યુનિટ-1
ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ
ઇન્ટ્રોડક્શન : ચાઈલ્ડ હેલ્થ કેર
- ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એ મેડીકલ વિજ્ઞાનની એક શાખા છે, જેમા કન્સેપ્શન થી અડોલસેન્સ સુધી ના બાળકો ના આરોગ્ય અને માંદગી ની પ્રિવેન્ટીવ, પ્રમોટીવ, ક્યુરેટીવ અને રિહેબીલેટેટીવ કેરનો સમાવેશ થાય છે.
- ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ ને ગ્રીક ભાષા માંથી આવ્યો છે. “પીડીયાટ્રીક નર્સિંગ” પણ કહેવામાં આવે છે. પીડીયાટ્રીક શબ્દ ગ્રીક ભાષા માંથી આવ્યો છે.
- પિડીયા એટલે ચાઈલ્ડ
- આટ્રીક એટલે ટ્રીટમેન્ટ
- ઈક્સ એટલે બ્રાન્ચ ઓફ સાયન્સ
- હાલના સમયમાં ભારતમાં બાળ આરોગ્ય ને લગતા નર્સિંગ ના વિકાસ ને કારણે બાળકો ની આરોગ્ય લક્ષી સેવાઓ સરળતાથી મળતી થઇ છે. ભારત ની કુલ વસ્તિ માંથી આસરે 35% વસ્તિ 15 વર્ષ કરતા નાના બાળકોની છે. બાળ આરોગ્ય ને લગતી સેવાઓ ની ઉપલબ્ધતા ને કારણે આપણે બાળકો ની તંદુરસ્તીનુ સ્તર ઉંચુ લાવી શકીયે છીયે.
- બાળકો મા મૃત્યુ દર ઘટાડવા અને બાળકો ની તંદુરસ્તી વધારવા માટે તેમને વ્યાપક સંભાળ ( કંપ્રીહેન્સિવ કેર) ની જરૂર પડે છે, જેમાં જન્મ થી માંડી ને 18 વર્ષ સુધીના બાળકોના વૃધ્ધિ અને વિકાસ, પોષણ, બાળકો ના અધિકાર, રસીકરણ, અને વિવિધ રોગોમાં તેની સંભાળ અને સારવાર નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકાર દ્વારા બાળ આરોગ્ય ને લગતા વિવિધ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.
ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ
- વૃદ્ધિ અને વિકાસ (ગ્રોથ અને ડેવલોપમેન્ટ) ની પ્રક્રિયા ની શરુઆત કન્સેપ્શન થી થાય છે અને જીવનભર ચાલુ રહે છે. વૃદ્ધિ અને વિકાસ એક બીજા થી પ્રેરિત હોય છે, દરેક બાળકમાં વૃધ્ધિ અને વિકાસ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. સારા વૃદ્ધિ અને વિકાસ માટે બાળકની દરેક તબક્કાની જરૂરીયાતો સંતોષાય અને તેને પુરતી સાર સંભાળ મળી રહે, તે જરૂરી છે.
- વૃદ્ધિ અને વિકાસનું મૂલ્યાંકન એ બાળકના આરોગ્ય અને પોષણની સ્થિતિ જાણવા માટે ખૂબ મદદરૂપ છે. સતત સામાન્ય વૃદ્ધિ અને વિકાસ એ બાળકના આરોગ્ય અને પોષણની સારી સ્થિતિ સૂચવે છે. અસામાન્ય વૃદ્ધિ અથવા વૃદ્ધિની નિષ્ફળતા એ રોગનું લક્ષણ છે. તેથી, વૃદ્ધિનું માપન એ શારીરિક પરીક્ષણનાં આવશ્યક ઘટક છે.
વૃધ્ધિ (ગ્રોથ)
- વૃદ્ધિ એટલે બાળકના કદ અથવા શરીરના ભાગોમાં ક્રમિક વધારો.
- તે સૂચક છે એટલે કે શરીર, કદ, વજન વગેરેમાં વધારો.
- તે માત્રાત્મક પ્રગતિ છે.
- તે શારીરિક પરિવર્તન છે.
- તે પ્રકૃતિમાં બાહ્ય છે ચોક્કસ તબક્કે અટકે છે.
- તે શારીરિક પ્રગતિ છે.
વિકાસ (ડેવલપમેન્ટ)
- વિકાસ એટલે વિવિધ કુશળતા (ક્ષમતાઓ) નું પ્રગતિશીલ સંપાદન છે જેમ કે બોલવું, શીખવું, લાગણીઓને વ્યકત કરવું અને અન્ય લોકો સાથે સંબંધ બનાવવા. ટુંકમાં બાળકોમા થતા કૌશલ્ય અને કાર્યશક્તીના વધારાને વિકાસ કહે છે.
- તે સૂચક નથી
- તે ગુણાત્મક પ્રગતિ છે.
- તે માનસિક પરિવર્તન છે.
- તે આંતરિક પ્રકૃતિ છે.
- તે સતત પ્રક્રિયા છે
- તેમાં સમજશક્તિમાં વધારો થાય છે.
ફેક્ટર અફેક્ટિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ (વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો)
- પ્રકૃતિ અને પોષણ બંને બાળકોના વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. તેમ છતાં જે પ્રકૃતિ દ્વારા સંપન્ન છે તે સ્થિર છે, તેમ છતાં પોષવાથી પણ મોટો ફરક પડે છે. અહીં બાળકોના વૃધ્ધિ અને વિકાસને અસર કરતા કેટલાક પરિબળો છે.
આનુવંશિકતા (હેરિડિટી)
- આનુવંશિકતા એ માતાપિતા પાસેથી તેમના જનીનો દ્વારા બાળકોમાં શારીરિક લાક્ષણિકતાઓનું પ્રસારણ છે. તે ઉંચાઈ, વજન, શરીરની રચના, આંખનો રંગ, વાળનો રંગ, બુદ્ધિ અને યોગ્યતા જેવા શારીરિક દેખાવના તમામ પાસાઓને પ્રભાવિત કરે છે.
પર્યાવરણ (એન્વાયરમેન્ટ)
- વાતાવરણ બાળકોના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને
- તે બાળકને પ્રાપ્ત થતી શારિરીક અને માનસિક ઉત્તેજના રજુ કરે છે. જેમા ઘર અને શાળાનુ વાતાવરણ, ચોખ્ખાઇ, સુર્ય પ્રકાશ, પ્રદુષણ, સ્વચ્છતા, જેવી બાબતો નો સમવેશ થાય છે. એક સારી શાળા અને પ્રેમાળ કુટુંબ – બાળકોને કુશળ બનાવે છે. તેવીજ રીતે તણાવપૂર્ણ વાતાવરણમાં ઉછરેલા બાળકો માટે આ અલબત્ત, અલગ હશે.
પોષણ (ન્યુટ્રીશન)
- પોષણ એ વૃદ્ધિમાં એક નિર્ણાયક પરિબળ છે કારણ કે શરીરને નિર્માણ અને
- સમારકામ માટે જે બધું જરૂરી છે તે આપણે ખાધેલા ખોરાકમાંથી આવે છે. કુપોષણ એ રોગોનું કારણ બની શકે છે જે બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે. બીજી બાજુ, અતિશય આહારથી ડાયાબિટીઝ અને હૃદયરોગ જેવા રોગ અને લાંબા ગાળે મેદસ્વીપણા અને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે. મગજ અને શરીરના વિકાસ માટે વિટામિન, ખનિજો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીવાળા સમતોલ આહાર જરૂરી છે.
જાતિ (સેકસ)
- બાળકની જાતિ એ વૃદ્ધિ અને વિકાસને અસર કરતી બીજી મુખ્ય બાબત છે.
- છોકરાઓ અને છોકરીઓ જુદી જુદી રીતે વધે છે. ખાસ કરીને તરુણાવસ્થાની નજીક, છોકરાઓ છોકરીઓ કરતા ઉંચા અને શારીરિક રીતે મજબૂત હોય છે. જો કે, કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓ ઝડપથી પુખ્ત વલણ ધરાવે છે. તેમના શરીરની શારીરિક રચનામાં પણ તફાવત છે જે છોકરાઓને વધુ એથલેટિક બનાવે છે અને તે પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે. તેમનો સ્વભાવ પણ બદલાય છે, જેનાથી તેઓ જુદી જુદી વસ્તુઓમાં રસ બતાવે છે.
હોર્મોન્સ
- અંતસ્ત્રાવ પ્રણાલીથી સંબંધિત છે અને આપણા શરીરના વિવિધ કાર્યોને પ્રભાવિત કરે છે. તેઓ શરીરના કાર્યોને નિયંત્રિત કરતા હોર્મોન્સ સ્ત્રાવ કરવા માટે શરીરના ચોક્કસ ભાગોમાં સ્થિત વિવિધ ગ્રંથિ ઓ દ્વારા ઉત્પન્ન થાય છે. બાળકોમાં સામાન્ય શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે તેમની સમયસર કામગીરી મહત્વપૂર્ણ છે. હોર્મોન—સ્ત્રાવ ગ્રંથિઓની કામગીરીમાં અસંતુલનના પરિણામે વૃદ્ધિની ખામી, જાડાપણું, વર્તણૂકીય સમસ્યાઓ અને અન્ય રોગો થઈ શકે છે. તરુણાવસ્થા દરમિયાન, ગોનાડ્સ સેક્સ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે લૈંગિક અંગોના વિકાસ અને છોકરાઓ અને છોકરીઓમાં ગૌણ જાતીય લાક્ષણિકતાઓના દેખાવને નિયંત્રિત કરે છે.
સામાજિક-આર્થિક સ્થિતિ (સોસીયો-ઇકોનોમિક સ્ટેટસ)
- કુટુંબની સામાજિક-આર્થિક સ્થિતિ બાળકને મળેલી તકની ગુણવત્તા નક્કી કરે છે. વધુ સારી શાળાઓમાં અભ્યાસ કરવાથી ચોક્કસપણે લાંબા ગાળે લાભ થાય છે. કુટુંબીઓ તેમના બાળકો માટે વધુ સારા શિક્ષણ સંસાધનો પણ પ્રદાન કરી શકે છે અને જો બાળકોને જરૂર હોય તો તેઓ વિશેષ સહાય લે છે. ગરીબ પરિવારોના બાળકોને તેમની સંપૂર્ણ સંભાવના સુધી પહોંચવા માટે શૈક્ષણિક સંસાધનો અને સારા પોષણની જરુરીયાતો સંતોષાતી નથી. તેમની પાસે કાર્યકારી માતાપિતા પણ હોઈ શકે છે જેઓ ઘણાં કલાકો કામ કરે છે અને તેમના વિકાસમાં ગુણવત્તાવાળા સમયનું રોકાણ કરી શકતા નથી.
અધ્યયન અને મજબૂતીકરણ (લર્નિંગ એન્ડ રિઇન્ફોર્સમેન્ટ)
- ભણતરમાં માત્ર ભણતર કરતાં ઘણું બધું સામેલ છે. તે માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક રીતે બાળકના નિર્માણ સાથે પણ સંબંધિત છે જેથી તેઓ સમાજમાં સ્વસ્થ કાર્યાત્મક વ્યક્તિઓ તરીકે કાર્ય કરે. આથી મગજ નો વિકાસ થાય છે અને બાળક પરિપક્વતા મેળવી શકે છે. મજબૂતીકરણ એ શીખવાનું એક ઘટક છે જ્યાં પ્રવૃત્તિ અથવા કસરતનું પુનરાવર્તન કરવામાં આવે છે અને શીખ્યા પાઠોને મજબૂત કરવામાં આવે છે. તેથી, જે પાઠ શીખવવામાં આવે છે તે યોગ્ય પરિણામો પ્રાપ્ત થાય ત્યાં સુધી પુનરાવર્તિત કરવું પડે છે.
આ ઉપરાંત પણ ઘણા બધા કારણૉ છે જે બાળકનાં વૃધ્ધિ અને વિકાસ ને અસર કરે છે.જેવા કે,
- બીમારી અને અકસ્માત (ઇલનેસ એન્ડ એક્સિડેન્ટ)
- વધારે સંખ્યામાં બાળકો (બર્થ ઓર્ડર)
- માનસિક રોગ, અને બીહેવીયર ડીસોર્ડર્સ.
- સગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વાસ્થ્ય.
- કલ્ચર, રેસ એન્ડ નેશનાલીટી વગેરે.
ટેકનીક્સ ઓફ એસેસમેન્ટ ઓફ ગ્રોથ & ડેવલોપમેન્ટ
વૃદ્ધિના તબક્કા (સ્ટેજિસ ઓફ ગ્રોથ)
1. વજન (વેઈટ)
- જન્મ સમયે પરિપક્વ બાળક નો વજન 2.5 kg થી 3.8 kg જેટલો હોય છે, જન્મ ના પહેલા અઠવાડિયામાં તેમાં 15% થી 20% નો ઘટાડો જોવા મળે છે. ત્યાર બાદ 3 મહિના સુધી 25 gm /દિવસ વધે છે. અને એક 3 મહિના થી 1 વર્ષ સુધીમા તે લગભગ 40gm/ દિવસ વધે છે.
વજનમાં વધારો નીચે મુજબ જોવા મળે છે.
- જન્મ થી બમણો 5 મહીને
- જન્મ થી ત્રણ ગણો 1 વર્ષે.
- જન્મ થી ચાર ગણો 2.5 વર્ષે
- જન્મ થી 5 ગણો 5 વર્ષે.
2. લંબાઈ અથવા ઊંચાઈ (લેન્થ એન્ડ હાઈટ)
- ઉંચાઇમાં વધારો એ હાડકા ની સારી વૃધ્ધિ દર્શાવે છે. ભારતમાં પરિપક્વ સમયે જન્મેલા બાળક ની સામાન્ય લંબાઇ 48 થી 50 જેટલી હોય છે.
જેમાં નીચે મુજબ વધારો જોવા મળે છે.
- 50 cm – જન્મ સમયે
- 60 cm – 3 મહિને
- 70 cm – 9 મહીને
- પ્રથમ વર્ષ ના અંતે તે 75 cm જેટલી હોય છે.
- બીજા વર્ષ દરમીયાન 12 cm નો વધારો થાય છે.
- ત્રિજા વર્ષ દરમીયાન 9 cm નો વધારો થાય છે.
3. માથાનો ઘેરાવો (હેડ સરકમફેરેન્સ)
- સામાન્ય રીતે નવજાત શિશુનો જન્મ સમયનો માથાનો ઘેરાવો 35 cm જેટલો હોય છે.
વધતી ઉંમરે તે નીચે મુજબ વધે છે.
- 35 cm – જન્મ સમયે
- 40 cm – 3 મહિને
- 43 cm 6 મહિને
- પ્રથમ વર્ષ ના અંતે તે 45 cm જેટલો હોય છે.
