F.Y. – ANM – CHN UNIT – 10 COUNSELLING

યુનિટ – 10

કાઉન્સેલિંગ

મુખ્ય હેતુઓ

  • આ યુનિટના અંતે તાલીમાર્થીઓ કાઉન્સેલિંગ એટલે શું તે જાણી તેનો કોન્સેપ્ટ, પ્રિન્સિપલ્સ, ટેક્નિક વિશે નોલેજ મેળવી શકશે, તેમજ કોમ્યુનીટીમાં કાઉન્સેલિંગની જરૂરિયાત ધરાવતી સમસ્યાઓને ઓળખી ANM તરીકે કાઉન્સેલરની જવાબદારી નિભાવવા માટેની સ્કીલ અને એટિટયુડ ડેવલોપ કરી શકશે.

ગોણ હેતુઓ : આ યુનિટના અંતે તાલીમાર્થી.

  1. કાઉન્સેલિંગ એટલે શું વ્યાખ્યાયિત કરી શકશે
  2. કાઉન્સેલિંગના હેતુઓ, પ્રિન્સિપલ્સ જાણી શકશે
  3. કાઉન્સેલિંગ કરવાની ટેકનીક શીખી શકશે
  4. કોમ્યુનીટીમાં કાઉન્સેલિંગની જરૂરિયાત ધરાવતા એરિયા ઓળખી શકશે
  5. ANM તરીકે કાઉન્સેલરની જવાબદારી નિભાવવા માટેની સ્કીલ અને એટિટયુડ ડેવલોપ કરી શકશે.
  6. કોમ્યુનીટીમાં કાઉન્સેલર તરીકે ANMનો રોલ નિભાવી શકશે.

પ્રસ્તાવના

  • કાઉન્સેલિંગ એ એક પ્રકારની પારસ્પરિક સમસ્યા નિવારણ વિચાર વિનિમય છે. જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની સમસ્યાને હલ કરવાનો અથવા તેને સ્વેચ્છાએ નિર્ણય લેવામાં અને તેના અમલીકરણમાં મદદ કરે છે. વ્યક્તિની સમસ્યા અંગે વિચાર કરવાની દિશા ઓળખી શકે છે.

વ્યાખ્યા

  • લાભાર્થીને પોતાની લાગણીઓની રજૂઆત કરવા તેમજ તે પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવે તેવું વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયાને સંપરામર્શન કે કાઉન્સેલિંગ કહેવામાં આવે છે.

કોન્સેપ્ટ ઓફ કાઉન્સેલિંગ

  • બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. લાભાર્થી ને જાતે નિર્ણય લેવામાં મદદ કરે છે.
  • લાભાર્થી પોતાનો વિશ્વાસ કેળવી શકે અને ખુલ્લા મનથી સમસ્યા જણાવી શકે તેવો વિશ્વાસપાત્ર સ્વીકાર સંબંધ હોવો જોઈએ.
  • વ્યકિતના વર્તનમાં ભવિષ્યમાં પરિવર્તન લાવવા માટેનો હેતુ વિકસા વવો.

પ્રિન્સિપલ્સ ઓફ કાઉન્સેલિંગ (કાઉન્સેલિંગના સિધ્ધાંતો)

  • કાઉન્સેલિંગ દરેક વ્યક્તિને સંબંધિત હોવું જોઈએ.
  • વ્યક્તિની બુધ્ધિ અને પ્રતિભા પર આધારિત હોવું જોઈએ.
  • કાઉન્સેલર કોમ્યુનિટી એ જે ડિમાન્ડ કરેલ છે તે ડિમાન્ડ ઉપરાંત પણ કાઉન્સેલિંગમાં સ્પેશિયલ એડવાન્સ નોલેજ તેમજ પ્રવૃતિ કરનારો હોવો જોઈએ જેથી કાઉન્સેલરે ચોક્કસ વ્યક્તિ નહી પરંતુ સંપૂર્ણ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કાઉન્સેલિંગ કરવું.
  • તે વ્યકિતને પોતાની જાતની સમજ હોવી જોઈએ.
  • વ્યક્તિગત તફાવત બતાવે તેવું હોવું જોઈએ કેમકે દરેક વ્યક્તિના પ્રોબ્લેમ અને તેની મર્યાદા અલગ-અલગ હોય છે.
  • લોકો કાઉન્સેલિંગ સ્વીકારે તેવું હોવું જોઈએ. કેમકે દરેક વ્યક્તિઓને ઘણા જ કારણો પણ હોય છે અને તે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. જેથી દરેક પ્રોબ્લેમનું એડવાન્સ નોલેજ હોવું જોઈએ.
  • કાઉન્સેલિંગ એ સતત ધીમી પ્રક્રિયા છે.

