યુનિટ – 11
કેર ઓફ હેન્ડીકેપ
હેન્ડીકેપ
વ્યાખ્યા
- કોઈ એક્સીડન્ટ,રોગ કે જન્મથી શારીરિક કે માનસીક ક્ષતીઓ ધરાવતી વ્યક્તીને હેન્ડીકેપ કે વિક્લાંગ કે હાલના સમયમાં દીવ્યાંગ કહે છે.
પ્રકાર
હેન્ડીકેપના મુખ્ય બે પ્રકારો છે.
1.ફિઝિકલ હેન્ડીકેપ
2.મેન્ટલ હેન્ડીકેપ
1.ફિઝિકલ હેન્ડીકેપ
- જે વ્યક્તીને બોનની ડીફોર્સીટી, બહેરા, મુંગા કે આંધળા હોય તેવા વ્યક્તીને ફિઝિકલ હેન્ડીકેપ કહેવામાં આવે છે.
2.મેન્ટલ હેન્ડીકેપ
- જે વ્યકતીમાં બૌધીક અક્ષમતા કે સીખવાની અક્ષમતા હોય તેવા વ્યક્તીને મેન્ટલ હેન્ડીકેપ કહેવામાં આવેછે. વિશ્વમાં આશરે 50 કરોડ હેન્ડીકેપમાથી 1.25 કરોડ મેન્ટલ હેન્ડીકેપ છે.
ફિઝિકલ હેન્ડીકેપ
હલન ચલનને લગતી વિકલાંગતા બે પ્રકારની છે
- જન્મજાત
- જન્મ પછી
- એક્સીડન્ટના કારણે
- બીમારીના કારણે
જન્મ જાત ખોડખાંપણ
- સેરીબ્રલ પાલ્સી
- સ્પાઈના બાયફીડા
- મેનીંગોસીલ
- મેનીગોમાયલોસીલ
- ક્લબ ફુટ
- કોન્જીનેટલ ડીસલોકેશન ઓફ હીપ
જન્મ પછી
- રીકેટ્સ
- સ્કર્વી
- પોલીયો માયલાયટીસ
- બોન કે જોઇન્ટનો ટી.બી.
- બ્રેન ટ્યુમર અથવા સ્પાઈન ટ્યુમર
- બોનમાં ટયુમર/કેન્સર
- ઓલ્ડ એજ રીલેટેડ બીમારી (ઓસ્ટીયો આર્થરાયટીસ)
- ઓસ્ટીઓપોરોસીસ
- નર્વ સીસ્ટમના ડીસીસ
- ડાયાબીટીસ
- પાર્કીન્સોનીઝમ
- સેરીબ્રલ એટ્રોફી
નીડ બેઝ કેર ઓફ હેન્ડીકેપ પર્સન
1.કસરત
- હલન ચલનની વિકલાંગતા માટે આ ખૂબ જરૂરી છે. મસલ્સમાં શકિત હોય તો એકટીવ એક્સરસાઇઝ અને શકિત ન હોય તો પેસીવ એક્સરસાઇઝ કરીને સાંધાઓનું હલન ચલન જાળવી રાખવું જોઈએ.
2.ફિઝીયોથેરાપી
- જુદા જુદા પ્રકારની ફિઝિયોથેરાપી આપવી.
3.સર્જીકલ ટ્રીટમેન્ટ
- જે પ્રકારની વિકલાંગતા હોય તે પ્રમાણે સર્જરી કરવામાં આવે છે. જેમ કે જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી
4.ઓક્યુપેશનલ થેરાપી
- વિકલાંગ થઈ બાદ પણ પોતે અને તેના ફેમિલી મેમ્બર્સનો તે જીવન નિર્વાહ પસાર કરી શકે તે માટે તેને ઓક્યુપેશનલ થેરાપી આપવામાં આવે છે.
5.પોસચર ટ્રેનીંગ
- ઉઠવા, બેસવા કઈ રીતે ઉભું રહેવું, કઈ રીતે સુવું તેની તાલીમ આપવામાં આવે છે.
6.કેલિપર્સ કે પ્રોસથેસીસ આપવા.
7.બેડશોર થઈ ગયા હોય તો તેનું ડ્રેસિંગ કરવું.
8.બ્લાડર અને બાઉલ ટ્રેનિંગ આપવી.
વિઝ્યુઅલ ઇમપેરમેન્ટ
જેના કારણો નીચે મુજબ છે.
