યુનિટ-3
ચિલ્ડ્રન્સ રાઇટ્સ
ઈન્ટ્રોડક્શન
- ભારતની કુલ વસ્તીના લગભગ ૪૦ ટકા વસ્તી બાળકોની છે જેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે. તેમાથી લગભગ 29 ટકા બાળકો છ વર્ષથી નાની ઉંમરનાં છે અને લગભગ તો તે જેટલા બાળકો રૂરલ એરિયામાં રહે છે, ઘણા કિસ્સાઓ અને ઘણી જગ્યાએ આવા બાળકો ની પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, માંદગીમાં સારવાર, શિક્ષણ અને સલામતી જેવી બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
- બાળકની પાયાની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે અને ભવિષ્ય માટે એક તંદુરસ્ત નાગરિક તરીકે ઉછેર થાય તે માટે ભારત સરકારે બાળકોના અધિકાર (રાઇટ્સ ઓફ ચાઈલ્ડ) કાયદામાં લાવ્યા. જે નીચે મુજબ છે.
રાઇટ્સ ઓફ ચાઈલ્ડ
- સુરક્ષિત અને પ્રામાણીક વાતાવરણમાં ઉછેરવાનો તથા બાળમજૂરી, અવગણના, ઘાતકતા અને ગીચતા સામે સલામતીનો અધિકાર.
- ખોરાક, રહેઠાણ, બીમારીમાં સારવાર અને સામાજિક સલામતી માણવાનો અધિકાર.
- નામ, નાગરિકત્વ અને રાષ્ટ્રીયતાના અધિકાર.
- મફત શિક્ષણનો અધિકાર.
- રમતગમત અને મનોરંજન માટે પુરતી તકનો અધિકાર.
- દિવ્યાંગ બાળકને સારવાર, શિક્ષણ અને પૂરતી કાળજીનો અધિકાર.
- આફતના સમયે સૌથી પહેલા સુરક્ષા અને રાહત મેળવવાનો અધિકાર.
- આઝાદી અને મોભો જળવાઈ રહે તે વાતાવરણ આરોગ્યપ્રદ ઉછેર અને સમાજમાં એક સારા સભ્ય બનવાનું શીખવાનો અધિકાર.
- સમજદારી, સહનશીલતા, શાંતિ, ભાઈચારા અને મિત્રતાની ભાવનાવાળા વાતાવરણમાં ઉછેરનો અધિકાર.
- રંગભેદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, જાતિવાદને અવગણીને તમામ પ્રકારના અધિકારો મેળવવાનો અધિકાર.
એબ્યુઝ & લિગલ પ્રોટેક્શન (અત્યાચાર અને કાયદાકીય રક્ષણ)
ચાઈલ્ડ એબ્યુઝ
- “બાળકોને તેના માતા પિતા, સંભાળ રાખનારા, નોકરીએ રાખનાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા બાળક સાથે ખરાબ વર્તન કરવામાં કે ઈરાદાપૂર્વક ઇજા પાહોચાડવામાં આવે જેનાથી બાળકનો શારીરીક, માનસિક કે સામાજીક વિકાસ અટકી જાય અથવા ખોડખાંપણ આવી જાય, આવી સ્થિતિને બાળકો પર થતા અત્યાચારને ચાઈલ્ડ એબ્યુઝ કહે છે”.
ટાઈપ્સ ઓફ ચાઈલ્ડ એબ્યુઝ: ચાઈલ્ડ એબ્યુઝના પ્રકારો
- ભારત માં અલગ – અલગ સંપ્રદાય અને જગ્યા એ અલગ – અલગ રીતે બાળકોનું શોષણ અને અત્યાચાર થાય છે. જેના પ્રકારો નીચે મુજબ છે.
ટાઈપ્સ
સોશિયલ એબ્યુઝ
- A. ઈન્ફાન્ટીસાઈડ
- B. ચાઈલ્ડ મેરીજ
- C. ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુશન.
- D. ચાઈલ્ડ બેગરી
- E. ચાઈલ્ડ લેબર
ફિઝિકલ માલ-ટ્રીટમેન્
- A. ફિઝિકલ એબ્યુઝ
- B. ફિઝિકલ નેગલેક્ટ
- C. બિગિનિગ નેગલેક્ટ
- D. સેક્સ્યુઅલ એબ્યુઝ
નોન ફિઝિકલ માલ-ટ્રીટમેન્ટ
- A. ઈમોશનલ એબ્યુઝ / નેગલેક્ટ
- B. વર્બલ એબ્યુઝ
- C. એજ્યુકેશનલ નેગલેક્ટ
- D. ફોસ્ટરીંગ ડીલિક્વન્સી
- E. આલ્કોહોલ/ડ્રગ એબ્યુઝ
સોશિયલ એબ્યુઝ (સામાજીક અત્યાચાર)
- બાળકને સમાજના લોકો દ્વારા સમાજના નિયમો અને પ્રથાને અનુસરવા માટે દબાણ કરવામા આવે જેને સામજિક અત્યાચાર કહે છે.
