skip to main content

MIDWIFERY & GYNECOLOGICAL NURSING-17/04/2023(UPLOAD-PAPER NO.7)

Date: -17/04/2023

Q-1 a) Enlist positive signs of pregnancy. પ્રેગનેન્સી ના પોઝીટીવ ચિન્હોની યાદી બનાવો.

Positive Signs of Pregnancy (પ્રેગ્નન્સી ના પોઝીટીવ ચિન્હો):

Fetal Heart Sounds (ફિટલ Positive Signs of Pregnancy (ગર્ભાવસ્થાના સકારાત્મક નિશાનીઓ):

  1. Fetal Heart Sounds (ફિટલ હાર્ટ સાઉન્ડ): ડોપ્લર (Doppler) અથવા ફેટોસ્કોપ (Fetoscope) દ્વારા ફિટસ હાર્ટ હાર્ટ બીટ સાંભળી શકાય છે. આ હાર્ટ બીટ સામાન્ય રીતે 10-12 week દરમિયાન સાંભળવામાં આવે છે.
  2. Fetal Movements (ફિટલ મૂવમેન્ટ): ડોક્ટર અથવા ટ્રેન્ડ નર્સ દ્વારા Uterus માં ફિટલ મૂવમેન્ટ અનુભવાય છે. આ મૂવમેન્ટ સામાન્ય રીતે 18-20 weekમાં જોવા મળે છે.
  3. Visualization of Fetus (ભ્રૂણનું વિઝ્યુઅલાઇઝેશન): અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) અથવા સોનોગ્રાફી (Sonography) દ્વારા ભ્રૂણની ઈમેજ ક્લિયર રીતે જોવા મળે છે, જે પ્રેગ્નન્સી ની પુષ્ટિ માટે ડાયગ્નોસ્ટિક પદ્ધતિ છે.
  4. Palpation of Fetal Parts (ફિટલ પાર્ટ્સની પેલ્પેશન): ડોક્ટર દ્વારા Uterusમાં ફિટસ અંગો, જેમ કે માથું (Head), પીઠ (Spine), અથવા હાથ-પગ (Limbs) સ્પર્શથી ઓળખવામાં આવે છે.
  5. Fetal Cardiac Activity (ફિટલ કાર્ડિયાક એક્ટિવિટી): અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) દ્વારા ફિટલ કાર્ડિયાક એક્ટિવિટી અથવા હાર્ટબિટ જોવા મળે છે, જે સામાન્ય રીતે 6-8 week દરમિયાન સ્પષ્ટ થાય છે.

આ બધા ક્લિનિકલ અને ડાયગ્નોસ્ટિક નિશાનીઓ ચોક્કસપણે પ્રેગ્નન્સી ની પુષ્ટિ કરે છે, કારણ કે તે ફિટલ પ્રેઝન્સ દર્શાવે છે.

b) Explain stages and duration of labor. લેબરના સ્ટેજીસ અને ડયુરેશન વિશે સમજાવો.

લેબરના સ્ટેજીસ:

લેબરના સ્ટેજીસ ને ચાર સ્ટેજીસ માં ડિવાઇડ કરવામાં આવેલા છે.

  • 1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર ,
  • 2) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર,
  • 3) થર્ડ સ્ટેજ ઓફ લેબર,
  • 4) ફોર્થ સ્ટેજ ઓફ લેબર

••>1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર( સર્વાઇકલ સ્ટેજ):

  • ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એ ચાઇલ્ડબર્થ નો ઇનીસીયલ ફેઝ છે. જેમાં સર્વિક્સ એ ગ્રેજ્યુલી ઓપન (ડાયલેટ)તથા થીન (એફેસમેન્ટ) થાય છે. જેના કારણે બેબી એ યુટેરાઇન કેવીટીમાંથી બર્થકેનાલ (વજાઇના) માં પાસ થય શકે. જેમાં રેગ્યુલર તથા રિધેમીક યુટેરાઇન કોન્સ્ટ્રકશન્સ જોવા મળે છે અને યુટેરાઇન કોન્ટ્રાકશન ની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી તથા ડ્યુરેશન એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે.
  • ફર્સ્ટ સ્ટેજ એ લેબર ના ટ્રૂ લેબર પેઇન થી સ્ટાર્ટ થય અને સર્વિક્સ ના ફૂલી ડાયલેટેસન( 10 cm) સુધીનું ગણાય છે.આ સ્ટેજ ને “સર્વાઇકલ સ્ટેજ” પણ કહેવામાં આવે છે.

લેબરના ફર્સ્ટ સ્ટેજ ને ફરધર 3 સ્ટેજ માં ડિવાઇડ કરવામાં આવેલા છે :

ફર્સ્ટ સ્ટેજ નો ટાઇમ પિરીયડ :
પ્રાઇમીગ્રેવીડા:=12-16 અવર્સ, અને
મલ્ટીગ્રેવીડા:=6-8 અવર્સ, નો હોય છે.

લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ત્રણ ફેઝીસ માં ડિવાઇડ થયેલો હોય છે.

  • 1) લેટન્ટ ફેઝ,
  • 2) એક્ટિવ ફેઝ,
  • 3)ટ્રાન્ઝીશનલ ફેઝ

1) લેટન્ટ ફેઝ,

  • લેટન્ટ ફેઝ ને “પ્રોડોમલ લેબર” અથવા “પ્રિ-લેબર” તરીકે ઓળખવામાં આવે છે.
    આ સ્ટેજમાં 1-4 cm સેન્ટીમીટર જેટલું સર્વાઇકલ ડાયલેટેસન થાય છે.
    આ ફેઝ માં કોન્ટ્રાકશન એ 15 – 30 મિનિટે રીપીટ થાય છે અને 15- 30 સેકન્ડ સુધી રહે છે.
  • આ ફેઝ માં મધર એ ટોકેટીવ( વાતચીત કરી શકે તેમ) હોય છે.

2) એક્ટિવ ફેઝ,

  • એક્ટિવ ફેઝ ને ડાયલેટેસન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.
    આ સેકન્ડ ફેઝ મા સર્વિક્સ એ 5 – 7 સેન્ટિમીટર જેટલું ડાયલેટ થાય છે.
  • તથા કોન્ટ્રાક્શન એ 3-5 મિનિટે રીપીટ થાય છે અને 45 – 60 સેકન્ડ સુધી જોવા મળે છે.
  • આ સ્ટેજમાં મધર ને રેસ્ટલેસનેસ ફીલ થાય છે.

3)ટ્રાન્ઝીશનલ ફેઝ

  • ટ્રાન્ઝીશનલ ફેઝ મા સર્વિક્સ નુ ડાયલેટેસન એ 8-10 cm જેટલુ થાય છે.
  • કોન્ટ્રાકશન એ 2-3 મિનિટે રીપીટ થાય છે અને 60 થી 90 સેકન્ડ સુધી જોવા મળે છે.
  • ઓવરઓલ લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ક્રિટીકલ પિરિયડ છે કે જેમાં સર્વિક્સ એ ઓપન થાય ત્યારબાદ, યુટેરાઇન કેવીટી મા બેબી ની પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરી યુટ્રસ એ ડિલીવરી માટે પ્રિપેર થાય છે. આ સ્ટેજ દરમિયાન મધર તથા ફિટસ ની કન્ડિશનને તથા તેની વેલબિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે કંટીન્યુઅસલી હેલ્થ કેર પ્રોવાઇડર્સ દ્વારા મોનિટરિંગ કરવું અગત્યનું રહે છે.

2) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ ફિટસ): સર્વિક્સ ના ફુલ ડાયલિટેશન થી સ્ટાર્ટ થય બર્થ કેનાલ માંથી બેબીના બર્થ સુધીના સમયગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે.

તેનું ડ્યુરેશન,
પ્રાઇમી ગ્રેવીડામાં : 1-2 અવર્સ નુ અને
મલ્ટીગ્રેવીડા મા : 20-30 મીનીટ સુધીનો હોય છે.

લેબરના સેકન્ડ સ્ટેજ ને ફરધર બે ફેઝ માં ડિવાઇડ કરવામાં આવેલા છે:

  • 1) પ્રપલ્ઝીવ ફેઝ,
  • 2) એક્સપલ્ઝીવ ફેઝ.

1) પ્રપલ્ઝીવ ફેઝ: પ્રપલ્ઝીવ ફેઝ એ સર્વિક્સ ના ફુલ ડાયલેટેશન થી સ્ટાર્ટ થય ફિટસનો પ્રેઝન્ટિંગ પાર્ટ એ પેલ્વીક ફ્લોર( +4 ,+5 સ્ટેસન) સુધી ડિસેન્ડ થાય ત્યાં સુધીનું હોય છે.

