર પછી ઉપયોગમાં લેવામાં આવે છે.

9.હેલ્થ એજ્યુકેશન (આરોગ્ય શિક્ષણ)

  • જ્યારે કુવો બનાવીને લોકાપર્ણ કરવામાં આવે ત્યારે ઓથોરીટીવાળા એ લોકોને કુવાની સાચવણી તેમજ જાળવણી વિશે માહિતગાર કરવા જોઇએ. જેમાં વ્યક્તિગત, ફેમીલી અને કોમ્યુનીટીની જવાબદારી છે. કુવાની ચોખ્ખાઇ કેવી રીતે રહી શકે જેમાં કપડા ધોવાની, વાસણઘસવાની તથા સ્નાન કરવાની મનાઇ કરવી. કુવો સોપે ત્યારે કોઇ ગેરંટી આપવામાં આવતી નથી કે આ પાણીથી રોગ નહિં થાય ચોખ્ખા વાસણથી કુવામાંથી પાણી બહાર કાઢવાની એડવાઇઝ આપવી. સમયાંતરે કુવામાં ક્લોરીનેશન કરાવવું. કુવાની આજુ બાજુ હવાડો કે લેટ્રીન ન હોવા જોઇએ.

ટ્યુબ વેલ

  • ઇન્ડિયામાં ઘણી જગ્યાએ પીવાના પાણી માટેનો ઉપયોગ થાય છે. આ સક્ષેસ ફુલ સોર્સ છે. બીજા શેલો વેલના કમ્પેરીઝનમાં આ પાણી બેક્ટેરીયોલોજીકલ સેફ છે. રૂરલ કોમ્યુનીટીમાં તેનો ખુબ જ ઉપયોગ થાય છે. જમીનમાં પહેલા અભેદ પડને તોડીને ડ્રીલીંગ કરી કાણું પાડી જમીનમાં ટ્યુબ ઉતારવામાં આવે છે. જમીનમાં રહેલા છેડા ઉપર ફુટવાલ મુકવામાં આવે છે. જેથી ગંદકી અંદર આવે નહિ જમીન ઉપર બીજા છેડા સાથે હેન્ડ પંપ ફીટ કરવામાં આવે છે. પાકુ સિમેન્ટ થાળુ બનાવવામાં આવે છે અને ડંકીને ફીટ કરવામાં આવે છે. ડંકીથી ૧૫ મીટર દુર ગટરની પાઇપ લાઇન હોવી જોઇએ. આજુ બાજુ પ્રદુષણ અટકાવવું જોઇએ. પાઇપ ૧૦૦ ફુટ ઉંડો પણ ઉતારવામાં આવે છે. ૫ થી ૧૦ વર્ષ તેમજ ૧૦ વર્ષ સુધી સંતોષકારક સર્વિસ આપે છે. જેમાં બે ટાઇપની ટ્યુબવેલ હોય છે. એક શેલો અને બીજો ડીપ પંજાબ, ચંદીગઢમાં આ ટ્યુબ જોવા મળે છે.

(2) સ્પ્રિંગ (ઝરણાં)

આમાં ગ્રાઉન્ડ વોટરને ચાર રીતે સરફેસ વોટરમાં સ્ટોર કરવામાં આવે છે.

  • શેલો સ્પ્રીન્ગ
  • ડીપ સ્પ્રીન્ગ
  • મીનરલ સ્પ્રીન્ગ
  • હોટ એન્ડ થર્મેલ સ્પ્રીન્ગ

કોમ્યુનીટીને સપ્લાય કરવાનો ઇમ્પોર્ટન્ટ સોર્સ નથી. પરંતુ નાના એવા ઓરિયામાં પાણી સ્પ્લાય થઇ શકે છે.

ઇમ્પ્યુરીટીઝ ઇન વોટર (પાણીની અધુધ્ધીઓ)

  • પાણી ક્યારેય શુધ્ધ હોતું નથી. જેમાં ઘણી અશુધ્ધી ભળેલી હોય છે.

(A) ડિસોલ્વડ્ ઇમ્પ્યુરીટીઝ (ઓગળે તેવી અશુધ્ધિ)

  • જોવા મળતી અશુધ્ધિઓ દેખાય તેવી તે ભળી જાય છે.

(1) ઇનઓર્ગેનિક

ગેસીસ

  • હાઇડ્રોજન, સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, નાઇટ્રોજન

સોલ્ટ

  • કેલિશયમ, મેગ્નેશિયમ, મેગ્નેટ, સોડિયમ, આયર્ન, લીડ

(2) ઓર્ગેનિક

  • એલ્યુમીનીયમ, એમોનીયા

(B) સસ્પેન્ડેડ ઇમ્પ્યુરીટીઝ (દેખાય તેવી તે ભળી જતી નથી.)

(1) ઇનોર્ગેનિક

  • માટી, કાંકરી, પથરા, રેતીના કણો.
  • પ્લાન્ટ ઓરીજીન (વનસ્પતી માંથી)
  • સુકાયેલા પાંદડા, ડાંખળા
  • એનિમલ ઓરીજીન (પ્રાણીમાંથી)
  • બેક્ટેરીયા, વાયરલ, ઓવા (ઇંડા), સીસ્ટ(પોરા)

વોટર પોલ્યુશન (પાણીનું પ્રદુષણ)

  • આજના મોર્ડન યુગમાં પણ પાણી અંદર પોલ્યુશન માણસ દ્વારા જોવા મળે છે. જેમાં કપડાં ધોવે, વાસણ ધોવે, નહાય, હાથ બરાબર ન ધોવે, વાહન ધોવે, મળમુત્ર વગેરેનો સમાવેશ થાય છે.

(1) સ્વેજ વેસ્ટ(ગટરનું પાણી)

  • આ વોટર પોલ્યુશનનો સીરીયસ સોર્સ છે. જેમાં દરેક ઘરમાંથી નીકળતું ગટરનું પાણી, મળમુત્ર,
  • પીવાના પાણી સાથે ભળે છે.

(2) ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ (ફેક્ટરી કચરો)

  • ફેક્ટરીમાંથી નીકળતો કચરો જે ટોકસીક એજન્ટ જે પીવાના પાણીમાં ભળે છે. જેમ કે નદી.
  • તળાવ જેમાં પાણીમાં રહેતા જીવને પણ નુકશાન થાય છે તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે.

(3) એગ્રીકલ્ચર (ખેતી)

  • આમાં ફર્ટીલાઇઝર દ્વારા એગ્રીકલ્ચર માટે વપરાતા પેસ્ટીસાઈડથી પાણીમાં પ્રદુષણ ભળે છે.

