HOSPITAL CLEANLINESS
➡THERAPEUTIC NURSING CARE AND PROCEDURES
-ભારતીય લોકો પોતાના પર સ્વચ્છ રાખે છે પરંતુ પોતાને ઘરની આજુબાજુના વિસ્તાર દાખલા તરીકે બાગ , સસ્તા , પ્લેટફોર્મ , શાળા, હોસ્પિટલ વગેરે જાણે કચરો ઠાલવવા માટે માટે જ સરકાર બાંધ્યા હોય તેવું લોકોને લાગે છે કચરો કચરાપેટીમાં ન નાખતા તે બહાર નાખવામાં આવે છે
હોસ્પિટલ સ્વચ્છતા નું એક ઉદાહરણ હોવું જોઈએ હોસ્પિટલ ની દરેક વસ્તુ સ્વચ્છ અને શિષ્ટ બદ્ધ હોવી જોઈએ. દર્દી કે તેના સંબંધીને હોસ્પિટલમાં સસ્તા જાળવવાનું nurse એ કહેવું જોઈએ. હોસ્પિટલ સ્વચ્છ રાખવામાં ન આવે તો દર્દી એક રોગમાંથી મુક્ત થઈ બીજા રોગમાં ફસાઈ શકે છે.
➡CLEANLINESS RULES AND REGULATION
1) હોસ્પિટલમાં આવતા પેશન્ટ અને તેના રિલેટિવ ને સ્વચ્છતા ના નિયમો અગાઉથી કહી દેવા જોઈએ તે પ્રમાણે તે વર્તે છે કે કેમ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ
2) પ્રત્યેક વોર્ડની દરરોજ તથા નિયમિત સફાઈ થવી જોઈએ
3) વોર્ડ સાફ કરતા પહેલા ઝાડુ મારવું જોઈએ પછી ડસ્ટિંગ કરવું જોઈએ ડસ્ટીંગ માટે બે ડસ્ટર લેવા એક ભીનું અને બીજું સુકુ ભીના ડસ્ટર ને ધૂળ તરત જ ચોટી જાય છે
4) પોતા મારતા પહેલા પાણીમાં ફીનાઇલ ભેળવવું જોઈએ તે જંતુનાશક છે.
5) જમીન ઉપરનો ભાગ ખરબચડો હોય તો બ્રશનો ઉપયોગ કરવો
6) Sunlight માં પણ જંતુનો નાશ થાય છે માટે વોર્ડની બારીઓ દરવાજા ખુલ્લા રાખવા જોઈએ વોર્ડમાં હવાન અવરજવર થતી રહે તેનું ધ્યાન રાખવું
7) સમયે સમયે disinfectant સોલ્યુશન છાંટવું જોઈએ
8) Ward માંની ડસ્ટબિન ઢાકેલી હોવી જોઈએ હોસ્પિટલનો કચરો જે તે કલરની કચરાપેટીમાં નાખવો જોઈએ
9) ડસ્ટિંગ માટે વપરાતી ચીજ વસ્તુને સાબુથી સાફ કરવું જોઈએ
10) પેશન્ટ માટે વપરાતા સાધનો સ્વચ્છ હોવા જોઈએ
11) Week માં એક વખત સીલીંગ ફેન પણ સાફ કરવા જોઈએ
12) રિલેટિવસના બુટ ચપ્પલ વોર્ડની બહાર કાઢવા જણાવવું
જ્યારે એક patient માંથી બીજા patient કે staff member દ્વારા patient ને લાગતા infection અટકાવવા માટે સાવચેતી રૂપે જે પગલાઓ લેવામાં આવે છે તેને barrier nursing કહે છે આનો અર્થ એ પણ થઈ શકે છે કે inflected person ના direct contact અટકાવવાના પગલાઓ.
આવા પગલાઓમાં ઘણીવાર infected પેશન્ટને એન્ટિબાયોટિક આપવામાં આવે છે ઘણીવાર microorganisms સામે લડવા માટેનું પેશન્ટનું નેચરલ defence mechanism week થઈ ગયું હોય તેવા પેશન્ટને ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપવાના પ્રોસિજર ને reverse barrier nursing કહેવામાં આવે છે
➡PRINCIPAL OF BARRIER NURSING
1) શક્ય હોય ત્યાં સુધી પેશન્ટને સિંગલ રૂમમાં રાખવો જેમાં વોશબેસિન hot and cold water વગેરેની વ્યવસ્થા હોવી જોઇએ
2) આ રૂમની બધી સરફેસ વોશૅબલ હોવી જોઈએ
3) પેશન્ટને અટેન્ડ કરનાર કોઈપણ વ્યક્તિએ પ્રથમ handwash કરવા જોઈએ
4) આ રૂમમાં ઓછામાં ઓછી વ્યક્તિઓને દાખલ થવાની રજા આપવી જોઈએ
6) અંદર દાખલ થનાર કોઈ પણ વ્યક્તિ એક gown તથા mask પહેરવા જોઈએ
7) પેશન્ટની સંભાળ માટે સ્પેશિયલ nurse ની duty ગોઠવવી જોઈએ.
