Paper Solution (31/03/2022):
Q-1
A. Define “Tetralogy of Fallot” ‘ટેટ્રાલોજી ઓફ ફેલોટ’ ની વ્યાખ્યા આપો.03
ટેટ્રાલોજી ઓફ ફેલોટ એ એક કંજીનાઇટલ હાર્ટ ડિફેક્ટ છે. જેમાં ચાઇલ્ડ મા ચાર હાર્ટ ડિફેક્ટ એ એક સાથે જોવા મળે છે.
1) વેન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ (Ventricular septal defect),
2) પલ્મોનરી સ્ટેનોસિસ (Pulmonary stenosis),
3) ઓવરરાઇડિંગ એઓર્ટા (Overriding aorta),
4) રાઇટ વેન્ટ્રીક્યુલર હાઇપરટ્રોફી (Right ventricular hypertrophy).
••>
1) વેન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ (Ventricular septal defect):
વેન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ મા રાઇટ તથા લેફ્ટ વેન્ટ્રીક્લ્સ ને સેપરેટ કરતા સેપ્ટમ માં એબનોર્મલ ઓપનિંગ પ્રેઝન્ટ હોય છે.
2) પલ્મોનરી સ્ટેનોસિસ (Pulmonary stenosis):
પલ્મોનરી સ્ટેનોસિસ મા પલ્મોનરી આર્ટરી (ડીઓક્સીજીનેટેડ બ્લડ એ રાઇટ વેન્ટ્રીકલ માંથી કેરી કરી લંગ્સ મા પહોચાડતી બ્લડ વેસલ) એ નેરોવિંગ થાય છે કે જેના કારણે રાઇટ વેન્ટ્રિકલ માંથી બ્લડ ફ્લો એ ઓબસ્ટ્રક્ટ થાય છે.
3) ઓવરરાઇડિંગ એઓર્ટા (Overriding aorta):
ઓવરરાઇડિંગ ઓફ એઓર્ટા એ એવી કન્ડિશન છે કે જેમાં નોર્મલી રીતે એઓર્ટા (ઓક્સિજીનેટેડ બ્લડ એ હાર્ટ માંથી કેરી કરી વોલ બોડી માં ટ્રાન્સપોર્ટ કરતી મેઇન બ્લડ વેસલ) એ હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી ઓરિજીનેશન થાય છે પરંતુ ઓવર રાઇડિંગ ઓફ એઓર્ટા મા એઓર્ટા એ લેફ્ટ વેન્ટ્રીક્લ્સ ના ઉપર ની બાજુએ ડાયરેક્ટલી વેન્ટ્રીક્યુલર સેપ્ટમ ડિફેક્ટ ઉપર થી જ ઓરીજીનેશન થાય છે
4) રાઇટ વેન્ટ્રીક્યુલર હાઇપરટ્રોફી (Right ventricular hypertrophy):
જ્યારે પલ્મોનરી આર્ટરી (એવી બ્લડ વેસલ કે જે રાઇટ વેન્ટ્રિકલ માથી ડીઓક્સીજીનેટેડ બ્લડ એ કેરી કરી અને લંગ્સ મા ઓક્સીજીનેશન કરવા માટે બ્લડ ને લંગ્સ પહોચાડતી બ્લડ વેસલ) એ નેરોવિંગ તથા સ્ટેનોસીસ થાય ત્યારે રાઇટ વેન્ટ્રિકલ માંથી બ્લડ ને લંગ્સ માં પહોંચાડવા માટે હાટૅ ના રાઇટ વેન્ટ્રિકલ ને એક્સ્ટ્રા વર્ક (પંપિંગ) કરવાની જરૂરિયાત રહે છે આ એક્સ્ટ્રા પંપિંગ કરવાના કારણે હાર્ટ ના રાઇટવેન્ટ્રીકલ ના મસલ્સ એ થીકનિંગ થાય છે જેને હાઇપરટ્રોફી કહેવામાં આવે છે.
B. Write clinical manifestations of “Tetralogy of Fallot” ટેટ્રાલોજી ઓફ કેલોટ’ ના ચિન્હો અને લક્ષણો લખો.04
C. Write difference between acyanotic & cyanotic heart disease. એસાયનોટીક અને સાયનોટીક હાર્ટ ડિસીઝ વચ્ચેનો તફાવત લખો. 05
સાયનોટીક અને એસાઇનોટીક કન્ડિશન વચ્ચેનો તફાવત (Difference between Cyanotic and Acyanotic Condition)
introduction :
કંજીનાઇટલ હાર્ટ ડિફેક્ટ (Congenital Heart Defects) મુખ્યત્વે બે પ્રકારના હોય છે: Cyanotic Condition અને Acyanotic Condition. બંને કન્ડિશન પેશન્ટના કાર્ડિયાક ફિલ્ડમાં blood ના ફ્લો અને ઓક્સિજનેશનના સ્તર પ્રમાણે જુદી પડે છે. મુખ્ય તફાવત પેશન્ટના બ્લડમાં ઓક્સિજનના પ્રમાણ અને તેના કારણે ત્વચા પર જોવા મળતા નિલા રંગ (cyanosis) પર આધાર રાખે છે.
સાયનોટીક કન્ડિશન એવી સ્થિતિ છે જેમાં પેશન્ટના હ્રદયની અંદર ડી-ઓક્સિજનેટેડ બ્લડ (deoxygenated blood) શુદ્ધ બ્લડ સાથે મિક્સ થાય છે અને શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન ઘટેલું બ્લડ પહોંચે છે. તેના કારણે પેશન્ટના હોઠો, નખ અને ત્વચા પર નિલો પળછટ દેખાઈ આવે છે જેને cyanosis કહેવામાં આવે છે.
આ સ્થિતિમાં સામાન્ય રીતે Right to Left Shunt જોવા મળે છે, જેમાં હ્રદયના જમણા ભાગમાંથી ડી-ઓક્સિજનેટેડ બ્લડ સીધું ડાબા ભાગમાં જઈ શરિરમાર્ગે પંપ થાય છે.
ઉદાહરણ તરીકે:
Tetralogy of Fallot, Transposition of Great Arteries, Tricuspid Atresia, Total Anomalous Pulmonary Venous Return, વગેરે.