વોટર રિલેટેડ ડીસીસ

વાયરલ :

  • હીપેટાઇસ, પોલીયો માયલાયટીસ, રોટાવાઈરસ ડાયેરિયા ઈન ઈન્ટ

બેક્ટેરિયલ :

  • ડાયેરીયા, મરડો, ટાઇફોઇડ, કોલેરા

પ્રોટોજુઅલ :

  • એમોબીયાસીસ

હેલ્મીનથીક :

  • રાઉન્ડ વર્મ, થ્રેડ વર્મ, હુક વર્મ, ટેપ વર્મ

અધર્સ :

  • ચીકનગુનીયા, લેપ્ટોસ પાયરોસીસ

પ્રોટેક્શન ઓફ વોટર

  • હેલ્થ વર્કરની ડ્યુટી છે કે કોમ્યુનીટીમાં જે પાણી વપરાય છે તે સેઇફ વોટર છે. તે રૂરલ એરિયામાં હેલ્થ વર્કરની જવાબદારી છે.

તેમાં

  • 1) કોમ્યુનીટીમાં પાણીનો સોર્સ ક્યો છે ?
  • 2) વોટર સપ્લાય થાય છે તે ક્લોરીનેશન કરેલુ છે.
  • 3) પાણીનું સેમ્પલ લઇને એનાલાયસીસ માટે મોકલવું.
  • 4) ડંકી કે પમ્પ વર્કીંગ કંડીશનમાં લેવો જોઇએ ન હોય તો ઓથોરીટીને જાણ કરવી.
  • 5) કોમ્યુનીટીના લોકોને ડ્રીંકીંગ વોટર સેઇફમાં તે માટે લોકો ને સમજાવવું તેની અગત્યતા સમજાવવી
  • 6) ડ્રીંકીંગ વોટરનું સ્ટોરીંગ પ્રોપર મેથડથી કરવા માટે વોટર એડવાઇઝ આપવી.
  • 7) પ્યુરીફાઇડ મેથડ માટે એડવાઇઝ આપવી જેમાં ક્લોરીનેશન, એક્વાગાર્ડ સીસ્ટીમ, બોઇલીંગ કરીને પીવું.
  • 8) કંટામીનીટેડ વોટર દ્વારા એપીડેમીક ફેલાય છે. તેનાથી પ્રોટેક્શન કરવા માટે પગલા લેવા જોઇએ.

ટાઈપ્સ ઓફ વોટર

  • (1) સોફ્ટ વોટર
  • (2) હાર્ડ વોટર

(1) સોફ્ટ વોટર

  • સોફ્ટ વોટરમાં ખનીજ દ્રવ્યો ઓછા પ્રમાણમાં હોય છે. પીવાથી કાંઇ તકલીફ થતી નથી. સાબુનું ફીણ જલદી વળી જાય છે. કપડા સાફ થઇ જાય છે. અનાજ કઠોળ વગેરે બફાઇ જાય છે. આપણે તેને મીઠું
  • પાણી કહીએ છીએ.

(2) હાર્ડ વોટર

  • હાર્ડ વોટરમાં ખનીજ દ્રવ્યો વધુ હોય છે. સ્વાદમાં ખારા જેવું લાગે છે.

તેના પ્રકાર પડે છે.

  • (A) ટેમ્પરરી હાર્ડ વોટર
  • (B) પરમીનન્ટ હાર્ડ વોટર

હાર્ડ વોટરના કારણો

  • જેમાં બાયકાર્બોનેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભળેલા હોય છે.
  • સોલ્ટ, આયર્ન, ઝીંક, સીલીકા

(A) ટેમ્પરરી હાર્ડ વોટર

  • ટેમ્પરરી હાર્ડનેશ એટલે પાણી ઉકાળવાથી પાણીની અંદર રહેલા કેમીકલ થોડા વખત માટે પાણીમાંથી ક્ષરો દુર થાય છે. જેમાં બાયકાર્બોનેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ

(B) પરમીનન્ટ હાર્ડ વોટર

  • પાણીને ઉકાળવાથી હાર્ડનેસ જતું નથી જેમાં,
  • સલ્ફેટ, ક્લોરાઇડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ક્ષારો કાયમી હોય છે.

હાર્ડ વોટરના ગેરફાયદા

  • બળતણનો વધારે ઉપયોગ કરવો પડે છે.
  • તેમજ દાળ,કઠોળ લાંબા સમય સુધી બફાતું નથી.
  • જે વાસણમાં પાણી ગરમ કરો તેમા ક્ષાર જામી જાય છે.
  • માટલા પર વાઇટ કલરનો ક્ષાર જામી જાય છે.
  • કપડાં ધોવાથી લાંબા સમયસુધી સારા રહેતા નથી.
  • સાબુનો વ્યય થાય છે. કપડા ચોખ્ખા થતાં નથી.
  • બોઇલરમાં આજુ બાજુ ક્ષાર જામી જાય છે.
  • ઇન્ડસ્ટ્રીઅલ ડેવલોપમેન્ટ થતું નથી.
  • ટેમ્પરરી હાર્ડનેસ
  • પરમીનન્ટ હાર્ડનેસ

૧) બોઇલીંગ

  • ૧.પાણીમાં સોડીયમ બાયકાર્બોનેટ
  • ૨.કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ચુનો ભેળવવો જેથી પાણીની પરમેનન્ટ હાર્ડનેસ દુર થાય છે.
  • 3.સોડાબાય કાર્બ નાખવું
  • ૪.ચુનો કાર્બન ડાયોક્સાઇડને ચુસી લે છે.
  • સોડીયમ બાયકાર્બોનેટ ટેમ્પરરી અને પરમીનન્ટ હાર્ડનેસને રીમુવ કરે છે.

હાર્ડ વોટરમાં ઓગળેલા ક્ષારો

  • કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ, કાર્બોનેટકેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ
  • સોફ્ટ વોટરમાં ૫૦ મી.લી. ગ્રામ / લીટર
  • મોડરેટ વોટરમાં ૫૦ થી ૧૫૦ મી.લી. ગ્રામ / લીટર
  • હાર્ડ વોટરમાં ૩૦૦ થી વધારે મી.લી. ગ્રામ / લીટર
  • ડ્રીંકીંગ વોટર મોડરેટ હાર્ડ હોય છે. તે પીવા લાયક હોય છે.
  • (૫૦ થી ૧૫૦ મીલી ગ્રામ / લીટર)

પ્યુરીફિકેશન ઓફ વોટર (પાણીનું શુધ્ધીકરણ)

  • પાણી શુધ્ધ કરવાની જુદી જુદી જુની અને નવી પધ્ધતીઓ છે. કોઇપણ એક પધ્ધતિથી પાણી શુધ્ધ કરાતું નથી. પાણી શુધ્ધ અને વાપરવા લાયક બનાવવા માટે અનેક પધ્ધતિનો ઉપયોગ થાય છે.ગામડામાં અને સીટીમાં મ્યુનિસિપાલીટી દ્વારા અને કોર્પોરેશન દ્વારા નાના તેમજ મોટા પ્રમાણમાં પાણીનું શુધ્ધિકરણ કરે છે અને સપ્લાય કરે છે. જ્યાં આ સગવડતા ન હોય ત્યાં કુવો. નદી, તળાવ. સરોવર વગેરે જગ્યાએથી પાણી લઇ શુધ્ધ કરી કોમ્યુનીટીમાં પહોંચાડવામાં આવે છે. પાણી શુધ્ધ કરવું તે ઘણું જ જરૂરી છે

પાણી શુધ્ધ બે રીતે કરવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે.