- બીજા વર્ષે 48 cm થાય છે.
ફોન્ટેનલ્સ ક્લોઝર
- પોસ્ટિરીયલ ફોન્ટેનલ્સ 6 – 8 વિક ( 1.5 થી 2 મહિના ) ક્લોઝ થાય છે અને એન્ટિરિયર ફોન્ટેનલ્સ 12 થી 18 મહિના (1 થી 1.5 વર્ષ ) ક્લોઝ થાય છે.
4. છાતીનો ઘેરાવો (ચેસ્ટ સર્કમફેરેન્સ)
- જન્મ સમયે તે માથા ના ઘેરાવા કરતા 2 cm થી 5 cm ઓછુ હોય છે. 6 થી 8 મહીનાની ઉંમરે તે એક સરખુ થાય છે.
- 2 વર્ષ ની ઉમરે તે માથાનાં ઘેરાવા કરતા 3થી 4 સે.મી. વધારે હોય છે.
5. બાવડાનો ઘેરાવો (મીડ આર્મ સરકમ ફેરન્સ)
- સામાન્ય રીતે નવજાત શિશુ નો જન્મ સમય નો બાવડા નો ઘેરાવો 11 cm થી 12 cm જેટલો હોય છે. બાળકનાં પોષણના સ્તરને માપવામાં ઉપયોગમાં લેવાતો અગત્યનો આંક છે.
વધતી ઉંમરે તે નીચે મુજબ વધે છે.
- પ્રથમ વર્ષ ના અંતે તે 11.5 cm થી 15 cm જેટલો હોય છે.
- 11.5 સેમી કરતા ઓછું હોય તો તેને સિનિયર એક્યુટ માલન્યુટ્રીશન કહેવાય છે.
6. દાંતનો ઉગાવો (ડેન્ટીસન ઓર ઇરપ્શન ઓફ તીર્થ)
- બાળકોના દાંતને દુધીયા દાંત તરીકે ઓળખાય છે. બાળકના જડબાના કદ નાના હોવાને કારણે, ત્યાં ફક્ત 20 દાંત હોય છે. જેની સરખામણીમાં પુખ્ત વયના મોમાં 32 દાંત હોય છે. દાંત સામાન્ય રીતે 6-8 મહિનાની ઉંમરે ફૂટે છે અને 29 મહિનાની આસપાસ સમાપ્ત થાય છે. પ્રાથમિક દાંતમાં ઇસિઝર્સ (કાપવાના દાંત), કેનાઈન્સ (ફાળવાના દાંત) અને દાઢ(પીસવાના દાંત) હોય છે.
બે પ્રકારના દાંત જોવા મળે છે.
- ટેમ્પરરી તીથ
- પર્મનન્ટ તીથ
- ટેમ્પરરી ઓર મિલ્ક તીથને ડેસીડુઅસ તીથ પણ કહે છે. પ્રથમ દાંત આવ્યા બાદ સામાન્ય રીતે દર મહીને એક દાંત ઉગે છે. બાળકની ઉંમર 2.5 થી 3 વર્ષ સુધીમાં બધા ટેમ્પરરી તીથ આવી જાય છે, જે 20 જેટલા હોય છે.
- ફર્સ્ટ પર્મનેન્ટ તીથ બાળક 6 વર્ષ નું થાય ત્યારે આવે છે. આવા દાંતની સંખ્યા 32 હોય છે.
વિકાસના તબક્કા (સ્ટેજિસ ઓફ ડેવલપમેન્ટ)
- બાળકમાં થતા કૌશલ્ય અને કાર્યશકિત (સ્કીલ & એબિલિટી) ના વધારાને વિકાસ કહેવાય છે. ટુંકમાં, જોવા મળતા ગુણાત્મક ફેરફારને વિકાસ કહે છે. દાત: માતા – પિતાને ઓળખવા, અજાણ્યા પાસે ના જવુ, કલર ઓળખવો, નકલ કરવી વગેરે.
- બાળકની ઉંમર મુજબ વિકાસને જુદા જુદા તબકકાઓમાં વિભાજિત કરવામાં આવેલ છે. અને દરેક તબકકાઓમાં તેનો વિકાસ અલગ જોવા મળે છે.
ન્યુ બોર્ન બેબી નવજાત શિશુ
- જન્મ થી 28 દિવસ સુધીની ઉંમરનાં બાળક ને નવજાત શિશુ કહેવામાં આવે છે.
- આ સમયગાળો ખુબ જ જોખમી હોય છે.
- આ સમયગાળા દરમ્યાન ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ વધારે રહે છે.
- સમયસર રસીકરણ અને બાળકની યોગ્ય કેર લેવી જરૂરી છે.
ઇન્ફન્ટ
- જન્મ થી એક વર્ષ સુધીનાં બાળક ને ઇન્ફન્ટ કહે છે. આ તબક્કામાં વૃધ્ધિ અને વિકાસ ઘણો જ ઝડપી થાય છે.
- આ સમયગાળામાં બાળક પુરી રીતે માતા પર આધારીત હોય છે .
- આવશ્યક જરૂરીયાતો અને સારુ ન્યુટ્રીશન ખુબ જ જરૂરી છે.
- બાળકને છ માસ સુધી ફક્તને ફક્ત ધાવણ અને ત્યારબાદ પુરકપોષણ શરૂ કરવુ જોઇએ.
- માતાને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ, ટેકનીક, અને બાળકોમાં જોવા મળતા અકસ્માતો વિશેની આ ગાળા દરમ્યાન ખાસ સમજણ આપવી જોઇએ.
ટોડલર
- એક વર્ષથી ત્રણ વર્ષની ઉંમરનાં બાળક ને ટોડલર કહે છે.
- બાળક એકલુ ચાલવા માટે તત્પર હોય છે.
- વિકાસ ખુબજ ઝડપી હોય છે.
- બાળકમાં વૃધ્ધિ અને વિકાસનો આ મહત્વનો તબકકો ગણવામાં આવે છે.
પ્રિસ્કુલ ચાઇલ્ડ
- ત્રણ થી પાંચ વર્ષની ઉમરના બાળક ને પ્રિસ્કુલ ચાઇલ્ડ કહે છે.
- આ સમયગાળામાં માનસિક વિકાસ ખુબ જ ઝડપી બને છે.
- બાળક પોતાની જાતે ખોરાક લેવા માટે સક્ષમ બની જાય છે.
- મિત્રો બનાવે છે અને સામાજીક વિકાસની શરૂઆત થાય છે.
સ્કૂલ ગોઈંગ ચાઈલ્ડ
- છ થી દસ વર્ષના બાળકને સ્કુલ ચાઇલ્ડ કહે છે જેને લેટ ચાઇલ્ડહૂડ પણ કહેવાય છે.
- આ ખેલકુદ નો તબક્કો છે.
- રનીંગ, જંપીગ અને ઉંચાઈ પર ચઢવુ ખુબજ ગમે છે
- બીજાની સલાહ સ્વીકારે છે, અને સલાહ આપે પણ છે.
- સેક્સ વિશેની જાણકારી પોતાનામાં આવે છે.
એડોલેશન
- 11 થી 18 વર્ષનાં બાળકને એડોલેશન કહે છે.
- જીવનનો ખુબજ અગત્યનો તબક્કો છે.
- દરેક દિશાઓથી પોતે મેચ્યોર થવાનું પહેલું પગથિયુ છે.
- શારીરીક વિકાસ ખુબજ ઝડપી બને છે.
- આને ટીન એઇજ કે મિરર એઇજ પણ કહેવાય છે.
- માઈલ સ્ટોન ઓફ ગ્રોથ & ડેવલોપમેન્ટ
જન્મ સમયનું બાળક
શારીરિક વિકાસ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : 2.5 થી 3.5 કી.ગ્રા.
- ઉંચાઇ : ૪૫ સે.મી થી ૫૦ સે.મી.
- માથાનો ઘેરાવો : ૩૩ થી ૩૫ સે.મી.
- છાતીનો ઘેરાવો : 30 થી ૩૨ સે.મી. હોય છે.
માનસીક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ )
- રડવું તે તેની ભાષા હોય છે.
- શરીરનું હલનચલન કરે છે.
- દિવસ અને રાત્રી દરમ્યાન ૨ર કલાક સુધી ઉંઘે છે.
- ભુખ લાગે ત્યારે રડે છે.
- હાથની મુઠી વાળી રાખે છે.
ખોરાક
- ખોરાકમાં ફકત માતાનું ધાવણ આપવું જોઇએ.
1 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૩ કી.ગ્રા. થી ૩.૫ કી.ગ્રા.
- ઉંચાઇ : ૪૮ સે.મી. થી 50 સે.મી. હોય છે.
- માથાનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
- છાતીનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- રડવું તેની ભાષા હોય છે.
- શરીરનું છુટથી હલનચલન કરે છે.
- દિવસ અને રાત્રી દરમ્યાન ૧૫ થી ૨૦ કલાક ઉંઘે છે.
- સકિંગ રીફલેશન બતાવે છે.
- આંખમાં લાઇટ ફેકતા તે બાજુ જુએ છે.
ખોરાક
- ખોરાકમાં ફક્ત માતાનું ધાવણ હોય છે.
2 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૩.૫ થી ૪.૫ કી.ગ્રા.
- ઉંચાઇ : ૫૦ સે.મી. થી 52 સે.મી.
- માથાનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
- છાતીનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- માતાની સામે જોઇને હસે છે.
- શરીરનું છુટથી હલનચલન કરે છે.
- માથુ સ્થિર રાખી શકે છે.
- નજર ફેરવે છે.
- ભુખ્યું થાય કે ભીનું થાય ત્યારે રડે છે.
ખોરાક
- ખોરાકમાં ફક્ત માતાનું ધાવણ (બ્રેસ્ટ ફીડિંગ) હોય છે.
૩ માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : 5 કી.ગ્રા. થી 5.5 કી.ગ્રા.
- ઉંચાઇ : 55 સે.મી.
- માથાનો ઘેરાવો : 36 થી 37 સે.મી. હોય છે.
- છાતીનો ઘેરાવો : 34 થી 36 સે.મી. હોય છે.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- આમ તેમ હાથ ફેરવે છે.
- ઉંધુ સુઇ જાય છે.
ખોરાક
- ખોરાકમાં ફક્ત માતાનું ધાવણ હોય છે.
4 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૫.૫ થી ૬ કી.ગ્રા.
- ઉંચાઇ : ૫૫ થી ૫૭ સે.મી.
- માથાનો ઘેરાવો : વધારે ફરક જોવા મળતો નથી.
- છાતીનો ઘેરાવો : વધારે ફરક જોવા મળતો નથી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- ચત્તું સુવડાવવામાં આવે તો ઉધુ થઇ જાય છે.
- થોડીવાર હસે છે.
- ઉંઘ ઓછી થઇ જાય છે.
- બોલાવવામાં આવે ત્યારે સામુ જોવે છે.
- માતાનો અવાજ ઓળખી શકે છે.
- હાથ પગ ભેગા કરી રમી શકે છે.
- રમકડા કે વસ્તુ પકડવાનો પ્રયત્ન કરે છે.
- નવિન વસ્તુ જોતા આનંદ અનુભવે છે,
ખોરાક
- ખોરાકમાં ફક્ત માતાનું ધાવણ (બ્રેસ્ટ ફીડિંગ) હોય છે. માતાના ધાવણ સીવાય અન્ય કોઇ પણ પ્રકારનો ખોરાક આપવો નહી. માતા અને પરીવાર સાથે બ્રેસ્ટ ફીડીંગ વીશે સંપરમર્ષ કરવું.
5 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૬ થી ૬.૫ કી.ગ્રા.
- ઉંચાઇ : ૫૭ થી ૬૦ સે.મી.
- માથાનો ઘેરાવો : ૩૮ થી ૪૦ સે.મી.
- છાતીનો ઘેરાવો : ૩૬ થી ૩૮ સે.મી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- વસ્તુઓ મોઢામાં નાખે છે.
- માથાની સ્થિરતા કાબુમાં આવે છે.
- વસ્તુઓ બતાવીએ તો લેવાનો પ્રયત્ન કરે છે.
- માતાને વધુ સારી રીતે ઓળખી શકે છે.
- વસ્તુ કે રમકડા હાથમાં પકડી રાખે છે.
- ચત્તા માંથી ઉધુ સુઇ શકે છે.
- હાથમાંથી પડી ગયેલ વસ્તુઓ શોધે છે.
- માસના અંતે વજન જન્મ સમય કરતા બમણું થઇ જાય છે.
ખોરાક
- ખોરાકમાં ફક્ત માતાનું ધાવણ અપાય છે.
6 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૬.૫ થી ૭ કી.ગ્રા.
- ઉંચાઇ : ૬૦ થી કર સે.મી.
- માથાનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
- છાતીનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
માનસિક વૃદ્ધિ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- રડવાનું ઓછુ કરી નાખે છે.
- આંગળી અને અંગુઠો મોઢામાં ચુસે છે.
- અજાણ્યા માણસ સામે જોઇને પણ હસે છે.
- આરામ દાયક સ્થિતીમાં થોડીવાર બેસાડીએ તો બેસી શકે છે.
- કપડાથી તેનું મોઢુ ઢાંકે છે, તેમાં તેને આનંદ આવે છે.
ખોરાક
- ખોરાકમાં ફક્ત માતાનું ધાવણ હોય છે.
- છ મહીના બાદ માતાનાં ધાવણ સાથે સાથે પુરક આહાર ચાલુ કરવામાં આવે છે.
- માતાને સમજાવો કે બાળકને માત્ર પ્રવાહી ખોરાક ન આપો, ઉપરી આહાર થોડો ઘટ્ટ હોય તેવો આપો અને વધતી ઉંમર સાથે ખોરાકની ઘટ્યામાં વધારો કરતા જવું.
7 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૭ થી ૭.૫ કી.ગ્રા.
- ઉંચાઇ : ૬૨ થી ૬૪ સે.મી.
- માથાનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
- છાતીનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલપમેન્ટ)
- ઘુંટણ પર થોડા સમય વજન આપી શકે છે.
- બેસતી વખતે શરીરનો કંટ્રોલ કરી શકે છે.
- હાથ આપવામાં આવે તો પકડી શકે છે.
- કોઇપણ વસ્તુ મોઢામાં મુકી દે છે.
- વ્હાલ કરે છે.
- અવાજ કરીને બીજાને બોલાવે છે.
- બા… ઉ… આ… જેવા શબ્દો બોલી શકે છે.
- દાંત ફુટવાની શરૂઆત થાય છે. નીચેના બે દાંત આવે છે.
ખોરાક
- ખોરાકમા માતાનું ધાવણ સાથે પૂરક આહાર અપાય છે.