ટેકનીક ઓફ કાઉન્સેલિંગ (કાઉન્સેલિંગની પધ્ધતિ)

  • દરેક કાઉન્સેલરને અલગ ટેકનિક અને અનુભવ હોય છે અને દરેક લાભાર્થી પણ એકબીજાથી અલગ હોય છેઅને દરેક લાભાર્થીની પ્રોબ્લેમ અને જરૂરિયાત વગેરે અલગ-અલગ હોય છે. આના કારણે કાઉન્સેલિંગ પ્રક્રિયા વધુ રસદાયી બને છે. કારણ કે તમે અલગ-અલગ વ્યક્તિને મળો કે જે બધાના પ્રોબ્લેમ્સ પણ અલગ-અલગ હોય છે.
  • કાઉન્સેલિંગ એટલે લાભાર્થીને ફક્ત એક જ વખત મળવું તેવું નથી, કેમકે દરેક વ્યક્તિ સાથે સંબંધ એવી રીતે કેળવો કે લાભાર્થી પુરુષ હોય કે સ્ત્રી હોય પરંતુ તમારામાં વિશ્વાસ એવી રીતે મૂકે કે પોતાના પર્સનલ પ્રશ્નોની ચર્ચા કરવા માટે સંકોચ ન અનુભવે જેથી આપણે પ્રશ્નનો ઉકેલ લાવવા અને નિરાકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકીએ. આ બધુ એક મીટિંગમાં કે એક મુલાકાતમાં શક્ય બનતું નથી. જેથી તમારે કાઉન્સેલિંગની ટેકનીક એવી અપનાવવી કે લાભાર્થી વારંવાર તમારી મુલાકાત લે.
  • લાભાર્થી સાથે સહાનુભૂતિ દર્શાવો. તેમના વિશ્વાસ અને લાગણીનો સ્વીકાર કરો અને તેને ધીમેથી ખુલ્લા દિલે વાત કરવાની પ્રેરણા આપો. લાભાર્થીને પ્રોત્સાહન આપો કે જેથી તે પોતાના પ્રોબ્લેમ અને વિચારો દર્શાવવા પ્રેરાય.

કાઉન્સેલિંગ માટેના સાત પગથિયાં

1.તમારું ધ્યાન કેન્દ્રિત કરો

  • તમે જેવુ કાઉન્સેલિંગ શરૂ કરો કે તરત જ એ જરૂરી છે કે તમારું તમામ ધ્યાન લાભાર્થી ઉપર કેન્દ્રિત હોય. અન્ય કોઈપણ બાબતમાં તમે ધ્યાન ના આપો જેથી સામેની વ્યક્તિને તમારા પર વિશ્વાસ બેસશે. તમે એમને નામથી બોલાવવાનો પ્રયત્ન કરો અને તેને હાવ-ભાવ વડે સતત તમે તેને સાંભળો છો તેવું પ્રતીત કરવો

2.સ્વીકારો

  • તમારે લાભાર્થીના મંતવ્યોનો સ્વીકાર કરવો. તેઓને તેમનું મંતવ્ય રજૂ કરવાનો પ્રયત્ન કરવા દો, વચ્ચે ખલેલ ન કરો. આ સમયે તમને જે કાઈ મંતવ્યો કહે તેને અટકાવો નહી. લાભાર્થી તેનો પ્રોબ્લેમ ત્યારે જ કહેશે જ્યારે તમે તેને સંપૂર્ણ સમય આપો. તમારું કાઉન્સેલિંગ સેશન એમ જ પૂરું થઇ શકશે નહી.

