S.Y. – ANM – HEALTH CENTRE MANAGEMENT UNIT – 1 THE SUB CENTER

યુનિટ – 1

સબ સેન્ટર

મુખ્ય હેતુ

  • પ્રથમ યુનિટના અંતે તાલીમાર્થીઓને સબ-સેન્ટરનું સંચાલન અને એમાં થતા કાર્યનું સંચાલન. એ માટેની જરૂરી સાધન સામગ્રીને સેન્ટરમાં રાખતા જથ્થા વિશે સંપૂર્ણ માહિતી આપી શકશે.
  • આ સાથે દરેક આરોગ્ય કર્મચારી જેવા કે. આશા. આંગણવાડી વર્કર અને બીજા સાથી કર્મચારી સાથે કોમ્યુનીકેસન કરી સબસેન્ટરના એક્ટીવીટીપ્લાન તૈયાર કરી કિલનીક, સ્પેશિયલ પ્રોગ્રામ,મિટિંગ,કાઉન્સેલિંગ સેશન કરી શકશે.

ગૌણ હેતુઓ

આ યુનિટના અંતે વિદ્યાર્થીઓ:

  • સેન્ટરમાં થતા કાર્યનું સંચાલન સમય પત્રક પ્રમાણે કરી શકશે.
  • સબ સેન્ટર પર દરેક કાર્યનું સુયોગ્ય રીતે સંચાલન કરી શકશે.
  • આશા, આંગણવાડી વર્કર અને બીજા સ્વંયસેવક સાથે મળી સંપૂર્ણ માર્ગદર્શન પુરું પાડી શકશે.
  • સંકલન અને સહકારથી સ્વાસ્થ્ય સંસ્થાઓની સાથે જોડાઇને કાર્ય કરી શકશે.

પ્રસ્તાવના

  • સબસેન્ટર તે પેરીફરી માટે અને કોમ્યુનિટી માટેનો ખુબ જ અગત્ય નો કોન્ટેક્ટ પોઇન્ટ છે. હાલમાં તેને હેલ્થ અને વેલનેસ સેન્ટરના નામે ઓળખવામાં આવે છે. સામાન્ય વિસ્તારમાં દર ૫૦૦૦ની અને ટ્રાઇબલ (પહાડી,રણ) વિસ્તારમા ૩૦૦૦ની વસ્તીએ એક સબ સેન્ટર હોય છે.
  • દરેક વ્યક્તિ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવે તે માટે સરકારશ્રી મારફતે આયોજન કરવામાં આવેલ છે. આજે પણ આપણા દેશની ૬૯.૦૦% જેટલી વસ્તી ગામડામાં રહે છે અને ગ્રામીણ ક્ષેત્રે લોકોના આરોગ્યનું જતન કરવાની જવાબદારી સબસેન્ટરની હોય છે. આથી આરોગ્યની તમામ પ્રાથમિક સેવાઓ અહીં પુરી પાડવામાં આવે છે.

સબસેન્ટરના કાર્યો

૧. મેટરનલ હેલ્થની કેર આપે છે.

૨. નિયોનેટલ હેલ્થ સેવા આપે છે.

૩. ચાઈલ્ડ હેલ્થ નર્સિંગની સેવા આપે છે.

૪. મેન્ટલ હેલ્થ માટે કામ કરે છે.

૫. ન્યુટ્રીશનલ સ્ટેટસ માટે માર્ગદર્શન અને સારવાર આપે છે.

૬. રસીકરણ પણ આ સેન્ટરનું મુખ્ય કામ છે.

૭. ફેમિલી પ્લાનિંગઅને કોન્ટ્રાસેપ્ટીવ સેવાઓ આપે છે.

૮. રેફરલ સેવાઓ પુરી પાડે છે.

૯. પ્રાઈમરી કેર આપે છે.

૧૦. કાઉન્સેલિંગ કરી નિર્ણય લેવામાં મદદ કરે છે.

૧૧. સ્કુલ સેનીટેશન માટે ધ્યાન આપે છે.

૧૨. કોમ્યુનીકેબલ એન્ડ નોન કોમ્યુનીકેબલડીસીઝ ને અટકાવવા માટે માર્ગદર્શન પુરૂ પાડે છે.

૧૩. રીપ્રોડક્ટીવ હેલ્થ સર્વિસ પુરી પાડે છે.

૧૪. બેઝીક ઓપ્થેલમિક કેર આપે છે.

૧૫. બેઝીક ડેન્ટલ હેલ્થ કેર આપે છે.

૧૬. બેઝીક ઈ.એન.ટી(ઈઅર, નોઝ, થ્રોટ) કેર આપે છે.

૧૭. બેઝીક વૃધ્ધાવસ્થાની સારવાર પુરી પાડવામાં આવે છે.

૧૮. રસીકરણ દરમ્યાન છુટી ગયેલ બાળકો નું રસીકરણ કરવામાં આવે છે.

કોમ્યુનિટી હેલ્થ ઓફિસર

  • સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા જી.એન.એમ / બી.એસ.સી. નર્સીગ, બી.એ.એમ.એસ. પાસ કરેલ પેરામેડિક સ્ટાફને ૨ વર્ષના અનુભવ પછી રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન અને આઈ.આઈ.પી.એચ (IIPH-ઇન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ) દ્વારા ૬ મહિનાની તાલીમ પછી નિમણૂંક કરવામાં આવે છે.

એ.એન.એમ.(એ.એન.એમ.- ઓક્ઝીલરી નર્સ મીડવાઈફ)

  • એ.એન.એમ (એ.એન.એમ.-ઓક્ઝીલરી નર્સ મીડવાઈફ) એ વિલેજ લેવલે કોમ્યુનિટી અને આરોગ્ય સેવા વચ્ચેનો પ્રથમ સંપર્ક સેતુ છે.
  • સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ર(બે) વર્ષનો એ.એન.એમ નર્સિંગનો કોર્ષ પાસ કરેલ હોય અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાંથી રજીસ્ટ્રેશન કરાવેલ હોય અને સરકાર માન્ય પરીક્ષા પાસ કર્યા બાદ નિમણૂંક આપવામાં આવે છે.
  • તેઓને મુખ્યત્વે માતાઓ અને બાળકો ના આરોગ્ય ની જાળવણી માટે તાલીમબદ્ધ કરાવેલ હોય છે.

એ.એન.એમની ફરજો

  • વિવિધ આરોગ્યલક્ષી યોજના હેઠળ એક સ્ત્રી આરોગ્ય કાર્યકર અને એક પુરુષ આરોગ્ય કાર્યકર પેટા કેન્દ્ર પર મુકવામાં આવે છે અને તેમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજો નીચે મુજબ છે.

૧. માતા અને બાળકનું આરોગ્ય

  • સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી સગર્ભાવસ્થા દરમ્યાનની તમામ સંભાળ.
  • સગર્ભા માતાની ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવવી જેમાં યુરીન સુગર, આબ્લ્યુમીન, બ્લડપ્રેશર અને હિમોગ્લોબીન માટેની તપાસ કરવી.
  • દરેક સગર્ભા માતાની ગુપ્ત રોગો માટેની તથા બ્લડ ગ્રુપની તપાસ કરવી.
  • અસામાન્ય સુવાવડ માટે નજીકના રેફરલ યુનિટના ખાતે રીફર કરશે.
  • માથા થી લઇ પગ સુધી તપાસ કરશે.
  • આરોગ્ય શિક્ષણ આપશે.
  • હોસ્પિટલ સુવાવડ માટેની પૂર્વતૈયારી માટે સલાહ સૂચન આપશે.
  • રસીકરણ કાર્યક્રમને ધ્યાનમાં લઇ માતા તથા બાળકને રક્ષિત કરશે.
  • જન્મ અને માતા મરણની નોંધણી કરાવશે.
  • એન્ટીનેટલ અને પોસ્ટનેટલ માતાને ફોલીક એસીડ અને આર્યનની ગોળી આપશે.
  • ફેમીલી પ્લાનિંગ વિશે કાઉન્સેલિંગ કરશે.
  • રીફર કરેલા કેસોને રજા મળ્યા બાદ ફરી તેની મુલાકાત કરશે.
  • પોતાના વિસ્તારમાં સુવાવડ થયેલ માતાની ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લેશે.
  • ફેમિલી હેલ્થ સર્વે કરશે.
  • ટેકો પ્લસમાં એન્ટ્રી કરવી.

૨. કુટુંબ કલ્યાણ સેવા

  • લાયક દંપતી તથા બાળકોની સંખ્યાનુ રજીસ્ટ્રેશન કરવું.
  • કુટુંબ કલ્યાણ માટે લોકોમાં વ્યક્તિગત તથા જુથમાં આરોગ્ય સંદેશા આપશે.
  • કુટુંબ કલ્યાણના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે તમામ પ્રયત્નો કરશે.
  • કુટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશેની સમજણ અને માહિતી પુરી પાડે.
  • કુટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થીને ફોલો અપ કરશે. કુટુંબ કલ્યાણ પદ્ધતિની આડઅસરો અને બધી જ સાચી માહિતી પુરી પાડશે.

૩. આંગણવાડી મુલાકાત

  • દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખુબ જરૂરી છે. આ દરમ્યાન બાળકો તથા માતાની મુલાકાત લેવી.
  • બાળકો અને માતાના આરોગ્યની જરૂરીયાત ને અનુલક્ષીને સેવાઓ આપવી અને તેમને શાંતીપુર્વક સાંભળવા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવું.

૪. ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી.
  • સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો.
  • એઇડસ, હીપેટાઈટીસ-બી વગેરે ની માહિતી આપવી.
  • રોગોના અટકાયતી પગલાઓની સમજણ આપવી.

૫. બિન-ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • બિન-ચેપી રોગો જેવા કે કેન્સર,ડેફનેસ, બ્લાઈન્ડનેસ ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ, મેન્ટલ ઈલનેસ, સનેસ, ઓક્યુપેશનલ ડિસીઝ એન્ડ સ્ટ્રોક અટકાવવા અને નિયંત્રણ માટે નીચે મુજબના પ્રોગ્રામ ચાલે છે જેનું ફીમેલ હેલ્થ વર્કરેને જાણ હોવી જોઈએ જેથી તે લોકો ને માર્ગદર્શન પૂરું પાડી શકે.
  • એન.ટીસી.પી.– નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ.
  • એન.પી.સી.ડી.સી.એચ.– નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર,ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક.
  • એન.પી.સી.ટી.ઓ.– નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝ.
  • એન.પી.પી.સી.ડી.– નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ. (રાષ્ટ્રીય બધિરતા નિયંત્રણ અને નાબુદી)
  • એન.એમ.એચ.પી.– નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ.
  • એન.પી.સી.બી.વી.– નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ( રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ).
  • પી.એમ.એન.ડી.પી.– પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ.
  • એન.પી.એચ.સી.ઈ. -નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી (રાષ્ટ્રીય વૃધ્ધજન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ) :-
  • એન.પી.પી.એમ.વી.આઈ.– નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ બર્ન ઈજ્યુરી.
  • એન.ઓ.એચ.પી.– નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ.

૫. જીવંત આંકડાઓનુ એકત્રીકરણ અને રીપોર્ટિંગ

  • નિયમિત આંકડાઓ ભેગા કરવા.
  • બરાબર રીપોર્ટિંગ કરવું.
  • જન્મદર, મૃત્યુદર, બાળમૃત્યુદર અને માતામરણ દરની માહિતી લેવી.
  • મૃત્યુના કારણો જાણી નોંધ કરવી.

૬. આરોગ્ય શિક્ષણ

  • ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
  • બેનર,ભીંત સુત્રો, ટીવી.,પૅમ્ફલેટ, પોસ્ટર જેવા એ.વી.એઇડસ વડે માહિતી આપવી.

૭. શાળા આરોગ્ય કાર્યક્રમ

  • આરોગ્ય શિક્ષણ આપવું.
  • શાળાના બાળકોની તપાસ કરવી.
  • જરૂર હોય તેવા બાળકોને તરત સંદર્ભ સેવાઓ આપવી.
  • આંખની ખામી, કૃમિ અને નાની તકલીફોની સારવાર સ્થળ પર જ આપવી.

૮. તાલીમ અને શિક્ષણ

  • પેરા મેડિકલ કોર્ષના વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
  • આશા અને આંગણવાડી કાર્યકરને તાલીમ અને જરૂરી શિક્ષણ આપવું.

૯. રેફરલ સેવાઓ

  • પાયાની સારવાર આપ્યા બાદ નજીકના એફ.આર.યુ.માં રીફર કરવું.

૧૦. સંશોધન કાર્ય

  • જન્મદર, મૃત્યુદર, બાળમૃત્યુદર, અને માતામરણ દરની માહિતી મેળવવી.
  • કેવા પ્રકારના રોગો ક્યારે થાય છે તે વિશેની માહિતી મેળવવી.

૧૧. લેબોરેટરી સેવા

  • હિમોગ્લોબીનની તપાસ.
  • પેશાબની તપાસથી સગર્ભાવસ્થાની જાણકારીનો ટેસ્ટ.
  • પેશાબની તપાસથી પ્રોટીન અને સુગર જાણવાનો ટેસ્ટ.
  • લોહીમાં સુગરનું લેવેલ જાણવાનો ટેસ્ટ.
  • સ્લાઈડ દ્વારા તેમજ આર.ડી.ટી. ( રેપીડ ડાયાગ્નોસ્ટીક કીટ) દ્વારા મેલેરિયાનો ટેસ્ટ.
  • સિકલસેલ રેપીડ ટેસ્ટ.
  • ટી.બી. ના ટેસ્ટ માટે સ્પુટમ ટેસ્ટ.

આશા(એ.એસ.એચ.એ.- એક્રીડેટેડ સોશીયલ હેલ્થ એક્ટીવીસ્ટ)

  • આશા (એ.એસ.એચ.એ.- એક્રીડેટેડ સોસીયલ હેલ્થ એક્ટીવીસ્ટ) નો આરોગ્યની સેવામાં ખુબ જ મહત્વનો ભાગ છે.
  • આશાએ એક એવી સ્ત્રી છે કે જે પોતાના ગામની જ પરિણીત, ત્યક્તા (ડીવોર્સી) કે વિધવા અને ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ કરેલ હોય તેમજ ૨૫ થી ૪૫ વર્ષની ઉંમર હોય તેને ૧૦૦૦ ની વસ્તીએ ગ્રામ પંચાયત દ્વારા પસંદ કરાયેલ હોય છે.

આશાની ફરજો

૧. ગામ લોકોને જાણવા.

