યુનિટ – 9
કોમ્યુનિકેશન મેથડ્સ & મિડિયા
મુખ્ય હેતુ
- યુનિટનાં અંતે તાલીમાર્થી કમ્યુનીકેશન વિશેનું નોલેઝ મેળવી, આઈ.પી.આર જાળવવા માટેની સ્કીલ ડેવલોપ કરશે તેમજ એ.વી.એઇડ, બી.સી.સી., આઈ.ઈ.સી., ઉપરાંત ટીચિંગ-લર્નિંગ પ્રોસેસ અને તેના પ્રિન્સિપલ વિશેનું નોલેઝ મેળવી કમ્યુનીટીમાં હેલ્થ એજ્યુકેશન આપી આરોગ્યનું સ્તર ઊંચું લાવવા માટે હેલ્થ ટીમ અને હેલ્થ વર્કર સાથે કો-ઓપરેશન અને કો-ઓર્ડીનેશનથી કાર્ય કરી શકશે..
ગૌણ હેતુ :- યુનિટ નાં અંતે તાલીમાર્થી.
- કમ્યુનિકેશન એટલે શું અને તેના પ્રિન્સિપલ વિશે જાણી શકશે.
- કમ્યુનીકેશનની મેથડ અને કોમ્યુનીકેશનની પ્રોસેસ વિશે નોલેઝ મેળવી સારા કમ્યુનીકેટર તરીકેનાં ગુણો વિકસાવી શકશે.
- કમ્યુનીકેશનનાં અવરોધક પરિબળ વિશે જાણી શકશે.
- એ.એન.એમ.વર્કર તરીકે હેલ્થ ટીમનાં સભ્યો સાથે કમ્યુનીકેશન કરી આઈ.પી.આર.જાળવવા માટે ની સ્કીલ ડેવલોપ કરી શકશે.
- એ.વી. એઇડ એટલે શું તેના પ્રકાર અને તેના ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે ની સ્કીલ ડેવલોપ કરી શકશે.
- બી.સી.સી. વિશે જાણી શકશે.
- આ.ઈ.સી.એટલે શું તેના હેતુ, સ્કોપ, કોન્સેપ્ટ અને એપ્રોચ વિશે માહિતી મેળવી શકશે.
- ટીચિંગ-લર્નિંગ પ્રોસેસ, તેનો કોન્સેપ્ટ અને તેની લાક્ષણીકતાઓ અને તેની મેથડ જાણી શકશે.
- શીખનારની લાક્ષણીકતા ડેવલોપ કરી શકશે.
- કમ્યુનીટીમાં આરોગ્ય શિક્ષણ આપવા અંગે નું પ્લાનીંગ કરી શકશે.
- એ.એન.એમ. વર્કર તરીકે કોમ્યુનીટીમાં બી.સી.સી. માટે ની ફરજો અને જવાબદારીઓ નિભાવી શકશે.
પ્રસ્તાવના
- મનુષ્યનાં દરરોજ નાં જીવન કાર્યમાં કમ્યુનીકેશન એ મહત્વનો ભાગ છે. જેના દ્વારા દરેક કાર્ય તથા વ્યવહાર શક્ય બને છે. આવા સામાજિક વાતાવરણ ને જીવંત રાખવાના કાર્ય ને કમ્યુનીકેશન કહે છે.મનુષ્યનું જીવન કમ્યુનીકેશન વગર શક્ય નથી.કમ્યુનીકેશન એ હેલ્થ એજ્યુકેશન, નર્સ-પેશન્ટ રીલેશનશીપ, સ્ટાફ ડેવલોપમેન્ટ અને બીજી અન્ય કામગીરી માટે ખુબ અગત્યનું છે.
વ્યાખ્યા
- કમ્યુનીકેશન એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સર્વ સામાન્ય સમજ કેળવવા માટે બે કે તેથી વધુ વ્યકિતઓ એક-બીજા સાથે માહિતી, વિચારો કે લાગણીઓ નું આદાન-પ્રદાન કરે છે. જેથી તેમના વિચાર,વલણ અને વર્તનમાં પરિવર્તન લાવી શકાય.
પ્રિન્સિપાલ ઓફ કમ્યુનીકેશન (કમ્યુનીકેશનનાં સિદ્ધાંતો)
1.એક સમયે એક સાથે એક કરતાં વધારે માહિતી આપવી નહી
- એક સમયે વિગતવાર માહિતી આપશો નહી કારણ કે તેના દ્વારા શ્રોતા ઓ તેને યાદ રાખી શકશે નહી.
2.યોગ્ય સમયે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સંદેશા વ્યવહાર
- સંદેશો એ લોકોની જરૂરિયાત પર આધારિત હોવો જોઈએ, ખાસ કરીને તે લોકો માટે કે જેઓ સીધી રીતે માહિતી ને પહોચાડવા માટે જવાબદાર હોય છે.
3.લોકોની મુશ્કેલીઓ પર આધારિત
- કમ્યુનીકેશન એ લોકોની સમસ્યાઓ સાથે સબંધિત હોવું જોઈએ કારણકે લોકો ફક્ત ત્યારે જસાંભળશે જો કોમ્યુનીકેશન તેમના હેતુ માટેનું હોય
4.લોકોમાં પ્રેરણા અને ભય દ્વારા રસ જગાડે તેવું
- લોકોમાં રૂચી બનાવવા માટે અને સંદેશા વ્યવહાર દરમિયાન શ્રોતાઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે કમ્યુનિકેશન રસપ્રદ હોવું જોઈએ. સંદેશાવ્યવહાર સ્વાસ્થ્ય સમસ્યાના હકારાત્મક અને નકારાત્મક પાસાઓને કહી શકે તેવું હોવું જોઈએ, જેથી ભયજનક પાસાને રચનાત્મક રીતે અભિવ્યક્ત કરી લોકો માટે પ્રેરણાદાયક બનાવી શકાય.
5.રીત-રીવાજો અને સાંસ્કૃતિક પરંપરાઓ
- સંદેશાવ્યવહાર દરમિયાન લોકોની સાંસ્કૃતિક પરંપરાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ, સંદેશાવ્યવહાર ફક્ત ત્યારે જ સફળ થઇ શકે જો તે સ્થાનિક રીત-રિવાજો અને પરંપરાઓને અનુરૂપ હોય
6.વાતાવરણને અનુરૂપ
- કમ્યુનીકેશન દરમિયાન સારું અને યોગ્ય વાતાવરણ તેને સફળ બનાવે છે.
7.આર્થિક પરિસ્થિતિને અનુરૂપ
- કમ્યુનીકેશન ત્યારે જ સફળ અને સંતુલિત બને છે, જોતે લોકોની આર્થિક સ્થિતિના સ્તર અને તેમની પરિસ્થિતિને ધ્યાન માં લઇ ને કરવામાં આવે.
8.લોકોના શૈક્ષણિક સ્તરને અનુરૂપ
- કમ્યુનીકેશન એ લોકોના શૈક્ષણિક સ્તરને ધ્યાનમાં રાખીને હોવું જોઈએ.લોકો સાથે વાતચીત કરતી વખતે તેમની સ્થાનિક ભાષા અને શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.
9.ધર્મને અનુરૂપ
- ધર્મ એ ખુબજ ગંભીર મુદ્દો છે. માટે કમ્યુનીકેશન ને સફળ બનાવવા માટે લોકોના ધર્મને ધ્યાનમાં રાખીને ચર્ચા થવી જોઈએ અને લોકોના તે અંગેના મંતવ્યો જાણવા જોઈએ.
હેતુઓ
- લોકોમાં વિવિધ માધ્યમો વડે રસ જાગૃત કરી માહિતી આપીને તેમના આરોગ્યને પ્રમોટ કરવા માટે
- લોકોને આરોગ્યને લગતી વિવિધ માહિતીઓ જુદા જુદા માધ્યમ દ્વારા આપી સારું આરોગ્ય શિક્ષણ આપવાનો
- ગમ્મત સાથે જ્ઞાન પુરૂ પાડવાનો
- સુયોગ્ય ફેરફાર લાવવાનો જેથી લોકોનાં વર્તન, વલણ અને વર્તણુકમાં સુધારો લાવી શકાય
- વિચાર, વિનિમયનો હેતુ લોકોમાં આરોગ્ય વિષયક બાબતોનો પ્રચાર કરવાનો છે.
મેથડ ઓફ કમ્યુનીકેશન
1) વન – વે કમ્યુનીકેશન
- આ મેથડમાં કમ્યુનીકેશન એક જ બાજુ થી થાય છે.જેમાં સંદેશા નું વહન મેસેજ મોકલનાર તરફ થી રિસિવર તરફનું હોય છે. આ પ્રકારનું કમ્યુનીકેશન ઝડપથી થઇ શકતું નથી કારણકે આમાં રિસિવરનું પાર્ટીસીપેશન હોતું નથી. આ એક પ્રકારની શીખવાની પધ્ધતિ છે. દા.ત. ક્લાસ રૂમ લેકચર
2) ટુ-વે કમ્યુનીકેશન
- આ મેથડમાં કમ્યુનીકેશન બંને બાજુથી થાય છે.જેમાં રિસિવર મેસેજને સાંભળે છે, સમજે છે અને તેનું અર્થઘટન કરી ફીડબેક તરીકે પોતાનાં પ્રતિભાવ સેન્ડરને આપે છે. આમ કરવાથી દરેક બાબતોનું અને તેમાંથી ઉદભવતા પ્રશ્નોનું સમાધાન અસરકારક રીતે થઇ શકે છે.રિસિવરનું ઇન્વોલ્મેન્ટ હોવાથી આ એક એક્ટિવ પ્રક્રિયા બને છે. દા.ત.ગ્રુપ ડિસ્કશન
3) વર્બલ કમ્યુનીકેશન
- આ પ્રકારનું કમ્યુનીકેશન વાતચીત દ્વારા કરી શકાય છે. જેમાં ભાષા અને શબ્દોનો ઉપયોગ થાય છે.
- દા.ત. ટેલિફોનીક વાતચીત
4) નોન વર્બલ કોમ્યુનિકેશન
- આ કમ્યુનીકેશન ફક્ત ઇશારાઓ અને એક્શન દ્વારા કરવામાં આવે છે. જેમાં સ્માઈલ, આંખના ઇશારા, આઇબ્રોની મુવમેન્ટ, ચુપ રહેવું ઉપરાંત અલગ-અલગ બોડી મુવમેન્ટ દ્વારા કમ્યુનીકેશન કરવામાં આવે છે.
5) ફોર્મલ-ઇનફોર્મલ કમ્યુનીકેશન
- ફોર્મલ કમ્યુનીકેશનનિયમોને આધારિત હોય છે. તેમાં સંદેશો ઓથોરીટી દ્વારા મોકલાય છે. જે સચોટ અને પ્લાનિંગ સાથેનું હોય છે. દા.ત.મિટિંગ
- જયારે ઇન ફોર્મલ કમ્યુનીકેશન પ્લાનિંગ વગરનું હોય છે. જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે ત્યારે જે-તે સંદેશો આપે છે. આ મેથોડથી સંદેશો ખુબ ઝડપથી પહોચાડી શકાય છે. પરંતુ સંદેશો સાચો અથવા ખોટો હોઈ શકે અને તેનું સ્વરૂપ પણ બદલાય જાય છે. દા.ત.ગોશીપ
6) લીસનીંગ કમ્યુનીકેશન
- મોટા ભાગનાં એજ્યુકેટેડ લોકો પોતાનો સમય બોલવામાં કાઢે છે. સાંભળવા માટેનો સમય ઘણો ઓછો રાખે છે.સાંભળવું એટલે માત્ર સાંભળવું એવુ જ નહી પરંતુ પૂરતી સમજણ સાથે સાંભળવું અને મન,મગજ ને એકાગ્ર કરીને સાંભળવું આ પ્રકારની સાંભળવાની સ્કીલ ટુ વે કોમ્યુનીકેશન માટે ખુબ જરૂરી છે. કારણકે ગ્રુપ અથવા ઓડિયન્સના પ્રશ્નો, પ્રતિભાવ અભિપ્રાયો બરાબર સંભળાવવામાં ના આવે તો અસરકારક કમ્યુનીકેશન કરી શકાતું નથી.
7) રીટન કમ્યુનીકેશન
- લખાણ દ્વારા કરાતા કમ્યુનીકેશન ને રીટન કોમ્યુનીકેશન કહે છે. પહેલાનાં સમયમાં આ પ્રકારનું કમ્યુનીકેશન વધારે પ્રચલિત હતું દા.ત.પત્ર વ્યવહાર.
8) વિઝ્યુઅલ કમ્યુનીકેશન
- હોડીંગ્સ, મોટા પોસ્ટર, બેનરો, ચાર્ટ, નકશા,ગ્રાફ વગેરે દ્વારા ફક્ત જોઈ ને માહિતી મેળવામાં આવે તો તે પ્રકારના કમ્યુનીકેશનને વિઝ્યુઅલ કોમ્યુનીકેશન કહે છે.
9) ટેલી કમ્યુનીકેશન અને ઈન્ટરનેટ
- ઈલેક્ટ્રોનિક સાધનોનાં ઉપયોગ દ્વારા માહિતીને દુરનાં સ્થળ સુધી પહોંચાડવા માટે આ કમ્યુનીકેશનનો ઉપયોગ કરવામાં આવે છે.આ માધ્યમો દ્વારા એકસાથે માહિતીને ઘણા લોકો સુધી પહોચાડી શકાય છે અને સંદેશાની એક સુત્રતા જળવાઈ રહે છે. આ પ્રકારનું કમ્યુનીકેશન આખા વિશ્વ સાથે પણ કરી શકાય છે. દા.ત. રેડિયો, ટી.વી., ટેલિગ્રામ, ઈન્ટરનેટ વગેરે.
કોમ્યુનીકેશનની પ્રોસેસ
કમ્યુનીકેશનની પ્રોસેસ ઉપર દર્શાવેલ ઈમેજ મુજબ જોવા મળે છે. જેમાં નીચે મુજબના પાંચ ઘટકોનો સમાવેશ થાય છે.
- સેન્ડર
- મેસેજ
- ચેનલ
- રિસીવર
- ફીડબેક
1.સેન્ડર
- સારા કમ્યુનીકેશન માટે માહિતી મોકલનારનો રોલ ખુબ જ અગત્યનો છે. સેન્ડર એટલે કે એક વ્યકિત કે જે સંદેશાને પ્રોપર ચેનલ દ્વારા પહોચાડે છે. તેના માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
- સંદેશો મોકલવા પાછળ ચોક્કસ હેતુ હોવો જોઈએ
- મેસેજ રિસીવ કરનારને તેની જરૂરીયાત હોવી જોઈએ.
- જે તે બાબત અંગેનો સંદેશો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ છે કે કેમ તેની પૂરેપૂરી ખાત્રી સેન્ડરને હોવી જોઈએ.
- જે સંદેશો મોકલવાનો છે તે રિસીવ કરનાર વ્યક્તિ સારી રીતે સમજી શકે તેવી સ્કીલ તેનામાં
હોવી જોઈએ.
2.મેસેજ (સંદેશો)
- મેસેજ એટલે કે માહિતી જે રિસીવરને પહોચાડવાની હોય, જે હંમેશા વસ્તુલક્ષી અને અર્થસભર હોવી જોઈએ, વ્યક્તિની જરૂરીયાતો ને આધારિત હોવી જોઈએ. તે ચોક્કસ અને લોકોના રીત-રિવાજને સમજે અને લોકોને આકર્ષિત કરે તેવો હોવો જોઈએ, તે સરળ રીતે ઉપલબ્ધ તેમજ ઓછી કિંમતે એટલે કે પોસાઈ શકે તેવો હોવો જોઈએ, જેથી લોકોને ગમ્મત સાથે જ્ઞાન મળે.
