યુનિટ – 10
ડીસીજ ઓફ મસ્કયુલો સ્કેલેટલ સિસ્ટમ
સ્પ્રેઇન
ઇન્ટ્રોડક્શન અને ડેફીનેશન
- સ્પ્રેઇન એટલે લીગામેન્ટનું તુટી જવું.આ કોઈ ઈજાના કારણે અથવા કોઈ જોઈન્ટને એની કેપેસિટી કરતા વધારે રોટેટ કરવામાં આવે ત્યારે એક અથવા એકથી વધારે લીગામેન્ટ ડેમેજ થાય છે.સ્પ્રેઇનની સીવ્યારીટીમાં માયનોર ઇજા અથવા અથવા એક થી વધારે લીગામેન્ટ રપચર થાય છે.જેને રીપેર કરવામાં સર્જીકલ રીપેરની જરૂર પડે છે.
- સ્પ્રેઇન કોઈ પણ જોઈન્ટમાં થઈ શકે છે પરંતુ સામાન્ય રીતે એન્કલ અને રીસ્ટ જોઈન્ટમાં થઈ શકે છે.
કારણો
- કોઈ પણ જોઇન્ટને તેની ફંકશનલ રેન્જ ઓફ મોશન કરતા વધારે વાળવામાં આવે.
- મસલ્સના ફટીગના કારણે
- સેન્ડેન્ટરી લાઇફ સ્ટાઇલ પછી એકાએક કસરત ચાલુ કરવામાં આવે.
- કોઈ ઈજા કે ટ્રોમાના કારણે
ચિહ્નો અને લક્ષણો
- પેઇન
- સ્વેલિંગ (સોજો)
- બ્રુઇઝીંગ
- લીમ્બના હલન ચલનમાં તકલીફ પડે.
- લીગામેન્ટ રપચર થયું હોય તો તેમાંથી પોપિંગ સાઉન્ડ સાંભળી શકાય.
- જે એક્સ્ટ્રીમીટીને અસર થઈ હોય તેની મુવમેન્ટમાં અસર થાય.
ક્લાસિફિકેશન
1) 1 ડિગ્રી
- લીગામેન્ટના ફાઇબર ખેંચાઈ ગયા હોય તો પણ ઇનટેક્ટ હોય છે.
2) 2 ડિગ્રી
- લીગામેન્ટનો કોઈ પાર્ટ કે ઓલમોસ્ટ બધા ફાઈબર્સ તુટી ગયા હોય છે.
3) 3 ડિગ્રી
- આમાં લીગામેન્ટ કમ્પ્લીટ રપચર થાય છે.
રોલ ઓફ ANM/ફીમેલ હેલ્થ વર્કર ઇન ટ્રીટમેન્ટ ઓફ સ્પ્રેઇન
- સ્પ્રેઇનની ટ્રીટમેન્ટનો આધાર કેટલી ઈજા થઈ છે તેના પર આધારીત છે.
- રેસ્ટમાં અસર થયેલી એક્સીટ્રીમીટીને કમ્પ્લીટ આરામ આપવો.
- આઇસ : પેઇન અને સ્વેલિંગ રીડ્યુસ કરવા માટે આઈસ અપ્લાય કરવું જે ૧૦-૧૫ મિનિટ સુધી અપ્લાય કરવું.
- કમ્પ્રેશન : ડ્રેસીંગ, બેન્ડેજથી સ્પ્રેઇનને ઇમમોબીલાઇઝ કરવા અને સપોર્ટ કરવા તેનો ઉપયોગ કરવો.
- એલીવેશન : સોજો ઓછો કરવા માટે સ્પ્રેઇન થયેલા જોઈન્ટને એલિવેટ કરવું.
- ડોક્ટર ઓર્ડર મુજબ NSAID મેડીકેશન આપવી.
ઓસ્ટીઓઆર્થરાઇટિસ
ઇન્ટ્રોડક્શન
- આ બિમારીમાં જ્યાં હાડકામાં સાંધા આવેલા છે ત્યાં ડીજનરેટીવ ચેન્જીસના કારણે આ રોગ થાય છે.
ચિહ્નો અને લક્ષણો
- રોગની શરૂઆત ધીમે ધીમે થાય છે.
- જોઈન્ટમાં મુવમેન્ટ ઓછી થઈ જાય છે.
- સીવીયર જોઇન્ટ પેઇનથાય છે.
- ખાસ કરીને આંગળીના જોઈન્ટમાં ગાંઠો બની જાયછે.
ટ્રીટમેન્ટ
- આવા દર્દીને ખાસ કરીને ફીઝીયોથેરાપી લાંબા સમય સુધી આપવી પડે છે.
- આવા દર્દીને સ્ટીરોઈડ દવા આપવામાં આવે છે.
- દર્દીને દુખાવા માટે એનાલજેસીક દવાઓ આપવી.
રુમેટોઈડ આર્થરાઇટિસ
ઇન્ટ્રોડક્શન
- આ રોગમાં શરીરના દરેક સાંધામાં ઇન્ફેક્શન લાગે છે. જેના કારણે સાંધાઓ જક્ડાઈ જાય છે.
ચિહ્નો અને લક્ષણો
- વેઇટ લોસ
- વધારે પડતો પરસેવો થવો.
- ટેકીકાર્ડિયા
- ખુબ જ થાક લાગે
- સાંધાઓમાં સોજો આવી જાય.
- હાઈગ્રેડ ફીવર આવે
ટ્રીટમેન્ટ
- આ રોગની અંદર ખાસ કરીને સ્ટીરોઈડ દવા આપવામાં આવે છે.
- જરૂર પડે તો શસ્ત્રક્રિયા પણ કરે છે.