3.સહાનુભૂતિ

  • આપણે એ યાદ રાખવું જોઇએ કે અનુભૂતિ એટલે સહાનુભૂતિ, તમે તમારી જાતે લાભાર્થી કોઈપણ બાબત છુપાવે નહી તે રીતે તેને સમજાવવા મદદરૂપ થાવ. તમે તેની દરેક ભાવનાની કદર કરો.

4.સચેત રહો

  • ઘણી વખત તમારા લાભાર્થી તમને કહી અને પછી કાર્ય કરવાનું ભૂલી જશે. અથવા તો તમને કહેવામાં શરમ અનુભવશે કે મુંઝવણ અનુભવશે જેથી તમને તે નવા-નવા પ્રશ્નો પૂછશે. ઘણી વખત લાભાર્થી તેની સમસ્યા કહેવા ઇચ્છતા પણ ન હોય પરંતુ એવો સમય આવશે કે તે પોતાની પર્સનલ મેટર પણ કહી દે છે. આ માટે લાભાર્થીને ઓપન પ્રશ્નો પુછો અથવા તો પ્રશ્ન પુછવાની સ્ટાઈલ એવી રાખો કે જેથી તે ડાયરેકટ જવાબ જ આપી દે. પરિસ્થિતીને સમજવા માટે તેમજ ઇંટ્રોવરટેડ પર્સનાલીટી(અંતર્મુખી વ્યક્તિત્વ) વાળી વ્યક્તિ સહેલાઇથી તે પોતાની વાતની રજુઆત કરે તે માટે તમે તેને મદદ કરો.

5.સલાહ આપવી

  • પ્રોબ્લેમ જાણ્યા પછી તમે તમારા લાભાર્થીના પ્રશ્નો સમજી શકશો અને પ્રોબ્લેમ પ્રમાણે સોલ્યુશન પ્લાન તૈયાર કરી શકશો અને ત્યારબાદ તમે તમારા મંતવ્યો રજૂ કરો. કેટલાક ઉદાહરણ આપીને તેના પ્રશ્નનો યોગ્ય નિકાલ કરો. જુદા જુદા વિકલ્પો સમજાવવા મદદરૂપ થાવ. દા.ત. ફેમીલી પ્લાનીંગની ટેમ્પરરી મેથડ વિશે નોલેજ આપો અને લાભાર્થીને પસંદ કરવાની તક આપો.

6.ભાષા અનુવાદ

  • ભાષા કાઉન્સેલિંગમાં ખુબ અગત્યની છે તમારી બોલવાની રીત લાભાર્થી સમજી શકે તે રીતે કાઉન્સેલિંગ દ્વારા તેને મદદરૂપ થાઓ. જો તમે લાભાર્થીની ભાષા ના સમજી શકો તો લાભાર્થીને તમારી ભાષામાં કહો કે પ્રશ્ન ફરીથી રીપીટ કરે અને પ્રશ્ન સમજ્યા બાદ જ જવાબ આપવો આનાથી લાભાર્થી એમ સમજશે કે તમે તેને સંપૂર્ણ રીતે સમજી ગયા છો. તેથી તેને તમારા માટે કાંઇ શંકા હોય તો તે દૂર થશે.

7.સારાંશ

  • સારાંશ એટલે મુખ્ય મુદ્દાની ચર્ચા કરવાની પ્રક્રિયા છે. આ કાઉન્સીલીંગ સેશનનું લાસ્ટ સ્ટેપ છે. આમાં તમારે મેઇન પોઈન્ટનું ડિસ્કશન ધીમેધીમે કરવાનું છે અને અંતમાં આ સેશનની ચર્ચા ફરીથી રિપીટ કરવાની છે. તેમજ મુખ્ય પ્રશ્નોને સમજીને તેનું નિરાકરણ કરવામાં પણ આ રીતે મદદ મળે છે.

