F.Y. – ANM -COMMUNITY HEALTH NURSING UNIT – 2 COMMUNITY HEALTH PRACTICE

યુનિટ – 2

કોમ્યુનિટી હેલ્થ પ્રેક્ટિસ

મુખ્ય હેતુ

  • આ યુનિટના અંતે તાલીમાર્થીઓ એ આરોગ્ય વર્કરનો આરોગ્ય પ્રત્યેનો અભિગમ તેમજ લોકોની આરોગ્ય પ્રત્યેની માન્યતાઓ વિશે જાણી શકશે, તેમજ ગૃહ મુલાકાતની પધ્ધતિ વિશે નોલેજ મેળવી સમુદાયમાં સારી આરોગ્યની સેવાઓ આપવા માટેની સ્કિલ ડેવલપ કરી શકશે.

ગૌણ હેતુ :- આ યુનિટના અંતે તાલીમાર્થીઓ

  1. આરોગ્ય અભિગમ વર્ણવી શકશે.
  2. લોકોની આરોગ્ય વિશેની માન્યતા સમજી શકશે.
  3. ગૃહ મુલાકાતની પધ્ધતિ પ્રદર્શિત કરી શકશે.

પ્રસ્તાવના

  • દરેક લોકો કે જે ગ્રામ્ય વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં હોય પરંતુ આરોગ્ય અને રોગને લગતા તેમની પોતાની માન્યતાઓ અને વર્તુણંક હોય છે. મોટા ભાગે સાંસ્કૃતિક પરિબળો વ્યક્તિના માંદગી પર અને આરોગ્ય પર અસર કરે છે. એવુ માનવામાં આવ્યુ છે કે, દરેક રીત – રીવાજો ખરાબ નથી પરંતુ, તેમાંથી અમુક સદીઓથી ચાલતા રિવાજો નકામાં અને જોખમી હોય છે. તેમાંથી ઘણી સારી એવી બાબતો પણ હોય શકે જે સદીઓથી ચાલતી હોય છે. અને તે આરોગ્ય ને ફાયદાકારક હોય છે. આવી બાબતોનું અમલીકરણ આરોગ્યના કાર્યક્રમમાં થવું જોઈએ જ્યારે વર્તુણંક બદલવાની વાત થાય છે ત્યારે લોકો નવા કાર્યક્રમને અપનાવવા માટે વિરોધ કરતા હોય છે આવા પરિબળો જેવા કે રીત-રીવાજ, સંસ્કૃતિ, મુલ્યો, આદતો, ધર્મની રિતી-નીતી, માન્યતાઓ, ટેવો, વગેરેનું જાણવું ખુબ જ જરૂરી છે.

હેલ્થ કોન્સેપ્ટ ઓફ પીપલ & હેલ્થ કેર પ્રોવાઇડર (લોકો અને આરોગ્ય સેવા આપનારનો આરોગ્ય અભિગમ)

નીચેની બાબતો આરોગ્ય પર અસર કરે છે.

  • પુરતું પોષણ
  • સારૂ રહેઠાણ
  • પાયાની સ્વછતા
  • આરોગ્યપ્રદ રહેણીકરણી
  • વાતાવરણીય જોખમો સામે રક્ષણ
  • સંક્રામક ચેપી રોગો સામે રક્ષણ
  • ડોકટર મોટાભાગે માંદગીને રોગ ગણાવે છે. વ્યકિત માંદગીથી પીડાય છે, ત્યારે તેને દર્દી તરીકે અલગ તારવવામાં આવે છે. તે વ્યક્તિ માંદગીથી જે રીતે પીડાય છે. તેને તેવી રીતે ડોક્ટર દ્વારા જોવામાં આવે છે, પરંતુ સામાન્ય લોકો તે રીતે જોતા નથી. રોગ થવા માટે જીવાણુઓ કારણભુત છે તેવુ માનીને ડોક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવતી હતી. તેથી જ ડોક્ટર અને દર્દી વચ્ચેની સાંકળની કડીઓ ખુટતી હતી.
  • સામાજીક વાતાવરણ રોગ થવા માટે સ્વ પરિબળ છે તેથી જ રોગની સારવાર કરતા સાથે સાથે તેના માટે કારણભુત આજુબાજુના પરિબળોને ધ્યાનમાં રાખીને રોગનો અટકાવ અને આરોગ્યમાં વૃધ્ધી થાય તેવી સેવાઓ પણ આપવી જોઈએ.
  • હાલમાં દરેક સેવાઓ જેમ કે પ્રિવેન્ટીવ, પ્રમોટીવ, ક્યુરેટીવ અને રીહેબીલીટેટીવ જેવી સેવાઓ એકત્રીત કરીને આપવામાં આવે છે. આરોગ્ય કાર્યકર એ એવી વ્યક્તિ છે કે જે તમામ સેવાઓ વ્યક્તિના ઘરે જઈ તેના જ વાતાવરણમાં આપે છે અને તે મુજબનું આરોગ્ય શિક્ષણ આપી વ્યક્તિની આરોગ્ય વર્તુણંકમાં સુધારો લાવી શકે છે.

આરોગ્ય અને રોગો વિશેની લોકોની સાંસ્કૃતિક માન્યતાઓ

1) રહેઠાણ

  • ગ્રામીણ ઘરો ની સમગ્ર દેશમાં એક જ સમસ્યા છે કે જે સામાન્ય રીતે કાચા અને હવા-ઉજાસ વગરના ઘર હોય છે.
  • સુરક્ષાની દ્રષ્ટી એ એક બારી અથવા બારી વગરના હોય છે.
  • અલગ રસોડું, શૌચાલય, બાથરૂમ અને ગટર વ્યવસ્થા હોતી નથી.
  • ઘર ગીચ હોય છે. એક રૂમમાં ઘણા બધા સભ્યો રહેતા હોય છે. માનવ અને પ્રાણી તે એક જ છત નીચે રહે છે.
  • છાણના લીપણથી જંતુ કરડવાનું અને ધનુર થવાની શક્યતા રહે છે.
  • મકરસંક્રાંત તેમજ અમુક ધાર્મિક તહેવારોમાં ઘર સાફ કરે છે.
  • ઢોર-ઢાખર રાખવા તે સારી આર્થિક પરિસ્થિતીની નિશાની છે તેવુ માને છે.

2) ખોરાક

  • ખોરાકની બાબતમાં પણ વ્યક્તિની વર્તણુંક એ પોષણના સ્તર પર અસર કરે છે.
  • ખોરાકની પસંદગી પણ આર્થિક પરિસ્થિતી પ્રમાણે કરે છે.
  • ખોરાકની આદતો, ધર્મ, માન્યતાઓ, વ્યક્તિગત આદતો વગેરે પર આધાર સિવાય સામાજિક મોભો તેમજ લોકોની સ્થાનિક પરિસ્થિતી પર આધાર રાખે છે. રાખે છે. તે
  • હિંદુઓમા શાકાહારી આહારને મહત્વ અપાય છે.
  • સ્નાન કર્યા વગર જમવુ નહી તે સારી બાબત છે.
  • સ્ત્રીઓ ઘરની સાફસફાઇ કરે છે. વ્રત ઉપવાસ કરે છે તે સારી બાબત છે.
  • અમુક શાકાહારી લોકો ધાર્મિક બંધનના લીધે લસણ, ડુંગળી અને કંદમૂળ ખાતા નથી.
  • ઠંડા અને ગરમ આહારનો ખ્યાલ સમગ્ર દેશમાં પ્રચલિત છે.
  • માંસ, ઈંડા અને ગોળ ગરમ પડે છે તેમ માને છે. દુધ, દહી અને શાકભાજી તેમજ લીંબુ વગેરે શરીર ની ઠંડક માટે છે તેમ માને છે
  • દુધમાં પાણી નાખી ભેળ-સેળ કરવી એ સામાન્ય બાબત છે. તેનાથી આર્થીક લાભ થાય છે. તેમજ એવી માન્યતા છે કે દુધ ને જો ચોખ્ખુજ ગરમ કરવામાં આવે તો દુધાળા પાણી નું દુધ સુકાય છે.(વાક્ય નો અર્થ સ્પષ્ઠ નથી).
  • મુસ્લીમ લોકો રમઝાનમાં રોઝા પાળે છે અને હિંદુઓ ઘણાં તહેવાર માં ઉપવાસ કરે છે.
  • જૈન લોકો અઠાઈ કરે છે તેનાથી પોષણ ની ખામી ઉત્પન્ન થાય છે અને તે રોગને નોતરે છે.
  • આલ્કોહોલીક પીણા અમુક જ્ઞાતીઓમાં જેમ કે મુસ્લીમ અને તવંગર હિંદુઓમાં સામાન્ય છે.
  • ચરસ, ગાંજો, ભાંગ, વગેરેનું સાધુ લોકો સેવન કરતા હોય છે. અને આ કુટેવો સામાન્ય લોકોમાંફેલાય છે. ખાસ યુવા વર્ગમાં ઝડપથી ફેલાય છે.
  • હિંદુ સ્ત્રીઓ હંમેશા તેના પતિનો વધેલો ખોરાક ખાય છે. ઘણા કુટુંબ ના પુરૂષ પહેલા જમે છે અને સ્ત્રીઓ પછી જમે છે અને વધેલું ઘટેલુ ખાય છે ઘણી વખત સ્ત્રીઓ પુરતુ જમતી પણ નથી જેનાથી પોષણની ઉણપ ઉભી થાય છે.