3.ચેનલ (સંદેશો પહોચાડવાનું માધ્યમ)
- ચેનલ એટલે કે સેન્ડર અને રિસીવર વચ્ચે અસરકારક કમ્યુનીકેશન થઇ શકે તે માટે વાપરવામાં આવતા મીડિયા. અસરકારક કમ્યુનીકેશન માટે મીડિયાની પસંદગી ખુબ જ અગત્યની છે, તેથી તેને કાળજીપૂર્વક પસંદ કરવું જોઈએ, તે મેસેજ ડીલીવર કરવાની ક્ષમતા ધરાવતું હોઈ તેવું, આર્થિક રીતે પોસાઈ શકે તેવું અને સહેલાઈથી પ્રાપ્ત થઇ શકે તેવું હોવું જોઈએ તેની પસંદગીમાં વિવિધતા હોવી જોઈએ જેથી લોકોનો ટીચિંગ માં રસ જળવાઈ રહે અને મનોરંજન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઇ શકે.
4.રીસીવર (સંદેશો મેળવનાર)
- સંદેશો ઝીલનાર ઓડિયન્સને રીસીવર તરીકે ઓળખવામાં આવે છે. તે સંદેશો મેળવીને તેને અમલમાં મુકે છે અથવા તેની અવગણના કરે છે અને તેને મેસેજ મળી ગયો છે તેના જવાબમાં ચોક્કસ પ્રતિસાદ આપે છે. તેમાં ટોટલ પોપ્યુલેશન અને કોઈ ચોક્કસ ગ્રુપ હોઈ શકે છે.
5.ફિડબેડ (પ્રતિભાવ)
- મેસેજ મળી ગયા બાદસંદેશો જીલનાર વ્યક્તિ સંદેશાનું અર્થઘટન કરી જે રિસ્પોન્સ આપે છે તે, લોકો માહિતી મેળવ્યા બાદ અલગ અલગ રીતે પોતાના પ્રતિભાવ રજુ કરે છે. જો માન્ય હોય તો પોતાની અનુકુળતા પ્રમાણે સ્વીકારે છે, અને જો માંન્ય ના હોય તો રીજેક્ટ કરે છે. આમ પ્રતિભાવ પોઝીટીવ અને નેગેટીવ બંનેમાંથી કોઈ એક હોઈ શકે. વ્યક્તિગત કમ્યુનીકેશનમાં તરત જ ફીડબેક મળે છે. જયારે મીડિયા દ્વારા ફીડબેક મળતાં વાર લાગેછે.
સારા કમ્યુનીકેશન કરવાના ગુણો અથવા મેસેજ કેવો હોવો જોઈએ
1) કરેક્ટ
- મેસેજ સંપૂર્ણ રીતે સાચો હોવો જોઈએ.
2) કમ્પ્લીટ
- મેસેજ સંપૂર્ણ માહિતી ધરાવતો હોવો જોઈએ એટલે કે અધુરો મેસેજ આપવો નહી.
3) કોન્ક્રીટ
- મેસેજ ચોક્કસ હોવો જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પુરવાર થયેલ હોવો જોઈએ.
4) કન્સાઈજ
- મુદ્દાસર હોવો જોઈએ જેથી રિસીવ કરનાર વ્યક્તિ કન્ફયુઝ ના થાય.
5) કન્સીડરેશન
- મેસેજએ રિસિવરના હેતુ આધારિત અને તેનામાં રસ પેદા કરે તેવો હોવો જોઈએ.
6) કર્ટિયસ
મેસેજ મેનર્સવાળો હોવો જોઈએ.
7) ક્લીયર
- તેમાં ભુલો હોવી જોઈએ નહી અને જરૂરી માહિતી ઉપરાંતની માહિતી હોવી જોઈએ નહી.
વિચાર વિનિમયનાં અવરોધક પરિબળો (બેરિયર ઓફ કોમ્યુનિકેશન)
1) (ફિઝિકલ બેરિયર) શારીરિક પરિબળ
2) સાયકોલોજીકલ બેરિયર (માનસિક પરિબળ)
3) એન્વાયરમેન્ટલ બેરિયર (વાતાવરણીય પરિબળ)
4) કલ્ચરલ બેરિયર (સાંસ્કૃતિક પરિબળ)
1) શારીરિક પરિબળ
- આ પ્રકારના બેરીયરમાં શારીરિક ખોડખાંપણનો સમાવેશ થાય છે. જેમાં સાંભળવામાં તકલીફ, જોવામાં તકલીફ અને બોલવામાં તકલીફનો સમાવેશ થાય છે.
2) માનસિક પરિબળ
- આ પ્રકારના બેરીયરમાં વ્યક્તિની માનસિક સ્થિતિનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં હતાશા, નિરાશા, ભય, ચિંતા, લાગણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.ઉપરાંત વ્યક્તિ બીમાર હોય અથવા ઘરમાં ઝગડો થયેલ હોય અથવા કંઇક આઘાત લાગ્યો હોય તો વ્યક્તિ એકાગ્રત થઈ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી.
3) વાતાવરણીય પરિબળો
- આ પ્રકારના બેરીયરમાં આસપાસનાં વાતાવરણનો સમાવેશ થાય છે.જેમાં ઘોંઘાટ, વરસાદ, તડકો, ઠંડી, ધુમ્મસ, ધુમાડો, આછો પ્રકાશનો સમાવેશ થાય છે.આ સિવાય લાઈટીંગ ફેસેલિટી, બેસવાની જગ્યા, હવાની અવર જવર સારી ના હોય તો પણ કમ્યુનિકેશન અસરકારક બનતું નથી.
4) સાંસ્કૃતિક પરિબળો
- આ પ્રકારના બેરીયરમાં ધાર્મિક રીત-રિવાજો, માન્યતાઓ, લોકોનું વલણ, તેમની શ્રધ્ધા-અંધશ્રધ્ધા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ચાર મહત્વના બેરીયર ઉપરાંત લોકોનું એટીટ્યુડ, તેમના નોલેજનું લેવલ, સંદેશાની લંબાઈ અને લોકોને તેની જરૂરિયાત છે કે નહી તેમજ સેન્ડર અને રિસિવર નો ઇન્ટરેસ્ટ વગેરે જેવી બાબતો પણ કમ્યુનિકેશન અસર કરે છે.
ઇન્ટર-પર્સનલ રીલેશનશીપ (IPR)
- બે કે બે કરતા વધારે વ્યક્તિ સાથે કમ્યુનીકેશન કરવાથી સારા IPR ડેવલોપ કરી શકાય છે. તેને ઘણા ભાગો માં વિભાજિત કરી શકાય છે. જેમ કે વર્બલ, નોન વર્બલ, ઓરલ, લેખિત, નોન-ઇન્ટેશનલ, ઇન્ટેશનલ વગેરે. કમ્યુનીકેશનનો આધાર ગ્રુપની સાઈઝ અને લોકોના ઇન્વોલ્મેન્ટ પર હોય છે.
વ્યાખ્યા
- ઇન્ટર પર્સનલ રીલેશનશીપ એટલે બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે સોશિયલ અને ઇમોશનલ ઇન્ટરેકશન કે જેમાં વ્યક્તિઓનો સમાન ગોલ અને ઈન્ટરેસ્ટ રહેલ હોય.
ગ્રુપ અને હેલ્થ ટીમ મેમ્બર સાથે વિચાર-વિનિમય
- લોકોના આરોગ્યને સુધારવા માટે આરોગ્ય કર્મચારીએ અલગ-અલગ ગ્રુપ અને હેલ્થ ટીમનાં સભ્યો સાથે સારા ડેવલોપ કરવા ખુબ જરૂરી છે. જેના માટે ઈફેક્ટીવ કમ્યુનીકેશન જરૂરી છે.
કમ્યુનીકેશન વિથ ડિફરન્ટ ગ્રુપ
- આ પ્રકારનાં કમ્યુનિકેશનનું કાર્ય ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, મોટીવેશન, કાઉન્સેલિંગ, હેલ્થ ડેવલોપમેન્ટ અને ઓર્ગેનાઈઝેશન કરવાનો છે. હેલ્થ કમ્યુનિકેશન રોગોને અટકાવવા અને લોકોની હેલ્થને પ્રમોટ કરવામાં મદદ કરે છે.
જેમાં નીચે મુજબની દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
- હેલ્થ રીસ્કની માહિતી નું પ્રસારણ કરવું
- જાહેર સ્થળોએ આરોગ્ય સંદેશાઓનો પ્રચાર કરવો અને ઝુંબેશ ચલાવવી
- સ્વાસ્થ્ય સંદર્ભમાં ઓડીયો અને વિઝ્યુઅલ એવી એઇડનો ઉપયોગ કરવો.
- આરોગ્યની માહિતી મેળવી તેનો ઉપયોગ શોધ અને સંશોધનમાં કરવો અને વ્યક્તિગત પ્રેરણા આપવી
- આરોગ્ય કર્મચારી અને દર્દી વચ્ચે સારા સંબંધો ડેવલોપ કરવા.
- નીતિ નિયમોનું વ્યક્તિગતરૂપે પાલન કરવું.
- ટેલિકમ્યુનિકેશનની ઉપલબ્ધતા સરળ બનાવવી.
કમ્યુનીકેશન વિથ હેલ્થ ટીમ મેમ્બર
હેલ્થ ટીમના સભ્યો વચ્ચેનાં કમ્યુનિકેશનના પ્રકાર નીચે મુજબ છે.
1.વર્ટીકલ કમ્યુનિકેશન
- આ પ્રકારનાં કોમ્યુનિકેશનમાં માહિતીનો પ્રવાહ ઉપલા સ્તરેથી નીચેની તરફ અથવા નીચેના સ્તરથી ઉપરનાં સ્તર સુધી હોય છે.
જેમાં નીચે મુજબનાં બે પ્રકાર છે.
A) અપવર્ડ કમ્યુનીકેશન
- જેમાં માહિતીનો પ્રવાહ નીચલા સ્તરેથી ઉપલા સ્તરે જાય છે. જેમાં મુખ્યત્વે હેલ્થ સર્વિસનું અમલીકરણ અને તેમાં આવતી મુશ્કેલીઓનો સમાવેશ થાય છે.
B) ડાઉનવર્ડ કોમ્યુનીકેશન
- જ્યારે વિવિધ યોજનાઓ,નવી સ્કીમ,નવા પ્રોગ્રામ કે જે આરોગ્યને સુધારવા માટે અમલમાં લાવવાના હોય ત્યારે આ કોમ્યુનીકેશનનો ઉપયોગ થાય છે, જેમાં માહિતી નો પ્રવાહ ઉપરના સ્તરેથી નીચલા સ્તર સુધી હોય છે.
2.હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન
- આ પ્રકારનાં કોમ્યુનીકેશનમાં માહિતીનો પ્રકાર સમાન પ્રકારની સેવાઓ અથવા સમાન સ્થિતિ ધરાવતા લોકોની વચ્ચે જોવા મળે છે.
એ. વી.(A.V.)એઇડ (ઓડિયો વિઝ્યુઅલ એઇડ)
- શિક્ષણ અને શીખવાની પ્રકિયામાં એ.વી. એઇડ એ ખુબજ ઉપયોગી મટીરીયલ્સ છે. જો તેનો યોગ્ય રીતે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ખુબ જ ફળદાયી અને પરિણામ લક્ષી બની શકે છે.
વ્યાખ્યા
- ટીચીંગને વધુ સ્પષ્ટ, અસરકારક અને રસપ્રદ બનાવવા માટે તેમજ માહિતીના પ્રચાર માટે વાપરવામાં આવતા સાધનોનાં સમૂહને એ. વી.એઇડ કહે છે.
- એ.વી.એઇડ એ એક મટીરીયલ છે જે જોઈ શકાય, સાંભળી શકાય અને સ્પષ્ટ વિચારોને સરળ રીતે રજુ કરી શકાય તેવું કોમ્યુનીકેશન માટેનું માધ્યમ છે.
- ઓડિયો – સાંભળવું
- વિડિયો – જોવું
- એડ્સ – મટીરીયલ
એ.વી. એઇડ ઉપયોગનાં હેતુઓ
- એક સાથે ઘણા બધા લોકોને સંદેશો પહોંચાડવા માટે
- સહેલાઇથી શીખવાડવા માટે
- ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરીને વધુ અને અસરકારક માહિતી આપવા માટે
- લોકોનાં વિચારોને જાગૃત કરવા માટે
- થોડામાં ઘણું શીખવવા માટે
- શીખવાની જુદી-જુદી રીતોને અમલમાં મુકવા માટે
- ભાષાકીય તકલીફ દુર કરવા માટે
- ક્લાસનું તથા ગ્રુપનું વાતાવરણ હળવું બનાવવા માટે
- શીખનારનો રસ જળવાઈ રહે અને સતત આનંદ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે
- વ્યક્તિને સરળતાથી યાદ રહી જાય તે માટે
- યોગ્ય પ્રકારનું ઉતેજન મેળવવા અને પ્રોત્સાહન આપવા માટે
એ.વી.એઇડ ઉપયોગનાં ફાયદાઓ
- એ. વી. એઇડનાં ઉપયોગથી કોઈ પણ વિષયનો સચોટ અને સ્પષ્ટ ખ્યાલ આપી શકાય છે.
- શીખનાર અને શીખવનાર બંનેનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે છે.
- નવી માહિતીને સારી રીતે સમજાવી શકાય છે, અને ઊંડાણથી જ્ઞાન મેળવી શકાય છે.
- વિદ્યાર્થી અને ગ્રુપમાં સેલ્ફ એકટીવીટીને પ્રોત્સાહન મળે છે.
- વિચારોનો પ્રવાહ સતત જળવાઈ રહે છે.
- તૈયાર કરેલ લખાણ કરતા એ.વી.એઇડ થી વધુ સારી રીતે સમજાવી શકાય છે.
- બોલવાનો આત્મવિશ્વાસ અને હિંમત વધારે છે.
- ગ્રુપનું ધ્યાન કેન્દ્રિત થાય છે અને ગ્રુપનું પાર્ટીસીપેશન વધે છે.
- થોડા સમયમાં વધુ માહિતી આપી શકાય છે.
- અનુભવોની વાસ્તવિકતા વ્યકત કરે છે. જેથી શીખનારને જાત અનુભવ જેવું ફિલ થાય છે.
- કન્ડીશનને ખરા અર્થમાં સમજાવવામાં મદદ રૂપ થાય છે.
- શીખવાની પ્રક્રિયામાં વિવિધતા લાવી શકાય છે.
- એ.વી.એઇડ જોવાથી લાંબા સમય સુધી યાદ રહે છે.
- જુદા જુદા માધ્યમોના ઉપયોગ દ્વારા વ્યક્તિની સમજ શક્તિ ડેવલોપ થાય છે.
- એક કરતા વધારે સેન્સનો ઉપયોગ કરી શકાય છે.
એ.વી.એઇડના પ્રકાર
ઓડિયો (સાંભળી શકાય તેવા એઇડ) :
- રેડિયો
- ટેપ રેકોર્ડર
- ટેલીફોન
- માઈક્રોફોન
- એમ્પલી ફાયર
- ઈયર ફોન
- બ્લુટુથ
વિઝ્યુઅલ (જોઈ શકાય તેવા એઇડ) :
1.પ્રોજેક્ટેડ
- સ્લાઈડ
- ફિલ્મ સ્ટ્રિપ
- ઓ.એચ.પી.(ઓવર હેડ પ્રોજેકટર)
- ટ્રાન્સપરન્સી
- ફિલ્મ સ્ક્રિપ્ટ
2.નોન પ્રોજેક્ટેડ
- બ્લેક બોર્ડ
- ગ્રીન બોર્ડ
- બુલેટીન બોર્ડ/ડિસ્પ્લે બોર્ડ
- રોલર બોર્ડ
- ફ્લેનલ બોર્ડ
- પોસ્ટર
- પિક્ચર એન્ડ ફોટોગ્રાફ
- ફ્લેશ કાર્ડ
- મેપ
કંબાઇન (જોઈ અને સાંભળી શકાય તેવા) :
1.પ્રોજેક્ટેડ
- મોસન પિક્ચર (મુવીઝ)
- ટી.વી.