  • 1) પ્યુરિફિકેશન ઓફ વોટર ઓન લાર્જ સ્કેલ (મોટા પાયે પાણીનું શુધ્ધી કરણ)
  • 2) પ્યુરિફિકેશન ઓફ વોટર ઓન સ્મોલ સ્કેલ (નાના પાયે પાણીનું શુધ્ધી કરણ)

1) પ્યુરિફિકેશન ઓફ વોટર ઓન લાર્જ સ્કેલ (મોટા પાયે પાણીનું શુધ્ધી કરણ)

  • અર્બનમાં વોટર સપ્લાય લાર્જ સ્કેલમાં થાય છે.

તેના ત્રણ સ્ટેજીસ છે. તે નીચે પ્રમાણે છે.

  • 1) સ્ટોરેજ (એકત્રીત)
  • 2) ફિલ્ટ્રેશન (ગાળણ)
  • 3) ક્લોરીનેશન

1) સ્ટોરેજ (એકત્રીત કરવું)

  • જ્યારે વરસાદ આવે ત્યારે પાણીનો સ્ટોર કરવો પડે છે. જેમાં ડેમ, ચેકડેમ, નદી, તળાવ. સરોવર, કુવા વગેરે અશુધ્ધ વોટર હોય છે. જેમાં ઘણી અશુધ્ધીઓ ભળેલી હોય છે.

તેમાં નેચરલી ત્રણ રીતે પાણી ચોખ્ખુ થાય છે.

  • a) નેચરલ મેથડ
  • b) કેમિકલ મેથડ
  • c) મેકેનિકલ મેથડ

(a) નેચરલ મેથડ

  • ફિઝિકલ
  • કેમિકલ
  • બાયોલોજીકલ

A.ફિઝિકલ નેચરલ મેથડ (ભૈતિક કુદરતી પધ્ધતી)

  • જેમાં ૯૦% સસ્પેન્ડેડ ઇમ્પુરીટી સેટલ થઇ નીચે બેસી જશે. ૨૪ કલાકની અંદર આ ઇમ્પુરીટી નીચે બેસી જાય છે. ત્યાર પછી પાણી ક્લીયર થાય છે. તેમાં સુર્યના કિરણો પડે છે. જે પાણી ફિલ્ટર થવા લાયક બને છે.

B.કેમિકલ નેચરલ મેથડ (રાસાયણીક કુદરતી પધ્ધતી)

  • સ્ટોર થયેલા પાણીમાં કેમીકલ ચેન્જીસ થાય છે. પાણીમાં રહેલા ઓક્સિજનને કારણે એરોબીક બેક્ટેરીયા પર અસર થાય છે. પાણીમાં એમોનિયાનું પ્રમાણ ઘટે છે અને નાઇટ્રાઇટનું પ્રમાણ વધે છે.

C. બાયોલોજીકલ નેચરલ મેથડ (જૈવિક કુદરતી પધ્ધતી)

  • સ્ટોરેજ પાણી ૫ થી ૭ દિવસમાં તેમાં રહેલા ૯૦% બેક્ટેરીયા મરી જાય છે. લાંબા સમય સુધી નદીનું પાણી સ્ટોર કરવામાં આવે તો અલગી વનસ્પતી થાય છે. જેનાથી પાણી ગંધાય છે અને કલરવાળુ થાય છે.

2) ફિલ્ટ્રેશન (ગાળણ)

  • આ સેકન્ડ સ્ટેજ છે. આમાં ૯૮ થી ૯૯% બેક્ટેરીયા ફિલ્ટ્રેશનથી દુર થાય છે.

જેમાં નીચેની બે મેથડ ફિલ્ટ્રેશનની છે.

  • a. સ્લો સેન્ડ ફિલ્ટ્રેશન (ધીમી ગતીએ ગારણ)
  • b. રેપિડ સેન્ડ ફિલ્ટ્રેશન (ઝડપી ગારણ)

A) સ્લો સેન્ડ ફિલ્ટ્રેશન (ધીમી ગતીએ ગારણ)

  • સ્લો સેન્ડ ફિલ્ટ્રેશન પ્રથમ 1804 માં સ્કોટલેન્ડ્સા કરવામાં આવ્યું હતું. હાલમાં દરેક જગ્યાએ આ મેથડનો ઉપયોગ થાય છે. પાણીના શુધ્ધિકરણ માટે સારામાં મેથડ છે. સ્ટાન્ડર્ડ મેથડ છે. સૌપ્રથમ રો વોટરને સેટલમેન્ટ ટેન્કમાં બે દિવસ સ્ટોર કરવામાં આવે છે. આ ટેન્કમાં નેચરલી પાણીનું શુધ્ધિકરણ થાય છે. જેમાં ૯૦% અશુધ્ધિ દુર થાય છે. પાણીમાં રહેલ ટર્બીડીટી ઓછી થાય છે. ત્યારબાદ બીજા સ્ટેપમાં જોઇએ તો ક્લીયર થયેલ પાણી સ્લો સેન્ડ ફીલ્ટર બેડમાં દાખલ કરવામાં આવે છે. જેને ફીલ્ટર બેડ કહે છે.

ફીલ્ટર બેડની રચના નીચે પ્રમાણે છે.

સેક્શન ફિલ્ટર બેડ :

  • 1.4 મીટર ઓફ સ્ટેન્ડિંગ
  • 1.2 મીટર ઓફ ગ્રેટેડ સેન્ડ
  • 0.4 મીટર ઓફ ગ્રેડેડ ગ્રેવ્ડ
  • સેન્ડ બેડમાં રેતીએ મુખ્ય ફિલ્ટર કરવાનું માધ્યમ છે. સેન્ડ બેડની થિકનેસ ૧.૨ મીટરની હોય છે. તેમાં ઝીણી રેતી હોય છે. ત્યાર પછી તેની નીચે ૦.૪ મીટરની મોટી કાંકરીની થિકનેસ હોય છે. ત્યારબાદ તળિયાના કાણાવાળા પાઇપ ગોઠવેલા હોય છે. જેમાં ઉપર સેન્ડ બેડમાંથી પાણી ફિલ્ટર થઇને નીચે કાણાવાળા પાઇપમાં આવે છે.
  • ત્યાં બધુ પાણી એકઠું થઈને મેઇન પાઇપ દ્વારા ફીલ્ટર થયેલું પાણી બીજી એક ટેન્કમાં ભેગું થાય છે. આ રીતે પાણી શુધ્ધ કરવાની રીતમાં ઘણા મીકેનીઝમનો ઉપયોગ થાય છે.

