F.Y. – ANM – CHILD HEALTH NURSING UNIT – 4 CARE OF SICK CHILD

યુનિટ-4

કેર ઓફ સીક ચાઈલ્ડ

ઇન્ટ્રોડક્શન

  • બીમાર બાળકને પુરતી સાર-સંભાળ મળે તે આવશ્યક છે. બાળકને તેની બીમારી અનુસાર તપાસ, સારવાર અને નિવારણનાં પગલા લેવા જરૂરી છે. આઈ.એમ.એન‌.સી.આઈ. મુજબ બાળકને ઘરે (હોમ બેઝ્ડ કેર) અને આરોગ્ય કેંદ્ર પર (ફેસિલિટી બેઝ્ડ કેર) આપી શકાય છે. બાળકને બીમારીથી બચાવવા અને બીમાર બાળકની સારવાર માટે નીચેના પગલા લેવા આવશ્યક છે.
  • બાળકનો જન્મ આરોગ્ય કેંદ્ર પર થાય તેવી વ્યવસ્થા કરો.
  • જન્મ બાદ બાળકને પુરતી સંભાળ મળી રહે તેવી વ્યવસ્થા કરો.
  • વધતી ઉંમર સાથે બાળકનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થાય અને ઉંમર મુજબ બાળકની પોષણની જરૂરીયાતો સંતોષાય તે જુઓ.
  • બાળક ને સંપુર્ણ રસીકરણ મળી રહે તેની ખાત્રી કરો.
  • બાળકનું હાયજીન જળવાઈ રહે તે માટે કુટુંબના સભ્યોને સલાહ આપો અને આરોગ્યમય વાતાવરણમાં ઉછેર થાય તેવી વ્યવસ્થા કરો.
  • બાળકોને લગતી બીમારીઓના અટકાયતી પગલા અને નિવારણ વિશે પરીવારને સલાહ આપો.
  • માંદગી દરમિયાન બાળકને ઘરે અને આરોગ્ય કેંદ્ર પર પુરતી સારવાર અને સંદર્ભસેવાઓ મળી રહે તે જુઓ.

વેક્સિનેશન

  • રસીકરણએ બાળપણમાં રસીથી નિવારી શકાતા રોગો માટેની એક સૌથી સુરક્ષિત અને અસરકારક પદ્ધતિ છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (યુ.આઇ.પી.) હેઠળ, રસીઓથી નિવારી શકાતા રોગો (વી.પી.ડી.) થતા અટકાવવા અને તેમના પર નિયંત્રણ મેળવવામાં ઘણી સફળતા મળી છે. તમામ પ્રકારના વી.પી.ડી. માં હજુ પણ વધુ ઘટાડો કરવા અને અંકુશ મેળવવા ધનુર અને પોલિયો નાબૂદ કરવા માટે રસીકરણ કાર્યક્રમને ઉચ્ચ અગ્રતા આપી સુદઢ બનાવવો જરૂરી છે.રોગ થાય તે પહેલાં જ તેને નિવારવા માટેનાં પગલાં લેવાથી નાણાં, શક્તિ અને જીવન ત્રણેય બચે છે.
  • બાળકનાં જીવન માટે રસીકરણ ખૂબજ મહત્વ નું છે. નવજાત શિશુઓને વી.પી.ડી. થી બચાવીને રસીઓ નવજાત શિશુઓને થતી બીમારીઓ અને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. રસીકરણથી કુટુંબોને પૂરી પાડવામાં આવતી બાળ સુરક્ષાને કારણે જન્મદર પણ નીચો લાવી શકાય છે.

સાર્વત્રિક રસીકરણમાં આરોગ્ય કાર્યકરોની જવાબદારીઓ

  • આરોગ્ય કાર્યકરો તરીકે આપ માતા અને બાળકોને રસીકરણ હેઠળ વધુ સારી રીતે આવરી લેવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવો છો. રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક મુજબ તમામ બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રસીકરણ કરવાની આપની પાસે અપેક્ષા રાખવામાં આવે છે.

આરોગ્ય કાર્યકરોની ચોકકસ ફરજોમાં નીચેનાનો સમાવેશ થાય છે.

રસીકરણ માટેનું આયોજન

  • ઓગણવાડી કાર્યકર અને આશાની સહાયથી આપના વિસ્તારમાં તમામ માતાઓ અને બાળકોની ગણતરી કરો.
  • તમામ ગામો અને ફળિયા સહિત, પેટા કેન્દ્રના વિસ્તારનો નકશો તૈયાર કરો.
  • ફિમેલ હેલ્થ વર્કર અને આંગણવાડી કાર્યકરની મદદથી પેટા કેન્દ્રનો માઈક્રોપ્લાન તૈયાર કરો.
  • આંગણવાડી કાર્યકર, આશા અને નવજાત શિશુઓના જન્મની માહિતી રાખવી અન્ય વ્યકિતઓને પૂછીને લાભાર્થીઓની યાદી તૈયાર કરવી.
  • કુટુંબ ને રસીકરણ અપનાવવા માટે પ્રેરિત કરવા. આશા, આંગણવાડી કાર્યકરો, પંચાયતના સભ્યો અને શાળાના શિક્ષકોની સહાય લો, રસીકરણ માટેના સેશનના સમય અને સ્થળની જાણ કટુંબોને કરી, રસી આપવાના સ્થળે આવવા તૈયાર કરો.

રસી આપવા ના સ્થળે કોલ્ડ ચેઈન જાળવવી.

  • રસી આપવાના સ્થળે રસીઓ વેક્સીન કેરીયરમાં ચાર કન્ડિશન્ડ આઇસ પેકમાં લાવવામાં આવે તે જોવુ.
  • વેકિસન કેરિયર છાંયડામાં રાખવામાં આવે અને તે વારંવાર ખોલવામાં ન આવે તેનું ધ્યાન રાખો.
  • વાયલને ઉપયોગમાં લેતા પહેલાં તેની એક્સપાયરી ડેટ અને વી.વી.એમ. તપાસો.
  • ટી- સિરિઝ, આઈ.પી.વી. અને એચ.ઈ.પી.-બી. ની રસીઓ થીજી ન હોય તેની ખાતરી કરો.

રસીકરણ સેશન કાર્યાન્વિત કરવું.

  • સેશનમાં ઉપયોગમાં લેવાની રસીઓ અને જરૂરી દવાઓ સાથે મમતા દિવસમાં હાજરી આપો.
  • ઈજાની સંભાવનાઓ ઘટાડવા માટે રસી આપવાનું યોગ્ય સ્થળ ઊભું કરો.
  • બાળકના રસીકરણના રેકોર્ડ અને ઉંમરની ખરાઈ કરો.
  • કોઈ વિપરિત લક્ષણો હોય તો તપાસો
  • કઈ રસી આપવાની છે, અને તેનાથી ક્યો રોગ નિવારી શકાશે તે સમજાવો.
  • દરેક ઈંજેકશન માટે ઓટોડિસેબલ સિરિન્જ (એ.ડી.એસ.) નો ઉપયોગ કરો.
  • રીકોન્ટિસ્ટટયૂશન કર્યા બાદ તારીખ અને સમય લખવા.
  • રસી આપવા માટે બાળકને યોગ્ય સ્થિતિમાં રાખવામાં સહાય કરો.
  • કઈ રસી મૂકવામાં આવી રહી છે, તેની જાણ લાભાર્થીના માતા પિતાને કરવી.
  • સાચી પદ્ધતિથી રસી મૂકો.
  • રસી મૂકયા પછી થતી સામાન્ય આડઅસરોની સમજ કુટુંબમાં બાળકની સંભાળ લેતી વ્યક્તિને આપો અને તેનો ઉપાય સમજવો.
  • રસી મુક્યા પછી કોઈ આડ અસર થાય છે કે નહી તે જોવા માટે લાભાર્થીને અડધો કલાક 30 મિનિટ કેન્દ્રમાં જ રોકાવા જણાવો.
  • ફરી કયારે મુલાકાત લેવાની છે. તે જણાવો અને મમતા કાર્ડ સાથે લઈને આવવાનું કહો.
  • વપરાયેલી નીડલ્સ અને સિરિન્જો એકઠી કરો અને ગાઈડલાઈન મુજબ સલામત રીતે નિકાલ કરો.

