F.Y. – ANM – CHN UNIT – 6 STRUCTURE OF COMMUNITY

યુનિટ – 6

સ્ટ્રક્ચર ઓફ કોમ્યુનિટી

મુખ્ય હેતુ

  • આ યુનિટના અંતે તાલીમાર્થીઓ રૂરલ અને અર્બન કોમ્યુનિટી એટલે શું તેનું ફિઝિકલ સ્ટ્રક્ચર, લાક્ષણિકતાઓ, તેમાં થયેલ બદલાવ અને તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી, ગ્રામ્ય કક્ષાના મેનેજમેન્ટ વિશે જાણી શકશે. ઉપરાંત પંચાયતના કાર્યો, અર્બન સ્લમ વિસ્તારના સ્ટ્રકચર વિશેનું નોલેજ મેળવી, સોશિયલ ગ્રુપ અને લીડર્સ તેમજ કોમ્યુનિટી રિસોર્સની મદદ મેળવી કોમ્યુનિટીને સારી આરોગ્યની સેવાઓ આપી શકવા માટેની સ્કિલ અને એટીટ્યુડ ડેવલોપ કરી શકશે.

ગૌણ હેતુ :- આ યુનિટમાં તાલીમાર્થીઓ.

  1. રૂરલ કોમ્યુનિટી અને અર્બન કોમ્યુનિટી એટલે શું જાણી શકશે.
  2. રૂરલ કોમ્યુનિટીની લાક્ષણિકતાઓ તેમાં થયેલા બદલાવ વિશે જાણી શકશે.
  3. રૂરલ કોમ્યુનિટીની મુખ્ય સમસ્યાઓ વિશે નોલેજ મેળવી શકશે.
  4. અર્બન કોમ્યુનિટીની લાક્ષણિકતાઓ અને તેમાં થયેલ બદલાવ વિશે જાણી શકશે.
  5. અર્બન કોમ્યુનિટીની મુખ્ય સમસ્યાઓ વિશે નોલેજ મેળવી શકશે.
  6. રૂરલ અને અર્બન કોમ્યુનિટીની સમસ્યાઓના નિવારણ માટેનું નોલેજ મેળવી શકશે.
  7. ગ્રામ્ય વિસ્તારનું ફિઝિકલ સ્ટ્રક્ચર અને પંચાયતના કાર્યો વિશે જાણી શકશે.
  8. અર્બન કોમ્યુનિટીના સ્લમ વિસ્તાર વિશે માહિતી મેળવી શકશે.
  9. સોશિયલગ્રુપનું સ્ટ્રક્ચર અને તેના કાર્યો વિશે નોલેજ મેળવી શકશે.
  10. લીડર્સ અને તેના પ્રકારો વિશે જાણી શકશે.
  11. કોમ્યુનિટી રિસોર્સિસનો ઉપયોગ કરી સારી આરોગ્યની સેવાઓ આપવા માટેની સ્કિલ ડેવલપ કરી શકશે.

પ્રસ્તાવના

  • કોમ્યુનિટી માનવીય સંબંધોનું એક માળખું છે, કોમ્યુનિટી એ લોકોનું એક એવું ગ્રુપ છે કે જેમાં જુદા જુદા ધર્મ, જુદી-જુદી માન્યતાઓ તેમજ જુદા જુદા હેતુ, ઇન્ટરેસ્ટ અને પ્રેક્ટિસ ધરાવતા લોકો એક સાથે રહેતા હોય. કોમ્યુનિટીએ ઘણા બધા લોકોના ગ્રુપનો બનેલો સમુદાય છે કે, જેઓ એક જ ભૌતિક એરિયામાં રહેતા હોય.
  • કોમ્યુનિટીમાં કામ કરવા માટે કોમ્યુનિટી એટલે શું તે જાણવું જરૂરી છે તે વગર લોકો સાથે કામ કરવું મુશ્કેલ છે. લોકોનું આરોગ્ય જાળવવા કોમ્યુનિટીને જાણવી ખૂબ જરૂરી છે હેલ્થ વર્કરને સમાજ વિશે નોલેજ હોય તો જ તે સરળતાથી કોમ્યુનિટીમાં કામ કરી શકશે.

કોમ્યુનિટી

  • સમુદાય માનવ સંબંધોનું નેટવર્ક છે અને તે સમાજનો મુખ્ય કાર્યકારી એકમ છે.

સમુદાયના મુખ્ય બે પ્રકાર હોય છે.

  • ૧. શહેરી સમુદાય
  • ૨. ગ્રામ્ય સમુદાય

સમુદાયની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

  • સમુદાય એક ભૌગોલિક વિસ્તાર છે
  • તે એક સાથે રહેતા લોકોનો બનેલો હોય છે
  • લોકો તેમની મૂળ જરૂરિયાતો સંતોષવા માટે સહકાર આપે છે
  • ત્યાં સામાન્ય સંસ્થાઓ છે. દા.ત. બજારો, સ્ટોર્સ, શાળાઓ, બેંકો, હોસ્પિટલો.

વિલેજ

  • ગામમાં ગ્રામીણ સમુદાયનો સમાવેશ થાય છે ભારતમાં 6,38,000 ગામો છે અને ગામોમાં લગભગ 74 % લોકો રહે છે.

સોસાયટી

  • સોસાયટી એટલે એવા લોકોનો સમૂહ કે જે ઘણા લાંબા સમયથી એક જગ્રુપ રહેતા હોય તેઓનો ઇન્ટરેસ્ટ અને જીવવાની લાઈફ સ્ટાઈલ એકસરખી હોય છે.
  • સોસાયટીમાં ગ્રુપના સભ્યોની સહકારની ભાવના હોય છે.
  • દરેક સભ્યો એકબીજા સાથે એડજસ્ટ થાય છે.
  • જૂથના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.
  • જેમાં વિચારોની આપ-લે કરે છે, ચર્ચા બાદ બહુમતીથી ચર્ચાના કાર્યને અમલમાં મૂકવામાં આવે છે જેને જૂથ વ્યવસ્થા કહે છે.
  • તેમાં રહેતા સભ્યોને મર્યાદિત સ્વતંત્રતા આપવામાં આવેલી હોય છે.

ગ્રામીણ સમુદાયની લાક્ષણીકતાઓ

ગ્રામીણ સમુદાયની લાક્ષણિકતાઓનો સારાંશ નીચે મુજબ આપી શકાય છે.

1.આર્થિક લાક્ષણિકતાઓ

  • વિવિધ જાતિના લોકોમાં આર્થિક પરિસ્થિતિમાં મતભેદો(ફેરફારો) જોવા મળે છે.
  • લગભગ બધા લોકો ખેતી-કામ પર આધારીત છે
  • અલગ-અલગ જાતિઓમાં લોકો પેઢી દર પેઢી એક ચોક્કસ વ્યવસાયનું પાલન કરે છે

2.સામાજિક લાક્ષણિકતાઓ

  • દરેક જાતીને ખાવા-પીવા સંબંધિત કેટલાક નિયમો હોય છે. અને નિયમો દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
  • સમાજ, સામાજિક સંપર્ક અને ધાર્મિક વિધિઓ ઉપરાંત ભારતીય જાતિ પદ્ધતિને ધર્મ દ્વારા ટેકો છે.
  • જુદી-જુદી જાતિના લોકો, મેળો, ઉત્સવો અને લગ્ન-પ્રસંગ પણ સાથે મળીને કરે છે.
  • ચોક્કસ જાતીમાં પેટા જાતિઓમાં આગળ પેટા વિભાગો છે.
  • ઉચ્ચ જાતિ અને નીચલી જાતિ વચ્ચે તફાવત જોવા મળે છે.
  • એક પ્રાથમિક જૂથ હોવાને કારણે સમુદાયના બધા લોકો એક-બીજાને ખૂબ સારી રીતે જાણે છે.
  • ગામના લોકો સામાન્ય રીતે આત્મનિર્ભર હોય છે.

3.ધાર્મિક લાક્ષણિકતાઓ

  • દરેક જાતીને પોતાનો અલગ ધર્મ છે.
  • ગ્રામીણ સમુદાયોમાં કેટલીક પાયાવિહોણી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ છે.
  • અમુક પરંપરાઓના કારણે કેટલાક ધર્મોના લોકો સંતુલિત આહાર લેતા નથી.
  • લગ્ન સમારોહ વિવિધ ધર્મોમાં અલગ રીતે કરવામાં આવે છે.

4.પર્યાવરણીય લાક્ષણિકતાઓ

  • કુદરતી વાતાવરણની નજીક હોવાથી ગ્રામીણ સમુદાયોને તાજી શાકભાજી અને શુદ્ધ દૂધ મળે
  • સામાન્ય રીતે વાતાવરણ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત રહે છે, તેઓ તેમના પર્યાવરણ મુજબ કાર્ય કરે છે
  • લોકો તેમની જમીન, પાણી, છોડ અને પ્રાણીઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેઓ કુદરતી પરિસ્થિતિઓ પર આધારીત છે. ગામ સમુદાયના લોકો. ખાસ કરીને ખેડુતો પૂર, દુષ્કાળ, તોફાન, વગેરે જેવી કુદરતી આફતોથી ખૂબ પ્રભાવિત છે.
  • લોકો કેટલીક કુદરતી વસ્તુઓ અને શક્તિઓની પૂજા કરે છે જેમ કે અગ્નિ, છોડ, પ્રાણીઓ વગેરે

5.સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ

  • કેટલીક જાતીમાં બાળ-મજૂરી સામાન્ય છે.
  • મોટા ભાગે તેમના માતા-પિતાની ઇચ્છા પ્રમાણે લગ્ન કરાવવામાં આવે છે.
  • ગ્રામીણ સમુદાયો તેમના જીવનમાં કેટલીક સારી ટેવો અપનાવીને પરિવર્તન લાવે છે.
  • ગામ લોકો એક બીજા સાથે ગાઢ સંબંધ રાખે છે અને જરૂરિયાત સમયે એકબીજાને મદદ કરે છે.