જેમાં

  • ૧) મીકેનીકલ સ્ટેઇનીંગ
  • ૨) સેડીમેન્ટેશન
  • ૩) એબ્સોર્શન
  • ૪) ઓક્સિડેશન
  • ૫) બેક્ટેરીયલ
  • આ દરેક વસ્તુ થોડા ઘણા અંશે ભાગ ભજવે છે પણ પાણીના શુધ્ધિકરણ માટે સેન્ડ બેડ ફિલ્ટરેશન અથવા તો રેતી મહત્વનો ભાગ ભજવે છે.
  • સેન્ડ બેડ ઉપર જુગલીયલ લેયર ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ જુગલીયલ લેયર પાતળું અને ચિકાસવાળું હોય છે. તેમાં પ્રોટોજુઆ, આલ્ગી અને બેક્ટેરીયા હોય છે. પાણી સેટલ મેન્ટ થયા પછી બે થી ત્રણ દિવસ આ લેયર બનતા થાય છે. બે થી ત્રણ સે.મી. જેટલું લેયર થાય છે. આ વાઇટલ લેયરને સેન્ડ બેડનું હાર્ટ ગણવામાં આવે છે. આ લેયરમાં નુકસાનકર્તા બેક્ટેરીયાનો નાશ થાય છે અને પાણી ૯૮% જેટલુ શુધ્ધ થાય છે. જેથી નવી સેન્ડ બેડ ઉપર જ્યાં સુધી વાઇટલ લેયર બરાબર તૈયાર ન થાય ત્યાં સુધી તેમાંથી ફિલ્ટર થયેલું પાણી વપરાશમાં લેવું હિતાવહ નથી. સ્લો સેન્ડ ફિલ્ટરમાં ૨ થી ૩ મીલીયન ગેલન પાણી દરરોજનું ફિલ્ટર થાય છે અથવા ૨ ગેલન/ સ્કવેર ફુટ / ૧ કલાક.
  • જો વાઇટલ લેયરની જાડાઇ વધી જાય તો તેમાંથી પાણી બરાબર ફિલ્ટર થઇ શકતું નથી. ફિલ્ટ્રેશનનું પ્રમાણ ઘટી જાય છે. ફિલ્ટર બેડની ક્ષમતા થોડા વિક પછી ઘટી જાય છે. તેને લોસ ઓફ હેડ કહે છે. વાઇટલ લેયરનું પ્રમાણ ૪ ફુટથી વધી જાય ત્યારે ફિલ્ટ્રેશન કરવું હિતાવહ ગણાય નહિં. આવા વખતે વાઇટલ લેયરના ઉપરના ભાગે ૨ થી ૩ સે.મી. જેટલું ઘસીનાખવું જોઇએ. આ ક્રિયાને સ્ક્રેપીંગ ક્લીનીંગ ઓફ ધ ફિલ્ટર કહે છે. બેડનું સ્ક્રેપીંગ વારંવાર કરવું જોઇએ સ્ક્રેપીંગ કરવાથી સેન્ડ બેડની જાડાઇ ૩૦ થી ૪૦ સે.મી. ઓછી થઇ જાય છે. ત્યારે પ્લાન્ટ ક્લોઝ કરી નવી સેન્ડ બેડ બનાવી શકાય છે.
  • પ્રોસેસ ફરીથી ચાલુ કરાવો. સેન્ડ બેડનો આ એક જ ગેરફાયદો છે કે તેને વારંવાર સેન્ડ બેડ બદલવી પડે છે.

(B) રેપીડ સેન્ડ ફિલ્ટ્રેશન (ઝડપી ગારણ)

  • પ્રથમ રેપિડ સેન્ડ ફિલ્ટરેશન શરૂઆત 1985 માં U.S.A. મા થઇ હતી.
  • (1) ગ્રેવિટી ટાઈપ (પેટરસન્સ ફિલ્ટર)
  • (2) પ્રેશર ટાઈપ (કેન્ડીસ ફિલ્ટર)

રેપીડ સેન્ડ ફિલ્ટ્રેશનમાં નીચે દર્શાવેલ અમુક સ્ટેપનો ઉપયોગ કરવામાં આવે છે.

  • 1) કોએગ્યુલેશન (ઘટીભવન)
  • 2) રેપીડ મિક્ષીંગ
  • 3) ફ્લોક્લુએશન (હલન ચલન)
  • 4) સેડીમેન્ટેશન (ઠારણ)
  • 5) ફિલ્ટ્રેશન (ગારણ)

(1) કોએગ્યુલેશન (ઘટીભવન)

  • રો વોટરને સૌપ્રથમ જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તે કેમીકલ કોએગ્યુલેશન મેથડથી આપવામાં આવે છે. (5 થી 40 mg) જેનાં ફટકડીનું પાણી કરીને રો વોટરમાં ભેળવવામાં આવે છે. જેમાં પાણીમાં રહેલી ટર્બિડીટી ને દુર કરવામાં આવે છે. પાણીની ટર્બિડીટી પ્રમાણે ફટકડી વાપરવામાં આવે છે.

(2) રેપીડ મિક્ષીંગ

  • ફટકડી નાખ્યા પછી તે પાણીને થોડી મીનીટ મિક્ષીંગ ચેમ્બરમાં ભરવામાં આવે છે. મીકેનીકલ સાધનો વડે પાણીને એલમ સાથે મીક્સ કરવામાં આવે છે. જેથી એલમ પાણીમાં બરોબર મીક્સ થઇ જાય છે.

(3) ફ્લોક્યુએશન (હલન ચલન)

  • પાણીમાં એલમ મીક્સ થયા પછી પાણીને ફ્લોક્યુએશન ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે છે. જ્યાં તેને ધીમે ધીમે મીકેનીકલ સાધનો વડે ૩૦ મીનીટ સુધી હલાવવામાં આવે છે. જેને કારણે પાણી ઘટ બને છે.

(4) સેડીમેન્ટેશન (ઠારણ)

  • પાણી ઘટ થયા પછી પાણીને સેડીમેન્ટેશન ટેન્કમાં ભરવામાં આવે છે. જ્યાં તેને ૨ થી ૬ કલાક સુધી રાખવામાં આવે છે. પાણી સેટલ થઈ જાય છે. કચરો તળિયે બેસી જાય છે અને પાણી ચોખ્ખુ થઇ જાય છે.

