F.Y. – ANM – HP – MENTAL HEALH UNIT – 1 MENTAL HEALTH

યુનિટ – 1

મેન્ટલ હેલ્થ

પ્રસ્તાવના

  • માનસિક સ્વાસ્થ્યમાં આપણી ભાવનાત્મક, માનસિક અને સામાજિક સુખાકારી સામેલ છે. તે આપણે કેવી રીતે વિચારીએ છીએ, અનુભવીએ છીએ અને કાર્ય કરીએ છીએ તેના પર અસર કરે છે. તે નક્કી કરવામાં પણ મદદ કરે છે કે આપણે તાણને કેવી રીતે હેન્ડલ કરી શકીએ છીએ, અન્ય લોકો સાથે કેવી રીતે સંબંધ રાખીએ છીએ અને પસંદગીઓ કરીએ છીએ. માનસિક આરોગ્ય જીવનના દરેક તબક્કે, બાળપણથી અને કિશોરાવસ્થાથી પુખ્તાવસ્થા સુધી મહત્વપૂર્ણ છે.

કન્સેપ્ટ ઓફ મેન્ટલ હેલ્થ : માનસિક સ્વાસ્થ્યની વિભાવના

વ્યાખ્યા

  • માનસિક આરોગ્ય એટલે માનસિક વિકારની ગેરહાજરી કરતા માનસિક સ્વાસ્થ્ય એવો અર્થ વધારે થાય છે. માનસિક સ્વાસ્થ્યએ આરોગ્યનો અભિન્ન ભાગ છે. ખરેખર, માનસિક સ્વાસ્થ્ય વિના કોઈ આરોગ્ય નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુ.એચ.ઓ.) એ “આરોગ્ય ફક્ત શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી છે, અને માત્ર રોગની ગેરહાજરી નથી” એમ કહીને આરોગ્યની વ્યાખ્યામાં માનસિક આરોગ્ય ઘટકનો સમાવેશ કર્યો છે. આમ, માનસિક સ્વાસ્થ્ય એ સુખાકારીની સ્થિતિ છે.

જેમાં

  • દરેક વ્યક્તિને તેની પોતાની સંભાવનાઓનો અહેસાસ થાય છે, જીવનની સામાન્ય તાણનો સામનો કરી શકે છે. ઉત્પાદક અને ફળદાયી રીતે કામ કરી શકે છે.અને તે અથવા તેણી માટે યોગદાન આપી શકે છે. મોટેભાગે માનસિક સ્વાસ્થ્ય સાથે સીધી અથવા આડકતરી રીતે સંબંધિત પ્રવૃત્તિઓ છે: સુખાકારીને પ્રોત્સાહન, માનસિક વિકારોનો અટકાવ અને માનસિક વિકારથી અસરગ્રસ્ત લોકોની સારવાર અને પુનર્વસન.

મેન્ટલ હેલ્થની વ્યાખ્યા

  • કુપ્પુસ્વામીના મત અનુસાર માનસિક આરોગ્ય નો અર્થ છે.: રોજિંદા જીવનની ભાવનાઓ,ઇચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અને આદર્શોમાં સંતુલન રાખવાની યોગ્યતા.
  • આનો અર્થ એ છે કે જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવો અને તેનો સ્વીકાર કરવાની યોગ્યતા.

બોડી માઈન્ડ રિલેશનશિપ : શરીર અને મનનો સંબંધ

  • મનુષ્યના મનનો શરીર પર અને શરીરનો મન પર ખૂબ જ પ્રભાવ પડે છે.
  • આ એક સરખાપણું/સમાનાંતરતાનો સિદ્ધાંત હોય છે.
  • જેના અનુસાર એક જ વસ્તુના બે પાસા હોવાને કારણે જે વસ્તુ મનમાં હોય છે. તે શરીરમાં અને જે શરીરમાં હોય છે. તેને સમાંતર મનમાં થાય છે.
  • ઇન્ટરેક્શનીઝમ અનુસાર મન અને શરીર એકબીજા પર પ્રતિક્રિયા કરે છે.
  • ઉદાહરણ તરીકે સામાન્ય સ્વસ્થ વ્યક્તિમાં બ્લડ પ્રેશર વધવાથી માનસિક ક્રિયા તીવ્ર થઈ જાય છે. અપચો થવાને કારણે ચીડચીડીયુ અને ઉદાસ થાય છે. થાઇરોઇડ ગ્રંથિ વધારે સક્રિય થઈ જવાને કારણે માનસિક ઉત્તેજના અને બેચેની વધી જાય છે અને મંદ પડવાથી સુસ્તી આવે છે. એટલે કે ટૂંકમાં, શરીરની અવસ્થાઓ મનની સ્થિતિને પ્રભાવિત કરે છે. કોઈ પણ પ્રવૃત્તિની પાછળ લાગણીઓ સંકળાયેલી હોય છે. શરીરના દરેક કાર્યમાં શરીર સાથે બીજાં અવયવો પણ સંકળાયેલાં હોય છે. જ્યારે માણસને ડરની અનુભુતિ થાય ત્યારે સ્વબચાવમાં માણસના વિચારો ઝડપી બને છે. હાર્ટ બીટ વધી જાય છે. બીપી વધે, શ્વાસોચ્છવાસ ઝડપી બને.
  • એ જ રીતે માનસિક દશા અને શારીરિક દશા એકબીજા પર પ્રભાવ પાડે છે.
  • સંવેદનાત્મક મૂંઝવણો અને અનુભૂતિઓ આપણી શારીરિક ક્રિયાઓને પ્રભાવિત કરે છે અને અનેક રીતની શારીરિક બીમારીઓ ઉત્પન્ન કરે છે. વધુ પડતી ચિંતા અને માનસિક પરિશ્રમથી ભૌતિક થાકની અનુભૂતિ થાય છે.
  • મન અને શરીરમાં સંબંધ હોય છે. જે માનસિક પ્રક્રિયાઓમાં જોઈ શકાય છે.
  • ઉદાહરણ તરીકે બુદ્ધિમાન જીન્સના મગજ વધુ વિકસિત હોય છે.
  • ચેતાઓની મદદથી શારીરિક સંવેદનાઓની સૂચના મગજ સુધી પહોંચે છે અને મગજના આદેશ બાહ્ય ઇન્દ્રિય સુધી પહોંચે છે જેનાથી મનુષ્યમાં ક્રિયા જોવા મળે છે.
  • ક્યારેક આવી લાગણીઓ માનવ શરીરના અવયવો પર પ્રેશર વધારે છે અને અવયવોના કાર્યોમાં વિઘ્નો ઊભા કરે છે. દાખલા તરીકે વ્યક્તિ દુઃખી હોય તો ભૂખ નથી લાગતી ચિંતાને કારણે પાલ્પીટેશન થાય છે. ટેન્શન હોય તો માથું દુઃખે, ગુસ્સો આવે તો ચામડી લાલ થઈ જાય. આવી રીતે મગજ/મન અને શરીરને તેની રોજીંદા જીવન પર અસર થાય છે. શરીર પણ મગજને આવી જ રીતે પ્રભાવિત કરે છે. કોઈને શરીરની કોઈ તકલીફ ન હોય ત્યારે ખુશહાલ અને સક્રિય લાગે છે. પરંતુ જ્યારે શરીરમાં માથાનો દુઃખાવો, કબજિયાત, સાંધાનો દુખાવો વગેરે જેવી અનેક ફરિયાદો આવે છે ત્યારે એ વ્યક્તિ દયામણું લાગે છે. “તંદુરસ્ત શરીર તંદુરસ્ત મનનો ઉછેર કરે છે.”
  • તેથી શરીર અને મન સારા સ્વાસ્થ્ય માટે અવિભાજ્ય અને સમાનરૂપે મહત્વપૂર્ણ છે.

શરીરની મગજ ઉપર થતી અસરો

  • જો બ્લડ-પ્રેશર વધુ હોય તો તેનાથી માણસ ઉશ્કેરાટ અનુભવે છે.
  • જો માણસને ખૂબ જ થાક લાગે તો તેની માનસિક સ્થિરતા, કોન્સનટ્રેશન ઘટે છે.
  • સખત માંદગીથી ડિપ્રેશન થાય છે.
  • કબજિયાતના કારણે માણસ ઇરિટેટ થાય છે અને ડિપ્રેશનમાં રહે છે.
  • થાઇરોઇડ ગ્રંથિનું સીક્રીશન જો વધુ પ્રમાણમાં નીકળેલું હોય તો માણસ ખૂબ જ એક્સાઈટ થયેલો અને એક્ટિવ જણાય છે, જ્યારે સીક્રીશન ઓછું થતું હોય તો તે થાકેલો અને ડલ જણાય છે.

મગજની શરીર પર થતી અસરો

  • ન ગમતા ઇમોશન્સ જેવાં કે ચિંતા, બીક અને ગુસ્સાથી માથાનો દુઃખાવો થાય છે. એવી જ રીતે લાગણીઓના લીધે, મુંઝવણના લીધે અને માનસિક તણાવના લીધે પેટમાં અને આંતરડામાં ચાંદા પડે છે
  • ખુબ જ ઊંડાણપૂર્વક વિચાર કરવાથી શારીરિક થાક લાગે છે.
  • ફ્રાન્સ એલેકઝાન્ડરના મત મુજબ મનમાં દબાવેલી દુશ્મનાવટની ભાવના અને આક્રમણના લીધે હાઈપર ટેન્શન અને કાર્ડિયાક ડિસીઝ થાય છે. આ ઉપરાંત પરાવલંબન પ્રેમ મળવાની લાગણી વગેરે દબાવી દેવાથી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ રોગ થાય છે.
  • આમ નર્સ એ મગજ અને શરીર વચ્ચેનો સબંધ સમજવા જોઈએ અને તેના પેશન્ટમાં જોવા મળતા ઈમોશન્સ પણ સમજવા જોઈએ.
  • મગજ મારફતે કરવામાં આવતા જુદા જુદા કાર્યનો સરવાળો એટલે માઈન્ડ. ઉદાહરણ તરીકે ઇન્ટેલિજન્સ (બુદ્ધિમાની), વિચારવું, ઇચ્છાઓ, કલ્પનાઓ, યાદ રાખવું, જજમેન્ટ (નિર્ણય શક્તિ), પાવર, ફીલિંગ્સ વગેરેનો સરવાળો એટલે માઈન્ડ.
  • શરીર પણ મગજને આવી જ રીતે પ્રભાવિત કરે છે. કોઈને શરીરની કોઇ તકલીફ ન હોય ત્યારે ખુશખુશાલ અને સક્રિય લાગે છે. પરંતુ જ્યારે શરીરમાં માથાનો દુખાવો, કબજિયાત, તીવ્ર શરદી, સાંધાનો દુખાવો વગેરે જેવી અનેક ફરિયાદો આવે છે ત્યારે એક વ્યક્તિ દયામણું કે ચીડિયું લાગે છે. “તંદુરસ્ત શરીર તંદુરસ્ત મનનો ઉછેર કરે છે.”
  • તેથી શરીર અને મન સારા સ્વાસ્થ્ય માટે અવિભાજ્ય અને સમાનરૂપે મહત્વપૂર્ણ છે.

આમ,

  • નર્સે મગજ અને શરીર વચ્ચેનો સંબંધ સમજવાં જોઇએ.અને તેના પેશન્ટમાં જોવા મળતા ઇમોશન્સ પણ સમજવા જોઇએ.
  • મગજ મારફતે કરવામાં આવતાં જુદા જુદા કાર્યનો સરવાળો એટલે માઇન્ડ, ઉદા. ઇન્ટેલેજીન્સ (બુધ્ધિશાળી), વિચારવુ, ઓબજર્વેશન, ઇચ્છાઓ, કલ્પનાઓ, યાદરાખવું, જજમેન્ટ (નિર્ણયશક્તિ) પાવર, ફીલીંગ્સ (લાગણીઓ) વગેરેનો સરવાળો એટલે માઇન્ડ.
  • માઇન્ડએ કોઇ અલગ વસ્તુ નથી એટલે કે જો આ બધા કાર્યને લઇ લેતાં માઇન્ડ જેવુ કશું જ રહેતુ નથી.
  • જેમ જેમ આપણા શરીરનો વિકાસ થતો જાય છે તેમ તેમ આ બધા કાર્યનો વિકાસ થતો જાય છે એટલે કે, જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ બ્રેઇન મેચ્યોર થતુ જાય છે. ઉદા. કોઇપણ એક વસ્તુ ઉપર બાળક અને યુવાન માણસના વિચારો જુદા જુદા હોય છે અને આ અલગતા યુવાન માણસની મેચ્યોરીટી બતાવે છે.