૨. આરોગ્ય ની યોજનામાં ભાગ લેવામાં મદદ કરે.

૩. વિચાર વિનિમય દ્વારા આરોગ્યની વર્તણુંકમાં ફેરફાર લાવે.

૪. ગ્રામજનો અને આરોગ્ય કાર્યકર વચ્ચે લિંક તરીકે કામ કરે છે.

૫. ડેપો હોલ્ડર તરીકે ભાગ ભજવે છે.

૬. પ્રાથમિક સારવાર આપવી.

૭. સમસ્યાઓનું કાઉન્સેલિંગ કરવી.

૮. દર્દી ને દવાખાના સુધી મોકલવા.

૯. મમતા દિવસમાં ભાગ ભજવવો.

૧૦. સામાન્ય બીમારીની સારવાર કરવી.

૧૧. જોખમી સગર્ભાનું કાઉન્સેલિંગ કરી અને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સાથે જવું.

૧૨. બધા રજિસ્ટર મેઈંટેન કરવા.

૧૩. મમતા દિવસ માટેના કાર્યોનું લિસ્ટ બનાવવું.

૧૪. લોકોને આરોગ્ય યોજનાઓ અંગે માહિતગાર કરવા.

૧૫. મેલેરિયા પ્રોગ્રામ અંતર્ગત તાવની સારવાર અને સ્લાઈડ તૈયાર કરી લેબમાં મોકલવી.

૧૬. ટીબી સ્ક્રિનિંગ અને લેપ્રસી સ્ક્રિનિંગ કરવું.

સબસેન્ટર દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધા

  • ૧. સગર્ભાવસ્થા સમયે અને બાળ જન્મ દરમિયાન અપાતી સારવાર.
  • ૨. નીયોનેટ અને ઇન્ફન્ટ સ્વાસ્થ્ય સેવાઓ.
  • ૩. બાળ અને કિશોરાવસ્થા સ્વાસ્થ્ય સેવાઓ.
  • ૪. કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ અને રીપ્રોડક્ટીવ હેલ્થ કેર સેવાઓ.
  • ૫. નેશનલ પ્રોગ્રામ પ્રમાણે ચેપી રોગો ની સારવાર.
  • ૬. બિન-ચેપી રોગો નુ સ્કીનિંગ, પ્રીવેન્શન, કંટ્રોલ અને મેનેજમેન્ટ કરવું..
  • ૭. નાની તકલીફો અને સામાન્ય ચેપી રોગોની ઓ.પી.ડી. દ્વારા સારવાર આપે છે.
  • ૮. માનસિક સ્વાસ્થ્ય તકલીફ નું સ્ક્રીનિંગ અને બેઝીક સારવાર અને સલાહ આપે છે.
  • ૯. બેઝીક ઓપ્થેલમીક સારવાર પુરી પાડે છે.
  • ૧૦. બેઝીક ઈ.એન.ટી. સારવારપુરી પાડે છે.
  • ૧૧. બેઝીક ઓરલ હેલ્થ સારવાર પુરી પાડે છે.
  • ૧૨. બેઝીક વૃધ્ધાવસ્થાની સેવાપુરી પાડે છે.
  • ૧૩. ઈમરજન્સી મેડિકલ સેવાપુરી પાડે છે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  • સબ સેન્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલી જગ્યા હોવી જોઇએ કે જેમાં સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાઓનો ગ્રામીણ ક્ષેત્રે (ગ્રાસ-રૂટ લેવલે પુરેપુરી) ક્ષમતા સાથે અમલ કરી શકાય, જેમાં સાથે સાથે 30 થી વધારે વ્યક્તિઓના વેટીંગ એરીયાની સુવિધા પણ હોવી જોઇએ.
  • પાણીની વ્યવસ્થા
  • યોગ્ય સુએજ વ્યવસ્થા.
  • સ્ત્રી અને પુરુષ માટે ટોઈલેટની અલગ વ્યવસ્થા.
  • જનરેટરની વ્યવસ્થા સાથે ઇલેક્ટ્રિક સપ્લાય,
  • દવાઓ રાખવાની અને સાચવાની જગ્યા.
  • નિદાન કરવાની વ્યવસ્થા હોય અને સુવાવડ કરાવવાની વ્યવસ્થા
  • સ્વાસ્થ્ય સુધારા માટે યોગા, મેડિટેશન વગેરેની પ્રેક્ટિસ માટે રૂમની વ્યવસ્થા.
  • આઈ.ઈ.સી (આઈ.ઈ.સી.-ઈન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન)મટીરિયલ્સ સાચવવાની જગ્યા.
  • આઈ.ઈ.સી મટીરિયલ્સ કે જે સ્વાસ્થ્ય જાગૃતિ માટે ટી.વી, ઈલેક્ટ્રોનીક ડીસપ્લે બોર્ડ વગેરે હોવું જરૂરી છે જેથી તેને પ્રદર્શિત કરી શકાય, તેની સુવિધા હોવી પણ જોઇએ.
  • આરોગ્ય કર્મચારીઓ માટે પુરતી સગવડ ધરાવતી રહેવાની વ્યવસ્થા.
  • સ્વાસ્થ્ય વૃદ્ધિ અને સમુદાય સંગઠન(હેલ્થ પ્રમોશન એન્ડ કોમ્યુમનીટી ગ્રુપ)
  • સ્વાસ્થ્ય વૃદ્ધિ લાવવા માટે સમુદાય સંગઠનોની મદદ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે સ્વાસ્થ્ય સુધારવાની કામગીરી કરવાની છે. જેમાં નીચેના જન-સમુદાયને આંતરવામાં આવેલ છે.
  • વી.એચ.એસ.સી. (વિલેજ હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી-વિલેજ હેલ્થ એન્ડ સેનીટેશન.
  • એમ.એ.એસ. – મહિલા આરોગ્ય સમિતિ
  • એસ.એચ.જી. – સેલ્ફ હેલ્પ ગ્રુપ.

સબ-સેન્ટર એક્ટિવિટી પ્લાન

પેટા કેન્દ્ર પર કાર્યક્રમ નુ આયોજન

  • એ.એન.એમ કોમ્યુનિટીના લોકોની જરૂરીયાત શોધી, તેને પુરી પાડવા માટે જરૂરી એવા મટીરીયલનું પ્લાન બનાવે છે, મટીરીયલ્સની માંગણી કરે છે અને જ્યાં ડીમાંડ હોય ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેને સબ સેન્ટરનું પ્લાનિંગ કહે છે.

પેટાકેન્દ્ર પર કોઈપણ કાર્યક્રમ કરવો હોય તો તેનુ આયોજન નીચે મુજબ કરવુ.

૧. કાર્યક્રમને ઓળખો.

૨. લોકોને ઓળખો.

૩. વિગતવાર આયોજન કરો.

૪. કાર્યક્રમના હેતુઓ નક્કી કરવા.

૫. સુઆયોજિત કાર્યક્રમનો અમલ.

૬. મૂલ્યાંકન.

૧. કાર્યક્રમને ઓળખો.

  • આરોગ્યના દરેક કાર્યક્રમ વિશે આપણે માહિતગાર હોવા જોઈએ. તે માટે ઉપલબ્ધ સમગ્ર સાહિત્ય અને પ્રગતિ અહેવાલો સર્વેક્ષણો વગેરે મેળવી તેનો અભ્યાસ કરવો.
  • આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત દરેક પ્રકારની તાલીમ આપવામાં આવે તે મેળવી કાર્યક્રમના અમલીકરણ માટે તેનો ઉપયોગ કરવો.
  • ભારત સરકાર તરફથી સુચવાયેલ નવા પત્રકો બરાબર સમજી તે ભરવા અને તેનો ઉપયોગ કરી સેવાની ગુણવત્તામાં સતત સુધારો લાવવા પ્રયત્ન કરવા.
  • વારંવાર ફીલ્ડમાં જઈને આરોગ્યના કાર્યક્રમો કયાં કારણસર અમુક વિસ્તારમાં સફળ કે નિષ્ફળ ગયા છે તેનો ઉંડાણ પૂર્વકનો અભ્યાસ કરવો.
  • ફિલ્ડમાં અવલોકન (ઓબ્ઝર્વેશન) તથા અનુભવને આધારે શિક્ષણ કાર્યક્રમને સબંધિત સૌ કોઇ સાથે ચર્ચા કરી આખરી રૂપે તેને અમલમાં મુકતા પહેલા કઇ કઇ મુશ્કેલીઓ છે તે સમજવી તથા તેના ઉપાય શોધવા.

૨. લોકોને ઓળખો

  • તમારા વિસ્તારના લોકો વિશે શક્ય એટલી માહિતી એકઠી કરી તેની નોંધ એક નોંધપોથીમાં જુદા જુદા વિભાગો પાડી નોંધવી.
  • લોકો વિશેની માહિતીમાં મુખ્યત્વે જીલ્લા, તાલુકા તથા સબસેન્ટરની વસ્તી આવરી લેવી.
  • પોતાના ક્ષેત્રિય વિસ્તારની પ્રત્યેક ગામની વસ્તી આવરી લેવી.
  • ગામ પ્રમાણે લાયક દંપતી અને લક્ષિત દંપતીની યાદી બનાવવી.
  • ગામ પ્રમાણે લોકોમાં શિક્ષણ સ્તર ધ્યાનમાં લેવું.
  • લોકોની આર્થિક સ્થિતિ ઓળખવી.
  • ધર્મ, ધંધો, રિતી-રિવાજ અને તહેવારને પણ ધ્યાનમાં રાખવા.
  • આરોગ્યમાં અવરોધરૂપ બનતા સામાજિક સાંસ્કૃતિક પરિબળો ઓળખવા.
  • આરોગ્યના કાર્યક્રમ પ્રત્યે લોકોની રુચિ,જ્ઞાન,વલણ અને આચરણને ધ્યાનમાં રાખો.
  • ઉપરોક્ત બાબત માટે ઔપચારિક અને અનૌપચારિક આગેવાનોના અને ગામના સેવાભાવી ભાઈ-બહેનોની યાદી બનાવી તેમના સંપર્ક સાધવો.
  • મોટીવેટર, શિક્ષકો, આંગણવાડી બહેનો, તલાટી કમ મંત્રી, પંચાયતના સભ્યો વગેરેના સંપર્ક માટે અનુકૂળ સમયે અને અગત્યની માહિતી મેળવવી.

૩. વિગતવાર આયોજન કરો

આયોજન (પ્લાનિંગ) કરતી વખતે લોક ભાગીદારી ભૂલવી નહી, ગ્રામ્ય કક્ષાએ તમારા નેતૃત્વમાં નીચેના સભ્યનું બનેલું જૂથ તૈયાર કરવુ.

  • આંગણવાડી કાર્યકર.
  • મહિલા સ્વાસ્થ્ય સંઘ
  • ગામની કડી-રૂપવ્યક્તિઓ.
  • યુવક મંડળના હોદ્દેદાર.
  • મહિલા મંડળના સભ્યો.
  • આ સભ્યો આપણને કૌટુંબિક (ફેમીલી) સર્વેમાં તેમજ અન્ય કામગીરીમાં સહભાગી બનશે.
  • આ સિવાય જન્મ-મરણની નોંધ, લગ્ન અને રોગચાળાના અહેવાલ પહોંચાડવામાં મદદરૂપ થશે.
  • એ.એન.એમ ને સાથે રાખી ને જવાબદારીની વહેંચણી કરી અને પેટા કેન્દ્રના સર્વે માટેનું વિભાજન કરવું.
  • સામુદાયિક જરૂરિયાતોનું અસેસમેન્ટ માટે કાઉંસેલિંગ કરવું અને જૂથના સભ્યોને સામેલ રાખવા.

જેને સલાહકાર જૂથ પણ કહી શકાય. જેમાં….

  • ગ્રામ પંચાયતના સભ્યો.
  • ધર્મગુરુ, પાદરીઓ, મૌલાના વગેરે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો.
  • ગામની અનૌપચારિક સંસ્થાના સભ્યો.

૪. કાર્યક્રમના હેતુ નક્કી કરવા

  • વાર્ષિક, છ માસિક, ત્રિમાસિક, માસિક અને સાપ્તાહિક કે દૈનિક કાર્યક્રમોનું આયોજન કરો.
  • માતૃબાળ કલ્યાણ (એમ.સી.એચ.મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ) ક્લિનિક, મમતા દિવસ, કુટુંબ નિયોજન કેમ્પ, મીટીંગ, સેશન અને અન્ય આયોજન કરો.
  • આર.સી.એચ(રીપ્રોડક્ટીવ ચાઈલ્ડ હેલ્થ) નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવું.
  • કાર્યક્રમ અને લોકો વિશેની માહિતીનો ઉપયોગ કરી કામના આયોજનનું માળખું તૈયાર કરો.
  • સ્થળ, તારીખ, સમય અને વાર નક્કી કરી જાહેર સ્થળ પર લખાણ મૂકો. જેમ કે ગામના ચોરે, દૂધ મંડળી ઉપર, રેશનની દુકાન પર વગેરે.
  • લાભાર્થીની યાદી તૈયાર કરો.
  • લાભાર્થીની યાદી મુજબની જરૂરિયાતની તમામ વસ્તુઓ જેવી કે રસીઓ, સાધનો, સામગ્રી, કાર્ડ તથા અન્ય જરૂરી રેકોર્ડ રિપોર્ટ તૈયાર રાખો.
  • જરૂરી તમામ રીસોર્સિસ શોધી કાઢી અને તેનો પુરેપુરો ઉપયોગ કરવાના પ્રયત્નો કરો .

૫.સુઆયોજિત કાર્યક્રમનો અમલ

  • ઉપરોક્ત આયોજન પ્રમાણે અમલીકરણ કરો.
  • ઓળખી કાઢેલ જરૂરીયાતને લક્ષ્યમાં લઇને દરેક સેવાઓના લક્ષ્યાંક નક્કી કરો.
  • જોખમી જૂથોને ઓળખી કાઢો.
  • કાર્યભાર અને દરેક સેવાઓના પ્રકાર પ્રમાણે સાધન સામગ્રી અને જરૂરિયાતો અંદાજ પ્રમાણે મેળવી લો.
  • સબ સેન્ટરના દરેક ગામમાં જરૂરી જુદા જુદા પ્રકારની સેવાઓની યાદી પ્રમાણે પૂરી પાડવાની થતી સેવાઓ માટે અઠવાડિયા નક્કી કરો.