(5) ફિલ્ટ્રેશન (ગારણ)

  • ત્યારબાદ પાણીને ફિલ્ટર બેડમાંથી પસાર કરવામાં આવે છે. જેમાં ૯૯% પાણી શુધ્ધ થાય છે. આ ફિલ્ટર થયેલું પાણી ફિલ્ટર વોટર સ્ટોરેજમાં ભરવામાં આવે છે. તે પહેલા તેમાં ક્લોરીન ભેળવવામાં આવે છે. રેપિડ સેન્ડ ફિલ્ટરમાં જેવી જ સેન્ડ બેડ હોય છે. ફિલ્ટર થયેલું પાણી ત્યારે જ પ્યોરીફાઇ કહેવાય કે જ્યારે ફાઇનલ સ્ટેપ તરીકે ક્લોરીનેશન કરવામાં આવે છે.
  • રેપિડ સેન્ડ ફિલ્ટ્રેશનમાં પણ સ્લો સેન્ડ ફિલ્ટ્રેશન જેવું જ જુગલીયલ તેમજ વાઇટલ લેયર હોય છે. ફિલ્ટરના કારણે તેના પર ગંદકી એકઠી થાય છે. જેથી આ બેડને વારંવાર સાફ કરવી પડે છે.
  • આ બેડની સાફ કરવાની પ્રક્રિયાને બેડ વોશિંગ કહેવાય છે. જેથી તેમાં રહેલી ગંદકીને દુર કરવામાં આવે છે. જેમાં ૧૫ મિનિટ જેટલો સમય લાગે છે. ત્યારબાદ ફરીથી બેડ વાપરવા માટે તૈયાર થઇ જાય છે. જ્યારે સ્લો સેન્ડ ફિલ્ટ્રેશનમાં એકીવાર બેડ વાપર્યા પછી નવી નવી બેડ બનાવવી પડે છે. આવી રીતે રેપિડ સેન્ડ ફિલ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવે છે.

(3) ક્લોરીનેશન

  • ક્લોરીનેશનએ પાણીના શુધ્ધિકરણ માટે એડવાન્સ પધ્ધતિ છે. ક્લોરીનેશનએ પાણીના શુધ્ધિકરણનું ફાઇનલ સ્ટેપ છે. તે નુકસાનકર્તા બેક્ટેરીયાને મારે છે. તે ઓક્સિડાઇજીંગ એજન્ટ છે તે આયર્ન, મેગેનીઝ, હાઇડ્રોજન સલ્ફાઇડને ઓક્સિડાઇઝ કરે છે. તે ટેસ્ટને ડિસ્ટ્રોય કરે છે. પાણીમાં તેની સ્મેઇલ આવે છે.

ક્લોરિનેશનની પ્રક્રિયા :

  • આ પાવરફુલ ડિસ ઇન્ફેક્શન એક્ટીંગ ધરાવે છે. આ જર્મીસાઇડ છે. જ્યારે પાણીમાં ક્લોરીન ભળે ત્યારે હાઇડ્રોક્લોરીક અને હાઇપોક્લોરસ એસિડમાં રૂપાંતર થાય છે. આ હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં ન્યુટ્રલાઇઝ થઇ પાણીને આલ્કલી બનાવે છે. હાઇપોક્લોરસ એસિડનું હાઇડ્રોજન આર્યનમાં રૂપાંતર થાય છે.
  • H2O + CL2 = HCL + HOLC
  • HOCL=H₂+ OCL
  • જ્યારે પાણીની P.H. વેલ્યુ ૭ હોય ત્યારે ક્લોરીન સારી અસર કરે છે.

પ્રિન્સિપાલ ઓફ ક્લોરીનેશન

  • 1) પાણી ક્લીઅર હોવું જોઇએ. ટર્બીડીટી ફ્રી હોવું જોઇએ.
  • 2) પાણી મા કેટલા પ્રમાણમા ક્લોરિન એડ કરવું એની માત્રાની જાણ હોવી જોઇએ.
  • 3) ટર્બીડીટી ફી હોવું જોઇએ.
  • 4) પાણીમાં બેક્ટેરીયા અને વાઈરસ ન હોવા જોઇએ.
  • 5) ક્લોરિન ડિમાન્ડ ઓફ વોટર (O.S ML ગ્રામ/લીટર પીવાનું પાણી)
  • લેબોરેટરી પાણીનો ટેસ્ટ કર્યા પછી પ્રમાણ નક્કી કરવું તે બેક્ટેરીયાને મારે છે. ઓર્ગેનીક મેટરને ઓક્સિડાઇઝ કરે છે. તે ક્લોરીનેશન કર્યા બાદ એક કલાક પછી પાણી વાપરવું.

ટાઈપ્સ ઓફ ક્લોરીનેશન (ક્લોરીનેશનના પ્રકારો)

(1) બ્રેક પોઇન્ટ ક્લોરિનેશન

  • ફ્રી રેસીડેન્ટલ ક્લોરીનેશન, રીલાયેબલ સ્મોલ કોન્ટીટી, લાર્જ કોન્ટીટી

(2) સુપર ક્લોરીનેશન

  • જેમા સ્ટોરેજ અને ડીસ્ટ્રીબ્યુશન હેવીલી પોપ્યુલેટ વોટર (પાણીમા) ખૂબજ ગકી હોય ત્યારે ક્લોરીનનો લાર્જ ડોજ આપવામાં આવે છે.

O.T.T. ( ઓર્થો ટોડ્યુલીન ટેસ્ટ)

  • પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે O.T.T. કરવામાં આવે છે. 1 ML પાણીમાં / 0.1 ML ઓર્થો ટોલ્યુડીન રીએજન્ટ મીક્ષ કરવામાં આવે છે. જો પાણીમાં ક્લોરીન હોય તો કોમ્પેરેટમાં હશે તો યલ્લો કલર થશે. ત્યારબાદ રીડીંગ જોવું પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે F.R.C. (ફ્રી રેસીડ્યુઅલ ક્લોરીન) જેમાં સ્ટોરેજ અને ડીસ્ટ્રીબ્યુશન વખતે ક્લોરીન ભેળવે ત્યારબાદ ૧૦ મીનીટમાં જ આ ટેસ્ટ કરવો.

ફોર્મ ઓફ ક્લોરીનની અલગ અલગ પધ્ધતિઓ

  • ૧) ક્લોરીન ગેસ
  • ૨) ક્લોરામાઇન લુઝ
  • ૩) પરક્લોરન
  • ૪) H.T.H (હાઇટેસ્ટ હાઇપોક્લોરાઈડ)
  • ૫) બ્લીચીંગ પાવડર

(1) ક્લોરીન ગેસ

  • લાર્જ કોન્ટીટી ઓફ વોટરમાં ગેસ એ ફર્સ્ટ ચોઇસ છે. તે ઝડપથી એક્શન કરે છે. જે અસરકારક અને સરળતાથી એપ્લાય કરી શકાય છે. તેને લાંબા સમય સુધી સાચવીને રાખી શકાય છે. સુકો ગેસ હોવાથી ધાતુ પર તેની અસર થતી નથી. તે મજબુત સિલિન્ડરમાં ભરેલો હોય છે. તે ઓછી જગ્યા રોકે છે. રોગ ફેલાવનારા જંતુને મારી નાખે છે. તે પાણીની ટર્બીડીટી ઓછી કરી શકતો નથી. તેનું સંયોજન એમોનિયા સાથે થાય છે. તેથી ક્રિયા જલ્દી થાય છે. જો વધુ ક્લોરીન વપરાતો હોય તો એમોનિયાનાં હિસાબ ઓછું થાય છે.
  • આ ગેસ ઇરીટેટીંગ છે. આંખો બળે છે. પોઇઝન છે. આ ગેસ ક્લોરોનોમ એ પ્રેટસમાં ભરેલો હોય છે. ઉપરના ભાગે રેગ્યુલેટર આવેલુ હોય છે. જેથી ગેસનો ડોઝ કેટલો જાય છે તે ખબર પડે છે.