- વિડીયો
- ટેલીકોન્ફરન્સ
- મલ્ટીમીડિયા
- કમ્પ્યુટર
- વેબિનાર
- વર્ચ્યુઅલ ક્લાસ
- સેટ-કોમ
2.નોન પ્રોજેક્ટેડ
- ડ્રામા(નાટક)
- રોલ પ્લે
- પપેટ શો
- કોકસોંગ
- બોલતી ઢીંગલી
જુદા જુદા એ.વી.એઇડની બનાવટ અને તેના ઉપયોગ
1.બ્લેક બોર્ડ
- બ્લેકબોર્ડ એ જુદા જુદા લખાણ લખી તથા બતાવવા માટે માટેનું એક ઉત્તમ સાધન છે. જેનો ઉપયોગ સ્કુલ,કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં થાય છે. બ્લેક બોર્ડ એ લાકડામાંથી બનાવેલ હોય છે. તેની ઉપર બ્લેક અથવા ગ્રીન કલર લગાવેલ હોય છે. તે એકદમ લીસા હોય છે, જેથી લખવામાં સરળતા રહે છે.
ઉપયોગની રીત
- બ્લેક બોર્ડ દિવાલ પર ફીક્સ કરેલ હોવું જોઈએ અથવા સ્ટેન્ડ પર મુકેલું હોવું જોઈએ.
- ક્લાસ રૂમની સેન્ટરમાં અને પુરતો પ્રકાશ મળી રહે તેવી જગ્યા પર રાખેલ હોવું જોઈએ.
- લખવા માટે સફેદ અથવા રંગીન ચોકનો ઉપયોગ કરવામાં આવે છે.
- ક્લીન કરવા માટે ડસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉપયોગ કરતી વખતે ધ્યાન માં રાખવાનાં મુદ્દાઓ
- પ્રથમ હરોળનાં સ્ટુડન્ટ અને બ્લેકબોર્ડ વચ્ચે ૩ મીટર નું અંતર હોવું જોઈએ.
- બોર્ડ ની નીચેની કિનારી જોનારની આંખના લેવલે હોવી જોઈએ.
- લખતી વખતે બોર્ડની સાઈડમાં ઉભા રહીને લખવું જેથી પ્રેક્ષકો જોઈ શકે કે તમે શું લખી રહયા છો.
- બોર્ડ પર લખતી વખતે સ્વચ્છ અને મોટા અક્ષરે લખવું.
- અગત્યના શબ્દ પર લીટી કરવી અથવા તેને હાઈલાઈટ કરવા જોઈએ.
- બોર્ડ પર વધારે શબ્દો કે વાક્યોથી બોર્ડને ભરી દેવું નહી.
- બોર્ડને સાફ કરતી વખતે ડસ્ટરને ઉપરથી નીચેની તરફ લઇ જવું, જેથી ડસ્ટ ફેલાય નહી.
ફાયદાઓ
- એક જ વખત ખરીદી કરવી પડે છે.
- વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે.
- જો તેને યોગ્ય જણાય તો ડિસપ્લેમાં રાખી વધુ માહિતી આપી શકાય છે.
- લખેલી વસ્તુને લાંબા સમય સુધી રાખી શકાય છે.
- શૈક્ષણીક સંસ્થાઓ ઉપરાંત મંદિર, મસ્જીદ, હોસ્પિટલ, ગામના ચોક વગેરે જગ્યાએ ઉપયોગ કરી શકાય છે.
- ટકાઉ છે, અમુક સમય પછી રીપેર કરી શકાય છે.
- નાના બાળકોને ક્લાસરૂમમાં લખવું અને ચિત્ર દોરવા ગમે છે.
- લખવા માટે વપરાતો ચોક સસ્તો હોવાથી તેનો છૂટથી ઉપયોગ કરી શકાય છે.
ગેરફાયદાઓ
- ટ્રાન્સફર કરવામાં સુવિધાજનક નથી.
- સ્ટેન્ડવાળા બોર્ડ વાપરતી વખતે વધુ કાળજી લેવી પડે છે.
- અમુક સમય પછી ઘસાઈ જાય છે માટે રીનોવેશન જરૂરી છે.
2.ગ્રીન બોર્ડ
- તે ગ્લાસમાંથી બનાવેલ ગ્રીન કલરનું બોર્ડ છે, જે બ્લેક બોર્ડની સરખામણીએ એકદમ લીસું હોવાથી લખવામાં સરળતા રહે છે, તે ટકાઉ અને મોંઘુ હોય છે. તેને પણ બ્લેક બોર્ડની જેમ દીવાલ પર ફીક્સ કરવામાં આવે છે. ગ્રીન બોર્ડ ફાયદા અને વાપરવાની રીત બ્લેક બોર્ડ જેવી જ હોય છે.
- બ્લેક બોર્ડ અને ગ્રીન બોર્ડ ઉપરાંત હાલનાં સમયમાં વાઈટ બોર્ડનો ઉપયોગ પ્રચલિત થયો છે. જે વજનમાં હળવા હોય છે. જેમાં લખવા માટે માર્કર પેનનો ઉપયોગ કરવા માં આવે છે.
3.બુલેટિન બોર્ડ
- આ પ્રકારના બોર્ડ પોચા લાકડા જેવી મટીરીયલમાંથી બનાવવામાં આવે છે જે આરોગ્યના સંદેશા આપવા માટે ખુબ ઉપયોગી છે, જેનો ઉપયોગ કલાસરૂમ,વેટીંગ રૂમ,વરંડામાં થઇ શકે છે. આ ઉપરાંત મોટા ગ્રુપની મીટીંગ હોય ત્યારે, કેમ્પ હોય તેમાં પણ થઇ શકે છે.
ઉપયોગની રીત
- આ બોર્ડ પર સર્વેનું ધ્યાન કેન્દ્રિત થાય તે રીતે દીવાલ પર લગાડવામાં આવે છે.
- તે આંખના લેવલે લટકાવેલ હોવું જોઈએ.
- બોર્ડ પર મુકવાની માહિતી ન્યુઝ પેપર કે મેગેજીનમાંથી લઇ શકાય, ઉપરાંત ફોટોગ્રાફ કે ગ્રાફ વગેરે પણ મૂકી શકાય છે.
- થમ્બ પીનના ઉપયોગ વડે માહિતીને બોર્ડ પર ફીકસ કરી શકાય છે.
- બોર્ડની ફરતે ફ્રેમ હોવી જોઈએ અને ઘાટા કલરનું કપડું હોવું જોઈએ જેથી મુકેલી માહિતી આકર્ષિત લાગે અને દરેકનું ધ્યાન ખેંચાય.
ફાયદાઓ
- લોકો અને વિદ્યાર્થીઓને કાર્યક્રમ ની માહિતી મળી રહે છે.
- સુચના અને નોટીસ આપવા માટે ઉપયોગી હોવાથી સમયનો બચાવ થાય છે.
- ન્યુઝ પેપર અને મેગેઝીનનાં મેસેજ લગાવીને ફ્રેશ ન્યુઝ આપી શકાય છે.
ગેરફાયદાઓ
- બે અઠવાડિયાથી વધુ સમય સુધી મેસેજ રાખેલ હોય તો તે અસરકારક નથી.
- મેસેજને બદલવામાં ના આવે તો ગેરસમજ થાય છે.
- જાહેર સ્થળ પર મુકાવવામાં આવેલ હોય તો લોકો તેને કાઢી નાખે અથવા ફાડીને ફેકી દે છે.
4.ફ્લેનલ બોર્ડ
- ફ્લેનલ બોર્ડને બનાવવા માટે જાડા પૂંઠાનો ઉપયોગ કરવામાં આવે છે, જે ૨.૫ – ૩.૫ ફૂટનું હોવું જોઈએ.બોર્ડને કવર કરવા ફ્લેનલ ક્લોથનો અથવા ખાદીનું કાપડ કે જે ગ્રે કલર,બ્લેક કલર,કે ડાર્ક બ્લુ કલરનું હોય તે વાપરવામાં આવે છે. આ ક્લોથને બોર્ડની આસપાસ સિલાઈ કરી ફીક્સ કરવામાં આવે છે. થમ્બ પીનનાં ઉપયોગ વડે માહિતીને બોર્ડ પર ફીક્સ કરી શકાય છે.
ફાયદાઓ
- સસ્તું છે અને વજનમાં હળવું છે.
- નાના ગ્રુપ માટે વધુ અસરકારક છે.
- ટ્રાન્સફર કરવું સરળ પડે છે.
ગેરફાયદાઓ
- ખુબ જાળવણી કરવી પડે છે.
- પદ્ધતિસર ઉપયોગ કરવામાં ના આવે તો ઈફેક્ટીવ રહેતું નથી.
5.પોસ્ટર
- પોસ્ટર એ સચિત્ર માહિતી છે તેથી તેના ઉપયોગ વડે જે-તે ટોપિકનું વાસ્તવિક પ્રતિબિંબ દર્શાવી શકાય છે.તે ક્લીયર કટ અને ઝડપથી સમજી શકાય છે, જ્યારે શૈક્ષણીક બાબત માટે તથા બહોળા પ્રમાણમાં પબ્લીસીટી કરવાની હોય ત્યારે પોસ્ટર નો ઉપયોગ થાય છે. પોસ્ટર બતાવતી વખતે પોઈન્ટર અથવા મોટી સ્કેલનો ઉપયોગ કરવો.
પોસ્ટર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત અથવા તેના ક્રાયટેરીયા
સાઈઝ
- પોસ્ટર જુદી-જુદી સાઈઝ ના હોઈ શકે પરંતુ સર્વ સામાન્ય સાઈઝ ૪૮ + ૨૮ ઇંચની હોય છે.
સીમ્પલ
- પોસ્ટર હંમેશા સીમ્પલ હોવું જોઈએ અને તેને ક્યાં ઉપયોગ માટે બનાવાઈ રહ્યું છે તે મુખ્ય હેતુ જળવાઈ રહેવો જોઈએ.
ક્લીયર
- પોસ્ટર પર લખેલ લખાણ વાંચી શકાય તેવું હોવું જોઈએ વધારે કન્જેશન કરવું નહી એટલે કે પોસ્ટર ચોખ્ખું હોવું જોઈએ.
બોર્ડર (લે-આઉટ)
- પોસ્ટર ની ચારે બાજુ ૧ થી ૧.૫ ઇંચની બોર્ડેર બનાવાવી ટોપિક નું હેડીંગ લખવું. બોર્ડેરને હાઈલાઈટ સૌથી ઉપર મોટા અક્ષરે લખવુ, બાકીનું લખાણ નાના અક્ષરમાં કરવું.
કલરીંગ
- પોસ્ટર બનાવતી વખતે લાઈટ પોસ્ટરની સાથે ડાર્ક કલર અને ડાર્ક પોસ્ટર સાથે લાઈટ કલરનો ઉપયોગ કરવો એટલે કે કલર કોમ્બીનેશન યોગ્ય કરવું.
ઇન્ટરેસ્ટીંગ
- તેને આકર્ષિત બનાવવા માટે જુદા જુદા કટિંગ કરેલા પિક્ચર લગાવી શકાય અથવા પેન્સિલ, માર્કર, સ્કેચપેન, કલરનો ઉપયોગ કરી ચિત્ર ડ્રો કરી શકાય છે. એક્ચ્યુલ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ પોસ્ટર બનાવી શકાય છે.
પોસ્ટરના ફાયદાઓ
- ઓછું ખર્ચાળ છે.
- દરેક વ્યક્તિ જાતે બનાવી શકે છે.
- મોટીવેશન પૂરું પાડે છે.
- ક્લાસરૂમ એજ્યુકેશન અને એક્ઝીબીશનમાં સરળતાથી માહિતી આપી શકાય છે.
- તેના ઉપયોગથી કોમ્યુનીકેશન ઝડપી બને છે.
- ટોપિક ને ઈન્ટરેસ્ટીંગ બનાવે છે.
- અભણ લોકોને સમજાવામાં સરળ રહે છે.
- વજનમાં હળવા હોવાથી સરળતા થી એક જગ્યાએથી બીજી જગ્યા એ લઇ જઈ શકાય છે.
ગેરફાયદાઓ
- ઝડપથી અને ટૂંકા સમય માં તેનો નાશ થાય છે એટલે કે ઓછું ટકાઉ છે.
- એક પોસ્ટર ફક્ત એક જ વિચાર ને રજુ કરતું હોવાથી પુરે-પૂરી માહિતી આપી શકાતી નથી.
- માણસનું વર્તન બદલવામાં ખાસ મદદ કરતુ નથી.
6.ફ્લેશ કાર્ડ
- હેલ્થ એજ્યુકેશન માટે ઉપયોગમાં લેવામાં આવતા નાના-નાના કાર્ડને ફ્લેશ કાર્ડ કહે છે.જેનો ઉપયોગ ગ્રુપની સાઈઝ નાની હોય ત્યારે કરવામાં આવે છે.
સાઈઝ :- તે સામાન્ય રીતે ૩ સાઈઝનાં બનાવામાં આવે છે.
- ૧) ૧૦ × ૮ ઇંચ
- ૨) ૧૦.૫ × ૮.૫ ઇંચ
- ૩) ૧૨ × ૧૦ ઇંચ
- ફ્લેશ કાર્ડ ૧૫ થી ૨૦ નાં ગ્રુપમાં બતાવી શકાય. એક સમયે એક સાથે ૧ર થી ૧૪ તથા ૮ થી ૧૩ જેટલા જ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.
ફ્લેશ કાર્ડ બનાવવાનાં તથા ઉપયોગમાં લેવાનાં સિદ્ધાંતો
- કાર્ડ હંમેશા એક જ સાઈઝનાં હોવા જોઈએ.
- કાર્ડ લોકલ ભાષા અને વેશભૂષાને ધ્યાનમાં લઇને બનાવવા જોઈએ.
- કાર્ડમાં સીમ્પલ પિક્ચર કે સાદા શબ્દોનો ઉપયોગ કરવો.
- ફ્લેશ કાર્ડની અંદર ચિત્ર-વાર્તા પણ તૈયાર કરી ટીચિંગ આપી શકાય છે.
- વાપરતી વખતે દરેક કાર્ડ ને નંબર આપવા જેથી માહિતીની સિકવન્સ બદલાય નહી.
- કાર્ડ ને બતાવતી વખતે તેને ચેસ્ટ લેવલે રાખવા અને શરીરથી બહુ દુર ના રાખવા.
- ફ્લેશ કાર્ડ બતાવો ત્યારે તમારા હાથની આંગળીથી લખાણ કે ચિત્ર ઢંકાઈ ન જાય તે રીતે પકડો
- કાર્ડ બતાવતી વખતે કોઈ કાર્ડ રીપીટ ન થવું જોઈએ.
- કાર્ડને લોકો સામે દેખાડવા તથા સમજાવતા પહેલાં પોતે તેનો પૂરેપૂરો અભ્યાસ કરવો અને પોઈન્ટ પ્રમાણે કાર્ડને ગોઠવી ને રાખવા.
- કાર્ડની પાછળ તેનો હેતુ લખો અને તે જોઈને શિક્ષણ આપો જેથી દરેક વિચારો એક બીજા સાથે સુસંગત બની રહે.
- કાર્ડ માં દર્શાવેલ આખી સ્ટોરી અથવા ટોપિક ક્રમશઃ પૂરા થવા જોઈએ.
ફાયદાઓ
- એક જગ્યા એથી બીજી જગ્યા એ લઇ જવામાં સરળ રહે છે.
- સાચવીને કવરમાં મુકવામાં આવે તો લાંબો સમય વાપરી શકાય છે.
- બાળકો ને વધારે ગમે છે આથી સ્કુલમાં બાળકો ને સમજાવા માટે ઉપયોગી છે.
- સંખ્યા વધારે હોવાથી દરેક મુદ્દાઓ આવરી લેવાય છે ક મુદ્દાઓ અ
ગેરફાયદાઓ
- મોટા ગ્રુપમાં ઉપયોગમાં લઇ શકતા નથી.
- દરેક વ્યક્તિને સંદેશો પહોચાડવા વધારે સમયની જરૂર પડે છે.
