F.Y. – ANM – CHN UNIT – 4 HEALTH ORGANIZATION

યુનિટ – 4

હેલ્થ ઓર્ગેનાઇઝેશન

મુખ્ય હેતુ

  • આ યુનિટના અંતે તાલીમાર્થીઓ આરોગ્યનું માળખું અને તેના વહિવટ તેમજ આરોગ્ય સારવાર ડીલીવરી સિસ્ટમ વિશે નોલેજ મેળવી, સંદર્ભ સેવા અને આરોગ્ય સંસ્થાઓ વિશે માહિતી મેળવી શકે છે.

ગૌણ હેતુ :- આ યુનિટના અંતે તાલીમાર્થીઓ.

  1. સામાજીક સ્તરે આરોગ્ય માળખુ અને આરોગ્ય વહિવટ વર્ણવી શકશે.
  2. આરોગ્ય સેવા ડીલીવરી સિસ્ટમ સમજી શકશે.
  3. સંદર્ભ સેવા અભિગમ ઓળખી શકશે.
  4. સમાજમાંથી બિનસરકારી સંસ્થા અને લીડર તેમજ સંસાધનોને ઓળખી શકશે.

સબ સેન્ટર

  • સામાન્ય એરીયામાં દર ૫૦૦૦ ની વસ્તીએ એક સબસેન્ટર હોય છે. અને પહાડી વિસ્તારમાં દર ૩૦૦૦ ની વસ્તી એ એક સબસેન્ટર હોય છે.

સ્ટાફીંગ પેટર્ન

  1. ફીમેલ હેલ્થ વર્કર
  2. મલ્ટી પર્પસ હેલ્થ વર્કર
  3. આશા

ઓર્ગેનાઈઝેશન ચાર્ટ ઓફ સબ સેન્ટર

વેલનેસ સેન્ટર ઓર્ગેનાઇઝેશન ચાર્ટ સબ સેન્ટર (HWC)

હાલમાં જે સબસેન્ટર વેલનેસ સેન્ટર તરીકે ઓળખાય છે. તેમાં ઉપર મુજબના સ્ટાફ તેમજ એક કોમ્યુનીટી હૈલ્થ ઓફીસર (CHO) હોય છે.

સબસેન્ટરનાં કાર્યો

  • સામાન્ય માંદગીમાં સારવાર આપવી
  • માતૃ બાળકલ્યાણ સેવાઓ
  • રોગપ્રતિકારક રસીકરણ
  • આરોગ્ય શિક્ષણ
  • કુટુંબ નિયોજન સેવા
  • સંક્રામક રોગનું નિયંત્રણ
  • રજીસ્ટર અને નોંધણી
  • ટીમ પ્રવૃત્તિ
  • બિનસંક્રામક રોગોની પ્રવૃતિ
  • પાયાની આરોગ્ય સંભાળ

પ્રાયમરી હેલ્થ સેન્ટર (PHC)

  • આપણા દેશમાં ૨૫૬૫૦ કરતાં પણ વધુ પી.એચ.સી કાર્યરત છે. દર ૩૦,૦૦૦ ની વસ્તીએ એક પી.એચ.સી હોય છે અને પહાડી વિસ્તારમાં ૨૦,૦૦૦ ની વસ્તીએ એક પી.એચ.સી. હોય છે.

ઓર્ગેનાઈઝેશન ચાર્ટ ઓફ PHC

સ્ટાફીંગ પેટર્ન

  • મેડીકલ ઓફીસર -૧
  • આયુષ ઓફીસર -૧
  • ફાર્માસિસ્ટ – ૧
  • લેબોરેટરી ટેકનીશીયન -૧
  • સ્ટાફ નર્સ – ૧ (આઉટસોર્સ)
  • એફ.એચ.એસ. – ૧
  • એમ.પી.એચ.એસ. – ૧
  • આશા ફેસિલિટેટર – ૧
  • ડ્રાઈવર – ૧
  • પટ્ટાવાળા

પી.એચ.સી.ના કાર્યો

  • મેડીકલ કેર
  • માતૃબાળકલ્યાણ સેવા
  • કુટુંબ નિયોજન & કુટુંબ કલ્યાણ સેવા
  • શાળા આરોગ્ય
  • વોટર સપ્લાય એન્ડ સેનીટેશન
  • સંક્રામક રોગોની નાબુદી અને અટકાયત
  • જીવંત આંકડાની માહિતી
  • રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ
  • આરોગ્ય શિક્ષણ
  • તાલીમ
  • સંદર્ભ સેવા
  • નોંધણી અને રજીસ્ટર

કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (CHC)

  • ૩૦-૦૬-૧૯૯૬ થી પ્રાયમરી હેલ્થ સેન્ટર ને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં અપગ્રેડ કરવામાં આવ્યા.
  • આપણા દેશમાં દર ૧,૨૦,૦૦૦ ની વસ્તીએ એક સી.એચ.સી હોય છે અને પહાડી વિસ્તારમાં ૮૦,૦૦૦ ની વસ્તીએ એક સી.એચ.સી હોય છે.
  • સી.એચ.સી માં 30 દર્દીની પથારી હોય છે. દર્દીને દાખલ થવાની સુવિધા હોય છે. તેમાં સેકન્ડરી લેવલ ની કેર પુરી પાડવામાં આવે છે.
  • જેમાં મુખ્ય કારભારી તરીકે અધિક્ષક હોય છે. તેમજ એક સર્જન, ગાયનેક ડોક્ટર અને એક ફીઝીશીયન તેમજ મેડીકલ ઓફીસર હોય છે.
  • સી.એચ.સી માં પ્રિવેન્ટીવ, પ્રમોટીવ અને ક્યુરેટીવ સારવાર ઉપરાંત અમુક સ્પેશીયલ સારવાર
    આપવામાં આવે છે.
  • સી.એચ.સી પોતાના દર્દી જીલ્લા લેવલે હોસ્પિટલ પર રીફર કરે છે.

ઓર્ગેનાઈઝેશન ચાર્ટ ઓફ CHC

સ્ટાફીંગ પેટર્ન

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફીંગ પેટર્ન નીચે મુજબની હોય છે.

  1. અધિક્ષક વર્ગ-1- ૯
  2. તબીબી અધિકારી વર્ગ -2 – ૧
  3. દંત સર્જન વર્ગ-2 – ૧
  4. એક્સરે ટેક. -૧
  5. લેબ.ટેક -૧
  6. જુનીયર ફાર્માસિસ્ટ-૧
  7. ફિઝીયો થેરાપીસ્ટ-૧
  8. સ્ટાફ નર્સ-૭
  9. હેડકલાર્ક-૭
  10. સીનીયર ક્લાર્ક-૧
  11. જુનીયર કલાર્ક-૧
  12. ડ્રાઈવર-૧
  13. ડ્રેસર – ૧
  14. પટ્ટાવાળા-૧
  15. વોર્ડ બોય-ર
  16. આયા-૧
  17. સ્વીપર-૧
  18. પાર્ટ ટાઈમ સ્વીપર-૨
  19. પાર્ટ ટાઈમ ચોકીદાર-૨

સી.એચ.સી. ના કાર્યો

  • રૂટીન મેડિકલ સારવાર
  • ઈમરજન્સી સારવાર
  • ડેઈલી ઓ.પી.ડી સર્વિસ
  • મેડીકલ કેર
  • સ્વચ્છ પીવાના પાણીનો પુરવઠો
  • જીવંત આંકડાઓની માહિતી
  • આરોગ્ય શિક્ષણ
  • પોષણ સેવાઓ
  • આરોગ્ય વર્કરને તાલીમ
  • સંદર્ભ સેવા

ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (જનરલ હોસ્પિટલ)

  • સેકન્ડરી લેવલ કરતાં વધુ વિશેષતા ધરાવતી ચોકકસ પ્રકારની સુવિધા હોય છે.
  • આ પ્રકારની સેવા જીલ્લા હોસ્પિટલ તથા સ્પેશીયલ હોસ્પિટલ દ્વારા પુરી પાડવામાં આવે છે.
  • આ લેવલમાં સુપર સ્પેશીયાલિસ્ટ હોય જેઓ પ્રાઈમરી લેવલથી શરૂ થયેલી કેર ને સપોર્ટ પુરો પાડે છે.
  • આમ ઉપરોક્ત રીતે ફેલ્થ સર્વીસીસ જુદા જુદા સ્તરે ઓર્ગેનાઈઝ કરેલ હોઈ લાભાર્થીની જરૂરીયાત મુજબ નીચેના લેવલથી ઉપલા લેવલ સુધી રીફર કરવામાં આવે છે.
  • આ ઉપરાંત શહેરી વિસ્તારમાં સેવાઓ આપવા માટે અર્બન હેલ્થ પણ કાર્યરત છે.

ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઓફ ડિસ્ટ્રીક હોસ્પિટલ

  • AHA -આસીસટન્ટ હોસ્પિટલ એડમિનીસ્ટ્રેટર
  • AO-એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર
  • PSHEW-પ્રિન્સીપાલ સેક્રેટરી હેલ્થ & ફેમીલી વેલ્ફેર
  • COH- કમિશ્નર ઓફ હેલ્થ
  • ADDIR -એડીશનલ ડેપ્યુટી ડાયરેક્ટર
  • ADMO- એડમીન મેડીકલ ઓફીસર
  • CMO -ચીફ મેડીકલ ઓફીસર
  • ACO- એકાઉન્ટટ ઓફીસર

ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઓફ હેલ્થ કેર ડીલીવરી સિસ્ટમ

હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ એટ ડિફરન્ટ લેવલ (જુદા જુદા સ્તરે આરોગ્ય સેવાઓ) :

  • 1) નેશનલ લેવલ (રાષ્ટ્રીય સ્તરે)
  • 2) સ્ટેટ લેવલ (રાજ્ય સ્તરે)
  • 3) ડિસ્ટ્રીક લેવલ (જિલ્લા સ્તરે)
  • 4) વિલેજ લેવલ (સ્થાનિક સ્તરે)

1) નેશનલ લેવલ (રાષ્ટ્રીય સ્તરે)

ભારતમાં આરોગ્ય બાબતની સંપૂર્ણ જવાબદારી

  • સેન્ટ્રલ મિનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફર
  • સેંટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર
  • ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ(DGHS) સર્વિસની છે.

કાર્યો

  • સર્વે કરવું, પ્લાનીંગ કરવુ, નવા પ્રોગ્રામ અમલમાં લાવવા, નવી યોજના બનાવવી તેને અમલમાં મુકવી, પોલીસી બનાવવી માહિતી એકત્રિત કરવી, ટેકનિકલ વ્યક્તિઓ પુરા. પાડવા તેમજ મેડિકલ કેર વગેરેને લગતી સલાહ આપે છે.
  • દા.ત. નેશનલ હેલ્થ પ્રોગ્રામ

2) સ્ટેટ લેવલ (રાજ્ય સ્તરે)

  • સેંટ્રલ મિનીસ્ટ્રી નીચે સ્ટેટ ગવર્મેન્ટ હોય છે અને સ્ટેટ ગવર્મેન્ટને પોતાની સ્ટેટ હેલ્થ મિનીસ્ટ્રી અને સ્ટેટ હેલ્થ ડાયરેક્ટર હોય છે જેની નીચે ડેપ્યુટી મિનીસ્ટર હોય છે. તેની નીચે ડાયરેક્ટર ઓફ મેડિકલ હેલ્થ અને તેના અંડરમાં જુદા જુદા ડેપ્યુટી ડાયરેક્ટર હોય છે.
  • દા.ત. મેલેરિયા પ્રોગ્રામ ડાયરેક્ટર, ટી.બી. પ્રોગ્રામ ડાયરેક્ટર, મેર્ટનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ ડાયરેક્ટર, ફેમિલી પ્લાનીંગ પ્રોગ્રામ ડાયરેક્ટર.
  • આ ડાયરેક્ટરના અંડરમાં, ચીફ ડીસ્ટ્રીક હેલ્થ ઓફિસર અને ડીસ્ટ્રીક પબ્લીક હેલ્થ નર્સ ઓફિસર આવે છે, જે દરેક હેલ્થ સેન્ટરનું સુપરવિઝન કરે છે. પી.એચ.સી નીચે સબસેન્ટર આવે છે. સબસેન્ટરમાં એ.એન.એમ હોય છે જે હોમ વિઝિટ દ્વારા પબ્લિકને ઘરે બેઠા નર્સિંગ કેર પુરી પાડે છે. અને પ્રોબ્લેમ ને નિવારવાનું કાર્ય કરે છે. આ રીતે દેશમાં આરોગ્યને લગતી કાર્યવાહી થાય છે.

3) ડીસ્ટ્રીક લેવલ (જીલ્લા સ્તરે)

  • ભારતમાં જિલ્લામાં વહીવટી કાર્ય માટે જિલ્લા પરિષદ અને જિલ્લા પંચાયત હોય છે જેનું સંચાલન જિલ્લા પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી (ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર – DDO) અને કલેક્ટર દ્વારા થાય છે

જિલ્લા પંચાયતની રચના

  • જિલ્લા પંચાયતની રચનામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ કાર્ય કરે છે.

