યુનિટ – 5
અપડેટ નોલેજ
કંટીન્યુઇંગ એજ્યુકેશન ફોર સેલ્ફ ડેવલપમેન્ટ કરીક્યુલર્સ, હેન્ડ આઉટ્સ, મીટીંગ, જર્નલ્સ.
સેલ્ફ ડેવલપમેન્ટ (સ્વ વિકાસ)
- સેલ્ફ ડેવલપમેન્ટ એક પ્રોસેસ છે.નર્સિસ અને હેલ્થ વર્કરનું વ્યક્તિગત અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ થઈ શકે છે.
જેમા :
- વ્યક્તિગત જ્ઞાનમાં વધારો કરવા માટે ટાસ્ક, એક્ટિવીટી અને સ્ટડીનો સમાવેશ થાય છે.
- કન્ટીન્યુઈંગ એજ્યુકેશન એ વ્યક્તિગત વિકાસનો એક ભાગ છે.
- કન્ટીન્યુઈંગ એજ્યુકેશનથી વ્યક્તિમાં વિકાસ, જ્ઞાન, એબીલીટી, પોર્ટેશીયાલીટી અને નર્સિંગ પ્રોફેશનને અનુરૂપ બીહેવીયર પ્રાપ્ત થઈ શકે છે.
- નર્સિંગમાં સેલ્ફ ડેવલપમેન્ટ એ નર્સીસ માટે ખૂબ જ અગત્યની છે.
- સેલ્ફ ડેવલપમેન્ટમાં અમુક નીતિ નિયમો હોવા જરૂરી છે.
- સેલ્ફ ડેવલપમેન્ટ દ્વારા કોમ્યુનીટીમાં સારી રીતે હેલ્થ એજ્યુકેશન આપી શકાય છે.
ઈમ્પોર્ટન્સ ઓફ અપડેટ નોલેજ
- અપડેટ નોલેજથી નર્સિંગમાં કામ કરવાની પ્રેકટીસ અને વિકાસ તથા સ્કીલ ડેવલપ થાય છે
- નવા નોલેજ પ્રમાણે નવી ટેક્નોલોજીમાં મદદ રૂપ થાય છે.
- આનાથી કામ કરવાની અને નવું સંસોધન કરવામાં મદદ રૂપ થઇ શકે છે.
- આનાથી નર્સિંગ પ્રોફેશનમાં નર્સિસને કામ કરવામાં રસ અને રૂચીમાં વધારો થાય છે.
- આનાથી સરળતાથી હેલ્થને લગતા પ્રોબ્લેમ શોધી શકાય છે.
- આનાથી સારો વિશ્વાસ અને ગાઈડલાઈન મળી શકે છે.
- સેલ્ફ ડેવલપમેન્ટથી હેલ્થ વર્કરનો આત્મવિશ્વાસ વધે છે. જેના પરિણામે નવા નવા લોકો જોડે મીટીંગમાં કામ કરવાની એબેલીટીમાં વધારો થઇ શકે છે.
- સેલ્ફ ડેવલપમેન્ટથી હેલ્થ વર્કરમાં નવા નવા આઇડીયા નવા લોકો જોડે કેવી રીતે કોમ્યુનીકેટ કરવું અને કેવી રીતે પ્રોબ્લેમ્સનું મેનેજમેન્ટ કરવું એ આઇડીયા આવી શકે છે.
મેથડ ઓફ સેલ્ફ ડેવલપમેન્ટ
- 1) કંટીન્યુઇંગ એજ્યુકેશન
- 2) ઇન સર્વિસ એજ્યુકેશન
- 3) ઇન સર્વિસ ટ્રેનિંગ
- 4) ઓરિયન્ટેશન પ્રોગ્રામ
- 5) કોન્ફરન્સ, સી.એમ.ઈ. (કંટીન્યુઈંગ મેડીકલ એજ્યુકેશન), સેમિનાર
- 6) કો – કરીક્યુલર એક્ટિવિટી
1.કંટીન્યુઇંગ એજ્યુકેશન
- સામાન્ય રીતે એ.એન.એમ અભ્યાસ દરમ્યાન તાલીમાર્થીઓને ભવિષ્યમાં કઇ તકો તેમને અન્ય કરતા આગળ લઇ જાય તેનું જ્ઞાન આપવું જરૂરી છે. ઉદાહરણ તરીકે એ.એન.એમ કરેલ વિદ્યાર્થી જી.એન.એમ, પોસ્ટ બેઝીક બી.એસ.સી નર્સિંગ તથા એમ.એસ.સી નર્સિંગ જેવી ઉચ્ચ ડીગ્રી પણ મેળવી શકે છે. આ તમામ માહીતી વિદ્યાર્થીને અભ્યાસ દરમ્યાન જ આપવી જોઇએ.
2.ઇન સર્વિસ એજ્યુકેશન
- એ.એન.એમ અભ્યાસ દરમ્યાન જે ટ્રેનિગ આપવામાં આવે છે તે ચોક્કસ મર્યાદામાં હોય છે,જેથી જ્યારે નોકરી ઉપર હાજર થાય ત્યારે જે તે સંસ્થા(નોકરીનું સ્થળ) દ્વારા નોકરી માટેની ઈન સર્વિસ એજ્યુકેશન માટે ની વ્યવસ્થા કરવી. ઉદાહરણ તરીકે એ.એન.એમ માંથી ચાલુ નોકરીએ અભ્યાસ માટે જી.એન.એમ કરવું.
3.ઇન સર્વિસ ટ્રેનિંગ
- એ.એન.એમ અભ્યાસ દરમ્યાન જે ટ્રેનિંગ આપવામાં આવે છે અને જ્યારે નોકરી ઉપર હાજર થાય ત્યારે તેને વધુ સખત ટ્રેનિંગ મળવી જોઇએ.જેની જવાબદારી સરકારની રહેલી છે, જેથી નોકરી ઉપર તમામ નવા સ્ટાફને આ ટ્રેનીંગ ફરજીયાત કરેલી છે.
4.ઓરીએન્ટેશન પ્રોગ્રામ
- બે વર્ષના અભ્યાસ પછી જો એ.એન.એમ સરકારી નોકરી પર હાજર થાય ત્યારે નોકરીના પ્રથમ બે મહીના દરમ્યાન સરકારની યોજનાઓ તથા હોસ્પિટલના નીતી નિયમો માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ કરાવવામાં આવે છે.