ડ્રોપઆઉટનો રેકર્ડ રાખવો, તે અંગે જાણ કરવી અને ડ્રોપઆઉટના કેસો શોધી કાઢવાં.

  • રસી મૂકવામાં આવી હોય તેવા તમામ લાભાર્થીઓનું રેકોર્ડ, અરક્ષિત બાળકોની યાદી, ટેલીશીટ અને મમતા કાર્ડમાં રાખો.
  • કાર્ડમાં રસી આપવાની હવે પછીની તારીખ લખો અને વાલીઓને તેની જાણ કરો.
  • લીસ્ટની એક નકલ આંગણવાડી કાર્યકર અને આશાને પણ આપો જેથી તેઓ લાભાર્થીને શોધી શકે.
  • પેટા કેન્દ્ર ખાતે કેટલી વ્યકિતઓને રસી આપવામાં આવી તેના પર દેખરેખ રાખતો ચાર્ટ રાખો.
  • ટીબી, ડિપ્ટેરિયા, ઊયંટીયું, નિયોનેટલ ટિટેનસ, ઓરી, એ.એફ.પી.(એકયુટ ફલેસિડ પરાલિસિસ) અને એ.ઈ.એસ. (એક્યુટ એન્સેફાલિટિસ સિનડ્રોમ) ના તમામ શંકાસ્પદ કેસોની તબીબી અધિકારીને જાણ કરો.
  • રસી મુકવાથી થઈ શકે તેવી તમામ આડઅસરોની જાણ કરો.

વેક્સિન પ્રિવેન્ટેબલ ડીસીસ

ટ્યુબરક્યુલોસિસ (ક્ષયરોગ)

  • ક્ષયરોગ બેકટેરિયા (માઈકો બેકટેરિયમ ટ્યુબરકલ) થી થાય છે. તે અતિશય ચેપી રોગ છે, જે સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે, પરંતુ તે આંતરડા, હાડકાં અને સાંધા, લસિકા ગ્રંથિઓ, મગજ કે કરોડરજજુ અને શરીરના અન્ય ટિસ્યુઓને પણ અસર કરી શકે છે. ટીબીથી ગંભીર બિમારી અને મૃત્યુ પણ થઈ શકે.

લક્ષણો

  • આ રોગને કેવી રીતે ઓળખવો?
  • બાળકને બે અઠવાડિયાથી વધુ સમયથી તાવ અને/અથવા ઉધરસ હોય.
  • સાથે સાથે વજન ઘટતું હોય અથવા વધતું ન હોય.
  • ભુખ ન લગવી, રાત્રે પરસેવો વળે અને નબળાઇ વર્તાય.
  • છાતીમાં દુખાવો અને લેવામાં તકલીફ.
  • રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો.

કારણો

  • તે કેવી રીતે ફેલાય છે?
  • તે માઈકોબેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસિસ નામનાં બેક્ટેરીયા થી ફેલાય છે. કોઇ પણ કારણો થી આ પ્રકારના બેક્ટેરીયા ના સંપર્ક માં આવવાથી થઇ શકે છે.
  • ફેફસાનો ટી.બી. થયો હોય તેવી વ્યક્તિની ખાંસી કે છિંકમાં નીકળેલા સુક્ષ્મ ટીપાનાં સંપર્કમાં આવવાથી આ રોગ થઇ શકે છે.
  • ગાય ભેસનું ઉકાળ્યા વગર નું કાચું દુધ પિવાથી બોવાઇન ટી.બી. થઈ શકે છે.
  • એઈડ્સ ના દર્દીમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે ટી.બી થવાનું જોખમ વધે છે.

પ્રિવેન્સન

  • આ રોગ થતો કેવી રીતે નિવારવો ?
  • રસીકરણના સમયપત્રક મુજબ બી.સી.જી. ની રસી મુકાવવાથી બાળપણમાં ગંભીર પ્રકાર નો ટી.બી. થતો નિવારી શકાય છે.
  • ટી.બી. ના દર્દી ના સંપર્કમાં આવવાનું ટાળીને અને બાળકની યોગ્ય કાળજી રાખીને ટી.બી. થી બચાવી શકાય છે.

સારવાર

  • આર.એન.ટી.સી.પી. ની ગાઈડલાઈન મુજબ ડોટ્સ (ડાયરેક્ટ ઓબ્ઝર્વડ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ) આપવાથી તેને મટાડી શકાય છે.

પોલિયો માયેલાયટીસ

  • તે પોલિયો વાયરસથી થતાં ચેપને કારણે થાય છે અને તે ચેતાતંત્રને અસર કરે છે. તેનાથી ગંભીર બિમારી લકવા થવા ઉપરાંત મોત પણ નિપજી શકે છે. સધન રસીકરણ ઝુંબેશને કારણે ૨૦૧૧ થી દેશમાં પોલિયોના કેસોમાં એક પણ કેસ નોંધાયેલ નથી, રાજયમાં 2007 થી એક પણ કેસ નોંધાયેલ નથી.

લક્ષણો

  • આ રોગ ને કેવી રીતે ઓળખવો ?
  • પંદર વર્ષથી નીચેની ઉંમરનાં બાળકનાં શરીરમાં અમુક ભાગમાં અચાનક નબળાઈ અને ઢીલું પડી જવું અથવા કોઈપણ ઉમંરની વ્યકિતને લકવો પડવો કે જેમાં પોલિયોની શંકા હોય.
  • ઘણા કેસ માં આંચકી અને ખેંચ પણ જોવા મળી શકે.

કારણો

  • તે કેવી રીતે ફેલાય છે ?
  • તે પોલિયો વાયરસ થી ફેલાય છે. આવા પ્રકારના વાયરસ ફેકો-ઓરલ ફુટ થી ફેલાય છે.
  • પોલિયો મુળયુક્ત પદાર્થોથી એટલે કે યોગ્ય સ્વચ્છતા ન જાળવવાને કારણે ફેલાય છે
  • તે દૂષિત પાણી, દૂધ અથવા ખોરાકને કારણે પરોક્ષ રીતે ફેલાય છે.
  • પોલિયોના ૮૦ ટકાથી વધુ કેસ બાળક ૩વર્ષ પૂરા કરે તે પહેલાં બને છે.

પ્રિવેન્સન

  • આ રોગ થતો કેવી રીતે નિવારવો ?
  • બાળકને પોલિયોના ટીપા પિવડાવવાથી (ઓ.પી.વી.) અને ઇન્જકટેબલ આઈ.પી.વી. આપવાથી તેનો ચેપ અસરકારક રીતે રોકી શકાય છે. ઓ.પી.વી. અને આઈ.પી.વી. રસીકરણના સમયપત્રક મુજબ અને પૂરક રસીકરણ દરમિયાન બાળક ૫ વર્ષનું થાય ત્યાં સુધી આપવા જોઇએ.

સારવાર

  • સારવારમાં શ્વાચ્છોશ્વાસમાં સપોર્ટ, આરામ અને દુખાવો ઓછો થાય તેવી દવાની જરૂર પડે છે.
  • લાંબા ગાળે થતી અપંગતાને ઓછી કરવા પ્રયત્નો કરાય છે.

ડિપ્થેરિયા

  • તે ડિપ્થેરિયા બેકટેરિયા (કોરાઈન બેક્ટેરિયમ ડિપ્થેરિયા) થી થાય છે. આ રોગમાં સામાન્ય રીતે કાકડા (ટોન્સીલ્સ) અને શ્વાસનળી (ફેરિન્કસ) પર ચેપ લાગે છે, જેમાં શ્વાસનળી પર એક પાતળું પડ રચાઈ જાય છે, તેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેથી મૃત્યુ પણ થય શકે છે.

લક્ષણો

  • આ રોગને કેવી રીતે ઓળખવો
  • ગળામાં સોજો, ગળું છોલાય અને દુખાવો થાય.
  • હળવો તાવ આવે.
  • ગળામાં ભૂખરાં રંગ ના ચાંદા પડે.

કારણો

  • આ રોગ કેવી રીતે ફેલાય છે ?
  • તે કોરાઈન બેક્ટેરિયમ ડિપ્થેરિયા નામના બેક્ટેરીયા ના ચેપ થી થાય છે.
  • આ ચેપ લાગે તે વ્યકિતના મોં, ગળા અને નાકમાં બેકટેરિયા જમા થાય છે, ઉધરસ અને છીંકથી બેકટેરિયા ફેલાય છે.

