F.Y. – ANM – HP – NUTRITION UNIT – 3 NUTRITIONAL ASSESSMENT-UPLOAD

યુનિટ – ૩

ન્યુટ્રીશનલ એસેસમેન્ટ

આહારની આકારણી

  • ન્યુટ્રીશનલ એસેસમેન્ટ દ્વારા વ્યક્તિનું ન્યુટ્રીશનલ સ્ટેટસ કેવું છે તે જાણી શકાય. વ્યક્તિમાં ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી છે કે કેમ તે જાણવા માટે આ પતિનો ઉપયોગ કરવામાં આવે છે.
  • વ્યક્તિનું ન્યુટ્રીશનલ સ્ટેટસ ઘણી બધી બાબતો પર આધારિત રહે છે. જેમ કે સમાજ, સ્ત્રી-પુરૂષ, ઉંમર, ભૌગોલિક પરિસ્થિતિ વગેરે પર ન્યુટ્રીશનલ એસેસમેન્ટનો આધાર રહેલ છે.

મેથડ ઓફ ન્યુટ્રીશનલ એસેસમેન્ટ ઓફ ઇન્ડીવિઝયુઅલ & ફેમિલી

ન્યુટ્રીશનલ સર્વેના હેતુઓ

  • ભૌગોલિક દ્રષ્ટિએ કોમ્યુનીટીમાં કયા પ્રકારની ડેફીસીયન્સી છે તે જાણી શકાય
  • રીસ્કી ગ્રુપને શોધીને તેને મદદરૂપ થઇ શકાય.
  • માહિતી મેળવી તેનો યોગ્ય ઉપાય કરી શકાય.
  • લોકોની ન્યુટ્રીશનલ નીડ પુરી પાડવી અને અમલમાં મૂકેલ પ્રોગ્રામનું મુલ્યાંકન કરી ખામી નિવારી શકાય.

ન્યુટ્રીશનલ સર્વે કરતી વખતે ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ

ન્યુટ્રીશનલ સર્વે કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

  • વ્યક્તિની જાતિ
  • વ્યક્તિની ઉંમર
  • વ્યક્તિનો સમાજ
  • વ્યક્તિનો અનુભવ
  • ભૌગોલિક પરીસ્થીતિ જેવા મુદ્દાઓ ન્યુટ્રીશનલ સર્વે કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત ન્યુટ્રીશનલ સર્વે ચોક્કસ નીયત કરેલા સમયે કરવામાં આવે છે.

મેથડ ઓફ ન્યુટ્રીશનલ સર્વે

  1. ક્લીનીકલ સર્વે
  2. એથોપ્રોમેંટરી સર્વે
  3. ડાયેટરી સર્વે
  4. લેબોરેટરી એસેસમેંટ
  5. ઇન ડાયરેકટ સવેં

1.ક્લીનીકલ સર્વે

  • આ સર્વે આખી કોમ્યુનીટીમાં કરી શકાય છે.
  • 0 થી 12 માસના બાળક અને માતાઓમાં આ ક્લીનીકલ સર્વે અસરકારક રહે છે.જેમાં ફીજીકલ એક્ઝામ દ્વારા ન્યુટ્રીશનલ સર્વે કરવામાં આવે છે. આ ન્યુટ્રીશનલ સર્વેમાં શારીરિક તપાસ કરવાની હોય છે.

જનરલ એપીરીયન્સ

  • જેમાં સામાન્ય દેખાવ જેમકે વાળ આંખ,ચહેરો વગેરે
  • જેમાં ચહેરો ફિકાસ પડતો છે કે નોર્મલ છે તે જોવામાં આવે છે. તેના પરથી આપણે એનીમીયાની શક્યતા હોય તો જોઇ શકીયે છીએ.
  • જેમાં આંખ ફીકાશ પડતી, સુક્કી હોય તો એનીમીયાની કે વિટામીન એ ની ખામી દર્શાવે છે.
  • જીભ અથવા હોઠ ફિકાસ પડતા હોય તો એનીમીયાની કે વિટામીન બી ની ખામી દર્શાવે છે.
  • જો દાંત અને પેઢામાંથી લોહી નીકળતું હોય તો વિટામીન સી ની ખામી દર્શાવે છે.
  • જો પગ પર સોજા હોયતો પીઇએમની ખામી દર્શાવે છે આ રીતે શારીરિક તપાસ દ્વારા ક્લીનીકલ સર્વે કરી ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી જાણી શકાય છે.

