ANATOMY REPRODUCTIVE SYSTEM (PART :2) MALE

REPRODUCTIVE SYSTEM MALE (મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ):

  • મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એ મેલ ના યુરીનરી સિસ્ટમ ની સાથે-સાથે જ હોય છે. મેલ ના યુરેથ્રાનો (યુરીનરી ઓપનિંગ) યુરીનરી અને જેનાઇટલ બંને સિસ્ટમ મા સામેલ થાય છે.
  • મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ની અંદર એક્સ્ટર્નલ અને ઇન્ટર્નલ ઓર્ગન સામેલ થાય છે.

(Structure and Functions of Male Reproductive System) મેલ રિપ્રોડક્ટીવ સિસ્ટમનું સ્ટ્રક્ચર તથા ફંક્શન્સ:

ઇન્ટ્રોડક્શન (Introduction):

મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ મેલ ના બોડી માં રિપ્રોડક્ટીવ ફંક્શન્સ માટે રિસ્પોન્સીબલ હોય છે. તેનું મુખ્ય ફંક્શન્સ છે સ્પર્મ (Sperm) પ્રોડ્યુસ કરવું, નરિસ્ડ (Nourished) કરવું અને તેને ફીમેલ ના રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ (Reproductive tract) સુધી પહોંચાડવું. આ સિસ્ટમમાં ઇન્ટર્નલ તથા એક્સટર્નલ ઓર્ગન્સ નો સમાવેશ થાય છે, અને દરેક ઓર્ગન નું સ્પેસિફીક સ્ટ્રક્ચર તથા એક્સક્લુઝીવ ફંક્શન્સ હોય છે. આ ઓર્ગન્સ નું પરસ્પર સંકલન મેલ ની રિપ્રોડક્ટીવ એબીલીટી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે.

ઇન્ટર્નલ ઓર્ગન્સ (Internal Organs):

ટેસ્ટીસ (Testes):

ટેસ્ટીસ એ ઓવેલ સેપ ના ઓર્ગન્સ છે અને તે 2 હોય છે, જે સ્ક્રોટમ (Scrotum) નામની સ્કીન ની થેલીની અંદર રહેલા હોય છે. દરેક ટેસ્ટિસ અંદાજે 4–5 સેન્ટીમીટર લાંબું હોય છે તે 5 સેમી લાંબી અને 2.5 સેમી પહોડી હોય છે. તેનો વજન 10 થી 15 ગ્રામ હોય છે. ટેસ્ટીસની અંદર હજારો સેમિનિફેરસ ટ્યૂબ્યુલ્સ (Seminiferous tubules) હોય છે, જ્યાં સ્પર્મેટોજેનેસિસ (Spermatogenesis) થાય છે : એટલે કે સ્પર્મનું પ્રોડક્શન્સ. ટેસ્ટીસમાં રહેલા લેઈડિગ સેલ્સ (Leydig cells) દ્વારા ટેસ્ટોસ્ટેરોન (Testosterone) હોર્મોન ઉત્પન્ન થાય છે, જે સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેકહટેરાઇસ્ટીક્સ : for example, ઊંડો અવાજ, દાઢી-મૂછ, મસલ ડેવલપમેન્ટ—માટે જવાબદાર છે.

ફિટલ પેરિયડ એટલે કે બાળક જ્યારે ગર્ભાશય મા હોય ત્યારે ટેસ્ટીસ એબ્ડોમીન મા હોય છે. 32 મા અઠવાડિયે આ ટેસ્ટીસ નીચે સ્ક્રોટમ મા આવી જાય છે એટલે કે ડિસેંટ થાય છે.
ટેસ્ટીસ ના ત્રણ લેયર હોય છે :-

ટ્યુનિકા વસ્ક્યુલોસા (Tunica Vasculosa) :- આના નામની જેમ વાસ્ક્યુલર આટલે કે જેનુ રિલેશન બ્લડ સાથે હોય છે એવિજ રીતે આ લેયર માં કેપિલરી નુ નેટવર્ક હોય છે અને કનેક્ટિવ ટીસ્યુ થી બનેલૂ હોય છે.

ટ્યુનિકા વજાનાઈલીસ(Tunica Vaginalis) :- તે 2 લેયર નુ બનેલુ હોય છે. પરાઈટલ અને વીસેરલ અને આની વચે કેવિટી હોય છે. તે ટેસ્ટીસ ને બધી જ બાજુ થી કવર કરે છે પણ પાછડ ની બાજુ એ કવર કરતુ નથી.