- કેટરેક્ટ
- ગ્લુકોમા
- રીફ્રેક્ટીવ એરર
- કોર્નીયલ ઓપેસીટી
- ટ્રકોમા
- માલ ન્યુટ્રીશન
- વિટામીન – એ ની ડેફીસીયન્સી
- ઈજા
મેન્ટલ રીર્ટાડેશન
- આ એક એવી સ્થિતી છે. જેમાં બાળપણથી માનસીક વિકાસ અધુરો થયો હોય છે અથવા તો વિકાસ થતો અટકી ગયો હોય છે. તેવી સ્થિતીમાં વ્યક્તીની બુધ્ધિક્ષમતા ઓછી હોય છે.
ઇન્ટેલિજન્સ
- I.Q = માનસિક ઉંમર/શારિરીક ઉંમર × 100
- બુધ્ધિ સમજવાની અને પ્રશ્નોનો હલ કરવાની કાબેલીયત છે. તેને I.Q.માં માપવામાં આવે છે.
- જેનો બુધ્ધીઆંક 70 થી ઓછો હોય તેને મંદબુધ્ધી કે મેન્ટલ રીર્ટાડેશન કહેવામાં આવે છે.
મેન્ટલ રીર્ટાડેશનના પ્રકાર
મેન્ટલ રીર્ટાડેશનના ચાર પ્રકાર છે.
- માઇલ્ડ ટાઈપ : આમાં l.Q. લેવલ 50 – 69 જેટલો હોય છે.
- મોડરેટ ટાઈપ : આમાં l.Q. લેવલ 35 – 49 જેટલો હોય છે.
- સીવીયર ટાઈપ : આમાં I.Q. લેવલ 20 – 34 જેટલો હોય છે.
- પ્રોફાઉન્ડ : આમાં I.Q. લેવલ 20 થી નીચે હોય છે.
મેન્ટલ રીર્ટાડેશનના કારણો
- 1. જન્મ પહેલા : ગર્ભાવસ્થામાં મગજનો ઓછો વિકાસ થાય.
- 2. જન્મના સમયે : જન્મના સમયે ઈજા થાય, મોડું રડવું, પ્રીમેચ્યોર બર્થ, મુશ્કેલી ભરી પ્રસુતી.
- 3.જન્મ પછી : એક્સિડેન્ટલ હેડ ઇજા, મેનીનજાઇટિસ, એનસેફેલાઇટીસ, સેરેબ્રલ પાલ્સી
- વધુ પડતો તાવ.
- આ ઉપરાંત અન્ય કારણોમા
- અપુરતું પોષણ
- કન્વર્ઝન
- અપુરતી કાળજી
માનસિક વિકલાંગતા અટ્કાવવા ના પગલાઓ
- સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય પોષણ આપવુ.
- તરુણાવસ્થા દરમ્યાન સગર્ભાવસ્થા ટાળવી.
- સંગર્ભાવસ્થા દરમ્યાન ઇન્જેક્શન T.T અને ટેબલેટ ફોલિક એસિડ આપવી.
- સગર્ભાવસ્થા દરમ્યાન જોખમી દવાઓનું સેવન ન કરવું.
- સગર્ભાવસ્થા દરમ્યાન શારિરીક તપાસ વારંવાર કરાવવી.
- માતાએ વધારે પડતુ શ્રમ અને વ્યસન ટાળવું.
- સંસ્થાકીય સુવાવડનો આગ્રહ રાખવો.
- તાલીમબંધ કાર્યકર દ્વારા સુવાવડ અને બાળકોનું રસીકરણ કરાવવું.
- બાળકોમાં ઝાડા ઉલ્ટી દરમ્યાન જલ્દીથી સારવાર આપવી.
- બીજી પ્રસુતીના આયોજન પહેલા પહેલું બાળક જન્મજાત ખોડખાંપણવાળું હોય તો માતાનું બ્લડ ગ્રુપ ચેક કરાવવું.
- માતાને ડાયાબીટીસ કે હાય બ્લડ પ્રેશર હોય તો ડોક્ટરને બતાવવું.
- જન્મ પછી તરત જ જેટલું બને તેટલું વહેલું બાળકને બ્રેસ્ટ ફિડીંગ આપવું.
- બાળક નું તાપમાન ૧૦૧ °F થી વધે નહી તેનું ધ્યાન રાખવું.
- ખેંચ આવે તો તરત જ સારવાર કરવી.
- અછબડા, ઉટાટીયું જેવા બાળકોના રોગોમાં તરત જ ઈલાજ કરવો.
- સરકારી કાર્યક્રમ પ્રમાણે બાળકોમાં પોલીયોના ટીપા પીવડાવવા.
- બાળકોમાં થતા અકસ્માતો અટકાવવા.
- શુધ્ધ પાણી અને પોષક આહારનો આગ્રહ રાખવો.
- બાળકને સ્વચ્છ વાતાવરણ પુરું પાડીને મગજના ચેપથી થતા રોગોને અટકાવવા.