૬.મૂલ્યાંકન

  • આયોજન(પ્લાનિંગ) સાથે મૂલ્યાંકન કેવી રીતે કરવું તેનો માપદંડ કેવા રાખવાં તથા મૂલ્યાંકન કઇ કક્ષાએ કોણ કરશે?તે પણ નક્કી કરવું જોઈએ. મૂલ્યાંકન અને સતત પ્રક્રિયા હોવાથી કાર્યક્રમના અમલ સાથે મૂલ્યાંકનની પ્રક્રિયામાં પણ જરૂરી ફેરફારો કરવા જોઈએ અને પછી આખરી મૂલ્યાંકન કરવું જોઈએ. એક બે ઉદાહરણ દ્વારા તેને સમજાવવું જોઈએ.
  • દા.ત. ઇમ્યુનાઇઝેશન પહેલા લાભાર્થીની યાદી તૈયાર રાખવી, તે પ્રમાણે રસીનો જથ્થો લાવી શકાય તથા સેશન દરમિયાન રસીઓ ખુટવી, લાભાર્થી ને પાછા મોકલવાનું બનતું નથી. દા.ત.૧૦૦% ટકા સગર્ભા માતાને રસીકરણ કરવું છે.
  • માસિક આશરે ૧૦% સગર્ભા માતા નવી મળવી જોઈએ જો તેનાથી ઓછી મળે તો આપણા મૂલ્યાંકન દ્વારા જે નથી મળી તે શોધી શકાય અને તે માટે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
  • આયોજન મુજબના કામમાં શરૂઆતમાં મુશ્કેલ લાગવા છતાં પાછળથી તે ખૂબ જ ઉપયોગી બનશે અને માનસિક અશાંતિ, તણાવ અને છેલ્લી ઘડીએ દોડધામથી ઉગારી લેનાર સુટેવ તરીકે પુરવાર થશે અને ભૂલોનું પ્રમાણ ઘટી જશે. હકીકતમાં વૈજ્ઞાનિક આયોજનથી શક્તિ અને ખર્ચ બંનેમાં રાહત રહે છે.
  • આમ, સૂક્ષ્મ અને વિસ્તૃત આયોજન એ કાર્યક્રમ તથા કાર્યકર બંને માટે ખૂબજ લાભદાયી નીવડે છે.

જન-સામુદાયિક જરૂરિયાતોની આકરણી (મૂલ્યાંકન) (કોમ્યુનીટી નીડ અસેસમેન્ટ)

  • ભારત સ્વતંત્ર થયા બાદ આપણા દેશમાં પંચવર્ષીય યોજના નો અભિગમ શરૂ કરવામાં આવ્યો. તેના ભાગરૂપે વિવિધ લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા અને કુટુંબ નિયોજનના કાર્યક્રમને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે 1952માં અપાવનાર વિશ્વભરમાં ભારત પ્રથમ દેશ હતો.
  • ભારત જેવા વિકાસ-શીલ દેશમાં પૂરજોશમાં વધતી જતી વસ્તી એક મોટી સમસ્યા છે. અને તમામ વિકાસને રુંધતી એક સમસ્યા છે અને સમસ્યાનો હલ કરવા માટે તથા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે 1977 થી રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.
  • આ સમય દરમિયાન લક્ષ્યાંક સીધો અભિગમ હતો જેમાં ઉપરના લેવલથી દરેક કાર્યકર માટે આંકડાકીય લક્ષ્યાંક આપવામાં આવતા હતા. તે લક્ષ્યાંક ફરજિયાત સિધ્ધ કરવો તેવી ફરજ પાડવામાં આવતી હતી.પરિણામે આ અભિગમ નિષ્ફળ નીવડયા હતા.
  • જેના અમુક કારણો આ મુજબ હતા.

લક્ષ્યાંક અભિગમ નિષ્ફળ થવાના કારણો: ( ટાર્ગેટ ફ્રી એપ્રોચ)

  • પાયાના કર્મચારીમાં વૈજ્ઞાનિક સમજનો અભાવ.
  • આંકડાકીય લક્ષ્યાંક પૂર્ણ કરવા વહીવટી તંત્રનું ભારે દબાણ.
  • ઝુંબેશના સમયમાં જ વધુ કામગીરી કરવાનો સત્તાધિકારીઓનો આગ્રહ .
  • મોટીવેશનની લાલચમાં કામગીરીની ગુણવત્તા ઘટી ગઈ.
  • દા.ત. મોટી ઉંમરે નસબંધી તથા વધારે બાળકો વાળાનો પણ સમાવેશ કરતા હતા.
  • આમ આંકડાકીય અભિગમને લીધે લક્ષ્યાંક સિદ્ધ કરવા છતાં પણ ગુણવત્તા સભર શિક્ષણ અને સેવાઓનો અભાવે સમય મર્યાદામાં જન્મદરમાં ઘટાડો થયો નહીં. કુટુંબ કલ્યાણ કાર્યક્રમ આખરી ધ્યેય વસ્તીમાં સ્થિરતા લાવવાનું હતું અને તે ગુણવત્તા સભર આરોગ્યની તમામ સેવાઓ દ્વારા જ પાર પાડી શકાય. લોકોને ખરેખર જરૂરિયાત પર આધારિત જન્મ વચ્ચે અંતર રાખતી પદ્ધતિના ઉપયોગ ને વેગવાન બનાવી આ હાંસલ કરી શકાશે .
  • અભિગમ શરૂઆતમાં જે લક્ષ્યાંક મુક્ત અભિગમી (ટી.એફ.એ- ટાર્ગેટ ફ્રી એપ્રોચ) તરીકે ઓળખાયો હતો. પાછળથી તે [સામુદાયિક જરૂરિયાતોની આકરણી (સી.એન.એ- કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ)તરીકે ઓળખાયો.
  • લક્ષ્યાંક મુક્ત અભિગમ ( ટાર્ગેટ ફ્રી એપ્રોચ)”તે સામુદાયિક જરૂરિયાતો ની આકરણી સેવાની શરૂઆત 1997થી થઈ હતી.

લક્ષ્યાંકમુક્ત અભિગમમાં કઈ બાબતોને આવરી લેવામાં આવતી હતી?

  1. દાંપત્ય જીવન અને જાતીય સંબંધને નિર્ભય અને સલામત માણવામાં આરોગ્ય સેવાની મદદ.(ચેપ લાગશે ગર્ભ રહી જશે તેવા ડર વિના)
  2. વણ ઈચ્છિત ગર્ભાધાન અટકાવવા માટેના શિક્ષણ અને સેવા ઉપર વધુ ભાર આપવો.
  3. પ્રજનનતંત્રને લગતા રોગનું નિદાન અને સારવાર .
  4. જાતીય સંસર્ગજન્ય રોગો તથા એઇડ્સ અટકાવ અંગેના પગલાઓ.
  5. મહિલાઓમાં થતા કેન્સરથી મૃત્યુનું વહેલાંસર નિદાન અને સારવાર
  6. સતત ગુણવત્તા સભર સેવાઓ.
  7. વિકેન્દ્રિત આયોજન (પાયાથી શરૂ કરી ઉપરની તરફનું આયોજન)
  8. જનસહયોગ પ્રાપ્ત કરવો એટલે કે લોક ભાગીદારી તથા લાભાર્થીલક્ષી અભિગમથી લાભાર્થીને પૂરો સંતોષ આપવો અને જરૂરિયાત મુજબની તમામ સેવાઓ સમયસર મળે તેવો અભિગમ કેળવવો.
  9. લોક-લક્ષી અભિગમ એટલે લોકોની આરોગ્ય અંગેની જરૂરિયાતને લક્ષમાં રાખીને અપનાવવાનો અભિગમ આ અભિગમમાં એ.એન.એમ. એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે પોતાની સિદ્ધિના ધોરણ જાતે જ નક્કી કરવાના હોય છે અને તેનો અસરકારક રીતે અમલ કરવાનો હોય છે.

આ અભિગમ મારફતે તેઓને ખરેખર જરૂરિયાતોના આધારે સમુદાયને પૂરી પાડવામાં આવે છે કારણ કે આમાં પદ્ધતિસર મુલ્યાંકન કરવામા આવે છે. અને તેની આ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ હોય છે.

સામુદાયિક જરૂરિયાતોની આકરણી(કોમ્યુનીટી નીડ એસેસમેન્ટ)ના હેતુઓ:

જનસમુદાયની આકરણીના હેતુઓ નીચે મુજબ છે.

  • સેવાઓનો અગ્રતાક્રમ નક્કી કરવામાં મદદરૂપ થાય છે.
  • લાયક અને લક્ષિત જૂથ અલગ ઓળખવામાં મદદરૂપ થાયછે.
  • જોખમી જૂથ અલગ ઓળખવામાં મદદરૂપ થાય છે.
  • સેવાઓનો સાચો અંદાજ મેળવવા માં મદદરૂપ થાયછે.
  • જરૂરી સાધનસામગ્રી મેળવવામાં મદદરૂપ થાય છે.
  • અગાઉના વર્ષની ખરેખર સિદ્ધિ સાથે સરખામણી કરવામાં મદદરૂપ થાય છે.
  • કર્મચારી માટે વાસ્તવિક કાર્ય આયોજન વિકસાવવામાં મદદરૂપ થાયછે.
  • અપેક્ષિત સેવાનું કદ નક્કી કરવા માટે.

કોમ્યુનિટીની જરૂરિયાત(કોમ્યુનીટી નીડ એસેસમેન્ટ) જાણવાના પગથિયાં અને પ્રક્રિયા

પગથીયું-૧

કાર્યકારી જૂથ તૈયાર કરો:

  • એ.એન.એમ/એમ.પી.એચ.ડબલ્યુ.
  • આંગણવાડી વર્કર.
  • તાલીમ પામેલ કાર્યકર.
  • મહિલા સ્વાસ્થ્ય સંઘ.
  • આશા વર્કર અને અન્ય કડી રૂપ યુવતીઓ અનેક યુવક મંડળના હોદ્દેદાર.

પગથીયું-૨

સલાહકાર જૂથ તૈયાર કરો:

  • પંચાયતના સભ્યો.
  • શિક્ષકો.
  • પાદરી-ધર્મગુરુ.
  • ઓપીનિયન આગેવાનો વગેરેનું સલાહકાર જૂથ બનાવો.

પગથીયું-૩

કાર્યકારી જૂથની મદદથી ગ્રહ લક્ષી સર્વે કરો:

  • સર્વે કરવા માટે નિયત નમૂનો બનાવો.
  • કેવી રીતે માહિતી મેળવશો તેની ચર્ચા કરો.
  • વિસ્તાર મુજબ કામગીરીની સોંપણી કરો.
  • કેવા પ્રશ્નો પૂછવા તેની યાદી તૈયાર કરો.
  • સમય મર્યાદા નક્કી કરો.

પગથીયું-૪

સલાહકાર જૂથની મદદથી ગૃહલક્ષી મોજણીનું મૂલ્યાંકન કરો:

  • વધુ માહિતી એકઠી કરવા માટે સલાહકાર જુથનો સંપર્ક કરો.
  • મોજણી દ્વારા એકઠી કરાયેલી માહિતીની સચ્ચાઈ નક્કી કરો. જરૂર જણાય તો સલાહકાર જૂથની મદદ લો.

પગથીયું-૫

સેવાઓનો તાગ મેળવો:

  • સર્વેની માહિતીના એનાલીસીસ (પૃથક્કરણ)ના આધારે દરેક આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓનો તાગ મેળવો.
  • કેટલા ૦ થી ૧ વર્ષવાળા બાળકો છે.?
  • કેટલા ૧ થી ૩ વર્ષના બાળકો છે.?
  • કેટલા ૩ થી ૫ વર્ષના બાળકો છે.?
  • કેટલી સગર્ભા માતા છે.?
  • જોખમી માતાને અલગ તારવવી.

પગથીયું-૬

સાધન સામગ્રીનું લીસ્ટ તૈયાર કરો.

  • અપેક્ષિત સેવાઓના વિસ્તારને અનુરૂપ ખાસ જરૂરિયાતો નક્કી કરો.
  • પુરવઠો મેળવવા માટે રજૂઆત કરો.
  • કેટલા વેક્સીનની જરૂરિયાત રહેશે.?
  • કેટલા ઓ.આર.એસ.પેકેટ જરૂરી છે?
  • કેટલી કોટ્રામેક્ષાઝોલ ટેબ્લેટ જરૂરી છે?
  • સીરીંઝ, નીડલ, સ્પીરીટ, આઇ.એફ.એ., કેલ્શિયમ, ફોલિક એસિડ વગેરેની જરૂરીયાત ધ્યાનમાં લેવી.

પગથીયું-૭

જરૂરિયાત મુજબની સાધન-સામગ્રી મેળવો.

  • જરૂરિયાતનો પુરવઠો મેળવો.
  • તમારા વિસ્તાર પ્રમાણે ઇન્ડેન્ટ તૈયાર કરો.
  • પ્રાથમિક આરોગ્યકેન્દ્રને સાધન-સામગ્રીનું ઇન્ડેન્ટ તૈયાર કરી મોકલો.
  • જો જરૂર જણાય તો સમુદાયમાંથી ફંડ મેળવો.

પગથીયું-૮

જરૂરિયાત અને સાધન સામગ્રીને સરખાવો.

  • સર્વેની માહિતીની ગણતરીના આધારે તૈયાર કરેલ અંદાજો સાથે જરૂરિયાતની સરખામણી કરો.
  • આપણે મંગાવેલ જથ્થો અને જરૂરિયાતો બંને સરખાવો.

પગથીયું-૯

અગાઉ કરેલ કામગીરીના મૂલ્યાંકન સાથે સરખાવો.

  • ચાલુ વર્ષની જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો.
  • જે અગાઉના વર્ષ કરતાં ૫% થી ઓછી અને ૨૫% થી વધુ નથી ને તેની ખાતરી કરો.
  • ૫% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે. ૨૫% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે, જો આવું બને તો ચાલુ વર્ષનું ખોટું મુલ્યાંકન સૂચવે છે.

સબસેન્ટર પર ક્લિનિકનું આયોજન

  • સબ સેન્ટર પર આરોગ્યની અનેક સેવાઓ આપવામાં આવે છે. એમાં સૌથી અગત્યની સેવાએ સબસેન્ટર પર ગોઠવવામાં આવતી ક્લિનિક છે. શરૂઆતના સમયના અંડર-ફાઈવ ક્લિનિક ત્યારબાદ વેલ બેબી ક્લિનિક અને કેટલીક જગ્યાએ એમ.સી.એચ. (મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ) ક્લિનિક એવું નામ પણ આપવામાં આવેલ છે. આ પ્રકારની ક્લિનિકમાં માતા તથા બાળકને આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવે છે. (પ્રિવેન્ટિવ કેર, પ્રમોટિવ કેર અને ક્યુરેટિવકેર)
  • આર.સી.એચ ફેઝ-ર પ્રોગ્રામ હેઠળ આ ક્લિનિકને મમતા ક્લિનિક તરીકે પણ ઓળખવામાં આવે છે અને સબ સેન્ટર પર દર બુધવારના દિવસે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં બાળક તથા માતા ને સંપૂર્ણ અને સર્વાંગી સારવાર અને સલાહ આપવામાં આવે છે.