કમ્પોનન્ટ ઓફ કાઉન્સેલિંગ (કાઉન્સેલિંગના ઘટકો)

  1. G – ગ્રીટ – આવકારવું
  2. A – આસ્ક – પુછો
  3. T – ટોલ્ક – વાતચીત કરવી
  4. H – હેલ્પ – મદદ કરવી
  5. E – એક્સપ્લેન – સમજાવવું
  6. R – રીવિઝીટ – ફરી મુલાકાત

1.G – ગ્રીટ – આવકારવું

  • લાભાર્થી ને માનપૂર્વક આવકાર આપવો.
  • તેને નામથી બોલાવો.
  • જો બાળક હોય તો તેને રમાડવાની કોશિશ કરો.
  • તમે જેટલી ઉંચાઇએ બેઠા હોય તેટલી જ ઉંચાઇ એ બેસાડો.
  • સંપૂર્ણ ધ્યાન તેમની જ બાજુ કેન્દ્રિત કરો.
  • તમે તેને બરાબર સાંભળો છો તેવું પ્રતીત કરાવો.
  • દરેક વાતો ખુલ્લા મને કહે તે માટે પ્રોત્સાહિત કરો.
  • તેમનુ આવવાનું કારણ અને મનની ઈચ્છા વિશે પુછો.
  • તેમને ખાત્રી આપો કે તેમની સમસ્યાનો ઉકેલ કરવામાં તમે તેને મદદ કરશો.

2.A – આસ્ક – પુછો

  • અત્યારની સમસ્યા માટે કોઈપણ આરોગ્યની સેવાઓ લીધેલ હોય તો તેના અનુભવો પુછો.
  • તેના કુટુંબના સભ્યોનો સહકાર કેવો છે તે બાબતની પૂછપરછ કરો.
  • તમારી આ સારવારમાં સહમત છે કે નહી તે પુછો.
  • સમસ્યા શું છે અને કેટલા સમયથી છે તે પુછો.
  • જવાબ આપવા માટે પુરેપુરો સમય ફાળવો.

3.T – ટોલ્ક – વાતચીત કરવી

  • તેની સાથે તેની ભાષામાં વાતચીત કરો.
  • તેની મુંઝવણ માટે મોડેલ, ચાર્ટ કે અન્ય સાધન દ્વારા સમજણ આપવાનો પ્રયત્ન કરો
  • તે સ્પષ્ટ સમજી શકે તેવી રીતે સમજાવો.
  • વચ્ચે-વચ્ચે પ્રશ્નો પુછો જેથી તમને ખબર પડે કે સમજણ પડી છે.
  • સેવાઓના લાભ અને ગેરલાભ વિશે સમજણ આપો.
  • તેની ગેરમાન્યતાઓ અને ગેરસમજ દૂર કરો.

4.H – હેલ્પ – મદદ કરવી

  • લાભાર્થીને પોતાની રીતે સેવાઓ લેવા માટે નિર્ણય કરવા દો.
  • માત્ર નિર્ણય લેવામાં ઉભા થતાં પ્રશ્નોનું નિરાકરણ કરો.
  • નિર્ણય લીધા બાદ સેવાઓ લેવા માટેની સમજણ આપો.
  • સેવાઓ અપનાવ્યા બાદ સર્વ સામાન્ય આડ અસરોની સમજણ આપો. આ.
  • સેવાઓની ગુપ્તતા જાળવવાની ખાત્રી આપો.

5.E – એક્સપ્લેન – સમજાવવું

  • એક વખત સેવાઓનો સ્વીકાર કર્યા બાદ તુરંત જ જરૂરી ઉપયોગી સૂચનાઓ આપો.
  • કોઈપણ તકલીફ થાય તો કોઈપણ સમયે બતાવવા આવી શકો છો તેવી બાહેંધરી આપો.
  • કઈ પણ થાય તો હું છું તેવા શબ્દો ક્લાઈન્ટ માટે દવારૂપ સાબિત થશે.
  • લાભાર્થીના મનમાં મુંઝવતી બાબતો મિત્ર ભાવે કહેવા નો આગ્રહ કરો.
  • નાની-મોટી દરેક બાબતોની નોંધ કરો.