જેમાં હેલ્થ માટે બે અધિકારી કાર્યરત હોય છે.

1.CDHO

  • જે હેલ્થ સાઇડે આરોગ્યના વહીવટી અધિકારી છે તેમના હાથ નીચે DPHN, BHO અને અન્ય અધિકારી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર(DD) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ કાર્ય કરતા હોય છે.

2.CDMO

  • જે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી છે જેમના હાથ નીચે જિલ્લાની દરેક સિવિલ હોસ્પિટલના અધિકારીઓ, ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફ કાર્ય કરતા હોય છે.

ડીસ્ટ્રીક લેવલ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને નીચે મુજબ 6 વિભાગમાં વહેંચાયેલ છે.

1) સબ ડિવિઝન

2) તહેસીલ (તાલુકા)

3) કોમ્યુનિટી ડેવલોપમેન્ટ બ્લોક

4) મ્યુનિસિપાલટી & કોર્પોરેશન

5) વિલેજ

6) પંચાયત

1.સબ ડિવિઝન

  • આમાં જિલ્લાને બે અથવા વધુ વિભાગમાં વહેંચવામાં આવે છે જેના વડા આસિસ્ટન્ટ કલેકટર અથવા સબ કલેકટર હોય છે.

2.તાલુકા

  • જિલ્લાના દરેક ડિવિઝન ફરીથી તાલુકામાં વહેંચવામાં આવે છે.એક તાલુકામાં આશરે 200 થી 600 વિલેજનો સમાવેશ થાય છે. જેમાં વડા તહેસીલદાર હોય છે.

3.કોમ્યુનિટી ડેવલોપમેન્ટ બ્લોક

  • 1 કોમ્યુનિટી ડેવલોપમેન્ટ બ્લોકમાં 100 વિલેજ અને આશરે 80,000થી 1,20,000ની વસ્તીને આવરી લેવામાં આવે છે. ભારતમાં કોમ્યુનિટી ડેવલોપમેન્ટ બ્લોક એક બહુલક્ષી કાર્યક્રમ છે અને તે પંચવર્ષીય યોજનાનો એક ભાગ છે, તેના ઇન્ચાર્જ તરીકે તાલુકા હેલ્થ અધિકારી (THO) હોય છે.

કાર્યો

  • પશુધન અને ખેતીવાડીમાં સુધારો કરવો.
  • કોમ્યુનિકેશનમાં સુધારો કરવો એટલે કે સંદેશા વ્યવહાર માટે નવા સંશાધનો વિકસાવવા.
  • એજ્યુકેશનમાં સુધારો લાવવો.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટરની સ્થાપના કરી લોકોનું આરોગ્ય સુધારવું.
  • લોકોના ઘરની આસપાસનું વાતાવરણ સુધારવુ.
  • લોકોને સામાજિક સેવાઓ આપવી.

4.મ્યુનિસિપાલટી અને કોર્પોરેશન

  • શહેરી વિસ્તારમાં વહીવટ મ્યુનિસિપાલટી અને કોર્પોરેશન હોય છે.

તેમાં નીચે મુજબના ૩ વિભાગનો સમાવેશ થાય છે.

A. ટાઉન એરિયા કમિટી

  • ટાઉન એરિયા કમિટી 5 થી 10,000 ની વસ્તીએ હોય છે. આ કમિટી પંચાયત જેવી જ હોય છે, તે સેનીટેશનની સર્વિસિસ પુરી પાડે છે.

B. મ્યુનિસિપલ બોર્ડ

  • મ્યુનિસિપલ બોર્ડ ૧૦,૦૦૦ થી ૨ લાખની વસ્તીને આવરી લે છે. તેના વડા તરીકે ચેરમેન હોય છે, જે સભ્યો દ્વારા ચૂંટાયેલા હોય છે અને તેનો સમયગાળો ત્રણ થી પાંચ વર્ષનો હોય છે

C. કોર્પોરેશન

  • કોર્પોરશનની વસ્તી 2 લાખથી વધુ હોય છે જેના વડા તરીકે મેયર હોય છે. સીટીના જુદા જુદા વિસ્તારમાંથી કાઉન્સીલરો ચુંટાઈ આવેલ હોય છે.

કાર્યો

  1. રોડ રસ્તા બનાવવા
  2. સુએજ અને કચરાનો નિકાલ.
  3. સ્ટ્રીટ લાઈટ
  4. પાણી પુરવઠો પૂરો પાડવો્
  5. હોસ્પિટલ અને ડિસ્પેન્સરી ની વ્યવસ્થા કરવી.
  6. શિક્ષણ
  7. જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી.
  8. જાહેર શૌચાલય બનાવવા.
  9. શહેરમાં રખડતા ઢોરની દેખરેખ કરવી.
  10. ખોરાકની સ્વચ્છતા જાળવવી અને તેમાં થતી ભેળસેળનું નિયંત્રણ કરવું

5.વિલેજ

  • વિલેજ હેલ્થ ગાઈડ, આશા અને આંગણવાડી બહેનોનો સમાવેશ થાય છે.

A. વિલેજ હેલ્થ ગાઈડ સ્કીમ

  • બીજી ઓક્ટોબર ૧૯૭૭ માં આ સ્કીમ અસ્તિત્વમાં આવી
  • જે તે ગામમાંથી વી.એચ.જી પસંદ કરવામાં આવે છે.
  • આ કોઈ સરકારી કાર્યકર્તા કે કર્મચારી નથી પરંતુ સામાજિક સેવા પુરી પાડનાર વ્યક્તિ છે. લોકો તેના આરોગ્યમાં જાતે જ ભાગીદાર બને તે આ સ્કીમનો મુખ્ય હેતુ છે. વિલેજ હેલ્થ ગાઈડ મોટા ભાગે સ્ત્રી હોય છે.
  • ગવર્નમેન્ટનું માળખું અને કોમ્યુનીટી વચ્ચે વિલેજ હેલ્થ છે.
  • તેને માસિક મહેનતાણું ચુકવવામાં આવે છે.

B. ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલેપમેન્ટ સ્કીમ

આંગણવાડી વર્કરના કાર્યો નીચે મુજબ છે.

  • ૧. હેલ્થ ચેકઅપ
  • ૨. ઈમ્યુનાઈઝેશન
  • ૩. સપ્લીમેન્ટ્રી ન્યુટ્રીશન
  • ૪. હેલ્થ એજ્યુકેશન
  • ૫. પ્રી- સ્કુલ એજ્યુકેશન
  • ૬. રેફરલ સર્વિસીસ
  • આંગણવાડીના લાભાર્થીમાં મધર તથા ૬ વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ થાય છે. હાલના તબક્કે કિશોરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સબ સેન્ટર લેવલ

  • દર ૫૦૦૦ ની વસ્તીએ એક સબસેન્ટર હોય છે જ્યારે ટ્રાઈબલ(આદિવાસી) અને હીલી(પર્વતીય) એરીયામાં દર 3000 ની વસ્તી એક સબસેન્ટર હોય છે.
  • સબસેન્ટરમાં એક એફ.એચ.ડબલ્યુ અને એક એમ.પી.એચ.ડબલ્યુ હોય છે.

કાર્યો

  • એમ.સી.એચ. કેર
  • એફ.પી.( ફેમીલી પ્લાનીંગ સેવાઓ)
  • ઈમ્યુનાઈઝેશન
  • ફર્સ્ટ એઈડ
  • રેફરલ સર્વિસીસ

સબસેન્ટરમાં લેબોરેટરી તપાસ ઉપલબ્ધ બને તે માટે દરખાસ્ત કરવામાં આવે છે. સબસેન્ટરમાં કાર્યો કરતા એફ.એચ.ડબલ્યુ અને એમ.પી.એચ.ડબલ્યુનું સુપરવિઝન અનુક્રમે એફ.એચ.એસ અને મેઈલ હેલ્થ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવે છે.

  • પી.એચ.સી.
  • સી.એચ.સી.

રેફરલ સિસ્ટમ (સંદર્ભ સેવા)

વ્યાખ્યા

  • જ્યારે કોઈ દર્દીને નીચેના અથવા કોઈ કેસ કે જેમને પહેલેથી જ સઘન સારવારની સ્તરે એ સારવાર આપવા છતાં તે સાજો ન થાય જરૂર હોય ત્યારે તેને પ્રાથમિક સારવાર આપવી. આપેલ સારવારની વિગત સાથે ઉપરના લેવલે મોકલવામાં આવે છે. તેને સંદર્ભ સેવા અથવા રેફરલ સિસ્ટમ કહેવાય છે.

અથવા

  • આરોગ્ય સેવાને એક લેવલથી બીજા લેવલ સાથે અથવા એક સંસ્થાથી બીજી સંસ્થા સાથે જોડતી સાંકળને રેફરલ સિસ્ટમ કહેવાય છે.
  • આ દરેક બાબતો એક આરોગ્ય સેવાના ટીમના સભ્ય તરીકે જાણવી ખુબ જ અગત્યની છે.

રેફરલ ચેઈન

પ્રાઇમરી લેવલ

  • ગ્રામ્ય લેવલે વિલેજ હેલ્થ ગાઈડ, આશા વર્કર, આંગણવાડી વર્કર, ગ્રામ આરોગ્ય મિત્ર, એમ.એસ.એસ. (મહીલા સ્વાસ્થ્ય સંધ) ના સભ્યો કે જેઓ જરૂરીયાત મંદ દર્દીને જે તે ગ્રામ્ય વિસ્તારનાં એફ એચ.ડબલ્યુ તથા એમ.પી.એચ.ડબ્લ્યુને રીફર કરે છે. અથવા પોતાની સાથે લઈને આવે છે.
  • આ લેવલે પુરૂષ આરોગ્ય કર્મચારી ઘણી વખત સ્ત્રીની વ્યક્તિગત સમસ્યા હોય તો તેને સ્ત્રી આરોગ્ય કર્મચારીને રીફર કરે છે. તેવી જ રીતે સબસેન્ટર લેવલ પર જે ગંભીર બીમારીના દર્દી હોય અથવા અકસ્માતના દર્દી હોય કે પછી આરોગ્ય વર્કરની સમજની બહારની બિમારી હોય તો તેઓને પાયાની સારવાર આપી તેમને પી.એચ.સી માં રીફર કરે છે.

સેકન્ડરી લેવલ

  • આ લેવલમાં કોમ્યુનીટી હેલ્થ સેન્ટર અને હોસ્પીટલમાં આપવામાં આવતી સેવાઓનો સમાવેશ થાય છે.
  • ભારતમાં આ લેવલમાં લોકોની આરોગ્ય સમસ્યાઓ હલ કરવામાં આવે છે.
  • આ લેવલ દ્વારા સારી રીતે ડીલીવરી કેર આપવામાં આવે છે.

ટર્સરી લેવલ

  • સેકન્ડરી લેવલ કરતા વધુ વિશેષતા ધરાવતી ચોકકસ પ્રકારની સુવીધા હોય છે.
  • આ પ્રકારની સેવા જીલ્લા હોસ્પિટલ તથા સ્પેશીયલ હોસ્પિટલ દ્વારા પુરી પાડવામાં આવે છે.
  • આ લેવલમાં સુપર સ્પેશીયાલિસ્ટ હોય. જેઓ પ્રાઈમરી લેવલથી શરૂ થયેલી કેર ને સપોર્ટ પુરો પાડે છે.
  • આ ઉપરાંત શહેરી વિસ્તારમાં સેવાઓ આપવા માટે અર્બન હેલ્થ પણ કાર્યરત છે.
  • આમ, દરેક સેક્ટર એક જગ્યા એ થી બીજી જગ્યાએ રીફર કરી દર્દીને જરૂરીયાત મુજબની સઘન સારવાર મળી રહે તે માટે અને સંદર્ભ સેવાનો (રેફરલ સિસ્ટમ) હેતુ પરી પુર્ણ થાય તે રીતે દર્દીને સંદર્ભમાં મોકલવાની જે પધ્ધતિ છે. તે માળખાને રેફરલ સિસ્ટમ અથવા સંદર્ભ સેવા કહે છે.
  • જેમાં, નીચેના લેવલથી ઉપરના લેવલ સુધી રીફર કરવામાં આવે છે. એટલે કે પ્રાઈમરી લેવલથી સેકન્ડરી લેવલ અને સેકન્ડરી લેવલથી ટર્સરી લેવલે રીફર કરવામાં આવે છે.

સ્ટેપ્સ ઓફ રેફરલ સિસ્ટમ (સંદર્ભ સેવાના પગથીયા)

રીફર સ્લીપ

  • જ્યારે આપણે દર્દીને રીફર કરીએ છીએ ત્યારે રીફર સ્લીપ ભરવી ખુબજ અગત્યની છે.

આ માટેનો નમુનો આ મુજબ છે.