5.કોન્ફરન્સ, સી.એમ.ઈ. (કંટીન્યુઈંગ મેડીકલ એજ્યુકેશન), સેમિનાર
- અભ્યાસ દરમ્યાન અને પછી જ્યારે પણ તક મળે ત્યારે તમામ તાલીમાર્થીઓએ કોન્ફરન્સ, સી.એમ.ઈ. (કંટીન્યુઈંગ મેડીકલ એજ્યુકેશન), સેમિનારમાં હાજરી આપી તેમના જ્ઞાનમાં વધારો કરવો જોઇએ.
- હાલમાં નર્સિંગ કાઉન્સીલ દ્વારા રજીસ્ટ્રેશન રીન્યુઅલ વખતે કોન્ફરન્સ, સી.એમ.ઈ. (કંટીન્યુઈંગ મેડીકલ એજ્યુકેશન), સેમિનારના ક્રેડીટ પોઇન્ટને આધારે રીન્યુઅલ કરાવામાં આવે છે.
6.કો – કરીક્યુલર એક્ટિવિટી
- દરેક સંસ્થાની જવાબદારી છે કે માત્ર તાલીમાર્થીઓ અભ્યાસમાં જ વ્યસ્ત ન રહે પરંતુ તેમના શારિરીક, માનસિક અને સામાજીક વિકાસ થાય તેવી પ્રવ્રુતિ પણ કરાવવી દા.ત- રંગોળી સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,ખેલકુદ,યોગા.
ઈનટ્રેકટીંગ વિથ કોમ્યુનીટી
- સારૂ આરોગ્ય શિક્ષણ પુરુ પાડવા માટે કોમ્યુનીટી સાથે ઇન્ટર એક્ટીંગ(ભળવું) કરવું ખુબ જ અગત્યનું છે.
- કોમ્યુનીટી સાથે વારંવાર ઇન્ટર એક્ટીંગ કરવાથી કોમ્યુનીટીના જુદા જુદા પ્રોબ્લેમ્સની ખબર પડે છે.
- વિવિધ આરોગ્યને લગતા પ્રોબ્લેમ્સ માટે આયોજન કરેલી વિવિધ મીટીંગમાં હાજર રહેવા કોમ્યુનીટીના લોકોને પ્રોત્સાહન આપવું જોઇએ.
- કોમ્યુનીટી સાથેના ઇન્ટર એક્ટીંગના કારણે હેલ્થ વર્કરને કોમ્યુનીટીના લોકોના રોગ અને તેના નિવારણ પ્રત્યેના અભિગમની જાણ થાય છે.
- ઇન્ટર એક્ટીંગ કરવાથી કોમ્યુનીટીના લોકોને હેલ્થ વર્કરમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે જેથી તેણી (એ.એન.એમ) કોમ્યુનીટીમાં સારી આરોગ્ય સેવાઓ આપી શકે છે.
- ઇન્ટર એક્ટીંગ કરવાનું એક માધ્યમ હેલ્થ એજ્યુકેશન છે.
- કોમ્યુનીટીના લોકોને રેડીયો પર આરોગ્યને લગતા કાર્યક્રમો સાંભળવા માટે તૈયાર કરવા જોઇએ, જેથી કરીને આરોગ્ય વિશે લોકોને સભાન કરી શકાય.
- સમાચાર પત્રો, ટેલીવીઝન કે વાર્તાના માધ્યમ દ્વારા આરોગ્ય શિક્ષણ આપી શકાય.
- કોમ્યુનીટીને નાનાં નાનાં ગ્રુપમાં વહેંચીને આરોગ્ય શિક્ષણ આપી શકાય.
- આરોગ્ય શિક્ષણ કોમ્યુનીટીનાં લોકો સારી રીતે સમજી શકે તે ભાષામાં આપવું જોઇએ.
- જે આરોગ્ય શિક્ષણ આપવાનું છે તે સરળ અને સમજી શકાય એ રીતે લોકોની સમક્ષ રજુ કરવું જોઇએ.
- કોમ્યુનીટીના લોકોમાં આરોગ્ય પ્રત્યે અભિરૂચી વધે તે માટેના પ્રયત્નો હાથ ધરવા જોઇએ, અને તેમાં સુધારો કરવો જોઇએ.
ઇમ્પ્રુવીંગ રાઇટીંગ, સ્પીકિંગ એબિલિટી લોકલ લેંગ્વેજ એન્ડ ઇંગલિશ
ઇમ્પ્રુવીંગ રાઇટીંગ એબિલિટી
- લખવાનું કૌશલ્ય સુધારવું.
- સારી લેખન ક્રિયા વરદાન છે.
- સામાન્ય રીતે લોકોને લખાણમાં વધારે રૂચી હોય છે, જેવા કે પત્રો લખવા રીપોર્ટ બનાવવાં.
- સારી લખાણ પધ્ધતી રાતોરાત વિકસતી નથી એ લાંબા ગાળે વિકસતું કૌશલ્ય છે.
લખવાનું કૌશલ્ય સુધારવા માટે બે વસ્તુઓ ખુબજ અગત્યની છે
- ૧. રસ અને રૂચી
- ૨. સખત પરિશ્રમ
નીચેના મુદાઓને ધ્યાનમાં રાખીને હેલ્થ વર્કર અને બીજા કો-વર્કર લખાણના કૌશલ્યમાં સુધારો કરી શકે છે.
- ૧. વ્યાકરણનું જ્ઞાન હોવું ખુબ જ આવશ્યક છે.
- ૨. લખાણની વાક્યરચના ક્રમબધ્ધ હોવી જોઇએ જેથી સરળતાથી વાંચી શકાય.
- ૩. બધા રેકોર્ડસ બરાબર ગોઠવેલા હોવા જોઇએ.
- ૪. વિવિધ પ્રકારના ચાર્ટસ, પોસ્ટર્સ, તૈયાર કરવા જોઇએ.
- ૫. સમાનાર્થી શબ્દો કાળજી પુર્વક વાપરવા.
- ૬. જરૂર પડે તો શબ્દ કોષનો ઉપયોગ કરવો અને ધ્યાનમાં રાખવું કે જે-તે શબ્દનો અર્થ સમજી શકાય તેવો હોવો જોઇએ.
- ૭. લખાણનું કૌશલ્ય સુધારવા માટે દરરોજ લખતા રહેવું જોઇએ. જેથી કૌશલ્ય સુધારી શકાય.
- ૮. હમેંશા નવલકથા, સમાચાર પત્ર, મેંગેઝીન, બુક્સ, પેમ્પ્લેટ, વાચતાં રહેવું જોઇએ.જેથી કરીને સારૂ લખાણ કૌશલ્ય વિકસાવી શકાય.