6.R – રીવિઝીટ – ફરી મુલાકાત

  • ક્યારે ફરી આવવાનું છે તેની સમજણ આપો.
  • જો ફરી આવેલું લાભાર્થી હોય તો સેવાથી કેટલો સંતોષ છે તે પુછો.
  • કઈ મુશ્કેલી હોય તો જાણીને દૂર કરવાનો પ્રયત્ન કરો.
  • લાભાર્થી જવાનું કહે ત્યારે જ તમે ઉભા થાવ.
  • હસતાં મોઢે લાભાર્થીને ફરી આવજો એવા શબ્દો કહો.

સારા કાઉન્સીલરના ગુણો

  • મિત્ર જેવુ વર્તન કરતા હોવા જોઈએ.
  • સારા શ્રોતા હોવા જોઈએ.
  • સહકર્તા અને હેલ્પફૂલ હોવા જોઈએ.
  • સારા નોલેજ ધરાવતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર હોવા જોઈએ.
  • સારા વિચાર વિનિમય કરતાં હોવા જોઈએ.
  • સાચી અને પૂર્ણ માહિતી આપનાર હોવા જોઈએ.
  • જાગૃતિ લાવે તેવા હોવા જોઈએ.
  • માનસીક રીતે સ્વસ્થ હોવા જોઈએ.
  • સામેની વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે લાગણી હોવી જોઈએ.
  • ખુલ્લા મન વાળો હોવો જોઈએ.
  • લાભાર્થી સાથે સતત સંપર્કમાં રહેતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર, પ્રામાણિક અને બીજાને નુકશાન ન પહોંચાડનાર હોવો જોઈએ.
  • તે પોઝીટીવ એપ્રોચ અને પોઝીટીવ થિંકિંગ વાળો હોવો જોઈએ.
  • તે લાભાર્થીની જરૂરિયાતની સંભાળ રાખનાર હોવો જોઈએ.

કાઉન્સેલિંગ ઇન ધ કોમ્યુનિટી (સમુદાયમાં પરામર્શ)

સમુદાયમાં જરૂરિયાતોની ઓળખ

  • ઘણી સમસ્યાઓ છે જેને આરોગ્ય ટીમના સલાહકારો દ્વારા પરામર્શની જરૂર છે. કોમ્યુનિટી હેલ્થ નર્સને એવા કેસોની ઓળખ કરવી આવશ્યક છે કે જેના માટે પરામર્શની જરૂર હોય સમુદાયની કેટલીક સમસ્યાઓ કે જેને પરામર્શની જરૂર હોય તે નીચે આપેલ છેઃ
  • કિશોરોની માનસિક સમસ્યાઓ જેવી કે અસ્વસ્થતા વિકાર, આચરણ વિકાર, મૂડ ડિસઓર્ડર, સ્કિઝોફેનિઆ, ખાવાની વિકૃતિઓ, દારૂ અને માદક દ્રવ્યોનું વ્યસન, જાતીય સમસ્યાઓ વગેરે.
  • પોસ્ટપાર્ટમ ડિપ્રેસન અને પોસ્ટ પાર્ટમ સાઇકોસિસ.
  • વૃદ્ધોમાં ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, દા.ત., ચિંતા, એકલતા, અપરાધ, ડિપ્રેશન, ઉન્માદ, ચિત્તભ્રમણા, પેરાનોઇડ ડિસઓર્ડર વગેરે.
  • હિંસા અને દુરૂપયોગનો ભોગ બનવું
  • શારીરિક વિકલાંગ વ્યક્તિઓ
  • આનુવંશિક સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓ અને પરિવારો

સમુદાયમાં પરામર્શ માટેના ક્ષેત્ર

1.સાયકેટ્રીક ડિસઓર્ડર ઓફ એડોલેશન્ટ (કિશોરોના માનસિક વિકાર)