  • દર્દી નું નામ
  • ઉંમર
  • જાતી : સ્ત્રી, પુરૂષ, સ્ત્રી બાળક, પુરૂષ બાળક
  • સરનામું
  • માંદગીનો પ્રકાર
  • માંદગીના ચિન્હો અને લક્ષણો
  • આપેલ સારવાર
  • રીફર કરવાનું કારણ
  • તારીખ અને સમય

નોંધ : સ્લીપના નીચેના / પાછળના ભાગની વિગતો

  • રીફર કરનારનું નામ
  • હોદ્દો
  • સરનામું
  • સંપર્ક નંબર
  • સહી

ધ્યાનમાં રાખવાના મુદ્દા

  • રીફર સ્લીપમાં દર્દીની જે ફરીયાદ હોય અને તમે જે નિરીક્ષણ કરેલ હોય તે ચિન્હો અને લક્ષણો વિગતવાર લખવા.
  • આપેલ સારવાર કે જે આંગણવાડી વર્કર અથવા આરોગ્ય કર્મચારીએ આપેલ હોય તેની વિગતે નોંધ કરવી અને સારવાર આપ્યાનો સમયની ખાસ નોંધ કરવી જેમકે તારીખ, સમય દવાનું નામ, ડોઝનું પ્રમાણ અને રીફર કરવાનું કારણ પણ લખવું.
  • જો દર્દી લાંબા સમયથી બિમાર હોયતો તાત્કાલીક સબસેન્ટર પરથી પી.એચ.સી પર અથવાપી.એચ.સી ના મેડીકલ ઓફીસરની વિકલી (અઠવાડિક) વિઝીટ હોય ત્યારે દર્દીને બતાવી તેની દરેક માહિતી પ્રાપ્ત કરી યોગ્ય સારવાર આપવી અને જો વિશેષતાની જરૂરીયાત પડે તો દર્દીને પોસાય તેવા નિષ્ણાંત પાસે મોકલવું અથવા સાથે જઈ સારવાર અપાવવી.
  • આરોગ્ય વર્કરે ધ્યાનમાં રાખવાની બાબતો :
  • આપણા દેશમાં, રાજ્યમાં, જીલ્લામાં, તાલુકામાં અને આપણા ગામમાં તેમજ આપણા વિસ્તારમાં રોગ ન થાય તે માટેના અટકાયતી પગલાં તાત્કાલીક લેવાય તેની ખુબજ અગત્યતા છે. કારણકે એકવાર રોગ થયા પછી તેને જો જલ્દી સારવાર કે તેની સામે પગલાં લેવામાં ન આવે તો તેના કારણે સઘન સારવારની જરૂર પડે તથા ખોડખાંપણ થાય તો તેની સારવારની ખુબજ કિંમત ચુકવવી પડે.
  • તેથી એક કાર્યકર તરીકે પોતાના વિસ્તારની તથા પોતાના જનસમુદાયની સામાજિક, સાંસ્કૃતિક તથા રહેણીકરણીઓને જાણવી તથા તેનાથી આરોગ્ય પર થતી અસર વિશેના વિચારોને બદલાવવાના પ્રયત્નો કરવા જો તેમનું આરોગ્ય સેવા પ્રત્યેનો અભિપ્રાય બદલાશે અને દરેક સેવા પોતાના માટે છે. તેમ માનીને આપણી સેવાઓમાં ભાગીદાર બનશે અને તંદુરસ્ત રહેવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે.
  • જેથી એક આરોગ્ય કાર્યકર તરીકે આપણા જન સમુદાયના વ્યક્તિના પ્રશ્નોને સમજવા અને તેમના નિરાકરણ માટે ઉપલબ્ધ સંદર્ભ સેવાનો મહતમ ઉપયોગ કરી અને વ્યક્તિને તેના આરોગ્યમાં વધારો કરવા માટે મદદરૂપ બનવુ તે આપણી જવાબદારી છે.

હેલ્થ એજન્સી (ઇન્ટરનેશનલ હેલ્થ એજન્સી)

  • વિશ્વમાં આરોગ્યનું સ્તર ઉંચુ લાવવા માટે તથા રોગો ને એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થતા અટકાવવા માટે ક્યા પગલાં લેવા તેનું સંશોધન કરવુ ખુબજ જરૂરી બન્યુ કારણ કે રોગને આંતરરાષ્ટ્રીય પરમીટ છે. તેને કોઈપણ દેશમાં દાખલ થવા માટે કોઈ રાજકીય સત્તા કે ભૌગોલીક સરહદો પર પરવાનગી લેવી પડતી નથી તે કોઈની પણ પરવાહ કર્યા વગર કોઈપણ દેશમાં દાખલ થઈ જાય છે. અને પોતાની સત્તા જમાવે છે. અને લોકોના સ્વાસ્થ્ય પર સીધો હુમલો કરે છે અને આ રોગની સત્તા સામે વ્યક્તિ લાચાર બની જાય છે તેથી વિશ્વ સ્તરે પરિષદ કરી આરોગ્ય માટેની એજન્સીની સ્થાપના કરવામાં આવી.

જે દરેક એજન્સીઓ નીચે મુજબ છે.

1.WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)

WHO

  • ઈ.સ. ૧૯૪૬માં ન્યુયોર્ક ખાતે ઈન્ટરનેશન હેલ્થ કોન્ફરન્સ ભરાઈ તેમાં ૫૧ દેશો એ ભાગ લીધો હતો આ કોન્ફરન્સની ટેકનીકલ કમીટીની ભલામણ મુજબ એક એવી સંસ્થા જે ઘણા દેશોના આરોગ્ય માટે કામ કરે તેવી હોવી જોઈએ અને આ ભલામણ મુજબ ૭ એપ્રીલ ૧૯૪૮માં WHO ની સ્થાપના થઈ આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રની સંઘની એક સ્પેશીયલ અને બિનરાજકીય એજન્સી છે. જેનુ મુખ્ય કેન્દ્ર જીનીવા ખાતે આવેલું છે. WHO ને સ્થાપના દિન ૭ એપ્રિલ જે વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવીએ છીએ.

મેમ્બર શીપ

  • દરેક દેશને WHO ના મેમ્બર બનવાની છુટ છે. ૧૯૪૮ માં ૫૬ દેશો એ સભ્યપદ મેળવ્યુ હતુ અને ત્યારબાદ ૧૯૯૬ માં ૧૯૨ દેશ તેમના સભ્યો હતા આ દરેક મેમ્બર દેશ દર વર્ષે પોતાનો ફાળો WHO ને આપે છે. અને તેના બદલામાં WHO પાસેથી પોતાના દેશ માટે આરોગ્ય સેવાઓ માટે મદદ મેળવે છે.

બંધારણ

WHO ને પોતાનું બંધારણ એટલે કે વહિવટી માળખું ૩ બોર્ડથી થાય છે.

1.એસેમ્બલી બોર્ડ

  • જે વહિવટ માટેનું સૌથી ઉપરી માળખુ છે. અને તેમની મીટીંગ વર્ષમાં એક વખત થાય છે અને આ બોર્ડ માં દરેક દેશના સભ્યો ભેગાં મળી બનાવે છે.

2.એક્ઝીક્યુટીવ બોર્ડ

  • દેશના મેમ્બર અથવા તો સભ્યપદ ધરાવતા દેશોના આરોગ્ય નિષ્ણાંત ભેગા થઈને એક્ઝીક્યુટીવ બોર્ડ બનાવે છે. અને તેઓ વર્ષમાં બે વખત મીટીંગ કરે છે.

3.સેક્રેટરીયલ બોર્ડ

  • તે જનરલ ડાયરેક્ટરના હેઠળ કામ કરે છે તેમાં જુદા જુદા ૧૪ વિભાગો આવેલા છે. જેમકે સર્વે, કોમ્યુનીકેબલ ડીઝીઝ, એન્વાયરમેન્ટ વગેરે આ બોર્ડ દર ૩ મહિને મીટીંગનું આયોજન કરે છે. ( વર્ષમાં ૪ વખત મીટીંગ થાય છે)

WHO દરેક કાર્ય સારી રીતે કરી શકે તે માટે તેમના વર્ક એરીયાને ૬ વિભાગમાં વહેચેલ છે. જે નીચે મુજબ છે.

વિભાગ

  • સાઉથ ઈસ્ટ એશીયા ( દક્ષીણ પુર્વ એશીયા)
  • આફીકા
  • અમેરીકા
  • યુરોપ
  • વેસ્ટર્ન પેસેફીક
  • મેડીટેરીયમ

ભારત એ સાઉથ ઈસ્ટ એશિયા રીજયનનું મેમ્બર છે. જેનુ હેડકવાટર ન્યુ દિલ્હીમાં આવેલુ છે. આ ઉપરાંત તેમાં બીજા ઘણા દેશો છે. જેવા કે મ્યાનમાર(બર્મા), શ્રીલંકા, ઈન્ડોનેશીયા, નેપાળ, થાઈલેન્ડ, બાંગલાદેશ, કોરીયા, ભુતાન વગેરે.

WHO ના કાર્યો

  • વિશ્વમાં દરેક આરોગ્ય કાર્યકરની દોરવણી અને સંકલન કરે છે.
  • દરેક દેશમાં તેમની આરોગ્ય સેવાઓ ને સુઘડ બનાવવા માટે મદદ કરે છે અને રોગના નિંયત્રણમાટે નિષ્ણાંતો અને નિરીક્ષકોની ટીમ મોકલે છે.
  • ઈમરજન્સી સેવાઓ આપે છે. દા.ત રોગચાળો નીકળે ત્યારે WHO દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગેઅને જમીન માર્ગ પર લેવાતા તકેદારીના પગલાઓ વિશે સુચનો આપે છે.
  • આ ઉપરાંત WHO એક દેશમાંથી બીજા દેશમાં લોકો સ્થળાંતર કરે ત્યારે ચેપી રોગો સામે રક્ષણ મળે તે હેતુ થી વેક્સીનેશન માટેનું ઈન્ટરનેશનલ હેલ્થ સર્ટીફીકેટ માંગે છે. જેમ કે
    બી.સી.જી. વેકસીન, પોલીયો વેકસીન, હીપટાઈટીસ વેક્સીન, પેન્ટાવેલેન્ટ વેકસીન હીબ વેક્સીન, મિઝલ્સ વેકસીન, રોટાવાઈરસ વેક્સીન વગેરે અને અન્ય વેક્સીનેશન.
  • WHO એ આખા દેશમાં થયેલા રોગો અને મરણના કારણો, હેલ્થ પ્રોબલેમ વગેરેના સચોટ આંકડાઓ આપે છે અને દરેક દેશોને હેલ્થ પ્રોબલેમમાં વધુ ચોક્સાઈથી કામ કરી શકાય તે માટે નું જ્ઞાન પુરૂ પાડે છે.
  • ડ્રગ્સ અને વેકસીનને માન્યતા આપે છે.
  • WHO ઘણા હેલ્થ વિષયક મેગેઝીન, બુલેટીન, (પખવાડીક કે માસિક) બહાર પાડે છે અને ટેકનીક બાબતની કામગીરી બાબતે માર્ગદર્શન આપે છે.
  • જુદી જુદી રીસર્ચ સ્ટડી કરે છે અને રીસર્ચ અને એજ્યુકેશન માટે પ્રોત્સાહન પુરૂ પાડે છે.

WHO નો ભારતમાં ફાળો

  • ભારતમાં થતા કોમ્યુનીકેબલ ડીસીઝ જેવા કે કોલેરા,મેલેરીયા, ટી.બી. વગેરે કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને તે રીતે પ્રોગ્રામ ચલાવવા નિષ્ણાંતો તથા સાધન સામગ્રી પુરી પાડે છે.
  • પબ્લીક હેલ્થ કે પબ્લીક હેલ્થના વહિવટને સુઘડ બનાવવા માટે મદદ કરે છે.
  • હેલ્થ વર્કર તથા આરોગ્ય માટે કામ કરતા વર્કરની તાલીમમાં મદદ કરે છે જેમકે આઈ.એમ.એન.સી.આઈ. ની ટ્રેનીંગ વગેરે
  • વાતાવરણીય સ્વચ્છતા માટે મદદ કરે છે.
  • આપણા દેશમાં બાયોમેડીકલ રીસર્ચ, ફેમીલી પ્લાનીંગ રીસર્ચ, તથા અન્ય રીસર્ચમાં મદદ કરે છે.
  • વેક્સીનના ઉત્પાદન માટે જરૂરી સાધન સામગ્રી પુરા પાડે છે.
  • ડ્રગ્સની ક્વોલીટીને મેઈનટેઈન કરવા માટે મદદ રૂપ બને છે.
  • ડેન્ટલ હેલ્થ માટે મદદ રૂપ થાય છે.
  • મેડીકલ રીહેબીલીટેશન માટે અલગ અલગ સેન્ટરો ચલાવે છે.
  • આરોગ્ય વિષયક લેબોરેટરી સેવાઓ પુરી પાડે છે.

2.UNICEF (યુનીસેફ)

  • U – યુનાઈટેડ
  • N – નેશન
  • I – ઈન્ટરનેશનલ
  • C- ચિલ્ડ્રન્સ
  • E – ઈમરજન્સી
  • F – ફંડ
  • UNICEF ની સ્થાપના ૧૯૪૬ માં થઈ હતી તેનુ મુખ્ય મથક ન્યુયોર્કમાં આવેલુ છે. અને તેની વિભાગીય ઓફીસ દિલ્હીમાં છે. UNICEF એ WHO સાથે મળીને સહકારથી કામગીરી કરે છે. તેનું અગત્યનું કાર્ય માતાઓ તથા બાળકોના આરોગ્ય ને સુધારવાનું અને વધારવાનું કાર્ય કરે છે. અને બાળકોના આરોગ્યને અસર કરે તેવા દરેક પ્રોગ્રામમાં મદદ કરે છે.