3) માતા અને બાળકનું આરોગ્ય

  • સમાજમાં મોટાપાયે માતા અને બાળકની આસપાસ ઘણા રીતરીવાજો અને માન્યતાઓ વણાયેલ છે. લગ્ન એ સર્વસામાન્ય અને સામાજિક વ્યવસ્થા છે તેમજ ભારતીય સમાજમાં પુત્ર જન્મ સિવાય કુટુંબ અધુરુ ગણાય છે.
  • બાળકને ગળથુથી પીવડાવાય છે જે હાનિકારક છે.
  • લાંબા સમય સુધી સ્તનપાન કરાવવું તથા તેલથી માલીશ કરવુ. માલીશ પછી તડકામાં ખુલ્લું રાખવુ.
  • બાળસ્ત્રી (બાળકી વધુ યોગ્ય શબ્દ) ને ઓછા સમય માટે સ્તનપાન કરાવવામાં આવે છે.
  • બાળકને આપવામાં આવતો ઉપરી આહાર તેનો સમય, તેનો પ્રકાર વગેરે આરોગ્યની બાબત પર અસર કરે છે.
  • કુટુંબમાં પુરુષ કરતાં સ્ત્રીઓના ભાગે ઓછો ખોરાક અને વધેલુ ઘટેલુ આપવામાં આવે છે.
  • સ્તનપાન કરાવતી માતાને પોષ્ટીક આહાર અપાતો નથી તેઓ એવુ માને છે કે બાળકને પચવામાં ભારે પડશે અથવા તો પેટમાં દુખશે.
  • સગર્ભાવસ્થા દરમ્યાન અમુક પ્રકારનો ખોરાક ખાવાની મનાઈ છે જેમકે બાજરી, રીંગણ, ગોળ વગરે વસ્તુઓ ગરમ પડે પરંતુ આજ ખોરાકમાં લોહતત્વ વધારે હોય છે.
  • જાંબુ ખાવાથી બાળક કાળું આવે છે તેવુ માને છે.
  • તાલીમ ન લીધેલ દાયણો બાળકની સુવાવડ કરે છે જે માતા અને બાળક બંને માટે જોખમી છે છતા પણ ગ્રામીણ લોકોને દાયણમાં વધુ વિશ્વાસ હોય છે.
  • બાળક ને પ્રથમ દિવસ માતાનું ધાવણ આપવામાં આવતુ નથી.
  • પ્રથમ ધાવણ બાળક માટે જોખમી છે તેમ માનવામાં આવે છે. પણ તે જોખમી નથી
  • માતાની સુવાવડ પછીના ત્રણ દિવસ પછીના પીળા રંગ નું ધાવણ આવે છે તેને કોલોસ્ટ્રોમ કહેછે.
  • પ્રથમ ધાવણ આરોગ્યની દ્રષ્ટીએ ખુબજ પોષ્ટીક હોય છે તેમાં પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો હોયછે.
  • ચામડી પર ડામ અપાય છે તેવી માન્યતા છે કે તેનાથી છોકરા સાજા થઈ જાય છે.
  • જુલાબ થવા માટે અલગ-અલગ અખતરા કરે છે જેનાથી બાળ માંદગી અને મૃત્યનું પ્રમાણ વધે છે.
  • તાળવા પર તેલ અને હળદર લગાવે છે જે હાઈજીન ની દ્રષ્ટીએ બરાબર નથી.
  • આંખમાં કાજળ અથવા આંજણ સુંદરતા માટે અને નજર ન લાગે તે માટે લગાવવામાં આવે છે.નેત્ર ખીલ અને બીજા આંખ ના રોગો તેમજ તેનાથી ચેપ ફેલાય છે.

4) વ્યક્તિગત સ્વચ્છતા

સારી બાબતો :

  • ભારતીય વ્યક્તિઓમાં સ્વચ્છતા માટે અલગ અલગ વર્તણુંક જોવા મળે છે. જેમકે ભારતીયો મોં ની સ્વચ્છતા સારી રીતે કરે છે. લીમડો, વડલો, બાવળ, કરંજ વગેરે જેવા વૃક્ષો ના દાંતણ અથવા ટુંથ બ્રસનો ઉપયોગ કરે છે.
  • નાગરવેલના પાન-ખાવા એ સારી બાબત છે.
  • ધાર્મીક રીતે રોજ સ્નાન કરવું માસીક ધર્મ વખતે અને સુવાવડ પછી માથે નાહવું એ સારી બાબત છે.
  • અઠવાડીયામાં એક વખત તેલથી માલીશ કરવું જે સારી બાબત છે.
  • સ્ત્રીઓમાં નહાતા પહેલા, ચણાનો લોટ લગાવે છે જે સારી બાબત છે.

ખરાબ બાબતો :

  • રાખ, કોલસો, ઈંટનો ભુક્કો વગેરેનો ઉપયોગ દાંત ઘસવા માટે થાય છે જે ખરાબ બાબત છે.
  • તમાકુંનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે.
  • અમુક જાતીઓમાં રોજ નાહવાની આદત ઓછી હોય છે.
  • વાળંદ એક જ રેઝર અને અસ્તરો રાખી દાઢી-મુછ કરે છે અને એક ના એક સાધનો વારંવાર વાપરે છે કારણ કે તેને તેનાથી ફેલાતા રોગો જેમકે એચ.આઈ.વી એઈડસ, કમળો અને ચામડીના રોગો વગેરેનો ખ્યાલ હોતો નથી.
  • સગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓ ધુમ્રપાન કે તમાકુ નું સેવન કરે તો ગર્ભનો વિકાસ ઓછો થાય છે.
  • પડદા પ્રથાથી સ્ત્રીઓને પુરતા પ્રમાણમાં સુર્યકિરણો મળતા નથી જેના કારણે ટી.બી અને ચામડીના રોગા થવાની શક્યતા રહે છે.
  • ગરીબ પ્રજા જમીન પર સુવે છે. જેથી જંતુ કરડવાની શક્યતા વધુ રહે છે.
  • ખુલ્લા પગે ફરવાથી કૃમિ થાય છે.
  • મુસ્લીમોના છોકરાઓનું સુન્નત કરવાનો રીવાજ છે તેનાથી લીંગમાં કેન્સર થવાની શક્યતા રહેતી નથી પરંતુ સુન્નત વખતે જો જંતુરહીત કર્યા વગરના સાધનનો ઉપયોગ કર્યો હોય તો ચેપ લાગવાની શક્યતા રહે છે.

5) માનવ મળ-મુત્રનો નિકાલ

  • ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે.
  • લોકોની એવી માન્યતા છે કે શૌચાલય માત્ર શહેરી વિસ્તારમાં જ હોય છે.
  • મળમુત્ર દ્વારા ચેપ ફેલાય છે અને તેનાથી પાણી, જમીન દુષીત થાય છે તેમજ માખી ઓ નો ઉપદ્રવ થાય છે તે બાબતને લોકો ધ્યાનમાં લેતા નથી. હાલના તબકકે ગ્રામ્ય વિસ્તારમાં પણ શૌચાલય પણ ઉપલબ્ધ છે.

6) કચરાનો નિકાલ

  • ગામના અને ઝુપડપટ્ટી વિસ્તારના લોકો જાણતા નથી કે મચ્છર નો ઉપદ્રવ પાણી એકત્રીત થાય ત્યા થાય છે અને મચ્છરથી ફેલાતા રોગો થાય છે.
  • સ્વચ્છ પાણી ભેગુ થાય ત્યા પણ ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ થાય છે.
  • ગટરનું પાણી શેરીઓની નિકમાં ખુલ્લું વહેતુ હોય છે.
  • સુકો કચરો શેરીઓમાં ખુલ્લો ફેકવામાં આવે છે. તેમને સમજાવવું કે સુકા કચરાને ભેગો કરી બાળવો જોઈએ.
  • તેમજ ગાય ભેસના ગોબરમાંથી છાણા બનાવી તેનો બળતણ તરીકે ઉપયોગ કરવો તે એક સારી બાબત છે.

7) પાણીના પ્રાપ્તિ સ્થાનો અને દુષિત પાણીનો નિકાલ

  • કુવો તે ગ્રામ્ય વિસ્તારનું એક અગત્યનું પાણીનું પ્રાપ્તિ સ્થાન છે. લોકો પાણી ભરવા માટે ત્યાં જાય છે કુવા અથવા નદી, તળાવ પર લોકો નાહવા ઉપરાંત કપડા ની ધોલાઈ કરે છે તેમજ પ્રાણીને નવડાવે છે. તેનાથી પાણી દુષિત થાય છે અને તેજ પાણી નો ઉપયોગ તેઓ પીવા માટે કરે છે.
  • કુવાની ફરતી પાળ હોવી જોઈએ તેમજ કપડા ધોવા માટે અને નહાવા માટે અલગ વ્યસ્થા હોવી જોઈએ જેથી પાણી દુષિત ન થાય.
  • ધાર્મિક કુવાને જાળીથી ઢાકવામાં આવે છે. અને બહારનું વાસણ તેમાં નાખવાની મનાઈ હોય છે. તે એક સારી બાબત છે.
  • નદીનું પાણી પવિત્ર માની તે ગાળ્યા વગર, શુધ્ધ કર્યા વગર એમ જ પીવાય છે તેમજ પવિત્ર જળ માની પોતાના મિત્રો તેમજ સગા-સંબંધીઓ માટે લઈ જવાય છે. કોલેરા અને ગેસ્ટ્રો એન્ટ્રાયટીસનો એપેડેમીક આ રીતે ફેલાય છે. એટલે કે પાચનતંત્રને લગતા રોગો થાય છે.

8) લગ્ન અને જાતીય જીવન

  • સામાજીક ધાર્મિક જુથ મુજબ જાતીયતાને લગતા અલગ અલગ રિવાજો હોય છે.
  • અમુક લોકોમાં માસિક ધર્મ પછી અથવા માસિક ધર્મ વખતે વજાઈનામાં ગંદી વસ્તુ, લાકડું, ગંદા કપડા વગેરે મુકવામાં આવે છે. જેના લીધે ચેપ લાગે છે. કારણ કે તે લોકો માસીક ધર્મને અસ્વચ્છતાનો સમયગાળો ગણે છે.
  • મુસ્લીમ સ્ત્રીઓને માસીક ધર્મ વખતે નમાજ પઢવાની કે જાતીય સુખ માણવાની મનાઈ હોય છે.
  • ભારતીય કાનૂનમાં લગ્ન માટે છોકરીની વય ૧૮ વર્ષ અને છોકરાની વય ૨૧ વર્ષ નક્કી કરેલ છે. બાળલગ્ન પ્રથાને નાબુદ કરવી જરૂરી છે હજી પણ આ પ્રથા અમુક સમૂદાયોમાં અસ્તિત્વ ધરાવે છે.
  • એક પત્નિત્વ અથવા એક પતિત્વ લગ્ન સંસ્થા સામાન્ય ગણાય છે, બહુ પત્નિત્વ અને બહુ પતિત્વ પ્રથા નિલગીરીના પહાડો અને માલાબારમાં વધુ જોવા મળે છે.
  • હિમાચલ પ્રદેશમાં સ્થાનિક લગ્નનો રિવાજ વધુ હોવાથી જાતીય રોગનો ડર રહે છે. સ્થાનિક રીતે રીવાજો જાણવા જેથી આરોગ્યનું સ્તર સુધારવુ સરળ બને છે.