ઇમ્પ્રુવિંગ સ્પીકિંગ એબિલિટી
- પ્રાદેશિક ભાષામાં બોલવાની કળા વિકસાવવી.
૧.રોલ પ્લે અને ડ્રામા
- રોલ પ્લે અને ડ્રામા જેમાં ભાગ લેવો જોઇએ જેથી પ્રાદેશિક ભાષામાં બોલવાની કળા વિકસી શકે જેના લીધે સાર્વજનીક જગ્યાઓએ સ્પીચમાં સુધારો થઇ શકે છે.
૨. કથા વાર્તાઓ
- પૌરાણીક કથા વાર્તાઓ યાદ રાખીને બોલવાથી રજુઆત કરવાના કૌશલ્યમાં સુધારો થાય છે, માટે એ કૌશલ્ય ને વધારે વિકસીત કરવા જો આવી કથા વાર્તાઓ આપણે વ્યક્તીગત રીતે યાદ કરેલ હોય અને ગોઠવેલ હોય તો તેનાથી સારુ બોલવાનું કૌશલ્ય વિકસીત થાય છે.
૩.હેલ્થ એજ્યુકેશન
- હેલ્થ એજ્યુકેશન ત્યારે જ અસરકારક કહી શકાય જયારે તે પ્રાદેશીક ભાષામાં આપેલ હોય અને આપનાર વ્યક્તિ લોકલ ભાષામાં વાતચીત કરી શકે છે.
૪.ગ્રુપ ડીસ્કશન
- બોલવાનું કૌશલ્ય સુધારવા માટે અગત્યનું છે.ગ્રુપ ડીસ્કશન વખતે હેલ્થ વર્કર બીજા લોકોની લીપ મુવમેન્ટ ઓબ્ઝર્વ કરે છે કે જે લોકો સારી ભાષામાં બોલી શકતા હોય જેથી કરી તેઓ પોતે પણ ગ્રુપ ડિસ્કશનમાં સક્રિય ભાગ લઈ શકે.
૫.મીટીંગ
- મીટીંગ એ એક એવું સ્થળ છે કે જ્યાં અગાઉથી ચોક્કસ નક્કી કરેલા એજન્ડા સાથે ચોક્ક્સ કેટેગરીના અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા થાય છે અને તે સમયે મીટીંગમાં ઉચ્ચ અધિકારી દ્વારા સંચાલન કરવામા આવતુ હોય છે અને બીજા બધા મેમ્બરો દ્વારા અધિકારીઓની તમામ વાતો સ્વીકારી જરૂર જણાય ત્યાં જવાબ આપી વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે છે અને બીજા લોકો બોલતા હોય તેમને ઓબ્ઝર્વ કરી શકે છે. જેનાથી સાંભળનારની સ્કીલમાં સુધારો થઇ શકે છે.
પાર્ટીસીપેશન
- કોમ્યુનીટીમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાથી પ્રાદેશીક ભાષા સુધારી શકાય છે. અંગ્રેજીમાં બોલવાનું કૌશલ્ય સુધારવું.
જેના માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા.
- ૧. જે લોકો અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકતા હોય તેમના હોઠના ઉચ્ચારોનું નિરીક્ષણ કરવું અને તે પ્રમાણે બોલવાનો પ્રયત્ન કરવો.
- ૨. અંગ્રેજીમાં મ્યુઝીક સાંભળવું.
- ૩. અંગ્રેજીમાં શબ્દકોષનો ઉપયોગ કરવો.
- ૪. ૧૫ થી ૨૦ મીનિટ સુધી દરરોજ મોટેથી અંગ્રેજી વાંચવું.
- ૫. બોલવામાં મુશ્કેલ હોય તેવા શબ્દોનું લિસ્ટ બનાવવું અને સારી રીતે બોલી શકે તેવા નિષ્ણાંત વ્યકિત પાસે ઉચ્ચારો બોલાવવા.
- ૬. પોતાનો અવાજ રેકોર્ડ કરવો અને કયા ઉચ્ચારમાં તકલીફ પડે છે તે સાંભળવું.
- ૭. અંગ્રેજી વર્તમાન પત્રો વાંચવા દા.ત- ટાઇમ્સ ઓફ ઇંડીયા.
- ૮. કોઇ બીજી વ્યક્તિ સાથે લખીને અંગ્રેજીમાં વાત કરવી.
- ૯. અંગ્રેજીની કવિતા તથા લોકપ્રિય અંગ્રેજી ભાષણને વાંચીને યાદ કરવું.
- ૧૦. ટેલીવીઝન પર અંગ્રેજી સમાચાર જોવા.
સરકારી યોજનાઓ
1.મિશન બલમ સુખમ (ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મીશન)
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત જન્મથી ૦૫ વર્ષ સુધીના બાળકો કે જે કુપોષિત કે અતીકુપોષિત હોય તેવા બાળકોને સેંન્ટરમાં પોષણ સંબંધી સેવાઓ સાથે સાથે તબીબી સારવાર પણ આપવામાં આવે છે.
યોજના ક્યારે શરૂ કરવામાં આવી?
- વર્ષ ૨૦૧૨-૧૩ માં શરૂ કરવામાં આવી હતી.
યોજનાઓના હેતુઓ
- ૧. બાળકોમાં કુપોષણ અટકાવવું.
- ૨. કુપોષીત બાળકોને પોષણ સંબંધી સારવાર આપવી.
- ૩. કુપોષીત બાળકોને તબીબી સારવાર આપવી.
- ૪. આઇ.એમ.આર ધટાડવો.
યોજનાના લાભાર્થી
- જન્મથી પાંચ વર્ષ સુધીના બાળકો.
યોજનાના લાભ
- ૧. મધ્યમ કે અતીકુપોષીત બાળકોને કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે.
- ૨. 30 દીવસ સુધી પોષણની સાથે સાથે તબીબી સારવાર આપવામાં આવે છે.
- ૩. માતાને નવજાત શીશુ માટે પોષણ પધ્ધતીઓ શીખવવામાં આવે છે.
- ૪. પોષણ યુક્ત આહાર કેવી રીતે બનાવવો તે પ્રમાણે માતા ને શીખવવામાં આવે છે.
- ૫. માતાને સ્વચ્છતા તથા હાથ ધોવાની બાબતે જ્ઞાન આપવામાં આવે છે.
- ૬. એ.એન.એમ દ્વારા પ્રાથમીક તપાસ કરવામાં આવે છે.
- ૭. દર બે કલાકે આંગણવાડી વર્કર દ્વારા પોસ્ટીક આહાર આપવામાં આવે છે.