જે પ્રોગ્રામો નીચે મુજબ છે.

1.એજ્યુકેશન

  • આપણા દેશમાં વિજ્ઞાનનું શિક્ષણ આપવા માટે આ એજન્સી મદદ કરે છે. જેમાં સાયન્સ લેબોરેટરીના સાધનો આપવા, લાઈબ્રેરીમાં પુસ્તકોનું વિતરણ કરવુ તથા એ.વી.એડસ ના સાધનો પુરા પાડવા અને શિક્ષણ માટેના સાધનો મળી રહે તે માટે મદદ કરે છે.

2.આરોગ્ય વિષયક

  • સબસસ્ટન્ટ, પી.એચ. આપણા દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા હોય છે.સબસન્ટર, પી.એચ.સી. સી.એચ.સી, ડીસ્ટ્રીક હોસ્પિટલ અને સમગ્ર રાજ્ય અને દેશમાં કોમ્યુનીકેબલ ડીસીઝના કંટ્રોલ માટેનું કાર્ય કરે છે. દા.ત ટી.બી. મેલેરીયા, એસ.ટી.ડી. એસ.ટી.આઈ., કોરોના અને અન્ય સંક્રામક રોગો

3.ન્યુટ્રીશન

  • UNICEF બાળકો માટે મીલ્ક પાવડરનું વિતરણ કરતુ હતું તેનાથી તેને ખુબજ પ્રચલિતતા મળી હતી અને તે મીલ્ક પાવડરને બનાવવા માટે ગુજરાત,મુંબઈ, મૈસુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડું વગેરે રાજ્યોને સાધનો પુરા પાડતા હતા. તે બાળકોને માતાની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે સુવિધા પુરી પાડે છે. હાલમાં આંગણવાડી દ્વારા પૂરક – પોષણ આહાર તેમજ એનીમીયાને કંટ્રોલ કરવા માટેના ફુડ પેકેટો યુનીસેફ દ્વારા આપવામાં આવે છે.

4.વોટર સપ્લાય એન્ડ સેનીટેશન (સલામત પાણી પુરૂ પાડવું)

  • ગ્રામ્ય વિસ્તારમાં સલામત પીવાનું પાણી મળી રહે તે માટેના સાધનો પુરા પાડે છે.

5.સોશિયલ વેલ્ફેર (સમાજ કલ્યાણ)

  • કુટુંબ નિયોજનની સેવા વધુ અસરકારક તેમજ સ્વીકાર્ય બને તે માટે એ.એન.એમ ને ટ્રેનીંગ આપવાનું કાર્ય પણ UNICEFનું છે. હાલમાં UNICEF એ નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપી બાળ મૃત્યુ અને માતા મૃત્યુ ઘટી શકે તે માટેનું કાર્ય હાથ ધર્યું છે.

જે નીચે મુજબનું છે.

  • ૧. પ્રાથમિક આરોગ્ય સેવા
  • ૨. બાળકો અને માતાનું યોગ્ય અને સંપુર્ણ રસીકરણ.
  • ૩. બાળકોનો વૃદ્ધિ અને વિકાસ બરાબર થાય છે કે કેમ તે માટે ગ્રોથ ચાર્ટને વધુ મહત્વ આપવુ અને નિભાવવું.
  • ૪. જેમાં ફક્ત ને ફક્ત માતાનું ધાવણ જન્મ પછી અડધા કલાકમાં અને છ માસ સુધી આપવું.
  • ૫. ઓ.આર.એસ : ઝાડાના કારણે થતા બાળકની માંદગીને અટકાવવા ઓ.આર.એસ પુરા પાડી અને ઓ.આર.એસ વિશેનું આરોગ્ય શિક્ષણ પુરૂ પાડે છે.

ઉપર મુજબની સેવા આપવા માટે UNICEF એ એક ફોર્મ્યુલા બનાવી છે. જેને “GOBI-FFF” તરીકે ઓળખાવી છે. અને તે મધર અને ચાઈલ્ડ હેલ્થને પ્રમોટ કરે છે.

  • G- ગ્રોથ ચાર્ટ મોનીટરીંગ
  • O- ઓરલ રીહાઈડ્રેશન
  • B – બ્રેસ્ટ ફીડીંગ
  • I – ઈમ્યુનાઈઝેશન અગેઈન્સ્ટ વેક્સીન પ્રીવેન્ટેબલ ડીસીઝ
  • F- ફીમેલ એજ્યુકેશન
  • F- ફેમીલી પ્લાનિંગ
  • F- ફુડ સપ્લીમેન્ટેશન

3.UNFPA (યુનાઈટેડ નેશન્સ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટીવીટીઝ)

  • આ એજન્સી આપણા દેશમાં ૧૯૪૭ થી નેશનલ હેલ્થ સ્કીમમાં મદદ કરે છે.
  • જેનો મુખ્ય હેતુ કુટુંબ નિયોજનનો વધુ પ્રચાર થાય તે માટે શિક્ષણ આપતા પ્રોગ્રામ કરે છે. પ્રોગ્રામના મેનેજમેન્ટના આઉટપુટમાં વધારો કરવાનો છે અને લોકોના આરોગ્યના સ્તરને ઉચું લાવવાનું છે. આપણા દેશમાં બિહારના રર જીલ્લાઓ માં તથા રાજસ્થાનના પાંચ જીલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં તેમની એકટીવીટીનો ઘણો લાભ મળેલ છે.
  • તેમનું કાર્ય જુદા જુદા પ્રોગ્રામોને મેનેજ કરવા, કોન્ટ્રાસેપ્ટીવ વસ્તુઓના પ્રોડક્શનમાં હેલ્પ કરવી. પોપ્યુલેશનને આરોગ્ય શિક્ષણ આપવુ આરોગ્ય વર્કર પુરા પડવા, એમ.સી.એચ અને ફેમીલી પ્લાનીંગ માટે નવી – નવી ટેક્નીક અને રીસર્ચ માટે પ્રોત્સાહન આપવું.

4.UNDPA (યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એક્ટીવીટીઝ )

  • આપણા દેશમાં UNDPA ની સ્થાપના ૧૯૬૫ માં થઈ તેમાં ગરીબ અને ધનાઢ્ય બંને દેશો મેમ્બર હોય છે. આ એજન્સીનું ફંડ ટેકનીકલ આસીસટન્ટ માટે વપરાય છે. તેનો પાયાનો હેતુ ગરીબ દેશોને આર્થીક, સામાજિક,કૃષિ, ઔધોગીક, વિજ્ઞાન, આરોગ્ય થતા સમાજ કલ્યાણની દરેક પ્રવૃત્તિમાં મદદ ફરી વિકાસ કરવાનો છે.

5.વર્લ્ડ બેંક (વિશ્વ બેંક)

  • વિશ્વ બેંક એ યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) ની સ્પેશીયલ એજન્સી છે.
  • જે યુનાઈટેડ નેશન્સના મેમ્બર દેશોને કે જે ઓછા વિકસિત છે તેને આર્થિક મદદ કરી લોકોનું જીવન ધોરણ ઉંચું લાવવામાં મદદ કરે છે.
  • બોર્ડ ઓફ ગવર્નર તેના સંચાલક હોય છે. દેશને આર્થીક રીતે સધ્ધર થવા માટે સરકારી પ્રોજેક્ટ જેવા કે ઈલેક્ટ્રીક પાવર, રસ્તાઓ, રેલ્વે, કૃષિ, પાણી, પાણી પુરવઠો, શિક્ષણ, કુટુંબ નિયોજન વગેરે પ્રોજેક્ટ ચલાવવા લોન પુરી પાડે છે.

6.F.A.O (ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)

  • તેની સ્થાપના ૧૯૪૫ માં થઈ હતી તેનું હેડ કવાર્ટર રોમમાં આવેલુ છે. તેના મુખ્ય ધ્યેયો નીચે મુજબ છે.
  • દેશનું જીવન ધોરણ ઉંચુ લાવવું.
  • દરેક દેશના લોકોના ન્યૂટ્રીશનમાં વધારો કરવો.
  • તમામ દેશોમાં વન વિભાગ ખેતીવાડી તથા મત્સ્ય ઉદ્યોગને વધારવો.
  • ગામડાઓમાં વસતા લોકોની ઉપાર્જિત સ્થિતિમાં સુધારો કરી તેમનું જીવન ધોરણ ઉંચું લાવવું.
  • વધતી જતી વસ્તીને પુરતું અનાજ મળી રહે તે માટે અનાજનું ઉત્પાદન તથા સંગ્રહ સ્થાનનો વિકાસ કરવો જેથી ભવિષ્યમાં અનાજ સર્વે લોકોને પુરતા પ્રમાણમાં મળી રહે.
  • આ અભીગમને સાર્થક કરવા ૧૯૬૦માં વર્લ્ડ ફ્રીડમ ફ્રોમ હંગરી કેમ્પેનનું આયોજન કર્યું જેમાં દુનિયામાંથી ભુખમરો મટાડવો અને તેના માટે કુપોષણ દુર કરવુ તથા લોકોને માહીતી તથા શિક્ષણ પુરૂ પાડવાનું હતુ.
  • બીજી સંસ્થાઓ સાથે મળી ન્યુટ્રીશન પ્રોગ્રામમાં મદદરૂપ બને છે.
  • આ ઉપરાંત ફૂડના સ્ટાન્ડર્ડને જાળવી રાખવો તેમજ ખોરાકમાં થતી ભેળસેળને અટકાવવા માટે પગલાંઓ લે છે.
  • સહકારમાં રહી ન્યુટ્રીશન, સર્વે, તાલીમ કોર્ષ માટે સેમીનારનું આયોજન તથા રીસર્ચ કાર્યોમાં મદદ કરે છે.

7.DANIDA (ડેનીસ ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ)

  • આ ડેનમાર્કની ગવર્નમેન્ટ સંસ્થા છે. જેની સ્થાપના ૧૯૬૨ માં થઈ હતી, ૨૦૧૫ સુધીમાં ૭૩ જેટલા દેશો તેમના મેમ્બર બન્યા હતા. તેના કાર્યો નીચે મુજબ છે.

કાર્યો

  • સામાજિક હકો અને લોકશાહી
  • હરીયાળી ક્રાંતિ
  • સામાજિક વિકાસ
  • સ્ટેબીલીટી એન્ડ પ્રોટેક્શન

8.યુરોપિયન કમિશન

  • યુરોપીયન કમિશન એ કોઈપણ રાજ્ય અથવા બે રાજ્યો વચ્ચે સંકલન અથવા તેને સંચાલિત કરવાની જરૂર છે ત્યારે કાર્ય કરે છે. યુરોપીયન સંઘમાં નિયંત્રણ પ્રવૃત્તિઓ, સત્તા પર અધિકાર, માલિકી, કાયદાકીય પહેલ, અને આ સત્તાના અસ્તિત્વ હેતુઓ,સંધિઓ અને નિયમનો અમલ, નિયમનો અમલીકરણ અને નવા કાયદાના વિકાસ વગેરે યુરોપિયન કમિશન દ્વારા બનાવવામાં આવે છે.
  • યુરોપીયન કમિશનની અંદર ૮ થી ૨૦ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. જેને કમિશન પણ કહેવામાં આવે છે.

કાર્યો

  • કાયદાઓ વિકસાવવા
  • કાયદાઓનું અમલીકરણ
  • ઉલ્લંઘનની તપાસ અને દેખરેખ કાયદા

9.ઈન્ટરનેશનલ રેડ ક્રોસ

  • રેડક્રોસ એ બિનરાજકીય, નોનઓફીશયલ, આંતરરાષ્ટ્રીય માનવ સેવાની સંસ્થા છે. યુધ્ધમાં લોકોની શાંતી અને સલામતી માટે કામ કરે છે. આ સંસ્થાની સ્થાપના યંગ બીઝનેસમેન હેન્રી દુનાંત અને બીજા ચાર લોકોએ ભેગા મળીને કરી હતી જે ઐતિહાસિક યુધ્ધ વખતે એક સ્વયંસેવક તરીકે ઉત્તર ઈટાલી ગયા હતા ત્યારે ત્યા હજારો ઘાયલ થયેલા તથા શહીદ થયેલા સૈનીકોને નજર અંદાજ કરવામાં આવતા હતા ત્યારે એ દ્રશ્ય જોઈને તેમણે ૧૮૬૩ માં ઈન્ટરનેશનલ રેડક્રોસની સ્થાપના કરી.
  • આ સંસ્થાનું હેડ ક્વાર્ટર જીનિવામાં આવેલું છે. આ સંસ્થા કોઈપણ જાતના ભેદ ભાવ રાખ્યા વગર યુધ્ધોમાં ધવાયેલા સૈનીકોની સારવાર તથા મદદ કરે છે. હાલમાં તેની સમગ્ર વિશ્વમાં પુષ્કળ શાખાઓ આવેલી છે. તેઓ બીમાર વ્યક્તિની તપાસ, નિદાન, સારવાર વિનામુલ્યે કે ઓછા મુલ્યો લઈને કરે છે. રેડક્રોસ એ એક મહાન મિશન છે. તેને રક્ષણાત્મક સિમ્બોલ આપવામાં આવેલ છે.
  • આ સંસ્થા દ્વારા બીજા પ્રોગ્રામ જેવા કે આરોગ્ય, શિક્ષણ, ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં ફર્સ્ટ એઈડ સેવાઓ આપવામાં આવે છે અને માતૃબાળ કલ્યાણની સેવાઓ પણ આપે છે. આ એક સ્વેચ્છીક સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે.