પ્રિવેન્સન

  • આ રોગ થતો કેવી રીતે નિવારવો ?
  • પેન્ટાવેલેન્ટ અને ડી.પી.ટી. ની રસી મુકાવવી આ રોગને બાળપણમાં થતો નિવારવાનો અસરકારક ઉપાય છે .
  • રસી ન મુકાવેલા બાળક માં 14 વર્ષ સુધી આ રોગ થવાની શક્યતાઓ હોય છે.

વુપીંગ કપ (ઊટાટિયું)

  • ઊટાંટિયાનો રોગ બેકટેરિયા (બોર્ડેટેલા પર્ટુસીસ) થી થાય છે, આ એક ચેપી રોગ છે, જેમાં શ્વાસનળીમાં ચેપ લાગે છે, તેમાં સતત વધારે પ્રમાણમાં ઉધરસ આવે છે, અને કેટલાક કેસોમાં શ્વાસ રૂંધાવાથી બાળકનું મોત પણ નિપજી શકે છે. આ ખુબજ ચેપી રોગ છે.

લક્ષણો

  • આ રોગને કેવી રીતે ઓળખવો ?
  • બાળકને અવારનવાર ભારે ઉધરસ આવતી હોય.
  • ઉધરસ સતત બે-ત્રણ અઠવાડિયાથી આવતી હોય
  • ઉઘરસ આવ્યા પછી ઉલટી થતી હોય.
  • મોટું બાળક હોય તો શ્વાસ લેતી વખતે ‘હુંપ’
  • અવાજ નીકળતો હોય.
  • તાવ આવવો અને રાત્રી દરમિયાન ઉધરસ ના કારણે ઉંઘ ન આવવાથી બાળક વધારે ચિડીયુ અને બિમાર થાય.

કારણો

  • આ રોગ કેવી રીતે ફેલાય છે ?
  • તેના બેકટેરિયા દર્દીના મોં અને નાકમાં જમા થાય છે, ઉધરસ અને છીંક આવે ત્યારે હવાના માધ્યમથી સરળતાથી ફેલાય છે.

પ્રિવેન્સન

  • રોગ થતો કેવી રીતે નિવારવો ?
  • રસીકરણના સમયપત્રક મુજબ પેન્ટાવેલેન્ટ અને ડી.પી.ટી. ની રસી આપવાથી આ રોગ નિવારી શકાય છે.

સારવાર

  • લાંબા સમય સુધી એન્ટીબાયોટીક્સ દવાઓ આપવામાં આવે છે અને બાળક સામાન્ય રીતે શ્વાસ લઇ શકે તેવી સારવાર કરવામાં આવે છે.
  • જરુર જણાય તો ઓક્સિજન આપવામાં આવે છે.

ટીટેનસ (ધનુર)

  • ધનુર બેકટેરિયા (ક્લોસ્ટ્રીડીયમ ટીટેનાઈ) થી થતો રોગ છે. તે ચેતાતંત્રને અસર કરે છે અને તેમાં ખુબ જ દુખાવા સાથે સ્નાયુ તણાય છે. અને ઘણા સંજોગો માં મૃત્યુ પણ થઇ શકે છે. તમામ ઉંમરના લોકોને તેનો ચેપ લાગી શકે છે.

લક્ષણો

  • ૨૮ દિવસ દરમિયાન રોગનો પ્રભાવ વધે ત્યારે તે સ્તનપાન કરી શકતું નથી.
  • તેની ડોક અને શરીર અકડાઈ જાય છે અથવા સ્નાયુઓમાં આંચકા આવે છે.
  • શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઘણી વખત શ્વાસ રુંધાય છે.
  • શરીર જકડાય જાય છે અને મોં માંથી લાળ પડે છે.
  • ચેતાતંત્ર કામ કરતું ઓછું થઈ જાય છે અથવા બંધ થઇ જાય છે.

કારણો

  • આ રોગ કેવી રીતે ફેલાય છે ?
  • ધુળ અને ગંદકીમાં ધનુરના બેકટેરિયા હોય છે, તે શરીર પર પડતા, ચીરા, કાપા, ચેપ થી શરીરમાં પ્રવેશે ત્યારે આ રોગ થાય છે.
  • નવજાત શિશુની નાળને ખરાબ બ્લેડથી કાપવામાં આવે તો પણ ધનુર થઇ શકે છે, અને તેની સારવાર કરવામાં ન આવે તો બાળકનું મૃત્યુ થાય છે. માતા બાળકને અસ્વચ્છ પરિસ્થિતિમાં જન્મ આપે ત્યારે જન્મ પછી શરૂઆતના દિવસોમાં ધનુર થઈ શકે છે.

પ્રિવેન્સન

  • રોગ થતો કેવી રીતે નિવારવો ?
  • સગર્ભા માતા અને બાળકોને રસીકરણના સમયપત્રક મુજબ ટી.ટી./પેન્ટાવેલેન્ટ/ડી.પી.ટી. ની રસી આપવી એ નવજાત શિશુઓ અને અન્ય વયજૂથનાં બાળકોમાં ધનુર થતું અટકાવવાનો સૌથી અસરકારક ઉપાય છે.

સારવાર

  • સારવારનો આધાર આ રોગને કારણે થયેલા કોમ્પ્લીકેશન પર છે.
  • મુખ્યત્વે બાળક સામાન્ય શ્વાસ લઇ શકે તે જોવાઇ છે.

હિપેટાઈટિસ-બી (ઝેરી કમળો)

  • હિપેટાઈટિસ બી એ અત્યંત ચેપી વાયરલ રોગ છે. (એચઆઈવી કરતાં ૪૦ ગણો ચેપી), તે કમળો, લીવરની ખરાબી, સીરોસીસ અને લીવરના કેન્સરનું મુખ્ય કારણ બની શકે છે.

લક્ષણો

  • આ રોગને કેવી રીતે ઓળખવો ?
  • તાવ આવવો, માથુ દુખવું,
  • ઉબકા, ઉલટી, અને કમળો
  • પાતળા ભૂખરા રંગના ઝાડા થવા એ આ રોગનાં લક્ષણો છે.
  • રોગ થયો હોવાનું આખરી સમર્થન લેબોરેટરી ટેસ્ટથી થાય છે. રથી થાય છે.

કારણો

  • આ રોગ કેવી રીતે ફેલાય છે ?
  • ચેપયુકત લોહી અને શરીર પ્રવાહી દ્વારા આ રોગ ફેલાય છે.
  • આ રોગનો ચેપ પ્રસૂતિ વખતે માતાથી બાળકમાં આવી શકે છે.
  • અસુરક્ષિત જાતીય સંબંધોથી, ચેપમુક્ત બનાવ્યા સિવાયની નીડલ વાપરવાથી તથા
  • ટૂથબ્રશનો સહિયારો ઉપયોગ કરવાથી લાગી શકે છે.

પ્રિવેન્સન

  • આ રોગ થતો કેવી રીતે નિવારવો ?
  • બાળકોને રસીકરણના સમયપત્રક મુજબ હિપેટાઈટિસ-બી/પેન્ટાવેલેન્ટ ની રસી અપાવવાથી આ રોગનો ચેપ અને તેનાથી ઊભી થતી જટિલતાઓ નિવારી શકીએ છીએ.

મિસલ્સ (ઓરી)

  • તે વાયરસથી ફેલાતો ખૂબ જ ચેપી રોગ છે. ઓરીનાં વાયરસ તેના દર્દીના નાક, મોં અને ગળામાં જમા થયેલા હોય છે. ઓરીનો ચેપ લાગ્યો હોવાનો ખ્યાલ તાવ, ઉધરસ, શરીર પર થતી ઝીણી લાલ ફોલ્લીઓ જેવાં લક્ષણો આવે છે. આ ઉપરાંત ઓરીના દર્દીને ઝાળા અને ન્યુમોનિયા જેવા વધારાના ચેપો લાગે તો તેનું મોત પણ થઇ શકે છે.