7.ફ્લીપ બુક
- આ એક પ્રકારનું એ.વી.એઇડ છે જેના ઉપયોગ દ્વારા અભણ લોકો અને નાના બાળકોમાં રસ દાખવી માહિતી આપી શકાય છે.
બનાવવાની રીત
- સૌપ્રથમ જેના વિશે હેલ્થ એજ્યુકેશન આપવાનું હોય તેના અનુસંધાને સામેનાં પાના પર ચિત્ર દોરવાનું હોય છે
- ચિત્રના અનુસંધાને તેના પાછળનાં પાને લખાણ લખવામાં આવે છે.
- તેની સાઈઝ ૧૦ × ૮ ઇંચ અથવા ૧૦.૫ × ૮.૫ રાખવી.
- બુકનું કવર આકર્ષક હોવું જોઈએ.
- ચિત્રો ક્લીયર અને રસ પડે તેવા અને લખાણને અનુરૂપ હોવા જોઈએ.
ઉપયોગની રીત
- ફ્લીપબૂક નો ઉપયોગ ૧૦ થી ૧૫ સભ્યોના ગ્રુપમાં કરવામાં આવે છે.
- ગ્રુપને અર્ધ ગોળાકાર બેસાડી તમે થોડી ઊંચી જગ્યાએ બેસો.
- ચિત્રો બતાવતી વખતે પોઈન્ટર નો ઉપયોગ કરો.
- આ બૂક ને તમે ઈચ્છો તો હાથમાં ઉંચે રાખીને પણ દેખાડી શકો છો. એ બાબતનું ધ્યાન રાખો કે ચિત્ર બેઠેલી વ્યક્તિ તરફ રહે.
- બધાને પુછવું કે તમને ચિત્ર બરાબર દેખાય છે કે કેમ? ત્યારબાદ જ ઉપયોગ શરૂ કરવો.
- ચિત્રોની પાછળનાં ભાગમાં તમારે વ્યક્તિને શું પૂછવાનું છે? શેની વાત કરવાની છે? તથા શિક્ષણ કેવી રીતે આપવાનું છે તે અંગેની પુરતી માહિતી લખીને રાખવી.
- ફ્લિપ બુકના ફાયદા ગેરફાયદા ફ્લેશ કાર્ડ જેવા જ છે.
8.ચાર્ટ
- સાચી આંકડાકીય માહિતી બતાવવા આ એક અસરકારક માધ્યમ છે. ચાર્ટ હંમેશા સાદા, સરળ અને સમજી શકાય તેવા હોવા જોઈએ. તેના પાયાનાં ભાગે અથવા સાઈડમાં એ ચાર્ટની કી હોવી જોઈએ,જેમાં ચાર્ટ સમજવા માટેનો કલર કોડ અથવા સિમ્બોલ આપવામાં આવે છે.આવા ચાર્ટને આરોગ્ય કેન્દ્ર પર લગાવી શકાય, તેનું આલ્બમ બનાવી શકાય અને તેના દ્વારા માહિતી પ્રદર્શીત કરી શકાય. જેમ કે આંકડાકીય માહિતી દર્શાવા માટે બારચાર્ટ, પાઈચાર્ટ વગેરે ઉપયોગી છે.
9.સસ્પેન્સ ચાર્ટ
- જુદા જુદા ચાર્ટ ને ન્યુઝ પેપર થી કવર કરીને બનાવવામાં આવતા ચાર્ટને સસ્પેન્સ ચાર્ટ કહે છે. ઉપયોગ કરતી વખતે મુદ્દા પ્રમાણે પેપરને હટાવવામાં આવે છે.આ પ્રકારના ચાર્ટનાં ઉપયોગથી લોકોનું ધ્યાન વધુ કેન્દ્રિત કરી શકાય છે, કારણકે ચાર્ટમાં આગળ શું આવશે તેની આતુરતા રહે છે અને વ્યક્તિ જીજ્ઞાસુ બને છે. જેથી તે ધ્યાન આપશે અને દરેક બાબત સારી રીતે સમજી શકે છે.
10.પેમ્પ્લેટ અને હેન્ડ આઉટ
- પેમ્પ્લેટમાં આરોગ્ય વિષયક કોઈપણ ટોપિક તૈયાર કરી તેની હેન્ડ આઉટ કોપી લોકોને પહોંચાડવામાં આવે છે.જેમાં પ્રિન્ટેડ સંદેશો અને લખાણ સાથે માહિતી હોય છે.
11. મોડેલ
- મોડેલ એ એક થ્રી ડાઈમેન્શન એ.વી.એઇડ છે. જેને આર્ટીફીસીયલ મટીરીયલમાંથી બનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ વાસ્તવિકતામાં જેવું બંધારણ હોય તેવું જ બંધારણ રજુ કરવાનો હોય છે.
- આ પ્રકારના મોડેલ પ્લાસ્ટર ઓફ પેરીસ (pop), રબર, પ્લાસ્ટિક, પોલીથીન,ગ્લાસ મટીરીયલ નાં ઉપયોગથી બનાવવામાં આવે છે. આ દરમિયાન મોડેલનો શેપ, સાઈઝ અને કલર વગેરેનું ધ્યાન રાખવું જરૂરી છે.
- મોડેલ દ્વારા જયારે એજ્યુકેશન આપતા હોય ત્યારે તે પાર્ટને ચોક્કસ રીતે બતાવીને વિષયની માહિતી આપતા જવી જેથી લોકોનો રસ જળવાઈ રહે અને વધુ અસરકારક રીતે ચોક્કસ બાબત શીખવી શકાય છે.
12.પપેટ
- પપેટને કપડાના નાના-નાના ટુકડાઓ, રબર, ન્યુઝ પેપર અને બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી બનાવી શકાય છે. પપેટ બનાવવા માટે થોડા કૌશલ્ય ની જરૂર હોય છે અને તેના ઉપયોગ માટે સ્કીલ જરૂરી છે.
પપેટ બનાવવાની રીત
- બોલમાં નીચેના ભાગમાં કાણું પાડવું અને પોસ્ટકાર્ડ ને શંકુ આકારમાં વાળવું તેનો અણીવાળો ભાગ બોલના કાણામાં જવા દેવો અને પપેટને યોગ્ય આકાર આપવો.
- પપેટના હાથ બનાવતી વખતે સ્લીવ ખાલી રાખવી. પપેટનાં પગ બનાવવાના હોતા નથી. બોલની સાઈઝ મુજબ કપડું વીંટાળીને આકર્ષક પપેટ બનાવો.
- સ્ત્રી કે પુરૂષ જે પણ બનાવવાનું હોય તે મુજબ કપડા પહેરાવવા અને તે મુજબ આંખ, કાન, નાક બનાવવા. પુરુષ પપેટ હોય તો દાઢી-મુછ વગેરે બનાવવા.
- બનાવટી દોરી અથવા કાળા મોજા વડે વાળ બનાવવા અને જરૂરિયાત મુજબ ૩થી ૫ પપેટ બનાવવા જેથી અસરકારક ડ્રામા થઇ શકે
પપેટનાં પ્રકાર
૧) હેન્ડ ગ્લો પપેટ
- આ પ્રકારના પપેટને હાથમાં પેહરીને મુવમેન્ટ કરવામાં આવે છે અને તે અનુસાર ડાયલોગ બોલવામાં આવે છે.
૨) સ્ટ્રીંગ પપેટ
- આ પ્રકારના પપેટને દોરી વડે બાંધીને કંટ્રોલ કરવામાં આવે છે.બાંધવામાં આવેલ દોરી શો કરાવતી વ્યક્તિના હાથમાં હોય છે.જે દોરી વડે પપેટની મુવમેન્ટ કરાવે છે. આ પ્રકારના પપેટના ઉપયોગમાં નિષ્ણાંતની જરૂર પડે છે.
૩) સ્ટીક પપેટ
- આ પ્રકારના પપેટને લાકડામાં દોરી વડે બાંધીને તેની મુવમેન્ટ કરાવવામાં આવે છે. પરંતુ તેનું યોગ્ય પ્રેઝન્ટેશન કરવામાં આવે તો જ અસરકારક બને છે.
ઉપયોગ કરવાની રીત
- પપેટનો ઉપયોગ ૪ થી ૫ વ્યક્તિ દ્વારા કરવો જેથી ડાયલોગ સારી રીતે બોલી શકાય.
- હેલ્થ એજ્યુકેશન ની સ્ક્રિપ્ટ પહેલેથી જ તૈયાર રાખવી અને તેને અનુરૂપ પ્રેકટીસ કરવી
- શો દરમિયાન આગળના ભાગે પડદો લગાડવો.
- પડદા પાછળ રહી પપેટને યોગ્ય મુવમેન્ટ કરાવતા ડાયલોગ બોલતા જવું.
- હંમેશા આપણી બોલવાની સાથે અને એક્શનની સાથે તાલમેલ હોવો જોઈએ.
- પપેટની મુવમેન્ટ કરાવતી વખતે વ્યક્તિનો હાથ દેખાવો ન જોઈએ તેની કાળજી લેવી.
ફાયદા
- શો ના આયોજન દ્વારા નાના-મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી હેલ્થ એજ્યુકેશન આપી શકાય છે.
- લોકોને ગમ્મત સાથે જ્ઞાન આપી શકાય છે.
- નાના બાળકો અને અભણ લોકોમાં એજ્યુકેશન આપવા માટેની અસરકારક પધ્ધતિ છે.
- સંગીત અને વાજિંત્રોના ઉપયોગ દ્વારા વધારે અસરકારક હેલ્થ એજ્યુકેશન આપી શકાય
- જે વિસ્તારમાં પપેટ શો કરવાનો હોય તે મુજબનો પહેરવેશ પપેટને આપી તથા તેમની ભાષા પસંદ કરીને સમજાવાથી લોકો વધુ સારી રીતે સમજીને પોતાના જીવનમાં અમલમાં મૂકી શકે Θ.
સાંસ્કૃતિક શૈલીનો હેલ્થ એજ્યુકેશન આપવામાં ઉપયોગ
પ્રસ્તાવના
- ભારત એ વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તેના દરેક રાજ્યોમાં વિવિધતા જોવા મળે છે.દરેક સમાજ, દરેક જાતી પોતાની આગવી છાપ ધરાવે છેઅને પોતાની આગવી સાંસ્કૃતિક શૈલી ધરાવે છે. આથી સમાજના ધર્મ, જાતી, રીત-રિવાજ, પરંપરાઓને ધ્યાનમાં રાખી લોકોની લાગણી દુભાવ્યા વગર હેલ્થ એજ્યુકેશન આપવા માટે આ મીડિયાનો ઉપયોગ થાય છે.દા.ત. ફોક ડાન્સ, ડ્રામા, ડાયરો, દુહા, ગીતો, નોટંકી, હરિકથા.
હેતુઓ
- આરોગ્ય વિષયક સંદેશો પહોંચાડવા માટે
- હેલ્થ વિશેની નવી માહિતી અને મટીરીયલ આપવા માટે
- લોકોને પ્રેરણા આપી તેમના વર્તનમાં ફેરફાર લાવવા માટે
- લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા અને હેલ્થ અંગે જગૃતિ લાવવા માટે.
પ્રકારો
ફોક મીડિયાને નીચે મુજબના પ્રકારમાં વહેચવામાં આવે છે.
1.પ્રદર્શનો
- પ્રદર્શનનું આયોજન કરતી વખતે કેટલીક આવશ્યક બાબતો ને ધ્યાન માં રાખવી જરૂરી છે, જેવીકે સ્થળની પસંદગી,જરૂરી સામગ્રીની આવશ્યકતા,ઉપલબ્ધ સુવિધાઓ,સમય, જાહેરાત, તે અંગેનું નોલેઝ, મટીરીયલ, માર્ગદર્શન વગેરે. પ્રદર્શન ફાયદાકારક હોવા ઉપરાંત વધુ સમય અને પૈસાનો ઉપયોગ કરે છે.
તેને નીચે મુજબના ત્રણ પ્રકારમાં વહેચવામાં આવે છે.
- આર્ટીસ્ટીક પ્રદર્શન
- કોમર્શિયલ પ્રદર્શન
- અવેરનેસ પ્રદર્શન
આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન કરી એકસાથે ઘણા બધા લોકોને હેલ્થ અંગેની માહિતી આપીને જાગૃતિ લાવી શકાય છે, પ્રદર્શનની ગોઠવણી ત્રણ પ્રકારે કરી શકાય છે.
1.કાયમી
- જે કાયમ માટે હોય છે.જેમાં મ્યુઝીયમનો સમાવેશ થાય છે અને તેમાં સમયાંતરે ફેરફાર કરી શકાય.
2.અસ્થાયી
- જે ટુંક સમય માટે હોય છે. દા.ત.શિબિર,મેળાઓ અને પરિષદો દરમિયાન.
3.મુવેબલ
- જે મોટી બસો, ટ્રેનનાં ડબ્બામાં ગોઠવી શકાય છે જેથી સમયાંતરે તેને જુદા જુદા સ્થળે પ્રદર્શિત કરી શકાય.
ફાયદાઓ
- એક સમયે એક સાથે ઘણા લોકો ને માહિતી આપી શકાય છે.
- પ્રદર્શન માં સરળ એ.વી.એઇડનો ઉપયોગ કરવાથી સહેલાઇ થી સમજાય છે.
- પ્રદર્શનમાં બોલવા પર ઓછું અને જોવા પર વધુ ભાર મુકાય છે, જેથી ઓછી શક્તિ વેડફાય છે.
- ઘણા લોકોને એક સાથે શીખવવા માટેની સસ્તી તકનીક છે.
- લોકોના જૂથ ને જોવા માટે પ્રોત્સાહીત કરે છે.
- લોકો તેમાં ઉત્સાહ થી પાર્ટીસીપેટ થાય છે.
2.પપેટ શો
- પપેટ શો મોટા ભાગે મનોરંજનની સાથે લોકોને શિક્ષિત કરવા.
- પ્રાચીન સમયથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પપેટ શો ખુબજ લોકપ્રિય છે. જેમાં માનવ આકારના પ્રપેટ બનાવીને વાર્તા અથવા નાટક સ્વરૂપે સંદેશ આપવામાં આવે છે.
- જાગૃતિ લાવવા વપરાય છે. આમ આરોગ્ય વિષયક સંદેશો પહોંચાડવા આ એક જૂની અને રસપ્રદ પદ્ધતિ છે.
3.સ્ટ્રીટ પ્લે
- સ્ટ્રીટ પ્લે એટલે કે અલગ અલગ પાત્રો ભજવીને નાટક રજુ કરવું, નાટકો કે જે ભારતીય લોકો વચ્ચે ખુબજ પ્રચલિત છે. આપણા દેશમાં લોકો રામલીલા, રાસલીલા વગેરે જેવા શેરી નાટકોથી પરિચિત જ છે. આવા નાટકોનો ઉપયોગ અધિકારીઓ દ્વારા લોકોને આરોગ્ય વિશે શિક્ષિત કરવા માટે કરવામાં આવે છે.
- ટુંકા અને રસિક નાટકો દ્વારા સંદેશો લોકોના મનમાં ઊંડી છાપ મૂકી જાય છે અને તેઓ તેને લાંબા સમય સુધી યાદ રાખે છે.
- ગ્રામીણ સમુદાયને આવા નાટકો દ્વારા, રાષ્ટ્રીય કાર્યક્રમો અને સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓથી જાણકાર કરી શકાય છે.
- મનોરંજનની સાથે માહિતી આપી શકાય છે.
- ગ્રામ્ય લોકોની બીમારીને લઇને પ્રવતર્તી અંધશ્રધ્ધાઓ અને માન્યતાઓને દુર કરી શકાય છે.
- ગ્રામ્ય સમુદાયનાં વર્તનમાં ફેરફાર લાવવાની આ અસરકારક પદ્ધતિ છે.
4.અન્ય
- જેમાં અન્ય લોક પધ્ધતિઓનો ઉપયોગ કરીને આરોગ્ય વિશેનું શિક્ષણ આપવામાં આવે છે. દા.ત. રસ જૂથો, કીર્તન જૂથો, કથાઓ, પ્રવચનો, સપ્તાહ વગેરે.