9) કુંટુંબ નિયોજન

  • નાની ઉંમરમાં લગ્ન કરી દેવાથી સ્ત્રીની ફલીનીકરણ કરવાની મર્યાદા વધે અને શારીરીક રીતે પુખ્તતા પ્રાપ્ત કરે તે પહેલા જ બાળકોને જન્મ આપી દે છે.
  • ગરીબ ગ્રામીણ સમાજમાં વધુ બાળકો હોવાની ઈચ્છા ધરાવે છે જેથી વધુ મજુરી કરીને વધુ કમાણી કરી શકે તેથી જ બાળમૃત્યુનો આંક વધુ જોવા મળે છે, લોકો ગર્ભ નિરોધકનો ઉપયોગ કરતા નથી.
  • પુત્રની ઈચ્છામાં વધુ બાળકો પેદા કરે છે અને ગર્ભ નિરોધક વાપરતા નથી.
  • મોર્ડન ટેકનોલોજી એટલે આધુનીક યાંત્રીક ક્ષેત્રે જાતીય પરિક્ષણ કરવામાં આવે છે.
  • ધાર્મિક માન્યતાઓ અને સામાજિક રૂઢી પ્રમાણે માસીક ધર્મ વખતે સ્ત્રીને અસ્વચ્છ માની તેને ઘરમાંથી અને ધાર્મિક કાર્યથી દુર રખાય છે પરંતુ મજુરી વાળું કામ કરવા દેવામાં આવે છે.
  • ઘણી ફલીનીકરણ નિયમનની પધ્ધતિઓથી માસીક સ્ત્રાવમાં ફેરબદલી થાય છે. અને વધુ પડતો તેમજ અનિયમીત માસીક સ્ત્રાવ આવતો હોય છે તેથી મજુર કાર્યકર પર અસર પડે છે તેના લીધે આવી પ્રવુત્તિઓ તેઓ અપનાવતા નથી.
  • સ્ત્રીનો નીચો દરજ્જો સમાજમાં ગણવામાં આવે છે. તેની પોતાની ઈચ્છા હોવા છતાં તેને ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરી શક્તી નથી.
  • બાળજન્મ માટેની નિર્ણય લેવાની સત્તા સાસુ અથવા પતિની હોય છે.
  • જો બે પુત્રને જન્મ આપે તો જ તેના સામાજિક સ્તરમાં વધારો થાય છે તેથી પણ ગર્ભનિરોધક સાધનો મોડા અપનાવાય છે.

10) એસ.ટી.ડી.(સેક્સ્યુયલી ટ્રાન્સમિટેડ ડીસીજ)

  • સંકુચિત સામાજિક નીતિતંત્ર કે જેમાં એવુ માનવામાં આવે છે કે જીવનમાં જેની સાથે લગ્ન કરેલહોય તે એક જ જીવનસાથી સાથે જાતીય સુખ ભોગવવું તેનાથી આવા રોગો નો ફેલાવો અટકે છે.
  • ઘણા દેશોમાં ઈન્જેક્શન દ્વારા નશીલી દવાઓનું સેવન એસ.ટી.ડી.ફેલાવવાનું કારણ છે.
  • સ્ત્રીને શારીરીક અને સામાજિક રીતે નબળી ગણી પુરૂષો દ્વારા સ્ત્રીઓ ઉપર બળજબરી કરી શોષણ થાય છે.
  • આપણા સમાજમાં જાતીયતા વિશે ખુલ્લી રીતે ચર્ચા કરાતી નથી જાતીય રોગો ફેલાવવાનું આ એક કારણ છે.
  • શિક્ષકો અને વાલીઓ એ સામાન્ય રીતે જાતીયતા વિશે વાત કરવા સહમત હોતા નથી તેથી ઘણી બધી ખોટી માન્યતાઓ આ વિશે પ્રવર્તે છે. સ્કુલમાં જાતીય જીવન, જાતીય રોગો અને તેના ફેલાવા વિશે આરોગ્ય શિક્ષણ આપવુ ખુબ જ જરૂરી છે. જેથી જાતીય રોગો ફેલાતા અટકાવી શકાય છે.
  • ઉપરોક્ત દરેક બાબતો આરોગ્ય કાર્યકરે જાણવી અને સમજવી જરૂરી છે. જેથી એ મુજબ આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય સેવાઓનું આયોજન કરી શકે છે.

આરોગ્ય અને રોગ વિશેની લોકોની માન્યતાઓ

  • સંસ્કૃતિની માનવ જીવન ઉપર બહુ ઊંડી અસર થાય છે.
  • અમુક સામાજીક મુલ્યોના કારણે લોકો નવા આરોગ્ય કાર્યક્રમની શરૂઆતમાં અવરોધ કરે છે.
  • આવા આરોગ્ય કાર્યક્રમો ઘણા અવરોધક પરિબળોના લીધે સફળ થતા નથી મોટા ભાગના જે ગ્રામીણ લોકો રોગ થવા માટે જે કારણોને કારણભૂત માને છે.

તેને બે ગ્રુપમાં વહેંચી શકાય છે.

  1. સુપરનેચર કોઝ(કારણ)
  2. ફીઝીકલ કોઝ

1.સુપર નેચર કોઝ

(અ) દેવી- દેવતાનો પ્રકોપ :

  • ઘણા લોકો એવુ માને છે કે રોગ થવા માટે દેવી-દેવતાનો પ્રકોપ જવાબદાર હોય છે. ઘણા શિક્ષીત લોકો પણ દેવી દેવતાના પ્રકોપને માને છે. ઓરી કે અછબડા નિકળ્યા હોય તો તેઓ મોટી માતા અને નાની માતા તરીકે જણાવે છે. અને માતાજી નિકળ્યા છે તેમ કહીને દવા કરાવતા નથી દવા નુકશાનકારક છે તેવુ માને છે. અને કેસની નોંધણી કરાવતા નથી અને દેવી-દેવતા ને રાજી કરવા પુજા કરાવે છે. ઘરની બહાર લીમડો બાંધે છે એને બાળકને અલગ રાખે છે તેથી ચેપ ફેલાતો નથી તે એક સારી બાબત છે.

(બ) રીત -રીવાજ કે નિયમનો ભંગ

  • સામાજીક નિયમનો ભંગ કરનાર વ્યક્તિ અછુત અને ટી.બી, એઈડસ જેવાં રોગથી પીડાય છે તેવુ માને છે. નિમ્ન જ્ઞાતીની સ્ત્રીઓ સાથે અથવા માસિક ધર્મ વખતે સ્ત્રી સાથે સંબંધ કરવાથી જાતીય રોગ થાય છે તેવુ માને છે. અને તેની સારવાર કરાવતા નથી.

(ક) પહેલાં કરેલા પાપ

  • ગયા જન્મમાં કરેલા પાપને લીધે લેપ્રસી(રક્તપીત) અને ટી.બી. જેવા રોગ થાય છે તેવુ માનવામાં આવે છે.

(ડ) નજર લાગવી

  • સમગ્ર દેશમાં ચુસ્તપણે આ બાબતને માનવામાં આવે છે નાનુ બાળક બિમાર પડેતો બાળક ટોકાઈ ગયુ તેમ માને છે. અને તેની સારવાર કરાવતા નથી અને નજર ઉતારે છે અને દોરા ધાગા કરાવે છે તેમજ નજર ઉતારવા ભુવા પાસે લઈ જાય છે.

(ઈ) ભૂત-પ્રેત અથવા ચુડેલના વળગાળની અસર

  • અમુક રોગો જેવાકે હિસ્ટેરીયા, એપીલેપ્સી કે માનસીક રોગને વળગણ સમજીને સારવાર કરાવતા નથી અને ભુવા પાસે લઈ જાય છે ડામ દેવડાવે છે. સાંકળથી મારે છે મરચાની ધુવાડી દે અને આ ઉપરાંત સાપ કે વીછી કરડ્યો હોય તો તેને પણ મંત્રાવા લઈ જાય છે અને મંત્રાવાથી તેનુ ઝેર ઉતરી જાય છે તેવુ માને છે.

2.ફીઝીકલ કોઝ

  • રોગ થવા માટે ભૌતીક કારણો જવાબદાર છે તેવું માને છે.

(અ) ઋતુની અસર

  • ઉનાળામાં ખુબ જ ગરમી લાગવાથી લૂ લાગે છે પણ તેની સારવાર લેતા નથી અને ઘરગથ્થુ ઉપચાર કરે છે. જેમાં પગના તળીયામાં ઘી અને તેલ થી માલીશ કરે છે તેમજ કાચી કેરી ને ગરમ રાખમાં થોડી મીનીટ રાખી તેનો વચ્ચેનો ભાગ ઠંડા પાણીમાં ગાળીને અને ચપટી મીઠુ નાખી તેનુ સેવન કરે છે.

(બ) પાણી

  • ચોમાસામાં ઝાડા-ઉલ્ટી થાય તો પાણીના ફેરફારને લીધે બિમારી થાય છે તેમ માની તેની સારવાર કરાવતા નથી.

(ક) અશુધ્ધ લોહી

  • ચામડીના રોગો જેમ કે ખસ, ખરજવું તે લોહીમાં અશુધ્ધીના લીધે થાય છે તેમ માને છે. અને લીમડાના પાન ખાવાથી લોહી શુધ્ધ બને છે તેમ માને છે. લીમડાના પાન પાણીમાં નાખી નહાય છે તે એક સારી બાબત છે.

એથીક્સ & બિહેવિયર રીલેટેડ ટુ કોમ્યુનિટી પ્રેક્ટિસ(સામુદાયિક કૌશલ્ય સંબંધીત નિયમો અને વર્તણુંક)

  • એથીક્સ (નિયમો)એટલે કે સિધ્ધાંતો અને રુલ્સ કે જે નર્સે અનુસરવાના હોય છે અને એ નિયમો નર્સ કઈ પરિસ્થિતિમાં કેવા પ્રકારનું કાર્ય કરવું તે સુચવે છે.
  • નીતિશાસ્ત્ર (ગ્રીક શબ્દ એથિઓસ એટલે રિવાજો અથવા માર્ગદર્શક માન્યતાઓ) એ નિયમો અને સિદ્ધાંતો છે જે યોગ્ય આચારનું સંચાલન કરે છે
  • તે તપાસની પદ્ધતિનો સંદર્ભ આપે છે, બીજા શબ્દોમાં કહીએ તો, તે માનવ વર્તન વિશેના કેટલાક મુદ્દાઓને જોવાની અથવા તપાસ કરવાની રીત છે.
  • તે ચોક્કસ જૂથનાં વ્યવહાર અથવા માન્યતાઓનો સંદર્ભ આપે છે (દા.ત. નર્સિંગ એથિક્સ).
  • તે જૂથની વ્યાવસાયિક આચારસંહિતામાં વર્ણવ્યા અનુસાર કોઈ ચોક્કસ જૂથના વર્તનના અપેક્ષિત ધોરણોને સંદર્ભિત કરે છે. નર્સોએ તેમની નર્સિંગ પ્રથામાં અમુક નૈતિક ધોરણો જાળવવાની અપેક્ષા રાખી છે.

નીતિશાસ્ત્રની માટે ઉપયોગ લેવાતી વ્યાખ્યાઓ

  • ઓટોનોમી – સ્વાયત્તતા એટલે કે, ગ્રાહકોના નિર્ણયો લેવાના અધિકારનો આદર કરવો જો તે પસંદગી ક્લાચંટના હિતમાં ન હોય તો પણ.
  • જસ્ટીસ – ન્યાય (ઉચિતતાના સિદ્ધાંત), એટલે કે, અમીર, ગરીબ, સામાજિક દરજ્જો, જાતિ અથવા લિંગ વગેરે જેવી બાબત ને ધ્યાનમાં લેવાના બદલે તબીબી આવશ્યકતાઓની જરુરીયાતને આધારે સેવા પૂરી પાડવી.
  • નોન-માલ એફીસીયન્સ (નુકસાન અથવા નુકસાનથી બચવું), એટલે કે કોઇને પણ નુકસાન ન કરવું.
  • બેનીફીસીયન્સ – લાભ (પ્રોત્સાહન અથવા સારું કરવું), એટલે કે, બીજાઓ માટે સારું કરવું.
  • ફીડેલીટી – વફાદારી, એટલે કે, વચન આપવું, અથવા નર્સિંગ કેર કરવાની જવાબદારીનું પુરી નિષ્ઠા દ્વારા પાલન કરવું.
  • એકાઉન્ટીબીલીટી – જવાબદારી (પોતાની ક્રિયા માટે જવાબ આપવાની ક્ષમતા), એટલે કે ગુણવત્તા અથવા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ધોરણોનો અભ્યાસ કરવો.
  • કોન્ફિડેન્સિયેલીટી – ગુપ્તતા (ગોપનીયતાનું રક્ષણ), એટલે કે, ક્લાયંટ વિશેની માહિતી તેની ઇચ્છા વિરુદ્ધ કોઇ સાથે શેર કરવી નહીં.

