GNC.ANM-S.Y-MIDWIFERY-મિડવાઇફરી-SAMPLE PAPER
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
તારીખ 09/06/2025
પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) એબોર્શન એટલે શું? તેના પ્રકારો લખો.(03 માર્ક્સ)
Definition : એબોર્શન એટલે ગર્ભપાત
એબોર્શન (Abortion) એ એવી સ્થિતિ છે જેમાં ગર્ભધારણ પછી શિશુનો વિકાસ પૂર્ણ થયા પહેલાં, જ્યારે માસિક ચક્ર ચાલુ થવાનું બંધ થયું હોય તે પછી, ગર્ભને જાણબૂઝી કે કુદરતી રીતે અંત લાવવામાં આવે છે.
અથવા
એબોર્શન એટલે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પહેલાં ગર્ભનું સંપૂર્ણ અથવા અપૂર્ણ નુકસાન થવું. તે સ્વાભાવિક અથવા ઇચ્છિત હોઈ શકે છે. સ્વાભાવિક ગર્ભપાતને “મિસકેરેજ” પણ કહેવામાં આવે છે.
🔸એબોર્શનના મુખ્ય બે પ્રકાર છે.
૧) સ્પોન્ટેનીયસ – કુદરતી રીતે થાય છે.
૨) ઇન્ડ્યુસ – જેમાં એબોર્શન કૃત્રિમ રીતે કરવામાં આવે છે.
૧) હેબીચ્યુઅલ એબોર્શન (રીકરંટ એબોર્શન): ૨૦ વીક પહેલા જ્યારે સળંગ ત્રણ અથવા તેનાથી વધારે સ્પોન્ટેનિયસ એબોર્શન થાય છે. તેને હેબીચ્યુઅલ કહે છે.
૨) થેરાપ્યુટિક એબોર્શન: જેમાં ગર્ભાવસ્થાના કારણે માતા અને બાળકને જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિ હોય એટલે કે કોઈ પણ કારણસર ગર્ભ રાખી શકાય તેમ ન હોય તો ડોક્ટરના ઓર્ડર પ્રમાણે ગર્ભપાતની સલાહ આપે છે આ મેડિકલ એડવાઇઝ પછી દવાનો ઉપયોગ કરીને ગર્ભપાત કરવામાં આવે છે.
૩) ક્રિમિનલ એબોર્શન: જેમાં કોઈને ખબર ના પડે તેવી રીતે ચોરી છુપીથી ગર્ભપાત કરવામાં આવે છે કોઈપણ વ્યક્તિ દ્વારા સમાજની બીકથી કરવામાં આવે છે.
૪) સેપ્ટીક અબોર્શન: આ એબોર્શન દવાઓના ઉપયોગ કર્યા વગર ગામડાઓમાં કોઈપણ ઝાડાના મૂળિયા અથવા કોઈપણ દેશી દવાથી કરવામાં આવે છે આ બહારની વસ્તુઓ વજાયનામાં મૂકવાથી થાય છે. ઘણી વખત માતાનું મૃત્યુ પણ થાય છે.
૫) થ્રેટેન્ડ અબોર્શન: આ એક ક્લિનિકલ પ્રકારનું એબોર્શન છે જેમાં મિસકેરેજની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ હોય છે પરંતુ પ્રોગ્રેસની રિકવરી ઈમ્પોસિબલ હોય છે જેમાં ઓસ ડાયલેટેડ હોતું નથી.
૬) ઇનએવીટેબલ એબોર્શન: ક્લિનિકલ પ્રકારનું એબોર્શન છે જેમાં પ્રેગનેન્સી કંટીન્યુ કરવી ઈમ્પોસિબલ છે જેમાં ઓસ ડાયલેટેડ હોય છે.
(૨) PPH ના મેનેજમેન્ટમાં ANM ની ભૂમિકા વર્ણવો.(04 માર્ક્સ)
PPH (પોસ્ટપાર્ટમ હેમોરેજ) એ પ્રસવ પછી વધુ રક્તસ્ત્રાવ થવાની સ્થિતિ છે, જેમાં 500 mL કરતાં વધુ (normal delivery) કે 1000 mL કરતાં વધુ (C-section) રક્તસ્ત્રાવ થાય છે.