મગજને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યુ છે.

1) કોન્સીયન્સ માઇન્ડ (સજાગમગજ)

2) સબકોન્સીયન્સ માઇન્ડ (અર્ધ ચેતન મગજ)

3) અનકોન્સીયન્સ (અચેતન મગજ)

  • સાયકોલોજીની શરૂઆતમાં માઇન્ડ મારફતે ફક્ત કોન્સીયન્સ પ્રોસેસ થાય છે તેવું મનાતું.
  • પરંતુ અત્યારે કોન્સીયન્સ ઉપરાંત સબકોન્સીયન્સ અને અનકોન્સીયન્સ પ્રોસેસ પણ થાય છે.તેવું માનવામાં આવે છે.

(1) કોન્સીયન્સ માઇન્ડ

  • જે પ્રવૃત્તિઓ આપણે સભાન અવસ્થામાં કરીએ. દા.ત.. લેકચર સાંભળવું અને લખવું. આ રીતે કંઇ પણ સાંભળવું, લખવું, નિરીક્ષણ કરવું,વિચારવું, જજમેન્ટ આપવું વગેરેમાં કોન્સીયન્સ માઇન્ડ ભાગ લે છે.

(2) પ્રીકોન્સીયન્સ (અર્ધ ચેતન મગજ)

  • માઇન્ડ મારફતે કરાતાં કાર્ય અમુક સમય સુધી આપણે જાણતા ન હોઇએ પણ ભૂતકાળમાં એ કાર્ય વિશે આપણને ખ્યાલ હોય અને પ્રયત્ન કરતાં તેને યાદ કરી શકાય તેને પ્રીકોન્સીયન્સ / સબકોન્સીયન્સ માઇન્ડ કહે છે. કોન્સીયન્સ અને પ્રીકોન્સીયન્સ પ્રોસેસને સબકોન્સીયન્સ પણ કહે છે.
  • કોન્સીયન્સ અને પ્રીકોન્સીયન્સ માઈન્ડ વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે પ્રીકોન્સીયન્સમાં બનેલી હકીકત થોડા વખત માટે ભૂલી જવાય છે. આ પ્રીકોન્સીયન્સ પ્રોસેસને સબકોન્સીયન્સ પણ કહે છે.
  • જ્યારે આપણે વાંચવામાં મગ્ન હોઇએ ત્યારે ઘડીયાળનો ટીકટીક અવાજ આપણું ધ્યાન ખેંચતો નથી પરંતુ જો તે બંધ પડે તો આપણે તરત જ તેના તરફ જોઇએ છીએ. હકીકતમાં આ અવાજ આપણા સબકોન્સીયન્સ માઇન્ડમાં હતો.
  • એવી જ રીતે ઘણી વખત અમુક વ્યક્તિનું નામ આપણે ભુલી જઇએ છીએ પણ જ્યારે આપણે યાદ કરવા માંગતા હોય અને આપણે યાદ કરીએ તો તે યાદઆવી જાય છે. એટલે કે આ નામ આપણા સબકોન્સીયન્સ માઇન્ડમાં હતું.

(3) અનકોન્સીયન્સ માઇન્ડ (અર્ધ ચેતન મગજ)

  • કેટલીક બાબતને આપણે તદ્દન ભૂલી જઇએ છીએ. મગજમાં હોય છે પણ યાદ કરી શકતાં નથી.
  • તેને અનકોન્સીયન્સ માઇન્ડ કહેવામાં આવે છે.
  • અનકોન્સીયન્સ અનુભવો કોન્સીયન્સ બનતા નથી પરંતુ તે આપણા વર્તનમાં દેખાય છે.
  • જેમ કે, શું કામ ગુસ્સો કરીએ છીએ. ઘણીવાર આપણે ખુબ જ ગુસ્સો કરીએ છીએ આપણે જાણી શકતા નથી.
  • આવી અનકોન્સીયન્સ પ્રોસેસ સાયકો એનાલાઇસીસ મેથડથી કોન્સીયન્સ પ્રોસેસમાં લાવી શકાય છે.
  • વો. ડોકટર ફ્રોઇડએ એવું કહ્યું કે અનકોન્સીયન્સ માઇન્ડમાં ભૂતકાળમાં બનેલા અને ભૂલાઇ ગયેલા અનુભવ દબાવી દેવામાં આવેલી ઇચ્છાઓ, જેનું કારણ આપણે જાણતા નથી વગેરેનો સમાવેશ થાય છે.
  • કોઇ ખોટી બીક કે, આ અનકોન્સીયન્સ મેન્ટલી પ્રોસેસના લીધે આપણને સપનાઓ આવે છે. દીવા સ્વપ્ન દેખાય છે. અને ઘણી વખત એ કંઇક જુદુ જ લખાય જાય છે અને જ્યારે આ બધુ અસહ્ય થાય ત્યારે જુદા જુદા માનસિક દર્દ થાય છે.
  • કંઇક અલગ જ બોલાય‌‌ જાય છે.અને ઘણી વખત એ કંઇક જુદુ જ લખાય જાય છે કે, અને જ્યારે આ બધુ અસહ્ય થાય ત્યારે જુદાજુદા માનસિક દર્દ થાય છે.
  • એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે, જે આ પ્રીકોન્સીયન્સનેસ અને કોન્સીયન્સ પ્રોસેસને જુદા જુદા સાચવી શકે.
  • આ બધા આપણી કોન્સીયન્સનેસના લેવલે છે. કંઇક અલગ જ બોલાય જાય છે. મગજમાં એવો કોઈ ભાગ નથી.
  • માનસિક કાર્યો અને શારીરિક સ્થિતી એકબીજા ઉપર અસર કરે છે.
  • આપણી વિચાર શક્તિ, ફીલીંગ્સ,ઇચ્છા શક્તિ, કંઇક કરવાની શક્તિ વગેરે અગત્યના કાર્યો નર્વસ સિસ્ટમ મારફતે થાય છે.
  • આમ,અમુક શારીરિક કંડીશન એવી ઉભી થાય છે કે, જે તંદુરસ્ત માણસના માનસિક કાર્ય ઉપર અસર કરે છે.

માનસિક આરોગ્ય પર અસર કરતાં પરિબળો

1.જીનેટીક (હેરિડિટી) : આનુવંશિકતા

  • કેટલીક વાર માનસિક બીમારીઓ પરિવારોમાં હોય છે. જે સૂચવે છે કે માનસિક બિમારીવાળા સભ્યો ધરાવતાં કુટુંબના લોકોમાં માનસિક બીમારી થવાની સંભાવના થોડીક વધારે હોય છે. જીન્સ દ્વારા પરિવારોમાં સંવેદનશીલતા પસાર થાય છે. નિષ્ણાતો માને છે કે ઘણી માનસિક બીમારીઓ ફક્ત એક અથવા થોડાને બદલે ઘણા જનીનોમાં અસામાન્યતા સાથે જોડાયેલી હોય છે અને/કે આ જીન પર્યાવરણ સાથે કેવી રીતે સંપર્ક કરે છે. તે દરેક વ્યક્તિ માટે સમાન છે. (સમાન જોડિયાપણ) તેથી જ વ્યક્તિને માનસિક બીમારીની સંવેદનશીલતા વારસામાં મળે છે અને તે જરૂરી નથી કે તે બીમારીને આગળ વારસામાં થાય. માનસિક બીમારી જાતે જ બહુ વિધ જનીનો અને અન્ય પરિબળોની ક્રિયા પ્રતિક્રિયાથી થાય છે. સીઝોફર્નીયા, તાણ, દુરૂપયોગ અથવા આઘાતજનક ઘટના જે વ્યક્તિમાં વારસાગત સંવેદનશીલતા ધરાવતા વ્યક્તિમાં બીમારીને અસર કરી શકે છે અથવા ટ્રિગર કરી શકે છે.

2.ઇન્ફેક્શન / ચેપ

  • ચોક્કસ ચેપ મગજના નુકસાન અને માનસિક બીમારીના વિકાસ અથવા તેના લક્ષણોની વધુ સ્થિતિ બગાડવા સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા સાથે સંકળાયેલ પીડીયાટ્રીક ઓટો ઇમ્યુન ન્યુરો સાઇકેટ્રીક (PANDA) તરીકે ઓળખાતી સ્થિતિ બાળકોમાં ઓબ્સેસીવ કમ્પલસિવ ડીસોર્ડર બાધ્યતા મનોગ્રસ્તિ વિકાર અને અન્ય માનસિક રોગોના વિકાસ સાથે જોડાયેલી છે.

3.બ્રેઇન ડિફેક્ટ અથવા ઈજા

  • મગજના અમુક વિસ્તારોમાં ખામી અથવા ઇજાને કેટલીક માનસિક બીમારીઓ સાથે પણ જોડવામાં આવી છે.

4.પ્રિનેટલ ડેમેજ :

  • કેટલાક પુરાવા સૂચવે છે કે પ્રારંભિક ગર્ભમાં મગજના વિકાસમાં વિક્ષેપ અથવા આઘાત જે જન્મ સમયે થાય છે. ઉદાહરણ તરીકે, મગજમાં ઓક્સિજનની ખોટ ચોક્કસ સ્થિતિના વિકાસમાં એક પરિબળ હોઈ શકે છે. જેમ કે ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડર

5. સબસ્ટન્સ એબયુઝ

  • ખાસ કરીને લાંબા ગાળાના પદાર્થના દુરૂપયોગને અસ્વસ્થતા, હતાશા અને પેરાનોઇયા સાથે જોડવામાં આવે છે.

6.સોશિયલ ફેક્ટર

  • વ્યક્તિનું મેન્ટલ હેલ્થ વાતાવરણમાં રહે છે ત્યાંથી ડેવલપ થાય છે. વ્યક્તિની પર્સનાલિટી ( નોલેજ, સ્કિલ, ટેવ, વેલ્યુ, ગોલ) સોસાયટીમાંથી ડેવલોપ થાય છે. વ્યક્તિ જ્યાં રહેતો હોય, કામ કરતો હોય તે કંડીશન સારી હોય તો તે મેન્ટલ હેલ્થને ઉતેજીત (સારુ બનાવે છે) કરે છે. સોશિયલ વર્કમાં ભાગ લેવો બધા સાથે હળીમળીને રહેવું. આ બધુ મેન્ટલ હેલ્થને પ્રમોટ (વધારવું) કરે છે. ચિંતા, સ્ટ્રેસ,ભાંગી ગયેલું ઘર,હતાશા, શિસ્તનો અભાવ,ગરીબાઇ, મુંઝવણ, અણગમતા મેરેજ, શહેરીકરણ, દુ:ખી દાંપત્ય જીવન ઔદ્યોગિકરણ આ બધું મેન્ટલ ઇલનેસ પ્રેરે છે. (માંદગી તરફ લઇ જાય છે.)

7.શાળાનું વાતાવરણ

  • ફેમેલી અને હોમ પછીનું મહત્વનું ફેકટર કે જે બાળકની પર્સનાલીટી ડેવલોપ કરવામાં અસર કરે તે સ્કુલ છે. સ્કુલનું સારૂ વાતાવરણ જેવું કે, અભ્યાસ ક્રમ આ બધામાં બાળકનો રસ અને જરૂરીયાત સંતોષાય છે. રમત-ગમતની પ્રવૃતિઓ, આ ઉપરાંત નાટક, ચર્ચા વગેરેના લીધે બાળકનું ફીઝીકલ અને ઇમોશનલ ડેવલપમેન્ટ ઉતેજાય છે.
  • જેના લીધે બાળકના મેન્ટલ હેલ્થનો વિકાસ થાય છે.
  • શિક્ષકએ વિધાર્થીની બધી જ પ્રવૃતિમાં ભાગ લેવા ઉતેજવો જોઇએ જેથી કરી તેનો આત્મવિશ્વાસ જળવાઇ રહે અને તે સંતોષપુર્વક એડજસ્ટ કરી શકે.