BCC – બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન
પ્રસ્તાવના
- હેલ્થ એજ્યુકેશનનો મુખ્ય ચિંતાનો વિષય એ છે કે લોકોના સ્વાસ્થ્ય વર્તનમાં ફેરફાર કેવી રીતે લાવવો.એ વાત પર ભાર આપે છે કે લક્ષીત જૂથના સભ્યો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન થાય, જેમાં માત્ર સંભાળવું જ નહી પરંતુ લોકોના હિત માટે આરોગ્યલક્ષી સંવાદોનો ઉપયોગ કરવો.
- જેના માટે કેટલાક માધ્યમો અને રીતોનો ઉપયોગ કરી વ્યવહાર પરિવર્તનને પ્રોત્સાહિત કરી શકાય છે બને તેનાથી આરોગ્યલક્ષી જોખમોને લાંબા સમય સુધી ઘટાડી શકાય છે.
વ્યાખ્યા
- અર્થપૂર્ણ કોમ્યુનિકેશનથી લોકોના બીહેવીયરમાં ચેન્ઝ લાવી શકાય છે આ બીહેવીયરમાં બદલાવ લાવવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે.
હેતુ
- તેનો મુખ્ય હેતુ લોકોમાં આરોગ્ય વિષયક માહિતી આપી તેમાં પોઝીટીવ ફેરફાર દ્વારા હેલ્થને પ્રમોટ કરવાનો છે.
બી.સી.સી.ના તબક્કાઓ
- સમસ્યાની જાગૃતતા લાવવી અને તેને બદલવાની જરૂર
- પરિવર્તન લાવવા માટેની પ્રેરણા
- પરિવર્તન લાવવા માટે સ્કીલનું ડેવલોપમેન્ટ
- નવી પ્રવૃત્તિ અને વર્તનને સ્વીકારવું
- નવી પ્રવૃત્તિની જાળવણી અને તેનું જીવનશૈલીમાં અમલીકરણ
બી.સી.સી.નાં અભિગમો
- કોઈ પણ વ્યક્તિનાં વર્તનમાં બદલાવ માટે ઇફેકટીવ કમ્યુનીકેશન મહત્વનો ભાગ ભજવે છે.
બી.સી.સી.માં નીચે મુજબના ત્રણ અભિગમનો સમાવેશ કરવામાં આવે છે.
1.માસ કમ્યુનીકેશન
- મોટા પ્રમાણમાં કમ્યુનીકેશન માટે પ્રિન્ટ મીડિયા (ન્યુઝ પેપર, મેગેઝીન)અને ઈલેક્ટ્રોનિક મીડિયા (રેડિયો, ટી.વી.,વિડીયો, કમ્પ્યુટર વગેરે) નો ઉપયોગ કરવામાં આવે છે. જે સેન્ડર અને રિસિવર વચ્ચે જોડાણ માટેનું માધ્યમ બને છે.
- પરંતુ આ વન વે કમ્યુનીકેશન છે, જેથી તે ફક્ત માહિતી પ્રદાન કરે છે આથી તેમાં વિગતવાર માહિતી મળતી નથી અને ચર્ચા શક્ય નથી, પરંતુ આજના સમયમાં લાર્જ પોપ્યુલેશનને માહિતી આપવા માટે માસ કમ્યુનીકેશનનો ઉપયોગ કરવામાં આવે છે.
- માસ કોમ્યુનીકેશન એ પરિષદો, મોટી સભાઓ અને રેલીઓ વગેરેનું આયોજન કરીને પણ કરી શકાય છે પરંતુ તેના માટે પ્રોપર પ્લાનિંગ પહેલાથી જ કરવું પડે છે.
2.ગ્રુપ કમ્યુનીકેશન
- લોકોનું ગ્રુપ કે જેમાં ૪૦ થી ૫૦ સભ્યો હોય અને તે બધા સાથે મળી કોઈ વિષય પર ચર્ચા કરે તેને ગ્રુપ કમ્યુનીકેશન કહે છે.
- ગ્રુપ કમ્યુનીકેશન માટે લીડરશીપ વિચારોની સમાન વહેચણી, રોલ અને ધારા-ધોરણ ઉપરાંત ગ્રુપ પ્રેશરની જરૂરિયાત રહે છે. જે બધી બાબતો સમાન ધ્યેયને મેળવવા માટે ગ્રુપનું ધ્યાન કેન્દ્રિત કરે છે.
- ગ્રુપ કમ્યુનીકેશન માટે ડિસ્કશન સેમિનાર, પેનલ ડિસ્કશન, સીમ્પોઝીયમ વગેરે જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
3.ઈન્ડીવિઝ્યુઅલ કમ્યુનીકેશન
- લોકોને ભરોસામાં લાવવા માટેની આ એક ઈફેક્ટીવ પ્રોસેસ છે. જેમાં વ્યક્તિ પોતાની અંગત સમસ્યાઓ જણાવી શકે છે અને એજયુકેટર તેનો ઉકેલ લાવી વ્યક્તિને મદદ કરે છે.
- વ્યક્તિને મોટીવેટ કરી તેને હેલ્ધી લાઈફ જીવવા માટે સમજાવવામાં આવે છે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે, જે તેની વર્તણુકને બદલવા તરફ દોરી જાય છે.આ પદ્ધતિ સમય માંગી લે તેવી છે. કારણ કે એક સમયે ફકત એક જ વ્યક્તિને પ્રોત્સાહીત કરી શકાય છે.
અગત્યના મુદ્દાઓ
બી.સી.સી.એ સતત શીખવાની પ્રક્રિયા છે. તેમાં વખતોવખત કાર્યક્રમને આધારે જરૂરી સુધારા-વધારા કરવામાં આવે છે, તેનો ઉપયોગ જાગૃતતા લાવવા માટે કરવામાં આવે છે.પરંતુ આ સાથે કેટલાક પ્રશ્નો સંકળાયેલા છે.
જેવા કે,
- આપણે કોના વ્યવહારમાં પરિવર્તન લાવવાની વાત કરીએ છીએ?
- કેવા પ્રકારનું પરિવર્તન લાવવા માંગીએ છીએ?
- તેમના જીવનમાં આરોગ્યનું કેટલું મહત્વ છે?
- શું પરિવર્તન એ સમાજને સ્વીકાર્ય અને ઉપયોગી છે?
આ બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ટારગેટ જૂથની જરૂરિયાત સંતોષાય તથા તે સર્વે સ્વીકાર્ય બને તેવું પરિવર્તન લાવવામાં આવે છે.
IEC – ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનીકેશન
વ્યાખ્યા
- ટીચિંગ-લર્નિંગની દરેક મેથડનો ઉપયોગ કરી હકારાત્મક વિચાર,વલણ અને વર્તનની આશા સાથે કરવામાં આવતી પ્રક્રિયાને આઈ.ઈ.સી. કહેવામાં આવે છે.
હેતુઓ
- ગુણવત્તાસભર સેવાઓને વધારવા માટે
- માહિતી પહોંચાડવા અને એજ્યુકેશન આપવા માટે
- સમસ્યાઓના નિરાકરણ માટે
- લોકોમાં રસ જગાડવા માટે અને જાગૃતતા લાવવા માટે
- લોકોના વર્તન અને વલણને બદલવા માટે
- સુવિધાઓની કક્વાલીટી વધારવા માટે
- આરોગ્ય સેવાની માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે
- જુદા જુદા સ્તરે ટ્રેનીંગના સુપરવિઝન માટે
સ્કોપ અને કન્સેપ્ટ (અવકાશ અને ખ્યાલ)
- આ.ઈ.સી. એ એક નવી વ્યૂહરચના છે. જેના દ્વારા આરોગ્ય શિક્ષણ વિશેની માહિતી કોમ્યુનીકેશન દ્વારા આપવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ લોકોનું કલ્યાણ થાય તેવો છે. કોમ્યુનીકેશન મીડિયા એ આરોગ્ય શિક્ષણ પ્રદાન કરવામાં અને કુટુંબ કલ્યાણના કાર્યક્રમને પ્રમોટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જીલ્લા એક્સટેન્શન અને મીડિયા અધિકારી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, એન.જી.ઓ. બધાએ આઈ.ઈ.સી.ની ઝુંબેશમાં નોંધપાત્ર યોગદાન આપ્યુ છે.
આઈ.ઈ.સી.નાં અભિગમો
૧) ક્લિનિકલ એપ્રોચ
- ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન ક્લિનિકલ અભિગમને એક્સટેન્શન અભિગમ તરીકે સ્વીકારવામાં આવ્યો અને તેની વ્યુહરચના અપનાવામાં આવી આરોગ્ય કાર્યકરોને ફેમીલી પ્લાનિંગની સર્વિસનાં વિવિધ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી અને લોકોને કુટુંબ નિયોજન વિશે શિક્ષિત કરવા માટે તેમના ઘરે મુલાકાત લેવા ફરજ પાડવામાં આવી.
- ૧૯૬૬-૬૯ દરમિયાન કુટુંબ કલ્યાણ વિભાગે ફેમીલી વેલફેર વિશેની અવેરનેસ લાવવા માટે માસ એજ્યુકેશન અને મીડિયાનો સહારો લીધો. મીડિયા દ્વારા શિક્ષણ વિશેના સંદેશાઓ અને ચિત્રો ની પસંદગી કરવામાં આવી જે સરળ ભાષામાં બનાવવામાં આવ્યા.
- નવી આઈ.ઈ.સી. વ્યૂહરચના તરીકે કેન્દ્ર સરકારે પ્રાઈવેટ એજન્સીઓનો સહારો લેવાનું નક્કી કર્યું. જે એ.વી.એઇડ બનાવવામાં અને કુટુંબ નિયોજનની ઝુંબેશ ચલાવવા માટે મદદ કરે, આ ઉપરાંત માસ મીડિયા જાહેરાત માટે ટી.વી., રેડિયો,ગીત અને નાટક વિભાગ ઉપરાંત પ્રિન્ટ મીડિયા જેવા સંદેશાવ્યવહારની કેટલીક ચેનલોને પસંદ કરી, જે આર.સી.એચ., કુટુંબ નિયોજન અને પોપ્યુલેશન જેવા પ્રોબ્લેમને પ્રમોટ કરવામાં મદદ કરે છે.
૨) જીલ્લા સાક્ષરતા સમિતિ (ZSS)
- ZSS એ તેમને સંબંધિત જીલ્લા અંતર્ગત IEC યોજનાને અમલમાં લાવશે જેમાં તે લોક-મીડીયા, પોસ્ટર, દિવાલ લેખન, દિવાલ પેઇન્ટિંગ, પ્રદર્શન અને કલ્ચરલ પ્રવૃતિઓ દ્વારા ઝુંબેશ ચલાવવા અને શિક્ષણ આપવા માટેના કાર્યો કરે છે.
૩) થ્રી ટાયર એપ્રોચ (ત્રણ સ્તરનો અભિગમ)
- નેશનલ લેવલથી સ્ટેટ લેવલે અને ત્યાંથી ડીસ્ટ્રીક લેવલે એમ ત્રણ સ્તરે થતી IEC ની પ્રવૃતિઓને ત્રણ સ્તરનો અભિગમ કહેવામાં આવે છે.
IEC સેન્ટ્રલ લેવલે
- IEC ની પ્રવૃતિઓ અને રાષ્ટ્રીય ઝુંબેશની યોજના કરવાની સંપૂર્ણ જવાબદારી કેન્દ્રીય સ્તરે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગની હોય છે. ઉપરાંત તે પ્રવૃતિઓનું અમલીકરણ રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કરાવે છે.
IEC રાજ્ય લેવલે
- સેન્ટ્રલ લેવલે ચલાવેલી IECની પ્રવૃત્તિને સ્ટેટમાં અમલમાં લાવવી અને રાજ્યના માહિતી અધિકારીની આગેવાની હેઠળ IECની પ્રવૃતિઓનું રાજ્ય લેવલે આયોજન કરવું.
IEC જીલ્લા લેવલે
- જીલ્લા માહિતી અને મીડિયા અધિકારી જીલ્લા લેવલે અને BEE(બ્લોક એક્સટેન્સન એજ્યુકેટર) અધિકારીએ બ્લોક લેવલે અને સબસેન્ટર લેવલે IECની પ્રવૃત્તિને અમલમાં લાવશે.
- આમ IECની પ્રવૃત્તિને કલીનીકલ પ્રવૃત્તિ સાથે જોડીને ANM, MPHW, MSS (મહિલા સ્વાસ્થ્ય સંઘ) દ્વારા દરેક લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
૪) NGOs (સ્વેચ્છિક સંસ્થાઓ)
- NGOs એ સ્વતંત્ર રીતે પોતાની IEC પ્રવૃત્તિ માટે સેન્ટ્રલ, રાજ્ય અને જીલ્લા લેવલે કાર્યરત છે.
આવા NGOs માં નીચેના NGOs નો સમાવેશ થાય છે.
- ફેમીલી પ્લાનિંગ એસોસીએશન ઓફ ઇન્ડિયા, બોમ્બે
- વોલ્યુન્ટરી હેલ્થ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી
- સોસાયટી ફોર સર્વિસ ટુ વોલ્યુન્ટરી એજન્સીસ, પુણે
- ગાંધીગ્રામ ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ટ્રસ્ટ
ટીચીંગ લર્નિંગ પ્રોસેસ
પ્રસ્તાવના
- ટીચિંગ અને લર્નિંગ એ એજ્યુકેશન આપવા માટેનું અગત્યનું સાધન છે. જેનું અગત્યનું કાર્ય એ છે કે વ્યક્તિમાં લર્નિંગને ઈફેક્ટીવ બનાવવું અને લર્નિંગની પ્રક્રિયા એ ઈફેક્ટીવ ટીચિંગ દ્વારા જ પૂરી થાય છે. આમ ટીચિંગ અને લર્નિંગ બંને બાબતો એક-બીજા સાથે સંકળાયેલ છે.
વ્યાખ્યા
ટીચિંગ
ટીચિંગ એ બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે ફેઈસ ટુ ફેઈસ થતું ઈન્ટરેકશન છે. જેમાં શીખવનાર/ટીચર નો મુખ્ય હેતુ એ હોય છે કે તે શીખનાર/સ્ટુડન્ટનાં વર્તનમાં ચોક્કસ બદલાવ લાવી શકે.
લર્નિંગ
- લર્નિંગ એક પ્રોસેસ છે જેમાં વ્યક્તિ એક નવું વર્તન શીખે છે અને તેને સ્વીકારે છે, જેમાં વર્તનમાં બદલાવ, નવું વર્તન શીખવું અને શીખેલ વર્તનને હંમેશ માટે અમલમાં લાવવું જેવી પ્રોસેસ થાય છે.
ટીચિંગ લર્નિંગ પ્રોસેસ
- એજ્યુકેશન આપવા માટેનું શક્તિશાળી માધ્યમ છે. કે જે વ્યક્તિ/સ્ટુડન્ટનાં વર્તનમાં ઈચ્છિત બદલાવ લાવે છે.
કન્સેપ્ટ ઓફ ટીચિંગ લર્નિંગ
- ટીચિંગ એ એક પ્રોસેસ છે જેમાં ટીચર એ બીજા પાર્ટીશીપેન્ટ/સ્ટુડન્ટને શીખવે અને સમજાવે છે.
- ડિવેયનું એવું માનવું હતું કે ટીચિંગ એ પરિસ્થિતિને મેનીપ્યુલેટ કરવાની ક્રિયા છે જેના દ્વારા લર્નર એ નોલેજ, સ્કીલ અને ઇનસાઈટને પોતાની સ્વેચ્છાએ વિકસાવે છે.
- લર્નિંગ વડે પોતાના વિચારો, વર્તન અને કાર્ય કરવાની પ્રણાલીમાં બદલાવ લાવી શકાય છે. લર્નિંગનો હેતુ એ નથી કે કોઈ પણ બાબત સાંભળવી પરંતુ યાદ રાખી તેને અમલમાં મુકવું જરૂરી છે. આમ શીખેલી બાબતનું અમલીકરણ એટલે વર્તનમાં બદલાવ જે ખુબ જરૂરી છે.