લક્ષણો:
એસાઇનોટીક કન્ડિશનમાં પેશન્ટના હ્રદયમાં અસામાન્ય બ્લડ ફ્લો હોય છે પરંતુ રક્તના ઓક્સિજનેશન પર કોઈ સીધી અસર થતી નથી. એટલે કે, પેશન્ટના શરીરમાં ઓક્સિજનેટેડ બ્લડ જ પ્રવાહિત થાય છે અને cyanosis જોવા મળતું નથી.
આ સ્થિતિમાં સામાન્ય રીતે Left to Right Shunt જોવા મળે છે, જેમાં ડાબા ભાગમાંથી ઓક્સિજનેટેડ બ્લડ જમણા ભાગ તરફ વળે છે અને પલ્મનરી સર્ક્યુલેશનમાં ફરી જાય છે.
ઉદાહરણ તરીકે:
Atrial Septal Defect, Ventricular Septal Defect, Patent Ductus Arteriosus, Atrioventricular Canal Defect, વગેરે.
લક્ષણો:
Cyanotic અને Acyanotic Cardiac Conditions વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે Cyanotic માં પેશન્ટના શરીરમાં ઓક્સિજન ઘટેલું બ્લડ પ્રસરે છે અને તેથી cyanosis થાય છે, જ્યારે Acyanotic માં ઓક્સિજનેટેડ બ્લડ હોવા છતાં હ્રદયની અંદર શાંત વિકાર હોય છે. બંને પ્રકારની કન્ડિશન પીડિયાટ્રિક પેશન્ટ માટે ગંભીર હોય શકે છે અને તાત્કાલિક મેડિકલ અને સર્જિકલ ઇન્ટરવેન્શનની જરૂર હોય છે. નર્સ તરીકે આ તફાવતને સમજી પેશન્ટને યોગ્ય નિરીક્ષણ અને સંભાળ આપવી એ ખૂબ જ જરૂરી જવાબદારી છે.
D. Describe nursing management of “Tetralogy of Fallot” ટેટ્રાલોજી ઓફ કેલોટ નું નર્સિંગ મેનેજમેન્ટ લખો.08
ટેટ્રોલોજી ઓફ ફેલોટ નુ નર્સિંગ મેનેજમેન્ટ નીચે મુજબ છે.
OR
A. Define “Nephrotic Syndrome” “નેફ્રોટીક સિન્ડ્રોમ ની વ્યાખ્યા લખો.03
નેફ્રોટીક સિન્ડ્રોમ એ બે શબ્દો ભેગા મળી ને બને છે.
ચિલ્ડ્રન્સ મા નેફ્રોટિક સિન્ડ્રોમ એ એક કિડની ડિસઓર્ડર છે જેમાં ગ્લોમેરુલાઇ કે જે કિડનીનું ફિલ્ટરિંગ યુનિટ છે તે ડેમેજ થવાના કારણે અથવા ગ્લોમેરુલાઇ ની પરમીએબિલીટી ઇન્ક્રીઝ થવાના કારણે બોડી માંથી યુરિન દ્વારા પ્રોટીન નું એક્સક્રીસન થાય છે જેમાં મેઇન્લી આલબ્યુમીન એ બોડીમાંથી એક્સક્રીટ થાય છે.
આ યુરીન દ્વારા બોડી માંથી પ્રોટીન નું એક્સક્રીશન થવાના કારણે બ્લડમાં પ્રોટીનનું અમાઉન્ટ ડીક્રીઝ થાય છે જેના કારણે એડીમાં (સ્વેલિંગ) પર્ટિક્યુલરલી આઇસ ની અરાઉન્ડ મા, એન્કલ તથા એબડોમન મા એડિમા ની કન્ડિશન થાય છે. જેના કારણે બ્લડ માં લિપિડ અને કોલેસ્ટ્રોલ લેવલ પણ ઇન્ક્રીઝ થાય છે.
નેફ્રોટીક સીમટોમ્સ એ સિમટોમ્સ નું કલેક્શન છે કે જે મુખ્યત્વે કિડની માં રહેલી ગ્લોમેરુલાઇ (glomeruli) ડેમેજ થવાના કારણે જોવા મળે છે.
નેફ્રોટીક સિન્ડ્રોમ મા મુખ્યત્વે ચાર સિમ્ટોમ્સ જોવા મળે છે.
1) યુરીન માં હાય લેવલનું પ્રોટીન બોડી માથી એક્સક્રીસન થવું (પ્રોટીનયુરિયા).
2) બ્લડમાં પ્રોટીન નું અમાઉન્ટ ડિક્રિઝ થવું. (હાઇપોઆલ્બ્યુનેમિયા).
3) બ્લડ માં લિપિડનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થવું (હાઇપરલિપિડેમિયા).
4) બોડી પાર્ટમાં સ્વેલિંગ આવવુ (એડીમાં).
નેફ્રોટીક સિન્ડ્રોમમાં આ ચાર મેઇન સિમ્ટોમ્સ જોવા મળે છે.
નેફ્રોટીક સિન્ડ્રોમ એ ગમે તે એજ ના વ્યક્તિને અફેક્ટ કરે છે. બાળકોમાં મુખ્યત્વે 1 થી 7 વર્ષના ચાઇલ્ડ મા વધારે પ્રમાણ મા જોવા મળે છે.
B. Write causes of Nephrotic Syndrome. નેફ્રોટીક સિન્ડ્રોમ થવાના કારણો લખો.04
C. Enlist signs & symptoms of Nephrotic Syndrome. નેફ્રોટીક સિન્ડ્રોમના ચિન્હો અને લક્ષણો લખો.05
D. Describe nursing management of “Nephrotic Syndrome” નેફ્રોટીક સિન્ડ્રોમનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.08
Q-2 Write Short Notes. (Any five) (5*5=25)
1.Role of a paediatric health nurse. પીડીયાટ્રીક હેલ્થ નર્સનો રોલ
હાલના સમયમા મેડિકલ સર્જીકલ તેમજ સબ સ્પેશિયાલિટીની ડિમાન્ડ વધતી જતી હોય તેમ જ ચાઇલ્ડ હેલ્થ કેર મા નવી નવી ચેલેન્જીસ ઉત્પન્ન થતી હોય ત્યારે પીડીયાટ્રીક નર્સ તરીકેનો રોલ અને રિસ્પોન્સીબિલિટી પણ ખૂબ જ ચેલેન્જ રૂપ બને છે. હાલના સમયમા સ્પેશિયાલિસ્ટ પીડીયાટ્રીક નર્સ અને સ્પેશિયલાઇઝ ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા બાળક ની નીડ મુજબની સ્પેશિયલ કેર આપવા માટે સ્પેસિફિક રોલ અને રિસ્પોન્સિબિલિટી નર્સ તરીકે ધ્યાને રાખવા ખૂબ જ જરૂરી હોય છે.
