skip to main content

General Nursing & Midwifery (First Year)-FOUNDATION OF NURSING-25/09/2024

FOUNDATION OF NURSING-25/09/2024

Q-1 a. Define hospital – હોસ્પિટલની વ્યાખ્યા આપો.03

પેશન્ટની દેખભાળ તથા અકસ્માત વગેરેના કારણે જખમી થયેલા વ્યક્તિના ઉપચાર કરવા માટેની સંસ્થા એટલે હોસ્પિટલ Hospital શબ્દ Hospus પરથી ઉતરી આવ્યો છે Hospus નો અર્થ મહેમાન થાય છે એટલે કે અહીં આવનાર પેશન્ટ એ મહેમાન અને તેની દેખભાળ કરનારી સંસ્થા એટલે હોસ્પિટલ બીમાર લોકોની નિરોગી કરવાનું કામ હોસ્પિટલમાં થાય છે.

હોસ્પિટલ એક એવી સંસ્થા છે જ્યાં એક થી વધારે લોકો એક જ ધ્યેય માટે કામ કરતા હોય છે હોસ્પિટલમાં આપણું ધ્યેય આરોગ્ય માટે કામ કરવાનો છે અને જ્યાં બીમાર વ્યક્તિના રોગનું નિદાન કરવું તેમજ તેને કોમ્પ્રિહેન્સિવ કેર આપવામાં આવે છે તેવી સંસ્થા અહીં કામ કરતા લોકોની ટીમને હેલ્થ ટીમ કહે છે.આ હેલ્થ ટીમમાં ડોક્ટર નર્સ સોશિયલ વર્કર સર્વન્ટ અને ટેકનિશિયન નો સમાવેશ થાય છે હોસ્પિટલે કોમ્યુનિટી એજન્સી છે સમાજના કોઈપણ ગ્રુપમાંથી વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલમાં આવી શકે છે તેમજ હેલ્થ ટીમ એ દરેક વ્યક્તિના ધર્મ જાતિ ઉંમર વગેરે કોઈપણ પ્રકાર/ના ભેદભાવ રાખ્યા વિના સારવાર આપે છે હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે તે હોસ્પિટલનો ગેસ્ટ હોય છે અને તે સારો થઈને ઘરે જાય છે આ સમય દરમિયાન તેમનામાં હોસ્પિટલ ની ઈમેજ બંધાય છે તેને સારી સારવાર આપવામાં આવી હોય તો તેને તો તે સારી ઈમેજ લઈને જાય છે.

b. List of different departments of hospital. – હોસ્પિટલના વિવિધ વિભાગોની યાદી બનાવો.04

List of Clinical Departments in a Hospital:

  1. કેઝ્યુલટી ડીપાર્ટમેન્ટ : ઇમરજન્સી મેડિકલ કેર આપવા
  2. ઓપરેશન થિયેટર (OT): સર્જીકલ પ્રોસીઝર કરવા .
  3. ઇન્ટેનસીવ કેર યૂનિટ (ICU): સ્પેશ્યલ ક્રિટિકલ પેશન્ટ માટે
  4. નેસ્થેસિયોલોજી ડીપાર્ટમેન્ટ : એનેસ્થેસિયા આપવા
  5. કાર્ડિયોલોજી : હાર્ટ માટે
  6. ENT : આંખ ,કાન અને ગળું
  7. ગાયનેકોલોજી ડીપાર્ટમેન્ટ :- સ્ત્રી રોગ માટે
  8. પેડિયાટ્રિક ડીપાર્ટમેન્ટ :- બાળકો માટે
  9. ન્યૂરો લોજી ડીપાર્ટમેન્ટ
  10. ઓનકોલોજીડીપાર્ટમેન્ટ કેન્સર માટે
  11. ઓપથલમો ડીપાર્ટમેન્ટ આંખ માટે
  12. ઓર્થોપેડિક ડીપાર્ટમેન્ટ હાડકાં નો વિભાગ
  13. યુરોલઓજી ડીપાર્ટમેન્ટ
  14. સાઇકિયાટ્રી ડીપાર્ટમેન્ટ માનસિક રોગ વિભાગ
  15. ઇન્ડોર પેશન્ટડીપાર્ટમેન્ટ (IPD): દાખલ પેશન્ટ માટે
  16. આઉટડોર ડીપાર્ટમેન્ટ
  17. નર્સિંગ ડીપાર્ટમેન્ટ
  18. ફાર્મસી ડીપાર્ટમેન્ટ
  19. લેબોરેટરીડીપાર્ટમેન્ટ
  20. એડમિનિસ્ટ્રેટિવ ડીપાર્ટમેન્ટ

c. Write down functions of the hospital. હોસ્પિટલના કાર્યો લખો.05

ફંક્શન ઓફ હોસ્પિટલ:

પેશન્ટ કેર

પેશન્ટની કાળજી લેવી હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીની તમામ પ્રકારની કાળજી લેવાય એડમિશનથી માંડીને તેના ડીચાર્જ સુધી તેની નર્સિંગ કેર અને અન્ય જરૂરિયાત પૂરી પડાય છે અને આ ઉપરાંત ઈમરજન્સીમાં 24 કલાક સારવાર આપવામાં આવે છે

પ્રીવેન્શન ઓફ ડીસીઝ

પ્રીવેન્શન ઇસ બેટર હોસ્પિટલ ના ડોક્ટર સાથે મળીને પેશન્ટના રોગનું prevention કરે છે રોગને થતો અટકાવવા માટે તેના માટે ઇમ્યુનાઈઝેશન અગાઉથી જ કરવામાં આવે છે આ ઉપરાંત હોસ્પિટલમાં રોગો થતા અટકાવવા જરૂરી સફાઈ અને અન્ય કામગીરી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે

પ્રમોશન ઓફ હેલ્થ

હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને આરોગ્ય સુધારવા માટે તેઓને રોગ સંબંધી સલાહ સૂચનો પણ હોસ્પિટલ દ્વારા જ આપવામાં આવે છે દર્દી પોતાની હેલ્થ ઇમ્પ્રૂવ કરી શકે તે માટે તેના સગા સંબંધી હોય એને પણ હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે અને હેલ્થ સાથે સંકળાયેલ હોસ્પિટલની કોઈપણ વ્યક્તિ આ પ્રકારનું આરોગ્ય શિક્ષણ આપી શકે છે

ઇન્વેસ્ટિગેશન

નિદાન અને ટ્રીટમેન્ટ માં હાલના સમયમાં મેડિકલ સાયન્સમાં વિશાળ પ્રગતિ થયેલી છે દરેક દર્દીના નિદાન માટે નવા નવા ઇન્વેસ્ટિગેશન અને તે અંગેના સાધનો પણ શોધાયેલા છે જેથી રોગનું નિદાન ઝડપથી થઈ શકે છે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના તાત્કાલિક જરૂરી ઇન્વેસ્ટીગેશન કરીને તેનું નિદાન નક્કી કરવામાં આવે છે અને તે મુજબ તેના જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાય છે આ હોસ્પિટલ નું અગત્યનું કાર્ય છે

 રિહેબિલિટેશન

 રિહેબિલિટેશન અને ઓકયુકેશનલ થેરાપી હોસ્પિટલમાં દાખલ થયેલો દરેક વ્યક્તિ સાજો થઈને ફરીથી તેના સમાજમાં કે પછી વ્યવસાયમાં સ્થિર થવા માંગતો કોઈ છે આવા દર્દીઓને ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન અપાય છે જેના માટે શરૂઆતથી જ તેના ટોટલ હિસ્ટ્રી મેળવીને છેલ્લા સ્ટેપ સુધી તેના અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવે છે

મેડિકલ એજ્યુકેશન

મેડિકલ એજ્યુકેશન હોસ્પિટલમાં ચાલતી તમામ પ્રવૃત્તિમાં ઘણા પ્રકારના એજ્યુકેશનનો સમાવેશ થાય છે અને તે ડોક્ટર નર્સિસ ફિઝીયોથેરાપીસ ફાર્માસિસ્ટ અને ટેકનિશિયન દ્વારા પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત જરૂરિયાત વાળી જગ્યાએ મેડિકલ એજ્યુકેશન અંગેનું પ્લાનિંગ કરવામાં આવે છે હોસ્પિટલ ની અંદર જ રહેલા સ્ટાફ માટે જરૂરિયાત પ્રમાણે ઇન સર્વિસ એજ્યુકેશનનું આયોજન કરીને દરેકને ટ્રેઇન કરવા માટે અને આ પ્રકારનું શિક્ષણ નવી નવી શોધખોળ તથા નવા નવા હેલ્થ પ્રોગ્રામ વગેરેના અનુસંધાને અપાય છે

મેડિકલ રિસર્ચ

મેડિકલ રિસર્ચ હોસ્પિટલમાં જુદા જુદા પેશન્ટો દાખલ થતા હોય છે જેના અનુસંધાને તેના પ્રોબ્લેમ્સ જાણીને ઘણા પ્રકારનું રિસર્ચ કરી શકાય છે રિસર્ચનું આ કાર્ય મેડિકલ એજ્યુકેશન જેટલું જ અગત્યનું છે જોકે હોસ્પિટલની ઘણી બ્રાન્ચ ઘણા પ્રકારના રિસર્ચ થાય છે અને તેઓ દરેક વ્યક્તિએ જાણવા જોઈએ નવા સંશોધનો દ્વારા ઘણા પ્રકારની આવડતો જાણીને નવું શિક્ષણ મેળવી શકાય છે

 સોશિયલ સર્વિસીસ

એટલે કે સામાજિક પ્રકારની સેવાઓ હોસ્પિટલ દ્વારા અને સિક્યુરિટી ધ્યાનમાં લેવાય છે આમાં ખાસ કરીને દર્દીઓને સોશિયલ અપાય છે આ માટે સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ પણ હોય છે જ્યાં રહેલો સામાજિક કાર્યકર્તાઓ દરેકને યોગ્ય સલાહ આપે છે હોસ્પિટલ દ્વારા સિક્યુરિટી ના અનુસંધાને ઘણા પ્રકારના સર્ટિફિકેટ પૂરું પડાય છે જેવા કે ફિઝિકલ ફિટનેસ ઉંમર અંગેના પ્રમાણપત્ર હેન્ડીકેપ સર્ટિફિકેટ દાખલાઓ વગેરેને પૂરું પાડવામાં આવે છે આ સાથે ઈજા થયેલા દર્દી ને સર્ટિફિકેટ તેમજ મૃત્યુ પામેલા દર્દીઓને 10 સર્ટીફીકેટ જન્મતા તેમજ બોડી માટેના પોસ્ટમોર્ટમના રિપોર્ટ પણ અપાય છે

એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્સ્ટિટયૂટ

હોસ્પિટલ એક વિશાળ સંસ્થા તેમાં રહેલ તમામ કર્મચારીઓનું સંચાલન હોસ્પિટલ ની વહીવટી કચેરી દ્વારા કરવામાં આવે છે દરેક કર્મચારીના સર્વિસ અંગેના રેકોર્ડ રાખવાના હોય છે રેકોર્ડ હોસ્પિટલ દ્વારા ઘણા પ્રકારના રેકોર્ડ રાખવામાં આવે છે જેમાં પેશન્ટના એડમિશનથી ડિસ્ચાર્જ સુધીના રેકોર્ડ જન્મ મરણની નોંધ ચેપી રોગની નોંધ આ ઉપરાંત અમુક પ્રકારની આંકડાકીય માહિતીનો નોંધવામાં આવે છે આ બાબતના લેખિત રેકોર્ડ રેગ્યુલરલી જરૂરી જગ્યાએ મોકલવામાં આવે છે જેથી આ કામગીરી હોસ્પિટલ માટે ઘણી આવશ્યક છે

OR

a. Write down definition of health હેલ્થની વ્યાખ્યા લખો.03

1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એવ હેલ્થ ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.

હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “

As per WHO

Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”

જોકે હેલ્થ એ સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે જેથી આ ગોલ જાળવવો ઘણો મુશ્કેલ છે. મોટા ભાગના કલ્ચરમાં હેલ્થ એ કોમન છે. હકિકતમાં દરેક કોમ્યુનિટીને તેમના હેલ્થ માટેના Concept હોય છે, હેલ્થ એ દરેક વ્યકિતનો મુળભુત અને પાયાનો અધિકાર છે જેનો બંધારણ માં પણ સમાવેશ કરવા માં આવ્યો છે.

b. Describe dimensions of health. ડાયમેન્શન ઓફ હેલ્થ વર્ણવો.04

  1. ફિઝિકલ ડાયમેન્શન
    બોડીની સંપૂર્ણ કામગીરી સારી ફિઝિકલ હેલ્થના સાઈન છે.
    સારો રંગ
    હેલ્ધી સ્કિન
    બ્રાઇટ આખો
    બોડી સાથેના ચમકદાર વાળ અને વધારે ફેટ
    નહીં
    એક મીઠો સ્વાસ
    સારી ભુખ
    સારી ઊંઘ
    બોવેલ અને બ્લડરના રેગ્યુલર ફંક્શન
    સરળ ઇઝી અને કોર્ડીનેન્ટ બોડીની મુવમેન્ટ
    બધા જ વાઈટલ નોર્મલ રેન્જમાં છે.
  2. 2.મેન્ટલ ડાયમેન્શન
  3. તે ફ્લેક્સીબિલિટી અને પર્પસ ની સેન્સ સાથેના લાઈફ ના વિવિધ એક્સપિરિયન્સ ને રિસ્પોન્સ આપવાની એબિલિટી છે.
  4. મેન્ટલી હેલ્ધી વ્યક્તિના સારા સાઇન
  5. ઇન્ટર્નલ કોનફ્લિક થી ફ્રી સારી રીતે સમાયોજિત
  6. ક્રિટિઝમ સ્વીકારવી અને સરળતાથી અપસેટ ન થાય. પોતાની આઇડેન્ટિફાઈ માટે શોધક
  7. સેલ્ફ ઇસ્ટીમ માટે સ્ટ્રોંગ સેન્સ તે પોતાને જાણે છે (જરૂરિયાત પ્રોબ્લેમ અને ગોલ)
  8. સેલ્ફ કંટ્રોલ સારો પ્રોબ્લેમ નો સામનો કરે છે અને તેને બુદ્ધિપૂર્વક સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે.
  9. 3.સોશિયલ ડાયમેન્શન
    વ્યક્તિનું સોશિયલ સ્કિલ લેવલ સામાજિક કાર્યો અને પોતાને સોસાયટીના મેમ્બર તરીકે જોવાની એબિલિટી.
  10. 4.સ્પિરીચ્યુઅલ ડાયમેન્શન
  11. તે માણસના આત્મા અને ફીલિંગ સાથે સંબંધિત છે. તે બ્રહ્માંડના યુનિવર્સ પાસા માં વિશ્વાસ છે.
  12. જે ઇન્ટર્નલ અને એક્સટર્નલ કોન્ફ્લિક્ટ બંનેના ઉકેલો.
  13. વ્યક્તિઓને લાઇફ નો અર્થ અને પર્પસ શોધવામાં મદદ કરે.
  14. લાઈફની ફિલોસોફી પ્રોવાઇડ કરે. ડાયરેક્શન, ઈથીકલ, વેલ્યુ અને ઉચ્ચ જીવન જીવવાના સિદ્ધાંતો.
  15. રીયલ લાઈફની પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ અને કોન્ફિડન્સ રાખે.
  16. ઈમોશનલ ડાયમેન્શન
  17. આ ફીલીંગ ને રિલેટેડ છે.
  18. 6.વોકેશનલ ડાયમેન્શન
  19. આ માનવ અસ્તિત્વનો એક ભાગ છે.
  20. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંનેને પ્રોત્સાહન આપવાના કાર્યનો રોલ પ્લે કરે છે.
  21. તે સેટિસ્ફેક્શન અને સેલ્ફઇસ્ટીમ પ્રદાન કરે છે.
  22. 7.અધર ડાયમેન્શન
  23. ફિલોસોફીકલ ડાયમેન્શન કલ્ચરલ ડાયમેન્શન
  24. સોસીયો ઇકોનોમિક ડાયમેન્શન એજ્યુકેશનલ ડાયમેન્શન
  25. ન્યુટ્રીશનલ ડાયમેન્શન ક્યુરેટીવ ડાયમેન્શન
  26. _પ્રીવેન્ટીવ ડાયમેન્શન વગેરે
  27. c. Discuss factors influencing on health. – આરોગ્ય પર અસર કરતા પરિબળોની ચર્ચા કરો.05

1. લાઈફ સ્ટાઈલ (Lifestyle)

– *ડાયટ (Diet):* સંતુષ્ટ અને ન્યુટ્રીટીવ ડાયટ ન લેતા હેલ્થ સમસ્યાઓ, જેમ કે ન્યુટ્રીશનની ડેફિસીયન્સી અને ઓબેસિટી.

– *એક્સેરસાઈઝ (Exercise):* નિયમિત એક્સેરસાઈઝના અભાવને કારણે હ્રદયડીસીઝ, ઓબેસિટી અને અન્ય બિમારીઓ.

– *તંબાકુ અને આલ્કોહોલ (Tobacco and Alcohol):* સ્મોકિંગ અને આલ્કોહોલનો અતિરેક એન્વાયર્મેન્ટમાં હાનિકારક છે.

– *નશીલા પદાર્થો (Substance Abuse):* નશીલા પદાર્થોનો ઉપયોગ હેલ્થને ગંભીર અસર પહોંચાડે છે.

2. ડાયટ અને ન્યુટ્રીશન (Diet and Nutrition)

– *ન્યુટ્રીશનના તત્વો (Nutrients):* વિટામિન, પ્રોટીન, અને મિનરલ્સનું પૂરતું પ્રમાણ હેલ્થ માટે જરૂરી છે.

– માલ ન્યુટ્રીશન અને ઓવર ન્યુટ્રીશન (Malnutrition and Overnutrition):* ન્યુટ્રીશનની ડેફિસીયન્સી અથવા અતિરેક બંને હેલ્થને નુકસાન પહોંચાડે છે.

3. એન્વાયર્મેન્ટ (Environment)

– *હવા અને વોટરનું પ્રદૂષણ (Air and Water Pollution):* પ્રદૂષિત હવા અને વોટરથી વિવિધ બિમારીઓ થાય છે.

– *હાઉસીંગ અને સેનિટેશન (Housing and Sanitation):* ગંદકી અને અયોગ્ય હાઉસીંગ પરિસ્થિતિ હેલ્થ પર ખરાબ અસર પાડે છે.

4. ઈકોનોમીકલ ફેકટર્સ (Economic Factors)

– *ઈકોનોમીકલ સ્થિતિ (Economic Status):* ગરીબી અને ઈકોનોમીકલ મુશ્કેલીઓ હેલ્થ સર્વિસીસ અને ન્યુટ્રીશનમાં અવરોધ સમાન છે.

– *નોકરી અને રોજગાર (Employment and Occupation):* નોકરીના પ્રકાર અને કાર્ય એન્વાયર્મેન્ટ હેલ્થ પર પ્રભાવ પાડે છે.

5. સમાજ અને સંસ્કૃતિ (Society and Culture)

– *એજ્યુકેશન (Education):* એજ્યુકેશનની કમી હેલ્થ જાગૃતિ અને હેલ્થ સર્વિસીસના ઉપયોગમાં અવરોધ સમાન છે.

– *પરિવાર અને સોશ્યલ આધાર (Family and Social Support):* મજબૂત પારિવારિક અને સોશ્યલ આધાર મેન્ટલ હેલ્થ અને સુખાકારીમાં સુધારો લાવે છે.

6. જીનેટિક્સ (Genetics)

– *જીનેટિક ડીસીઝ (Genetic Disorders):* ફેમીલીમાં ચાલતા ડીસીઝ, જેમ કે ડાયાબિટીસ, હ્રદયડીસીઝ, અને અન્ય જીનેટિક ફેકટર્સ હેલ્થ પર અસર કરે છે.

Q-2 a) Define nursing and write contribution of Florence Nightingale in development of modern nursing. નર્સિંગને વ્યાખ્યાયિત કરો અને આધુનિક નર્સિંગના વિકાસમાં ફલોરેન્સ નાઈટીંગેલનું યોગદાન લખો. 08

નર્સ એ એક એવી વ્યક્તિ છે કે જે બેઝિક નર્સિંગ એજ્યુકેશન લઇ ક્વોલિફાઇડ હોય છે અને તેને દેશમાં નર્સિંગ સર્વિસ કરવા માટેની ઓથોરિટી આપવામાં આવેલ હોય છે જેથી રોગને અટકાવવાના રોગ થયો હોય તો તેને સારો કરવા માટેના તથા સમાજમાં તંદુરસ્તી વધે તે માટેના પ્રયત્નો કરે છે આ સાથે તે દર્દીને પુન: સ્થિતિ પર પાછો લાવે તેને નર્સ કહે છે

આજથી 203 વર્ષ પહેલાં 1820માં ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો અને તેમને મૉડર્ન નર્સિંગનાં સ્થાપક માનવામાં આવે છે.

ખાસ કરીને તેઓ ‘લેડી વિથ ધ લેમ્પ’ નામે પણ વધુ જાણીતા થયાં હતાં, કેમ કે તેઓ રાતના સમયે પણ સૈનિકોની સારવાર કરતાં હતાં.

1860માં તેઓએ લંડનમાં સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં પોતાની નર્સિંગ સ્કૂલની સ્થાપના કરીને નર્સિંગની શરૂઆત કરી હતી.

આ સ્કૂલ લંડનની કિંગ્સ કૉલેજનો હિસ્સો હતી અને આ દુનિયાની પહેલી નર્સિંગ સ્કૂલ માનવામાં આવે છે.

નર્સો માટે આંતરરાષ્ટ્રીયસ્તરે ફ્લોરેન્સ નાઇટિંગલ મેડલ પણ સૌથી વધુ પ્રતિષ્ઠિત

માનવામાં આવે છે.

દુનિયાભરમાં ફ્લોરેન્સના જન્મદિવસે જ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવે છે.

ફ્લોરેન્સ નાઇટિંગલની યાદમાં 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવાનો પ્રસ્તાવ જાન્યુઆરી 1974માં યુએસમાં પાસ થયો હતો.

નર્સની સાથેસાથે તેઓ સામાજિક સુધારક હતાં. તેઓએ નર્સોની ભૂમિકા અને નિઃસ્વાર્થ સેવાભાવનાને લોકો સુધી પહોંચાડી.

1860માં, તેઓ આર્મી મેડિકલ સ્કૂલ ખોલવામાં સફળ રહ્યા અને તે જ વર્ષે તેમણે નર્સો માટે નાઇટીંગેલ ટ્રેનિંગ સ્કૂલ પણ ખોલી અને નોટ્સ ઓન નર્સિંગ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું.

b) Explain rights of the patient. દર્દીના અધિકારો સમજાવો. 04

માહિતીનો અધિકાર:- દર્દીને તેમની તબીબી સ્થિતિ અથવા બિમારી, પદ્ધતિ અને સારવારના વિકલ્પો વિશે અધિકૃત માહિતી મેળવવાનો અધિકાર છે.

રેકોર્ડ્સ અને રિપોર્ટ્સનો અધિકાર:- હોસ્પિટલ સત્તાવાળાઓની ફરજ છે કે તેઓ તમામ દર્દીઓ અથવા તેમના સંભાળ રાખનારાઓને તબીબી રેકોર્ડ અને અહેવાલો પ્રદાન કરે.

ઇમર્જંન્સિ  ની તબીબી સંભાળનો અધિકાર:- કોઈ પણ દર્દીને સરકારી કે ખાનગી હોસ્પિટલમાંથી ઈમરજન્સી મેડિકલ કેર મેળવવાથી દૂર કરી શકાય નહીં.