જેમાં નીચેની બાબતો નો સમાવેશ થાય છે.
ઈન્ફાન્ટીસાઈડ (ભૃણ હત્યા)
- ભારતના ઘણા રાજયોમાં બાળકને માતાના ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. જેમાં મુખ્યત્વે બાળકીની હત્યા સામાન્ય છે.
- સગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફી વડે જાતીય પરિક્ષણ કર્યાબાદ જો ગર્ભમાં બાળકી (ફિમેલ ચાઈલ્ડ) હોય તો તેને બિનકાયદેસર રીતે ગર્ભપાત કરી નાખવામાં આવે છે. આના માટે કડક કાયદો અને સજાની જોગવાઈ હોવા છતાં આજની હાલના સમયમા પણ આવુ બને છે.
- સ્ત્રી ભૃણ હત્યાને અટકાવવા માટે પી.એન.ડી.ટી. (પી.એન.ડી.ટી. -પ્રિનેટલ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ) એકટ અમલમાં આવેલ છે.
- આ કાયદા મુજબ બાળકનું જાતી પરિક્ષણ કરવું એ કાયદાકીય ગુનો છે અને તેમા કડક સજાની જોગવાઇ પણ છે.
ચાઈલ્ડ મેરીજ (બાળ વિવાહ)
- ભારતના બંધારણ પ્રમાણે જો છોકરાના લગ્ન 21 વર્ષની ઉંમર પહેલા અને છોકરીના લગ્ન 18 વર્ષ ની ઉંમર પહેલા કરાવવામાં આવે તો તેને બાળ લગ્ન કહે છે.
- નાની ઉંમરના બાળકો શારીરિક અને માનસિક રીતે પરિપકવ હોતા નથી. ઘણી જગ્યા એ છોકરી પરિપક્વ ન થાય તે પહેલા જ લગ્ન થઈ જાય અને તે અકાળે માતૃત્વ પણ ધારણ કરે છે.
- જેના લીધે બાળમૃત્યુ દર તથા માતા મૃત્યુ દર ઘણો જ ઉંચો જોવા મળતો હતો.
- આ બાળલગ્નની સાથે સાથે બાળવિધવાનો પ્રશ્નપણ તેટલો જ જટિલ હતો. જેમાં કાયદાકીય જોગવાઈના અમલથી આ ઘણે અંશે નિવારણ કરી શકાયું છે.
ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુશન (બાળ વેશ્યાવૃત્તિ)
- તેમા સગીર વયના બાળકો પર જાતિય શોષણ કરવામા આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
- હાલના સમયમાં જાતીય શોષણ અને વેશ્યાવૃત્તિના વ્યાપારનું પ્રમાણ દિવસે અને દિવસે વધતું જાય છે.
- આમાં, ઘણી વખત નાના-નાના બાળકો પણ તેના ભોગ બને છે.
- આમા, નાની વયના બાળકોને નોકરીની લાલચ કે પ્રલોભનો દ્વારા આ માર્ગે વાળવામાં આવે છે. જેને બીજા શબ્દોમાં ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુશન એન્ડ ચાઈલ્ડ ટ્રાફીકીગ કહે છે.
- પ્રોસ્ટીટ્યુશન અને ચાઈલ્ડ ટ્રાફીકીગ ને અટકાવવા માટે ભારત માં ધ ઈમોરલ ટ્રાફિક (સસ્પેન્સન) એક્ટ (એસ.આઈ.ટી.એ.), જેમા બાળકો માટે ખાસ જોગવાઇ છે.
ચાઈલ્ડ બેગરી(બાળ ભિક્ષાવૃતી)
- ભારતમાં ઘણી જગ્યાએ બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરવામા આવે છે.
- આ એક ધંધો છે, જે બાળકો ઘર છોડી જતા રહે છે.
- અનાથાશ્રમમાં રહે છે.
- તેઓને ભિક્ષાવૃત્તિ તરફ વાળવામાં આવે છે.
- ઘણી વખત માં-બાપની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે બાળકને આ માર્ગે જવા માટે મજબુર કરે છે.