8) પેશન્ટ ની કેર માટેના પૂરતા આર્ટીકલ રૂમમાં હોવા જોઇએ
9) બાળકને રમવા માટે વોશૅબલ કે ડિસ્પોઝેબલ ટોયઝ આપવા જોઈએ
10) નર્સિંગ સ્ટાફ ના સુપરવિઝન હેઠળ રૂમનુ cleanliness થવું જોઈએ
11) આ રૂમમાં ઉપયોગમાં લીધેલી કોઈપણ વસ્તુને sterilize કર્યા વગર અન્ય પેશન્ટ માટે ઉપયોગમાં ન લેવી.
12) શક્ય હોય ત્યાં સુધી ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ
➡ISOLATION :-
Infected person ને અલગથી રૂમમાં રાખવાની પદ્ધતિને isolation કહેવામાં આવે છે. જેનાથી disease નું transmission થતો અટકાવી શકાય છે. Isolation technique ના proper use માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
1) આવા પેશન્ટને મળવા માટે visitors ને મનાઈ ફરમાવવી જોઈએ
2) patient attend કરનાર કોઈપણ વ્યક્તિએ gown , madk તથા gloves નો ઉપયોગ કરવો જોઈએ.
3) Patient ને attend કર્યા બાદ properly hand wash કરવા જોઈએ.
4) Paperbag, tissuepaper, solid clothes તથા discharges નુ proper disposal થવું જોઈએ.
1) RESPIRATORY ISOLATION
Respiratory disease જેવા કે whooping cough, influenza, diphtheria વગેરે infectious disease થયેલા patient ને isolate કરવામાં આવે છે
આવા પેશન્ટની ઉધરસ કે ચીકવવાથી બહાર પડતાં microorganisms અન્યના શરીરમાં પ્રવાસી શકે છે. આવા પેશન્ટની સારવાર કરતી વખતે નર્સે માસ્ક પહેરવું જોઈએ જો આવા રોગ કોઈ નાના બાળકને થયો હોય તો ગાઉન પણ પહેરવું જોઈએ કારણ કે બાળક ગમે ત્યારે લેટરીન કે યુરીન પાસ કરી શકે છે
પેશન્ટને ઉધરસ ખાતી વખતે કે ખાતી વખતે મોઢે રૂમાલ કે ટીસ્યુ પેપર રાખવા જણાવું જેનો તુરંત જ યોગ્ય રીતે નિકાલ કરી નાખવો.આવા patient નાvisitors ની સંખ્યા પણ મર્યાદિત રાખવી.
2) INTESTINAL ISOLATION
Cholera, typhoid, dysentery કેintestinal disease થયેલા પેશન્ટને isolate કરવામાં આવે છે . કારણ કે તેમના stool અને urine માંથી microorganism ફેલાતા હોય છે
આ પેશન્ટની સારવાર કરતી વેળાએ માસ્ક પહેરવાની જરૂર રહેતી નથી પરંતુ પેશન્ટના ગંદા કપડા ઉચકતી વખતે glovesતથા apron પહેરવા જરૂરી છે.
પેશન્ટના ખરાબ થયેલા કપડાં ધોબી પાસે મોકલતા પહેલા ડીશ ઇંફેક્ટ કરવા જોઈએ.
3) CONTACT ISOLATION
Gangrene, rabbis, std, aids, titanus, વગેરે જેવા patient ને પણ isolate કરવા જરૂરી છે. આવા patient ની કાળજી લેતી વખતે નર્સ એ approan તાબડતોડ બાળી નાખેલા.
આવા patient ની injury માથી થતા secretion ને તુરત જ લુછી નાખીએ. કપડાનો properly નિકાલ કરવો જોઈએ. આવા patient દ્વારા વપરાયેલા દરેક વસ્તુ ને disinfect કરવી જોઈએ
આવા patient ની care કરતી વખતે nurse એ પોતાના કોઈ wound તો નથી થયો? ચામડી કયાંથી કપાઈ તો નથી ગઈ ને? વગેરે બાબતો ની કાળજી લેવી જોઈએ.