લોકો અથવા સમુદાય સાથે સંબંધિત નર્સિંગ એથિક્સ

  • નર્સની પ્રાથમિક વ્યાવસાયિક જવાબદારી નર્સિંગ કેરની જરૂરિયાતવાળા લોકોને બચાવવાની છે. દરની જરૂરિ નર્સિંગ કેર પૂરી પાડવામાં, નર્સ એ એક એવું વાતાવરણ પુરુ પાડે છે જેમાં વ્યક્તિગત, કુટુંબ અને સમુદાયના માનવ અધિકાર, રીતરિવાજો અને આધ્યાત્મિક માન્યતાઓનો આદર થાય.
  • નર્સ સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિ બિમારી સંબંધિત સારવાર લેવા માટે સંપુર્ણ માહિતીગાર હોય.
  • નર્સ ક્લાયન્ટની વ્યક્તિગત માહિતી ધરાવે છે અને આ માહિતીને શેર કરવામાં નિર્ણયનો ઉપયોગ કરે છે.
  • નર્સ સમાજની સાથે રહી તેને મદદ કરવા અને સહાયક બનવાની જવાબદારી સમજી લોકોની આરોગ્ય અને સામાજિક જરૂરિયાતોને પૂરી કરે છે.(ખાસ કરીને નબળા લોકોની)
  • નર્સ કુદરતી આપત્તીઓ જેવી કે, પ્રદૂષણ, અધોગતિ અને વિનાશથી બચવા અને બચાવવા માટેની જવાબદારી પણ વહેંચે છે અને તેનું પાલન કરે છે.

આરોગ્ય કાર્યકરે હંમેશા નીચેની ત્રણ બાબતો યાદ રાખવી.

A. આરોગ્યનું ઉંચું સ્તર

B. રોગનો અટકાવ

C. માંદાની સંભાળ

A. આરોગ્યનું ઉચું સ્તર

  • તંદુરસ્ત વ્યક્તિ અને જોખમી ગ્રુપની સાથે-સાથે જેમ કે સગર્ભાવસ્થાવાળી સ્ત્રી, નવજાત શિશુ અને માંદા લોકો પણ ઘરમાં જ રહેતા હોય છે ત્યા ઘરમાં જ સેવા આપવા માટે કાર્ય કુશળતા,જ્ઞાન, આવડત, અને નિર્ણયશક્તિ, માનવ સંબંધોને સમજવા જરૂરી છે. ઘરે આરોગ્ય સેવા આપવા માટે નર્સની ભુમિકા ખુબજ અગત્યની જેથી આરોગ્યનું ઉચું સ્તર લાવી શકાય.

B. રોગોનો અટકાવ

  • માત્ર દર્દીજ નહી પરંતુ સંપુર્ણ કુટુંબ નર્સની જવાબદારી છે. રોગના વહેલા નિદાન અને સારવાર દરેક મુલાકાત વખતે કરવી, માંદાની સંભાળ રાખવી, પ્રયોગ અને નિરિક્ષણ દ્વારા સગાની મદદથી માંદાને સેવા આપવી. કુટુંબની સ્વચ્છતા તેમજ સામાજીક પ્રયોગો દ્વારા રોગોનો અટકાવ અને આરોગ્યનું સ્તર ઉચું લાવવામાં મદદ કરે છે.

C. માંદાની સંભાળ

  • આરોગ્ય પર અસર કરતી પરિસ્થિતીઓ સામે સુમેળ સાધવા મદદ કરવી, દર્દી અને કુટુંબના વર્તન પર લાગણીસભર બાબતોની અસર થાય છે તે સમજાવવું, સમુદાયમાં આરોગ્યનો વિકાસ, આરોગ્યની સગવડો અને આરોગ્યના કાર્યક્રમોમાં લોકોને સાથે લેવા.

મેથડ ઓફ હોમ વિઝીટ (ગૃહમુલાકાતની પધ્ધતિ)

  • હોમ વિઝીટ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યકિત અને કુટુંબની સંપુર્ણ સંભાળ ઘરમાં જ પુરી પાડવામાં આવે છે.
  • નક્કી કરાયેલા અને સોંપાયેલા ગ્રામ્ય વિસ્તારમાં ઘરેઘરે ફરીને દરેક વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરીને, રોગની સારવાર આપવામાં આવે તેમજ રોગનાં નિયંત્રણ અટકાવ અને આરોગ્ય સ્તરને ઉચું લાવવા માટે જે પગલાં અને આરોગ્ય શિક્ષણ ઘરમાં જ પુરૂ પાડવામાં આવે તેને હોમ વિઝીટ કહે છે.

હોમ વિઝીટના હેતુઓ (ગૃહમુલાકાતના હેતુઓ)

  • લોકોને ઘરે બેઠા નર્સિંગ કેર આપવા માટે અને તે અંગે જાગૃતતા લાવવા માટે.
  • સમુદાયને આરોગ્યની સેવાઓ આપવા માટે.
  • સારી નર્સિંગ કેર આપવા માટે.
  • કુટુંબના સભ્યોનું આરોગ્ય સ્તર ઉંચું લાવવા માટે.
  • મોટાભાગે માંદા વ્યક્તિ ઘરમાં મળી રહે છે તેમને આરોગ્યની સેવા આપવા માટે ખાસ કરીને વૃધ્ધ લોકો માટે.
  • કુટુંબમાં કોઈ સગર્ભા માતા હોય, સુવાવડ થઈ હોય, ઓપરેશન થયું હોય. બિમાર વ્યક્તિ હોય તો તેના ફોલો અપ કરવા માટે.
  • પ્રિનેટલ મધરની હોમ વિઝીટના ભાગ રૂપે સંક્રામક ચેપી રોગોનું સોર્સ ઓફ ઇન્ફેક્શન શોધવા માટે. (ચેપના ઉત્પત્તિસ્થાન)
  • રસીકરણ, પોષણ અને વાતાવરણની સ્વચ્છતા નું સ્તર જોઈને આરોગ્ય શિક્ષણ અને નર્સિંગ કેરનું આયોજન કરવા માટે.
  • નવી આરોગ્યની સેવાઓ શોધવા માટે.
  • બીજા આરોગ્ય કાર્યકરનું નિરીક્ષણ કરવા તેમજ માર્ગદર્શન આપવા માટે.
  • સમુદાય અને કુટુંબના સભ્યોનું આરોગ્ય સ્તર ઉચું લાવવા માટે.

પ્રિન્સિપાલ ઓફ હોમ વિઝીટ (ગૃહ મુલાકાતનાં સિધ્ધાંતો)

  • સમુદાયની પાયાની જરૂરીયાતને અનુલક્ષીને હોમ વિઝીટનું આયોજન કરવું.
  • હોમ વિઝીટ વખતે લોકોની લાગણી અને જરૂરીયાતને ધ્યાનમાં રાખવી.
  • કુટુંબ સાથે સંબંધ સ્થાપ્યા પછી ઘર અને તેના વાતાવરણ વિશે માહીતી મેળવવી જરૂરી છે અને તે વખતે બીજી વ્યક્તિના દ્રષ્ટીકોણને સમજવું જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિના દ્રષ્ટીકોણ અલગ-અલગ હોય છે.
  • આપણે જે વિષયની ચર્ચા કરીએ તે વૈજ્ઞાનીક રીતે આધારવાળી અને ચોક્કસ હોવી જોઈએ.
  • કોઈપણ નર્સિંગ પ્રોસીઝર કરતી વખતે કૌશલ્યનો ઉપયોગ કરવો તેમજ યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરવો.
  • આપણા એરીયામાં એજન્સી હોય તેના નિતી નિયમો અને સેવાઓની જાણકારી હોવી જોઈએ.
  • સમુદાયના સ્ત્રોતની જાણકારી હોવી જોઈએ તેમજ તેનો શાણપણપુર્વક ઉપયોગ કરવો જોઈએ.
  • સમુદાયની હકિકતોને પહેલા ઓળખવી જરૂરી છે.
  • સમુદાયમાં બનતા બનાવોને જાણવા ખુબ જરૂરી છે.
  • હોમ વિઝીટમાં વ્યક્તિ અને કુટુંબની સાથે નર્સિંગ કેર પ્લાન બનાવવો અને તેમનો કામગીરીમાં સમાવેશ કરવો, પોતાનું સ્વ નિરીક્ષણ કરવું, સ્વ મુલ્યાંકન કરવું અને ક્વોન્ટીટી કરતા ક્વાલીટી વર્ક કરવું.
  • દરેક વિઝીટ વખતે કરેલા કાર્યનું રેકોર્ડીંગ ડેઈલી ડાયરીમાં કરવું તેમજ રજીસ્ટરોમાં પણ રેકોર્ડ રાખવો.
  • દરેક કરેલા કાર્યનું નિરીક્ષણ કરવાનું અને કુટુંબ સાથેનો વ્યવ્હાર માનવતા ભર્યો રાખવો જેથી કુટુંબના સભ્યનો વિશ્વાસ સંપાદન કરી શકાય.