જાણકારી સંમતિનો અધિકાર:- તબીબી વ્યાવસાયિકે ઑપરેશન કરતાં પહેલાં, દર્દી અથવા તેમના સંભાળ રાખનાર, જીવનસાથી અથવા વાલી (સગીરના કિસ્સામાં) ની લેખિતમાં સંમતિ મેળવવી જોઈએ.

વિશ્વનિયતા, ગોપનીયતા અને ગૌરવનો અધિકાર:- તમામ તબીબી વ્યાવસાયિકોએ દર્દીની ખાનગી વિગતો અંગે ઉચ્ચતમ સ્તરની ગુપ્તતા જાળવવી પડશે.

બીજા અભિપ્રાયનો અધિકાર:- દર્દી તેની પસંદગીના કોઈપણ ડૉક્ટર માટે બીજા અભિપ્રાય માટે જવા માટે મુક્ત છે.

દરોમાં પારદર્શિતાનો અધિકાર:- તબીબી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ, પરીક્ષણો અને સારવાર માટે દર્દીઓ પર લાદવામાં આવતા તમામ ખર્ચ લોકોને ઉપલબ્ધ કરાવવાના રહેશે.

બિન-ભેદભાવનો અધિકાર:- ડોકટરો અને તબીબી કર્મચારીઓ લિંગ, જાતિયતા, જાતિ, ધર્મ, જાતિ, જન્મ સ્થળ અથવા બીમારીઓના આધારે દર્દીઓને સારવાર આપવાનો ઇનકાર કરી શકતા નથી.

ધોરણો અનુસાર સલામતી અને ગુણવત્તા સંભાળનો અધિકાર:- સારવાર માટે સલામત અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવું એ તબીબી સંસ્થાઓની ફરજ છે.

જો ઉપલબ્ધ હોય તો વૈકલ્પિક સારવાર વિકલ્પો પસંદ કરવાનો અધિકાર:- એકવાર દર્દી અથવા તેમના સંભાળ રાખનારને તેમના સારવારના વિકલ્પો વિશે જાણ કરવામાં આવે, તેઓ આગળનો અભ્યાસક્રમ પસંદ કરવા માટે સ્વતંત્ર છે. તેઓને તેમની મરજી વિના ચોક્કસ સારવાર અનુસરવા માટે ફરજ પાડી શકાય નહીં, પછી ભલે ડૉક્ટર તેને જરૂરી માનતા હોય.

દવાઓ અને પરીક્ષણો મેળવવા માટે સ્ત્રોત પસંદ કરવાનો અધિકાર:- જ્યારે દર્દીને દવાઓ અથવા પરીક્ષણો સૂચવવામાં આવે છે, ત્યારે તે નક્કી કરવાનું છે કે તેઓ તેને ક્યાંથી ખરીદવા માગે છે. સ્પર્ધાત્મક ભાવે વિવિધ સામાન અથવા સેવાઓની ઍક્સેસ મેળવવા માટે ગ્રાહક તરીકે તેમના અધિકારની ખાતરી આપવામાં આવે છે.

યોગ્ય રેફરલ અને ટ્રાન્સફરનો અધિકાર, જે વિકૃત વ્યાપારી પ્રભાવથી મુક્ત છે:- બધા દર્દીઓને સીમલેસ સેવા મેળવવાનો અધિકાર છે અને જ્યારે દર્દીને કોઈ અલગ ડૉક્ટર પાસે રીફર કરવામાં આવે છે અથવા દર્દીને કોઈ અલગ સુવિધામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે સંભાળની ગુણવત્તા જાળવી રાખવામાં આવે છે.

ક્લિનિકલ ટ્રાયલ્સમાં સામેલ દર્દીઓ માટે સંરક્ષણનો અધિકાર:- ભારતમાં તમામ ક્લિનિકલ ટ્રાયલના સહભાગીઓને ટ્રાયલ-સંબંધિત ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં વળતરનો દાવો કરવા, વ્યક્તિગત માહિતીની ગુપ્તતા વગેરે જેવા અધિકારો છે.

બાયોમેડિકલ અને આરોગ્ય સંશોધનમાં સામેલ સહભાગીઓના રક્ષણનો અધિકાર:- માનવ સહભાગીઓને સંડોવતા બાયોમેડિકલ અને આરોગ્ય સંશોધન માટેની રાષ્ટ્રીય નૈતિક માર્ગદર્શિકાઓ સહભાગીઓને અધિકારો આપવામાં આવે તેની ખાતરી કરવા માટે અનુસરવામાં આવે છે.

હોસ્પિટલમાંથી દર્દી અથવા મૃતકના શરીરને ડિસ્ચાર્જ લેવાનો અધિકાર:-સારવારના કોઈપણ તબક્કે, દર્દી હોસ્પિટલમાંથી રજા લેવા અથવા રજા લેવા માટે મુક્ત છે. તેમની મરજી વિના તેમને પકડી શકાતા નથી અથવા બળપૂર્વક હોસ્પિટલમાં રાખી શકાતા નથી. તેવી જ રીતે, મૃત દર્દીના સંભાળ રાખનારાઓને તેમના શરીરને હોસ્પિટલમાંથી પ્રાપ્ત કરવાનો અધિકાર છે.

દર્દીના શિક્ષણનો અધિકાર:-દર્દીઓને તેમની સ્થિતિ અને તંદુરસ્ત જીવનશૈલી સાથે સંબંધિત તથ્યો વિશે શિક્ષણ મેળવવાનો અધિકાર છે.

સાંભળવાનો અને નિવારણ મેળવવાનો અધિકાર:-જો કોઈ દર્દી અથવા તેમના સંભાળ રાખનારને આપવામાં આવતી સારવારની ગુણવત્તા અંગે ડૉક્ટર અથવા હોસ્પિટલના વહીવટીતંત્ર સામે ફરિયાદ હોય, તો તેમને તેનું નિવારણ મેળવવાનો અધિકાર છે

OR

a) Define nursing process and list out steps of it and describe first step.. નર્સિંગ પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરો અને તેના પગલાઓની સૂચિ બનાવી તેના પહેલા પગલાનું વર્ણન કરો. 08

Nursing process( નર્સિંગ પ્રોસેસ):

નર્સિંગ પ્રોસેસ એ આખી પ્રોસેસ છે કે જેમાં nursis એ પેશન્ટ નું assessment કરે છે, તે ગોલને સેટ કરે છે ,તથા કેવા પ્રકારની નર્સિંગ કેર પ્રોવાઇડ કરવાની છે તે પ્લાનિંગ બનાવે છે પ્લાનિંગ કરેલું હોય તેને ઇમ્પલીમેન્ટેશન કરે છે અને implimentation કરેલું હોય તેનું evaluation કરે છે આમ આ નર્સિંગ પ્રોસેસ છે જે પેશન્ટની કેર પ્રોવાઇડ કરવામાં nurses ને મદદ કરે છે.નર્સિંગ પ્રક્રિયા એ નર્સિંગ કેર નક્કી કરવા (assessment)માટે યોજના બનાવવા ( planning) તેને અમલમાં મુકવા (implementation) ગોલને સેટ ( goal set )કરવા તથા ઇવાલ્યુએશન કરવા માટે (evaluation) કરવા ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ નું સમૂહ છે.

steps of nursing process (સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ):

1) Assessment (અસેસમેન્ટ)

2) Nursing diagnosis (નર્સિંગ ડાયગ્નોસિસ)

3) Planning (પ્લાનિંગ)

4) Implemention (ઇમ્પ્લીમેનટેશન)

5) Evaluation (ઇવાલ્યુએશન)

1) Assessment (અસેસમેન્ટ)

અસેસમેન્ટ એ નર્સિંગ પ્રોસેસનું ફર્સ્ટ સ્ટેપ છે જેમાં પેશન્ટની ઇન્ફોર્મેશન અથવા ડેટાને કલેકટ, ઓર્ગેનાઇઝ અને એનાલાઇઝ કરવામાં આવે છે. જેમાં ઓબ્ઝર્વેશન, ઇન્ટરવ્યુ અને ફિઝિકલ એક્ઝામિનેશન થ્રુ પેશન્ટના ફિઝિકલ, ઇમોશનલ, સાયકોલોજીકલ અને સોસિયો કલચરલ ડેટા કલેક્ટ કરવામાં આવે છે.

એસેસમેન્ટ એટલે પેશન્ટના હેલ્થ પ્રોબ્લેમ ની આકારણી કરવી અને તેનું આ પ્રથમ સ્ટેપ છે જેમાં

A. નર્સિંગ હિસ્ટ્રી લેવી :-

પેશન્ટની માંદગી અને વેલનેસ અંગેની હિસ્ટ્રી મેળવવામાં આવે છે હિસ્ટ્રીની સાથે સાથે ડેટા કલેક્ટ કરીને પેશન્ટ સાથે એડજસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ કોન્ફિડન્સ રિસ્પેક્ટ અને રિલેશનશિપ સ્થાપિત કરવામાં આવે છે

B.ફિઝિકલ એક્ઝામિનેશન :

પેશન્ટના ફિઝિકલ પ્રોબ્લેમ્સ જાણવામાં આવે છે પેશન્ટના લિમિટેશન્સ જાણવામાં આવે છે

પેશન્ટ રિલેટિવ હેલ્થ ટીમના મેમ્બર્સ મારફતે પેશન્ટ હેલ્થ રેકોર્ડ પરથી

b) Write down steps of prevention of cross infection in hospital. હોસ્પિટલમાં સંક્રમણ અટકાવવાના પગલાં લખો 04

હોસ્પિટલમાં ક્રોસ ચેપનું નિવારણ

નિકાલ કરતા પહેલા મળમૂત્રમાં ચૂનો ઉમેરો

હોસ્પિટલમાં સામાન્ય સ્વચ્છતા જાળવો

સારી વેન્ટિલેશન પ્રદાન કરો

દરરોજ એન્ટિસેપ્ટિક લોશનથી હોસ્પિટલના ફ્લોરને મોપ કરો

દર્દી માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓને સારી રીતે ધોવા જોઈએ

હોસ્પિટલના કચરાનો સુરક્ષિત નિકાલ

સલામત પાણી પુરવઠો પૂરો પાડો

પ્રક્રિયા દરમિયાન ગ્લો અને ગાઉન પહેરો

ચેપી રોગવાળા દર્દીને અલગ કરો

ધોઈ ન શકાય તેવી વસ્તુઓને સૂર્યપ્રકાશ હેઠળ રાખવી જોઈએ

દર્દીના ડિસ્ચાર્જ પછી રૂમને જંતુમુક્ત કરો

ક્લાયંટ અને સંબંધીઓને ચેપના ફેલાવા અને તેના નિવારણ વિશે શીખવો

મુલાકાતીઓની સંખ્યા ઘટાડવી

ઓછી પ્રતિરોધકતા(ઇમ્યુનિટી ) ધરાવતા લોકોને વિશેષ કાળજી આપો

મચ્છરદાનીનો ઉપયોગ કરો

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે ) 6X2=12

a) Describe comfort devices. કમફર્ટ ડિવાઈસ વિશે સમજાવો.