(2) ક્લોરામાઇન લુઝ

  • ક્લોરામાઇન લુઝએ કમ્પાઉન્ડ છે. ગેસ જેટલો જર્મીસાઇડ નથી. જેથી બહુ ઓછો ઉપયોગ થાય

(3) H.T.H. (હાઈ ટેસ્ટ હાઈપોક્લોરિક)

  • આ કેલ્શિયમ કમ્પાઉન્ડ છે. ૬૫% થી ૭૫% ક્લોરીન હોય છે. એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાર્વજનીક પાણીના પ્રાપ્તી સ્થાનમાં ડિસઈન્ફેક્શન માટે બીજી બધી ક્લોરિન પધ્ધતિઓમાં ક્લોરિન ગેસ પધ્ધતી જ ઉપયોગમાં લેવામાં આવે છે.

(4) બ્લીચીંગ પાઉડર

  • આ એમોર્ફોસ પાવડર છે. જેમાં ક્લોરીનની સ્મેઇલ આવે છે. જેમાં ક્લોરીનટેડ લાઇમ ૩૩% ક્લોરીન હોય છે. બ્લીચીંગ પાવડરની અસર હવામાં ઓછી થઇ જાય છે. ભીનાશમાં નાશ પામે છે. સ્ટોરેજ પાણીમાં સ્ટેબલ હોતું નથી ખાસ કરીને કુવાના પાણીના શુધ્ધિકરણ માટે વપરાય છે.
  • 0.5 ML / લીટર

(2) પ્યુરીફિકેશન ઓફ વોટર ઇન સ્મોલ સ્કેલ (નાના પાયે પાણીનું શુધ્ધી કરણ)

  • 1) બોઇલીંગ
  • 2) કેમીકલ
  • 3) ફિલ્ટ્રેશન

(1) બોઇલીંગ

  • પાણી ૫ થી ૧૦ મિનિટ સુધી ઉકાળવું જેમાં અમુક બેક્ટેરીયાનો નાશ થાય છે. જેમાં ટેમ્પરરી હાર્ડનેશ ઓછી કરી શકાય છે. પાણીના ટેસ્ટમાં થોડો ફેર પડે છે પણ રોગચાળા વખતે આ વપરાય છે.

a) બાષ્પીભવન

  • બાષ્પીભવન એટલે પાણી ગરમ કરી વરાળને એક નળીમાં લઇ જઇ નળી ઠંડી કરી અને વરાળનું જે પાણી થાય તેને ભેગું કરવામાં આવે છે. આ પધ્ધતી ઘણી ખર્ચાળ છે. તેમાં બેક્ટેરીયા કે ક્ષારો હોતા નથી. આ પાણી પીવાથી વોટરબોર્ન ડીસીઝ થતા નથી.

b) ગાળણ ક્રિયા

  • પાણી કપડાંથી ગળવાથી પાણીમાં રહેલા ગંદકી કપડા ઉપર રહી જાય છે. આ પાણી શુધ્ધ હોતું નથી. ગાળવાથી બેક્ટેરીયા પણ ગળાઇ જાય છે. જો આમા સારી ગાળણ કરવાની રીત જોઇએ તો સ્વચ્છ. સફેદ એક મોટુ કપડું લઇ તેના ઘણા બધા પડ કરી અને આ થયેલા પડથી પાણી ગાળવું. બીજી સગવડતા ન હોય ત્યારે આ પધ્ધતીનો ઉપયોગ કરી શકાય.

c) ત્રણ માટલાની રીત

  • આ રીત ઘણી જુની છે. લાકડાં નાં સ્ટેન્ડ પર ત્રણ માટલા ઉપરાછાપરી મુકવામાં આવે છે. સૌથી ઉપરના માટલાના તળિયે કાણુ પાડી તેમાં રૂઅથવા કપડું ભરાવવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર કાંકરા અને તેના ઉપર રેતી ભરવામાં આવે ચે. ત્યારબાદ તેમાં પાણી ભરવામાં આવે છે. જેથી ધીરે ધીરે પાણી રેતીમાંથી પસાર થઇ, કાંકરામાંથી પસાર થઇ. રૂ અથવા કપડામાંથી વચ્ચેના માટલામાં રેતી અથવા કોલસાની ભુકી ભરેલી હોય છે તેમાં પણ ઉપરના માટલાની જેમ જ રૂ અથવા કપડું મુકવામાં આવે છે. ઉપરના માટલાનું પાણી વચ્ચેના માટલામાંથી પાણી પસાર થઈ નીચેના માટલામાં ભરાય છે. આ પાણી શુધ્ધ થાય છે. પણ ક્રિયા ખુબ જ ધીમી હોય છે.
  • આ ઉપરાંત તૈયાર ગળણી ઝીણી ઝાળવાળી બજારમાં મળે છે. તે નાળ ઉપર લગાડવામાં આવે છે જેથી ગળાઇને પાણી વાપરી શકાય છે.

(2) કેમીકલ

a) બ્લીંચીંગ પાવડર

  • ક્લોરીનેટેડ લાઇમ (caocl2)જેમાં ૩૩% ક્લોરીન હોય છે. જેમાં પરઝન્ટ સ્મેઇલ આવે છે. બ્લીચીંગ પાવડરને ડાર્ક, ઠંડી અને ડ્રાય જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે.

b) ક્લોરીન સોલ્યુશન F.R.C. (ફ્રી રેસીડ્યુઅલ ક્લોરીન)

  • આ ઉપરાંત બજારમાં ક્લોરીન સોલ્યુશન પણ મળે છે. (૪ કિલો બ્લીચીંગ પાવડરમાં ૨૦ લીટર પાણી ઉમેરો – જેનાથી ૫% સોલ્યુશન તૈયાર થાય છે.)

c) ક્લોરીન ટેબ્લેટ

  • ક્લોરીન ટેબ્લેટ એ સારી ઝડપી ડિસ ઇન્ફેક્ટન્ટ છે. જેનાથી થોડા પાણીને ડિસઇન્ફેક કરી શકાય છે. તેનો ડોઝ ૦.૫ ગ્રામ / ૨૦ લીટર

d) એલમ (ફટકડી)