લક્ષણો

  • આ રોગને કેવી રીતે ઓળખાવો ?
  • પહેલે થી તાવ આવતો હોય.
  • સાથે સાથે શરીર પર ઝીણી લાલ ફોલ્લીઓ થાય.
  • ઉધરસ આવે, નાક નીતરે અને આંખો લાલ થઈ જાય.
  • સ્નાયુમાં અને માથામાં દુખાવો થાય.
  • કોપ્લિક સ્પોટ, કંજેક્ટીવાયટીસ અને ગળામાં સોજો જોવા મળે.

કારણો

  • આ રોગ કેવી રીતે ફેલાય છે ?
  • ચેપયુકત વ્યકિત ખાંસી અથવા છીંક ખાય ત્યારે તેના મોંમાંથી રોગનાં જીવાણુંનો સૂક્ષ્મ ટીપાં હવામાં ફેલાય છે અને તે અન્ય વ્યકિતના શ્વાસમાં જતાં તેને આ રોગ થાય છે.

પ્રિવેન્સન

  • આ રોગ થતો કેવી રીતે નિવારવો ?
  • ઓરીની રસી મૂકવાથી ઓરી થતા નિવારી શકાય છે. આ રસી સમયપત્રક મુજબ આપવી.

સારવાર

  • આ રોગની કોઇ સારવાર નથી. તેમાં લક્ષણોને ઓછા કરવા માટે દવા આપી શકાય છે.
  • તાવ ની સારવાર કરવી.
  • વિટામીન એ આપવા માં આવે છે.

જાપાનીઝ એનસેફેલાઇટીસ

  • જાપાનીઝ એનસેફેલાઇટીસ એ મચ્છરના કરડવાથી થતો વાયરલ રોગ છે. બાળકોના મગજમાં વાયરલ ઇન્ફેક્શનના કારણે થાય છે. આથી તેને મગજના તાવ તરીકે પણ ઓળખાય છે. તે ભારતના અમુક રાજ્યોમાં ચોક્કસ ભૌગોલિક પ્રદેશોમાં થાય છે.

લક્ષણો

  • મોટા ભાગના બાળકોમાં કોઇ ખાસ લક્ષણો જોવા મળતા નથી.
  • ખુબજ તાવ આવે અને માથુ દુખે.
  • ઘણી વખત બાળક બેભાન થઇ જાય.

કારણો

  • મચ્છરના કરડવાથી ફેલાય છે.
  • સામાન્ય રિતે આ જીવાણુનો ચેપ પ્રાણીઓ ખાસ કરીને ડુકક્કરમાં ફેલાય છે.
  • જ્યારે ચેપી પ્રાણીને કરડીને પછી મચ્છર બાળક ને કરડે ત્યારે આ રોગ થાય છે. શાળક ને કરડે

પ્રિવેન્શન

  • આ રોગની અટકાયત કેવી રીતે કરવી?
  • આ રોગ ને કાબુમાં રાખવા માટે રસીકરણ એક જ અસરકારક ઉપાય છે.

સારવાર

  • આ રોગની કોઈ ખાસ સારવાર ઉપલબ્ધ નથી.
  • બાળકનુ 24 કલાક નિરીક્ષણ કરવા માટે હોસ્પિટલમા દાખલ કરવું જરૂરી છે.
  • સામાન્ય રિતે 20% જેટલા બાળકો મૃત્યુ પામે છે.
  • 40% જેટલા બળકોમાં માનસિક અને ન્યુરોજેનિક ખામીઓ રહી જાય છે.

આઈ.એમ.એન.સી.આઈ.

  • પાંચ વર્ષ સુધીના બાળકોમાં ન્યુમોનિયા (વરાધ), ઝાડા, ટાઢીયો તાવ (મેલેરીયા) અને નવજાત શિશુના ચેપ, મરણના સૌથી મહત્વનાં કારણો છે. અપુરતું પોષણ મરણનું જોખમ વધારે છે. અને આવા મરણના ૨/૩ કિસ્સાઓમાં તે સંકળાયેલું હોય છે. બાળકોમાં અપૂરતો ખોરાક અને જન્મ સમયે ઓછું વજન તે અપૂરતા પોષણનાં મહત્વનાં કારણો છે.
  • ઘણાં બાળકો એકીસાથે એક થી વધુ માંદગીથી પીડાતા હોય છે. હાલમાં બાળ આરોગ્યના કાર્યક્રમો સામાન્ય રીતે એક રોગલક્ષી છે. દા.ત. ઝાડાની સારવાર, શ્વસનતંત્રના ચેપની સારવાર, મેલેરીયાની સારવાર.
  • “નવજાત અવસ્થા તથા બાળપણની માંદગીની સર્વાંગી સારવાર” ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ એન્ડ ચાઈલ્ડહુડ ઇલનેસ એ એક સર્વાંગી અભિગમ છે. જેમાં નાના બાળકો તથા પાંચ વર્ષ સુધીના બાળકોમાં જોવા મળતી મહત્વની માંદગીઓની ચકાસણી, વર્ગીકરણ તથા સારવારનો સમાવેશ થયો છે. ઉપરાંત દરેક માંદા બાળકોના પોષણ તથા રસીકરણની ચકાસણી પણ તેમાં આવરી લેવામાં આવી છે.
  • આ અભિગમમાં, ભારત દેશમાં બધાજ નવજાત શિશુ માટે ઘેર ઘેર મુલાકાત દ્વારા માતાઓને સ્તનપાન અને નવજાત શિશુની આવશ્યક સંભાળના ઉપયોગથી માંદગી અટકાવવાના શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી મુલાકાતો વખતે, માતાઓને માંદગીની વહેલી પરખ અને સમયસર સારવાર કરાવવા બાબતે પણ શિક્ષિત કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમને સામૂહિક આઈ. એમ. એન. સી. આઈ. (કમ્યુનિટી બેઝ આઈ.એમ.એન.સી.આઈ.) તરીકે ઓળખાવવામાં આવે છે.

આ તાલીમ બે હિસ્સામાં વહેચાયેલી છેઃ

  • નાના બાળકો – બે મહીના સુધીના (0 to 59 days)
  • માંદા બાળકો- બે મહીનાથી પાંચ વર્ષ ( 2 મંદ ટુ 5 મંથ)
  • આ અભિગમના દરેક હિસ્સામાં તાલીમાર્થી માટેનું એક પ્રકરણ છે અને સાથે સાથે સારસંભાળ માટે રંગના સંકેતવાળો આલેખ છે.
  • આ અભિગમ દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર પર કે ઘરની મુલાકાત દરમ્યાન નીચે જણાવેલ સઘળી કામગીરી કરવામાં આવે છે.
  • નાના બાળકોની સંભવિત જીવાણુજન્ય ચેપ તથા ઝાડાની બીમારી માટે ચકાસણી.
  • ખવડાવવામાં પડતી તકલીફ માટે તપાસ.
  • નાના બાળકના રસીકરણ માટે તપાસ સારવાર આપવીને જરૂર જણાય તો દવાખાને બાળકને મોકલવું. (રેફરલ)
  • સ્તનપાનમાં પડતી તકલીફોની સારવાર.
  • માંદા નાના બાળકની ઘરગથ્થુ સંભાળ માટે માતાને સમજાવવું.
  • બધાંજ નાના બાળકો માટે ઘેર ઘેર મુલાકાત લેવી.
  • રંગના સંકેતોવાળા સાર સંભાળ આલેખોનો પરિચય
  • સાર સંભાળ આલેખોમાં નીચેના આલેખોનો સમાવેશ થાય છે
  • ચકાસણી અને વર્ગીકરણનો આલેખ.
  • નાના બાળક અને બાળકની સારવારનો આલેખ.
  • માતાને સમજણ પાડવા માટેનો આલેખ.

ચકાસણી અને વર્ગીકરણના આલેખમાં ચાર ઉભા ખાના છેઃ

  • “ચકાસો” ખાનામાં જેની તપાસ જરૂરી છે, તેવા લક્ષણો અને તે લક્ષણોની તપાસ કઈ રીતે કરવી તે વિગતોનો સમાવેશ થયો છે .
  • “લક્ષણો” ખાનામાં વિવિધ રોગોમાં જોવા મળતાં નિર્ણાયક લક્ષણો છે.
  • “વર્ગીકરણ” ખાનાની મદદથી નાના બાળક કે બાળકની માંદગીના પ્રકાર વિશે જાણી શકાય છે.
  • “સારવાર નકકી કરો” ખાનામાં માંદગીના દરેક પ્રકાર માટે ઉચિત સારવાર દર્શાવવામાં આવી છે.