આ દિવસે નીચે મુજબની આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે.

  • માતા અને બાળકનું રસીકરણ.
  • સગર્ભા માતાની તપાસ.
  • બાળકની માંદગી દરમિયાન સર્વાંગી સારવાર (આઈ. એમ. એન.સી.આઈ પ્રમાણે).
  • કુટુંબ નિયોજન ની સેવાઓ.
  • આરોગ્ય શિક્ષણ.
  • બાળકનો વૃદ્ધિ અને વિકાસ,
  • એડોલેશન્ટ સંભાળ.

મમતાકાર્ડ વિશેની સમજણ

  • મમતાકાર્ડ એ એક પાસપોર્ટ જેવું કાર્ડ છે જે લાભાર્થી પાસે રહે છે.
  • સગર્ભાવસ્થા, પ્રસૂતિ દરમિયાન અને પોતાના બાળકની પણ સારી કાળજી લઈ શકે તે હેતુથી આ કાર્ડમાં સર્વાંગી બાળ તથા રસીકરણ અંગેની તમામ ભલામણ અને તેની વિગત હોય છે. આ કાર્ડમાં નીચે મુજબની સેવાઓનો અને બાબતનો સમાવેશ થાય છે.
  • સગર્ભા માતાની આરોગ્યની તપાસ ક્યારે કરવામાં આવે છે તથા સલામત સુવાવડ માટે કઈ તપાસ ફરજિયાત છે, તે અંગેની માહિતી આપવામાં આવે છે અને તે મુજબ જ તપાસ કરવામાં આવે છે.
  • લોહીનું દબાણ માપવાનું, વજન કરવું, રસીના બે ડોઝ ની માહિતી તથા લોહીની તપાસ કરી તેમાં તેના ટકા દર્શાવવા, જેથી ખબર પડે કે તેને કેટલી આયર્ન ફોલિક એસિડ ગોળીની જરૂર છે. આ ઉપરાંત અંધારામાં દેખાય છે કે નહીં તે અંગેની તપાસ પણ કરવામાં આવે છે અને જરૂર પડે તો વિટામીન-એ નો ડોઝ પણ આપવામાં આવે છે.
  • સગર્ભા માતા એ શું કાળજી રાખવી તથા ખોરાકમાં શું લેવું તે અંગેની માહિતી આપવામાં આવે છે. આયોડીનયુક્ત મીઠાનો ઉપયોગ અંગેની જાણકારી આ ઉપરાંત આરામ અને જોખમી ચિન્હો તથા લક્ષણ સચિત્ર બતાવવામાં આવે છે. ક્યારે તાત્કાલિક દવાખાને જવું તે અંગેની પણ પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે.
  • સલામત સુવાવડ માટે શું તૈયારી કરવી તથા આ દરમિયાન જોવા મળતા જોખમી ચિન્હો લક્ષણોમાં ક્યાં સારવાર લેવી તે અંગે દર્શાવવામાં આવે છે.
  • બે બાળકો વચ્ચે અંતર રાખવા માટેની યોગ્ય સલાહ આપવામાં આવેલ છે.
  • નવજાત શિશુની સંભાળ તથા તેની લેવામાં આવતી કાળજી અંગેનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.
  • બાળકને કઈ ઉંમરે કેવા કેવા પ્રકારની રસીઓ મુકાવવી અને બાળકને સંપૂર્ણ રસીકરણથી કેવી રીતે આરક્ષિત કરવું તેની સમજણ આપવામાં આવેલી છે
  • બાળકની ઉંમર મુજબ વવૃદ્ધિ અને વિકાસ બરોબર છે કે કેમ તે દર્શાવતો ગ્રોથ ચાર્ટ આપવામાં આવેલ છે જેથી બાળકના તમામ પાંસાઓની ખબર પડે છે.
  • આ ઉપરાંત બાળકમાં કેવા પ્રકારના લક્ષણો જણાય તો કોઈપણ જાતના વિલંબ વગર દવાખાને લઈ જવા માટેની સલાહ આપવામાં આવે છે
  • બાળકના ઉપર પ્રમાણેના આહારની વાત સચિત્ર સમજાવવામાં આવેલ છે.
  • બાળકના વૃદ્ધિ અને વિકાસના સામાન્ય તબક્કાઓ તથા આમાં માતા-પિતાનો શું રોલ છે તે અંગેની માહિતી આપવામાં આવેલ છે.
  • માંદગી દરમિયાન બાળકના આહારની સંભાળને સચિત્ર સમજાવવામાં આવેલ છે જેથી અભણ માતા પણ બરાબર સમજી શકે.

ક્લિનિક શરૂ કરતા પહેલા શું શું તૈયારી કરશો ?

ક્લિનીક શરૂ કરતા પહેલા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

૧) સ્વચ્છતા

  • ક્લિનિકની સ્વચ્છતા ખૂબ જ અગત્યની હોય છે.
  • ક્લિનિકમાં કચરાપેટી રાખવી જોઈએ.
  • બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ કચરાનો નિકાલ કરવો જોઈએ.

૨) જરૂરી સાધનસામગ્રી

  • મમતા કાર્ડ.
  • વજન કાંટો.
  • જરૂરી રજીસ્ટર.
  • બી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ.
  • જરૂરી વેક્સિન.
  • દવાઓ.
  • આઈ.એમ.એન.સી.આઈ મટીરીયલ.
  • ગ્રોથ મોનીટરીંગ ચાર્ટ.
  • તમામ સાધનો ચાલુ હાલતમાં હોવા જોઈએ.

૩) લીનન

  • લીનન હંમેશા ચોખ્ખું હોવું જોઈએ.
  • જરૂરી તમામ લીનન હોવું જોઈએ.

૪) સર્જીકલ ડ્રમ

  • ડ્રમમાં સ્ટરાઈલ ડ્રેસિંગ હોવું જોઈએ.
  • તપાસ માટેના તમામ સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.

૫) બેસવાની વ્યવસ્થા

  • બાળકોને બેસવાની અલગ વ્યવસ્થા હોવી જોઈએ.
  • રમકડાં હોવા જોઈએ.
  • બેસવા માટે બેંચની સગવડતા હોવી જોઈએ.

૬) પાણીની સગવડતા

  • પીવાના પાણીની સગવડતા હોવી જોઈએ.
  • આર.ઓ. સીસ્ટમ હોવી જોઈએ.

૭) નોટીસ બોર્ડ

  • નોટીસ બોર્ડ ની સગવડતા હોવી જોઈએ.

૮) ટીમ વર્ક

  • દરેકે ટીમ વર્કથી કામ કરવું જોઈએ
  • દરેકે પોતાના કામમાં પરફેક્ટ રહેવું જોઈએ.
  • સારા સબસેન્ટરની ગોઠવણી કરતા પહેલા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? ઉપર મુજબ જ.

સબ સેન્ટરની જાળવણી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

૧) મકાન

  • મકાનની મરમ્મત કરવાની જરૂર હોય તો જે તે અધિકારીને આ અંગે જાણ કરવી જોઈએ.
  • આ ઉપરાંત નાના મોટા રીપેરીંગ લોકલ લીડરને વિશ્વાસમાં લઈને કરવા જોઈએ.

૨) દવાઓ

  • તમામ પ્રકારની દવાઓ હોવી જોઈએ.
  • દવાનો કપબોર્ડ લોક એન્ડ કી રાખવો જોઈએ.

૩) ઈલેક્ટ્રીક સાધનો

  • તમામ સાધનો ચાલુ હાલતમાં હોવા જોઈએ. જરૂર પડે તો રીપેર કરવા જોઈએ.અને ન વપરાતા સોકેટને પ્લગ કરવા જોઈએ.

૪) સ્ટરીલાઇઝ ડ્રમ

  • તમામ વસ્તુઓ ઓટોકલેવ વાપરવી જોઈએ.

૫) રેકોર્ડ અને રીપોર્ટ

  • તમામ પ્રકારના રજીસ્ટર તથા રેકોર્ડ વ્યવસ્થિત રાખવા જોઈએ.
  • ક.ખ.ગ.ધ. મુજબ રેકોર્ડ ગોઠવવા જોઈએ.
  • બિન જરૂરી રેકોડ અધિકારીની પરવાનગી લઈને નાશ કરવા જોઈએ.

૬) સ્વચ્છતા

  • સબસેન્ટરની સફાઈ નમૂનારૂપ હોવી જોઈએ.તો જ આપણે ગામના લોકો ને સ્વચ્છતા અંગેની સમજણ આપી શકીએ. ભોયતળિયાની દરરોજ સફાઈ કરવી જોઈએ.

૭) બાયોમેડીકલ વેસ્ટ

  • કચરો હંમેશા કચરા પેટીમાં નાખવાનો આગ્રહ રાખવો જોઈએ.બાયો-મેડીકલ વેસ્ટના નિયમોનું પાલન કરવું જોઈએ.

૮) ટોઇલેટ બાથરૂમ

  • ટોઇલેટ બાથરૂમની સફાઈ નિયમિત કરવી જોઈએ. પૂરતા પાણીની સગવડ હોવી જોઈએ.

૯) પીવાના પાણીની વ્યવસ્થા

  • પીવાના પાણી માટે આર.ઓ. બાર.ઓ. સીસ્ટમ હોવી જોઈએ.

૧૦) કીચન ગાર્ડન

  • વધારાના પાણીનો ઉપયોગ કીચન ગાર્ડનમાં કરવો જોઈએ.

૧૧) બાગબગીચા

  • વધારાની જગ્યામાં ફૂલછોડ વાવવા જોઈએ.

૧૨) આઈ.ઈ.સી.

  • સબ સેન્ટરમાં પોસ્ટર લગાવવા જોઈએ. જરૂરી સાહિત્ય હોવું જોઈએ.

૧૩) સાધનોની જાળવણી

  • સાધનોની જાળવણી બરાબર કરવી જોઈએ. જરૂર પડે તેટલા જ સાધનો મંગાવવા જોઈએ. બંધ હાલતમાં પડેલા સાધનો રીપેર કરાવવવા જોઈએ.
  • ઓ.ટી.સી. (ઓરીએન્ટેશન ટ્રેનીગ કેમ્પ) કે ઓ.જી.ટી.(ઓન જોબ ટ્રેનીંગ) નું આયોજન.

આ પ્રકારના કાર્યક્રમમાં લોક ભાગીદારી ખુબ જ મહત્વની છે. તેથી જન સમુદાયનો સહયોગ મેળવવા માટે…

  • ગામના લોકો પર પ્રભાવ પડી શકે તેવી સેવા ભાવી વ્યક્તિઓને શોધી કાઢો.
  • લોકોની નામાવલી તૈયાર કરો.
  • સતત સંપર્કમાં રહેવું અને પ્રોત્સાહિત કરવા.
  • ગામના સક્રિય જૂથો, સ્વેરછીક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓની યાદી તૈયાર કરો.
  • વધુ નામાંકિત વ્યક્તિના નામ લખવા.
  • સરકારી કર્મચારી અને માનદ કર્મચારીઓની યાદી તૈયાર કરો.
  • ગ્રામ્ય કક્ષાએ બેઠક બોલાવવી.
  • બે દિવસ અગાઉ જ તૈયારી કરવી.
  • ગ્રામ્ય કક્ષાએ બેઠકનું સંચાલન:
  • બેઠકના નિયત સમય કરતા પહેલા બેઠકના સ્થળે હાજર થવું.
  • બેઠકની તમામ વ્યવસ્થા બરાબર ચકાસી લેવી.
  • અવારનવાર મહાનુભાવોના નામ લેવા.
  • કયા સ્તરે કોની પાસેથી શું સહકાર મળશે તે અંગેની જાણકારી લેવી.
  • લક્ષિત લાભાર્થીની માહિતી મેળવવી.
  • ફળીયાવાર માહિતી ભેગી કરી કોઈ એક વ્યક્તિને જવાબદારી આપો.
  • આરોગ્યની સ્વીકૃતિ વધારવા માટે લોકોના મંતવ્ય મેળવો.
  • કાર્ય શિબિરનું આયોજન કરો.
  • કાર્ય શિબિરના બેઠકનું સ્થળ નક્કી કરવું તેની માટેની સંમતી લેવી.

આરોગ્ય કેન્દ્ર પર પ્રચાર અને પ્રસાર માટે એ.એન.એમ. તરીકેની પ્રવૃત્તિ

  • આગેવાનોની શિબિર.
  • નવપરિણીતાઓની શિબિર.
  • પરિવર્તન લાવનારની શિબિર.
  • રસીકરણ સેશનમાં માર્ગદર્શન.
  • ગ્રામ પંચાયતના સભ્યોની બેઠક.
  • ફળિયા બેઠક.
  • ફિલ્મ શો અને વિડીઓ શો.
  • ભવાઈ.
  • પપેટ શો.
  • લોકગીત.
  • કુટુંબ કલ્યાણ પ્રદર્શન.
  • ભુવાઓની શિબિર.
  • ગુરુ શિબિર.
  • પંડિત મહારાજ અને મુલ્લાઓની શિબિર.
  • લક્ષિત મહિલા શિબિર.
  • સાસુ સંમેલન.
  • યુવા સંમેલન.
  • ચેતના સંમેલન.
  • સેવાભાવી કાર્યકર શિબિર.
  • નસબંધી શિબિર.
  • પરીસંવાદ.

ફોલો અપ

  • દર્દીને એક્વાર તપાસ્યા બાદ સારવાર આપી બીજીવાર સારવાર અર્થે ફરી જોવા બોલાવવામાં આવે અથવા ફરી જોવા જવું એને ફોલો-અપ કહેવામાં આવે છે.
  • સબ સેન્ટર પર આવેલ દરેક દર્દીને મળેલ સારવાર બરાબર છે કે કેમ?
  • મળેલ સારવારથી વ્યક્તિ સંતુષ્ઠ છે કે કેમ?
  • તમારી આપેલ સારવારથી દર્દીને સારુ થયુ કે નથી તે જાણવુ જરૂરી છે.માટે દર્દીને ફોલો-અપ માટે બોલાવવા જરૂરી છે. તો સારવારના વચ્ચે અને પછી એમ બે વાર દર્દીની મુલાકાત લેવી જરૂરી છે. એ મુલાકાત પછી દર્દીના ઘરે હોય કે સેન્ટર પર એ જરૂરી નથી.
  • દર્દીને બને એમ જલ્દી ફોલો-અપ માટે બોલાવવો.
  • ફોલો-અપ ફળદાયી બને તેના માટે પૂરતા પ્રયત્ન કરવા.
  • બને તો ફોલો-અપ પહેલા એકવાર દર્દીને યાદ કરાવવું.

