યુનિટ – 5
રોલ ઓફ હેલ્થ ટીમ
મુખ્ય હેતુઓ
- આ યુનિટના અંતે તાલીમાર્થીઓ એ ટીમ એટલે શું હેલ્થ ટીમનો કોન્સેપ્ટ જાણી હેલ્થ ટીમના કાર્યો વિશે નોલેજ મેળવી શકશે, નર્સ તરીકે પોતાની ફરજો અને જવાબદારી શીખીને તેને અમલમાં લાવશે તેમજ તરીકેના નીતીશાસ્ત્રોનું પાલન કરી શકશે.
ગોણ હેતુઓ : આ યુનિટના અંતે તાલીમાર્થીઓ.
- હેલ્થ ટીમ એટલે શું? વ્યાખ્યાયીત કરી શકશે
- હેલ્થ ટીમ ના દરેક સભ્યોના કાર્યો વિશે નોલેજ મેળવી શકશે
- હેલ્થ ટીમનો કોન્સેપ્ટ જાણી શકશે
- નર્સ તરીકેની પોતાની ફરજો અને જવાબદારીઓ તરીકેના ગુણો વિકસાવી શકશે.
- હેલ્થના નીતીશાસ્ત્રોને (કોડ ઓફ એથીક્સ) જાણી તેનું પાલન કરી શકશે.
વ્યાખ્યા
1) ટીમ
- ટીમ એટલે જ્યારે અલગ-અલગ કામગીરીનું નોલેજ, સ્કીલ અને પર્સનાલિટી ધરાવતા લોકોના સમૂહ જે એક-સાથે મળીને એક જ હેતુને સિધ્ધ કરવાની કામગીરી કરતાં હોય ત્યારે તેને ટીમ અથવા સંઘ કહે છે.
2) કોમ્યુનિટી હેલ્થ ટીમ
- કોમ્યુનિટી હેલ્થ સર્વિસ લોકોને સારી રીતે પૂરી પાડવા માટે ખાસ પ્રકારના તાલીમ પામેલા કર્મચારીઓનું ગ્રુપ કે જે જુદા જુદા સ્તરે એક-બીજાના જ્ઞાન અને આવડતના આધારે આરોગ્ય સેવા આપવાનું કાર્ય કરે, તે દરેક વ્યક્તિનો કોમન ધ્યેય હોય છે, અને તેને પ્રાપ્ત કરવા માટે તે કાર્ય કરે છે. તેને હેલ્થ ટીમ કહે છે. દા.ત. ડોક્ટર, નર્સ, આંગણવાડી વર્કર વગેરે.
હેલ્થ ટીમ કન્સેપ્ટ
- શરૂઆતના સમયમાં આરોગ્ય ટીમનો કોઇ પણ વિચાર ના આવ્યો કારણ કે, આરોગ્ય સેવાઓની જરૂર પહેલા પડતી ન હતી પણ હાલમાં આરોગ્ય સેવાનો સ્તર વધતાં એકલા હાથે કાર્ય પૂર્ણ કરી શકાય તેમ ન હોય, તેથી વિચારવામાં આવ્યું કે હેલ્થ સર્વિસ પૂરી પાડવા માટે તાલીમ પામેલા લોકોના સહકાર અને તેમની મદદ દ્વારા ટીમ બનાવી, સારી હેલ્થ સર્વિસ આપી શકાય કે જેના દ્વારા કોઈ એક વ્યક્તિ ઉપર પડતો કામનો બોજ ઓછો કરી શકાય. તેના માટે સહિયારો પ્રયાસ કરવામાં આવે આવું વિચારીને હેલ્થ ટીમ અસ્તિત્વમાં આવી.
- ટીમ વર્ક એટલે એકબીજા સાથે સંકળાઈને, કાર્યકરોની સહમતી અને સંમતિથી કાર્ય કરવું. આ પ્રક્રિયા માટે ટીમની એક વ્યક્તિએ કરેલ કાર્ય. બીજી વ્યક્તિઓના પ્રયત્નો સાથે સંકલિત હોય છે. ટીમ વર્ક એ સતત ચાલતી પ્રક્રિયા છે. કે જેમાં જૂથના લોકો સામાન્ય રસ માટે તેમજ જૂથ સાથે સામુહિક રીતે કાર્ય કરવું પડે છે. ટીમ વર્ક આકસ્મિક રીતે થતું નથી, તેના માટે સભાન રીતે કરેલા નકકર પ્રયત્નો અને સભ્યોના વર્તનનો પૃથ્થકરણ જરૂરી છે.