  • a) એન્જાયટી ડિસઓર્ડર : ચિંતા વિકાર દા.ત., શાળા ફોબિયા, સામાજિક ફોબિયા
  • b) કન્ડક્ટ ડિસઓર્ડર : આચાર વિકારદા.ત.. ઘરે અથવા શાળામાં આક્રમક વર્તન
  • c) સ્કિઝોફેનિઆ : સ્કિઝોફેનિઆ, જે કિશોરોમાં વધુ જોવા મળે છે.
  • d) ઇટીંગ ડિસઓર્ડર : ખોરાક સંબંધી વિકાર, એટલે કે ખોરાક લેવામાં વધુ અથવા ઓછુ અને વજનમાં સમસ્યા
  • e) સુસાઇડ અને ડેલીબ્રેટ હાર્મ : ઇરાદા પૂર્વકનું નુકસાન વધી રહ્યું છે તાજેતરના વર્ષોમાં આત્મહત્યા
  • f) આલ્કોહોલ સબસ્ટન્સ એબયુઝ : આલ્કોહોલ અને પદાર્થના દુરૂપયોગ (દા.ત.ધૂમ્રપાન, દવાઓ)
  • g) સેક્સ્યુઅલ પ્રોબ્લેમ : ટેન્શન, કિશોરવયની ગર્ભાવસ્થા, માસિકને લગતી તકલીફ વગેરે.

પરામર્શ

  • કિશોરોને વ્યક્તિગત ક્લાયન્ટની જેમ સારવાર આપો.
  • સહાયક અને વર્તણૂકીય ઉપચાર આપો.
  • ઉપચારના આયોજન અને અમલમાં પરિવારના સભ્યો અને સબંધીઓને સામેલ કરો.
  • શરત પ્રમાણે યોગ્ય રેફરલ સેવાઓ માટેની યોજના બનાવો

2.મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ઇન વુમન (સ્ત્રીઓમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ)

  • સામાન્ય માનસિક વિકૃતિઓમાં લાગણી સંબંધી વિકાર, ન્યુરોટિક ડિસઓર્ડર, ઉન્માદ, ખાવાની વિકૃતિઓ, આત્મહત્યા કરવાનો પ્રયાસ અને સ્કિઝોફ્રેનિઆ સામેલ છે.
  • વિશિષ્ટ સ્ત્રી મનોચિકિત્સા વિકારોમાં, પ્રીમેન્સટ્રુઅલ સિન્ડ્રોમ,પોસ્ટ-પાર્ટમ ડિપ્રેસન, પ્યુપેરલ અથવા પોસ્ટપાર્ટમ સાઇકોસીસ, મેટરનિટી બ્લૂઝ (હળવા ડિપ્રેસન અને મેનોપોઝ) સામેલ છે.

પરામર્શ

  • કુટુંબ અને મિત્રો દ્વારા ભાવનાત્મક ટેકા માટેની સલાહ
  • એકસરસાઇઝ, પૂરતી ઊંઘ અને બેલેન્સ ડાઈટ વિશે સલાહ આપવી.
  • ગ્રુપમાં સપોર્ટ અને સહકાર આપવો.
  • પોતાનું કામ જાતે કરે તેવી સલાહ આપવી.

3.મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ઇન એલ્ડરલી (વૃદ્ધોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ)

  • સામાન્ય ભાવનાત્મક પ્રતિક્રિયાઓમાં અસ્વસ્થતા, એકલતા, અપરાધ, હતાશા, સોમેટીક ફરિયાદો, પેરાનોઇડ પ્રતિક્રિયાઓ, ભાવનાશીલતા વગેરેનો સમાવેશ થાય છે.
  • સામાન્ય માનસિક આરોગ્ય સમસ્યાઓમાં હતાશા, ઉન્માદ, ચિત્તભ્રમણા અને પેરાનોઈડ ડિસઓર્ડર (શંકાસ્પદતા, જુલમ ભ્રાંતિ, આંદોલન, બેચેની, ડિપ્રેશન, અનિદ્રા) નો સમાવેશ થાય છે.

