યુનિટ – 8
ડીસીસ ઓફ ધ નર્વસ સિસ્ટમ
હેડેક
ઇન્ટ્રોડક્શન
- હેડેક કોમન કમ્પ્લેન છે મોટા ભાગે માથાના આગળના ભાગમાં દૂખાવો થતો હોય છે. ઘણી વખત ટેમ્પોરલ અને ઓક્સીપીટલ રીજીયનમાં પણ દુઃખાવો થતો હોય છે. હેડેકની ફરીયાદ પ્રસંગોપાત કે કાયમી હોઈ શકે છે. તે માઈલ્ડ અથવા સિનિયર ફોર્મમાં હોઈ શકે છે.
ડેફીનેશન
- માથામાં થતા ધીમા અને લાંબા સમયના દુખાવાને હેડેક કહે છે.
ટાઈપ્સ
હેડેકના ઘણા બધા પ્રકાર હોય છે જેમાના કેટલાક નીચે મુજબ છે.
1. સિમ્પલ હેડેક
- આ પ્રકારનુ હેડેક થોડા સમય માટે હોય છે અને તે માઈલ્ડ એનાલ્જેસીક લેવાથી સારું થઈ જાય છે.
કોઝિસ
- વરી ઓર એન્ઝાઈટી
- ઉંઘ પુરી ન થવાથી
- નર્વ પર ટેન્શન આવવાથી
- અમુક પ્રકારના ખોરાક લેવાથી
- આંખમાં સ્ટ્રેઈન પડવાથી
- અપચાના લીધે
- કબજીયાતના લીધે
- માસીક ધર્મના કારણે
રોલ ઓફ એ.એન.એમ/હેલ્થ વર્કર ઇન હેડેક
- ફિઝિકલ અને મેન્ટલ રેસ્ટ આપવો
- માથા પર હળવો મસાજ કરવો
- શાંત વાતાવરણ પુરુ પાડવું.
- સારા વેન્ટીલેશનવાળો રૂમ રાખવો
- પર્સનલ હેલ્થ હેબિટ સુધારવા દર્દીને સમજાવું
- દર્દીને ખોટી ચિંતા છોડી દેવા સમજાવવું
- ચશ્માના નંબર હોય તો તે ચેક કરાવી ચશ્મા પહેરવા કહેવું.
- જે પ્રકારના ખોરાકથી હેડેક થતું હોય તે પ્રકારનો ખોરાક ન લેવા કહેવું.
- આંખને વધુ પડતુ સ્ટ્રેઈન ન પડે તેનું ધ્યાન રાખવું.
- આંખ માટે આરોગ્ય શિક્ષણ આપવું. જેમાં વિટામીન-A વાળો ખોરાક લેવા સમજાવવું જેમાં લીલાં પાંદડાવાળા શાકભાજી, પીળા ફળો. ગાજર વગેરે લેવા કહેવું.
- નાના બાળકો ને વિટામીન-A ના પુરેપુરા ડોઝ આપવા.
- વાંચતી વખતે પુરતો પ્રકાશ મળી રહે અને પાછળથી મળી રહે તેનું ધ્યાન રાખવું.
- સતત વાંચવાનું હોય ત્યારે આંખને વચ્ચે વચ્ચે આરામ આપવો.
- ચાલુ બસ કે ટ્રેનમાં વાચવું નહીં.
- આંખમાં કઈ પણ તકલીફ હોય અને તેના કારણે હેડેક હોય તો આંખ ડોક્ટર પાસે ચેક કરાવી તેનો ઈલાજ કરાવવા સમજાવવું.
2. માઈગ્રેન (આધાશીશી )
- આમાં માથુ એક બાજુની સાઈડમાં જ દુ:ખે છે. ભાગ્યેજ બન્ને સાઈડ દુ:ખે છે. આમાં માથાનો દુ:ખાવો તીવ્ર હોય છે જેને થ્રોમ્બીંગ પ્રકારનો દુ:ખાવો કહે છે.