- ૮. ૩૦ દીવસ સુધી સવારના ૦૯.૦૦ થી ૦૫.૦૦ સુધી બાળક ને બાળ શક્તિ કેંદ્ર પર રાખવા માં આવે છે.
યોજનાના લાભ કોણ આપે ?
- આ યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર,તાલુકા કક્ષાએ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, અને સામુહીક આરોગ્ય કેન્દ્ર, અને જીલ્લા કક્ષાએ જીલ્લા હોસ્પિટલ કે મેડીકલ કોલેજમાં આ લાભ મળે છે.
2.બાલ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી- વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રીશન સેન્ટર) ગ્રામ્ય કક્ષાએ.
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે.
- આ યોજના અંતર્ગત છ માસ થી પાંચ વર્ષ સુધીના બાળકો કે જે અતીકુપોષીત હોય તેવા બાળકોને ગ્રામ્ય કક્ષાના સેંટર માં પોષણ સંબંધી સેવાઓ સાથે સાથે તબીબી સારવાર પણ આપવામાં આવે છે.
યોજનાઓ ક્યારે શરૂ કરવામાં આવી.
- વર્ષ – ૨૦૧૨ થી ૨૦૧૩ માં શરૂ કરવામાં આવી હતી.
યોજનાના હેતુઓ
- ૧. બાળકોમાં કુપોષણ અટકાવવું.
- ૨. કુપોષીત બાળકોને પોષણ સંબંધીત સારવાર આપવી
- ૩. કુપોષીત બાળકોને તબીબી સારવાર આપવી
- ૪. આઇ.એમ.આર ઘટાડવો.
યોજનાના લાભાર્થી
- ૦૬ માસ થી ૦૫ વર્ષ સુધીના બાળકો.
યોજનાના લાભ
- ૧. મધ્યમ કે અતી. કુપોષીત બાળકોને કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે.
- ૨. ૩૦ દીવસ સુધી પોષણની સાથે સાથે તબીબી સારવાર આપવામાં આવે છે.
- 3.માતાને નવજાત શીશુ માટે પોષણ પધ્ધતીઓ શીખવવામાં આવે છે.
- ૪. પોષણ યુક્ત આહાર કેવી રીતે બનાવવો તે પ્રમાણે માતાને શીખવવામાં આવે છે.
- ૫. માતાને સ્વચ્છતા તથા હાથ ધોવાની બાબતે જ્ઞાન આપવામાં આવે છે.
- ૬. એ.એન.એમ દ્વારા પ્રાથમીક તપાસ કરવામાં આવે છે.
- ૭. ૩૦ દીવસ સુધી સવારના ૯.૦૦ થી ૫.૦૦ સુધી બાળકને બાળશક્તિ કેન્દ્ર પર રાખવામાં આવે છે.
યોજનાના લાભ કોણ આપે ?
- ૧. જે તે આંગણવાડી તરફથી મળે છે,મમતા દીવસના દીવસે આંગણવાડી વર્કર દ્વારા વજન કરેલુ હોવું જોઇએ.
- ૨. એ વજન લાલ ઝોનમાં આવવું જોઇએ.
3.બાલ સેવા કેન્દ્ર ( સી.એમ.ટી,સી.- ચાઇલ્ડ ન્યુટ્રીશન ટ્રીટમેંટ સેંટર) તાલુકા કક્ષાએ
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત છ માસ થી પાંચ વર્ષ સુધીના બાળકો કે જે અતીકુપોષીત હોય તેવા બાળકોને તાલુકા કક્ષાના સેન્ટરમાં પોષણ સંબંધી સેવાઓ સાથે સાથે તબીબી સારવાર પણ આપવામાં આવે છે.
યોજના ક્યારે શરૂ કરવામાં આવી
- વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૩ માં શરુ કરવામાં આવી
યોજનાઓના હેતુઓ
- ૧. બાળકોમાં કુપોષણ અટકાવવું.
- ૨. કુપોષીત બાળકોને પોષણ સંબંધી સારવાર આપવી.
- ૩. કુપોષીત બાળકોને તબીબી સારવાર આપવી.
- ૪. આઇ.એમ.આર ધટાડવો.
યોજનાના લાભાર્થી
- ૦૯ માસથી ૦૫ વર્ષ સુધીના બાળકો
યોજનાના લાભ
- અતીકુપોષીત બાળકોને કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે.
- એકવીસ દીવસ સુધી પોષણની સાથે સાથે તબીબી સારવાર આપવામાં આવે છે.
- પોષણ યુક્ત આહાર કેવી રીતે બનાવવો તે માતાને શીખવવામાં આવે છે.
- માતાને સ્વચ્છતા તથા હાથ ધોવાની બાબતે જ્ઞાન આપવામાં આવે છે.
- કેન્દ્રમાંથી રજા આપ્યા બાદ ૧૫, ૩૦, ૪૫ અને ૬૦ માં દીવસે બાળકનું ફોલો અપ કરવું.
- ગ્રોથ મોનીટરીંગ માટે તૈયાર કરવો.
- બાળકોને કેન્દ્ર સુધી રીફર કરવા માટે રૂ. ૧૦૦/- મોટીવેશન ચાર્જ આપવામાં આવે છે.
યોજના નો લાભ કોણ આપે ?
- જે તે સેન્ટરના અધીકારી તરફથી મળે છે. મમતા દીવસના દીવસે આંગણવાડી વર્કર દ્વારા વજન કરેલુ હોવું જોઇએ. વજન લાલ ઝોનમાં આવવું જોઇએ.
૪.બાળ સંજીવની કેન્દ્ર (એન.આર.સી) ન્યુટ્રીશન રીહેબીલીટેશન સેન્ટર – જીલ્લા કક્ષાએ
- આ કેંદ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત છ માસ થી પાંચ વર્ષ સુધીના બાળકો કે જે અતીકુપોષીત હોય તેવા બાળકોને જીલ્લા કક્ષાના સેંટરમાં પોષણ સંબંધી સેવાઓ સાથે સાથે તબીબી સારવાર પણ આપવામાં આવે છે.
યોજના ક્યારે શરૂ કરવામાં આવી
- વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૩ મા શરૂ કરવામાં આવી.
યોજનાઓના હેતુઓ
- ૧. બાળકોમાં કુપોષણ અટકાવવું.
- ૨. કુપોષીત બાળકોને પોષણ સંબંધી સારવાર આપવી.
- ૩. કુપોષીત બાળકોને તબીબી સારવાર આપવી.
- ૪. આઇ.એમ.આર ધટાડવો.
