F.Y. – ANM – CHILD HEALTH NURSING UNIT – 5 CARE OF SCHOOL CHILDREN

યુનિટ-5

કેર ઓફ સ્કુલ ચિલ્ડ્રન

ઇન્ટ્રોડક્શન

  • ભારત માં શાળાના બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાની આરોગ્ય નીતિઓ અને વ્યૂહરચના બનાવવામાં આવેલ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને નિયમિત આરોગ્ય તપાસણી પ્રદાન કરવી એ રાષ્ટ્રીય અગ્રતા બની છે.
  • ભારત સરકાર દ્વારા શરૂઆતમા કેટલાક રાજ્યોમાં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (એન.આર.એચ.એમ. અંતર્ગત એ 1996-97માં આંતર-ક્ષેત્રીય શાળા આરોગ્ય કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય બાળકોના આરોગ્યમાં સુધારો, બાળકોમાં જાગૃતિ અને કૌશલ્ય નિર્માણ, શુદ્ધ શાળા નું પર્યાવરણ, રોગ નિવારણ અને આરોગ્ય શિક્ષણ આપવાનો છે. આ ઉદેશ્યોને પાર પળવા માટે ત્યાર બાદ શાળા આરોગ્ય કાર્યક્રમનુ વિસ્તરણ કરવામાં આવ્યું.
  • શાળાનાં બાળકો માટેના મુખ્ય પડકારોમાં આરોગ્યની સમસ્યાઓને જાણવી, પોષણ, સ્વાસ્થ્ય શિક્ષણ, બીમારીઓ નું તુરંત નિદાન અને તેની સારવાર અને જરૂર પડે તો સંદભે સેવાઓ નો પણ સમાવેશ થાય છે.

ઓબ્જેક્ટીવ્સ ઓફ સ્કુલ હેલ્થ

  • શાળાનાં બાળકોની તંદુરસ્તીમાં વધારો કરવા માટે.
  • શાળામાં આરોગ્યપ્રદ વાતાવરણ સ્થાપવા માટે.
  • બીમારીઓનું વહેલુ નિદાન અને સારવાર કરવા માટે.
  • બાળકોને પૂરતુ પોષણ મળે અને શાળાના ન્યૂટ્રીશનના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે.
  • બાળકોને આરોગ્ય શિક્ષણ આપવા માટે.
  • બાળકોના વૃદ્ધિ અને વિકાસને જાણી અને તેની જરુરિયાતોને પુર્ણ કરવા માટે.
  • જરુરીયાત વાળા બાળકોને સંદર્ભ સેવા દ્વારા ઉચ્ચસ્તરીય સારવાર આપાવવા માટે.

એસેસમેન્ટ ઓફ જનરલ હેલ્થ ઓફ ચિલ્ડ્રન

શાળામાં ભણતા બાળકો માં આરોગ્ય ની તપાસ (હેલ્થ એસેસમેન્ટ) માટે નીચેના મુદ્દાઓ નો સમાવેશ થાય છે.

1.મેડિકલ હિસ્ટરી

    • જેમાં બાળકની બર્થ હિસ્ટરી, પાસ્ટ મેડિકલ હિસ્ટરી, ઇમ્યુનાઈઝેશન, અને હાલની બિમારીઓ વિશેની માહીતી લેવામાં આવે છે.

    2.ફિઝિકલ એક્ઝામિનેશન

      • જેમાં બાળકનું હેડ ટુ ટો તપાસ કરવામાં આવે છે, બાળકના દરેક અવયવોની અલગ અલગ રીતે તપાસ કરવામાં આવે છે.

      3.એસેસમેન્ટ ઓફ ગ્રોથ

        • જેમાં બાળકની હાઈટ, વેઇટ, હેડ સરકમફેરેન્સ, ચેસ્ટ સરકમફેરેન્સ, મીડ આર્મ સરકમફેરેન્સ વગેરે, ઉપરાંત દરેક પ્રકારની શારીરિક રીતે થતી વૃદ્ધિ ને તપાસવામા આવે છે. એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ થી બાળક ની વૃદ્ધિ અને વિકાસ જાણી શકાય છે.

        4.એસેસમેન્ટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ માઈલસ્ટોન્સ

          • જેમા બાળકના ઉંમર મુજબ જોવા મળતા ફેરફારો જેવા કે, બોલવું, ચાલવું, દોડવું, તેનો આઈ.ક્યુ. વગેરે જેવા માઈલસ્ટોનની તપાસ કરવામાં આવે છે.

          5.એસેસમેન્ટ ઓફ ન્યુટ્રીશનલ સ્ટેટસ

            • બાળકોને મળતા પોષણની તપાસ તેનો વૃદ્ધિ અને વિકાસ પરથી કરી શકાય છે.
            • શાળાએ જતા બાળકોની આરોગ્યની તપાસ શાળા આરોગ્ય કર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે, જેમાં શિક્ષક દ્વારા દરરોજ અને ડોક્ટર અને આરોગ્ય કાર્યકર દ્વારા અઠવાડીક તપાસ નો સમાવેશ થાય છે. શિક્ષક દ્વારા થતી નીયમીત તપાસમાં જોવા મળતી ખામીઓને આરોગ્ય કાર્યકરની સહાય થી સારવાર થઇ શકે છે અથવા તો સંદાર્ભ સેવાઓ માં મોકલી આપવા માં આવે છે.

            બાળકોની દૈનીક તપાસમાં ધ્યાનમાં લેવાના મુદ્દા

            • આંખ મા પાણી પળવું કે જોવા માં તકલીફ
            • ચહેરો લાલ થઇ જવો કે અન્ય ખામી
            • શરદી ઉધરસના લક્ષણો
            • શરીરમા ડાઘ કે દાણા
            • ગળામાં દુખાવો
            • ઉલટી કે ઉબકા આવવા
            • ઝાડા થવા
            • વર્મ્સની તકલીફ
            • ખસ, ગુમડાં કે ચામડીમાં ચામ્ભા
            • માથાના વાળ અને નખની સ્વચ્છતા
            • બાળક ધીલુ લાગે, કે રમવામાં રસ ના કેળવે.
            • ઠંડી સાથે તાવ આવે.

            એન્વાયરમેન્ટ ઓફ સ્કુલ (શાળાનું વાતાવરણ)

            • શાળામાં દરેક બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે. બાળકના સામાન્ય વ્રુધ્ધિ અને વિકાસ માટે તથા તેની તંદુરસ્તી માટે શાળાનું વાતાવરણ આરોગ્યપ્રદ, સ્વચ્છ અને લાગણીશીલ હોય એ જરૂરી છે.

            શાળાનું વાતાવરણ આરોગ્યપ્રદ રહે તે માટે શાળાના અમુક ધારાધોરણ હોય છે, જે નીચે મુજબ છે.

            સ્થળ (લોકેશન)

            • શાળાની જગ્યાની પસંદગી એવી હોવી જોઈએ કે જયાં શાંત
            • વાતાવરણ હોય, રેલ્વેના પાટા, મોટા ઉધ્યોગો, ફેક્ટરી અને અતિ વ્યસ્ત રોડ કે જ્યા હવા, પાણી કે અવાજનું પ્રદુષણન હોય.

            જગ્યા (સાઈટ)

            • શાળાની જગ્યાની પસંદગી એવી હોવી જોઈએ કે ઉચાઈમાં કે ખાડામાં કે ભીનાશ વાળી જગ્યા ન હોવી જોઈએ. બાળકો માટે રમત ગમતનું મેદાનઅને પાર્કિંગની સુવિધા હોવી જોઇએ.

            બંધારણ (સ્ટ્રક્ચર)

            • શાળા શકય હોય ત્યાં સુધી એક જ માળની હોવી જોઇએ. બહારની દીવાલની જાડાઈ ૧૦ ઇંચની હોવી જોઈએ. ગરમીથી બાળકોનું રક્ષણ થઈ શકે તેવું બાંધકામ હોવું જોઈએ.