કોઝીસ
1. એક્ઝીસ્ટીંગ
- તેમાં કેરોટીડ અથવા વર્ટેબ્રલ આર્ટરીમાં ડીસ્ટર્બન્સ થવાના કારણે શરુઆતમાં વેસલ્સ સંકોચાય છે અને જેના લીધે બ્રેઈનમાં ઈસ્ચેમિયા થાય છે. ત્યાર બાદ બ્લડ વેસલ્સ પહોળી થાય છે જેના લીધે આર્ટરીની દિવાલમાં ખેંચાણ થાય છે અને નર્વ એન્ડીન્ગમાં ખેંચાણ થાય છે. જેના કારણે દુખાવો થાય છે.
2. પ્રિડીસ્પોઝીન્ગ કોઝીસ
- સ્ટ્રેસ
- એન્ઝાઈટી
- મેન્સ્ટ્રુએશન
- અમુક પ્રકારના ખોરાક જેવા કે ચીઝ, ચોકલેટ
- રેડ વાઈન આલ્કોહોલથી
- કેટલીક દવા જેવી કે રિફામ્પિસીલીન
- વારસાગત કારણોમાં માઈગ્રેન કેસીસમાં ફેમિલી મેમ્બર્સને માઈગ્રેનની હિસ્ટરી હોય છે
- આંખનાં નંબરના કરણે
સાઈન એન્ડ સિમટમ્સ
- નોઝિયા અને વોમિટીંગ
- આંખે ઝાંખુ દેખાય
- માથાની એક સાઈડમાં દુ:ખાવો થાય
- બેચેની અને ચીડીયાપણું જોવા મળે
- ઉંઘ ન આવે
- ફોટોફોબીયા જોવા મળે
- ઘણી વખત પરસેવો વળી જાય
- ઘણી વખત શરીરમાં ફિકાશ જોવા મળે
રોલ ઓફ એ.એન.એમ./હેલ્થ વર્કર ઈન માઇગ્રેન હેડેક
- માથાનો દુ:ખાવો તમને કશું નુક્શાન કરશે નહી આ પ્રકારનું રીએસ્યોરન્સ માઈગ્રેનના દર્દી માટે ખુબ જ જરૂરી છે.
- ફિઝિકલ અને મેન્ટલ આરામ આપવો
- શાંત વાતાવરણમાં રહેવુ .
- કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગરના ડાર્ક રૂમમાં આરામ કરાવવો.
- માઈગ્રેનના એપીશોડ વખતે ખોરાક આપવાનુ ટાળવું.
- સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
- માથા પર હલકું પ્રેશર અપાવવું.
- કોઈ સ્પેશીફીક પ્રકારના ખોરાકથી થતુ હોય તે ન લેવા કહેવું.
- પર્સનાલિટી ડિસઓર્ડર વાળાને સાયકોથેરાપી આપવી
- સ્મોકિંગથી દુર રહેવા કહેવું.
- પર્સનલ હેલ્થ હેબિટ સુધારવી.
- જરૂર જણાય તો એનાલ્જેસીક ડ્રગ જેવીકે એસ્પિરિન, પી.સી.એમ. આપી શકાય.
3. પ્રેશર હેડેક
- આમાં દર્દી તેના માથાની આજુબાજુ ખુબ જ પ્રેશર અનુભવે છે. તે વારંવાર ઈમોશનલી ડીસ્ટર્બ થઈ જાય છે. આવા સંજોગોમાં દર્દીને માથા પર મસાજ કરવામાં આવે તો રાહત અનુભવાય છે.
- આ ઉપરાંત સાયકોલોજીકલ સપોર્ટ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે
4. હેડેક વિથ અધર કોઝિસ
- આમાં હેડેક મોટેભાગે શરીરમાં થતી બીજી તક્લીફો કે ડીસીઝના કારણે જોવા મળતુ હોય છે.
આમાં નીચે પ્રમાણેના કારણો જવાબદાર હોય છે.