6.અન્ય લાક્ષણિકતાઓ

  • સામાન્ય રીતે સંયુક્ત કુટુંબનું વર્ચસ્વ હોય છે.
  • ગામ લોકો ખૂબ રૂઢીચુસ્ત અને પરંપરાગત રીતે બંધાયેલા છે.
  • તેમના વૃદ્ધાવસ્થાના વ્યવસાયોને વળગી રહીને, પરંપરાગત તકનીકો અને જૂની ખેતીની પદ્ધતિઓને પકડી રાખે છે માટે તેઓ ગરીબ બને છે.
  • તેઓ નિરક્ષરતા અને વધુ વસ્તીની સમસ્યાઓથી પણ પીડાય છે.

ગ્રામીણ સમુદાયના વિકાસમાં થતા ફેરફાર

  • ભારતીય ગ્રામીણ સમાજ સખત રીતે જાતી પદ્ધતિ પર આધારિત છે. ત્યાં ખૂબ ઓછી સામાજિક ગતિશીલતા છે, એટલે કે, લોકો તેમની જાતી, ધર્મ, રીત-રિવાજો અને પરંપરાઓ બદલતા નથી,આવા ક્લોઝ્ડ વર્ગની સિસ્ટમમાં લોકોનો પ્રતિકાર મેળવ્યા વિના સુધારણા કરવી મુશ્કેલ છે.

જો કે, નીચેના પરિબળોએ ગામના સમુદાયના વિકાસમાં પરિવર્તન લાવ્યા છે.

1.ભૌગોલિક પરિબળો

  • ભૌગોલિક પરિબળો જેમ કે ભૂકંપ, પૂર, તોફાન, દાવાનળ, દુષ્કાળ વગેરેજેવા પરિબળોને કારણે લોકો પોતાના વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં જવાથી કેટલીકવાર સમાજમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવે છે.

2.જૈવિક પરિબળો

  • વસ્તી વૃદ્ધિ અને પ્રજનન દરને જૈવિક પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. જે જાતીય સંબંધો, લગ્ન-સંબંધો, સામાજિક બદલાવ અને કુટુંબનું કદ વગેરે જેવી બાબતમાં બદલાવ લાવે છે અને સામાજિક વલણ બદલી શકે છે.

3.સાંસ્કૃતિક પરિબળો

  • ટેકનોલોજીના ક્ષેત્રમાં જેટલા પરિવર્તન થાય છે તેટલી ઝડપથી સામાજિક સિસ્ટમમાં બદલાવ જોવા મળતા નથી. આમ ફેશન, ગુના, છૂટાછેડા, વગેરે જેવા કારણો સામાજિક પરિવર્તન લાવે છે.

4.તકનીકી પરિબળો

  • તકનીકી વિકાસ વ્યક્તિગત અને સામાજિક જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે ઔદ્યોગિક ક્રાંતિએ આપણા સમાજમાં માત્ર આર્થિક પરિવર્તન જ નહીં પરંતુ એકંદરે સામાજિક પરિવર્તન લાવ્યું છે.

5.શૈક્ષણીક પરિબળો

  • શિક્ષણ સામાજિક પરિવર્તનનું આ એક અગત્યનું પરિબળ છે.
  • તે જીવનમાં કુશળતા અને સકારાત્મક વલણ પ્રાપ્ત કરવાનું શીખવે છે. તેમાં અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ માટે કોઈ સ્થાન નથી. લોકો તેમના સ્વાસ્થ્ય અને પોષણ વિશે વધુ જાગૃત બને તેમજ વ્યક્તિત્વનો વિકાસ, સામાજિક વ્યવસ્થા અને શિસ્ત જાળવીને સામાજિક વારસાને સાચવવાનું શીખવે છે.

6.કાયદાકીય પરિબળો

  • કાયદાનાં મુખ્ય ઉદ્દેશોએ સમગ્ર સમુદાયનાં કલ્યાણ માટે અગત્યના છે. સમુદાયમાં સમાજિક કાયદાની રચનાએ રાષ્ટ્રના વર્તમાન સામાજિક અને આર્થિક ઉદ્દેશોને પૂર્ણ કરે છે. બાળલગ્ન, સતી-પ્રથાના રીવાજો અને બહુલગ્ન જેવી વિવિધ સામાજિક સમસ્યાઓને નાબૂદ કરવા માટે સમય-સમય પર અલગ-અલગ કાયદા બનાવવામાં આવ્યા છે.

ગ્રામીણ સમુદાયની મુખ્ય સમસ્યાઓ

  • ગરીબી, ભૂખ, નિરક્ષરતા, રોગ, અવ્યવસ્થા, નૈતિક અધોગતિ, અંધશ્રદ્ધા અને બેદરકારીને કારણે ભારતના ગામોની સ્થિતિ ખૂબ અસંતોષકારક છે.

અગત્યની ગ્રામીણ સમસ્યાઓ નીચે મુજબ છે.

1.કૃષિ સમસ્યાઓ

  • ખેતી અને વાવણીની પદ્ધતિઓ જૂની અને અકુશળ છે.
  • ખેતરો નાના-નાના ટુકડાઓમાં વહેંચાયેલા છે આધુનિક સાધનોના અપૂરતા નોલેજ અનેસંસાધનોની અછતને કારણે નાના જમીનના ટુકડાઓ બિનઉપયોગી બને છે.
  • સિંચાઇની થોડી સુવિધાઓ અને 60% વિસ્તાર પરની ખેતી ચોમાસા પર આધારિત છે.
  • સિંચાઈની ખામીયુક્ત પદ્ધતિઓ અને ગટરની પૂરતી સુવિધાઓની ગેરહાજરી જોવા મળે છે.

2.આર્થિક સમસ્યાઓ

  • ખામીયુક્ત કૃષિ માર્કેટિંગ: જે ખેડૂતોના હિતની વિરુદ્ધ છે અને મધ્યમ વર્ગીય લોકોની તરફેણમાં છે. જો કે સરકારની કેટલીક નવી નીતિઓ ને કારણે દેશનો ખેડૂત આખા દેશમાં પોતાનો પાક ઓનલાઈન વેચી શકે તેવી વ્યવસ્થા ઉભી થઇ છે.

ખેડૂતોની દેવાની સમસ્યા :

  • ભારતીય ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં ડૂબી જાય છે. તાજેતરનાં વર્ષોમાં હજારો ખેડૂતોએ દેવાના કારણે આત્મહત્યા કરી છે.
  • મોટા ભાગના વિસ્તારમાં પાકા રોડ ન હોવાથી વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનોમાં અસુવિધાઓ.

ગૃહઉદ્યોગોની સમસ્યાઓ :

  • નવી ટેકનોલોજીના પ્રભાવ અને અપૂરતા માર્કેટિંગને લીધે નાના ગૃહઉદ્યોગો લાચાર સ્થિતિમાં છે.

મજુર વર્ગની સમસ્યા:

  • જેની દેશના આર્થિક અને સામાજિક વિકાસ પર ગંભીર અસર છે.

પશુપાલન :

  • ભારતમાં સૌથી ઓછી ગૌચર જમીનના કારણે પશુપાલનની સમસ્યાઓ જોવા મળે છે.

અન્ય સમસ્યાઓ :

  • જેમાં કુદરતી આફતોની સમસ્યા, વનસંપત્તિ યોગ્ય વપરાશના અભાવનો સમાવેશ થાય છે.

3.સામાજિક સમસ્યાઓ

નિરક્ષરતા :

  • ખાસ કરીને નવી તકનીકી અને કૃષિ તાલીમ અંગે નોલેજનો અભાવ
  • ગરીબી અને બેરોજગારી: જેના કારણે લોકોની મૂળ પાયાની જરૂરિયાતો પણ યોગ્ય રીતે સંતોષાતી નથી. ઘરો નળિયાવાળા અને નાના હોય છે.

આરોગ્યનું નીચુ સ્તર :

  • શિશુ અને માતા મૃત્યુ દર, કુપોષણ, સંક્રામક રોગોની હાજરી, ઉંચો જન્મ દર અને મૃત્યુદર, રોગચાળાના ફાટી નીકળવાની સમસ્યા સાથે નબળી સેનિટેશનની સ્થિતિ, દારૂ અને તમાકુનું વ્યસન વગેરે જેવા કારણો આરોગ્યનાં નીચા સ્તર માટે જવાબદાર છે. ઉપરાંત લગભગ 74% ડોકટરો શહેરી વિસ્તારોમાં છે, અને 70% ગ્રામ્ય વસ્તી માટે ફક્ત 26% ડોકટરો છે.