- આ સમયે બાળકને માતાના ધાવણ ઉપરાંત પૂરક આહાર ચાલુ કરવામાં આવે છે. જેમા બાળક ને અર્ધ ઘટ્ટ પ્રવાહી જેવા કે, બાફેલી દાળ, વેજીટેબલ સુપ વગેરે.
8 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૭.૫ થી ૮ કી.ગ્રા.
- ઉંચાઇ : ૬૪ થી ૬૬ સે.મી.
- માથાનો ઘેરાવો : વધુ કોઇ ફરક જોવા મળતો નથી.
- છાતીનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલપમેન્ટ)
- ટેકા વગર બેસી શકે છે.
- આંગળી પકડીને ઉભુ કરવામાં આવે તો ઉભુ થઇ શકે છે.
- હા અને ના માં સમજી શકે છે.
- ઘરના સભ્યો સામે હાથ લંબાવે અને અજાણ્યા સામે મો ફેરવે છે.
- રમવુ ગમે છે.
- બેવડા શબ્દો જેવા કે, દાદા. કાકા.. મામા.. બોલી શકે છે.
- દાંત ફુટવાની શરૂઆત થાય છે.
ખોરાક
- ખોરાકમાં માતાનું ધાવણ હોય છે.
- સ્વાદ ની ખબર પડે છે.
- પુરક આહાર ચાલુ કરવામાં આવે છે. જેમાં ખીચડી કે દાળભાત ખાઇ શકે છે.
9 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૮ થી ૮.૫ કી.ગ્રા.
- ઉંચાઇ : ૬૬ થી ૬૮ સે.મી.
- માથાનો ઘેરાવો : ૪૦ થી ૪૨ સે.મી.
- છાતીનો ઘેરાવો : ૩૮ થી ૪૦ સે.મી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલપમેન્ટ)
- સીધુ બેસી શકે છે.
- આંગળી પકડીને ઉભુ કરવામાં આવે તો ઉભુ થઇ શકે છે.
- વસ્તુને વારંવાર લેવા જાય છે.
- હા.. અને ના… માં સમજી શકે છે.
- બાળક સામાજિક (સોશિયલ) બને છે.
- કોઇપણ વસ્તુ જેવી કે ખુરશી ટેબલ પકડી ને ઉભુ થઇ શકે છે.
- કોઇપણ વસ્તુ ઘુંટણીયે પડી. લેવાનો પ્રયત્ન કરે છે.
- કોઇ રડે તો રડવા લાગે છે. લાગણી વધે છે.
- મોઢુ ધોવે તો આડા હાથ રાખે છે.
- ઉપર કે નીચેના વધુ દાંત આવે આવે છે.
ખોરાક
- ખોરાકમાં ફક્ત માતાનું ધાવણ હોય છે. પૂરક આહારમાં અર્ધઘટ્ટ ખોરાક આપવામાં આવે
10 માસનું બાળક
શારીરિક વૃદ્ધિ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૮.૫ થી ૯ કી.ગ્રા.
- ઉંચાઇ : ૬૮ થી ૭૦ સે.મી.
- માથાનો ઘેરાવો : વધુ કોઇ ફરક જોવા મળતો નથી.
- છાતીનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- બાળક સીધુ અને સ્થિર બેસી શકે છે.
- કમરના ભાગમાં કંટ્રોલ આવે છે.
- બીજાનું ધ્યાન કેન્દ્રીત કરવા કપડા પકડે છે.
- બાળક વધુને વધુ સામાજીક (સોશિયલ) બને છે.
- કોઇપણ વસ્તુ તરત પકડીલે છે.
- દરેક વખતે હસવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે.
- ગુસ્સો કરતા રડવા લાગે છે.
- ઉપરના કે નીચેના ચાર ચાર દાંત આવે છે. દાઢ ફુટે છે.
ખોરાક
- ખોરાકમાં માતાનું ધાવણ હોય છે. પૂરક આહારમાં ખોરાકની ઘટ્ટતામાં ધીમે ધીમે વધારો
- કરવામાં આવે તો ખાઇ શકે છે.
- ઘરમાં બનતો પોચો ખોરાક ખાઇ શકે છે.
૧૧ માસનું બાળક
શારીરિક વિકાસ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : 9 કી.ગ્રા. થી 9.5 કી.ગ્રા.
- ઉંચાઈ : 70 થી 72 સે.મી.
- માથાનો ઘેરાવો : વધુ કોઇ ફરક જોવા મળતો નથી.
- છાતીનો ઘેરાવો : વધુ ફરક જોવા મળતો નથી.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- જેટલી વસ્તુ હાથમાં આવે તેટલી ફેકવા માંડે છે.
- ઉભા થવાનો પ્રયત્ન કરે છે.
- તાળીઓ પાડે છે.
- બીજાઓનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે.
- કોઈપણ વસ્તુ પકડીલે છે અને મેળવ્યા બાદ આનંદ અનુભવે છે.
- નાના નાના શબ્દો બોલે છે.
- ઉપરના કે નીચેના ચાર ચાર દાંત આવે છે.
ખોરાક
- ખોરાકમાં માતાનું ધાવણ અપાય છે. પૂરક આહારમાં 4 થી 5 વખત ખોરાક આપવામાં આવે તો ખાઈ શકે છે.
૧૨ માસનું બાળક
શારીરિક વિકાસ (ફિઝિકલ ગ્રોથ)
વજન : ૯ થી ૧૦.૫ કી.ગ્રા.
- જન્મ સમયના વજન કરતા ત્રણ ગણું વજન થાય છે.
- ઉંચાઈ ૭૨ થી ૭૫ સેમી જેટલી હોય છે.
માથાનો ઘેરાવોઃ ૪૬ થી ૪૮ સેમી જેટલો થાય છે.
છાતીનો ઘેરાવો : ૪૮ સેમી. જેટલો થાય છે.
- માથાનો તથા છાતીનો ઘેરાવો સમાન થાય છે.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- બાળક સ્થિર ઉભુ રહી શકે છે.
- દિવાલ કે ફર્નિચર પકડીને ચાલે છે.
- તાળીયો પાડે છે, પગલા ભરતા શીખે છે.
- માતાને ઓળખે છે.
- બહાર રમવાનું પસંદ કરે છે. ગુસ્સા સામે પ્રતીક્રિયા આપે છે.
- ઘરના સભ્યોનો અવાજ ઓળખી શકે છે.
- ઉપરના કે નીચેના ચાર ચાર દાંત આવે છે.
ખોરાક
- ખોરાકમાં માતાનું ધાવણ હોય છે. પુરક આહારમાં ઘરમાં બનતો તમામ ખોરાક આપી શકાય છે.
૧૮ માસનું બાળક
શારિરીક વિકાસ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૧૦.૫ થી ૧૧ કિ.ગ્રા. હોય છે.
- ઉંચાઈ : ૮૦ થી ૮૨ સે.મી. જેટલી હોય છે.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- બાળક ટોડલર તરીકે ઓળખાય છે.
- પગથિયા ચડી શકે છે.
- દોડવાની શરૂઆત કરે છે.
- રમકડા એક બીજા પર ગોઠવી શકે છે.
- પેન્સીલ કે ચોક આપવામાં આવે તો લીટા કરે છે.
- પાણી જાતે પી શકે છે
- ઘણા બધા દાંત આવે છે.
ખોરાક
- ખોરાકમાં માતાનાં ધાવણ ઉપરાંત ઉપરી આહારમાં ઘરમાં બનતો તમામ ખોરાક ખાઇ શકે છે. ભાવતી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખે છે.
બે વર્ષનું બાળક
શારીરિક વિકાસ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : 12 થી 12.5 કિ.ગ્રા. હોય છે.
- ઉંચાઈ : ૮૦ થી ૮૨ સે.મી. જેટલી હોય છે.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલપમેન્ટ)
- કાતર વડે કાગળના ટુકડા કરી શકે છે.
- બુટ મોજા તથા પેન્ટ – દેખરેખ હેઠળ પહેરી શકે છે.
- જાતે ખાય છે અને હાથ લુછી શકે છે.
- ગ્લાસ ઢોળ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે.
- ગૃપમાં રહે છે અને રમકડાથી રમવાનું પસંદ કરે છે.
- ૨૦૦ શબ્દો બોલી શકે છે.
- ચિત્ર બનાવતા ઓળખી શકે છે.
- બોલ બોલ કરવું ગમે છે.
- લગભગ બધાજ દાંત આવે છે દાઢ ફુટે છે.
ત્રણ વર્ષનું બાળક
શારીરિક વિકાસ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૧૩ થી ૧૩.૫ કિ.ગ્રા. હોય છે.
- ઉંચાઈ : ૯૩ થી ૯૫ સે.મી. જેટલી હોય છે.
- માથાનો ઘેરાવો : ૫૦ સે.મી.
- છાતીનો ઘેરાવો : પર થી ૫૪ સે.મી. જેટલો થાય છે.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલપમેન્ટ)
- ચિત્રો દોરવાની કોશિશ છે.
- પોતાની મેળે કપડા કાઢી શકે અને પહેરી શકે છે.
- કોઈપણ કામ બતાવવામાં આવે તો તે કરે છે.
- પગથિયા વ્યવસ્થિત ચડે છે.
- કુદકા મારી શકે અને એક પગથી ઉભુ રહી શકે.
- લગભગ ૯૦૦ શબ્દો બોલી શકે છે.
- પ્રશ્નો પુછયા જ કરે છે.
- પોતાની જાતી વિશે ખ્યાલ આવી જાય છે.
- એક થી દસ બોલી શકે છે.
- સ્કૂલનું નામ બોલી શકે છે.
- યુરીન અને લેટ્રીનમાં નિયંત્રણ આવે છે.
- લગભગ બધાજ દાંત આવે અને દાઢ આવે છે.
ચાર વર્ષનું બાળક
શારીરિક વિકાસ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૧૪ થી ૧૫ કિ.ગ્રા. હોય છે.
- ઉંચાઈ : ૯૪ થી ૯૫ સે.મી. જેટલી હોય છે
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- આખો દિવસ રમવાનું પસંદ કરે છે.
- રમતા રમતા ઝગડી પડે છે.
- મોટા ભાઈ બહેનનું અનુકરણ કરે છે.
- રમતા રમતા રીસાઈ જાય છે.
- સ્વભાવ જીદી થઈ જાય છે.
- એ-બી-સી-ડી તથા નાના વાક્યો બોલે છે.
- લગભગ બધાજ દાંત આવે છે.
પાંચ વર્ષનું બાળક
શારીરિક વિકાસ (ફિઝિકલ ગ્રોથ)
- વજન : ૧૭ થી ૧૮ કિ.ગ્રા. હોય છે.
- ઉંચાઈ : ૯૬ થી ૯૭ સેમી જેટલી હોય છે.
માનસિક વિકાસ (મેન્ટલ ડેવલોપમેન્ટ)
- પોતાનું ધાર્યુ કરે છે.
- દરેક શબ્દો ચોખ્ખા બોલે છે
- 15 જેટલા શબ્દો બોલી શકે છે.
- છોકરી માતાની અને છોકરો પિતાની નકલ કરે છે.
- ગૃપમાં રમવાનું પસંદ કરે છે.
- નવા નવા કપડા અને બૂટ પહેરવા ગમે છે.
- લગભગ બધાજ દાંત આવે છે.
- પ્યુબર્ટી સેક્સ્યુલ મેચ્યોરીટી આવે છે.
- બાળકનો સામાજિક અને માનસિક વિકાસ: (સાયકોલોજીકલ & સોશિયલ ડેવલપમેન્ટ)
૧ થી ૩ વર્ષના બાળકનો સામાજીક અને માનસીક વિકાસ (સાયકોલોજીકલ & સોશિયલ ડેવલપમેન્ટ ઓફ 1 ટુ 3 યર્સ ચિલ્ડ્રન)
- એરીકશન નામના મનોવૈજ્ઞાનિકના મત મુજબ બાળક જેમ જેમ મોટું થતુ જાય તેમ તેમ તેમાં શંકા અને લાગણી (સેમ & ડાઉટ) તેના હાથ, મોઢા અને સ્નાયુ દ્વારા આ અનુભવ કરે છે. તેના લાગણીના આવેગો એકદમ મજબુત હોય છે. તેનાથી ભાષા જાણી શકે છે. જેમ મોટું થતુ જાય તેમ ગુસ્સો પણ આવે છે. વાત વાતમાં ગુસ્સે થવું સામાન્ય બને છે. થોડી થોડી વારમાં વર્તનમાં બદલાવ આવતા મા બાપ પણ આ સમજી શકતા નથી. આવી વખતે માતા પિતાએ ખાસ હકારાત્મક વલણથી બાળકને રાખવું જોઈએ. બાળક કોઈપણની નકલ કરવામાં માહીર બને છે. અને તે દ્વારા આનંદ મેળવે છે. તે હમેંશા મનગમતી જગ્યા, લોકો અને કાર્યને પસંદ કરે છે.
૩ થી ૬ વર્ષના બાળકનો સામાજીક અને માનસીક વિકાસ (સાયકોલોજીકલ & સોશિયલ ડેવલપમેન્ટ ઓફ 3 ટુ 6 યર્સ ચિલ્ડ્રન)
- આ ઉંમરના બાળકો સબંધો બાંધવામાં વધુ રસ દાખવે છે. તે નવા નવા મિત્રો બનાવે છે. તે પોતાની ખરાબ બાબત સમજી શકે છે. તે સામાજીક નિયમો પણ સમજી શકે છે. તેને જવાબદારી ઉપાડવાની ગમે છે. ઘણી વખત બાળક ગુસ્સો તેના મા બાપ ઠાલવે છે. ૫ વર્ષની ઉમર સુધીમાં તે સહકારભર્યુ અને માયાળુ વર્તન તેના રમકડા પ્રત્યે રાખતા શીખી જાય છે. નવા વાતાવરણ તથા બહારની દુનિયામાં વધુ રસ હોય છે.
- આ ઉમરના બાળકો માટે માતા પિતાએ બાળકની સારી પ્રવૃતિઓ માટે તેને પ્રોત્સાહન આપવું જોઈએ. સારી રમતગમત અને સારા વર્તન માટે ધન્યવાદ આપવા અને પ્રોત્સાહીત કરવા જોઈએ.
૬ થી ૧૨ વર્ષના બાળકનો સામાજીક અને માનસીક વિકાસ (સાયકોલોજીકલ & સોશિયલ ડેવલપમેન્ટ ઓફ 6 ટુ 12 યર્સ ચિલ્ડ્રન)
- આવા બાળકો માટે માતા પિતાની જવાબદારી ઘણી વધી જાય છે. તેને માતા પિતાના આધારની અને માર્ગદર્શનની સતત જરૂર રહે છે. નિશાળે જવાનું શરૂ કરેલ હોવાથી તેના વિચારો તેજ થતા જાય છે. તે કેવી સ્થીતીમાં શું માર્ગ નિકળે છે તે શીખી શકે છે. આવા સમયે કેટલાક કીસ્સામા બાળક આગળ આવે અને અમુક સમયે નાનપ પણ અનુભવે છે. તે મિત્રો બનાવી શકે છે અને પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.