પિડીયાટ્રીક નર્સ તરીકે કેર અને ક્યોર આ બંને આસપેક્ટ પર એકસાથે કામ કરવુ જરૂરી હોય છે. જેમા કેર એ કંટીન્યુઅસ પ્રોસેસ છે જે બાળક બીમાર હોય કે તંદુરસ્ત હોય તેના દરેક સમય દરમિયાન કેર એ ખૂબ ઉપયોગી હોય છે.
ક્યોર એ જનરલી બાળક જ્યારે બીમાર હોય છે ત્યારે તેના નિદાન અને સારવારમા ઉપયોગમા લઈ શકાય છે.
પીડિયાટ્રિક નર્સ તરીકે હોસ્પિટલ, ઘર, ક્લિનિક કે કોમ્યુનિટી અલગ અલગ જગ્યાએ બાળક અને તેના માતા પિતાની કેર અને કાઉન્સિલિંગ કરવાના હોય છે. આથી પીડિયાટ્રિક નર્સ તરીકેનો રોલ અને રેસ્પોન્સિબીલીટી ખૂબ જ સ્પેશિયલાઇઝ હોય છે જે નીચે મુજબ છે.
કેર ગીવર.
જ્યારે કોઈ પણ બાળક બીમાર હોય અને હોસ્પિટલમા દાખલ હોય ત્યારે નર્સ તરીકે તેને કેર આપવી એ તેનો પ્રાઇમરી રોલ છે. બાળક ને તેની કેર ના દરેક આસપેક્ટ જેમ કે ટ્રીટમેન્ટ, ફીડીંગ, હાઇજિન, સેફટી વગેરેમા નર્સ એ પ્રાઇમરી કેર ગીવર તરીકે કાર્ય કરવુ જોઈએ.
ચાઈલ્ડ કેર એડવોકેટ.
ચાઈલ્ડ અથવા ફેમિલીના કોમ્પ્રીહેન્સિવ ફેમિલી સેન્ટર્ડ કેર માટે એડવોકેસી એક બેઝિક છે.
જેમા બાળકને સારામા સારી ટ્રીટમેન્ટ યુનિટ તરફથી મળે તથા તેને સારી ક્વોલિટીની હેલ્થ સર્વિસીસ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ ના બેઇઝ પર મળે તે માટે નર્સ એ એડવોકેટિવ રોલ તરીકે કાર્ય કરે છે. આ માટે નર્સ એ બાળકને મેક્સિમમ બેનિફિટ મળે તે માટે કાર્ય કરતી હોય છે.
ટીમ લીડર.
નર્સ એ તેના ટીમ મેમ્બર સાથે સારી રીતે કાર્ય કરતી હોય છે તથા પોતે લીડરશીપ લઈ દરેક વચ્ચે સારું કોમ્યુનિકેશન જાળવી અને બાળકની કેરમાં પાર્ટિસિપેટ કરતી હોય છે. ટીમ લીટર તરીકે તે દરેકને સાથે રાખે છે અને દરેક વચ્ચે સરખી રિસ્પોન્સિબિલિટી વેચે છે. દરેકને સરખી ઓપોર્ચ્યુનિટી પણ આપે છે અને કોઈપણ પ્રોબ્લેમ ના સોલ્યુશન મા તે હંમેશા તત્પર રહે છે.
એજ્યુકેટર એન્ડ મેનેજીરીયલ રોલ.
નર્સ એ બાળકની સારવાર દરમિયાન બાળકને તથા તેના માતા પિતાને દરેક આસ્પેક્ટ પર એજ્યુકેશન આપે છે. જેમ કે ન્યુટ્રીશન, ઇમ્યુનાઈઝેશન, મેડીકેશન, પર્સનલ હાઈજીન વગેરે મુદ્દાઓ પર હેલ્થ એજ્યુકેશન આપી બાળકની કેર મા પાર્ટિસિપેશન કરે છે.
આ ઉપરાંત નર્સ એ પીએટ્રીક વોર્ડ અને હોસ્પિટલમા દરેક એક્ટિવિટીને મેનેજ કરે છે અને બધા વચ્ચેનુ કોઓર્ડીનેશન અને મેનેજમેન્ટ જાળવે છે.
કાઉન્સેલર.
નર્સ એ એક સારી કાઉન્સેલર તરીકે બાળકો સાથે કાર્ય કરતી હોય છે. નર્સ એ બાળક તથા તેના માતા પિતાને યોગ્ય ડિસિઝન લેવામા મદદ કરે છે તથા ક્રિટિકલ કન્ડિશનના ડિસિઝન માટે કાઉન્સેલિંગ પૂરું પાડે છે.
રીક્રિએશનિસ્ટ.
બાળકને તેના હોસ્પિટલાઈઝેશન વખતે નર્સ એ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પ્રોવાઇડ કરે છે. જે એક્ટિવિટી બાળકની ચિંતા ઘટાડે છે તથા તેને માઈન્ડ ડાયવર્ટ કરવામા તથા હોસ્પિટલાઇઝડ એન્વાયર્નમેન્ટ મા એડજેસ્ટ થવામા મદદ કરે છે.
રિસર્ચર.
આજના મોડર્ન સમયમા હેલ્થ કેર ફેસીલીટીમા ઘણા ચેન્જીસ આવતા હોય છે. જેમા પીડિયાટ્રીક નર્સ તરીકે તે ઘણા રિસર્ચ પ્રોજેક્ટ મા પાર્ટિસિપેટ કરે છે. રિસર્ચ દ્વારા બાળકોના બેટર ટ્રીટમેન્ટ પ્લાન અને હેલ્થ કેર ફેસીલીટી બાબતે નવા કન્સેપ્ટ આપે છે. ઘણા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પણ રિસર્ચ દ્વારા જ હેલ્થ કેર મા અમલમા મૂકી શકાય છે.