8.ફીઝીકલ નીડ જેવી કે, ખોરાક

  • બેઝિક નીડ : મેન્ટલ હેલ્થ મેળવવા માટે વ્યક્તિની મૂળભૂત જરૂરીયાતો સંતોષવી જરૂરી છે. આમાં રહેઠાણ, આરામ અને મનોરંજન અને સાયકોલોજીકલ નીડ જેવી કે, હુંફ, પ્રેમ, સ્વતંત્રતા, સ્વઓળખ, સલામતી, સામાજીક દરજ્જો, સિધ્ધી ઉપરાંત સોશિયલ નીડ જેવી કે પ્રશંસા અને સ્પિરિચ્યુલ નીડનો સમાવેશ થાય છે.
  • આ બધી જરૂરીયાતો વ્યક્તિ માટે પાયાની જરૂરીયાતો છે.

9.ઇન્ટર પર્સનલ ફેક્ટર :

  • સારું કોમ્યુનીકેશન, બીજા લોકોને મદદ કરવાની ક્ષમતા. આ બધું મેન્ટલ હેલ્થ પ્રમોટ કરે છે.

અન્ય પરિબળો

  • નબળું પોષણ અને ટોક્સિનના સંપર્કમાં, જેમ કે લીડ.

10.અધર ફેક્ટર

  • માનસિક રોગોના વિકાસમાં ભૂમિકા ભજવી શકે છે.

માનસિક રીતે તંદુરસ્ત વ્યક્તિની લાક્ષણિકતાઓ

ડબ્લ્યુ.એચ.ઓ. નીચેના શબ્દોમાં માનસિક સ્વાસ્થ્યનું વર્ણન કરે છે.

  • “અન્ય લોકો સાથે સુમેળભર્યા સંબંધો બનાવવાની અને તેના સામાજિક અને શારીરિક વાતાવરણમાં પરિવર્તન લાવવાની રચનાત્મક રીતે ભાગ લેવાની અથવા કામ કરવાની વ્યક્તિની ક્ષમતા.”
  • સાધારણ શબ્દોમાં માનસિક આરોગ્ય એ સમઆયોજિત કરવાની એક એવી કુશળતા છે. જેમાં મનુષ્ય જીવનની કઠિન પરિસ્થિતિઓમાં સમન્વય બનાવે છે. અલગ-અલગ માનસિક ઉતાર ચડાવ હોવા છતાં અલગ-અલગ સામાજિક તબક્કાઓમાં કુશળતાપૂર્વક પસાર થઈ પોતાનું અને પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે કર્તવ્યનું પાલન કરે છે.
  • માનસિક આરોગ્યને સારી રીતે સમજવા માટે માનસિક રીતે તંદુરસ્ત વ્યક્તિના મુખ્ય લક્ષણો જાણવા ખૂબ જ આવશ્યક છે.
  • વાસ્તવમાં શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય એક સ્થિતિ છે. જે સ્થિતિને નીચે લખ્યા મુજબના લક્ષણો દ્વારા ઓળખી શકાય છે.

1) સેલ્ફ ઈવાલ્યુએશન : સ્વમૂલ્યાંકન, આત્મવિલોકન, આત્મનિરીક્ષણ

  • માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિને પોતાની સીમાઓની ખબર હોય છે. પોતાના દોષોનો સ્વયં સ્વીકાર કરે છે અને દૂર કરવા માટે પ્રયત્ન પણ કરે છે. તે આત્મ નિરીક્ષણ કરે છે જેથી પોતાની તકલીફો અને મુશ્કેલીઓનું વિશ્લેષણ કરી તેમને દૂર કરી શકે.
  • તે પોતાનું આત્મ નિરીક્ષણ સમયાંતરે કરતો રહે છે.
  • તે પોતાનું સ્વમાન જાળવે છે અને પોતાની પ્રવૃતિઓને યોગ્ય વળાંક આપી શકે છે.

2) એડજસ્ટમેન્ટ : ગોઠવણ સમઆયોજન

  • માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ નવી પરિસ્થિતિઓમાં સ્વયંને ઢાળી લે છે.
  • તેને પોતાના ભૂતકાળની યાદ તો આવે છે.
  • પરંતુ તે એ યાદોને પોતાના ઉપર હાવી થવા દેતો નથી અને વર્તમાનને ખરાબ કરતો નથી. પોતાના ઉપર હાવી થવા દેતો નથી.
  • આનો તાત્પર્ય એ નથી કે એ લુચ્ચો છે.
  • પરિસ્થિતિને અનુરૂપ થતો નથી.
  • તેના પોતાના વિચારો અને પોતાના મંતવ્યો હોય છે.
  • તે પરિસ્થિતિનો સમજણપૂર્વ શાંતિથી સામનો કરે છે અને યોગ્ય ઉકેલ કાઢે છે.
  • ગભરાતો પણ નથી અને ભયભીત પણ થતો નથી.
  • એટલે એ ફરિયાદ નથી કરતો અને સમાજનો વિરોધ પણ નથી કરતો.
  • પરિવર્તન સંસારનો નિયમ છે.
  • એ જાણે છે કે પરિસ્થિતિઓ ગમે તેટલી વિકટ હોય.
  • સૌથી ખરાબ એ છે કે રડવું અથવા પરિસ્થિતિઓથી ડરીને ભાગી જવું.
  • નબળા વ્યક્તિઓ પરિસ્થિતિઓથી ગભરાઈને અને તેનાથી સંતુષ્ટિ ન મળતાં માનસિક રોગોના શિકાર થઈ જાય.
  • પરંતુ માનસિકરૂપે સ્વસ્થ વ્યક્તિ તેમને બદલવા માટે સક્ષમ હોય છે અને તે પોતાની ગોઠવણ કરવામાં લાગી જાય છે.

3) મેચ્યોરીટી (પરિપક્વતા)

  • બુદ્ધિમત્તા અને સ્વયં પર નિયંત્રણ માનસિક પરિપકવતાની નિશાની છે.
  • પરિપક્વ બુદ્ધિવાળું વ્યક્તિ પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે અને જવાબદારીઓને સમજે છે. લૈંગિક પરિપક્વતા સામાજિક સંતુલન બનાવી રાખવામાં ખૂબ જ મદદરૂપ હોય છે. જે માનસિકરૂપથી સ્વસ્થ વ્યક્તિનું મુખ્ય ચિન્હ છે. તે અલૈંગિક સંબંધ એક સંતુલિત અને સભ્ય વ્યક્તિની જેમ બનાવે છે.
  • સામાજિક મર્યાદાઓનું પાલન કરે છે.

4) રેગ્યુલર લાઇફ (નિયમિત જીવન)

  • માનસિક આરોગ્ય બનાવી રાખવા માટે આદતોનો ખૂબ મોટો ફાળો છે. જીવનશૈલી, ખાનપાન, ઊંઘવું વગેરે નિયમિત ટેવો બની જાય છે.
  • આ ટેવો જીવનશૈલીના નિયમો રૂપે સમાજમાં ઉભરે છે. સમય અથવા શક્તિ નષ્ટ નથી કરવી પડતી. માનસિક રૂપે રોગી વ્યક્તિ આનાથી વિમુખ થઈ જાય છે અથવા આની પૂર્તિ માટે તણાવગ્રસ્ત થઈને સમયનો વ્યય કરે છે. સમયસર કામ કરવામાં અસમર્થ થઈ જાય છે.
  • આ ટેવોનું પાલન સ્વયંભૂ થતું રહે છે.
  • તેનાથી વિપરીત માનસિક રૂપે સ્વસ્થ વ્યક્તિ પ્રત્યેક કાર્ય સ્વાભાવિક અને ખૂબ સારી રીતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવ્યા વિના પુરુ કરી લે છે.

5) લેક ઓફ કોન્સનટ્રેશન અને એક્સ્ટ્રીમીસમ : એકાગ્રતા અને ઉગ્રતાની ખામી

  • માનસિકરૂપે સ્વસ્થ વ્યક્તિમાં દરેક પાસાને અનુકૂળ થવાની શક્તિ હોય છે. એક કોઇ પણ ઇચ્છાને સીમાથી વધારે વધવા નથી દેતા,કેમ કે કોઈ પણ વાસના અથવા ઈચ્છા સીમાથી વધારે હોય તો મનુષ્યનું માનસિક સ્વાસ્થ્ય ખતરામાં આવી શકે છે. “કોઈ પણ વસ્તુનો અતિરેક ખૂબ જ ખરાબ છે.” જરૂરિયાતથી વધારે સાહસિક વ્યક્તિ દુર્ઘટનાનો ભોગ બને છે. અતિ કામુક વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય ખૂબ જ ઝડપથી ગુમાવે છે. વધુ પડતી અભિલાષાવાળો વ્યક્તિ ઉંઘ હરામ કરી લે છે. માનસિક આરોગ્ય જાળવી રાખવા માટે સંતુલન કાયમ રાખવું ખૂબ જ જરૂરી છે. વધારે પડતી એકાગ્રતા માનસિક સ્વાસ્થ્ય માટે ખતરા રૂપ છે.

6) સેટીસફેક્ટરી સોશિયલ રિલેશન્સ : સંતોષ જનક સામાજિક સંબંધ

  • માનસિકરૂપથી સ્વસ્થ વ્યક્તિ સમાજમાં કુશળતા પૂર્વ વિચરણ કરે છે. તેના ઘર, આડોશી પાડોશી અને સમાજમાં સારા સંબંધ હોય છે. તે બીજાઓની પાસેથી સહયોગ લે છે અને બીજાઓને સહયોગ કરે છે.

7) સેટીસફેક્શન ફ્રોમ ચીફ ઓક્યુપેશન : કામકાજથી સંતુષ્ટ

  • માનસિક આરોગ્ય માટે આવશ્યક છે કે જે પણ કામ વ્યક્તિ કરે, જે લોકો માત્ર પાસ થવા માટે ભણે છે અને ભણવાનો આનંદનથી લેતા તે ન તો સારા વિદ્યાર્થી સિદ્ધ થાય છે કે ન તો માનસિક રૂપે સ્વસ્થ વ્યક્તિ. તંદુરસ્ત વ્યક્તિ સમય નષ્ટ નથી કરતો. તેનાથી તે સંતુષ્ટિનો અનુભવ કરે. તે પોતાનું કામ રૂચિપૂર્ણ પૂરું કરે છે. તેને પોતાના કામથી પ્રસન્નતા અને સંતોષ પ્રાપ્ત થશે અને તેનું માનસિક સંતુલન પણ કાયમી રહેશે. એ પોતાના નિર્ણયો જાતે લે છે અને તેના ઉપર અમલ પણ કરે છે.

8) ફીલ ગુડ ટુવર્ડ અધર્સ

  • માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાની આજુબાજુના લોકોને ઉંમર અને પદ અનુસાર સન્માનિત કરી શકે છે.
  • આવા વ્યક્તિને બીજા લોકો સાથે સંતુષ્ટ સંબંધ હોય છે બીજા લોકો માટે આવી વ્યક્તિ વિશ્વાસ પાત્ર હોય છે આવા વ્યક્તિ પોતાનું આત્મ સન્માન જાળવી રાખે છે તથા બીજા લોકોને પણ સન્માન આપે છે.

9) લેક ઓફ કન્ફલીક્ટ : અંતરદ્વંદ/ ઘર્ષણ ન હોવું.

  • અંતર દ્વંદનો અર્થ છે. વ્યક્તિ બે અલગ અલગ વિચારોને લીધે એને નથી કરી શકતો. વિચારોને લીધે એને નથી કરી શકતો કે કયુ કાર્ય કરે અને કયું ન કરે, માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિમા અંતર દ્વંદની સ્થિતિ નથી હોતી. તે પોતાનો નિર્ણય સમજી વિચારીને કરી શકે છે.