ચકાસણી અને વર્ગીકરણના આલેખમાં ત્રણ રંગના ખાના છેઃ (લાલ,પીળો અને લીલો ) :

  • લાલ રંગના ખાનામાં દર્શાવેલ સર્વગંભીર માંદગી છે જે બાળકને અતીગંભીર બીમારી હોય તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.) કે ડોકટર પાસે મોકલવું જોઈએ.
  • પીળા રંગનાં ખાનામાં દર્શાવેલ સઘળી માંદગીની ઉચિત દવાના ઉપયોગથી ઘરે જ સારવાર કરવી જોઈએ. તથા માતાને ઘરગથ્થુ સારસંભાળની સમજણ પાડવી જોઈએ.
  • લીલા રંગના ખાનામાં દર્શાવેલ બધી માંદગીની માત્ર ઘરગથ્થુ સારસંભાળથી, દવાના ઉપયોગ વગર સારવાર કરવી જોઈએ.
  • બાળકમાં અલગ અલગ પ્રકારની તકલીફો અને ચેપ નું વર્ગીકરણ અને તેની સારવાર આલેખ પુસ્તિકામાં વર્ણવેલી છે.

ડાયેરિયા (ઝાડા)

  • ઝાડા (ડાયેરિયા) ના કારણે બાળકો મૃત્યુનું પ્રમાણ ઘણું જ વધારે છે. લગભગ ચાર બાળકોને લાંબા સમય સુધી ઝાડા હોય તો તેમાંથી એક બાળક આ કારણોસર મરણ પામે છે. 5 વર્ષ થી નાના બાળકોના મૃત્યુનું સૌથી મોટુ કારણ ઝાડા છે. પરંતુ હવે ઝાડા (ડાયેરિયા) ની સારવાર ઘેર બેઠા પણ શકય બની છે. અને બાળકોની સર્વાંગી સારવાર (ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ & ચાઈલ્ડહુડ ઇલનેસ) ની સ્ટ્રેર્ટઝી મુજબ આવા બાળકોને વહેલાસર ઓળખવા પણ શકય બન્યા છે. સામાન્ય સારવાર ઘરેજ અને વધુ જરૂરીયાત વાળા બાળકોને તાત્કાલીક અને સમયસર વધુ સારવાર માટે રીફર કરવામાં આવે તો આવા બાળકોને આપણે સંપૂર્ણપણે બચાવી શકાય અને બાળમૃત્યુ દર (ઇન્ફન્ટ મોર્ટાલીટી રેટ) નીચો લાવી શકાય છે.

“ઝાડા એટલે શું?”

  • માત્ર સ્તનપાન કરતુ હોય તે બાળકને વારંવાર ચરક પરક કરવાની ટેવ હોય છે, પણ ઝાડો પાણી જેવો હોતો નથી. આને ઝાડાની બીમારી ન કહેવાય છે. હંમેશા કરતા ઝાડામાં ફેરફાર થયો હોય વધુ વખત થતા હોય અને પાણી જેવા થતા હોયતો બાળકને ઝાડાની બીમારી છે તેમ કહી શકાય. એટલે કે ઝાડા (સ્ટુલ) ના બંધારણમાં અને ગુણધર્મમાં કોઈ ફેરફાર થાય, વધુ વખત થાય કે પાતળા પાણી જેવા થાય તેને ઝાડા (ડાયેરીયા) કહેવાય છે.

કારણો

  • દૂષિત ખોરાક અને પાણી (કંટામીનેટેડ ફૂડ & વોટર)
  • કુપોષણ (માલન્યુટ્રીશન)
  • ઝેરી ખોરાક (ફૂડ પોઈઝનિંગ)
  • ગંદા વાસણોનો ઉપયોગ (યુસ ઓફ ડર્ટી યુટેન્સિલ)
  • જીવાણુજન્ય ચેપ (બેક્ટેરિયલ ઇન્ફેક્શન)
  • શારીરિક સ્વચ્છતાનો અભાવ (લેક ઓફ પર્સનલ હાઈજિન)
  • ગંદા હાથ

ડાયરિયા વિથ ડિહાઇડ્રેશન (ઝાડા સાથે નિર્જલીકરણના પ્રકાર)

  • ઝાડા સાથે અતિશય નિર્જલન (ડાયરિયા વિથ સિવિયર ડિહાઇડ્રેશન)
  • ઝાડા સાથે સાધારણ નિર્જલન (ડાયરિયા વિથ સમ ડીહાઇડ્રેશન)
  • ઝાડા સાથે નિર્જલન ન હોવું (ડાયરિયા વિથ નો ડીહાઇડ્રેશન)
  • સખત સતત ઝાડા (એક્યુટ & પર્સિસ્ટન્ટ ડાયેરીયા )
  • સખત મરડો (ડિસેન્ટરી)

લક્ષણો

  • પાતળા પાણી જેવા ઝાડા
  • અંદર ઉંડા ઉતરેલા ડોળા
  • તરસ વધારે લાગવી અને મોઢું સુકાય.
  • તાવ આવે અને માથું દુખે.
  • બેચેની કે ચિડીયાપણું.
  • બાળક સામાન્ય કરતા ઓછો પેશાબ કરે.
  • પેટમાં દુખાવો અને વીટ આવવી.
  • લાંબા સમયના ઝાડામાં બાળકના શરીર માથી પાણી ઘટી જાય છે અને બાળકના વજનમા પણ ઘટાડો જોવા મળે છે.

ઝાડા નાં ચિન્હો અને લક્ષણો મુજબ તેનું વર્ગીકરણ: આઈ.એમ.એન.સી.

  • રીફર આઈ.એમ.એન.સી.આઈ. ચાર્ટ બુકલેટ એનેક્સર-1
  • બાળકની ઉંમર પ્રમાણે ત્યારે જ ગણતરી કરવી જયારે બાળકના વજનની ખબર ન હોય, દ્રાવણની અંદાજે માતા બાળકના વજન (Kg) ના ૭૫ ગણા કરીને મેળવી શકાય. દા.ત. બાળક નું વજન 10 કિગ્રા હોય તો 10×75 = 750 MI(આશરે).

સારવાર

શરુઆતમાં

  • જો બાળક વધારે ઓ.આર.એસ. દ્રાવણ લઈ શકતું હોયતો આપો.
  • સ્તનપાન પર ન હોય તેવા નાના બાળકને 100 થી 200 ML ચોખ્ખુ પાણી પણ આપી શકાય.
  • ઓ.આર.એસ. દ્રાવણ આપવાની રીત સમજાવો.
  • મોટું બાળક ઘૂંટડે ઘૂંટડે પી શકતું હોયતો થોડી થોડી વારે ઓ.આર.એસ. દ્રાવણ આપો.
  • બાળક ઉલટી કરી નાખે તો થોડી રાહ જુઓ અને ધીમે ધીમે ઓ.આર.એસ. વ્રવણ આપવાની શરૂઆત કરો.
  • સ્તનપાન પર હોય તેવા બાળકને સ્તનપાન ચાલું રાખવા સમજાવવું.
  • બાળક ને ઝાડા મટાડવાની દવા સાથે સાથે ઝીંક પણ આપો.

ચાર કલાક બાદ

  • નિર્જલન માટે ફરીથી તપાસ કરો.
  • જરૂર જણાયતો ઓ.આર.એસ. દ્રાવણ ચાલું રાખો.
  • બાળકને ખવડાવવાની શરૂઆત કરો.
  • જો સારવાર પૂરી થાય તે પહેલાજ માતાને જવું જરૂરી હોય તો :
  • માતા ને ઓ.આર.એસ. દ્રાવણ ઘેર બનાવવાની રીત સમજાવો.
  • ૪ કલાકની સારવારમાં કેટલું ઓ.આર.એસ. દ્રાવણ આપવાનું છે તે સમજાવો.
  • ઓ.આર.એસ. દ્રાવણ બનાવવા માટે વધારાનું એક પેકેટ સાથે આપો.
  • ઘેર સારવાર આપવાના ત્રણ નિયમો સમજાવો.
  • ઘરગથ્થુ પ્રવાહી ખાપો.
  • ધવડાવવાનું ખવડાવવાનું ચાલુ રાખો.
  • ફરી બતાવવા કયારે આવવાનું છે તે સમજાવો.
  • પ્રવાહી આપવામાં બાળકની ઉંમર પ્રમાણે ત્યારેજ ગણતરી કરવી જયારે બાળકના વજનની ખબર ન હોય.દ્રાવણની અંદાજે માતા બાળકના વજન (Kg) ના ૭૫ ગણા કરીને મેળવી શકાય. દા.ત. બાળક નું વજન 10 કિગ્રામ હોય તો 10×75 = 750 MI(આશરે).