🔸ANM (એ.એન.એમ)ની મુખ્ય ભૂમિકા PPH ના મેનેજમેન્ટમાં:
1. જલ્દી ઓળખ કરવી (Early Identification)
2. તાત્કાલિક પ્રથમ સારવાર (Immediate First Aid)
3. ડોક્ટરને તાત્કાલિક જાણ કરવી (Referral Preparation)
4. સહાય અને ટેકનિકલ કામગીરી
5. મહિલાને અને કુટુંબને આરોગ્ય શિક્ષણ આપવું
(૩) જોખમી પેગનન્સી વિશે લખો.(05 માર્ક્સ)
જોખમી ગર્ભાવસ્થા એ એવી સ્થિતિ છે જેમાં માતા કે બાળ માટે ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસવ સમયે કે પ્રસવ પછી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જોખમો હોય છે. આવી ગર્ભાવસ્થા સામાન્ય કરતાં વધારે નિરીક્ષણ, સારવાર અને કાળજી માંગે છે.
🔸જોખમી ગર્ભાવસ્થા માટે જવાબદાર મુખ્ય કારણો
🔸જોખમોની અસર
🔸ANM અથવા આરોગ્યકર્મીની ભૂમિકા
🔸નિવારણ અને નિયંત્રણ (Prevention & Control)
પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (12 માર્ક્સ)
(1) નોર્મલ લેબર : નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમાં ફીટસ, પ્લાસેન્ટા અને મેમ્બ્રેન યુટરસમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટરસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખુ શરીર ભાગ ભજવે છે. આ લેબર શબ્દ 28 વીકની પ્રેગનેન્સી બાદ જ વપરાય છે. જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે. જ્યારે ફિટસ તેના સમય અને વર્ટેક્ષ પ્રેઝન્ટેશનથી જન્મે આ આખી ક્રિયા કુદરતી રીતે માતાના પ્રયાસથી જ બને. તેનો સમય 18 કલાકથી વધુ ન થાય તેમ જ કોઈપણ જાતની કોમ્પ્લિકેશન ઉભી ન થાય તેને નોર્મલ લેબર કહે છે.
(૨) ફીટલ ડીસ્ટ્રેસ : એફ.એચ.એસ. વધીને 160 કે તેનાથી વધારે થાય અથવા ઘટીને 100 થી પણ ઓછા થઈ જાય ત્યારે ફીટલ ડિસ્ટ્રેસ થઈ શકે છે.
(૩) એન્ટીનેટલ કેર : એન્ટિનેટલ કેર એટલે સગર્ભા સ્ત્રીનું રજીસ્ટ્રેશનથી શરૂ કરીને પ્રેગનેન્સીના છેલ્લા સમય સુધી કરવામાં આવતી જુદી જુદી સંભાળને એન્ટીનેટલ કેર કહેવામાં આવે છે.
(૪) ડીનોમીનેટર : ડિનોમીનેટર એવો ભાગ છે કે જે કયું પ્રેઝન્ટેશન છે તે નક્કી કરવા માટે ઉપયોગી છે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે. અથવા દરેક પ્રેઝન્ટેશનમાં તેનો અમુક ડીનોમીટર તરીકે નક્કી કરવામાં આવે છે. જેના પરથી ફીટસની પોઝિશન નક્કી થાય છે પોઝિશન પ્રમાણે ડીનોમીનેટર નીચે મુજબ છે.
(૫) લાઈ : લાઈ એટલે યુટરસના લંબાઈવાળા ધરી સાથે ફીટસનો લંબાઈવાળો ધરી (એક્સીસ) કેવી રીતે આવેલ છે તેને લાઇ કહે છે.
લાઈ નીચે પ્રમાણે જોવા મળે છે.