ક્લીનીકલ સર્વેના ફાયદા

  • આ મેથડ સાદી અને સરળ છે.
  • આ તપાસ દ્વારા કોઇપણ આરોગ્ય કર્મચારીને ખબર પડી શકે છે.
  • આ પધ્ધતિમાં કોઇ પણ જાતના સાધનની જરૂર પડતી નથી.

ગેરફાયદાઓ

  • ઘણી ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી એક જ પ્રકારના ચિન્હો લક્ષણો સાથે જોવા મળે છે જેથી ઘણીવાર નીદાન કરવામાં ભૂલ થઇ શકે છે.
  • ચોક્કસ ક્લીનીકલ તપાસ માટે ડોકટરની જરૂર રહે છે.
  • સબ ક્લીનીકલ માલન્યુટ્રીશન નીદાન થઇ શકતુ નથી.
  • નીદાન માટે ઘણી વખત બે ડોકટરના મંતવ્યો અલગ-અલગ હોય છે. જેથી ચોક્ક્સ નીદાન કરવા માટે જુદા-જુદા પ્રકારની તપાસ કરવી જરૂરી બને છે.

2.એથ્રોપ્રોમેન્ટરી સર્વે

આ પધ્ધતિમાં વ્યક્તિના શરીરનું જુદા-જુદા ભાગોનું માપ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવે છે.

  • ઉંમર પ્રમાણે વજન
  • ઉંમર પ્રમાણે ઉંચાઇ
  • હાથના બાવડાનું મધ્ય ભાગનું માપ લઇને
  • માથાના ઘેરાવાનું માપ લઇને (હેડ સર્કમફરસ)
  • છાતીનું માપ લઇને (ચેસ્ટ સર્કમફરસ)
  • ત્વચાની જાડાઇ (સ્કીન)
  • બોડી માસ્ક ઇન્ડેક્ષ(BMI)શરીરની માસપેશીઓનું માપદંડ

એંથોપ્રોમેન્ટરી સર્વેના ફાયદાઓ

  • સબક્લીનીકલ માલન્યુટ્રીશન જાણી શકાય છે.
  • કોઇપણ આરોગ્ય કર્મચારી આ તપાસ કરી શકે છે.

ગેરફાયદાઓ

  • ઘણીવાર નિરીક્ષણ કરવામાં ભૂલ થઇ શકે છે.
  • જો સાધનોમાં ખામી હોય તો માપ બરાબર લઇ શકાતું નથી.
  • કોમ્યુનીટીમાં સાધનો ઉંચકીને લઇ જવા પડે છે.

ઉંમર પ્રમાણે વજન :

  • આમાં જન્મથી નીચેના બાળકનું વજન કરવામાં આવે છે.જેમાં વધતી જતી ઉંમર સાથે સરખામણી કરવામાં આવે છે. જેના પરથી બાળકની ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી જાણી શકાય છે.અને માલ ન્યુટ્રીશન ગ્રેડ કાઢી શકાય છે.

માલ ન્યુટ્રીશન ગ્રેડ કાઢવા માટેનું સુત્ર

  • માલ ન્યુટ્રીશન= માપેલું વજન × 100
  • (આ સુત્ર પ્રમાણે માલ ન્યુટ્રીશન ચાર ગ્રેડ નકકી કરવામાં આવે છે. આપણા દેશમાં ઇન્ડીયન એકેડેમીક ઓફ પિડિયાટ્રીક (I.A.P) એ નીચે મુજબના ગ્રેડ આપેલું હોય છે.)