હેલ્થ ટીમના કાર્યો
- હેલ્થ ટીમ તે જે-તે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પ્લાનિંગ કરે છે.
- કોમ્યુનિટી હેલ્થ સર્વિસનું એસેસમેન્ટ કરે છે.
- કોમ્યુનિટીને હેલ્થની જરૂરિયાત પ્રમાણે આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.
- પૂરી પાડવામાં આવતી આરોગ્ય સેવાનું સુપરવિઝન કરે છે. અને જરૂર પડે તો માર્ગદર્શન આપે છે.
- કોમ્યુનિટીમાં આપવામાં આવતી સેવાઓનું રેકોર્ડ રાખી તેનું રિપોર્ટિંગ કરે છે.
- કોમ્યુનિટીમાં લોકોને આરોગ્ય માટે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
- ટીમના સભ્યો તેમજ સ્વયં સેવકો માટે વિવિધ તાલીમોનું આયોજન કરે છે.
- રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમને લગતી તમામ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે.
હેલ્થ ટીમના ગુણધર્મો
- આ ટીમના ચોક્કસ ધ્યેય કે ગોલ હોય છે.
- હેતુને સિધ્ધ કરવા જે-તે કાર્યની વહેંચણી કરવામાં આવે છે.
- ટીમને કાર્ય કરવા માટે ખાસ નિયમો નક્કી કરેલા હોય છે.
- દરેક ટીમ મેમ્બર એકબીજા સાથે સહકારથી કાર્ય કરે છે.
- ટીમને કાર્ય કરવા માટે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર ફાળવેલો હોય છે.
- ટીમ એ ખાસ પ્રકારની તાલીમ પામેલા કર્મચારીનું એક ગ્રુપ હોય છે.
હેલ્થ ટીમની લાક્ષણિકતા
- લીડરશીપ યોગ્ય હોવી જોઈએ અને લોકોને લીડરમાં વિશ્વાસ હોવો જોઈએ.
- હેલ્થ ટીમના હેતુઓનું દરેક સભ્યોને જ્ઞાન હોવું જોઈએ.
- હેલ્થ ટીમના મેમ્બરને પોતે કઈ કામગીરી કરવાની છે, અથવા પોતાનો રોલ શું છે તેનું નોલેજ હોવું જોઈએ.
- ટીમનો હેતુ સિધ્ધ કરવા માટે ટીમ મેમ્બર પાસે યોગ્ય લાયકાત હોવી જોઈએ.
- અસરકારક કોમ્યુનિકેશન હોવું જોઈએ.
- ટીમના સભ્યો વચ્ચે સહકાર હોવો જોઈએ.
- કામનું યોગ્ય ટાઈમ ટેબલ હોવું જોઈએ.
- સમયાંતરે રિઝલ્ટનું મૂલ્યાંકન થવું જોઈએ.
- હેલ્થ ટીમના ચોક્કસ નીતિ નિયમો હોવા જોઈએ.
- ટીમે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે યોગ્ય પ્રોબ્લેમ સોલવિંગ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ.
- ટીમ એ ટીમના દરેક સભ્યોની વ્યવસાય પ્રગતિ માટે કામ કરતી હોવી જોઈએ.
હેલ્થ ટીમના ફાયદા
- ટીમ લીડરમાં જ્ઞાન હોય તો ઉપયોગમાં લેવાની તક મળે છે.
- સમય અને શક્તિનો બચાવ થાય છે.
- ટીમમાં સારા આઇ.પી.આર. (ઇન્ટર પર્સનલ રિલેસનશિપ) ડેવલપ થાય છે.
- ટીમ લીડરની નિરીક્ષણ કરવાની ક્ષમતા અને શક્તિ માં વધારો થાય છે.
- કોઈ સમસ્યા ઊભી થાય તો તેને સોલ્યુશન લાવવા માટે જુદી- જુદી પદ્ધતિનો ખ્યાલ મળી રહે છે.
- કાર્ય પધ્ધતિમાં સુધારો થઈ શકે છે.