પેટા કેંદ્ર પર મીટીંગનું આયોજન

  • મીટીંગ સબ સેન્ટર પર મોટા ભાગે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર એ એ.એન.એમ./એમ.પી.એચ.ડબલ્યુ. અને તથા આંગણવાડી વર્કરો દ્વારા કામ લેવામાં આવે છે. આ બધાના કામના મુલ્યાંકન માટે સમયાંતરે મિટિંગનું આયોજન કરવામાં આવે છે.
  • મીટિંગમાં મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રના આરોગ્યલક્ષી સુધારા માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. મિટિંગમાં જન-સંપર્ક સાથે આરોગ્ય કર્મચારીઓના કામનું અવલોકન તથા મૂલ્યાંકન કરી તેના લક્ષ્યાંકને ધ્યાનમાં લઇ કાર્ય સફળ બનાવવાના સુઝાવો આપવામાં આવે છે.
  • મીટિંગમાં ધ્યાનમાં લેવાતા મુદ્દાઓમાં રસીકરણ, વહેલું રજીસ્ટ્રેશન, સર્વાંગી સારવાર, કુટુંબ નિયોજનની સેવાઓ અને તેના ફાયદા, આરોગ્ય શિક્ષણ, બાળકોનું ન્યુટ્રીશન અને એડૉલેશન્ટના સ્વાસ્થ્ય શિક્ષણની માહિતી આપવામાં આવે છે.
  • મીટીંગ માટેની જરૂરિયાતોમાં બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાના પાણીની સગવડ તથા નોટિસબોર્ડ,પુરતા પ્રમાણમાં લાઈટ, વૅન્ટિલેશન અને મીટીંગના રેકોર્ડ રિપોર્ટની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • મિટિંગમાં આગળ થયેલ મીટીંગ વિશે પણ ચર્ચા કરવામાં આવે છે જેથી ચુકી ગયેલ કામ તથા મુદ્દાને ધ્યાનમાં લઇ કામમાં રહી ગયેલ ખાલી જગ્યાને ભરવામાં આવે છે.
  • મીટિંગના અંતે મીટીંગ નું મૂલ્યાંકન કરી તેના પણ સુધારા-વધારા ધ્યાનમાં લેવામાં આવે છે.
  • મીટિંગમાં ટુ-વે કોમ્યુનીકેશન ને પ્રોત્સાહન આપવામાં આવી છે.

કાઉન્સેલીંગ – સંપરામર્શ

  • કાઉન્સેલીંગ એ એક પ્રકારનો પારસ્પરિક સમસ્યા વિચાર વિનિમય છે. જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને સમસ્યા હલ કરવાનો અથવા નિર્ણય લેવામાં સ્વેચ્છાઅએ એ વિચાર અમલમાં મૂકવામા મદદ કરે છે.
  • વ્યક્તિની સમસ્યા અંગે વિચાર કરવાની દિશા ઓળખી શકે છે.જેથી પ્રેરાયેલ વ્યક્તિ સ્વેચ્છાએ પ્રેરવા માટે સંમતિ આપે છે. આ પ્રક્રિયાને સંપરામર્શ અથવા કાઉન્સેલીંગ કહે છે.
  • સારા કાઉન્સેલર થવા માટે આપણે આપણા કૌશલ્ય ને સતત વિકસાવતા રહેવું જોઈએ. જે અભ્યાસ દ્વારા કન્ફર્મ કરી શકાય છે.
  • લાભાર્થી તરફ સહિષ્ણુતા, ધીરજ, સમજૂતી, સહાનુભૂતિ અને સજાગ પ્રયત્નો હોવા જોઈએ.
  • લાભાર્થીને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરવા માટે સતત આપણી મદદ અને પ્રોત્સાહનની જરૂર પડે છે.જેથી લાભાર્થીની જરૂરિયાત પ્રત્યે સભાન લાગણીશીલ અને કોન્સીયસ રહેવું જોઈએ.

વ્યાખ્યા

  • “લાભાર્થીને પોતાની લાગણીઓને રજૂ કરવા તેમજ પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવી વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયા ને સમ-પરામર્શ (કાઉન્સેલીંગ) કહેવામાં આવે છે.”

કાઉન્સેલિંગના હેતુઓ

  • એ. – આસીસ્ટન્સ- સહાયતા, મદદ
  • ડી – ડેવલોપમેંટ – વિકાસ
  • વી – વાસ્ટ ઇંફોર્મેશન -વધુ માહિતી આપવી
  • આઈ. – ઈન્સ્પીરેશન – પ્રેરણા આપવી
  • એસ. – સોલ્યુશન – નિરાકરણ
  • ઈ.- એન્કરેજમેંટ -પ્રોત્સાહન આપવુ

સારા કાઉન્સેલરના ગુણો

સારા કાઉન્સેલર બનવા માટે નીચે મુજબના ગુણો કેળવવા જોઈએ.

  • મિત્ર જેવું વર્તન કરવુ જોઈએ.
  • સારા શ્રોતા બનવું જોઈએ.
  • સહાયકર્તા અને મદદરૂપ થવા જોઈએ.
  • સારું નોલેજ ધરાવતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર હોવા જોઈએ.
  • યોગ્ય રીતે વિચાર વિનિમય કરતા હોવો જોઈએ.
  • સાચી અને પૂર્ણ માહિતી આપનાર હોવા જોઈ.
  • જાગૃતિ લાવે તેવા હોવા જોઈએ.
  • માનસીક રીતે સ્વસ્થ હોવા જોઈએ.
  • સામેની વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે લાગણીશીલ હોવા જોઈએ.
  • ખુલ્લા મનવાળા હોવો જોઈએ.
  • લાભાર્થી સાથે સતત સંપર્કમાં રહેતા હોવા જોઈએ.
  • પોતે ભરોસાપાત્ર અને પ્રામાણિક અને બીજાને નુકસાનકર્તા ન હોવા જોઈએ.
  • તે પોઝીટીવ એપ્રોચ (હકારાત્મક વલણ) અને થિંકિંગ (હકારાત્મક વિચારશ્રેણી) વાળો હોવો જોઈએ.
  • તે લાભાર્થીની જરૂરીયાતની સંભાળ રાખનાર હોવો જોઈએ.

પ્રિન્સીપલ ઓફ કાઉન્સીલીંગ

૧. કાઉન્સેલીંગ દરેક વ્યક્તિને સંબંધિત હોવુ જોઈએ.

૨. વ્યક્તિની બુદ્ધિ અને પ્રતિભા પર આધારિત હોવું જોઈએ.

૩. કોમ્યુનીટીએ ડિમાન્ડ કરેલ છે એ ડિમાન્ડ ઉપરાંત કાઉન્સેલરમાં સ્પેશિયલ એડવાન્સ નોલેજ તેમ જ પ્રવૃત્તિ કરનારો હોવો જોઈએ. જેથી કાઉન્સિલરે ચોક્કસ વ્યક્તિ નહીં પરંતુ સંપૂર્ણ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કાઉન્સેલિંગ કરવુ.

૪. તે વ્યક્તિને પોતાની જાતની સમજ હોવી જોઈએ.

૫. વ્યક્તિગત તફાવત બતાવે તેવું હોવું જોઇએ કેમ કે દરેક વ્યક્તિના પ્રોબ્લેમ અને તેની મર્યાદાઓ અલગ-અલગ હોય છે.

૬. લોકો કાઉન્સેલીંગ સ્વીકાર કરે તેવું હોવું જોઇએ કેમ કે દરેક વ્યક્તિને ઘણા જ કારણો હોય છે તે એકબીજા સાથે સંકળાયેલા હોય છે જેથી દરેક પ્રોબ્લેમનું ઍડવાન્સ નોલેજ હોવું જોઈએ.

૭. કાઉન્સેલિંગ એ સતત ધીમી પ્રક્રિયા છે

ટેકનીક ઓફ કાઉન્સેલિંગ

  • પ્રોબ્લેમને શોધો. કાઉન્સેલરને ખબર હોવી જોઈએ કે વ્યક્તિને શું મુશ્કેલી છે.
  • વ્યક્તિની ઈચ્છા પ્રમાણે તેને માર્ગદર્શન પુરૂ પાડો.
  • વ્યક્તિના વર્તનને અસરકર્તા પરિબળોનુ પૃથ્થકરણ કરો.
  • નક્કી કરો કે કયા એવા પરીબળો છે કે જે કાઉન્સેલર કંટ્રોલ કરી શકે છે અને કયા એવા પરીબળો છે કે જે વ્યક્તિ પોતે કંટ્રોલ કરી શકે છે.
  • નક્કી કરો કે કયા એવા પરિબળો છે કે જેને સુધારી શકાય, દુર કરી શકાય.
  • પ્રોબ્લેમ નક્કી કર્યા પછી સેશન માટે આયોજન અને વ્યવસ્થા કરો અને સેશન માટેનો યોગ્ય સમય નક્કી કરો.
  • વ્યક્તિના ઈમોશનલ પ્રોબ્લેમ્સના કારણો વાસ્તવિક રીતે સોલ્વ કરવા.
  • કાઉન્સેલર વ્યક્તિના પ્રોબ્લેમ્સના નિરાકરણ માટે અમલમાં મુકવાનું આયોજન નક્કી કરશે.
  • કાઉંસેલિંગ સેશન માટે ઓછમા ઓછી ૩૦ મીનીટ નો સમય ફાળવવો જોઈએ.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન ફોન, મુલાકાતીઓ જેવા અવરોધો દૂર કરવા.
  • ફોલો અપ (ફરી સેશનની) ની તારીખ નક્કી કરવી.

કાઉન્સેલિંગના ઘટકો

  • જી. – ગ્રીટ – આવકારવું.
  • એ. – આસ્ક – પૂછવું.
  • ટી.– ટૉક – વાતચીત કરવી.
  • એચ.– હેલ્પ – મદદ કરવી.
  • ઈ.– એક્ષપ્લેઇન – સમજાવું
  • આર.– રીવિઝીટ – ફરી મુલાકાત

કાઉન્સેલિંગ માટેના છ પગથિયા

કાઉન્સેલિંગના છ પગથીયા

૧. રીલેશનશીપ બિલ્ડઅપ – સંબંધ કેળવવા.

૨. અસેસમેન્ટ અને ડાયગ્નોસીસ – મુલ્યાંકન અને નિદાન કરવું.

૩. ફોર્મ્યુલેશન ઓફ કાઉન્સેલિંગ ગોલ – કાઉન્સેલિંગ નો ધ્યેય નક્કી કરવો.

૪. ઈન્ટરવેંશન અને પ્રોબ્લેમ સોલ્વીંગ-મુશ્કેલીનું નિરાકરણ કરવું.

૫. ટર્મીનેશન અને ફોલો અપ – સેશનની સમાપ્તી કરી અને ફોલો અપ માટે ફરી બોલવવા.

૬. રીસર્ચ અને ઈવાલ્યુએશન – મુશ્કેલીઓનુ નિવારણ કરી સંશોધન કરવું.

૧. રીલેશનશીપ બિલ્ડઅપ-સંબંધ કેળવવા

  • કાઉન્સેલિંગ શરૂ કરીએ ત્યારે પોતાનો પરીચય આપવો.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થી ને ધ્યાનથી સાંભળવુ.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થીને હમેશા તેમના નામથી સંબોધીને જ બોલવવુ.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન ફિઝિકલી આરામદાયક પોઝીસનમાં રહે તે નક્કી કરવુ.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થીના હાવભાવનું ધ્યાન રાખવુ.

૨.અસેસમેન્ટ અને ડાયગ્નોસીસ – મુલ્યાંકન અને નિદાન કરવુ

  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થીને નિરિક્ષણ અને પ્રશ્નોતરી દ્વારા મુલ્યાંકન કરવુ.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થીની વાતચીત ને વાસ્તવિકતા સાથે સંલગ્ન છે કે નહિ તે ચકાસવુ.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થીની વાતચીત પરથી પુર્વધારણા બનાવવી.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થીની સાથેની વાતચીત નો રેકોર્ડ રાખવો.

૩.ફોર્મ્યુલેશન ઓફ કાઉન્સેલિંગ ગોલ – કાઉન્સેલિંગ નો ધ્યેય નક્કી કરવો

  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થીના અયોગ્ય વર્તનમાં ફેરફાર કરવો.
  • જે કઈ પગલાઓ લેવાના હોય તે વિશે નિર્ણયો લેવાના.
  • કાઉન્સેલિંગ સેશન દરમ્યાન લાભાર્થી સાથેના સંબંધ સુધારવા જેથી કરીને આપણે નક્કી કરેલા લક્ષ્યને પુરા કરવા માટે સરળતા રહે.
  • જેથી કરીને લાભાર્થીને તેના સારામાં સારી કાર્યક્ષમતામાં વધારો કરી શકાય.

૪.ઈન્ટરવેંશન અને પ્રોબ્લેમ સોલ્વીંગ – મુશ્કેલીનું નિરકરણ કરવું.

  • આપણે લાભાર્થીના જે કઈ પ્રોબ્લેમ્સ માટે લક્ષ્ય નક્કી કર્યા હોય તેના માટે યોગ્ય આયોજન કરવુ અને એ આયોજનની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
  • લક્ષ સ્પષ્ટ વ્યાખ્યાયીત કરેલા અને સિધ્ધ કરી શકાય એવા હોવા જોઈએ.
  • આયોજન એવું હોવું જોઈએ કે જે નિશ્ચીત કરેલ સમયગાળામાં પુરો કરાય એવો હોવો જોઈએ.
  • આયોજન એ હકારત્મક અને કાર્ય આધારીત હોવું જોઈએ.
  • મહત્વની વાત તો એ છે કે જે આયોજન આપણે તૈયાર કરીએ એ લાભાર્થીને પોતાના ફાયદામાં છે એમ લાગે તો એ વિલિંગલી તૈયાર થઈ ફોલો કરવા માટે તૈયાર થાય.