નોર્મલ વેઇટ : 80 થી 100%

  • 1st ગ્રેડ માલ ન્યુટ્રીશન: 70 થી 80%
  • 2nd ગ્રેડ માલ ન્યુટ્રીશન:60 થી 70
  • 3rd ગ્રેડ માલ ન્યુટ્રીશન : 60 થી 50%
  • 4th ગ્રેડ માલ ન્યુટ્રીશન : 50 થી ઓછું
  • 3″ ગ્રેડ માલ ન્યુટ્રીશનને ગંભીર માલ ન્યુટ્રીશન ગણવામાં આવે છે.
  • 4″ ગ્રેડ માલ ન્યુટ્રીશન ને ખૂબ જ ગંભીર માલ ન્યુટ્રીશન ગણવામાં આવે છે.

ઉંમર પ્રમાણે ઉંચાઇ :

  • માલ ન્યુટ્રીશન સપ્લીમેન્ટ માટે આ મેથડનો ઉપયોગ કરાય છે. બાળકની ખરી ઉંચાઇ સ્ટાન્ડર્ડ ઉંચાઇ ચાર્ટ સાથે સરખાવવામાં આવે છે. અને આના દ્વારા માલ ન્યુટ્રીશન જાણી શકાય છે.

હાથના બાવડાનું મધ્ય ભાગનું માપ લઇને :

  • આ મેથડમાં 1 વર્ષથી નીચેના ઉંમરના બાળકો માટે આ પતિ વપરાતી નથી.1 થી 5 વર્ષના બાળકો માટે આ પધ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે.જેમાં બાળકના ડાબા હાથના બાવડાના મધ્ય ભાગનો ઘેરાવો સેન્ટીમીટરમાં માપવામાં આવે છે. તેને નોર્મલ આંક 13.5 સે.મી છે.

જેમાં

  • નોર્મલ માલ ન્યુટ્રીશન -13.5 સે.મી
  • માઇલ્ડ માલ ન્યુટ્રીશન – 12.5 સે.મી થી 13.5 સે.મી
  • વધારે પડતું માલ ન્યુટ્રીશન – 12.5 સે.મીથી સે.મીથી ઓછુ

માથાના ઘેરાવાનું માપ લઇને (હેડ સર્કમફરસ) :

  • આમાં પાંચ વર્ષથી નીચેના બાળકોના સરખી ઉંમરના બે જૂથ પાડવામાં આવે છે.અને તે બંન્નેની વચ્ચે છાતી અને માથાના ઘેરાવાની માપની સરખામણી કરવામાં આવે છે. આ બન્નેનો તફાવત કેટલો છે તે કાઢવામાં આવે છે. તેને મીન વેલ્યુ કહે છે.
  • બીજી પધ્ધતિમાં એક જ બાળકના બંન્ને મા૫ છાતીનો ઘેરાવો અને માથાનો ઘેરાવોનું માપ લઇને થોડા દીવસ બાદ, સમયાંતરે ફરીથી તે જ બાળકના માથાનો ઘેરાવાનો અને છાતીના ઘેરાવાનો માપ લેવામાં આવે છે. જેને ગ્રોથ મોનીટરીંગ કહે છે.

ત્વચાની જાડાઇ (સ્કીન)માપ :

  • આ પધ્ધિતમાં સ્કીન કેલીપાસ નામનું સાધન ઉપયોગમાં લેવામાં આવે છે.જેમાં શરીરના વિવિધ ત્રણ ભાગની સબક્યુટેનીયસ ફેટ માપવામાં આવે છે.જેવા કે બાવડાના ઉપરનું માપ,સાથળની મધ્યભાગની જાડાઇ, બટક્સ (થાપા)ની જાડાઇ માપવામાં આવે છે.જેના દ્વારા ઓબેસીટી જાણી શકાય છે.