- બાળકના વિકાસમાં અવરોધ આવે કે ધીમો પડે તો ડૉક્ટરની સલાહ લેવી.
- વિટામીન A યુક્ત આહાર તેમજ બ્રેસ્ટ ફીડીંગ બાળકને આપવું.
- માતા-પિતાએ વિકલાંગ બાળકની શારિરીક તપાસ કરાવવી તેમજ સલાહ લેવી.
હેન્ડીકેપ પ્રિવેન્શન અને રીહેબીલીટેશનમાં આરોગ્ય કાર્યકરનો રોલ
- વિકલાંગતા આવતી રોકવા માટે તમામ ગ્રામજનોને પોલીયો રસીકરણ, વિટામીન -A અને અંધત્વ વિશે માહીતી આપવી.
- માહિલાઓ અને દંપતીઓએ પ્રસુતી અગાઉ, દરમ્યાન, અને પ્રસુતી પછી સુરક્ષીત માતૃત્વ અને બાળ સંભાળની જાણકારી અને સેવાઓ આપવી અને તે દ્વારા વિકલાંગતા અટકાવવાના કાર્યમાં મદદરૂપ થવું.
- પોતાના વિસ્તારના દરેક ઘરની રૂબરૂ મુલાકાત લઈ વિક્લાંગ વ્યક્તીને શોધી કાઢી દરેકનું સર્વે ફોર્મ ભરવું.
- દરેક વિકલાંગ વ્યક્તીનું સર્વે ફોમ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે જમા કરાવવું.
- વિકલાંગ વ્યક્તીઓને અને તેમના સંબંધીઓને વિકલાંગતા આગળ વધતી અટકાવવા જરૂરી પગલાં લેવા અને એ અંગે યોગ્ય માર્ગદર્શન આપવું.
- વિકલાંગ વ્યક્તીઓના પુનઃવસન માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી આપવી તેમજ સરકારી તેમજ બીન સરકારી સંસ્થાઓ દ્વારા જરૂરી પુનઃવસન સેવા માટે સંદર્ભ સેવા પુરી પાડવી.
- વિકલાંગ વ્યક્તીઓને મળી શકે તેવા તમામ આર્થક, સામાજિક, વ્યક્તીગત લાભો તેમને મળે તે માટે મદદરૂપ થવું. ( શિક્ષણનો હક,લગ્ન વગેરે)
- વિકલાંગતા અંગેનું સરકારી પ્રમાણપત્ર અને વિવિધ લાભો માટેના પ્રમાણપત્રો વિકલાંગ વ્યક્તીઓને સરળતાથી મળી રહે તેવી વ્યસ્થા ગોઠવી આપવી. જેમ કે પ્રમાણ પત્ર મેળવવા માટેનું સ્થળ, વાર વગેરે.
- લોક સંપર્ક કરી વિકલાંગ વ્યક્તીના પ્રશ્નોના ઉકેલ માટે મહિલા મંડળો અને ગ્રામ પંચાયત ના સભ્યોની મદદ લેવી જેવા
કે વિવાહ સંબંધી,છુટાછેડા વગેરે.
- લોક સંપર્ક કરી વિકલાંગ વ્યક્તીઓ ( સમાન તકો, અધિકારોનું રક્ષણ તથા સંપૂર્ણ સહભાગીતા ) ધારા ૧૯૯૫ હેઠળની યોજનાઓનો અસરકારક અમલ થાય તે જોવું.
- પોતાના વિસ્તારમાં વિકલાંગતા વિશે લોક જાગ્રુતીના કાર્યક્રમો હાથ ધરવા. કરી વિકલાંગ વ્યક્તીઓ ( સમાન તકો, અધિકારોનું રક્ષણ તથા સંપૂર્ણ સહભાગીતા ) ધારા ૧૯૯૫ હેઠળની યોજનાઓનો અસરકારક અમલ થાય તે જોવું.
- પોતાના વિસ્તારમાં વિકલાંગતા વિશે લોક જાગ્રુતીના કાર્યક્રમો હાથ ધરવા.
આઈ ઇરીગેશન અને ઈન્સ્ટીલેશન ઓફ આઈ ડ્રોપ્સ
વ્યાખ્યા
- આંખમાં ઈન્ફેક્શન વખતે કે ઓપરેશન પહેલા સ્ટરાઈલ ટેકનીક વડે આંખને ક્લીન કરવામાં આવે છે.જેને આઈ વોશ કહે છે.