ચાઈલ્ડ લેબર (બાળ મંજુરી)
- ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ 1986, અને તેમા 2016 માં થયેલા સુધારા મુજબ 14 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકોને કોઇ પણ જગ્યા એ કોઇ પણ પ્રકારનું કામ કરાવવું એ સજાપાત્ર ગુનો છે.
- બાળ મજુરી એવી જગ્યાએ વધારે જોવા મળે છે.જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય અને લોકો ગરીબીમાં જીવતા હોય.
- ભારતમાં બાળ મજુરીનો પ્રશ્ન ખુબ જ વિશાળ છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 5 થી 14 વર્ષની ઉંમરના લગભગ 10.1 મિલિયન જેટલા બાળકો બાળ મજુરી સાથે સંકળાયેલા હતા.
- બાળ મજુરો મોટા ભાગે ખેતીવાડી, હોટેલ, કારખાના, છુટક મજુરી, અને લઘુ ઉધ્યોગોમાં જોવા મળે છે.
- આવા બાળકોનું કામની જગ્યાએ શારીરિક અને માનસીક શોષણ પણ થાય છે.
- આથી આવા બાળકોમાં માનસિક બીમારી, અને શારીરિક બીમારી જેવી કે, અપંગતા, બહેરાશ, ચામડીના રોગો, કુપોષણ અને ઓક્યુપેશનલ ડીસીસ જોવા મળે છે.
ધ ચાઈલ્ડ લેબર ર (પ્રોહિબિશન & રેગ્યુલેશન એક્ટ – 1986)
લેબર (પ્રોહિબિશન & રેગ્યુલેશન એક્ટ-1986) પોલીસીના અગત્યના મુદ્દા
- 14 વર્ષ થી નાની ઉંમરના બાળકો કોઇ પણ જગ્યા એ કામ કરી શકે નહી.
- કોઇ પણ પ્રકારના કારખાના કે ઉધ્યોગો માં કામ કરવા દેવાની પરવાનગી આપવા માં આવતી નથી.
- 14 વર્ષથી મોટા બાળકો જે કામ કરવામા સક્ષ્મ છે, તેને આરોગ્યપ્રદ વાતાવરણમાં કામ કરાવવુ અનિવાર્ય છે.
- આવા બાળકોના કામ કરવાના કલાકો નક્કી કરેલા છે. તેમને 6 કલાક થી વધારે કામ કરાવવુ એ ગુનાપત્ર છે.
- કામ કરવાની જગ્યા એ આરોગ્યપ્રદ વાતાવરણ અને બાળક ની સુરક્ષાની તમામ વ્યવસ્થા હોવી જરૂરી છે.
ફિઝિકલ માલ-ટ્રીટમેન્ટ
- A. ફિઝિકલ એબ્યુસ
- B. ફિઝિકલ નેગલેક્ટ
- C. બિગનીંગ નેગલેક્ટ
- D. સેક્સ્યુઅલ એબ્યુસ
ફિઝિકલ એબ્યુસ (શારીરિક ખરાબ વર્તન)
- તેમાં નીચેની બાબતો નો સમાવેશ થાય છે.
- બાળકને કોઇ વ્યક્તિ મારે કે શારીરિક નુક્શાન પહોચાડે, આવી સ્થિતિમાં બાળકને શારીરિક ઇજા, ખોટખાપણ કે મૃત્યુ પણ થઇ શકે છે.
- આવા પ્રકારના અત્યચારો મુખ્યત્વે બાળ મજુરી કરતા બાળકો અને ઘણી વખત સ્કુલમાં પણ જોવા મળે છે.
ફિઝિકલ નેગલેક્ટ (શારીરીક અવગણના)
- બાળક ને તેના માતા-પિતા કે સંભાળ રાખનાર તરફથી રહેવા ઘર, પુરતી સંભાળ, ખોરાક, અને બિમારીમાં સારવાર જેવી જરૂરીયાતોને ન સંતોષવામાં આવે તો તેને ફિઝિકલ નેગલેક્ટ કહે છે.
બેનીંગ નેગલેક્ટ
- બાળકો પર અજાણતા થતા અત્યાચાર અને ભેદભાવને બેનીંગ નેગલેક્ટ કહે છે.
- જેમ કે ઘણી જગ્યાએ છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ રાખવમાં આવે છે.
- છોકરી ને શિક્ષણ થી માંડી ને દરેક પાસામાં ઉણપતી રાખવામાં આવે છે.
- આવા પ્રકારના અજાણતા થતા અત્યાચાર ને બેનીંગ નેગલેક્ટ કહેવામાં આવે છે.