            વર્ગખંડ (ક્લાસરૂમ)

            • ક્લાસરૂમ હવા ઉજાસ વાળો તથા પુરતા વેન્ટીલેશન વાળો હોવો જોઇએ. એક ક્લાસરૂમમાં વધુમાં વધુ ૪૦ બાળકો જ હોવા જોઇએ.

            સાધન સામગ્રી (ફર્નિચર)

            • વિધાર્થીની ઉંમરને અનુરૂપ સાધન સામગ્રી હોવું જોઈએ.
            • બાળકનો કમ્ફર્ટ અને એનાટોમીકલ પોસ્ચર જળવાઇ રહે તેવી બેઠક વ્યવસ્થા હોવી જોઇએ. સારી રીતે બાળક લખી અને વાચી શકે તેવી સગવડતા હોવી જોઇએ.

            બારી બારણા (ડોર્સ & વિન્ડોસ)

            • બારણા પહોળા અને ૬ ફુટ ઉંચા હોવા જોઈએ.
            • બારીની ઉંચાઇ 3 થી 4 ફુટ હોવી જોઇએ. બારી અને બારણા એક બીજાની સામે સામે હોવા જોઇએ જેથી હવાની અવર જવર થઇ શકે. તેની જગ્યા કુલ જમીનના 25% જેટલી હોવી જોઈએ.

            રંગરોગાન (કલર)

            • દીવાલ અને બારી બારણાનો રંગ આંછો અને આંખોને ગમે તેવો હોવો જોઇએ. ધાટો અને ચમકદાર ન હોવો જોઈએ.

            પ્રકાશ (લાઇટિંગ)

            • કલાસરૂમમાં કુદરતી પ્રકાશ આવવો જોઈએ. પ્રકાશ પાછળના ભાગમાંથી આવવો જોઈએ. ક્લાસરૂમમાં પુરતાં પ્રમાણમાં ઇલેક્ટ્રિક લાઇટની વ્યવસ્થા હોવી જોઇએ.

            પાણી પુરવઠો (વોટર સપ્લાય)

            • શાળામાં શુદ્ધ પીવાનાં પાણીની તથા પુરતા પ્રમાણમા વાપરવાના પાણીની સગવડતા પોતાની હોવી જોઈએ.

            સંડાસ બાથરૂમ

            • શાળામાં દર 100 વિદ્યાર્થી દીઠ એક યુરીનલ અને 60 વિદ્યાર્થી દીઠ એક સંડાસ હોવું જોઇએ. આ ઉપરાંત સેનીટેશન ની દેખરેખ સમયાંતરે થવી જોઇએ.

            ચોખ્ખાઇ અને સ્વચ્છતા (ક્લીનલીનેસ)

            • શાળાનાં વર્ગ ખંડની રોજ એક વખત અને સંડાસ બાથરરૂમની રોજ બે વખત સફાય થવી જોઇયે.

            પોષણ સેવાઓ (ન્યુટ્રીશનલ સર્વિસીસ)

            • શાળામાં આરોગ્યપ્રદ આહારની વ્યવસ્થા હોવી જોઇએ જેવુ કે મધ્યાહન ભોજન, અને તેની વખતો વખત તપાસ થવી જોઇએ.

            આરોગ્ય સેવાઓ (હેલ્થ સર્વિસીસ)

            • શાળામાં શિક્ષક દ્વારા બાળકના આરોગ્યની રોજ તપાસ થવી જોઇએ, તેમજ સમયાંતરે ડોક્ટર તથા આરોગ્ય કાર્યકર દ્વારા પણ તપાસ અને સારવાર થવી જોઇએ. જરુરિયાત વાળા બાળકોમાં સંદર્ભ સેવાઓની પણ વ્યવસ્થા હોવી જોઇએ
            • દીવ્યાંગ બાળકો માટે અલગ થી બેઠક વ્યવસ્થા, સંડાસ બાથરૂમ, અને બીજી દરેક પ્રકાર ની વિશેષ સુવીધાઓ હોવી જોઇએ.

            સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ (શાળા આરોગ્ય કાર્યક્રમ)

            • શાળા આરોગ્ય કાર્યક્રમ આરોગ્ય એટલે આરોગ્યપ્રદ વાતાવરણ ઉપરાંત મનુષ્યની સામાજિકતા, લાગણીતંત્ર, આધ્યાત્મિકતા એવા તમામ આવરણો ઉપર પણ પુરતું સકારાત્મક પ્રભુત્વ હોય તેવી સંતોષકારક પરિસ્થિતિનું નિર્માણ કરવું. શાળા આરોગ્ય કાર્યક્રમએ રાજ્યની ભાવી પેઢીને તંદુરસ્ત બનાવવાનો તેમજ તેઓમાં આરોગ્યપ્રદ ટેવોનું અનુકરણ કરાવાનો આરોગ્ય વિભાગનો એક સરાહનીય પ્રયાસ છે.
            • જેમાં બાળકોની આરોગ્ય તપાસણીથી લઈને સુપરસ્પેશ્યાલીટી સુધીની સારવારનો સમાવેશ થાય છે.શાળા આરોગ્ય કાર્યક્રમ એક અતિ મહત્વનો સમાજલક્ષી કાર્યક્રમ છે. જે અંતર્ગત પ્રતિ વર્ષે અંદાજે દોઢ કરોડ જેટલા બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવે છે.તેનો ઉદ્દેશ રાજ્યના તમામ બાળકોની સઘન તંદુરસ્તી જાળવવાનો છે.

            હેતુઓ

            • શાળાના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતી બીમારીઓની તપાસ અને સ્થળ પર સારવાર.
            • જરૂરી સંદર્ભ સેવાઓ માટે બાળકોની તપાસણી અને અલગ તારવણી.
            • જરૂરીયાતવાળા બાળકોની સંદર્ભ સેવા કેન્દ્રોમાં વિગતવાર તપાસણી, સારવાર તથા ફોલોઅપની વ્યવસ્થા.
            • સુપર સ્પેશીયાલીટી સારવાર.
            • શાળાના બાળકો દ્વારા સમાજમાં આરોગ્ય અંગે સમજદારી ઉભી કરવી.
            • ગામ તથા શાળામાં આરોગ્યપ્રદ વાતાવરણ ઉભું કરવું.

            લાભાર્થી

            • નવજાત શિશુથી છ વર્ષના આંગણવાડીના બાળકો.
            • પ્રાથમિક શાળાના બાળકો.
            • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓ.
            • નવજાત શિશુથી ૧૪ વર્ષના શાળાએ ન જતા બાળકો.
            • ચિલ્ડ્રન હોમના બાળકો.

            સેવાઓ

            • આરોગ્ય તપાસ
            • સ્થળ પર સારવાર
            • સંદર્ભ સેવા
            • ચશ્મા વિતરણ
            • કીડની પ્રત્યારોપણ સહિતની સુપરસ્પેશ્યાલીટી સેવાઓ.
            • આરોગ્ય શિક્ષણ

            કાર્ય પધ્ધતિ

            • શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય ટીમ આયોજન મુજબ શાળા. આંગણવાડી અને ગામની મુલાકાત લઈ તમામ બાળકોની આરોગ્ય તપાસ કરે છે. તપાસણી દરમ્યાન જે બાળકો બીમાર જણાય તેઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે.
            • તબીબી અધિકારી દ્વારા બીમારીવાળા તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને જે બાળકોને સંદર્ભસેવાની જરૂર જણાય તેવા બાળકોને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં, સા.આ.કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાત દ્વારા ચકાસણી કરીને સંદર્ભ સેવા પુરી પાડવામાં આવે છે. જેમ કે બાળરોગ નિષ્ણાત, આંખના સર્જન, કાન, નાક, ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્ણાત વિગેરે નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે સારવારની સાથે સાથે જે બાળકને દ્રષ્ટિ ની ખામી હોય અને ચશ્માની જરૂર હોય તેવા બાળકોને વિનામૂલ્ય ચશ્મા પુરા પાડવામાં આવે છે.
            • હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને વધુ સારવાર માટે સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં બાળકોને ઓપરેશન અને કિડની પ્રત્યારોપણ સેવા સહિતની તમામ સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. રાજ્યમાં સારવાર શક્ય ન હોય તેવા હૃદયની જટીલ બીમારીવાળા બી.પી.એલ. કાર્ડ ધારકોને રાજય બહાર ની ખ્યાતનામ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવે છે.