ઝાડા સાથે નિર્જલન ન હોય તેવા બાળકની સારવાર

ઝાડાની સારવાર માટેના ઘરગથ્થુ સારવારના ત્રણ નિયમો માતાને બતાવવા

  1. પ્રવાહી આપો.
  2. બાળકને ખવડાવવાનું ચાલું રાખવું.
  3. ફરી તપાસ કરાવવી જરૂરી બને તેવા લક્ષણો માતાને સમજાવવા.

ફકત સ્તાનપાન કરતા નાના બાળકોને વારંવાર અને વધુ સમય સ્તનપાન કરાવવું અને પાણી જેવા પાતળા ઝાડા હોય તો ….

  • ૬ માસ થી નાના બાળકને સ્તનપાન સાથે સાથે ઓ.આર.એસ. દ્રાવણ પણ આપવું.
  • ૬ માસ થી મોટા બાળકને સ્તનપાન સાથે સાથે ઓ.આર.એસ. દ્રાવણ અને ઘરગથ્થુ પ્રવાહી જેવા કે ભાતનું ઓસામણ, નારીયેળ પાણી, લિંબુ સરબત, ફુટ ના જ્યુસ, દાળનું પાણી કે સુપ અથવા ઉકાળેલું પાણી આપવું.
  • માતા ને ઓ.આર.એસ. દ્રાવણ ઘેર બનાવવાની રીત સમજાવો.
  • ઓ.આર.એસ. દ્રાવણ બનાવવા માટે વધારાનું એક પેકેટ સાથે આપો.
  • કેટલું ઓ.આર.એસ. આપવું તે માતાને સમજાવવું.
  • કપ વડે બાળકને વારંવાર ઘૂંટડા પીવડાવા નુ સમજાવો.
  • જો ઉલ્ટી કરી નાખે તો ૧૦ મીનીટ સુધી રાહ જોવી
  • બાળક વધુ માદુ જણાય, પી શકે નહી, સ્તનપાન લઈ શકે નહી, ઝાડામાં લોહી પડવુ, શ્વાસમાં તકલીફ પડવી વગેરે લક્ષણો જણાય તો તરતજ ફરી બતાવવા આવવાની સલાહ આપો.

સતત ઝાડાની સારવાર

  • ઝાડાની બીમારી ૧૪ દિવસ કે તેથી વધુ સમયથી હોયતો ઓ.આર.એસ. દ્રાવણ આપવું અને દવાખાને મોકલવું.
  • જ્યા બાળકની સારવાર આઇ.વી. ફ્લુઈડ્સ અને ઇન્જેક્શનથી કરવી જરુરી છે.

મરડા ની સારવાર

0 થી 2 માસના બાળક માટે.

  • તાત્કાલીક દવાખાને મોકલવું.
  • મોં વાટે કોટ્રાયમેલાયઝોલની બાળકો માટે ની અડધી ગોળી આપવી.

૨ માસ થી ૫ વર્ષનું બાળક:

  • બે માસ થી ૧૨ મહિનાના બાળકને મોં વાટે કોટ્રાયમેક્ષાયઝોલ ની બાળકો માટે ની બે ગોળી આપવી.
  • ૧૨ માસ થી ૫ વર્ષના બાળકને મો વાટે કોટાયમેક્ષાયઝોલનો બાળકો માટે ની ત્રણ ગોળી આપવી
  • તાત્કાલીક દવાખાને મોકલવું.

ઝાડાના અટકાવ માટે માતાને નીચેના પગથીયાઓ શીખવો

  • પ્રથમ ૬ માસ માટે ફક્તને ફક્ત ધાવણ જ આપવું.
  • છ માસ બાદ પુરક આહાર ચાલુ કરવો પુરક આહાર ચોખ્ખો, આરોગ્યપ્રદ અને ઘરેજ બનાવેલો આપો.
  • પીવા માટે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો/ઉકાડેલુ પાણી આપો.
  • બાળકને ખવડાવતા પહેલા હાથ બરાબર ધોવા.
  • બાળકને ધૂળ અને માટીથી દુર રાખો.
  • બાળકનું સ્ટુલ અને યુરીન સાફ કર્યા બાદ હાથ બરાબર ધોવા.
  • સમયસર રસીકરણ કરાવવાની સલાહ આપો.

વોમીટીંગ

  • માતાને સમજાવવું કે ઉલ્ટીએ ગંભીર નથી બાળકને થોડી થોડી વારે પ્રવાહી આપો જેમાં ઉકાળેલું પાણી, નાળીયેળ પાણી, છાશ, વગેરે નો ઉપયોગ કરો. છ માસથી નાના બાળકને માત્ર સ્તનપાન આપવું. માતાને સમજાવવું કે દરેક સ્તનપાન બાદ બાળકને ખભા ઉપર રાખી ને થાબડવાથી ધાવણ સાથે ગયેલ હવા ઓડકાર રૂપે બહાર આવી જાય છે.

બાળકોમાં થતી ઉલ્ટીના ગંભીર કારણો

  • ચેપ (ઇન્ફેક્શન)
  • દૂષિત ખોરાક (ફૂડ પોઈઝનિંગ)
  • મેલેરીયા,
  • ટોન્સીલાઈટીસ,
  • મેનેન્જાઈટીસ,
  • સ્વાસ નળી નો ચેપ, કાનનો ચેપ વગેરે
  • આંતરડાના રોગ (ઇન્ટેસ્ટાઈનલ ડીસીસ)
  • અપચો (ઈનડાઈજેસન)

સારવાર

  • વોમીટીંગ થવા માટેના કારણો જાણો અને કારણ મુજબ સારવાર કરો.
  • વધારે ઉલટી થવાના કિસ્સામાં બાળકને આરોગ્યકેંદ્ર પર સારવાર માટે મોકલો.
  • ડીહાઇડ્રેશન માટે ચેક કરો.

કબજીયાત ( કોન્સ્ટીપેશન )

વ્યાખ્યા

  • કબજીયાત એટલે આંતરડાનું હલન ચલન (પેરિસ્ટાલ્સીસ મુવમેન્ટ) ઓછુ થઇ જાય જેના કારણે સમાન્ય મળક્રિયા ન થાય, ઘણા કિસ્સામાં દુઃખાવા સાથે મળક્રિયા થાય તેવી પરિસ્થિતિને કબજીયાત (કોન્સ્ટીપેશન) કહેવાય છે.

કારણો

  • જન્મની ખામી કે જેમાં એનસ અને રેકટમનો ભાગ સાંકડો હોય.
  • ઓપરેશન પછી રેક્ટમની જગ્યા સાંકળી થઈ ગઈ હોય.
  • બાળક પાણી અને પ્રવાહી ઓછા પ્રમાણમાં પીતુ હોઇ.
  • કુપોષણ, અને ખોરાકમાં રેશાની ઉણપ.
  • દવાની સાઇડ ઇફેક્ટનાં કારણે.

સારવાર

  • નોર્મલ બોવેલ મુવમેન્ટની ટેવ પાડવી.
  • વધારે પ્રવાહી આપવા સમજાવવું.
  • વધારે પ્રમાણમાં રેસાવાળો ખોરાક લેવા માટે સમજાવવું.
  • નિયમિત કસરત કરવા માટેની સલાહ આપવા સમજાવવું.
  • દવાઓ: જરૂર જણાય તો લીકવીડ પેરાફીન અથવા સપોજિટરી મુકવી.
  • બાળકને નિયમિત અને દરરોજ ટોઈલેટ માટે ટેવ પાડવી.
  • સાંકડા એનસ માટેની તપાસ કરી સારવાર આપવી.