- આવા સમયમાં બાળકને મિત્રો સાથે, શાળામાં અને ઘરના સભ્યો સાથે કેવી રીતે રહેવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવું જોઈએ. સારા મિત્રો બનાવે તેવા પ્રયાસ કરવા જોઈએ.
૧૩ થી ૧૮ વર્ષના બાળકનો સામાજીક અને માનસીક વિકાસ (સાયકોલોજીકલ & સોશિયલ ડેવલપમેન્ટ ઓફ 13 ટુ 18 યર્સ ચિલ્ડ્રન)
- બાળકના ઓળખના ચિન્હો વિકસે છે. પોતાની ઓળખ અલગ રાખે છે. તે દરેક સાથે સબંધો રાખવાના પ્રયત્ન કરે છે. થોડા અણગમતા અનુભવો જોવા મળે છે જે ખુબ જ ઝડપથી વધતા શારીરીક અને જાતીય બદલાવના કારણે હોય છે.
- આ ઉમરના બાળકો સ્વાભિમાની (ઇગોસેન્ટ્રિક) હોય છે. તેના વિશે કોઈ કેવા પ્રકારનો અભિપ્રાય આપે છે તેના પર વિચાર કરે છે. સમજણશકિત ઓછી હોવાથી તથા વિચારોમાં તરંગો પર નીયંત્રણ ઓછુ હોવાથી આ વખતે તેને સાચા માર્ગદર્શનની ખાસ જરૂર પડે છે. જો બરાબર સમજાવવામાં ન આવે તો અસ્તવ્યસ્ત બની જાય છે.
મોનિટરિંગ & રેકોર્ડિંગ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ
- વૃદ્ધિ અને વિકાસનો સાચો અંદાજ નક્કી કરવા માટે ગ્રોથ મોનીટરીંગ ચાર્ટ એક અગત્યનું સાધન છે. જેના દ્વારા સરળતાથી બાળકનો વિકાસ જાણી શકાય છે. અને તે મુજબ કેટેગરીમાં મુકી અને સારવાર નકકી કરી શકાય છે.
- જેમાં આલેખ પરથી બાળકની ઉંમર મુજબ વૃધ્ધિ અને તેનો વિકાસ બરાબર છે કે નહી તે નક્કી કરી શકાય છે.
- આલેખની ઉભી લીટીમાં વજન દર્શાવવામાં આવે છે. અને આડી લાઈનમાં બાળકની ઉંમર બતાવવામાં આવે છે.
- વજન કાર્ડ પર ઉંમર ની સરખામણીમાં વજન કેવી રીતે નોંધવું અને કેવી રીતે માલન્યુટ્રીશન પારખવું તે નકકી કરવું.
- બાળકની ઉંમર મુજબ તેમાં સામાન્ય રીતે ગ્રેડ-1, ગ્રેડ-2, ગ્રેડ-3, ગ્રેડ-4 દર્શાવેલ છે. તે મુજબ જે ગ્રેડમાં આવતું હોય તે જણાવી તેની સારવાર અને જરૂર જણાયતો બાળ રોગ નિષ્ણાંતને રીફર કરવું જોઈએ.
- જો બાળક બીજા, ત્રીજા કે ચોથા ગ્રેડમાં હોય તો તેનો મતલબ એ છે, કે તેનું વજન ઓછું છે આવા બાળકને અપુરતા પોષણ માટેની સારવાર કરવી જોઈએ.
- જો બાળક સામાન્ય કે પહેલા ગ્રેડમાં હોય તો તેનો મતલબ એ છે, કે તેનું વજન બરાબર છે. આવા બાળકને પોષણ માટેની યોગ્ય સલાહ આપવી જોઈએ.
- દર મહિને આ પ્રકારનો ચાર્ટ ભરી તેનું મુલ્યાંકન કરવું જોઈએ.
કેર ઓફ ઈન્ફન્ટ & ચિલ્ડ્રન : પ્લે, હાઈજિન, ઈમોશન નીડ્સ, ટ્રેનિંગ ફોર બોવેલ & યુરીનેશન
- બાળકો ના સારા વૃદ્ધિ અને વિકાસ માટે અને તેના આરોગ્યમય અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેની સંભાળ લેવી અને તેની તમામ પ્રકાર ની જરૂરીયાતોને પુરી કરવી જરૂરી છે. બાળકો ની સંભાળમાં ઉણપ રહી જાય તો તેનો વૃદ્ધિ અને વિકાસ સામાન્ય બાળકની જેમ થતો નથી અને ભવિષ્ય માં તેને માનસિક અને શારીરિક ખામીઓ રહી જાય છે.
પ્લે & ટોયસ (રમત અને રમકડા)
બાળકના રમત ગમત અને શારિરીક સ્વચ્છતામાં પુરતુ ધ્યાન આપવું જોઈએ. રમત ગમત દ્વારા બાળકની અંદરની લાગણી અને જરૂરીયાત જાણી શકાય છે. બાળકના વિકાસ માટેનું જરૂરી ઉત્તેજન રમત દ્વારા મળે છે. બાળક રમત દરમ્યાન તેના આગળના અનુભવો પરથી ઘણું બધુ શીખી શકે છે. મોટું બાળક આના દ્વારા સંપૂર્ણ આનંદ મેળવે છે. રમતગમત દ્વારા બાળકનો શારિરીક, માનસિક, ગુણાત્મક વિકાસ થાય છે.
ફિઝિકલ ડેવલોપમેન્ટ શારિરીક વિકાસ
- બાળકના સ્નાયુઓ (મસલ્સ) ની કાર્યક્ષમતામાં તથા ટોનમાં વધારો થાય.
મેન્ટલ ડેવલોપમેન્ટ – માનસિક વિકાસ
- આના દ્વારા બાળકમાં કોઈપણની મદદ વગર આગળ વધવાની શકિત કેળવાય છે. ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય છે અને દરેક પ્રકારે વાતાવરણને અનુરૂપ થતા શીખે છે.
સોશિયલ ડેવલપમેન્ટ – સામાજીક વિકાસ
- આના દ્વારા બાળકમાં ગૃપની સાથે સહકારની ભાવના તથા સહનશીલતા પણ શીખે છે. કોની સાથે કેવી રીતે વર્તન કરવુ. મિત્રો કેવી રીતે બનાવવા અને સામાજીક નિતીઓની સભાનતા કેળવે છે. જુદી-જુદી રમતગમત દ્વારા પોતાના વિચારો આદાનપ્રદાન કરતા શીખી શકે છે.
સ્કીલ ડેવલોપમેન્ટ – ગુણાત્મક વિકાસ
- રમતગમત દ્વારા બાળક જગ્યા, રંગ, પ્રકાર, અંતર,
- ઉંચાઈ, અને ગતિ જેવી બાબતો જલ્દીથી શીખી શકે છે. કોઇ પણ પ્રષ્નોનું નિરાકરણ જાતે કરતા શીખે છે.
- કાર્યક્ષમતામાં વધારો થાય છે. કમ્યુનિકેશનની રીતો શીખી શકે છે.
રમકડાની પસંદગી (સિલેક્શન ઓફ ટોય્સ)
- રમકડાની પસંદગી બાળકની ઉંમર તથા તેના માનસિક વિકાસ પર આધારીત હોય છે.
- રમકડા એવા હોવા જોઈએ કે જેનાથી બાળકની બુધ્ધિ નો વિકાસ થાય.
- બાળકને રમકડામાં રસ પડે તેવા હોવા જોઈએ.
- રમકડા સલામત હોવા જોઈએ.
- પોસાય તેવી કિંમતના હોવા જોઈએ.
- આકર્ષક હોવા જોઈએ.
- બાળકની ઉંમર મુજબના હોવા જોઈએ.
- એકસીડન્ટ અને કોઇ પણ પ્રકાર ની ઇજા ન થાય તેવા હોવા જોઈએ.
- રમકડા તીક્ષ્ણ, ખરબચડી સપાટીવાળા ન હોવા જોઈએ.
- સળગી ઉઠે તેવા ન હોવા જોઈએ.
- તેમાથી નાના ટુકડા થઈ જાય તેવા ન હોવા જોઈએ.
હોસ્પિટલમાં રમત ગમત
- રમતગમત એ બાળકના જીવન માટે ખુબજ ઉપયોગી છે. હોસ્પિટલમાં દાખલ થયેલ બાળક માટે તેનું ખુબ જ મહત્વ છે. માંદા બાળકને માંદગીમાંથી બહાર લાવવા ખુબ જ ઉપયોગી છે. હોસ્પિટલના વાતાવરણમાંથી બહાર કાઢવા તથા પ્રોસીઝરની ખરાબ લાગણીમાંથી દુર કરવા માટે તે જરૂરી છે. દુઃખાવો અને મુંઝવણમાંથી બહાર આવવા તથા પોતાની રોજિંદી પ્રવૃતિ અને મિત્રોની ખોટ પુરી કરવા માટે પણ જરૂરી છે.
એકસીડેન્ટ
કોઝીશ, પ્રીકોસન્સ એન્ડ પ્રવેન્શન: (બાળકોમાં અકસ્માત તથા તેનું નિવારણ)
- બાળકોમાં સમજશક્તિના અભાવ અને મોટર સ્કીલ્સ ઓછી હોવાના કારણે તેઓમાં અકસ્માતનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેના કારણે બાળકોને ઈજા થાય છે તેમજ ઘણી વખત મૃત્યુ પણ થઈ શકે છે. આવા પ્રકારના અકસ્માતોનાં કારણો જાણવા અને તેનું નિવારણ કરવુ જરુરી છે, તેથી બાળકોમાં થતી ઇજાઓ, અપંગતા અને મૃત્યુ ને અટકાવી શકાય.
જુદી જુદી ઉંમરે થતી આકસ્મિક ઇજાઓ (એક્સિડેન્ટલ ઈન્જ્યરિસ ઈન ડીફરન્ટ એજીસ)
જન્મથી એક વર્ષની ઉંમરમાં ( ઈન્ફન્સી)
- પડી જવું (ફોલ ડાઉન)
- કાંઈક ગળી જવું (ફોરેન બોડી એસ્પાયરેશન)
- દાઝી જવું (બર્ન્સ)
- ઝેરની અસર(પોઈઝનિંગ)
- ગુંગણામણ થવી (સફોકેશન)
- જાનવરનું કરડવું (પેટ એનિમલ બાઈટ)
- જીવ જંતુઓનું કરડવું (ઈન્સેક્ટ બાઈટ )
- ડુબી જવું (ડ્રોનિંગ)
પડી જવું (ફોલ ડાઉન)/ શારીરિક ઇજાઓ
- પડી જવું અથવા અન્ય રીતે શારીરિક ઇજાઓ થવી
- દાત: ઘોડીયામાંથી,પલંગ પરથી, ચાલતા શીખતા, વસ્તુ પકડીને ઉભા તથા વગેરે. આમ, થવાથી બાળકને ઘણી વખત હાથ પગ ખળી જવાની ડીસલોકેશન ઓફ સોલ્ડર જોઇન્ટ ઓર હિપ જોઈન્ટ) તકલીફ ઉભી થાય છે. અને ઘણી વખત અસ્થીભંગ (ફેક્ચર) પણ થઈ શકે છે.
નિવારણ
- ઘોડીયું ઉંડું રાખવું જોઈએ.દોરી ટુંકી રાખવી જોઈએ .
- પલંગ પર બાળકને સુવડાવવું હોયતો તકીયા આડા રાખવા કે એકલું છોડવું નહી.
- બાળકનું સતત ધયાન રાખવું.
- બાળકને ઢીંચણમાં વાગે નહી તે માટે જાડા કપડા પહેરાવવા.
- પગથીયા હોય ત્યા ખાસ ધ્યાન આપવું.
- નીચેનું ભોયતળીયું (ફ્લોર) ભીની ન રહે તે ખાસ જોવું.
ગળી જવું (ફોરેન બોડી એસ્પાયરેશન)
- બાળક નાનું હોય ત્યારે મોઢામાં કાઈપણ વસ્તુ નાખવાની ખુબજ ટેવ હોય છે. દાંત આવવાથી ખંજવાળ આવવાથી પણ તે દરેક વસ્તું મોઢામાં કે કાન અને નાકમાં પણ નાખે છે. જેમ કે, બટન, લખોટી, સીંગદાણા, વટાણા, ચણા વગેરે.
નિવારણ
- બાળક રમતું હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ.
- બાળક ઘસડાઈને ચાલતુ હોવાથી . જમીન પરની વસ્તુ મોમાં નાખે છે .
- રમકડામાંથી ભાગ છુટા ન પડી જાય તેવા આપવા જોઈએ.
- શરીરમાં નાખેલ વસ્તુ નીકળે તેમ હોય તો જ કાઢવાનો પ્રયત્ન કરવો જો ન નીકળે તો તુરત જ હોસ્પીટલ બાળક ને લઈ જવું.
- નાકમાં હોય તો છીંક ખવડાવવાનો પ્રયત્ન કરવો.અને આંખમાં હોયતો ઠંડું પાણી છાંટવું.
દાઝી જવું (બર્ન્સ)
- બાળકને ગરમ વસ્તુની ગંભીરતા હોતી નથી. તે નવી વસ્તુ પકડવા માટે ઉત્સુક હોય છે.
- દાત: ચુલો કે સગડી દેખે ગરમપાણી કે તેલ, ચા, દાળ, રસોઈ, ઈલેકટ્રીક સાધન વગેરે. આવી વસ્તુઓને અડકવાથી બાળક દાજી જાય છે અને ગંભીર ઇજાઓ થઇ શકે છે.
- બાળકને ખોળામાં રાખી રસોઈકરતી વખતે પણ ઘણી વખત દાઝી શકે છે .
- બાળક માચીસ સાથે રમતા રમતા પણ ઘણી વખત દાઝી શકે છે .
- બાળક ફટાકડા ફોડતી વખતે પણ દાઝી શકે છે.
નિવારણ
- બાળક ને સળગતી વસ્તુથી દુર રાખવું જોઈએ.
- રસોઈ બનાવતી વખતે બાળકનું ધ્યાન રાખવું જોઈએ.
- બાળકના હાથમાં ઈલેકટ્રીક ઉપકરણ કે માચીસ ન આવે તે જોવું જોઈએ.
- બાળક થી એસીડ જેવી વસ્તુઓ દુર રાખવી જોઈએ.