            આરોગ્ય કાર્યકરની ભુમીકા

            • બાળકોની બેઝીક આરોગ્ય તપાસ અને સ્થળ પર સારવાર.
            • આરોગ્ય તપાસણીની આરોગ્ય કાર્ડ અને રજીસ્ટરમાં નોંધણી.
            • તબીબી અધિકારી દ્વારા તમામ જરૂરિયાતવાળા બાળકોને સંદર્ભસેવા અપાવવી.
            • રીપોર્ટીગની કામગીરી.
            • આરોગ્ય શિક્ષણ.
            • સંકલન અને સયોગ.
            • ફોલોઅપ કામગીરી.

            હેલ્થ પ્રોબ્લેમ્સ ઓફ સ્કુલ ચાઈલ્ડ

            ડેન્ટલ પ્રોબ્લેમ્સ (દાંતની તકલીફો)

            મુખ્યત્વે બાળકોમાં દાંતની ત્રણ સમસ્યા હોય છે.

            • દાંતનો સડો
            • પેઢાના રોગો
            • વાંકાચુકા દાંત
            • પહેલા બે રોગો માટેના મુખ્ય કારણો તરીકે મોંની અપૂરતી સ્વચ્છતા તેમજ ખોરાક ખાવાની કુટેવો ગણાય. બાળકોના દાંત સ્વચ્છ ન હોય તો મોંમાં જંતુઓ (બેક્ટેરિયા)પેદા કરે છે, જેને કારણે દાંતમાં સડો થાય છે અને પેઢાઓમાં સોજો આવે છે. વાંકાચૂકા દાંત માટે બાળપણની જાતજાતની કુટેવો જવાબદાર હોય છે. જેવી કે અંગૂઠો ચૂસવો અથવા આંગળી ચુસવી વિગેરે.

            લક્ષણો સાઇન/સીમટમ્સ

            • દાંત સડી જવા
            • દાંતની સપાટીનો રંગ કાળા રંગમાં ફેરવાઈ જાય છે અથવા તેમાં પોલાણ પડે છે.
            • ગરમ કે ઠંડા પદાર્થો લે ત્યારે દાંત કળે છે.
            • દુખાવો શરૂઆતમાં હોય અને જે લબકારાની જેમ ચાલુ રહેતો હોય છે.
            • ખોરાક દાંતમાં ભરાઇ રહે છે.

            પેઢાંના રોગો

            • પેઢાંના રોગોમાં સામાન્ય રીતે દુખાવો થતો નથી અને બાળકો તેની કોઇ ફરિયાદ કરતાં હોતાં નથી છતાં પણ જો આની સમયસર સારવાર ન થાય તો તેને કારણે હાડકાં તૂટી જાય છે અને દાંત ઢીલા પડે છે. પેઢામાં આવું થઈ શકે છે.
            • પેઢા પર સાજો આવી જાય
            • સાધારણ ઇજા થાય તો પણ પેઢામાંથી લોહી વહેવા માંડે,
            • મોં માંથી દુર્ગંધ આવે.

            વાંકાચૂકા દાંત

            • બાળકોના દાંત એકબીજા સાથે વધારે ખીચોખીચ દેખાય છે.
            • બાળક બે હોઠને બંધ કરી શકતું નથી.
            • નીચલા દાંત ઉપરના દાંત કરતાં વધુ અંદર હોય છે. ઉપલા દાંત ઉપસીને બહાર આવે છે.

            તપાસ

            • નીચેની તકલીફો માટે તપાસ કરો.
            • દાંતનો રંગ બદલાઇ જવો અથવા દાંત પર ડાઘા હોવા.
            • દાંતની આગળની તથા પાછળની બંને સપાટી તપાસવી જોઇએ.
            • દાતમાં પોલાણ હોવું. પેઢાઓમાં આવતો સોજો, લોહી નીકળવું કે પરૂ નીકળવું.
            • દાંતની અનિયમિત ગોઠવણી.

            ટ્રીટમેન્ટ

            • સામાન્ય રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે પેટા કેન્દ્રોમાં દાંતની સારવાર આપવાનું શક્ય નથી આવા દાંતવાળું કોઇ બાળક હોય તો તેને દંત સર્જન પાસે મોકલવા જોઇએ.

            આરોગ્ય કાર્યકર શું કરી શકે ?

            • દરેક બાળકને મોંના આરોગ્યની જાળવણી અંગે શિક્ષણ આપવુંએ લાંબે ગાળે ફાયદાકારક બને છે, સારા અને મજબૂત દાંત અને પેઢાંઓ માટે પ્રોટીનયુક્ત અને વિટામીનયુકત ખોરાકની સલાહ આપવી જોઇએ. દૂધ, માખણ, ઇંડા, લીલાં પાંદડાવાળા શાકભાજી, ગાજર, મૂળા અને ફળો લેવવા.
            • ગળ્યા પદાર્થો મર્યાદિત પ્રમાણમાં લેવા ખોરાકમાં વધુ પડતું ગળપણ લેવાથી દાંત સડે છે. સાકરવાળી મીઠાઇઓ અને ચોકલેટો જેવા મીઠા પદાર્થોને શક્ય હોય ત્યાં સુધી ટાળવા.
            • સવારમાં અને રાત્રે સૂતાં પહેલાં દાંત સાફ કરવા જોઇએ.

            પ્રોબ્લેમ્સ ઓફ આઈ (દૃષ્ટિની ખામી)

            • શરીરના સંવેદનશીલ અંગો પૈકી આંખો સૌથી વધુ કિંમતી છે. બાળકની ભણવાની શકિતઓમાં આંખોનો ફાળો ખૂબ મોટો છે. શાળામાં ભણવાના વર્ષો બાળકના શારીરિક/બૌદ્ધિક અને વર્તનના ઘડતરના વર્ષો છે. શાળા કાળ દરમિયાન દૃષ્ટિની ખામીથી બાળકના બૌદ્ધિક વિકાસ, સર્વાગી વિકાસ તથા ભાવિ જિંદગીની કાર્યક્ષતામાં અવરોધક થાય છે.

            દ્રષ્ટિ ખામીના પ્રકાર(ટાઈપ્સ)

            દ્રષ્ટિ ખામી ત્રણ પ્રકારની હોય છે.

            ટૂંકી દ્રષ્ટિ

            • આવા બાળકો નજીકનું સ્પષ્ટ જોઇ શકે છે. પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઇ શકતો નથી

            લાંબી દ્રષ્ટી

            • આવા બાળકો દુરની કે નજીકની કોઇપણ વસ્તુ જોવામાં પ્રતિકુળત અનુભવે છે.

            અસ્પષ્ટ દ્રષ્ટિ

            • આવાં બાળકો વસ્તુ સ્પષ્ટ જોઇ શકે છે, પરંતુ વાંચતાં વાંચતાં માથાનો દુખાવો થઈ જવાની વારંવાર ફરિયાદ કરે છે.