અન્ય સમસ્યાઓમાં :

  • બાળ લગ્ન, અસ્પૃશ્યતા અને ભેદ-ભાવ, જાતીવાદ અને જૂથ વચ્ચેના સંઘર્ષ વગેરેનો સમાવેશ થાય છે.

શહેરી સમુદાયની વિશેષતાઓ

  • શહેરો અને શહેરોમાં રહેતા લોકો શહેરી સમાજ બનાવે છે. શહેરી સમુદાયો પ્રમાણમાં મોટા, લોકોની ગીચ વસ્તી અને કાયમી વસાહતો ધરાવે છે. આ શહેર આધુનિક યુગમાં આધુનિક માણસની રહેવાની રીતનું પ્રતિનિધિત્વ કરે છે. શહેરી લોકોની વ્યવસાયિક રીત જુદી-જુદી હોય છે. સામાજિક જીવન નૈતિક છે.

શહેરી સમુદાયની લાક્ષણિકતાઓ નીચે મુજબ વર્ણવી શકાય છે.

  • શહેરી સમુદાય વિજાતીય છે. એટલે કે જાતિઓ અને સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે.
  • ગૌણ સંબંધો શહેરી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે, જે અસ્થાયી અને અનૌપચારિક છે.
  • કાયદા, નીતિઓ વગેરે જેવા સામાજિક નિયંત્રણના માધ્યમો લોકોના વર્તનને નિયંત્રિત કરવા માટે આવેલા છે.
  • ગ્રામ્ય લોકોની સરખામણીમાં શહેરી લોકો કૃત્રિમ, સંકુચિત માનસીકતા ધરાવતા અને સ્વાર્થી હોય છે.
  • શહેરી સમાજ પરિવહન, સંદેશાવ્યવહાર અને શિક્ષણને કારણે વધુ પરિવહનશીલ છે.
  • શહેરી વિસ્તારના લોકો વધુ પ્રગતિશીલ છે.
  • શહેરોમાં, પૈસા કમાવવાની વધુ તકો હોય છે.
  • ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય, શિક્ષણ, એડમિનિસ્ટ્રેશન વગેરે જેવા વ્યવસાય જોવા મળે છે.
  • પર્યાવરણ કૃત્રિમ અથવા માનવસર્જિત હોય છે.
  • શહેરી સમુદાય ગીચ વસ્તીવાળા અને વિશાળ છે.
  • પરિવારો સામાન્ય રીતે નાના અથવા વિભક્ત હોય છે
  • ધર્મ સામાન્ય રીતે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારીત હોય છે.
  • શહેરી લોકો રાજકીય બાબતો પર વધુ સભાન હોય છે.
  • શહેરમાં ઝડપી અને મોટા પાયે સામાજિક પરિવર્તન જોવા મળે છે.
  • લોકો વ્યવસાયિક દ્રષ્ટિએ અલગ હોય છે.
  • સામાજિક સ્તરીકરણ, આર્થિક પરિસ્થિતિઓ અને વ્યવસાયો પર આધારિત છે.

શહેરી સમુદાયમાં થતાં ફેરફાર સાથે અનુકુલન

  • ઝડપી શહેરીકરણ સાથે, શહેરી વાતાવરણ બદલાતું જાય છે. વસ્તી વૃદ્ધિ અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી લોકોની ભીડને કારણે આજુબાજુના શહેરી વિસ્તારોનો ઝડપથી વધારો થઈ રહ્યો છે.
  • ઘણી નવી શહેરી વસાહતોનાં કારણે તમામ દિશામાં શહેરનો વિકાસ થાય છે.
  • શહેરોમાં કોલોની વિસ્તારમાં વિશાળ રસ્તા, ઉદ્યાનો, ગટરના નિકાલની સુવિધા, પીવાનું શુધ્ધ પાણી અને લાઇટિંગ છે. માટે શહેરમાં લોકો આ વસાહતોમાં જવાનું પસંદ કરે છે.
  • જો કે, અસ્વીકૃત વસાહતોમાં પણ વિકાસ થાય છે. મોટે ભાગે સ્થળાંતરીત લોકો દ્વારા જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ ન હોય ત્યાં બિનઆયોજિત વૃદ્ધિ થાય.
  • ઝૂંપડપટ્ટીઓ પણ શહેરની પરિધ સાથે વિકસે છે જ્યાં મજૂરો અને ગરીબ લોકો વસે છે. આ વિસ્તારોમાં મૂળભૂત નાગરિક સુવિધાઓ લગભગ નહીવત હોય છે અને લોકો દયનીય સ્થિતિમાં જીવે છે.
  • શહેરમાં ટ્રાફિકની ભીડ રહે છે અને અવાર-નવાર ટ્રાફિક જામ રહે છે. ત્યાં ખૂબજ ધૂળ, ધૂમ્રપાન અને વાહનોના ધુમાડાના કારણે ખૂબ પ્રદૂષણ થાય છે.
  • નબળા ટ્રાફિક નિયંત્રણને લીધે, અવારનવાર અકસ્માતો થાય છે કારણ કે વાહન ચલાવવાની સ્પીડની કોઈ મર્યાદા નથી અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી.
  • ઓફિસ અને શાળાના સમય દરમિયાન, લોકો ઉતાવળમાં હોય છે અને ટ્રાફિકની ભીડ વધે છે.
  • સરકારી કચેરીઓ અને શહેર નિગમોમાં ભ્રષ્ટાચાર પ્રબળ હોઈ શકે છે અને લોકોને આવી પરિસ્થિતિ સાથે એડજસ્ટમેન્ટ કરવુ પડશે.
  • કચરાના નિકાલની સમસ્યા છે અને કચરાના ઢગલા જ્યાં-ત્યાં જોઇ શકાય છે. જો કે સ્વચ્છ ભારત અભિયાન તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ વગેરે સરકારી યોજનાઓને કારણે લોકોમાં જાગૃતિ વધી છે.
  • અહીં માખી અને મચ્છર સંવર્ધન સ્થાનો છે, જેનાથી ઘણા રોગો અને રોગચાળાનો ફેલાવો થાય છે.
  • વધુ દર્દીઓના ધસારાના કારણે સિવિલ હોસ્પિટલોની હાલત દયનીય છે અને લોકોને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા દબાણ કરવું પડે છે.

શહેરી સમુદાયની મુખ્ય સમસ્યાઓ

  • કેટલીક સામાજિક સમસ્યાઓ માટે ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગીકરણની પ્રક્રિયાઓ જવાબદાર છે.

અર્બન સમુદાયની મુખ્ય સમસ્યાઓ નીચે પ્રમાણે છે.

1.વસ્તી ગીચતા

  • જગ્યાની અછત અને જીવન નિર્વાહની ઉંચી કિંમતને કારણે અમુક વિસ્તારોમાં ઓછી જગ્યામાં વધુ વસ્તી રહેતી હોવાથી ભીડ જોવા મળે છે.

2.રોડ અકસ્માત

  • વાહનોની સંખ્યામાં વધારો, ગતિમાં વધારો અને અપૂરતા ટ્રાફિક નિયંત્રણનાં અભાવના લીધે રોડ અકસ્માત જોવા મળે છે.

૩.ઝૂંપડપટ્ટીની વૃદ્ધિ

  • ગામડામાંથી લોકોનું શહેરોમાં સ્થળાંતર અને નબળી આર્થિક સ્થિતિને કારણે ઝૂંપડપટ્ટીની વૃદ્ધિ વધે છે તેમજ સ્વચ્છતા, સુવિધાઓ અને ગટરના યોગ્ય નિકાલના અભાવને કારણે વસ્તી ગીચ વિસ્તાર ઝૂંપડપટ્ટીમાં પરિણમે છે.

4.ગરીબી

  • બેરોજગારી અને બેકારીને લીધે તેમજ સમાજના જુદા જુદા વર્ગમાં રહેતી આર્થિક અસમાનતાને લીધે ગરીબી જોવા મળે છે.

5.અસામાજિક પ્રવૃત્તિઓ

  • ગરીબી, બેકારી અને બેરોજગારીને કારણે તેમજ વધારે પૈસા અને પાવરની લાલચને કારણે વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળે છે.

6.રાજકીય અશાંતિ

  • રાજકારણીઓના સ્વાર્થ, કટિબદ્ધતા અને ભ્રષ્ટાચાર જેવી પ્રવૃત્તિઓના કારણે રાજકીય અશાંતિ જોવા મળે છે.

7.પ્રદૂષણ

  • ફેક્ટરીઓનાં ધુમાડા, વાહનોના ધુમાડા, ધૂમ્રપાન, અતિશય ગંદકી, ધૂળ અને અન્ય કારણોને લીધે પ્રદૂષણ થાય છે. જેના લીધે શ્વસન સંબંધી બિમારીઓ, ટીબી અને પાણીજન્ય રોગોમાં વધારો થાય છે.

8.માનસિક રોગો

  • વ્યસ્ત જીવન, ચિંતા અને તાણના કારણે ઉપરાંત અતિશય ઘોંઘાટભર્યું વાતાવરણ, ઓટો મોબાઇલ્સની લાઇટસને લીધે મનસિક રોગો વધારે જોવા મળે છે.