2) એક્સપલ્ઝીવ ફેઝ: મધરના બિયરિંગ ડાઉન એફોટ્ર્સ ની સાથે બેબી એ કમ્પ્લીટલી યુટેરાઇન કેવીટીમાંથી એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીનો આ એક્સપલ્ઝીવ ફેઝ હોય છે.

3) થર્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા): આ સ્ટેજ એ બેબીના એક્સપલ્ઝન થી લઇ પ્લેસેન્ટા અને મેમ્બરેન નું એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીના સમયગાળા ને થર્ડ સ્ટેજ કહેવાય છે. તેનો ટાઇમ ડ્યુરેશન એ પ્રાઇમી ગ્રેવીડા તથા મલ્ટીગ્રેવીડા માં 15 મિનિટ નો હોય છે

4) ફોર્થ સ્ટેજ ઓફ લેબર( ઓબ્ઝર્વેશન સ્ટેજ): બેબીના બર્થ પછી ઓબ્ઝર્વેશન સ્ટેજને 4th સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે આ સ્ટેજ દરમિયાન મધર ની જનરલ કન્ડિશન તથા ન્યુબોર્નની કન્ડિશન અને યુટ્રસ ના બીહેવિયરને કેરફૂલી મોનિટર કરવામાં આવે છે.

તેનું ટાઇમ ડ્યુરેશન એ 1 અવર નો હોય છે.

આમ, ટોટલ લેબરના ચારેય સ્ટેજ( 1st સ્ટેજ + 2nd સ્ટેજ+3 rd સ્ટેજ+ 4t

c) Describe the nursing management of second stage of labor.પ્રસુતિના બીજા તબકકાની સારવાર વર્ણવો.

Management of second stage of labor

  • યુટીરાઈન કોન્ટ્રેકશન ની ઈન્ટેન્સિટી વધી જાય છે
  • મધર દ્વારા બીયરિંગ ડાઉન એફર્ટ દેખાય છે
  • સર્વિક્સ નું કમ્પ્લીટેશન ડાયલેટેશન થાય છે

Principles:-

  • ફીટસની સ્લોલી અને steadly ડીલેવરી થવી જોઈએ
  • પેરીનિયલ Injury થતી અટકાવવી જોઈએ

General measure:-

  • પેશન્ટને બેડ ઉપર સુવડાવવું
  • પેશન્ટને કોન્સ્ટન્ટલી મોનિટરિંગ કરવું અને બાળકના ધબકારા દર પાંચ મિનિટના સમયાંતરે ચેક કરવા.અને મધરના પલ્સ અને બ્લડપ્રેશર 15 મિનિટના સમયાંતરે ચેક કરવા.
  • પેશન્ટને રીએશ્યોર કરવું અને મોરલ સપોર્ટ આપવો.
  • કોન્ટ્રેક્શન દરમિયાન પેનને દૂર કરવા માટે એનાલજેસિક મેડિસિન આપવી જોઈએ.
  • સેકન્ડ સ્ટેજ સ્ટાર્ટ થાય ત્યારે વજાયનાનું એક્ઝામિનેશન કરવું જોઈએ જેથી Cord Prolapse થાય છે કે નહી અગાઉથી જ આપણે જાણી શકીએ.
  • ફીટસના હેડનું સ્ટેશન અને પોઝિશન ચેક કરવુ.

ડીલેવરી માટેની પ્રિપેરેશન (Preparation for Delivery) :-

  • સર્વાઇકલ os ડાયલિટેશન માટેના ક્લિનિકલ સાઇન દેખાય ત્યારે પેશન્ટને ડીલેવરી માટે પ્રિપેર કરવું.
  • સ્ટ્રોંગ એન્ડ ફ્રીક્વન્ટ યુટેરાઈન કોન્ટ્રાકશન
    નેચરલ અર્જ ટુ બિયર ડાઉન
    valval ગેપિંગ
    એનાલ પાઉંટિંગ
    બલઝિંગ પેરીનિયમ
  • મધરને લીથોટોમી પોઝિશન આપવી જેમાં તેનું હેડ અને સોલ્ડર ને થોડા raise રાખવા.
  • એક્સટર્નલ જનાઈટલ એરિયાને ક્લીન કરવું
  • એસેપ્ટિક ટેકનીક મેન્ટેન રાખવી 3’c‘( ક્લીન હેન્ડ ક્લિન સરફેસ એન્ડ ક્લીન કટીંગ એન્ડ લીગેચર ધ કોડ)
  • મધર નું બ્લાડર ફૂલ હોય તો તેને કેથેટરાઈઝેશન કરવું
  • Membrane રપચર છે કે નહીં તે ચેક કરવું અને જો રપચર ના હોય તો તેનું આર્ટિફિશિયલ રફ્ચર કરવું.
  • કંડકશન ઓફ ડીલેવરી ( ડીલેવરી ઓફ હેડ ડીલેવરી ઓફ શોલ્ડર ડિલિવરી ઓફ ટ્રંક)
    ડીલેવરી ઓફ હેડ :- બેબી નું હેડ જ્યારે પેરીનિયમમાં દેખાય ત્યારે અને જ્યારે કોન્ટ્રાક્સન પ્રેઝન્ટ હોય એ સમયે પેરીનિયમ માં મીડીયોલેટરલ ટાઈપની એફીજીઓટોમી મૂકવામાં આવે છે.બેબી ના હેડ ની ડીલેવરી બાદ તેના માઉથ અને રોજના ભાગને ક્લીન કરવામાં આવે છે અને આઈ લીડ ને કોટન વડે ક્લીન કરવામાં આવે છે જેથી ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરી શકાય. અને બેબીના નેકમાંથી અંબેલીકલ કોડના લુપને દૂર કરવા.
    ડીલેવરી ઓફ સોલ્ડર:- બેબી ના સોલ્ડર ની ડિલિવરી આરામથી સરળ રીતે કરાવવી જેથી મદદ ના પેરિનિયલ એરિયાને એન્જારીથી પ્રિવેન્ટ કરી શકાય.
    ડીલેવરી ઓફ ટ્રક :- સોલ્ડર ની ડીલેવરી થઈ ગયા બાદ બેબીના axilla ને ત્યાં હાથ રાખી અને તેના બોડીની લેટરલફેક્શન દ્વારા ડીલેવરી કરાવવામાં આવે છે.
    ડીલેવરી થઈ ગયા બાદ બેબીની કેર :-
  • ડીલેવરી થઈ ગયા બાદ બેબીને ક્રાઈ કરવા માટે સ્ટીમ્યુલેટ કરવામાં આવે છે જેથી લંગ એક્સપાન્ટ થાય અને બ્રિથિંગ પેટર્ન ની બેબીની ઇમ્પ્રુવ થાય.
  • ડીલેવરી થઈ ગયા બાદ બેબી પ્રોપર રીતે ક્રાય ન કરે તો બેબીના માઉથ અને નોઝમાંથી secretion mucus sucer વડે રિમૂવ કરવું.
  • અપગાર સ્કોર એટબર્થ અને પાંચ મિનિટ પછી ચેક કરવું જેથી બેબીની જનરલ કન્ડિશન ને જાણી શકાય.
  • બેબીને વિટામિન K ઈન્ટ્રા મસ્ક્યુલર આપવું.
  • બેબી નું સેક્સ મધર ને બતાવવું બેબી ને આઈડેન્ટિફિકેશન ટેગ લગાવવું.
  • બેબી નો વેટ ચેક કરવો તેના ફુટ પ્રિન્ટ લેવા અને ડીલેવરી થયા ના અડધા કલાકની અંદર મધર ને breast feeding માટે આપવું.

OR

a) Enlist Post-Partum complications. પોસ્ટપાર્ટમ કોમ્પલીકેશનની યાદી બનાવો.

b) Write about physiological changes during Puerperium. પરપેરીયમ દરમ્યાન થતા શારિરીક ફેરફારો લખો.

c) Describe the management of Puerperium. પરપેરીયમનું મેનેજમેન્ટ વર્ણવો.

Q-2 a) What is Caesarean section? Describe the types of Caesarean section. સીઝેરીયન સેક્શન એટલે શું? સીઝેરીયન સેકશનના પ્રકારો વર્ણવો.