            મુખ્ય ચિહ્નો અને લક્ષણો

            • ઓછા પ્રકાશમાં જોઈ ન શકે.
            • માથામાં દુખાવો.
            • આંખો ખેંચાવી.
            • આંખોમાં બળતરા.
            • બે અક્ષરો દેખાવા (ડબલ દેખાવું).
            • વર્ગમાં કાળા પાટીયાની નજીક બેસે છે.
            • વાંચતી વખતે ચોપડી આંખોની ખૂબ જ નજીક રાખે છે.
            • આંખો ચોળે છે.
            • નજરની એકાગ્રતાની જરૂર પડે તેવી પ્રવૃત્તિ ટાળે છે.
            • વાંચતાં વાંચતાં અવાર નવાર માથાનો દુ:ખાવો થઇ જવાની તકલીફ પણ થઇ શકે છે.
            • ટૂંકી દ્રષ્ટિની ખામી નાનાં બાળકોમાં જોવા મળતી સર્વ સામાન્ય સમસ્યા છે.
            • ટૂંકી દ્રષ્ટિ માટેની પ્રાથમિક તપાસણી શાળામાં જ તાલીમબદ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા કરી શકાય.
            • આ ખામી માટે તમામ બાળકોની તપાસણી કરવી અત્યંત જરૂરી છે. બાળકો સામાન્ય રીતે દ્રષ્ટિની તકલીફની ફરીયાદ કરતાં નથી.
            • તપાસણીનો હેતુ દ્રષ્ટિ ખામીની શરૂઆતની સ્થિતિમાં શોધી કાઢવાનો અને સંદર્ભસેવા કેન્દ્રમાં મોકલી ચશ્મા દ્વારા ખામી સુધરવાનો છે.
            • બાળકની તપાસણી એવી જગ્યાએ કરવી જોઈએ કે જેમાં યોગ્ય પ્રકાશ હોય. ખુલ્લી જગ્યામાં દિવસનો પ્રકાશ બાળકની આંખની તપાસણી માટે સારો ગણાય.

            તપાસ

            • શાળામાં શિક્ષકો દ્વારા રોજ અને આરોગ્ય કાર્યકરો દ્વારા અઠવાડીક તપાસ કરવામાં આવે છે. દ્રષ્ટી ખામી વાળા બાળકોને આરોગ્યકેંદ્ર પર સારવાર માટે મોકલાય છે.

            આરોગ્ય કેન્દ્રોમાં સારવાર

            • ઓપ્થાલ્મીક આસીસ્ટન્ટ દ્વારા આંખ ની તપાસ કરાવવી
            • દ્રષ્ટીની ખામી જાણી તે મુજબ યોગ્ય સારવાર કરવી

            ખસ (સ્કેબીઝ)

            • ખસ સાધારણ રીતે નાના બાળકોમાં થતો ચામડીનો રોગ છે, જે સૂક્ષ્મ જંતુ દ્વારા થાય છે. આ રોગ ચેપી છે અને દર્દી સાથેનો ધનિષ્ઠ સંસર્ગથી, દર્દીની ચાદર કે ટુવાલ વગેરે વાપરવાથી એક વ્યકિત થી બીજી વ્યક્તિમાં ફેલાય છે.

            મુખ્ય ચિહ્નો અને લક્ષણો

            • ખસનાં સૂક્ષ્મ જંતુ ચામડીમાં પોલાણ કરી અંદર પ્રવેશી ચામડીની નીચે રહે છે.

            જેને પરિણામે નીચે મુજબના લક્ષણો જોવા મળે છે.

            • લાલાસ
            • સખત ખંજવાળ, ખંજવાળની ઉગ્રતા રાત્રિ દરમિયાન વધે છે.
            • ચામડી પર ખંજવાળવાના ઘા પર વધારાનો બીજો ચેપ લાગવાનું મોટા ભાગે જોવા મળે છે અને તેમાંથી પાણી જેવો સ્ત્રાવ કે રસી વહેતા જોવા મળે છે.

            તપાસ

            • પ્રત્યેક બાળકને પૂછો . ખંજવાળ આવે છે? ખાસ કરીને રાત્રિ દરમિયાન ખંજવાળ આવે છે કે કેમ તે જાણો. જે બાળક ખંજવાળની ફરીયાદ કરે તેવાં બાળકોની પ્રકાશવાળી જગ્યામાં તપાસો અને નીચેના ભાગ ઉપર ખાસ જુઓ.
            • આંગળીઓમાં વચ્ચેની જગ્યા
            • કાંડા નો ભાગ
            • બગલ
            • નાભિ ફરતેની પેટની ચામડી
            • કમર
            • પ્રજનન અંગો
            • સામાન્ય રીતે ખસવાળા બાળકના ઘરનાં બીજા સભ્યોમાં પણ આ ફરિયાદ હોય છે.

            સારવાર

            • ગામાબેન્ઝીન હેક્સાક્લોરાઇડ અને એવી બીજી દવાઓ ચામડી પર લગાડવાથી ખસ સંપૂર્ણપણે મટાડી શકાય છે.
            • ખસવાળા બાળકોને પ્રાથમિક /સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ પાસે શારીરિક તપાસ તથા સારવાર અને સલાહ માટે સંદર્ભ સેવા કાર્ડ ભરી મોકલી આપવા જોઇએ.
            • સારવાર કુટુંબના તમામ સભ્યો માટે જરૂરી છે અને આ બાબતે શિક્ષણ મા-બાપને મળી સલાહ આપે તે જરૂરી છે.
            • સારવાર દરમિયાન વપરાશમાં લેવાની ચાદરો, ટુવાલ અને ગંજી-ચડ્ડી સહીત અન્ય કપડાં ગરમ પાણીમાં ધોઇ તડકામાં સુકવવા જોઈએ
            • જો આ રીતે સાવચેતી ન રાખવામાં આવે અને કુટુંબના બીજા સભ્યોને સારવાર આપવામાં ન આવે તો ફરીથી ચેપ લાગી શકે છે.

            આરોગ્ય કેન્દ્રોમાં સારવાર

            • બેન્ઝાઇલ બેન્ઝોએટ લોશન (બી.બી.લોશન): બાળકના શરીરના ગળા નીચેના તમામ ભાગો પર બેજાઇલ બેન્ઝોએટનું પાણીમાં દ્રાવણ બ્રશ વડે લગાડો.
            • ગામા બેન્ઝીન હેકઝાકલોરાઇડ લોશન/મલમ
            • પરમેથ્રીન મલમ

            કાનનું વહેવું (ઓટાઇટીસ મીડિયા)

            • સમસ્યા કાનનું વહેવુ એ કાનના પોલાણના ચેપથી પેદા થતી નાનાં બાળકોની સર્વ સામાન્ય સમસ્યા છે. આ તક્લીફની સારવાર તાત્કાલિક કરાવવી જોઇએ, નહીં તો ઓછું સંભાળાવું કે કાયમી બહેરાશ જેવી તક્લીફ થઈ શકે.

            ચીન્હો અને લક્ષણો

            • કાનનું વહેવું એ કાનના ચેપથી ઉદભવતી બીમારી છે.
            • દુખાવો એ સામાન્ય ચિહ્ન છે. ખંજવાળ આવે શરદી અને ઉધરસ
            • બાળકને તાવ પણ હોઇ શકે અને કાનમાં દુખાવો થાય.
            • કાનમાંથી રસી વહેવાનો પૂર્વ ઇતિહાસ હોય છે. તીવ્ર કેસોમાં કાનની નળીમાંથી વહેતો સ્ત્રાવ જોઇ શકાય છે.

            તપાસ

            • શાળામાં તપાસણી કાનમાંથી રસી વહેવાના પૂર્વ ઇતિહાસની તપાસ કરો.
            • કાનમાં ચેપ છે કે, કેમ તે જાણવા ધીમેથી કાન ખેંચો .જો તેમ કરવાથી દુખાવો થાય તો ચેપ છે તેમ નકકી કરો.

            સારવાર

            • કાન વહેતો હોય કે કાનમાં ચેપ હોય તેવા બાળકની સારવાર એન્ટીબાયોટીક્સ વડે કરવી જરૂરી છે. આવા બાળકને સંદર્ભ સેવાઓ માટે સામુહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ પાસે સારવાર માટે મોક્લી આપવા જોઇએ.
            • આવા બાળકને તબીબી અધિકારી દ્વારા એંટીબાયોટિક્સ, એનાલ્જેસિક્સ અને એટી હિસ્ટામાઇન ડ્રગ્સ આપવામાં આવે છે.
            • કાનને સૂકો રાખવાની મા -બાપને સલાહ આપવી જોઇએ.
            • કાનમાંથી રસી વહેવાની બીમારી તીવ્ર કે લાંબા સમયની હોઇ શકે.