- કોમન કોલ્ડ
- સાઈનસાઈટીસ
- રેસ્પિરેટરી ટ્રેક્ટ ના બીજા કોઈ ઇન્ફેક્શન જેવા કે ફેરીન્ઝાઈટીસ, રાનાઈટીસ વગેરે
- જી.આઈ. ટ્રેક્ટના કોઈ પ્રોબ્લમ જેવા કે ડીસ્ફેજીયા, પેપ્ટિક અલ્સર, કોન્સ્ટીપેશન
- રીનલ ટ્રેક્ટના કોઈ ડીસીસ જેવા કે નેફ્રાઈટીસ, સિસ્ટાઈટીસ
- ફીવર
- બ્રેઇના કોઈ ડીસીસ જેવા કે એનસેફાલાઇટિસ, મેનેન્જાઇટીસ
- બ્રેઇન ટ્યુમરને કારણે
- ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધવાના કારણે
- હેડ ઈન્જરીના કારણે
- આઇ ડીસીસ જેવા કે કેટારેક્ટ, ગ્લુકોમા, કન્જક્ટીવાઇટિસ
- રિફ્લેક્ટિવ એરર ના કારણે
ટ્રીટમેન્ટ એન્ડ કેર
- જે કારણ થી હેડેક હોય તે મુજબ ટ્રીટમેંટ કરવી બાકીની ટ્રીટમેન્ટ સિમ્પલ હેડેક ની જેમજ કરવી.
બેકેક
ઇન્ટ્રોડક્શન
- બેકેક ઘણા બધા રોગનુ એક લક્ષણ છે. બેકેકનો આધાર વ્યકતીની ઉંમર, જાતી,વ્યવસાય, તેમજ તેની હેલ્થ કેવી છે તેના ઉપર હોય છે.
ડેફીનેશન
- બેક માં થતા ધીમા અને લાંબા સમયના દુ:ખાવાને બેકેક કહેવામાં આવે છે. તેને ઘણી વખત બેક પેઈન પણ કહેવામાં આવે છે.
કોઝીસ
1. પોસ્ચર
- જો પોસ્ચર બરાબર મેન્ટેન ન થતું તો તેના કારણે બેકેક થઈ શકે છે.
2.સ્પાઇનલ ડિફોર્મીટી
કાઈફોસીસ, સ્કોલિયોસીસ, લોર્ડોસીસ જેવી સ્પાઇનલ ડિફોર્મીટી માં દર્દી ને બેકએક થઈ શકે છે
3.સ્ટીફનેસ
- બેક ના તેમજ નેકના સ્નાયુઓ સ્ટીફ થઈ ગયા હોય તો તેના કારણે બેક એક થતું હોય છે
4. ઈન્જરી
- બેક માં કોઈ ઈન્જરી થઈ હોય તેના કારણે
5. પ્રેગ્નન્સી
- પ્રેગ્નન્સીમાં ડીલીવરી દરમ્યાન યુટેરિન કોન્ટ્રાકશનના કારણે ટ્રુ લેબર પેઈન કે ફોલ્સ લેબર પેઈન તરીકે બેક એક થતું હોય છે.
6. લંબર વર્ટેબ્રલ કોલમ
- લંબરની વર્ટેબ્રલ કોલમમાં કંઈ તકલીફ થવાથી બેકએક થાય છે .
7. સ્પાઇનલ ઓર એપિડ્યુરલ એનેસ્થેસિયા પછી બેક એકની કમ્પ્લેન હોય છે.
સાઇન એન્ડ સીમટમ્સ
- દર્દીને દુ:ખાવો એક્યુટ,ક્રોનિક,સાર્પ કે ડલ હોઈ શકે
- બેક મસલ્સમાં સ્ટીફનેસના કારણે હલન ચલન થઈ શકતુ નથી. હલન ચલન કરતા દુ:ખાવો થાય છે.
- હેવી વર્ક, ઈજા, ઠંડી કે ભેજના સંપર્કથી દૂ:ખાવો વધારે થાય છે.
- સ્પાઇનલ અથવા એબડોમેનના સ્નાયુમાં ટેન્ડરનેસ જણાય છે.
- દર્દી સુતો હોય ત્યારે તેનો પગ ઉંચો કરતા અને વાળતા દુ:ખાવો થાય છે.
- બેક એક ની સાથે સાથે પગમાં એક કે બંને પગમાં દુ:ખાવો હોય,ચાલી ન શકાતું હોય પગમાં ખાલી ચડી જતી હોય તો દર્દી ને સાયટીકા હોઈ શકે છે.
રોલ ઓફ એ.એન.એમ./હેલ્થ વર્કર ઈન ટ્રીટમેન્ટ ઓફ પેશન્ટ વિથ બેક એક
- પેશન્ટ હાર્ડ પેડ પર સંપુર્ણ આરામ આપવો.