10.USAID (યુનાઈટેડ સ્ટેટ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ)

  • આ સંસ્થા મુળ યુ.એસ.(અમેરીકા)માં કાર્ય કરે છે. અને તે ટેકનીકલ કો-ઓપરેશન મિશન નીચે મદદ કરે છે. ૧૯૫રથી આ સંસ્થા દ્વારા આપણા દેશને મદદ કરવામાં આવી રહેલ છે.

આ સંસ્થા નીચેના પ્રોગ્રામમાં આપણા દેશને મદદ રૂપ થાય છે.

  • ૧. મેલેરીયા કંટ્રોલ અને ઈરાડીકેશન પ્રોગ્રામ
  • ૨. રાષ્ટ્રીય પાણી પુરવઠો અને વાતાવરણીય સ્વચ્છતા.
  • ૩. મેડીકલ કોલેજ અને એવી બીજી સંસ્થાને મદદ કરે છે.
  • ૪. ફાઈલેરીયા કંટ્રોલ પ્રોગ્રામ
  • ૫. પ્રાઈમરી હેલ્થ કેર તથા હેલ્થ એજ્યુકેશનમાં મદદ કરે છે.
  • ૬. હાલમાં ખેત ઉત્પાદન તથા ફેમીલી પ્લાનીંગના માટેના હેલ્થ પ્રોગ્રામમાં મદદ કરે છે

11. UNESCO (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન્સ સાઈન્ટીફીક કલ્ચર ઓર્ગેનાઈઝેશન)

લોકોની અંદર મિત્રાચારીના સંબંધો વધારવા માટે આ સંસ્થા ૧૬ મી નવેમ્બર ૧૯૪૫ માં શરૂ કરી. આ સંસ્થા એ નક્કી કર્યું કે લોકોમાં એજ્યુકેશન વિકસાવવામાં આવે તો તેમના બીજા સાથેના સંબંધો સારા બને અને આ વિચારને પુર્ણ કરવા ૧૯૫૩ માં નીચે મુજબના ધ્યેય નક્કી કર્યા

  • વધારે સ્કુલો બનાવી અને તેમાં સગવડો પુરી પાડવી
  • સ્કુલો માટે શિક્ષણ અને તાલીમ આપવી
  • જુદા જુદા દેશોના લોકો સાથે કેવી રીતે મિત્રતા કેળવવી તથા તેને જાળવવી તે વિશેનું
  • શિક્ષણ આપવુ
  • રીસર્ચ પ્રોગ્રામો ઘડવા તથા તેનું આયોજન કરવું

યુનેસ્કો માંને છે કે નીચે મુજબના માનવ હકો દરેક દેશના લોકોને મળવા જોઈએ

  • ૧. દરેક ને એજ્યુકેશન લેવાનો હક્ક છે.
  • ૨. પ્રાથમિક શિક્ષણ મફત મળવું જોઈએ
  • ૩. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોવુ જોઈએ
  • ૪. હોસ્પિટલો પુરતી હોવી જોઈએ
  • ૫. દરેક જગ્યાએ ગટર અને રસ્તાઓની યોજનાઓની રચના થવી જોઈએ
  • ૬. ઉધોગ સ્થાપવા જોઈએ જેથી દરેકને રોજગાર મળી રહે.
  • ૭. માનવનું જીવનધોરણ ન્યાય વાળું હોવું જોઈએ.
  • ૮. દરેક વ્યક્તિને પોતાના દેશમાં મત આપવાનો અધિકાર હોવો જોઈએ.

12.કોલોમ્બો પ્લાન

  • જાન્યુઆરી ૧૯૫૦માં કોમન હેલ્થના ફોરેન મિનિસ્ટરની મીટીંગ મળી તેઓએ એકબીજાના સહકારથી સમગ્ર દેશનો આર્થિક વિકાસ થાય તે માટે પ્લાન બનાવ્યા આ પ્લાનને પુર્ણ કરવા મેમ્બરો બનાવ્યા જેમાં દક્ષિણ અને પુર્વ એશીયાના ઈન્ડીયા સહિતના ૨૦ આ રીજીયનના દેશો અને રીજીયન સિવાયના બીજા છ દેશો તેના મેમ્બર હતા. જેમાં ઓસ્ટ્રેલીયા, કેનેડા, જાપાન, ન્યુઝીલેન્ડ, યુ.કે. તથા યુ.એસ.એ. નો સમાવેશ થાય છે.
  • તેમનો મુખ્ય હેતુ સર્વ દેશોના કાર્ય દ્વારા અને સહકારથી કે કૃષિ તથા ઔદ્યોગીક ક્ષેત્રે વિકાસ કરવાનો હતો જેનાથી લોકોનું જીવનધોરણ ઊંચું આવી શકે.
  • લોકો આર્થિક તથા આરોગ્યમય જીવન જીવી શકે અને જીવન ધોરણ ઊંચું લાવી શકાય તે છે.
  • આ સાથે આરોગ્ય સ્તર ઊંચું લાવવાના ભાગ રૂપે ન્યુઝીલેન્ડની સહાયથી દિલ્હી ખાતે ઓલ ઈન્ડીયા ઈન્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (AIIMS) ની સ્થાપના થઈ અને વખતો વખત સ્થાનીક નિષ્ણાંતો દ્વારા સ્થાનીક પ્રશ્નોના ઉકેલ માટે સલાહ તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. અને કેનેડાની સહાયથી ત્યાં કોબાલ્ટ થેરાપી યુનીટ બનાવવામાં આવ્યું. જેથી લોકોની જરૂરીયાત મુજબની સ્પેશીયલ સેવાઓ આપી શકાય અને આરોગ્યનું ધોરણ ઉંચુ લાવી શકાય

13.ILO (ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન)

  • આ સંસ્થાનું હેડક્વાટર જીનીવામાં આવેલુ છે. આ સંસ્થાની સ્થાપના પહેલા વિશ્વ યુધ્ધ પછી ઔધોગીક ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં ખાસ પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. ત્યારે તેની સ્થાપના થઈ હતી જેમાં કામદારો માટે ચોક્કસ કાયદાઓ ઘડયા હતા અને રાષ્ટ્રીય લેવલ પર તેનો અમલ કરવામાં આવ્યો હતો જેથી કામદારોના નીચે મુજબના હેતુઓ સિધ્ધ થઈ શકે.
  • સામાજિક સંસ્થાઓ દ્વારા લાભ અને ન્યાય મળે.
  • કામદારોને આરોગ્ય, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પ્રમાણે કામ કરવાની યોગ્યતા મળી રહેતે માટે આંતરરાષ્ટ્રીય કોડ દ્વારા સંપુર્ણ કાળજી લેવાની વ્યસ્થા કરવી.
  • ILO જે WHO સાથે મળી કામદારોને આરોગ્ય સેવાઓ પુરી પાડે છે.

14.CARE (કો-ઓપરેટીવ ફોર આસીસ્ટન્સ એન્ડ રીલીફ એવરીવેર)

  • ૧૯૪૫ માં બીજા વિશ્વ યુધ્ધ સમયે ઉત્તર અમેરીકામાં તેમની સ્થાપના થઈ આ સંસ્થા દ્વારા અમેરીકાના દાતાઓ જરૂરીયાતમંદ દેશોને અનાજ પુરવઠો મોકલી આપતા હતા.
  • આપણા દેશમાં પણ ૧૯૫૦થી કેરી એ મદદની શરૂઆત કરી ૧૯૭૧ થી મીડ ડે મીલ પ્રોગ્રામમાં મદદ કરે છે. જેમાં તે અનાજ તથા સોયાબીન તેલ આપી મદદ કરે છે. હાલમાં આ પ્રોગ્રામ અંતર્ગત ઘઉં, ચોખા, કપાસીયાનું તેલ તથા સોયાબીન તેલ, મકાઈ, દુધનો પાઉડર અને સોયાબીન યુક્ત આહાર વગેરે પુરા પાડવામાં આવે છે.
  • આ ઉપરાંત મેડીસીન, નિરક્ષરતા નિવારવા તથા એગ્રીકલ્ચર માટે પ્રોફેશનલ તાલીમ આપવામાં મદદ કરે છે અને અન્ય પ્રવૃત્તિ જેવી કે અનાથાશ્રમ બનાવવા, ખેતીવાડી ઉત્પાદન, સહકારી મંડળી સ્થાપવી વગેરે દ્વારા દેશમાં સુધારો કરવો તથા લોકોનું જીવનધોરણ ઉચું લાવવામાં મદદ કરે છે.

હેલ્થ એજન્સી (નેશનલ હેલ્થ એજન્સી)

1.ઈન્ડીયન રેડ ક્રોસ

  • ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના ૧૯૨૦ માં થઈ હતી. આખા વિશ્વમાં ૪૦૦ જેટલી બ્રાંચનું નેટવર્ક છે. તે હેલ્થ પ્રમોશન માટે, ડીસીઝને પ્રિવેન્ટ કરવા માટે જુદા જુદા પ્રોગ્રામને અમલમાં મુકે છે. તેમના કાર્યો નીચે મુજબ છે.

કાર્યો

૧.રીલીફ વર્ક

  • જ્યારે દેશના કોઈપણ ભાગમાં ડીઝાસ્ટર થાય જેમકે ધરતીકંપ, પુર, રોગચાળો ફાટી નીકળે ત્યારે રેડક્રોસ સોસાયટી તરતજ તેના રીસોર્સીસને લઈને અસર ગ્રસ્ત થયેલા લોકોને બચાવે છે.

૨.મિલ્ક એન્ડ મેડીકલ સ્પલાય

  • ઘણી બધી હોસ્પિટલ ડીસ્પેન્સરી, ક્લીનીક,એમ.સી.એચ,વેલ્ફેર સેન્ટર સ્કુલ, અર્બન સોસાયટી તરફથી દર વર્ષે સહાય મળે છે.

૩.આર્મ ફોર્સ

  • આર્મ ફોર્સના લોકોમાંથી બિમાર થયેલા અને ઘાયલ થયેલા ની સારવાર એ રેડક્રોસ સોસાયટીનું એક મહત્વનું કાર્ય છે. રેડક્રોસ સોસાયટી દ્વારા દરેક ઈક્વીપમેન્ટ સાથેની હોસ્પિટલ ચલાવાય છે.

૪.મેર્ટનલ એન્ડ ચાઈલ્ડ વેલ્ફેર સર્વિસીસ

  • સમગ્ર દેશમાં ઘણા મેટરનીટી અને ચાઈલ્ડ વેલ્ફેર સેન્ટર છે. જે રેડક્રોસ દ્વારા ડાયરેક્ટ ચલાવવામાં આવે છે. અથવા રેડક્રોસ સાથે જોડાયેલા હોય છે. મેટરનીટી અને ચાઈલ્ડ વેલ્ફેરની ઓફીસ ટેકનીકલ એડવાઈઝ, ફાઈનાન્સ પ્રોવાઈડ કરે છે.

૫.ફેમીલી પ્લાનીંગ

  • આપણા દેશમાં ઘણા રાજ્યોમાં ફેમીલી પ્લાનીંગ ક્લીનીક ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.

૬.બ્લડ બેંક એન્ડ ફર્સ્ટ એઈડ

  • રેડક્રોસ દ્વારા ઘણા રાજ્યોમાં બ્લ્ડ બેંક ચાલુ કરાય છે. ભારતમાં સેન્ટ જહોન એમ્બ્યુલન્સ એસોસીયેશનની રેડ ક્રોસ દ્વારા ચાલે છે. અને લાખો લોકોને ફર્સ્ટ એઈડ કેર, હોમ નર્સિંગ વગેરેની સેવાઓ અને તે માટેની ટ્રેનીંગ પુરી પાડે છે.

2.ઈન્ડીયન કાઉન્સીલ ફોર ચાઈલ્ડ વેલફેર

  • આ સંસ્થાની સ્થાપના ૧૯૫૨માં થઈ જે ઈન્ટરનેશનલ યુનીયન ફોર ચાઈલ્ડ વેલફેર સાથે જોડાયેલ છે. જેમનું મુખ્ય કાર્ય બાળકોને દરેક પ્રકારની તકો આપીને તેમનું શારીરીક, માનસીક, આધ્યાત્મિક તથા સામાજિક રીતે તંદુરસ્ત બને તેમને સ્વતંત્રતા તથા તેમના હકોને શિસ્તપુર્ણ અપનાવે અને સંપુર્ણ સ્વસ્થ જીવન જીવી શકે તે માટે કાર્ય કરે છે. આ સંસ્થા આખા દેશમાં સ્ટેટ અને ડિસ્ટ્રીક્ટમાં સત્તા સોંપી પોતાનો વહીવટ કરે છે.