4) BLOOD ISOLATION
Aids, malaria, filaria, વગેરે જેવા patient ના micro organisms blood મા પ્રસરેલા હોય છે. આ રોગ blood દ્વારા ફેલાય છે. Malaria patient માટે મચ્છરદાની નો ખાસ ઉપયોગ કરવો જોઈએ.
⏩Care of respiratory system :-
➡Inhalation:- inhalation એટલે air or vapor ને mouth કે nose વડે inspirationની ક્રિયા મારફતે lungs મા દાખલ કરવામાં આવે છે. Inhalation દ્વારા ઘણી વખત drugs પણ આપવામાં આવે છે. Ex. Fainting ના attack મા ammonia angina pactoris મા pain relieve કરવા માટે amulnitrate આપવામાં આવે છે.
➡Types of inhalation :-
1.Dry inhalation
2.Moist inhalation
➡1) Dry inhalation :-
આમાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. Ex. Ether, chloroform, menthol , નીલગિરી નું તેલ, ammonia, spirit etc.
➡2) Moist inhalation :-
આમાં પાણી નો ઉપયોગ કરવામાં આવે છે. કયારેક ફક્ત ઉકળતા પાણી નો પણ inhalation આપવામાં આવે છે. જેને non-medicated inhalation પણ કહેવામાં આવે છે. જયારે કોઈ medicine નો inhalation મા ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે medicine inhalation કહેવામાં આવે છે.
➡Dry inhalation (oxygen therapy) :-
Patient ની life બચાવવા માટે oxygen ખુબ જરૂરી છે. Serious patient કે જેને respiratory obstruction હોય તેને oxygen inhalation આપવામાં આવે છે.
⏩Methods of giving oxygen therapy:-
1) Nasal catheter :-
Ward માના patient ને સામાન્ય રીતે આ પધ્ધતિ થી O2 આપવામાં આવે છે. જેમાં નાકમાં નળી મૂકીને patient ને O2 અપાય છે.
2) BLB mask (booth by lovalance bulbulian) :-
જ્યારે patient ને વધુ પ્રમાણમાં O2 ની જરૂર હોય ત્યારે mask લગાડી ને O2 આપવામાં આવે છે. જે patient પોતાની જાતે respiration લઈ શકતો નથી તેને પણ mask દ્વારા O2 અપાય છે. બીજા છેડે ambu bag લગાડેલી હોય છે.
3) Tent method :-
ખાસ કરીને બાળકોમાં આ method થી O2 આપવામાં આવે છે. Ex. Premature baby જેને incubator મા રાખવામાં આવે છે.
➡Oxygen cylinder :-
વિશ્ર્વભરમાં O2 cylinder નો રંગ કાળો હોય છે. અને તેની ઉપરનો ભાગ સફેદ હોય છે. તેમાં પ્રેશર મીટર હોય છે. જેની ઉપર થી કેટલા પ્રેશરથી O2 અપાય છે તેનો ખ્યાલ આવે છે.
ઉપરની બાજુએ cylinder ખોલવા માટે lock હોય છે જે ચાવી દ્વારા ખુલ્લી શકે છે. આ ઉપરાંત flow meter હોય છે . જે કેટલી ઝડપે O2 અપાય રહ્યો છે તે દર્શાવે છે.
O2 cylinder મા wolffls bottle હોય છે. જેમાં કુલ 2 opening વાળું બૂચ હોય છે. તેમાં બે કાચની ટ્યુબ હોય છે. જે O2 cylinder ની રબ્બરની ટ્યુબ સાથે જોડાયેલા હોય છે.
નાની ટ્યુબ પણ પાણીમાં ડુબેલી હોય છે. જે patient સાથે જોડાયેલા કેથેટર સાથે attach કરેલી હોય છે. Cylinder મા એક regulator પણ હોય છે જેનો ઉપયોગ O2 ના પ્રવાહને વધ-ઘટ કરવા માટે થાય છે. O2 flammable હોવાથી તેની નજીક કોઈએ smoking કરવું નહિ.
⏩ O2 therapy આપતી વખતે ધ્યાને રાખવાની બાબતો :
1) O2 cylinder નો ઉપયોગ કઈ રીતે કરવો તેનુ knowledge જ્યા સુધી ના હોય ત્યા સુધી તેને હાથ લગાવવો નહિ.
2) O2 therapy આપતી વખતે પૂરતી કાળજી અને જડપ દાખવવી જોઈએ. થોડી પણ બેકાળજી અને નાનકડી ભૂલ patient માટે જીવ લેનાર નીકળી શકે છે.
3) Ward માના O2 cylinder ભરેલા છે કે નહિ , working conditions મા છે કે નહિ તે દરરોજ ચેક કરવું જોઈએ.