હોમ વિઝીટના ફાયદાઓ (ગૃહમુલાકાતના ફાયદાઓ)

  • કુંટુંબનું બેકગ્રાઉન્ડ જોઈ શકાય છે.
  • કુંટુંબને પોતાના વાતાવરણમાં એટલે કે સાચી પરિસ્થિતીમાં જોઈ શકાય છે.
  • કુંટુંબના સભ્યો પોતાના એરીયામાં વધુ રીલેક્સ હોય છે. જેથી આરોગ્ય શિક્ષણ આપવાની તક ઉભી થાય છે.
  • સમુદાયનું વાતાવરણ તેમજ આર્થિક, સામાજીક પરિસ્થિતી જોઈને તે પ્રમાણે આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
  • શિક્ષણના પાયા તરીકે કુટુંબનું નિરીક્ષણ કરી શકાય છે.
  • કુટુંબ સાથે સીધો સંપર્ક હોવાથી તેમની મુશ્કેલીઓ કહી શકે છે.
  • કુટુંબના સભ્યો પ્રશ્ન પુછવાની આઝાદીનો અનુભવ કરે છે.
  • આરોગ્ય કાર્યકરને સાચી કેર આપવાની તક મળે છે.
  • હોમ વિઝીટથી નવી આરોગ્ય સમસ્યાઓ શોધી શકાય છે.
  • આરોગ્ય કાર્યકરે હોમ વિઝીટ દરમ્યાન કુટુંબના સભ્યો કે તે જે વર્ચસ્વ ધરાવે છે તેમની સાથે સંપર્ક કરી શકે છે.
  • આરોગ્ય કાર્યકરને કુટુંબનું વર્તન, વલણ, એકબીજાના સંબંધો તેમજ કુટુંબ વચ્ચેની લાગણી, ભાવના વગેરે નું નિરીક્ષણ કરવાની તક મળે છે.
  • વ્યક્તિની પાયાની ભૌતિક અને સામાજિક, વ્યક્તિગત જરૂરીયાત ને સમજી શકાય છે.
  • આરોગ્ય કર્મચારી એ મેળવેલ જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ ઘરમાં, કુટુંબ અને વ્યક્તિ માટે મદદરૂપ થઈ શકે છે. અને આરોગ્ય સમસ્યાઓનો હલ કરી શકાય છે.

પ્લાન ફોર હોમ વિઝીટ (ગૃહમુલાકાતનું આયોજન)

  • પહેલી હોમ વિઝીટ (ગૃહ મુલાકાત) વખતે શક્ય તેટલી દરેક માહીતી એકત્રીત કરી લેવી.
  • પહેલાના રેકોર્ડ અને કાર્યકરો પાસેથી માહિતી મેળવવી જોઈએ.
  • પહેલી વિઝીટ હોવાથી ઓર્ડર વગર સામાન્ય કેર આપવી.

પછીની વિઝીટ દરમ્યાન નીચેની બાબતો જાણવી અને કેર આપવી.

  1. માંદગીનું પ્રમાણ જાણવું.
  2. ડોક્ટરના ઓર્ડર પ્રમાણે કેર આપવી.
  3. ફેમીલી કેર આપવાની આવડત મુજબ હોમ વિઝીટનું આયોજન કરવુ.

એપ્રોચ (સંપર્ક) : કુટુંબનો સંપર્ક કઈ રીતે કરવો ?

  • પહેલા સંપર્ક વખતે ખુબજ કાળજી લેવી કારણ કે પછીની વિઝીટમાં દર્દીની સંભાળ તેના પર આધાર રાખે છે.
  • મિત્રતાભર્યું અને રસ દાખવતું વર્તન રાખવુ જેથી કુટુંબનો વિશ્વાસ અને સહકાર મેળવી શકાય.
  • સહાનુભુતીવાળું વલણ દાખવવું.
  • પોતાના નામ અને હોસ્પિટલના નામની ઓળખાણ આપવી.
  • વિઝીટ માટેનો હેતુ હોવો જોઈએ તેમજ દર્દીને તેની પરિસ્થિતી વિશે પુછો.
  • કુટુંબની મંજુરી વગર બુટ કે ચપ્પલ ઘરમાં પહેરી જવા નહી.

નર્સિંગ ડાયગ્નોસિસ

  • નર્સિંગ ડાયગ્નોસિસ નક્કી કરવું એટલે કે વ્યક્તિની હેલ્થ નીડ શોધવી નર્સિંગ ડાયગ્નોસીસને કોમ્યુનીટી હેલ્થ નર્સ એ જુદા જુદા વિભાગમાં પ્રોબ્લેમ્સ પ્રમાણે બનાવવા જોઈએ જેમ કે એન્વારમેન્ટલ, સાયકોલોજીકલ, સેસીયોલોજીકલ, ફિજીયોલોજીકલ, સ્પીરીચ્યુઅલ વગેરે.

(1) એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ/નીડ્સ :

  • જેમાં પુઅર વેન્ટીલેશન, કન્ટામિનેટેડ વોટર સપ્લાય,પુઅર સેનિટેશન વગેરેનો સમાવેશ થાય છે.

(2) સાયકોલોજીકલ પ્રોબ્લેમ/નીડ્સ :

  • જેમાં ફિયર, ટેન્શન, એક્ઝાઈટી, એક્સઈટમેન્ટ, લોનલીનેસ, સ્ટ્રેસ વગેરે.

(3) સોશિયલ ઇકોનોમિકલ પ્રોબ્લેમ/નીડ્સ :

  • જેમાં પુઅર સોસીયલ એડજસ્ટમેન્ટ, પુઅર ઈકોનોમિકલ કંડિશન વગેરે.

(4) ફિઝિયોલોજીકલ પ્રોબ્લેમ/નીડ્સ :

  • જેમાં પેઈન, ટેમ્પ્રેચર, ડિસકમ્ફર્ટ, ડેફિસીટ સેલ્ફ કેર, પુઅર ન્યુટ્રીશન વગેરે.

(5) સ્પીરીચ્યુઅલ પ્રોબ્લેમ/નીડ્સ :

  • જેમાં ધાર્મિક વિધી,જુદી-જુદી માન્યતાઓ,વળગાડ,મેલીવિદ્યા વગેરે વચ્ચે અટવાયેલો વ્યક્તિ.

પ્લાનિંગ ફોર કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સર્વિસ

  • પ્લાનીંગ ફેઝમાં નર્સીસ, પ્રોબ્લેમ્સને પ્રીવેન્ટ કરવા, મિનીમાઈઝ કરવા અને કરેક્ટ કરવા માટે શું શું પગલાઓ લેવા જોઈએ તેની રૂપરેખા તૈયાર કરે છે. તેને નર્સિંગ કેર પ્લાન કહે છે.

નર્સિંગ પ્લાનની લાક્ષણિકતા

  • ક્વોલીફાઈડ નર્સ દ્વારા તે લખાયેલો હોવો જોઈએ.
  • જે પેશન્ટની નર્સિંગ કેર સાથે સંકળાયેલો હોવો જોઈએ.
  • નર્સિંગ કેર પ્લાન દરેક પેશન્ટ/વ્યક્તિને નર્સિંગ કેર સહેલાઈથી મળી રહે તેવો હોવો જોઈએ.
  • નર્સિંગ કેર પ્લાન બધી જ સંસ્થામાં એક સમાન એટલે કે યુનિવર્સલ હોવો જોઈએ.

નર્સિંગ ઈન્ટરવેન્શન

  • તેમાં મુખ્યત્વે નર્સિંગ કેર ગિવન પર ભાર મુકવામાં આવે છે. જેમાં ફિઝીકલ અને સાઈકોલોજીકલ કેર ને વધુ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત રેફરલ હેલ્થ સર્વિસ & હેલ્થ ટીચીંગ પણ મહત્વનું છે. કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ માં વ્યક્તિ અને પરીવાર બંનેને તંદુરસ્તી માટે સેવા પૂરી પાડવી જોઈએ. દા.ત પરિવારમાં એક વ્યક્તિને હાયપરટેન્સન હોય, બીજી વ્યક્તિ નાનુ બાળક જે સ્કૂલમાં એડજસ્ટ થતુ નથી અને ત્રીજી વ્યક્તિ એડોલેશન્સ હોય તો આવા વખતે પરીવારને અસર કરે છે.ત્યારે પરીવારના દરેક સભ્યના ડેટા સિસ્ટેમેટીકલી કલેક્ટ કરવા જોઈએ. પછી અસેસમેન્ટ કરવુ અને કોમ્પ્રીહેન્સીવ નર્સિંગ કેર આપવી જોઈએ.
  • ટુંકમાં ઈન્ટરવેન્શન (અમલમાં મુકવુ) એટલે નર્સિંગ એક્શન, એક્ટીવીટી અમલમાં મુકવી, પ્રેસીજર કરવો જેથી સૌનુ હેલ્થ જાળવી શકાય.

ઈમ્પ્લીમેન્ટેશનમાં મુખ્યત્વે નીચેની સેવાઓનો સમાવેશ થાય છે.

  • ડ્રગ્સ (દવાઓ) આપવી.
  • ઈમ્યુનાઈઝેશન કરવું.
  • પેશન્ટને ચલાવવામાં મદદ કરવી.
  • પેશન્ટને કોઈ પ્રવૃત્તિ (એક્ટીવીટી) કરવા માટે કહેવુ.
  • આરોગ્ય શિક્ષણ આપવું

ઈવાલ્યુએશન

  • આ સ્ટેપમાં કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ ઈન્ટરવેન્શનની કેવી અને કેટલી અસર થયેલી છે તેનું મુલ્યાંકન કરવામાં આવે છે. અહી એ જોવા મળે છે કે વ્યક્તિનું અથવા ફેમિલીનું હેલ્થ સ્ટેટસ બરાબર જળવાય છે કે નહી. વ્યક્તિ જાતે હેલ્થ કેર પ્રત્યે સભાન છે કે હજુ બીજા પર આધાર રાખે છે. જો ખામી હોય તો ફરીથી નર્સિંગ પ્રોસેસ રીપીટ કરવી પડે. ફરીથી પ્લાનીંગ કરવુ પડે. જેથી બાકી રહેલ હેલ્થ નીડ (આરોગ્ય જરૂરિયાત)ને પ્રોવાઈડ કરી શકાય.

હેલ્થ કેર ઈવાલ્યુએશન કરવા માટે નીચે મુજબ ઈવાલ્યુએશન ટુલનો ઉપયોગ થાય છે.

  • ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ઓફ બિહેવિયર
  • પ્રશ્ન & જવાબ
  • રેશીયો & સ્કેલ દા.ત., 0,1,2,3,4,5,..
  • પ્રોસેસ રેકોર્ડ
  • ફેમિલી એનાલિસિસ

સ્ટેપ ઓફ હોમ વિઝીટ (ગૃહ મુલાકાતનાં પગથીયા)

1.એસ્ટાબ્લીસ ફ્રેન્ડલી રિલેશનશિપ (મિત્રતા ભર્યા સંબંધ સ્થાપીત કરવા)

  • હોમ વિઝીટનું પહેલુ પગથીયું સંબંધ કેળવવો છે. ઘરના સભ્યો સાથે સંબંધ કેળવવો તેમજ તેની સાથે મિત્રતા, સહાનુભુતિ, મર્યાદા, મોભા સાથે તેમજ તમને તેમનામાં રસ છે તે રીતે સંપર્ક કરવો અને મુલાકાતનો હેતુ જણાવવો.

2.મેક સર્વે એન્ડ પ્રિપેર પ્લાન (સર્વે કરવુ અને આયોજન તૈયાર કરવુ)

  • ઘરની અંદરનું, બહારનું તેમજ આસપાસના સારા અને ખરાબ પરિબળોનું નિરીક્ષણ કરવું એ પરિબળો કે જે આરોગ્ય પર અસર કરે છે. સર્વે કરીને તે એરીયાનો નકશો બનાવવો જેમાં આપેલ ગામનું લોકેશન, ગામ તમારા હેડક્વાટરથી કેટલુ દુર છે, રોજગારનો પ્રકાર, વસ્તી, રોડ, આરોગ્યની સેવાઓ, સ્કુલ, આંગણવાડી, સહકારી મંડળી, અર્ધસરકારી સંસ્થાઓ, દુધની ડેરી, તેમજ પાણીના પ્રાપ્તિવસ્થાન વગેરેની નોંધ કરો.