Define comfort device (ડિફાઇન કમ્ફર્ટ ડિવાઇસ)

  • કમ્ફર્ટ ડિવાઇસ એ મેકેનિકલ ડિવાઇસ છે જે ઇન્ડીવિઝ્યુલને ઓપ્ટિમલ કમ્ફર્ટ પ્રોવાઇડ કરે છે.
  • કમ્ફર્ટ ડિવાઇસ એ એક પ્રકારના આર્ટીકલ છે જેનો ઉપયોગ પેશન્ટને કમ્ફર્ટ પ્રોવાઇડ કરવા માટે થાય છે તેમજ ડિસકમ્ફર્ટને રિલીવ કરવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરેક્ટ પોસ્ચર મેન્ટેન કરવા માટે થાય છે.
  • પેશન્ટ કમ્ફર્ટ પ્રોવાઇડ કરવા માટે ઘણા બધા પ્રકારના ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે :

Enlist comfort device (એનલિસ્ટ કમ્ફર્ટ ડિવાઇસ)

  • Pillow (પિલો)
  • Back rest (બેક રેસ્ટ)
  • Bed cradle (બેડ ક્રેડલ)
  • Bed blocks (બેડ બ્લોક)
  • Rubber and cotton ring (રબર એન્ડ કોટન રિંગ)
  • Mattress (મેટ્રેસ)
  • Cardiac table (કાર્ડિયાક ટેબલ)
  • Air cushion (એર કુશન)
  • Sand bag (સેન્ડ બેગ)
  • Foot board (ફૂટ બોર્ડ)
  • Knee rest (ની રેસ્ટ)
  • Hand roll (હેન્ડ રોલ)
  • Trapeze bar (ટ્રેપેઝ બાર)
  • Trochanter rolls (ટ્રોચેન્ટર રોલ્સ)
  • Side rails (સાઇડ રેઇલ)

purpose of comfort device (પર્પઝ ઓફ કમ્ફર્ટ ડિવાઇસ):

  • કમ્ફર્ટને પ્રમોટ કરવા.
  • ડિસકમ્ફર્ટને રિલીવ કરવા.
  • બોડી પાર્ટ પરના પ્રેશરને રીલિવ કરવા.
  • બેડસોરને પ્રિવેન્ટ કરવા.
  • બોડી પાર્ટને ઇમમોબીલાઇઝ કરવા.
  • કરેક્ટ પોસ્ચર મેન્ટેન કરવા.
  • ફોલ ડાઉન તેમજ એકસીડન્ટને પ્રિન્ટ કરવા.

Pillow (પિલો):

  • પિલો એ એક પ્રકારનું કમ્ફર્ટ ડિવાઇસ છે જે પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરવા માટે ઉપયોગી છે.
  • આ ઉપરાંત પિલોનો ઉપયોગ બોડીના વેરીયસ પાર્ટને સપોર્ટ આપવા માટે થાય છે.
  • પિલોને ફોલ્ડ, રોલ તેમજ ટક કરી શકાતું હોવાથી તેનો ઉપયોગ પોઝિશન મેન્ટેન કરવા માટે થાય છે.
  • આ ઉપરાંત પિલોનો ઉપયોગ હેડ, નેક, આર્મ, લેગ અને બેકના પાર્ટને સપોર્ટ કરવા માટે થાય છે.
  • તેમજ પિલો એ એબ્ડોમિનલ મસલ્સ અને ની ટેન્ડનનું પેઇન રિલીવ કરે છે.

Back rest (બેક રેસ્ટ):

  • બેક રેસ્ટ એ મેકેનિકલ ડિવાઇસ છે જે સીટીંગ પોઝીશનમાં રહેલા પેશન્ટના બેકને સપોર્ટ તેમજ રેસ્ટ પ્રોવાઇડ કરે છે.
  • બેક રેસ્ટને ઇચ્છિત એંગલ મુજબ એડજસ્ટ કરી શકાય છે.
  • બેક રેસ્ટનો ઉપયોગ હેડ તેમજ બેકને એલીવેટ કરવા તેમજ તેને સપોર્ટ આપવા માટે થાય છે.
  • બેક રેસ્ટનો ઉપયોગ કાર્ડિયાક તેમજ પલ્મોનરી ડીઝીસ ધરાવતા પેશન્ટમાં કરવામાં આવે છે.

Bed cradle (બેડ ક્રેડલ):

  • બેડ ક્રેડલ એ સેમી સર્કયુલર શેપનું કમ્ફર્ટ ડિવાઇસ છે જેનો ઉપયોગ બેડ લિનનના વેઇટને ટેક ઓફ કરવા મટે થાય છે.
  • બેડ ક્રેડલ એ જુદી જુદી સાઇઝ તેમજ જુદા જુદા મટીરીયલના જોવા મળે છે.
  • જેમ કે વુડન, મેટલ, ઈલેક્ટ્રોનિક
  • બેડ ક્રેડલનો ઉપયોગ મુખ્યત્વે બર્ન વાળા પેશન્ટમાં કરવામાં આવે છે.

Bed blocks (બેડ બ્લોકસ):

  • બેડ બ્લોક્સ એ મોટાભાગે વુડના બનેલા હોય છે. જે હાઇ અથવા લો હોય છે.
  • બેડ બ્લોક્સને બેડના ફૂટની નીચે પ્લેસ કરવામાં આવે છે.
  • બેડ બ્લોક્સનો ઉપયોગ મુખ્યત્વે સ્પાઈનલ એનેસ્થેશિયા તેમજ ટોનસિલેકટોમી બાદ કરવામાં આવે છે.

Rings (રિંગ્સ):

  • એર રિંગ એ સર્ક્યુલર રબર તેમજ કોટનનું બનેલું એક પ્રકારનું કમ્ફર્ટ ડિવાઇસ છે. જે એરથી ઇન્ફલેટ થયેલ હોય છે. તેમજ તેને લિકેજ માટે ચેક કરવામાં આવે છે.
  • આ એર રિંગને પેશન્ટના હિપની નીચે તેમજ બોની પ્રોમિનન્સ એરિયાની નીચે પ્લેસ કરવામાં આવે છે

Air mattress & water mattress (એર મેટ્રસ એન્ડ વોટર મેટ્રસ):

  • એર મેટ્રસ એ એરથી ઇન્ફ્લેટ થયેલ હોય છે જયારે વોટર મેટ્રસ એ વોટરથી ભરેલું હોય છે.
  • એર અને વોટર મેટ્રસનો ઉપયોગ ખૂબ જ થીન (પાતળા) તેમજ ઓબેસ પેશન્ટ કે જેને પ્રેશર સોર ડેવેલપ થવાના ચાન્સિસ છે તેવા પેશન્ટમાં કરવામાં આવે છે.
  • આ મેટ્રસ એ બોડીના વેઇટને બધા જ ડાયરેકશનમાં ઇકવલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં મદદ કરે છે જેથી કોઇ એક બોડી પાર્ટ પર આવતા પ્રેશરને પ્રિવેન્ટ કરી શકાય.
  • એર તેમજ વોટર મેટ્રસ એ પ્લાસ્ટિકના બનેલા હોય છે જેમાં ચેમ્બરના બે સેટ આવેલ હોય છે.
  • આ મેટ્રસને બેડ પર રાખવામાં આવે છે અને તેને લાઇટ બોટમ ક્લોથ વડે કવર કરવામાં આવે છે.

Air cushion (એર કુશન):

  • એર કુશન એ રાઉન્ડ શેપનું રબરમાંથી બનેલું રીંગ જેવુ સ્ટ્રકચર છે. જે એરથી ઇન્ફ્લેટ થયેલું હોય છે.
  • એર કુશનનો ઉપયોગ બોડીના વેઇટને ટેક ઓફ કરવા માટે થાય છે.
  • એર કુશનને ડાયરેકટલી સ્કીનના કોન્ટેક્ટમાં એપ્લાય કરી શકાતું નથી આથી તેને કવર વડે કવર કરવામાં આવે છે.

Sand bag (સેન્ડ બેગ):

  • સેન્ડ બેગ એ સેન્ડ ફિલેડ એટલે કે રેતીની ભરેલી કેનવાસ, રબર અથવા પ્લાસ્ટિકની બેગ છે.
  • ટ્રોચેન્ટર રોલની જગ્યા એ સેન્ડ બેગનો ઉપયોગ કરી શકાય છે.
  • સેન્ડ બેગ એ જુદા જુદા વેઇટમાં અવેલેબલ હોય છે.

Foot board (ફૂટ બોર્ડ):

  • ફૂટ બોર્ડને ફૂટ રેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ફૂટ બોર્ડ એ ફ્લેટ પેનેલ અથવા બોર્ડ છે જે પ્લાસ્ટિક અથવા વુડમાંથી બનેલી હોય છે.
  • જેનો ઉપયોગ ફિટને રેસ્ટને આપવા માટે થાય છે.
  • ફૂટ બોર્ડને પેશન્ટના ફિટને ટચ થતું હોય તેમ પલાન્ટર સરફેસને પેરેલલ તેમજ મેટ્રેસથી પરપેન્ડીક્યુલર પ્લેસ કરવામાં આવે છે.

Knee rest (ની રેસ્ટ):

  • પિલોની બદલામાં ની રેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ની રેસ્ટને ની ની અન્ડર પ્લેસ કરવામાં આવે છે અને ની ને કમ્ફર્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • ઘણા ડોક્ટર એ ની પિલોનો ઉપયોગ કરવાની ના પાડે છે કારણ કે તેના કારણે થ્રોમ્બસ ફોર્મેશન થવાનો ડર રહે છે.

Hand rolls (હેન્ડ રોલ્સ):

  • હેન્ડ રોલ એ કલોથનું બનેલું સિલિન્ડર શેપનું કમ્ફર્ટ ડિવાઇસ છે. જે 4-5 ઇંચ લોંગ હોય છે અને તેનો ડાયામીટર 2-3 ઇંચ હોય છે.
  • હેન્ડ રોલમાં ક્લોથને રોલ અને ફોલ્ડ કરવામાં આવે છે અને ફિરમલી સ્ટીફ કરવામાં આવે છે.
  • આ રોલને પાલ્મર સરફેસની અગેઇન્સ્ટ પ્લેસ કરવામાં આવે છે
  • હેન્ડ રોલનો ઉપયોગ મુખ્યત્વે થમ્બ અને ફિંગરને સ્લાઇટલી ફ્લેક્શન પોઝિશનમાં રાખવા માટે કરવામાં આવે છે.

Trapeze bar (ટ્રેપેઝ બાર):

  • ઓવર હેડ ટ્રેપેઝ બાર એ ટ્રાયએન્ગલ શેપનું મેટલ બાર છે. જે મેટલ ફ્રેમ સાથે જોડાયેલું હોય છે જે બેડનાં હેડબોર્ડ અને ફૂટબોર્ડ સાથે અટેચ થયેલું હોય છે.
  • આ ટ્રાયએન્ગલર મેટલ પાર્ટ એ બેડની ઉપરની બાજુ હોય છે જેનો ઉપયોગ પેશન્ટને મૂવ કરવા માટે તેમજ પેશન્ટની પોઝિશન ચેન્જ કરતી વખતે વેઇટને સપોર્ટ આપવા માટે થાય છે.

Side rails (સાઇડ રેઇલસ):

સાઇડ રેઇલસ એ એક પ્રકારના બાર (આડ) છે. જેને બેડની બને બાજુ લગાવવામાં આવે છે. જે બેડની લેન્થ જેવડા હોય છે. સાઇડ રેઇલસના ઉપયોગથી ફોલ ડાઉનને પ્રિવેન્ટ કરી શકાય છે. તેમજ સાઇડ રેઇલસ એ પેશન્ટને ઇઝીલી મુવમેન્ટ કરવામાં આસિસ્ટ કરે છે.

Wedge / abductor pillow (વેજ / એબ્ડકટર પિલો):

આ એક ટ્રાયએન્ગ્યુલર શેપનું પિલો છે. જે હેવી ફોમનું બનેલું છે.

Cardiac table (કાર્ડિયાક ટેબલ)

આ એક પ્રકારની ટેબલ જેવી રચના છે. જેને બેડ પર પેશન્ટની આગળ પ્લેસ કરવામાં આવે છે. જેની પર પિલો રાખવામાં આવે છે જેથી પેશન્ટ એ રેસ્ટ કરી શકે છે અને લીન ફોરવર્ડ રહી શકે. પિલો વગર આ ટેબલનો ઉપયોગ મીલ અને રાઇટિંગમાં થાય છે. આ ટેબલનો ઉપયોગ મુખ્યત્વે કાર્ડિયાક પેશન્ટ અને અસ્થમા વાળા પેશન્ટમાં થાય છે.

b) Describe care of the person after death. મૃત્યુ પછી વ્યકિતની સંભાળનું વર્ણન કરો.