4) O2 tray હંમેશા તૈયાર રાખવી.
5) O2 cylinder હંમેશા ઠંડી જગ્યાએ રાખવા.
6) ખાલી થયેલા cylinder બરાબર બંધ કરી ભરેલા cylinder થી અલગ રાખવા. તેની ઉપર ચોકથી marking કરવું.
7) cylinder હંમેશા treatment room મા શરૂ કરીને લાવવી. Patient પાસે લાવીને શરૂ કરવી નહિ.
8) nostril કરતાં catheter નાનું હોવું જોઈએ જેથી friction prevent કરી શકાય.
9) O2 સતત આપવો નહિ, તેના કારણે blindness આવવાની શક્યતા રહેલી છે.
10) O2 આપવા માટે ઉપાયોગ ma મા લેવાતી વસ્તુ સ્વચ્છ હોવી જોઈએ.
11) O2 therapy આપતા પહેલા અને પછી hand washing કરવું જોઈએ.
12) એક patient માટે use કરેલું catheter ધોઈ ને તથા ઉકાળી ને પછી જ બીજા patient માટે ઉપયોગી છે.
➡Articles for nasal catheter method :-
Nasal catheter-tongue depressor
Adhesive tape – cotton application
Scissors- kidney tray
Bowl of water – mackintosh
Flash light – jelly
Gauze piece
➡ Procedure :-
Patient જો conscious હોય તો તેને procedure સમજાવવી.
O2 cylinder ની working condition check કરી લેવી.
Catheter ને lubricant કરવું. આ સમયે catheter ની tip lubricate ના કારણે block ન થઈ જાય તેની કાળજી રાખવી.
Catheter ને nose મા દાખલ કરતાં પહેલાં O2 cylinder નો valve open કરી દેવો, flow ને adjust કરવો.
Catheter નું nostril થી earlobe સુધીનું માપ લઇ mark કરવું
2-4 litre /minute O2 નો flow રાખવો. બાદમાં catheter ને nostril મા rotate કરતા- કરતા દાખલ કરવું. તેને oropharynx સુધી લઇ જવું.
Patient ના mouth દ્વારા catheter ની position check કરવી.
Catheter ને nose ઉપર fix કરવું.
Patient ને comfortable position આપવી.
જો લાબા સમય સુધી O2 આપવાનો હોય તો દર 12 કલાકે catheter બદલી નાખવું.
⏩Moist inhalation :-
➡Purpose:-
1) Acute cold તથા sinusitis જેવી conditions ની mucus membrane નું inflammation relieve કરવા માટે તથા congestion ઓછુ કરવા માટે.
2) larynx મા આવેલ inflammation, congestion તથા edema relieve કરવા માટે.
3) mucus તથા coughing ને relieve કરવા માટે.
4) Tracheotomy જેવા operation બાદ inspired air ને warm તથા moist કરવા માટે.
5) Bronchitis અને whooping cough જેવી conditions મા irritation ઓછુ કરવા માટે.
6) Respiratory disinfection તરીકે.
➡Solution used :-
1) plain water
2) Tincher benzoin into water
3) mental in alcohol
4) Eucalyptus oil
➡Method :-
1) Nelson’s inhaler
2) jug method
3) continuous steam by atent
—Articles :-
Nelson’s inhaler with glass mouth piece and cork.
Gauze piece, mouth piece ની આજુબાજુ વિટાળવા.
Cotton, air, inlet મા plug કરવા માટે.
Inhalant એક bottle
Mini glass
એક kettle મા boiling water
Paint measure
Kidney tray
➡Procedure:-
Patient ને procedure સમજાવવું.
Patient ને યોગ્ય position આપવી.
Cot ની આસપાસ screen લગાવવા.
Inhaled ને water મા mix કરવું. સામાન્ય રીતે એક pint water મા 25 ml mix કરવામાં આવે છે.
Inhaler નો 2/3 ભાગ boiling water થી ભરવામાં આવે છે.
Mouth piece ને cork થી બંધ કરી તેની ફરતે gauze વીટીં દેવું
Inhaler ને towel વડે cover કરી દેવું.
Basin મા inhaler મૂકીને patient પાસે લઈ જવું.
Patient ને backrest આપી બેસાડવો. Cardiac table રાખવું.
દરવાજા, બારી, પંખા બંધ કરવા.
Patient ને માથા પર ચાદર ઓઢાડી દેવી.
Inhaler ને cardiac table પર રાખી air inhaler patient ની વિરૂદ્ધ દિશામાં રહે તે રીતે ગોઠવવું.