ટ્યુનિકા આલ્બુગીનીય (Tunica Albuginea) :- આ એક ફાઇબ્રસ કવરીંગ લેયર છે, અને ટ્યુનિકા વજાનાઈલીસ ની નીચે આવેલુ હોય છે અને આ ઇન ગ્રોથ કરે છે અને ટેસ્ટીસ ના ગ્લેંડ્યુલર લોબ ને અલગ કરે છે.

HORMONS: મેઈલના હોર્મોન્સ અને સ્પર્મેટોઝુઆનું બંધારણ :–

MEN’S HORMON મેઈલના હોર્મોન્સ :-
સ્ત્રીઓની માફક પુરુષોમાં પણ અંત:સ્ત્રાવો ઉત્પન્ન થાય છે, પરંતુ તે પુનરાવર્તિત હોતા નથી. ફોલીકયુલ
સ્ટીમ્યુલેટીંગ હોર્મોન સેમીનીરસ ટયુબ્યુલ્સ તરીકે કાર્ય કરે છે,જે સ્પર્મના ઉત્પાદન માટે જરૂરી છે. લ્યુટીનાઈઝીંગ હોમોૅન ઇન્ટર સ્ટીસીયલ સેલ તરીકે કાર્ય કરે છે, જે ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન માટે જરૂરી છે.

ટેસ્ટોસ્ટેરોન (Testotorone):-
વ્યકિતની અમુક લાક્ષણિકતાઓ માટે આ જવાબદાર છે. દા.ત. અવાજ, રીપ્રોડકટરી ઓર્ગન્સનો વિકાસ, છાતી, દાઢી,એકઝીલા તથા પ્યુબીસ પર વાળનો વિકાસ વગેરે.

એપિડિડિમિસ (Epididymis):

એપિડિડિમિસ લાંબી અને સૂક્ષ્મ નળી છે જે ટેસ્ટિસની પાછળ જોડાયેલી હોય છે. તે સેમિનિફેરસ ટ્યૂબ્યુલ્સમાંથી બહાર આવેલા ઇમમેચ્યોર સ્પર્મને સાચવે છે અને તેને પરિપક્વ બનાવી ઈજાક્યુલેશન માટે તૈયાર કરે છે. અહીંથી સ્પર્મ વાસ ડીફરન્સ (Vas deferens) તરફ જાય છે.

વાસ ડીફરન્સ (Vas deferens):

આ નળી એપિડિડિમિસથી સ્ટાર્ટ થાય છે અને પેલ્વિક એરિયા માંથી પસાર થઈને સેમિનલ વેસિકલ્સ (Seminal vesicles) સાથે જોડાય છે. તેનું કાર્ય છે સ્પર્મને યુરેથ્રા સુધી ટ્રાન્સપોર્ટ કરવું.

સેમિનલ વેસિકલ્સ (Seminal Vesicles):

આ જોડિયા ગ્લેન્ડ્સ એ બ્લાડર (Bladder) ની પાછળ આવેલી હોય છે. તે પ્રવાહી ઉત્પન્ન કરે છે જેમાં ફ્રુકટોઝ (Fructose) અને પોષક તત્ત્વો હોય છે, જે સ્પર્મ માટે એનર્જી નો સોર્સ હોય છે. આ પ્રવાહી સીમન (Semen) નું મોટું પ્રમાણ બનાવે છે (લગભગ 60%).

પ્રોસ્ટેટ ગ્લેન્ડ (Prostate Gland):

પ્રોસ્ટેટ ગ્લેન્ડ બ્લાડર ની નીચે અને યુરેથ્રા (Urethra) ને ઘેરીને આવેલી એકમાત્ર ગ્લેન્ડ છે. તે મિલ્ક જેવું થીન ફ્લુઇડ આપે છે જે સ્પર્મની મોટીલીટી (Motility) વધારવામાં અને ફીમેલ ના વજાઇનલ કેનાલ માં ટકી રહેવામાં મદદરૂપ થાય છે.

બલ્બોએયુરેથ્રલ ગ્લેન્ડ્સ (Bulbourethral Glands):

આ નાની જોડી ગ્રંથિઓ છે જે પીનિસના મૂળ ભાગે યુરેથ્રાની આસપાસ પ્રેઝન્ટ છે. આ ગ્લેન્ડ્સ એ ચીકણું અને ક્ષારયુક્ત પ્રવાહી ઉત્પન્ન કરે છે, જે યુરેથ્રાને એસિડ મુક્ત બનાવે છે અને ઇજાક્યુલેશન પહેલાં ચીકણાશ (stickiness) આપે છે.