10) હાઈ મોરલ : ઉચ્ચ મનોબળ

  • માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિઓમાંઉચ્ચ મનોબળનો ગુણ હોય છે. આવા વ્યક્તિઓ જીવનની વિકટ પરિસ્થિતીઓનો સામનો ગભરાયા વગર કરી શકે છેઅને સફળતા પ્રાપ્ત કરે છે.

11) લાઈફ ગોલ : જીવનનો ધ્યેય

  • માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિઓ પોતાના જીવનનો ધ્યેય નક્કી હોય છે. આવી વ્યક્તિઓ પોતાની આવશ્યકતાઓ, પોતાના પરિવાર અને સમાજની આવશ્યકતાઓ અનુસાર જીવનના લક્ષ્યાંકો નક્કી કરે છે.

12) સીન્સ્યોરિટી (ગંભીરતા, ઇમાનદારી)

  • માનસિક સ્વાસ્થ્ય વ્યક્તિઓનો વ્યવહાર સ્વાભાવિક હોય છે. તે બીજા લોકોની સામે પોતાના વિચારો સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરે છે. આવા વ્યક્તિઓનો વ્યવહાર અન્ય લોકોને દગો કે કપટ કરવાનો નથી હોતો.

13) પ્રેક્ટીકલ એક્સપેક્ટેશન : વ્યવહારુ અભિવ્યક્તિ

  • માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાની આવશ્યકતાઓની પૂર્તિ પોતાની ચારે તરફ વાતાવરણમાં ઉપલબ્ધ સંસાધનો અને પોતાની રુચિને ધ્યાનમાં રાખીને કરે છે. આવી વ્યક્તિ કલ્પનાઓમાં જીવન વ્યતીત કરવાવાળો નથી હોતો.

ડેવલપમેન્ટલ ટાસ્ક ઓફ ડિફ્રરન્ટ એજ ગ્રુપ

1.ઈનફન્સી

  • આ સમયગાળો જન્મથી લઈને 18 મહિનાની ઉંમર સુધીનો છે. તેને વિશ્વાસની ઉંમર /અવિશ્વાસની ઉંમર કહેવામાં આવે છે.
  • માતાના ગર્ભાશયથી નવા પર્યાવરણમાં આવતા શિશુને માત્ર પોષણની જરૂર હોય છે.
  • જો બાળકની દેખરેખ કરનાર, માતા આ જરૂરિયાતોને પૂર્ણ પણે પૂર્ણ કરે છે. તો શિશુ અન્ય પર વિશ્વાસ કરવાનું શીખી જાય છે, આત્મ વિશ્વાસ વિકસાવે છે.
  • જો શિશુ જરૂરી સહાય અને સંભાળ મેળવવામાં નિષ્ફળ જાય છે. તો તે બાળકમાં અવિશ્વાસ વિકસે છે અને અનિવાર્યપણે બાળક ચિંતા અને અસ્વીકારની ક્ષણોનો અનુભવ કરશે જે જીવનના પછીના તબક્કામાં તેના વ્યક્તિત્વને અસર કરે છે.

2.અર્લી ચાઈલ્ડહુડ : પ્રારંભિક બાળપણ

  • આ તબક્કો 18 મહિનાથી 3 વર્ષનો છે.
  • જીવનના બીજા વર્ષ સુધીમાં, મસક્યુલર અને નર્વસ સિસ્ટમ્સ સ્પષ્ટપણે વિકસિત થઈ જાય છે.
  • અને બાળક નવી કુશળતા પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છે.
  • આ સમયગાળામાં બાળક બેસી રહીને જોઇ રહે તેવું શક્ય નથી. બાળક આજુબાજુ ફરે છે. અને તેના વાતાવરણની તપાસ કરે છે, પરંતુ જજમેન્ટ વધુ ધીરે ધીરે વિકસે છે. બાળકને માર્ગદર્શનની જરૂર હોય છે.
  • આ સમયગાળા દરમિયાન સ્વતંત્ર્યની સામે સંકટમાં ઘેરાય છે.
  • ગંભીર મુદ્દો એ બાળક સ્વતંત્રતાની લાગણી અનુભવે છે.
  • અત્યંત અનુકૂળ વાતાવરણમાં.
  • બાળક મુશ્કેલીઓનો સામનો કરે છે. જે તે સંભાળી શકતું નથી.
  • અને બાળક તેની ક્ષમતાઓ વિશે શંકા પેદા કરે છે.
  • એ જ રીતે જો નિયંત્રણ ગંભીર હોય.
  • તો બાળક આટલું ઓછું સક્ષમ હોવાને કારણે પોતાની જાતને નકામી અને શરમજનક સ્થિતિમાં મુકાય છે.
  • યોગ્ય મધ્યમ સ્થિતિ, બાળકની જરૂરિયાતો અને પર્યાવરણીય પરિબળોને માન આપતા.
  • કાળજી લેનાર/માતાએ એનું સતત ધ્યાન રાખવાની જરૂર છે.

3.મિડલ ચાઈલ્ડહુડ

  • આ તબક્કો 3-5 વર્ષ સુધીનો છે. આ સમયગાળા દરમિયાન જે સંકટનો સામનો કરવો પડ્યો છે. તે પહેલાં જ એકવાર સ્વતંત્રતાની ભાવના સ્થાપિત થઈ જાય પછી, બાળક વિવિધ સંભાવનાઓનો પ્રયાસ કરવા માંગે છે.
  • આ સમયે બાળકની નવી વસ્તુઓનો પ્રયાસ કરવાની તૈયારી સગવડ આપવામાં આવે અથવા અટકાવવામાં આવે છે.
  • જો સંભાળ લેનાર બાળકની કેટલીક પ્રવૃત્તિઓ કરવાનો પ્રયાસ કરવાના સર્જનાત્મક પ્રયત્નોને પ્રોત્સાહિત કરે છે. તો સંકટ અનુકૂળ દિશામાં ઉકેલાશે અને આ પરિણામ, જો પુનરાવર્તન કરવામાં આવે તો, તેને ભાવિ પહેલને પ્રભાવિત કરવી જોઈએ. અન્યથા બાળકમાં અપરાધની લાગણી વિકસે છે.

4.લેટ ચાઈલ્ડહુડ

  • આને ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના સિદ્ધિની જરૂર છે.
  • આ સમયગાળો 5-12 વર્ષનો છે.
  • આ સમયગાળા દરમિયાન બાળક વધુ ધ્યાન આપવાની કુશળતા વિકસાવે છે, ઓછી ઉંઘની જરૂર છે. અને ઝડપથી શક્તિ મેળવેછે: તેથી, બાળક કુશળતા પ્રાપ્ત કરવામાં વધુ પ્રયત્નો કરી શકે છે.
  • આ સમયગાળા દરમિયાન જે કટોકટીનો સામનો કરવો પડયો છે તે ઇન્ડસ્ટ્રી v/s ઇન્ફેરીએટી છે.
  • બાળક અસમર્થતાને બદલે યોગ્યતાની ભાવના વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. આ પ્રયત્નમાં સફળતા વધુ મહેનતુ વર્તન તરફ દોરી જાય છે.નિષ્ફળતાના કારણે હલકી ગુણવત્તાની લાગણી વિકાસમાં પરિણમે છે.
  • તેથી, કાળજી લેનારાઓએ બાળકને યોગ્ય કાર્યો કરવા માર્ગદર્શન આપવું જોઈએ.

5.એડોલેશન્ટ / કિશોરાવસ્થા

  • આ બાળપણથી પુખ્તાવસ્થામાં સંક્રમણનો સમયગાળો છે.
  • જે 10-19 વર્ષ સુધીનો છે.
  • આ સમયગાળા દરમિયાન વ્યક્તિ તરુણાવસ્થા પ્રાપ્ત કરે છે જેમાં ઘણા ફેરફારો થાય છે.
  • આ ફેરફારોની વ્યક્તિના જાતીય, સામાજિક,ભાવનાત્મક અને વ્યાવસાયિક જીવન માટે ખૂબ જ પ્રભાવ પડે છે ; તેથી જ સ્ટેનલી હોલે આ સમયગાળાને “તોફાન અને તાણનો સમયગાળો” તરીકે યોગ્ય રીતે વર્ણવ્યો છે.
  • આ ફેરફારો દરમ્યાન વ્યક્તિ પોતાની ઓળખ શોધે છે. જેનો અર્થ છે સ્વયંની સમજણ વિકસિત કરવી. લક્ષ્યો જેની પ્રાપ્તિ થાય છે અને કાર્ય છે તો તે આત્મ અથવા ઓળખની ભાવના વિકસાવશે.
  • વ્યવસાયની ભૂમિકા નક્કી કરે છે.
  • માતા પિતા અને પીઅર ગ્રુપના પ્રોત્સાહન અને સપોર્ટ માટેની વ્યક્તિગત તલપ હોય છે. જો તે સફળ થાય નહીં તો કન્ફ્યુઝનથી પીડાશે.

6.અર્લી એડલ્ટહુડ : પ્રારંભિક પુખ્તવય

  • આ તબક્કો 20-30 વર્ષનો હોય છે.
  • પુખ્ત વયના વ્યક્તિ તરીકે સમાજમાં એક મજબૂત સ્થાન લે છે.
  • સામાન્ય રીતે નોકરી ધરાવે છે. સમુદાયમાં ફાળો આપે છે અને કુટુંબ અને સંતાનની સંભાળ જાળવે છે.
  • આ નવી જવાબદારીઓ તણાવ અને હતાશા પેદા કરી શકે છે. અને તેનું એક સમાધાન એ છે કે, કુટુંબ સાથે ગાઢ સંબંધ સંબંધ રાએ રાખે.
  • આ પરિસ્થિતિ એક સંકટ તરફ દોરી જાય છે. જેને ઇનટેમેસી v/s આઇસોલેશન (આત્મીયતાv/s અલગતા) કહેવામાંઆવે છે.
  • જો આ સમસ્યાઓની અસર કુટુંબના પ્રેમ, સ્નેહ અને સપોર્ટ દ્વારા અસરકારક રીતે હલ કરવામાં આવે છે. તો તે વ્યક્તિ સામાન્ય જીવન જીવે છે.
  • નહીં તો તે અળગાપણું અને એકાંતની ભાવનાનો વિકાસ થશે જે બદલામાં તેના વ્યક્તિત્વને નકારાત્મક અસર કરે છે.

7.મેચ્યોર એડલ્ટ હુડ : પુખ્ત વય

  • તેને બીજી ભાષામાં મધ્યમ ઉંમર કહેવામાં આવે છે.
  • સમયગાળો 30-65 વર્ષનો છે.
  • જીવનના આ તબક્કા દરમિયાન, સ્થિરતા છે. જે કટોકટી આવી છે તે જનરેટિવિટી આવનારી પેઢીને સમાવવા માટે અને પોતાના હિતોના વિસ્તરણની જરૂર છે.
  • આ સમયગાળામાં સકારાત્મક સમાધાન ફક્ત બાળકોને જન્મ આપવા માટે જ નહીં, પરંતુ સંસ્કૃતિના વારસા અને વિચારોને જાળવવા માટે, અને પ્રજાતિઓમાં વધુ સમાન માન્યતામાં પણ, બાળકોને કામ કરતાં શીખવવામાં અને તેની સંભાળ લેતાં શીખવવા માટેનો છે.
  • આ પ્રતિસાદ સ્વાર્થની જગ્યાએ માનવતાની સુખાકારીની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે. જો આ લક્ષ્ય પ્રાપ્ત ન થાય તો વ્યક્તિ નિરાશ થશે અને સ્થિરતાની અનુભૂતિ અનુભવે છે.