સેક્સ્યુઅલ એબ્યુસ (જાતીય અત્યાચાર)
- તેમાં બાળકોને ગુપ્તાંગ પકડાવવા, હસ્થમૈથુન કરાવવું, અંગોનો સ્પર્શ કરાવવો, ગુપ્તાંગો બતાવવા, જાતીય સમાગમ કરતી વખતે બાળકને જોવા માટે મજબૂર કરવું, બાળકો પર બળાત્કાર કરવો વગેરે બાબતનો સમાવેશ થાય છે.
- આ બધુ ઘણી વખત કુટુંબના સભ્ય કે બહારના લોકો દ્વારા કરવામાં આવતું હોય છે.
- તે સજાતીય કે વિજાતીય હોય છે.
- જે મોટા ભાગે વ્યસન અને નશા કારણે વધારે પ્રમાણ મા જોવા મળે છે.
નોન ફિઝિકલ માલ ટ્રીટમેન્ટ: (અશારીરિક ખરાબ વર્તન)
ઈમોશનલ એબ્યુસ (લાગણીના અત્યાચાર)
- આમાં બાળકને સતત તરછોડવામાં આવે કે તિરસ્કાર કરવામાં આવે, અને બાળકને નીચો પાડવામાં આવે છે અથવા તો તેના બુદ્ધિમત્તાના આંક કરતા ઘણી વખત માતા પિતાને ઘણી ઉંચી અપેક્ષાઓ હોય છે.
- મા-બાપના આવા વલણથી બાળકને પોતાની જાત અને આત્મસન્માનમાં ઘટાડો થાય છે.
વર્બલ એબ્યુઝ (મૌખિક અત્યાચાર)
- આ પ્રકારનો અત્યાચાર માત્ર બોલવાથી થાય છે. આમાં માનસિક અને લાગણીશીલ અત્યાચાર જેવીજ અસરો જોવા મળે છે.
- આવા પ્રકારના અત્યચારની અસર બાળકોના માનસિક વિકાસ પર થાય છે.
- ખાસ કરીને તરણા અવસ્થાના બાળકોમા તેની વધારે અસર જોવા મળે છે.
એજ્યુકેશનલ એબ્યુઝ (શૈક્ષણીક અત્યાચાર)
- દેશ ગ્રામીણ વિસ્તાર, આદીવાસી વિસ્તાર વગેરેમાં બાળકને પૂરતું શિક્ષણ આપવામાં આવતુ નથી.
- ઘણી જગ્યાએ છોકરીઓને ભણાવવામાં આવતી નથી, અને અન્ય પણ ઘણા બધા કરણોસર બાળકોને શિક્ષણ આપવામાં આવતુ નથી.
- ભણવાની ઉંમરે બાળકોને મજુરી કરવા માટે મોકલવામાં આવે છે.
- મા-બાપ અને બાળકો બંન્ને ભણતરને ઓછુ મહત્વ આપે છે. જે બાળકોને મળતા અધિકારો નું ઉલ્લંઘન છે.
ફોસ્ટરિંગ ડીલીક્વન્સી(ગુનો કરવા પ્રેરવા)
- આમાં બાળકને અસામાજીક પ્રવૃતિ કરવા પ્રેરે છે.
- જેમા બાળક પાસે ચોરી કરાવવી, બાળકોને વીદ્રોહ કરવા, તોફ્લોડ કરવા કે કોઇને નુક્શાન પોહચાડ઼વા પ્રેરવા વગેરેનો સમાવેશ થાય છે.
લીગલ પ્રોટેક્શન
- ભારતમાં બાળકોના અધિકારોનું ઉલ્લંઘન અલગ અલગ રીતે થાય છે.
- બાળકલ્યાણને પ્રોત્સાહન આપવા અને બાળકોને પુરતી સુરક્ષા મળી રહે તે માટે ભારતીય બંધારણમાં બાળક માટે કેટલીક કાયદાકીય જોગવાઈ છે.
જે નીચે મુજબ છે.
- હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ, 1956
- ઓર્ફેનેજીસ એન્ડ અધર ચેરીટેબલ હોમ્સ (સુપરવિઝન એન્ડ કંટ્રોલ) એક્ટ, 1960
- નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન, :1986
- ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ 1956, અમેન્ડેડ ઈન 1986.