યોજનાના લાભાર્થી
યોજનાના લાભ
- અતીકુપોષીત બાળકોને કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે.
- એકવીસ દીવસ સુધી પોષણની સાથે સાથે તબીબી સારવાર આપવામાં આવે છે.
- પોષણ યુક્ત આહાર કેવી રીતે બનાવવો તે માતાને શીખવવામાં આવે છે.
- માતાને સ્વચ્છતા તથા હાથ ધોવાની બાબતે જ્ઞાન આપવામાં આવે છે.
- કેન્દ્રમાંથી રજા આપ્યા બાદ ૧૫, ૩૦, ૪૫ અને ૬૦ માં દીવસે બાળકનું ફોલો અપ કરવું.
- ગ્રોથ મોનીટરીંગ માટે તૈયાર કરવો.
- બાળકોને કેન્દ્ર સુધી રીફર કરવા માટે રૂ. ૧૦૦/- મોટીવેશન ચાર્જ આપવામાં આવે છે.
- આંગણવાડી વર્કરને ફોલો અપ માટે દર એક્વીસ દીવસે રૂ.૧૦૦ મોટીવેશન ચાર્જ આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોણ આપે ?
- જે તે સેન્ટરના અધીકારી તરફ થી મળે છે.
૫.શાળા આરોગ્ય કાર્યક્રમ
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે.
- આ યોજના અંતર્ગત નવજાત શીશુથી અઢાર વર્ષ સુધીના, તમામ પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીકમાં ભણતા તથા શાળાએ ન જતા બાળકોની પણ તપાસ કરી સંદર્ભ સેવાઓની જરૂર હોય તો સંદર્ભ સેવા આપવામાં આવે છે.
યોજના ક્યારે શરૂ કરવામાં આવી
- વર્ષ – ૧૯૯૭ થી શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦,૨૦૧૧ માં સુધારો વધારો કરવામાં આવ્યો.
યોજનાના હેતુઓ
- શાળામાં ભણતા બાળકોમાં કુપોષણ થતું અટકાવવું.
- કુપોષીત બાળકોને પોષણ સંબંધી સારવાર આપવી.
- કુપોષીત બાળકોને તબીબી સારવાર આપવી.
- આઇ.એમ.આર ઘટાડવો.
- વહેલાસર નિદાન કરવું.
- સારી અને ઝડપથી સંદર્ભ સેવા આપવા માટે.
- ગંભીર બીમારીમાં મફત સારવાર આપવા માટે.
યોજનાના લાભાર્થી
- નવજાત શીશુથી અઢાર વર્ષ સુધીના, તમામ પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીકમાં ભણતા તથા તમામ શાળાએ ન જતા બાળકો.
યોજનાનો લાભ
- ૧. આરોગ્યની તપાસ કરવી.
- ૨. સ્થળ પર જ સામાન્ય કેસોની સારવાર આપવી.
- ૩. સારી અને ઝડપથી સંદર્ભ સેવાઓ આપવી.
- ૪. વિના મુલ્યે ચશ્મા આપવા.
- ૫. હૃદય, કીડની, તેમજ કેન્સર જેવા ગંભીર રોગોની તેમજ કીડની પ્રત્યારોપણ સહીતની સારવાર આપવી.
યોજનાનો લાભ કોણ આપે
- શાળા આરોગ્ય કાર્યક્રમમાં તબીબી તપાસ બાદ સંદર્ભ કાર્ડ ભરી સામુહીક આરોગ્ય કેન્દ્ર કે સીવીલ હોસ્પિટલના મેડીકલ ઓફીસર તથા અધીકારીશ્રી દ્વારા મફત સારવાર આપવામાં આવી છે.
૬.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના (આર.એસ.બી.વાય)
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત ફક્ત બી.પી.એલ કુંટુબોને સરકાર માન્ય દવાખાનામાં વાર્ષીક રૂ.૩૦૦૦૦/- હજારની મર્યાદામાં કેસ લેસ સારવાર આપવામાં આવે છે.
યોજના ક્યારે શરૂ કરવામાં આવી
- વર્ષ ૨૦૦૮ ના ઓગષ્ટ માસથી શરૂ કરવામાં આવી.
યોજનાના હેતુઓ
- ૧. ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગને તબીબી સારવાર મળી રહે.
- ૨. નાણાના અભાવે તબીબી સારવાર ન મળે તે નિવારવા.
- ૩. વહેલા સર નીદાન કરવા માટે.
- ૪. સારી અને ઝડપી સંદર્ભ સેવા આપવા માટે.
- ૫. ગંભીર બીમારીમાં મફત સારવાર આપવા માટે.
યોજનાના લાભાર્થી
- ફક્ત બી.પી.એલ કુંટુબો કે જેઓના નામ સરકારશ્રી ની યાદીમાં હોય તેવા કુંટુંબનાં યોગ્ય સભ્યો, કુંટુંબના વડા, પત્ની અને ત્રણ બાળકોનો સમાવેશ કરવામાં આવે છે.
યોજનાના લાભ
- રૂ. ત્રીસ હજાર સુધીનો આરોગ્ય વીમો.
- સરકાર માન્ય દવાખાનામાં વાર્ષીક રૂ.૩૦,૦૦૦/- હજાર સુધીની મફત સારવાર.
- સારી અને ઝડપી સંદર્ભ સેવાઓ આપવી
યોજનાના લાભ કોણ આપે
- સરકાર માન્ય સંસ્થા દ્વારા મફત સારવાર આપવામાં આવે છે,સ્માર્ટ કાર્ડ હોવુ જરૂરી છે.
૭.ચિરંજીવી યોજના
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત તમામ સગર્ભા માતાને સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી સરકારી આરોગ્યની સારવાર આપવામાં આવે છે. પ્રસુતિ બાદ ૪૨ દિવસ સંસ્થાઓમાં વિના મુલ્યે સેવા આપવામાં આવે છે ્
યોજના ક્યારે શરૂ કરવામાં આવી?
- વર્ષ ૨૦૦૮ ના ઓગષ્ટ માસથી શરૂ કરવામાં આવી હતી.
યોજનાના હેતુઓ
- ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગને તબીબી સારવાર મળી રહે.
- નાણાના અભાવે તબીબી સારવાર ન મળે તે નિવારવા.
- વહેલી તકે નિદાન કરી શકાય તે માટે.
- ગુણવત્તાસભર, સચોટ અને ઝડપી સંદર્ભ સેવા આપવા માટે.
- ગંભીર બીમારીમાં મફત સારવાર આપવા માટે.
- આઇ.એમ.આર ઘટાડવા.