- બાળકને ફટાકડા ફોડતી વખતે સાથે જ રહેવું જોઈએ.
ઝેર ની અસર (પોઇઝનિંગ)
- આ બાબત બાળકોમાં ખુબજ સામાન્ય છે. કારણ કે બાળક જયારે તરસ્યુ થાય ત્યારે કોઈપણ વસ્તુ પીવા માટે ઉત્સુક હોય છે. આવી વખતે બાળક કોઈપણ પ્રવાહી પી લે છે જેમાં કેરોસીન, એસીડ, દવા તથા ઝેરી પદાર્થ મોઢામાં નાખી દે છે.
નિવારણ
- આવી વસ્તુઓ બાળકની પહોચથી દુર ઉંચી જગ્યાઓ એ રાખવી જોઈએ.
- બાળકને અજાણી જગ્યાએ એકલું રમવા ન દેવું જોઈએ.
- જો પોઇઝનીંગની પરીસ્થીતી ઉપસ્થીત થાય જોવા મળે તો તાત્કાલીક દવાખાને જવું જોઈએ.
ગુંગણામણ થવી (સફોકેશન)
- નાનું બાળકને ઓશીકા કે પ્લાસ્ટીક બેગ સાથે રમતા રમતા ઘણી
- વખત માથામાં પહેરી લે છે. જે ના પરિણામે ગુંગણામણ થઇ શકે છે. આ ઉપરાંત ઘણી વખત બાળક રમતા રમતા કબાટમાં અથવા અન્ય બંધ જગ્યાઓમાં પુરાઇ જાય તો પણ ગુંગણામણ થાય છે. ઘણી વખત આવા કિસ્સાઓમા બાળકનું મૃત્યુ પણ થય શકે છે.
નિવારણ
- પ્લાસ્ટીક બેગ જેવી વસ્તુઓ કે જેનાથી આ પ્રકાર ના અકસ્માત થઇ શકે તેને બાળકથી દુર રાખવી.
- કબાટ અને અન્ય બંધ જગ્યાઓના દરવાજા બંધ રાખવા તથા બાળકને સતત દેખરેખમાં રાખવુ .
જાનવરનું કરડવું (પેટ એનીમલ બાઈટ)
- પાળેલા પ્રાણીઓ જેવા કે કુતરૂ, બિલાડી જેવા પ્રાણીઓના કરડવાથી પણ બાળકને ઈજા થઈ શકે છે.
જીવ જંતુઓનું કરડવું (ઈન્સેક્ટ બાઈટ)
- બાળકોમાં જીવજંતુઓના ડંખ ખુબજ સામાન્ય છે. નાના બાળકોમાં આ વધારે ગંભીર હોય છે. તેનાથી બાળક શોકમાં પણ જઈ શકે છે. આમાં મધમાખી સામાન્ય છે.
ડુબી જવું (ડ્રોનીંગ)
- બાળકોને પાણી સાથે રમવું ખુબ જ ગમે છે. આવી વખતે ઘણી વખત ટાંકામાં, ડોલ, ટબ કે ભોંયટાંકામાં પડી જવાથી ઘણી વખત બાળક ડુબી જાય છે. ઘણી વખત ખુલી ગટર કે પાણી ભરેલા ખાબોચીયામાં પડી જવાથી પણ મૃત્યુ થઈ શકે છે.
નિવારણ
- આના બચાવ માટે પાણીના ટાંકા કે કુંડીને ઢાંકણ રાખવું જોઈએ. પાણી ની ડોલ કે ટબ ભરેલા રાખવા જોઈએ નહી. બાળક રમતું હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.
૧ થી ૩ વર્ષના બાળકમાં અકસ્માત : (ટોડલર એન્ડ પ્રિ સ્કૂલ)
- ઉપર વર્ણવેલા તમામ પ્રકારના અકસ્માત આ ઉંમરના બાળકોમાં જોવા મળે છે, આ ઉંમરમાં બાળક ચાલતા શીખે છે એટલે પડી જવાનુ જોખમ વધારે રહે છે.
શાળાએ જતા બાળકોમાં અકસ્માત: (સ્કૂલ ગોઈંગ ચાઈલ્ડ)
- શાળાએ જતા બાળકો વધારે સાહસિક અને પ્રયત્નશીલ હોય છે. આથી તેમા પણ અકસ્માત નું જોખમ વધારે જોવા મળે છે. આ ઉંમરના બાળકોમાં રોડ પર થતા અકસ્માત, રમત ગમત માં થતી ઇજાઓ, જગડવાથી થાતી ઇજાઓ વગેરે જોવા મળે છે.
બાળકોમાં આકસ્મિક ઇજાઓનું નિવારણ
- બાળક પર પુરતું ધ્યાન આપો, તેને એકલુ ન મુકો.
- બાળકનાં રમકડાંની પસંદગી તેની ઉંમર મુજબ કરો.
- ધારવાળા કે અણીવાળા રમકડા કે વસ્તુઓથી બાળકને દુર રાખો.
- ચાલતા, શીખતા ટોડલરમાં અકસ્માતનાં જોખમો વધારે હોય છે. આથી પુરતુ ધ્યાન આપો.
- પાણીના ટાંકા કે કુંડીને ઢાંકણ રાખવું જોઈએ. પાણી ભરેલુ હોય તેવી ખુલ્લી જગ્યાઓ પર બાળકને રમવા દેવું જોઇએ નહી.
- બાળકને સળગતી વસ્તુથી દૂર રાખવું જોઈએ, રસોઈ બનાવતી વખતે બાળકનું ધ્યાન રાખવું જોઈએ, બાળકના હાથમાં ઈલેકટ્રીક ઉપકરણ કે માચીસ ન આવે તે જોવું જોઈએ.
- બાળકને એસિડ જેવી જલદ વસ્તુઓ થી દુર રાખવું.
- પશુ કે જીવ જંતુઓ કરડવાનો ભય હોય જેવી જગ્યાએ બાળકને રાખવું નહી.
- ભોંય તળીયાની સપાટી લપસી ન જાય તેવી રાખવી અને ફર્નીચરથી બાળકને ઇજા ન થાય તેવી રીતે રાખવું.
- ઇલેક્ટ્રીક વસ્તુઓ થી દુર રાખવું.
બોવેલ એન્ડ યુરીનેશન ટ્રેનિંગ
- ૨ થી ૩ વર્ષની ઉંમર દરમ્યાન બાળકને ટોઇલેટ અને યુરીનેશનની ટ્રેનીંગ આપવી જરૂરી છે. આ સમયગાળા દરમ્યાન બાળકના બોવેલ અને બ્લેડર પર પોતાનો કંટ્રોલ ધીમે-ધીમે આવે છે આથી ટોડલરની ઉંમરમાં આ પ્રકારની તાલીમ આપવામાં સરળતા રહે છે. ટોડલરમાં સામાન્ય રીતે ૨૦ થી ૨૪ મહીનાની ઉંમરે બોવેલ અને બ્લેડરનાં સ્નાયુ પર કંટ્રોલ આવવાની શરૂઆત થાય છે.
આ ટ્રેનીંગ દરમ્યાન નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા આવશ્યક છે.
- શરૂઆતમાં બાળકને અહેસાસ કરાવો કે બોવેલ અને બ્લેડર કંટ્રોલ કેવી રીતે કરી શકાય.
- બાળકની માનસિક અને શારીરીક તૈયારીઓને ઓળખો.
- બાળકને ટોઇલેટ અને પેશાબ કરવાની જગ્યાઓ વિશે સમજાવો
- બાળકનો ભરોસો જીતો અને શિખવાડતા સમયે ઉતાવળ ના કરો.
- બાળકને તેની જરુરીયાતનો એહસાસ કરાવો.
- શરુઆતમાં ટોઇલેટ ચેરનો ઉપયોગ કરો. બાળકને ફાવતી રીત જાણો.
- ચોખ્ખાઇ જાળવો.
કોંજેનિટલ બર્થ ડિફેક્ટ
હેડ એન્ડ સ્પાઇન
હાઈડ્રોસેફાલસ
- તેમાં બ્રેઇનની વેન્ટ્રીક્યુલર સિસ્ટમના ડાયલેટેશન ના કારણે બ્રેઇનમાં સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડનું પ્રમાણ વધે છે.
- ફુલ ટર્મ બેબીમાં માથાનો ઘેરાવો 38 સે.મી. કરતા વધારે હોય તો તે હાઇડ્રોસીફેલસ હોઇ શકે છે.
માઈક્રોસેફાલી
- તેમાં બ્રેઇન ની સાઇઝ નાની હોય છે, આવી સ્થિતીમાં ફુલ ટર્મ બેબીના માથાનો ઘેરાવો 32 સે.મી. કરતા ઓછો હોય છે.
એનસેફાલી
- આ કંડીશનમાં બ્રેઇન ટીશ્યુનો કોઇ ભાગ, તેની કવરીંગ સ્કિન હોતી નથી, બ્રેઇનનો મોટા ભાગનો પોર્શન હોતો નથી,
- આ કંડીશનમાં બાળક મરેલુ જ જન્મે છે અથવા તો ટુંકા સમયમાં મૃત્યુ પામે છે.
એનસેફાલોસેલ
- આ કંડીશનમાં સ્કલમાં ખામી હોવાના કારણે બ્રેઇનનું અથવા મેનીન્જીસનું હરનીએશન થાય છે.
- જેમાં સ્કલ ની બહારની બાજુ એક સેક જેવો આકાર બને છે, જેમાં બ્રેઇન ટીશ્યુ અને/અથવા મેનિન્જીસ રહેલા હોય છે.
સ્પાઇના બીફીડા
- આ કંડીશન સ્પાઈનલ કોર્ડની ખામીનાં કારણે થાય છે, જેમાં કરોડરજ્જુમાં રહેલા ખાંચામાંથી સ્પાઇનલ કોર્ડ અને મેનીન્જીસ નું હરનીએશન જોવા મળે છે.
- સામાન્ય રીતે તે બાળકની પાછળનાં ભાગમાં વચ્ચે અથવા નીચેની બાજુ જોવા મળે છે.
- આ ખામી બે પ્રકારે જોવા મળે છે. ખુલ્લી અથવા સ્કિનથી કવર થયેલી.
આઈ એન્ડ ઇયર
હિમેન્જીઓમા
- આ કંડીશનમાં આઇ લીડમાં સોજો જોવા મળે છે.
- સામાન્ય રીતે લાલ અથવા ડાર્ક બ્લુ કલરના લેશન જોવા મળે છે. આ ખામી ઓર્બીટ સુધી હોઇ શકે છે અને ધીમે ધીમે દેખાવાની તકલીફો થવા માંડે છે.
પ્ટોસીસ
- આઇ લીડ એની મેળે પડી જતી હોય છે .
- આઇ લીડ પર કંટ્રોલ હોતો નથી અને આઇ લીડના પડી જવાના કારણે અડધી આંખ બંધ રહે છે.
કોનજેનીટલ કેટરેક્ટ
- જન્મતાની સાથે જ બાળકની લેન્સની ઓપેસીટી ઘટી જાય છે અને સફેદ કલરનો લેન્સ જોવા મળે છે.
- બાળક ને જન્મથી જ ઝાંખુ દેખાય અથવા બિલકુલ દેખાતુ નથી.
કોનજેનીટલ ગ્લુકોમા
- આ ખામી કોર્નીયાની ઓપેસીટી ઘટી જવાનાં કારણે થાય છે.
- ઘણા સંજોગોમાં આંખો મોટી દેખાય છે અને આંખમાંથી પાણી પડે છે.
માઈક્રોટીઆ
- આ ખામીમાં બહારનો કાન સંપુર્ણપણે વિકસતો નથી. આવા પ્રકારની ખામી પહેલા ટ્રાઇમેસ્ટર દરમ્યાન જ થઇ જાય છે. નથી. આ
- તેને તેની સાઇઝના આધારે I. II અને III પ્રકારે ઓળખવામાં આવે છે.
માઉથ એન્ડ લિપ્સ
ક્લેફ્ટ લિપ
- આ ખામીમાં સામાન્ય રીતે ઉપરના હોઠમાં ખાંચો હોય છે. આવી ખામીવાળુ બાળક સામાન્ય બાળકની જેમ બ્રેસ્ટ ફીડીંગ કરી શકતું શકતું નથી. આ ખામી ને દુર કરવા સર્જરીની જરૂરીયાત રહે છે.
ક્લેફ્ટ પેલેટ
- બાળકનાં મોઢામાં અંદર ઉપરની બાજુએ તાળવામાં ખાંચો હોય છે અથવા તાળવાનો કોઇ એક ભાગ હોતો નથી.
- આવી ખામીવાળા બાળકમાં પણ સકીંગ અને સ્વેલ્લોવીંગ રીફ્લેક્ષ નબળા હોય છે.
ક્લેફ્ટ લિપ વિથ ક્લેફ્ટ પેલેટ
- આ કંડીશનમાં તુટેલો હોઠ અને તાળવામાં, એમ બન્ને ખામી જોવા મળે છે.
એબ્ડોમેન એન્ડ એનસ
કોનજેરીટલ ડાયાફ્રેગ્મેટીક હર્નિયા
- આ કંડીશનમાં ડાયાફ્રામ નોર્મલી બનતું નથી, જેના કારણે આંતરડા ચેસ્ટમાં ઉપરની બાજુએ જતા રહે છે.
- બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
કોનજેનિટલ ઈન્ગ્યુંનલ હર્નીયા
- આ કંડીશનમાં આંતરડા ગ્રોઇન એરીયામાં આવી જાય છે.
- છોકરાઓમાં તે સ્કોટમ અને છોકરીઓમાં તે લેબીયા સુધી જઇ શકે છે.
કોનજેનિટલ અંબેલીકલ હરિયા
- આ કંડીશનમાં બાળકના આંતરડા અમ્બેલીકસની નીચે એબ્ડોમીનલ સ્નાયુઓને ક્રોસ કરીને આવી જાય છે.
- એબ્ડોમીનલ એક્ઝામીનેશન કરવાથી અમ્બલીકસની નીચે ઇન્ટેસ્ટાઇનને ફીલ કરી શકાય.
ઇનપર્ફોરેટેડ એનસ/ એનોરેક્ટલ એટ્રેસિયા એન્ડ સ્ટેનોસીસ
- આ ખામીમાં એનસ હોતી જ નથી અથવા અસામાન્ય જગ્યાએ હોય છે. જેમ કે, એનસની ઓપનીંગ સાંકડી કે ખોટી જગ્યાએ હોય છે, એનલ ઓપનિંગ ચામડીથી કવર થયેલી હોય છે, ઇન્ટેસ્ટાઇન એનસમાં ખુલતું નથી, યુરિનરી સિસ્ટમ અને મોટાં આંતરડા વચ્ચે ફિસચ્યુલા હોય છે.