૫. ટર્મીનેશન અને ફોલો અપ સેશનની સમાપ્તી કરી અને ફોલો અપ માટે ફરી બોલવવા.

  • આ તબક્કામાં કાઉન્સેલરએ નક્કી કરેલ આયોજન ની પ્રગતિનું મુલ્યાંકન કરે છે.
  • પ્રગતીનુ મુલ્યાંકન અહિયા લાભાર્થીની વિચારસરણીમાં થતી પ્રગતિના સંદર્ભમા છે.
  • આ તબક્કામાં લાભાર્થીના જે લક્ષ નક્કી કરેલા એ પુરા થઈ ગયા હોય અને લાભાર્થી સંતુષ્ટ હોય તો આ ટર્મીનેશન તબક્કો આવે છે, જેમાં લાભાર્થીને આપણે એમ સમજાવીએ છીએ કે અહિયા આ કાઉન્સેલિંગ નુ સેશન પુરૂ થય છે, પણ ભવિષ્યમા જ્યારે પણ જરૂર જણાય ત્યારે તમે આવી શકો છો.એમ કહી ફોલો અપ વિશે સમજાવીશુ.

૬. રીસર્ચ અને ઈવેલ્યુએશન- મુશ્કેલીઓનુ નિવારણ કરી સંશોધન કરવુ.

  • હવે આ તબક્કામાં કાઉન્સેલર એ કાઉન્સેલિંગની આખી પ્રક્રિયાનું સંશોધન અને મુલ્યાંકન કરે છે અને જે આપણે નીચેની બાબતો પરથી નક્કી કરી શકીએ કે આપણે નક્કી કરેલા લક્ષ પુરા થયા કે નહી.
  • આપણે નક્કી કરેલ પુર્વધારણા એ પૂરી થાય છે કે નહી એના પરથી.
  • સ્ટ્રેટેજી પરથી ખબર પડે.
  • નક્કી કરેલા લક્ષ પુરા થયા કે નહિ એના પરથી.

વર્ક પ્લાન (કાર્યઆયોજન/એકશન પ્લાન) એટલે શું?

  • નક્કી કરેલા સમયગાળામાં યોજવાની થતી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરતા દસ્તાવેજને એક્શન પ્લાન કે કાર્યઆયોજન કહેવાય છે. જેમાં પ્રવૃત્તિ માટે સામગ્રીની જરૂરિયાતો સમયપત્રક અને જગ્યા અથવા તો સ્થળનો સમાવેશ થાય છે.

કાર્યઆયોજનના પગથિયાં

૧.પેટાકેન્દ્ર અને કાર્યક્ષેત્ર વિસ્તારનો નકશો તૈયાર કરો.

  • પેટાકેન્દ્ર દ્વારા આવરી લેવામાં આવતા ગામો ઓળખો.
  • આંગણવાડી કાર્યકર તાલીમ પામેલ મહિલા સ્વાસ્થ્ય કાર્યકર અને મહિલા સ્વસ્થ્ય સંઘ અને અન્ય કડી રૂપવ્યક્તિઓ અને યુવક મંડળના હોદ્દે-દારોની સહાયતા લો.
  • પેટા કેન્દ્ર વિસ્તારમાં ઉપલબ્ધ સમુદાય સવલતોને શોધીને તારવો.
  • ગામનો મેપ તૈયાર કરો.
  • આરોગ્ય કેન્દ્ર આંગણવાડી, ગ્રામપંચાયત વગેરે અલગ માર્કિંગ વડે દર્શાવો.
  • સગર્ભામાતા તથા જોખમી માતાને કલર કોડ વડે દર્શાવો.
  • તમારા વિસ્તારનાં કુપોષિત બાળકોને અલગથી બતાવો.

૨. કૌટુંબિક સર્વે હાથ ધરો અને ફોર્મ-૧ ભરો.

  • ફોર્મ-૧ માં ભરવાની માહિતી
  • કૌટુંબિક સર્વે હાથ ધરીને જરૂરી યોગ્ય માહિતી એકત્રિત કરો જેની જરૂર ફોર્મ-૧ ભરવા માટે જરૂર પડશે.
  • લાયક દંપતીની સંખ્યા.
  • સગર્ભામાતાની સંખ્યા.
  • નોંધાયેલ સગર્ભા માતાની સંખ્યા.
  • ટીટી ના બે ડોઝ અપાયા હોય તેવી સગર્ભા
  • માતાની સંખ્યા.
  • નોંધાયેલ જન્મ ની સંખ્યા.
  • ઘરે થયેલ પ્રસૂતિની સંખ્યા.
  • ANM/FHS દ્વારા થયેલા પ્રસૂતિની સંખ્યા.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ સામુહિક આરોગ્ય કેન્દ્ર/ સરકારી દવાખાના/ નર્સિંગ હોમમાં થયેલ પ્રસૂતિ ની સંખ્યા.
  • ખાનગી ડૉક્ટર દ્વારા કરવામાં આવેલ પ્રસૂતિ ની સંખ્યા.
  • જોખમી કેસો સંદર્ભ સેવા માટે મોકલવામાં આવેલ સગર્ભા માતાઓની સંખ્યા.
  • કોઈ પણ પ્રકારની પડેલી મુશ્કેલીવાળી સગર્ભા માતાની સંખ્યા.
  • અસાધારણ પ્રસૂતિનીની સંખ્યા.
  • એમ.ટી.પી. (મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નસી) ની સંખ્યા.
  • જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા.
  • જન્મ પછી તરત શ્વાસ લેવાની તકલીફ અનુભવતાં નવજાત શિશુની સંખ્યા.
  • નવજાત શિશુની મરણ ની સંખ્યા.
  • નવજાત શિશુના મરણના કારણો.
  • કોઈ મૃત જન્મ થયો હોય તો તેવા બાળકોની સંખ્યા.
  • ઝીરો થી એક વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા.
  • ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
  • પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
  • વારંવાર ઝાડા થતા હોય તેવા બાળકોની સંખ્યા.
  • જળ શુષ્કતાને કારણે કોઇ બાળકને સંદર્ભ સેવા અર્થે મોકલ્યું હોય તો તેવા બળકોની સંખ્યા.
  • જેને વારંવાર શ્વસનતંત્ર ના ચેપ ના હુમલા થયા હોય તો તેની વિગત અને સંખ્યા..
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ વધારાની સારવાર અર્થે મોકલવામાં આવેલ બાળકોની સંખ્યા.
  • કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા.
  • આંગણવાડી કેન્દ્રમાં જતા બાળકોની સંખ્યા.
  • સંપૂર્ણ રસીકરણ કરેલ બાળકોનીસંખ્યા.
  • મોં વડે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરતી સ્ત્રીઓની સંખ્યા.
  • કોપર-ટી અપનાવેલ સ્ત્રીઓની સંખ્યા.
  • કોંડોમ વાપરતા દંપતીઓની સંખ્યા.
  • કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ સ્ત્રીઓની સંખ્યા.
  • કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ પુરુષોનીસંખ્યા.
  • આર.ટી.આઇ. અને એસ.ટી.ડી. ચિન્હો-લક્ષણો ધરાવતી સ્ત્રીઓની સંખ્યા.
  • ઉપરોક્ત ચેપની સારવાર મેળવતી સ્ત્રીઓ/દંપતીની સંખ્યા.તરુણોની સંખ્યા, છોકરીઓ 10 થી ૧૯ વર્ષ છોકરાઓ 10 થી 19 વર્ષ ની સંખ્યા.

૩. સલાહકાર જૂથના સભ્યો પાસે ફોર્મ-૧ ની માહિતીની વિગતો જાણો.

  • સલાહકાર જૂથની સભ્ય જેવા કે પંચાયતના સભ્યો, શિક્ષકો, સંતો, પાદરી વગેરે સાથે પરામર્શ માટે જૂથ મુલાકાત યોજી કૌટુંબિક મોજણી દ્વારા ભેગી કરેલ માહિતીનું આદાન-પ્રદાન કરો. વધુ માહિતી માટે પૂછો અને તેને અદ્યતન અને સાચી માહિતી બનાવો.

૪. સેવાઓનો અગ્રતાક્રમ આપો.

  • ઓળખી કાઢવામાં આવેલ જરૂરિયાતોના આધારે દરેક સેવાઓ માટે અનુકૂળ ધોરણો વિકસાવવો અને અગ્રતાક્રમ નક્કી કરો.

૫.જોખમી જૂથને ઓળખી કાઢો.

  • ભારતીય શૈલી પ્રમાણે જોઇએ તો પુખ્ત વયનાં પુરુષ સિવાય બધા જ લોકોને આપણે જોખમી જૂથમાં મુકી શકીએ છીએ. તો પણ બાકીના લોકોમાં જે લોકોને પાયાની સ્વાસ્થ્ય સુવિધા ની જરૂર છે એમને ઓળખી અલગ તારવી એમની જરૂરિયાત મુજબ સારવાર આપવી.

૬. કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો.

  • કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો અને નક્કી કરેલા દિવસોને વિગતો દ્વારા એક્શન-પ્લાન તૈયાર કરો તથા દરેક સેવા માટેનાં સમયે આ સેવાઓ પૂરી પાડવાની વ્યૂહરચના જેમ કે પેટા કેન્દ્ર વિસ્તારના અન્ય ગામોમાં અને દૂરના વિસ્તારમાં સેવાઓ આપવા માટે ગૃહ મુલાકાત ગોઠવી, બીજા ગામોના ક્લિનિક ચલાવવા અને એ માટેનું સ્થળ પણ નક્કી કરવું જોઈએ. જેમકે, પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, શાળા, સરકારી મકાન વગેરે.
  • ચાલુ વર્ષની જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો.
  • જે અગાઉના વર્ષ કરતાં ૫% થી ઓછી અને ૨૫% થી વધુ નથી ને તેની ખાતરી કરો.
  • ૫% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે,૨૫% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવેછે, જો આવું બને તો ચાલુ વર્ષની ખોટી આકરણી સૂચવે છે.

૭. ડેમોગ્રાફીક ગણતરી સાથે સરખાવી.

  • રાજ્ય અથવા જીલ્લાના આંકડા પર આધારિત અંદાજ વધુ ચોક્કસ હોઈ શકે. તેથી પેટાકેન્દ્રના આયોજન માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ માહિતી જિલ્લાઆંકડા અધિકારી, કુટુંબ કલ્યાણ બ્યુરો પાસેથી મળશે. તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી તમને આપશે.

૮. કાર્યક્ષેત્ર / સેવા વિસ્તારની સંલગ્ન માહિતી એકત્રિત કરવી.

  • પેટા કેન્દ્ર થી અંતર.
  • મુસાફરી માટે ઉપલબ્ધ વાહનો.
  • વસ્તી નો પ્રકાર (ભણતર નું સ્તર અને જાતિ).
  • સમુદાય ની જરૂરિયાત.
  • જોખમી પરિબળો વગેરે આયોજિત અગ્રતાક્રમ લક્ષ્યમાં લેવા અને તેમને અનુકૂળ તેમ જ સમુદાયના સભ્યોની માહિતી માટેનું કાર્ય આયોજન તૈયાર કરવું. પેટા કેન્દ્ર વિસ્તારના દરેક ગામમાં જરૂરી જુદા પ્રકારની સેવાઓની યાદી બનાવવાની શરૂઆત કરવી અને પેટા કેન્દ્રમાં પૂરી પાડવાની થતી સેવાઓ માટે તેમજ દૂરના વિસ્તારની મુલાકાત લઈને પૂરી પાડવાની સેવાઓ માટે અઠવાડિયાના દિવસો નક્કી કરવા. ક્યારે ક્યાં અને કયા સમયે તમે તેઓને સેવાઓની પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હશો તેની જાણકારી સમુદાયના સભ્યોને આપો. તમારી પાસે દરેક ગામમાં સેવા માટે જવા માટેના ચોક્કસ દિવસો પણ નક્કી સરકાર શ્રી દ્વારા કરેલા હશે.

કાર્યઆયોજન કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ

  • કાર્ય આયોજન ચોક્કસ તારીખે કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવું જોઇએ.
  • સરકારશ્રી દ્વારા નકકી થયેલ કોઈપણ દિવસમાં ફેરફાર ન કરવો જોઈએ.
  • જો તમે રજા પર હોય કે રજા પર જવાના હોય તો તે મુજબ અગાઉથી જાણ કરવી જોઈએ.
  • કોઈ પણ સંજોગોમાં ન પહોંચી શકાય તેમ હોય તો લાભાર્થી ને જાણ કરવી.
  • જાહેર રજા આવતી હોય તો સેશનનું આયોજન મેડિકલ ઓફિસરને જાણ કરીને બદલવું જોઈએ.
  • કોઈ પણ કારણસર કાર્ય-આયોજનમાં ફેરફાર થાય તો ક્લિનીક પર નોટિસ મૂકવી.
  • અગાઉથી રજા લીધા વગર ગેરહાજર રહેવું નહીં.
  • તમે રજા પર હોય તો તમારો ચાર્જ કોઈ વ્યક્તિને આપીને જવું.
  • સેન્ટર પર દર બુધવારે મમતા દિવસ ઉજવાય છે.
  • મહિના 28 દિવસ સુધી વધારાના દિવસોનો ઉપયોગ રહી ગયેલ કે છૂટી ગયો પ્રવૃત્તિ માટે કરવો.

ઈન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનીકેશન

  • હાલમાં આઈ.ઈ.સી ને કોઇપણ કાર્યક્રમનું એક અંગ માની લેવામાં આવ્યુ છે. અને આરોગ્ય કાર્યક્રમો આઈ.ઈ.સીનાં અલગ અલગ કાર્યક્રમો અને બજેટ હોય છે. આવા કાર્યક્રમોમાં પરિવાર કલ્યાણ અને ફેમીલી પ્લાનીન્ગ, એઈડસ નિયંત્રણ રસીકરણ વગેરેનો સમાવેશ થાય છે. આઈ.ઈ.સી નો કયો પ્રોગ્રામ ક્યારે પૂરો કરવાનો છે. તે માહિતીના સંકલન અને સમીક્ષાથી સ્પષ્ટ થાય છે. આખું વર્ષ આઈ.ઈ.સી નાં કાર્યક્રમો ચાલે છે.