ડાઇગ પેશન્ટની કેર કરવી ખૂબ જ જરૂરી છે જે માટે તેના -રિલેટિવ ને બહાર મોકલવા.
-પેશન્ટની આંખ અને મોને જેન્ટલી બંધ કરો.
-પેશન્ટને સીધો સુવડાવવો હાથ અને પગ સીધા કરવા.
-કોટ પરથી એકસ્ટ્રા પિલો,એર કૂજન , ઓક્સિજન સિલેન્ડર, સક્ષન મશીન ખસેડી લેવા ફક્ત માથા નીચે એક પીલો રહેવા દેવો

  • કેથેટર , ડ્રેનેજ ટ્યુબ, રાઇલાસ ટ્યુબ, i v ઇન્ફીયુજ ટ્યુબ વગેરેને રિમુવ કરવા અને બોડી ઓપનિંગમાં કોટન પ્લગ કરવા જેથી બોડી ડિસ્ચાર્જ અને બ્લડ બહાર ન આવે અને ઇન્ફેક્શન ન ફેલાય.
  • સ્પંઝ બાથ આપવો અને વ્યવસ્થિત કપડાં પહેરાવવા ઘરેણા હોય તો રિલેટિવ ને આપવા અથવા રિલેટિવ ને કાઢવા માટે કહેવું હાથના કાંડા પર ઓળખ પત્ર લગાવો જેમાં પેશન્ટનું નામ એડ્રેસ ઉંમર વોર્ડ નંબર બેડ નબર ઓફ ડેટ અને ટાઈમ
  • આઇડેન્ટીફીકેશન કાર્ડ જ્યારે પેશન્ટ મોરચ્યુરિ રૂમમાં મોકલવાનું હોય ત્યારે કરાય છે પણ જો રિલેટિવ ને સોંપવાનું હોય તો કેસ પેપરમાં સહી લેવી.
  • જો મોરચ્યુરી રૂમમાં મોકલવાનું હોય તો રૂમ નો માણસ તથા પોલીસમેનની સહી લેવી તથા બકલ નંબર નાખો આ ઉપરાંત મોરચ્યુરી રૂમની સ્લીપ અથવા ફ્રોમ ભરવું અને પોલીસ કેસ હોય તો પોલીસને જાણ કરવી જે death સર્ટીફીકેટ ભરવા ભરાયું છે કે નહીં તે જોવું આ સર્ટિફિકેટ હોસ્પિટલની પોલીસી મુજબ એક જ બે કોપીમાં ભરાય છે.
  • Death રજીસ્ટરમાં રેકોર્ડ કરવો કેસ પેપરમાં રેકોર્ડ કરવો Deathનું રિપોર્ટિંગ કરવું અથવા death અધિકૃત વ્યક્તિને જાણ કરવી.
  • ઇન્ફેક્શન કમ્યુનિટી માં ફેલાય નહીં તે માટે
  • પેશન્ટના વપરાયેલા લીલન ઇન્સ્ટ્રુમેન્ટ વગેરેનો પ્રોપર ડિસ ઇન્સ્પેક્શન થાય તે માટે સોડિયમ હાઇડ્રોકોરાઇડ સોલ્યુશન થી HIV વાયરસ અડધા કલાકમાં મરી જાય છે.
  • વોર્ડમાં ઇન્ફેક્શન ન ફેલાય તે માટે પેશન્ટની death body ને ડીગ્નિટી અને રિસ્પેક્ટ સાથે સોંપવી

c) Explain various routes of drug administration. ડ્રગ એડમિનિસ્ટ્રેશનના વિવિધ માગો સમજાવો.

રૂટ્સ ઓફ મેડીકેશન એડમિનિસ્ટ્રેશન(Routes of Medication Administration):

મેડીકેશન એડમીનીસ્ટ્રેશન નો રુટ એ મેડીકેશન ની પ્રોપર્ટીસ, પેશન્ટ ની ફીઝીકલ અને મેન્ટલ કન્ડિશન પર અને ડિઝાયર્ડ થેરાપ્યુટીક ઇફેક્ટ પર ડિપેન્ડ કરે છે.જ્યારે નર્સ મેડીકેશન નું એડમિનિસ્ટ્રેશન કરે છે, ત્યારે નર્સએ તેની ફાર્માસ્યુટિકલ પ્રીપેરેશન અને તેના પ્રોપર રુટ્સ વિશે ખાતરી હોવી જોઇએ.મેડીકેશન એડમિનિસ્ટ્રેશન કરવા માટેના ડિફરન્ટ રુટ્સ છે:

ઓરલ રુટ,
સબલીન્ગ્વાઇનલ રુટ,
બકલ રુટ,
ઇન્હાલેશન અને નેબ્યુલાઇઝેશન,
ટોપીકલ રુટ
ઇન્ટ્રાઓક્યુલર રૂટ ઇન્સ્ટીલેશન,
ઇન્સર્શન,
ઇમ્પ્લાન્ટેશન,

પેરેન્ટ્રલ રુટ
ટાઇપ્સ ઓફ પેરેન્ટ્રલ રુટ્સ:
ઇન્ટ્રાડર્મલ રુટ(ID),
સબક્યુટેનિયસ રુટ(SC),
ઇન્ટ્રામસ્ક્યુલર રુટ(IM),
ઇન્ટ્રાવિનસ રુટ(IV),
ઇન્ટ્રાઆર્ટીરિયલ રુટ,
ઇન્ટ્રાકાર્ડીયાક રુટ,
ઇન્ટ્રાથીકલ રુટ,
ઇન્ટ્રાઓસીયસ રુટ,
ઇન્ટ્રાપેરિટોનીયલ રુટ,
એપીડ્યુરલ રુટ,
ઇન્ટ્રાપ્લુરલ રુટ,
ઇન્ટ્રાઆર્ટિક્યુલર રુટ.

1)ઓરલ રુટ: ઓરલ રુટ એ ઇઝીએસ્ટ અને મોસ્ટ કોમન્લી મેડીકેશન એડમિનિસ્ટ્રેશન માટે યુઝ થતો રૂટ છે જેમાં મેડીકેશન એ ઓરલ રુટ દ્વારા આપવામાં આવે છે અને તેને ફ્લુઇડ દ્વારા સ્વેલો કરવામાં આવે છે ઓરલ મેડિકેશન એ પેરેન્ટ્રલ રુટ ની મેડિકેશન ના કમ્પેરીઝન માં તેની ઓનસેટ ઓફ એક્શન એ સ્લોવર હોય છે અને તેની ઇફેક્ટ એ પ્રોલોન્ગ હોય છે ઓરલ રુટ મા સબલીન્ગ્વાઇનલ અને બકલ રૂટ નું પણ ઇનવોલ્વમેન્ટ થાય છે.

મોસ્ટ ઓફ પેશન્ટ માટે મેડીકેશન માટે ઓરલ એડમિનિસ્ટ્રેશન એ કન્વીનીયન્ટ,એફોર્ડેબલ, અને સેફ મેથડ છે.

2)સબલીન્ગ્વાઇનલ રુટ: સબલિંગ્વાઇનલ એડમિનિસ્ટ્રેશન માં, સ્લોલી, ઇઝી અને અર્લી એબ્ઝોર્પ્શન માટે જીભ ની નીચે મેડીકેશન ને પ્લેસ કરવામાં આવે છે. સબલિંગ્યુઅલ રૂટ દ્વારા આપવામાં આવતી મેડીકેશન્સ એ સ્વેલો ન થવી જોઇએ કારણ કે થેરાપ્યુટીક ઇફેક્ટ એચીવ થશે નહીં. દા.ત. નાઇટ્રોગ્લિસરીન સબલિંગ્યુઅલ રુટ દ્વારા આપવામાં આવે છે, જ્યારે પેશન્ટ ને ચેસ્ટ પેઇન ની કમ્પલેઇન કરે છે. જ્યાં સુધી મેડીકેશન એ કમ્પ્લીટ્લી ડિઝોલ્વ ન થય જાય ત્યાં સુધી પીવા માટે કોઇ ફ્લુઇડ ન આપવું.

3)બકલ રુટ: તેમાં સોલીડ મેડીકેશન ને માઉથ માં પ્લેસ કરવાનો સમાવેશ થાય છે જ્યાં સુધી મેડીકેશન એ ડિઝોલ્વ ન થય જાય ત્યાં સુધી ગાલની મ્યુકસ મેમ્બ્રેન ની અગેઇન્સ્ટ મા મેડીકેશન ને પ્લેસ કરવામાં આવે છે.પેશન્ટ ને સૂચના આપવામાં આવે છે કે તેઓ મેડીકેશન ને ચાવવી કે ગળી ન જાય અથવા તેની સાથે કોઇ લીક્વીડ ન પીવે. તે મ્યુકોઝા માં લોકલી રીતે અથવા પર્શન ની સલાઇવામા ગળી જાય ત્યારે સિસ્ટેમેટીકલી રીતે વર્ક કરે છે.

4) ઇન્હાલેશન અને નેબ્યુલાઇઝેશન: મેડીકેશન ને શ્વાસ દ્વારા લંગ્સ માં લઇ જવા માટે નેબ્યુલાઇઝર અથવા વેન્ટિલેટર દ્વારા લોકલી અથવા સિસ્ટેમેટીક ઇફેક્ટ માટે ઇન્હાલેશન અને નેબ્યુલાઇઝેશન મેથડ દ્વારા મેડીકેશન આપવામાં આવે છે. ઇન્હાલેશન રૂટમાં મેડીકેશન ને નેઝલ પેસેજ દ્વારા એડમીનીસ્ટ્રેશન કરવામાં આવે છે અથવા ટ્યુબને માઉથ માં પ્લેસ કરવામાં આવે છે અને ટ્રેકીયા સુધી પહોંચાડવામાં આવે છે આ મેડીકેશન ની લોકલ અને સિસ્ટમિક ઇફેક્ટ હોય છે.

5) ટોપીકલ એડમીનીસ્ટ્રેશન/ઇનક્શન(Induction): તે સ્કીન પર મેડીકેશન નો યુઝ છે, જે સામાન્ય રીતે ફ્રીક્શન , રબીન્ગ (ટોપિકલ) ને કારણે થાય છે.

સ્કીન અને મ્યુકસ મેમ્બ્રેન પર એપ્લાય કરવામાં આવતી મેડીકેશન ની સામાન્ય રીતે લોકલ ઇફેક્ટ હોય છે. સિસ્ટેમેટીક ઇફેક્ટ ત્યારે જ થાય છે જ્યારે ક્લાયંટ ની સ્કીન થીન હોય અને મેડીકેશન નુ કોન્સન્ટ્રેશન વધારે હોય તેમજ સ્કીન સાથે મેડીકેશન એ લાંબા સમય સુધી કોન્ટેક્ટ માં હોય. મેડીકેશન એવી હોઇ શકે છે જે મ્યુકસ મેમ્બ્રેન પર ડિફરન્ટ્લી રીતે એપ્લાય કરવી પડે છે.

(i)ડાયરેક્ટ્લી લીક્વીડ અથવા ઓઇન્ટમેન્ટ એપ્લાય કરવું ઉ.દા: થ્રોટમાં gargles અને swabbing.

(ii)બોડી કેવીટી માં મેડીકેશન નું ઇન્શર્શન કરવું જેમ કે ઉ.દા : રેક્ટમ અથવા વજાઇનામા સપોઝીટરી.

(iii)બોડી કેવીટીમાં ફ્લુઇડ નુ ઇન્સ્ટીલીન્ગ : ઉ.દા. તરીકે ઇયર ડ્રોપ્સ, નેઝલ ડ્રોપ્સ, બ્લાડર અથવા રેક્ટલ ઇન્સ્ટીલેશન.

(iv) બોડી કેવીટીનું ઇરીગેશન : આઇસ, ઇયર , નોઝ, વજાઇના, બ્લાડર અને રેક્ટમનું ઇરીગેશન.

(V)સ્પ્રે: ઉ.દા. નોઝ એન્ડ થ્રોટ.