સિઝેરિયન સેક્શન એક એવી સર્જીકલ પ્રોસિજર છે કે જેમાં બેબીને યુટર્સ માંથી ડિલિવર કરવા માટે એબડોમન ઉપર ઇન્સીઝન મૂકવામાં આવે છે અને તેના દ્વારા બેબી ને ડિલિવર કરાવવામાં આવે છે.
સિઝેરિયન સેક્શન ના ટાઈપ નીચે મુજબ છે.

1.Based on the timing of delivery (ડીલેવરી ના સમય મુજબ):-

  • ઇલેક્ટીવ સિઝેરિયન સેક્શન :- આ ટાઈપમાં સિઝેરિયન એ પહેલેથી પ્લાન કરેલું હોય છે.
    Indication – પ્રિવિયસ સિઝેરિયન સેક્સન, બ્રિચ પ્રેઝન્ટેશન , પ્લાસંટા પ્રિવિયા વગેરે…
  • ઈમરજન્સી સિઝેરિયન સેક્શન :-તે Unplanned હોય છે. જ્યારે વજાઈનલ ડિલિવરી શક્ય હોતી નથી ત્યારે ઈમરજન્સી સિઝેરિયન સેક્શન કરવામાં આવે છે.
    Indication – ફીટલ ડીસ્ટ્રેસ ,પ્રોલોંગ લેબર, યુટેરાઇન રપચર…

2.Based on the uterine incision (યુટેરાઈન ઇન્સિજન):-

  • લોવર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન :- તે મોસ્ટ કોમન ટાઈપ છે. કે જેમાં લોવર સેગમેન્ટ મા હોરીજોન્ટલ ઇન્સીઝન મૂકવામાં આવે છે.
    Advantages – તેમાં બ્લડ લોસ ઓછો થાય છે ,યુટર્સ Rupture થવાના ચાન્સીસ ઓછા છે અને હીલિંગ પણ વહેલું આવે છે.
  • ક્લાસિકલ સિઝેરિયન સેક્શન :- તેમાં અપર સેગમેન્ટમાં વર્ટીકલ ઇનસીઝન મૂકવામાં આવે છે.
    Disadvantages – યુટરસ Rupture થવાના ચાન્સીસ વધારે છે.

3.Based on the approch of surgery (સર્જરી નાં એપ્રોચ મુજબ)

open cesarean section :- તેમાં એબડોમન ઉપર વાઈડ ઇંસીઝન મૂકવામાં આવે છે.
ઇમર્જન્સી પ્રેગનેન્સી અથવા તો મલ્ટીપલ પ્રિવિયસ સર્જરી હોય તેવા પેશન્ટમાં કરવામાં આવે છે.
Minimal-invasive cesarean section :- તેમાં એબડોમન ઉપર મીનીમલી ઇન્વેસિવ ટેકનીક થ્રુ બેબી બર્થ કરાવવામાં આવે છે.

b) Write comparison between ergot derivatives & oxytocin drugs. અર્ગોટ ડીરાઈવેટીવ્ઝ અને ઓક્સિટોસીન ડ્રગ્સ વચ્ચેનો તફાવત લખો.

Ergot alkaloids (અર્ગોટ આલ્ક્લોઈડ):-તે Claviseps purpura નામની ફૂગ માથી બનાવવામાં આવે છે.

Oxytocin :- તે નેચરલી એક હોર્મોન છે જે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે .અને તેને આર્ટિફિશિયલ રીતે પણ બનાવવામાં આવે છે.

*મિકેનિઝમ ઓફ એક્શન

Ergot alkaloids :- તે એડ્રીનર્જિક, Serotonergic (સેરેટોનર્જીક) અને Dopamine (ડોપામાઈન) રિસેપ્ટર ઉપર વર્ક કરે છે અને મસલ્સને કોન્ટ્રાક્ટ કરે છે ,જેથી યુટેરાઇન મસલ્સ કોન્ટ્રાક્ટ થાય છે.

Oxytocin :- તે સ્મુથ મસલ્સમાં આવેલ ઓકસીટોસીન રિસેપ્ટર પર વર્ક કરે છે જેના લીધે સ્ટ્રેંથનીંગ કોન્ટ્રાકશન આવે છે.

Use-યુઝ

Ergot alkaloids :- પોસ્ટ પાર્ટમ હેમરેજને પ્રિવેન્ટ કરવા અને તેની ટ્રીટમેન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. યુટેરાઇન એટોની ની ટ્રીટમેન્ટ તરીકે ઉપયોગ થાય છે.
Oxytocin :- લેબર ને ઇન્ડક્શન કરવા માટેનો યુઝ થાય છે .અને પીપીએચ (PPH) ને પ્રિવેન્ટ કરવા માટે ઉપયોગ થાય છે. તથા બ્રેસ્ટ ફીડિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે આપવામાં આવે છે.

Duration of Action (ડ્યુરેશન ઓફ એક્શન)


Ergot alkaloids :- તે લોંગ સમય સુધી ઈફેક્ટ આપે છે .
Oxytocin :- તે શોર્ટ સમય સુધી ઈફેક્ટ આપે છે.

Route of Administration (રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન)

Ergot alkaloids :- સામાન્ય રીતે તેને ઇન્ટ્રા મસ્ક્યુલર (IM) અને ઓરલી આપવામાં આવે છે.
Oxytocin :- તેને ઇન્ટ્રા વિનસ (IV) અને ઇન્ટ્રા મસ્ક્યુલર (IM) આપવામાં આવે છે.

Contraindication-કોન્ટ્રાઇન્ડિકેશન

Ergot alkaloids :- હાયપર ટેન્શન,કોરોનરી આરટરી ડીઝીઝ, પેરીફરલ વાસ્ક્યુલર ડીજીસ.
Oxytocin :- હાઇપર ટોનિક યુટરસ,મિકેનિકલ obstruction.

Side Effect – (સાઈડ ઈફેક્ટ)

Ergot alkaloids :- નોઝિયા ,વોમીટીંગ,હાઇપર ટેન્શન,હેડએક ,dizziness
Oxytocin :- યુટેરાઇન હાઈપરસ્ટીમ્યુલેશન, હાઇપોનેટ્રેમિયા.

Monitoring-મોનીટરિંગ

Ergot alkaloids :- તેની સાઇડ ઇફેક્ટ તરીકે હાઇપર ટેન્શન જોવા મળે છે જેથી બ્લડપ્રેશરને પિરીયોડીકલી મોનિટર કરવું જરૂરી છે.
Oxytocin :- તેમાં fetus નું મોનિટરિંગ કરવું જરૂરી છે કારણકે ઓકસીટોસિન ના લીધે uterus હાયપરસ્ટીમ્યુલેટ થાય છે.

OR

a) Describe the role of nurse in midwifery and obstetrical nursing. મીડવાઈફરી અને ઓબ્સ્ટેટ્રીકલ નર્સિંગમાં નર્સનો રોલ વર્ણવો.

નર્સનો રોલ મીડવાઇફ અને ગાયનેકોલોજી ની અંદર મીડવાઈફ એ એક એવી પર્સન છે ,કે જે Obstetric યુનિટ ની અંદર કેર પ્રોવાઈડ કરે છે. તે મધર ને એન્ટિનેટલ, ઇન્ટરાનેટલ અને પોસ્ટનેટલ પિરિયડ દરમિયાન કેર પ્રોવાઇડ કરે છે તથા ન્યુબોન કેર પણ પ્રોવાઈડ કરે છે.

એનટીનેટલ (ANC) પિરિયડ દરમિયાન ની સંભાળ :-

  • કમ્યુનિટીમાં મિડવાઈફ એ એન્ટિનેટલ વિઝીટ દ્વારા મધરની બધી હિસ્ટ્રી કલેક્ટ કરે છે .તેમાં હેલ્થ હિસ્ટ્રી obsterical હિસ્ટ્રી તેમજ મધરની ફિઝિકલ અને ઈમોશનલ સ્ટેટસ પણ ચેક કરે છે.
  • ઘણા લેબોરેટરી ઇન્વેસ્ટીગેશન પણ કરવામાં આવે છે .મધર જ્યારે વિઝિટમાં આવે છે ત્યારે તેનું એબ ડોમીનલ એક્ઝામિનેશન પણ કરવામાં આવે છે.
  • મધરની કેર કરતી વખતે મિડવાઇફ દ્વારા મધરના એટીટ્યુડ અને ટ્રેડિશનલ બિલીફને ધ્યાનમાં રાખીને કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • મિડવાઈફની પ્રિનેટલ કેર દરમિયાન ની ડ્યુટી તરીકે પ્રેગનેટ મધર નું એક્ઝામિનેશન ,સુપરવિઝન અને એજ્યુકેશન આપવામાં આવે છે તથા હાઈ રીસ્ક મધર ને આઈડેન્ટીફાય કરવામાં આવે છે અને તેને ટ્રીટમેન્ટ માટે રીફર કરવામાં આવે છે.