વ્યાખ્યા

  • આ એક એવો એપ્રોચ છે કે જેમાં ચોક્કસ નિર્ધારીત કરેલા સમયગાળા મા કોઈ ચોક્ક્સ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ ઓડીયન્સના બિહેવિયરને બદલવાની પ્રક્રીયાને ઈન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.
  • આ આઈ.ઈ.સી માં બી.સી.સી નો (બિહેવીયર ચેન્જ કમ્યુનિકેશન) ઉપયોગ કરવામાં આવે છે.
  • બિહેવીયર ચેન્જ કમ્યુનિકેશન એટલે કે એવું સપોર્ટી સપોર્ટીવ એટલે કે અનુકુળ વાતાવરણ બનાવવામાં આવે છે કે જેના લીધે લોકો બિહેવીયર ચેન્જ ની પ્રક્રિયા ની શરૂઆત સકારત્મકતાથી કરે છે.

ઈન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન હેતુઓ

  • આઈ.ઈ.સી દ્વારા લોકોને શિક્ષિત અને સંગઠીત કરીને જે બધા નેશનલ પ્રોગ્રામ્સ ભારત સરકાર દ્વારા ચાલી રહ્યા છે. એની સાથે જોડવા.
  • આઈ.ઈ.સી દ્વારા લોકોને સ્વસ્થ વર્તણુક અપનાવવા માટે સકારાત્મક બળ પુરુ પાડવા માટે જરુરી છે.
  • આરોગ્યની સેવાઓને લોકો સુધી વધુ પહોચાડવા માટે.
  • આરોગ્યની સેવાઓની ગુણવતામાં વધારો કરવા માટે.
  • ઈન્ટર પર્સનલ કોમ્યુનિકેશન સ્ટ્રેટજી સાથે માસ મીડીયા એપ્રોચને જોડો.

આઈ.ઈ.સી.ના ઘટકો(કમ્પોનન્ટ)

  • વિઝિટ શીડ્યુલ
  • ટ્રેનિંગ
  • 4 સુપરવિઝન
  • મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશ

મેનેજમેન્ટ આઈ.ઈ.સી મટીરીયલ્સ એન્ડ એકટીવીટીઝ

  • આઈ.ઈ.સી મટીરિયલ્સ એન્ડ એકટીવીટીઝ માટે સ્ટેટ આઈ.ઈ.સી ટીમ જવાબદાર હોય છે, જે બ્લોક લેવલે અને ડિસ્ટ્રીક્ટ લેવલે આઈ.ઈ.સી મટીરિયલ્સ એન્ડ એકટીવીટીઝ માટેનું પ્લાનીંગ, ઈમ્પ્લીમેંટેશ, મોનીટરીંગ, અને ઈવાલ્યુએશન કરે છે. આઈ.ઈ.સી એક્ટીવીટીઝના ઈમ્પ્લીમેંટેશન માટે ડીસ્ટ્રીક્ટ લેવલે ડીસ્ટ્રીક્ટ આઈ.ઈ.સી ઓફીસરની નિમણુંક થયેલ હોય છે.
  • જે તે વિસ્તારમાં જરૂરિયાતનો અંદાજ કાઢી તે મુજબ આઈ.ઈ.સી એકટીવીટીઝ પ્લાનિંગ કરવી અને ઈમ્લીમેંટ કરવી જોઈએ.

આ.ઈ.સી એકટીવીટીઝ માટે જરૂરી મટીરિયલ્સ

૧. પ્રિન્ટ મટીરિયલ્સ.

  • જેમાં પોસ્ટર્સ, પેમ્પલેટસ, ફ્લેશકાર્ડ, એડ્વર્ટાઈઝિંગ ઇન ન્યુઝ પેપર અથવા મેગેઝીન.બસ બોર્ડઝ, વોલ પેન્ટીંગ,ટીવી, વગેરે.

૨. ગ્રુપ મીટીંગ.

૩. એક્ઝીબીશન.

૪. પ્લે અથવા ડાંસ.

૫. કાઉન્સેલિંગ સેશન.

૬. વિડીયો કોન્ફેરેન્સ.

૭. ફિલ્મ શો.

૮. વિડીઓ ઓન વોલ્સ.

૯. કલ્ચર પ્રોગ્રામ બાય લોકલ ફોલ્ક પરફોર્મન્સ.

કોમ્યુનિકેશન

  • કોમ્યુનિકેશન એટલે વિચારોની આપ લે કરવી, વિચાર વિનિમય કરવો અને વિચારોનું પરિવહન કરવું. કોમ્યુનિકેશન એ કોઈ પણ સંગઠન માટે જરૂરી છે.આપણે દરેક વ્યક્તિઓને કોમ્યુનિકેશન દ્વારા આરોગ્ય વિષયક માહિતી આપવા બંધાયેલ છીએ. જ્યાં સુધી લોકોને આરોગ્ય વિષયક માહિતી પર સાચું અને અસરકારક શિક્ષણ આપવામાં નાં આવે ત્યાં સુધી લોકો આરોગ્ય સેવાઓનો પૂરો લાભ લેશે નહિ.
  • કોમ્યુનિકેશન અને શિક્ષણ એકબીજા સાથે સંકળાયેલા છે. અસરકારક કોમ્યુનિકેશન માટે સમુદાય, જૂથ કે વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ. અને જુદા જુદા માધ્યમ નો ઉપયોગ કરવો જોઈએ. અને આવા શૈક્ષણિક માધ્યમ દ્વારા કર્મચારીએ વિચાર પરીવહનની પ્રક્રિયા કમને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા પૂર્વક વિચાર વિનિમય થાય તે જોવું જોઈએ. ઉપરાંત કોમ્યુનિકેશન માં કયા ક્યાં અવરોધો આવે છે, તેમજ તે અવરોધો નું નિવારણ કઈ રીતે કરવું તેની સ્કીલ કર્મચારી માં હોવી જોઈએ. નર્સિંગ ફીલ્ડમાં જો કોમ્યુનિકેશન ઈફેક્ટીવ હોય તો લાભાર્થીને વિશ્વાસમાં લઈ શકાય છે અને નક્કી કરેલો હેતુ જલ્દી પુરો થાય ७. શાલ છે અને

વ્યાખ્યા

  • આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી, વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.

કોમ્યુનિકેશનના હેતુઓ

  • લોકોને સારું આરોગ્ય શિક્ષણ આપવાનો છે. જેથી લોકોના વલણ અને વર્તણુંકમાં સુધારો કરી તેના આરોગ્યને પ્રમોટ કરી શકાય છે.
  • કોમ્યુનિકેશન દ્વારા લોકોમાં વિવિધ માધ્યમ વડે રસ જાગૃત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવા માટે તૈયાર કરવાનો હેતુ છે.
  • લોકોને આરોગ્ય ને લગતી વિવિધ માહિતીએ જુદા-જુદા માધ્યમ દ્વારા પૂરી પાડવાનો છે.
  • લોકોને આરોગ્યવિષયક બાબતો નો પ્રસાર કરવાનો છે.
  • લોકોમાં જાગૃતતા લાવવા માટે.
  • કોઈપણ સમસ્યાઓને ઉજાગર કરવા માટે.
  • નક્કી કરેલા લક્ષ્યને પાર પડવા માટે/મેળવવા માટે.

પ્રિન્સીપલ્સ ઓફ કોમ્યુનિકેશન

  • કોમ્યુનિકેશન કે જે બોલીને હોય કે પછી લખીને તેને વધુ અસરકારક બનાવવા માટે સાત સિધ્ધાંત(પ્રિન્સીપલ્સ) છે. આ સાત સિદ્ધાંતને સેવન “સી” ઓફ કોમ્યુનિકેશન કહેવાય છે.

જે નીચે મુજબ છે.

૧. ક્લેરીટી

  • કોમ્યુનિકેશનમાં સાવધાની ખુબજ જરૂરી છે. જે મેસેજ પહોચાડવાનો છે. તે સ્પષ્ટ એટલે ચોક્કસ અને ક્લીયર હોવો જોઈએ.
  • ઉપરાંત મેસેજ જેના વડે પહોંચાડવાનો છે. તે માધ્યમ ચોક્કસ હોવું જોઈએ.
  • ક્લીયર મેસેજ હોય તો રીસીવરને (મેસેજ મેળવનાર) મેસેજ સમજવામાં સરળતા રહે છે. ઉપરાંત બીજી ગેરસમજને પણ થતી અટકાવી શકાય છે.

૨. કમ્પ્લીટનેસ

  • જે મેસેજ સંદેશો આપનાર (સેન્ડર) રીસીવરને મોકલે છે, તે હંમેશા કમ્પ્લીટ એટલે કે સંપુર્ણ હોવો જોઈએ.
  • અધુરા કોમ્યુનિકેશનો કોઈ અર્થ નથી.
  • આપણે જે હેતુ થી કોમ્યુનિકેશન કરીએ છીએ એ હેતુ સિધ્ધ થવા માટે મેસેજ(સંદેશો) હમેશા કમ્પ્લીટ હોવો જોઈએ.

૩.કંસાઈઝનેસ

  • કોમ્યુનિકેશનને આપણે વધુ અસરકારક બનાવી શકીએ છીએ, એ માટે મેસેજ ને કંસાઈઝ એટલે કે સંક્ષેપમા કરીએ છીએ કારણ કે વધુ લાંબી માહિતિમાં અમુક વખતે અર્થ બદલાઈ જાય છે.
  • માટે જો વધુ માહિતી ને સંક્ષિપ્તમાં કરવામાં આવે તો રીસીવર સરળતાથી સમજી શકે છે.
  • મેસેજને સંક્ષિપ્તમાં કરવાના કારણે કોમ્યુનિકેશન એ સ્પષ્ટ અને ઓછા સમયમાં વધુ અસરકારક રીતે કરી શકાય છે.

૪.કનકીટનેસ

  • કનકીટનેસ કોમ્યુનિકેશન એ ચોક્કસ,સ્પષ્ટ અને અસ્પષ્ટતા થી રહીત હોય છે.
  • કનકીટનેસના કારણે કોમ્યુનિકેશન એ ચોક્ક્સ અને અર્થ સભર થાય છે.

૫.કરેક્ટનેસ

  • કરેક્ટ કોમ્યુનિકેશનની મદદથી માહીતી ક્ષતીરહીત બને છે.
  • અહિયા કનકીટનેસ એ ગ્રામરના સંદર્ભમા અને યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ લેવો એ અર્થમાં છે.

૬.કર્ટસી / વિનયપૂર્વક

  • વિનય સાથે વાત કરવાથી સંદેશ આપનાર અને મેળવનાર એમ બન્ને એક બીજા સાથે વધારે વિનમ્ર થઇ એક બીજાની વાતને સમજી શકે.

૭. કંસીડરેશન/ મનસુબો

  • વિચારોની આપ-લે કરતા સંદેશ આપનાર. આ સિધ્ધાંતમાં આપણે બીજાની પ્રોબ્લેમને આપણે એમની જગ્યા પર રહીને સમજી શકિયે છીએ. આપણે એમ્પથેટીક બનીને સમજી શકીએ.

પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન / કોમ્યુનિકેશનના ઘટકો

  • કોમ્યુનિકેશન એ એક જટિલ પ્રક્રિયા છે. જેમાં શીખવાની પ્રક્રિયા નો સમાવેશ થાય છે.કોમ્યુનિકેશન પ્રોસેસ માં જુદા-જુદા ઘટકોનો સમાવેશ થાય છે.

જે નીચે મુજબ છે.

૧. સંદેશો આપનાર (સેન્ડર)

૨.સંદેશો (મેસેજ)

૩.માધ્યમો(ચેનલ)

૪.સંદેશો ઝીલનાર (રીસીવર)

૫.ફીડબેક

૧.સંદેશો આપનાર(સેન્ડર)

  • કોમ્યુનિકેશન પ્રોસેસમાં પ્રથમ તો કોમ્યુનીકેટર (વાત કરનાર) એ મેસેજ કે માહિતી તૈયાર કરે છે અથવા તો નક્કી કરે છે.
  • સેન્ડર જે વિષય પર સંદેશો આપવાનો છે, તે વિષય પર પુરૂ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • જો અધુરૂ જ્ઞાન હોય તો સાંભળનારને રસ રહેતો નથી અને ઓડીયન્સ(શ્રોતા) નાં પ્રશ્નો હલ થતા નથી.

૨.સંદેશો (મેસેજ)

  • સંદેશો આપનાર અને સંદેશો લેનાર વચ્ચે એક સુત્રતા જાળવવામાં આવે છે.અને એ રીતે મેસેજને યોગ્ય રીતે પહોચાડવામાં આવે છે.
  • સેન્ડર જે માહીતી અથવા જે ખ્યાલ રીસીવર ને મોકલવા ઈચ્છે છે, તેને મેસેજ કહેવામાં આવે છે.

૩.માધ્યમો (ચેનલ)

  • સંદેશો પહોંચાડવા માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરી સંદેશો મોકલવામાં આવે છે.
  • આ માધ્યમોનો ઉપયોગ સ્પષ્ટ રીતે, સંપૂર્ણ રીતે, ચીવટપૂર્વક અને સચોટ રીતે કરવામાં આવે છે. જેથી મેસેજની અસરકારકતા જળવાય રહે.
  • કોમ્યુનિકેશનમાં જુદી જુદી વેરાયટીનાં માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ટી.વી. રેડિયો, બુક્સ, ન્યુઝપેપર, પેમ્ફલેટસ, ફિલપ ચાર્ટ્સ વગેરે.

૪. સંદેશો ઝીલનાર (રીસીવર)

  • રીસીવર એટલે કે જે સેન્ડર દ્વારા મોકલેલ મેસેજને મેળવે છે.
  • રીસીવર એ પોતાની બુધ્ધીક્ષમતા. સમજણશક્તિ, જ્ઞાન, આવડત કૌશલ્ય, ભણતર, અનુભવ પ્રમાણે રીપ્લાય આપે છે.
  • કોમ્યુનિકેશન વડે સેન્ડર દ્વારા અને જુદા-જુદા માધ્યમોના ઉપયોગ દ્વારા મેસેજને રીસીવર સ્વીકારે છે.અથવા અવગણે છે.
  • ઉપરાંત રીસીવર એ મેસેજને યાદ રાખે છે.અથવા ભૂલી જાય છે.