- હોટ વોટર બેગથી અથવા હોટ વોટર બોટલથી હોટ ફોમેન્ટ્સન આપવું.
- ખરાબ પોસ્ચરથી બેક એક થતું હોય તો સારું પોસ્ચર મેળવવા હેલ્થ એજ્યુકેશન આપવું.
- જે કારણના લીધે બેક એક થતું હોય તેની ટ્રીટમેન્ટ કરવી.
- હળવી કસરત અને યોગા કરવા માટે કહેવું.
- સુતી વખતે પણ સારું પોસ્ચર જાળવી રાખવા સમજાવું.
- પુરતી ઉંઘ અને આરામ કરવા માટે કહેવું.
- સારો, ન્યુટ્રીટીવ જેમાંથી કેલ્શીયમ અને ફોસ્ફરસ મળી રહે તેવો ડાયેટ લેવા કહેવું.
- વધારે વજનવાળી વસ્તુ ઉંચતી વખતે બેકના નબળા મસલ્સનો ઉપયોગ કરવાને બદલે થાઈના મજબુત મસલ્સનો ઉપયોગ કરવા અને કમરથી વળવાને બદલે ઢિચણથી વળવા માટે કહેવું. વધારે પડતું વજન ઉચકવાની મનાઈ કરવી.
- ખાડા ટેકરાવાળી જમીન પર મુસાફરી કરવાનું ટાળવા સમજાવવું.
- જરુર લાગે તો ડોરસો લમ્બર બેલ્ટનો ઉપયોગ કરવા કહેવું.
- દર્દીને સ્પોંડીલાઈટીસ, સાઈટીકા, કે બીજી કોઈ સ્પાઇનની તકલીફ હોય તો ઓર્થોપેડીક સર્જન પાસે રીફર કરવું.
પેરાલીસીસ
ડેફીનેશન
- વ્યક્તી શરીર કે શરીરનો કોઈ ભાગ ખસેડી કે હલાવી શકે નહિ અથવા તેને હલન ચલન કરાવું મુશ્કેલ બને તેને પેરાલીસીસ કહેવામાં આવે છે.
કોઝીસ
1. ઈન્જરી
a. સ્પાઇનલ ઈન્જરી:
- સ્પાઇનલ કોર્ડ ઈન્જરીના કારણે પેરાલયસીસ થાય છે.જો લંબર સ્પાઇનમાં ઈન્જરી થાય તો પેરાપ્લેજીયા થાય છે એટલે કે બોડીના નીચેના ભાગમાં પેરાલાયસીસ થાય છે અને સરવાઈકલ સ્પાઈનમાં ઈન્જરી થાય તો બોડીના પાર્ટમાં પેરાલાયસીસ થાય છે.
b. સેરેબ્રલ ઈન્જરી:
- જન્મ સમયે સેરેબ્રલ ઈન્જારી થવાના કારણે પેરાલાસીસ થાય છે આ ઉપરાંત બ્રેઈન ઈન્જરી એડલ્ટ કે ચાઈલ્ડમાં હેડ ઈન્જરીના કારણે થાય છે.
2.ઇન્ફેક્શન
- a. વાયરલ ઇન્ફેક્શન: પોલિયો વાયરસ નું ઇન્ફેક્શન જેના કારણે પગનું પેરાલિસિસ થાય છે.
- b. બેક્ટેરિયલ ઇન્ફેક્શન: માઇકો બેક્ટેરિયમ લેપ્રેને કારણે પેરાલીસીસ થઈ શકે
- c. આ ઉપરાંત બેકટેરીયલ કે વાયરલ ઈન્ફેક્શનના કારણે અસર થયેલ ભાગનું પેરાલયસીસ થાય છે.
3. સ્ટ્રોક
- સેરેબ્રલ વાસ્ક્યુલર સ્ટ્રોકના કારણે હેમીપ્લેજીયા થાય છે. જેમાં શરીરની એકબાજુ ના ભાગનું પેરાલાયસીસ થાય છે.