Air inlet માથી cotton swab કાઢી નાખી kidney tray મા નાખવો. Cork પણ કાઢી લેવો
Patient ને inhaler આપવું. Mouth piece મા મોઢું રાખી steam મોઢા વાટે અંદર લઈ નાક મારફતે બહાર કાઢવા જણાવવું.
આ સમયે patient ના pulse અને respiration check કરવા.
Patient ને ઉધરસ આવે તો sputum mug મા થૂંકવા માટે કહેવું.
Perspiration નેપકિન થી લૂછવા જણાવવું.
જો patient disturb થયેલો જણાય તો inhalation આપવાનું બંધ કરવું.
ઓછામાં ઓછી 15 to 20 minutes બાદ steam આવવાની બંધ થાય ત્યારે procedure અટકાવી દેવી.
બધા સાધનો દુર કરી patient ને comfortable position આપવી.
➡Scientific principles:-
Steam inhalation ના કારણે artery ફેલાય છે. જેથી તેમાનું Circulation વધે છે. તેના કારણે તેનો inflammation ઓછો થાઇ ને pain ઓછુ થાય છે.
Steam ને મોઢા વાટે લાઈ નાક મારફતે બહાર કાઢવાથી સંપૂર્ણ respiratory system ને શેક મળે છે.
Lungs માનો cough પાતળો થઈને બહાર ફેકાય છે.
Benzoin ની action antiseptic તથા anti-inflammatory હોવાથી organisms ની વ્રુધ્ધિ અટકે છે.
Sputum mug મા 1:20 તિવ્રતા વાળુ pemon નાખવું જેથી sputum માના organisms મરી જાય.
Steam વજનમાં હળવી હોવાથી તે ઉપર તરફ઼ જાય છે. આ સિદ્ધાંત નો ઉપયોગ Nelson’s inhaler મા કરવામાં આવે છે.
Air inlet મા plug કરેલું cotton inhalation આપતી વખતે કાઢી લેવું જરૂરી છે.
Inhaler ચીની માટીનું હોવાથી તેના પર કપડાં નુ કવર લગાવવુ. જેથી પાણી જલ્દી થી ઠંડુ ન થઈ જાય.
⏩Collection of specimen of sputum for examination:-
A) patient ને water proof disposable sputum mug આગલી સાંજે આપી રાખવો. જેમાં વહેલી સવારે lungs માનો cough જે sputum રૂપે બહાર નીકળે છે તે એકઠો કરવા જણાવવું. Saliva એકઠું ન કરવું.
B) Plain water થી patient નું mouth clean કરી patient ને antiseptic mouth wash આપવો.
C) Sputum ને laboratory bottle મા collect કરીને properly બંધ કરી તેની ઉપર label લગાવવુ.
D) Specimen ને laboratory મા examination માટે મોકલી આપવુ.
⏩CARE OF GENITO-URINARY SYSTEM :-
Definition :- perineal care એ એક પ્રકારનું perineum નું aseptic irrigation છે. જે defecation ની ક્રિયા પછી delivery પછી તથા birth canal perineum, urinary તથા anus ના operation પછી કરવામાં આવે છે.
—->Purpose:-
1) perineum ની skin ને તથા vulva ના mucous membrane ને clean કરવા માટે.
2) આ ભાગોમાં antiseptic drugs નું application કરીને bacteria નો growth થતો અટકાવવા માટે.
3) આ ભાગોમાં ના ulcer healing માટે.
4) આ area મા થતું itching અટકાવવા.
➡કેવા patient ને special perineal care આપવાની જરૂર પડે છે?
1) post partum patient
2) Genito urinary tract operation
3) perineal area મા surgery કરેલ હોય કે ulcer હોય.
4) catheterization કરેલ patient
5) Excessive vaginal discharge વાળા patient
6) એવા patient જેમને incontinence urine / stool ની ફરિયાદ હોય.
7) Genito urinary tract મા infection હોય
8) જે patient પોતાની જાતે perineal care કરી શકે તેમ ન હોય
➡Articles:-
—> એક sterile tray ;
Jug with warm water /antiseptic solution
Sterile cotton swab in small bowl
Antiseptic swabs in small bowl
સુચના મુજબની medicine
Long artery forceps
Sterile dressing/napkin
Paper bag / kidney tray
—> એક tray ;
‘T’ bandage
Mackintosh and draw sheet
Bedpan
➡PROCEDURE:-
-patient ને procedure સમજાવો, જેથી તેનો co-operation મળી રહે.
-cot ની આજુબાજુ screen લગાવવા.
-Thorough hand washing કરી tray cot પાસે લાવવી.
-એ પહેલા patient ના buttocks નીચે mackintosh તથા draw sheet ગોઠવવા.