૫.ફીડબેક (પ્રતિભાવ)

  • રીસીવર એ પોતાની બુધ્ધીક્ષમતા, સમજણશક્તિ, જ્ઞાન, આવડત કૌશલ્ય, ભણતર, અનુભવ પ્રમાણે સેન્ડરને રીપ્લાય આપે છે. જેને ફીડબેક (પ્રતિભાવ) કહે છે.
  • લોકોને મેસેજ પહોચાડયા બાદ તેમનો પ્રતિભાવ જાણવામાં આવે છે.અને લોકો પોતે માહિતી મેળવ્યા બાદ તેમનો પોતાનો પ્રતિભાવ રજૂ કરે છે અને જો માન્ય હોય તો અનુકુળતા પ્રમાણે સ્વીકારે છે.અને જો માન્ય નાં હોય તો રીજેક્ટ કરે છે.
  • વ્યક્તિગત કોમ્યુનીકેશનમાં તરત ફીડબેક મળે છે.જ્યારે મેસેજ મીડિયામાં વાર લાગે છે.
  • મેસેજને લીધે કોમ્યુનીકેટરને પણ પોતાના મેસેજને મોડિફાઇડ કરી લોકો સ્વીકારે તે રીતે પહોચાડવાની તક મળે છે.

ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન

૧.વન વે કોમ્યુનિકેશન (એક માર્ગીય)

  • આમાં કોમ્યુનિકેશનનો ફ્લો (પ્રવાહ) એ એકમાર્ગીય હોય છે.
  • આમાં ફીડબેક હોતું નથી
  • લર્નિંગ એ પેસીવ હોય છે. આમાં લર્નિંગ પ્રોસેસમાં રીસીવર ભાગ લેતા નથી.જે તેનો ગેરફાયદો છે.
  • સૌથી વધુ વપરાતું વન વે કોમ્યુનિકેશનનું ઉદાહરણ ક્લાસરૂમ છે.

૨. ટુ વે કોમ્યુનિકેશન

  • આ મેથેડમાં લીસનર (સાંભળનાર) એ મેસેજને સાંભળે છે. આમાં લીસનર (સાંભળનાર) પોતાનો પ્રશ્ન રજુ કરે છે.
  • પોતાની માહિતી, વિચાર અને મંતવ્ય રજૂ કરે છે, જેને ફીડબેક (પ્રતિભાવ) કહે છે.
  • ટુ વે કોમ્યુનિકેશનમાં શ્રોતાએ એ પણ ભાગ લેવાનો હોય છે.
  • વન-વે કોમ્યુનિકેશન કરતા આ વધુ ઈફેક્ટીવ (અસરકારક) છે.
  • ટૂંકમાં આમાં લીસનર સ્વતંત્ર હોય છે અને સ્વતંત્રતા અનુભવે છે,
  • મેસેજ મીડિયા વડે ટુ વે કોમ્યુનિકેશન પુરૂ પાડી શકાતું નથી. પરંતુ ગ્રુપ ડિસ્કશન વડે પુરૂ પાડી શકાય છે.

૩.વર્બલ કોમ્યુનીકેશન

  • વર્બલ કોમ્યુનીકેશનની આ રીતમાં ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. જે લેખિતમાં કે બોલીને હોય છે.
  • જો કે રીટન કોમ્યુનીકેશનમાં સ્પોકન જેટલું ખાતરીપૂર્વક સમજાવી શકાતું નથી.

૪. નોન વર્બલ કોમ્યુનીકેશન

  • તેમાં પોસ્ટર એન્ડ ફેસિયલ એક્સપ્રેશન જેમ કે હસવું, આઈ બ્રો ઉંચી ચડાવવી, આંખો પટપટાવવી, તાકી તાકી ને એકીટશે જોયા કરવું, પોસ્ચર, બોડી મુવમેન્ટ તેમજ સાઈલન્સ નો પણ સમાવેશ કરવામાં આવે છે .દા.ત. સાયલન્સ એ નોન વર્બલ કોમ્યુનીકેશન છે. જેની અસર ક્યારેક મોઢેથી બોલેલા શબ્દો કરતા પણ વધુ ઈફેક્ટીવ હોય છે.અને સંદેશો બરાબર ઝીલી શકાય છે.

કોમ્યુનીકેશન મેથેડને હજી બે ભાગમાં વહેચવામાં આવે છે.

  • ૧.ડાયરેક્ટ કોમ્યુનીકેશન
  • ૨.ઇનડાયરેકટ કોમ્યુનીકેશન

૧. ડાયરેક્ટ કોમ્યુનીકેશન

  • એક વ્યક્તિ,બીજી વ્યક્તિ જૂથ કે સમુદાયની ડાયરેક્ટ એટલે કે સીધી રીતે વાતચીત કરે છે. અને સંબંધ બાંધે છે. તેને ડાયરેક્ટ કોમ્યુનીકેશન કહેવામાં આવે છે.દા.ત. કોઈપણ કંપની નાં સેલ્સમેન.

૨.ઇનડાયરેકટ કોમ્યુનીકેશન

  • એક વ્યક્તિ, બીજી વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં ન આવતા પરોક્ષ (અપ્રત્યક્ષ રીતે સંબંધમાં આવે છે દા.ત.બુક,રેડિયો,ટી.વી અને ટેપ વગેરે દ્વારા મેળવેલ માહિતી કે સંદેશા ની પ્રક્રિયા ઇનડાયરેકટ કોમ્યુનીકેશન કહેવામાં આવે છે.

અન્ય બીજી પધ્ધતીઓ નીચે મુજબ છે.

ફોર્મલ

  • ફોર્મલ એટલે કે આયોજન કરેલું.

ઈન્ફોર્મલ

  • ઈન્ફોર્મલ એટલે કે આયોજન વગરનું
  • દા.ત. જરૂરિયાત પ્રમાણે હેલ્થ ટોક

ઈન્ટર પર્સનલ કોમ્યુનીકેશન

  • આ રીતમાં એક કરતા વધુ વ્યક્તિઓ પરસ્પર હોય છે અને તેમની વચ્ચે વાતચીત કરવાની હોય છે.

ગ્રુપ અને ઈન્ટર ગ્રુપ કોમ્યુનીકેશન

  • એક ગ્રુપ નું બીજા ગ્રુપ સાથે કોમ્યુનીકેશન થવું.

ઓર્ગેનાઈઝેશન એન્ડ કલ્ચરલ કોમ્યુનીકેશન

  • સંસ્થા દ્વારા સાંસ્કૃતિક રીતે સંદેશો આવે છે.

અપવર્ડ-ડાઉનવર્ડ-હોરીઝોન્ટલ કોમ્યુનીકેશન

  • આમાં વાતચીત નો પ્રવાહ ઉપરથી નીચે આગળ હોય છે.જેમ કે ઉપરી અધિકારી સાથેની વાતચીત નીચેના કર્મચારી સાથેની વાતચીત અને સહ કર્મચારી સાથેની વાતચીત.

બેરીયર્સ ઓફ કોમ્યુનિકેશન

કોમ્યુનિકેશન પર કેટલાક અવરોધક પરિબળો અસર કરે છે. તેથી મેસેજ મોકલતી વખતે કે વિચાર વીનીમય કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી.

૧. ફીજીકલ બેરીયર્સ

તેમાં-

  • હિયરીંગ ડીફીકલ્ટી (સાંભળવામાં તકલીફ)
  • વિઝન ડીફીકલ્ટી(જોવામાં તકલીફ )
  • ડીફીકલ્ટી ઓફ એક્સપ્રેશન (દર્શાવવામાં પણ તકલીફ)

૨.સાયકોલોજીકલ બેરીયર્સ

  • નર્વસનેસ (હતાશા,નિરાશા)
  • ફીયર (બીક)
  • એજ્યાઈટિ (ચિંતા)
  • ઈમોશનલ ડીસ્ટર્બન્સ(લાગણી શૂન્યતા )

૩.એન્વાયરમેન્ટલ બેરીયર

તેમાં

  • નોઈઝ (ઘોંઘાટ)
  • ધુમ્મસ,ધુમાડો,કે ઓછો પ્રકાશ
  • વધુ પડતી ગરમી
  • ઠંડી અને વરસાદ

૪.કલ્ચર બેરીયર્સ

જેમાં

  • રીત રીવાજ
  • બીલીફ્સ (માન્યતાઓ)
  • રીલીજીયન (ધર્મ )
  • ઇગ્નોરન્સ
  • એટીટ્યુડ લેવેલ ઓફ નોલેજ
  • વ્યક્તિને મેસેજ કન્વે કરવાનો ઈન્ટરેસ્ટ ન હોય તો પણ કોમ્યુનીકેશન ઈફેક્ટીવ થતું નથી.
  • જેથી કોઈપણ કોમ્યુનીકેશન વખતે મેસેજ રીસીવ કરનારનો ઈન્ટરેસ્ટ હોય ત્યારે જ કોમ્યુનીકેશન કરો.

૫.લોંગ મેસેજ (લાંબો સંદેશો)

  • એક સાથે લાંબો મેસેજ કે લેકચર ન આપવા મેસેજ ટૂંકો અને મુદ્દાસર હોય તો વિચાર વિનિમય વધુ અસરકારક રહે છે.

૬. લોકોની જરૂરીયાત

  • લોકોની જે પ્રમાણેની જરૂરીયાત હોય તે સમજી ને મેસેજ ફલો કરો જેથી ઈફેક્ટીવ રહે .દા.ત પ્રેગ્નન્ટ વુમન સાથે એન્ટીનેટલ કેરની ચર્ચા.

૭. શોર્ટ મેસેજ

  • મેસેજ હંમેશા હેતુલક્ષી અને ડાયરેક્ટ રીઝલ્ટ પ્રાપ્ત થાય અને આપણું કાર્ય અસરકારક રીતે સિધ્ધ થાય તે રીતે સંક્ષીપ્તમાં આપવો જોઈએ.

ફેક્ટર ફોર સક્સેસફૂલ કોમ્યુનીકેશન (વિચાર વિનિમય ને સફળતા મળી રહે તેવા પરિબળો )

૧. ભાષા પસંદગી(સિલેક્શન ઓફ લેન્ગવેજ)

  • કોમ્યુનીકેશન માટે ભાષા પસંદગી યોગ્ય કરવી.
  • કોઇપણ મેસેજ આપતા પહેલા શબ્દો વિચારીને બોલવા .
  • ભાષા ટૂંકા વાક્યોવાળી તેમજ સીધીસાદી ભાષાનો ઉપયોગ કરવો.
  • ભાષામાં લોકો દ્વારા વપરાતા શબ્દોનો ઉપયોગ કરવો જેથી તે સરળતાથી સમજી શકે તેમજ લોકોને ગુસ્સો આવે તેવી ભાષા નો ઉપયોગ કદી ન કરવો.

૨.લાગણી અથવા લાગણીશીલતા (ફીલિંગ્સ)

  • લોકોની લાગણી દુભાય નહિ તેવી રીતે વિચાર વિનિમય કરવો.
  • જ્યારે આપણે પોતે ચિંતિત ભયભીત કે ગુસ્સા માં હોઈએ ત્યારે વિચારો વ્યક્ત કરવા નહિ.
  • જો આપણે શાંત હોઈશુ તો શાંતિપૂર્વક મેસેજ કરશું તો લોકો સમજશે.

૩.સમજશક્તિ (અંડરસ્ટેન્ડીંગ)

  • લોકોની સમજશક્તિ અને સ્થિતિ જોઇને વિચાર વિનિમય કરવો.
  • ઉપરાંત બીજા વિચાર વ્યક્ત કરે તો તેમને સમજવાનો પ્રયત્ન કરો તો જ સફળ વિચાર પરિવહન થાય શકશે.

૪.ટાઈમ (સમય )

  • લોકોને માહિતી આપવા માટેનો સમય નક્કી કરો . સામાન્ય રીતે લોકો નિરાંતમાં હોય તેવા સમયે વિચાર વિનિમય કરવો જોઈએ.
  • લોકો કામમાં હોય. ચિંતામાં હોય કે ભયમાં હોઈ તો આપણી વાતને સમજશે નહિ. તેથી સંદેશાને સારી રીતે પ્રસારણ કરવા માટે વ્યક્તિ ધ્યાન આપે તેવા સમયે મેસેજની આપ-લે કરવી.

૫. ઓછું કે વધુ પડતું વિચાર પરિવહન

  • જો લોકોને અપૂરતી કે અધુરી વાત કરવામાં આવે અથવા એકસાથે ઘણીબધી માહિતી આપવામાં આવે તો તેમને સમજવા માં કે યાદ રાખવામાં મુશ્કેલી થાય છે. આવું પરિવહન કરવું જોઈએ નહી. અપૂરતું કે વધુ પડતું વિચાર

૬. અવાજ અને હાવભાવ

  • આપણા અવાજ અને હાવભાવ યોગ્ય હોવા જોઈએ.
  • જો લોકોને આદેશ આપતા હોઈએ એવા ટોનથી વાત કરતા હોઈએ તો લોકો આપની વાતને અવગણના કરશે.
  • જેથી કોમ્યુનીકેશન વખતે વિવેક,વિનમ્રતા અને માયાળુ સ્વભાવથી કોમ્યુનીકેશન કરવું જોઈએ. જેથી અસરકારક વિચાર પરિવહન કરી શકાય.

૭. લખાણ અને શબ્દો

  • જ્યારે આપણે સંદેશો લખીએ તો એ લોકોને રસ પડે એવો હોવો જોઈએ.
  • લખાણના શબ્દો લોકો સમજી શકે તેવા હોવા જોઈએ.લખાણ લોકો સહેલાઇથી વાંચી શકે એવા હોવા જોઈએ.
  • શબ્દો હમેશા લોકો રોજીંદા જીવનમાં વાપરતા હોઈ એવા હોવા જોઈએ.

૮.અગ્રીમતા (પ્રાયોરીટી)

  • લોકોની જરૂરીયાત તેમજ પસંદગીની અગ્રીમતા આપીને વિચાર વિનિમય કરવાથી સારૂ પરિણામ આવે છે.

૯.સાંભળવું (ગુડ લીસ્નીંગ)

  • વિચાર વિનિમય કરતા પહેલા લોકો ને બરાબર સાંભળવા,જાણવા તેમજ તેની જરૂરીયાત જાણ્યા બાદ મેસેજ આપવો.

૧૦.આયોજન (પ્લાનિંગ)

  • આપણે લોકોને શું મેસેજ આપવાનો છે, તેનું આયોજન પહેલા કરવું.
  • સંદેશો ઝીલનાર કોણ છે? સંદેશો કયા સાધન દ્વારા આપવાનો છે.?
  • કઈ પરિસ્થિતિ માં સંદેશો આપશું? કયો અને ક્યા સંદેશો આપશું? વગેરેનું પ્લાનિંગ કરવું ઉપરાંત સંદેશો આપ્યા પછી લોકોના પ્રતિભાવ જાણી લેવાનું તેમજ લોકોને સંદેશો સમજાયો કે નહિ તે લોકોને વિશેનું આયોજન કરી લેવાનું.
Published
Categorized as Uncategorised