બોડી માસ્ક ઇન્ડેક્ષ(BMI) :

  • શરીરની માંસપેશીઓનું માપદંડ:બાળકના વજનને બાળકની ઉંચાઇનો સ્કેવર કરીને ભાગવામાં આવે છે, જે જવાબ આવે તેને બોડી માસ્ક ઇન્ડેક્ષ કહેવામાં આવે છે.
  • નોર્મલ બી. એમ. આઇ 18.5 સે.મી. છે.
  • નોર્મલ ન્યુટ્રીશન 18.5 થી 25 સે.મી છે.
  • સીવીયર માલ ન્યુટ્રીશન 15 થી નીચે
  • જો BMIનું માપ 30 થી વધારે આવે તો તે ઓબેસીટી દર્શાવે છે.

3.ડાયેટરી સર્વે

  • આ પતિમાં કુટુંબના ખોરાક પર સર્વે કરવામાં આવે છે.વ્યક્તિ કેટલા પ્રમાણમાં કેવો ખોરાક લે છે. તેનું સર્વે કરવામાં આવે છે.જે બરાબર આયોજન કરી આ પતિનો ઉપયોગ થાયતો ખૂબજ અસરકારક પરીણામ મેળવી શકાય છે.

આ પધ્ધિતમાં ત્રણ રીતે સર્વે કરવામાં આવે છે.

  1. કાચા ખોરાકનું વજન
  2. રાંધેલા ખોરાકનું વજન
  3. પ્રશ્નોતરી કરીને

1.કાચા ખોરાકનું વજન :

  • આપણે ત્યાં આ પતિનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે જેમાં સર્વે ટીમ દ્વારા ઘરની મુલાકાત લઇ રાંધવા માટેના કાચા ખોરાકનું વજન કરાય છે. તેમજ તે ખોરાકમાંથી કાઢી નાખેલા ભાગનું વજન કરવામાં આવે છે. સામાન્ય રીતે આ સર્વે 1 થી 21 દીવસ સુધી એક જ કુટુંબમાં કરવામાં આવે છે.પરંતુ ઘણા કીસ્સામાં સાત દીવસમાં પણ આ સર્વે પુરુ કરવામાં આવે છે.

2.રાંધેલા ખોરાકનું વજન :

  • આ પતિ ખુબજ અસરકારક પતિ છે જેમાં એક કરતા વધું લોકોની સંખ્યા આવરી લેવામાં આવે છે. આ પધ્ધિતમાં છેલ્લા 24 થી 48 કલાક દ્વારા વ્યક્તિએ ખાધેલા ખોરાકની નોંધ કરવામાં આવે છે.જેમાં લોકોના ખોરાકની ટેવો ખોરાકનો પ્રકાર શાકાહારી છે કે માંસાહારી, ખોરાકનો જથ્થો કેવો છે વગેરે પર પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ પરથી જેતે વ્યક્તિ ને સારા ન્યુટ્રીશન માટે ઘરની બાબતો પર સલાહ આપી શકાય છે.તેના દ્વારા ફેમીલીનું ન્યુટ્રીશન સ્ટેટસનું સર્વે કરી શકાય છે.

4.લેબોરેટરી એસેસમેન્ટ

  • આ પતિમાં અલગ-અલગ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે જેમાં HB – હિમોગ્લોબિન, યુરીન અને સ્ટુલનો ટેસ્ટ કરવામાં આવે છે. જેના દ્વારા એનીમીયા, આબ્યુમીન, વમ્સનું પ્રમાણ જાણી શકાય છે.