પરામર્શ

  • સામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ થવું
  • વાંચવાની ટેવ વિકસાવી
  • સરળ નિયમિત કસરત કરવા કહેવું
  • સમસ્યાલક્ષી અભિગમ અપનાવો
  • સહાયક ઉપચાર
  • વર્તન ઉપચાર

4.હિંસા અને દૂરવ્યવહાર

  • લિંગ આધારિત હિંસા, દા.ત.. સ્ત્રીઓ સામે (શારીરિક, જાતીય અથવા માનસિક નુકસાન)
  • બાળ દુરુપયોગ, દા.ત. બાળકની ઉપેક્ષા, જાતીય શોષણ

પરામર્શ

  • પીડિતાને આશ્વાસન આપો
  • બળાત્કારના આઘાત સાથે સંકળાયેલ લાગણી અને ભાવનાઓથી દુર થવા માટે પ્રોત્સાહિત કરો.
  • પીડિતની સહાય માટે સામાજિક સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરો
  • આરોગ્ય લાક્ષણિકતાઓને મજબૂતીકરણ પ્રદાન કરો
  • પીડિત અને પરિવારને કાનૂની સલાહ આપવી

5.સાયકેટ્રીક આસપેક્ટ ઓફ HIV/AIDS(એચ.આઈ.વી/એઈડસના માનસિક પાસાં)

  • ન્યુરોલોજીકલ લક્ષણો, એઈડસ સંબંધિત ડિમેન્શિયા
  • ભાવનાત્મક, મોટર અને વર્તન સંબંધી વિક્ષેપ
  • આંચકો, અંધશ્રદ્ધા, ક્રોધ, દુ:ખ, ઉદાસી અને ડર
  • ચિંતા વિકાર, હતાશા, મૂડ ડિસઓર્ડર
  • માનસિક લક્ષણો

પરામર્શ

  • આત્મસન્માન કેળવવું
  • વિવિધ સહાયક પગલાં

6.ફિઝિકલી હેન્ડીકેપ (શારીરિક વિકલાંગ)

  • જોવામાં, સાંભળવામાં, બોલવામાં, ચાલવામાં અને અન્ય પ્રવૃત્તિ કરવા સમર્થ નાં હોય તેવા વ્યકિતઓ

પરામર્શ

  • શિક્ષકો અને અન્ય લોકોની મદદ દ્વારા વિકલાંગ વ્યક્તિને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
  • સાથીઓ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓને, ચીડવવામાં અને વિકલાંગ બાળકોને રમતો અને જૂથ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી બાકાત રાખવા જેવા મુદ્દા સામેલ થઈ શકે છે.
  • તેઓ હંમેશાં શું કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • બાળકની શક્તિઓને ઓળખો અને તેને ગમતી પ્રવૃત્તિ કરવા દો
  • બાળકોમાં માન અને સ્વીકૃતિ વિકસાવવા મદદ કરો
  • બાળકની ગેરહાજરીમાં બાકીના વર્ગ ને શારીરિક હેંડિકેપ્ટ વિશે શીખવો

7.જીનેટિક ડીસીઝ (આનુવંશિક બિમારીઓ)

  • જેમાં એક અથવા વધારે કુટુંબમાં આનુવંશિક વિકારની ઘટનાઓ અથવા ઘટનાના જોખમ સાથે સંકળાયેલ વ્યક્તિનો સમાવેશ થાય છે.

પરામર્શ

  • વ્યક્તિગત અથવા તો કુટુંબને સહાય આપો.
  • તબીબી તથ્યોને સમજો, જેમાં નિદાન, ડિસઓડરનો સંભવિત કોર્સ અને ઉપલબ્ધ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
  • બિમારી ફરી થવાના જોખમ અને વિકલ્પોને સમજાવો.
  • તેમના જોખમ, તેમના કોટુંબિક લક્ષ્યો અને તે નિર્ણય અનુસાર કાર્ય કરવાને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય લાગે તેવા પગલાંને પસંદ કરો.
  • અસરગ્રસ્ત કુટુંબના સભ્યોમાં ડિસઓર્ડર અને અથવા ડિસઓર્ડરના પુનરાવર્તનના જોખમમાં શ્રેષ્ઠ હોય તેવી ગોઠવણ કરો.

રોલ ઓફ કાઉન્સેલર (સલાહકારની ભૂમિકા)

1.એક્ટીવ લીસનીંગ (સારા શ્રોતા)

  • ક્લાઈન્ટ (લાભાર્થી) દ્વારા આપવામાં આવેલા મૌખિક અને બિનમૌખિક સંદેશાઓ પર નજીકથી હાજરી આપો. ફોલો અપમાં ક્લીયર પ્રશ્નો સાથે સ્પષ્ટતા કરવી.