અન્નનળી એન્ડ શ્વાસનળીની ખામી (ઈસોફેજિયલ અટ્રેસીયા એન્ડ ટ્રેકીઓઈસોફેજિયલ ફિસ્ચુલા)
- આ પ્રકારની ખામીમા અન્નનળી અને શ્વાસનળી વચ્ચેથી એક બીજા સાથે જોડાએલા હોય છે, અમુક સંજોગોમા અન્નનળીનુ કાણ્ (ઓપનિંગ) બંધ હોય છે અથવા સાંકળુ હોય છે.
- આવી ખામીમાં બાળકના પ્રથમ બ્રેસ્ટફીડીંગ દરમીયાન તુરત જ તેની ખબર પડી જાય છે .સમયસર નીદાન કરી યોગ્ય સારવાર કરવી જરૂરી છે.
- સારવારમાં મુખ્યત્વે સર્જીકલ મેનેજમેંટ કરવાની જરૂરીયાત રહે છે.
હાઈડ્રોસીલ
- આ ખામીમાં સ્કોટમમાં ટેસ્ટીસની આજુબાજુ પ્રવાહી ભરાઇ જાય છે.
- ઘણા કિસ્સામાં આ સોજો ઉપર આંતરડા સુધી હોય છે જેને કોમુનીકેબલ હાઇડ્રોસીલ કહે છે.
જેનીટાલ
એમ્બીજિઅસ જેનીટાલીયા
- આ પ્રકારની જન્મજાત ખામીમાં બહારનાં જેનીટાલ ઓર્ગન્સ છોકરાના છે કે, છોકરીનાં તે સ્પષ્ટપણે કહી શકાતું નથી.
- સામાન્ય સંજોગોમાં નાના અને ઓળખી ન શકાય તેવા હોય છે.
હાઇપોસ્પેડીયાસ
- આ ખામીમાં યુરેથલ ઓપનીંગ આગળ ની જગ્યાએ પેનિસની
- નીચેની બાજુ હોય છે.
- પેનિસ નીચેની બાજુએ વળેલુ જણાય છે.
એપીસ્પેડીયાસ
- આ ખામીમાં યુરેથૂલ ઓપનિંગ આગળની જગ્યાએ પેનિસની ઉપરની બાજુએ હોય છે.
- પેનિસની સાઇઝ નાની અને ઉપરની બાજુએ વળેલુ હોય છે.
વજાયનલ એજીનેસિસ
- આ ખામીમાં વજાઇનલ ઓપનિંગ હોતી નથી.
અપર એન્ડ લોવર લિમ્બ્સ
અપર લિમ્બ
- બાળકના હાથમાં નીચે મુજબની ખામીઓ જોવા મળે છે.
- કમ્પ્લીટ એબ્સેન્સ ઓફ અપર લિમ્બ
- એબ્સેન્સ ઓફ બોથ ફોરઆર્મ એન્ડ હેન્ડ
- એબ્સેન્સ ઓફ ફિંગર
- જોઈન્ટ ફિંગર્સ
લોવર લીંમ્બ
ક્લબ ફૂટ
- બન્ને પગનું માળખુ સરખુ હોતુ નથી.
- આ પ્રકારની ખામીમાં એક પગ ટુંકો હોય અથવા અંદર કે બહારની બાજુએ વળેલો હોય છે.
કોનજેનિટાલ હાર્ટ ડીસીસ
જન્મ સમયે બાળકનાં હાર્ટમાં ખામી હોય તો તેને જન્મજાત હ્રદયની ખામી કહે છે . જેવી કે.
- એટ્રીયલ સેપ્ટર ડીફેક્ટ
- વેન્ટ્રીક્યુલર સેપ્ટર ડીફેક્ટ
- ટેટ્રોલોજી ઓફ ફેલોટ
ન્યુ બોર્ન
ધ ન્યુ બોર્ન
- જન્મ પછીના તરત પ્રથમ કલાકમાં બાળકના જીવંત રહેવા માટે, ભવિષ્યનું આયોજન અને નવજાત શીશુનાં સ્વસ્થ્ય રહેવા પર ભાર મુકવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીનો આ સમયગાળામાં અગત્યનો ફાળો છે. આ સમયમાં તેઓ દ્વારા સંભાળ આપવામાં આવે છે, તે જોખમો નિવારવા માટે ખુબ અગત્યનો ભાગ ભજવે છે.
સામાન્ય નવજાત શિશું
- નવજાત શિશુનું વજન 2.5 કી.ગ્રા. થી વધુ હોવુ જોઇએ.
- સામાન્ય રીતે નિયમિત શ્વાસ લે છે,
- શરીર અને પગના તળિયા હુંફાળા છે.
- ગુલાબી રંગ છે (ભૂરું પડયું નથી).
- શરીરનું હલન ચલન સામાન્ય છે,
- સ્તનપાન વખતે અસર કારક રીતે ચૂસે છે.
જન્મ માટેની આવશ્યક તૈયારીઓ
- 25° સે કે તેથી વધુ ઉષ્ણતાપમાન વાળૉ હુંફાળો રૂમ.
- કોરી સ્વચ્છ હુંફાળી પ્રસુતિ માટેની જગ્યા.
- રેડીયન્ટ વોર્મર અથવા 200 વોટનો બલ્બ જો શક્ય હોય તો.
- બે સ્વચ્છ હુંફાળા કાપડના ટુકડા.
- વિંટો વાળેલો જાડો કાપડનો ટુકડો.
- નવજાત શિશુ માટેનો આપમેળે કુલે તેવી રબર/ પ્લાસ્ટીક બેગ(અંબુસ બેગ)
- ‘1’ અથવા ‘0’ સાઈઝ ના બાળકો માટેના માસ્ક, ‘1’ સાઈઝના માસ્ક સામાન્ય વજનવાળા બાળક માટે, અને’0′ સાઈઝના માસ્ક ઓછા વજનવાળા બાળક માટે.
- ચૂસવા માટેનું સાધન (સક્સન મશીન/ મ્યુકસ સકર)
- ઓક્સિજન.
- સેકંડ કાંટાવાળી ઘડિયાળ.
- પ્રસુતીમા વપરાતા સાધનો (જંતુ મુક્તકરેલા)
- તાત્કાલીક સારવારમાં લેવાતી દવાઓ અને ઇંજેક્શન.
- જન્મ સમયે સામાન્ય નવાત શિશુની તાત્કાલિક સંભાળ
- જન્મનો સમય મોટેથી બોલો.
- બાળકનાં જન્મ પછી તરત જ તેને હુંફાળા, ચોખા અને કોરા ટુવાલ અથવા કપડામાં વીંટાળીને માતાની છાતી અને પેટ પર મુકો. (બે સ્તનની વચ્ચે).
- યાદ રાખો કે શક્ય હોય ત્યા સુધીબાળકને માતાથી અલગ કરવાનું નથી. ( ઝિરો સેપરેશન)
- નાળ બાંધીને કાપતા પહેલા કોર્ડ ના ધબકારા બંધ થવાની રાહ જુઓ.
- તરત જ બાળકને હુંફાળા, ચોખ્ખા, કોરા કપડાથી કોરુ કરો, બંને આંખ લૂછો.
- કોરુ કરતી વખતે બાળકનાં શ્વાસોશ્વાસની ચકાસણી કરો.
- જંતુમુક્ત કરેલ ગોઝના ટુકડાથી બંને આંખો લૂછી લો.
- બાળકને માતાનાં બંને સ્તન વચ્ચે મુકીને ચામડીથી સ્પર્શની સંભાળ શરૂ કરો.
- બાળક પર ઓળખપત્ર લગાડો.
- ટોપી વડે બાળકનું માથું ઢાંકી દો, માતા અને બાળકને હુંફાળા કપડા વડે વીંટાળી દો.
- જો હજુ સુધી નવજાત બાળકે સ્તનપાન લેવાનું શરુ ન કર્યું હોય તો શરુ માતાને પ્રોત્સાહિત કરો અને યોગ્ય પધ્ધતીથી પ્રયત્ન કરાવો.
- જો બાળક બરાબર શ્વાસ ન લેતું હોય અથવા રડતું ન હોય તો પછી પુનર્વસન માટેની ક્રિયા શરૂ કરો.
જન્મ સમયે બાળકની પાયાની જરૂરિયાતો
દરેક નવજાત શિશુને જન્મ સમયે (અને જન્મ પછીના શરૂઆતના થોડા અઠવાડીયા સુધી) ચાર મુખ્ય પાયાની જરૂરિયાતો હોય છે.
- સામાન્ય રીતે શ્વાસોશ્વાસ
- હુંફ
- માતાનું ધાવણ.
- ચેપથી બચાવવું.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- કૃત્રિમ શ્વાસની અસરકારકતા વિશે જાણો.
- બાળકનું ઉષ્ણતામાન જળવાઇ રહે તેની કાળજી રાખો.
- બાળકને કોઇ પણ પ્રકારનું ઇફેક્શન ન લાગે તેનું ધ્યાન રાખો.
- બાળકનાં શરીરમાં શર્કરાનું પ્રામાણ ચકાશો.
- સમયાંતરે શ્વાસોશ્વાસ અને ધબકારા ચકાસતા રહો.
ઉષ્ણાતામાન નિયમન અગત્યતા : ટેમ્પરેચર
- નવજાત શિશુ માટે હુંફ પાયાની જરૂરીયાત છે. બાળકનાં જીવંત રહેવા માટે અને સ્વચ્છ રહેવા માટે ખુબ અગત્યની બાબત છે. પુખ્ત વયની વ્યક્તિ માફક કે નવજાત શિશુઓ પોતાની જાતને હુફાળા રાખી શક્તા નથી. ખાસ કરીને જ્યારે જ્યારે વાતાવરણનું ઉષ્ણતામાન નીચું હોય. આ દનું ઉષ્ણતામાન કારણે તે ઠંડા પડી જઈ શકે છે.
ઉષ્ણતામાન નિયમન માટે બાળક સક્ષમ હોતું નથી
- મોટા ભાગે નવજાત શિશુઓ ઠંડા પડી જતા હોય છે, કારણ કે શરીરનાં વજનનાં પ્રમાણમાં ચામડીની સપાટી વધુ હોય છે. વધુમાં, જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોમાં ચામડીની નીચે ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. તેમજ જે ગરમાવો પેદા કરે છે તે વિશેષ પ્રકારની ચરબીનું પ્રમાણ પણ ઓછું હોય છે. તેથી આવા બાળકોમાં ગરમાવાનું નિયમન ઓછું હોય છે.
નવજાત શિશુઓ કેમ વધુ જલ્દી ઠંડા પડી જાય છે ? (હાઈપોથર્મિયા)
- ચામડીની વધુ સપાટી
- ચામડીની નીચેની ચરબીમાં ગરમાવો પુરતો ન જળવાય.
- વિશેષ પ્રકારની ચરબી બ્રાઉન ફેટ નું પ્રમાણ ઓછું હોય.
ઠંડુ પડી જવાથી ઉદભવતા લક્ષણો
- જ્યારે શરીર ઠંડું પડી જાય ત્યારે તે સારી રીતે કાર્ય કરી શક્ત નથી. ખૂબ ઠંડું પડી જવું એટલે કે પોતાની રીતે હુંફાળુ રહેવા બાળકને ખુબ જ શક્તિનો ઉપયોગ કરવો પડે છે.
ઠંડું બાળક…..
- ઓછું સક્રિય હોય છે, જોમવંતુ હોતું નથી.
- સારી રીતે સ્તનપાન કરી શક્યું નથી.
- ધીમુ અથવા નબળું રડે છે.
- શ્વાસની ગુંગળામણ થઈ શકે છે.
- અધુરા સમયે જન્મેલું બાળક ખૂબ ઠંડુ પડી જાય તો, તેનામાં શરીરમાંથી શર્કરાનું પ્રમાણ ઘટી જવાનું જોખમ વધી જાય છે. જો તે સતત ઠંડુ રહે તો આ લક્ષણો વધુ ગંભીર બનતા જાય છે અને છેવટે તેનું મરણ પણ થઈ શકે છે. .
ગરમાવો ગુમાવવાની અને ગરમાવો મેળવવાની પ્રક્રિયાઓ:
- બાળક ખૂબ જ સહેલાઈથી ઠંડું પડી જાય છે. ખાસ કરીને સુવાવડનાં સમયે જ્યારે તે ગર્ભજળથી ભીનું હોય છે. માતાનાં યુટરસમાં તાપમાન ૩૮° સે. ગ્રે. હોય છે. એક વખત જ્યારે બાળક જન્મે છે ત્યારે જો વાતાવરણ ઠંડુ હોય તો તે તરત જ ગરમી ગુમાવવાનું શરૂ કરી દે છે.
- નવજાત શિશુ આ રીતે ગરમાવો ગુમાવે છે.
- બાલક ને હુંફાળુ કેવી રીતે રાખશો.
- દિવાલ પર રાખવાનાં થર્મોમીટરના ઉપયોગથી રૂમનું ઉષ્ણતામાન ૨૫° સે.ગ્રે. જાળવી રાખો.
- જન્મ સમયે બાળકને લેવા માટે કોરા, હુંફાળા કપડાંનો ઉપયોગ કરો, લુછી નાખ્યા પછી ભીના કપડા દૂર કરો.
- વ્યવસ્થિત રીતે પુરતા કપડાં પહેરાવો.
- ચામડીથી ચામડીના સ્પર્શથી માતાની સોડમાં રાખો. સ્તનપાન શરુ કરાવો.
- રેડિયન્ટ વોર્મરનો ઉપયોગ કરો.
- એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતી વખતે બાળકને વિંટાળીને રાખો અને માતા સાથેજ રાખો.
- રૂમના બારી-દરવાજા અને પંખો બંધ રાખો.
કાંગારૂ મધર કેર
- જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોને વિશિષ્ટ રીતે સંભાળ માપવાની પદ્ધતિને કાંગારૂ મધર કેર કહે છે. તેના થી બાળક અને માતા બન્ને આરોગ્ય સુધરે છે, અસરકારક રીતે ઉષ્ણતામાન નું નિયમન થઈ શકે છે. સ્તનપાન, ચેપ ની અટકાયત, વજનમાં ખુબ વધારો અને માતા અને બાળક નો મમતા સેતુ બંધાઈ રહે છે.
કાંગારુમધર કેર (KMC) ના પાસાંઓ
- ચામડીથી ચામડીનો સ્પર્સ
- ફક્ત સ્તનપાન
કાંગારુમધર કેર (KMC) ની જરૂરિયાતો
- માતાને દવાખાનામાં અને ઘરે
- રજા આપ્યા બાદની પુનઃમુલાકાત.