3.ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા

  • તેની સ્થાપના ૧૯૫૯ માં કરવામાં આવી. જેનુ હેડ ક્વાર્ટર મુંબઈમાં છે. અને તેની બ્રાંચ દરેક રાજ્યમાં આવેલી છે. ખાસ કરી ને કુટુંબ નિયોજન પર કાર્ય કરે છે. હાલમાં સરકાર આ સંસ્થા સાથે રહી ગ્રાંટ આપી આ સંસ્થાના કાર્યને વેગવંતુ બનાવ્યુ છે. આમાં દરેક આરોગ્ય કર્મચારી જેવાકે ડોક્ટર, નર્સ, હેલ્થ વિઝીટર અને સામાજિક કાર્યકરોને પણ તાલીમ આપી કુટુંબ નિયોજનના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસો કરે છે.

નોન – ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન

1.ભારતીય સેવા સંઘ

  • આ સેવાની શરૂઆત ૧૯૫ર થી થઈ છે. તેનો મુખ્ય હેતુ લોકો પોતાની જાતે આરોગ્ય સંભાળ લઈ શકે તે માટે લોકો ને તૈયાર કરવાનો છે. તેની બ્રાંચ દરેક જીલ્લામાં આવેલી છે. તેનું બીજુ ખાસ કાર્ય ગામડાની અંદર વાતાવરણીય સ્વચ્છતાનું છે જે સ્વયંસેવકો દ્વારા કરાવવામાં આવે છે.

2.કસ્તુરબા મેમોરીયલ એજન્સી ફંડ

  • કસ્તુરબા ગાંધીના મૃત્યુ પછી તેની યાદ સ્વરૂપે ૧૯૪૪ માં કસ્તુરબા ગાંધી મેમોરીયલ એજન્સી ફંડ સંસ્થાની સ્થાપના થઈ જેમાં ભારતીય સ્ત્રીઓ માટે વેલફેર એક્ટીવીટી કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓને પગભર થવામાં મદદ કરે છે. અને તે માટેના સાધનો પુરા પાડે છે.

3.ઓલ ઈન્ડીયા વુમેન્સ કોન્ફરન્સ

  • તે સ્ત્રીઓ માટે વોલેન્ટરી વેલફેર ઓર્ગેનાઈઝેશન છે. તેની શરૂઆત ૧૯૨૬ માં થઈ તેની શાખા અનેક રાજ્યોમાં આવેલ છે. તેઓ દ્વારા ક્લીનીક ચલાવાય છે. અને બાળકોના મિલ્ક, મેડીકલ સપ્લાય, એડલ્ટ એજ્યુકેશન આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકો અને સ્ત્રીઓના સ્વાસ્થય માટે એમ.સી.એચ ક્લીનીક અને ફેમીલી પ્લાનીંગ ક્લીનીક ચલાવવામાં આવે છે.

4.સોશીયલ વેલફેર સર્વિસિસ

  • પ્રથમ પંચવર્ષીય યોજના દરમ્યાન ઓગસ્ટ ૧૯૫૩માં ઈન્ડીયન ગવર્નમેન્ટ દ્વારા સેન્ટ્રલ સોશીયલ વેલફેર બોર્ડની સ્થાપના થઈ આ સંસ્થા દ્વારા લોકોની જરૂરીયાત માટે સર્વે કરવામાં આવતો અને ત્યારબાદ તેના પરથી જુદા જુદા પ્રોગ્રામને સેન્ટ્રલ ગવર્નમેન્ટની મદદથી સ્પોન્સર કરવામાં આવતા અને તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે છે.

કાર્યો

  • દેશની વોલેન્ટરી વેલ્ફેર ઓર્ગેનાઈઝેશનની જરૂરીયાત અને માંગણીઓને શોધવી.
  • વોલેન્ટરી ચાલતી સોશીયલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશનને પ્રોત્સાહન આપવું.
  • દરેક ઓર્ગેનાઈઝેશન અને ઈન્સીટ્યુટને ફાઈનાન્સીયલ સપોર્ટ પુરો પાડવો

રૂરલ એરીયાની સ્ત્રીઓ અને બાળકોના વેલ્ફેર માટે આ બોર્ડે ૧૯૬૮માં ફેમીલી એન્ડ ચાઈલ્ડ વેલફેર બોર્ડની શરૂઆત કરી આ પ્રોજેક્ટની એક્ટીવીટીઝ નીચે મુજબ છે.

  • ૧. ૬ વર્ષના બાળકોને પુરક આહાર અને સગર્ભા, ધાત્રી માતાઓને પોષક આહારનું વિતરણ કરે છે
  • ૨. બાળકો તથા માતાનું હેલ્થ ચેકઅપ
  • ૩. ઈમ્યુનાઈઝેશન
  • ૪. રેફરલ સર્વિસ
  • ૫. હેલ્થ એજ્યુકેશન
  • ૬. ક્રાફ્ટ શિખવવું (ભરત ગુંથણ)
  • ૭. સોશિયલ એજ્યુકેશન
  • ૮. પ્રૌઢ શિક્ષણ
  • ૯. આંગણવાડી બાળકો માટે પ્લે સેન્ટર શરૂ કરવા
  • ઉપરોક્ત સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત એડોલેશન્ટ એજગ્રુપ ની કિશોરીઓ ને મફત શિક્ષણ આપવું મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ ચલાવવી, અનાથ આશ્રમ ચલાવવા,વૃધ્ધો, શારીરીક અશક્ત વ્યક્તિ માટે આર્થિક તેમજ સામાજિક મદદ કરે છે.
  • અર્બન એરીયાની મધ્યમ વર્ગની સ્ત્રીઓની ફેમીલી આવક વધારવા માટે તેમની પાસે રોજગાર સાથેનું કામ કરાવે છે અને આ રીતે સોશીયલ વેલફેર સર્વિસ બોર્ડ એ ઈન્ડસ્ટ્રીયલ કો- ઓપરેટીવ સ્કીમની શરૂઆત કરી હતી.

5.હિંદ કુષ્ઠ નિવારણ સંઘ

  • ૧૯૫૦ માં તેની સ્થાપના થઈ તેનું મુખ્ય મથક ન્યુ દિલ્હીમાં છે. તેનું મુખ્ય કામ લેપ્રસી અને લેપ્રસી કલીનીકને આર્થિક સહાય પુરી પાડવાનું છે. આ ઉપરાંત હેલ્થ એજ્યુકેશન પણ આપે છે. તેમજ મેડીકલ વર્કરને ટ્રેનિંગ આપે છે. લેપ્રસી કલીનીક ચલાવવું રિસર્ચ કરવું તેમજ ફિલ્ડ ઈન્વેસ્ટીગેશન વગેરે કાર્યો કરે છે.

6.ટ્યુબરક્યુલોસીસ એસોસીયેશન ઓફ ઇન્ડીયા

  • ૧૯૩૯ થી ટ્યુબરક્યુલોસીસ એસોસીયેશન ઓફ ઈન્ડીયા ક્ષય રોગ માટે નું કાર્ય કરી રહ્યું છે. ટ્યુબર ક્યુલોસીસ એસોસીયેશન ઓફ ઈન્ડીયા એ દેશની સૌથી જુની અને સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા છે. કિંગ સમ્રાટના એન્ટી ટ્યુબરક્યુલોસીસ ફંડ અને કિંગ જ્યોર્જ થેંક્સ ગિવીંગ(એન્ટી ટ્યુબરક્યુલોસીસ) ફંડનો સમાવેશ કરીને રજિસ્ટર્ડ સોસાયટી તરીકે ૨૩ ફેબ્રુઆરી ૧૯૩૯માં તેની સ્થાપના કરવામાં આવી. તેના પ્રથમ પ્રમુખ મારચીયોનેસ લીનલીથગોવ હતા. ટ્યુબરક્યુલોસીસના ત્રિમાસિક ગાળાના પ્રતિષ્ઠીત ભારતીય જર્નલનું પ્રકાશન ૧૯૫૩થી અવિરત પણે પ્રકાશીત કરવામાં આવે છે.

7.સેન્ટ્રલ સોસીયલ વેલ્ફેર બોર્ડ

  • જે મિનીસ્ટ્રી ઓફ એજ્યુકેશનના અંદરમાં આવેલ ઓટોનોમસ ઓર્ગેનાઈઝેશન છે. જે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા ૧૯૫૩માં અસ્તિત્વમાં આવી. તેના કાર્યો નીચે મુજબ છે.

કાર્યો

  • દેશમાં વોલ્યુન્ટરી વેલફેર ઓર્ગેનાઈઝેશનની જરૂરીયાત હોય તેનું સર્વે કરવુ.
  • સામાજિક શિક્ષણ પુરૂ પાડવું
  • વુમનને યોગ્ય કાર્ય આપીને ફેમીલી ઈનકમ વધારવા આ એજન્સી મદદ કરે છે

8.ઓલ ઈન્ડીયા બ્લાઈન્ડ રિલીફ સોસાયટી

  • આ સંસ્થાની સ્થાપના ૧૯૪૬ માં કરવામાં આવી. અને આ સંસ્થા અંધ લોકો માટે કામ કરે છે. જે આંખના કેમ્પનું આયોજન કરે છે અને અંધ લોકોની મદદ કરે છે.

9.રોકફીલર ફાઉન્ડેશન

  • સેકફીલર ફાઉન્ડેશનની સ્થાપના ૧૪ મે ૧૯૧૩ માં કરવામાં આવી.
  • મેડીકલ એજ્યુકેશન
  • સામાજિક વિજ્ઞાન
  • પબ્લીક હેલ્થ
  • એગ્રીકલ્ચર વગેરે બાબતો ઉપર રોકફીલર ફાઉન્ડેશન વર્ક કરે છે.
  • મેડીકલ કોલેજ લેબોરેટરી સર્વિસીસ એજ્યુકેશન, ટ્રેનિંગ, રિસર્ચ, ફેમિલી પ્લાનીંગ વગેરેની સ્થાપના કરવામાં આ સંસ્થા મદદ કરે છે.

10.ફોર્ડ ફાઉન્ડેશન

  • ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા વિવિધ રાષ્ટ્રો પાસેથી ભંડોળ એકત્રિત કરીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ભારતમાં નીચેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
  • ફોર્ડ ફાઉન્ડેશન રૂરલ હેલ્થ સર્વિસીસ અને ફેમીલી પ્લાનીંગના કાર્યમાં મદદ કરે છે.
  • ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા સ્થપાયેલા સેન્ટર પર મેડીકલ અને પેરા મેડીકલના વ્યક્તિને ટ્રેનિંગ
    આપવામાં આવે છે.
  • ગામમાં લેટ્રીન બાથરૂમ બનાવવા, એનવાયરમેન્ટલ સેનીટેશન પ્રોબ્લેમ ને સોલ્વ કરવા જેમ કે
    ડ્રેનેજ અને વોટર સપ્લાય

રાષ્ટ્રીય વ્યવસાયી સંસ્થાઓ

ટ્રેઇન્ડ નર્સીસ અસોસિએશન ઓફ ઇન્ડિયા (T.N.A.Ι)

  • ટ્રેઇન્ડ નર્સીસ અસોસિએશન ઓફ ઇન્ડિયા (T.N.A.I) નર્સો માટેનો વ્યવસાયી સંગઠન છે. કુ.એલેમાર્ટિન સંગઠનની પ્રથમ પ્રમુખ હતી. જ્યારે કુ. બન તેની પ્રથમ સચિવ હતી. ટી.એન.એ.આઇ. ની રચના ૧૯૫૦ માં લખનઉ ખાતે નર્સિંગ સુપરીન્ટેન્ડેન્ટના સહયોગી થઇ. આ સંસ્થાનો મુખ્ય હેતુ નર્સિંગ વ્યવસાયના ગૌરવ અને માનને જાળવવાનો અને નર્સની વ્યવસાય સબંધિત બાબતો ભેગા મળીને ચર્ચવાનો છે. પ્રારંભમાં આ સંસ્થાનુ નામ એસોસીએશન ઓફ નર્સિંગ સુપરીન્ટેન્ડેન્ટ હતું. ૧૯૦૮માં મુબઈમાં તાલીમ પામેલ નર્સિંગ એસોસીએશનની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો. ૧૯૦૯માં સંગઠનનુ ઉદઘાટન થયું.
  • ૧૯૨૨માં આ બે સંગઠનોના એકીકરણ કરીને એક સંસ્થા સ્થાપવામાં આવી. આ નવી સંસ્થાને ટ્રેઇન્ડ નર્સીસ અસોસિએશન ઓફ ઇન્ડિયા (T.N.A.I) નામ આપવામાં આવ્યુ. ટીએનએઆઈને કારણે દરેક સ્તરે સહભાગી બનવાનુ નર્સો માટે શક્ય બન્યુ. આ સ્તર સ્થાનિક એકમોથી શરૂ થયા જે બાદમાં જિલ્લા. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયા. શહેરી શાખાના સ્તર પર અને રાજ્ય શાખાના સ્તરે ટીએનએઆઈના સભ્યો મોટે ભાગે સક્રીય હતા.
  • કાઉન્સિલ ટીએનએઆઈની કાર્યકારી સમિતીની રચના કરે છે. કાઉન્સિલને સભ્યોના આર્થિક આરોગ્ય માટેની સ્થાયી સમિતી દ્વારા મદદ કરવામાં આવે છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અને નર્સિંગમાં સંશોધન માટે આ મદદ કરાય છે. ઈન્ટરેસ્ટ ગ્રુપ સંસ્થામાં નવી જ રચના છે. નર્સિંગ શિક્ષણ, નર્સિંગ સેવા અને કમ્યુનીટી નર્સિંગ માટેના જુથ સાથે આ રાજ્ય સ્તરે થઈ રહ્યુ છે.
  • સરકાર અને અન્ય સંસ્થાઓ સાથે કામ કરવા અને સિધ્ધાંત વિહોણા તથા બિનવ્યવસાયી માર્ગો સામે વિરોધ કરવાની ટીએનએઆઈની નીતી છે. ટીએનએઆઈના હેતુઓ મૂળ સંસ્થા જેવા જ છે. આ હેતુઓ વ્યક્તિની જરૂરીયાતોને અને નર્સિંગ પ્રોફેશનની સમસ્યાને કેન્દ્રીત હોય છે. આ હેતુઓ

નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

  • (૧) નર્સિંગ શિક્ષણને અપગ્રેડ કરવું અને વિકસાવવુ ભારતના વિવિધ રાજ્યોમાં નર્સિંગની વિવિધ કોલેજોનો વિકાસ ટીએનએઆઈ જેવી નર્સિંગની રાષ્ટ્રીય સંસ્થાની કામગીરીનુ આ પરિણામ છે.
  • (૨) નર્સોની રહેવાની અને કામ કરવાની સ્થિતીમાં સુધારો કરવાનો અને નર્સિંગ માટે ઉપલબ્ધ શૈક્ષણિક સવલતો વિકસાવવાનો ભારતમાં નર્સોનું આર્થિક ધોરણ સુધારવાનો દરેક રાજ્યની સરકારને ટીએનએઆઈ દ્વારા એ નર્સને નર્સિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવા જણાવાયુ છે.
  • (૩) પાત્ર નર્સો માટે રજિસ્ટ્રેશન પુરું પાડવા અને દેશમાં વિવિધ રાજયોની અંદર નોંધણીની આપ લે કરનો પણ ટીએનએઆઇનો હેતુ રહેલો છે.
  • ટી.એન.એ.આઇ.ની પ્રેરણાથી જ ભારતમાં દરેક રાજયોમાં WHO દિન, આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે અને નર્સિંગ વીક ઊજવવામાં આવે છે. આ ઊજવણીને કારણે નર્સો એકબીજાની નજીક આવે છે અને આરોગ્ય સંબંધિત બાબતોની ચર્ચા કરે છે.
  • ટી.એન.એ.આઇ.નું સભ્યપદ મેળવવા માટે નર્સે અરજી કરવાની રહે છે અને પોતાના સ્ટેટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલ સુપરત કરવાની રહે છે. આજીવન સભ્યપદ માટેની પણ અરજી કરી શકાય છે.
  • ટીએનએઆઇ અનેક વ્યવસાયી પુસ્તકો અને અન્ય માહિતીપ્રદ પ્રકાશનો બહાર પાડે છે. પ્રથમ પુસ્તક ૧૯૧૩ માં બહાર પડાયું હતું. નર્સિંગ જનરલ ઓફ ઇન્ડિયા એક માસિક પ્રકાશન છે અને ટીએનએઆઇનું સત્તાવાર છાપું છે.
  • ‘ધ વિઝિટર્સ લીગ, મિડવાઇવ્સ’ અને ‘ધ ઓકિઝલરી નર્સ મિડવાઇવ્સ’ એસોસિયેશન અને સ્ટુડન્ટ નર્સિસ એસોસિયેશન ૧૯૨૯ માં ટીએનઆઈમાં ભળી ગયા હતા. આ સંસ્થા ટ્યુબરક્યુલોસિસ એસોસીયેશન ઓફ ઇન્ડિયા, કાઉન્સીલ ઓફ વીમેન ઇન ઇન્ડિયા, ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ નર્સિંગ વગેરે જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકળાયેલા છે.

સ્ટુડન્ટ નર્સીસ એસોસિયેશન (SNA)

  • સ્ટુડન્ટ નર્સીસ એસોસીયેશન ૧૯૨૯ માં ટીએનએઆઇમાં ભળી ગયું હતું. તેમના તાલીમ કાળ દરમિયાન વિદ્યાર્થી નર્સ, સ્ટુડન્ટ નર્સીસ એસોસિયેશન અથવા એસએનએમાં સભ્યપદ મેળવી શકે છે. અભ્યાસ પુર્ણ કર્યા પછી છ માસના સમયગાળાની અંદરમાં સંસ્થામાં અભ્યાસ કર્યો હોય તેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ નર્સો ટીએનએઆઇના સભ્યપદ માટે અરજી કરી શકે છે. ટીએનએઆઇમાં સભ્યપદ મેળવવાથી નર્સોને સલામતીની ખાતરી રહે છે. સભ્યપદને કારણે નર્સિંગ ક્ષેત્રેમાં બદલાતાં જ્ઞાન, નર્સિંગની સમસ્યાના ઉકેલથી સભ્યો વાકેફ રહ્યા કરે છે. ‘સ્ટુડન્ટ નર્સીસ’ એસોસીયેશનના સભ્યપદ માટેની ફી સામાન્ય હોય છે. જેથી વિદ્યાર્થીને પરવડી શકે છે. આ સભ્યપદ ટીએનએઆઇમાં આસાનીથી ટ્રાન્સફર કરી શકાય છે. ટીએનેઆઇ આ સવલતની જોગવાઇ કરી આપે છે.

સ્ટુડન્ટ નર્સીસ એસોસીયેશનના સહભાગ લેનાર વિદ્યાર્થીઓને નીચેની તકો મળે છે.

  • (૧) નેતાગીરીની ક્ષમતા વિકસાવવાનું શરૂ થાય છે
  • (૨) સામાજિક સમતુલાનો વિકાસ
  • (3) સ્પર્ધાત્મક નિપુણતામાં સુધારો
  • (૪) નર્સિંગ વ્યવસાયમાં રસ ઊભો કરે છે
  • અભ્યાસની સ્થિતિ, રહેઠાણ સ્થિતિ, વળતર વગેરેની સમસ્યાની ચર્ચા કરવાનું શક્ય બને છે. એસ.એન.ની રાષ્ટ્રીય સ્તરની પરિષદવેળા આ શક્ય બને છે. આ પરિષદ વ્યકતિગત અને વ્યવસાયી રીતે વિકસવાની તક પુરી પુરી પાડે છે.

હેતુઓ

  • (૧) વિદ્યાર્થીઓનું ગૌરવ જાળવવામાં મદદ કરે છે.
  • (૨) વ્યવસાયીઓને પ્રોત્સાહન આપે છે અને સભાઓ તથા રમતોત્સવનું આયોજન કરે છે.
  • (૩) વિદ્યાર્થીઓના સામાજિક સંપર્ક અને સામાન્ય જ્ઞાન વધારવામાં મદદ કરે છે. જો તાલીમનો સમય પુરો થયા પછી વ્યવસાયમાં સ્થાન આપવામાં મદદ કરે છે.
  • (૪) નર્સિંગ પ્રોફેશનનું વ્યાપક જ્ઞાન મેળવવામાં વિદ્યાર્થીઓને સહાય કરે છે
  • (૫) વિધાર્થીઓમાં આગેવાનીની ક્ષમતા ઉભી કરવા પ્રોત્સાહન આપે છે.
  • (૬) ઈનામો જીતવા અને સ્ટુડન્ટ નર્સિંગ એક્ઝિબિશન યોજના હેઠળ વિધાર્થીઓને પ્રોત્સાહન અપાય છે.
  • (૭) નર્સિંગ જરનલ ઓફ ઈન્ડીયામાં ખાસ વિભાગ પુરો પાડવો, જે વિધાર્થીઓને લાભ કરનારો હોય.
  • સ્ટુડન્ડસ નર્સિંગ એસોસીયેશનના મંત્રી વિવિધ બનાવોની નોંધ રાખે છે. રાષ્ટ્રીય પરિષદના સમયે દરેક એકમોની નોંધ રજુ કરવામાં આવે છે. ત્યાર પછી સ્ટુડન્ટ નર્સિંગ એસોસીએશન એકમ રાષ્ટ્રીય સ્તરે ટીએનએઆઈ તરીકે જાય છે.

નર્સોની આંતરરાષ્ટ્રીય પરિષદ(ઈન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ નર્સિંગ) (ICN)

  • શ્રીમતી બેડફોર્ડ ફેનીવિકે ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ સ્થાપના કરી હતી. તે નેશનલ એસોશીએશનનુ ફેડરેશન છે અને તેની સ્થાપના ૧૮૯૯ માં થઈ હતી.
  • આઈસીએનનો મુખ્ય હેતુ માધ્યમ પુરુ પાડવાનો છે જેની મારફત રાષ્ટ્રીય સંગઠનો માંદાના આરોગ્ય અને સંભાળ વધારવામાં પોતાના હિતને સહભાગી બનાવી શકે. તેનું વડુ મથક સ્વીટઝરલેન્ડના જીનીવા ખાતે આવેલ છે. પંદર રાષ્ટ્રોના રાષ્ટ્રીય સંગઠનો આઈસીએનના સભ્ય છે. એક રાષ્ટ્ર માટે નર્સોની એક જ સંસ્થાના સભ્ય પદનો આઈસીએન દ્રારા સ્વીકાર થાય છે.

હેતુઓ

  • (૧) નર્સોની મજબુત રાષ્ટ્રીય સંસ્થાઓના વિકાસને પ્રોત્સાહન.
  • (૨) નર્સોની સમસ્યા હાથ ધરવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે નર્સોનો અવાજ ઉઠાવવા.
  • (3) નર્સોનો તેમના દેશમાં દરજ્જો વધારવા માટે નેશનલ નર્સીસ એસોસિયેશનને મદદ કરવી.
  • (૪) નર્સિંગનુ ધોરણ સુધારવા માટે રાષ્ટ્રીય સ્તરે મદદ કરવી.
  • આઈસીએન ઈન્ટરનેશનલ નર્સિંગ રિવ્યુ નામનુ આંતરરાષ્ટ્રીય જનરલ પ્રકાશિત કરે છે. આઈસીએનના અને રાષ્ટ્રીય સંગઠનોના અહેવાલો આ ચોપાનિયામાં પ્રકાશિત કરવામાં આવે છે.

ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ (INC)

  • ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ અથવા આઈએનસીની ૧૯૪૯માં સ્થાપના થઈ હતી. નર્સોને માર્ગદર્શન આપવાનું અને રક્ષણ કરવાનું જરૂરી હોવાનુ ટીએનએઆઈના સભ્યોને સમજાયુ હતુ. આ વિચારો સાથે જ આઈએનસીની રચના થઈ હતી. આઈએનસીની રચનાપૂર્વે એવું જરૂરી નહોતુ કે એક રાજ્યમાં રજિસ્ટર્ડ થયેલ નર્સને અન્ય રાજ્યમાં માન્યતા મળે. નર્સિંગ શિક્ષણમાં સમાન ધોરણ લાવવા અને નર્સિંગ રજિસ્ટ્રેશનમાં સામ્યતા લાવવા આઈએનસીની સ્થાપના થઇ હતી. નર્સિંગ શિક્ષણનું સમાન ધોરણ જળવાઈ રહે તો સામ્યતા શક્ય છે. નર્સિંગના સંદર્ભમાં સામ્યતા એટલે સ્ટેટ નર્સિસ રજિસ્ટ્રેશન કાઉન્સિલ દ્રારા આપસી સમજુતી.
  • ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દેશની તમામ નર્સો માટે રજિસ્ટર જાળવે છે. સ્ટેટ રજિસ્ટ્રેશન કાઉન્સિલ, સ્ટેટ એન્ડ સેન્ટ્રલ હેલ્થ ડીપાર્ટમેન્ટ,ટીએનએઆઈ, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી,મિલિટરી નર્સિંગ સર્વિસીઝ, યુનિવર્સિટી સ્કૂલ્સ ઓફ નર્સિંગ હેલ્થ સ્કૂલ અને પોસ્ટ સર્ટીફિકેટ સ્કૂલ,મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન મેડીકલ એસોસિયેશન અને સંસદના ત્રણ સભ્યોનો ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં સમાવેશ થાય છે.
  • આઈએનસીના અધિકારો વ્યાપક છે. નર્સિંગ શિક્ષણ માટે દરેક રાજ્યમાં અભ્યાસક્રમ નિશ્ચિત કરવાનો તેને અધિકાર છે. નર્સિંગ શિક્ષણના કાર્યક્રમને માન્યતા આપવાની અથવા નર્સિંગ સ્કૂલની માન્યતા રદ કરવાની પણ તેને સત્તા છે. ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ ધારો ૧૯૪૭માં પાસ થયો હતો. વ્યવસાયી નર્સોના અભ્યાસ માટે આઈએનસી દ્વારા વિવિધ અભ્યાસક્રમો નિશ્ચિત કરાયા છે. શૈક્ષણિક સંસ્થાઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહી તે જોવાની પણ તેની જવાબદારી છે. જો શિક્ષણનું ધોરણ જળવાય નહી તો સંસ્થાની માન્યતા રદ કરવાની આઈએનસીને સત્તા છે.