- કામગીરી સાચી, સારી, સરળતાથી અને ઝડપથી થઈ શકે છે.
હેલ્થ ટીમના ગેરફાયદા
- કેટલીક વખત સ્વાર્થ વૃતિ આવે છે.
- ઘણા મેમ્બર કામકાજથી દૂર રહેવાની વૃતિ રાખે છે.
- ટીમમાં સહકારની ભાવના ન હોય તો ટીમ વર્કમાં રસ જળવાતો નથી.
- ઝગડા થવાની સંભાવના રહેલી છે.
- જો ટીમના ભાગલા થઈ જાય તો સમયસર હેતુ સિધ્ધ કરી થઇ શકતો નથી.
ઓર્ગેનાઇઝેશન ઓફ હેલ્થ ટીમ
- કામગીરી કરવા માટેની ટીમ સામાન્ય રીતે પોત-પોતાની જવાબદારીના જ્ઞાન સાથે કામ કરતા હોય છે. પરંતુ એકજ ધ્યેય માટે જયારે બધા જ કર્મચારીઓ યુનિટમાં સાથે મળીને કાર્ય ત્યારે ટીમ બને છે.
હેલ્થ ટીમ એ નીચે મુજબ જોવા મળે છે.
1) જિલ્લા લેવલની હેલ્થ ટીમ
2) P.H.C. લેવલની હેલ્થ ટીમ
3) સબ-સેન્ટર લેવલની હેલ્થ ટીમ
4) વિલેજ લેવલની હેલ્થ ટીમ
હેલ્થ ટીમના સભ્યો
1.જીલ્લાની હેલ્થ ટીમ
- C.D.H.O.- ચીફ ડીસ્ટ્રીક હેલ્થ ઓફિસર
- R.C.H.O. – રીપ્રોડકટીવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર
- A.D.H.O. – એડિશનલ ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસર
- દરેક પ્રકારના સ્પેશીયાલીસ્ટ (દા.ત. ગાયનેકોલોજિસ્ટ, , ફિઝીશિયન, સર્જન, પીડીયાટ્રીશિયન વગેરે)
- D.P.H.N.O. – ડીસ્ટ્રીક પબ્લિક હેલ્થ નર્સ ઓફિસર
- D.P.H.N.- ડીસ્ટ્રીક પબ્લિક હેલ્થ નર્સ
2.P.H.C.ની હેલ્થ ટીમ
- મેડિકલ ઓફિસર
- આયુષ ઓફિસર
- ફાર્માસિસ્ટ
- લેબ ટેકનીશીયન
- સ્ટાફ નર્સ
- મેઈલ હેલ્થ સુપરવાઇઝર
- ફિમેલ હેલ્થ સુપરવાઇઝર
- આશા ફેસિલિટેટર
3.સબ-સેન્ટરની હેલ્થ ટીમ
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે
- મેઇલ હેલ્થ વર્કર
- ફીમેલ હેલ્થ વર્કર
- આશા
4.વિલેજની હેલ્થ ટીમ
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)
- ફીમેલ હેલ્થ વર્કર
- મેલ હેલ્થ વર્કર
- આશા
- આંગણવાડી વર્કર
- મહિલા સ્વાસ્થ્ય સંઘના મેમ્બરો
- ગ્રામ પંચાયતના સ્ત્રી સભ્યો
- ગ્રામ મિત્ર
રોલ ઓફ ટીમ મેમ્બર
1.રોલ ઓફ મેડીકલ ઓફિસર (મેડીકલ ઓફીસરની જવાબદારીઓ)
- હેલ્થ વર્કર્સ અને વર્ક વચ્ચે કો-ઓર્ડીનેટરની કામગીરી કરે છે.
- નિયમિત સમયાંતરે સબ-સેન્ટરના સ્ટાફની વિઝિટ કરે છે.
- સ્ટાફના સુપરવિઝનનું કાર્ય કરે છે.
- ઓછામાં ઓછું મહિનામાં એક વખત સ્ટાફ મિટિંગ નું આયોજન કરીને સંચાલન કરે છે.
- ટીમ મેમ્બરની સાથે પ્રોબ્લેમની ચર્ચા કરી અને તેના સોલ્યુશન માટેના પગલાં લેશે.
- હેલ્થ સર્વિસ આપવા માટેના પ્રોગ્રામનું પ્લાનિંગ કરે છે.