કાંગારુમધર કેર (KMC)ના ફાયદા
- બાળકનાં શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાળક ઠંડુ પડી જવાનું જોખમ ઓછું થઈ જાય છે.
- સ્તનપાન કરાવવાનું પ્રમાણ વધી જાય છે. જેથી વજનમાં વધારો થાય છે.
- આરોગ્ય સુવિધાથી વહેલા રજા આપી શકાય છે.
- શ્વાસની તકલીફ અને ચેપ જેવી બિમારીનું પ્રમાણ ઘટાડી શકાય છે.
- માનસિક તાણ માતા અને બાળક બંને માં ઓછો થાય છે.
- બાળક અને માતા વચ્ચે મમતાનો સેતુ સારી રીતે બંધાઈ રહે છે.
કાંગારુ મધર કેર કોને આપી સકાય?
- કાંગારુ મધર કેર દરેક બાળકને આપી શકાય છે.ઓછા વજન વાળા બાળક માટે તે વધુ જરુરી અને અસરકારક છે. ગંભીર રિતે બીમાર બાળકને પહેલા સારવાર આપવી જરુરી છે, તેની સ્થીતીમા સુધારો આવ્યા બાદ આરોગ્ય કર્મચારીની દેખરેખ હેઠડ બિમાર બાળકને પણ કાંગારુ મધર કેર આપી સકાય છે.
કાંગારુ મધર કેર આપવા માટે નીચે મુજબ માર્ગદર્શન કરેલ છે.
- જન્મ સમયે વજન 1.8 કી.ગ્રા. થી વધુ હોય અને સ્થિતિ સારી હોય તો મોટા ભાગના આવા બાળકોમાં જન્મથી તરત જ કાંગારૂ પદ્ધતિની સંભાળ શરૂ કરી દેવી જોઈએ.
- જન્મ સમયનું વજન 1.2KG થી 1.8KG ની વચ્ચે હોઇ, બાળકની આરોગ્યની સ્થીતિ સામાન્ય હોઇતો તેને આરોગ્ય કર્મચારીની સલાહ મુજબ કાંગારુ મધર કેર આપી શકાય છે.
- જન્મ સમયનું વજન 1.2KG કે તેથી ઓછું હોઇ તો બાળકને ગંભીર બિમારી કે મરણ થવાની શક્યતાઓ વધારે છે. આથી આવા બાળકને મુખ્યત્વે નિયોનેટલ આઈસીયુ માં રાખીને સારવાર કરવામા આવે છે. બાળકની સ્થીતી સમાન્ય થાય અને વજન વધે ત્યાર બાદ આરોગ્ય કર્મચારીની સલાહ મુજબ કાંગારુ મધર કેર આપી સકાય છે.
કાંગારુ મધર કેર આપવા ની રીત
- બાળકને કાંગારુ મધર કેર માટે માતાને માનસિક રીતે તૈયાર કરો.
- માતા તથા પરિવારને કાંગારુ મધર કેર આપવાની રીત, ફાયદા, જરુરિયાતો વગેરે વિશે સમજાવો.
- માતાના દરેક પ્રશ્નોના જવાબ આપો.
- માતાને થતી મુશ્કેલીઓ વિશે પુછો અને તેનું નીરાકરણ લાવો.
- પરિવાર દ્વારા માતાને સપોર્ટ મળી રહે તે જોવો અને પરિવારના અન્ય સભ્યો પણ કાંગારુ મધર કેર આપી શકે તેના વિશે સમજાવો.
- માતા અને બાળકના કપડા.
- માતા આગળનાં ભાગેથી ખુલ્લા હોય તેવા સ્થાનિક રીવાજ પ્રમાણેના કપડા પહેરીને KMC આપી શકે છે. બાળકને પણ આગળનાં ભાગેથી ખુલ્લુ હોઇ તેવુ ઝબલુ, લેંગી અને હાથ પગના મોજા પેહરાવવા જોઇએ.
કાંગારુ મધર કેર આપવાની રીત :
- બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઉભુ રહે તે રીતે ગોઠવો.
- બાળકનું માથુ એક તરફ ફેરવો અને થોડું ઉંચું રાખો જેથી તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે.
- બાળકના બંને પગ એવી રીતે ગોઠવો જેથી તે દેડકા જેવી સ્થિતિમાં રહે. અને બંને હાથ પણ ઉપર તરફ ગોઠવો.
- બાળકનું પેટ માતાનાં પેટને સ્પર્સીને તે સ્થિતિએ બાળકને ગોઠવો. માતાનાં શ્વાસોચ્છશ્વાસથી બાળકનાં શ્વાસ ઉત્તેજીત થાય છે અને આમ બાળકને ગુંગળામણ થતી અટકાવી શકાય છે.
- બાળકનાં બેઠકના ભાગને ઝોળી વડે આધાર આપો.
- ચકાસણી (મોનિટરીંગ)
- જે બાળકોને કાંગારૂ સંભાળ આપવામાં આવતી હોય તેઓને શરૂઆતમાં સંભાળપૂર્વક ચકાસતા રહેવું જોઈએ.
- ખાતરી કરવી જોઈએ કે બાળકનો શ્વાસ બરાબર છે અને બાળકનુ ઉષ્ણતામાન જડવાય રહે છે.
કાંગારુ મધર કેર આપવાનો સમય
- કાંગારુ મધર કેર બાળકના જન્મ બાદ માતા અને બાળક ની સ્થીતી સામાન્ય થયા બાદ એટલે કે જન્મ ના પ્રથમ દીવસ થી જ આપી શકાય છે.
- શરુઆતમા ઓછા સમય સુધી આપ્યા બાદ ધીમે ધીમે સમય ગાળામાં વધારો કરાય છે.
- દરેક વખતે ઓછામાં ઓછી એક કલાક અને વધારે માતા ઇચ્છે એટલો સમય કાંગારુ મધર કેર આપી શકાય છે.
- માતા દિવસ અને રાત્રીના કોઇ પણ સમયે કાંગારુ મધર કેર આપી શકે છે.
પ્રોબ્લેમ ઓફ ન્યુ બોર્ન
પ્રીટર્મ બેબી
- સગર્ભાવસ્થા દરમિયાન 37 અઠવાડીયા પહેલા જન્મેલા બાળકને પ્રીટર્મ બેબી કહે છે
ટર્મ બેબી
- સગર્ભાવસ્થાના 37 અઠવાડીયા પછી પરંતુ 42 અઠવાડીયા પહેલા જન્મેલા બાળકને ટર્મ બેબી કહે છે.
પોસ્ટ ટર્મ બેબી
- સગર્ભાવસ્થા ના 42 અઠવાડીયા પુર્ણ થયા બાદ જન્મેલા બાળકને પોસ્ટ ટર્મ બેબી કહે છે.
પ્રીટર્મ બેબી ઓર લો બર્થ વેઈટ બેબી
- જે બાળક અધુરા માસે જન્મેલ હોય એટલે કે સગર્ભાવસ્થા 37 અઠવાડીયા પહેલા જન્મેલ હોય તેને પ્રીટર્મ બેબી કહે છે.
- જે બાળકનું જન્મ સમયનું વજન 2.5 કી.ગ્રા. કરતા ઓછુ હોય તેને લો બર્થ વેઈટ કહે છે.
કારણો :
- વહેલાસર લેબર પેઇન શરૂ થઈ ગયેલ હોય.
- એન્ટી પાર્ટમ હેમરેજ (APH).
- મલ્ટીપારા.
- માતામાં જન્મજાત ખોડખાંપણ.
- માતાને માલન્યુટ્રીશન.
- ટોકસીમીયા ઈન પ્રેગનન્સી
- જીનેટીક રોગ
- માતા સ્મોકીંગ કરતી હોય.
- કોઈપણ પ્રકારના અકસ્માત વગેરે.
ચિન્હો લક્ષણો :
- પગની રેખાઓ આછી હોય કે ચિમળાયેલા અને સુંવાળા કાન હોય.
- અલ્પવિકસીત સ્તન હોય.
- અલ્પવિકસીત વૃષણ કોથળી હોય.
- વજન અને ઉંચાઈ ઓછા હોય.
- ચામડી પાતળી અને ચળકતી હોય.
- બોડી પર વર્નિકક્ષનું પ્રમાણ વધારે હોય.
- ચુસી શકતું ન હોય.
- શરીર પર રૂવાંટી વધુ હોય.
સારવાર :
- જન્મના તરત બાદ જરૂર જણાય તો રીશક્શીટેશન આપવું.
- બાળકને હુફાળુ રાખવુ.
- હાઈપોથર્મિયાથી બચાવવું.
- કાંગારૂ મધર કેર આપવી.
- બાળકને ચેપથી બચાવવું.
- એક્ષક્લુસીવ બ્રેસ્ટ ફીડીંગ આપવું.
બર્થ ઈન્જરીઝ
- જન્મ સમયની ઇજાઓ જન્મની પ્રક્રિયા દરમિયાન બાળક પર પડતા શારીરિક દબાણના પરિણામે થાય છે, ઘણા નવજાતને જન્મ દરમિયાન સામાન્ય ઇજાઓ થાય છે. સામાન્ય રીતે ચેતાતંતુમા નુકસાન થાય છે અથવા હાડકાં તૂટી જાય છે. જેમાથી કેટલાક પ્રકારની ઇજાઓને નીવારી શકાય છે તથા કેટલીક ગંભીર ઇજાઓની નીવારી શકાતી નથી. તે પેરીનેટલ મોર્બીડીટી અને મોર્ટાલીટીનું અગત્યનું કારણ છે.
કોમન ઈન્જરીઝ ઈન હેડ:- ( માથામાં થતી સામાન્ય ઈજા)
કેપુટ સકસીડીનમ
- જેમાં શિશુના સ્કાલ્પ ઉપર સોજો જોવા મળે છે. જન્મ સમયે સર્વિકસ અને બોની પેલ્વીસના લીધે નવજાત શીશુના હેડ ઉપર પ્રેસર આવવાથી વિનસ અને લિમ્ફેટીક આઉટફલો ઉપર અવરોધ આવેછે. જેના કારણે શીશુના સ્કાલ્પમાં ઉપસેલો ભાગ (લમ્પ/બમ્પ) જોવા મળે છે.
- બર્થ સમયે જોવા મળે છે. તેને દબાવતા તેમાં ખાડો પડે છે .
- તે સુચર લાઈન ક્રોસ કરે છે.
- તે જન્મ પછીના 24 10 36 કલાકમાં ડીસઅપીયર થાય છે.
- સારવાર ની જરૂર રહેતી નથી.
સીફેલહિમેટોમા
- સ્કાલ્પ અને સ્કલની વચ્ચેના ભાગે લોહી(બ્લડ)નો ભરાવો થાય છે. સુવાવડ દરમ્યાન ફિટલ હેડ ની સ્મોલ વેસલ્સ સામાન્ય ઇજાને કારણે તૂટી જાય છે. જેને પરિણામે બ્લડનો ભરાવો થાય છે. જે સામાન્ય રીતે પરાઇટલ બોન ઉપર ડેવલપ થાય છે. તે સ્યુચરને ક્રોસ કરતું નથી. અને ૨૪ કલાક પછી દેખાય છે.
- ચેપ ન હોયતો સારવારની જરૂર નથી.
- ઇન્ફેકટેડગ્રસ્ત હિમેટોમામાં એન્ટીબાયોટીકથી સારવાર આપવી તેમજ (ચેપ) ડ્રેઈનેજ કરવું.
- સીફેલહિમેટોમાં મુખ્યત્વે કોમ્પ્લીકેટેડ લેબર, ફોરસેપ ડીલીવરી અને કુદરતી વજાઇનલ ડીલીવરીમાં થાય છે.
લેસરેશન ઓફ ધ સ્કાલ્પ(સ્કાલ્પનું લેસરેશન)
- આવી ઇન્જરી મુખ્યત્વે ઇન્સ્ટ્રજમેન્ટથી થાય છે. સીઝેરીયન સેક્શન, વેક્યુમ એક્સટ્રેકશન, ફોરસેપ ડિલીવરીમાં જોવા મળે છે. જેમાં સ્કાલ્પ શેવ કરી તેના ઉપર એક્રીફ્લેવીન ડ્રેસીંગ કરવામાં આવે છે. નવજાત શીશુમાં તાવ અને ચેપના લક્ષણો તપાસતા રેહવુ જરૂરી છે.
ઈન્જરી ઓન ક્રેનિયલ બોન(કેર્નીયલ બોનમા ઇજા)
- કોન્ટ્રાક્ટેડ(સાંકડું) પેલ્વીસ, અને ફોરસેપ ડીલીવરીના કારણે ક્રેનીયમ બોન ઉપર પ્રેસર આવવાના કારણે ઇજા થાય છે. આવા પ્રકારની ઇજાઓમાં એક્ટીવ મેનેજમેન્ટની જરૂર નથી.
ઇન્ટ્રા ક્રેનીયલ હેમરેજ
- તે એક્સ્ટ્રા ડ્યુરલ અથવા સબડયુરલ હોય છે. જે મુખ્યત્વે એક્સેસીવ મોલ્ડીંગ, બ્રીચ ડીલીવરીમાં પાછળથી આવતા હેડના કમ્પ્રેશન અને ફોરસેપ ડીલીવરીને કારણે થઇ શકે છે. શકે છે.
સાઈન & સિમટમ્સ (લક્ષણો):- હેડ ઈન્જરી
- સિવિયર રેસ્પીરેટરી ડીપ્રેશન
- લો અપગાર સ્કોર (ઓછો અપગાર સ્કોર)
- સેરેબ્રલ ઈરીટેશન
- હાઈ પિચ્ડ ક્રાઈ(ખુબજ જોરથી રડવું)
- વોમિટીંગ (ઉલટી થવી)
- કન્વલ્ઝન ( ખેંચ આવવી )
- બલ્જિગં ફોન્ટનેલ (ફોન્ટનેલ પર સોજો આવવો)
- બાળકમાં આવા પ્રકારની ઇજાઓથી થતા નુકશાનને ઘટાડવા અને બ્લડ લોસ ઘટાડવા જન્મ બાદ તરતજ વીટામીન K નું ઇન્જેક્શન આપવામાં આવે છે.
એસ્ફેકસીયા
- બાળકના જન્મની પ્રક્રીયા દરમીયાન વધુ સમય લાગવાથી ઘણી વખત બાળકને પુરતા પૂમાણમાં અને સમયસર ઓકસીજન ન મળવાને કારણે થાય છે. બાળક ને લાંબા સમય સુધી ઓક્સિજન ન મળવાના કારણે તે સાયનોસીસ થઈ જાય છે. ઓક્સિજનની ઘટના કારણે બાળકને ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓ અને ઘણી વખત મૃત્યુ પણ થઇ શકે છે. આ પરીસ્થીતી મા તાત્કાલીક સારવાર ની જરૂર પડે છે.