(૬) લેક્ટેશન : બ્રેસ્ટમાં મિલ્ક ઉત્પન્ન થવાની ક્રિયા પ્રેગ્નન્સી દરમિયાન ચાર મહિનામા થાય છે, પરંતુ લેબર પેઇન શરૂ થાય ત્યારથી તે બેબી આઉટ થાય અને યુટરસ ખાલી થાય તે દરમિયાન બ્રેસ્ટમાં મિલ્ક ઉત્પન્ન થાય છે, જે ક્રિયાને લેકટેશન કહેવામાં આવે છે. જેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન ઓછા થઈ જાય છે અને પિટ્યુટરી ગ્લેન્ડ પોસ્ટીરીયર લોબમાંથી પ્રોલેક્ટીન નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે અને આ હોર્મોન મિલ્ક ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ડીલેવરી પછી મિલ્કમાં કોલેસ્ટ્રોમ નામનું અતિ મહત્વનું તત્વ ઉત્પન્ન થાય છે. તેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે સાથે સાથે એન્ટીબોડી પણ હોય છે. કોલેસ્ટ્રોમ લેક્ઝેટીવ હોવાના કારણે બાળકના શરીરનું મ્યુકેનિયમ બહાર આવે છે. કોલેસ્ટ્રોમથી બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે છે. જેથી બાળકને કોલેસ્ટ્રોમ આપવું જરૂરી છે. જન્મ પછી બાળકને તરત જ બ્રેસ્ટ ફીડ આપવું જોઈએ.
(9) નક્લીપારા : જો યુટરસ પ્રેગનેટ થયા પછી ફુલ ટર્મ સુધી ન પહોંચે તેને નલીપારા કહે છે. (જેમાં એબોર્શન હોય અથવા ન પણ હોય)
(૮) સબ ઈન્વોલ્યુશન ઓફ યુટ્સ :પરપ્યુરીયમ પિરિયડ દરમિયાન લગભગ એક વીક સુધી ફંડલ હાઇટ સતત ઊંચા લેવલ સુધી જોવામાં આવે તો તેને સબ ઈનવોલ્યુશન ઓફ યુટરસ કહે છે.
પ્રશ્ન-૬ (અ) ખાલી જગ્યા પુરો(05 માર્ક્સ).
(૧) ફીટલ સ્કલનો સૌથી મોટા ડાયામીટરનુ નામ ………અને તે…….. સેમી છે. Mentovertical (મેન્ટોવર્ટિકલ) , 14 સેમી
(૨) MTP નો કાયદો…….. ની સાલમાં અમલમાં આવ્યો. 1972
(૩) ફેલોપીયન ટયુબની સામાન્ય લંબાઈ ………છે. 10 સે.મી.
(૪) અંબેલીકલ કોર્ડમાં ………વેઈન અને ……….આર્ટરી હોય છે. 1 વેઈન અને 2 આર્ટરી
(૫) નોર્મલ લેબરને ……….પણ કહેવાય છે.Eutocia (યુટોસીયા) અથવા Spontaneous Vaginal Delivery (સ્પોન્ટેનિયસ વજાયનલ ડીલેવરી)
(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.(05 માર્ક્સ)
(૧) કવીકનીંગ એટલે લેબરના સમયે અવારનવાર થતો પેટનો દુઃખાવો.❌
(૨) MgSo4 ના એન્ટીડોટ તરીકે કોપર સલ્ફેટ દવા વપરાય છે.❌
(૩) થ્રેટન્ડ એબોર્શન નિવારી શકાય છે.✅
(૪) નવજાત શિશુંનો શરૂઆતનો મળ મલીના નામથી ઓળખાય છે.❌
(૫) યુટ્સ બહારની પ્રેગનન્સી એટલે મલ્ટીપલ પ્રેગનન્સી.❌
પ્રશ્ન-૬ (ક) નીચેનાના પૂર્ણ રૂપ લખો. (કોઈપણ પાંચ)(05 માર્ક્સ)
(1) PPIUCD – Postpartum Intrauterine Contraceptive Device (પોસ્ટ પાર્ટમ ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપટીવ ડિવાઇસ)
(2) EDD – Expected Date of Delivery (એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી)
(3) PROM – Premature Rupture of Membranes(પ્રીમેચ્યોર રપચર ઓફ મેમ્બ્રેન)
(4) PIH – Pregnancy Induced Hypertension (પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઈપરટેન્શન)
(5) ENBC – Essential Newborn Care (એસેન્સિયલ ન્યુ બોર્ન કેર)