- સ્ટાફની ટ્રેનિંગનું આયોજન કરે છે.
- ટીમ મેમ્બરને કંટ્રોલ કરે છે.
- અન્ય ટીમ સાથે સંબંધ કેળવે છે.
- ટીમ ના દરેક સભ્યોને તેની આવડત રજૂ કરવા માટે પ્રોત્સાહન આપે છે.
- ટીમ ની સફળતા કે નિષ્ફળતા માટે દરેક વ્યક્તિને સંયુક્ત જ્વાબદારી આપે છે.
- ગ્રુપ મેમ્બર્સને વ્યક્તિગત કામગીરી કરતાં ગ્રુપ વર્કમાં વધુને વધુ સાંકળવાનો પ્રયત્ન કરે છે.
2.FHS (ફિમેલ હેલ્થ સુપરવાઈઝર) ની જવાબદારીઓ
- આરોગ્ય કાર્યકરે કરેલા કાર્યોનું સુપરવિઝન કરે છે.
- આરોગ્ય કાર્યકર્તાએ તૈયાર કરેલા રેકોર્ડ અને રિપોર્ટ મેળવી ઉપલી કચેરીમાં મોકલે છે.
- ટીમ લીડર તરીકે તાલીમનું આયોજન કરશે.
- મેડિકલ ઓફિસર તરફથી મળેલી સૂચનાઓનું પાલન કરી દરેક કર્મચારીને તેની જાણ કરશે.
- સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળો સાથે મળીને વિવિધ કાર્યક્રમો દ્વારા લોક સમુદાયને શિક્ષણ આપશે.
- હેલ્થ ટીમના સભ્યો સાથે મળીને આરોગ્ય કાર્યક્રમના આયોજન માટે વિવિધ પ્રકારના પોસ્ટર, ફિલ્મ શો વગેરે કરવામાં મદદ કરશે.
3.ફિમેલ હેલ્થ વર્કર (ANM)ની જવાબદારીઓ અને તેના કાર્યો
1.MCH કેર
- દરેક સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરવું અને સગર્ભાવસ્થા દરમિયાનની કેર પૂરી પાડવી.
- જે સગર્ભા માતા ક્લિનિકના આવી શકે તેમ નથી તેનું પ્રથમ હોમ વિઝિટ દરમ્યાન હિમોગ્લોબિન, યુરીન-સુગર, યુરીન-આલબ્યુમીન વગેરે ટેસ્ટ કરવા.
- એન્ટીનેટલ વિઝિટ કરવી તે દરમ્યાન માતામાં ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ રીફર કરવી.
- પોતાના વિસ્તારમાં ડીલીવરી કંડકટ કરવી.
- પોતાના વિસ્તારમાં થતી ડીલીવરીનું સુપરવિઝન કરવું.
- સબ-સેન્ટર પર મમતા કલીનીક ચલાવવું.
- હાઈ રિસ્ક મધર અને હાઈ રિસ્ક નવજાત શિશુને રીફર કરવા.
- પોસ્ટનેટલ માતા અને નવજાત શિશુની તપાસ માટે ફરજીયાત ત્રણ વિઝીટ કરવી.
- ઇન્ફન્ટના ગ્રોથ અને ડેવલોપમેન્ટની ચકાસણી કરવી અને જરૂરી સલાહ સૂચન આપવી.
- પોસ્ટનેટલ મધરને સારામાં સારી કેર પુરી પાડવી.
- લોકોને કુટુંબ નિયોજન, રસીકરણ, ચેપી રોગોના અટકાવ, વ્યક્તિગત સ્વચ્છતા, વાતાવરણીય સ્વચ્છતા અને સામાન્ય બિમારીઓની સંભાળ વિશે હેલ્થ એજ્યુકેશન આપવું
2.ફેમિલી પ્લાનિંગ (કુટુંબ નિયોજન)
- પોતાના વિસ્તારમાં રહેતા એલીઝીબલ કપલની માહિતી મેળવવી.
- કુટુંબ નિયોજન વિશે લોકોને સમજણ પુરી પાડવી અને તેમને કુટુંબ નિયોજનની પધ્ધતિ અપનાવવા મોટીવેટ કરવા.