6) ઇન્ટ્રાઓક્યુલર રૂટ: પેશન્ટ ની આઇસ માં કોન્ટેક્ટ લેન્સમાં મેડીકેશન નું એડમિનિસ્ટ્રેશન કરવામા આવે છે. Pilocarpine,એ ગ્લુકોમા માટે યુઝ થતી એક મેડીકેશન છે.

7) ઇન્સ્ટીલેશન: ઇન્સ્ટીલેશનમા ડ્રગ ને લિક્વિડ ફોર્મ માં બોડી કેવીટી અથવા બોડીના ઓરીફીસ જેમ કે આઇસ, ઇયર્સ, રેક્ટમ અને વજાયનામા એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.

8)ઇન્સર્શન: તેમા બોડી ના ઓરિફિસ માં ડ્રગ્સ ના સોલીડ ફોર્મ ને ઇન્ટ્રોડ્યુસ કરવામા આવે છે.

9) ઇમ્પ્લાન્ટેશન: તેમા બોડી ની ટીશ્યુસ મા સોલીડ ડ્રગ્સ નું પ્લાન્ટીન્ગ અથવા પુટીન્ગ કરવામા આવે છે.

10) પેરેન્ટ્રલ રુટ: પેરેન્ટ્રલ રુટ મા એલિમેન્ટ્રી ટ્રેક્ટ સિવાય બોડી માં અન્ય જગ્યાએ થેરાપ્યુટીક એજન્ટોનો એડમીનીસ્ટ્રેશન કરવામાં આવે છે.

ટાઇપ્સ ઓફ પેરેન્ટ્રલ રુટ્સ:

( A ) ઇન્ટ્રાડર્મલ રુટ(ID): ઇન્ટ્રાડર્મલ રુટ મા એપીડર્મીસ ની નીચે ડર્મીસ લેયર મા ઇન્જેક્શન આપવામાં આવે છે. (Intradermal injection 10-15° )

(B) સબક્યુટેનિયસ રુટ(SC): સબક્યુટેનિયસ રુટમાં ઇન્જેક્શન એ સ્કીનની ડર્મીસ લેયરની નીચે ટીશ્યુસમાં એડમિનિસ્ટર કરવામાં આવે છે.( Subcutaneous injection 45° )

( C )ઇન્ટ્રામસ્ક્યુલર રુટ(IM): ઇન્ટ્રા મસ્ક્યુલર રૂટમાં ઇન્જેક્શન એ મસલ્સ મા એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. (Intramuscular injection 90°)

( D )ઇન્ટ્રાવિનસ રુટ(IV): ઇન્ટ્રા વિનસ રૂટમાં મેડીકેશન ને વેઇન મા એડમિસ્ટર કરવામાં આવે છે. (Intravenous injection 25°)

( E )ઇન્ટ્રાઆર્ટીરિયલ રુટ: ઇન્ટ્રા આર્ટીરિયલ રૂટ માં મેડીકેશન ને ડાયરેક્ટ્લી આર્ટરીસ માં એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે આ રૂટ એ મોસ્ટ કોમનલી એવા ક્લાઇન્ટ કે જેને આર્ટીરિયલ્સ ક્લોટ્સ હોય તેમાં યુઝ કરવામાં આવે છે.

( F )ઇન્ટ્રાકાર્ડીયાક રુટ: ઇન્ટ્રા કાર્ડીયાક રુટમાં મેડીકેશન ને ડાયરેક્ટ્લી કાર્ડીયાક ટીશ્યુસમા એડમીનીસ્ટ્રેશન કરવામાં આવે છે

( G )ઇન્ટ્રાથીકલ રુટ: ઇન્ટ્રાથીકલ રુટ મા બ્રેઇન ના એક વેન્ટ્રિકલમાં સબએરાક્નોઇડ સ્પેસમાં પ્લેસ કરવામાં આવેલા કેથેટર દ્વારા એડમીનીસ્ટ્રેશન કરવામાં આવે છે.

( H )ઇન્ટ્રાઓસીયસ રુટ: આ મેડીકેશન ને ડાયરેક્ટલી બોન મેરો માં ઇન્ફ્યુઝન કરવામા આવે છે. તેનો યુઝ ઇન્ફન્ટ અને ટોડલરમાં થાય છે જેમને ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસમાં પુઅર એક્સેસ હોય છે.

( I )ઇન્ટ્રાપેરિટોનીયલ રુટ: ઇન્ટ્રા પેરિટોનિયલ રૂટમાં મેડીકેશન ને ડાયરેક્ટ્લી પેરીટોનીયલ કેવીટીમાં એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે જેમાં મેડીકેશન એ સર્ક્યુલેશનમાં એબ્ઝોર્બ થાય છે.મોસ્ટલી એન્ટીબાયોટિક્સ અને કીમોથેરાપ્યુટિક્સ એ ઇન્ટ્રા પ્લુરલ રૂટ દ્વારા એડમિનિસ્ટર કરવામાં આવે છે.

( J )એપીડ્યુરલ રુટ: એપિડ્યુરલ સ્પેસ માં કેથેટર દ્વારા મેડીકેશન કે જે એનેસ્થેસિયોલોજિસ્ટ દ્વારા મૂકવામાં આવે છે જે પોસ્ટઓપરેટીવ્લી પછી એનાલજેસીયા ના એડમીનીસ્ટ્રેશન માટે યુઝ થાય છે.

( K )ઇન્ટ્રાપ્લુરલ રુટ: ઇન્ટ્રા-પ્લ્યુરલ માં ચેસ્ટ વોલ દ્વારા અને ડાયરેક્ટલી પ્લ્યુરલ સ્પેસમાં મેડીકેશન ને એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. કીમોથેરાપ્યુટિક્સ,એન્ટિબાયોટિક્સ આ રુટ દ્વારા આપવામાં આવે છે તેમજ પરસીસ્ટન્ટ પ્લ્યુરલ ઇફ્યુઝન ને રિઝોલ્વ કરવા માટે પણ આપવામાં આવે છે.

( L )ઇન્ટ્રાઆર્ટિક્યુલર રુટ: ઇન્ટ્રા આર્ટિક્યુલર રૂટમાં મેડીકેશન ને જોઇન્ટમાં એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)

a) Nurse’s role in collection of specimens નમૂનાના સંગ્રહમાં નર્સની ભૂમિકા

સ્પેસીમેન કલેક્શન કરવું એ નર્સ નું ખૂબ જ અગત્યનું કાર્ય છે નર્સ એ પ્રોપર મેથડથી સેમ્પલ કલેક્ટ કરવા અને લેબોરેટરીમાં સમયસર પહોંચાડવા ખૂબ જ જરૂરી હોય છે.

Preparation of the Patient.

  • જે પ્રકારના સ્પેસીમેન લેવાના હોય તે મુજબ પેશન્ટને ફિઝિકલી અને મેન્ટલી પ્રિપેર કરવો.
  • પેશન્ટનું સ્પેસીમેન ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લેવાનું છે તે ખાસ સમજાવું જોઈએ.
  • સ્પેસીમેન કલેક્ટ કરતી વખતે કન્ટેનર ની બહારની સાઈડ ગંદી થવી ન જોઈએ નહીંતર કર્મચારીને હેન્ડલિંગ કરવામાં તકલીફ પડી શકે છે તથા ઇન્ફેક્શન પણ ફેલાઈ શકે છે.
  • જે કન્ટેનરમાં સેમ્પલ કલેક્ટ કરવાનું હોય તે કન્ટેનર ક્લીન અનબ્રેકેબલ હોવું જોઈએ અને તે કોઈપણ જગ્યાએથી ડેમેજ ન હોવું જોઈએ.
  • કલ્ચરની તપાસ માટે સ્પેસિફિક ટેસ્ટ માટે સ્પેસિફિક સેમ્પલની કોન્ટીટી હોવી જોઈએ સેમ્પલ પર લગાડેલ લેબલ ક્લિયર દેખાય તે મુજબનું હોવું જોઈએ.
  • મોટાભાગના સ્પેસીમેન ફ્રેશ અને અર્લી મોર્નિંગ માં કલેક્ટ કરેલા હોવા જોઈએ.
  • કલેક્શનની કરેક્ટ મેથડ અપનાવવી જોઈએ અમુક પ્રકારની તપાસ માટે લેબોરેટરી માંથી અલગ બલ્બ આવે છે તેમાં સ્પેસીમીન કલેક્ટ કરવું જોઈએ.
  • આ ઉપરાંત હોસ્પિટલમાં અલગ અલગ સેમ્પલ ના કલેક્શન માટે અલગ અલગ ટેસ્ટ ટ્યુબ આવે છે તેના અલગ અલગ કલરમાં દર્શાવ્યા મુજબ સેમ્પલ પ્રોપર કલરની ટ્યુબમાં કલેક્ટ કરવું જોઈએ.
  • ફીમેલ પેશન્ટમાં મેન્સ્ટ્રેશન સાયકલ ના પિરિયડ દરમિયાન યુરિન અને સ્ટુલના સેમ્પલ કલેક્ટ કરવા ટાળવા જોઈએ અથવા કલેક્ટ કરવા પડે તેમાં હોય તો તે બ્લડ દ્વારા કંટામીનેટેડ ન થાય તે મુજબ યોગ્ય ટેકનિકથી કલેક્ટ કરવા જોઈએ આ માટે વજાયનલ ટેમ્પુન નો ઉપયોગ પણ કરી શકાય છે.

Preparation of Equipment.

  • સેમ્પલ કલેક્શન માટે અલગ અલગ પ્રકારના બોટલ અને કન્ટેનર અવેલેબલ હોય છે જે નીચે મુજબ સેમ્પલ ની જરૂરિયાત મુજબ પસંદ કરવામાં આવે છે.
  • કાચના મોટા મોઢા વાળી બોટલ યુરીન સેમ્પલ કલેક્ટ કરવા માટે વપરાય છે.
  • કાચની નાની બોટલ સ્ટુલ એક્ઝામિનેશન માટે વપરાય છે.
  • 24 કલાકના યુરિન કલેક્શન કરવા માટે કાચની મોટી બોટલ વપરાય છે.
  • સ્પુટમ અને સ્ટૂલ કલેક્ટ કરવા માટે કાચની કવરવાળી જાર વાપરવામાં આવે છે.
  • કલ્ચર એક્ઝામિનેશન માટે સ્ટરાઇલ ટેસ્ટ ટ્યુબ કે બોટલ વાપરવામાં આવે છે.
  • સ્મિયર બનાવવા માટે ક્લીન સ્લાઈડ વાપરવામાં આવે છે.

b) Methods of physical examination શારીરિક તપાસની પધ્ધતિઓ

ફિઝિકલ એક્ઝામિનેશન એટલે પેશંT ની ફિઝિકલ તથા સાયકોલોજીકલ કન્ડિશનના વિગતવાર ઇન્સ્પેક્શન અથવા તો વિગતવાર સ્ટડીને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવામાં આવે છે..