- એમ.એમ.આર ઘટાડવા
- સંસ્થાકીય પ્રસુતિને પ્રોત્સાહન આપવા માટે.
યોજનાના લાભાર્થી
- તમામ સગર્ભા માતાને પ્રસુતિ બાદ ૪૨ દિવસ સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી.
યોજનાના લાભ
- તમામ સગર્ભા માતાને પ્રસુતિ બાદ ૪૨ દિવસ સુધી મફત સારવાર.
- નવજાત શિશુને ૧ વર્ષ સુધી મફત સારવાર.
- ગુણવત્તાસર, સચોટ અને ઝડપી સંદર્ભ સેવા આપવા માટે.
- સીઝરીયન સેવાઓ, લેબોરેટરી સેવાઓ, લોહીની તપાસ વગેરે મફત કરી આપવામાં આવે છે.
- સોનોગ્રાફી સેવાઓ.
- મફત એમ્બ્યુલન્સ સેવાઓ.
- હોસ્પિટલની કોઇ પણ ફી માંથી મુક્તિ
- માતા તથા બાળક બન્નેને મફત સારવાર.
યોજનાના લાભ કોણ આપે
- સરકાર માન્ય સંસ્થા દ્વારા મફત સારવાર આપવામાં આવે છે.
8) જનની સુરક્ષા યોજના
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે આ યોજના અંતર્ગત તમામ સગર્ભા માતાને સગર્ભાવસ્થા દરમિયાન સારો ખોરાક મળી રહે અને એનીમિયા અટકાવી શકાય તથા વહેલી તકે રજીસ્ટ્રેશન થાય તે માટે માતાને રોકડ રકમ આપવામાં આવે છે.
યોજનાના હેતુઓ
- ગરીબ તથા મધ્યમ વર્ગને તબીબી સારવાર મળી રહે.
- નાણાંના અભાવે થતો એનિમિયા રોગ અટકાવી શકાય.
- વહેલી તકે નિદાન કરી શકાય.
- સારી અને ઝડપી સંદર્ભ સેવા આપી શકાય તે માટે.
- વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી શકાય તે માટે.
- IMR ઘટાડવા માટે.
- MMR ઘટાડવા માટે.
- સંસ્થાકિય પ્રસુતિને પ્રોત્સાહન આપવા માટે.
યોજનાના લાભાર્થી
- ગરીબી રેખા હેઠળના બીપીએલ કાર્ડ ધરાવતી તમામ સગર્ભા માતા.
- એસ.ટી અને એસીના ઉમેદવાર.
- કાર્ડ ન હોય તો પંચાયતનો આવકનો દાખલો ધરાવતી માતાઓ.
યોજનાના લાભ
- ગ્રામ્ય કક્ષાએ તમામ સગર્ભા માતાને ૭૦૦ રૂપિયા આપવામાં આવે છે.
- શહેરી કક્ષાએ તમામ સગર્ભા માતાને ૫૦૦ રૂપિયા આપવામાં આવે છે.
યોજનાના લાભ કોણ આપે ?
- સરકાર માન્ય સંસ્થા દ્વારા તથા જે તે વિસ્તારના ૧૦૦૦ દ્વારા આપવામાં આવે છે.
9) બાળ સખા-૧ યોજના
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત તમામ બાળકો જેમાં જન્મથી ૪૮ કલાકની અંદરના નવજાત શિશુને સરકારશ્રી દ્વારા માન્ય એવા બાળરોગ નિષ્ણાત દ્વારા મફત તપાસ તથા સારવાર આપવામાં આવે છે.
યોજનાના હેતુઓ
- ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગને તબીબી સારવાર મળી રહે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- વહેલી તકે નિદાન કરી શકાય તે માટે.
- ગુણવત્તાસર, સચોટ અને ઝડપી સંદર્ભ સેવા આપવા માટે.
- આઈ.એમ આર. ઘટાડવા માટે.
- સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવા માટે.
- બાળક અને માતાની સલામતી માટે.
યોજનાના લાભાર્થી
- ગરીબી રેખા હેઠળની બી.પી.એલ કાર્ડ ધરાવતી તમામ માતા.
- એસ.ટી અને એસ.સી ના ઉમેદવાર.
- કાર્ડ ન હોય તો પંચાયતનો આવકનો દાખલો ધરાવતી માતાઓ.
યોજનાના લાભ
- જન્મથી ૪૮ કલાકની અંદરના નવજાત શિશુને સરકારશ્રી દ્વારા માન્ય એવા બાળરોગ નિષ્ણાત દ્વારા મફત તપાસ તથા સારવાર આપવામાં આવે છે.
યોજનાના લાભ કોણ આપે છે.
- સરકાર માન્ય સંસ્થાના બાળરોગ નિષ્ણાત દ્વારા તથા જે તે વિસ્તારના એ.એન.એમ દ્વારા આપવામાં આવે છે.
૧૦) બાળ સખા-૨ યોજના
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત તમામ હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ એટલે કે જન્મના ૪૮ કલાક બાદથી શરૂ કરીને ૫ વર્ષ સુધીનાં તમામને સરકારશ્રી દ્વારા માન્ય એવા બાળરોગ નિષ્ણાત દ્વારા મફત તપાસ તથા સારવાર આપવામાં આવે છે.
યોજનાના હેતુઓ
- ગરીબવર્ગ તથા મધ્યમવર્ગને તબીબી સારવાર મળી રહે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- વહેલી તકે નિદાન કરી શકાય તે માટે.
- ગુણવત્તાસભર, સચોટ અને ઝડપી સંદર્ભ સેવા આપવા માટે.
- આઈ.એમ આર.ઘટાડવા માટે.
- બાળક અને માતાની સલામતી માટે.
યોજનાના લાભાર્થી
- ગરીબી રેખા હેઠળની બી.પી.એલ કાર્ડ ધરાવતી તમામ માતાઓ.
- એસ.ટી અને એસ.સીના ઉમેદવાર.
- કાર્ડ ન હોય તો પંચાયતનો આવકનો દાખલો ધરાવતી માતાઓ
યોજનાના લાભ
- હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ એટલે કે જન્મના ૪૮ કલાક બાદથી શરૂ કરીને ૫ વર્ષ સુધીના તમામ બાળકોને સરકારશ્રી દ્વારા માન્ય એવા બાળરોગ નિષ્ણાત દ્વારા મફત તપાસ તથા સારવાર આપવામાં આવે છે.