- કુટુંબ નિયોજનનું રજીસ્ટર નિભાવવું
- કુટુંબ નિયોજન માટેના સાધનો જેમાં નિરોધ, ગર્ભ-નિરોધક ગોળીઓ અને કોપર-ટી વગેરે પૂરા પાડવા.
- કુટુંબ નિયોજનના સાધનોના ડેપો હોલ્ડર તરીકે કામ કરવું. તેની સામાન્ય આડ-અસર ની સારવાર કરવી.
- ફોલો અપ સર્વિસ આપવી.
3.MTP (મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી)
- મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સીની જરૂર હોય તેવી મહિલાને શોધી તેને નજીકની માન્ય હોસ્પિટલમાં રીફર કરવી.
- કોમ્યુનીટીમાં લોકોને સેફ એબોર્શન વિશે માહિતી આપવી.
4.ન્યુટ્રીશન (પોષણ)
- ઇન્ફન્ટ કે યંગ ચિલ્ડ્રન જેમાં માલ ન્યુટ્રીશન હોય તેવા કેસોને શોધવા અને સારવાર આપવી જરૂર જણાય તો રીફર કરવા.
- 1 થી 5 વર્ષની ઉંમરના બાળકોને વિટામીનની સિરપ આપવી.
- એન્ટીનેટલ મધર, પોસ્ટનેટલ મધર, ધાત્રીમાતા, ઇન્ફન્ટ અને યંગ ચિલ્ડ્રન તેમજ તરુણીઓને આયર્ન, ફોલિક એસિડની ગોળીનું વિતરણ કરવું.
- સમુદાયમાં લોકોને માતા અને બાળક માટે જરૂરી ન્યુટ્રીશનલ ડાઈટ અને તેના ફાયદા વિશે હેલ્થ એજ્યુકેશન આપવું.
5.કોમ્યુનિકેબલ ડીસીઝ (સંક્રામક રોગ)
- સંક્રામક રોગના કેસો ને શોધવા અને રિફર કરવા જેવાકે, કોલેરા, ટીબી,એઈડસ, લેપ્રસી વગેરે.
- આવા રોગોના પ્રિવેન્શન વિશે માહિતી હેલ્થ એજ્યુકેશન પૂરૂ પાડવું.
- કોમ્યુનિકેબલ ડીસીઝની સારવાર પૂરી પાડવી.
6.ઈમ્યુનાઈઝેશન (રસીકરણ)
- દરેક સગર્ભા માતાને રસીકરણ આપવું. પહેલો ડોઝ પ્રેગનન્સીની જાણ થાય ત્યારે 0.5 ml આપવો.
- બીજો ડોઝ એ પહેલા ડોઝ આપ્યાના એક મહિના પછી આપવો.
- દરેક બાળકનું જન્મ થી લઇ 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં સંપૂર્ણ રસીકરણ કરવું.
- સબસેન્ટર પર કોલ્ડ ચેઇન જળવાય તેનું ધ્યાન રાખવું.
7.ટ્રેનિંગ (તાલીમ)
- દાયણ,આશા, આંગણવાડી વર્કર ને ટ્રેનિંગ અપાતી હોય તે કાર્યક્રમમાં મદદ કરવી
8.રેકોર્ડ એન્ડ રિપોર્ટ
- સગર્ભા માતાના, બાળકોના (0 થી 5 વર્ષ ના), કિશોરીઓના, ફેમીલી પ્લાનિંગના વગેરેના રેકોર્ડ અને રિપોર્ટ જાળવવાના હોય છે.
જે નીચે મુજબ છે.
- રજીસ્ટર નં. 1 – ડેઇલી ડાયરી
- રજીસ્ટર. નં. 2 – લાયક દંપતી સર્વે રજીસ્ટર
- રજીસ્ટર. નં. 3 – કુટુંબ કલ્યાણ સેવાનું રજીસ્ટર
- રજીસ્ટર. નં. 4/5 – માતૃ અને બાળ કલ્યાણ સેવાનું રજીસ્ટર
- રજીસ્ટર. નં. 6 – મેલેરીયા રજીસ્ટર
- રજીસ્ટર. નં. 7 – સ્ટોક રજીસ્ટર
- રજીસ્ટર. નં. 8 – જન્મ મરણ નોંધણી રજીસ્ટર
- હાલમાં દરેક રેકોર્ડ ટેકોમાં કરવામાં આવે છે.