2.જોખમની ઓળખ

  • આકારણીઓ અને પરામર્શ દરમિયાન દરેક વાત ખાનગી રહેશે તેવો વિશ્વાસ પ્રદાન કરો.
  • સંબંધિત ડાયગ્નોસ્ટિક પ્રક્રિયાઓની સમીક્ષા કરો.

3.નિર્ણય લેવાનો સપોર્ટ

  • વિકલ્પો વિશે માહિતી પ્રદાન કરો
  • વિકલ્પોના ફાયદા અને ગેરફાયદાને ઓળખવામાં દર્દીને સહાય કરો
  • પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરો

4.ભાવનાત્મક સપોર્ટ

  • નિર્ણય દરમિયાન ખાતરી, સ્વીકૃતિ અને પ્રોત્સાહન પ્રદાન કરો.
  • સહાનુભૂતિ અને અન્યાય વિનાનો નિર્દેશક અભિગમ દર્શાવો તમારા પોતાના નિર્ણયો પર વિશ્વાસ ન કરો.

5.રેફરલ

  • જો જરૂરી હોય તો સેવાના સેવા પ્રોવાઇડરનો સંપર્ક કરો અને જે રેફરલ સેવા માટેની ગોઠવણ કરો
  • પરામર્શ ની વિગતો નો રેકોર્ડ કરો અને સંબંધિત દર્દીની રિફર ચિઠ્ઠી માં સામેલ કરો
  • રેફરલ ફોર્મ્સ તૈયાર કરો

6.ફોલોઅપ કેર

  • દર્દી અને કુટુંબને એકટીવ સંભાળ અને સહાય પ્રદાન કરો.
  • પરિવારના અન્ય સભ્યો ને પણ પરામર્શ ની જરૂર હોય તો પૂરી પાડો.

રોલ ઓફ ANM/FHW એસ કાઉન્સેલર (કાઉન્સેલર તરીકે એ.એન.એમ. ની ભૂમિકા)

1.યોગ્ય અને પર્યાપ્ત સારવાર

  • દર્દી અને પરિવારને યોગ્ય અને પર્યાપ્ત સારવાર અને રોગ વિશે સલાહ આપો.

2.વિવિધ વિકલ્પો

  • સારવારના વિવિધ વિકલ્પો જેવા કે જુદા જુદા ટેસ્ટો ની અને સારવારની ચર્ચા કરો, દરેક વિકલ્પના ફાયદા અને ગેરફાયદા સમજાવો.

3.નિર્ણય લેવામાં સહાયક

  • દર્દી પોતે આપેલા વિકલ્પોનાં ફાયદા અને ગેરફાયદા ઓળખે, તેનો વિશ્વાસ કેળવી તેને નિર્ણય લેવા માટે મદદ કરો, તમારા પોતાનો નિર્ણય તેના પર ના થોપો.

4.કુટુંબના સભ્યો દ્વારા કાળજી

  • ફેમીલીના દરેક સભ્યોને દર્દીની સારવાર અને સંભાળ વિશે માહિતગાર કરો અને સમજ આપો.

5.ભાવનાત્મક સપોર્ટ

  • પરામર્શ દરમિયાન ક્લાઈન્ટ અને પરિવારના સભ્યોને ખાતરી આપો અને પ્રોત્સાહન પ્રદાન કરો.

6.ગુપ્તતા અને વિશ્વાસ જાળવી રાખો

  • પરામર્શ દરમિયાનક્લાઈન્ટની દરેક માહિતીની ગુપ્તતા જાળવો અને વિશ્વાસ જાળવી રાખો.

7.તંદુરસ્ત જીવનશૈલી

  • ક્લાઈન્ટ અને કુટુંબને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે શિક્ષિત કરો.

8.નિયમિત ફોલો અપ

  • ક્લાઈન્ટ અને ફેમીલીને રેગ્યુલર ફોલોઅપ માટે સમજાવો.

Published
Categorized as Uncategorised