રોલ ઓફ એ.એન.એમ. /હેલ્થ વર્કર ઓફ પેશન્ટ વિથ પેરાલીસીસ
- નોર્મલ વ્યકતી સુતા કે જાગતા જે રીતે પોતાની પોઝીશન બદલી શનોર્મલતે રીતે પેરાલાયસીસનું દર્દી કરી શકતો નથી તો તેને પોઝીશન બદલવામાં મદદ કરવી.
- અસર થયેલ ભાગમાં હલકો મસાજ કરવો અને અસર થયેલ ભાગની એક્ટિવ કે પેસીવ એક્સરસાઇઝ કરવી.
- એક્ટિવ કે પેસીવ એક્સરસાઇઝ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા જ કરાવવી.
- જો કમ્પ્લીટ પેરાલાઈઝડ દર્દી હોય અને વારંવાર પોઝીશન બદલી શકાય તેમ ન હોય એઈર મેટ્રેસ ઓર વોટર મેટ્રેસ વગેરેનો ઉપયોગ કરવો જેથી પ્રેસર સોર અટકાવી શકાય.
- દર્દીનું પર્સનલ હાઇજિન જાળવવું.
- હેમીપ્લેજીયા જેવી કન્ડિશનમાં સ્ટુલ, યુરિન બરાબર પાસ થાય છે કે નહિ તે ચેક કરવું અને યુરિન પર કંટ્રોલ ન હોય તો કેથેટર કરવું.
- સ્ટુલ પાસ ન થતો હોય તો એનીમા ઓર ગ્લીસરીન સપોસીટ્રી મુકવી.
- વાઇટર સાઇન રેગ્યુલર ઓબ્ઝર્વ કરવા.
- ન્યુટ્રીટિવ ડાયેટ પુરુ પાડવું : રફેજ ડાયેટનો વધારે ઉપયોગ કરવો જેથી કરીને કોન્સ્ટીપેશન થતું અટકાવી શકાય.
- ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકને જો પેરાલાયસીસ થયું હોય તો પોલીયોનો શંકાસ્પદ કેસ ગણી તેનું સ્ટુલ સેમ્પલ લેવું અને પોલીઓ તપાસ માટે મોકલવું.
- સ્પાસ્ટિક ચાઈલ્ડ કે જેના મસલ્સ સ્ટીફ થઈ ગયા છે તેવા ચાઈલ્ડને રીફર કરવું.
- રિહેબિલિટેશન કેર પુરી પાડવી.
સેરેબ્રલ વાસ્ક્યુલર સ્ટ્રોક
ડેફીનેશન
- સ્ટ્રોક એટલે કે તેમાં એકાએક ખુબ જ પ્રમાણમાં સેરેબ્રલ વાસ્ક્યુલર ડીસીસના કારણે શારીરિક અને માનસીક ખોડખાંપણના લક્ષણો જોવા મળે છે.
- ડબલ્યુ.એચ.ઓ. એ સ્ટ્રોકની ડેફીનેશન આ પ્રમાણે આપી છે. સિરેબ્રલના કાર્યમાં ખલેલ પહોંચવાના કારણે લોકલ અથવા જનરલ ક્લિનિકલ સાઇન ડેવલોપ થાય છે. જેમાં શારીરિક અથવા માનસીક ખોડખાંપણ કે મૃત્યુ થાય છે. જેમાં બ્લ્ડ વેસલ્સને લગતા ઉદભવ સ્થાન સિવાય બીજું કોઈ કારણ હોતુ નથી.
કોઝિસ
- સેરેબ્રલ ફંક્શન ને ખલેલ પહોંચાડવા માટે ઘણી એબનોર્માલિટી જવાબદાર હોય છે.
- આર્ટરીમાં કોલેસ્ટેરોલ જમા થવાથી આર્ટરી સાંકડી બને
- થ્રોમ્બોસીસ અથવા ઈમ્બોલીઝમના કારણે આર્ટરી બ્લોક થઈ જાય.
- અનકન્ટ્રોલ હાયપરટેન્શનના કારણે મગજમાં બ્લડ સપ્લાય કરતી વેસલ્સ રપ્ચર થાય.