ઇન્ટ્રાનેટલ પિરિયડ દરમિયાન ની સંભાળ :-

  • આ પિરિયડ એક કૃશિયલ પિરિયડ હોય છે. તેથી મધરની પ્રોપર કેર કરવી જરૂરી છે .
  • લેબર દરમિયાન મધરને એશ્યોરન્સ અને કમ્ફર્ટ આપવામાં આવે છે.
  • મીડવાઈફ એબડોમીનલ અને વજાયનલ એક્ઝામિનેશન તથા લેબર ની પ્રોગ્રેસને ચેક કરવામાં આવે છે .
  • સતત બાળકનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે.
  • જ્યારે કોઈ કોમ્પ્લિકેશન ઉભી થાય ત્યારે જ્યાં સુધી ફીઝીસીયન હાજર ન થાય ત્યાં સુધી મધરને પ્રોપરલી ઇમરજન્સી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે .
  • રિસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું છે કે લેબર દરમિયાન જો મધર ને સપોર્ટિંગ કેર પ્રોવાઇડ કરવામાં આવે તો નોર્મલ લેબરની ફિઝિયોલોજીને એનહાન્સ કરી શકાય છે તથા મધર અને ચાઈલ્ડ માં થતા કોમ્પ્લિકેશનને પણ પ્રિવેટ કરી શકાય છે.

પોસ્ટ નેટલ પિરિયડ દરમિયાન :-

  • પોસ્ટ પાર્ટમ કેર નો મુખ્ય ધ્યેય એ મધર અને બેબીની અરલી સ્ટેજમાં કોઈપણ હેલ્થ પ્રોબ્લેમ હોય તો તે ડિટેક્ટ કરવાનું છે.
  • પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન મીડ વાઈફ મધર ને બ્રેસફિલ્ડિંગ ટેકનીક વિનિંગ પિરિયડ અને ફેમિલી પ્લાનિંગ મેથડ વિશે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે અને મધર ને કોઈપણ કોમ્પ્લિકેશન હોય તો તેને ફાઈન્ડ કરવામાં આવે છે.
  • મીડ વાઈફ એ મધર ને માટે એડવોકેટ કાઉન્સેલર અને ટીચર નો રોલ પ્લે કરે છે
  • તે મધર ને રીપ્રોડક્ટિવ હેલ્થ અને સક્સેસફૂલ મધર વુડ વિશે ટીચિંગ પ્રોવાઇડ કરે છે.
  • તે એડોલેશન્સ હેલ્થ પ્રમોશન ફેમિલી લાઈફ એજ્યુકેશન અને ફેમિલી પ્લાનિંગ વિશે પણ ટીચિંગ પ્રોવાઇડ કરે છે.
  • મીડ વાઇફ ની ગુડ કમ્યુનિકેશન સ્કીલ એ તેના માટે ગ્રેટેસ્ટ contribution છે જેથી તે મધર સાથે ઈઝીલી કમ્યુનિકેશન કરી અને તેના પ્રોબ્લેમ્સ જાણી શકે છે તે સપોર્ટિવ હોય છે મીડ વાઈફ એ જ્યારે વુમનને તેની જરૂર હોય ત્યારે હેલ્થ કેર ફેસીલીટી પ્રોવાઇડ કરવી જોઈએ.

b) Write the difference between placenta previa & abruptio placenta. પ્લાસંન્ટા પ્રિવીયા અને એબ્રપ્ટીઓ પ્લાસેન્ટા વચ્ચેનો તફાવત લખો.

પ્લેસેન્ટા પ્રીવીઆ અને એબ્રપ્સીઓ પ્લેસન્ટા વચ્ચેનો તફાવત:

1)ક્લિનિકલ ફીચર્સ

•>પ્લેસેન્ટા પ્રીવીઆ
નેચર ઓફ બ્લિડિંગ પેઇનલેસ, કોઝલેશ અને રીકરંટ બ્લીડિંગ થવું .
બ્લીડિંગ એ હંમેશા વિઝીબલ હોય છે.

એબ્રપ્સીઓ પ્લેસેન્ટા

  • પેઇનફૂલ,પ્રિએક્લેમ્પસિયા અથવા ટ્રોમા ના કારણે બ્લિડિંગ થાય છે.
  • બ્લિડિંગ એ વિઝીબલ, દેખાય નહી તેવુ મોટે ભાગે મિક્સ પણ હોઇ શકે છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • કેરેક્ટર ઓફ બ્લડ બ્રાઇટ રેડ કલર નું બ્લડ જોવા મળે છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા ડાર્ક રેડ કલરનું બ્લડ હોય છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • જનરલ કન્ડિશન એન્ડ એનિમિયા વિઝીબલ બ્લડ લોસના પ્રમાણમાં એનિમીયા જોવા મળે છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા આમાં વિઝિબલ બ્લડલોસના પ્રમાણ કરતા એનિમિયા ની કન્ડિશન વધારે જોવા મળે છે.

>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • ફીચર્સ ઓફ પ્રિએક્લેમ્પસિયા પ્લેસેન્ટા પ્રીવીઆ સાથે પ્રિએક્લેમ્પસિયા ની કન્ડિશન એ સંબંધિત હોતી નથી.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા એબ્રપ્સીઓ પ્લેસેન્ટા મા ફીચર્સ ઓફ પ્રિએક્લેમ્પસિયા એ 1/3 કેસીસ મા જોવા મળે છે.

2) એબડોમિનોલ એક્ઝામિનેશન

  • •>પ્લેસેન્ટા પ્રીવીઆ હાઇટ ઓફ યુટ્રસ જેસ્ટેશનલ એજ પ્રમાણે યુટ્રસ ની હાઇટ જોવા મળે છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા એબ્રપ્સીઓ પ્લેસેન્ટા માં યુટર્સ ની હાઇટ એ જેસ્ટેસનલ એજ કરતા વધારે એન્લાર્જ હોય છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • ફિલ ઓફ યુટ્રસ પ્લેસેન્ટા પ્રીવીઆ મા યુટ્રસ એ સોફ્ટ અને રિલેક્સડ ફીલ થાય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા એબ્રપ્સીઓ પ્લેસેન્ટા મા યુટ્રસ એ ટેન્સ, ટેન્ડર અને રિજીડ હોઇ શકે છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • માલપ્રેઝન્ટેશન પ્લેસેન્ટા પ્રીવીઆ માં માલપ્રેઝન્ટેશન એ કોમન હોય છે અને હેડ એ હાઇફ્લોટિંગ હોય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા એબ્રપ્સીઓ પ્લેસેન્ટા મા માલપ્રેઝન્ટેશન એ અનરિલેટેડ હોય છે અને હેડ એ એન્ગેજ પણ હોય શકે છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • FHS( Fetal heart sounds) પ્લેસેન્ટા પ્રીવીઆ માં હાર્ટ સાઉન્ડ એ મોટેભાગે પ્રેઝન્ટ હોય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા એબ્રપ્સીઓ પ્લેસેન્ટા માં હાર્ટ સાઉન્ડ એ મોટેભાગે એબસન્ટ હોય છે.

3)પ્લેસેન્ટોગ્રાફી( USG)

  • •>પ્લેસેન્ટા પ્રીવીઆ પ્લેસેન્ટા એ યુટ્રસ ના લોવર સેગ્મેન્ટમાં જોવા મળે છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા પ્લેસેન્ટા એ યુટ્રસ ના અપર સેગ્મેન્ટમાં જોવા મળે છે.

4) વજાયનલ એક્ઝામિનેશન

  • •>પ્લેસેન્ટા પ્રીવીઆ પ્લેસેન્ટા એ યુટ્રસ ના લોવર સેગ્મેન્ટ માં ફીલ થાય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા પ્લેસેન્ટા એ યુટ્રસ ના લોવર સેગ્મેન્ટ માં ફીલ થતી નથી.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)

a) Write about immediate new born care. નવજાત શિશુની તાત્કાલીક સારવાર વિશે સમજાવો.

એસેન્સિયલ ન્યુબોર્ન કેર:

એસેન્સિયલ ન્યુબોર્ન કેરમાં ન્યુબોર્ન ને પ્રોપરલી અસેસ તથા સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે.
એસેન્સિયલ ન્યુબોર્ન કેર એ ફીટસ માટે ઇન્ટરાયુટરાઇન લાઇફમાંથી એક્સટ્રા યુટરાઇન લાઇફમાં સ્ટેબિલાઇઝ થવા માટે ક્રુશિયલ હોય છે.