કાકડા નો ચેપ (ટોન્સીલાઈટીસ)

  • ટોન્સીલાઈટીસ એટલે કાકડા (ટોન્સિલ્સ) માં બેક્ટેરિયા અને વાયરસ ના કારણે લાગતો ચેપ, જેના કારણે કાકડામાં સોજો આવે છે અને દુખાવો થાય છે.

કારણો

  • વાયરસ અને બેક્ટેરીયાના ઇન્ફેક્શનના કારણે,
  • ઠંડી વસ્તુઓ કે પીણા પીવાથી.
  • એલર્જીના કારણે.

લક્ષણો

  • ગળામાં સોજો આવે છે અને લાલ થઈ જાય છે.
  • કાકડા મોટા થઈ જાય છે, લીમ્ફ ગ્લેન્ડમાં સોજો આવે છે.
  • તાવ આવી જાય, ગળામાં દુખાવો થાય
  • અન્નનળીનો ભાગ સાંકડો થઈ જાય છે.
  • શ્વાસ લેવામાં તથા ગળવામાં તકલીફ પડે છે. બાળક અસ્વસ્થ જણાય છે.

સારવાર

  • બાળકના ગળા નો સોજો ઓછો કરવા માટે ગરમ પાણીના કોગળા કરાવવા.
  • દવાઓ: એન્ટીપાયરેટીક, એટીહીસ્ટેમાઈન, એન્ટીબાયોટીક અને લાંબા ગાળાની બીમારીમાં સ્ટીરોઇડસ પણ આપી શકાય છે.
  • પી.પી .લોશન અથવા બીટાડીન સોલ્યુસનથી કોગળા કરાવવા.
  • બાળકને ઠંડાપીણા આપવા નહી, પ્રવાહી ખોરાક વધુ આપવો, વારંવાર મો સાફ કરવું, દાંતની સ્વચ્છતા જાળવવી, ચોકલેટ જેવા મીઠા પદાર્થ આપવા નહી.
  • બાળકને જમવામાં સોફ્ટ ખોરાક આપવો અથવા પ્રવાહી ખોરાક આપવો.
  • જો વારંવાર આમ થતુ હોય તો સર્જીકલ ટ્રીટમેન્ટ આપવી, જેમાં ટોન્સીલેક્ટોમી ઓપરેશન કરવામાં આવે છે.

કાન નો ચેપ (ઇયર ઇન્ફેક્શન)

  • તે મોટા ભાગે શરદી, ઉધરસ (કોમન કોલ્ડ) પછી જોવા મળે છે. નાક અને રેસ્પીરેટરી ટ્રેકના ચેપ કાનમાં લાગે છે જેને ઓટાઈટીસ મીડીયા કહેવાય છે. શરુઆતમાં કાનમાં ખંજવાળ આવે છે અને ત્યાર બાદ રસી થાય છે. આવો ચેપ લાંબા સમય સુધી રહે તો કાનના પડદામાં કાણું પડી જાય છે અને સાંભળવાનું ઓછું થઈ જાય છે.

લક્ષણો

  • કાનમાં દુખાવો થાય, બાળક ચીડિયું થઇ જાય.
  • કાનમાંથી રસી નીકળે છે.
  • કાનમાં ખંજવાળ આવે છે.
  • ખરાબ વાસ આવે છે.
  • માથું દુખે અને તાવ આવે.
  • સામાન્ય રીતે આની સાથે શર્દી અને ઉધરસ હોય છે.

અટકાયતી પગલાઓ (પ્રિવેન્શન)

  • કાન અંદરથી સાફન કરવા, સ્નાન કરાવતી વખતે કાન બહારથી બરાબર સાફ કરવા.
  • ઠંડીથી બાળકને રક્ષણ આપવું.
  • કાન ને સુકા રાખવા.
  • ગળામાં ચેપન લાગે તેની કાળજી લેવી.

સારવાર

  • દવાઓ: દુખાવા અને તાવ માટે એન્ટીપાયરેટીક અને પેઇનકિલર, ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટીક આપવી. જરૂર જણાય તો કાનમાં એન્ટીબાયોટીકીસના ટીપા નાખવા.
  • કાન બરાબર સાફ કરવો.

એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન & ન્યુમોનિયા

શ્વસનતંત્રનો ચેપ (એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન)

  • આ પ્રકારનું ઈન્ફેકશન સામાન્ય રીતે દસ દિવસ કરતા વધુ રહેતું નથી. અને ઘણા એવા ચેપ છે જે લાંબા સમય સુધી ચાલે છે આવી વખતે ખાસ સારવારની જરૂર પડે છે.
  • શ્વસનતંત્રનો ચેપ ( એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન) એ આપણા દેશમાં બાળમૃત્યુનું અગત્યનું કારણ છે. જેમાં ખાસ કરીને વરાધ (ન્યુમોનિયા) વધારે જવાબદાર છે. મોટાભાગના બાળકોને એક વર્ષની અંદર લગભગ ત્રણ વખત આવા એ.આર.આઈ.ના હુમલા આવે છે. અને મોટાભાગે ઘરગથ્થુ સારવારથી સાજા થઈ જાય છે. મોટાભાગે દવાઓની જરૂરીયાત રહેતી નથી. હોસ્પિટલના રેકોર્ડ પર થી એવું જાણવા મળે છે કે બાળકોમાં થતા મરણમાં ૧૩% મરણ શ્વસનતંત્રનો ચેપ (એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન) થી થાય છે.
  • આમાં ઘણી વખત ત્રણ દિવસની બીમારીમાં બાળકનું મરણ થઈ શકે છે. અને સદભાગ્યે આ તમામને આપણા જ પ્રયત્નોથી આપણે બચાવી શકીએ છીએ, બાળકના જોખમી લક્ષણો ઓળખી આવા બાળકોને યોગ્ય સારવાર તથા સમયસર હોસ્પિટલમાં મોકલવાથી તમામ બાળકો બચાવી શકાય છે.

શ્વસનતંત્રનો ચેપ (એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન) અને વરાધ (ન્યુમોનિયા)માં મોટાભાગે નીચેના ત્રણ કારણોસર બાળકો મરણ પામતા હોય છે.

  • બાળકો સારવાર માટે આવે છે પરંતુ સારવાર બરાબર મેળવી શકતા નથી.
  • બાળકો સારવાર માટે આવે છે પરંતું ઘણા મોડા આવે છે.
  • બાળકો સારવાર માટે આવતા જ નથી.

શરદી, ઉધરસ અથવા શ્વાસમાં તકલીફ વાળા બાળકોની આકારણી

  • બાળકોની આકરણી કરવાથી અને માહીતી પુછવાથી તમામ પ્રકારની માંદગીની વિગત જાણી શકાય છે. આના માટે માતાને પ્રશ્નો પૂછો અને શાંતિથી સાંભળો અને આ માટે માતાને નીચે મુજબના પ્રશ્નો પૂછી ને જવાબ મેળવવા જોઈએ.
  • બાળકની ઉંમર કેટલી છે ? બે માસથી ઓછી ઉંમરના બાળકોમાં ન્યુમોનીયા એ ગંભીર માંદગી ગણાય આવા બાળકને તાત્કાલીક દવાખાને મોકલવું જોઈએ.
  • બાળકને ઉધરસ આવે છે? કેટલા દિવસ થી આવે છે તે પુછવું જો ૨૧ દિવસ કરતા વધુ સમયથી હોયતો બાળક ને હોસ્પિટલમાં મોકલવું.
  • બાળકને તાવ આવે છે? જો ૫ દીવસ કરતા વધુ સમયથી તાવ આવતો હોયતો હોસ્પિટલે મોકલવું
  • બાળક પી શકે છે? જો બાળક પી ન શકતું હોય તો તે ગંભીર ગણાય આવા બાળકને હોસ્પિટલ મોકલવું

આઈ. એમ. એન. સી. આઈ. મુજબ બાળકમાં કઈ કઈ તપાસ કરવામાં આવે છે ?