- પ્રાચીન સમયથી અલગ હાલના સમયમાં ટીચિંગ લર્નિંગની પ્રક્રિયા દ્વિ-માર્ગીય બની ગઈ છે. ભૂતકાળમાં શિક્ષક તરીકેનો રોલ સરમુખત્યાર શાહી જેવો હતો, શિક્ષકનું કડક વલણ ક્યારેક શીખનાર પર સારી અથવા ખરાબ છાપ પાડતું હતું અને વિદ્યાર્થી શિક્ષકના કહ્યા અનુસાર જ વર્તન કરતા પરંતુ અત્યારે વિજ્ઞાનના વિકાસ, નવા સાધનોની ઉપલબ્ધતા વગેરેને કારણે મોટા પાયે સેલ્ફ એજ્યુકેશનનો અવકાશ વધ્યો છે.
ટીચિંગ લર્નિંગની લાક્ષણિકતા
ટીચિંગ
- ઇન્ટરેકટીવ હોવું જોઈએ એટલે કે સ્ટુડન્ટનું પાર્ટીશિપેશન હોવું જોઇએ
- એક આર્ટ છે જે લર્નરને નોલેજ આપે છે.
- એક સાયન્સ છે જે હકીકત અને કારણો દર્શાવે છે.
- એ સતત ચાલતી પ્રક્રિયા છે.
- વધુ શીખવા માટે પ્રોત્સાહિત કરે તેવું હોવું જોઈએ.
- ગાઈડન્સ અને ટ્રેનીંગ આપતું હોવું જોઈએ.
- ફોર્મલ અને ઇનફોર્મલ એમ બંને પ્રકારનું હોવું જોઈએ.
લર્નિંગ
- એ સતત ચાલતી પ્રક્રિયા છે.જે આખી લાઈફ ચાલતી પ્રક્રિયા છે.
- તે ચોક્કસ બદલાવ લાવતી હોવી જોઈએ.
- વર્તનમાં થતો ફેરફાર કાયમી હોવો જોઈએ.
- તે ચોક્કસ હેતુ અને ધ્યેય પ્રાપ્તિ માટે હોવી જોઈએ.
- બદલાવ એ લર્નરની પસંદગીનો અને તેના દ્વારા સ્વીકાર્ય હોવો જોઈએ.
- લર્નિંગ થી પ્રોગ્રેસ અને ડેવલોપમેન્ટ થવું જોઈએ.
- જ્ઞાન પ્રેક્ટીસ, પુનરાવર્તન અને અનુભવ દ્વારા મેળવેલ હોવું જોઈએ.
- તે ટ્રાન્સફરેબલ હોવું જોઈએ.
સ્ટેપ્સ ઓફ લર્નિંગ (લર્નિંગના પગથિયાં)
1.ઓબ્જર્વેશન
- જયારે આપણે કંઇક નવું જોઈએ ત્યારે આપણું ધ્યાન સૌપ્રથમ તે બાજુ આકર્ષિત થાય છે અને આપણે તેમાં રસ લઇએ છીયે તે કેવી રીતે કરવું અને ત્યારબાદ તેને વધુ સારું કેવી રીતે કરવું તેની જીજ્ઞાસા ઉત્પન થાય છે.આથી કંઇક નવું શીખવા માટે ઓબ્જર્વેશન ખુબ જ જરૂરી છે.
2.અન્ડરસ્ટેન્ડિંગ
- આપણે પહેલાં શું શીખ્યા હતા? હાલમાં શું શીખી રહ્યા છીએ? તે બંન્નેની સરખામણી કરીને આપણે તેના વિશે વિચાર કરીએછીએ ઉપરાંત આ પરિસ્થિતિ માં આપણી જીજ્ઞાસા,વિચારો તેમજ લાગણી પણ ભળતી હોય છે જેથી કરીને જુના વિચારોને બદલે નવા વિચારો ઉત્પન્ન થાય છે અને નોલેજ માં વધારો થાય છે.
3.એક્શન
- શીખવાની પ્રક્રિયા વડે અને તેના અનુભવ દ્વારા શીખેલી બાબતને જ્યારે અમલમાં મુકીએ ત્યારે તે પૂર્ણ થાય છે. કોઈપણ બાબત નું વારંવાર પુનરાવર્તન કરવાથી અને અમલીકરણથી તે વધુ સારી રીતે શીખી શકાય છે.
શીખનાર(લર્નર)ની લાક્ષણીકતાઓ
- દરેક લર્નર પોતાની આગવી વિશેષતા ધરાવતો હોય છે. માટે દરેક લર્નરમાં અલગ-અલગ લાક્ષણિકતાઓ જોવા મળે છે આ લાક્ષણીકતાઓ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે જે પર્સનલ એકેડેમિક, સોશીયલ, ઇમોશનલ અને કોગ્નીટીવ હોઈ શકે.
પર્સનલ
- પર્સનલ કેરેક્ટરીસ્ટીક, ડેમોગ્રાફિક માહિતી જેવીકે લર્નરની ઉંમર, જાતિ,મેચ્યુરીટી લેવેલ,કલ્ચર,ભાષા, સામાજિક અને આર્થિક સ્થિતિ ઉપરાંત લર્નરની ચોક્કસ જરૂરિયાત,હેતુ, સ્કીલ અને ખોડખાંપણને સબંધિત છે.
એકેડેમિક
- એકેડેમિક કેરેક્ટરીસ્ટીક એજ્યુકેશનનો પ્રકાર, એજ્યુકેશન લેવલ, લર્નરનું નોલેજ,લર્નરનો ગોલ.આગળનું નોલેજ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સોશીયલ/ઇમોશનલ
- સોસીયલ/ઇમોશનલ કેરેક્ટરીસ્ટીક લર્નર ક્યા ગ્રુપ સાથે શીખે છે, ગ્રુપ નું સ્ટ્રકચર, લર્નરનું સોશિયલ સ્ટેટસ, તેની લાગણી, મહત્વાકાંક્ષા, મૂડ, માનસિક અને ઇમોશનલ સ્થિતિ, સેલ્ફ ઈમેજને સબંધિત છે.
કોગ્નીટીવ
- કોગ્નીટીવ કેરેક્ટરીસ્ટીક લર્નરની મેમરી, ઈન્ટેલીજન્સી, માનસિક દબાણ, યાદ રાખવાની ક્ષમતા, પ્રોબ્લેમ સોલ્વીંગ પાવર, માહિતીને બ્રેઈનમાં ભેગી કરવી અને યાદ રાખવી વગેરે જેવી બાબતોને સબંધિત છે.
અન્ય લાક્ષણીકતાઓ
- સારો લર્નર શીખવા માટે આતુર હોય છે.
- સરળતાથી સમજી શકે તેવો હોય છે.
- તે વૃદ્ધિ અને વિકાસ ઈચ્છે છે.
- શીખવા માટે હંમેશા જાતે તૈયાર હોય છે.
- શીખવા માટેનો રસ અને વલણ ધરાવતો હોય છે.
- બદલાવ સાથે સરળતાથી અનુકુલન સાધી શકે છે.
- શીખવા માટે નવી પ્રવૃતિઓ અપનાવે છે.
પ્રિન્સિપલ્સ ઓફ ટીચિંગ (શિક્ષણના સિદ્ધાંતો)
- સામાન્ય લોકોને શિક્ષણ આપવાના કેટલાક સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરીને કોઈપણ અસરકારક રીતે શિક્ષણ આપી શકે છે.
આરોગ્ય શિક્ષણ માટે નીચેના સિદ્ધાંતો અપનાવવાની જરૂર છે.
1.એક સમયે વધારે માહિતી ન આપવી
- એક સમયે ફક્ત એટલું જ નોલેજ આપો કે જે શીખનારાઓ યાદ રાખી શકે અને જાળવી શકે.
2.અનુકૂળ સમય
- ખુલ્લા દિમાગથી શીખવા માટે અને માનસિક રીતે તૈયાર થવા માટે પુરતો સમય આપવો જોઈએ. તે પછી જ શીખનાર સમજશે, યાદ રાખશે અને વ્યવહારમાં લાવશે.
3.સરળ ભાષા
- શીખવતી વખતે સાદી અને સરળ ભાષાનો ઉપયોગ કરો.જેથી શીખનાર સરળતાથી સમજી શકે. જવાબ આપતી વખતે સરળ ભાષાનો ઉપયોગ કરો.
4.વિવિધ પ્રકારની ટીચિંગ મેથડનો ઉપયોગ કરો
- તમારા લેકચરને ફક્ત વાત કરવાને બદલે રસપ્રદ બનાવવા માટે અને નવી બાબતને સમજાવવા માટે શીખનાર આકર્ષિત થાય તેવી વિવિધ ટીચિંગ મેથડનો ઉપયોગ કરો. લેકચર આપતી વખતે પ્રશ્નો પૂછો અને ચર્ચા કરો. પ્રેક્ટીકલ નોલેજ આપવા માટે ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિનો ઉપયોગ કરો જેથી શીખનારને સરળતા થી યાદ રહી જાય.
5.શિક્ષણને જીવંત બનાવો
- ઓડિયો-વિઝ્યુઅલ એઇડનો ઉપયોગ કરી શિક્ષણને જીવંત બનાવો જેથી શીખનારનું ધ્યાન કેન્દ્રિત થાય અને એ.વી.એઇડની મદદથી લર્નિંગ વધુ રસપ્રદ બને શિક્ષણને અસરકારક બનાવવાથી તે પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
6.શીખનારને સામેલ કરો અને અનુભવો શેર કરો
- શીખનારને ચર્ચામાં સામેલ કરોઅને તમારા અનુભવો અને કળા તેમની સાથે શેર કરો. આમ તમે તેમના નોલેજના સ્તર વિશે જાણશો અને તમે તેમના નોલેજને વધારવા માટે પ્રોત્સાહિત કરી શકો
7.ટીકા કરવાનું ટાળો
- ચર્યા દરમિયાન કોઈ મતભેદ હોવાના કિસ્સામાં, તીક્ષ્ણ ટીકા કડવાશ પેદા કરે છે. ચર્ચાની દિશા બદલીને અથવા અવગણના કરીને આવી સ્થિતિને ટાળો.
8.ગુસ્સો ન કરો
- શિક્ષક કોઈપણ પરિસ્થિતિમાં તેનું માનસિક સંતુલનનાં ગુમાવે તેવો હોવો જોઈએ અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તોપણ તેણે ગુસ્સો કરવો જોઈએ નહીં. ક્રોધ, દ્વેષભાવ વગેરે શીખવાની પ્રવૃત્તિમાં અવરોધ લાવે છે. માટે સારા સંબંધો રાખવા, સંતુલિત અને ખુલ્લા મનથી અન્યને સાંભળો.
9.ટૂંકમાં માહિતી આપો
- જરૂરિયાતો અનુસાર અર્થપૂર્ણ રીતે વાત કરો. લાંબી રજૂઆત બિનઅસરકારક બને છે. પ્રેક્ષક રુચિ લેતા નથી અને વાસ્તવિક હેતુ સિદ્ધ થતો નથી.
10.પ્રેક્ષકોનો રિસ્પોન્સ જુઓ
- લેક્ચર દરમિયાન શીખનારનો રિસ્પોન્સ અમુક સમયના અંતરે જોતા રહેવું, જો એવું જણાય કે શીખનારને કંટાળો આવે છે તો શિક્ષકે વાતાવરણને હળવું બનાવવા માટે રસપ્રદ જોક્સ કરવા જોઈએ.
11.અગત્યના મુદ્દાઓ પર ભાર કરો
- ચર્ચા દરમિયાન અગત્યના મુદ્દાઓ પર વધુ ભાર મુકો અને મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન કરો જેથી શીખનાર ને સરળતા થી યાદ રહે.
12.સ્થાનિક રીતરિવાજો અને પરંપરાઓ
- સ્થાનિક રીતરિવાજો અને પરંપરાઓને લેકચર આપતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો,એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ કે જે શીખનારની લાગણી દુભાવે.
મેથડ ઓફ લર્નિંગ
મેથડ ઓફ ટીચિંગ
ટીચિંગ મેથડ ને નીચે મુજબના ત્રણ પ્રકારમાં વહેચવામાં આવે છે.
1) ઇન્ડીવિઝ્યુઅલ ટીચિંગ મેથડ (વ્યક્તિગત શિક્ષણની મેથડ)
2) ગ્રુપ ટીચિંગ મેથડ (સમૂહ શિક્ષણની મેથડ)
3) માસ ટીચિંગ મેથડ (જનસમૂહ શિક્ષણની મેથડ)
1) ઇન્ડીવિઝ્યુઅલ મેથડ (વ્યક્તિગત શિક્ષણની મેથોડ)
A) ડાયલોગ અથવા વાતચીત સાથે પ્રશ્નો કરો
- જયારે આપણે ચોક્કસ લાભાર્થીને શિક્ષણ આપતા હોઈએ ત્યારે તેની જરૂરિયાતને અનુરૂપ વાતચીત તથા પ્રશ્નોત્તર કરીને તેમની સમસ્યાના ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરીએ છીએ. ટૂંકમાં બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીતને ડાયલોગ કહેવાય.
B) ડેમોસ્ટ્રેશન
- કોઈ પણ કાર્ય શીખવવા માટે તેનું પ્રેક્ટીકલ કરીને બતાવવામાં આવે તો તે વધુ અસરકારક બને છે.
2) ગ્રુપ ટીચિંગ મેથડ (સમૂહ શિક્ષણની મેથડ)
(a) વન વે મેથડ
- માહિતીનો પ્રવાહ એક તરફ હોય છે.દા.ત. લેકચર, ફિલ્મ, ચાર્ટ, પ્રદર્શન, ફ્લેનલ ગ્રાફ, ફ્લેશ કાર્ડ, પપેટ શો વગેરે.
(b) ટુ વે મેથડ
- માહિતીનો પ્રવાહ બંને તરફ હોય છે એટલેકે માહિતીનું આદાન-પ્રદાન થાય છે. દા.ત. ડેમોસ્ટ્રેશન, ગ્રુપ ડિસ્કશન, પેનલ ડિસ્કશન, સીમ્પોઝીયમ, વર્કશોપ, રોલ પ્લે વગેરે.
લેકચર મેથેડ
- લેકચર એટલે ક્વોલીફાઈડ વ્યક્તિ દ્વારા કાળજીપૂર્વક તૈયાર કરેલ ચોક્કસ અને સચોટ માહિતીનું પ્રેઝન્ટેશન.તે ચોક દ્વારા બોર્ડ પર દર્શાવી અને વાતચીત દ્વારા ગ્રુપ સુધી પૂરે-પૂરી માહિતી પહોચાડવા માટેની પદ્ધતિ છે.જે નાનું ગ્રુપ જેમાં ૩૦ થી ૪૦ સભ્યો હોય તેના માટે ખુબ ઉપયોગી છે.ગ્રુપ ટીચિંગને લાઈવ બનાવવા અને ગ્રુપનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેકચરમાં બોલવાની ક્રિયા ૧૩ થી ૨૦ મિનીટ સુધીની જ હોવી જોઈએ કારણ કે વધુ બોલ-બોલ કરવાથી લેકચર કંટાળાજનક બની જાય છે.
ડેમોસ્ટ્રેશન
- ડેમોસ્ટ્રેશન એટલે તૈયાર કરેલ પ્રેઝન્ટેશનને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર કરીને બતાવવી ગ્રુપની સ્કીલ કેળવવા માટેની આ ઉત્તમ પદ્ધતિ છે જેમાં લાઇવ ડેમોસ્ટ્રેશન પ્રેઝન્ટ કરી બતાવવામાં આવે છે અને ગ્રુપ મેમ્બર સાથે ડિસ્કશન પણ કરવામાં આવે છે.
- લર્નિંગ બાય ડુઈંગી હોવાથી રસ જળવાઈ રહે છે.