રિસ્ક ફેક્ટર્સ
- હાઇપરટેન્શન
- લેફ્ટ વેન્ટ્રીક્યુલર હાઇપરટ્રોફી
- ડાયાબીટીસ મેલિટસ
- બ્લડની વિસ્કોસીટી વધવી
- ઓબેસિટી
- સ્મોકિંગ
- બ્લડ ક્લોટીંગ
- વધારે પડતી ઓરલ પીલ્સનું સેવન
હોસ્ટ ફેક્ટર્સ
- એજ: તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પરંતુ મોટી ઉંમરે એટેલે કે ૬પ વર્ષની ઉંમર પછી તે વધારે જોવા મળે છે (વેસ્ટર્ન કન્ટ્રીમાં ) ભારતમાં ૪૦ વર્ષની ઉંમરે પણ સ્ટ્રોક જોવા મળે છે.
- સેક્સ :તે મેલમાં વધારે જોવા મળે છે.
- હિસ્ટરી : પેશન્ટની હિસ્ટ્રીમાં મોટા ભાગે કાર્ડીયો વાસ્ક્યુલર ડીસીસની હોઈ શકે આ ઉપરાંત સ્મોકિંગ, ડાયાબિટીસ મેલિટસ, ઓરલ પીલ્સ ની હિસ્ટ્રી હોય
સાઇન એન્ડ સીમટમ્સ
- સ્ટ્રોકના ઘણા બધા સાઇન એન્ડ સીમટમ્સ જોવા મળે છે. સાઇન એન્ડ સીમટમ્સનો આધાર સ્ટ્રોક થવાના કારણો એપીડેમીયોલોજી. બ્રેઇનના કયા ભાગને કેટલી અસર થયેલી છે તેના પર હોય છે. તેમા નીચે મુજબના સાઇન એન્ડ સીમટમ્સ જોવા મળે
હેમીપ્લેજીયા : ( અડધા ભાગનુ પેરાલાયસીસ )
મોનોપ્લેજીયા : ( એક ભાગનું પેરાલાયસીસ )
ક્વાડ્રીલપ્લેજીયા : ( બે હાથ અને બે પગનું પેરાલાયસીસ)
મલ્ટીપલ પ્લેજીયા : ( ઘણા બધાઅંગોનું પૈરાલાયસીસ )
પેરાપ્લેજીયા : ( નીચેના ભાગનું પેરાલાયસીસ)
- બોલવામા તકલીફ થાય છે.
- સેન્સરી નર્વ બરાબર કામ નથી કરતી
- ૯૦% કેસીસમાં હેમીપ્લેજીયા કે મલ્ટીપલ પેરાલાયસીસ હોય છે.
- (ટ્રાન્ઝિયટ ઇસ્ચેમીક અટેક ) આ થોડા ક્ષણ પૂરતું બ્રેઇનને બ્લડ સપ્લાય ન મળવાથી ઉભી થતી કન્ડિશન છે જે સ્ટ્રોકનું ચેતવણી રૂપ સાઇન છે.
રોલ ઓફ એ.એન.એમ./ફિમેલ હેલ્થ વર્કર ઇન સ્ટ્રોક કન્ડિશન
- સ્ટ્રોકના દર્દી ને ઘરે સારવર કરવાના મુખ્ય હેતુ કોમ્પ્લિકેશન અટકાવવાનો છે
- અને સ્ટ્રોક ન થાય તેમ કરવાનો છે.
- લોકોને સ્ટ્રોક માટેના ક્યા ક્યા રિસ્ક ફેક્ટર્સ છે અને તે અટકાવા માટે હેલ્થ એજ્યુકેશન આપવું.
- હાયપર ટેશનવાળા દર્દી ને યોગ્ય ડોઝમાં અને રેગ્યુલર એન્ટિ હાયપરટેન્સિવ ડ્રગ આપવી.
- મેડિકલ ઓફિસર પાસે રેગ્યુલર મેડીકલ ચેક અપ અને ફોલોઅપ કરાવું.
- હાયપરટેન્શન વાળા દર્દીને ડોક્ટરની સલાહ મુજબ સોલ્ટ ફ્રી કે સોલ્ટ રીસ્ટ્રીક્ટેડ ડાયેટ લેવા કહેવું.
- અધર કાર્ડીયાક ડીસીસ વાળાએ ફેટ ફ્રી ડાયેટ અને ડાયેટ કંટ્રોલ કરવા કહેવું.
- રોજ ખુલી હવામાં સવાર સાંજ ફરવું.