ગોલ ઓફ એસેન્સિયલ ન્યુબોર્નકેર

  • 1) ન્યુબોર્ન ના રેસ્પિરેશન ને એસ્ટાબ્લીસ,મેઇન્ટેન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે કરવામા આવે છે.
  • 2) ન્યુબોર્ન ને વામ્થ તથા હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • 3) ન્યુબોર્ન ને ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરવા માટે.
  • 4) ન્યુબોર્ન ને સેફ્ટી પ્રોવાઇડ કરવા માટે તથા તેને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • 5) ન્યુબોર્ન માં કોઇપણ પ્રકારની એક્ચ્યુઅલ તથા પોટેન્સિઅલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી ઇમિડીયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
  • ઇમીડીયેટ ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવામા આવે છે.

>એસેન્સિયલ ન્યુબોર્ન કેર

1) એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રેસ્પીરેશન
જ્યારે ન્યુબોર્ન ને રિસીવ કરવામાં આવે ત્યારે ન્યુબોર્ન ના એરવેને ઇમિડીએટલી પેટન્ટ કરવું તથા એરવે ને પ્રોપરલી ક્લિયર કરવું. જેના કારણે ન્યુબોર્ન એ ઇફેક્ટિવલી બ્રિધિંગ કરી શકે.
ન્યુબોર્ન નુ હેડ બોનૅ થાય કે તરત જ માઉથ તથા નોઝ ને વાઇપ કરવુ તથા માઉથ તથા નોઝ નુ સક્સન કરવુ જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપર્લી બ્રિધિંગ કરી શકે. સક્સન એ પહેલા માઉથ ત્યારબાદ નોઝ મા કરવુ જેના કારણે સિક્રીશન ને એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.

2)ઇનીસીયેસન ઓફ ક્રાય :નોર્મલી 99% જેટલા ન્યુબોર્ન એ ડીલેવરી થયા બાદ એમિડીએટલી અને સ્પોન્ટાનિયસલી ક્રાય કરે છે, આ ક્રાય એ ન્યુબોર્ન ના બ્રિધિંગ માટેની એક ગુડ સાઇન તરીકે ઓળખવામાં આવે છે.

જો ન્યુબોર્ન એ પ્રોપરલી ક્રાય ન કરે તો નીચે પ્રમાણેના સ્ટેપને ફોલો કરવા:

  • a) જો બેબી એ સ્પોન્ટાનિયસલી ક્રાય ન કરે અથવા જો ક્રાય એ વિક હોય તો બેબી ને ક્રાય કરાવવા માટે સ્લાઇટ્લી સીમ્યુલેટ કરવું.
  • b) બેબીના ક્રાય ને સ્ટીમ્યુલેટ કરવા માટે તેના બટક પર સ્લેપ કરવાના બદલે તેના પગના તળિયા પર સ્લાઇટલી રબ કરવું. ન્યુબોર્ન ના સિક્રીસન ને રીમુવ કર્યા બાદ તેના ક્રાય ને સ્ટાર્ટ કરવા માટે બેબી ને સ્ટીમ્યુલેટ કરવુ.
  • C) ન્યુબોર્ન ની ક્રાય એ સામાન્ય રીતે લાઉડ તથા હસ્કી હોય છે તથા જો નીચે મુજબ ની કોઇ એબનોર્મલ ક્રાય હોય તો ન્યુબોર્ન નુ પ્રોપર્લી મોનિટરિંગ કરવુ જેમ કે,

•>હાઇપીચ ક્રાય:= હાયપોગ્લાયસેમીયા તથા ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે,
વીક ક્રાય:= પ્રિમેચ્યોરિટી,
હોસૅક્રાય:= લેરિન્જીયલ સ્ટ્રાઇડર

3)કેર ઓફ કોડૅ

  • કોર્ડ કેર એ ન્યુબોર્ન ની ઇમ્પોર્ટન્ટ ઇમીડિયેટ કેર છે.
  • ન્યુબોર્ન ની કોર્ડ એ બર્થ પછીના 30 સેકન્ડની અંદર ક્લેમ્પ કરી ત્યારબાદ તેને પ્રોપરલી કટ કરવી.
  • ન્યુબોર્ન એ ડિલીવર થયા બાદ ન્યુબોર્ન ને મધરના એબડોમન પર રાખવુ.
  • ત્યારબાદ કોર્ડ ને કોર્ડ ક્લેમ્પ દ્વારા બે અપોઝીટ સાઇટ પરથી પ્રોપર્લી ક્લેમ્પ કરવું.
  • પહેલો ક્લેમ્પ એ અંબેલિકસ થી 5 cm દુર પર લગાડવો ત્યારબાદ બીજો ક્લેમ્પ એ પહેલા કેમ્પથી 2.5 સેન્ટીમીટર પર લગાવવો.
  • ત્યારબાદ બંને ક્લેમ્પ વચ્ચે કોર્ડ ને પ્રોપરલી કટ કરવી.
  • કોર્ડ પર કંઇપણ વસ્તુ ને એપ્લાય કરવી નહીં તેને નેચરલી ડ્રાય તથા ફોલ થવા દેવી.
  • કોડ એ બર્થપછી ના સાત થી દસ દિવસની અંદર જ નેચરલી ફોલડાઉન થઈ જાય છે.
  • કોર્ડ ને વોટર તથા યુરિન દ્વારા વેટ થતી પ્રિવેન્ટ કરવી.
  • જો કોર્ડ માં કોઇપણ પ્રકારનું ડિસ્ચાર્જ તથા બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો ઇમિડીએટલી કોર્ડ ક્લેમ્પ ને અસેસ કરવુ ત્યારબાદ તેને પ્રોપરલી લુઝ કરવું.
  • જો કોડૅ માંથી નીચે પ્રમાણેના સાઇન તથા સીમટોમ્સ જોવા મળે તો ઈમીડિએટલી
  • રિપોર્ટ કરાવવા જેમ કે,
  • કોર્ડ માથી ફાઉલ ઓડર આવવી,
  • કોઇ ડિસ્ચાર્જ જોવા મડવુ,
  • કોર્ડ ની અરાઉન્ડ મા રેડનેસ જોવા મળવી,
  • કોર્ડ એ વેટ હોવી,
  • કોર્ડ એ 7-10 દિવસ મા ફોલડાઉન ન થવી,
  • ઇન્ફ્લામેશન,
  • ફિવર આવવી વગેરે.

4)મેઇન્ટેન પોઝિશન ઓફ ધ ન્યુબોર્ન
ન્યુબોર્ન એ બર્થ પછીના પહેલા 12 -18 અવર્સ દરમિયાન મ્યુકસ એ સામાન્ય રીતે ચોક, કફ તથા ગેગ થવાની સંભાવના રહે છે. તેથી ન્યુબોર્ન ને પ્રોપરલી પોઝિશન પ્રોવાઇડ કરવી.
જેમાં ફીટર્સને પ્રોપરલી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી જેના કારણે મ્યુકસ એ રીમુવ તથા ડ્રેઇનેજ થય શકે.

5) આઇડેન્ટિફિકેશન તથા બેન્ડિંગ
બેબી એ બોર્ન થયા બાદ બેબી ને પ્રોપરલી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવુ જેના કારણે બેબી ને પ્રોપરલી આઇન્ડેફાય કરી શકાય.

6)આઇકેર
ન્યુબોનૅ ની આઇસ ને પ્રોપરલી સ્ટરાઇલ ગોઝ વડે ઇનર કેન્થર્સ થી આઉટર કેન્થર્સ તરફ ક્લીન કરવી.
જો જરૂરિયાત હોય તો એરીથ્રોમાયસીન અથવા ટેટ્રાસાઇક્લિન આઇઓઇન્ટમેન્ટ એ આઇસ માં લોવર લીડ તરફથી એપ્લાય કરવું.

7) એટેચમેન્ટ એન્ડ વામ્થ ( બોન્ડિંગ)
બેબીના બર્થ થયા પછી બેબી ને મધરના એબડોમન પર મૂકવું જેના કારણે મધર સાથે બોન્ર્ડિંગ થાય તથા પ્રોપરલી સ્કિન ટુ સ્કીન કોન્ટેક થય શકે જેના કારણે મધર અને બેબી નું અટેચમેન્ટ થાય તથા બેબીને હાઇપોથર્મિયા સામેથી પ્રિવેન્ટ કરી શકાય.