-patient ને bedpan ઉપર proper position આપવી.
-patient ના પગ knee થી વાળી ને flex position મા રાખવા.
-perineum ના ભાગેથી soiled dressing કાઢી kidney tray મા નાખવું.
-Dressing મા કોઈ discharge છે કે કેમ તે જોવુ.
-patient ને bathroom કે toilet જવું હોય તો તે માટે સમય આપવો.
-perinium નો ભાગ સારી રીતે જોઈ શકાય તે રીતે cleansing solution રેડવું.
-જો stiches લીધેલ હોય તો sterile forceps વડે તે ભાગ clean કરવો.
-ભાગ clean કરતી વખતે એક swab નો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો. જે upward થી downward એ રીતે use કરવો .
-ઉપયોગ માં લીધેલ swab bedpan મા ન નાખતા kidney tray મા નાખવા.
-sterile swab થી artery dry કરવો. Order મુજબ ની medicine લગાવવી.
-bedpan ને દુર કરી patient ને lateral position આપવી.
-patient ને anal region તથા buttocks’ નો ભાગ clean કરી dry કરવો.
-જરૂર મુજબ dressing લગાડી sterile napkin or ‘T’ bandage લગાવવો.
-bed વ્યવસ્થિત કરી patient ને comfortable position આપવી.
-Articles utility room મા લઈ જઈ clean કરવા.
-Discharge ના observation ની case paper મા નોંધણી કરવી.
—>Urine:-
સામાન્ય રીતે morning specimen collect કરવામાં આવે છે. Examination માટે 4-6°ounce urine ની જરૂર પડે છે. ઘણીવખત patient નો 24 કલાક નો urine examination માટે collect કરવામાં આવે છે જે સામાન્ય રીતે acute nephritis ના case મા specific gravity તથા diabetes મા sugar અને acetone level check કરવા માટે collect કરવામાં આવે છે. Urine collection માટે નીચેની બાબતો ધ્યાને રાખવી જોઈએ.
1.patient ને 24 hours specimen collect કરવા માટે clean chamber pot આપવો જેની ઉપર patient નું નામ તથા diagnosis label લગાવવું.
2.Hospital ના sweeper તથા patient ના relatives ને જાણ કરવી કે urine નો નિકાલ ન કરી નાખે.
3.સવારે 6 વાગ્યે patient ને urine pass કરવા માટે જણાવવું તથા આ સમયે એકઠો થયેલ 24 કલાકના urine નો નિકાલ કરી દેવો.
4.urine ના નિકાલ કરતાં પહેલાં કેટલો urine એકઠો થયેલ છે તેનું recording કરવું.
5.laboratory મા તપાસ માટે urine મોકલવા specimen bottle મા collection લઈ label લગાડી laboratory મા મોકલી આપવું.
6.Urine નું decomposition થતું અટકાવવા urine મા boric acid or formalin mix કરવામાં આવે છે.
—>Stool:-
1.પ્રથમ urine પાસ કરવા માટે bedpan આપવું.
2.પછીથી stool pass કરવા માટે bedpan આપવું.
3.stick અને spatula ની મદદથી થોડું stool લઈ ને specimen container મા ભેગું કરવું.
4.stick ને નાખી દેવું અને spatula ને proper clean કરવું.
5.container ને ઢાંકી તેના પર label લગાડી laboratory મા મોકલી આપવું.
Urine ના drainage માટે urinary bladder મા catheter ને urethra દ્વારા દાખલ કરવામાં આવે છે. તેને catheterization કહેવામાં આવે છે.
—->Purpose:-
1.Retention of urine કે incontinence of urine જેવી conditions
2.sterile specimen મેળવવા માટે
3.perineum ની surgery પછી perinium ને dry રાખવા or wound પર urine પડતું અટકાવવા.
4.Bladder paralysis મા patient ને clean રાખવા
5.voiding urine pass કર્યા પછી થી bladder મા બાકી રહેલા urine amount ને find out કરવા.
6.delivery operations and pelvic examination દરમિયાન કે પહેલા bladder empty કરવા.
7.Bladder ને treatment ex. Bladder irrigation, bladder મા medicine દાખલ કરવા
8.continuous bladder drainage માટે.
9.post operative retention of urine prevent કરવા.
10.Urinary tract ની surgery બાદ kidney failure જાણવા માટે
11.Menstrual period દરમિયાન specially clean specimen મેળવવા માટે.