  • એલમ જે પાણીની ટબીડીટી ઓછી કરે છે. કેલ્શિયમ, કાર્બોનેટ નષ્ટ થાય છે. એલમ ઉમેરો ત્યારે એલ્યુમિનિયમ, કેલ્શિયમ, કાર્બોનેટ સોલ્ટ વગેરે નીચે બેસી જાય છે.
  • ૧ થી ૪ ગ્રેઇન / ગેલન

e) આયોડીન

  • ઇમરજન્સીમાં 2% ઇથેનોલમાં બે ટીપા આયોડિનના નાખો તેને એક લીટર પાણીમાં નાખો. ૨૦ થી ૩૦ મીનીટ પછી આ પાણી વાપરી શકાય.

f) પોટેશિયમ પરમેંગનેટ

  • પોટેશિયમ પરમેંગનેટના ક્રિસ્ટલ બજારમાં તેમજ હોસ્પીટલમાં અવેલેબલ હોય છે. તેનો બહોળા પ્રમાણમાં ઉપાયોગ થાય છે.આ પાવરફુલ ઓક્સિડાઇર્જીંગ એજન્ટ છે. ખાસ કરીને કોલેરા વીબ્રીયોને મારે છે. પાણીમાં નાખવાથી કલર, સમેઇલ અને ટેસ્ટમાં ફેર પડે છે. તેને પાણીમાં નાખો ત્યારે ગુલાબી કલરનું જોવા મળે છે. પી.એપી ક્રિસ્ટલ નાખ્યા પછી પાણી હલાવવું એક કલાક પછી પાણી વાપરવું. (પી.પી. લોશનના કોગળા કરાવી શકાય)

(3) ફીલ્ટ્રેશન

a) સીરામીક કેંડલ

  • સીરામીક ફિલ્ટર જેમાં સીરામીકની કેંડલ જે પ્રોસેલેનની બનેલી હોય છે. જેમાં વચ્ચેથી પોલી હોય છે. એક છેડો ગોળાકાર ઓય છે અને બંધ હોય છે. બીજા છેડા પર ધાતુના કવર સાથે નોઝલ ફીટ કરેલ હોય છે. આ સીરામીકની કેંડલ ટર્બીડીટી ઓછી કરે છે. જે કચરો કેંડલ ઉપર જ ચોટી જાય છે. જેમાંથી પાણી પસાર થઇ કેંડલના વચ્ચેના પોલા ભાગમાંથી નીકળી નોઝલ દ્વારા નીચે પાણી ટપકે છે. નીચેના વાસણમાં પાણી ભેગું થાય છે. જે નળ દ્રારા આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ.

b) આરો સીસ્ટમ

  • આરો સીસ્ટમ, એકવા ગાર્ડ વગેરે પાણીના શુધ્ધિકરણ માટે બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ફિલ્ટર થયેલું ચોખ્ખુ પાણી બજારમાં વેંચાતું મળે છે. જેમાં પ્લાસ્ટીક બોટલ, પાઉચ વગેરે

C) અલ્ટ્રાવાયોલેટ રેડીએશન

  • આ પધ્ધતિ ખુબ જ ખર્ચાળ છે. પાણીમાં અલ્ટ્રા વાયોલેટ કિરણૉ પસાર કરી જંતુને મારવા માટે વપરાય છે.

D) ઓઝોનેશન

  • આ પાવરફુલ ઓક્સિડાઇજીંગ એજન્ટ છે. પાણીમાં પ્રી ટ્રીટમેન્ટ માટે વપરાય છે.

ડિસઇન્ફેકશન ઓફ વેલ (કુવાને જંતુમુક્ત કરવો)

કુવાને ડિસઇન્ફેક્ટ કરવા માટે બ્લીચીંગ પાવડર સારામાં સારો છે. એપીડેમીક દરમીયાન દરેક કુવાને ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે.

  • 5D²H = પાણીનું માપ (ગેલન)
  • D – ગોળાઇ
  • H – ઉંડાઇ

વ્યાસ X વ્યાસ X ઉંડાઇ /1000

ચોરસ કુવાનું માપ

  • L × B × H × 6.25 = ગેલન ઓફ વોટર

સ્ટેપ્સ

  • 1) કુવાનું માપ
  • 2) પાણીનો જથ્થો
  • 3) બ્લીચીંગ પાવડરનું પ્રમાણ
  • 4) પાણીમાં બ્લીચીંગ પાવડર મીક્ષ કરવો.
  • 5) કોન્ટેક પીરીઅડ
  • 6) O.T.T (ઓર્થો ટોલીડિન ટેસ્ટ)

1) કુવાનું માપ

  • કુવાનું માપ કાઢવું તે પહેલું પગથિયુ છે. જેમાં કુવાની ગોળાઇ, ઉંડાઇ, પહોડાઇને માપવામાં આવે છે અને તે દોરડાથી માપવામાં આવે છે.

2) પાણીનો જથ્થો

  • આ બીજુ સ્ટેપ છે જેમાં કેલક્યુલેશન કરી કુવાની અંદર કેટલું પાણી છે તેનું માપ કાઢવામાં આવે છે.

જેની ફોર્મ્યુલા

  • 5D² H = પાણીનું પ્રમાણ ગેલનમાં
  • L × B × H × 6.25 = ગેલન ઓફ વોટર

3) બ્લીચીંગ પાવડરનું પ્રમાણ

  • 1 = 1000 ગેલન પાણી 1 મીલીગ્રામ /લીટર
  • 50 ગ્રામ બ્લીચીંગ પાવડર અથવા 270 ML ક્લોરીનનું દ્રાવણ = 10000 લીટર

4) પાણીમાં બ્લીચીંગ પાવડર મીક્સ કરવો

  • કુવાનું પાણીના માપ પ્રમાણે ડોલમાં બ્લીચીંગ પાવડર લઇ તેમાં પાણી નાખી પેસ્ટ જેવું બનાવો. જ્યારે પેસ્ટ બનાવો ત્યારે થોડું થોડું પાણી ઉમેરો ત્યારબાદ તેમાં ૪ ગણું પાણી ઉમેરો ત્યાર બાદ ૧૦ મીનીટ રાખો જ્યારે પાણી નાખો ત્યારે ખુબ જ હલાવીને પછી ૧૦ મીનીટ રાખો ત્યાર પછી કચરો નીચે બેસી જશે. ઉપરનું ક્લીઅર પાણી બીજી બીજી ડોલમાં લઇ લો.

5) કોન્ટેક પીરીઅડ

  • કુવાની અંદર સોલ્યુશન મિક્સ કર્યા પછી ૬૦ મીનીટ પછી બેક્ટેરીયા મરી જાય છે. એક કલાક પછી પાણી પીવામાં લેવું.