8)APGAR સ્કોર
APGAR સ્કોર એ ઇમીડિયેટ ન્યુબોર્ન કેર નો મોસ્ટ ઇમ્પોરટન્ટ પાટૅ છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ ત્યારબાદ 5 મીનીટ પર અસેસ કરવુ.
APGAR સ્કોર મા,

A:= અપીરીયન્સ (સ્કિન કલર),
P:=પલ્સ (હાટૅરેટ),
G:=ગ્રાઇમેઝ (રિફ્લક્સ ઇરિટેબીલિટી),
A:=એક્ટિવીટી (મસલ્સ ટોન),
R:= રેસ્પીરેસન (રેસ્પીરેટરી એફોર્ટ્સ)
ને અસેસ કરવામા આવે છે.
APGAR સ્કોર નો ટોટલ સ્કોર એ 0-10 હોય છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ પર:

  • જો અપગાર સ્કોર એ 7-10 જેટલું હોય તો તે નોર્મલ કહેવાય એટલે કે નો ડિપ્રેસન છે જેમાં બેબીને નોર્મલી પોસ્ટ ડિલિવરી રૂટીન કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • જો APGAR સ્કોર એ 4-6 વચ્ચે હોય તો તે માઇલ્ડ ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને બ્રિધિંગ માટે આસીસ્ટન્સ ની જરૂરીયાત રહે છે.
  • જો APGAR સ્કોર એ 0-3 વચ્ચે હોય તો તે સિવ્યર ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને રિસક્સીટેસન ની જરૂરીયાત રહે છે.
  • APGAR સ્કોર એ બર્થ પછીના 5 મીનીટ પર:
  • APGAR સ્કોર એ 7-10 વચ્ચે હોય તો તે નોર્મલ કહેવામાં આવે છે પરંતુ જો અપગાર સ્કોર એ 7 થી નીચે જોવા મળે તો બેબી ને બીજી હાફ અવર માટે મોનિટર કરવાની જરૂરિયાત રહે છે.

9) vitamin K:
ન્યુ બોર્ન ના ઇન્ટેસ્ટાઇન એ બર્થ પછી થોડા સમય માટે સ્ટરાયલ હોય છે એટલે કે તેના ઇન્ટેસ્ટાઇન માં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોતા નથી કે જે વિટામિન K ને મેન્યુફેક્ચર કરવા માટે જવાબદાર હોય છે જેના કારણે ન્યુબોર્ન એ વિટામિન K નુ મેન્યુફેક્ચરિંગ કરી શકતું નથી એટલે કે વિટામિન k એક ક્લોટિંગ ફેક્ટર માટે જવાબદાર હોય છે જો આ વિટામિન K ન્યુબોર્ન ની બોડી મા પ્રેઝન્ટ ના હોય તો ન્યુબોર્ન માં બિલ્ડિંગ થવાની શક્યતાઓ રહે છે તેથી પ્રોફાઇલેક્ટ્ક મેઝર્સ તરીકે ન્યુબોર્ન બેબી ને આર્ટિફિશ્યલી ઇન્જેક્શન વિટામિન કે પ્રોવાઇડ કરવામાં આવે છે.

Dose:=
ઇન પ્રિ ટર્મ:=0.5 ml,
ફુલ ટર્મ:= 1 mg.
Intra muscularl

b) Write the care of pregnant woman during eclamptic fit. એકલેમ્પટીક ફીટ દરમ્યાન સગર્ભા માતાની સંભાળ વિશે લખો.

Eclamptic ફીટ દરમિયાન સગર્ભા માતાની સંભાળ

General Management (જનરલ મેનેજમેન્ટ)

હોસ્પિટલાઇઝેશન

  • મધરને પ્રોપર્લી વેલ-ઇક્વીપ્ડ ફેસિલિટીઝ વાળી હોસ્પિટલ માં હોસ્પીટલાઇઝ્ડ કરવી.
  • રેસ્ટ (Rest) :- મધર ને એડીક્યુએટ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી સાથે સાથે બધી જ એક્ટિવિટી ને સ્ટોપ કરવા માટે એડવાઇઝ આપવી તથા વિઝીટર્સ ને પણ રિસ્ટ્રિક્ટ કરવા.
  • પોઝીસનિંગ મધર ને પ્રોપર્લી લેફ્ટ લેટરલ પોઝિશન મા રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી જેના કારણે વેનાકાવા કમ્પ્રેશન એ રિડ્યુઝ થય શકે અને એડીમાં થતું પ્રિવેન્ટ કરી શકાય.
  • હિસ્ટ્રી કલેક્શન મધર ની કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્ટ કરવી જેમાં કેટલા ફીટ્સ આવેલા છે તેની ફ્રિકવન્સી અને ડયુરેશન ની કંપ્લીટ હિસ્ટ્રી લેવી તથા કોઇપણ પ્રકારની મેડિકેશન મધર લ્યે છે કે નહીં તેની કંપ્લીટ હિસ્ટ્રી લેવી.
  • સિડેસન એન્ડ ધેન જનરલ એક્ઝામિનેશન મધર ને પ્રોપર્ટી ડ્રગ પ્રોવાઇડ કરી સીડેટ કરવી. Ex:=phenobarbiton 15-30 mg (TDS) Or Diazepam 1.5 mg (TDS).
  • મધર એ પ્રોપર્લી સીડેટ થય જાય ત્યારબાદ પ્રોપર્લી તથા ક્વીકલી મધર નું જનરલ તથા એબડોમીનલ એક્ઝામિનેશન કરવું.
  • વાઇટલ સાઇન મધર ના દર અડધી કલાકે વાઇટલ સાઇન નોટ કરવા
  • જેમાં, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પીરેસન, તથા બ્લડ પ્રેશર.
  • જો વાઇટલ સાઇન માં કોઇપણ અલ્ટ્રેસન આવે તો અથવા વાઇટલ સાઇન તેની નોર્મલ રેન્જ કરતા રેઇઝ્ડ હોય તો તેને ઇમિડિએટલી ટ્રીટ કરવું.
  • યુરીનરી આઉટપુટ
  • મધર નું દર કલાકે યુરીન આઉટપુટ મોનિટર કરવું.
  • ન્યુટ્રીશન મધર ને 10% Dextrose ને સ્ટાર્ટ કરવું જેના કારણે મધરનું ફ્લ્યુઇડ, ન્યુટ્રીશનલ તથા કેલેરી લેવલ મેઇન્ટેન થય શકે.
  • ફ્લુઇડ એ 24 કલાકમાં 2 liter કરતાં વધારે અમાઉન્ટમાં ઇન્ક્રીઝ ન થવુ જોઇએ.
  • વધારા મા મધર ના કેલેરી લેવલ ને મેઇન્ટેન કરવા માટે 50 ml 5%Dextrose – 8 hour ની ઇન્ટરવલ મા મધર ને પ્રોવાઇડ કરવુ.

સ્પેસિફિક મેનેજમેન્ટ અથવા મેડિકલ મેનેજમેન્ટ (Specific Management)

  • એક્લેમ્પસિયા વાળા મધર ને નીચે પ્રમાણે મેડિકેશન પ્રોવાઇડ કરી તેને ટ્રીટ કરી શકાય છે:
  • a) એન્ટીકન્વલ્ઝન્ટ,
  • b) એન્ટી હાયપરટેન્સિવ,
  • c) સીડેટીવ્સ,
  • d) ડાયયુરેટિક,
  • e) એન્ટીબાયોટિક્સ,
  • f) અધર મેડીકેશન.

a) એન્ટીકન્વલ્ઝન્ટ (Anticonvulsion)