2.Difference between Kwashiorkor & Marasmus – કવાશિયોકોર અને મરાસ્મસ વચ્ચેનો તફાવત
(આ પ્રશ્ન એ બંને બાજુ એ તફાવત ની જેમ જ લખવો અહી શરળતા ખાતર બંને લાઇન માં આપેલ છે જે ધ્યાને લેવુ. તથા દરેક લાઇન મા પહેલા કવાશીઓરકોર વિષે માહિતી આપેલ છે ત્યાર બાદ મરાસ્મસ વિષે આપેલ છે.)
3.Megacolon – મેગાકોલન
મેગાકોલોન એ એક પ્રકારની ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની કંજીનાઇટલ એનોમલી છે. તેને હિર્શસ્પ્રુંગ્સ ડીસીઝ તરીકે પણ ઓળખવામા આવે છે.હિર્શસ્પ્રુંગ્સ ડીસીઝ ને “મેગાકોલોન” તથા “કંજીનાઇટલ એગેન્ગ્લિઓનિક મેગાકોલોન” પણ કહેવામાં આવે છે.હિર્શસ્પ્રુંગ્સ ડીસીઝ એ સામાન્ય રીતે પેરાસિમ્પેથેટીક ગેંગલીઓનિક નર્વસેલ એ ડિસ્ટલ કોલોન તથા રેક્ટમ ના મ્યુકોઝલ તથા સબમ્યુકોઝલ બન્ને મા કંજીનાઇટલી એબસન્ટ હોવાના કારણે કોલોન નુ એક્સટ્રીમ ડાયલેટેશન થાય છે.હિર્શસ્પ્રુંગ્સ ડીસીઝ એ જુદી જુદી લંબાઇ ના હોય છે અને ક્યારેક વોલ કોલોન નુ પણ ઇનવોલ્વમેન્ટ હોય છે. આ ડીસીઝ માં મુખ્યત્વે રેક્ટોસિગ્મોઇડ કોલોન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
Etiology/cause of the Megacolon (મેગાકોલન ના કારણ):
Clinical manifestation/ Sign and symptoms of the Megacolon ( મેગાકોલન ના લક્ષણો તથા ચીન્હો) :
Diagnostic evaluation of the Megacolon ( મેગાકોલન ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન):
management of the Megacolon ( મેગાકોલન ના મેનેજમેન્ટ):
Nursing management of the Hirschsprungs Disease. (હિર્શસ્પ્રુંગ્સ ડીસીઝ ના નર્સિંગ મેનેજમેન્ટ)
પ્રિઓપરેટિવ નર્સિંગ કેર
પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર
4.Factors affecting on growth & development – ગ્રોથ & ડેવલપમેન્ટ પર અસર કરતાં પરિબળો
ગ્રોથ
ગ્રોથ એટલે ફિઝિકલ મેચ્યુરેશન જેમા બોડી ના વેરિયસ ઓર્ગન ની સાઈઝ અને શેપ મા વધારો થાય છે. જે સેલનુ મલ્ટિપ્લિકેશન અને ઇન્ટ્રા સેલ્યુલર સબસ્ટન્સ મા વધારો થવાના લીધે જોવા મળે છે. ગ્રોથના ચેન્જ ને મેજર કરી શકાય જે સેન્ટીમીટર અને કિલોગ્રામ મા હોય છે.
ડેવલોપમેન્ટ
ડેવલોપમેન્ટ એ એવી પ્રોસેસ છે કે જેમા ફંકશનલી અને ફિઝિયોલોજીકલ બોડી મેચ્યોર જોવા મળે. ડેવલોપમેન્ટમા સ્કીલ અને ફંકશન કરવાની કેપેસિટી મા વધારો થાય છે. જેમા સાયકોલોજીકલ, ઈમોશનલ અને સોશિયલ ચેન્જ થાય છે. ડેવલોપમેન્ટને મેજર કરવુ ડીફીકલ્ટ છે પરંતુ તેને મેઝર કરી શકાય છે.
ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરતા ફેક્ટર્સ :
કેટલાક ફેકટર જે ગ્રોથ ની પ્રોસેસને પ્રોમોટીંગ અથવા ઇનહીબિટ કરે છે. જેમા બે ફેક્ટર હોય છે. એન્વાયરમેન્ટલ ફેક્ટર
હેરીડીટરી ફેક્ટર
હેરિડિટરી ફેક્ટર
એનવાયરમેન્ટલ ફેક્ટર્સ :
પ્રિનેટલ ફેક્ટર
ઇન્ટ્રા યુટેરાઈન એન્વાયરમેન્ટ તે ફીટલના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે
મેટરનલ માલન્યુટ્રીશન
જો મધર તે ડ્યુરિગ પ્રેગ્નેન્સી પ્રોપર ડાયટ નહીં લે અને એનિમિયા જો હોય તો ઇન્દ્રા યુટેરાઇન ગ્રોથ રીટારડેશન જોવા મળે, લો બર્થ-વેટ, પ્રીટર્મ બેબી અને આગળ ની લાઇફમા તેના ગ્રોથ અને ડેવલોપમેન્ટમા ડિસ્ટર્બન્સ આવે છે.
મેટરનલ ઇન્ફેક્શન
કેટલાક ઇન્ટરા યુટેરેટ ઇન્ફેક્શન જેવા કે એચઆઇવી, હિપેટાઇટિસ જે પ્લેસેન્ટા દ્વારા ફીટલમા ટ્રાન્સમિટ થાય છે અને તેના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે. જેના કારણે કંજેનાઈટલ એનોમલીઝ અને કંજેનાઈટલ ઇન્ફેક્શન જોવા મળે છે.
મેટરનલ સબસ્ટન્સ એબ્યુસ
કેટલીક ટેરાટોજીનિક ડ્રગ જ્યારે પ્રેગ્નેન્સીમા લેવામા આવે તો તેના કારણે કંજેનાઈટલ માલ ફોર્મેશન થાય છે અને સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ તે પણ ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે.
મેટરનલ ઇલનેસ
હાઈપરટેન્શન, એનિમિયા, હાર્ટ ડીસીઝ, હાયપોથાઈરોડીઝ્મ, ડાયાબિટીસ, ક્રોનીક રીનલ ફેલ્યોર, હાઇપર પાઇરેક્સિયા વગેરે કન્ડિશન્સ જે ફીટલ ના ગ્રોથને અફેક્ટ કરે છે. આયોડિન ડેફીસીયન્સી મધર મા જોવા મળે તો તેના કારણે બેબી મેન્ટલી રિટારર્ડેસન જોવા મળી શકે છે.