યુરેથ્રા (Urethra):

યુરેથ્રા એ નળી છે જે યુરિન (Urine) અને સીમન બન્નેને બહાર લાવવાનો માર્ગ છે. ઇજાક્યુલેશન સમયે સ્પર્મ પેનિસ મારફતે યુરેથ્રાથી બહાર જાય છે.

એક્સટર્નલ ઓર્ગન્સ (External Organs):

Scrotum (સ્ક્રોટમ):

  • સ્ક્રોટમ એ સ્કીન નુ આઉટર પાઉચિંગ છે. તે ટેસ્ટીસ ને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. તે 2 કોથડી (સેક) જેવા સ્ટ્રક્ચર મા ડિવાઈડ થાય છે.સ્ક્રોટમ એ સ્કીન ની થેલી છે જેમાં ટેસ્ટીસ રહેલા હોય છે. તેનું કાર્ય છે ટેસ્ટીસને શરીરના તાપમાન કરતાં લગભગ 2°C ઓછું રાખવું, જેથી સ્પર્મેટોજેનેસિસ યોગ્ય રીતે ચાલે.
  • તે સિંફાઈસિસ પ્યુબિસ ની સામે, થાય ના અપર પાર્ટ માં અને પેનિસ ની પાછડ અને નીચેની બાજુએ આવેલુ હોય છે.

Penis (પેનિસ):

  • પેનિસ એ એક્સટર્નલ ઓર્ગન્સ છે જે Copulatory organ તરીકે કાર્ય કરે છે. પેનિસ એક ઇરેકટાઈલ (સ્ટ્રેચ થય શકે અને ફ્લેક્સિબલ હોય તેવી ટીસ્યુ )ટીસ્યુ થી બનેલુ સિલિન્ડ્રીકલ (નડાકાર) આકાર નુ ઓર્ગન છે.
  • તેમા ઉપર ના ટીસ્યુ આવેલા હોય છે. તેને કોર્પોરા કેવેર્નોસા કહેવાય છે. સ્મોલર પાર્ટ અને લોવર પાર્ટ ને કોર્પસ સ્પોઞ્જોસમ કહેવાય છે અને તે યુરેથ્રા પાસે આવેલુ હોય છે. કોર્પોરા કેવેર્નોઝા મડી ને એક બલ્જિંગ પાર્ટ ને ગ્લાન્સ પેનિસ કહેવાય છે.
  • તેમા તેની ઉપર જે સ્કીન આવેલી હોય છે, તેને પ્રિપ્યુસ અથવા તો ફોરસ્કીન કહેવાય છે.
  • તેમા ટર્મિનલ પોર્શન બ્લડ થી ભરાયેલો હોય છે. જે ઓર્ગન ને રિજિડ અને પેનિસ ને ડાયામિટર અને લંબાઈ ને વધારી ને એન્લાર્જ કરે છે અને આ પ્રોસેસ ને ઇરેક્સશન પ્રોસેસ કહેવાય છે. તે સેક્સ દરમિયાન હેલ્પ કરે છે.

સીમન (Semen):

સીમન એ ફ્લુઇડ છે જેમાં સ્પર્મ અને વિવિધ ગ્લેન્ડ ના પ્રવાહોનું મિશ્રણ હોય છે. તેમાં પોષક તત્વો, રક્ષણાત્મક પદાર્થો અને એન્જાઇમ્સ હોય છે, જે સ્પર્મના જીવનકાળ અને ગતિશીલતા જાળવવામાં મદદ કરે છે.

SPERMATOZOA (SPERM) શુક્રાણુઓનું બંધારણ :-

સ્પર્મનું બંધારણ (Structure of Sperm):

સ્પર્મ (Sperm) એ મેલ રિપ્રોક્ટીવ સેલ (Male reproductive cell) છે, જે રિપ્રોડક્શન પ્રોસેસ માં એગ (Egg) સાથે ફ્યુઝન થયને ફર્ટિલાઈઝેશન (Fertilization) કરે છે. સ્પર્મનું બંધારણ ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત થાય છે:

1.હેડ (Head):

હેડ (Head) સ્પર્મનું સૌથી અગત્યનું ભાગ છે જેમાં ન્યુક્લિયસ (Nucleus) અને એક્રોસોમ (Acrosome) હોય છે.

ન્યુક્લિયસ (Nucleus): આમાં મેલ નું જિનેટિક મટિરિયલ (Genetic material) હોય છે, જેમાં 23 ક્રોમોઝોમ્સ (Chromosomes) હોય છે.