            એક્યુટ સુપરેટિવ ઓટાઈટીસ મીડિયા

            • તીવ્ર કિસ્સાઓમાં (જેમાં કાનનાં વહેવાની તક્લીફ બે અઠવાડિયા કરતાં ઓછા સમયથી હોય તેવા કિસ્સા) કોઇ એક એન્ટીબાયોટીક ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી આપો. (કોટ્રાયમોક્સાઝોલ, એમોક્સીસીલીન અથવા એમ્પીસીલીનની ગોળીઓ મોં વાટે) દુખાવો કે ખૂબ તાવ હોય તો પેરાસીટામોલ આપો.
            • જો રસી આવતી હોય તો વાટ વડે કાન સુકો કરો. પાંચ દિવસ બાદ પુનઃ તપાસણી કરો. જો ચિહ્ન હજુપણે હોય તો વધુ પાંચ દિવસ સુધી એન્ટીબાયોટીકસ આપો.
            • ૧૦ દિવસની સારવારના અંતે પણ તકલીફ હોય તો કાન-નાક- ગળાના નિષ્ણાત પાસે સંદર્ભે સેવાઓ માટે મોકલી આપો.

            ક્રોનિક સુપરેટિવ ઓટાઈટીસ મીડિયા

            • લાંબા સમયના કિસ્સાઓમાં (જેમાં કાન વહેવાની તકલીફ બે અઠવાડિયા કરતાં વધુ સમયથી હોય તેવા કિસ્સામાં એન્ટીબાયોટીક્સ વડે સારવાર જરૂરી નથી.
            • લાંબા સમયથી વહેતો કાન જો તેને સૂકો રાખવામાં આવે તો વહેતો બંધ થઈ જશે. કાનને સુકો રાખવો એ જ અસરકારક સારવાર છે, તે યાદ રાખો.
            • લાંબા સમયથી કાન વહેતો હોય તેવા તમામ બાળકોને કાન-નાક-ગળાના નિષ્ણાત દ્વારા સંદર્ભ સેવાઓ માટે મોકલી આપવા જોઇએ, જેથી કાનનો પડદો તૂટી ગયો છે કે, કેમ તેની ખાત્રી થઇ શકે.
            • વધારાનો (સેકન્ડરી) ચેપ હોય તો સારવાર થઇ શકે.

            ન્યુટ્રીશનલ ડેફીશીયનસી

            પી.ઈ.એમ. (પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન)

            • પ્રોટીન એનર્જી માલનુટ્રીશન એ પ્રોટીન અને કેલેરી(એનેર્જી)ની ઉણપના કારણે જોવા મળે છે. બાળકોમાં તે અલગ અલગ લક્ષણો સાથે જોવા મળે છે. તે મીડ, મોડરેડ અને સીવિયર ફોર્મમાં હોય છે.

            તેમાં નીચે મુજબ ના રોગો નો સમાવેશ થાય છે.

            1. ક્વાસીયોર્કોર
            2. મરાસમસ
            3. મરાસ્મિક ક્વાસીયોર્કોર

            ક્વાશીયોર્કોર

            • તે મુખ્યત્વે 1 થી 6 વર્ષના બાળકોમાં જોવા મળે છે અને તે પ્રોટીનની ઉણપના કારણે થાય છે, ક્વાશીયોર્કોર 6 મહીના બાદ ઉપરી આહારમાં પ્રોટીનના ઓછા પ્રમાણના કારણે થાય છે.

            સાઇન/સિમટમ્સ

            • હાથ પગમાં સોજા
            • ફુલાયેલુ પેટ
            • ડર્મેટાઇટીસ અને ચામડી માં કરચલી જોવા મળે
            • વાળ ભુખરા, સુકા અને બરછટ થઇ જાય,
            • ફેસ નો આકાર ચંદ્ર જેવો થઈ જાય. ( મૂન સેપ્ડ ફેસ)
            • લીવર પર સોજા આવે.
            • બાળક ને ભુખ ન લાગે અને ચીડીયુ થઇ

            મરાસમસ

            • તે ખુબ જ તિવ્ર પ્રકારનું કુપોષણ છે. (સિવિયર ફોર્મ ઓફ માલન્યુટ્રીશન), તે બાળકને પુરતુ પોષણ ન મળે ત્યારે થાય છે. બાળકનાં શરીરમા શક્તી(કેલેરી)ની તિવ્ર ઉણાપ જોવા મળે છે.

            કારણો

            • માતા બાળકને અપુરતુ પુરતુ બ્રેસ્ટ ફીડીંગ કરાવે કે બીલકુલ ન કરાવે.
            • અપુરતો ઉપરી આહાર અથવા આહારમાં પોષક તત્વોની ઉણપ.
            • ઓછા વજન વાળુ બાળક અથવા પ્રીટર્મ બર્થ.

            સાઇન/સીમટમ્સ

            • ઉંમર પ્રમાણે ઓછુ વજન અને ઉંચાઇ, બાળક એકદમ પાતળું દેખાય.
            • રોગપ્રતીકારક શક્તિમાં ઘટાડો, વારંવાર બીમાર પડે.
            • મસલ માસ અને સબ ક્યુટેનિયસ ફેટમાં ઘટાડો થઇ જાય.
            • આ ઉપરાંત તેનાં કારણે હાઇપોથર્મિયા, ડિહાઇડ્રેશન, એનિમિયા, વિટામીન ડેફિશિયન્સીસ અને મૃત્યુ પણ થઇ શકે છે.

            સારવાર

            • ડબ્લ્યુ.એચ.ઓ. ની ગાઈડલાઈન તેની નીચે મુજબ સારવાર કરી શકાય.
            • ટ્રીટ/પ્રિવેન્ટ હાયપોગ્લાઇસેમિયા
            • ટ્રીટ/પ્રિવેન્ટ હાયપોથર્મિયા
            • ટ્રીટ/પ્રિવેન્ટ ડીહાઇડ્રેશન
            • કરેક્ટ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલન્સ
            • ટ્રીટ/પ્રિવેન્ટ ઇન્ફેક્શન
            • કરેક્ટ માઈક્રો ન્યુટ્રીયન્સ ડિફિશિયન્સીસ
            • સ્ટાર્ટ કોઝિયસ ફીડિંગ
            • અચીવ કેચ અપ ગ્રોથ
            • પ્રોવાઈડ સેન્સરી સ્ટીમ્યુલેશન એન્ડ ઈમોશનલ સપોર્ટ
            • પ્રિપેર ફોર ફોલો અપ આફ્ટર રિકવરી

            નોંધ :-હાલમાં બાળકોમાં જોવા મળતાન કુપોષણનું નિદાન એસ.એ.એમ. અને એમ.એ.એમ. માં થાય છે. અને તેની સારવાર પણ તેના નિદાન મુજબ થાય છે. જેના વિશેનું વર્ણન યુનીટ 3 માં કરેલ છે.

            પાંડુરોગ (આયર્ન ડેફિશિયનસી એનિમિયા)

            • પાંડુરોગ એવો રોગ છે, જેમાં લોહીમાં રહેલા રકતકણોમાં રકતરંજક (હિમોગ્લોબીન) દ્રવ્યની ઉણપ હોય છે. હિમોગ્લોબીન શરીરના તમામ અવયવો તથા પેશીઓને ઓક્સિજન પહોંચાડવાના વાહન તરીકે કામ કરે છે. એનેમિયામાં અગત્યના અવયવોને ઓક્સિજન ખુબ ઓછો પહોંચે છે અને પરિણામે બાળકના આરોગ્ય માટે ભયજનક પરિસ્થિતિ પેદા થાય છે. એનિમિયા વાળું બાળક જલ્દી થાકી જાય છે અને હાંકવા લાગે છે. આવાં બાળકો વારંવાર બીમાર પડી જાય છે. એનિમિયાના ગંભીર કેસોમાં ચેપ કે હૃદયરોગની શક્યતા વધે છે, જેને લીધે મરણ પણ થઇ શકે છે.