  • મેગ્નેશિયમ સલ્ફેટ એ (MgSO4) એક્લેમ્પ્સીયા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે ડ્રગ ઓફ ચોઇસ તરીકે વર્તે છે. કારણકે તે પ્રેગ્નેટ મધર માં એક્લેમટીક ફીટ્સ ને પ્રિવેન્ટ કરવા મા હેલ્પ થાય છે.
  • મેગ્નેશિયમ સલ્ફેટ એ IV( ઇન્ટ્રા વિનસલી) તથા IM( ઇન્ટ્રા મસ્ક્યુલરલી) બંને રીતે એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે.
  • Dose and route IM( ઇન્ટ્રા મસ્ક્યુલરલી):
  • ઇનીસીયલ ડોઝ: ઇનીસીયલી 4 gm IV (ઇન્ટ્રાવિનસલી) બોલસ, મેગ્નેસિયમ સલ્ફેટ ને 3-5 મીનીટ માટે એકદમ સ્લોલી એડમિનિસ્ટ્રેશન કરવુ.
  • કન્ટીન્યુઅસ ડોઝ: 5 gm મેગ્નેશિયમ સલ્ફેટ ને IM (ઇન્ટ્રા મસ્ક્યુલર) દર ચાર કલાકે અલ્ટરનેટ બટક્સ માં એડમિનિસ્ટ્રેશન કરવું.
  • IV( ઇન્ટ્રા વિનસલી)
  • ઇનીસીયલ ડોઝ:
  • ઇનીસીયલ ડોઝ માં 4-6 gm | મેગ્નેશિયમ સલ્ફેટ ને IV (iv) 15-30 મીનીટ સુધી સ્લોલી એડમિનિસ્ટ્રેશન કરવુ.
  • કન્ટીન્યુઅસ ડોઝ:
  • 1-2 gm મેગ્નેશિયમ સલ્ફેટ ને દર કલાકે IV ( ઇન્ટ્રા વિનસલી) એડમિનિસ્ટ્રેશન કરવુ.
  • મેગ્નેશિયમ સલ્ફેટ એ એક ટોક્સિક એજન્ટ છે જો તેને થેરાપ્યુટિક લેવલ ની અંદરમાં જ પ્રોવાઇડ ન કરવામાં આવે તો તે તેના કારણે ડીપ ટેન્ડન રિફ્લક્સ ની કન્ડિશન અરાઇઝ થય શકે છે મેગ્નેશિયમ સલ્ફેટ (MgSO4) નું થેરાપ્યુટિક લેવલ એ 4-7 mEq/L( milliequivalents per litre)છે. જો મેગ્નેશિયમ સલ્ફેટ નો ઓવરડોઝ(MgSO4) થાય તો તેના એન્ટીડોટ તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ નો યુઝ કરવામાં આવે છે.
  • મેગ્નેશિયમ સલ્ફેટ જ્યારે નિ-ઝર્ક પ્રેઝન્ટ હોય, યુરીન આઉટપુટ એ 30 ml/hr કરતા ઇન્ક્રીઝ હોય અને રેસ્પીરેટરી રેટ એ 12/ min કરતાં વધારે હોય ત્યારે જ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.

b) Anti Hypertensive – એન્ટી હાયપરટેન્સિવ

  • એન્ટી હાયપરટેન્સિવ એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને તેને રીડયુઝ કરવા માટે યુઝ કરવામાં આવે છે.
  • Ex:a) Hydralazine:
  • 5 થી 10 mg ઓવર 2 મીનીટ સુધી.
  • b) Labetalol:
  • ઇનીસીયલ ડોઝ: 20 mg સ્લોલી 2 મીનીટ સુધી. ત્યારબાદ 40-80 mg IV ઓવર 10 મિનિટ સુધી. ટોટલ ડોઝ એ 300 mg કરતાં વધારે ન થવો જોઇએ.

c) Sedatives- (સીડેટીવ્સ)

  • Ex:=Diazepam
  • Dose = 5-10 mg IV એટ ઘ રેટ ઓફ 2-5mg/મીનીટ.
  • મેક્સિમમ ડોઝ: 10mg ડોઝ કરતા વધારે ઇન્ક્રીઝ ન થવો જોઈએ.

d) Diuteric-(ડાયયુરેટીક)

  • ડાયયુરેટિક મેડિકેશન જ્યારે પ્રગ્નેન્સી દરમિયાન જ્યારે પલ્મોનરી એડીમાં પ્રેઝન્ટ હોય ત્યારે જ પ્રોવાઇડ કરવી.
  • Ex:=ફુસેમાઇડ, મેનીટોલ.

e) Anti Biotics-એન્ટિબાયોટિક્સ:

  • એન્ટિબાયોટિક્સ એ પ્રોફાઇલેક્ટીસ તરીકે પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે પલ્મોનરી તથા પ્લુરલ ઇન્ફેક્શનના કોમ્પ્લિકેશન ને રીડયુઝ કરી શકાય.
  • આ એન્ટિબાયોટિક્સ માં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક મેડીકેશન નો યુઝ કરવામાં આવે છે.
  • f) અધર મેડીકેશન:
  • i) પલ્મોનરી ઇડીમાં હોય તો: frusemide 40 mg IV ફોલોવ્ડ બાય 10% Manitol પ્રોવાઇડ કરવુ.
  • ii) હાર્ટ ફેઇલ્યોર:
  • Ex:Lasix એન્ડ Digitalis મેડિકેસન નો યુઝ કરવો.
  • iii) હાઇપર પાઇરેક્સિયા:
  • એન્ટિપાઇરેટિક મેડીકેશન નો યુઝ કરવામાં આવે છે.

નર્સિંગ મેનેજમેન્ટ ઓફ એક્લેમ્પસીયા (Nursing Management of Eclampsia)

  • એક્લેમ્પસીયા વાળી પ્રેગનેન્ટ વુમન ને સાઇડમાં પેડેડ કરેલા સાઇડ રેઇલ વાડા કોટ માં રાખવું.
  • ટીથ વચ્ચે પેડેડ ટંગ બ્લેડ રાખવી.
  • મધર ને લેટરલ પોઝિશનમાં રાખવી જેના કારણે એસ્પિરેશન થતુ અવોઇડ કરી શકાય.
  • કન્વલ્ઝન દરમિયાન એરવે ને પેટન્ટ રાખવું તથા મધર ને એડીકયુએટ અમાઉન્ટ માં ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
  • મધર નું ઓક્સિજન લેવલ એ પલ્સ ઓક્સીમેટ્રી દ્વારા પ્રોપરલી મોનિટરિંગ કરવું.
  • ઓરલ સિક્રીશન તથા કોઇપણ વોમીટીંગ થયેલી હોય તો તેને રિમૂવ કરવા માટે પ્રોપરલી સક્સનિંગ કરવુ.
  • મધરને આવતી કન્વલર્ઝન નો ટાઇમ, ડ્યુરેશન ને પ્રોપર્લી નોટ કરવું.
  • પ્રેગનેન્સી ઇન્ક્યુઝ્ડ હાયપરટેન્શન વાળી મધર ને પ્રોપરલી તથા રેગ્યુલરલી પ્રિનેટલ કેર પ્રોવાઇડ કરવી.
  • મધર ને સેલ્ફ ઇંજરી થી બચાવવી.
  • મધર માટે બ્રાઇટ લાઇટ, નોઇસ, તથા વિઝીટર્સ જેવા સ્ટીમ્યુલાઇ ને ઓછા કરવા તેને ડાર્ક રૂમમાં રાખવું.
  • બેડનો ફુટ સાઇડ એ થોડો ઊંચો રાખવો જેના કારણે રેસ્પીરેટરી ટ્રેક માંથી સીક્રીસન એ પ્રોપર્લી ડ્રેઇન થય શકે.
  • મધર ના વાઇટલ સાઇન, ઇડીમાં, ફન્ડસ ની હાઇટ, ફિટસ નું પ્રેઝન્ટેશન અને પોઝીશન તથા ફિટલ હાર્ટ સાઉન્ડ ને અસેસ કરવુ તથા યુરિનને પ્રોટીન માટે ટેસ્ટ કરવું.
  • મધર નું યુરિન આઉટપુટ પ્રોપરલી અસેસ કરવું.
  • મધર ના ફ્લુઇડ તથા ન્યુટ્રીશનલ લેવલ ને મેઇન્ટેન કરવા માટે ગ્લુકોઝ સલાઇન અને રીંગર લેક્ટેટ સોલ્યુશન નું ઇન્ટ્રા વિનસ ઇન્ફ્યુઝન એ પ્રિસ્ક્રાઇબ પ્રમાણે પ્રોવાઇડ કરવું.
  • મધર ના પર્સનલ હાઇજીન ને મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.
  • મધરને પ્રોપર્લી પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
  • મધરની યુટેરાઇન એક્ટિવિટી,સર્વાઇકલ સ્ટેટસ અને ફીટલ સ્ટેટસ ને અસેસ કરવું કારણકે મેમ્બરેન એ રપ્ચર થય અને ડીલેવરી થઇ શકે છે.
  • ઓબ્સટ્રેટ્રીકલ મેનેજમેન્ટ:
  • મોટેભાગે જ્યારે વુમન ને કન્વલ્ઝન આવે છે ત્યારે લેબર માટે આવે છે જો લેબર એ સ્ટાર્ટ ન થયું હોય તો લેબરનું ઇન્ડક્શન માટે આર્ટિફિશ્યલ મેમ્બરેન રપ્ચર, પ્રોસ્ટાગ્લેન્ડીન્સ જેલ કે ઓક્સિટોસિન દ્વારા કરાવવામાં આવે છે અથવા સિઝેરિયન સેક્શન પણ કરવામાં આવે છે જો બેબી એ ડેથ થયું હોય તો સ્પોન્ટાનિયસ લેબર માટે વેઇટ કરવામાં આવે છે.
  • પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન હાઇપરટેન્સિવ રેજીમેન્ટ ને પ્રિસ્ક્રાઇબ પ્રમાણે કંટીન્યુ સ્ટાર્ટ રાખવી.
  • એક્લેમ્પસિયા ના અધર કોઇપણ કોમ્પ્લીકેશન છે કે નહીં તેના માટે મધર ને કંટીન્યુ મોનિટર રાખવી.
  • મધર ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

c) Write about predisposing factors responsible for infertility. ઈનફર્ટીલીટી માટે જવાબદાર પરિબળો વિશે લખો.