લકવો (પેરેલાઈસીસ)
- ઘણી વખત બાળકના કરોડરજ્જુ (સ્ટાઈલ કોર્ડ) માં અથવા મુખ્ય ચેતાઓમાં ઇજાઓ થવાથી આ પ્રકારની તકલીફ થાય છે. જેમાં બાળક ના શરીરના અમુક ભાગ કે આખા શરીરમા લકવો (પેરેલાઈસીસ) થઈ જાય છે.
એક્ઝામ્પલ
- ફેશિયલ પાલસી – ફેશિયલ નર્વ(7th)
- બ્રેકીયલ પાલસી (બ્રેકીયલ પ્લેક્સસ)
A .એર્બ્સ પાલસી
B.ક્લમ્પ્સ પાલસી (C7-C8)
નીયોનેટલ જોન્ડીસ
- નવજાત શિશુના શરીરમાં જ્યારે બિલીરૂબીનની માત્રા 2 mg/dl થી વધે છે ત્યારે જોન્ડીસ ના લક્ષણો જોવા મળે છે. ચામડી, સ્કલેરા, મ્યુક્સ મેમ્બ્રેન અને બોડી સિક્રીશન માં પીળા કલર (યલો ડીસકલરેશન) જોવા મળે છે, જેને નીયોનેટલ જોન્ડીસ કહે છે. બીલીરૂબીન લેવલ 5ng /dl હોય ત્યારે નીયોનેટલ જોન્ડીસ ડાયગનોસ થાય છે. તેને નીયોનેટલ હાઈપર બીલીરૂબીનેમીયા પણ કહે છે. બ્લડમાં નોર્મલ બીલીરૂબીન 0.1 to 0.8 mg/ dl હોય છે. આશરે 60% ફુલ ટર્મ બેબી માં. 80% પ્રી ટર્મ બેબીમાં જન્મ બાદ પ્રથમ વીકમાં જોન્ડીસ થાય છે.
ટાઈપ્સ ઓફ જોન્ડીસ (જોન્ડીસના પ્રકારો)
- ફિઝિયોલોજીકલ જોન્ડીસ
- પેથોલોજીકલ જોન્ડીસ ફીઝીઓલોજીકલ જોન્ડીસ:-
- હીપેટીક ઈમમેચ્યુરીટીના લીધે જોન્ડીસ થાય છે. જેમાં નિયોનેટના રેડ બ્લડ સેલનું જીવનચક્ર ઓછું હોય છે અને યુરોબીલીનોજનના રૂપાંતરમાં કમી આવવાથી લીવરમાં બીલીરૂબીન લોડ વધે છે જેથી જોન્ડીસ થાય છે.
કેસીસ ઓફ નિયોનેટલ જોન્ડીસ (નિયોનેટલ જોન્ડીસ ના કારણો)
- હીપેટીક ઈમમેચ્યુરીટીના કારણે.
- રેડ બ્લડ તુટવાના કારણે.
- સાઈન એન્ડ સીમટમ્સ (લક્ષણો):-
- મોટા ભાગે જન્મના ૨૪ થી ૭૨ ક્લાકમાં નવજાત બાળકમાં દેખાવા લાગે છે.
- શરીરમાં પીળાશ ફુલ ટર્મ બેબીમાં ૪૫- દિવસમાં અને પ્રી ટર્મ બેબીમાં ૬૭- દિવસમાં વિકસિત થાય છે.
- ફુલ ટર્મ બેબીમાં ૭ દિવસ પછી અને પ્રી ટર્મ બેબીમાં ૧૪ દિવસમાં ડીસએપીયર થાય છે.
- મોટા ભાગે સારવારની જરૂર રહેતી નથી.
મેનેજમેન્ટ
- માતાને આશ્વાસન આપવું.
- ડોક્ટરના ઓર્ડર મુજબ ટ્રીટમેન્ટ આપવી.
- બાળકને નિયમીત રીતે બ્રેસ્ટ ફિડીંગ કરાવવુ
- બાળકની ડેઇલી રૂટિન કેર કરવી.
- બાળકને કોમ્પલીકેશન માટે નિરીક્ષણ કરવું.
પેથોલોજીકલ જોન્ડીસ
- હિમોલાયટીક રોગ અને ઇન્ટ્રાયુટરાઇન ઇન્ફેકશનના કારણે પેથોલોજીકલ જોન્ડીસ જન્મના પ્રથમ ૨૪ કલાકમાં જોવા મળે છે. કેટલાક કેસો માં ૭૨ કલાક પછી પણ જોવા મળે છે. નિદાન દ્વારા ચોક્ક્સ કારણ જાણી શકાય છે. પરતું ૧/૩ ભાગના કેસોમાં નિદાન પછી પણ કારણ અચોક્કસ હોય છે. આ પ્રકારનો જોન્ડીસ મુખ્યત્વે ઇન્ફેક્શનને કારણે થાય છે.
સાઈન & સિમટમ્સ (ચિન્હો અને લક્ષણો)
- બાળકનો ચહેરો, ધડ હથેળી અને પગના તળીયાની ચામડીનો રંગ પીળો પડી જાય છે.
- ઝાડાનો કલર માટી જેવો અથવા ડાર્ક જોવા મળે છે.
- કપડા ઉપર યુરીનના ડાઘ જોવા મળે છે.
- બિલીરૂબીન પ્રમાણ 15 mg થી પણ વધી જાય છે.
- જ્યારે બિલીરૂબીન વધુ પ્રમાણમાં બ્લડ માં વધી જાય છે 15mg કરતા વધારે ત્યારે અન્ય ચિન્હો લક્ષણો જોવા મળે છેજેવાકે . વોમિટીંગ, ખેંચ, તાવ અને સ્નાયુઓ જકડાઇ જવા.
મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ(સારવાર)
- બાળક ની સ્થિતિનું અવલોકન કરવું.
- બ્લડમાં બીલીરૂબીનનું લેવલ હાઇ હાઈપરબીલીરૂબીનેમીયા થતું અટકાવવા માટે બ્રેસ્ટ ફીડીંગ વહેલું શરૂ કરાવવું.
- બાળકમાં જોવા મળતા અન્ય લક્ષણો માટે જોતા રહેવું.
- પુરતી સંભાણ રાખવી.
- માતા પિતા ને ઇમોશનલ સપોર્ટ આપવો.
ફોટોથેરાપી
- આ નોન ઈન્વેસીવ ઈફેક્ટીવ અને અન્કોન્ક્યુગેટેડ બીલીરૂબીન ઓછી કરવાની સરળ તથા ઓછી ખર્ચાળ પધ્ધતી છે. જેમાં અન્કોન્ક્યુગેટેડ બીલીરૂબીનને વોટર સોલ્યુબલ નોન ટોકસીક ફોર્મમાં કન્વર્ટ કરે છે.
- જે બ્લડ માંથી સરળતાથી એકસક્રીટ થાય છે. જ્યારે બીલીરૂબીન લેવલ 15mg/dl પહોચે ત્યારે અને પ્રી ટેર્મ બેબી માં 5mg/dl) કે તેનાથી વધારે હોય ત્યારે ફોટોથેરાપી ચાલું કરવી.
- બ્લયુ વેવ લેન્થ 450 – 460 nm હોય છે.
ફોટોથેરાપીમાં નર્સિંગ સારવાર
- બેબી લાઈટ સોર્સથી નીચે તેની પુરી બોડી ખુલ્લી રહે તે રીતે 45cmની દુરી બનાવીને રાખવામાં આવે છે.
- નવજાત શિશુની આંખો અને તેના જનનાંગોને કવર કરી દેવા.
- વારંવાર બેબીને બ્રેસ્ટ ફિડિંગ કરાવવું. એક્સ્ટ્રા ફ્લ્યુઇડ આપવાની જરૂર હોય તો તેને ઇન્ટ્રાવીનસ કે નેઝોગેસ્ટ્રીક ટ્યુબ ફીડીંગ આપવું.
- બાળકની પોઝીશન દર બે કલાકે અથવા દરેક ફીડીંગ પછી વધારે લાઈટ મળે તે માટે બદલવી.
- દર બે કલાકે વાઇટલ સાઇન ચેક કરવા.
- ખેંચ માટે તેનું સતત નીરીક્ષણ કરવું જોઇએ.
- જ્યારે સીરમ બીલીરૂબીન લેવલ 10 ng/d થાય ત્યારે ફોટોથેરાપી બંધ કરવી જોઇએ સામાન્ય રીતે 2 to 3 દિવસ સુધી ફોટોથેરાપી દ્વારા સારવાર કરવામાં આવે છે.
- બાળકને ઇન્ટ્રાવીનસ થેરાપી અથવા નેઝોગેસ્ટ્રીક ટ્યુબના ઉપયોગ દ્વારા ફિનોબાર્બીટોન આપવામાં આવે છે.
નીયોનેટલ ઇન્ફેક્શન (નવજાત બાળકમાં ચેપ)
- નવજાત બાળકમાં ઇન્ફેકશન થવાના કારણો જેમાં નીચે મુજબ હોઈ શકે છે.
ટોર્ચ : TORCH
- ટોક્સોપ્લાઝમોસીસ
- રુબેલા
- સાયટોમેગાલોવાઈરસ
- હર્પીસ વાઈરસ
ઓપ્થાલ્મીયા નીઓનેટ્રમ
- જન્મના ત્રણ વીક પછી આંખોની કન્જક્ટાઈવા માં ચેપ લાગવાથી આંખમાં ચેપ થાય છે
સાઈન & સિમટમ્સ (લક્ષણો)
- આંખોમાં ચીપળા થાય છે. આંખો ચોંટી જાય છે.
- આંખમા સોજો આવે છે.
- આંખો લાલ થઇ જાય છે.
- આંખના પોપચા બંધ થઇ જાય છે.
મેનેજમેન્ટ (સારવાર)
- આંખોને નિયમીત રીતે સાફ રાખવી.
- ડોક્ટરના ઓર્ડર મુજબના આઈ ડ્રોપ્સ નાંખવા.
- ક્રોસ ઇન્ફેકશનથી બચાવ કરવો.
- એન્ટીબાઓટીક ડ્રોપ્સ નો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો.
- આઈ.એમ.એન.સી.આઈ. ની ગાઇડલાઇન મુજબ ઓરલ એન્ટીબાયોટીક્સ આપવા.
અંબીલીકલ સેપ્સીસ, કોર્ડ સેપ્સીસ ઓર ઓમ્ફેલાઈટીસ (નાળનો ચેપ)
- ન્યુબોર્ન બેબીની અમ્બીલીક્લ કોર્ડમાં બેક્ટેરીયાનો ચેપ લાગવાથી અમ્બીલીક્લ કોર્ડ સેપ્સીસ થાય છે.
કોઝીસ (કારણો)
- બાળકો માટે જંતુમુક્ત કરેલા કપડાનો ઉપયોગ ન કરવામાં આવે.
- બાળકની સંભાળ લેવા વાળા વ્યક્તિને ચેપ લાગેલા હોય.
- વાતાવરણને લીધે ચેપ લાગે.
- જીવાણુઓ જેવા કે ઈ.કોલાઈ- સ્ટેફીલોકોક્સ, ક્લોસ્ટીડીયમટીટેનિ વિગેરે નો ચેપ.
સાઈન & સિમટમ્સ (ચિન્હો-લક્ષણો)
- અમ્બીલીકસની આસપાસ લાલાશ, સ્વેલિંગ અને ભીનાશ જોવા મળે છે.
- મ્યુક્સ સીક્રીસન જોવા મળે છે.
- ફાઉલ સ્મેલ આવે.
- અમ્બેલીકલ કોર્ડ મોડી ખરે.
- બાળકને તાવ આવે છે.
- કોમ્પ્લીકેટેડ કેસમાં સેપ્ટીસેમીયા જોવા મળે છે.
મેનેજમેન્ટ (સારવાર)
- દરેક સારવાર આપતા પહેલા સોપ વોટરથી હેન્ડ વોશકરવા.
- કોર્ડ ની આજુબાજુના એરીયામાં સ્પીરીટથી ક્લીન કરવું.
- એન્ટી બયોટીક પાવડર અથવા લોશન એપ્લાય કરવું.
- એન્ટી બયોટીક ટેબલેટ અથવા ઇન્જેક્શન આપવા.
આઈ.એમ.એન.સી.આઈ. પ્રમાણે કોર્ડ સેપ્સીસની સારવાર
- સાબુપાણીથી હેન્ડ વોશ કરો.
- સાબુપાણીથી કોર્ડ ની આજુબાજુથી સાફ કરવુ.
- 0.5% જેન્સન વાયોલેટ દીવસમાં બે વખત લગાડવા કહેવું.
- મ્ફોંવાટે ટેબલેટ કોટ્રીમોક્ઝાઝોલ પાંચ દિવસ માટે દિવસમાં બે વખત આપો.
- એક માસથી નાના બાળક માટે અડધી ગોળી રોજ બે વખત, 1 to 2 માસના બાળકને એક
- ગોળી દિવસમાં બે વખત આપવી
- દવાને ઓગાળીને મો વાટે પાંચ દિવસ આપવી.
- બાળકને બે દિવસ બાદ ફરી બતાવવા આવવા કહેવું અને તેને તપાસવું.
કોમ્પ્લીકેસન
- અમ્બિલીકલ વેઇનમાં થ્રોમ્બો ફલેબાયટીસ.
- કમળો.
- લીવર એબસેસ.
ઓરલ થ્રસ (મોઢામાં ચાદા પડવા)
- આ પ્રકારનો ચેપ મુખ્યત્વે કેન્ડીડા આલ્બીકેન્સના કારણે થાય છે. આ સામાન્ય છે. તે ઇન્ફેક્ટેડ બર્થ કેનાલથી નવજાત બાળકમાં થઇ શકે છે.
- જેમાં ભુરી દવા (જૈસયન વાયોલેટ) 0 દિવસમા બે વાર લગાવવા % ૨૫.માતાને શીખવો .
- બાળક ના ઓરલ હાઇજીન નુ ધ્યાન રાખવુ.
- એક્લુસીવ બ્રેસ્ટ ફીડીંગ આપવા માતાને પ્રોત્સાહીત કરવા.
નોંધ :- આ ઉપરાંત નવજાત શીશુમાં લોહીમાં ચેપ (સેપ્ટીસેમિયા) , મગજમાં ચેપ નેઓનેટલ મેનીંનજાયટીસ અને બીજા ઘણા બધા પ્રકાર ના ઇન્ફેક્શન થાય છે જેનુ નીદન અને સારવાર આઈ.એમ.એન.સી.આઈ. ની ગાઇડલાઇન મુજબ કરવામાં આવે છે.