3.કલેક્શન ઓફ ડેટા એન્ડ એનાલિસિસ (માહિતી એકત્રિત કરવી અને તેનું પૃથ્થકરણ કરવુ)

  • ફેમીલી ફેલ્ડર, હેલ્થ કાર્ડ, વ્યક્તિગત કાર્ડ અને હોમ વિઝીટ રજીસ્ટર બનાવવું વ્યક્તિ તથા કુટુંબને ઓળખવું તેમજ તેમનું આરોગ્યનું સ્તર, શૈક્ષણીક સ્તર, રસીકરણનું સ્તર, સગર્ભા અને ધાત્રી માતા. નવજાત શિશુ.પાંચ વર્ષના બાળકો, બિમાર વ્યક્તિઓ, તંદુરસ્ત વ્યક્તિઓ, તરૂણો, તરૂણીઓ, વૃદ્ધો તેમજ શાળાએ ન જતાં બાળકો વગેરેની નોંધ કરવી. પ્રાપ્ત માહિતીનું પૃથ્થકરણ એવી રીતે કરવુ કે તેના પરથી કુટુંબની આરોગ્ય પરિસ્થિતિનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાય.

4.એસ્ટાબ્લીસ ગોલ એન્ડ ગીવ પ્રાયોરિટી (ધ્યેયો બનાવવા અને પ્રાથમિકતા આપવી)

  • કુંટુંબને કેર આપવા માટે હેતુ અને ધ્યેય બનાવવા. એકવાર સમસ્યા અને તેનું ઉદભવ સ્થાન તેમજ તેનો ધ્યેય નક્કી થઈ જાય પછી બીજુ પગથીયું એ છે કે કાર્યને પ્રાથમિકતા આપવી આમ વ્યક્તિગત, વ્યક્તિની જરૂરીયાત મુજબ પ્રાથમિકતા આપવી.

5.પ્રીપેર પ્લાન ઓફ એક્શન (પ્રાથમિકતા મુજબ સેવાઓનું આયોજન કરવું)

  • વ્યક્તિ અથવા કુટુંબની જરૂરીયાત પુરી પાડવા માટે આયોજન કરવું અને સમુદાયના ક્યાં ક્યાં સ્ત્રોતનો ઉપયોગ કરી શકાય છે તે જાણીને તે માટેનું આયોજન કરવુ. જે જરૂરીયાતની પ્રથમ જરૂરીયાત હોય તે માટેની ક્યાં પ્રકારની આરોગ્યની જરૂરીયાત છે અને કઈ સેવાઓ આપશો તે નક્કી કરવું અને તે મુજબ આયોજન કરવુ.
  • દા.ત. કુટુંબમાં સગર્ભા માતા હોય. ૦ થી ૧ વર્ષનું બાળક હોય અને તાત્કાલીક અકસ્માત થયેલ હોય તો આરોગ્ય વર્કર પ્રથમ ક્યા લાભાર્થીને સેવા આપશે. તે સેવાની અગ્રીમતા નક્કી કરવી આવશ્યક છે.

6.નર્સિંગ ઇન્ટરવેશન (નર્સિંગ કેર આપવી)

  • બેગ ટેકનીકની મદદથી વ્યક્તિ અને કુટુંબને આરોગ્યની સેવાઓ આપવી જેમકે નાની માંદગીઓમાં સારવાર કરવી, ડ્રેસીંગ કરવું, યુરીન ટેસ્ટ કરવું, આરોગ્ય શિક્ષણ આપવુ. નેઈલ કટીંગ કરવું, માઉથ ક્લીન કરવુ વગેરે તેમજ બેગ ટેકનીકની મદદ દ્વારા ગૃહ મુલાકાત દરમ્યાન વ્યક્તિ અને કુટુંબની જરૂરીયાત પ્રમાણેની કેર લેવી અને તે પ્રમાણે નર્સિંગ પ્રોસીઝરનું પ્લાન કરવું.

7.ફોલો અપ (રી-વિઝીટ કરવી)

  • રી-વિઝીટ દ્વારા આપણી વિઝીટનું તેમજ ડેઈલી વર્કનું ફોલો અપ કરવું ખુબજ અગત્યનું છે. તેમા અગાઉ વિઝીટ આપી હોય તેના અનુસંધાને બીજી કઈ સંભાળની જરૂર છે. તેની કાળજી લેવી તેમજ આપેલ સલાહ સુચનો મુજબ વર્તન કરે છે કે કેમ તેનુ નિરીક્ષણ કરો. ઘરના સભ્યો બરાબર સંભાળ લે છે કે નહી તે ફોલો અપ દ્વારા જાણી શકાય છે.

8.ઈવાલ્યુએશન (મુલ્યાંકન)

  • કુટુંબને સેવાઓ આપ્યા પછી આરોગ્ય કાર્યકરે પોતાના કામનું તેમજ પોતાની આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરવું જરૂરી છે. તેની કઈ-કઈ આરોગ્ય સમસ્યાઓ હતી અને તેમાંથી કઈ-કઈ સમસ્યાઓ હલ થઈ અને બાકી રહેલ સમસ્યાઓ માટે ક્યા અવરોધક અને અનુકુળ પરિબળો છે તે જોવુ અને તેનું નિરાકરણ લાવવું અને તેની સાથે સંપરામર્શ કરી, મુલ્યાંકન કરી આરોગ્યનો ધ્યેય સિધ્ધ થયો છે કે નહી તેમજ આપણી સેવાઓ કુટુંબના સભ્યો એ સારી રીતે સ્વીકારેલ છે કે નહી તેનું મુલ્યાંકન કરવું જરૂરી છે.

9.રી-પ્લાન (પછીની વિઝીટનું આયોજન કરવું)

  • રી-પ્લાન કરવું એટલે કે હવે પછીની મુલાકાત નું આયોજન કરવુ અને તે આયોજનમાં હવે કઈ આરોગ્યની જરૂરીયાત પુરી પાડવાની તે મુજબ પછીની મુલાકાતનું આયોજન કરવુ.

પ્રોબ્લેમ ઓફ હોમ વિઝીટ (ગૃહ મુલાકાતની સમસ્યાઓ)

  • એ.એન.એમ તેના એરીયાથી પરીચિત ન હોય તો ટાઈમ અને એનર્જી નો બગાડ થાય છે. તે પ્રોબ્લેમ ને દુર કરવા જે તે એરીયાથી પહેલા માહિતગાર થવું જોઈએ. સમાજમાં જુદા જુદા કલ્ચર ધરાવતા લોકો રહેતા હોય છે અને તેઓ ફેમીલી નર્સને સ્વીકારતા નથી આ પ્રશ્નને દુર કરવા માટે નર્સએ પોતાના હોમ વિઝીટનો હેતુ અને તે ક્યાંથી આવે છે. એ માહિતી આપવી જોઈએ.
  • જુદા જુદા વિસ્તારની ભાષા એ હોમ વિઝીટ પર અસર કરે છે.
  • અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે સમુદાય ફેમીલી નર્સનો રોલ સમજી શક્તી નથી.

હોમ વિઝીટનું પુનરાવર્તન

  • આ એક નિર્ણાયક બાબત છે.
  • આરોગ્ય કાર્યક્રમ માટે હોમ વિઝીંટીંગનો પ્લાન કરો તેમજ નિયમીત મુલાકાત અને પસંદ કરેલ મુલાકાત, આરોગ્યની જરૂરીયાત તેમજ સમસ્યાની પ્રાથમિકતા મુજબ કરવી.
  • આરોગ્ય કાર્યકરે દરેક વિનંતીને ધ્યાન આપવુ.
  • સામાન્ય રીતે નીચે પ્રમાણેના લાભાર્થીની કેટેગરી ને આરોગ્યની સેવા માટે પ્રાથમિકતા અપાય Θ.
  • જેમકે સગર્ભામાતા, ધાત્રીમાતા, ઈન્ફન્ટ, નવજાત શિશુ, ૫ વર્ષની અંદરના બાળકો, સંક્રામક રોગો થયા હોય તેવા દર્દી જેમ કે ઓરી, અછબડા, મમ્સ (ગાલપચોળું), કોલેરા, વગેરે રોગ થયા હોય તેવા દર્દી.
  • ચેપી સંક્રામક રોગો જેવા કે ટી.બી, લેપ્રસી, જાતીય રોગો, મેલેરીયા, ફાઈલેરીયા વગેરેના દર્દી તે ઉપરાંત બિન ચેપીરોગો જેવા કે ડાયાબિટીસ મેલાયટીસ, હાઈપરટેન્શન જેવા રોગો.
  • માનસીક બિમારી,વૃધ્ધ લોકો, દિવ્યાંગ, વગેરે.

હોમ વિઝીટ દરમ્યાન યાદ રાખવાના મુદ્દાઓ

  • હોમ વિઝીટ એ સમુદાયને અપાતી આરોગ્યની સેવાની કરોડરજજુ છે.
  • આરોગ્ય કાર્યકરોનો મિત્રતાભર્યો સમજદારી પુર્વકનો અને રસ દાખવતો એપ્રોચ લોકોનો વિશ્વાસ અને સલાહ મેળવવામાં મદદ કરે છે.
  • નિયમીત અને નિયમસરની ગૃહ મુલાકાત અને આરોગ્ય કાર્યકર દ્વારા અપાતી સેવાઓ માંદગી અને મૃત્યુદર નીચે લાવવામાં મદદ રૂપ થાય છે.
  • આરોગ્ય કાર્યકર કુટુંબને તેમની વિઝીટ દરમ્યાન સંપુર્ણ સેવાઓ મેળવવા માટે મદદ કરે છે.

હોમ વિઝીટ બેગ (ગૃહ મુલાકતની બેગ)

  • દરેક કાર્યને કુશળતા પુર્વક કરવા માટે સાધનની મુખ્ય જરૂરીયાત હોય છે. જેથી હોમ વિઝીટ દરમ્યાન નર્સિંગ કેર આપવા માટે હોમ વિઝીટ બેગ એ મુખ્ય સાધન છે. આરોગ્ય કાર્યકર માટે હોમ વિઝીટ બેગ સાધનો લઈ જવા માટેનું વાહન છે. જ્યારે જરૂર પડે ત્યારે તેમાં રહેલા સાધનોનો ઉપયોગ કરી આરોગ્ય સેવા પુરી પાડે છે.
  • હોમ વિઝીટ બેગ એ એક એવુ સાધન છે. જેના દ્વારા ઘરમાં, સ્કુલમાં, કારખાનામાં, કોઈપણ જગ્યાએ સેવા આપી શકાય છે. તે માટે સાધનોની મદદથી સગર્ભા માતા,ધાત્રીમાતા,એડોલેસન્ટ ગ્રુપ, ઈન્ફન્ટ, પ્રિસ્કુલ ચાઈલ્ડ અને કોઈ પણને ઈમરજન્સી અને ડિલીવરી વગેરે સેવાઓ આપી શકાય છે.
  • સમુદાયમાં તંદુરસ્તી અને બિમાર લાભાર્થીને હોમ વિઝીટ બેગના ઉપયોગ દ્વારા નર્સિંગ કેર આપી શકાય છે.