મિસેલેનિયસ
પ્રિ નેટલ કન્ડિશન તે ફિટસના ગ્રોથને અફેક્ટ કરે છે. જેમા યુટેરાઇન માલફોર્મેશન, માલ પોઝીશન ઓફ ધ ફીટસ, બાઈ કોર્નું યુટ્રસ, ઓલીગો હાઈડ્રો એમ્નીઓસ, પોલી હાઈડ્રોમિનસ વગેરે ગ્રોથ અને ડેવલોપમેન્ટમાં અફેક્ટ કરે છે.
પોસ્ટ નેટલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ :
ગ્રોથ પેટર્ન
ગ્રોથ પેટર્ન તે એટ બર્થ બાળકની સાઈઝ પ્રમાણે હોય છે. જો બાળક તેનો બર્થ વેટ ઓછો હોય તો આગળ જતા કોમ્પ્લિકેશન થઈ શકે છે.
ન્યુટ્રીશન
ન્યુટ્રીશન તે બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તે ક્વાલીટી અને કવાનટીટિવ ન્યુટ્રીશન હોવુ જોઈએ. જેમા પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામીન, ફેટ અને મિનરલ્સ હોવા જોઈએ પૂરતા પ્રમાણમા જે બાળકનુ ગ્રોથ અને ડેવલોપમેન્ટમા મદદ કરે છે. જો બાળક વેલ નરીશ હોય તો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ સારો જોવા મળે છે.
ચાઈલ્ડહુડ ઇલનેસ
હાર્ટ ડિસીઝ, કીડની, લીવર મેલિગનેશી, ડાઈજેસ્ટીવ ડીસ ઓર્ડર, મેટાબોલિક ડિસઓર્ડર જેવી તે બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે.
ફિઝિકલ એન્વાયરમેન્ટ:
એન્વાયરમેન્ટ કન્ડિશન જેવી કે હાઉસિંગ તેની લિવિંગ કન્ડિશન એન્વાયરમેન્ટલ સેનિટેશન વેન્ટિલેશન ફ્રેશ એર હાઈજીન સેફ વોટર સપ્લાય છે ગ્રોથ અને ડેવલોપમેન્ટ
અફેક્ટ કરે છે.
સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ:
ગુડ સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ જેવુ કે હેલ્દી ફેમિલી, સારો બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ અને હેલ્દી ઇન્ટરેક્શન ફેમિલીના અધર મેમ્બર સાથે જે ઈમોશનલ સોશિયલ અને ઇન્ટેલકચ્યુલ ડેવલોપમેન્ટ કરવામા મદદ કરે છે. જો બાળકને લવ, અફેક્શન અને સિક્યુરિટી પ્રોપર ના મળે તો તે ઈમોશનલી ડિસ્ટર્બ જોવા મળે છે.
કલ્ચરલ ઇન્ફ્લુન્સ
કલ્ચર તે ગ્રોથ અને ડેવલોપમેન્ટ ને અફેક્ટ કરે છે. કલ્ચર પ્રમાણે તેની ફૂડ ની હેબિટ, તેની માન્યતાઓ, તેનો લિવિંગ સ્ટાન્ડર્ડ, એજ્યુકેશન લેવલ વગેરે ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે.
સોસીયો ઇકોનોમિક સ્ટેટ્સ
પુઅર સોસીયો ઇકોનોમિકલ સ્ટેટસ ના કારણે બાળકનુ પ્રોપર ગ્રોથ અને ડેવલોપમેન્ટ થઈ શકશે નહીં અને પ્રોપર ન્યુટ્રીશનલ ડાયટ મળી શકશે નહીં.
ક્લાઈમેટ અને સીઝન.
ક્લાઈમેટ અને સીઝન ગ્રોથ ને અફેક્ટ કરે છે. સમરમા વેટ ગેઈન થાય છે. રેઇની સીઝન કરતા જ્યારે સ્પ્રિંગ સીઝનમાં હાઈટમાં વધારો થાય છે.
પ્લે અને એક્સરસાઇઝ
પ્લે અને એક્સરસાઇઝ દ્વારા ફિઝિયોલોજીકલ એક્ટિવિટી મા વધારો થાય છે અને મસ્ક્યુલર ડેવલોપમેન્ટ થાય છે તેમજ તેમા ફિઝિયોલોજીકલ, સોશિયલ, મોરલ, ઈન્ટેલેક્સ્યુલ ડેવલોપમેન્ટ થાય છે અને ફિઝિકલ એક્સરસાઇઝ ના કારણે હેલ્થ ઇમ્પ્રુવ થાય છે.
ઇન્ટેલિજન્સી
જે મેન્ટલ અને સોશિયલ ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે. જો બાળક હાય ઇન્ટેલિજન્સ હશે તો એન્વાયરમેન્ટમા એકજેસ્ટ થઈ જશે. જો લો ઇન્ટેલિજન્સ હશે તો તે એકજેસ્ટ થઈ શકશે નહી.
હોર્મોનલ ઈનફ્લુઅન્સ
હોર્મોન્સ બાળક ના ગ્રોથ અને ડેવલોપમેન્ટને ખૂબ જ અફેક્ટ કરે છે. તેમા ઇમબેલેન્સ થવાના કારણે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મા પ્રોબ્લેમ્સ જોવા મળે છે.