8 . ઓલ્ડ એજ : વૃદ્ધાવસ્થા

  • આ તબક્કો 65 વર્ષની ઉંમરથી મૃત્યુ સુધીનો ગણવામાં આવે છે. આ વયને લીધે લોકોના લક્ષ્યો અને ક્ષમતાઓ વધુ મર્યાદિત થઈ ગઈ હોય છે.
  • આ તબક્કે સંકટ એ ઉભું થાય છે કે અખંડિતતા v/s નિરાશા જોવા મળે છે. જેમાં વ્યક્તિ યાદોમાં જીવનનો અર્થ શોધી કાઢે છે. અથવા તેના બદલે અસંતોષ સાથે જીવન તરફ ધ્યાન આપે છે. શબ્દ અખંડિતતા, ભાવનાત્મક, એકીકરણ સૂચવે છે.
  • તે સમયગાળામાં પોતાના જીવનની જવાબદારી વ્યક્તિએ પોતાને ઉઠાવવાની છે તેવું મન સ્વીકારતું નથી.તે જે બન્યું તેના પર ધ્યાન નથી આપી શકતાં. પરંતુ પોતાને કેવું લાગી રહ્યું છે. તે બાબતે બધાનું ધ્યાન ખેંચાય તેવો પ્રયત્ન કરે છે.
  • કોઈ વ્યક્તિને અમુક લક્ષ્યોમાં, અથવા તો દુ:ખમાં પણ સોલ્યુશન મળ્યું હોય.
  • જો ઘટી રહેતી શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ, આવકમાં ઘટાડો, તો ક્રાઇસીસનું સંતોષકારક રીતે સમાધાન કરવામા આવ્યું છે. જો નહીં, તો તે વ્યક્તિ અસંતોષનો અનુભવ કરે છે. અને મૃત્યુની સંભાવના નિરાશા લાવે છે. જીવન સાથીનું મૃત્યુ વગેરે બાબતો આ લાગણીઓને હજી વધુ બગાડે છે.

ડિફરન્ટ ડિફેન્સ મિકેનિઝમ : સ્વબચાવ પ્રયુક્તિઓ

  • સંરક્ષણ પ્રયુક્તિ દ્વારા વ્યક્તિ હતાશા અને સંઘર્ષના કારણે ઉદભવેલી ચિંતાઓ અને તંગ અવસ્થામાંથી પોતાની જાતને મુક્ત કરે છે. આવી સંરક્ષણ પ્રયુક્તિ દ્વારા આપણે ઘણીવાર આપણી જાતને છેતરીએ છીએ.
  • ડીફેન્સ મીકેનીઝમ રક્ષણાત્મક છે પરંતુ રચનાત્મક અને કાર્યલક્ષી નથી.
  • શબ્દ “સ્વ બચાવ પ્રયુક્તિઓ” એ મુખ્યત્વે અભાન સ્વ રક્ષણાત્મક પ્રક્રિયાને દર્શાવે છે. જે તીવ્ર લાગણી અથવા અસર આવેગથી અહમને બચાવવા માંગે છે. વધારામાં, આ માનસિકતામાં પ્રક્રિયાઓ દુ:ખદાયક અસરો અથવા વૃત્તિઓને સુધારે છે, રદ કરે છે અથવા અભિવ્યક્ત કરે છે. જેથી તે સભાનપણે સહન કરી શકાય.
  • સિગ્મન ફ્રોઇડ : કે જેને મોર્ડન સાઈકેટ્રીકના ફાધર કહેવામાં આવે છે. ડિફેન્સ મિકેનિઝમ શબ્દ સિક્રેટ એ આપેલ છે. તેનું કહેવું છે કે ડિફેન્સ મિકેનિઝમ એ અન કોંસીયસ પ્રોસેસ છે કે જે માણસને હતાશાથી દૂર રાખે છે .

સાયકો એનાલીટીકલ થિયરીમાં ફ્રોઇડ એ એવું કહ્યું છે કે મનુષ્યના માઈન્ડમાં ત્રણ ભાગ જોવા મળે છે.

(1) ઇડ

(2) ઈગો

(3) સુપર ઈગો

ઈડ

  • ઇડમાં બાયોલોજીકલ ડ્રીરાવ્સ જેવી કે ખાવું-પીવું, એલિમિનેશનની નીડ અને સેક્સુઅલ નીડનો સમાવેશ થાય છે.
  • ઇડ તે (એકદમ આનંદિત) સિદ્ધાંતના આધારે કાર્ય કરે છે. એટલે કે, આમાં વ્યક્તિ પોતાની ઈચ્છાઓ તરત જ કોઈ નિયમ રિયાલિટી કે મોરલ વગેરે સંતોષવા માગતો હોય છે. ઈડ એ જન્મ સમયે હોય છે.

ઈગો

  • ઈગો એ રીયાલીટી એટલે કે હકીકત સિદ્ધાંતના આધારે કામ કરે છે. અને તે ૪ થી ૬ મહિનાની અંદર ડેવલોપ થાય છે. ઇગો એ બહારની દુનિયાની રિયાલિટી મુજબ હોય છે. ઇગો એ મધ્યસ્થી તરીકે કામ કરે છે એટલે કે તે બહારની દુનિયા(એક્સટર્નલ વર્લ્ડ) પ્રત્યે એડજસ્ટ કરે છે.

સુપર ઈગો

  • સુપર ઈગો એ પરફેક્શન પ્રિન્સિપલ અથવા તો મોરલ પ્રિન્સિપલના આધારે ફંકશન કરે છે. સુપર ઈગો ૩ થી ૬ વર્ષની ઉંમર દરમિયાન ડેવલપ થાય છે અને તે વેલ્યુ અને મોરલ ધરાવતો હોય છે.
  • સુપર ઈગો સામાજિક સંબંધોમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે આ સુપર ઈગોને કોઈ નુકસાન પહોંચે ત્યારે તે વ્યક્તિના સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસમાં નુકસાન પહોંચાડે છે.

વ્યાખ્યા :

  • ભાટિયા અને કેજ 1989ના મત અનુસાર “દરેક વ્યક્તિ પાસે એવું સાધન કે હથિયાર કે માનસિક શક્તિ હોય કે જેની મદદથી પોતાની જાતને માનસિક ખતરાથી અને નિરાશાથી રક્ષણ આપી શકીએ.”

બચાવ પ્રવૃત્તિના સ્વરૂપ અથવા લક્ષણો

૧) બચાવ પ્રયુક્તિ એ અજ્ઞાત રીતો છે :

  • જ્યારે વ્યક્તિ બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ કરે ત્યારે તેનાથી તે સભાન હોતો નથી મોટાભાગે તે માટેના તાર્કિક કારણો આપે છે. દાખલા તરીકે અધિકારીથી અપમાનિત થયેલી વ્યક્તિ અપમાનની દલીલ રજુ કરે છે કે શિક્ષાથી બાળકો સુધરી જાય છે. પોતે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી રહ્યો છે તેની જાણ તેને થતી નથી તેથી આ રીતને અજ્ઞાત રીત તરીકે ઓળખવામાં આવે છે.

૨.બચાવ પ્રયુક્તિઓ એ શીખેલી રીતો છે :

  • હતાશાની પરિસ્થિતિમાં વ્યક્તિ સામાન્ય રીતે અમુક પ્રકારની બચાવ પ્રવૃત્તિનો આશ્રય લે છે. કારણ કે પોતાના અનુભવોથી તે પ્રકારની બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવાનું શીખી રહ્યો હોય છે. વાતાવરણમાંથી અનુભવ કરતાં શીખી જાય છે. તેથી તેને શીખેલી રીતો કહે છે.

૩.બચાવ પ્રયુક્તિઓ આત્મ વંચનાની રીતો છે:

  • વ્યક્તિ જ્યારે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. ત્યારે તે જૂઠું બોલે છે. જૂઠું બોલીને બીજાઓને પણ છેતરે છે સાથે પોતાની જાતને પણ છેતરે છે.જો કે પોતે એમ જ માનતી હોય છે કે પોતે સાચું બોલે છે. આમ, બચાવ પ્રયુક્તિના ઉપયોગથી વ્યક્તિ પોતાને છેતરે છે. પોતાની વંચના કરે છે તેને આત્મવંચનાની રીત કહે છે.

૪.બચાવ પ્રયુક્તિઓ (બધા જ લોકો દ્વારા અપનાવવામાં આવતી રીતો છે.):

  • સામાન્ય રીતે દરેક વ્યક્તિ બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ વધતાં ઓછા પ્રમાણમાં કરે છે. કોઈપણ વ્યક્તિ એવી નહિ હોય કે જે ચિંતાની સ્થિતિમાં બચાવ પ્રયુક્તિનો ઉપયોગ ન કરતી હોય. આમ લોકોની આ રીતને સામાન્ય રીત તરીકે ઓળખવામાં આવે છે.

૫.બચાવ પ્રયુક્તિનો ઉપયોગ વ્યક્તિને લક્ષ્યથી વંચિત રાખે છે:

  • વ્યક્તિ જ્યારે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે ત્યારે તેને લક્ષ્ય મેળવવામાં નિષ્ફળતા મળી હોય છે. આ લક્ષ્ય મોટાભાગે મેળવી શકાતું નથી. કેટલીક વખત બચાવ પ્રયુક્તિના ઉપયોગથી લક્ષ્યને મેળવવાનો આનંદ અનુભવે છે. દાખલા તરીકે ફર્સ્ટ ક્લાસ મેળવવામાં નિષ્ફળ ગયેલ વિદ્યાર્થી ધાર્યા કરતા બીજી જગ્યાએ એડમિશન મળે ત્યારે પોતાને ફર્સ્ટ ક્લાસ મળેલ છે તેવી કલ્પના કરે છે.

૬.બચાવ પ્રયુક્તિનો અતિશય ઉપયોગ વિકૃતિનું સૂચન કરે છે:

  • જે વ્યક્તિ વાસ્તવિક રીતે લક્ષ્ય મેળવવાનો કશો જ પ્રયત્ન ન કરે અને માત્ર બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ કર્યા કરે. તે વિકૃતિનું સૂચન કરે છે.
  • માનસિક વિકૃતિઓમાં પણ બચાવ પ્રયુક્તિઓ તેના અતિશયોક્તિ ભર્યા સ્વરૂપમાં જોવા મળે છે. દાખલા તરીકે સામાન્ય વ્યક્તિ ગાંધીજીના આદર્શ પર ચાલે છે. ગાંધીજી સાથે તાદાત્મ્ય અનુભવે છે. પરંતુ વિકૃત વ્યક્તિનું આ પ્રકારનું તાદામ્ય એટલું પ્રબળ હોય છે કે તે પોતાની જાતને ગાંધીજી માને છે.
  • બચાવ પ્રયુક્તિ નો મુખ્ય હેતુઃ અહમ નું રક્ષણ કરવાનો છે. અહમ નું રક્ષણ કરવાથી ટેન્શન દૂર થાય છે. નિષ્ફળતાની લાગણીમાંથી બહાર અવાય છે. આપણે આત્મસંતોષ માણીએ છીએ.