9.સ્વચ્છતાનો અભાવ

  • કચરો હટાવવા માટેની અપૂરતી સુવિધાઓ, સફાઇ કામદારોની અછત, ઝૂંપડપટ્ટીનો ફેલાવો વગેરેને કારણે સ્વચ્છતાનો અભાવ.

10.અપૂરતા પાણી પુરવઠા અને ડ્રેનેજ સિસ્ટમ

  • જેના કારણે મચ્છર અને ઘરની માખીનો ઉપદ્રવ વધે છે, જે રોગો ફેલાવે છે.

11.ભ્રષ્ટાચાર

  • સરકારી કચેરીઓ અને શહેર નિગમોમાં ક્યારેક ભ્રષ્ટાચારનો માહોલ જોવા મળે છે.

12.બેકારી

  • યુવાનોમાં બેકારી એક મોટી સામાજિક સમસ્યા છે, ખાસ કરીને શિક્ષિત બેકારી.

13.અપરાધ

  • સામાજિક ક્ષતિ ગરીબીને કારણે અપરાધ (સામાન્ય વર્તનથી વિચલન), યુવાનોમાં ઘરની પરેશાનીઓ સામાન્ય છે. તેઓ ચોરી, જાતીય ગુના, હત્યા, ઘરફોડ,વગેરે જેવા ગુના કરે છે.

14.વેશ્યાવૃત્તિ

  • ગરીબી,વાતાવરણમાં પરિવર્તન, કૌટુંબિક સંબંધોમાં ભંગાણ, માતા-પિતાના ઝઘડાઓ, સ્નેહની ઇચ્છા, ગેરકાયદેસર પ્રેમ, સરળ રીતે પૈસા મેળવવા અને નૈતિક ધોરણોના અભાવ, વગેરેને કારણે વેશ્યાવૃત્તિ.

15.દહેજ પ્રથા

  • આ એક સામાજિક સમસ્યા છે. જેના કારણે ઘણી સ્ત્રીઓ આત્મહત્યાનો ભોગ બને છે.

16.માદક દ્રવ્યોનું બંધાણ

  • નવું કરવાની જીજ્ઞાસા, અજ્ઞાનતા, કાચી ઉંમરે ખરાબ મિત્રોની સંગત, ઘરનું વાતાવરણ, હતાશા, ડિસ્કો ક્લબની અસર, વગેરેને લીધે આ દ્રવ્યોનો ઉપયોગ કરી છે.

17.દારૂનો દુરુપયોગ

  • પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જાના પ્રતીક તરીકે, ઝડપી સામાજિક-આર્થિક ફેરફારોને કારણે દારૂનો દુરુપયોગ વધતો જાય છે.

18.અન્ય સમસ્યાઓ

  • જેમાં જુગાર, ધૂમ્રપાન, ભીખ માંગવી, સિંગલ મધર, ચાઈલ્ડ અબ્યુઝ વગેરે સામેલ છે.

ગ્રામ્ય સમુદાય અને શહેરી સમુદાય વચ્ચેનો તફાવત

ગ્રામ્ય સમુદાય અને શહેરી સમુદાય વચ્ચેનો તફાવત

મુદ્દો ગ્રામ્ય સમુદાય (Rural Community)શહેરી સમુદાય (Urban Community)
વ્યાખ્યાગામ વિસ્તારમાં રહેતા લોકોનો સમુદાયશહેર વિસ્તારમાં રહેતા લોકોનો સમુદાય
વસવાટ વિસ્તારગામ, ખેતી આધારિત વિસ્તારશહેર, ઉદ્યોગ અને સેવા આધારિત વિસ્તાર
વસ્તી ઘનત્વઓછુંવધારે
વસ્તીનું કદનાનુંમોટું
મુખ્ય વ્યવસાયખેતી, પશુપાલન, માછીમારીઉદ્યોગ, વેપાર, નોકરી, સેવા
જીવનશૈલીસરળ અને પરંપરાગતઆધુનિક અને ઝડપી
સામાજિક સંબંધનજીકના, વ્યક્તિગતઔપચારિક, નિષ્પક્ષ
કુટુંબ પદ્ધતિસંયુક્ત કુટુંબ વધુન્યુક્લિયર કુટુંબ વધુ
સામાજિક એકતાવધારે મજબૂતતુલનાત્મક રીતે નબળી
શિક્ષણ સ્તરઓછુંવધારે
આરોગ્ય સુવિધાઓમર્યાદિત (PHC, Sub-centre)વધુ અને વિશેષ (Hospitals, Specialty care)
સ્વચ્છતા વ્યવસ્થાનબળી / અપૂર્ણસારી પરંતુ ભીડથી અસરગ્રસ્ત
પીવાનું પાણીકૂવો, હેન્ડપંપ, તળાવનળનું પાણી, પાણી પુરવઠા યોજના
રહેઠાણખુલ્લા, કાચા અથવા અર્ધપક્કા મકાનપક્કા મકાન, ફ્લેટ, ઝૂંપડપટ્ટી
પરિવહન સુવિધામર્યાદિતવિકસિત
આરોગ્ય સમસ્યાઓસંક્રમણ રોગો, કુપોષણNon-communicable diseases, stress
પર્યાવરણ પ્રદૂષણઓછુંવધારે
આરોગ્ય જાગૃતિઓછીવધારે
પરંપરા અને માન્યતાખૂબ મજબૂતતુલનાત્મક રીતે ઓછી
સામાજિક નિયંત્રણપરંપરા, સમાજ દબાણકાયદા અને નિયમો
રોજગાર અવસરઓછાવધારે
Community participationવધારેઓછી

વિલેજ (ગામ)

  • ભારતીય ગામને કે જેમાં આશરે 5000 લોકોના જૂથ સાથે રહેતા હોય તે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે અથવા, કૃષિ અને તેના સાથે સંબંધિત વ્યવસાયો પર આધાર રાખીને, કાયમી ધોરણે ભૌગોલિક વિસ્તારમાં રહેતા અને સામાન્ય સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા લોકોના સમૂહને વિલેજ કહે છે.

ગામડાની રચના

ભારતીય ગામની રચનાની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

  • ગામની બિનઆયોજિત વૃદ્ધિ જોવા મળે છે જેમાં, મોટાભાગના ઘરો કાચા મકાનો છે. સામાન્ય રીતે પાક્કા ઘરો છતવાળા હોય છે. થોડા મકાનોના ઓરડાઓ ઇંટો અથવા પત્થરોથી બનેલા છે જેનું તળિયું ગાયના છાણથી લીપીને બનાવવામાં આવે છે.
  • ઘરોમાં અપૂરતી લાઇટિંગ અને વેન્ટિલેશન વિનાના હોય છે.
  • અહીં ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ છે અને ત્યાં સેનિટરી લેટ્રિન જોવા મળતા નથી.
  • ગામમાં ઢોર માટે સામાન્ય અલગ તળાવ હોય છે.
  • પશુઓ સામાન્ય રીતે ઘર પાસે બનાવેલ ગમાણમાં રહે છે જે પ્રદૂષણનું સાધન છે.
  • મોટા ગામડાઓમાં, પંચાયત, સહકારી સોસાયટી, બેંક વગેરે હોય છે.
  • ગામડાઓ સામાન્ય રીતે કાચા માર્ગ દ્વારા મુખ્ય માર્ગ સાથે જોડાયેલા હોય છે જ્યાં, વરસાદની ઋતુમાં ખૂબ જ કાદવ-કીચડ થાય છે.
  • દૂરના વિસ્તારોના કેટલાક ગામોમાં પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ હોતી નથી.

ગામ કક્ષાએ વહીવટી રચના

  • સંયુક્ત ગામની વહીવટી રચનાને પંચાયતી રાજ સિસ્ટમ કહેવામાં આવે છે.

પંચાયતી રાજ સિસ્ટમ

  • ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. જે પંચાયતી રાજ પ્રણાલીનો સંદર્ભ આપે છે.
  • આ સિસ્ટમ ગામડાઓને જિલ્લા સાથે જોડવા, લોકોની ભાગીદારી મેળવવા અને પાયાના સ્તરે વહીવટને મજબુત બનાવવા માટે તેને અમલમાં લાવવામાં આવી છે.

પંચાયતી રાજ સિસ્ટમ

  • વિલેજ
  • બ્લોક
  • ડિસ્ટ્રીક્ટ

ભારતમાં પંચાયતી રાજ સિસ્ટમ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની ત્રણ સ્તરીય રચના (3- ટાયર સ્ટ્રક્ચર) ધરાવે છે.