હેતુઓ
- આંખના રોગોની સારવાર કરવા માટે
- લોકલ એનેસ્થેસિયા આપવા માટે
- પ્યુપીલને પહોળી કે સાંકળી કરવા માટે
- આંખની તપાસ કરવા માટે
- આંખમાં ઈન્ફેક્શન દુર કરવા માટે
- આંખને ક્લીન કરવા માટે દા.ત. કોર્નિયલ અલ્સર વખતે યોગ્ય નિદાન કરવા માટે.
આર્ટિકલ્સ
- ટ્રે વીથ કવર
- એક બાઉલમાં સ્ટરાઈલ, મોઈસ્ટ, કોટન સ્વોબ
- મેડીસીન બોટલ (આઈ ડ્રોપ્સ)
- કિડની ટ્રે
- આઇ પેડ
- બેન્ડેજ અથવા એધેસીવ ટેપ
- મેકીંગ ટોસ અને ડ્રો સીટ
પ્રોસિજર
- ટ્રે તૈયાર કરી દર્દી પાસે લઈ જવી.
- દર્દીને પ્રોસીઝરની જાણ કરવી.
- દર્દીને યોગ્ય પોજીસન આપવી અને હેડને જે આંખ વોશ કરવાની હોય તે બાજુ ટર્ન કરવું.
- માથા નીચે મેકીન ટોસ અને ડ્રો સીટ રાખવા.
- ત્યારબાદ યોગ્ય રીતે હેન્ડ વોશિંગ કરવુ.
- દર્દીના માથાના પાછળના ભાગે ઉભું રહેવુ.
- કિડની ટ્રે કાન પાસે રાખવી. કાનમાં કોટન પ્લગ કરવું.
- સોલ્યુશન વડે આંખને વોશ આપવો અને કોટન સ્વોબ વડે આંખને ક્લીન કરવી.
- જો દર્દી આંખ ખુલ્લી રાખી ન શકે તો આંગળી અને અંગુઠા વડે હળવેકથી આઈ લીડને પહોળી પકડી રાખવી.
- આંખ પુરે પુરી ક્લીન ન થાય ત્યાં સુધી આઈ વોશ આપવું.
- છેલ્લે કોટન વીક નવી લઈ આંખને ક્લીન કરવી.
- આઈ ડ્રોપ્સ બોટલમાંથી પ્રથમ એક બે ટીપા બહાર કીડની ટ્રે માં જવા દો.
- ત્યારબાદ આંખમાં અંદર ટચ ન થાય એ રીતે આંખની નીચેની લીડમાં બે થી ત્રણ ડ્રોપ્સ નાખી દર્દીને હળવેકથી બંધ કરવા દેવા.
- કોટન સ્વોબ વડે કાળજીપૂર્વક આંખના ખુણાનું વધારાનું પ્રવાહી ચુસી લેવુ.
- ત્યારબાદ જરૂર હોય તો પેડ મુકી પટ્ટી મારવી કે બેન્ડેજ બાંધવો.
આઇ ઓઇટમેન્ટ એપ્લિકેશન
- આઈ ઓઇટમેન્ટને લોઅર લીડની માર્જીનમાં ઇનર કેન્થસ થી આઉટર કેન્થસ તરફ લગાડવું.
- કોટન સ્વોબ વડે લીડને હળવેકથી મસાજ કરવી. જેથી ઓઇટમેન્ટ યોગ્ય રીતે આંખના ગોળાની સપાટી પર ફેલાઈ જાય.
- વધારાના ઓઇટમેન્ટને ડ્રાઈ સ્વોબ વડે ક્લીન કરવું. સ્ટરાઈલ આઈ પેડ મુકી પટ્ટી મારવી કે બેન્ડેજ બાંધવો.
- દર્દીને કમ્ફર્ટેબલ પોઝીશન આપવી. વાપરેલ દવાની નોંધ કરવી. તમામ આર્ટિકલ્સને યોગ્ય જગ્યાએ મુકવા.
યાદ રાખવાના મુદ્દાઓ
- શરૂઆતમાં થોડું ઓઇટમેન્ટ બહાર જવા દો.
- ડોક્ટરના ઓર્ડર મુજબના જ આઇ ડ્રોપ્સ નાખવા.
- પ્રોસીઝર પહેલા કેશ પેપરમાં દવાનો ડોઝ તથા સમય ચકાસવો.
- ટીપાના કલરમાં ફેરફાર લાગે તો તે વાપરવા નહિ.
- ટીપાની અસર અંગેની જાણ દર્દીને અગાઉથી જ કરવી.
- આંખને ડ્રોપર ટચ ન થાય તે જોવું.
- ડ્રોપરને આપણી આંગળીથી ટચ કરવું નહિ.
- ડ્રોપ્સ ખુબ ઊંચાઈથી પણ ન નાખવા.
- ડ્રોપ્સને ઈનર કેનથર્સ (અંદરના ખુણા) પાસે નાખવા.