યોજનાના લાભ કોણ આપે છે
- સરકાર માન્ય સંસ્થાના બાળરોગ નિષ્ણાત દ્વારા તથા જે તે વિસ્તારના એ.એનએમ દ્વારા આપવામાં આવે છે. પરંતુ તેમણે આઈ. એમ.એન.સી.આઈ. ની તાલીમ મેળવેલી હોવી જોઇએ અને તેનુ સંદર્ભ કાર્ડ ભરેલુ હોવુ જોઇએ.
૧૧) બાળ સખા-૩ યોજના
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત તમામ હોસ્પિટલમાં જન્મેલા બાળક કે જેનુ વજન ૨.૫ કિગ્રા કરતાં ઓછુ વજન હોય તેવા તમામ બાળકોને સારી સારવાર મળી રહે તથા માલ ન્યુટ્રીશનથી મૃત્યુ ના થાય તે માટે રૂ.૫૦૦૦૦/ સરકાર શ્રી દ્વારા માન્ય એવા બાળરોગ નિષ્ણાંતનો મત મેળવ્યા બાદ આપવામાં આવે છે.
યોજનાના હેતુઓ
- ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગને તબીબી સારવાર મળી રહે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- વહેલી તકે નિદાન કરી શકાય તે માટે.
- ગુણવત્તાસર, સચોટ અને ઝડપી સંદર્ભ સેવા આપવા માટે.
- આઈ.એમ આર. ઘટાડવા માટે.
- બાળક અને માતાની સલામતી માટે.
યોજનાના લાભાર્થી
- ગરીબી રેખા હેઠળની બી.પી.એલ કાર્ડ ધરાવતી તમામ માતા
- એસ.ટી અને એસ.સી ના ઉમેદવાર.
- કાર્ડ ન હોય તો પંચાયતનો આવકનો દાખલો ધરાવતી માતાઓ.
યોજનાના લાભ
- સરકાર શ્રી દ્વારા માન્ય એવા બાળરોગ નિષ્ણાત દ્વારા તપાસેલ અને લાભાર્થી બાળક ના માતા-પિતા ના ખાતા માં સારવાર માટે રૂ.૫૦૦૦૦/- આપવામા આવે છે.
યોજનાના લાભ કોણ આપે છે
- સરકાર માન્ય સંસ્થાના બાળરોગ નિષ્ણાત દ્વારા તથા જે તે વિસ્તારના એ.એન.એમ દ્વારા આપવામા આવે છે. પરંતુ તેમણે આઈ. એમ.એન.સી.આઈ. ની તાલીમ મેળવેલી હોવી જોઇએ અને તેનુ સંદર્ભ કાર્ડ ભરેલુ હોવુ જોઇએ.
12) રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે આ યોજના અંતર્ગત મહિલા તથા પુરુષના કાયમી નસબંધીના ઓપરેશન બાદ મળતા લાભોનો સમાવેશ થાય છે.
યોજનાના હેતુઓ
- ગરીબી અટકાવી શકાય.
- વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય.
- સમાજમાં સ્ત્રીનો દરજ્જો ઊંચો લાવી શકાય.
- દેશની આર્થિક સદ્ધરતા વધારી શકાય.
- આઇ.એમ.આર. ઘટાડવા માટે.
- બાળક અને માતાની સલામતી માટે.
- એમ.એમ.આર. ઘટાડવા માટે.
યોજનાના લાભાર્થી
મહિલા લાભાર્થી :
- ઉંમર ૨ર થી ૪૯ વર્ષ; ઓછામાં ઓછું એક બાળક હોવું જોઈએ અને છેલ્લા બાળકની ઉંમર એક વર્ષથી વધારે હોવી જોઈએ. પતિનું નસબંધીનું ઓપરેશન ન થયેલું હોવું જોઈએ.
પુરુષ લાભાર્થી :
- ઉંમર 60 વર્ષથી નીચે હોવી જોઈએ અને છેલ્લા બાળકની ઉંમર એક વર્ષથી વધારે હોવી જોઈએ પત્નીનું નસબંધીનું ઓપરેશન ન થયેલું હોવું જોઈએ. માનસિક અવસ્થા બંનેની સારી હોવી જોઈએ.
યોજનાના લાભ
વાઝેકટોમી(પુરુષ)
- રોકડ સહાય : ૨૦૦૦
- મોટીવેટર : ૩૦૦
ટ્યુબેક્ટોમી (સ્ત્રીઓ)
- રોકડ સહાય : ૧૪૦૦
- મોટીવેટર : ૩૦૦
ટ્યુબેક્ટોમી (સ્ત્રીઓ ડિલિવરી પછી ૭ દિવસમાં કરાવે તો)
- રોકડ સહાય : ૨૨૦૦
- મોટીવેટર : ૩૦૦
આ યોજનાના લાભ સરકારના પરિપત્રો મુજબ બદલાતા રહે છે.
યોજનાના લાભ કોણ આપે
- સરકાર માન્ય સંસ્થા અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા.
13) વીક્લી આયર્ન ફોલિક સપ્લીમેન્ટેશન (WIFS)
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે આ યોજના અંતર્ગત તમામ છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકો, સરકારી શાળામાં ભણતા 1 થી 12 ધોરણના બાળકો, પાંચથી દસ વર્ષના શાળાએ ન જતા બાળકો, આંગણવાડીમાં જતા બાળકો, 10 થી ૧૯ વર્ષની તરુણી, સગર્ભા માતા અને ધાત્રી માતાઓ તથા પ્રજનન વયની અન્ય સ્ત્રીઓને આપવામાં આવતી વીક્લી આયર્ન ફોલિક સપ્લીમેન્ટેશન (WIFS) યોજના કહેવાય છે.
યોજનાના હેતુઓ
- એનિમિયા અટકાવવા માટે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- કુપોષણ અટકાવવા માટે.
- આઇ.એમ.આર. ઘટાડવા માટે.
- બાળક અને માતાની સલામતી માટે.
- એમ.એમ.આર. ઘટાડવા માટે.
યોજનાના લાભાર્થી
- તમામ છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકો.
- સરકારી શાળામાં ભણતા ૧ થી ૧૨ સુધીના બાળકો.
- પાંચથી દસ વરસના શાળાએ ન જતા બાળકો.
- ૧૦ થી ૧૯ વર્ષની તરુણીઓ.
- સગર્ભા માતા અને ધાત્રી માતાઓ તથા પ્રજનન વયની સ્ત્રીઓ.
યોજનાના લાભ
- IFA (આર્યન અને ફોલિક એસિડ)ની સીરપ આશા દ્વારા.
- IFAની ગોળી શાળા શિક્ષક દ્વારા
- IFAની ગોળી સગર્ભા અને ધાત્રીમાતાને ANM દ્વારા.