1.જિલ્લા કક્ષાએ

જિલ્લા પરિષદ

  • જીલ્લા કક્ષાની પંચાયતી રાજ સંસ્થાને જીલ્લા પરિષદ તરીકે ઓળખવામાં આવે છે.
  • જીલ્લા પરિષદમાં જીલ્લાના તમામ ગ્રામ્ય સમિતિના વડાઓમાં નીચેના સભ્યોનો સમાવેશ કરેલ છે.
  • જીલ્લાના ધારાસભ્યો અને સાંસદો
  • મહિલાઓના પ્રતિનિધિઓ
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન-જાતિની મહિલાઓ
  • 2 વ્યક્તિઓ કે જેને વહીવટ, જાહેરજીવન, અથવા ગ્રામીણ વિકાસનો અનુભવ હોય.
  • જીલ્લાનો કલેક્ટર બિન મતદાન સભ્ય છે.
  • જીલ્લા પરિષદ સામાન્ય રીતે જીલ્લાના બ્લોકમાં ગ્રામ સમિતિઓ દ્વારા વિકાસ કાર્યક્રમોની દેખ-રેખ અને સંકલન કરે છે.
  • કેટલાક રાજ્યોમાં, જીલ્લા પરિષદો વહીવટી કાર્યો સાથે સંકળાયેલી હોય છે દા.ત. ગુજરાતમાંજીલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા કુટુંબ યોજના અને અધિકારીઓ જિલ્લા પરિષદના નિયંત્રણ હેઠળ છે.

2.બ્લોક સ્તરે

  • બ્લોક સ્તરે પંચાયતી રાજ એજન્સી, એ પંચાયત સમિતિ / જનપદ પંચાયત છે.
  • આ બ્લોકમાં લગભગ 100 ગામો અને આશરે 80,000 થી 1,20,000 ની વસ્તી છે.
  • પંચાયત સમિતિમાં બ્લોકની ગ્રામ પંચાયતોના તમામ સરપંચો, આ વિસ્તારમાં રહેતા ધારાસભ્યો અને સાંસદો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન-જાતિઓ અને સહકારી મંડળના પ્રતિનિધિ સામેલ છે.
  • બ્લોક વિકાસ અધિકારી (BDO) એ પંચાયત સમિતિના પૂર્વ સચિવ છે.
  • કોમ્યુનીટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત બ્લોક વિકાસ પ્રવૃત્તિઓ માટે પંચાયત સમિતિ જવાબદાર છે.
  • બ્લોક વિકાસ અધિકારી અને તેના તકનીકી કર્મચારી ગ્રામ પંચાયતોને તેમના ગામોમાં વિકાસલક્ષી પ્રવૃતિ કરવા સહાય અને માર્ગદર્શન આપે છે.
  • પંચાયત સમિતિના વડાઓ તબીબી અધિકારી, પી.એચ.સી અને સી.એચ.સી. સાથે સંપર્ક જાળવે છે, જ્યારે જરૂરી હોય ત્યારે સહાય પૂરી પાડે છે.

3.ગામ કક્ષાએ

ગ્રામ્ય કક્ષાના પંચાયત રાજમાં

  1. ગ્રામ સભા
  2. ગ્રામ પંચાયત
  3. ન્યાય પંચાયત

1.ગ્રામ સભા

  • તે ગામના બધા પુખ્તવયના સભ્યોની વિધાનસભા છે જે વર્ષમાં ઓછામાં ઓછા બે વાર મળે છે.
  • બધા પુખ્ત વયના સભ્યો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને આરોગ્ય સંબંધિત બાબતો સહિતના વિવિધ વિકાસનાં પાસાઓને લગતી દરખાસ્તો વગેરે પર વિચાર કરશે.
  • ગ્રામ પંચાયતના સભ્યોની પસંદગી ગ્રામ સભા કરે છે.

2.ગ્રામ પંચાયત

  • તેમાં 15-30 ચૂંટાયેલા સભ્યો હોય છે.
  • તે 5,000 થી 20,000 ની વસ્તીને આવરે છે.
  • ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય છે. અને પંચાયત ના સભ્યો હોય છે જે ગામનું કારભાળ સંભાળે છે.
  • ગ્રામ પંચાયતએ ગ્રામ સભાનું કારોબારી અંગ છે અને ગામડાઓના એકંદર આયોજન અને વિકાસ માટે જવાબદાર છે.
  • પંચાયત સચિવને સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી, વિલેજનો સામાજિક-આર્થિક વિકાસ વગેરે જેવા વિશાળ ક્ષેત્રમાં કાર્ય કરવાની સત્તા આપવામાં આવી છે.
  • તે ગામોમાં આરોગ્યની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં સામેલ છે.

3.ન્યાય પંચાયત

  • તેમાં પંચાયતના 5 સભ્યોનો સમાવેશ થાય છે. તે પરસ્પર સંમતિ દ્વારા અમુક બાબતો પર બે પક્ષો અથવા જૂથો અથવા વ્યક્તિઓ વચ્ચેના વિવાદને હલ કરવાનો પ્રયાસ કરે છે.
  • આ પંચાયત ન્યાયિક પ્રણાલીમાં જવાથી થતી મુશ્કેલીથી બચાવે છે‌. કારણ કે સમસ્યાનું સમાધાન પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવે છે.

ગ્રામ પંચાયતની કાર્યો

  • પંચાયત સચિવ પંચાયતને તેની વિવિધ પ્રવૃત્તિઓમાં મદદ કરે છે. જે નીચે મુજબ છે.
  • ગામોની શેરીઓનું બાંધકામ અને તેમના સમારકામ, સફાઇ અને લાઇટિંગની વ્યવસ્થા.
  • ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે ગટર અને નાળાઓની વ્યવસ્થા કરવી.
  • પીવાના પાણી, ગામના કુવાઓ અને ટાંકાની વ્યવસ્થા કરવી
  • રોગોની સારવાર અને માતા અને બાળકના આરોગ્ય સંભાળની વ્યવસ્થા.
  • સંક્રમિત રોગોને રોકવા અને નિયંત્રિત કરવાના ઉપાયો અને ડીસીઝ સામે રસીકરણ.
  • પ્રાથમિક શાળાઓ ખોલવી અને શિક્ષણની સુવિધા આપવી.
  • જન્મ અને મૃત્યુના રેકોર્ડ માટે નોંધણી રાખવી.
  • રમતોને પ્રોત્સાહન મળે તે માટે રમત-ગમત સ્પર્ધાઓની ગોઠવણી
  • મેળો અને તહેવારોની ઉજવણી માટેની વ્યવસ્થા કરવી
  • ગામની સ્વચ્છતા જાળવવા, ચરાવવાનાં ગોચર અને કબ્રસ્તાનની જગ્યા બનાવવી.
  • પાકની ખેતી માટે ખાતરો અને જંતુનાશક દવાઓની વ્યવસ્થા કરવી,

73મો અને 74મો બંધારણ સુધારો

73મો બંધારણના સુધારા

  • 73મો બંધારણના સુધારાનો અમલ 24 મી એપ્રિલ, 1993 ના રોજ કરવામાં આવ્યો હતો.

જેની મુખ્ય લાક્ષણિકતાઓમાં

  • ત્રણ સ્તરીય પંચાયતી રાજ
  • પંચાયતી રાજના વિવિધ સ્તરે બંધારણ: ગ્રામ્ય કક્ષા, બ્લોક કક્ષા અને જિલ્લા કક્ષાએ
  • ગ્રામ સભાની સ્થાપના
  • ચૂંટણીમાં અનામત (એસ.સી.એસ.ટી. અને મહિલાઓ માટેની બેઠકોનું અનામત)
  • પંચાયત માટે પાંચ વર્ષની મુદત
  • નાણાકીય પંચ
  • ચૂંટણી પંચ
  • પંચાયતની કામગીરી

74મો બંધારણીય સુધારો

  • 74મો બંધારણીય સુધારો1992 માં સંસદમાં પસાર કરવામાં આવ્યો અને તેનો અમલ 1 જૂન, 1993 ના રોજ કરવામાં આવ્યો.

તેની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

  • શહેરી વસ્તીના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનો, મ્યુનિસિપલ સમિતિઓ અથવા મ્યુનિસિપલ પંચાયતોની રચના.
  • કાઉન્સેલરોની ચૂંટણી
  • એસ.સી., એસ.ટી. અને મહિલાઓ માટે બેઠકોનું અનામત
  • અર્બન કાઉન્સિલ માટે પાંચ વર્ષની મુદત હોવી જોઈએ
  • કાર્યકારી ક્ષેત્ર અને કાઉન્સેલરોની સત્તાઓ
  • કાઉન્સિલરોની ચૂંટણી માટે કમિશનની સ્થાપના
  • 18 વિષયો પર કાઉન્સિલરને વહીવટી સત્તા
  • મ્યુનિસિપલ કમિટીની નાણાકીય પરિસ્થિતિઓ માટે નાણાકીય આયોગ

આરોગ્યમાં પંચાયતની ભૂમિકા

  • આરોગ્ય અધિકારીઓ સાથે સંપર્ક રાખીને ગામ લોકોની પ્રાથમિક આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવી.
  • બધા આરોગ્ય કાર્યક્રમોમાં આરોગ્ય કર્મચારીઓને મદદ કરવી.
  • આરોગ્ય કાર્યકરો ગામમાં માતા અને બાળકને યોગ્ય આરોગ્ય સંભાળ સેવાઓ આપી રહ્યા છે તેની ખાતરી કરવી.
  • ગામમાં થતા કોઈપણ રોગો વિશે આરોગ્ય અધિકારીઓને માહિતી આપવી.
  • પોષણ, કુટુંબનું કદ અને બાળકોના અંતર વિશે જાગૃતિ લાવવામાં આરોગ્ય અધિકારીઓને મદદ કરવી.
  • ગામમાં મેળાઓની ઉજવણી દરમ્યાન અને તહેવારો દરમ્યાન આરોગ્ય કેમ્પની ગોઠવણી કરવી.
  • શાળાના બાળકોને આરોગ્ય સેવાઓ નિયમિત મળી રહે તે સુનિશ્ચિત કરવું.
  • બાળકો અને સગર્ભા માતાને 100% રસીકરણની ખાતરી કરવી.
  • દાયણ પાસે ડીલીવરી કરાવવાને બદલે હેલ્થ સેન્ટરમાં હેલ્થ વર્કર પાસે ડીલીવરી કરવા માટે લોકોને સમજાવવા.
  • આશા, આંગણવાડી કાર્યકરો, દાયણ અને અન્ય આરોગ્ય કાર્યકરો તેમની ફરજો બરાબર નિભાવી રહ્યા છે કે નહીં તેની ખાતરી કરવી.