- દરેક રજીસ્ટર નિભાવીને તેનું રીપોટીંગ કરવું.
9.મેડિકલ કેર (તબીબી સંભાળ)
- સામાન્ય માંદગી માટે સારવાર આપવી.
- અકસ્માતો અને ઈમરજન્સી કેસમાં પ્રાથમિક સારવાર આપવી.
- જરૂર જણાય તો કેસને હોસ્પિટલમાં રિફર કરવો.
10.ટીમ એક્ટીવીટી (જુથ પ્રવૃત્તિ)
- જ્યારે ટ્રેનીગ ગોઠવવામાં આવે છે અને મિટિંગ હોય તો તેમાં હાજરી આપવી.
- સાથી કર્મચારી સાથે કો-ઓપરેશન થી કાર્ય કરવું.
- એપીડેમીક સમયે ટીમ મેમ્બર સાથે તેના કાર્યમાં ભાગીદાર થવું અને દરેક કાર્યમાં મદદ કરવી.
- ફિમેલ હેલ્થ આસિસ્ટન્ટ સાથે અઠવાડિયામાં એકવાર મિટિંગ કરવી અને જરૂરી માહિતી અને સલાહ મેળવવી.
11.વાઇટલ સ્ટેટેટીક્સ (જીવંત બનાવો)
- જન્મ અને મરણ બંને બનાવની નોંધ કરવી
- જન્મ અને મરણની નોંધણી કાયદા અંતર્ગત ફરજિયાત કરવી અને તેનું રીપોટીંગ કરવું
12.નેશનલ હેલ્થ પ્રોગ્રામ (રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ)માં કામગીરી
- સરકારશ્રી દ્વારા ચાલતા નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં બધા લોકો સાથે કો-ઓપરેશનથી કાર્ય કરવું દા.ત. એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ, રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ વગેરે.
ANM ની લાક્ષણિકતાઓ
- હંમેશા ક્લીન અને ટાઈડી (વ્યવસ્થિત) યુનિફોર્મ હોવો જોઈએ.
- સારા પોસ્ચર (શરીરની મુદ્રા કે સ્થિતિ) સાથે બેસવું જેથી પોતાને પણ સારું લાગે અને કોમ્યુનીટીમાં પણ સારી ઈમ્પ્રેશન પડે.
- આપણે કોમ્યુનીટીનાં આદર્શ વ્યક્તિ છીએ માટે તમે તમારા આરોગ્યની સારી સંભાળ રાખો અને સારી ટેવો કેળવો.
- નિયમિત કાળજીપૂર્વક કામગીરી કરવી અને લોકો સાથે માનવતાથી લાગણી પૂર્વકનું વર્તન કરવું.
- દરેક કાર્યમાં નિયમિત બનો લોકો સાથે શિસ્તમાં રહી વાણી અને વર્તનનો ઉપયોગ કરવો.
- પોતાની જાતને માન આપો અને જરૂરિયાતમંદ લોકોની ધર્મ, જાતિ, ઉંમર, રાજકીય કે સામાજિક ધોરણને ધ્યાનમાં રાખ્યા વગર સેવાઓ આપવી.
- લોકોને હંમેશા જરૂરી સેવા આપવા માટે અને મદદરૂપ થવા તૈયાર રહેશે.
- સામાજિક અને ધાર્મિક રીત-રીવાજોને માન આપી કાર્ય કરો.
- દર્દીની કોઇપણ અંગત બાબત ચોક્કસ વ્યક્તિ સિવાય કોઈને કહેવી નહી.
- દરેક કર્મચારી અને કોમ્યુનીટીનાં લોકો સાથે સારા સંબંધ રાખવા.
- લોકોનો વિશ્વાસ જીતવો તથા વિશ્વાસ ઉપર કાર્યો કરો.
- ક્યારેય લોકોના વિશ્વાસને હાનિ થાય તેવું કાર્ય ન કરો.
- દરેકની વાતને માન આપો તથા સાચી અને સચોટ સલાહ આપો.
- જન-સમુદાયના આરોગ્યની જવાબદારી મારી છે તેમ સમજીને આયોજનપૂર્વક કાર્યો કરો.