  • ખેંચ આવે છે
  • શ્વાસોચ્છશ્વાસ (રેસ્પિરેશન) નો દર જુઓ : ૦ થી ૨ માસના બાળકમાં દર મીનીટે આ દર 50 કરતા ઓછો હોવો જોઈએ. જો 50 કે 50 કરતા વધુ હોય તો તે અસામાન્ય કહેવાય આવા બાળકને હોસ્પિટલે મોકલવું.
  • પાંસળામાં ઉંડા ખાડા માટે તપાસ કરો અને નસકોરા ફૂલે છે તે જુઓ.
  • તાવ માટે તપાસ કરો તેમાં માતાને પુછીને અથવા સ્પર્શથી અથવા થર્મોમીટરથી તાવ માપો જો ઉષ્ણતામાન ૩૭.૫ સે.કે તેથી વધુ હોય તો તાવ છે તેવુ નક્કિ કરી આવા બાળકને દવાખાને મોકલવું.
  • તેવી જ રીતે જો બાળક ઠંડું જણાય અથવા ઉષ્ણતામાન ૩૫.૫ સે કરતા ઓછું હોય, તો આવા બાળકને પણ તાત્કાલીક દવાખાને મોકલવું જોઈએ.
  • બાળક ઢીલુ કે બેભાન જણાતું હોય શરીરનું હલનચલન ઓછું કરતું હોય.
  • બાળકની ઉમર 2 માસ થી પ વર્ષ હોય તો શ્વાસોશ્વાસ ૪૦ કે તેથી વધુ હોય તો વધુ ગણાય આવા બાળકોને દવાખાને મોકલવા જોઈએ.

કોટ્રાયમોક્ષાઝોલનો ઉંમર પ્રમાણે ડોઝ

  • ૧ માસ સુધીના બાળકો અડધી ગોળી
  • ૧ થી ૨ માસના બાળકો એક ગોળી.
  • ર થી ૧૨ માસ સુધીના બાળકો બે ગોળી (વેઈટ: 4 to 10 kg)
  • ૨ માસ થી ૫ વર્ષના બાળકો ત્રણ ગોળી (વેઈટ: 10 to 19 kg)

ફૉલોઅપ સારવાર

  • બાળકને ૪૮ કલાક પછી ફરી તપાસો, સુધારો જણાય તો ત્રણ દિવસ દવા ચાલુ રાખવા સમજાવો.
  • જો સુધારો ન જણાયતો બાળકને વધુ સારવાર માટે મોકલી આપો.
  • બાળકને હુફાળુ રાખવા સમજાવો.
  • નાક બંધ હોય તો ચોખ્ખું કરો.
  • ઉંચો તાવ હોયતો પેરાસીટામોલ આપો. (15mg/kg)
  • પ્રવાહી વધુ આપો અને બ્રેસ્ટ ફીડીંગ ચાલુ રાખો.
  • માંદગી બાદ ફીડીંગમાં વધારો કરો ઘરે બનાવેલ સલામત ખોરાક આપો જેમાં મધ, આદુ, તુલસી વગેરે આપી શકાય.
  • માતાને ઘેર ગયા પછી કોઇ ગંભીર લક્ષણો જણાયતો તાત્કાલીક આવવું તે સમજાવો, જેમ કે પ્રવાહી પી ન શકે, વધારે માંદુ જણાય, ઝડપી શ્વાસોચ્છશ્વાસ, તાવ આવે શ્વાસ લેવામાં તકલીફ પડે.

ન્યુમોનીયાનો અટકાવ કેવી રીતે કરશો ?

  • માતાનું ધાવણ અમુલ્ય છે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ થી એલર્જી, અસ્થમા અને ન્યુમોનીયા થવાનું જોખમ ઘટે છે અને બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

રસીકરણ (ઇમ્યુનાઈઝેશન)

  • જો બાળકને તમામ પ્રકારની રસીઓ આપવામાં આવે તો પણ બાળકને માંદગીથી બચાવી શકાય છે.

સામાન્ય સ્થિતિમાં સારવાર (ટ્રીટમેન્ટ ઓફ માઇનર એઈલમેન્ટ)

  • કોઇપણ સામાન્ય કંડીશન પણ બાળક માટે વધુ ગણી તાત્કાલીક સારવાર કરવી જેથી રોગને આગળ વધતો અટકાવી શકાય અને શક્ય હોય ત્યાં સુધી ઘરગથ્થુ ઉપચારથી સારૂ કરી શકાય

વિટામીન-એ

  • બાળકોને વિટામીન-એ ના તમામ ડોઝ તેની યોગ્ય ઉંમર મુજબ આપવા જોઈએ, જે થી બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

પોષક આહાર (ન્યુટ્રીશન)

  • બાળકને યોગ્ય અને પુરતા પ્રમાણમાં પોષક આહારની જાણકારી માતાને આપવી અને તે અંગેનું આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ.

સલામતીના પગલાઓ (સેફટી પ્રિકોશન)

  • બાળકને ઠંડીથી બચાવવું જોઈએ.
  • ધુળ, ધુમાડા કે એલર્જી વાળા વાતાવરવાથી દૂર રાખવું જોઈએ,
  • અન્ય બીમાર લોકોથી અલગ રાખવું જોઇએ.

ટાઢીયો તાવ (ફીવર – મલેરિયા)

  • બાળકોમાં તાવની તકલીફ ઘણી સામાન્ય છે, જે બાળકને તાવ હોય તેને ટાઢીયો તાવ (મલેરિયા) પણ હોઈ શકે, જેમાં શરીરના તાપમાનનો વધારો થાય છે. અને સાથે સાથે ઠંડી પણ લાગે છે.

બાળકને તાવ છે તેની ત્રણ બાબત પરથી ખબર પડે છે.

  • પ્રાપ્ત માહીતી અનુસાર (હિસ્ટરી)
  • અડવાથી શરીર ગરમ લાગે (બાઈ ટચિંગ)
  • માપવાથી (બાઈ મેઝરિંગ વિથ થર્મોમીટર)

લક્ષણો

  • બાળકનું શરીર ગરમ હોય,
  • બાળક થાકેલું જણાય છે
  • ઉલ્ટી કરી નાખે
  • ઉંચો તાવ હોય તો બાળક પી નથી શકતું
  • ઘણી વખત ખેંચ આવે છે
  • ગરદન અક્ડ થઈ જાય છે
  • બાળક ઢીલુ કે બેભાન જણાય છે.

કૃમિનો ચેપ (વર્મ ઈન્ફેસ્ટેશન)

  • બાળકોમાં કૃમિની તકલીફ થતી સામાન્ય છે.

આમાં મુખ્યત્વે નીચે મુજબના કૃમિનું ઇન્ફેશન જોવા મળે છે.

  • થ્રેડ વર્મ્સ
  • રાઉન્ડ વર્મ્સ
  • હુંક વર્મ્સ

સામાન્ય લક્ષણો

  • વજન ઘટતું જણાય
  • પેટમાં દુઃખાવો થાય
  • વિકાસ બરાબર થતો નથી
  • નબળાઈ આવી જાય
  • ખોરાકનું પાચન બરાબર થતુ નથી
  • બાળક કુપોષીત જણાય છે
  • એનસના ભાગમાં ખંજવાળ આવે છે
  • મોં પર સફેદ ડાઘ જોવા મળે છે
  • ઉંઘ પુરી થતી નથી

સારવાર

  • ટેબલેટ આલ્બેન્ડાઝોલ ઉંમર મુજબ
  • મેબેન્ડાઝોલ ઉંમર મુજબ
  • ઈવરમેકટીન આલ્બેન્ડાઝોલ આપવી.

અટકાયતી પગલાઓ

  • ટોઈલેટ ગયા બાદ બરાબર હેન્ડવોસીંગ કરવું.
  • કપડાને તડકે સુકવવા.
  • બરાબર પર્સનલ હાઈઝીન મેઈનટેઈન કરવું.
  • ખુલ્લા પગે ચાલવુ નહી.
  • ખુલ્લા પગે ટોઈલેટ ન જવું.
  • શાકભાજી બરાબર ધોઈને જ વાપરવા.
  • નખ ટુંકા રાખવા.
  • બરાબર રાધેલ ખોરાક ખાવો.
  • ચેપી ડુક્કર કે પશુનું માસ કે દુધ ન ખાવું.
  • દુધ ઉકાળીને પીવું.
Published
Categorized as Uncategorised