એક્રોસોમ (Acrosome): આ એક સ્પેશિયલ સેક (Sac) છે, જે એન્જાઈમ્સ (Enzymes)થી ભરેલું હોય છે. આ એન્જાઈમ્સ એગની બહારની મેમ્બ્રેન (Membrane)ને પંક્ચર (Puncture) કરીને સ્પર્મને અંદર પ્રવેશવા દે છે.

2.મિડપીસ (Midpiece):

  • મિડપીસ (Midpiece) એ એનર્જી પ્રોવાઇડ કરતો ભાગ છે.
  • અહીં માઇટોકોન્ડ્રિયા (Mitochondria) ની ઊંચી સંખ્યા હોય છે, જે એટીપી (ATP) પ્રોડ્યુસ કરે છે, જે સ્પર્મની મૂવમેન્ટ માટે જરૂરી એનર્જી આપે છે.
  • મિડપીસ માથું અને ટેલ વચ્ચેનો જોઇન્ટ છે.

3.પૂંછ / ટેઇલ (Tail):

  • ટેઇલ (Tail) અથવા ફ્લેજેલમ (Flagellum) એક લાંબી, પાતળી રચના છે જે સ્પર્મને આગળ ધપાવવાનું કાર્ય કરે છે.
  • ટેઇલની હલનચલન (Whip-like motion) ના કારણે સ્પર્મ એગ તરફ ટ્રાન્સપોર્ટ થય શકે છે.
  • ટેઇલની અંદર એક્સનિમા (Axoneme) નામની માઈક્રોટ્યુબ્યુલ્સ (Microtubules) થી બનેલી સ્ટ્રક્ચર હોય છે.

સ્પર્મનું બંધારણ અસરકારક રીતે રચાયેલું હોય છે જેથી તે ફીમેલ ના રિપ્રોડક્ટિવ ટ્રેક (Reproductive tract) માંથી પસાર થઈને એગ સુધી પહોંચી શકે અને ફર્ટિલાઈઝેશન કરી શકે. દરેક ભાગનો સ્પેસિફીક અને ઇમ્પોર્ટન્ટ રોલ છે જે સ્પર્મની ફંક્શનલ એબીલીટી નિર્ધારિત કરે છે.

Urethra (યુરેથ્રા):

યુરીનરી સિસ્ટમ અને મેલ રિપ્રોડકટિવ સિસ્ટમ ના સૌથી બહાર ના ઓપનિંગ ને યુરેથ્રા કહેવાય છે. યુરેથ્રા ના 2 કાર્યો છે. એક યુરીન ફ્લો આઉટ કરવો અને બીજુ સિમેન (વિર્ય) નુ સિક્રિશન કરવુ.

મેલ નુ યુરેથ્રા ફિમેલ કરતા લાંબુ હોય છે. તે 19 થી 20 સેમી હોય છે. તેના ત્રણ ભાગ પડે છે.

1. Prostetic Urethra (પ્રોસ્ટેટિક યુરેથ્રા) :- તે 2 થી 3 સેમી લાંબુ હોય છે. તે પ્રોસ્ટેટ ગ્લેંડ માથી પાસ થાય છે.

2.Membraneous Urethra (મેમ્બરેનસ યુરેથ્રા) :- તે 1 સેમી લાંબુ હોય છે . ઇશ્ચિયલ અને પ્યુબિક રેમી ની વચ્ચે એક મસ્ક્યુલર પાર્ટીશન છે.

3. Spongy Penial Urethra (સ્પોંજી પિનાઇલ યુરેથ્રા):- તે 15 થી 20 સેમી લાંબુ હોય છે અને તે યુરેથ્રલ ઓરિફિસ સુધી લંબાયેલ હોય છે.

Functions of the Male Reproductive System (મેલ રિપ્રોડક્ટીવ સિસ્ટમના ફંક્શન્સ):

Male Reproductive System (મેલ રિપ્રોડક્ટીવ સિસ્ટમ) મેલ માં રિપ્રોડક્શન માટે જવાબદાર હોય છે. આ તંત્રના વિવિધ અંગો સમન્વિત રીતે કામ કરીને Sperm (સ્પર્મ)નું પ્રોડક્શન, મેચ્યુરેશન, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને Female Reproductive Tract (ફીમેલ રિપ્રોડક્ટીવ ટ્રેક્ટ) સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.