- પ્રિવેન્શન ઓફ ઈલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ, 1987
- ઇન્ફન્ટ મિલ્ક સબસ્ટીટ્યુટ્સ, ફીડિંગ બોટલ્સ એન્ડ ઇન્ફન્ટ ફૂડ્સ(રેગ્યુલેશન ઓફ પ્રોડક્શન, સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન) એક્ટ, 1992
- નેશનલ ન્યુટ્રીશન પોલીસી, 1993
- ધ પ્રી-નેટલ ડાયાગ્નોસ્ટિક ટેકનીક્સ(રેગ્યુલેશન એન્ડ પ્રિવેન્શન ઓફ મિસયુઝ)
- અમેન્ડમેન્ટ એક્ટ, 2002
- નેશનલ ચાર્ટર ફોર ચિલ્ડ્રન, 2003
- નેશનલ પ્લાન ઓફ એક્શન, 2005
- ચિલ્ડ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ,) 1929 અમેન્ડેડ ઈન (1979, પ્રોહિબિશન ઓફ ચાઈલ્ડ )
- મેરેજ એક્ટ, 2006
- જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એક્ટ (અમેન્ડમેન્ટ, (2006, 2006
- ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ, 2009
- ચાઈલ્ડ લેબર (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ,1986 એન્ડ ધ ચાઈલ્ડ લેબર (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ બીલ, 2012
- ધ નેશનલ પોલીસી ફોર ચિલ્ડ્રન, 2013
- જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2000, એન્ડ જુવેનાઇલ જસ્ટિસ
- રુલ્સ ગેજેટ નોટિફિકેશન, 2016
સ્ટેપ્સ ફોર પ્રિવેન્શન ઓફ ચાઈલ્ડ એબ્યુઝ એન્ડ ચાઈલ્ડ લેબર (બાળ અત્યાચાર અને બાળમજુરી અટકાવવાના પગલાઓ)
પ્રાઇમરી લેવલ પ્રિવેસન (પ્રાથમિક પગલાઓ )
આમાં નીચેના પગલાઓ નો સમાવેશ થાય છે.
- બાળકોના કલ્યાણ અને અને તેની સુરક્ષા સબંધિત બાબતોને પ્રોત્સાહન આપવું.
- બાળકોની પાયાની જરુરીયાતને સમજવી અને તેને કેવી રીતે પુર્ણ કરી શકાય તે જોવું.
- પ્રચાર પ્રસાર (માસ મીડિયા) દ્વારા લોકોમાં બાળકના મુંઝવતા પ્રશ્નો વિશે જાગૃતિ લાવવી, બાળકોના મુંઝવતા પ્રશ્નોના અટકાવ અને અંકુશ માટે લોકોને શિક્ષણ આપવુ.
- સમાજમાં ઉછરતા તમામ બાળકોને સમાન અધિકાર મળે અને તેની જાતીયતાને લીધે તેમા કોઇ ભેદભાવ ન થાય તે જોવું.
- બાળ અધિકારો વિશે સમાજના લોકોને જાણકારી આપી જાગૃત કરવા.
- દિવ્યાંગ બાળકો કે જે માનસિક અને શારીરિક રિતે અસક્ષમ છે, તેને મળતા વિશિષ્ટ લાભવિશે જાણકારી આપવી.
- બાળક અને કુટુંબનો દરજ્જો વધે અને બાળકની જરૂરીયાતો પુરી થાય તે માટે કુટુંબ-નિયોજનની પદ્ધતિઓ શીખવાડવી અને શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા પગલા લેવા.
સેકન્ડરી એન્ડ ટરસરી પ્રિવેન્શન (દ્વિતીય અને અંતિમ પગલા)
- તેનો હેતું બાળકમાં થતા અત્યાચારોના કારણો અને પરિબળોને જાણવા અને તેને અનુલક્ષીને યોગ્ય પગલા લેવાનો છે.
- બાળ અત્યાચાર થયેલ બાળકોને ઓળખવા અને તેને લગતી કાયદાકીય તપાસ કરાવવી.
- અગત્યના પ્રશ્નો વિશે પરિવાર અને બાળકની સંભાળ લેતા લોકો સાથે જન સંપર્ક સાધવો અને યોગ્ય મુદ્દાઓ પર પરામર્શ કરવુ.
- બાળકો ના અધિકારો જળવાય રહે તે માટે પ્રયત્નો કરવા.
- અત્યાચાર થયેલા બાળકોની તપાસ કરવી. તેની સારવાર કરવી, તેને કાયદાકીય ન્યાય મળી રહે તે જોવું અને ભવિષ્યમાં આવા પ્રકારના અત્યાચારને અટકાવવા માટે યોગ્ય પગલા લેવા.
- અત્યાચાર થયેલા બાળકોને યોગ્ય જગ્યાએ રાખવા જેમ કે, ફોસ્ટર હોમ, રિમાંડ હોમ, હોસ્પિટલ, અનાથ આશ્રમ વગેરે.