હોમ વિઝીટ બેગ કેવી હોવી જોઈએ ?

  • હોમ વિઝીટ બેગ કેનવાસ, લેસર અથવા લાઈટ મેટલની બનેલી હોવી જોઈએ. આ બેગ હેન્ડ અથવા શોલ્ડર પર ઉચકી શકાય તેમજ એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવી હોવી જોઈએ.
  • આ બેગ વાયર ફ્રેમ સાથેની અથવા સ્ટેનલેસ સ્ટીલની ફ્રેમ હોવી જોઇએ. તેમાં સુતરાઊ કાપડ અથવા પ્લાસ્ટીક બેગ દ્વારા જુદા- જુદા વિભાગમાં વહેચવામાં આવે છે.
  • બેગમાં જરૂરી તમામ સાધન સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય તેવી હોવી જોઇએ.
  • બેગ સહેલાઈથી સાફ કરી શકાય તેવી હોવી જોઈએ.
  • બેગની ડીઝાઈન સહેલાઈથી ઉંચકી શકાય અને ધોઈ શકાય તેવી હોય હોવી જોઈએ.
  • બેગમાં જરૂરી દરેક વસ્તુ અંદર અને બહાર એવી રીતે મુકેલા હોવા જોઈએ કે જેથી નર્સિંગ કેર કરવામાં સરળતા રહે.
  • હોમ વિઝીટ બેગના ઉપયોગમાં સ્વચ્છતા એ અગત્યની બાબત છે. જેથી બેગનો ઉપયોગ સ્વચ્છતાથી કરવો.

હોમ વિઝીટ બેગના સાધનો

બેગને નીચે મુજબના જુદા- જુદા વિભાગમાં વહેચવામાં આવે છે

(અ) આઉટર કમ્પાર્ટમેન્ટ :

  • પ્લાસ્ટીક શીટ – ૧
  • પ્લાસ્ટીક એપ્રન – ૧
  • ટેસ્ટ કીટ – ૧
  • વજન કાંટૉ (સ્પ્રિંગ વાળો) – ૧
  • યુરીન ટેસ્ટીંગ સ્ટ્રીપ્સ – ૧ બોટલ
  • સ્પીરીટ લેમ્પ – ૧
  • ટેસ્ટ ટ્યુબ – ૨
  • ટેસ્ટ ટ્યુબ હોલ્ડર – ૧
  • એસેટીક એસીડ બોટલ – ૧
  • બેનેડીક સોલ્યુશન બોટલ – ૧
  • મેચ બોક્સ – ૧
  • ટ્યુબ હોલ્ડર – ૧
  • લીટમસ પેપર રેડ & બ્લ્યુ
  • ફિટોસ્કોપ – ૧
  • સ્ટેથોસ્કોપ – ૧
  • થર્મોમીટર – ૧
  • એક્સ્ટ્રા બોટલ – ૧
  • લિફ્ટીંગ ફોરસેપ્સ – ૧ અથવા ચીટલ ફોરસેપ્સ – ૧

(બ) ઈનર કમ્પાર્ટમેન્ટ :

  • પ્લાસ્ટીક શીટ – ૧
  • ડ્રોપર (આઈ ડ્રોપ્સ માટે) – ૧
  • ટેસ્ટ ટ્યુબ વિથ સ્વોબ સ્ટીક – ૧
  • કોર્ડ ક્લેમ્પ – ૧
  • મ્યુકસ સકર – ૧
  • ફીમેલ કેથેટર – ૧
  • આર્ટરી ફોરસેપ્સ – ૨
  • ગ્લાસ સ્લાઈડ બોક્સ – ૧
  • સીઝર – ૧
  • ડીસપોઝેબલ નીડલ
  • ડીસપોઝેબલ સીરીન્ઝ
  • બાઉલ – ૨
  • ડીસેક્ટીંગ ફોરસેપ્સ વિથ ટુથ એન્ડ ટૂથ લેસ
  • સ્ટરાઈલ ડ્રેસીંગ
  • બેન્ડેજ
  • એડેસીવ સ્ટ્રીપ અથવા સ્ટીકીંગ પ્લાસ્ટ
  • ઈમરજન્સી ડીલીવરી કીટ
  • કીડની ટ્રે – ૧

(ક) લોઅર કમ્પાર્ટમેન્ટ :

  • પ્લાસ્ટિક બોટલ ટેબ્લેટ માટે (ટેબલેટ જેવી કે ફોલીક એસીડ, વિટામીન-સી, કેલ્શીયમ, પેરાસીટામોલ, ડાયસાઈક્લોમીન, મલ્ટી વિટામીન, સીપીએમ, એસ્પીરીન, મેટ્રોજીલ, ડોમપેરીડોમ વગેરે તેમજ વિટામીન-એ સોલ્યુશન બોટલ)

નોંધ :- સરકાર તરફથી મળતી ટેબલેટ કે જે આરોગ્ય કર્મચારી દ્વારા આપવામાં આવે છે તે તમામ ટેબલેટ

  • સોલ્યુશન બોટલ (સ્પીરીટ, બિટાડીન, જેન્સન વાયોલેટ લોશન, કેલામાઈન લોશન)
  • યુરીન સેમ્પલ કંટેઈનર – ૨
  • સ્મોલ બાઉલ – ૧

(ડ) સાઈડ કમ્પાર્ટમેન્ટ :

  • નેઈલ બ્રશ – ૧
  • સોપ વિથ સોપડીશ – ૧
  • હેન્ડ ટોવેલ – ૧
  • પેપર બેગ – ૧

(ઈ) શબનમ બેગ અથવા શોલ્ડર બેગ :

  • ફેમીલી ફોલ્ડર
  • પ્લાનીંગ બુક
  • ડેઈલી ડાયરી
  • નોટબુક
  • ફેમીલી કાર્ડ
  • ફેમીલી ફોલ્ડર
  • મધર અને બેબીના કાર્ડ
  • પેપર બેગ
  • ન્યુઝ પેપર
  • પ્લાસ્ટીક બેગ
  • પેન, પેન્સીલ, અન્ય સ્ટેશનરી
  • એ.વી.એઈડસ

બેગ ટેકનીક

  • હોમ વિઝીટ બેગનો ઉપયોગ હોમ વિઝીટની પ્રોસીઝર કરતી વખતે થાય છે.

પ્રિન્સિપાલ ઓફ બેગ ટેકનીક (બેગ ટેકનીકના સિધ્ધાંતો)

  • બેગ ટેકનીકનો મુખ્ય સિધ્ધાંત સ્વચ્છતા જાળવવાનો છે. બેગને અંદરથી અને બહારથી સ્વચ્છ રાખવી
  • બેગને હંમેશા હાથ ધોઈને જ અડકવી.
  • હાથ ધોયા વગર બેગને ક્યારેય પણ અડકવુ નહી.
  • બહારની સ્વચ્છતામાં બેગને ચોખ્ખી સપાટી પર પેપર પાથરીને રાખવી અને નીચે સીધી જમીન પર બેગ મુકવી નહી.
  • પાલતું પ્રાણી અને બાળકો બેગને અડકે નહી તે રીતે ઉંચી જગ્યાએ મુકવી, અંદરની સ્વચ્છતા જાળવી રાખવા સાધનો લેતી વખતે હાથ ધોઈને લેવા અને સાધનો વાપર્યા પછી ધોઈ, સાફ કરી અને જરૂર હોય તો ઓટોકલેવ કરીને જ મુકવા જેથી ગમે તે સમયે જરૂર પડે ત્યારે તેનો બેગમાં ઉપયોગ કરી શકાય. જે પ્રોસીઝર કરવાની હોય તે પ્રમાણે સાધનોની ગોઠવણી કરવી દા.ત. એક એન્ટીનેટલ કેર ના સાધનો, બીજી બેગમાં ડ્રેસીંગના સાધનો વગેરે.
  • ઈનર કમ્પાર્ટમેન્ટનાં સાધનો હાથ ધોયા પછી જ લેવા.
  • પ્લાનીંગ બુક લખેલી હોવી જોઈએ.
  • બેગની સાથે શોલ્ડર બેગ અથવા શબનમ બેગ રાખવી જેમાં ન્યુઝ પેપર, સ્ટેશનરી વગેરે સાધનો રાખવા. બેગને સારી રીતે ૮ થી ૧૦ વર્ષ સુધી સાચવવી.
  • પ્રોસીઝર કરતી વખતે બિનજરૂરી બેગને ખોલવી નહી.
  • બેગને યોગ્ય સમયના અંતરે સ્વચ્છ કરવી અને ઉપયોગમાં ન હોય ત્યારે બરાબર કવર કરી ને રાખવી.
  • આરોગ્ય કર્મચારીએ હોમ વિઝીટ બેગનો ઉપયોગ કરીને જ નર્સિંગ પ્રોસીઝર અને ફેમીલી કેર આપવી.
  • કંડમ થયેલા (નકામા) સાધનો ડીસ્કાર્ડ કરી નવા સાધનો હોમ વિઝીટ બેગમાં ગોઠવવા.
  • હોમ વિઝીટ બેગ ટેકનિક દરમ્યાન પ્રોસીઝર કરવાની ગાઈડ લાઈન જરૂરી છે?
  • બેગની સપાટ સાઈડ આપણી તરફ રહે તે રીતે ઉચકવી.
  • ઘરમાં જતાં પહેલા બારણું ખખડાવવું અથવા બોલીને પરમીશન લઈ ને ઘરમાં દાખલ થવુ.
  • કુટુંબની અનુકુળતા મુજબ સ્વચ્છ વર્ક એરીયા પસંદ કરવો.
  • બેગને પેપર પાથરી ચારપાય અથવા શેતરંજી પર ન્યુઝ પેપર રાખી તેના પર મુકવી.
  • બેગના સાઈડનો કમ્પાર્ટમેન્ટ ખોલવો અને હેન્ડવોશના સાધનો બહાર કાઢવા અને નળ પાસે જઈને હાથ ધોવા (જો નળની વ્યસ્થા ન હોય તો આસીસ્ટન્ટની મદદથી હેન્ડ વોશ કરવું)
  • પ્લાસ્ટીક એપ્રન બેગમાંથી કાઢીને પહેરવુ.
  • ન્યુઝ પેપર ની વેસ્ટ બેગ કે પેપર બેગ બનાવવી અને શબનમ બેગમાં રાખી મુકવી જરૂર મુજબ આઉટર કમ્પાર્ટમેન્ટ ના સાધનો બહાર કાઢવા અને પ્રોસીઝર માટેના જરૂરી સાધનો ચોખ્ખા એરીયા પર મુકવાં.
  • બેગને સલામત રીતે બંધ કરવી.
  • પ્રોસીઝર પુરો થયા બાદ હાથ સાબુ પાણીથી ધોવા.
  • આર્ટીકલ સાફ કર્યા બાદ બેગમાં પાછા મુકવા.
  • આયોજન અને જરૂરીયાત પ્રમાણે નર્સિંગ કેર આપવી.
  • ઓટોક્લેવ અથવા જંતુમુક્ત કરવા માટેના સાધનો સાફ કરી પ્લાસ્ટીક બેગમાં રાખી શબનમ બેગમાં રાખવા અને ઓટોક્લેવ કર્યા પછી જ હોમ વિઝીટ બેગમાં રીપ્લેસ કરવા.
  • સાબુ, ટોવેલ બેગમાં પાછા મુકવા.
  • બેગને બંધ કરવી, બેગની આઉટર સાઈડની આઉટર લાઈન ને ટચ કરી ને બેગને બંધ કરો.
  • ન્યુઝ પેપરની નીચે અડેલી સાઈડ, તે અંદરની બાજુ રહે તે રીતે પેપર ફોલ્ડ કરવુ. તમે કરેલી પ્રોસીઝરને ઓબઝર્વ કરો અને આપેલ સલાહ સુચનો તેમજ આરોગ્ય શિક્ષણની નોંધ પ્લાનીંગ બુકમાં કરવી અને ફરીથી વિઝીટમાં આવવાનું હોય તો તેનું પ્લાનીંગ કરવું અને લાભાર્થીને પણ કહેવું.
  • બગડેલ વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવો.