- ડાયાબિટીસ મેલિટસ વાળા દર્દી ને એન્ટી ડાયાબીટીક ડાયેટ, રેગ્યુલર મેડીસીન અને એક્સરસાઇઝ માટે કહેવું.
બાઉલ એન્ડ બ્લેડર ટ્રેનિંગ
- આમા સ્પેશીયલ ટેક્નીક દ્વારા મસાજ સ્ટીમ્યુલેશન કે ફિંગર માં ગ્લોવ્ઝ પહેરી એનાલ માં દાખલ કરી ગોળ ગોળ ફેરવી મસલ્સને સ્ટીમ્યુલેટ કરવામાં આવે છે અને બોવેલ ટ્રેનીંગ આપવી.
- બ્લેડર ટ્રેનિંગ માટે બ્લેડર ફુલ થાય ત્યારે દર ૪-૫ કલાકે કેથેટર બ્લોક કરી છોડવામાં આવે છે ત્યારબાદ થોડા સમય પછી કેથેટર રીમુવ કરી બ્લેડર ટ્રેનિંગ આપવામાં આવે છે.
મસલ્સ એક્સરસાઇઝ
- અસર થયેલ અને અસર ન થયેલ ભાગની કસરત કરાવવી જેમાં મોં વાટે ફુગા ફુલાવવા, હાથના મસલ્સ માટે રબરનો બોલ દબાવવો કે સ્પ્રીંગ દબાવવી, આ બધી કસરત ન કારણે સ્નાયુ મજબુત બને છે.
- વેઈટ બીયરિંગ કસરત કરાવવી.
- પોસ્ચરલ હાયપોટેન્શન ટ્રીટ કરવું.
- દર્દી સ્મોકિંગ કરતું હોય તો તે બંધ કરાવવું.
- સ્ટ્રોકની સારવારમાં મોટે ભાગે કોમ્પ્લિકેશનને કંટ્રોલ કરવાના હોય છે અને લાંબા સમય સુધી ફોલો અપની જરુર હોય છે.
કેર ઓફ પ્રેશર પોઇન્ટ / પ્રિવેન્શન ઓફ બેડસોર
ડેફીનેશન
- જ્યારે દર્દી સતત બેડમાં સુઈ રહેવુ પડે તેવી સ્થિતિ હોય અથવા દર્દી અન્કોન્સીયસ (બેભાન) હોય ત્યારે દર્દીને બેકનો ભાગ કે જે હાડકાના કારણે ઉપસેલો છે. તેના કારણે દર્દીને બેડ સોર (પીઠના ભાગમા ચાઠા)પડે છે.તેને અટકાવવા માટેની સારવારને કેર ઓફ પ્રેસર પોઇન્ટ કહેવામાં આવે છે.
પ્રિવેન્શન ઓફ બેડસોર – અટકાવ
- દર્દીની પથારીમાં વારંવાર પોઝીશન બદલાવવી
- દર્દીને દર બે થી ચાર કલાકે જરૂરિયાત મુજબ બેક કેર આપવી
- પ્રેશર પોઇન્ટ પર એઈર રીંગ અથવા એઈર કુશન અથવા કોટન રિંગ રાખવી
- દર્દીની બેડ નીટ & ટીડી રાખવી
- બેડમાં ખોરાકના કણો કે બીજો કચરો ન હોવો જોઈએ
- દર્દીનુ પર્સનલ આઇજીન બરોબર જાળવવુ
- દર્દીને બેડપાનઆપતી વખતે તથા લેતીવખતે કાળજી રાખવી
- જો દર્દીની બેડ સતત યુરીન પાસ થવાને લીધે ભીની રહેતી હોય તો ડોક્ટરના ઓર્ડર મુજબ કેથેટરાઈઝેશન કરવામાં આવે છે.