            કારણો

            • 6 માસ સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડીંગ ન આપવાથી અને 6 મહીના બાદ યોગ્ય માત્રા મા પુરક ખોરાક ન આપવાથી થઇ શકે.
            • ઓછું લોહતત્વ (આયર્ન) ધરાવતો ખોરાક
            • ખોરાકમાં લીલાં પાંદડાંવાળા શાકભાજી, ઈંડા, મગફળી, ચણા અને ગોળ જેવા લોહતત્વથી પણા અને ગોળ જેવા
            • ભરપૂર ખોરાકની આહારમાં ઉણપ.
            • કૃમિનો ચેપ, જેવા કે, અંકુશ કૃમિ (હુક વર્મ), ગોળ કૃમિ(રાઉન્ડ વર્મ). સૂત્ર કૃમિ(થ્રેડ વર્મ) વગેરે.
            • તરુણીઓમાં વધુ પડતો માસિક સ્ત્રાવ.

            સાઇન/સીમટમ્સ

            • નરી આંખે જોઇ શકાય તેવાં લક્ષણો છે.
            • નખ, જીભ, અને આંખના નીચેનાં પોપચાની ફિક્કાશ,
            • ગંભીર કેસોમાં બાળક ઝડપથી થાકી જવાની ફરીયાદ કરે છે.
            • સામાન્ય શ્રમ થી શ્વાસ ચડે છે અને પગ અને શરીર પર સોજો આવે છે.

            તપાસ

            • શાળાના તમામ બાળકોને એનિમિયા માટે તપાસવાં જોઇએ. આમ કરવાથી નરી આંખે જોઇ શકાય તેવા લક્ષણોવાળા બાળકોને સારવાર આપવાનું તથા આહાર અંગે સલાહ આપવાનું શક્ય બનશે તથા કૃમિના ચેપવાળાં બાળકો અને બીજા લક્ષણોવાળાં બાળકોને સ્થળ ઉપર સારવાર આપી શકાય.
            • પૂરતા પ્રકાશવાળી જગ્યામાં બાળકોનાં નખ, જીભ, હથેળીના રંગની તપાસ કરો, જો તે ફિક્કા જણાયતો તેને વધુ તપાસ માટે આરોગ્ય કેંદ્ર મા મોકલો.
            • હથેળીની તપાસ જો બાળકની હથેળી તમારી પોતાની હથેળી કરતા ફિક્કી લાગે તો બાળકને પાંડુરોગ હોઈ શકે તેમ ધારો.
            • બાળકના હિમોગ્લોબિનની તપાસ માટે આરોગ્ય કેંદ્ર પર મોકલો.

            સારવાર

            • જે બાળકને પાંડુરોગનાં નરી આંખે જોઇ શકાય તેવાં લક્ષણો હોવાનું તમને જણાય તો તમામ બાળકોને આયર્ન અને ફોલીક એસીડની ટીકડીઓ અને નાના બાળકમાં સીરપ જરૂરી માત્રામાં આપો.

            આરોગ્ય કેન્દ્રમાં સારવાર

            • આયર્ન અને ફોલીક એસીડની ગોળી દિવસમાં બે વખત આપવી.
            • મૂળમાં કૃમિ નીકળતા હોય તેવા કેસોમાં અથવા કૃમિના ચેપવાળા શંકાસ્પદ કેસોને કૃમિનાશક દવાઓ (ડીવોર્મિંગ) આપવી જોઈએ.
            • મેબેન્ડાઝોલ 100 મી.ગ્રા ની ગોળી દિવસમાં બે વાર ત્રણ દિવસ સુધી આપવી.
            • આલ્બેન્ડાઝોલ 400 મી.ગ્રા.ની ગોળી સિંગલ ડોઝ આપવી
            • આહાર અંગે યોગ્ય સલાહ આપો.

            આરોગ્ય કાર્યકર શું કરવું

            • ખામી વાળાં તમામ બાળકોના વાલીઓને બોલાવીને નીચે મુજબ સલાહ આપવી. આહારમાં રોટલી, કઠોળ, લીલાં પાંદડાવાળા શાકભાજી, કેળાં, ઇંડા, શેકેલી મગફળી, શેકેલા ચણા, ગોળ વગેરેમાં સારા પ્રમાણમાં લોહતત્વ હોય છે. જેનો આહારમાં વધુ પ્રમાણમાં સમાવેશ કરવો જોઇએ.
            • પાંડુરોગ પેદા કરી શકે તેવા કૃમિનો ચેપ દૂષિત ખોરાક મારફતે લાગે છે. શાકભાજી તથા ફળો ખાતાં પહેલા પાણીથી ધોઈ નાખવા જોઇએ.
            • બાળકોને વ્યકિતગત સ્વચ્છતા જાળવવા અને જમતાં પહેલાં હાથ ધોવાની સલાહ આપવી.
            • કૃમિ નો ચેપ ગંભીર પ્રકારના અનેમીયાનું એક અગત્યનું કારણ છે.
            • બાળકને સંદર્ભ સેવાઓ માટે મોકલવું તથા સારવાર સલાહ નિયમિત લેવાય તે બાબતે તકેદારી રાખવી.
            • બાળક વાઇફાઇ કાર્યક્રમ અંતર્ગત દર અઠવાડિયે આર્યનફોલીકની ગોળી અવશ્ય ગળાવો. માસ ડીવોર્મીંગ દરમ્યાન તમામ બાળકો કૃમિનાશક દવાઓ લેતેનું ધ્યાન રાખવું જોઇએ.

            ડેફિશિયન્સી ઓફ વિટામીન એ (વિટામીન “એ” ની ઉણપ)

            • દ્રષ્ટિ (આંખો) માટે વિટામીન-એ જરૂરી છે. તે શરીરની વૃદ્ધિને ઉત્તેજે છે અને બાળકને ચેપ સામે રક્ષણ આપે છે. વિટામીન-એ ની ઉણપના લક્ષણો પૈકી રતાંધળાપણું એક છે.
            • જો રતાંધળાપણાની સારવાર કરવામાં ન આવે તો બાળક કાયમ માટે અંધ બની શકે.

            સાઇન/સીમટમ્સ

            • બાળકે અંધારામાં કે ઓછા પ્રકાશમાં ન પ્રકાશમાં ન જોઇ શકવાની ફરિયાદ કરે છે.
            • આ લક્ષણ લોકોમાં જાણીતું છે અને તે રતાંધળાપણું જેવાં પ્રાદેશિક નામોથી ઓડખાય છે.

            સારવાર

            • આરોગ્ય કેંદ્ર પર થી 2 ML (2 લાખ IU) વિટામીન એ નું દ્રાવણ આપવું સંદર્ભ સેવાઓ: વધુ તપાસ માટે આંખ ના દોક્ટર પાસે મોકલો.

            આરોગ્ય કાર્યકર દ્વારા પગલાં

            • ખોરાકમા પુરતા પ્રામાણમાં આપવામાં ન આવે તો વિટામીન એ ની ઉણપ પેદા થાય છે.
            • આવા સંજોગો માં લીલા પાંદડા વાળા શાકભાજી, અને ઘાટા પીળા રંગનાં ફાળ અને વીટામીન એ સિરપ આપવાની સલાહ અપાય છે
            • નવ મહીનાની ઉંમર બાદ દર છ મહીને વિટામીન એ ની સિરપ આપવામાં આવે છે
            • દરેક બાળક ની આંખ અને દ્રષ્ટીની તપાસ કરવી જોઇએ.

            ડેફિસીયન્સી ઓફ આયોડીન (આયોડીનના ઉણપ)

            • બાળકની સામાન્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી આવશ્યક સૂક્ષ્મ પોષક તત્વો પૈકીનું એક આવશ્યક તત્વ આયોડીન છે, શરીરમાં તેનો ઉપયોગ થાયરોકસીન નામનાં હોર્મોન નાં ઉત્પાદનમાં થાય છે કે જે હોર્મોન શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. આ હોર્મોનની ઉણપથી બાળકની વૃદ્ધિ અને મુખ્યત્વે વિકાસ રૂંધાય છે. શારિરીક વિકાસ અટકે છે અને બાળક મંદબુદ્ધિવાળું પણ થઇ શકે છે.