5.ઇનડાયરેકટ સર્વે

  • આ પધ્ધતિમાં પ્રાક્રુતિક સાધનો અથવા તો પ્રાક્રુતિક પરીબળો જેવાકે અનાજનું ઉત્પાદન, પાણીનો જથ્થો.કુદેરતી આપત્તી વગેરે આ ઉપરાંત આર્થીક અને સામાજીક પરીબળો,આરોગ્ય અને આરોગ્ય શિક્ષણ, ન્યુટ્રીશનલ પ્રોગ્રામ,વેક્સીનેશન મહત્વનો ભાગ ભજવે છે.
  • આ રીતે ઘણી પધ્ધતિઓ દ્વારા ન્યુટ્રીશનલ એસેસમેન્ટ થઇ શકે છે.
  • આઇડેન્ટીફિકેશન ઓફ લોકલી ફુડસ સોર્સ & નેચરલ વેલ્યુ ઇન ઇનરીચિંગ ડાયટ
  • ખોરાકના સ્થાનિક પ્રાપ્તિસ્થાનો તેની ઓળખ અને આહારમાં તેનું મહત્વ સમાજમાં આરોગ્ય જાળવવા તેમના આહાર ધોરણને સુધારવા હેલ્થ વર્કરોએ આરોગ્ય તથા ખોરાક સાથે તેમજ નેતાઓ સાથે સંકલન કરી લોકોની ખોરાક અને આરોગ્ય ની જરૂરિયાતો તથા બેલેંસ ડાઇટ મળી રહે તેવું આયોજન કરવું જેમકે કોમ્યુનીટીમાં માલ ન્યુટ્રીશનનું પ્રમાણ કેટલું છે.?
  • તેમાં કયા-કયા પરીબળો ભાગ ભજવે છે.?
  • તેમજ તે ખોરાક કેવી રીતે પીરસવામાં આવે છે?
  • પશુપાલન કે મરઘા ઉછેર કરે છે તથા તેમાંથી ઉત્પન્ન થતો ખોરાક ખાય છે કે વહેચી દે છે.
  • ઘર આંગણે ખાધ્ય પદાર્થ ઉગાડે ? તેમજ તેમાં થી ઉતપન્ન થતા શાકભાજી કે ફળ ખાવા માં ઉપયોગમાં લે છે કે વહેચી દે છે.
  • ખોરાક પસંદ કરવામાં કે ખોરાક રાંધવામાં રીતરીવાજો ધ્યાનમાં રાખે છે.
  • નાના બાળક માટે વીનીંગ નું મહત્વ સમજે છે.
  • બધાજ ખાધ્ય પદાર્થોને ઓળખે છે.
  • સીજન પ્રમાણે ખોરાકમાં ફેરફાર કરે છે.
  • ઉપરોક્ત તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ફેમિલી ને બેલેંસ ડાઇટ મળી શકે તેવું આયોજન કરવું જેમાં જરૂરી એવા સ્પેશિયલ ડાઇટ જરૂરી હોય જેમકે એંટીનેટલ મધર, પોસ્ટનેટલ મધર, પ્રીસસ્કુલ ચાઇલ્ડ તેમજ જુદા-જુદા રોગના દદીઓ આવા લોકોને સ્પેશિયલ પ્રકારના ખોરાકની જરૂરિયાત પડે છે. તેમની જરૂરિયાતો ને ધ્યાનમાં લઇને ખોરાકનું આયોજન કરવું તેમજ લોકોને ખોરાક અને તેની ઊણપ થી થતા રોગો વિશે આરોગ્ય શિક્ષણ આપવું.

ખોરાક પ્રત્યેની રુચી, અરુચિ, સામાજિક અને સાંસ્ક્રુતિક રીતરીવાજો તથા આરોગ્ય પર તેની અસર

  • જ્યારે ખોરાકની પસંદગી કરવાની હોય ત્યારે વ્યક્તિની ખોરાક પ્રત્યેની રુચિ, અરૂચિ ની તથા જેને સમાજનાં સામાજિક રીતરીવાજો ખુબજ ભાગ ભજવે છે. ઘણા લોકો ચોક્કસ પ્રકારનો ખોરાક ન ખાતા હોય તો તેઓને માલન્યુટ્રીશન થવા ની સંભાવના વધું જોવા મળે છે..જેની અસર તેની આરોગ્ય પર પડે છે. ઘણી વખત પૌષ્ટિક આહાર લેવા છતા ઘણા લોકો ખરાબ ખોરાક પસંદ કરે છે. તેથી તેનું આરોગ્ય જોખમાય છે.
  • ખોરાક પ્રત્યેની ઘણી બધી માન્યતાઓ પ્રવેંતે છે. જેમાં ની ઘણી આરોગ્ય ને મદદકતાં હોય છે. તો અમુક આરોગ્ય ને હાનિકર્તા છે. જેનો ભોગ મોટા ભાગે “વનરેબલ ગ્રુપ” (જોખમી ગ્રુપ) બને છે.
  • માલન્યુટ્રીશન અને અન્ડરન્યુટ્રીશન ફક્ત ખોરાકની ઉણપ થી જ થતુ નથી પરંતુ ઉપર જણા વેલ પરિબળો પણ અગત્ય નો ભાગ ભજવે છે.