શહેરી સમુદાયના સ્લમનું સ્ટ્રક્ચર

શહેરી સમુદાયમાં ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં નીચેની સુવિધાઓ/લાક્ષણીકતાઓ હોય છે.

  • સામાન્ય રીતે ગેરકાયદેસર રીતે કબજો કરેલા વિસ્તારમાં બિનઆયોજિત બાંધકામ અને વિસ્તારનો વિકાસ જોવા મળે છે.
  • શેરીઓના રસ્તાઓ સાંકડા હોય છે, સામાન્ય રીતે કાચા રસ્તાઓ હોય છે.
  • ખૂબ વસ્તી ગીચતાવાળા નાના અને બિનઆયોજિત મકાનો જોવા મળે છે.
  • નકામા પાણીની ડ્રેનેજ સિસ્ટમ અને ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હોતી નથી.
  • સ્વચ્છતાની સુવિધા હોતી નથી માટે ભરપૂર માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે.
  • સેનિટરી લેટ્રીનની સુવિધાઓ હોતી નથી, પાણીનો નબળો સપ્લાય હોય છે.
  • આ ક્ષેત્ર ખૂબ પ્રદૂષિત છે માટે રોગચાળોના દિવસોમાં રોગોનો વારંવાર ફેલાવો થાય છે.
  • મોટાભાગના બાળકો શાળાએ જતાં નથી, બાળ મજૂરી કરે છે અને કુપોષિત રહે છે.
  • લોકો ગરીબ અને અભણ છે. પુરુષો ડ્રગ્સ, ધૂમ્રપાન અને દારૂના વ્યસની છે. કેટલાક જૂની બિમારીઓથી પીડાય છે.
  • મોટા ભાગના વિસ્તારોમાં આરોગ્ય સંભાળની સુવિધાઓ હોતી નથી.

સોશિયલ ગ્રુપ્સ

વ્યાખ્યા

  • સોશિયલ ગ્રુપ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ સમાન ધ્યેય કે જરૂરિયાત સંતોષવા માટે પરસ્પર સહકાર કરે અને એક જૂથમાં જોડાયેલા હોય ત્યારે તેને ગ્રુપ કહે છે.

અથવા

  • જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ એક સાથે ભેગા થાય અને એક-બીજાને પ્રભાવિત કરે છે ત્યારે તેઓ સામાજિક જૂથની રચના કરે છે.

સામાજિક જૂથોની લાક્ષણિકતાઓ

1.ઓળખ

  • દરેક જૂથ એ અન્ય જૂથથી અલગ છે. એટલે કે, બધા જૂથોની કેટલીક વિશિષ્ટતાઓ હોય છે. જે તેને બીજા જુથથી અલગ ઓળખ આપે છે. દા.ત કુટુંબ, ક્લબ અથવા ટ્રેડ યુનિયન વગેરે અલગ-અલગ પ્રકારના જૂથ છે.

2.સામાજિક માળખુ

  • જૂથની ચોક્કસ સામાજિક રચના અને સંબંધોની પેટર્ન હોય છે. જૂથની વચ્ચેના આંતર સંબંધો સારી રીતે નિશ્ચિત થયેલ હોય છે. દા.ત. પરિવારમાં પતિ-પત્ની, માતા-પિતા અને બાળક, ભાઈ-ભાઈ અથવા બહેન-બહેનનાં સંબંધો છે.

3.વ્યક્તિગત ભૂમિકાઓ

  • જૂથના દરેક સભ્યને કોઈ ચોક્કસ ભૂમિકા નિભાવવા માટે કાર્ય સોંપવામાં આવે છે, સભ્યોની ભૂમિકા અને સ્થિતિ વચ્ચે ગાઢ સંબંધો હોય છે. દા.ત.કુટુંબના જુદા જુદા સભ્યો.

4.પારસ્પરિકતા

  • જૂથના સભ્યો વચ્ચે પારસ્પરિક લેવા-દેવાના સંબંધો હોય છે અથવા એક આપે છે અને બીજું લે છે.

5.વર્તનના ધોરણો

  • દરેક જૂથને તેના ચોક્કસ નીતિ-નિયમો હોય છે, જૂથના દરેક વ્યક્તિગત સભ્ય માટેના કેટલાક ધારા-ધોરણો અથવા વર્તનનાં દાખલાઓ હોય છે.જૂથના સભ્યો જાણે છે કે તેમના પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે તેમજ સમગ્ર જૂથના સારા માટે શું યોગ્ય છે.
  • સમાન રુચિઓ અને મૂલ્યો
  • સભ્યો વચ્ચે પરસ્પરની ક્રિયા-પ્રતિક્રિયાને લીધે, તેઓ કેટલાક સામાન્ય મૂલ્યોને સમર્થન આપે છે. ઘણા જૂથો સામાન્ય હિતોને કારણે રચાય છે.

ક્લાસિફીકેશન ઓફ સોશિયલ ગ્રુપ (સામાજિક જૂથોનું વર્ગીકરણ)

  • જૂથોનાં કદ, ક્રિયા-પ્રતિક્રિયાની પ્રકૃતિ, જૂથના હિત, વય, લિંગ, વર્ગ, રાષ્ટ્રીયતા, જાતિ અને ધર્મના આધારે જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

1.સ્મોલ ગ્રુપ

  • જેનું કદ નાનું હોય છે એટલે કે ગ્રુપમાં મેમ્બરની સંખ્યા ઓછી હોય છે. તેને સ્મોલ ગ્રુપ કહેવામાં આવે છે દા.ત. ફેમિલી.

2.લાર્જ ગુપ

  • જેનું કદ મોટું હોય છે એટલે કે ગ્રુપમાં મેમ્બરની સંખ્યા વધુ હોય છે તેને લાર્જ ગુપ કહેવામાં આવે છે. દા.ત. રાષ્ટ્ર.

3.ફોર્મલ ગ્રુપ

  • સત્તાવાર અધિકાર મુજબ જ્યારે હેતુપૂર્વક કોઈ ઉદેશ્ય કે કાર્યને પરિપૂર્ણ કરવા માટે બનાવવામાં આવતા ગ્રુપને ફોર્મલ ગ્રુપ કહેવામાં આવે છે. ગ્રુપના સભ્યો વચ્ચે ગાઢ સંબંધો હોતા નથી. દા.ત. રાજકારણીય ગ્રુપ.

4.ઇન-ફોર્મલ ગ્રુપ

  • જ્યારે કર્મચારી દ્વારા તેમની પસંદગી, રૂચિ અને વલણ મુજબ બનાવવામાં આવતા ગ્રુપને ઇન્ફોર્મલ ગ્રુપ કહે છે.ગ્રુપના સભ્યો વચ્ચે આપણા પણાની ભાવના હોય છે દા.ત. પાડોશીઓનું ગ્રુપ.

5.ઇન-ગ્રુપ

  • આ એક સામાજિક કેટેગરીનું ગ્રુપ છે જેમાં વ્યક્તિઓને લાગે છે કે તેઓ પોતાના છે અને માહિતીની આપ-લે કરે છે.
  • જેમ કે, સમાન જાતિ, સમાન ભાષા, સમાન ભૂતકાળ, સમાન રુચિઓ અને આકાંક્ષાઓ ધરાવતા વ્યક્તિઓને કુદરતી રીતે એક સાથે દોરવામાં આવે છે. અનેતેમના પોતાના જૂથો બનાવે છે. દા.ત. જાતિ, વ્યવસાયિક જૂથો.

6.આઉટ-ગ્રુપ

  • એ એક જૂથ અથવા કેટેગરી છે. જેમાં લોકોને લાગે છે કે તેઓ એક-બીજા સાથે સંબંધિત નથી. તેમને અણગમો અને ઉપહાસ લાગે છે અને કેટલીક વાર આપણે તેમની સામે પ્રતિકુળતા અનુભવીએ છીએ અથવા તેમની સાથે સંપૂર્ણ સંઘર્ષમાં આવીએ છીએ.
  • જેમાં ઉદાસીનતા, અવગણના, અણગમો, સ્પર્ધા, દુશ્મનાવટ, શંકા અને ગૌરવની ભાવના એક-બીજા પ્રત્યે જોવા મળે છે.