➡-Articles:-
—> એક sterile tray ;
-Sterile catheter, straight articles, Foley’s malla cot
-એક નાના bowl મા antiseptic lotion perinium clean કરવા માટે
-cotton swab one small bowl
-Gauze piece catheter ને પકડવા અને labia ને separate કરવા
-gloves
-artery forceps
-Dissecting forceps
-sponge holding forceps
-kidney tray urine collect કરવા
-urine specimen bottle
-એક નાના bowl મા liquid paraffin
-Towel, area ને sterile રાખવા માટે
-syringe અને needle
-Distil water
-Uro bag
—> એક clean tray ;
-small makintosh and drawsheet
-kidney tray
-spot light or torch
-bedlinen જરૂર પડે તો procedure પછી change કરવા
-Adhesive tape
-scissor
➡Preparation of the patient :-
1) patient ને procedure સમજાવવી.
2) patient ને bed ની કિનારી નજીક લાવી dorsal recumbent position આપવી.
3) patient ના top linen ને three fold કરી foot end તરફ઼ મૂકવા, patient ને બીજી sheet થી cover કરવો.
4) patient ના buttocks નીચે mackintosh અને draw sheet પાથરવા.
5) light નું focus યોગ્ય જગ્યાએ રહે તે રીતે ગોઠવણી કરવી.
6) cot ની આજુબાજુ screen ગોઠવવા
➡Procedure:-
1) surgery procedure ની જેમ hand washing કરવું.
2) Autoclave sheet ને perineum નો ભાગ ખુલ્લો રહે તે રીતે abdomen પર ગોઠવવી.
3) Antiseptic techniques થી sterile tray ખુલ્લી કરવી.
4) gloves પહેરવા.
5) Buttocks નીચે sterile towel પાથરવો
6) 2 thighs વચ્ચે sterile kidney tray મૂકવી.
7) swab ને antiseptic lotion મા બોળીને artery fircepsની મદદ વડે labia majora અને minora ભાગને clean કરવા.
8) clitoris anus સુધીનો ભાગ clean કરવો. Clean કરતી વખતે એક swab ફક્ત એક જ વખત ઉપયોગ કરવું.
9) Labia majora ની right side upward to downward clean કરી પછી left side એ જ રીતે clean કરવી.
10) ત્યારબાદ labia minora clean કરવું.
11) ડાબા હાથની આંગળી અને અંગૂઠા વડે swab ની મદદથી vulva separate કરી directly swab વડે forceps ની મદદથી meatus canal સાફ કરવી.
12) cleaning કર્યા બાદ forceps kidney tray મા મુકી દેવો.
13) એક swab lightly vaginal orifice મા મૂકવો. જે catheter નું contamination prevent કરે છે. Catheter ને vagina મા જતું અટકાવે છે. તેમજ ઉપરથી થતાં discharge ને spread થતો prevent કરે છે.
14) Vulva થી નજીક મા towel ઉપર kidney tray ગોઠવવી.
15) Urinary meatus ને care fully inspect કરવી. જેના માટે ડાબા હાથના 4 આંગળાઓ અને અંગૂઠા વડે labia minora separate કરવા.
16) Right hand વડે tray માથી catheter લેવું અને 7.5 CM eye end થી ઉપર પકડવું.
17) catheter નો tip નો ભાગ lubricate કરવો.
18) ત્યારબાદ catheter ને gently અને carefully upward તેમજ backward direction મા આશરે 5 to 7.5 CM જેટલું orifice મા દાખલ કરવું. દર્દી ને સુચના આપવી કે તે મોઢા દ્વારા શ્ર્વાસ લે.
19) જો કોઈ obstruction માલૂમ પડે તો catheter નાખવા માટે force કરવો નહિ. આ સમયે catheter ને થોડું withdraw કરી ફરીથી પાછું slowly insert કરાવવું.
20) catheter introduce કરત પહેલાં unsterile થાય તો તેને discard કરવું. અને બીજુ sterile catheter લેવુ.
21) શરૂઆત નોં flow kidney tray મા જવા દેવો પછી જો specimen લેવાનું હોય તો catheter નો છેડો bottle કે test tube મા રાખવો. Culture test મા urine નો છેલ્લો flow collect કરવો જોઈએ. Pus cells અને organisms ના examination માટે તે અનુકૂળ છે.
22) 5 to 7.5 CM જેટલું catheter દાખલ કર્યા બાદ urine flow ન આવે તો catheter ને rotate કરવું.
23) labia minora ના છેડે બે હાથ વડે catheter kidney tray ના urine મા ડૂબે નહિ તે રીતે પકડવું. આ position catheterization complete થાય ત્યાં સુધી જાળવી રાખવી.
24) જો indwelling catheter હોય તો 5 to 30 ml જેટલું sterile water, syringe વડે નાખીને balloon ફુલાવો આનાથી catheter બહાર નીકળશે નહિ અને સલમત રહે છે.