અન્ય નર્સિંગ સંસ્થાઓ

  • ધ કોમનવેલ્થ નર્સિસ ફેડરેશન, સીએમએઆઈની ધ નર્સિસ લીગ, ધ કેથલીક નર્સિસ લીગ, ધ ઈલેન્ગેલિકલ નર્સિસ ફેલોશિપ ઓફ ઈન્ડીયા તથા વિવિધ સરકારી નર્સોના સંગઠનો પણ નર્સોના રક્ષણ માટે કાર્યરત છે. પોતાના વ્યવસાયી હકો મેળવવા અનેક દેશ-રાજ્યોમાં નર્સો એકત્રીત થઈ છે અને પોતાનો વ્યવસાયીક વિકાસ સાધે છે.
  • ટીએનએઆઈ કોમનવેલ્થ નર્સિસ ફેડરેશન (સીએનએફ) સાથે સંલગ્ન છે. સીએનએકનો મુખ્ય હેતુ પોતાના સભ્ય સંગઠનો વચ્ચે ગાઢ સંબંધો અને શ્રેષ્ઠ સંદેશાવ્યહાર કેળવવાનો છે. વ્યવસાયી સલાહ, વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ(સ્કોલરશીપ) તથા વ્યવસાયી સભાઓ યોજવા નાણાકીય સહાય પણ સીએનએફ પુરી પાડે છે. જે દેશમાં તેના સભ્ય હોય છે ત્યાં ઓફીસ પણ ઉભી કરે છે. જેની મારફત ભંડોળ એકત્રીત કરવામાં આવે છે.

સ્ટેટ નર્સિગ કાઉન્સિલ (SNC)

  • સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ માન્યતાપ્રાપ્ત અને સ્વતંત્ર સંસ્થા છે, વિવિધ અભ્યાસ હાથ ધરતી અને તાલીમ પામતી નર્સો માટે દરજ્જો અને પેટા નિયમો ઘડી શકે છે. એક વ્યવસાયી નર્સ માટે સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ થવુ મહત્વનું છે. એક નર્સને સત્તાવાર રીતે કામ કરવા માટે તેનુ રજિસ્ટ્રેશન હોવુ જરૂરી છે. ભારતનાં દરેક રાજ્યમાં કાર્યરત રજીસ્ટ્રેશન કાઉન્સિલ, આઈએનસી સાથે સંકાળેલી હોય છે.
  • દરેક રાજ્યમાં નર્સોની રજિસ્ટ્રેશન કાઉન્સિલ દરેક વ્યવસાયી નર્સોના નામની નોંધણી રાખે છે. આ નામ ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા જળવાતા ઈન્ડીયન નર્સિસ રજીસ્ટરમાં જળવાય છે. સ્ટેટ કાઉન્સિલમાં ડીગ્રીધારી નર્સોના રજિસ્ટ્રેશન ફરજીયાત છે.

રાજ્યની નર્સોની રજિસ્ટ્રેશન કાઉન્સિલના કામકાજો

  • (૧) પોતાના સંબંધિત રાજ્યોમાં નર્સિંગની શાળાઓની સારવાર માન્યતા અને નિરક્ષિણ
  • (૨) ગ્રેજ્યુએટ નર્સોનુ રજિસ્ટર જાળવવુ
  • (3) આચરણના નિયમો નિશ્વિત કરવા અને શિસ્તના પગલાં વગેરે લેવા
  • (૪) પરીક્ષા હાથ ધરવી.
  • દા.ત. મહારાષ્ટ્ર રાજ્યમાં રજિસ્ટ્રેશન કાઉન્સિલ મહારાષ્ટ્ર નર્સિંગ કાઉન્સિલ તરીકે ઓળખાય છે. રજીસ્ટ્રાર, જે પોતે પણ એક નર્સ છે તે મહારાષ્ટ્ર નર્સિંગ કાઉન્સિલની પ્રમુખ હોય છે. આ ઉપરાંત કાઉન્સિલની રોજબરોજની કામગીરીમાં અન્ય કર્મચારીઓ પણ હોય છે. ૧૯૬૧ માં મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર સ્ટેટ નર્સિંગ કાઉન્સિલની નિયુક્તિ કરી હતી. સરકારે આ પરીષદના સભ્યોની નિયુક્તિ કરી હતી. ૧૯૭૨માં તે ચુંટાયેલી પરિષદ બની હતી અને ચુંટણી દર પાંચ વર્ષે યોજવામાં આવે છે.
  • દરેક શ્રેણીઓની ચુંટણી માટે કાઉન્સિલના પેટા નિયમોમાંની જોગવાઈઓએ પ્રક્રિયા નિશ્વિત કરી છે. સભ્યો તેમનામાંથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચુંટી કાઢે છે. કાઉન્સિલ દ્વારા લેવાતા દરેક નિર્ણયોને રાજ્ય સરકારની માન્યતા જરૂરી છે. કાઉન્સિલના કેટલાક સભ્યોની નિમણુક સરકાર કરે છે. મોટા ભાગના સભ્યોની પસંદગી ચુંટણી પ્રક્રિયા મારફત થાય છે. મહારાષ્ટ્રનું નર્સિંગ કાઉન્સીલ સમયે સમયે મતદાર યાદી પ્રકાશિત કરે છે. એક્ઝીક્યુટીવ કમિટી, એક્ઝામિનેશન બોર્ડ, ફાઈનાન્સ કમીટીઅને સિલેબસ કમિટી મહારાષ્ટ્રનર્સિંગ કાઉન્સિલ દ્વારા નિમાયેલી વિવિધ કમિટીઓ છે. કાઉન્સિલ સમયાંતરે દરેક નર્સિંગ શૈક્ષણિક સંસ્થાનું નિરીક્ષણ કરે છે.
  • કાઉન્સિલ દ્વારા નિશ્વિત કરાયેલ ફી અને અરજીઓ મોકલીને રજિસ્ટ્રેશનનું રીન્યુઅલ કરાવવાનો કાયદો હવે રાજ્યની કેટલીક નર્સિંગ કાઉન્સિલે પણ દાખલ કર્યો છે. રીન્યુઅલ દર પાંચ વર્ષે કરાવવાનો નિયમ છે. મહારાષ્ટ્રમાં અને કાઉન્સિલમાં રજિસ્ટર્ડ થયેલી દરેક નર્સોને દર પાંચ વર્ષે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.

રજીસ્ટ્રરના મુખ્ય કાર્યો

  • (૧) સંસ્થાઓ રાજ્ય નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિશ્વિત કરાયેલા અભ્યાસક્રમો, શરતો અને નિયમોનો પ્રમાણે શૈક્ષણિક કાર્યક્રમો હાથ ધરે છે કે કેમ તેના પર નજર રાખવી.
  • (૨) દરેક કેન્દ્રો ખાતે વિવિધ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમોની પરિક્ષા માટે એક જ સમયે એક કાર્યક્રમ તૈયાર કરવો.
  • (3) પ્રેક્ટિકલ અને લેખિત પરિક્ષા માટે સમયપત્રક નક્કી કરવુ.
  • (૪) વિદ્યાર્થીઓની રોલ નંબર શીટ્સ તૈયાર કરવી અને તેમને વિવિધ પરિક્ષા કેન્દ્રો ખાતે મોકલવી.
  • (૫) પરિક્ષકો દ્રારા પ્રશ્નો તૈયાર થઈ જાય પછી પ્રશ્નપત્રો તૈયાર કરવા. પ્રિન્ટીંગ એકદમ ખાનગી ધોરણે કરવામાં આવે છે.
  • (૬) પરિક્ષાના પરિણામો તૈયાર કરવા અને સંબંધિત સંસ્થાઓને તે પાઠવવા.
  • (૭) લાયક ઠરેલી નર્સો માટે ડિપ્લોમા સર્ટીફીકેટ અને રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ તૈયાર કરવા.
  • (૮) દરેક રજીસ્ટર્ડ નર્સોના દર પાંચ વર્ષે રજિસ્ટર રીન્યુ કરવા.
  • (૯) નિયમોનું પાલન નહી કરનાર નર્સો વિરુધ્ધ પગલાં લેવા રાજ્ય નર્સિંગ કાઉન્સિલને મદદ કરવી.

રજીસ્ટ્રેશન

  • રજીસ્ટ્રેશન પધ્ધતિની મદદ મારફત નર્સિંગ પ્રેક્ટિસનું ધોરણ સ્ટેટ નર્સિગ કાઉન્સિલના દ્વારા સત્તાવાર રીતે નિયત્રણ કરી શકાય છે. દરેક રાજ્યનું નર્સિસ રજિસ્ટ્રેશન કાઉન્સિલ દરેક વ્યવસાયી નર્સોના નામનુ રજિસ્ટર જાળવે છે. વ્યવસાયી નર્સોએ સત્તાવાર રીતે કામ હાથ ધરવા માટે પોતાનું નામ સ્ટેટ રજિસ્ટ્રેશન કાઉન્સીલમાં નોંધાવવાનું રહે છે. રજિસ્ટ્રેશન મારફત નર્સને કાયદાકીય રક્ષણ મળે છે. ગેરલાયક અને બિનકાર્યક્ષમ નર્સોને રજિસ્ટ્રેશન પ્રેકિટસ કરતાં અટકાવે છે. આમ તે જાહેર જનતાનું રક્ષણ પણ કરે છે. તેના ઉપયોગની દષ્ટિએ રજિસ્ટ્રેશન ઘણું રજિસ્ટ્રેશન પદ્ધતિ મારફત જાળવી શકાય છે. માત્ર એ જ નર્સો રજિસ્ટ્રેશન કરાવી શકે છે, જે નર્સિંગ શિક્ષણનો માન્ય અભ્યાસક્રમ પુરો કરે છે.

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

  • નર્સ જ્યારે માન્ય શૈક્ષણિક કાર્યક્રમ સફળતાપૂર્વક પુરો કરે ત્યારે તેને એકઝામિનિંગ ઓથોરિટી તરફથી ડિપ્લોમા અપાય છે. સામાન્ય રીતે આ નર્સિંગ કાઉન્સીલ હોય છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા સામાન્ય રીતે વિદ્યાર્થીએ જે સંસ્થામાં શિક્ષણ લીધું હોય તેના દ્વારા જ હાથ ધરાય છે.
  • નર્સે રજિસ્ટ્રેશન કાઉન્સીલને ફોર્મ માટે અરજી કરવી જરૂરી છે. ફોર્મ યોગ્ય રીતે ભરાવું જરૂરી છે. આ ફોર્મ નર્સે શૈક્ષણિક કાર્યક્રમ પુરો કર્યાનો પુરાવો છે અને તે રજિસ્ટ્રારને ચોક્કસ ફી સાથે મોકલાય છે.
  • રજિસ્ટ્રારને ફોર્મ અને અન્ય દસ્તાવેજ મળે પછી તેની પુરેપુરી ચકાસણી કર્યા બાદ નર્સનું રાજ્ય રજિસ્ટરમાં નામ નોંધવામાં આવે છે. ત્યાર બાદ નર્સને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવામાં આવે છે. સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન નંબર અને જે રજિસ્ટરમાં તેનું નામ નોંધાયું હોય તેનો ભાગ ધરાવે છે. જો તે નર્સને વિદેશમાં રજીસ્ટ્રેશન જોઇતું હોય તો તેણે સ્ટેટ રજિસ્ટ્રેશન કાઉન્સીલની મદદ મેળવવી જોઇએ. તેની અરજીને આગળ ધપાવવામાં સ્ટેટ કાઉન્સીલ એક માધ્યમ તરીકે કાર્ય કરે છે.

રજિસ્ટ્રેશન ન્યુનીકરણ (રિન્યુઅલ)

  • ભવિષ્યમાં સાબિતી માટે તેણે મેળવેલાં દરેક સર્ટીફિકેટ જાળવી રાખવાના રહે છે. નર્સે તેનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાનું રહે છે. જેથી નર્સનો વ્યવસાય કરતી વ્યક્તિ પર કાઉન્સીલ નિયંત્રણ રાખી શકે. રજિસ્ટ્રેશન રિન્યુઅલથી નર્સનો વ્યવસાય ચાલુ હોવાની માહિતી રહે છે.
  • રિન્યુઅલની પ્રક્રિયામાં નર્સે ફોર્મ ભરવાનું રહે છે અને આવશ્યક રિન્યુઅલ ફી સાથે મૂળ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની ઝેરોક્ષ નકલ મોકલવાની રહે છે. ફોર્મની ચકાસણી કર્યા બાદ નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન રિન્યુ કરે છે.

Published
Categorized as Uncategorised