- કોઇપણ પ્રકારની ચિંતા વગર કાર્ય કરો. તમે શું કરી રહ્યા છો? તે બાબતની લોકો નોંધ લે છે માટે લોકો સાથે ગેરવર્તણુંક કરવી નહી.
- લોકો તમારી સાથે એડજસ્ટ થાય તેવું વર્તન કરો ગુસ્સો કે અભિમાન કરવું નહી.
- જીવનમાં હંમેશા હકારાત્મક વલણ મેળવો.
- દરેક કાર્ય કરવામાં આનંદ અનુભવો આથી કામ કંટાળાજનક લાગશે નહી.
- આખા સબસેન્ટરનો વિસ્તાર તમારો છે એવી લાગણી રાખી વિસ્તારમાં આવતા દરેક કુટુંબને રોગમુક્ત કરવા પ્રયત્ન કરો.
- ઈશ્વરની બીક રાખી કામ કરવું જેથી સુપરવિઝનની જરૂર ના પડે.
- પોતાના કાર્યો દ્વારા આત્મવિશ્વાસ અને આત્મસંતોષ મળે માટે તેને પામવા માટે પ્રયત્ન કરો.
4.આંગણવાડી વર્કરના કાર્યો
- આંગણવાડી કાર્યકર તે ICDS (ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ) ની હસ્તક કામ કરે છે. એક હજારની વસ્તી એ એક આંગણવાડી વર્કર કાર્ય કરે છે.
- (1) ઇમ્યુનાઈઝેશન (રસીકરણ)
- (2) સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન (ઉપરી આહાર)
- (3) હેલ્થ એજ્યુકેશન (સ્વાસ્થ્ય શિક્ષણ)
- (4) રેફરલ સર્વિસીસ (સંદર્ભ સેવાઓ)
- (5) પ્રાથમીક પાયાનું શિક્ષણ
કોડ ઓફ એથીક્સ ફોર નર્સિસ
- એથીક્સ એટલે કે સિદ્ધાંતો, નિયમો કેજે નર્સે અનુસરવાના હોય અને એ નિયમો દર્શાવે છે કે, નર્સે કઈ એક્શન લેવી અને કઈ એક્શન ના લેવી. ૧૯૭૩માં ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ એ નર્સિંગ પ્રોફેશન માટેના કોડ ઓફ એથીક્સ બહાર પાડયા. જે કોઈપણ કલ્ચરમાં તેમજ આખા વર્લ્ડમાં એક સરખા રહેશે.
ઇન્ટરનેશનલ કોડ ઓફ એથીક્સ
- બધાની હેલ્થને પ્રમોટ કરવી, બિમારીને અટકાવવી તેમજ તેને પ્રિવેન્ટ કરવી વગેરે નર્સની પાયાની જવાબદારી છે.
નર્સ માટેના કોડ ઓફ એથીક્સ નીચે મુજબ છે.
- નર્સ એન્ડ પીપલ (લોકો)
- નર્સ એન્ડ પ્રેક્ટિસ
- નર્સ એન્ડ સોસાયટી
- નર્સ એન્ડ કો વર્કર
- નર્સ એન્ડ પ્રોફેશન
1.નર્સ એન્ડ પીપલ (લોકો)
- નર્સે લોકોની ધાર્મિક માન્યતાને માન આપવું જોઈએ. જુદા જુદા કલ્ચરના લોકો કોમ્યુનિટીમાં જોવા મળે છે, માટે નર્સે લોકોના વલણને સ્વીકારવું, તેમનુ અપમાન ન કરવું, વ્યક્તિની કે ફેમિલી મેમ્બર્સની બધી જ માહિતી ખાનગી રાખવી જોઈએ. કોમ્યુનિટીમાં કોઈપણ વ્યક્તિ સાથે કાળજીપૂર્વક વાત કરવી. દર્દીની ધાર્મિક માન્યતાને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું. દર્દીની દરેક વાતને સન્માન આપી નિ:સ્વાર્થ ભાવે સેવા કરવી.