ટાઇપ્સ ઓફ મેન્ટલ મિકેનિઝમ / ડિફેન્સ મિકેનિઝમ

  • મેજોર મિકેનિઝમ
  • માઇનર મિકેનિઝમ

મેજોર મિકેનિઝમ

1) રીગ્રેશન : પીછે હઠ/પ્રતિ ગમન ( ગો-બેક)

2) સબલિમેશન : ઉત્ક્રાંત

3) રેશનલાઇઝેશન : યુક્તિકરણ

4) કન્વર્ઝન : રૂપાંતર

5) રીપ્રેશન : પ્રતિગમન, દમન, અત્યાચાર,

6) રીએકશન ફોર્મેશન : પ્રતિક્રિયાનું નિર્માણ

1) રીગ્રેશન : પ્રતિગમન, પીછે હઠ (ગો-બેક)

  • આ બચાવ પ્રવૃત્તિ ચેતન લેવલે કાર્ય કરે છે તથા વ્યક્તિના અંતર દ્વંદને પ્રાથમિક રૂપથી સમાપ્ત કરે છે. એક પરિપક્વ વ્યક્તિ તણાવ પૂર્ણ સ્થિતિમાં બાળકો જેવો વ્યવહાર કરે છે.
  • જેમ કે અંગૂઠો ચૂસવો, નખ કરડવા વગેરે.
  • “છટકી” કેટલા કલાકો કે જેમને ધમકી અથવા બેચેની/ડર લાગે છે તે બેભાન પણે વિકાસના પહેલા તબક્કામાં શકે છે.
  • નાના બાળકોમાં આ પ્રકારનું સંરક્ષણ મિકેનિઝમ સૌથી સ્પષ્ટ હોઈ શકે છે. જો તેમને આઘાત અથવા નુકસાનનો અનુભવ થાય છે, તો તેઓ અચાનક વર્તે છે કે તેઓ ફરીથી જુવાન થયા હોય. તેઓ પથારીમાં પેશાબ કરવો અથવા તેમનો અંગૂઠો ચૂસવાનું પણ શરૂ કરી શકે છે.
  • પુખ્તવયના લોકો પણ દમન કરી શકે છે. પુખ્તવયના લોકો જે ઇવેન્ટ્સ અથવા વર્તણૂકોનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. તેઓ સાંઢની જેમ અતિશય આહાર/ખોરાક ખાઇને આરામથી સૂઈ શકે છે અથવા ચેઇન સ્મોકર અથવા પેન્સિલ અથવા પેન ચાવવાનું શરૂ કરી શકે છે.
  • તેઓ રોજિંદી પ્રવૃત્તિઓ પણ ટાળી શકે છે કારણ કે તેમને ભારે આઘાતની લાગણી થાય છે.
  • અમુક લોકોના જીવનમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નો કે પ્રસંગોનો સામનો કરી શકવાની શક્તિ હોતી નથી. એ વખતે તેમનામાં બાળક જેવું બિહેવિયર ડેવલોપ થાય છે અને આ જાતના બીહેવિયરથી તે પોતાનું ટેન્શન ઓછું કરવાનું ધ્યાન રાખે છે. આ જાતના બિહેવ્યરને રિગ્રેશન કહે છે.
  • ઉદાહરણ તરીકે, કોઈ સ્ટુડન્ટ એક્ઝામમાં બેસવા ન માંગે અથવા તો ફેલ થવાની બીક લાગતી હોય ત્યારે તે બીમાર પડીને દાખલ થઈ જાય છે અથવા તો રજા લેશે અને તેની બીમારી ઉત્પન્ન થતાં પ્રોબ્લેમ સામે તેનું રક્ષણ કરે છે.
  • ઉદાહરણ તરીકે ઘરમાં કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે તેનાથી મોટા પાંચ વર્ષના બાળકને એવું લાગે છે કે તેને ઓછું મહત્વ મળે છે અને નાના બાળકને વધારે મહત્વ મળે છે એ માટે તે નાના બાળક જેવું વર્તન કરવાનું શરૂ કરી દે છે.
  • બીજું ઉદાહરણ જોઇએ તો નર્સે દર્દીને દવા આપવામાં ભૂલ કરી દીધી હોય તો તે પોતાની જાતને બચાવવા માટે રડવા માંડે છે.

2) સબલીમેશન (ઉત્ક્રાંતિ)

  • વ્યક્તિ દ્વારા અભિપ્રેરિત શક્તિનો ઉપયોગ સમાજના હિતમાં કરવું ઉત્ક્રાંતિ કહેવાય છે. જેમાં સામાજિક આલોચના ની જગ્યાએ સન્માન પ્રાપ્ત થાય છે. જેમ કે આક્રમક વ્યવહાર વાળો વ્યક્તિ આર્મીમાં જાય અથવા બોક્સર બની જાય તો તે પોતાના આક્રમક વ્યવહાર નો ઉપયોગ સમાજનું હિત કરવામાં કરીને સન્માન પ્રાપ્ત કરે છે.
  • આ પણ સબસીટ્યુશન જેવો જ એક બીજો મિકેનિઝમ છે.
  • અપૂર્ણ રહી ગયેલી ઇચ્છાઓ કે પ્રવૃત્તિઓ જ્યારે સમાજ મારફતે સ્વીકારવામાં આવેલી જુદી પ્રવૃત્તિઓ તરફ વાળવામાં આવે ત્યારે તેને સબ્લીમેશન કહેવાય છે. દાખલા તરીકે અમુક જાતના સામાજિક બંધનોને લઈને આપણે આપણી જાતીય ઇચ્છાઓને જાહેરમાં વ્યક્ત કરી શકતા નથી અને આ ઇચ્છાઓને આપણે દબાવી દઈએ છીએ. જેથી માનસિક તણાવ જોવા મળે છે. દાખલા તરીકે લાંબા સમય સુધી લગ્ન ન થઈ શક્યા હોય તેવી સ્ત્રી કે જેને બાળકની ખૂબ જ ઇચ્છા હોય તેવી સ્ત્રીઓ અનાથાશ્રમમાં કે બીજી કોઈ સંસ્થામાંથી બાળક લઈને અથવા તો તેની સાથે પોતાની પ્રવૃત્તિઓ જોડી દઈને પોતાની માતૃત્વની ઈચ્છા પૂર્ણ કરે છે.
  • એવી જ રીતે જે લોકોની જાતીય ઇચ્છા પૂર્ણ થઇ ન હોય તે લોકો પોતાની શક્તિને બીજી બાજુ વાળીને સમાજમાં ઉપયોગી બીજા કાર્ય કરશે.

3) રેશનાલાઈઝેશન : યુક્તિ કરણ

  • આ મનોરચનાનો ઉપયોગ વ્યક્તિ પોતાની ભૂલોનું કોઈને કોઈ કારણ બતાવીને પોતાનું આત્મ સન્માન બનાવી રાખે છે.
  • લગભગ દરેક વ્યક્તિ માટે વાપરવામાં આવે છે. આ એક ખૂબ જ સામાન્ય મિકેનિઝમ છે. વ્યક્તિ જો મૂંઝવણમાં મુકાઇ ગઈ હોય તો સફળતાપૂર્વક પોતાના પ્રશ્નનું નિરાકરણ ન કરી શકતું હોય તો આ મિકેનિઝમ વાપરીને પોતાની ચિંતા અને બેચેની દૂર કરે છે. આમાં પોતે કરેલા કાર્યો માટે યોગ્ય અને સાચું જજમેન્ટ આપવાના બદલે તેના વિરુદ્ધ જજમેન્ટ આપે છે. કારણ કે સાચા કારણો દર્શાવવાથી એની ચિંતામાં વધારો કરશે એવું એને લાગે છે. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટને કોઈ અગત્યનું એસાઈમેન્ટ કરવાનું આવ્યું હોય તો પણ તેને મૂકીને ઓછી અગત્યતા વાળું બીજું અસાઇમેન્ટ કરવા લાગી જાય છે. અને તેના માટે તે કારણ આપે છે કે પહેલા કરતા તે અગત્યનું છે એટલા માટે કરૂ છું.
  • પરીક્ષામાં નપાસ થાય તો સ્ટુડન્ટ તેનું હોસ્ટેલનું બહાનું કાઢે છે.
  • કોઈપણ કામ આપણે સંતોષકારક ન કરી શકીએ ત્યારે આપણે એમ કહીને મનાવી લઈએ છીએ કે આ કામ અગત્યનું ન હતું.
  • અમુક વ્યક્તિ રમત જાણતી ન હોય અને રમે નહીં છતાં એ કહે છે કે મને આ રમત અત્યારે રમવાની ઈચ્છા નથી, જોકે આ રમત રમવી એ મારા ડાબા હાથનો ખેલ છે.
  • રેશનલાઇઝેસન ને “દ્રાક્ષ ખાટી” મિકેનિઝમ કહેવામાં આવે છે. રેશનિલાઈઝેશનમાં બીજા એક મિકેનિઝમનો સમાવેશ થાય છે જેને સ્વીટ લેમન મિકેનિઝમ કહેવામાં આવે છે કે જે ખાટી દ્રાક્ષ મિકેનિઝમ કરતા વિરુદ્ધ છે. જે કાંઈ બને તે હંમેશા સારા માટે બને છે તેમ માની લઈએ છીએ અને ઈશ્વરની સાથે સાથે ભાગ્યનો પાડ માનીએ છીએ કે આ મિકેનિઝમ વાપરીને આપણે સત્ય છુપાવીએ છીએ અને આપણે આપણી જાતને છેતરીએ છીએ. આ મિકેનિઝમ વારંવાર વાપરતા આપણા જીવનમાં ઉત્પન્ન થતી મુસીબતોનો ક્યારેય સામનો થતો નથી.

(અ) ખાટી દ્રાક્ષ યુક્તિકરણ :

  • ખાટી દ્રાક્ષ માટે શિયાળની વાત જાણીતી છે. લક્ષ્ય મેળવવામાં નિષ્ફળતા મળતાં તેનું મૂલ્ય ઘટાડી દ્રાક્ષ ખાટી છે તેમ કહે છે.

(બ) મીઠા લીંબુ યુક્તિકરણ :

  • વ્યક્તિ જે કાંઈ થાય છે તે સારા માટે જ થાય છે તેમ પોતાને અને બીજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેને મીઠા લીંબુ યોક્તિકરણ કહે છે. દાખલા તરીકે નાપાસ થનાર વિદ્યાર્થીઓ ફરી સારો અભ્યાસ થશે અને સારું પરિણામ આવશે તેમ જણાવે છે. સમયસર કોલેજમાં આવતાં વિદ્યાર્થીઓ પોતાનું વચન ન પાળી શકતાં લોકો જવાબદારી ભર્યા કાર્યોમાં નિષ્ફળ નીવડતા લોકો, સમયસર દેવું ન ભરપાઈ કરી શકે તેવા લોકોની વાતો સાંભળતા તેમાં યુક્તિકરણ જોવા મળે છે. આમ યુક્તિકરણ માનવીના વર્તનની સાર્વત્રિક પ્રક્રિયા છે. તેમાં વધુ પડતો ઉપયોગ માનસિક વિકૃતિ પેદા કરે છે.

4) કન્વર્ઝન : રૂપાંતર

  • આ મનોરચનાનો ઉપયોગ વ્યક્તિ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં કરે છે. જેમાં તે આંતરિક વિગ્રહ શારીરિક લક્ષણો સ્વરૂપે અભિવ્યક્ત કરે છે.
  • જેનાથી અન્ય લોકો એની દેખભાળમાં લાગી જાય છે અને વ્યક્તિ તણાવપૂર્ણ પરિસ્થિતિઓથી બચી પણ જાય છે.
  • જેમ કે યુદ્ધની સ્થિતિ હોય ત્યારે સૈનિકને ભય હોય છે. યુદ્ધમાં જશે તો મરી જશે એટલે તે હેરાન થઈ જાય છે. તેના આંતરિક વિગ્રહ તે શારીરિક લક્ષણો રૂપે પ્રદર્શિત કરે છે. તેના હાથ અને પગમાં લકવો મારી જાય છે. આ રૂપાંતરણ મનોરચના છે.

5) રિપ્રેશન : પ્રતિગમન, દમન, અત્યાચાર.