- રી-પર્ફોમ કરવાનું હોવાથી ગ્રુપ મેમ્બર્સનું એક્ટીવ પાર્ટીશીપેશન મળે છે
- ગ્રુપ મેમ્બર્સ દ્વારા પર્ફોર્મ કરવાનું હોવાથી, ત્યારે જ સુપરવિઝન થઇ શકે છે
- સ્ટેપ બાય સ્ટેપ હોવાથી ભૂલને જલ્દીથી પકડી શકાય છે.
- વર્તનમાં પરીવર્તન લાવી શકાય છે.
- જલ્દી થી સ્કીલ ડેવેલોપ થાય છે.
ગ્રુપ ડિસ્કશન
- ગ્રુપ ડિસ્કશનમાં ૬ થી ૧૨ સભ્યો ભાગ લઇ શકે છે. ૧૨ થી વધુ સભ્યો હોવા જોઈએ નહી. ગ્રુપમાં એક ગ્રુપ લીડર હોય છે જે ટોપિક ને ડિસ્કશન માટે ખુલ્લો મુકે છે અથવા શરૂઆત કરે છે. દરેક સભ્ય તે વિષય પર પોતાના વિચારો,ઓપિનિયન શેર કરે છે અને રેકોર્ડ દ્વારા નોંધ કરવામાં આવે છે.અંતમાં તેનો નીચોડ એટલેકે વ્યાજબી બાબત કે જે સર્વમાન્ય હોય તે સ્વીકારવામાં આવે છે. આમ ટોપિકનું પૂરે-પૂરું જ્ઞાન પોતાના દ્રષ્ટીકોણથી શીખી શકાય અને જો કોઈ પ્રશ્નો હોય તો તેનું સમાધાન સર્વાનુમતે કરવામાં આવે છે.ગ્રુપ ડિસ્કશન સહિયારા પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે. જે વ્યક્તિને તેનું જ્ઞાન દર્શાવવા માટેની તક આપે છે. જે હાલમાં વધુ આવકાર્ય છે.
નિયમો
- દરેક આઈડીયાને સચોટ અને સારી રીતે રજુ કરવા. બીજા શું કહે તે ધ્યાન થી સાંભળવું.
- બીજા સભ્ય બોલતા હોય ત્યારે વચ્ચે ટોકવું કે અટકાવવું નહી.
- વ્યાજબી પોઈન્ટની જ નોંધ કરવી.
- સાચા મંતવ્યને સ્વીકાર કરવા અને સારાંશ કરવા મદદ કરવી.
મર્યાદા
- ડિસ્કશન કરવાની લીમીટ રહેતી નથી
- એક સરખું પાર્ટીસીપેશન રહી શકતું નથી
- ઘણી વાર વ્યર્થ ચર્ચામાં ઉતારી જવાથી સમયનો બગાડ થાય છે.
પેનલ ડિસ્કશન
- પેનલ ડિસ્કશનમાં ૪ થી ૮ જેટલા જે-તે વિષયના નિષ્ણાંત સ્પીકર હોય છે. એક ચેરમેન અથવા મોડરેટર હોય છે. જેના દ્વારા ગ્રુપનો પરિચય કરાવવામાં આવે છે અને ડિસ્કશનને ખુલ્લું મુકવામાં આવે છે. ત્યાર બાદ ક્વોલીફાઈડ સ્પીકર દ્વારા જે-તે વિષય પર પોતાના મંતવ્યો રજુ કરવામાં આવે છે. પેનલ ડિસ્કશનમાં કોઈ સ્પીકર એજન્ડા હોતા નથી પરંતુ ચેરમેન દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો પર આધારિત હોય છે, તેમાં મુદ્દાસર લખાણ કે સ્પીચ પણ હોતી નથી. ડિસ્કશન બાદ ગ્રુપ મેમ્બર્સ અથવા ઓડિયન્સ પાર્ટીસીપેટ થાય છે તથા પોતાના પ્રશ્નો અને સમસ્યા જણાવે છે. આમ વારા-ફરતી પ્રશ્નોતરી અને સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે.પેનલ ડિસ્કશન સાચી રીતે કરવામાં આવે તેમજ એક્સપર્ટની સમજાવવાની ઢબ અને ચેરમેન એક્ટીવ હોય તો આ મેથડ દ્વારા ખુબ જ અસરકારક એજ્યુકેશન આપી શકાય.
સીમ્પોઝીયમ
- આ પણ પેનલ ડિસ્કશન જેવી જ મેથડ છે પરંતુ આમાં બધાજ નિષ્ણાંત પોતાની સ્પીચ આપ્યા બાદ જ ઓડિયન્સને પ્રશ્નો પૂછવાનું કહેવામાં આવે છે. અને તે પ્રશ્નનાં જવાબ નિષ્ણાંત પોતાના નોલેજ અને સ્કીલ વડે આપવા પ્રયત્ન કરે છે. છેલ્લે સ્પીચનું સંક્ષેપન કરી સ્પીચ બંધ કરવામાં આવે છે..
વર્કશોપ
- વર્કશોપ એ શિક્ષણ આપવા માટેનો નવો પ્રયોગ છે એમાં નાના નાના ગ્રુપ પાડવામાં આવે છે અને દરેક ગ્રુપમાં એક ચેરમેન તથા રેકોર્ડરની પસંદગી કરવામાં આવે છે. દરેક ગ્રુપને નિષ્ણાંતો દ્વારા માહિતી તથા શિક્ષણ આપી વ્યક્તિગત રીતે કાર્ય કરવાનું કહેવામાં આવે છે અને જ્યાં ભૂલ થતી હોય ત્યાં તેને સલાહ આપવામાં આવે છે આમ દરેક ગ્રુપમાં સોંપેલ કાર્ય અથવા દરેક ગ્રુપ નિષ્ણાંતનાં સલાહ સુચન પ્રમાણે ચર્ચા કરીને પ્લાન બનાવે છે. આ પ્રકારની રીતથી મિત્રતા ભર્યું વાતાવરણ જાળવી નોલેજ મેળવી શકાય છે. આ પદ્ધતિ ખાસ કરીને વ્યાવસાયિક કર્મચારી માટે વધુ ઉપયોગમાં લેવાય છે.
રોલ પ્લે
- પાત્રની ભજવણી અથવા સામાજિક નાટક.રોલપ્લેએ ઘણી જ વેલ્યુ ધરાવતી મેથડ છે, જેમાં માહિતી પ્રદર્શિત કરવા માટે હાવ-ભાવ અથવા શબ્દોનો ઉપયોગ થાય છે અને તે પ્રદર્શન, ગ્રુપ દ્વારા થતું હોવાથી વધુ અસરકારક બને છે. દરેક ગ્રુપ મેમ્બર પોતાના ડાયલોગ,એક્શન તથા સંવાદો અગાઉથી તૈયાર કરે છે. દરેક ગ્રુપ મેમ્બર પાત્ર અનુરૂપ ડ્રેસ પહેરે છે દા.ત. બેટી બચાવો, રસીકરણ ની અગત્યતા વગેરે જેવી નવી માહિતી અથવા પ્રોગ્રામ થી લોકોને માહિતગાર કરવા રોલપ્લે ખુબ જ ઉપયોગી બને છે.
3) માસ ટીચિંગ મેથડ (જન-સમૂહ શિક્ષણની મેથડ)
- માસ મીડિયાનો ઉપયોગ કરીને લાર્જ સ્કેલમાં જન-સમુદાયને શિક્ષણ આપવા માટે આ મેથોડ ઉપયોગી છે. દા.ત. પોસ્ટર,બેનર,ન્યુઝ પેપર, હેલ્થ મેગેઝીન, ફિલ્મ, રેડિયો, ટી.વી., ઇન્ટરનેટ, હેલ્થ-પ્રદર્શન, હેલ્થ-મ્યુઝિયમ, વેબિનાર, વર્ચ્યુઅલ ક્લાસ, સેટ-કોમ અને ફોક મીડિયા.
ટી.વી
- ટેલીવિઝન એ ખુબજ જાણીતું માધ્યમ છે.જે લોકોનાં જીવન પર સીધી અસર કરે છે. આ માધ્યમ દ્વારા લોકોની ભાષા, સમજદારીનું ધોરણ વગેરે ધ્યાને લઇને માહિતી આપવામાં આવે છે અને લોકોમાં અવેરનેસ લાવી શકાય છે.ટી.વી. એ વન-વે ચેનલ છે તે માત્ર ટીચિંગ આપે છે, પણ શીખવી શકતું નથી આમાં વ્યક્તિએ શીખવા માટેનાં પ્રયાસો કરવાના હોય છે. ટી.વી. બધા જ એરિયાને કવર કરી શકતું નથી છતાં પણ એજ્યુકેશન આપવા માટેનું આ એક ઉત્તમ માધ્યમ છે જેના દ્વારા ટૂંક સમયમાં ઘણી પોપ્યુલેશનને એક સાથે માહિતી આપી શકાય છે.
રેડિયો
- રેડિયો એ દરેક ઘરમાં જોવા મળે છે. ટી.વી.ના આવવાથી હાલમાં તેનો ઉપયોગ વધુ થતો નથી પરંતુ ટી.વી.ની જેમ માસ પોપ્યુલેશનને માહિતી આપવા માટે આ માધ્યમ ખુબજ ઉપયોગી છે. કારણકે તેમાં આવતી દરેક માહિતી વિશે ચર્ચા તથા પ્રશ્નોતરી કરી ગમ્મત સાથે ઘણુ બધું જ્ઞાન આપી શકાય છે.હાલમાં રેડિયો પર આવતું એફ.એમ.સ્ટેશન
- તેનું ઉત્તમ ઉદાહરણ છે. જે હાલમાં ખુબજ પ્રચલિત બન્યું છે અને તેના કારણે લોકો રેડિયો સાંભળતા થયા છે.
ઇન્ટરનેટ
- આ એક કમ્પ્યુટર બેઇઝ કમ્યુનીકેશન સીસ્ટમનું એક માધ્યમ છે. આમાં વ્યક્તિ પોતે કમ્પ્યુટર જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તો જ તે ઈન્ટરનેટના માધ્યમથી કંઇક શીખી અને મેળવી શકે છે બાકી આ માધ્યમ ખુબ મોટું છે. ઇન્ટરનેટ ઈ-મેઈલ દ્વારા માહિતીને આખા વિશ્વમાં પૂરી પાડે છે અથવા એક બીજા સાથે જોડી દે છે. આમ જોવા જઈએ તો એમાં દરેક પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાયેલ હોય છે અને જયારે જોઈએ ત્યારે ઉપયોગમાં લઇ શકાય અને માહિતીને ઉમેરી પણ શકાય. હવે તો W.H.O. જેવી સંસ્થા પણ ઓનલાઈન માહિતીની આપ-લે કરે છે અને વધુમાં ભારતની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર કે જેને પણ પોતાની માહિતી ઓનલાઈન પર મુકવાનું ચાલુ કરેલ છે.
ન્યુઝ પેપર
- ન્યુઝ પેપર પણ અસરકારક શિક્ષણ આપવા માટેનું માધ્યમ છે. પરંતુ હેલ્થ એજ્યુકેશન આપવા માટે વધુ ઉપયોગી નથી કારણકે આમાં જે-તે વિષયની માહિતી ખુબજ થોડી હોય છે સાથે ન્યુઝ પેપર વાંચનાર જૂથ ઓછા થતા ગયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં નિરક્ષરતાને કારણે તેનો ઉપયોગ જોવા મળતો નથી.
હેલ્થ મેગેઝીન
- આ એક પ્રિન્ટેડ મટીરીયલ છે. જેમાં હેલ્થ વિષયક દરેક માહિતી વિસ્તૃતમાં આપવામાં આવે છે. કુટુંબ અને કોમ્યુનીટી માટે પ્રશ્ન એ છે, કે તેઓ આ મટીરીયલ્સનો ઉપયોગ કરે, તેને વાંચે અને તેમાંથી માહિતી મેળવે.
હેલ્થ-પ્રદર્શન
- જ્યાં વધુ પ્રમાણમાં લોકો એકઠા થવાનાં હોય તેવી જગ્યા એ હેલ્થ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોના જ્ઞાનમાં વધારો કરવા માટે જુદાં જુદાં મટીરીયલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે.દા.ત.ફોટોગ્રાફ, પ્રિન્ટેડ મટીરીયલ્સ, સ્પેસિમેન, થ્રી-ડાયમેન્સન મોડેલ વગેરેનો ઉપયોગ કરી ટોપિકનાં અનુસંધાને દરેક બાબતને નિષ્ણાંત દ્વારા સમજવામાં આવે છે. આ પ્રકારની મેથડ થી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે કોમ્યુનીકેશન કરી શકાય છે. ટૂંક સમયમાં વધુ લોકો ને વધુ સચોટ માહિતી પૂરી પાડવામાં આવે છે.
પોસ્ટર-બેનર
- ટૂંકા અને અર્થસભર ચિત્રો સાથે પોસ્ટર અથવા બેનર બનાવીને આરોગ્ય વિષયક સંદેશા આપી શકાય છે, જેનો ઉપયોગ બસ સ્ટોપ, P.H.C., CH.C., મોટી હોસ્પિટલ અને લોકોની વધુ અવર-જવર હોય તેવી જગ્યાએ લગાવવામાં આવે છે અને લોકોમાં સંદેશો આપી અવેરનેસ લાવી શકાય આવા પોસ્ટર અને બેનરો વખતોવખત બદલાતા રહે છે અને લોકોને પરિસ્થિતિ પ્રમાણે માહિતી આપતા રહે છે.
વેબિનાર
- વેબિનાર શબ્દએ વેબ અને સેમિનારનું મિશ્રણ છે. વેબિનાર એ ઈન્ટરનેટ ઉપર યોજાયેલ એક ઈવેન્ટ છે. જેમાં ઓનલાઈન પ્રેક્ષકો દ્વારા હાજરી આપવામાં આવે છે અને તે વેબફાસ્ટથી અલગ પડે છે.
ઓનલાઈન પાર્ટીશીપેશન
- વેબિનારમાં ભાગીદારી માટે સહભાગીઓ પર્સનલ કમ્પ્યુટર, ટેબલેટ અથવા સ્માર્ટફોન દ્વારા વેબિનારને અનુસરે છે અને વિડીયો અને સ્પીકરના લીધે જોઈ અને સાંભળી શકે છે. પાવર પોઈન્ટ સ્લાઈડ પ્રસારીત કરી શકાય છે.
- એક પ્રસ્તુતકર્તા એકજ સ્થાનથી વિશાળ અને ચોક્કસ જુથ સુધી પહોંચી શકે છે. વેબિનાર વિવિધ ક્રિયા પ્રતિકિયાની તક પ્રદાન કરે છે. આમ, વેબિનાર એકથી ઘણા સંદેશા વ્યવ્હારનું સ્વરૂપ છે.
- વેબિનાર વિવિધ ક્રિયા પ્રતિક્રિયાની તક આપે છે.
જે નીચે મુજબ છે.
- પ્રશ્નો પુછી શકાય.
- ચેટ
- સર્વે
- ટેસ્ટ
- કોલ ટુ એક્શન
- ટવીટર
ફાયદા
- ટાર્ગેટ ગ્રુપ સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે છે.
- ટાર્ગેટ ગ્રુપ સાથે લાઈવ કનેક્શન થઈ શકે છે.
- સમય અને પૈસા બંને બચાવે છે.
ગેરફાયદા
- ઈન્ટરનેટ સ્પીડ પુરતા પ્રમાણમાં હોવી જોઈએ.
- ટેકનીકલ પ્રોબલેમને કારણે મીટીંગ કેન્સલ પણ થઈ શકે છે.
વર્ચ્યુઅલ ક્લાસ
- વર્ચ્યુઅલ ક્લાસ એ વર્ચ્યુઅલ લર્નિંગ એકસપીરીયન્સ છે કે જેમાં એજ્યુકેશન ઓર્ગેનાઈઝેશન ફેસેલીટી દ્વારા જેવી કે કમ્પ્યુટરઅને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ટીચીંગ લર્નિંગ એક્ટીવિટી કરવામાં આવે છે.