(A) ખોરાકની ટેવો, રીત રીવાજો, માન્યતા, પરંપરા અને ખોરાક પ્રત્યેનું વલણ

  • પરિવારમાં આ બધી બાબતો વર્ષોથી ચાલી આવે છે. જે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે.જેમાં ઘરના વડીલો મહત્વનો ભાગ ભજવે છે. કારણકે તેમાં લાગણી હુંફ,પ્રેમ,તેમજ અંહ વગેરે જોડાયેલું હોય છે. અને આ રીતે ફુડ હેબીટ ડેવલોપ થાય છે. દા.ત પૂર્વે અને દક્ષિણ ભારતમાં મુખ્ય ખોરાક ચોખા છે જ્યારે ઉત્તર ભારતમાં મુખ્ય ખોરાક ઘઉં છે.
  • શ્રીમંત લોકો પોલીસ કરેલા ચોખાનો ઉપયોગ કરે છે. જેમાં વિટામિન બી પણ હોતું નથી.
  • અમુક પ્રકારના ખાધ્ય પદથી ગરીબ લોકોજ ખાય છે.
  • ગુજરાતમાં લીલા પાંદડાવાળા શાકભાજી,દાળ, ફળો, ધાત્રી મધરને અપાતી નથી કારણકે આ ખોરાકથી બાળકને લીલા ઝાડા થઇ જાય છે. તેવી માન્યતા છે.
  • એન્ટીનેટલ મધરને વધારે ખોરાક આપવાથી અંદર રહેલું બાળક મોટું થઇ જાય છે અને ડીલીવરી વખતે તકલીફ પડશે તે માન્યતા ખોટી છે.
  • એન્ટીનેટલ મધર જો પપૈયું ખાય તો એર્બોશન થઇ જાય છે જે માન્યતા ખોટી છે.
  • ઇન્ફન્ટને પ્રથમ વર્ષે દરમ્યાન ફ્ક્ત માતાના દૂધ સીવાય અન્ય વિનીંગ ડાઇટ આપવામાં આવતું નથી. અને જો આ સમય ગાળા દરમ્યાન માતા ફરીથી પ્રેગનન્ટ બને તો બાળકનું બ્રેસ્ટ ફીડીંગ બંધ કરી દેવામાં આવે છે. પરિણામે તે બાળક માલ ન્યુટ્રીશન નો ભોગ બને .
  • જો બીમાર વ્યક્તિને કે બાળકને ઝાડા થયા હોય તો ખોરાક આપવાનું બંધ કરી દેવાય છે. તેને કારણે જે તે વ્યક્તિની કે બાળકની સ્થિતિ સુધારવા ને બદલે વધારે ખરાબ થાય છે જે માન્યતા ખોટી છે.
  • આપણા દેશમાં કુટુંબમાં ખોરાક ખાવા માટે એવી માન્યતા છે કે સૌપ્રથમ ખોરાક પુરુષ ને પીર સવા માં આવે છે અને છેલ્લે સ્ત્રીઓ ને ખાવાનું હોય છે આથી ઘણીવાર સ્ત્રીમાં ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે.
  • ઘણા લોકો ચોક્કસ ખોરાકને વધુ ગરમ કરે છે જે ખોરાક વધુ ગરમ પડે તેવું માને છે. તેમજ અમુક ખોરાક ખૂબજ ઠંડૉ પડે છે.

(B) ધર્મ

  • ખોરાકની ટેવો માં ધમઁ પણ અગત્ય નો ભાગ ભજવે છે. દા.ત. હીન્દુ ધર્મમાં માંસ મચ્છી ખવાતા નથી, તેમજ મુસ્લીમ ધર્મમાં ડુક્કરનું માંસ ખવાતું નથી. ઘણા જુનવાણી હીન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ખોરાકમાં લસણ, ડુંગળીનો ઉપયોગ કરતા નથી જેથી સમાજમાં લોકોને ક્યાંક ને ક્યાંક પૌષ્ટીક આહારની ઉણપ રહે છે.