  • આ મનોરચનાના ઉપયોગ દ્વારા વ્યક્તિ પોતાની ખતરનાક અથવા ઘાતક ઇચ્છાઓ, અસહનીય સ્મૃતિઓને ચેતન મનથી અલગ કરી લે છે.
  • જેમ કે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થઈ જાય છે. પાસ થઈ જાય છે તો પોતાના ખરાબ અનુભવને ચેતન મનથી અચેતન મનમાં સ્થાનાંતરણ કરીને ભૂલવાનો પ્રયત્ન કરે છે.
  • આ વિચારો, પીડાદાયક યાદો અથવા અતાર્કિક માન્યતાઓ તમને અસ્વસ્થ કરી શકે છે. તેમનો સામનો કરવાને બદલે તમે તેમના વિશે સંપુર્ણ રીતે ભુલી જવાની આશામાં બેભાનપણે તેમને છુપાવવાનું પસંદ કરી શકો છો તેમ છતાં તેનો અર્થ એ નથી કે યાદો સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે.
  • તેઓ વર્તણૂકોને પ્રભાવિત કરી શકે છે. અને તેઓ ભવિષ્યના સંબંધોને અસર કરી શકે છે.
  • તમને ફક્ત આ સંરક્ષણ મિકેનિઝમનો તમારા પર પડેલા પ્રભાવનો ખ્યાલ નહીં આવે. આ એક એવી જાતનો મિકેનિઝમ છે કે જેમાં જીવનમાં બનેલા કોઈપણ દુઃખદ પ્રસંગો કે ખરાબ કામોને આપણે કોન્સીયસ માઈન્ડમાંથી ભૂલી જવા પ્રયત્ન કરીએ છીએ અને તે અનકોન્સીયસ માઈન્ડમાં રહે છે એટલે કે કોન્સીયસ માઈન્ડમાંથી આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ.
  • જો આવા વિચારો કોન્સીયસ માઈન્ડમાં રહે તો વ્યક્તિને વારંવાર ગિલ્ટી ફીલ થાય છે. પણ આવા વિચારો કોન્સીયસ માઈન્ડમાંથી જતા રહે તો તેના ઈગોને રક્ષણ મળે છે અને વ્યક્તિ સારી રીતે રહી શકે છે.
  • જો કે એવું નથી કે આવા વિચારો અનકોન્સીયસ માઈન્ડમાં ધકેલી દેવાથી હંમેશના માટે તે ભૂલી જવાશે. જ્યારે આપણે આવા ખરાબ વિચાર કે ઈચ્છાઓને કોન્સીયસ માઈન્ડમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તેને પણ સપ્રેશન કહેવામાં આવે છે.
  • સપ્રેશન અને કોન્સિયસ માઈન્ડથી જ્યારે આવા વિચારો દબાવી દેવામાં આવે તેને રિપ્રેશન કહે છે. દાખલા તરીકે સ્ટુડન્ટ એવો વિચાર કરી લે છે કે એની વિકનેસ વિશે વિચારવું નથી તેથી તે સારી રીતે ભણી શકે છે.
  • અન્ય ઉદાહરણ જોઈએ તો બાળકને તેની મમ્મી દ્વારા ઠપકો મળે છે તો તેને શરમ અને ગિલ્ટી ફીલ થાય છે અને તેના માટે તેની આ મૂંઝવણને દૂર કરવા માટે રીપ્રેશન મિકેનિઝમનો તે ઉપયોગ કરે છે.

6) રિએક્શન ફોર્મેશન : પ્રતિક્રિયાનું નિર્માણ

  • આ મનોરચનાના ઉપયોગદ્વારા વ્યક્તિ પોતાના સામાજીક રૂપથી અસંમત વ્યવહારને બદલીને સમાજ સંમત વ્યવહાર કરે છે.
  • જેમ કે સમાજ સુધારકના રૂપમાં કાર્ય કરવા વાળો વ્યક્તિ પોતે કોઈના કોઈ રૂપમાં આ સામાજિક કાર્યોમાં લિફ્ટ હોય છે અથવા પહેલા અસામાજિક કાર્યમા સંડોવાયેલા હોય છે.

માઇનર મિકેનિઝમ

1) ડિસ્પ્લેસમેન્ટ (વિસ્થાપન)

2) નેગેટીવીઝમ (નિષેધવૃતિ)

3) પ્રોજેક્શન : પ્રક્ષેપણ (દોષ આરોપન)

4) આઇડેન્ટીફીકેશન (ઓળખાણ)

5) ડેડ્રીમીંગ/ ફેન્ટાસી/દિવાસ્વપ્ન /કાલ્પનિક

6) કમ્પાર્ટમેન્ટલાઇઝેશન (વિભાજન)

7) કમ્પેન્સેશન (વળતર)

8) કન્ડેન્સેશન (ઘનીકરણ)

9) ડીનાઇલ (અસ્વીકાર)

10) સબસ્ટીટ્યુશન (ના બદલે મુકવુ )

11) વિથડ્રોઅલ : (પાછું લેવુ / વિમુખતા)

12) ઇન્ટેક્ચ્યુલાઇઝેશન (બૌદ્ધિકરણ)

1) ડિસપ્લેસમેન્ટ

  • તમે એવી વ્યક્તિ અથવા વસ્તુ તરફ તીવ્ર લાગણીઓ અને હતાશાઓને દિશામાન કરો છો જેનો તમને ડર લાગતો નથી.
  • આ તમને પ્રતિક્રિયા આપવા માટે આવેગને સંતોષવાની મંજૂરી આપે છે. પરંતુ તમે નોંધપાત્ર પરિણામોનું જોખમ લેતા નથી.
  • આ સંરક્ષણ મિકેનિઝમનું સારું ઉદાહરણ છે. કે તમે તમારા બાળક અથવા પત્ની પર ગુસ્સે થઈ રહ્યાં છો કારણ કે તમારો કામકાજનો દિવસ ખરાબ હતો.
  • આ લોકોમાંથી કોઈ પણ તમારી પ્રબળ લાગણીઓનું લક્ષ્ય નથી. પરંતુ તેઓ જો તમને પ્રતિક્રિયા આપે તો તમારા બોસ તમને જે પ્રતિક્રિયા આપે તેના કરતા ઓછી સમસ્યાવાળા છે.

2) નેગેટીવીઝમ : નિષેધવૃતિ

  • અમુક વ્યક્તિઓ ઉત્પન્ન થયેલી મૂંઝવણમાંથી નકારાત્મક વલણ ધરાવે છે તેને નેગેટિવિઝમ કહે છે. એટલે કે ઉત્પન્ન થયેલા પ્રશ્નોનો સામનો કરવા માંગતી નથી અથવા તો સામનો કરવાની તેનામાં હિંમત નથી.
  • સામનો કરવાને બદલે ઉત્પન્ન થયેલા પ્રશ્નો પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે. જે પણ કાંઈ કરવું જોઈએ તેનાથી ઊલટું કરે છે.
  • દાખલા તરીકે નર્સના ધ્યાન મુજબ અમુક બાળક દર્દીઓ સહકાર આપતા નથી, આ બાબતે એ ઘણી દલીલ કરે છે.
  • ખાસ કરીને નાનાં બાળકો કે જેને બરાબર સંભાળવામાં આવે અને ખૂબ લાડ-પ્યારથી સંભાળવામાં આવે તેવા બાળકોમાં આ જાતનું વર્તન જોવાની વધારે શક્યતા હોય છે.

3) પ્રોજેક્શન : પ્રક્ષેપણ (દોષ આરોપન)

  • વિચારો છે અથવા તેના માટે તમે જે સંવેદના અનુભવો છો તે તમને અસ્વસ્થ કરી શકે છે.
  • જો તમે આ લાગણીઓને કોઇ બીજી વ્યક્તિ સામે પ્રોજેકટ કરો છો.તો તમે તેમને તે વ્યક્તિ વિશે ખોટી રજુઆત શેર કરી રહ્યાં છો. ઉદાહરણ તરીકે, તમે તમારા નવા સહ-કાર્યકરને નાપસંદ કરી શકો છો, પરંતુ તે સ્વીકારવાને બદલે.
  • તમે તમારી જાતને કહેવાનું પસંદ કરો કે તેને જોઈને તમને અણગમો થાય છે.
  • તમે તેમની ક્રિયાઓમાં જે વસ્તુઓ દેખાય છે તે તમે જુઓ છો અથવા કહો છો.
  • એવી વ્યક્તિ કે છે પોતાની મિસ્ટેકને બીજા પર બ્લેમ કરે છે તેને પ્રોજેક્શન કહે છે.
  • આપણામાં રહેલી અમુક જાતની ખામીઓ બહાર ન પાડતા એવી ક્ષતિ અથવા એવી ખામીઓ બીજામાં પણ રહેલી છે એવું માનીને આપણે આ ક્ષતિ દ્વારા થયેલું ટેન્શન ઓછું કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેને પ્રોજેક્શન મિકેનિઝમ કહેવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે અમુક જાતના આપણા વર્તન આપણને પસંદ નથી હોતાં પરંતુ તેનો ખ્યાલ બાજુએ રાખીને બીજા માં રહેલી ક્ષતિઓને દોષિત બનાવીએ છીએ.
  • ઉદાહરણ તરીકે આપણે વારંવાર ખોટું બોલતા હોઈએ તો સામેની વ્યક્તિ ખોટું બોલે છે એવો પ્રસાર પણ કરીએ છીએ એવી જ રીતે તે પરીક્ષામાં ચોરી કરનાર વ્યક્તિ પકડાઈ જાય તો કહે છે કે બધા જ ચોરી કરે છે એવી રીતે મન મનાવે છે. એવી જ રીતે અણ આવડત ના લીધે આપણા થી ભૂલ થઈ જાય અને ઠપકો મળેલ હોય તો આપણાથી નીચેના સ્ટાફને દોષિત ઠેરવીએ છીએ.
  • બીજું ઉદાહરણ જોઇએ તો ઓપરેશન પછી જોઈએ તેવું રીઝલ્ટ ન આવે તો સર્જન પોતાનાથી નીચેના સ્ટાફને દોષ દે છે. જે લોકો વારંવાર બીજાને હેરાન કરતા હોય તો તે લોકો હંમેશા પોતાનામાં રહેલ દોષને બતાવતા હોતા નથી.
  • થોડા વખત માટે ઓછું કરી શકીએ છીએ. પણ જો આનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો ઘણી મુસીબતો ઊભી થાય છે કારણ કે આનાથી આપણામાં રહેલી ખામીઓ જોઇ શકાતી નથી.

4) આઇડેન્ટિફિકેશન

  • એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કોઈ વ્યક્તિ બીજા પ્રશંસક વ્યક્તિની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરે છે. તે સમાન છે અને આત્મનિરીક્ષણનું પરિણામ છે.
  • અન્ય વ્યક્તિનું અજાણ પણે થતું અનુકરણ/મોડેલિંગ જેથી મૂળભૂત મૂલ્યો વલણ અને વર્તન કોઈ નોંધપાત્ર વ્યક્તિ અથવા જૂથ જેવાં હોય. પરંતુ સ્પષ્ટ વર્તન વ્યક્તિગત રીતે પ્રગટ થાય છે.
  • (અનુકરણ અનુક્રમણિકા સંરક્ષણ પદ્ધતિ તરીકે માનવામાં આવતું નથી. પરંતુ અનુકરણની સામાન્ય રીતે ઓળખ આગળ વધે છે.અનુકરણ સભાન પણે બીજાના મૂલ્યો, વલણ,વગેરેની નકલ કરી રહ્યું હોય છે.)
  • ઓળખાણ એ‌ કોઈ વ્યક્તિની પ્રશંસા કરે છે. તેની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓ પ્રાપ્તકરીને આત્મ-મૂલ્ય વધારવાનો પ્રયાસ છે.
  • આ એક એવી જાતનો મિકેનિઝમ છે કે જે બીજા લોકોને મળેલી સફળતા ઓછી આપણને સંતોષ મળે છે અને આપણે સારી રીતે એડજસ્ટ કરી શકીએ છીએ.
  • દાખલા તરીકે છોકરો પોતાના પપ્પાની ઓળખાણ અને છોકરી હંમેશા મમ્મીની ઓળખાણ આપશે. એવી જ રીતે નવો ધંધો ચાલુ કરતા હોઈએ ત્યારે તે વ્યક્તિ સાથે પોતાનો સંપર્ક કરે છે.
  • સ્ટુડન્ટ પણ હંમેશા પોતાના માનીતા ટ્યુટરની ઓળખાણ આપે છે. જ્યારે આપણામાં અમુક જાતના ગુણો ન હોય કે અમુક ઇચ્છાઓ પૂરી કરી શકતા ન હોઈએ ત્યારે આપણે એ જ જાતના ગુણો ધરાવતી અને તેની ઈચ્છાઓ સફળ થયેલી સામી વ્યક્તિ સાથે કંઈક સંબંધ છે એવી ઓળખાણ આપીએ છીએ.
  • જેમ જેમ આપણે મોટા થતાં જઈએ તેમ તેમ આપણે સ્કૂલ-કોલેજ કે બીજી સંસ્થા સાથે જોડાયેલા છીએ તેવી બીજાને ઓળખાણ આપીએ છીએ.
  • આ ઓળખથી આપણે જુદી જુદી રીત ભાતો, જુદી જુદી ટેવો વગેરે શીખીએ છીએ.