5.Juvenile delinquency – જુવેનાઇલ ડેલીક્વન્સી
જુવેનાઇલ ડેલીક્વન્સી એ સોસાયટીની એક ખૂબ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે.’જુવેનાઇલ’ મિન્સ ચાઇલ્ડહુડ તથા ‘ડિલીક્વન્સી’ મિન્સ એન્ટિશોશિયલ બિહેવ્યર અથવા ક્રીમીનલ બિહેવિયર
જુવેનાઇલ ડેલીક્વન્સી એ એક પ્રકારની ક્રિમિનલ એક્ટ છે કે જે સામાન્ય રીતે ચિલ્ડ્રન્સ તથા ટીનેજર્સ કે જે 18 યર્સ થી નીચેના હોય તેવા ચિલ્ડ્રન્સ દ્વારા કરવામાં આવે છે. જુવેનાઇલ ડેલીક્વન્સી એ ચાઇલ્ડ દ્વારા કરવામાં આવતી ઇલ્લીગલ અથવા એન્ટિસોસિયલ રિપીટેટીવ બિહેવ્યર છે કે જે સામાન્ય રીતે 18 વર્ષ થી ઓછી ઉમર ના ઇન્ડીવિઝ્યુઅલ દ્વારા કરવામા આવે છે. આ જુવેનાઇલ ડેલીક્વન્સી મા પ્રમાણમાં નાના ગુનાઓ જેવા કે તોડફોડ, દુકાન ચોરીથી લઇને હુમલો, ડ્રગના ગુનાઓ અને મિલકતના ગુનાઓ સહિત વધુ સિરીયસ ગુનાઓ સુધીની હોય શકે છે.આ જુવેનાઇલ ડેલીક્વન્સી બિહેવિયર માં ખોટું બોલવું ,ચોરી કરવી, ઘરમાંથી ચોરી કરવી, સ્કુલમાંથી ભાગી જવું, ઘરેથી ભાગી જવું ,કોઇ નું કહેવું માનવું નહીં ,ઝઘડા કરવા, લૂંટફાટ કરવી, સેક્સ્યુઅલ એસોલ્ટ વગેરે નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
Etiology/ cause of the Juvenile Deliquency (જુવેનાઇલ ડેલીક્વન્સી થવા માટેના કારણ):
Clinical manifestation/ sign and symptoms of the Juvenile Deliquency (જુવેનાઇલ ડેલીક્વન્સી થવા માટેના લક્ષણો તથા ચિન્હો):
1) બિહેવ્યરલ પ્રોબ્લેમ જોવા મળવાજેમ કે,
ચોરી કરવી,
તોડફોડ કરવી,
આલ્કોહોલ એબીયુઝ થવું,
મારા મારી કરવી તથા હુમલો કરવો,
ગુંડાગીરી,
નુકસાની કરવી
2) સ્કૂલ ડીફીકલ્ટીઝ
એકેડેમિક સ્ટ્રગલિંગ કરવુ,
સ્ફુલ પર્ફોમન્સ પુઅર થવું,
સ્કૂલમાંથી ભાગી જવું,
સ્કૂલમાં ઇનડિસિપ્લિન થી રહેવું,
શિક્ષક તથા મિત્રો વચ્ચે કોન્ફ્લિક્ટ થવું.
3) પિઅર રિલેશનશિપ
પિઅર રિજેક્શન કરવુ,
સોશિયલી આઇસોલેસન થવું,
પિયર ગ્રુપ સાથે રિલેશનશિપ ફોર્મ કરવામાં ડિફિકલ્ટી થવી,
4) ફેમિલી કોન્ફ્લિકટ
પેરેન્સ ચાઇલ્ડ રિલેશનશિપ ઇમ્પેઇરડ થવા,
પેરેન્ટલ સુપરવિઝન ઓછું મળવું,
પેરેન્ટ્રલ સપોર્ટ ઓછો મળવો,
5) ઈમોશનલ ડિસ્ટર્બન્સ
ડિપ્રેશન ,
એન્ઝાઇટી,
એંગર,
ઇંપલસીવ બિહેવિયર,
6) સબસ્ટન્સ એબ્યુસ
આલ્કોહોલનો યુઝ કરવો,
ડ્રગ્સ નો યુઝ કરવો,
7) લીગલ ઈસ્યુસ
ક્રિમિનલ એક્ટિવિટીસમાં ઇન્વોલ્વ થવું.
Diagnostic evaluation of the Juvenile Deliquency (જુવેનાઇલ ડેલીક્વન્સી માટેના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન):
management of the Juvenile Deliquency (જુવેનાઇલ ડેલીક્વન્સી માટેના મેનેજમેન્ટ):
6.Enuresis – એન્યુરેસીસ
એન્યુરેસીસ એ એક કોમન પીડીયાટ્રીક પ્રોબ્લમ છે કે જેમાં ચાઇલ્ડ ને સ્લીપિંગ સમયે વારંવાર ઇનવોલ્યુન્ટરી યુરિનેશન થાય છે.જ્યારે વોલ્યુન્ટરી યુરિન કન્ટ્રોલ સામાન્ય રીતે પ્રાપ્ત કરવું જોઈએ ત્યારે વારંવાર ઇનવોલ્યુન્ટરી રીતે સ્લિપીંગ સમયે યુરિનેશન થઇ જાય તે કન્ડિશન ને એન્યુરેસીસ કહેવામા આવે છે. અને આ કન્ડિશન એ ચાઇલ્ડ માં 5 years બાદ પણ જોવા મળે છે.
એન્યુરેસીસ (બેડવેટિંગ) ને નાઇટટાઇમ ઇનકન્ટીનંસી પણ કહેવામાં આવે છે.
Etiology/ cause of the Enuresis (એન્યુરેસીસ થવા માટેના કારણ):
types of the Enuresis (એનયુરેસીસ ના ટાઇપ):
એન્યુરેસીસ ના ટોટલ બે ટાઈપ પડે છે.
1) પ્રાઇમરી એનયુરેસીસ
2) સેકન્ડરી એનયુરેસીસ
1) પ્રાઇમરી એનયુરેસીસ
જ્યારે કોઈપણ ઓર્ગેનિક કોઝ ના કારણે ચાઇલ્ડ નો નોર્મલ બ્લાડર કંટ્રોલ એક પણ વખત એચીવ ના થયો હોય અને બેડવેટિંગ ની કન્ડિશન થાય તો તેને પ્રાઇમરી એન્યુરેસીસ કહેવામાં આવે છે.
પ્રાઇમરિ તથા પર્સીસ્ટન્ટ એન્યુરેસીસ માં જ્યારે ચાઇલ્ડ નું યુરીનરી બ્લાડર કંટ્રોલ નું ન્યુરોલોજીકલ મેચ્યુરેશન એ ડીલે થયું હોય તો તેને પ્રાઇમરી એન્યુરેસીસ કહેવામાં આવે છે .
2) સેકન્ડરી એનયુરેસીસ
સેકન્ડરી એન્યુરેસીસ એટલે જ્યારે ચાઇલ્ડ ને અમુક મહિનાઓ સુધી બ્લાડર કંટ્રોલ એચીવ થયેલો હોય પરંતુ જ્યારે કોઈપણ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ જેમ કે ઇલનેસ, હોસ્પિટલાઇઝેશન, ફેમિલી કોન્ફ્લિક્ટ , પેરેન્ટ્સ ના સેપરેશન થવાના કારણે ચાઇલ્ડ ને પાછો બ્લાડર કંટ્રોલ એ ઈમ્પૅઇરડ થાય અને નાઇટ ટાઇમ બેડ વેટિંગ કરે તો તેને સેકન્ડરી એન્યુરેસીસ કહેવામા આવે છે.