2.નર્સ એન્ડ પ્રેક્ટિસ
- નર્સે હંમેશા સારી નર્સિંગ કેર પૂરી પાડવાની હોય છે. નર્સે પોતાનું નોલેજ, સ્કિલ અપટુડેટ રાખવું અને તેનો ઉપયોગ સારામાં સારી નર્સિંગ કેર આપવામાં કરવો. મેડિકલ ઓર્ડર વગર ફક્ત ઇમર્જન્સીમાં જ સારવાર આપવી અને તેનો રિપોર્ટ તાત્કાલિક ડૉક્ટરને કરવો. નર્સે એથીક્સના વિરુદ્ધમાં જતાં કોઈ પણ પ્રોસીઝરમાં ભાગ લેવો નહીં. નર્સ એ કોઈપણ પ્રોડક્ટની જાહેરાતમાં પોતાનું નામ જોડવું નહીં.
3.નર્સ એન્ડ સોસાયટી
- નર્સે લોકોની હેલ્થની જરૂરિયાત પૂરી પાડવા માટે બીજા હેલ્થ કર્મચારી જોડે જવાબદારીની વહેંચણી કરવી જોઈએ અને સોસાયટીમાં સારી નર્સિંગ સર્વિસ મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. નર્સેને મેડિકલ અને નસીંગ પ્રેક્ટિસને લગતા કાયદાઓ તેમજ નિયમોની જાણ હોવી જોઈએ. કોમ્યુનિટીમાં હેલ્થ પ્રમોશન કરવું તે નર્સની જવાબદારી છે. લોકોની અજ્ઞાનતા દૂર કરીને જરૂરી હેલ્થ એજ્યુકેશન અને જરૂરી સારવાર કોઇપણ પ્રકારના ભેદ-ભાવ વગર આપવી તે નર્સનું કાર્ય છે.
4.નર્સ એન્ડ કો વર્કર
- નર્સે તેમના સાથી કર્મચારી તેમજ બીજા પ્રોફેશનના કર્મચારી સાથે સારા સંબંધો કેળવવા જોઈએ, નર્સ એ હેલ્થ ટીમની સભ્ય છે. માટે, હેલ્થ ટીમના દરેક સભ્યો સાથે સારા IPR (ઇન્ટર પર્સનલ રીલેશન)ડેવલોપ કરવા જોઈએ. જેથી ટીમ વર્ક દ્વારા કોમ્યુનિટીમાં સારામાં સારી હેલ્થ સર્વિસ આપી લોકોનું આરોગ્ય સ્તર ઊંચું લઇ જઈ શકાય.
5.નર્સ એન્ડ પ્રોફેશન
- નર્સે નર્સિંગ પ્રેક્ટિસ અને નર્સીગ એજ્યુકેશનમાં લીડર તરીકે કાર્ય કરવું જોઈએ, પોતાનું નોલેજ અપ ટુ ડેટ રાખવું અને રિસર્ચમાં પણ ભાગ લેવો. પોતાના પ્રોફેશનને વફાદાર રહી પ્રોફેશનની એટીકેટ જળવાઈ રહે તેવું કાર્ય કરવું.
કોડ ઓફ એથિક્સ ફોર ANM(એ.એન.એમ.માટે નીતિશાસ્ત્રનાં કોડ)
- એ.એન.એમ. સાર-સંભાળની જોગવાઈમાં વ્યક્તિની વિશિષ્ટતાને માન આપે છે. તે દરેક વ્યક્તિઓ સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ વિકસાવે છે અને પ્રોત્સાહન આપે છે.
- એ.એન.એમ. સાર-સંભાળમાં ભાગીદાર તરીકે વ્યક્તિઓના અધિકારોનું સન્માન કરે છે.
- એ.એન.એમ. વ્યક્તિના ગોપનીયતાના અધિકારને, ગુપ્તતાને જાળવી રાખે છે અને માહિતીને ન્યાયથી વહેંચે છે.
- એ.એન.એમ ગુણવત્તાયુક્ત નર્સિંગ કેર જાળવવા માટે પ્રયત્નશીલ છે અને સંભાળના ધોરણોને સમર્થન આપે છે.
- એ.એન.એમ. નૈતિક વ્યાવસાયિક કાનૂની સીમાઓના માળખામાં પ્રેક્ટિસ કરવા માટે બંધાયેલી છે.
- એ.એન.એમ. આરોગ્ય ટીમના સભ્યો સાથે સુમેળપૂર્ણ રીતે કામ કરવા માટે બંધાયેલ છે.
- એ.એન.એમ. સમાજ દ્વારા નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલ વિશ્વાસને કાયમ રાખવાની ખાતરી આપે છે.