(C) રૂચી-અરૂચી

  • ખોરાક પ્રત્યેની રૂચી-અરૂચી લોકોના આરોગ્ય પર મહત્વનો ભાગ ભજવે છે. જેમકે દુ:ધ સાથે મટન ન ખવાય,

દુધ સાથે લસણ ન ખવાય

  • ઘણા લોકો એવું સમજે કે ખોરાક સાથે વધારે પાણી પીવા થી ઝાડા થઇ જવાય છે. આજના યુગમાં લોકો ખોરાક પ્રત્યે તથા હેલ્થ પ્રત્યે સભાન બન્યા છે.પરંતુ તેમાં પણ ઘણા લોકો પાતળા બનવા માટે ડાયેટીંગ કરે છે. જેના પરીણામે લોકો ન્યુટ્રીશનને લગતા રોગો જેવા કે “ એનોરેક્સીયા નર્વોસા” આ ઉપરાંત અમુક ચોક્કસ શાકભાજી લોકો ખોરાકમાં લેતા નથી જેના પરિણામે ખોરાકમાં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે.

(D) રાંધવાની રીતો

  • સમાજમાં અલગ-અલગ કોમ્યુનીટીમાં ખોરાક રાંધવાની રીતો અલગ-અલગ હોય છે. જેથી ઘણીવાર જે તે કુટુંબના ખોરાકમાં ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી રહે છે. કારણકે તેઓ ખોરાકમાં રહેલ પોષક તત્વોને દૂર કરી નાખે છે.દા ત ઓસાવેલ ભાત બનાવવાથી પોષક તત્વો નાશ થાય છે. તેવી જ રીતે ચોક્કસ પ્રકારના શાકભાજી જેના પાંદડા અથવા ડાળી લોકો ફેંકી દે છે. તેમજ ઘણી શાકભાજીને જીણા જીણા કટકા કરી નાખે છે. તેમજ તેની ગ્રેવી કરી નાખે છે. જેથી પોષક તત્વો નાશ પામે છે.

(E) બાળ ઉછેર

  • દરેક સંસ્ક્રુતિ માં બાળકોને ઉછેર વાની પધ્ધતિ અલગ-અલગ હોય છે
  • પરિણામે ઘણા કુટુંબમાં બાળકોને પૂરતું પોષણ મળતું નથી. દા.ત. હાઈ સોસાયટીમાં માતા બાળકને બ્રેસ્ટ ફિડીંગને બદલે બોટલ ફીડીંગ પર રાખે છે.
  • ઘણી માતા ઓ પોતાના દેખાવ પ્રત્યે વધારે પડતી સભાન હોવાથી બાળકને બ્રેસ્ટ ફિડીંગ આપતી નથી.
  • ઘણી માતા ઓ બાળકને ઘરગથ્થું ખોરાકને બદલે કોમશીયલ ફૂડ પ્રોસેસીંગ વાળો ખોરાક બજારમાંથી લાવી ને આપે છે.
  • ઘણી માતા ઓ બાળકને જંક ફૂડ ખવડાવે છે.
  • આ ઉપરાંત ઘણા કુટુંબમાં છોકરાને વધુ મહત્વ આપવામાં આવે છે. જ્યારે છોકરીઓ પ્રત્યે ખોરાકમાં ભેદ ભાવ રાખવામાં આવે છે.

(F) સામાજિક આર્થીક પરિસ્થિતિ

  • કુંટુંબની આર્થીક પરિસ્થિતિ તેમજ સામાજિક પરિસ્થિતિ નબળી હોય તો તે કુટુંબની ખોરાકની રીત ભાત પણ મહત્વ નો ભાગ ભજવે છે.

Published
Categorized as ANM-NUTRITION-FULL COURSE, Uncategorised