7.પ્રાઇમરી ગ્રુપ (પ્રાથમિક ગ્રુપ)

  • આ જૂથો એક-બીજા સાથે ઘનિષ્ઠ સંબંધોથી જોડાયેલ હોય અને પરસ્પર આત્મીયતા અને સહયોગ દ્વારા વર્ગીકૃત થયેલ હોય છે. તેઓ અનેક અર્થમાં પ્રાથમિક છે પરંતુ, મુખ્યત્વે તે સામાજિક પ્રકૃતિ અને વ્યક્તિને આદર્શ બનાવવામાં મૂળભૂત છે. આવા જૂથોમાં સામાજિક સંપર્કો ધનિષ્ઠ, વ્યક્તિગત અને સંપૂર્ણ હોય છે. સભ્યો એકબીજામાં રુચિ ધરાવે છે.દા.ત. પરિવારો, મિત્રતા વર્તુળો, રમત જૂથો, નાનું ગામ, વગેરે.

પ્રાઇમરી ગ્રુપની લાક્ષણિકતાઓ

  • લાંબા સમયના સંબંધો જોવા મળે છે.
  • તેનું કદ નાનું અને સંખ્યા ઓછી હોય છે.
  • સંબંધો ગાઢ હોય છે.
  • ફેસ ટુ ફેસ સંબંધ ધરાવે છે.
  • આપણા પણાની ભાવના હોય છે.

પ્રાઇમરી ગ્રુપના કાર્યો

  • દરેક સભ્ય પ્રાઇમરી ગ્રુપમાં જન્મે છે અને મોટો થાય છે.
  • પ્રાઇમરી ગ્રુપની વ્યક્તિ સામાજિક બને છે.
  • પ્રાઇમરી ગ્રુપની મદદથી સમાજના નીતિ-નિયમોનું પાલન થાય છે.
  • સમાજ પ્રાઇમરી ગ્રુપના સભ્યો પર આધારિત હોય છે.
  • દરેક મહત્વના કાર્યો જેવા કે પ્રજનન, લાગણી, સંતોષ, સલામતી અને સામાજિક નિયમન વગેરે કાર્યો પ્રાઇમરી ગ્રુપ પૂર્ણ કરે છે.
  • પ્રાઇમરી ગ્રુપ ઘણું જ મહત્વનું છે કારણ કે પ્રથમ અનુભવ પ્રાઇમરી ગ્રુપમાંથી જ મળે છે.
  • પ્રાઇમરી ગ્રુપ જીવનના ઉચા આદર્શો જેવા કે સ્વતંત્રતા, સમાનતા, પ્રેમ, બલિદાન વગેરે શીખવે

8.સેકન્ડરી ગ્રુપ (ગૌણ ગ્રુપ)

  • આ જૂથો કેટલીક સામાન્ય રૂચિવાળી વ્યક્તિઓનો સંગ્રહ છે. ગૌણ જૂથના સભ્યો વચ્ચેના સંબંધો પ્રાથમિક જૂથના સભ્યો વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા કરતાં વધુ ઔપચારિક, નૈતિક અને અવિવેકી હોય છે, દા.ત., વેપાર સંગઠનો, મજૂર સંગઠનો, કોર્પોરેશન, રાજકીય પક્ષો, વગેરે.

સેકન્ડરી ગ્રુપની લાક્ષણિકતાઓ

  • ટૂંકા સમયના સંબંધો જોવા મળે છે.
  • વધુ સંખ્યા અને કદ મોટું હોય છે.
  • લોકો વચ્ચે કામ પૂરતા સંબંધો હોય છે.
  • આપણા પણાની ભાવના ઓછી હોય છે.
  • સંબંધ કાયમી હોતા નથી.

સેકન્ડરી ગ્રુપના કાર્યો

  • લોકોનું કોઇ એક કામ કે હેતુ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.
  • કાયદાકીય રીતે કાર્ય કરે છે.
  • સંબંધો અને ધંધાનો વિકાસ થાય છે.
  • એકબીજાને મદદ કરવાની ભાવના વધે છે.
  • દૂરવર્તી અને જરૂરિયાતના સંબંધ વડે ઘણી વખત અન્ય કામો થઇ શકે છે.

પ્રાઇમરી ગ્રુપ અને સેકન્ડરી ગ્રુપ વચ્ચેનો તફાવત

પ્રાઇમરી ગ્રુપ અને સેકન્ડરી ગ્રુપ વચ્ચેનો તફાવત

મુદ્દો પ્રાઇમરી ગ્રુપ સેકન્ડરી ગ્રુપ
વ્યાખ્યાનજીકના, વ્યક્તિગત અને ભાવનાત્મક સંબંધો ધરાવતું ગ્રુપઔપચારિક, હેતુલક્ષી અને નિષ્પક્ષ સંબંધો ધરાવતું ગ્રુપ
સંબંધનો પ્રકારવ્યક્તિગત (Personal)નિષ્પક્ષ / ઔપચારિક (Impersonal)
સભ્યો વચ્ચેનો સંપર્કસીધો, વારંવાર અને નજીકનોપરોક્ષ, મર્યાદિત અને અંતર ધરાવતો
ભાવનાત્મક જોડાણખૂબ મજબૂતખૂબ ઓછું અથવા નબળું
ગ્રુપનું કદનાનુંમોટું
સંબંધોની અવધિલાંબા ગાળાનો / જીવનભરટૂંકા ગાળાનો અથવા જરૂર પૂરતો
હેતુ (Purpose)સ્વાભાવિક, લાગણી આધારિતનિશ્ચિત હેતુ આધારિત
ઔપચારિકતાઅનૌપચારિકઔપચારિક
નિયમો અને નિયમાવલીલખાયેલા નથીલખાયેલા નિયમો હોય છે
સભ્યોની ઓળખવ્યક્તિગત ઓળખપદ, હોદ્દા અથવા ભૂમિકા દ્વારા ઓળખ
સહકારસ્વાભાવિક અને સ્વયંભૂફરજ આધારિત
સામાજિક નિયંત્રણપરંપરા, લાગણી, મૂલ્યો દ્વારાનિયમ, કાયદા અને નીતિ દ્વારા
ઉદાહરણપરિવાર, મિત્રમંડળ, પડોશશાળા, કોલેજ, ઓફિસ, હોસ્પિટલ, પંચાયત
સમાજમાં ભૂમિકાવ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણસમાજના કાર્યાત્મક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ
સ્થાયિત્વવધુ સ્થિરઓછું સ્થિર
સંચાર (Communication)અનૌપચારિક અને ખુલ્લોઔપચારિક અને મર્યાદિત
વિશ્વાસઊંચોઓછો
લાગણીસભર સહારોવધુ મળેઓછો મળે

સોશિયલ ઓર્ગેનાઈઝેશન એન્ડ લીડર (સામાજિક સંસ્થાઓ અને નેતાઓ)

  • દરેક જૂથમાં નેતાઓ હોય છે. તેઓ જૂથ વર્તન, જુથનો જુસ્સો અને જૂથ એકતા માટે જવાબદાર છે. જૂથોના લોકો એક સાથે સંગઠનો બનાવવા માટે કાર્ય કરે છે જેની રચના સુપ્રસિદ્ધ નેતાઓ દ્વારા થાય છે. તેઓના ચોક્કસ કાર્યક્રમો અને ઉદ્દેશો છે. ઘણીવાર તેમના સભ્યો વિચાર કરે છે. અનુભવે છે અને સાથે કામ કરે છે. આ સંગઠનોના પ્રયત્નો દ્વારા સમુદાયની ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે આપણે આ સંગઠનોનો સંપર્ક કરી શકીએ છીએ.

લોકલ ઓર્ગેનાઈઝેશન (સ્થાનિક સંસ્થાઓ)

  1. સંસ્થાઓ જાતિ, વર્ગ, ધર્મ વગેરેના આધારે
  2. મહિલા કલ્યાણ સંસ્થા, યુવા કલ્યાણ સંસ્થાઓ વગેરે.
  3. વિકાસ મંડળો, મજૂર સંગઠનો, વગેરે.

નેશનલ વોલ્યુન્ટરી ઓર્ગેનાઈઝેશન (રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ)

  • ભારતમાં, 10,000 થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ છે જેઓ સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે. દા.ત લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, ભારત સેવા સમાજ, રામકૃષ્ણ મિશન, હિન્દુ કુષ્ટ નિવારણ સંધ, ગુરુ નાનક મિશન, વગેરે,

લીડર (નેતાઓ)

  • નેતા એ એક વ્યક્તિ છે જેને અન્ય લોકો અનુસરે છે. પછી ભલે તે ટીમમાં હોય, કાર્યમાં હોય. શાળામાં હોય અથવા એવી પરિસ્થિતિમાં હોય જ્યાં લક્ષ્યો પ્રાપ્ત કરવાના હોય. એક નેતા જૂથને માર્ગદર્શન આપે છે અને અન્ય લોકોને એકસમાન હેતુ પૂર્ણ કરવા માટે કામ કરવાની પ્રેરણા આપે છે.

સમુદાયના નેતાઓને વ્યાપક રૂપે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે.