- વીક્લી આયર્ન ફોલિક સપ્લીમેન્ટેશન (WIFS)
- સરકારી હોસ્પિટલ અને જીલ્લા પંચાયત તરફથી.
14) મમતાઘર
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે આ યોજના અંતર્ગત તમામ સગર્ભા માતાને સુવાવડ પહેલા પોષણ ક્ષમ આહાર અને તબીબી સેવાઓ આપવાની સગવડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જ કરવામાં આવે છે.
યોજનાના હેતુઓ
- એનિમિયા અટકાવવા માટે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- કુપોષણ અટકાવવા માટે.
- IMR ઘટાડવા માટે.
- બાળક અને માતાની સલામતી માટે.
યોજનાના લાભાર્થી
યોજનાના લાભ
- મમતા ઘર પર જ પોષણક્ષમ આહાર.
- વિનામૂલ્યે તબીબી સારવાર.
યોજનાના લાભ કોણ આપે ?
- સરકારી હોસ્પિટલ અને જિલ્લા પંચાયત, જે તે સગર્ભા માતાએ પોતાનું નામ નોંધાવવાનું રહે છે.
૧૫) મમતા સખી
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત તમામ માતાને સુવાવડ દરમ્યાન પોતાનાં કુટુંબની એક મહિલા અથવા જે તે વિસ્તારની વોલીંન્ટીઅર બહેન લેબર રૂમમાં તેની સાથે તેને માનસિક ટેકા માટે સતત હાજર રાખવામાં આવે છે.
યોજનાના હેતુઓ
- માનસિક ટેકો આપવા માટે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- સતત દેખરેખ રહે તે માટે.
- કુપોષણ અટકાવવા માટે.
- બાળક અને માતાની સલામતી માટે.
યોજનાના લાભાર્થી
યોજનાના લાભ
- લેબર દરમ્યાન ઘરના સભ્યોને માતા સાથે સતત હાજર રહેવા દેવામાં આવે છે. કોઇ નાણાકીય લાભ આપવામાં આવતો નથી.
યોજનાના લાભ કોણ આપે
- સરકારી હોસ્પિટલમાં સરકારી અધિકારી શ્રી મારફતે
૧૬) કસ્તુરબા પોષણ યોજના
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત તમામ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને ત્રણ બાળકો સુધી રૂ.૬૦૦૦/ ની રકમ ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવે છે.
યોજનાના લાભાર્થી
- તમામ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને ત્રણ બાળકો સુધી
યોજનાના હેતુઓ
- માનસિક ટેકો આપવા માટે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- સંપુર્ણ રસીકરણ થઇ શકે તે માટે.
- કુપોષણ અટકાવવા માટે.
- બાળક અને માતાની સલામતી માટે.
યોજનાના લાભ
- સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસીક ગાળામાં નોંધણી કરાવતી વખતે રૂ.૨૦૦૦/-
- ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે રૂ.૨૦૦૦/
- ઓરીની રસી તથા વિટામિન – એ નો ડોઝ આપ્યા બાદ રૂ.૨૦૦૦/
યોજનાના લાભ કોણ આપે
- સરકારી હોસ્પિટલમાં સરકારી અધિકારી શ્રી મારફતે ચેકથી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
૧૭) મમતા તરૂણી
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત તમામ ૧૦ થી ૧૯ વર્ષની શાળાએ ના જતી કિશોરીઓને આર્યન ફોલીકની ગોળી આપવામાં આવે છે.
યોજનાના હેતુઓ
- એનીમીયા થતો અટકાવવા માટે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- સતત દેખરેખ રહે તે માટે.
- કુપોષણ અટકાવવા માટે.
યોજનાના લાભ
- વર્ષમાં ત્રણ વખત વજન કરવું.
- જીવન શિક્ષણનો વાર્તાલાપ.
- ધનુરની રસીઓ.
- દર ૬ મહીને એચ.બી ની તપાસ.
- ઓછા વજન વાળી કિશોરીઓને પૂરક પોષણ.
યોજનાના લાભાર્થી
- તમામ ૧૦ થી ૧૯ વર્ષની શાળાએ ના જતી કિશોરીઓ.
યોજનાના લાભ કોણ આપે
- સરકારી હોસ્પિટલમાં સરકારી અધિકારી શ્રી મારફતે
૧૮) દીકરી યોજના
- આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત ફક્ત એક કે બે દીકરીઓ હોય (દીકરો ન હોય) તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવે તો રાષ્ટ્રિય બચત પત્રો આપવામાં આવે છે.
યોજનાના હેતુઓ
- દીકરીનું મહત્વ સમજાવવા માટે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- દીકરીને પ્રોત્સાહન આપવા માટે.
- નાણાકિય સહાય માટે.
યોજનાના લાભાર્થી
- ફક્ત એક કે બે દીકરીઓ હોય(દીકરો ન હોય) તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવે તો.
યોજનાના લાભ
- ફક્ત એક કે બે દીકરીઓ હોય (દીકરો ન હોય) તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવે તો રાષ્ટ્રીય બચત પત્રો મુજબ.
- એક દીકરી એ રૂ. ૬૦૦૦/
- બે દીકરી એ રૂ.૫૦૦૦/
યોજનાના લાભ કોણ આપે.
- સરકારી હોસ્પિટલમાં સરકારી અધિકારી શ્રી મારફતે (ડી.એચ.ઓ/ ટી.એચ.ઓ)
૧૯) અટલ સ્નેહ યોજના
- આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે.
- આ યોજના અંતર્ગત નવજાત શિશુના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. આમાં ખાસ કરીને જન્મજાત ખોડખાંપણ માટેની સારવાર આપવામાં આવે છે. આ યોજના ૨૫ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી બાજપાઈના ૯૨ માં જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવેલ હતી.
યોજનાના લાભાર્થી
યોજનાના હેતુઓ
- ગરીબ અને જરૂરીયાત મંદને સારવાર આપવા માટે.
- સારી સારવાર મળી રહે તે માટે.
- જન્મજાત ખોડખાંપણનું વહેલું નિદાન અને સારવાર આપવા માટે.
- સારી સંદર્ભ સેવા પૂરી પાડવા માટે.
યોજનાના લાભ
- જન્મજાત ખોડખાંપણ માટેની મફત સારવાર.
યોજનાના લાભ કોણ આપે ?
- સરકારી હોસ્પિટલમાં સરકારી અધિકારીશ્રી તથા ખાનગી હોસ્પિટલ મારફતે