25) જ્યારે urine નો flow બંધ થઈ જાય ત્યારે gently catheter ને pinch કરીને remove કરવું.
26) Acute urinary retention મા એક જ સમયે 750 ml કરતા વધારે urine બહાર કાઢવો નહિ કારણ કે patient ને sudden relief મળવાથી તે shock મા જવાના chances રહે છે.
27) ખાત્રી કરો કે bladder empty થયુ છે કે નહિ.
28) vagina માથી swab remove કરવો.
29) એક ભીના swab વડે meatus ને clean કરી તે માર્ગ dry કરવો.
30) Draping માટે વાપરેલા towel વડે external part લૂછવો.
31) બધા articles utility room મા લઈ જવા.
32) Bed clothes વ્યવસ્થિત કરી patient ને comfortable position આપવી.
33) Urine amount measure કરી તેની નોંધણી કરવી.
34) અન્ય observation ની નોંધ case paper મા કરવી.
35) specimen ને label લગાડી laboratory મા મોકલવું.
⏩Special points to be remember for retained catheter:-
1.strict aseptic techniques જાળવવી.
2.Urethra ને injury થતી અટકાવવા તથા catheter નું contamination avoid કરવા good light conditions જાળવવી.
3.patient ને procedure પૂરી સમજાવવી જેનાથી તેનો fear લાગતો નથી. Fear અને tension ના કારણે urethral spasms ઉત્પન્ન થાય છે. જે catheterization ને difficult બનાવે છે.
4.catheter introduce કરતી વખતે ફરી forceps કરવો નહિ.
5.હંમેશા right size નું catheter વાપરવું.
6.catheter ને હમેશા ગોળ વિટાળીને રાખવું જોઈએ.
7.catheter ને boil કરતાં પહેલા thorough inspect કરવું જોઈએ.
8.જો catheter ને autoclave કરવાનું હોય તો ગોળ વાળી ને રાખવું નહિ.
9.Female patient માટે self retaining catheter કે જે mallicot catheter તરીકે પણ ઓળખાય છે. તે પણ વાપરવામાં આવે છે.
10.Order સિવાય catheter remove કરવું નહિ. Remove કરતી વખતે strict aseptic techniques નો ઉપયોગ કરવો જેથી cystitis જેવા complications prevent કરી શકાય.
⏩CATHETERIZATION FOR MALE PATIENT:-
Male patient મા penis ને પકડીને તેની skin retract કરી leg થી તે 90° રહે તે રીતે રાખી upward to downward catheter ને દાખલ કરવું. Catheter દાખલ કર્યા પછી retract skin ને તેની જગ્યા પર લાવી દેવી.
➡Bladder irrigation:-
Bladder મા કોઈ જાતનું solution નાખી તે જ રસ્તે થી નાખેલ fluid બહાર કાઢવામાં આવે તેને bladder irrigation કહે છે.
—–>Purposes:-
1) operation પહેલા અને પછી bladder ને clean કરવા માટે
2) pain તથા infection ઓછુ કરવા
3) medicine apply કરવા
4) ગરમી આપવા માટે
——>Articles:-
Catheterization article લેવા
Sterile aseptic syringe or irrigation can & tube
Sterile pint measure
જરૂર હોય તો bucket
➡Solution:- Boric solution 1 dram in 1 pint or normal saline
➡Procedure:-
-Tray તૈયર કરી patient પાસે લઈ જવી
-Patient ને procedure સમજાવવુ.
-Screen લગાવવા.
-catheterization કરી bladder empty કરવું.
-Aseptic syringe મા solution ભરવું, air remove કરી syringe ને catheter સાથે joint કરી smoothly 6 ounce જેટલું solution bladder મા દાખલ કરવું.
-જો female patient હોય તો funnel થી solution દાખલ કરવું.
-Syringe ને catheter થી જુદી કરી solution ને પાછુ આવવા દેવું.
-આ procedure જ્યા સુધી clear fluid પાછુ ના આવે ત્યા સુધી ચાલુ રાખવો.
-Catheter ને દાખલ કરેલ હોય તો કાઢી નાખવું અને જો suprapubic catheter હોય તો dressing કરવું.
-Case મા procedure કર્યા ની નોંધ લેવી.
-Articles ને utility room મા લઈ જઈ clean કરી યોગ્ય જગ્યાએ મૂકી દેવા.
➡ Special point to be remember:-
1) Strict aseptic techniques જાળવવી
2) sterile solution નો ઉપયોગ કરવો
3) syringe માથી air remove કરીને જ solution દાખલ કરવું.