6) O.T.T (ઓર્થો ટોલીડિન ટેસ્ટ)

  • પાણીમાં ક્લોરીનનું પ્રમાણ કેટલું છે તે માપવા માટે O.T.T કરવામાં આવે છે.
  • 0.5 P.P.M. થી 0.8 P.P.M. ક્લોરીન હોય તો પાણી પીવાલાયક છે.
  • કુવાને ડિસઇન્ફેક્ટ કરો ત્યારે હંમેશા રાત્રે કરવો.
  • એપીડેમીક ચાલતો હોય ત્યારે દરરોજ ક્લોરીનેશન કરો.
  • ઇમરજન્સી દરમિયાન કુવાને પાણીમાં સતત ક્લોરિનનો ડોઝ મળી રહે એવી ઇફેક્ટીવ સફળ મેથડ છે.

ડબલ પોટ મેથડ

  • ઘણા દેશોમાં વપરાય છે. જેની શોધ નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ નાગપુર દ્વારા કરવામાં આવી છે. ૨ થી ૩ વિક સુધી ઘરનો નાનો કુવો ૫૦૦૦ લિટર જેટલું પાણી હોય તો દરરોજ ૩૬૦ થી ૪૫૦ લીટર જેટલું પાણીનું ક્લોરીનેશન થાય છે. આમાં બે સિલીન્ડ્રીકલ શેપના પોર્ટ હોય છે. ૩૦ સે.મી. છે. અંદરનો ૨૫ સે.મી. નો અને બહારનો ૩૦ સે.મી.નો હોય છે. અંદરના પોમાં ઉપરના ભાગે ૧ સે.મી ડાયામીટરવાળું કાણું કરવામાં આવે છે. અંદરના પોર્ટમાં ૧ કિલો બ્લીચીંગ પાવડર અને ૨ કિલો રેતી મિક્સ કરી થોડી ભીની કરી પોર્ટમાં ભરવામાં આવે છે. જે હોલ કરેલો છે. તેનાથી ૩ સે. મી. નીચે ભરવી. બંન્ને પોર્ટના ઉપરના ભાગના મોઢા બંધ કરી દેવા તેના પર દોરડું બાંધવું અને આ પોર્ટને કુવામાં ઉતારવો જેમાં પાણીની સપાટીથી ૧ મીટર નીચે ઉતારવો જેથી કોઇ
  • પાણી ભરે ત્યારે પોર્ટ ડેમેજ ન થાય. આ મેથડથી પાણીમાં સતત ક્લોરીન મળી રહે છે અને પાણી જંતુમુક્ત કરી શકાય છે.

એક્ઝામીનેશન ઓફ વોટર

  • 1.સેનેટરી સર્વે
  • 2.સેમ્પલીંગ
  • 3.લેબોરેટરી એક્ઝામીનેશન

1.સેનેટરી સર્વે

  • ઇન્સ્પેક્શન કરવું કે પાણીનું સપ્લાય ક્યાંથી થાય છે?
  • ઇન્સ્પેક્શન કરવું કે પાણી ક્યાંથી આવે છે ?

2.સેમ્પલીંગ

  • ૩ વખત પાણીનું સેમ્પલ લઇ એનાલાયસીસ માટે મોકલવું કાચની બોટલમાં ૨ લીટર પાણીનું સેમ્પલ લઇ મોકલવું.

3.લેબોરેટરી એક્ઝામીનેશન

આમાં ત્રણ ટેસ્ટ કરવામાં આવે છે.

  • ૧. ફીઝીકલ
  • ૨. કેમીકલ
  • ૩. બેક્ટેરીયોલોજીકલ

(1) ફીઝીકલ

  • આમાં કલર, ટેસ્ટ,સ્મેઇલ, ટર્બીડીટી વગેરેની ટેસ્ટ કરવામાં આવે છે.

(2) કેમિકલ

  • આમાં કેટલા ટેસ્ટ, સ્મેઇલ, ટર્બીડીટી વગેરેની ટેસ્ટ કરવામાં આવે છે.
  • ફ્લોરાઇડ
  • નાઇટ્રોઇટસ
  • બીડ
  • એમોનીયા

(3) બેક્ટેરીયોલોજીકલ

  • આર્સેનીક
  • પાણીમાં કેવા પ્રકારના બેક્ટેરીયા છે તે જોવામાં આવે છે. પાણીના ટેસ્ટ માટે કોલીફોર્મ
    ઓર્ગેનીઝમ જવાબદાર છે.

ડીસ્ટ્રીબ્યુશન ઓફ વોટર (પાણીની વહેંચણી) :

W.H.O ના મત પ્રમાણે પાણીનું ડીસ્ટ્રીબ્યુશન કન્ટીન્યુ હોવું જોઇએ એટલે કે ૨૪ કલાક પાણીનું સપ્લાય મળવું જોઇએ.

આપણે ત્યાં બે રીતે પાણીની સપ્લાય છે.

  • ૧.કન્ટીન્યુ સપ્લાય
  • ૨.ઇન્ટરમીટન્ટ સપ્લાય

ઇન્ટરમીટન્ટમાં પાણીની પાઇપ લાઇન ખાલી રહે તો બહારની હવા પાઇપમાં જઇ શકે છે. જોઇન્ટ લીક હોય તો ગંદુ મટીરીયલ્સ અંદર જાય છે.

સ્ટાન્ડર્ડ ઓફ વોટર (પાણીની ગુણવત્તા) :

વોટર બોર્ન ડીસીસ એન્ડ પ્રિવેન્શન

વોટર બોર્ન ડીસીસ

વાયરલ ડીસીસ

  • હીપેટાટીસ એ, હીપેટાટીસ બી,પોલિયોમાયલઈટીસ, રોટાવઈરસ ડાયેરીયા

બેક્ટેરિયલ ડીસીસ

  • ટાઈફોઇડ અને પેરા ટાઈફોઇડ ફીવર, ડીસેન્ટ્રી,ઈ કોલાઈ ડાયેરીયા,કોલેરા

હેલ્મીનથીક ડીસીસ

  • થ્રેડ વર્મ, રાઉન્ડ વર્મ,હૂક વર્મ,ટેપ વર્મ, મેલેરિયા, ડેન્ગ્યુ.

પ્રિવેશન ઓફ ડીસીસ ( રોગોનો અટકાવો)

  • ડ્રેનેજને કવર કરીને રાખવું જોઇએ.
  • સુરક્ષીત ગટર નીકાલ.
  • ગટર વ્યવસ્થા હોવી જોઇએ.
  • માનવ ઉત્સર્જનનો સલામત નીકાલ.
  • સેનીટરી લેટ્રીનનો ઉપયોગ.
  • એર કૂલરમાં વોટરને વારવાર ચેન્જ કરવું જોઇએ.
  • વરસાદની ઋતુમાં ખાડામાં પાણી ભરાવા ન દેવું જોઇએ.
  • કુવા અને તળાવને ડીસઈન્ફેક્ટ કરવા જોઇએ.
  • મચ્છરનો ઉપદ્રવ અટકાવવો જોઇએ.
  • મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઇએ.
  • ક્લોરીનેશન કરેલુ પાણી પીવું જોઇએ.
Published
Categorized as ANM-ENVIRONMENT SANI-FULL COURSE, Uncategorised