શારીરિક તપાસની પધ્ધતિઓ :-

ઇન્સ્પેક્શન: આ મેથડમાં પેશન્ટની જનરલ કન્ડિશન તેના બોડીના ઓબ્ઝર્વેશન પરથી જાણવામાં આવે છે મતલબ કે આમાં પેશન્ટનો જનરલ દેખાવ જોવામાં આવે છે પેશન્ટની સ્કીનનો કલર કેવો છે સ્કીન પર કોઈ રેસિસ છે કે નહીં અથવા શરીરમાં કોઈ પણ જગ્યાએ ડિફર્મેટી હોય તો તેની તપાસ કરાય છે પેશન્ટની ડાયટ હિસ્ટ્રી લેવામાં આવે છે ઇન્સ્પેક્શનમાં પેશન્ટની તમામ ફરિયાદ ડોક્ટર સાંભળે છે અને તેના અનુસંધાને હિસ્ટ્રી લખાઈ છે આમ ઇન્સ્પેક્શન દ્વારા પેશન્ટની બીમારીની હિસ્ટ્રી હાલની કમ્પ્લેન અને બોડી ફંક્શન જાણી શકાય છે

 પાલ્પેશન:એટલે હાથ લગાવીને તપાસ કરવી શરીરના ભાગોને ફીલ કરીને તપાસ કરવાની ક્રિયા પાલ્પેશન માટે ફિંગર્સ નો ઉપયોગ થાય છે તેનાથી ઓર્ગન ની સાઇઝ અને પોઝિશન જાણી શકાય છે આ ઉપરાંત ગરદનના ભાગમાં કોઈપણ ટ્યુમર હોય અથવા એક એક્ઝિલા કે ગ્રોઇn માં ટેન્ડરનેસ જણાય ત્યારે આ એક્ઝામ કરવામાં આવે છે

પરકશન:પરકશનમાં પેશન્ટના બોડી પાર્ટ્સ ઉપર ફિંગર્સ રાખીને તેના ઉપર ટેપીંગ કરવામાં આવે છે ટેપિંગ દ્વારા ઇન્ટર્નલ ઓર્ગન નો સાઉન્ડ સાંભળીને અવલોકન કરવામાં આવે છે જેનાથી ઇન્ટર્નલ ઓર્ગન્સની કન્ડિશનનો ખ્યાલ આવે છે પેશન્ટનું બ્લાડર ફૂલ છે કે ખાલી તે પરકશન દ્વારા જાણી શકાય છે આ ઉપરાંત ચેસ્ટ , એડોમીનલ અને બેક ના ભાગ પર પરકશન દ્વારા એક્ઝામિનેશન કરી શકાય છે.

અસ્કલ્ટેશન:આમાં સ્ટેટથોસ્કોપ કે ફીટોસ્કોપ વડે પેશન્ટની બોડી ની અંદર નો સાઉન્ડ સાંભળવામાં આવે છે આમાં ચેસ્ટ નો અવાજ સાંભળવો હાર્ટરેટ સાંભળવા બ્લડપ્રેશર લેવા માટે આ રીતનો ઉપયોગ કરાય છે

મેનીપ્યુલેશન :ઓર્ગન ની ફલેક્સીબિલિટી જાણવા માટે આ રીતનો ઉપયોગ કરાય છે દાખલા તરીકે ની નેક ની રિઝિડિટી, હાથની ફ્લેક્સન,, એબ્ડક્શન હલનચલન વગેરે

સ્પેશિયલ ઈક્વિપમેન્ટ:અમુક જાતના તપાસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ દ્વારા કરવામાં આવે છે દાખલા તરીકે ઓટોસ્કોપ,ઓપ્થેલ્મો સ્કોપ, સ્પેક્યુલમ સ્કોપ,એક્સ રે સોનોગ્રાફી વગેરે દ્વારા

c) Factors affecting on blood pressure બ્લડ પ્રેશરને અસર કરતા પરિબળો

1. ઉંમર:-ઉમર વધવા ની સાથે બ્લડ પ્રેશર માં વધારો થાય છે.સામાન્ય રીતે પુખ્ત વય ની ઉમર માં 120/80 mm/Hg હોય છે

2 ઈમોશન :- તણાવ, ગંભીર લાગણીઓ. અસ્વસ્થતા, ડર, પીડા, તાણ, સહાનુભૂતિશીલતા થી નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે, વાસોકોન્સ્ટ્રક્શન આવે છે, હાર્ટ સંકોચનમાં વધારો કરે છે.જેથી બ્લડ પ્રેશર માં ચેન્જીસ આવે છે

3 જાતિ :- મુજબ તરુણાવસ્થા પછી, પુરૂષોનું બ્લડ પ્રેશર સ્ત્રીઓ કરતાં વધુ હોય છે. પણ પછી

મેનોપોઝ સ્ત્રીઓમાં સમાન ઉંમરના પુરૂષો કરતાં હાઈ બીપી હોય છે

4. વંશીયતા: એર્પેન અમેરિકનો કરતાં આફ્રિકન-અમેરિકનોમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધુ છે

5.લાઈફ સ્ટાઈલ :- જે લોકો મીઠું અને અસંતૃપ્ત ફેટી એસિડથી ભરપૂર ખોરાક લે છે, તેઓને વધુ બ્લડ પ્રેશર હોય છે કોકેઈનનો ઉપયોગ પણ બ્લડ પ્રેશર વધારે છે.કેફીન લેવાથી બ્લડ પ્રેશર પણ વધે છે અને ધૂમ્રપાન , નિકોટિન વગેરે બ્લડ પ્રેશર વધારે છે.

6.વ્યાયામ: નિયમિત કસરત બ્લડ પ્રેશર ઘટાડે છે એચ નોર્મલ રીતે વ્યક્તિનું બીપી વહેલી સવારે અને ઓછું હોય છે.

7 .મેડિસિન : ઓપીયોઇડ એનાલજિક્સ, એન્ટિહાઇપરટેન્સિવ દવાઓ માં બ્લડ પ્રેસર માં ચેન્જ આવે છે

8. કેમિકલ : જેમ કે એપિનેફ્રાઇન. ADH એન્જીયોટેન્સિન II વાસ્ટ્રિક્શનનું કારણ બને છે

બ્લડ પ્રેશરનું નિયમન:વાસોમોટર સેન્ટર બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે કીમોરિસેપ્ટર સમગ્ર વેસલ્સ પ્રણાલીમાં સ્થિત બેરો રોપ્ટર બ્લડ અને તેની રાસાયણિક રચના પ્રત્યે સંવેદનશીલ હોય છે. આ રીસેપ્ટર્સ વાસોમોટર સેન્ટરમાં આવેગ મોકલે છે જે બીપીને સામાન્ય મર્યાદામાં રાખવા માટે વાસોડિલેશન અથવા વાસોકોન્સ્ટ્રક્શન કરી શકે છે.

d) Ethics in nursing નર્સિંગમાં નીતિશાસ્ત્ર

1.ઓટોનોમી:-તેમાં પોતાનું સેલ્ફ ડિસિઝન લેવાના અધિકારોનો ઉલ્લેખ થાય છે એવા લોકો કે જે પોતાની રીતે ડિસિઝન લઈ શકતા હોય નર્સ એ ઓટોનોમીનો ગુણધર્મ અપનાવો જોઈએ તેમજ એવી વ્યક્તિઓ કે જે પોતાના માટે નિર્ણય લેવા સક્ષમ નથી તેના માટે ડિસિઝન લેનાર અથવા તેના માટે નિર્ણય લેવા માટે ની માટેની એબિલિટી હોવી જોઈએ

2.જસ્ટિસ:-આમાં બધા જ ક્લાઈન્ટને સરખી રીતે એટલે કે એક્વલી રીતે કરવાનો સમાવેશ થાય છે પછી તે ક્લાઈન્ટ કોઈપણ સોસાયટી અથવા ગ્રુપમાંથી આવતો હોય હેલ્થ કેર સિસ્ટમ એ બધા જ માટે પ્રોવાઇડ કરવામાં આવે છે તેમાં તેની હેલ્થ એટલે કે મેડિકલ નીડના બેઝિસ પર ટ્રીટમેન્ટ અને કેર પ્રોવાઇડ કરવામાં આવે છે તેમાં તેના સોશિયલ સ્ટેટસ કે રેસ અથવા તો જેન્ડરમાં ભેદભાવ કરવામાં આવતો નથી

૩.નોન-માલ એફિશિયન્સ:-તેનો અર્થ ખુદને કે બીજાને નુકસાન ના પહોંચાડવાનું થાય છે આથી પોતાના કારણે બીજાને કોઈ નુકસાન થવું જોઈએ નહીં નસે તેના નોલેજ અને સ્કીલનો ઇફેક્ટિવ કેર આપવા માટે ઉપયોગ કરવો જોઈએ જેથી નુકશાન થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે

4. બેનિફિશન્સ:- તેનો અર્થ સારું થવા ને ને પ્રમોટ કરવું અને સારું કરવું એવો થાય છે તેને બીજા શબ્દોમાં કહીએ તો સારા કરવા માટે એન્કારેજ કરવું દાખલા તરીકે ઈમ્યુનાઇઝેશન દરમિયાન થોડું ડિસ્કોમ્ફર્ટ થાય પણ તે સોસાયટી તેમજ વ્યક્તિગત માટે પ્રોટેક્ટિવ બેનિફિટ કરે છે

5.ફીડાલિટી:-એનો અર્થ થાય છે કે પ્રોમિસ એવી જ આપવી જેનું તમે પાલન કરી શકો. આપેલી પ્રોમિસને ફોલો કરવી જોઈએ

6.એકાઉન્ટિબિલિટી:- તે પોતાના દ્વારા આપવામાં આવતી કેર માટે જવાબદાર છે તેથી તેના દ્વારા થતી પ્રેક્ટિસ અને એક્શન માટે તેને નોલેજ હોવું જોઈએ

7.કોન્ફિડેન્સીયા લીટી:-પેશન્વિટ વિશેની ઇન્ફોર્મેશન તેમજ તેના પ્રોટેક્શન માટેની કોન્ફિડન્સિયાલીટી રાખવામાં આવે છે તેમજ પેશન્ટ ની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન પોતાના પૂર્તિ જ મર્યાદિત રાખે છે

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)

a) Infection – ઈન્ફેકશન

Infection (ઇન્ફેક્શન) ની વ્યાખ્યા:

Infection (ઇન્ફેક્શન) એ બોડી ના અંદર કે બહાર માઇક્રો ઓર્ગેનિઝમ્સ (microorganisms) જેમ કે બેક્ટેરિયા (bacteria), વાયરસ (virus), ફંગસ (fungus), અને પેરાસાઇટ્સ (parasite) દ્વારા ઉત્પન્ન થતી પેથોલોજિકલ કન્ડીશન છે, જેમાં આ માઇક્રોઓર્ગેઝમ્સ એ બોડી ના ટીશ્યુસ (tissues) પર આક્રમણ કરી તેની સામાન્ય કાર્યક્ષમતાને બગાડે છે. Infection (ઇન્ફેક્શન) એ ત્યારે થાય છે જ્યારે આ સૂક્ષ્મજીવીઓ શરીરના ઇમ્યુન સિસ્ટમ (immune system) ને પાર કરીને ફેલાય છે અને ઇન્ફ્લામેશન (inflammation), ફીવર (fever), પેઇન (pain), ફટીગ (fatigue), અને અન્ય લક્ષણો ઊભા કરે છે. આ સ્થિતિમાં જીવાણુઓ શરીરના વિશિષ્ટ અંગો કે સિસ્ટમોમાં પ્રવેશ કરીને સંક્રમણ (contagion) ફેલાવે છે. Infection (ઇન્ફેક્શન) નું સંક્રમણ સીધા કોન્ટેક્ટ (direct contact), એઇરબોન ડ્રોપલેટ્સ (airborne droplets), કંટામીનેટેડ ફૂડ અને વોટર (contaminated food or water), અથવા અન્ય બોડી (body fluids) દ્વારા થઈ શકે છે. Infection (ઇન્ફેક્શન) નુ પ્રિવેન્સન અને ટ્રીટમેન્ટ માટે યોગ્ય હાઇજીન (hygiene), વેક્સીનેશન (vaccination), અને એન્ટિબાયોટિક્સ (antibiotics) અથવા એન્ટિવાયરલ ડ્રગ્સ (antiviral drugs) નો ઉપયોગ જરૂરી છે.

e) Bradypnea – બ્રેડીપનિયા

બ્રેડીપ્નીયા એટલે એબનોર્મલ સ્લો બ્રીધીંગ .જયારે રેસ્પીરેશન  દર 10 /min હોય ત્યારે તે સ્થિતિ ને બ્રેડિપ્નિઆ કહે છે.

b) Cyanosis – સાયનોસીસ

સાયનોસીસ એ એક મેડિકલ કન્ડિશન છે જેને સ્કીન , મયુકસ મેમરેન અને નેઇલ બેડ માં બ્લૂ ઇસ ડિસ્કલરેશન જોવા મળે છે જે બ્લડમાં ઓક્સિજનની ઓછી માત્રા બતાવે છે જેથી હિમોગ્લોબિનમાં ડીઓક્સિજન વધે છે તેથી આ કન્ડિશન જોવા મળે છે સામાન્ય રીતે respiratory અને cardiovascular પ્રોબ્લેમમાં આ સાઇન જોવા મળે છે જેથી તેનું કારણ જાણી યોગ્ય ટ્રીટમેન્ટ આપી શકાય.

f) Rigor mortis – રાઈગર મોરટીસ

રિગોર મોર્ટિસ( Rigor mortis): ડેથ પછી લગભગ 2-4 કલાક પછી બોડી નું સ્ટીફ થવું એ બોડી નું સ્ટીફનીન્ગ છે. તે એડેનોસિન ટ્રાઇફોસ્ફેટ ના અભાવને કારણે થાય છે જે બોડી માં ગ્લાયકોજન ના અભાવને કારણે સિન્થેસાઇઝ થતું નથી. મસલ્સ ફાઇબરના રિલેક્સેશન માટે ATP જરૂરી હોય છે. તેના અભાવથી મસલ્સ એ કોન્ટ્રાક્ટ થાય છે જે બદલામાં જોઇન્ટ્સ ને ઇમમોબિલાઇઝ કરે છે. તે ઇનવોલ્યુન્ટરી મસલ્સ (હાર્ટ, બ્લાડર વગેરે) થી શરૂ થાય છે અને પછી નેક, હેડ અને ટ્રન્ક સુધી આગળ વધે છે અને અંતે એક્સટ્રીમીટીસ સુધી પહોંચે છે. તે ડેથ પછી લગભગ 96 કલાક પછી બોડી છોડી દે છે.

c) Oliguria – ઓલિગુરિયા

ઓલીગયુરિયા(Oligouria): ઓલીગયુરિયા એટલે 24 કલાકમાં 500ml કરતા ઓછા અમાઉન્ટ મા યુરીન નુ ફોર્મેશન અને એક્સક્રીશન થવું. ઓલીગયુરીયા એ સિવ્યરલી ફ્લુઇડ ઇન્ટેક ડીક્રીઝ થવાના કારણે અથવા કોઇપણ એવી ડીસીઝ કે જે બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટ મા ફ્લુઇડ લોસ કરતી હોય તો તેના કારણે ઓલીગ યુરીયા ની કન્ડિશન થઇ શકે છે.ઉ.દા: વોમિટીંગ, ડાયરીયા, ડાયાફરેસી, બર્ન અને બ્લિડિંગ.

g) Enuresis – એન્યુરેરિશ

એન્યુરસીસ સામાન્ય રીતે બેડ વેટીંગ તરીકે ઓળખાય છે જેમાં involuntary urine પાસ થાય છે સામાન્ય રીતે ઊંઘ દરમિયાન જોવા મળે છે આ બાળકોમાં ખૂબ જ કોમન છે પરંતુ એડલ્ટમાં પણ જોવા મળે છે તેના મુખ્ય બે પ્રકાર છે. જીનેટીક ફેક્ટર્સ ડેવલોપમેન્ટલ પ્રોબ્લેમ્સ મેડિકલ કન્ડિશન અને સાયકોલોજીકલ ફેક્ટર્સ આ થવા માટે જવાબદાર છે.

d) Asepsis-એસેપ્સીસ

એસેપ્સીસ એટલે કે ડીસીઝ ઉત્પન્ન કરતાં માઈક્રો ઓર્ગેનિઝમ થી ફ્રી હોવું. જેનો ઉપયોગ હોસ્પિટલ માં સર્જરીમાં અને લેબોરેટરીમાં સ્ટરાઈલ ફિલ્ડ મેન્ટેન કરવા અને સ્ટરાઈલ પ્રેક્ટિસ કરવા માટે એટલે કે પેથોજન્સથી કંટામીનેશન ન થાય તે અટકાવવા માટે થાય છે. એસેપ્સીસ નો મુખ્ય હેતુ ઇન્ફેક્શનના રિસ્ક ને ઓછો કરવો અને સ્ટરાઈલ એન્વાયરમેન્ટ આપવા નો છે . તેના માટે ઘણા બધા સ્ટરીલાઇઝિંગ ઇક્વિપમેન્ટ અને એન્ટિસેપ્ટિક અને ક્લિનિંગ એજન્ટ નો ઉપયોગ થાય છે જેનાથી બેક્ટેરિયા વાયરસ અને બીજા માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રોથ પ્રિવેન્ટ કરી શકાય છે જેને એસેપ્સીસ કહેવા માં આવે છે.

H) Temperature – તાપમાન

ટેમ્પરેચર એ પદાર્થના કણોની સરેરાશ ગતિજ ઊર્જાનો માપ છે (measure of the average kinetic energy of the particles in a substance). તે દર્શાવે છે કે વસ્તુ અથવા પર્યાવરણ કેટલું ગરમ અથવા ઠંડુ છે અને સામાન્ય રીતે થર્મોમિટર દ્વારા માપવામાં આવે છે. તાપમાનના સામાન્ય એકમો છે સેલ્સિયસ (°C), ફોરનહાઇટ (°F), અને કેલ્વિન (K).

Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો.

1.OD means……..
ઓડી નો અર્થ…….. ✅ Answer: Once a day (દિવસમાં એક વાર)
તર્ક: Medical shorthand મુજબ OD એટલે “Omni Die” (Latin), જેનો અર્થ થાય છે –માં એકવાર દવા આપવી.

2……….bed is provided to patient having breathing difficulty. શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા દર્દીને …….બેડ આપવામાં આવે છે. ✅ Answer: Fowler’s bed (ફાઉલર્સ બેડ)
તર્ક: Fowler’s positionમાં બેડના હેડ ભાગને ઊંચો કરવામાં આવે છે, જેથી દર્દીને શ્વાસ લેવામાં સહાય થાય છે – આ બેડ શ્વાસ સંબંધિત રોગોમાં ઉપયોગી છે.

3.One tea spoon ………ml
એક ચાની ચમચી ……..ml. ✅ Answer: 5 ml (૫ મિ.લિ.)
તર્ક: એક ચમચીનો માપ સામાન્ય રીતે 5 મિલી લીટર માનવામાં આવે છે – જે દવાઓ માટે નિયમિત માપ છે.

4.1 ounce ……..ml.
1ઔંસ…..ml. ✅ Answer: 30 ml (૩૦ મિ.લિ.)
તર્ક: 1 fluid ounce = 29.57 ml, પણ સામાન્ય રીતે round figure તરીકે 30 ml ગણવામાં આવે છે દવાઓ માટે.

5.Normal temperature and pulse ratio is ……..
સામાન્ય તાપમાન અને પલ્સ રેશિયો……. છે ✅ Answer: 1:4 (૧:૪)
તર્ક: સામાન્ય રીતે દરેક 1°F તાપમાને પલ્સ દરમાં આશરે 4 ધબકારા વધી શકે છે, એટલે તાપમાન અને પલ્સ વચ્ચેનો સામાન્ય ગુણોત્તર 1:4 છે.

(B) Match the following – જોડકા જોડો.

A B

(A) Increased urine output પેશાબ આઉટપુટમાં વધારો (A) Pulse rate over 100bpm ૧૦૦ bpm ઉપરપલ્સ રેટ

(B) Tachycardia ટેકીકાર્ડિયા (B) Lithotomy position લિથોટોમી સ્થિતિ

(C) Anorexia એનોરેકિસયા (C) Polyurea પોલિયુરિયા

(D) Respiratory Centre શ્વસન કેન્દ્ર (D) Loss of appetite ભૂખ ન લાગવી

(E) Vaginal examination યોનિની પરીક્ષા (E) Medulla oblongata મેડુલા ઓબ્લોન્ગાટા


Column A (કૉલમ A)Column B (કૉલમ B)સાચું જોડાણ
(A) Increased urine output – પેશાબ આઉટપુટમાં વધારો(C) Polyuria – પોલિયુરિયાસાચું
(B) Tachycardia – ટેકીકાર્ડિયા(A) Pulse rate over 100 bpm – ૧૦૦ bpm ઉપરસાચું
(C) Anorexia – એનોરેકિસિયા(D) Loss of appetite – ભૂખ ન લાગવીસાચું
(D) Respiratory Centre – શ્વસન કેન્દ્ર(E) Medulla oblongata – મેડ્યુલા ઓબ્લોન્ગાટાસાચું
(E) Vaginal examination – યોનિની પરીક્ષા(B) Lithotomy position – લિથોટોમી સ્થિતિસાચું

🔁 Final Matching Summary:

  • (A) Increased urine output → (C) Polyuria
  • (B) Tachycardia → (A) Pulse rate over 100 bpm
  • (C) Anorexia → (D) Loss of appetite
  • (D) Respiratory Centre → (E) Medulla oblongata
  • (E) Vaginal examination → (B) Lithotomy position

(C) Multiple choice questions- નીચેના માંથી સાચો વિકલ્પ લખો.

1.Vital signs includes – મહત્વપૂર્ણ ચિહ્નોમાં સમાવેશ થાય છે

(a) Temperature -તાપમાન

(b) Respiration- શ્વસન

(c) Blood sugar- બ્લડ સુગર

Correct answer: (d) a and b – a અને b
તર્ક: Vital signs એટલે શરીરના મૂળભૂત જીવનચિહ્નો જેમ કે Temperature (તાપમાન), Respiration (શ્વસન), Pulse, અને Blood Pressure.
Blood sugar vital sign ન હોવાથી તે અહીં સમાવવામાં ન આવે.

2.Left lateral position is provided to – લેફટ લેટરલ પોઝિશન આપવામાં આવે

(a) Examine chest ચેસ્ટની તપાસ

Correct answer: (b) Examine rectum – રેક્ટમની તપાસ
તર્ક: Left lateral position એટલે દર્દીને ડાબી બાજુ પર લંબાવી રાખવો. આ સ્થિતિ rectal examination, enemas, suppository માટે સામાન્ય રીતે આપવામાં આવે છે.

(c) Examine spine સ્પાઈનની તપાસ

(d) Examine both ears
બંને કાનની તપાસ

3.Group of drugs used to reduce body temperature is -શરીરનું તાપમાન ઘટાડવા માટે વપરાતી દવાઓનું જૂથ છે

(a) Antihypertensive એન્ટિહાયપરટેન્સીવ

(b) Antiemetic એન્ટિઈમેટિક

Correct answer: (c) Antipyretic – એન્ટિપાયરેટિક
તર્ક: Antipyretics એ દવાઓ છે જે શરીરનું તાપમાન ઘટાડે છે, જેમ કે Paracetamol.

  • Antibiotics → બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે
  • Antihypertensives → High BP માટે
  • Antiemetics → Vomiting માટે

(d) Antibiotic એન્ટિબાયોટિક

4.Auscultation is done by using – અસ્કલસ્ટેશન શેના ઉપયોગ વડે થાય છે.

Correct answer: (a) Stethoscope – સ્ટેથોસ્કોપ
તર્ક: Auscultation એટલે શરીરની અંદર ચાલતી અવાજો (જેમ કે હૃદય ધબકારા, ફેફસાની અવાજ) સાંભળવી. આ માટે સ્ટેથોસ્કોપ વપરાય છે.

(b) Thermometer થર્મોમીટર

(c) Sphygmomanometer ફિગ્મોમેનોમીટર

(d) None of the above ઉપરના એકપણ નહિ

5.Insomnia means – ઈનસોમ્નિયા એટલે

(a) Inability to walk ચાલવામાં અસમર્થતા

(b) Unconsciousness બેભાન

Correct answer: (c) Inability to sleep – ઊંઘમાં અસમર્થતા
તર્ક: Insomnia એ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિને ઊંઘ નહીં આવે કે ઊંઘ ટકી ન રહે.

(d) Inability to eat ખાવામાં અસમર્થતા

Published
Categorized as Uncategorised