Clinical manifestation/sign and symptoms of the child with Enuresis. એન્યુરેસીસ વાળા ચાઈલ્ડ ના લક્ષણો તથા ચિન્હો:
Diagnostic evaluation of the child with the Enuresis (એન્યુરેસીસ વાળા ચાઇલ્ડ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન):
medical management of the child with the Enuresis. (એન્યુરેસીસ વાળા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ):
એન્યુરેસિસ વાડા ચાઇલ્ડ નુ મેડિકલ મેનેજમેન્ટ એ જુદા જુદા ફેક્ટર પર આધાર રાખે છે જેમ કે ચાઇલ્ડ ની એજ, બેડ વેટીંગ એપિસોડ્સની સિવ્યારીટી તથા ફ્રિકવન્સી,કોઇપણ મેડિકલ તથા સાયકોલોજીકલ ફેક્ટર, વગેરે પર આધાર રાખે છે.
ફ્લુઇડ રેસ્ટ્રીક્શન
ચાઇલ્ડ ને ઇવિનિંગ ટાઇમ માં ઓછા પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી તથા સ્પેશ્યલી બેવ્રેજીસ જેમકે ઠંડાપીણા, કોલ્ડ્રિંક્સ, ચા ,કોફી વગેરે જેવી વસ્તુઓ એ ઇવીનીંગ સમયમાં ઓછા પ્રમાણમાં પ્રોવાઈડ કરવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઈઝ આપવી.
બ્લાડર કંટ્રોલ
ચાઈલ્ડ ને રેગ્યુલરલી બ્લાડર કંટ્રોલ માટેની ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવા માટે પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
1) ડેસ્મોપ્રેસીન
ડેસ્મોપ્રેસિન એ એન્ટિડાઇયુરેટિક હોર્મોન નું સિન્થેટિક ફોર્મ છે. આ પ્રકારની મેડીકેશન એ નાઇટટાઇમ પર યુરીન પ્રોડક્શન ને રીડયુઝ કરવા માટે હેલ્પ કરે છે.
2) એન્ટીકોલીનેર્જીક મેડીકેશન
એન્ટીકોલીનેરર્જીક મેડીકેશન બ્લાડર મસલ્સ ના કોન્ટ્રાકશન ને રીડ્યુઝ કરવા માટે હેલ્પ કરે છે.
Ex: Oxybutynin, Tolterodine.
3) ટ્રાયસાયક્લિક એન્ટીડીપ્રેસન્ટ
આ પ્રકારની મેડીકેશન એ બ્લાડર કંટ્રોલ એચીવ કરવા માટે તથા ડિપ સ્લિપ ને ઇન્ડ્યુસડ કરવા માટે હેલ્પ કરે છે. Ex: Amitriptyline, Nitroxazepine, Imipramine.
Nursing management of the child with the Enuresis (એન્યુરેસીસ વાળા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ ):
7.Internationally accepted rights of children – આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂર થયેલા બાળકોના હકો.
8.National immunization schedule for children – બાળકો માટેનું રસીકરણ પત્રક
1. Who is the father of pediatrics? ફાધર ઓફ પીડીયાટ્રિક્સ કોણ છે?
a. Abraham Maslow (અબ્રાહમ માસ્લો)
b. Abraham Linkon (અબ્રાહમ લિંકન)
✅c. Abraham Jacob (અબ્રાહમ જેકોબ)
d. George Hallet (જ્યોર્જ હેલટ)
2. Mother’s first breast milk is known as ? માતાના પ્રથમ સ્તનપાનના દૂધને શું કહેવાય છે?
a. Fore milk (ફોર મિલ્ક)
✅b. Colostrum (કોલોસ્ટ્રોમ)
c. Hind milk (હિન્દ મિલ્ક)
d. Transitional milk (ટ્રાન્ઝીશનલ મિલ્ક)
3. It is example of cyanotic heart disease…સાયનોટીક હાર્ટ ડિસીઝનુ ઉદાહરણ છે.
a. PDA (પી.ડી.એ.)
b. ASD (એ.એસ.ડી.)
c. VSD (વી.એસ.ડી.)
✅ d. Tetralogy of Fallot (ટેટ્રોલોજી ઓફ ફેલોટ)
4. Normal weight of new born in india is – ભારત મા નવજાત શિશુ નુ સમાન્ય વજન છે.
a. 2.4 Kg
b.3.9 Kg
✅ c. 2.8 Kg
d. 1.5 Kg
5. FIPV Vaccine given for protection against disease…FIPV રસી આ રોગ સામે રક્ષણ આપવા અપાય છે.
a. TB (ટીબી)
✅ b. Polio (પોલિયો)
c.Measles (મિસલ્સ)
d.Diarrhea (ડાએરિયા)
6. Rickets in Children occures due to Deficiency of…બાળકોમાં રિકેટ્સ આની ખામીના કારણે થાય છે.
a.Vita- A (વિટામિન એ)
✅ b. Vita – D (વિટામિન ડી)
c.Vita – E (વિટામિન ઈ)
d.Vita – K (વિટામીન કે)
7.Anterior Fontanelle Closes at age of…એન્ટિરિયર ફંટાનેલ આ ઉંમરે પુરાઈ છે.
✅ a. 18 Months (18 મહિના)
b.18 years (18 વર્ષ)
c.1.5Months (દોઢ મહિનો)
d.6 years (છ વર્ષ)
8. Eating of non- nutritive (Non – Edible)Substances is Known as…અખાદ્ય પદાર્થો ખાવા તેને કહેવાય.
a.Tics (ટીક્સ)
b.Enuresis (એન્યુરેસીસ)
✅ c. Pica (પાઇકા)
d.None of above (ઉપર માંથી એક પણ નહીં)
9. Wilm’s Tumors is Seen in…વિલ્મ્સ ટ્યુમર આમાં જોવા મળે છે.
a.Brain (બ્રેઇન)
b.lungs (લંગ્સ)
c.Heart (હાર્ટ)
✅ d. Kidney (કીડની)