            સાઈન/સિમટમ્સ

            • આયોડીનની ઉણપનું ખુબ જ સામાન્ય લક્ષણ ગલગંડ (ગોઈટર) છે, તે આયોડીનની ઉણપને કારણે ઉદ્દભવતો ગળા પરનો સોજો કે ગાંઠ છે. થાઇરોઇડ ગ્રંથીની અસાધારણ વૃદ્ધિનું પરિણામ છે.

            ગંભીર પ્રકારની આયોડીનની ઉણપવાળાં બાળકોમાં નીચે મુજબનાં લક્ષણો જોવા મળે છે.

            • મંદ શારીરિક વૃદ્ધિ અને વિકાસ
            • મંદ બુધ્ધિ કે જેમા માનસીક કાર્યો માં રુકાવટ આવે. આવુ બાળક બીજા બાળકો થી અલગ તરી આવે.

            સારવાર

            • આયોડીન ની ઉણપ વાળા બાળકોની વહેલી શોધ અને અવાર નવારની મુલાકાતો દ્વારા સલાહ આપવાથી ખાવાં બાળકોના ઉત્થાન, પુનર્વસનમાં સહાયરૂપ થઇ શકાશે.
            • આયોડીનની ઉણપની શંકાવાળા તમામ બાળકોને પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્રના
            • તબીબ પાસે સંદર્ભ સેવાઓ માટે મોકલી આપવા જોઈએ.

            અટકાયત

            • ખોરાકમાં આયોડીનયુક્ત મીઠાનો ઉપયોગ કરવાથી આયોડીનની ઉણપ સહેલાઇથી અટકાવી શકાય છે. પાંદડાવાળા શાકભાજી, દરિયાઇ ખાદ્ય પદાર્થો નો પણ ઉપયોગ કરી શકાય છે.

            ડેફિશિયન્સી ઓફ વિટામીન સી વિટામીન સી ની ઉણપ:

            • બાળકોમાં વિટામીન “સી” ની ઉણપ થી સ્કર્વી નામનો રોગ થાય છે. ચામડી ખરબચડી, વાળ બરછટ અને નખના આકાર ચમચી જેવો થઈ જાય છે. બાળક ની રોગ પ્રતીકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે.

            સાઈન્સ/સિમટમ્સ

            • શરીરના ઉપરના ભાગમાં સતત દુખાવો થાય.
            • બાળકને પકડતા કે ઉંચકતા રડે.
            • સાંધામાં દુખાવો થાય અને અંદરના ભાગમાં બ્લિડિંગ થાય.
            • ચામડી ખરબચડી અને વાળ બરછટ થઇ જાય.
            • ‘ધા’ રૂજાતા વધારે સમય લાગે.
            • એનિમિયા, ઝાડા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળે.
            • રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય અને બાળકો વધારે બીમાર પડે.

            સારવાર અને અટકાવ

            • બાળકની ઉંમર મુજબ વિટામીન સી આપવું. (50 ટુ 100 mg/ડે, એકોર્ડિંગ ટુ એજ)
            • દર્દીના લક્ષણો મુજબની સારવાર આપવી.
            • બાળકને વિટામીન સી ની ઉણપથી બચવા માટે એક્લુસિવ બ્રેસ્ટ ફીડીંગ આપવું, વીનીંગ ચાલુ કર્યા બાદ ખાટા ફળ જેવા કે, મોસંબી, નારંગી, લિબું, અનાનસ, ટામેટા અને વગેરે આપવા.

            ડેફિશિયન્સી ઓફ વિટામિન ડી (વિટામીન ડી ની ઉણપ)

            • વિટામીન ડી ની ઉણપથી રિકેટ્સ થાય છે. વિટામીન ડી ની ખામીના કારણે બાળકના આંતરડા માંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ થતું નથી. આથી બાળકના હાડકા નરમ અને નબડા પડી જાય છે.

            સાઈન/સીમટમ્સ

            • હાડકા અને સ્નાયુમાં દુખવો થાય.
            • હાડકા નબડા પડે અને ફ્રેક્ચર થવાનુ જોખમ વધે.
            • બાળકની વૃદ્ધિ ધીમી પડે.
            • પગ વળેલા જણાય અને માથાનો ઘેરાવો વધે.
            • કરોડરજ્જુમાં વધારે વણાંક જોવા મળે.

            સારવાર

            • વિટામીન ડી, કેલ્સીયમ, ફોસફરસ અને સુર્ય પ્રકાશ આપવાથી બાળકમાં રિકેટ્સની સારવાર થઇ શકે છે.
            • આ પોષકતત્વોને ખોરાકમાં અને દવા તરીકે આપી શકાય છે.
            • ઇન્ફન્ટ અને ચિલ્ડ્રન માટે વિટામીન ડી 400 IUL/ ડે આપવામાં આવે છે.

            વ્યસન નિયંત્રણ અને મુક્તિ

            ધુમ્રપાન અને તમાકુ નિયંત્રણ અને આરોગ્ય કાર્યકર ની ભૂમિકા

            • તંદુરસ્ત સમાજના નિર્માણ માટે વ્યકિતનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મહત્વની ભૂમિકા ભજવે છે.
            • 21 મી સદીમાં સાક્ષરતા વધવા છતાં તમાકુના વ્યસનને કારણે થતાં રોગોનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે.
            • તમાકુનું સેવનએ વિશ્વમાં અટકાવી શકાય તેવા મૃત્યુનું મુખ્ય કારણ છે.
            • વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પ્રમાણે વર્ષ 2005 માં વિશ્વમાં તમાકુના સેવનના કારણે 54 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
            • જો આજ પરિસ્થિતિ યથાવત રહેશે તો સદીના અંત સુધીમાં સમગ્ર વિશ્વમાં સો કરોડથી પણ વધુ લોકો મૃત્યુ પામશે તથા તેમાંથી લગભગ ૮૦ કરોડ જેટલાં મૃત્યુ ભારત જેવા વિકાસશીલ દેશોમાં થશે તેવો અંદાજ છે.
            • દેશમાં તમાકુ સેવનના લીધે થતાં મૃત્યુનું પ્રમાણ વધી રહયું છે.
            • ભારતમાં દર વર્ષે દસ લાખ કરતાં વધુ લોકો તમાકુના સેવનને કારણે મૃત્યુ પામે છે.
            • નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૩ (૨૦૦૫-૦૬) પ્રમાણે ભારતમાં ૫૭ ટકા પુરુષો અને ૧૧ ટકા સ્ત્રીઓ તમાકુનો ઉપયોગ કરે છે.
            • જયારે ગુજરાતમાં ૬૦ ટકા પુરુષો અને ૮.૪ ટકા મહિલાઓ તમાકુનું સેવન કરે છે.
            • ગુજરાતમાં થયેલાં ગ્લોબલ યુથ ટોબેકો સર્વે ર૩ મુજબ ધોરણ ૮ થી ૧૦માં ભણતાં બાળકોમાં ૨૯.૩ ટકા છોકરાઓ અને ૪.૩ ટકા છોકરીઓ તમાકુનું સેવન કરે છે. તેમજ બીજા વીસ ટકા જેટલાં વિધાર્થીઓ આવનાર એક વર્ષમાં તમાકુનું સેવન શરૂ કરશે તેવો અંદાજ છે.
            • સીગરેટ અને બીડીના ધુમાડામાં આશરે 4000 કેમિકલ હોય છે જે કેન્સર નોંતરે છે.
            • ધુમ્રપાન કરનાર વ્યકિતના પોતાના શરીરમાં દાખલ થતાં નિકોટીન અને ડામર કરતાં પેસીવ સ્મોકિંગ (એટલે કે બીજાએ છોડેલો ધુમાડો શ્વાસમાં લેનાર) કરનારના શરીરમાં દાખલ થતાં નિકોટીન અને ટારનું પ્રમાણ બમણું હોય છે. જેમાં કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ પાંચ ગણું વધારે હોય છે જે લોહીમાં ઓકિસજનનું પ્રમાણ ઘટાડે છે.