- દર્દીની સ્કીન ડ્રાઈ રહે તે જોવુ
- પ્લાસ્ટર આપતી વખતે જે જગ્યાએ ઘઉણ થતુ હોય ત્યા કોટન પેડ રાખવું
- શક્ય હોય તો વોટર બેડ, એઈર મેટ્રેસ કે ડનલોપ મેટ્રેસ વાપરવા
- દર્દીને હાઈ પ્રોટીન ડાઈટ આપવી
- દર્દીને વધારામાં વિટામીનC આપવુ
- દર્દીની પોઝીશન વારંવાર ચેન્જ કરવી
પોઇન્ટ્સ ટુ રિમેમકેર
- દર્દીની કન્ડિશન પ્રમાણે દર બે કે ચાર કલાકે બેક કેર આપવી
- પ્રેશર પોઈન્ટસનું ખાસ ધ્યાન રાખવું
- સોશિયોલોજીકલ સપોર્ટ
- બેડ સોર થયેલ ભાગમાં એન્ટીસેપ્ટીક વડે ડ્રેસિંગ કરવુ
બેક કેર
ડેફિનેશન
- જ્યારે દર્દીને સતત બેડ માં સુઈ રહેવુ પડે તેવી સ્થિતિ હોય અથવા દર્દી અન્કોન્સીયસ (બેભાન) હોય ત્યારે દર્દીને બેકના ભાગમાં સોર અટકાવવા માટેની સારવારને બેક કેર કહેવામાં આવે છે.
હેતુઓ
- બેડ સોર થતા અટકાવવા માટે
- દર્દીને રિફ્રેસ કરવા માટે થતા થાક દૂર કરવા માટે
- બેકમાં બ્લડ સર્ક્યુલેશન સારુ થાય તે માટે
- દર્દીના બેકની કંડિશનને નિરીક્ષણ કરવા માટે
- દર્દીને પોઝીશન ફેરવવાની તક આપવા માટે ; જેથી કોમ્પ્લકેશન થતા અટકાવવા માટે
આર્ટીકલ્સ
- મેકીન ટોસ અને ડ્રો સિટ
- સોપ નએ ડ્રો સિટ
- બાથ થર્મોમીટર
- બે બેસિનમાં ગરમ અને ઠંડુ પાણી
- બેસિન
- સ્પિરીટ બોટલ અને કોટન સ્વેબ
- કિડની ટ્રે
- સ્પોન્જ બેગ
- ટાલ્કમ પાવડર
- સ્મોલ ટાવલ અથવા નેપકીન
- સ્ક્રીન
પ્રોસિજર
- દર્દીને પ્રોસિજરની જાણ કરો.
- ટ્રે તૈયાર કરી દર્દીના બેડ પાસે લઈ જાવ.
- બારી બંધ કરો.
- બેડને ફરતે સ્ક્રીન ગોઠવો.
- હેન્ડ વોશ કરો.
- દર્દીને સાઈડમાં સુવડાવવો.
- દર્દીની બેકની સાઈડ ખુલ્લી કરવી.
- બેડને ખરાબ થતો અટકાવવા મેકીન ટોસ અને ડ્રો સીટ લગાવો.
- બેસીનને ખરાબ થતું અટકાવવા મેકીન ટોસ અને ડ્રો સીટ લગાવો.
- બેસીનમાં ગરમ અને ઠંડુ પાણી મીક્સ કરો.
- પાણીનું તાપમાન ચકાસો.
- હાથમાં સ્પંજ બેગ પહેરો.
- સ્પંજ બેગને ભીની કરો અને ત્યારબાદ સ્પંજ બેગ પર સાબુ લગાડી બેક પર લગાડો.
- ત્યારબાદ ચોખ્ખા પાણી વડે બેક સાફ કરો.
- ત્યારબાદ કોટન સ્વોબ પર સ્પીરીટ લઈ સર્ક્યુલર મુવમેન્ટમાં લગાડો.
- દર્દીની ડ્રો સેટ / મેકિંગ ટોસ દૂર કરો.
- કપડા વ્યવસ્થિત કરો.
- સ્ક્રીન દૂર કરો.
- હેન્ડ વોશ કરો.
- પ્રોસિજરની નોંધ કરો.
કેર ઓફ આર્ટીકલ્સ
- તમામ આર્ટીકલ્સ યોગ્ય રીતે સાફ કરી યોગ્ય જગ્યાએ મૂકવા.
યાદ રાખવાના મુદ્દાઓ
- દર્દીની કન્ડિશન પ્રમાણે દર બે કે ચાર કલાકે બેક કેર આપવી.
- પ્રેશર પોઇન્ટ્સનું ખાસ ધ્યાન રાખવું.