- વર્ચ્યુઅલ કલાસમાં ટીંચીંગ એક્ટીવીટી ઓનલાઈન હોય છે અને ટીચર અને લર્નર ફિજીકલી સેપરેટ હોય છે.
- વર્ચ્યુઅલ ક્લાસરૂમ ઓનલાઈન ટીચીંગ લર્નિંગ એન્વાયરમેન્ટ ક્રીએટ કરે છે. જેમાં ટીચર અને સ્ટુડન્ટ કોર્સ મટીરીયલ પ્રેઝન્ટ કરી શકે છે. તેમજ એક બીજા સાથે ઈન્ટરએક્ટ કરી શકે છે. અનેગ્રુપમાં વર્ક કરી શકે છે. દા.ત ગુગલ ક્લાસરૂમ, વિડીયો કોન્ફરન્સ વગેરે.
ફાયદા
- લોન્ગ ડીસટન્સ લર્નિંગ છે.
- એક સાથે માસ મીડીયામાં ટીચીંગ આપી શકાય છે.
- ડીજીટલ અને સ્માર્ટ કલાસરૂમ ને પ્રોત્સાહીત કરે છે.
- લાંબા અંતરના સંદેશા વ્યવ્હારમાં વૃધ્ધિ કરે છે.
- વિદ્યાર્થી અને શિક્ષકને વિશ્વ ભરમાં સંપર્ક આપે છે.
- વિઝ્યુલાઈઝેશન સુધારે છે.
ગેરફાયદા
- વિદ્યાર્થી અથવા ક્લાસરૂમમાં કોઈ નિયંત્રણ રહેતુ નથી.
- લર્નિંગ એન્વાયરમેન્ટ ઉપર કોઈ કંટ્રોલ નથી.
- કમ્પ્યુટર્સ, સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટ આવશ્યક છે.
- દરેક વિદ્યાર્થીને પરવડી શકે નહી.
- રીયલ ટાઈમ ટીંચીંગ અનુભવનો અભાવ.
સેટકોમ
- સેટકોમ એ ટેલી કોમ્યુનીકેશન છે. જે પૃથ્વી પર જુદા જુદા સ્થળોએ ટ્રાન્સમીટર અને રીસીવર વચ્ચે એક સંચાર ચેનલ બનાવે છે.
- ગવર્નમેન્ટ અથવા તો કોઈપણ ઓર્ગેનાઈઝેશન કે એજન્સી પોતાના કર્મચારી સાથે સંપર્ક કરવા કે ટિચીંગ આપવા માટે સેટકોમનું આયોજન કરે છે. આયોજન પહેલા પરિપત્ર અથવા તો ટેલીફોનીક જાણ કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમ
- હાલમાં ગુજરાત સરકારે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ, કૌશલ્યવર્ધન, મહિલા સશક્તિકરણ, આરોગ્ય, કૃષિ અને પશુપાલન, ડીજીટલ જ્ઞાન અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો ડી.ટી.એચ (ડાયરેક્ટ ટુ હોમ) પહોંચાડવા માટેનો સંકલ્પ કરેલ છે. વંદે ગુજરાત અંતર્ગત ૧૬ ચેનલનું પ્રસારણ ઓક્ટોમ્બર ૨૦૧૫થી વિધીવત શરૂ કરવામાં આવેલ છે.
ફાયદા
- સમયનો સદુપયોગ થઈ શકે છે.
- ટ્રાન્પોર્ટેશન ખર્ચ પર બચત થઈ શકે છે.
- માહીતી ઝડપથી પ્રસારીત થઈ શકે છે.
ગેરફાયદા
- જુદા-જુદા સેન્ટરોમાં સેટેલાઈટ ડીશનું ઈન્સ્ટોલેશન કરવાની જરૂર પડે છે.
- ખુબજ ખર્ચાળ પધ્ધતિ છે.
- વીજ ઉપકરણનો અભાવ થવાથી કનેક્ટીવીટી ટુટી જાય છે.
- સિગ્નલ એરર આવવાની શક્યતા રહે છે.
હેલ્થ એજ્યુકેશન
વ્યાખ્યા
- આરોગ્ય શિક્ષણ એ આપણા નોલેજ, વલણ અને વ્યવહારમાં અથવા આરોગ્ય પ્રત્યેના વર્તનમાં ફેરફાર લાવવાની પ્રક્રિયા છે.
હેતુઓ
W.H.O. એ આરોગ્ય શિક્ષણના હેતુઓ નીચે મુજબ ઘડયા છે:
- તે સુનિશ્ચિત કરવા માટે કે સમુદાયનું આરોગ્ય એક સંપત્તિ જેવુ મૂલ્યવાન છે.
- લોકોને તેમની કુશળતા, નોલેજ અને વલણથી સજ્જ કરવા માટે, જેથી તેઓ તેમની આરોગ્ય સમસ્યાઓ તેમના પોતાના કાર્ય અને પ્રયત્નોથી હલ કરી શકે.
- આરોગ્ય સેવાઓનો વિકાસ અને તેના યોગ્ય ઉપયોગ વિશે પ્રોત્સાહન આપવા માટે.
- જડમૂળથી આરોગ્યને લગતા પ્રશ્નો ને ઉકેલવા માટે.
ઉદ્દેશો
- જનતામાં જાગૃતિ લાવવા માટે માહિતી પ્રદાન કરવી.
- લોકોને પોતાની સમજશક્તિથી સમસ્યાઓનો સામનો કરવા અને નિર્ણયો લેવા પ્રોત્સાહિત કરવા.
- સમુદાયમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવા લોકોને પ્રેરિત કરવા.
હેલ્થ એજ્યુકેશન આપવાનું પ્લાનિંગ
આરોગ્ય શિક્ષણની જરૂરિયાત
તેમાં નીચેના સ્ટેપસ સામેલ છે.
1.આરોગ્યની જરૂરિયાતો અને સમસ્યાઓ ઓળખો
- વિસ્તારમાં કયા રોગો પ્રચલિત છે અને તેમના કારણો શું છે?
- લોકો રોગો વિશે શું વિચારે છે અને તેઓનું તે પ્રત્યે વર્તન કેવું છે.
- સમુદાયનો કયો વિભાગ આ રોગોથી વધુ પ્રભાવિત છે?
2.સમુદાય સંસાધનો ઓળખો
કમ્યુનીટી સંગઠન
- સમુદાય સંગઠન એટલે કે કમ્યૂનિટીમાં કાર્યક્રમનું આયોજન અને તેમનું અમલીકરણ કરતી સંસ્થા, પંચાયત, તેનું હેન્ડલિંગ કરનાર, ત્યાંની જન-જાતીના વડા, અર્બન અને રૂરલ એરિયા વગેરે.
કમ્યુનીટી લીડર
- વિસ્તારનાં લોકો ક્યા પ્રકારના લીડર નાં પ્રભાવ હેઠળ છે.જેમાં ત્યાંના નેતાઓ હોય, પંચાયતના સભ્યો, ધર્મોના નેતા, જમીનવાળા, શ્રીમંત વ્યક્તિ અને સમુદાયના લોકો વગેરે લીડર તરીકે કાર્ય કરી શકે છે.
કમ્યુનીટી ફેસેલિટી
- વિસ્તારમાં કે જ્યાં હેલ્થ એજ્યુકેશન આપવાની જરૂરીયાત છે ત્યાં કેટલી વિધા ઉપ્લબ્ધ છે. જો ના હોય તો તેના માટે કોમ્યુનીટી સંગઠન અને લીડરનો ઉપયોગ કરી કે.જો ના હોય શકાય.
કમ્યુનીટી ટેલેન્ટ
- લોકો કે જે હેલ્થ એજ્યુકેશન આપવા માટે સમર્થ હોય તેનો ઉપયોગ કરો જેવા કે સ્પીકર્સ, લેખકો, સ્થાનિક પ્રવચનો, શિક્ષકો, કવિઓ, ગાયકો વગેરે.
૩.આરોગ્ય શિક્ષણનું પ્લાનિંગ અને અમલીકરણ
- સમુદાયની જરૂરિયાત, સમસ્યા અને તેમના રિસોર્સીસ જાણ્યા બાદ હેલ્થ એજ્યુકેશનનું પ્લાનિંગ અને અમલીકરણ નીચે મુજબ કરવામાં આવે છે.
હેતુઓ નક્કી કરો
- ટીમના અન્ય સભ્યો સાથે પરામર્શ કર્યા પછી હેતુ નક્કી કરવા જોઈએ.
- અને સ્થાનિક નેતાઓ અને લોકોનો અભિપ્રાય કે જેથી તેમના સહકારથી લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય.
મેસેજની પસંદગી
- સંદેશા આપવા માટેના સંદેશાઓની પસંદગી કરવી. આરોગ્ય સંદેશાઓના સૂત્રોચ્ચાર કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
- તેઓ લોકોની જરૂરિયાતો પર આધારિત હોવા જોઈએ.
- તે લોકોની આદતને ધ્યાનમાં રાખીને હોવા જોઈએ
- લોકોની ઉંમર,જાતી અને શૈક્ષણિક સ્તર અનુસાર હોવા જોઈએ.
- સૂત્રોચ્ચાર કરતી વખતે લોકોના ધર્મ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખવામાં આવે છે.
- સ્થાનિક સ્વાસ્થ્ય સમસ્યાઓના આધારે, આ સંદેશાઓ સ્થાનિક ભાષામાં સરળ, સંક્ષિપ્ત અને સ્વીકાર્ય હોવા જોઈએ.
- ઉદાહરણ તરીકે, કેટલાક સૂત્રો અથવા સંદેશાઓ નીચે મુજબ છે.
- તમારા બાળકોને રસી અપાવો.
- સ્તનપાન બાળક માટે શ્રેષ્ઠ છે.
- માખી મચ્છરથી તમારા ખોરાક ઢાંકી ને રાખો.
- તમારા બાળકોને 5 વર્ષ સુધી પોલિયોનાં ટીપાં પીવડાવો.
- જમતા પહેલા તમારા હાથ ધોઈ લો
- ઉઘાડા પગે ચાલવું એ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે
- કેવી રીતે સ્વસ્થ રહેવું?
4.આરોગ્ય શિક્ષણની પદ્ધતિઓ અને સાધનો નક્કી કરો અને પસંદ કરો
- ચોક્કસ જૂથને આરોગ્ય શિક્ષણ આપવા માટે મેથડ નક્કી કરો.
- તમે આરોગ્ય કાર્યકરો, મહિલા આરોગ્ય જૂથોના સભ્યો વગેરેની મદદ ક્યાં લેશો તે નક્કી કરો.
- આરોગ્ય શિક્ષણ માટે તમે વ્યક્તિગત અથવા જૂથ સ્તરે સંપર્ક કરશો કે નહી તે નિર્ધારિત કરો.
- નક્કી કરો કે કયા પ્રકારનાં A.V એઈડસ અસરકારક રહેશે.
- તે સમય નક્કી કરો જ્યારે ચર્ચા વધુ અસરકારક રહેશે.
5.ઓપરેશનની યોજના વિકસાવવી
- પ્રથમ મુલાકાત દરમિયાન વધુ માહિતી આપવાનું ટાળો
- લોકો અને તેમની પૃષ્ઠભૂમિને જાણો.
- સંપર્કમાં અનૌપચારિક બનો અને તેમને બોલવા માટે પ્રોત્સાહિત કરો
- પ્રથમ મુલાકાતની સમીક્ષા કરો અને પછીની મુલાકાત માટે વિષય પસંદ કરો.
6.ઈવાલ્યુએશન (મૂલ્યાંકન)
- મૂલ્યાંકન માટે, પ્રશ્નાવલી તૈયાર કરો અને પર્ફોમા ભરી, ત્યાર બાદ તારણ કાઢવા માટે તેનું મૂલ્યાંકન કરો.
- (ક) તેઓએ કેટલું નોલેજ મેળવ્યું અથવા સમજ્યું?
- (બ) શું કોઈ ફેરફાર કરવો જરૂરી છે?
- (ગ) સુધારણા માટે જોવો
- (ઘ) શું લોકો સમજી અને પ્રેક્ટિસ કરી રહ્યા છે?
- (ચ) મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે કઈ મેથડ વધુ અસરકારક રહી તે જાણો
7.ફોલોઅપ
- આરોગ્ય શિક્ષણ આપ્યા બાદ તેનું ફોલોઅપ કરવું
- જોઈએ જેથી આરોગ્ય શિક્ષણના અભિગમો અને પદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવાની જરૂર જણાય તો તે કરી શકાય જેનાથી લોકો મહત્તમ નોલેજ મેળવી શકે અને તેને વાસ્તવિક રીતે અમલમાં મૂકી શકે અને તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકાય.
હેલ્થ એજ્યુકેશન આપવા માટેના ક્ષેત્રો
આરોગ્ય શિક્ષણની વિશેષ તકો
- ઓછા ખર્ચે મોટી સંખ્યામાં લોકોને આરોગ્ય શિક્ષણ આપવા માટે, ઉપલબ્ધ તકોનો લાભ લો અથવા આવી તકો ને ઉભી કરો જેવી કે
1.શિબિરો અને ઝુંબેશનું આયોજન
- આરોગ્ય અધિકારીઓ આરોગ્યના વિવિધ પાસાઓથી સંબંધિત સમય-સમય પર શિબિરો અને ઝુંબેશ માટેની યોજના બનાવે છે. દા.ત. પલ્સ પોલિયો, સ્કૂલ હેલ્થ, ફેમિલી પ્લાનિંગ વગેરે લોકોને તંદુરસ્તી સાથે શિક્ષણ પ્રદાન કરવા માટે આવી તકોનો લાભ લો.
2.સ્વાસ્થ્ય મેળો
- આરોગ્ય શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટેના આરોગ્ય મેળાઓ સામાન્ય રીતે ૨ થી ૬ દિવસ માટે આયોજીત કરવામાં આવે છે
3.વિશ્વ આરોગ્ય દિવસો
- વિશ્વ આરોગ્ય દિવસો પર લોકોને શિક્ષિત કરો જેમ કે ૭ એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ,૧ ડીસેમ્બર એઈડસ ડે, ૨૪ માર્ચ ટીબી ડે, વગેરે.
4.મેળા અને તહેવારો
- સ્થાનિક મેળો અને તહેવારો પર આરોગ્ય શિબિરનું આયોજન કરવું જોઈએદા.ત. વૈશાખી, દિવાળી, દશેરા, વગેરે.
બી.સી.સી. માં એ.એન.એમ. ની ફરજ અને જવાબદારી
- વ્યક્તિઓ સાથે તમારી પોતાની જાતની જેમ વર્તન કરો અને માન આપો.
- જો તમે તેની સાથે વિરોધાભાસ કરો તો પણ તેના વિચારોનો આદર કરો.
- બીજાના વિચારો અને મંતવ્ય ધૈર્ય થી સાંભળો.
- લોકોની વર્તણુંક બદલવાની ક્ષમતા પર વિશ્વાસ રાખો.
- લોકોને આયોજનમાં સામેલ કરો જેથી લોકો તે પોતાની યોજના સમજીને કામ કરે છે. તે સંશાધનો સાથે સુસંગત રહો અને આરોગ્યની યોજના કરતી વખતે તેનો ઉપયોગ ન્યાય પુર્વક કરો.
- શ્રોતાઓની રૂચી ધ્યાનમાં રાખો જેથી તેઓ તમારા વિચારો સ્વીકારે.
- તેઓમાં જવાબદારીની ભાવના નો વિકાસ કરો જેથી તેઓ તમારા વિચારોને ધ્યાનમાં લઈને અપનાવી શકે.
- તમારી ફરજ યાદ રાખો કેમકે લોકોના વર્તનમાં ફેરફાર કરવો મુશ્કેલ કાર્ય છે, તેમાં તમારી સખત મેહનત, ધૈર્ય,
- કુશળતા અને કામ પ્રત્યેની ભાવના ખુબ જ જરૂર છે.