5) ડે ડ્રીમિંગ

  • ડે ડ્રીમિંગ એ વિથડ્રોવલનું જ એક ઉદાહરણ છે.
  • ઉત્પન્ન થયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવાને બદલે આપણે એમાંથી છટકવાનો પ્રયત્ન કરીએ છીએ અને જુદી જ દુનિયા બનાવીએ છીએ કે જેમાં નિષ્ફળતાને કોઈ જ સ્થાન નથી. કરવામાં આવતા દરેક વિચારોમાં સફળતા મળતી જાય છે.
  • આ રીતે એક સફળતાની દુનિયા કરીને જ્યાં બધું જ શક્ય છે અને આવી પડેલી મુશ્કેલીને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ.
  • આ દિવા સ્વપ્નની દુનિયામાં તમે ધાર્યું કરી શકો છો.
  • જેમ કે દિવસના સ્વપ્ન જોવા એ ખૂબ જ આનંદ આપતો મિકેનિઝમ છે અને જીવનની રોજ બરોજની મુસીબતોથી થોડીવાર માટે તે બધું જ બોલાવીને આપણને આનંદ આપે છે.
  • ઘણી વખતે જેના વિશે ખરાબ સ્વપ્નો જોતા હોઈએ એ પ્રાપ્ત કરવા માટે માણસને પ્રેરણા મળે તો આગળ વધે છે.
  • જો કે તેના ફાયદા કરતાં ગેરફાયદા ઘણાં વધારે છે. જો તેનો વધારે ઉપયોગ કરવામાં આવે તો આપણે આપણી વાસ્તવિકતાને ભૂલી જઈએ છીએ અને આ રીતે આ વાસ્તવિક અને કાલ્પનિક દુનિયાઓની સફળતાઓ સુધી જ સંતોષ માની લઈએ છીએ.
  • જેથી તેઓ હકીકતથી દુરને દુર જતા રહે છે અને જીવનમાં ખાસ સત્યો અને મુસીબતોનો સામનો કરી શકતા નથી.
  • દાખલા તરીકે બીમાર વ્યક્તિ કે જે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં વિચારે છે કે જ્યારે સાજો થઈ જઈશ ત્યારે બધું જ સારું થઈ જશે.
  • બીજું ઉદાહરણ જોઇએ તો કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય તો તે એવું વિચારે છે કે જ્યારે હું મુસીબતમાંથી ઉગરીશ ત્યારે બધી જ બાબત જતી રહેશે.

6) કમ્પાર્ટમેન્ટલાઇઝેશન (વિભાજન)

  • માનસિક શાંતિ જાળવવા માટે માનસિકતાના બે અસંગત પાસાઓને એકબીજાથી જુદા પાડવાનો ઉલ્લેખ કરે છે.
  • વર્તણૂક અભિવ્યક્તિ અસંગતતા દર્શાવે છે.

ઉદાહરણ

  • જે વ્યક્તિ અન્ય લોકો પાસે સત્યનો આગ્રહી હોય તે પોતે જ ખોટું કરતો હોય.

7) કમ્પેન્સેશન

  • જીવનમાં કોઈપણ ખામી કે ઉણપ હોય તેને પહોંચી વળવા માટે મનુષ્ય પોતાની બધી શક્તિઓ બીજી બાજુ વાળીને આ ખામીને પૂરી કરવાનો પ્રયત્ન કરે છે જેને વળતર કહેવામાં આવે છે. જીવનમાં કોઈ પણ એક ભાગમાં મળેલી નિષ્ફળતા કે ખામીને જીવનમાં બીજા કોઈ ભાગમાં સફળતા મેળવીને પૂરી કરે છે અને આ રીતે ખામીને લીધે ઉપસ્થિત થયેલી માનસિક ચિંતા અને ભયને દૂર કરે છે.

ઉદાહરણ

1) નેપોલિયન કોમ્પ્લેક્સ – નબળો માણસ સમ્રાટ બન્યો.

2) ઓછી આત્મ સન્માનવાળી નર્સ ડબલ શિફ્ટ કામ કરે છે. જેથી તેનો સુપરવાઇઝર તેને પસંદ કરશે.

3) વિદ્યાર્થી જે ભણવામાં નબળો છે. તે સંગીત અથવા રમત ગમતમાં સફળ થવા માટે વધુ સમય અને શક્તિનો ઉપયોગ કરે છે.

4) શ્રી ચંદ્રશેખર (કર્ણાટક), જે પોલિઓ માયલાટીસનો શિકાર હતો. તેણે પોતાનો એક અંગ લકવાગ્રસ્ત હોવા છતાં ક્રિકેટમાં વિશ્વ વિખ્યાત બોલર બનવા માટે સંઘર્ષ કર્યો.

5) સોક્રેટીસ એક અત્યંત દ્રુષ્ટ માણસ હતો જે એક મહાન ફિલોસોફર બન્યો.

6) વિકલાંગ છોકરો કે જે રમતોમાં ભાગ લેવા માટે અસમર્થ છે. તે મહાન વિદ્વાન બને છે.

7) યુવાન જે તેના પીઅર જૂથના સભ્યોમાં ટૂંકો/નીચો હોય છે. તે પોતાની જાતને લંબાઈ ઓછી હોવીએ ઉણપ તરીકે જુએ છે અને તેના કારણે વધુ પડતા આક્રમક અને હિંમતવાન બને છે.

8) કન્ડેન્સેશન (ઘનીકરણ)

  • એક જ શબ્દ અથવા વાક્ય સાથે વિચારોના જૂથને વ્યક્ત કરીને,વિચારોના જૂથ સાથે સંકળાયેલી બધી ભાવનાઓ સાથેના એક જ વિચારની પ્રતિક્રિયા આપવાનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ

  • વ્યક્તિ અનેક પ્રકારની માનસિક બિમારીઓ માટે અને ભયઅને શરમની લાગણી માટે ટૂંકાગાળાના અભિવ્યક્તિ તરીકે વિશ્વને “પાગલ” કહે છે.

9) ડિનાઇલ : અસ્વીકાર

  • અસ્વીકાર એ એક સૌથી સામાન્ય સંરક્ષણ પદ્ધતિ છે.
  • તે ત્યારે થાય છે જ્યારે તમે વાસ્તવિકતા અથવા તથ્યો સ્વીકારવાનો ઇનકાર કરો છો.
  • તમે તમારા મનમાંથી બાહ્ય ઘટનાઓ અથવા સંજોગોને અવરોધિત કરો છો જેથી તમારે ભાવનાત્મક પ્રભાવનો સામનો કરવો ન પડે.
  • બીજા શબ્દોમાં કહીએ તો એકદમ વ્યાપક રીતે જાણીતું પણ છે.
  • તમે દુ:ખદાયક લાગણીઓ અથવા ઘટનાઓને ટાળો છો. (દુર ભાગો છો) આ સંરક્ષણ મિકેનિઝમ.
  • “તેઓ ઇનકારમાં છે” તે વાક્યનો અર્થ સામાન્ય રીતે સમજાય છે કે કોઈ વ્યક્તિ આજુબાજુના લોકોની વાસ્તવિકતાને સ્પષ્ટ જોઇ શકે છે છતાં ટાળી રહ્યું છે.

10) સબસ્ટીટ્યુશન

  • આ એક એવી જાતનું મિકેનિઝમ છે કે જેમાં નક્કી કરવામાં આવેલ ઇચ્છાઓ આપણે પૂરી ન કરી શકીએ ત્યારે એના જેવી જ બીજી કોઈ ઇચ્છાઓ ને પૂરી કરીને એડજસ્ટ કરીએ છીએ. નક્કી કરવામાં આવેલ ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મહેનત કર્યા પછી પણ નિષ્ફળતા મળશે એવો ખ્યાલ હોય ત્યારે આ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ કે જેને ખબર છે કે મને મેડિકલમાં એડમિશન નહિ મળે એ પોતાની જાતને નર્સિંગમાં એડમિશન લઈને સંતોષ મેળવે છે.
  • એક વ્યક્તિ મોટી ઇન્ડસ્ટ્રીનો માલિક બનવા ઈચ્છતો હોય પરંતુ એ નહીં બની શકે એના લીધે એને મૂંઝવણ અને ટેન્શન થાય છે આ ટેન્શનને દૂર કરવા તે નાની ઇન્ડસ્ટ્રીનો માલિક બને છે અને પોતાની જાતને સંતોષ માને છે.

11) વિથડ્રોવલ

  • અમુક લોકો જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ ઉત્પન્ન થાય અથવા મુશ્કેલ કાર્ય હોય તેનાથી પોતાની જાતને હંમેશા દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. અને ડેવલપ ન થવાનું મુખ્ય કારણ નિષ્ફળ થવાની બીક છે. આ બીકને લીધે જવાબદારીઓ બાંધવામાં સફળતા નહીં મળે એવી બીક લાગતી હોવાથી તે બીજાની કંપની કરશે નહીં તે હંમેશા પોતાના ઘરમાં ભરાઈ રહેશે. કોઈપણ જાતની સોશિયલ એક્ટિવિટી કે રમત ગમતમાં ભાગ લેશે નહીં. આ રીતે જુદા જુદા ક્ષેત્રમાં પોતાની આવડત વધારવાને બદલે એવા ક્ષેત્રમાંથી દુર ભાગીને પોતાના પ્રોબ્લેમથી દૂર રહે છે. પરંતુ હકીકતમાં તે જેમ દૂર થતી જાય છે તેમ તેમ વધારે એકલવાયી બનતી જાય છે.
  • ઉદાહરણ તરીકે કોઈ બાળક કે જેને રમત રમવામાં બીક લાગતી હોય અને તેને લાગતું હોય કે હું આ કામ કરી શકીશ નહીં તો તે પોતાના ડરને દૂર કરવા માટે તેનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે.

12) ઇન્ટેક્ચ્યુલાઇઝેશન (બૌદ્ધિકરણ)

  • ઉદાહરણ તરીકે, તે બદલવાની પ્રતિક્રિયા આપવાને બદલે વધુ પડતા તર્કનો ઉપયોગ છે. આલ્કોહોલિક અનામી મીટિંગમાં ભાગ લે તીસ્ત્રી જણાવે છે કે તે એક નર્સ છે અને આવી ઘણી પરિસ્થિતિઓ તેણે ટેકલ કરી છે. તીસ્ત્રી જણાવે બૌદ્ધિકરણદ્વારા, વ્યક્તિ વિચારશીલ, તર્ક અને વિષ્લેષણ કરવાની બૌદ્ધિક શક્તિઓનો ઉપયોગ ભાવનાત્મક મુદ્દાઓથી દૂર રહેવા માટે કરે છે. જે ખૂબ જ જોખમી અથવા પીડાદાયક હોય છે. મેન્ટલ હેલ્થ નર્સિંગમાં લાગણી હંમેશાં કેન્દ્રમાં હોય છે. પરંતુ તેમનો સામનો કરવા માટે થોડીક હિંમત અને આત્મવિશ્વાસની જરૂર હોય છે.
  • બૌદ્ધિકરણ એ તર્ક અને વિશ્લેષણની બૌદ્ધિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને તણાવ પૂર્ણ પરિસ્થિતિ સાથે સંકળાયેલ વાસ્તવિક લાગણીઓ વ્યક્ત કરવાનું ટાળવાનો પ્રયાસ છે.
  • તે દુ:ખદાયક ઘટનાઓ અથવા પરિસ્થિતિની લાગણીઓને તથ્યોને સ્વીકારવા સામેલ તથ્યોથી જુદા પાડવામાં આવે છે પરંતુ લાગણીઓને નહીં

ઉદાહરણ

  • ગંભીર અકસ્માતોની ચર્ચા કરતી વખતે વ્યક્તિ કોઈ ભાવનાત્મક અભિવ્યક્તિ બતાવતા નથી

Published
Categorized as Uncategorised