10. Canula size used in neonate…નિયોનેટ માં આ સાઇઝની કેન્યુલા વપરાય છે.
a. 22
✅ b. 24
c. 20
d. 18
(B) Fill in the blanks, ખાલી જગ્યાઓ પૂરો. 10
1.Collection of C.S.F. in ventricles of brain is called …. બ્રેઇનના વેન્ટ્રીકલ્સમાં C.S.F નો ભરાવો થાય તેને …. કહે છે.👉 Hydrocephalus (હાઈડ્રોસેફેલસ)
2.Koplik’s spot is a sign of …. disease. કોપ્લીક સ્પોટ …. રોગની નિશાની છે.👉 Measles (મિસલ્સ)
3.Children’s day is celebrated on …. day in India. ભારતમાં બાળ દિવસ …. દિવસે ઉજવવામાં આવે છે.👉 14th November (૧૪મી નવેમ્બર)
4.Commonly first teeth appear at …. age in child. સામાન્ય રીતે પ્રથમ દાંત બાળકમાં …. ઉમરે આવે છે.👉 6 Months (૬ મહિને)
5.Head circumference & chest circumference are equal at …. માથાનો અને છાતીનો ઘેરાવો …. મહિને સરખા (સમાન) થાય છે.👉: 6 Months to 12 Months (6 થી 12 મહિના)
6.Commonly most vaccines are stored at temperature …. મોટા ભાગની રસી સામાન્ય રીતે …. તાપમાને સાચવવામાં આવે છે.👉 2°C to 8°C (૨°C થી ૮°C)
7.Full form of ICDS is…. ICDS નુ પુરું નામ….છે.👉 Integrated Child Development Services (ઈન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસેસ)
8.Tetanus is caused due to …. ટીટેનસ એ …. ના લીધે થાય છે. 👉bacterium Clostridium tetani (ક્લોસ્ટ્રિડિયમ ટેટાની બેક્ટેરિયા).
9.IMNCI Stands for…. IMNCI નું પુરું નામ……છે. 👉 Integrated Management of Neonatal and Childhood Illness (ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીઓનેટલ એન્ડ ચાઈલ્ડહુડ ઇલનેસ)
10.Down’s syndron is caused due to trisomy (abnormality) …. of chromosome. ડાઉન સિન્ડ્રોમ…. રંગસૂત્રની ખામી ( ટ્રાયસોમી )ના કારણે થાય છે.👉 21 (૨૧)
(C) state whether following statements are true or false. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 10
1. BCG vaccine is given on right arm of baby… બી.સી.જી. રસી બાળકના જમણા હાથના બાવળા પર આપવામાં આવે છે. ❌ False – ખોટું
BCG vaccine is administered in the left upper arm, not right.
બી.સી.જી. રસી બચ્ચાને ડાબા હાથના બાવળા પર આપવામાં આવે છે.
2. Hemophilia is more common in male children…હિમોફીલિયા મેલ બાળકોમાં વધુ જોવા મળે છે. ✅ True – સાચું
Hemophilia is an X-linked recessive disorder, hence more common in males.
હિમોફિલિયા એક X-લિંક્ડ રીસેસિવ બીમારી હોવાથી મેલ બાળકોમાં વધુ જોવા મળે છે.
3. In epispadiyasis child can pass urine without any difficulty and abnormality. એપીસ્પેડ્યાસીસ માં બાળક કોઇ પણ એબનોર્માલિટી અને તકલીફ વિના પેશાબ કરી શકે છે. ❌ False – ખોટું
In epispadiasis, the urethral opening is abnormal, leading to urinary issues.
એપીસ્પેડ્યાસીસમાં પેશાબ ની નળીનો ખુલાસો અસામાન્ય હોય છે, જેથી તકલીફ થવાની શક્યતા રહે છે.
4. Baby should be breast feed after 48 hours of birth…જન્મના 48 કલાક પછી બાળકને સ્તનપાન કરાવવું જોઇએ. ❌ False – ખોટું
Breastfeeding should begin within 1 hour of birth, not after 48 hours.
જન્મના 1 કલાકના અંદર સ્તનપાન શરુ કરવું આવશ્યક છે.
5. O.R.S. once prepared should be used in 24 hours… ઓ.આર.એસ. બનાવ્યા પછી ચોવીસ કલાકમાં વાપરી લેવું જોઈએ ✅ True – સાચું
Prepared ORS should be used within 24 hours only.
ORS દ્રાવણ 24 કલાકની અંદર વાપરવું જરૂરી છે.
6. Omicron Virus is Responsible for meningitis… મેનીન્જાઇટી થવા માટે ઓમીક્રોન વાયરસ જવાબદાર છે. ❌ False – ખોટું
Omicron is a variant of COVID-19 virus, not a cause of meningitis.
ઓમિક્રોન કોરોના વાયરસનો એક રુપાંતર છે, મેનીન્જાઇટિસ માટે જવાબદાર નથી.
7. Rice watery stool is suggestive of dysentery… ભાતના ઓસામણ જેવો ઝાડો મરડા નું સૂચન કરે છે. ❌ False – ખોટું
Rice watery stool is a sign of cholera, not dysentery.
ભાતના ઓસામણ જેવો ઝાડો કોલેરાની નિશાની છે, મરડાની નહીં.
8. Immediate health assessment of newborn child is done by APGAR Score… નવજાત શિશુની આરોગ્ય સ્થિતિ અંગેની તાત્કાલિક તપાસ કરવા માટે જન્મ વખતે APGAR સ્કોરનો ઉપયોગ થાય છે. ✅ True – સાચું
The APGAR Score is done at 1 and 5 minutes after birth to assess newborn’s health.
નવજાતના આરોગ્યનું મૂલ્યાંકન જન્મ પછી APGAR સ્કોર દ્વારા થાય છે.
9. Infant’ s eye and genitalia should not be covered while giving phototherapy. ફોટોથેરાપી આપતી વખતે ઇન્ફન્ટ ની આંખ અને જનનાંગોને ઢાંકવા જોઈએ નહીં. ❌ False – ખોટું During phototherapy, infant’s eyes and genitalia must be covered to prevent damage. ફોટોથેરાપી દરમિયાન આંખ અને જનનાંગોને ઢાંકવા જરૂરી છે.
10. Mid day meal program is also known as school lunch program… મીડ ડે પ્રોગ્રામ ની સ્કૂલ લંચ પ્રોગ્રામ પણ કહે છે. ✅ True – સાચું
Mid Day Meal Program is also referred to as the School Lunch Program.
મિડ ડે મિલને સ્કૂલ લંચ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે.