24/09/2024
Q-1 a. What is attitude? – એટીટયુડ એટલે શું?
એટીટ્યુડ એટલે કોઈપણ સિચ્યુએશન મા વ્યક્તિ ને કોઈપણ એક પર્ટિક્યુલર મેનરમા વર્તન કરવાની કે રીએક્ટ કરવાની રીતને તેના તરફનો તેનો એટીટ્યુડ કહેવામા આવે છે.
વ્યક્તિના બિહેવિયરને તેની માન્યતા મુજબ તેના વર્તન ને તે વ્યક્તિનો જે તે વસ્તુ કે સિચ્યુએશન તરફનો એટીટ્યુડ કહી શકાય છે.
એટીટ્યુડ પોઝિટિવ નેગેટિવ કે ન્યુટ્રલ હોઈ શકે છે.
b. How attitude is formed? – એટીટયુડ કેવી રીતે ફોર્મ થાય છે?
વ્યક્તિને તેના આજુબાજુના વાતાવરણમાથી જે કોઈ પણ અનુભવ થાય છે તે અનુભવ એ તેના તે વસ્તુ કે સિચ્યુએશન પ્રત્યેના એટીટ્યુડ ને ઉત્પન્ન થવા માટે અગત્યના છે. આ એટીટ્યુડ ઉત્પન્ન થવા માટે નીચે મુજબના પરિબળો ખૂબ જ અગત્યના હોય છે.
ફેમિલી..
એટીટ્યુડ ઉત્પન્ન થવા માટે ફેમિલી એ ખૂબ જ અગત્યનુ પરિબળ છે. ફેમિલીમા વ્યક્તિ પોતાનો ખૂબ મોટો સમય ગાળે છે અને પેરેન્ટ્સ તથા અન્ય બીજા સભ્યો દ્વારા કોઈપણ વસ્તુ કે વ્યક્તિઓ માટેની તેને માહિતી મળે છે. આ માહિતીના આધારે જે તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે તેનો એટીટ્યુડ ઉત્પન્ન થાય છે. આ એટીટ્યુડ નેગેટીવ પોઝિટિવ કે ન્યુટ્રોન હોઈ શકે છે.
પિયર્સ..
આમા વ્યક્તિ ને તેની સરખી ઉંમરના વ્યક્તિ, મિત્રો, પાડોશીઓ, વગેરે સાથે સમય પસાર કરવાથી તેના દ્વારા માહિતી મળે છે. તેના કોન્ટેક્ટમા આવવાથી કોઇપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની આ માહિતી તેનો એટીટ્યુડ ડેવલપ કરવામા મદદ કરે છે.
કન્ડિશન..
વ્યક્તિની આસપાસનુ વાતાવરણ તેના એટીટ્યુડ ને ડેવલપ કરવામા ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે. વ્યક્તિ પોતે જે તે સિચ્યુએશન માથી પસાર થાય છે અથવા કોઈપણ સિચ્યુએશનમા એડજસ્ટ થાય છે તેમાથી તેનો પોઝિટિવ કે નેગેટિવ એટીટ્યુડ જે તે સિચ્યુએશન પ્રત્યે તૈયાર થાય છે. કોઈપણ કન્ડિશન વ્યક્તિ માટે જો હકારાત્મક અનુભવ આપતી હોય તો તે વ્યક્તિ માટે તે કન્ડિશનનો અનુભવ પોઝિટિવ હોય છે. જો આ કન્ડિશન નકારાત્મક અનુભવ આપે તો નેગેટીવ એટીટ્યુડ પણ ડેવલપ થઈ શકે છે.
ઇન્સ્ટ્રક્શન..
કોઈપણ વ્યક્તિ તરફથી જ્યારે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ તરફ ની કોઈ પણ ઇન્સ્ટ્રક્શન કે સમજ આપવામા આવે ત્યારે તે વ્યક્તિ કે વસ્તુ તરફ નેગેટિવ કે પોઝિટિવ એટીટ્યુડ ઉત્પન્ન થાય છે. આ એટીટ્યુડ એ આપણી સમજણ શક્તિ પર પણ આધારિત હોય છે.
ઈમીટેશન..
આ કોઈપણ વસ્તુ શીખવા માટે ખૂબ જ અગત્યનું છે. જ્યારે કોઈ પણ બાળક તેની આજુબાજુ પેરેન્ટ્સ પાસેથી કોઈપણ વસ્તુ કોપી કરવાનો પ્રયત્ન કરે છે અને તે મુજબ વર્તન કરવાનો પ્રયત્ન કરે છે. જે તેનો એટીટ્યુડ ડેવલપ કરવામા મદદ કરે છે.
ઓબ્ઝર્વેશન..
જ્યારે કોઈપણ વ્યક્તિ તેની આજુબાજુના વ્યક્તિ કે વસ્તુ નુ ઓબ્ઝર્વેશન કરે છે ત્યારે તેના કોઈપણ વર્તનથી તે પ્રભાવિત થાય છે અને તેના લીધે તેના એટીટ્યુડમા પણ પરિવર્તન આવે છે.
આ ઉપરાંત ઘણા સોશિયલ અને ઇકોનોમિકલ સેક્ટર્સ એટીટ્યુડ ને ડેવલપ કરવા માટે ખૂબ જ અગત્યના છે. પડોશીઓ, સ્કૂલનુ વાતાવરણ, ફ્રેન્ડ્સ, સોશિયલ મીડિયા તેમજ અન્ય બાબતો એ એટીટ્યુડ ના ડેવલપમેન્ટ માટે ખૂબ જ અગત્ય ના છે.
c. How will nurse change the negative attitude of patient in to a positive one?
નર્સ દર્દીના નકારાત્મક વલણને હકારાત્મકમાં કેવી રીતે બદલશે?
હોસ્પિટલમા દર્દી સાથે કામ કરતી વખતે નર્સનો એટીટ્યુડ એ દર્દી પર ખૂબ જ અગત્યની અસર ઉત્પન્ન કરે છે. નર્સનો પોઝિટિવ એટીટ્યુડ એ દર્દીના એટીટ્યુડ ને ચેન્જ કરવા માટે તેમજ પોઝિટિવ એટીટ્યુડ મા કન્વર્ટ કરવા માટે ખૂબ જ અગત્ય નો છે.
કોઈપણ વ્યક્તિના એટીટ્યુડમા બદલાવ લાવવો એ મુશ્કેલ કામ છે પરંતુ તે પોઝિટિવ એટીટ્યુડ અને પ્રોપર કોમ્યુનિકેશન દ્વારા ચેન્જ લાવી શકાય છે.
નર્સ દ્વારા દર્દીના નેગેટિવ એટીટ્યુડ ને બદલવા માટે સારુ કોમ્યુનિકેશન કરી શકે તે માટે સારા કોમ્યુનિકેટર તરીકે ના ગુણો હોવા જોઈએ.
જેમા નર્સ એ દર્દીના એટીટ્યુડ ને બદલવા માટેના ઇન્ટેન્શન એ તેના પ્રોબ્લેમ પર ફોકસ કરતા હોવા જોઈએ. કોમ્યુનિકેશન દરમિયાન દર્દીની લાઈકસ તેમજ કોમ્યુનિકેશનને અસર કરતા પરિબળો વિશે નર્સ જાણતી હોવી જોઈએ.
નર્સ એ દર્દીના એટીટ્યુડ ને રિસ્પેકટ આપવી જોઈએ અને તેને સ્વીકારવામા પણ મદદ કરવી જોઈએ.
નર્સ એ દર્દીના એટીટ્યુડ બદલવા માટે તેને સતત નવી ઇન્ફોર્મેશન થી માહિતગાર કરવો જરૂરી છે. નવી ઇન્ફોર્મેશન આપવાના લીધે પણ તેના એટીટ્યુડમા ચેન્જ આવી શકે છે.
નર્સ એ હોસ્પિટલમા માસ મીડિયાનો ઉપયોગ કરી તેમજ રોલ પ્લે નો ઉપયોગ કરી અને દર્દીના મિસ કન્સેપશનને ઇમ્પ્રુવ કરવા માટે તથા તેના એટીટ્યુડ ને ચેન્જ કરવા માટે મદદ કરવી જોઈએ.
એટીટ્યુડ બરાબર ન હોય તો તેનુ કારણ શોધવુ જોઈએ અને આ કારણ જાણ્યા બાદ દર્દીના એટીટ્યુડ ને બદલવામા મદદરૂપ થવું જોઈએ.
OR
a. What is personality? – પર્સનાલીટી એટલે શું?
વ્યક્તિ પોતાના જીવનમા પર્સનાલિટી શબ્દનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. અમુક વ્યક્તિઓ પર્સનાલીટી નો શબ્દનો ઉપયોગ માત્ર શારીરિક દેખાવ, બંધારણ અને રંગ પૂરતો મર્યાદિત રાખે છે. પરંતુ પર્સનાલિટી એ વ્યક્તિનુ ઓવરઓલ કેરેક્ટરીસ્ટિકસ ધરાવે છે. જેમા વ્યક્તિ સારો છે કે ખરાબ, સ્ટ્રોંગ છે કે વીક એ દરેક બાબતોને આવરી લેવાય છે. આપણે આપણા જીવનમા પર્સનાલિટી શબ્દનો ઉપયોગ બોહડા પ્રમાણમા કરીએ છીએ.
પર્સનાલિટી શબ્દ એ પર્સોના એટલે કે જેનો અર્થ માસ્ક જેવો થાય છે. ગ્રીક ડ્રામા વખતે ત્યાંના એક્ટર આનો ઉપયોગ કરતા હતા.
ત્યારબાદ અલગ અલગ સાયકોલોજિસ્ટ દ્વારા પણ આ શબ્દનો ઉપયોગ કરાતો આવ્યો છે. પર્સનાલિટી એ વ્યક્તિ ની ઓવરઓલ ક્વોલીટી બતાવે છે. જેમા વ્યક્તિની ટેવ, વિચારસરણી, એટીટ્યુડ, ઇન્ટરેસ્ટ તથા તેની લાઇફની ફિલોસોફી વગેરે કવર થાય છે. આ પર્સનાલિટી ના દરેક આસ્પેકટ એ વ્યક્તિના બિહેવિયર દ્વારા જોઈ શકાય છે જે એક વ્યક્તિને બીજા વ્યક્તિથી તદ્દન અલગ પાડે છે અને પોતાની વ્યક્તિગત ઓળખ ઊભી કરે છે.
પર્સનાલિટી એ વ્યક્તિ ની ટોટલ એબિલિટી, કેરેક્ટરીસ્ટીક્સ અને તેનુ બિહેવિયર બતાવે છે. જે વ્યક્તિમા કુદરતી રીતે હોય છે અથવા તો તેણે કૃત્રિમ રીતે ડેવલપ કરેલી હોય છે. જે તેને બીજા વ્યક્તિઓથી અમુક પ્રમાણમા કે વધારે પ્રમાણમા અલગ પાડે છે.
b. Write down factors influencing on personality. – પર્સનાલીટી પર અસર કરતા પરિબળો લખો.
પર્સનાલિટી એ વ્યક્તિનુ ઓવરઓલ બિહેવિયર છે. એક વ્યક્તિ અને બીજા વ્યક્તિનુ બિહેવિયર અને પર્સનાલિટી સાથે હોવા છતા પણ અલગ હોય છે. જે ડેવલપ થવા માટે નીચે મુજબના ઘણા ફેક્ટર્સ અગત્યના હોય છે.
1. બાયોલોજીકલ ફેક્ટર..
પર્સનાલીટીના ડેવલોપમેન્ટ માટે આ એક મુખ્ય ફેકટર છે. જેને ફિઝિયોલોજીકલ ફેક્ટર પણ કહેવામા આવે છે. આમા વ્યક્તિના શરીરમા આવેલી ઘણી સિસ્ટમ એ અલગ અલગ રીતે કામ કરે છે. જેમા મુખ્યત્વે નર્વસ સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ એ બોડી ના ગ્રોથ, ડેવલપમેન્ટ અને બિહેવિયર ને કંટ્રોલ કરતી મુખ્ય સિસ્ટમ છે. આ સિસ્ટમના નોર્મલ ફંક્શન ના લીધે વ્યક્તિની પર્સનાલિટી પોઝિટિવ ડેવલપ થવાની શક્યતાઓ છે. જો આ સિસ્ટમના ફંકશન નોર્મલ નહી હોય તો વ્યક્તિ મા ગ્રોથ અને ડેવલપમેન્ટ ને લગતી એબનોર્માલીટી જોવા મળી શકે છે, જે આખરે તેની પર્સનાલિટી ને અસર કરે છે.
બાયોલોજીકલ ફેક્ટર મા વ્યક્તિના બાયોલોજીકલ ક્લોક, તેની ખોરાક સંબંધિત આદતો, તેના શરીરમા ન્યુટ્રીશન નુ પ્રમાણ, શરીરમા કોઈ રોગ છે કે નહી આ તમામ બાબતો એ પર્સનાલિટીના ડેવલોપમેન્ટમા પોઝિટિવ અને નેગેટીવ અસર કરી શકે છે.
2. સોસીયો કલ્ચરલ ફેક્ટર.
પર્સનાલિટી ડેવલપમેન્ટમા વ્યક્તિનુ ફેમિલી, તેની સોસાયટી, તેની આજુબાજુનુ વાતાવરણ અને કલ્ચર એ ખૂબ જ મોટા પ્રમાણમા અસર કરતા ફેક્ટર છે.
કુટુંબમા પેરેન્ટ્સ નુ બાળક સાથેનુ વર્તન, બાળકો ની પિયર ગ્રુપ સાથે ની રિલેશનશિપ, તેની સ્કૂલ તથા અન્ય વાતાવરણ પણ પર્સનાલિટી ની ડેવલપમેન્ટ માટે ખૂબ જ અસર કરતા ફેક્ટર્સ છે.
3. સાયકોલોજીકલ ફેક્ટર.
પર્સનાલિટી ને અસર કરતુ આ એક અગત્યનુ ફેક્ટર છે. જેમા વ્યક્તિનુ સાયકોલોજી અને તેનુ બીહેવીયર એ પર્સનાલિટી ના ડેવલપમેન્ટ માટે ખૂબ જ અગત્યના છે.
વ્યક્તિની ઇન્ટેલિજન્સી, તેનો ઇન્ટ્રેસ્ટ, તેનુ એટીટ્યુડ, થીંકીંગ, સોશિયલ રિલેશનશિપ આ બધી જ બાબતો વ્યક્તિના પર્સનાલિટી પર પોઝિટિવ અને નેગેટીવ અસર આપી શકે છે.
c. Explain stages of Sigmund Freud’s theory of personality development. પર્સનાલીટી ડેવલોપમેન્ટ માટેની સીગમન્ડ ફેડની થીયરીના તબકકાઓ સમજાવો.
સિગમંડ ફ્રોઇડના પર્સનાલિટી ડેવલોપમેન્ટ (વ્યક્તિત્વ વિકાસ) ના સ્ટેજીસ (Stages of Sigmund Freud’s Theory of Personality Development):
સિગમંડ ફ્રોઇડ, પ્રખ્યાત સાયકોલોજીસ્ટ ,એ માનવ વ્યક્તિત્વના વિકાસ માટે મનના વિવિધ તબક્કાઓની સિદ્ધાંત રજૂ કરી હતી. તેમના અનુસાર વ્યક્તિત્વ (Personality) વિવિધ તબક્કાઓમાં વિકસે છે, જે બાળકોના શારીરિક અને માનસિક અનુભવો પર આધારિત છે. ફ્રોઇડે આ તબક્કાઓને સાઇકોસેક્સ્યુઅલ સ્ટેજીસ (Psychosexual Stages) તરીકે ઓળખાવ્યા હતા, જેમાં ઈડ (Id), ઈગો (Ego) અને સુપરેગો (Superego) જેવા માનસિક ઘટકોના પરસ્પર ક્રિયાપ્રતિક્રિયાથી વ્યક્તિત્વ રચાય છે.
1.ઓરલ સ્ટેજ (Oral Stage) : જન્મથી 1 વર્ષ સુધી
આ તબક્કો જન્મથી લગભગ 1 વર્ષ સુધી ચાલે છે. આ સમયે બાળક મુખ્યત્વે તેના મોઢા મારફતે દુનિયાને શોધે છે, જેમ કે ચૂસવું, ચાવવું, અને ગળી જવું.
ફિચર્સ:
બાળકના આનંદનું કેન્દ્ર મોઢું છે.
આ તબક્કામાં બાળક માટે માતાનું દૂધ પીવું મહત્વપૂર્ણ છે.
જો આ તબક્કો યોગ્ય રીતે પાર ન થાય તો વ્યક્તિમાં નિર્ભરતા, વધારે આશ્રિત થવા જેવા લક્ષણો દેખાઈ શકે છે.
ઉદાહરણ:
બાળક મોઢાથી વસ્તુઓ તપાસે છે અને ચાવવાથી આરામ અનુભવે છે.
2.એનલ સ્ટેજ (Anal Stage): 1 થી 3 વર્ષ સુધી
આ તબક્કામાં બાળક પોતાના શરીરના એનલ (Anal) ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સમય દરમિયાન બાળકોને શૌચ નિયંત્રણ શીખવામાં આવે છે, જે તેમના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વપૂર્ણ હોય છે.
ફિચર્સ:
બાળક સ્વતંત્રતા અને નિયંત્રણ મેળવવાની કોશિશ કરે છે.
શૌચ નિયંત્રણમાં સફળતા કે નિષ્ફળતા તેમના વ્યક્તિત્વમાં ઓર્ડરલિનેસ (વ્યવસ્થિતતા) અથવા અવ્યવસ્થિતતા લાવી શકે છે.
આ તબક્કામાં “આજ્ઞાપાલક” અથવા “વિદ્રોહી” સ્વભાવ વિકાસ પામે છે.
ઉદાહરણ:
શૌચાલયમાં તાલીમ મેળવતો બાળક પોતાની સ્વતંત્રતા અને નિયંત્રણ સમજવા લાગે છે.
3.ફેલીક સ્ટેજ (Phallic Stage) : 3 થી 6 વર્ષ સુધી
આ તબક્કામાં બાળક પોતાના શરીરના લિંગ (Phallic) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફ્રોઇડે આ તબક્કામાં ઓઈડીપસ કોમ્પ્લેક્સ (Oedipus Complex) સિદ્ધાંત રજૂ કર્યો હતો, જેમાં બાળકો માતા-પિતાની સાથેના સંબંધો વિશે જટિલ લાગણીઓ અનુભવે છે.
ફિચર્સ:
બાળકો તેમના લિંગ તફાવતો વિશે જાગૃત થાય છે.
તેઓ માતા-પિતા પ્રત્યે પ્રેમ અને સ્પર્ધાની લાગણીઓ અનુભવે છે.
આ તબક્કામાં બાળકોમાં નૈતિકતા (conscience) અને મૂલ્યોનો વિકાસ થાય છે.
ઉદાહરણ:
એક છોકરો માતા સાથે ખૂબ જોડાઈ જાય છે અને પિતાની સાથે સ્પર્ધા અનુભવતો હોય છે.
4.લેટન્સી સ્ટેજ (Latency Stage) : 6 થી 12 વર્ષ સુધી
આ તબક્કો બાળકોના જીવનમાં શાંતિપૂર્ણ સમય ગણાય છે, જ્યાં તેમના લિંગીય ભાવનાઓ દમન થાય છે અને તેઓ સામાજિક, બૌદ્ધિક, અને ભાષિક કૌશલ્યના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ફિચર્સ:
બાળકો મિત્રતા, શોખ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપે છે.
લિંગીય ભાવનાઓ દમન થાય છે, પણ વ્યક્તિત્વના વિકાસમાં મહત્વપૂર્ણ રહે છે.
આ તબક્કામાં સુપરઇગો (મનનું નૈતિક ભાગ) વધુ મજબૂત થાય છે.
ઉદાહરણ:
બાળક રમતગમતમાં રસ લે છે અને મિત્રો સાથે મજબૂત સંબંધ બાંધે છે.
5.જીનાઇટલ સ્ટેજ (Genital Stage) : 12 વર્ષ પછી (કિશોરાવસ્થા)
આ તબક્કામાં લિંગીય ભાવનાઓ ફરીથી ઊંડા અને પ્રગટ થાય છે, પણ હવે તેઓ પરિપક્વ અને સંતુલિત હોય છે. આ તબક્કામાં વ્યક્તિ પોતાનું ઓળખાણ (identity) સ્થાપિત કરે છે અને પ્રેમ તથા લાગણીભર્યા સંબંધો બનાવે છે.
ફિચર્સ:
વ્યકિત જાતીય સંબંધો માટે તૈયાર થાય છે.પ્રેમ, સહાનુભૂતિ અને સંતુલિત ભાવનાઓ વિકાસ પામે છે.મજબૂત વ્યક્તિગત ઓળખાણ (self-identity) વિકસે છે.
ઉદાહરણ:
કિશોરાવસ્થામાં વ્યક્તિ પ્રેમ સંબંધો બનાવે છે અને જીવનમાં પોતાની દિશા શોધે છે.
ફ્રોઇડના વ્યક્તિત્વ વિકાસના તબક્કાઓના મહત્વપૂર્ણ મુદ્દા:
1.સાઇકોસેક્સ્યુઅલ સ્ટેજીસ (Psychosexual Stages): વ્યક્તિત્વનું વિકાસ શરીરના વિવિધ ભાગોના આનંદના કેન્દ્ર પર આધારિત છે.
2.ઓઈડીપસ કોમ્પ્લેક્સ (Oedipus Complex): બાળક પોતાના માતા-પિતા સાથેના સંબંધો વિશે જટિલ લાગણીઓ અનુભવે છે.
3.ઈડ, ઈગો અને સુપરેગો (Id, Ego, and Superego): વ્યક્તિત્વના આ ત્રણ ઘટકો માનસિક સંતુલન માટે જવાબદાર છે.
સિગમંડ ફ્રોઇડના વ્યક્તિત્વ વિકાસના તબક્કાઓ એ દર્શાવે છે કે માણસના વ્યક્તિત્વનું નિર્માણ બાળપણના અનુભવો પર આધારિત છે. આ તબક્કાઓ વ્યક્તિના જીવનભરના વર્તન, લાગણીઓ અને વિચારો પર ઊંડો પ્રભાવ પાડે છે.
Q-2 a) Explain types of conflict. કોન્ફલીકટના પ્રકારો સમજાવો.
DEFINITION
બે કે તેથી વધુ વિચારો, interest, goals વગેરે વચ્ચે વિરોધની સ્થિતિ. જ્યારે internal અને external વાતાવરણ વચ્ચે, બે જૂથો વચ્ચે અથડામણ થાય છે, ત્યારે સંઘર્ષનો વિકાસ થાય છે.
સંઘર્ષ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી વ્યક્તિ ઘણામાંથી એક વિકલ્પ પસંદ કરી શકતી નથી.
સંઘર્ષ શું છે?
વિરોધી જરૂરિયાતો, ઇચ્છાઓ અથવા માંગણીઓ ધરાવતા લોકો વચ્ચે સંઘર્ષ-સંઘર્ષ.
TYPES OF CONFLICT:
According to source, conflict can be of three types:
Interpersonal conflict: બે વ્યક્તિ વચ્ચે થતો સંઘર્ષ
ઉદાહરણ તરીકે પતિ-પત્ની વચ્ચે થતો સંઘર્ષ, માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંઘર્ષ, નાનું ગ્રુપ અને મોટા ગ્રુપ વચ્ચે થતો સંઘર્ષ, બોસ અને કર્મચારી વચ્ચે થતો સંઘર્ષ.
Intrapersonal conflict: વ્યક્તિની અંદર નો સંઘર્ષ
ઉદાહરણ તરીકે તેની ઈચ્છાઓ, goals અને હેતુઓ.
તેને આંતરિક સંઘર્ષ પણ કહેવામાં આવે છે કેમકે આ સંઘર્ષ વ્યક્તિની અંદર જોવા મળે છે.
Conflict between person and his environment: વ્યક્તિ અને તેના પર્યાવરણ વચ્ચેનો સંઘર્ષ
પર્યાવરણમાં થતા ફેરફારો જેવા કે પુર, ધરતીકંપ, યુદ્ધ વગેરે ના કારણે થતા સંઘર્ષો.
વ્યક્તિને આ પરિસ્થિતિઓ સામે સંઘર્ષ કરવો પડે છે.
According to goal, conflict can be of following types:
Approach-approach conflict: Positive positive goals
જ્યારે બે સમાન આકર્ષક goals વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે તે પરિસ્થિતિને approach approach conflict તરીકે ઓળખવામાં આવે છે
ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને સાંજે મુવી જોવા જવાની ઈચ્છા છે અને તે જ સમયે ક્રિકેટ મેચ પણ જોવો છે.
Avoidance-avoidance conflict: Negative- Negative Goals
જ્યારે બે નકારાત્મક ધ્યેયો વચ્ચે સંઘર્ષ થાય છે, ત્યારે પરિસ્થિતિને ટાળવા-નિવારણ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી તેની શાળાની સોંપણી પૂર્ણ કરવા માટે ધિક્કારે છે, પરંતુ જો તે તે કરવામાં નિષ્ફળ જાય તો તેને મળનારી સજાને પણ પસંદ નથી. જો શક્ય હોય તો તે બંને બાબતોને ટાળવા માંગે છે.
Approach-avoidant conflict: Positive – Negative Conflict
જ્યારે વ્યક્તિ સકારાત્મક ધ્યેય તરફ આકર્ષાય છે પરંતુ આ ધ્યેયમાં કેટલીક નકારાત્મક લાક્ષણિકતાઓ પણ હોય છે ત્યારે પરિસ્થિતિને અભિગમ-નિવારણ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, એક છોકરી લગ્ન કરવા માંગે છે, પરંતુ તે જ સમયે, તેના ઘર અને તેના પરિવારથી દૂર જવાનો ડર હોઈ શકે છે.
b) Write different between short term and long-term memory. ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની મેમરી વચ્ચેનો તફાવત લખો.
OR
a) Describe the controlling measures of frustration. હતાશાને કંટ્રોલ કરવાના પગલાં વર્ણવો.
ફ્રસ્ટ્રેશનના કન્ટ્રોલીન્ગ મેઝર્સ (Controlling Measures of Frustration):
ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશા એ એક માનસિક અવસ્થા છે જેમાં વ્યક્તિ પોતાની અપેક્ષાઓ કે લક્ષ્યો પ્રાપ્ત ન થઈ શકતાં દુઃખ, અસંતોષ, અને ચીડ જેવા ભાવનાઓ અનુભવતો હોય છે. ફ્રસ્ટ્રેશનને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે જેથી વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહી શકે અને જીવનમાં સફળતા મેળવી શકે. નીચે ફ્રસ્ટ્રેશનના નિયંત્રણ માટે વિવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે:
1.પોઝીટીવ થીન્કીન્ગ (Positive Thinking):
ફ્રસ્ટ્રેશનને નિયંત્રિત કરવાની સૌથી મહત્વપૂર્ણ રીત એ સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવી છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સકારાત્મક પાસાઓ શોધવાની કોશિશ કરો. આથી મનમાં શાંતિ અને ઊર્જા રહે છે.
ઉદાહરણ:
“હું આ પરિસ્થિતિમાંથી કંઈક શીખી શકું છું” જેવી વિચારસરણી વિકસાવો.
2.સેલ્ફ અવેરનેસ અને સેલ્ફ રીફ્લેક્શન (Self-awareness and Self-reflection):
ફ્રસ્ટ્રેશન લાગતી વખતે પોતાના વિચારો, લાગણીઓ, અને વર્તન પર વિચારવું જરૂરી છે. જાતને સમજો કે કેમ તમે હતાશા અનુભવતા છો અને તેનું યોગ્ય નિરાકરણ શોધો.
ઉદાહરણ:
“હું કેમ ચીડચીડો અનુભવું છું? શું હું મારા લક્ષ્યો વિશે વધુ સ્પષ્ટ છું?”
3.મનની શાંતિ માટે ધ્યાન અને યોગ (Meditation and Yoga for Mental Peace):
ધ્યાન અને યોગ માનસિક તાણને ઘટાડે છે અને આંતરિક શાંતિ પ્રોવાઇડ કરે છે. ડેઇલી ધ્યાન દ્વારા મનને શાંત રાખવું ફ્રસ્ટ્રેશનથી બચાવવાનું શ્રેષ્ઠ સાધન છે.
ઉદાહરણ:
પ્રતિદિન 10 મિનિટ માટે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
4.ભાવનાઓનો યોગ્ય વ્યવહાર (Proper Handling of Emotions):
ફ્રસ્ટ્રેશન અનુભવે ત્યારે પોતાની લાગણીઓને દબાવી રાખવાને બદલે, તેને યોગ્ય રીતે વ્યક્ત કરવું મહત્વપૂર્ણ છે. આ માટે વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાતચીત કરો અથવા જર્નલમાં લખો.
ઉદાહરણ:
“મને આજ ઘણું દુઃખ થયું છે, પણ હું એ વિશે વાત કરીશ જેથી મન હળવું થાય.”
5.લક્ષ્યોને રી ઇવાલ્યુએટ કરો (Re-evaluate Your Goals):
ક્યારેક ફ્રસ્ટ્રેશન એ કારણ બની શકે છે કે આપણાં લક્ષ્યો અયોગ્ય કે અવ્યવસ્થિત હોય છે. લક્ષ્યોનું રી ઇવાલ્યુએશન કરો અને તેમને એચીવ કરવા માટે વ્યાવહારિક માર્ગ શોધો.
ઉદાહરણ:
“મારો લક્ષ્ય ખૂબ મોટો છે, કદાચ તેને નાના-નાના તબક્કામાં વિભાજિત કરવો જોઈએ.”
6.એક્સરસાઇઝ અને ફીઝીકલ એક્ટીવીટી (Exercise and Physical Activity):
ફીઝીકલ એક્ટીવીટી એ મનને તાજગી આપે છે અને સ્ટ્રેસ ઘટાડે છે. નિયમિત એક્સરસાઇઝ કરતા શરીરમાં એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે, જે આનંદ અને શાંતિની લાગણી આપે છે.
ઉદાહરણ:
દોડવું, તરવું, અથવા સાઇકલ ચલાવવી જેવી પ્રવૃત્તિઓ ફ્રસ્ટ્રેશન દૂર કરે છે.
7.સહાય અને સપોર્ટ સિસ્ટમ (Support System):
મિત્રો, પરિવારજનો અથવા સલાહકારોની મદદ લેવાથી ફ્રસ્ટ્રેશનનું ભારણ ઓછું થાય છે. સહાનુભૂતિપૂર્ણ વાતચીત વ્યક્તિગત સંઘર્ષોને હલ કરવામાં સહાય કરે છે.
ઉદાહરણ:
“મારા મિત્ર સાથે મારી લાગણીઓ અંગે વાત કરવાથી મને રાહત મળી.”
8.ટાઇમ મેનેજમેન્ટ (Time Management):
સમયનું યોગ્ય આયોજન કરો જેથી તણાવ અને અતિશય દબાણથી બચી શકાય. કાર્યસ્થળ પર કામના ભારથી ફ્રસ્ટ્રેશન ઉભું થાય છે, ત્યારે સમયનું સારું આયોજન લાભદાયી બની શકે છે.
ઉદાહરણ:
દૈનિક ટૂ-ડૂ લિસ્ટ બનાવો અને કાર્યોને પ્રાથમિકતા આપો.
9.બ્રેક લેવું અને રેસ્ટ કરવો (Taking Breaks and Rest):
જ્યારે તમને ફ્રસ્ટ્રેશન થાય ત્યારે થોડીવાર માટે આરામ કરો. વિરામ તમારા મનને તાજગી આપે છે અને તમે નવી દૃષ્ટિ સાથે પરિસ્થિતિનો સામનો કરી શકો છો.
ઉદાહરણ:
“મને થોડીવાર માટે આરામ કરવો જોઈએ, પછી નવી તાજગી સાથે કામ પર પાછો ફરું.”
10.વિશ્વાસ અને ધીરજનો અભ્યાસ (Practice Patience and Trust):
ફ્રસ્ટ્રેશન ઘણીવાર ત્યારે થાય છે જ્યારે વસ્તુઓ તરત જ ન થાય. ધીરજ રાખવી અને સમય પર વિશ્વાસ રાખવો જરૂરી છે.
ઉદાહરણ:
“મારા પ્રયત્નો સમય સાથે સફળ થશે, મને ફક્ત ધીરજ રાખવી છે.”
ફ્રસ્ટ્રેશન જીવનનો એક ભાગ છે, પણ તેને યોગ્ય રીતે નિયંત્રિત કરીને જીવનને વધુ સંતોષકારક બનાવી શકાય છે. ઉપરોક્ત ઉપાયો અનુસરવાથી વ્યક્તિ માનસિક શાંતિ અને સંતુલન પ્રાપ્ત કરી શકે છે.
b) Write down advantages and disadvantages of habit. હેબીટના ફાયદાઓ અને ગેર ફાયદાઓ લખો.
સારી અને ખરાબ બંને હેબિટ્સ એ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
•> હેબિટ્સ ના ફાયદા
1) એફિસિયન્સી ( કાર્યક્ષમતા)
હેબિટ્સ એ આપણને વધારે કન્સિયસ એફોટ્સ અથવા ડિસિઝન લેવાની જરૂરિયાત વગર ઓટોમેટીક્લી ટાસ્કને પરફોર્મ કરવા દે છે આનાથી ડેઇલી રૂટિન્સ તથા એક્ટિવિટીસ માં એફિશિયન્સી (કાર્યક્ષમતા) વધી શકે છે.
2) કન્સિસ્ટનસી
ગુડ હેબિટ્સ ને ડેવલોપ કરવાથી આપણે સમય જતા બિહેવ્યર માં કન્સીસ્ટન્સી મેળવી શકીએ છીએ.
કંસિસ્ટન્ટ હેબિટ એ લોંગ-ટર્મ ગોલ્સ ને એચિવ કરવામાં અને લાઇફ સ્ટાઇલમાં પોઝીટીવ ચેન્જીસ ને જાળવવામાં મદદ કરે છે.
3) ટાઇમ સેવિંગ
હેબિટ દ્વારા રૂટીન ટાસ્કને પ્રોપરલી સમય પર પર્ફોર્મ કરીને સમય તથા મેન્ટલ એનર્જી બચાવી શકાય છે જે બચાવેલો સમય એ વધારે ઈમ્પોર્ટન્ટ અથવા એન્જોયેબલ એક્ટિવિટીસમાં પ્રોવાઇડ કરી શકાય છે.
4) સ્ટ્રેસ રિડક્શન
હેબિચ્યુઅલ બિહેવિયર્સ માંથી કયા પ્રકારની અપેક્ષા રાખવી તે જાણવાથી ડેઇલી લાઇફમાં થતી અનિશ્ચિતતા તથા સ્ટ્રેસ ને રીડ્યુસ કરી શકાય છે.
પ્રેડીક્ટેબલ રૂટિન્સ એ સ્ટેબિલિટી તથા કંટ્રોલની સેન્સ પ્રોવાઇડ કરી શકે છે.
5) સ્કિલ ડેવલોપમેન્ટ
હેબિટ્સ એ કોઇપણ એક્ટિવિટીસમાં સ્કિલ તથા માસ્ટરી ને મેળવવામાં મદદ કરે છે.
હેબિચ્યુઅલ બિહેવ્યર દ્વારા રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી જુદા જુદા પ્રકારની એક્ટિવિટીસમાં પ્રોફેશયન્સિ(પ્રાવીણ્ય) તથા ઇમ્પ્રુવમેન્ટ(સુધારો ) કરી શકાય છે.
•> ડિસએડવાન્ટેજ ઓફ હેબિટ્સ
1) રીજીડીટી
જ્યારે હેબિટ્સ એ સ્ટ્રકચર તથા પ્રેડિક્ટેબીલીટી પ્રોવાઇડ કરે છે ત્યારે તેના લીધે રિજીડીટી તથા કોઇપણ પ્રકાર ના ચેન્જીસ માં રેસિસ્ટન્સ આવે છે.
હેબિટ્સ થી દૂર રહેવા માટે કંસિયસ એફોર્ટ્સ તથા નિશ્ચયની જરૂર પડે છે.
2) અનકંસિયસ બિહેવ્યર
હેબિટ્સ એ ઘણીવાર સબકન્સીયસ લેવલ માંથી ઓપરેટ થાય છે.
જેનો અર્થ એ છે કે હેબિટ્સ ના પરિણામોને પ્રોપરલી ધ્યાનમાં લીધા વગર જો હેબિચ્યુઅલ બિહેવ્યર માં જોડાઇ જઇએ તો તેના લીધે માઇન્ડલેસ તથા ઇમ્પલ્સિવ એક્શન થય શકે છે.
3) લીમીટીંગ ગ્રોથ
બેડ હેબિટ્સ એ બિહેવ્યર ની નેગેટિવ પેટર્ન ને મજબૂત કરીને વ્યક્તિના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અટકાવે છે.
જો વ્યક્તિને કોઇપણ નવી ઓપોરચ્યુનિટી તથા ગોલ ને એચિવ કરવો હોય તો બેડ હેબિટ્સ ને બ્રેકડાઉન કરવી અગત્યની રહે છે.
4) ડિપેન્ડેન્સી
અમુક પ્રકારની હેબિટ્સ પર ડીપેન્ડન્સી જેમ કે સબસ્ટન્સ પર ડીપેન્ડન્સી તથા કમ્પલસીવ બીહેવ્યર એ ફિઝિકલ હેલ્થ, મેન્ટલ વેલ્બિંગ તથા રિલેશનસીપ પર હાર્મફૂલ ઇફેક્ટ થઇ શકે છે.
5) રેઝીસટન્સ ટુ ચેન્જ
કોઇપણ વ્યક્તિ દ્વારા એસ્ટાબ્લીસ કરેલી હેબિટ્સ એ લાઇફ ના ચેન્જીસ નું રેઝીસટન્સ કરે છે ભલે તે ચેન્જીસ એ જરૂરી તથા બેનિફિશિયલ હોય.
આ રેઝિસ્ટન્સ ને દૂર કરવા માટે ઘણા પ્રકાર ના એફોટ્સ તથા મોટીવેશનની જરૂરિયાત રહે છે.
6) સોશિયલ ઇમ્પેક્ટ
અમુક હેબિટ્સ સ્પેશ્યલી જે સોશિયલ નોમ્સૅ તથા વેલ્યુસ થી ડેવિએટ હોય છે તેવા પ્રકારની હેબિટ્સ એ સોશિયલ સ્ટીગ્મા તથા ડિસઅપ્રુવલ તરફ દોરી જાય છે જે સોશિયલ ઇન્ટરેક્શન તથા રિલેશનશિપ ને અફેક્ટ કરી શકે છે.
આમ હેબિટ્સ ના ફાયદા અને ગેરફાયદા ને સમજવાથી પ્રોપરલી તથા બેલેન્સ જીવન જીવવા માટે નેગેટીવ મુદ્દાઓને અસેસ કરી તેને દૂર કરી શકાય છે તથા પોઝિટિવ મુદ્દાઓનો બેનિફિટ લય શકાય છે.
Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)
a) Write down characteristics of emotion. ઈમોશનની લાક્ષણિકતાઓ લખો.
ઇમોશન્સ ની કેરેક્ટેરાઇસ્ટીક (Characteristics of Emotions):
ભાવનાઓ એ માનવ મનની કુદરતી પ્રતિક્રિયાઓ છે જે આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના પ્રભાવ હેઠળ ઉદ્ભવે છે. તે વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તનને પ્રભાવિત કરે છે. ભાવનાઓની ઊંડાણપૂર્વક સમજણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને જીવનના સંતુલનમાં સહાય કરે છે.
1.ઇન્ટરનલ અને એક્સટર્નલ સ્ટીમ્યુલાઇ પર રિસ્પોન્સ (Response to Internal and External Stimuli):
ભાવનાઓ ત્યારે ઉદ્ભવે છે જ્યારે વ્યક્તિ આંતરિક વિચારો, લાગણીઓ અથવા બાહ્ય પરિસ્થિતિઓથી પ્રભાવિત થાય છે. આ સ્ટીમ્યુલાઇ એ વ્યક્તિની લાગણીઓને જગાડે છે.
ઉદાહરણ:
કોઈ પ્રિયજનોને મળવાથી ખુશી અનુભવવી અથવા દુઃખદ સમાચાર સાંભળવાથી દુઃખ અનુભવવું.
2.ફિઝીયોલોજીકલ રિસ્પોન્સ (Physiological Response):
ભાવનાઓ શરીરમાં શારીરિક ફેરફારો લાવે છે જેમ કે હૃદયની ધબકારા તેજ થવી, શ્વાસમાં ફેરફાર, પસીનાનું વધવું, અને ચહેરાની અભિવ્યક્તિઓ બદલાવવી.
ઉદાહરણ:
ભય લાગતી વખતે હૃદયની ધબકારા તેજ થઈ જાય છે અને હાથ પસીનાથી ભીંજાઈ જાય છે.
3.કોગ્નીટીવ પ્રોસેસ (Cognitive Process):
ભાવનાઓ માત્ર શારીરિક પ્રતિક્રિયા નહીં, પણ માનસિક પ્રક્રિયા પણ છે. વ્યક્તિ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ભાવનાઓ અનુભવે છે, જેમાં લાગણીઓ અને વિચારો શામેલ છે.
ઉદાહરણ:
સફળતા હાંસલ કર્યા પછી એ વિશેના વિચારો ખુશી આપે છે.
4.ડ્યુરેશન ઓફ ઇમોશન્સ (Duration of Emotions):
ભાવનાઓ ટૂંકા અથવા લાંબા સમય સુધી રહી શકે છે. કેટલીક ભાવનાઓ તીવ્ર પણ ટૂંકી અવધિ માટે હોય છે, જ્યારે કેટલીક લાગણીઓ લાંબા સમય સુધી વ્યક્તિના મન પર અસર કરે છે.
ઉદાહરણ:
નવા વર્ષની ઉજવણીમાં ખુશી અનુભવવી, પણ પ્રેમભંગ બાદ દુઃખ લાંબા સમય સુધી રહેવું.
5.સબજેક્ટીવીટી (Subjectivity):
ભાવનાઓ વ્યક્તિગત અનુભવ પર આધારિત હોય છે. એક જ પરિસ્થિતિ અલગ-અલગ લોકો માટે જુદી જુદી લાગણીઓ ઉત્પન્ન કરી શકે છે.
ઉદાહરણ:
મંચ પર બોલવું કેટલાક માટે ઉત્સાહજનક છે, જ્યારે બીજાને એ ડરામણું લાગી શકે છે.
6.ક્રિયા અને વર્તન પર અસર (Influence on Behavior and Actions):
ભાવનાઓ વ્યક્તિના વર્તનને પ્રભાવિત કરે છે. ગુસ્સો, દુઃખ, ખુશી જેવી લાગણીઓ નિર્ણયો લેવામાં અને દૈનિક જીવનમાં ફેરફાર લાવે છે.
ઉદાહરણ:
ગુસ્સો આવી જાય ત્યારે વ્યક્તિ બિનવિચારપૂર્વક બોલી શકે છે.
7.કોમ્યુનીકેશન ના સાધન તરીકે ઇમોશન્સ (Emotions as a Means of Communication):
ભાવનાઓ આંતરિક લાગણીઓને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાધન છે. ચહેરાની અભિવ્યક્તિ, શરીરની ભાષા અને અવાજના સ્વરમાં લાગણીઓ વ્યક્ત થાય છે.
ઉદાહરણ:
હસવું ખુશીની નિશાની છે, જ્યારે રડવું દુઃખ વ્યક્ત કરે છે.
8.કોમ્બીનેશન્સ ઓફ ઇમોશન્સ (Combination of Emotions):
આધારભૂત ભાવનાઓ સાથે વધુ જટિલ લાગણીઓ બને છે. જેમ કે પ્રેમ, ઈર્ષા, ગૌરવ જે અનેક ભાવનાઓના સંયોજનથી ઉત્પન્ન થાય છે.
ઉદાહરણ:
પ્રેમમાં આનંદ અને દુઃખ બંનેની લાગણીઓનો અનુભવ થઈ શકે છે.
9.મોટીવેશનલ પાવર (Motivational Power):
ભાવનાઓ વ્યક્તિને લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરિત કરે છે. ઉત્સાહ, ડર, અને ગૌરવ જેવી લાગણીઓ ઊર્જા અને દૃઢ સંકલ્પ ઉત્પન્ન કરે છે.
ઉદાહરણ:
સ્પર્ધાત્મક ભાવના વિદ્યાર્થીને વધુ મહેનત કરવા પ્રેરિત કરે છે.
10.યુનીવર્સાલીટી (Universality):
ભાવનાઓ દુનિયાભરના દરેક માનવીમાં સામાન્ય હોય છે. ખુશી, દુઃખ, ગુસ્સો, ડર, આશ્ચર્ય જેવી લાગણીઓ તમામ સંસ્કૃતિઓમાં જોવા મળે છે.
ઉદાહરણ:
દુઃખદ ઘટના પર લોકોની આંખોમાં આંસુ આવવું એ તમામ સંસ્કૃતિઓમાં સામાન્ય છે.
ઇમોશન્સ એ માનવ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે જે આપણા વિચારો, વર્તન, અને જીવનના નિર્ણયો પર ઊંડો પ્રભાવ પાડે છે. તેમના લક્ષણોની સમજણ વ્યક્તિગત વિકાસ અને જીવનની ગુણવત્તામાં સુધારાને પ્રોત્સાહિત કરે છે.
b) Write down characteristics of mentally healthy person. મેન્ટલી હેલ્થી વ્યકિતીની લાક્ષણિકતાઓ લખો.
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિઓની લાક્ષણિકતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ પોતાની અંદરના કોન્ફલીકટ કે પોતાની સાથેના તનાવ થી ફ્રી હોય છે.
તે પોતાની જાતને કમ્ફર્ટેબલ ફીલ કરે છે.
તે સમજે છે કે પોતે એક જરૂરિયાત સભર વ્યક્તિ છે અને બીજા દ્વારા ગમતી વ્યક્તિ છે.
તે દરરોજનુ હેલ્ધી રૂટીન મેન્ટેઇન કરી શકે છે તથા ખોરાક, આરામ, ફિઝિકલ એક્ટિવિટી તથા પોતાનુ હાયજીન યોગ્ય રીતે મેન્ટેન કરી શકે છે.
તે બીજાના હકો અને જરૂરિયાતો સમજે છે.
તે જિંદગીમા પોતાની જરૂરિયાતો ને ઓળખવામા તેમજ તેને પૂરી કરવા માટે કેપેબલ હોય છે.
તે બીજા વ્યક્તિઓ સાથે સારા રિલેશન તેમજ કોમ્યુનિકેશન રાખી શકે છે.
તે સારી રીતે એકજેસ્ટ કરી શકતી હોય છે. પોતા સાથે અને અન્ય વ્યક્તિઓ સાથેના પોતાના સંબંધને સારી રીતે એડજસ્ટ કરી શકે છે.
તે બીજાઓ દ્વારા કરવામા આવતા ક્રિટીસિઝમને સ્વીકારી શકે અને ઈઝીલી અપસેટ ન થઈ શકે તેવા ગુણ ધરાવે છે.
તે રોજબરોજની જિંદગીમા આવતા ફર્સ્ટ્રેશન્સ અને ડીસઅપોઇન્ટમેન્ટ ને સહન કરી અને આગળ વધી શકે છે.
તે પોતાની આઈડેન્ટિટી, સેલ્ફ રિસ્પેક્ટ, સેન્સ ઓફ સિક્યોરિટી ને હંમેશા સર્ચ કરતો રહે છે અને પોતાની એબિલિટીમા તેને વિશ્વાસ હોય છે.
તેને પોતાની સ્ટ્રેન્થ અને વિકનેશ નુ ભાન હોય છે તેમજ બીજા દ્વારા સ્વીકારી શકાય તેવુ વર્તન કરે છે.
તે બીજાને રિસ્પેક્ટ આપે છે અને અન્ય લોકો તરફથી રિસ્પેક્ટ પણ મેળવે છે.
તેનો પોતાનો જાત તરફનો કંટ્રોલ અને બેલેન્સ સારુ હોય છે. જેથી તે તાર્કિક અને ઈમોશનલ રીતે એકજેસ્ટમેન્ટ કરી શકે છે. તે પ્રોબ્લેમ ફેસ કરે છે અને પ્રોબ્લેમ ને ઇન્ટેલિજન્ટસી ના ઉપયોગ દ્વારા સોલ્વ કરે છે. તેમજ રોજબરોજના સ્ટ્રેસ અને એન્ઝાઈટી સામે તાલ મિલાવવાનો ગુણ ધરાવે છે.
તે પોતાના વાતાવરણ તથા ડેઈલી એક્ટિવિટીમા આવતા નવા ફેરફારોને સ્વીકારે છે અને તેની સાથે તાલ મિલાવે છે.
c) List out social problems in India and explain about dowry. ભારતમાં જોવા મળતા સામાજિક પ્રોબ્લેમ્સ લિસ્ટઆઉટ કરો અને દહેજપ્રથા વિશે લખો
સોશિયલ પ્રોબ્લેમ્સ એ કોમ્પ્લેક્સ હોય છે અને તે કોઈ પણ એક કારણ ઉપર આધારિત હોતા નથી. સોશિયલ પ્રોબ્લેમ પાછળ ઘણા ફેક્ટર્સ અસર કરતા હોય છે.
સોશિયલ પ્રોબ્લેમ્સ એકબીજા સાથે સંકલિત પણ હોય છે આ સોશિયલ પ્રોબ્લેમ્સ ને દૂર કરવા માટે તેના બેઝિક કારણો સમજી કે દૂર કરવા જરૂરી હોય છે.
સામાજિક સમસ્યાઓ ની યાદી નીચે મુજબ છે.
પોવર્ટી એટલે કે ગરીબી
પ્રોસ્ટિટ્યૂશન
ક્રાઈમ
ડ્રગ એડીક્શન
ડાઉરી સિસ્ટમ એટલે કે દહેજ પ્રથા
આલ્કોહોલિઝમ
ડેલિકવંસી એટલે કે બાળ ગુનેગારી
હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન
ચાઈલ્ડ એબ્યુઝ
પોપ્યુલેશન એક્સપ્લોઝ વગેરે સામાજિક સમસ્યાઓ હાલના સમયમા જોવા મળે છે.
દહેજ એ એક સામાજિક સમસ્યા છે.
દહેજ એટલે લગ્ન સમયે તેની પત્ની અથવા તેના પરિવાર પાસેથી મળેલી મિલકત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
કન્યા વરરાજા અને તેના સંબંધીઓ દ્વારા લગ્નમાં મળેલી પેઢો અને કીમતી વસ્તુઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
પ્રથા નીચેના પરિબળો પર આધારિત છે..
છોકરાની સેવા અને પગાર
છોકરી ના પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિ
છોકરા અને છોકરી ની શૈક્ષણિક લાયકાત
છોકરાનું કામ અને તેનો પગાર
છોકરીની સુંદરતા અને લક્ષણો
આર્થિક સુરક્ષાની ભાવિ સંભાવનાઓ
છોકરી અને છોકરાના પરિવારનું કદ અને રચના
છોકરીના માતા પિતા માત્ર લગ્ન સમયે પૈસા અને ભેટ અથવા એવું જ નહીં પરંતુ જીવનભર તેના પતિના પરિવારને પૈસા અને ભેટ આપવાનું ચાલુ રહે છે
CAUSE OF DOWRY (દહેજના કારણ)
દહેજ નું એક કારણ એ છે કે દરેક માતા-પિતાની ઈચ્છા અને આકાંક્ષા એ છે કે તેણીની પુત્રીએ ઉચ્ચ અને સમગ્ર પરિવારમાં પરણાવવા અથવા તેણીની પ્રતિષ્ઠામાં વધારો કરવા અથવા પુત્રીને આરામ અને સલામતી વધારવા માટે.
દહેજના અસ્તિત્વનું બીજું કારણ એ છે કે દહેજ માતા પિતા દ્વારા આપવામાં આવે
આ દહેજના સામાજિક રિવાજને અચાનક બદલવો મુશ્કેલ છે
કેટલાક લોકો તો એટલા માટે જ દહેજ આપે છે કારણ કે તેમના માતા પિતા અને પૂર્વજો દહેજ આપવા સાથે જોડાયેલા હતા
એક જ જ્ઞાતિમાં લગ્ન કરવાથી એવા છોકરાઓની અછત જોવા મળે છે જેમની પાસે ઉચ્ચ નોકરીઓ હોય અથવા વ્યવસાયમાં સારી કારકિર્દી હોય.
આ છોકરાના માતા પિતા છોકરીઓના માતા પિતા પાસેથી તેમની છોકરીને પુત્રવધુ તરીકે સ્વીકારવા માટે મોટી રકમ ની માંગણી કરે છે.
દહેજ માત્ર તેમની ઉચ્ચ સામાજિક અને આર્થિક સ્થિતિ દર્શાવવા માટે આપવામાં આવે છે.
દહેજ સ્વીકારવાનું કારણ એ છે કે તેઓએ તેમની દીકરી અને બહેનોને દહેજ આપવું પડશે તેથી તેઓ તેમની પુત્રીઓના પતિ શોધવા માટેની જવાબદારીને પૂર્ણ કરવામાં તેમના પુત્રીના દહેજ સામે જુએ છે.
DOWRY PROHIBITION ACT 1961
આ અધિનિયમ એ 20 મે 1961 ના રોજ પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમ અનુસાર ₹2,000 થી વધુ ભેટની આપ લે કરવી એની પરવાનગી નથી જો કોઈ વ્યક્તિ દહેજ લેતો કે દહેજ દે તો હોય એવું જણાય તો તેને દંડ ફટકારવામાં આવશે.
તેના ઉલ્લંઘન માટે છ મહિનાની કેદ અથવા રૂપિયા 5000 સુધીના દંડ આપવામાં આવે અથવા બંને આપવામાં આવે.
જ્યાં સુધી કેટલીક ફરિયાદ કરવામાં ન આવે ત્યાં સુધી અધિનિયમના ઉલ્લંઘન માટે કોઈ પગલાં લઈ શકાતા નથી.
Q-4Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)
a) Juvenile delinquency જુવેનાઈલ ડેલિકવન્શી
અપરાધે એક સામાજિક સમસ્યા છે કે જે કિશોરોમાં જોવા મળે છે (18 વર્ષથી નીચેના બાળકો).
ગુનાખોરી વિશ્વના દરેક દેશમાં થાય છે ઘણા દેશમાં 19 મી સદીના અંતમાં અપરાધ એક અલગ સમસ્યા તરીકે ઉભું થાય.
અપરાધ ઘણીવાર ગરીબી સાથે અને સમાજમાં અમીર અને ગરીબ વચ્ચેના તફાવત સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે.
વધુમાં અપરાધ એ પરંપરાઓમાં મોટા વિક્ષેપ નું કારણ છે જ્યારે મુખ્ય સામાજિક પેટન બદલાઈ રહી ત્યારે અપરાધની ટોચ પર લક્ષણ છે તે જોવા મળે છે.
DEFINITIONS
ઓક્સફર્ડ ઇંગલિશ ડીક્ષનરી પ્રમાણે અપરાધની ગુનાહિત હોવાની સ્થિતિ અથવા ગુના તરીકે ગણવામાં આવે છે.
અપરાધીઓ નો અર્થ થાય છે ફરજ અથવા જવાબદારીઓમાં નિષ્ફળતા.
જુવેનાઇલ ડેલીક્વન્સી એ ચોક્કસ વયથી ઓછી ઉંમરના યુવક દ્વારા કરવામાં આવેલા કાયદા વિરુદ્ધના કોઈપણ ગુનાને દર્શાવવા માટે વપરાતો શબ્દ છે.
ઘણા દેશોમાં તે 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં ગણવામાં આવે છે પરંતુ સમગ્ર વિશ્વમાં તે બદલાય છે.
યુનાઇટેડ સ્ટેટમાં નીતિ જ્યારે યુવક અથવા તેણી અને એ ગુનો કર્યા હોવાનો અક્ષય કરવામાં આવે ત્યારે તેને અપરાધ માટે દંડિત કરી શકાય છે.
આ ઉપરાંત જ્યારે સ્ટેટસ અપરાધ કર્યા હોય ત્યારે તેના પર ચાર્જ થઈ શકે છે જે આને લાગુ પડતા ચોક્કસ પ્રતિબંધનું ઉલ્લંઘન છે.
ગુનેગાર એ હોય છે કે જેણે સામાન્ય વર્તનથી અલગ વર્તન દર્શાવે અને બીજા શબ્દોમાં કહીએ તો તે એ લોકો હોય છે કે જેમણે ગુનો કર્યા હોય છે ઉદાહરણ તરીકે…. જાતીય અપરાધ ચોરી વગેરે.
CAUSE
સામાજિક ગેરવ્યવસ્થા
ગરીબી
ઘરની સ્થિત
દારૂ પીવા
ચીલી દવાઓનું સેવન કરો
મોર્ડન વે ઓફ લિવિંગ
PROGRAMS FOR PREVENTION AND CONTROL
અપરાધી બાળકોની સંભાળ , રક્ષણ, જાળવણી ,તાલીમ અને પુનર્વસન તરફ નો એક વિશિષ્ટ અભિગમ છે .
અપરાધીઓ માટે ધ ચિલ્ડ્રન એકટ 1960 બનાવવામાં આવ્યું.
આવા બાળકો માટે ની સંસ્થાઓનો સ્ટ્રક્ચર:
જુવેનાઇલ ઓર ચિલ્ડ્રન કોટ
ચાઇલ્ડ વેલ્ફેર બોર્ડ
રિમાન્ડ હોમ
સર્ટિફાઇડ સ્કૂલ
ચિલ્ડ્રન હોમ
આફ્ટર કેર ઓર્ગેનાઇઝેશન
ઓબજરવેશનલ હોમ.
આ અધિનિયમ હેઠળ બાળકના સંબંધમાં કોઈ પણ હુકમ કરતી વખતે સક્ષમ અધિકારીને નીચેના સંજોગો ધ્યાનમાં લેવામાં આવશે….
બાળકોની ઉંમર
આવી પરિસ્થિતિ કે જેમાં બાળકો જીવે છે.
પ્રોફેશનરી ઓફિસર દ્વારા કરવામાં આવેલ અહેવાલ.
ધાર્મિક સમજ બાળકની
સક્ષમ અધિકારીના મતે આવા અન્ય સંજોગો જરૂરી છે કે જેમાં બાળકના હિતમાં ધ્યાનમાં લેવા જોઈએ.
જોકે અપરાધ કરનાર બાળકના કિસ્સામાં બાળકોની અદાલતને ગુનો કરનાર બાળક સામે તારણો નોંધ્યા પછી ઉપરોક્ત સંજોગોને ધ્યાનમાં લેવામાં આવશે.
PUNISHMENT FOR CURELTY TO CHILD:
જો કોઈ બાળકનો વાસ્તવિક હુમલો ધરાવતો હોય અથવા તેના પર અંકુશ ધરાવતો હોય. હુમલો કરે અથવા છોડી દે તો બાળકોનો પડદફાસ કરે અથવા જાણી જોઈને તેની અવગણના કરે અથવા તેને આશ્વાસન આપવાનું કારણ આપે છે અથવા મેળવે છે .
આવું બાળક બિનજરૂરી માનસિક અથવા શારીરિક વેદના પાંચ મહિના સુધી કે છ મહિના સુધી અથવા બંને સાથે કેદની સજા ને પાત્ર છે.
b) Characteristics of culture કલ્ચરની લાક્ષણિકતાઓ
Characteristics of Culture કલ્ચરની લાક્ષણીકઓ:
સંસ્કૃતિ એ માનવ સમાજના જીવનના બધા પાસાઓને આલિંગન કરતી એક સામાજિક પ્રણાલી છે, જેમાં માન્યતાઓ, પરંપરાઓ, ધર્મ, કલા, નૈતિકતા, કાયદા, અને રોજિંદા જીવનના પ્રત્યેક પાસાનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ એ માનવ સમાજની ઓળખ અને વર્તનનું પ્રતિનિધિત્વ કરે છે.
સંસ્કૃતિના કેટલીક મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે:
આ લક્ષણો દર્શાવે છે કે સંસ્કૃતિ માનવ સમાજના તમામ ભાગોમાં વ્યાપી છે અને તે લોકોના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
c) Types of thinking થીંકીંગના પ્રકારો
થીંકીંગ ના પ્રકાર..
થીંકીંગના નીચે મુજબના પ્રકારો પાડવામા આવેલ છે.
1. પર્સેપ્ચ્યુઅલ થીંન્કિગ.
આ પ્રકારનુ થીંકીંગ એ પર્સેપ્શન ના બેઝ ઉપર આધાર રાખે છે. પર્સેપ્શન એ વ્યક્તિને અગાઉ થયેલા કોઈપણ અનુભવો અથવા તે વ્યક્તિના સેન્સરી ઇમ્પલ્સીસ નુ તે વ્યક્તિ કેવુ અર્થઘટન કરેલ છે તેના પર આધારિત હોય છે. આ પ્રકારના થીંકીંગ ને કોન્ક્રીટ થીંકીંગ પણ કહેવામા આવે છે. જેમા રિયલ ઓબ્જેક્ટ કે રીયલ બનાવો બાબતના થીંકીંગ નો સમાવેશ થાય છે.
2. કન્સેપ્ચ્યુઅલ અથવા એબસ્ટ્રેક્ટ થીંકીંગ…
આ પ્રકારના થીંકીંગ માટે કોઈ રિયલ ઓબ્જેક્ટ કે કોઈ એક્સપિરિયન્સ કે કોઈ ઇવેન્ટના પરસેપ્શનની જરૂર પડતી નથી. આ પ્રકારનુ થિન્કિંગ એબ્સ્ટ્રેક્ટ આઈડિયા કે કન્સેપ્ટના ઉપયોગ થી થાય છે. આ પ્રકારના થીંકીંગ મા નવી શોધ કે નવા પ્રયોગો કરવા તરફનુ થીંકીંગ થતુ હોય છે.
3. ક્રિએટિવ થીંકીંગ.
આ પ્રકારના થીંકીંગ મા થીંકીંગના અંતે કોઈ નવી શોધ કે કોઈ આઈડિયા બહાર આવે છે. વૈજ્ઞાનિકો કે કોઈપણ સંશોધન કરનારાઓ આ પ્રકારનુ થિંકિંગ કરતા હોય છે. આ પ્રકારના થીંકીંગની કોઈ બાઉન્ડ્રી હોતી નથી. આ પ્રકારના થીંકીંગ નોલેજમા વધારો કરે છે.
4. રીઝનીંગ અથવા લોજિકલ થીંકીંગ..
આ પ્રકારના થીંકીંગમા કોઈ કારણો અને તેની અસર શોધી શકાય છે અથવા કારણોના પરિણામો શોધી શકાય છે. આ એક કંટ્રોલ થીંકીંગનો પ્રકાર છે. જેમાં પ્રોસેસ એ કોઈપણ પ્રોબ્લેમને સોલ્વ કરવા તરફનો હોય છે અને તે લોજિકલ ઓર્ડરમા હોય છે. આ થીંકીંગ નો એક સારામા સારો પ્રકાર છે જેના લીધે કોઈ પણ પ્રોબ્લેમ નુ નિવારણ લાવી શકાય છે.
આ પ્રકારના થીંકીંગ મા ઇન્ડકટિંગ અને ડિડક્ટીંગ રીઝનીંગ જોવા મળે છે.
ઇન્ડક્ટિંગ રીઝનીંગ.
આ કોઈ એક ભાગથી સંપૂર્ણ ભાગ તરફ વિચારવાનો પ્રોસેસ છે. જેમા વ્યક્તિ એ એક પોઈન્ટ પર થી બહારના યુનિવર્સલ એટલે કે સંપૂર્ણ આઈડિયા વિશે વિચારે છે.
ડિડક્ટિવ રીઝનીંગ..
આ પ્રકારના થીંકીંગ મા થીંકીંગ પ્રોસેસ એ કોઈ આખી ઇવેન્ટ તરફથી એક ભાગ તરફ જાય છે, એટલે કે યુનિવર્સલ આઈડિયા થી કોઈ એક પોઈન્ટ પર કેન્દ્રિત થાય છે. જેમા બધા માણસો ખરાબ છે એવુ વિચારતી કોઈ વ્યક્તિ એક પછી એક દરેક વ્યક્તિ સાથે વાતચીત કરે છે અને પછી જ બધા માણસો બાબતે નક્કી કરવામા આવે છે.
5. પ્રોબ્લેમ સોલ્વિંગ..
આ એક મહત્વના થીંકીંગ નો પ્રકાર છે જેમા વ્યક્તિ પોતાને થયેલા જુના અનુભવો અને હાલની કોઈ ઉદ્ભવેલ પરિસ્થિતિને સમજીને તેમાંથી રસ્તો કાઢવાનો હોય ત્યારે આ પ્રકારના થીંકીંગ ની જરૂરિયાત હોય છે. આ પ્રકારના થીંકીંગમા જ્યારે કોઈપણ વ્યક્તિએ કોઈ પણ ગોલ સેટ કરેલા હોય અને ત્યા પહોંચવામા કોઈ પણ અડચણો આવતી હોય ત્યારે પ્રોબ્લેમ જોવા મળે છે. આ પ્રોબ્લેમ માંથી બહાર આવવા માટે આ પ્રકાર ના થીંકિંગ નો ઉપયોગ થાય છે.
આ પ્રકારના થીંકીંગમા ટ્રાયલ અને એરર મેથડનો પણ યુઝ થાય છે, વ્યક્તિનો સમય પણ બગડે છે. ઘણી વખત નિષ્ફળતા પણ છેલ્લે જોવા મળે છે.
d) Functions of family કુટુંબના કાર્યો
A)essential function:
(1) સ્ટેબલ સ્ટેટિસ ફેક્શન ઓફ સેક્સ
ફેમિલી નું મુખ્ય જરૂરી કાર્ય જાતીય જીવનની પરી તૃપ્તિ છે મોટાભાગના સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલ સંબંધો છે ફેમિલીમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને મર્યાદામાં રહીને પોતાના જાતીય જીવનની જરૂરીયાતો ફેમિલીના માધ્યમથી પૂર્ણ કરે છે આ એક સમાજની લગ્ન વ્યવસ્થા નક્કી કરેલી છે જે વ્યક્તિને જીવન ફરિયાદ સેક્સ જરૂરીયાતો પૂરું પાડે છે ફેમિલીના માધ્યમ દ્વારા જે બાળકો ઉત્પન્ન થાય છે તે સમાજ દ્વારા સ્વીકાર્ય હોય છે સેક્સ્યુઅલી જરૂરીયાતો અને બેટર પર્સનાલિટી એડજેસ્ટમેન્ટ ફેમિલીના માધ્યમથી પૂર્ણ થાય છે.
(2) ધ રીપ્રોડક્ટિવ ફંક્શન
દરેક સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલું છે કે ફેમિલી દ્વારા ઉત્પન્ન થતા બાળકો સમાજને માન્ય હોય છે
(3) પ્રોવિઝન ઓફ હોમ
ફેમિલી તેના દરેક સભ્યને ઘર પૂરું પાડે છે દરેક સ્ત્રી અને પુરુષમાં પોતાનું ઘર બનાવવાનું પ્રબળ ઈચ્છા હોય છે વ્યક્તિને પોતાની ઓરીજીનલ જન્મની જગ્યા કરતાં જે ઘરમાં તેને ઉછેર થાય છે તેને સારી રીતે યાદ રાખે છે ફેમિલીના દરેક સભ્યો ઘરમાં શાંતિ અને સલામતી જીવન જીવે ઘર એ ધરતીનો છેડો છે દુનિયાનો સૌથી મધુર સ્થળ એ ઘર છે
(4) સોશિયલાઈઝેશન ફંકશન
વ્યક્તિ ફેમિલીના માધ્યમથી જે સમજમાં રહેતો હોય છે તે સમજના નીતિ નિયમો શીખે છે વ્યક્તિ જે સમાજમાં જનમ્યો હોય તે સમાજની બીહેવીયર પેટન શીખે છે દરેક ફેમિલીને પોતાની એક આગવી ઈમેજ હોય છે અને વ્યક્તિ તેના માધ્યમથી અલગ કરી આવે છે ફેમિલી બાળકને સમાજના મોરલ નૈતિકતાઓ તારા ધોરણો શીખવે છે ફેમિલી બાળકો માટે રોલ મોડલ છે અને તે બાળકને સામાજિક વ્યક્તિ બનાવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે
(5) અફેક્ષનલ ફંકશન
ફેમિલી તેના દરેક સભ્યને લવ અને અપેક્ષન ને સલામતી પૂરી પાડે છે ફેમિલીના દરેક સભ્યોને મેન્ટલ અને ઈમોશનલી જરૂરિયાતો પૂરી પાડે છે ફેમિલી તેના દરેક સભ્ય વચ્ચે લવલી રિલેશનશિપને ડેવલોપ કરે છે દરેક વ્યક્તિ પ્રથમ પ્રેમની અનુભૂતિ પોતાના માતા-પિતા દ્વારા ફેમિલી માંથી મેળવે છે માતા પિતા અને ભાઈ બંધુઓને અપેક્ષણ પૂરા પાડે છે અપેક્ષા ની ઉણ બાળકના ડેવલોપમેન્ટને અવરોધ ઊભો કરે છે જે વ્યક્તિ પોતાના બાળપણમાં લવ અને અપેક્ષણની જરૂરિયાત થી વંચિત રહેલો હોય તે પોતાની જિંદગીમાં ખુશ હોતો નથી
(B)નોન એસનસીએલ ફંકશન:
(1) સ્ટેટસ ફંકશન
વ્યક્તિ કયા ફેમિલીમાં જન્મ્યું છે તે પ્રમાણે તેનું સ્ટેટસ અને પોઝિશન મળે છે આમ ફેમિલી વ્યક્તિને તેનું સ્ટેટસ અને પોઝિશન આપે છે જેથી વ્યક્તિની સારી રીતે લર્નિંગ કરી શકે અને લાઇફની વેલ્યુ સમજી શકે છે અને આ સારી જિંદગી જીવી શકે
ફેમિલી એ સામાજિક ઓળખ માટેનું એક માધ્યમ છે જેમાં વ્યક્તિનો વર્ગ તેની ધર્મનું સ્થાન રહેણીકરણ એજ્યુકેશન વગેરે ફેમિલી સાથે સંકળાયેલું હોય છે
(2) પ્રોટેકટીવ ફંક્શન
ફેમિલી વ્યક્તિને ફિઝિકલ સાયકોલોજીકલ અને ઇકોનોમિકલી પ્રોટેક કરે છે આ પ્રોટેક્શન અમુક મર્યાદા સુધીનું હોય છે સમજમાં કોઈ એક વ્યક્તિ પણ અટેક કરવામાં આવે તો તેની આખા ફેમિલી ઉપર કે સમાજ ઉપર અટેક માનવામાં આવે છે અને તેની સામે ફેમિલી અથવા સમાજ તેનું રક્ષણ કરે છે
(3) ઇકોનોમિકલ ફંકશન
ફેમિલી તેના દરેક સભ્યની ઇકોનોમિક નીડને પૂર્ણ કરે છે આ એક ફેમિલીનો ટ્રેડિશનલ ફંકશન છે પહેલાના સમયમાં ફેમિલી એક ઇકોનોમિકલ યુનીટ હતી અને તેમાં વસ્તુનું ઉત્પાદન થતું હતું હાલના સમયમાં ફેમિલી નો ઇકોનોમિકલ રોલ બદલાયેલો છે ઉદ્યોગિકરણને કારણે ફેમિલીની ઉપર તેની ઊંડી અસર પડેલી છે ફેમિલીના સભ્યો ઘરમાં કાર્ય રોકી શકતા નથી મોટાભાગનું ઉત્પાદન સેન્ટ્રલાઈઝ થયેલું છે ઘરમાં થતું ઉત્પાદન હવે ફેક્ટરીઓમાં થાય છે
(4) એજ્યુકેશનલ ફંકશન
બાળકોનું પ્રાથમિકતા ફેમિલી માંથી શીખવા મળે છે બાળકોને સમાજના નીતિ નિયમો પાડવા મોટા થઈ સમાજમાં કઈ રીતે વર્તન કરવું વગેરે બાબતો ફેમિલીમાંથી શીખવા મળે છે સમાજ તરફનું વ્યક્તિનું વલણ અમુક પ્રકારની હેબિટો વગેરેનું જ્ઞાન અને ટ્રેનીંગ બાળકને ફેમિલી માંથી મળે છે આ ઉપરાંત કોઈ મેનરથી લોકો સાથે વાતચીત કરવી વર્તન કરવું વગેરે બાબતો બાળક ફેમિલી માંથી શીખે છે આમ ફેમિલી એજ્યુકેશન યુનિટ છે.
(5) રિલિજિયસ ફંક્શન
રિલિજિયસ માટે મુખ્ય કેન્દ્ર family છે બાળકના જન્મ સાથે જ તેનો ધર્મ નક્કી થઈ જાય છે બાળકને ધાર્મિક ટ્રેનિંગ આપતું પ્રથમ યુનિટ ફેમિલી છે ધર્મ માટે નામ મોરલ તેની વેલ્યુ અને ભગવાન વિશેનો ખ્યાલ બાળકને પ્રથમ ફેમિલી માંથી મળે છે નૈતિકતાનો પાઠ બાળક ફેમિલી માંથી ભણે છે જે તેની સાથે જીવન પર્યંત રહે છે આ ઉપરાંત બાળકની ફેમિલી દ્વારા પૂર્ણ થાય છે ફેમિલીના માધ્યમથી ધર્મ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે
(6) રીક્રીએશન ફંક્શન
ફેમિલી વ્યક્તિની રિક્રિએશનલી નીડ પુરી પડે છે પહેલાના સમયમાં રી ક્રીએશન ફેસીલીટી ખૂબ ઓછી હતી ત્યારે ફેમિલીના માધ્યમથી વ્યક્તિ પોતાની મનોરંજનની જરૂરિયાતો પૂર્ણ કરતું હાલના સમયમાં માસ મીડિયા સ્પેશિયલ મુવીઝ ટેલિવિઝન દ્વારા રીક્રિએશન મેળવે છે ન્યુક્લિયર ફેમિલી નો રી ક્રિએશન આપવાનો રોલ ઓછો થતો જાય છે
(7) ટ્રાન્સમિશન ઓફ કલ્ચર
કલ્ચર હેરી ટેટ ને ટ્રાન્સફર કરવાનું કાર્ય ફેમિલી કરે છે કુટુંબના વારસાગત રીતે રિવાજો ,આદર્શો નૈતિકતાના નિયમો ,વગેરે બાબતો વ્યક્તિ ફેમિલીમાંથી શીખે છે અને તેને એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર કરે છે
(8) હેલ્થ ફંક્શન ઓફ ફેમિલી
આ એક ફેમિલી નું બેઝિક ફંકશન છે તેના દરેક સભ્યોનું હેલ્થનું રક્ષણ કરવું અને માંદગીના સમયે તેની કેરી લેવી તે તેનું કાર્ય છે
પ્રાચીન સમયમાં કે જ્યારે હોસ્પિટલો ખૂબ ઓછા પ્રમાણમાં હતાં ત્યારે મોટાભાગના પેશન્ટ ને તેમના ઘરે જ હેલ્થની સારી હેબિટ, તેનું મહત્વ હેલ્થ પ્રત્યેનું વલણ ,માંદગી તરફનું વર્તન વગેરે બાબતો ફેમિલીમાંથી શીખવે છે
હેલ્થ ને લગતી કલ્ચરલ પેટર્ન ફેમિલી દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે હેલ્થને લગતા કાર્યો ફેમિલી દ્વારા કરવામાં આવે છે જે નીચે મુજબ છે
ફેમિલી ના દરેક મેમ્બરને પૂરતા પ્રમાણમાં ખોરાક કપડાં અને ઘર પૂરા પાડે છે
ફેમિલીના ફિઝિકલ એનવાયરમેન્ટના માધ્યમથી તેના દરેક મેમ્બર નું હેલ્થ મેન્ટેન કરવૂ
સાયકોલોજીકલ એન્વાયરમેન્ટના માધ્યમથી હેલ્થ સ્ટાન્ડર્ડ જાળવવું
હેલ્થ એજ્યુકેશન આપવૂ
એક્સરસાઇઝ અને ડાયટ ના માધ્યમથી હેલ્થનું પ્રમોશન કરવું
મેમ્બરને પ્રાથમિક સારવાર પૂરી પાડવી
બીમારની સારવાર કરવી
મેડીકેશનનું સુપરવિઝન કરવું
સભ્યોની સ્પીરીચયોલ નિડ પૂરી કરવી
રિહે બીલીટેશન કેર આપવી
કમ્યુનિટી હેલ્થ કેર પ્રોવાઇડર સાથે યોગ્ય સલાહ મસલત કરેવી
(9) ગવરમેન્ટ ફંકશન
ફેમિલી તેના બાળકોને અમુક લેવલ સુધી કંટ્રોલમાં રાખે છે અને તેમની વચ્ચે યોગ્ય નિર્ણય રહે છે ફેમિલી નું સ્ટેટ, લો ,રેગ્યુલેશન, લેજિસ્લેશન ,પોલીસી ,કોટ વગેરે તરીકેના કાર્ય કરે છે
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)
a) Psychology – સાયકોલોજી
સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો થી બનેલો છે. સાયકી અને લોગસ. ઈસ. 1590 સુધી સાઈકી શબ્દોનો અર્થ સાઉલ અથવા આત્મા અથવા સ્પિરિટ થતો હતો અને લોજી શબ્દનો અર્થ સ્ટડી કરવુ એવો થાય છે. અહી સાઉલ (soul) શબ્દ એ ખૂબ જ વિશાળ અર્થમા લેવામા આવ્યો હતો. તેથી પાછળથી સોલ (soul) ને બદલે માઈન્ડ શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો હતો.
19 મી સદીના અંત સુધીમા વિલિયમ વુડટ એ માઈન્ડ ને બદલે બિહેવિયર શબ્દનો ઉપયોગ કર્યો એટલે નવી વ્યાખ્યા મુજબ સાયકોલોજી એટલે કે હ્યુમન બિહેવિયર ના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે.
વિલિયમ વુડટ ફાધર ઓફ સાયકોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે.
મેન્ટલ પ્રોસેસ અને બિહેવિયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડનો સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્ટડી પણ કરવામા આવે છે.
e) Crime – ક્રાઈમ
ક્રાઇમ (Crime):
ક્રાઇમ એ એવો કૃત્ય છે જે કાનૂન દ્વારા પ્રોહીબીટેડ હોય છે અને જે વ્યક્તિગત અથવા સામાજિક સ્તરે નુકસાન પહોંચાડે છે. આ પ્રકારના કૃત્યોમાં શારીરિક, માનસિક, અથવા સામાજિક નુકસાન થતા હોય છે અને તે માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.
ક્રાઇમ એ એવા વર્તન કે એક્ટીવીટીસ નો સમૂહ છે જે શારીરિક નુકસાન (Physical Harm), માનસિક તણાવ (Psychological Stress), અથવા સામાજિક વિકાર (Social Deviance) અરાઇઝ કરે છે. એના કેટલાક પ્રકારો એવા છે જે સીધા હેલ્થ પર અસર કરે છે, જેમ કે:
વાયોલન્ટ ક્રાઇમ (Violent Crime): જેમ કે ખૂન (Homicide), હુમલો (Assault), બળાત્કાર (Rape)
માનસિક ક્રાઇમ (Psychological Crime): જેમ કે માનસિક દુર્વ્યવહાર (Mental Abuse), હેરેસમેન્ટ (Harassment)
સબસ્ટસ રિલેટેડ ક્રાઇમ (Substance-related Crime): જેમ કે નશાની દવાઓનો વેપાર (Drug Trafficking)
મુખ્ય લક્ષણો:
1.કાનૂની ઉલ્લંઘન: કાયદાનું ઉલ્લંઘન કરવું
2.હાનિકારક પરિણામો: વ્યક્તિ અથવા સમાજ પર નુકસાન પહોંચાડવું
3.પેનલ્ટી : કાનૂની કાર્યવાહી અને સજાનો સામનો કરવો
4.દુષ્કૃત્યનો ઈરાદો: કેટલાક ક્રાઇમમાં દુષ્કૃત્ય (Malicious Intent) હોવું જરૂરી છે
ઉદાહરણ:
ખૂન (Murder)
ચોરી (Theft)
ઠગાઈ (Fraud)
દુર્વ્યવહાર (Abuse)
બળાત્કાર (Rape)
આ રીતે, ક્રાઇમ માત્ર કાનૂની મુદ્દો નથી, પણ એનું વ્યક્તિગત હેલ્થ અને સામાજિક સુખ-શાંતિ પર પણ ઊંડો પ્રભાવ પડે છે.
b) Interest – ઇન્ટ્રેશ
Interest (રુચિ):
Interest એ એક માનસિક પ્રક્રિયા (Psychological Process) છે, જેમાં વ્યક્તિ કોઈ વિશિષ્ટ વિષય, પ્રવૃત્તિ, અથવા ઉત્તેજનાને લઈને ધ્યાન (Attention), ઉત્સુકતા (Curiosity) અને આંતરિક પ્રેરણા (Intrinsic Motivation) અનુભવ કરે છે.
Interest (રુચિ)એ વ્યક્તિના વર્તન અને શીખવાની પ્રક્રિયાને અસર કરતી એક શક્તિશાળી માનસિક અવસ્થા છે.
f) Emotion – ઇમોશન
રોજિંદા જીવનમાં, લાગણીઓની શક્તિશાળી અસર હોય છે.
આપણો મૂડ, પસંદગીઓ, સંદેશાવ્યવહાર અને આપણા સંબંધો બધું જ લાગણીઓથી પ્રભાવિત થાય છે.
લાગણીઓ આપણા જીવનને રંગ આપે છે.
આનંદ, દુ:ખ, ભય, ક્રોધ, ઉદાસી, ઈર્ષ્યા એ બધી લાગણીઓ છે.
લાગણીઓ હકારાત્મક (જેમ કે આનંદ, ખુશી) અથવા નકારાત્મક (ગુસ્સો, ઉદાસી) હોઈ શકે છે.
સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન મેળવવા માટે, બંને પ્રકારની લાગણીઓ વચ્ચે સંતુલન જરૂરી છે.
c) Learning – લેનિંગ
લર્નિંગ એટલે કે વ્યક્તિના બીહેવિયર મા થતા કાયમી ફેરફાર જે કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ અથવા અનુભવ ના પરિણામે જોવા મળે છે.
વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન તેના બિહેવિયર મા સતત બદલાવ આવતા જાય છે અને ફેરફાર થતા જાય છે. બિહેવિયર મા થતા આ ફેરફારને લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે.
g) Motivation – મોટીવેશન
મોટીવેશન લેટિન શબ્દ ‘movere’ પરથી ઉતરી આવી છે જેનો અર્થ થાય છે “ખસેડવું અથવા ઉત્સાહિત કરવું અથવા સક્રિય કરવું.” શાબ્દિક અર્થમાં, તે એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિમાં ઊર્જા જગાડે છે અથવા પ્રવૃત્તિમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. પ્રવૃત્તિ ઉત્તેજિત થાય છે, જરૂરિયાત પૂરી કરે છે અને તણાવની ગતિ ઘટાડે છે. જ્યાં સુધી તે જરૂરિયાત પૂરી ન કરે ત્યાં સુધી, ડ્રાઇવમાં ઘટાડો થતો નથી.
મોટીવેશન નો ઉપયોગ ઘણીવાર વ્યક્તિના goals, જરૂરિયાતો, ઇચ્છાઓ, ઇરાદાઓ અને હેતુઓને સંદર્ભિત કરવા માટે થાય છે.
ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ ભૂખ્યો હોય, ત્યારે જરૂરિયાત ખોરાકની હોય છે, અને તે ડ્રાઇવને પ્રેરિત કરે છે. જ્યારે ખોરાકની શોધ કરવામાં આવે છે અને ડ્રાઇવ “ભૂખ” ઓછી થાય છે અને પ્રવૃત્તિ બંધ થઈ જાય છે, ત્યારે તમામ માનવ વર્તન કંઈક દ્વારા પ્રેરિત થાય છે.
d) Family – ફેમિલી
ફેમિલી એ દુનિયામા સૌથી નાનામા નાનુ એક સોશિયલ ગ્રુપ છે. તે એક અગત્યનુ પ્રાઇમરી ગ્રુપ છે. ફેમિલી ની અંદર હસબન્ડ વાઈફ મેરેજ દ્વારા જોડાય છે અને તેના બાળકો હોય અથવા ન પણ હોય આ રીતે ફેમિલી નુ નિર્માણ થાય છે.
દુનિયામા દરેક જગ્યાએ ફેમિલી હોય જ છે. ફેમિલી વિનાનો કોઈ સમાજ હોતો નથી.
આ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો વચ્ચે ખૂબ સારી રિલેશનશિપ હોય છે.
ફેમિલી એ સોસાયટીનુ પાયાનુ યુનિટ છે.
ફેમિલીમા સાથે રહેતા સભ્યો એ પેઢી દર પેઢી પોતાના કસ્ટમ્સ અને રીલીજીયસ પ્રમાણે તેના બાળકોને આગળની જનરેશનમા દરેક ગુણ પસાર કરે છે.
ફેમિલી શબ્દ એ રોમન શબ્દ ફેમ્યુલસ પરથી આવેલો છે જેનો મતલબ સેવા થાય છે.
ફેમિલી ની ડેફીનેશન જેમા ફેમિલી એ એક બાયોલોજીકલ સોશિયલ યુનિટ છે. જે હસબન્ડ, વાઈફ અને ચિલ્ડ્રન દ્વારા તૈયાર થાય છે.
કોઈપણ ફેમિલી એ પુરુષ અને સ્ત્રી દ્વારા મેરેજ ના યુનિયન દ્વારા લીગલી કન્સ્ટ્રક્ટ થાય છે. જે લોકો એક કોમન પ્લેસ પર રહે છે. તેઓના બાળકો હોય છે અથવા તો તેઓ બાળકો એડપટ કરે છે. ફેમિલીમા રહેતા દરેક સભ્યો વચ્ચે સારી સોશિયલ રિલેશનશિપ હોય છે. તે એકબીજાથી એકદમ નજીક રીતે જોડાયેલા હોય છે. આ ફેમિલીના દરેક સભ્યો વચ્ચે એક કોમન ગોલ હોય છે. ઘરની દરેક ચીજ વસ્તુઓ તે કોમનલી શેર કરતા હોય છે. સાથે રહેતા અને સાથે જમતા હોય છે. આ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ઈમોશનલ બોન્ડ હોય છે.
h) Adjustment – એડજેસ્ટમેન્ટ
એડજેસ્ટમેન્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિ ની એવી કન્ડિશન કે જેમા તે તેની આસપાસ ના નવા ચેન્જીસ કે બદલાવ ને સ્વીકારી શકે તેમજ તેને એડપટ કરી તેની સાથે તાલ મિલાવી શકવાની ક્રિયા.
કોઈ પણ નીડ કે ડિઝાયર બ્લોક થવાના લીધે તે સિચ્યુએશન ને સ્વીકારી તેની સાથે કોપ કરી આગળ વધવાની ક્રિયા ને એડજેસ્ટમેન્ટ કહે છે.
આ આપણા મા ઉત્પન થતા કોન્ફલીકટ ને બેલેન્સ કરવાની ક્રિયા છે.
એડજેસ્ટમેન્ટ એ આપણે રોજ બરોજ ની ક્રિયા નો એક ભાગ છે જે ફીઝીકલ, એન્વાયર્નમેન્ટલ, સોસિયલ કે પર્સનલ કન્ડિશન માટે આપણે આ દરેક પાસાઑ મા એડજેસ્ટ કરવુ પડતુ હોય છે.
એડજેસ્ટમેન્ટ એ હેલ્ધી વ્યક્તિ ની નિશાની છે. જેના લીધે તે સ્ટ્રેસ ફ્રી રહી શકે છે તથા બીજા વ્યક્તિ કે વાતાવરણ સાથે તાલ મિલાવી ને સારા સબંધો રાખી શકે છે.
Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો.
1……….is also called ecological psychology. …………ને ઈકોલોજીકલ સાયકોલોજી પણ કહેવાય છે. Environmental Psychology (પર્યાવરણ મનશાસ્ત્ર)
તર્ક: Environmental Psychology એ એવું ક્ષેત્ર છે જે પર્યાવરણ અને માનવ વર્તન વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે, તેથી તેને ecological psychology પણ કહે છે.
2…………. is also called the heart of learning. …………,ને શીખવાનું હૃદય પણ કહેવાય છે. Motivation (પ્રેરણા)
તર્ક: શીખવાની પ્રકિયા માટે મોટેવેશન (પ્રેરણા) ખૂબ મહત્વપૂર્ણ છે. તે શીખવા માટે ઉર્જા અને દિશા આપે છે, તેથી તેને “Heart of Learning” કહેવાય છે.
3.The father of sociology is…………. સોસીયોલોજીના પિતા ………. છે. Auguste Comte (ઑગસ્ટ કોમ્ટ)
તર્ક: Auguste Comte એ સૌથી પહેલા “Sociology” શબ્દનો ઉપયોગ કર્યો અને સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક અભ્યાસ રૂપે વિકસાવ્યું, તેથી તેઓને “Father of Sociology” કહે છે.
4.The loss of memory is called ………. લોસ ઓફ મેમરી ને ………કહેવાય છે. Amnesia (એમ્નેશિયા)
તર્ક: Amnesia એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાનું સ્મરણશક્તિ ગુમાવે છે – આ અસર તીવ્ર ઇજાથી કે માનસિક આઘાતથી થઈ શકે છે.
5.Medical Termination of Pregnancy Act (MTP) passed in ………year. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એકટ (MTP)_ ………વર્ષમાં પસાર થયો. 1971 (1971)
તર્ક: ભારત સરકાર દ્વારા Medical Termination of Pregnancy Act 1971 માં પસાર કરવામાં આવ્યો હતો, જે કાયદેસર રીતે ગર્ભપાત માટેના નિયમો નક્કી કરે છે.
(B) True or False – ખરા ખોટા જવાનો
1.Ego receives energy from ID. અહંકાર ID થી ઉર્જા મેળવે છે. ✅ સાચું (True)
તર્ક: માનસશાસ્ત્ર અનુસાર, સિગમન્ડ ફ્રોઇડના મૉડલ પ્રમાણે Ego (અહં) ID (જૈવિક તાકાતો અને ઈચ્છાઓ) પાસેથી ઊર્જા મેળવે છે અને તેને રિયાલિટી (વાસ્તવિકતા)ના આધારે નિયંત્રિત કરે છે.
2.Every crowd has specific name. દરેક ભીડનું ચોકકસ નામ હોય છે. ❌ ખોટું (False)
તર્ક: દરેક ભીડને ચોક્કસ નામ આપવામાં આવતું નથી. ભીડ સામાન્ય રીતે અસંગઠિત હોય છે અને દરેક ભીડ માટે નિશ્ચિત ઓળખ કે નામ હોવું જરૂરી નથી. માત્ર ચોક્કસ પ્રકારની ભીડ (જેમ કે مذہિક ભીડ, રાજકીય ભીડ) ઓળખાતી હોય છે.
3.The wrong perception of an object is called illusion. વસ્તુની ખોટી ધારણાને ભ્રમ કહેવાય છે. ✅ સાચું (True)
તર્ક: જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને છે તે પ્રમાણે ન જોઈ શકે અથવા ખોટી રીતે સમજેછે ત્યારે તેને illusion (ભ્રમ) કહેવાય છે. ઉદાહરણરૂપે – પાણીમાં ટેડો દેખાવા જેવો દૃષ્ટિભ્રમ.
4.Membership of class identity is from birth. જન્મથી જ વર્ગ ઓળખનું સભ્યપદ છે. ✅ સાચું (True)
તર્ક: સામાજિક વર્ગ (social class) નો આધાર ઘણીવાર જન્મ, કુળ અથવા પરિવારીક સ્થિતિ પર હોય છે. એટલે વ્યક્તિ એ વર્ગમાં જન્મથી જ આવે છે. જોકે જીવનભર આ સ્થિતિ બદલાઈ પણ શકે છે (social mobility).
5.The internal groups are of stable nature. આંતરિક જૂથો સ્થિર પ્રકૃતિના છે. ✅ સાચું (True)
તર્ક: આંતરિક જૂથો (જેમ કે કુટુંબ, સ્નેહી જૂથ) સામાન્ય રીતે નિકટના સંબંધો ધરાવતા હોય છે અને સમયગાળે સ્થિર અને લાંબા ગાળાના હોય છે.
(C) Match the following – જોડકા જોડો.
(A) Love પ્રેમ (A) Love and affection પ્રેમ અને સ્નેહ
(B) Physical need of family કુટુંબની શારીરિક જરૂરીયાત (B) Positive moment સકારાત્મક ક્ષણ
(C) Social and psychological need of family કુટુંબની સામાજિક અને મનોવૈજ્ઞાનિક જરૂરીયાત (C) Internal group આંતરિક જૂથ
(D) Small group નાનું જૂથ (D) Primary group પ્રાથમિક જૂથ
(E) Physical presence શારીરિક હાજરી (E) Food and house ખોરાક અને ઘર
🔁 Final Correct Matching:
(A) Love પ્રેમ → (A) Love and affection પ્રેમ અને સ્નેહ
(B) Physical need of family → (E) Food and house
(C) Social and psychological need of family → (A) Love and affection
(D) Small group → (C) Internal group
(E) Physical presence → (B) Positive moment
અહીં આપેલા Match the following – જોડકા જોડો પ્રશ્નનો યોગ્ય જવાબ આપ્યો છે:
Column A (કૉલમ A) | Column B (કૉલમ B) | ✅ Correct Match |
---|---|---|
(A) Love પ્રેમ | (B) Positive moment સકારાત્મક ક્ષણ | ❌ ખોટું |
(A) Love પ્રેમ | (A) Love and affection પ્રેમ અને સ્નેહ | ✅ સાચું |
(B) Physical need of family કુટુંબની શારીરિક જરૂરિયાત | (E) Food and house ખોરાક અને ઘર | ✅ સાચું |
(C) Social and psychological need of family | (A) Love and affection પ્રેમ અને સ્નેહ | ✅ સાચું |
(D) Small group નાનું જૂથ | (C) Internal group આંતરિક જૂથ | ✅ સાચું |
(E) Physical presence શારીરિક હાજરી | (B) Positive moment સકારાત્મક ક્ષણ | ✅ સાચું |