            ધૂમ્રપાન/તમાકુનું સેવન છોડવાના કાયદા

            • ભારતમાં તમાકુ નિયંત્રણ માટેનો કાયદો તમાકુના સેવનથી આરોગ્ય પર પડતી ભયાનક અસરોથી લોકોને બચાવવા માટે ભારત સરકારે “સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ્સ એકટ -2003” (સી.ઓ.ટી.પી.એ.-2003) નામનો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ ઘડયો છે.
            • અધિનિયમમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે જોગવાઈઓ અધિનિયમ (સી.ઓ.ટી.પી.એ.-2003) ની કલમ કલમ-6(અ) 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુ વેચવા કે ખરીદવા પર પ્રતિબંધ છે.
            • કલમ-6(બ) શૈક્ષણિક સંસ્થાઓની 100 વારની ત્રિજયામાં તમાકુ તથા તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ છે.

            આરોગ્ય કાર્યકર ની ભૂમિકા

            • વિદ્યાર્થીઓને ધૂમ્રપાન/તમાકુનું કયા કયા પ્રકારે સેવન થાય છે અને આ સેવનથી શું નુકશાન થાય છે તે વિશે ચાર્ટબતાવીને માહિતગાર કરવા જોઈએ.
            • વિધાર્થીઓને ધૂમ્રપાન તમાકુના સેવનથી થતા નુકશાન વિશે માહિતી આપતું શેરી નાટક રસપ્રદ શૈલીમાં રજૂ કરી શકાય તે રીતે આયોજન કરવું જોઈએ.
            • જે લોકોને ધૂમ્રપાન/તમાકુના સેવનથી નુકશાન થયું હોય તેમને વિધાર્થીઓ સમક્ષ રજૂ કરી તેમનું એક વ્યાખ્યાન ગોઠવવું જોઈએ.
            • વિધાર્થીઓને વ્યસન વિરોધી કાયદાઓ વિશે માહીતગાર કરવા જોઇયે.

            હેલ્થ એજ્યુકેશન ફોર સ્કૂલ ચાઈલ્ડ આરોગ્ય શિક્ષણ

            • વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવું એ શિક્ષકોની આરોગ્ય કાર્યકર ની કામગીરીનો અંતર્ગત ભાગ છે . તેઓ વિધાર્થીઓને આરોગ્યમય જીવનશૈલી માટે શિક્ષિત કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે . બાલ્યાવસ્થામાં, પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય શિક્ષણ આપવાથી તે બાળકોના પોતાના આરોગ્ય સંબંધિત જ્ઞાન, માન્યતાઓ, વલણ અને વર્તનને અસર કરે છે અને છેવટે તે કુટુંબ અને સમાજને સ્પર્શે છે.
            • આ કામગીરી સાથે સંકળાયેલ જવાબદારીઓ ઘણી અને વિવિધ પ્રકારની છે. તેમ છતાં પણ જો પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો પ્રાથમિક કક્ષાએ ખૂબ જ જરૂરી એવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે તો શાળાનાં બાળકોના જીવનમાં જ નહીં. પરંતુ કુટુંબ અને સમાજના જીવન ધોરણમાં પણ મોટો તફાવત લાવી શકાય.

            વ્યકિતગત સ્વચ્છતા અને આરોગ્યના સિદ્ધાંતો

            • મળત્યાગ પછી અને જમતા પહેલા સાબુ અને પાણી વડે હાથ ધોવા લોકોને પ્રોત્સાહીત કરવા.
            • દરરોજ સ્વચ્છ પાણીથી ખુલ્લા શરીરે, સાબુથી ચોળીને સ્નાન કરવું જોઇએ, જેથી ખસ, ખુજલી, દાદર જેવા ચામડીના રોગો ન થાય.
            • બાળકોએ દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતાં પહેલાં સારી રીતે દાંત સાફ કરવા જોઇએ, દાંત સાફ કરવા માટે બ્રશ, દાતણ અથવા મીઠું અને તેલ વાપરી શકાય.
            • ચાદર, ટુવાલ અને અંદરના કપડાં સહીત અન્ય કપડાં ચોખ્ખા રાખવા જોઇએ તેમજ એકબીજાના કપડાં પહેરવા જોઇએ નહીં. આથી ખસ, ખુજલી, દાદર જેવા ચામડીના રોગો ફેલાતાં અટકશે.
            • વાળને ધોઇ ચોખ્ખા રાખવા જોઇએ અને નિયમિત તેલ નાંખવું જોઇએ.
            • ખુલ્લા પગે ક્યારેય ચાલવું નહીં. ખાસ કરીને ઘરની બહાર ફરતા હોય ત્યારે પગરખાં પહેરવાં જોઇએ.
            • રસ્તામાં ગમે ત્યાં થુંકવું નહીં ગમે ત્યાં થૂકવાથી હવા મારફતે ફેલાતાં રોગના જીવાણુઓ રોગ ફેલાવી શકે છે ઉધરસ કે છીંક ખાતી વખતે મોં પર હાથ કે રૂમાલ રાખવાનું બાળકોને શીખવવું.

            નખની સ્વચ્છતા:

            • નખ અઠવાડિયે એકવાર જરૂર કાપવા જોઇએ.

            ખોરાક અને પાણીની સ્વચ્છતા:

            • પીવાનું અને રાંધવાનું પાણી નળ, ઢાંકણાવાળા કૂવા, હેન્ડપંપ જેવા સલામત સ્થળેથી ભરવું જોઇએ.
            • આનાથી બાળકોને ઘણા રોગો સામે રક્ષણ મળશે. જો ઘરમાં પાણીનો સંગ્રહ કરવાનો હોય તો તે ચોખ્ખા પાત્રમાં ભરવું જોઇએ. તેને દરરોજ ખાલી કરવું અને વીંછળવું જોઇએ.
            • માટલાં ઢાંકીને રાખવા જોઇએ તેમજ પાણી લેતી વખતે આંગળા તેમાં બોળાય નહીં તેની કાળજી લેવી જોઇએ.
            • પાણી ડોયા વડે જ લેવું. પાણીને પીવા માટે સલામત બનાવવા તેને ઓછામાં ઓછી ૧૦ મિનિટ સુધી ઉકાળવું તે યાદ રાખવા જેવી અગત્યની બાબત છે.
            • માખી અને અન્ય જંતુઓ કે જે ખોરાક દ્વારા રોગ ફેલાવે છે તે ખોરાક પર ન બેસે માટે ખોરાકને ઢાંકવો જોઇએ.

            વાતાવરણીય સ્વચ્છતા:

            • હંમેશા પાણીબંધ જાજરૂનો જ ઉપયોગ કરવો. પાણીનાં પ્રાપ્તિસ્થાનો નજીક કે ગમે ત્યાં ખુલ્લામાં મળત્યાગ કદી ન કરવો, કારણ કે તેનાથી પાણી દૂષિત થાય છે અને આ દૂષિત પાણી ઝાડા-ઊલટી, કોલેરા, મરડો, ટાઇફોઇડ, કમળો અને બાળલકવા જેવા રોગો ફેલાવે છે.
            • કચરો કચરા પેટીમાં જ નાખવો.
            • વપરાયેલા પાણીના નિકાલ માટે શોષખાડા બનાવવા કે ઘરના વાડામાં શાકભાજી ઉગાડવાં અને શાળામાં બગીચા બનાવવા જોઇએ.
            • ખુલ્લામાં પાણીનો નિકાલ ન કરવો કારણ કે બંધિયાર પાણીના ખાબોચિયામાં મેલેરિયા, હાથીપગું, ડેગ્યુ તાવ, કાફેલાઇટીસનો તાવ ફેલાવતા મચ્છરો પેદા થાય છે.
            • દરેક બાળક સાથે સ્વચ્છ અને આરોગ્યપ્રદ રહેણી કહેણી વિશે ચર્ચા કરવી અને માર્ગદર્શન આપવું.
            Published
            Categorized as Uncategorised