કેર ઓફ હોમ વિઝીટ બેગ (હોમ વિઝીટ બેગની કાળજી)

  • હોમ વિઝીટ બેગ તેમજ તેમાં રહેલા આર્ટીકલ્સની અમુક સમયાંતરે કાળજી લેવી ખાસ જરૂરી છે.
  • a) વપરાયેલા સાધનો એક ઘરે થી બીજા ઘરે લઈ જવાથી ક્રોસ ઈન્ફેક્શન લાગતું અટકાવવા માટે સાધનોની કાળજી લેવી જરૂરી છે.
  • b) લાંબા સમય સુધી સાધનોને સાચવી શકાય તે માટે કાળજી લેવી જરૂરી છે.
  • c) શક્ય તેટલા વધારે વખત સાધનોનો ઉપયોગ કરી શકાય તે માટે.
  • d) બેગના સાધનોને સ્વચ્છ અને સુઘડ પરિસ્થિતીમાં રાખવા જોઈએ.

મેથડ ઓફ ડીસઈન્ફેક્ટીંગ બેગ (બેગને જંતુ મુક્ત કરવાની પધ્ધતિ)

  • બેગને આખી ખાલી કરી દેવી. જો હોમ વિઝીટ બેગ મેટલની હોય તો સાબુ પાણીથી ધોઈ શકાય છે. અને બોઈલ કરી શકાય છે. અને જો કેનવાસની હોય તો સાબુ પાણીથી ધોઈ સુર્ય પ્રકાશમાં મુકવી અને તેને ક્યારેય બોઈલ કરવી નહી.
  • બેગ સિવાયના દરેક આર્ટીકલ સાફ કરીને બોઈલ કરવા અને બાકીના સાધનોને એન્ટીસેપ્ટીક સોલ્યુશન અથવા સાબુ પાણીમાં મુકવા બેગને સાફ કરી હાથ સાફ કરવા. ટેબલ પર કવર અથવા ક્લીન ટોવેલ પાથરીને બેગ ફરીથી ગોઠવવી.
  • જો સારી પધ્ધતિથી કોમ્યુનીટી બેગને સાફ કરવામાં આવે તો ઇન્ફેક્શન લાગતુ નથી. આખી બેગનું ડીસઈન્ફેકશન દરરોજ કરવુ જરૂરી નથી પરંતુ જો ઈન્ફેક્શન વાળી જગ્યા એ બેગનો ઉપયોગ કર્યો હોય તો ડીસઈન્ફેકશન કરવું જરૂરી છે. બેગમાં મુકેલા ટોવેલ ચેક કરી ફરીથી ગોઠવવા તેમજ ડ્રગ્સ એન્ટીસેપ્ટીક સોલ્યુશન ચેક કરી મુકવા.
  • જો સાધનો ચેપી વ્યક્તિ માટે વાપર્યા હોય તો સારવાર આપનાર વ્યક્તિ પોતાની જાતે ચેપનો સોર્સ બને છે તેથી તેણે બાથ લેવો જોઈએ હેલ્થ વકરે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ પછી જ આર્ટીકલને અડવા જેથી ઈન્ફેક્શન લાગતુ અટકાવી શકાય.
  • બેગ સલામત સ્વચ્છ જગ્યાએ મુકવી તેમજ દરેક સમયે મળી રહે તેવી જગ્યાએ મુકવી
  • જો બેગનો ઉપયોગ ડીલીવરી કરવા માટે કર્યો હોય તો ઉપયોગ કર્યા પછી આખી બેગને જંતુ મુક્ત કરવી.

નીચે જણાવેલ જુદા જુદા સાધનો માટે નીચે પ્રમાણેની પધ્ધતિનો ઉપયોગ કરવો.

1.રબરના સાધનો

  • રબરના સાધનોને સાબુ પાણીથી સાફ કરવા અને છાયામાં સુકવવા જોઈએ ટ્યુબ અને કેથેટર ને પાણીથી ધોયા પછી પાણી નીકળી જાય તે માટે લટકાવી રાખવી જોઈએ. પ્લાસ્ટીક એપ્રન અને પ્લાસ્ટીક શીટ ધોયા બાદ છાયામાં સુકવવા.

2.થર્મોમીટર

  • તેને સાબુ પાણીથી ધોઈ એન્ટીસેપ્ટીક સોલ્યુશનવાળી બોટલમાં મુકવુ.

3.બોટલ્સ

  • મહિનામાં એક વખત દરેક બોટલ ખાલી કરવી અને બોટલનું ઢાંકણ કાઢી બોટલ અને ઢાંકણ બરાબર ધોવા અને તેને બોઈલ કરવી બોટલમાં ટેબલેટ ભરતા પહેલાં લેબલ કરેલુ હોવું જોઈએ.

4.ઈનેમલ આર્ટીકલ્સ અને સ્ટેઈનલેસ સ્ટીલ આર્ટીકલ્સ

  • આ સાધનોને ચાલુ નળે ધોઈ ૨૦ મીનીટ સુધી બોઈલ કરવા અને ગરમ હોય ત્યાં જ ચોખ્ખા ટોવેલથી કોરા કરવા તાત્કાલીક જરૂર પડે તો ઓટોકલેવ પણ કરવા.

5.એન્ટસેપ્ટીક સોલ્યુશન અથવા ઓઈન્ટમેન્ટ

  • જો સીલ્વર નાઈટ્રેટ પ્રિપરેશન હોય તો દર અઠવાડીયે નવુ સોલ્યુશન તૈયાર કરવું. બોટલનું લેબલ ક્લીન હોવુ જોઈએ. અને જો તૈયાર આઈ ડ્રોપ વાપરતા હોય તો તેની એક્સપાયરી ડેઈટ જોઈને જ ઉપયોગ કરવો.

6.ઈન્સટ્રુમેન્ટ

  • દરેક સાધનોનો ઉપયોગ કર્યા પછી પાણીથી બરાબર સાફ કરવા, ફોરસેપ્સનો ઉપયોગ કર્યો હોય તો તેને ખોલીને બરાબર સાફ કરવું. ત્યારબાદ ૨૦ મીનીટ સુધી બોઈલ કરી સ્વચ્છ ટોવેલ થી કોરુ કર્યા બાદ હોમ વિઝીટ બેગમાં મુકવા. શાર્પ સાધનોને બોઈલ કરવા નહી પરંતુ તેને સાબુ પાણી થી ધોઈને એન્ટીસેપ્ટીક સોલ્યુશન માં મુકવા. આવા સાધનોનો ઉપયોગ કર્યા પછી સાફ કરીને કોરા કરવા અને જોઈન્ટ પાસે થોડું ઓઈલ કે પેરેફીન લગાવવું જેથી તે શાર્પ રહે અને કાટ ન લાગે.

7.ડ્રાય ડ્રેસીંગ અને સ્વોબ

  • ડ્રેસીંગ અને સ્વોબને જંતુરહીત કરવાની ઘણી બધી મેથડ છે. લોકલ હોસ્પિટલ અને પી.એચ.સી લેવલે સ્ટરીલાઈઝ કરવા માટે ઓટોક્લેવ કરવાની વ્યસ્થા હોય છે. સ્વોબ અને ડ્રેસિંગ ને નાની નાની કોટન બેગમાં મુકી નાના ડબ્બામાં મુકવામાં આવે છે. અને ઓટોક્લેવમાં મુકીને જંતુ રહીત કરવામાં આવે છે.

8.બી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ (સ્ફીગ્મોમેનોમીટર)

  • આમાં કોટન આર્મ બેગ ને રબર ટ્યુબથી અલગ કરી ધોઈ તેને કોરી કરવી ટ્યુબને સાબુ પાણીથી ધોવી અથવા એન્ટીસેપ્ટીક સોલ્યુશનથી તેને સાફ કરવી.

9.સ્ટેથોસ્કોપ

  • સ્ટેથોસ્કોપનો આગળનો ચેસ્ટપીસનો ભાગ સાબુ પાણીથી સાફ કરવો ટ્યુબને ચોખ્ખા કપડાથી બરાબર સાફ કરવી અને એન્ટીસેપ્ટીક સોલ્યુશનમાં મુકવી જો મેટલનો સ્ટેથોસ્કોપ હોય તો તેને બોઈલ કરી શકાય છે.

ડેઈલી ડાયરી

  • ડેઈલી ડાયરી એ દરેક હેલ્થ વર્કરે વિઝીટ વખતે સાથે લઈ જઈને સતત ઉપયોગમાં લેવાની હોય છે. પી.એચ.સી કે સબ સેન્ટર ઉપર આ ડાયરી મેઈનટેઈન કરવાની હોય છે. જેમાં દરેકની કામગીરી લખવાની હોય છે.

ડેઈલી ડાયરીના હેતુઓ

  • હેલ્થ વર્કરની રોજની કામગીરીનો રેકોર્ડ રાખી શકાય.
  • જે વ્યકિતની સંભાળ કરી હોય તેની નોંધ કરી શકાય.
  • ફોલોઅપ વિઝીટની નોંધ કરી શકાય.
  • રીફર કરેલ દર્દીની માહીતી રીફર નોટની નોંધ કરી શકાય.
  • ગ્રામ્ય મુલાકાત દરમ્યાન નિરીક્ષણ કરેલી બાબતોની નોંધ કરી શકાય.

Published
Categorized as Uncategorised