1.ફોર્મલ લીડર (ઔપચારિક નેતાઓ)

  • ઔપચારિક નેતા તે છે જે વ્યક્તિને જૂથના નેતા તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવે છે. આ પ્રકારના નેતાના ઉદાહરણો કંપનીના સીઈઓ, શાળામાં શિક્ષક, રમતગમત ટીમના કપ્તાન અને વિભાગના વડા છે. ઉપલબ્ધ સંસાધનોનું આયોજન કરવું. લોજિસ્ટિક્સનું કામ કરવું અને ટીમના સભ્યોને તેમની કાર્યક્ષમતાની શ્રેષ્ઠ કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવું એ ઔપચારિક નેતાનું કાર્ય છે.દા.ત., પંચાયત સભ્યો, ધારાસભ્યો, સાંસદ વગેરે.
  • ઔપચારિક નેતાઓ પાસે સત્તા અને અધિકારોની સાથે વિશેષાધિકારો હોય છે.
  • ઔપચારિક નેતા જૂથ પર સત્તા ચલાવે છે અને ભૂલ કરેલા સભ્યોને શિસ્તબદ્ધ અને સજા કરવાનો અધિકાર ધરાવે છે.
  • તેની પાસેની સત્તા તેને જૂથને ઇનામ આપવાની ક્ષમતા પણ આપે છે.
  • જૂથના સભ્યો ઔપચારિક નેતા પ્રત્યે વફાદાર રહે છે કારણકે, તેની પાસે સત્તા અને શક્તિ છે.
  • ઔપચારિક નેતાની કમીટમેન્ટ સંસ્થા સાથે સંકળાયેલી હોય છે.

2.ઇનફોર્મલ લીડર (અનૌપચારિક નેતાઓ)

  • અનૌપચારિક નેતા એ એવી વ્યક્તિ છે જેની જૂથના વડા તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવતી નથી. જો કે, અન્ય સભ્યો પ્રેરણા અને પ્રોત્સાહન માટે તેને નેતા તરીકે જુએ છે.
  • જેમ કે,સી.ઈ.ઓ. કોઈ કંપનીના ઔપચારિક નેતા હોય છે, તેમ છતાં કર્મચારીઓ કંપનીમાં એવા સાથીદારની શોધ કરે છે જેની સાથે તેવો તેમના લક્ષ્યો અને દ્રષ્ટિકોણો વહેંચે અને એવું માને છે કે તે કંઈક નોલેજ અથવા અનુભવ આપશે જે તેમને તેમના લક્ષ્યોને સાકાર કરવામાં મદદ કરશે. જો કે આ નેતાઓ નેતૃત્વની સ્થિતિમાં નથી, તેમ છતાં તેઓ તેમના સાથીદારો દ્વારા નેતા તરીકે ઓળખાય છે.દા.ત., ધાર્મિક નેતાઓ, મકાન-માલિકો, સમુદાયના નેતાઓ વગેરે.
  • અનૌપચારિક નેતા, જૂથના કોઈપણ સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરી શકતા નથી.
  • તે તેના સાથી કર્મચારીઓને ઈનામ આપવા સક્ષમ નથી.
  • તેણે કામ કરવા માટે સંદેશાવ્યવહાર, માર્ગદર્શન પર આધાર રાખવો પડે છે.
  • અનૌપચારિક નેતા પ્રત્યે કર્મચારીની વફાદાર રહેવાની સંભાવના ઓછી છે કારણ કે, તે તેમાંથી જ કોઇ એક છે.
  • અનૌપચારિક નેતા જૂથ સાથે વધુ કમીટમેન્ટ ધરાવે છેકારણ કે તે તેમાંથી જ એક છે.
  • કોઈ પણ પરિસ્થિતિમાં, જૂથ મહત્તમ પરિણામો પ્રાપ્ત કરે છે તેની ખાતરી કરવા ઔપચારિક અને અનૌપચારિક નેતાઓએ સાથે કામ કરવું મહત્વપૂર્ણ છે.

નેતાના લક્ષણો/ગુણો

  • જુદા જુદા સમયે, જુદી-જુદી પરિસ્થિતિમાં અને જુદી-જુદી વ્યક્તિઓમાં કામ કરવા માટે પ્રેરણાત્મક પરિબળો જુદા જુદા હોયછે. જેને સમજવવાની શક્તિ હોવી જોઇએ.
  • બુધ્ધિમતા, ભાવનાશીલ અને પૂર્વગ્રહ રહિત હોવો જોઇએ.
  • આત્મવિશ્વાસ, સર્જનાત્મકવૃત્તિ વગેરે જેવા ગુણો હોવો જોઇએ.
  • સમજ, શિખવવાનો ધ્યેય, નિષ્ઠા અને સામાજિક સુઝ ધરાવતો હોવો જોઇએ.
  • અપનાવી લેવાની શક્તિ અને નબળાઇ સમજી શકે તેવો હોવો જોઇએ.
  • આવેગી, સ્થિરતાથી ઝડપી નિર્ણય લઇ શકે તેવો હોવો જોઇએ.
  • વર્કરને પ્રોત્સાહિત કરે તેવો હોવો જોઇએ.
  • વ્યક્તિઓમાં ઉત્સાહ પ્રેરવાની શક્તિ હોવી જોઈએ.
  • વ્યક્તિને કામ કરવાની પ્રેરણા મળી રહે તેવું વાતાવરણ સર્જવાની અને પુરુ પાડવાની શક્તિ તેનામાં હોવી જોઇએ.
  • દ્રષ્ટિ બિંદુને સમજવાની શક્તિ હોવી જોઇએ.
  • માનવ સબંધ માટેની આવડત હોવી જોઇએ.

નેતૃત્વની કાર્યપધ્ધતિ

1) સુચના પધ્ધતિ

  • નેતા પોતે સંસ્થાની કામગીરીનું આયોજન કરી પોતાના નિયમો જાહેર કરે છે, જે પ્રમાણે અન્ય સભ્યોએ અને લોકોએ કાર્ય કરવાનુ હોય છે.

2) વિતરણ પધ્ધતિ

  • વિતરણ પધ્ધતિમાં નેતા પોતે આયોજન કરે છે અને અમલીકરણ માટે અન્ય સભ્યોને સમજ આપી અને સાથે રહી મદદરૂપ થાય છે.

3) પરામર્શ પધ્ધતિ

  • નેતા આયોજન માટે જુથ સભ્યો સાથે પરામર્શ કરે છે, અને આયોજનના કેટલાક મુદ્દાઓ કે બાબતો અંગે તેનામંતવ્યો લે છે.

4) સહયોગ પધ્ધતિ

  • કાર્યકરોને આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને ત્યારે તે તેમાં સહભાગી બને છે.

કોમ્યુનિટી રીર્સોસીસ (સામુદાયિક સંસાધનો)

  • સમુદાયનો વિકાસ વિવિધ સામુદાયિક સંસાધનો પર આધારિત છે.

આ સામુદાયીક સંસાધનો ત્રણ પ્રકારના હોય છે.

1) મેન (વ્યક્તિ)

2) મની (પૈસા)

3) મટીરીયલ

1.મેન (વ્યક્તિ)

  • આ સમુદાયના સભ્યો છે (પુરુષ અથવા સ્ત્રી) જેમાં બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ સામાન્ય રીતે આશ્રિત હોય છે અને પૈસા ઉત્પન્ન કરતા નથી. પુખ્ત વયના લોકો સામાન્ય રીતે કૃષિ, ફાર્મ, ફેક્ટરીઓ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. કામદારો બે પ્રકારના હોય છે. તાલીમ લીધેલા અને તાલીમ ના લીધેલા. રાજ્ય અથવા રાષ્ટ્રના ઉત્પાદનનો આધાર તેના કામદારોની વસ્તીની સંખ્યા પર રહેલો હોય છે.

2.મની (પૈસા)

  • પૈસા એ સમુદાયના સભ્યોના કાર્યો દ્વારા પેદા થતી આવકમાંથી આવે છે. જાહેર નાણાં સમુદાયના સભ્યો પાસેથી એકત્રિત કરવામાં આવતા વિવિધ કર દ્વારા પ્રાપ્ત થાય છે, જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ હોઈ શકે છે. આ જાહેર નાણા વિવિધ સંચાલકો દ્વારા ઉપયોગ કરીને વિવિધ સમુદાયની સેવાઓ માટે વપરાય છે.

3.મટીરીયલ (સામગ્રી)

  • સાધન-સામગ્રી એ સંસાધનો છે જેનો ઉપયોગ સમુદાયના કામદારો દ્વારા પૈસા બનાવવા માટે થાય છે, દા.ત., કૃષિ જમીન, જંગલો, પશુઓ અથવા પશુધન, ખનિજો, વગેરે.
  • કોલસા અને પેટ્રોલિયમ જેવા ખનિજોનો ઉપયોગ કારખાનાઓ અને વાહનો ચલાવવા માટે થાય છે.
  • જળ સંસાધનોનો ઉપયોગ જમીનને સિંચાઈ, હાઇડ્રો પાવર ઉત્પન્ન કરવા અને માછલી ઉછેર માટે કરવામાં આવે છે.
  • ધાતુનો ઉપયોગ વિવિધ સાધનો, મશીનો, ટ્રેક્ટર અને અન્ય વાહનો બનાવવા માટે થાય છે.

Published
Categorized as Uncategorised