Spermatogenesis (સ્પર્મેટોજેનેસિસ):

Testes (ટેસ્ટિસ) એટલે કે મેલ માં Seminiferous Tubules (સેમિનીફેરસ ટ્યૂબ્યુલ્સ) નામની નળી જેવી રચનાઓમાં Sperm (સ્પર્મ)નું પ્રોડક્શન થાય છે. આ પ્રક્રિયા Testosterone (ટેસ્ટોસ્ટેરોન) હોર્મોનના અસર હેઠળ ચાલે છે. Spermatogenesis (સ્પર્મેટોજેનેસિસ) યૌવનાવસ્થા બાદ જીવનભર ચાલુ રહે છે.

Hormone Production (હોર્મોન પ્રોડક્શન):

Testes (ટેસ્ટિસ) દ્વારા Testosterone (ટેસ્ટોસ્ટેરોન) નામનું ઇમ્પોર્ટન્ટ હોર્મોન ઉત્પન્ન થાય છે, જે મેલ ના Secondry Sexual Characteristics (સેકન્ડરી સેક્સ્યુઅલ કૅરેક્ટરિસ્ટિક્સ) જેમ કે અવાજમાં ઘેરવટ, શરીર ઉપર વાળનો વિકાસ, દાઢી અને મૂછ, પેશીઓની વૃદ્ધિ વગેરે માટે જવાબદાર છે.

Storage and Maturation of Sperm (સ્પર્મનો સ્ટોરેજ અને મેચ્યુરેશન):

Testes (ટેસ્ટિસ) માં ઉત્પન્ન થયેલા ઇમમેચ્યોર Sperm (સ્પર્મ)ને Epididymis (એપિડિડિમિસ) માં સંગ્રહ કરવામાં આવે છે, જ્યાં તે પુર્ણ વિકાસ પામે છે. આ પ્રક્રિયામાં સ્પર્મ જાતીય રીતે સક્રિય બનવા માટે તૈયાર થાય છે.

Transport of Sperm (સ્પર્મનો ટ્રાન્સપોર્ટ):

Mature Sperm (મેચ્યોર સ્પર્મ) Epididymis (એપિડિડિમિસ) થી Vas Deferens (વાસ ડિફરન્સ) મારફતે Ampulla (એમ્પ્યુલા) અને Seminal Vesicles (સેમિનલ વેસિકલ્સ) સુધી પહોંચે છે. અહીંથી તે Seminal Fluid (સેમિનલ ફ્લૂઇડ) સાથે મિશ્ર થઈને Semen (સીમેન)નું નિર્માણ કરે છે.

Ejaculation (ઇજાક્યુલેશન):

Semen (સીમેન), જેમાં Sperm (સ્પર્મ) હોય છે, Urethra (યુરિથ્રા) મારફતે Penis (પેનિસ) દ્વારા શરીરના બહાર નીકળે છે. આ ક્રિયા Ejaculation (ઇજાક્યુલેશન) તરીકે ઓળખાય છે. તે સેક્સ્યુઅલ એક્ટિવીટી દરમિયાન થાય છે અને Female Reproductive Tract (ફીમેલ રિપ્રોડક્ટીવ ટ્રેક્ટ) સુધી સ્પર્મ પહોંચાડે છે.

Copulation (કોપ્યુલેશન):

Penis (પેનિસ) દ્વારા Female Vagina (ફીમેલ વજાયના) માં Semen (સીમેન)નું ટ્રાન્સપોર્ટ થવાનું કાર્ય Copulation (કોપ્યુલેશન) કહેવાય છે. આ પ્રક્રિયા દ્વારા Sperm (સ્પર્મ) ફીમેલ ના Ovum (ઓવમ) સુધી પહોંચે છે અને Fertilization (ફર્ટિલાઇઝેશન) શક્ય બને છે.

મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો મુખ્ય હેતુ છે:

  • સ્પર્મ પ્રોડ્યુસ કરવું
  • નરિસમેન્ટ આપવું
  • તેમને સાચવવું
  • અને યોગ્ય સમયે ફીમેલ ના રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ સુધી ટ્રાન્સપોર્ટ કરવું.

આમાં ઇનવોલ્વ થતા દરેક ઓર્ગન્સ : જેમ કે ટેસ્ટીસ, એપિડિડિમિસ, વાસ ડીફરન્સ, સેમિનલ વેસિકલ્સ, પ્રોસ્ટેટ ગ્લેન્ડ, બલ્બોએયુરેથ્રલ ગ્લેન્ડ્સ, યુરેથ્રા, પીનિસ અને સ્ક્રોટમ—એ પોતપોતાના કાર્યમાં અનિવાર્ય છે. આ તંત્ર સંપૂર્ણ રીતે કાર્ય કરે ત્યારે મેલ રિપ્રોડક્શન માટે એબલ બને છે.

Published
Categorized as GNM-ANATOMY-FULL COURSE, Uncategorised