ઈન્ફર્ટિલિટી માટેના જવાબદાર પરિબળો :-
ઇનફર્ટીલીટી મેઇન ત્રણ Cause છે.
1)ફોલ્ટ ઇન ફિમેલ,
2)ફોલ્ટ ઇન મેલ,
3)કમ્બાઇન્ડ ફેક્ટર.

A) ઓવેરિયન ફેક્ટર (Ovarian Factors):

આમાં ઓવ્યુલેટરી ડીસફંક્શન ના કારણે જોવા મળે છે મેઇન્લી તેના ત્રણ રિઝન નીચે મુજબ છે.


a) એનઓવ્યુલેશન/ઓલીગોઓવ્યુલેસન:

એનઓવ્યુલેશન/ઓલીગોઓવ્યુલેસન એ સામાન્ય રીતે હાઇપોથેલેમોપિટ્યુટરી ઓવેરિયરીયન એક્સિસ મા ડિસ્ટબન્સ હોવાના કારણે જોવા મળે છે.
ઓવેરિયન એક્ટિવિટી એ ગોનાડોટ્રોફીન પર ડિપેન્ડ કરે છે તથા ગોનાડોટ્રોફીન નુ નોમૅલ સિક્રીશન એ હાઇપોથેલેમસ માથી રિલીઝ થતા GnRH (ગોનાડો ટ્રોફીન રિલીઝિંગ હોર્મોન) પર ડિપેન્ડ કરે છે.

(b) લ્યુટેનાઇઝ્ડ અનરપ્ચર્ડ ફોલિકલ( LUF)
(ટ્રેપ્ડ ઓવમ):

આ, કોર્પસ લ્યુટીયમ ના ઇનએડિક્યુએટ ગ્રોથ તથા ફંક્શનના કારણે જોવા મળે છે.
(C) ટ્રેપ્ડ ઉવમ:
આમાં ઓવમ એ ફોલિકલ્સ ની ઇનસાઇડમાં જ ટ્રેપ થાય છે તે સામાન્ય રીતે એન્ડોમેટ્રીઓસીસ ના કારણે અથવા હાઇપર પ્રોડક્ટનેમિયાના કારણે હોય છે.

2) ટ્યુબલ ફેક્ટર્સ:

આમાં ઇનફેર્ટીલીટી એ સામાન્ય રીતે ટ્યુબોપથી (ટ્યુબલ ઇન્ફેક્શન)ના કારણે થાય છે જેના કારણે ટ્યુબલ ફંક્શન્સ એ ઇમ્પેઇરડ થાય છે.
Ex:= ડિફેક્ટીવ ઓવમ પીકઅપ કરે અને ત્યારબાદ ઇનફર્ટિલિટી જોવા મળે છે.

3) પેરિટોનિયલ ફેક્ટર :

આમાં ઇનફર્ટિલિટી નું એક અને મેઇન ફેક્ટર એ એન્ડોમેટ્રિઓસીસ છે.

4) યુટેરાઇન ફેક્ટર :

આમાં અમુક ફેક્ટર્સ કે જે ફર્ટિલાઇઝડ ઑવમ ને એન્ડોમેટ્રીઅમ માં ઇમ્પ્લાન્ટેશન થવામાં સ્ટોપ કરતા ફેક્ટર્સ ના કારણે જોવા મળે છે.
આ ફેક્ટર્સ જેમ કે,
a) એન્ડોમેટ્રીઓસીસ,
b) ફાઇબ્રોઇડ યુટ્રસ,
c)યુટેરાઇન હાઇપોપ્લેસિયા,
d)કંજીનાઇટલ માલફોર્મેશન ઓફ ધ યુટ્સ.

5)સર્વાઇકલ ફેક્ટર્સ:

આમાં સેકન્ડ ડિગ્રી યુટેરાઇન પ્રોલેપ્સ ના કારણે, રેટ્રોવરટેડ યુટ્સ ના કારણે, તથા સર્વાઇકલ ન્યુકસના કમ્પોઝિશનમાં ચેન્જીસ થવાના કારણે જોવા મળે છે.

6) વજાઇનલ ફેક્ટર:

આમાં વજાઇનલ એટ્રેસિયા, ટ્રાન્સવર્સ વજાઇનલ સેપ્ટમ,ના કારણે.

2) ફોલ્ટ ઇન મેલ :-

1) ડિફેક્ટીવ સ્પરમેટોજીનેસીસ ના કારણે:
આના કારણે ઇનફર્ટીલીટી જોવા મળે છે અને તે સામાન્ય રીતે નીચે મુજબના કારણના લીધે જોવા મળે છે:
ઓર્ચાઇટીસ (Orchitis), અનડિસેન્ડેડ ટેસ્ટીસ, ટેસ્ટીક્યુલર ટોક્સિન્સ, પ્રાઇમરિ ટેસ્ટિક્યુલર ફેઇલ્યોર, જીનેટીક અથવા ક્રોમોઝોમલ ડિસઓર્ડર ના કારણે જેમ કે, 47,XXY, એન્ડોક્રેનીઅલ ફેક્ટરના કારણે જેમ કે થાઇરોઇડ ડિસ્ફેક્શન.

2) ઓબસ્ટ્રકશન ઓફ ધ એફરન્ટ ડક્ટ સિસ્ટમના કારણે:

આ બે ટાઇપમાં જોવા મળે છે.
1) કંજીનાઇટલ:
વાસડિફરન્સ એબસન્ટ હોવાના કારણે.
2)એક્વાયર્ડ:
આ સામાન્ય રિતે અમુક ઇન્ફેક્શન ના કારણે, ટ્યુબરક્યુલોસીસ, ગોનોરીયા, તથા સર્જીકલ ટ્રોમા( ડ્યુરિંગ હર્નિયોરાફી)ના કારણે જોવા મળે છે.
3)ફેઇલ્યોર ટુ ડિપોઝિટ સ્પમૅ ઇન વજાઇના:
આમાં સ્પર્મ એ વજાઇનામાં ડિપોઝીટ ફેઇલ્યોર થવાના કારણે.
આના કારણ મા:
ઇમ્પોટન્સી,
ઇજેક્યુલેટરી ફેઇલ્યોર, હાઇપોસ્પાડિયાસિસ, બ્લાડર નેક સર્જરી.
4)સેમીનલ ફ્લુઇડ મા એરર થવાના કારણે:
આમા, ઇમમોટાઇલ સ્પર્મ ના કારણે, સ્પર્મ કાઉન્ટ એ ડિસ્ટરબન્સ થવાના કારણે, લો ફ્રુક્ટોઝ કાઉન્ટ ના કારણે.

3)કમ્બાઇન્ડ ફેક્ટર:

આમાં મેલ તથા ફિમેલ બંનેના કમાઇન્ડ ફેક્ટર્સ ના કારણે ઇન્ફર્ટિલિટી જોવા મળે છે.

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)

a) Menstrual cycle – મેન્સ્ટુઅલ સાયકલ.

A) menstrual સાયકલ
ડેફીનેશન:

મેન્સ્ટ્રુએશન વડૅ એ મુન પરથી આવેલો છે. મેન્સ્ટ્રુએશન સાઇકલ એટલે ફર્ટાઇલ ફિમેલ માં ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે તે એક વિઝિબલ સાયક્લિક પ્રોસેસ છે જે યુટ્રસ ના એન્ડોમેટ્રિયમ માં થાય છે અને તેમા હોર્મોન્સ ના ઇન્ટરકનેક્શન દ્વારા વજાઇના માથી બ્લીડિંગ થાય છે. જે HPO પ્રોસેસ
(H : હાઇપોથેલેમસ,
P : પિટ્યુટરી ગ્લેન્ડ,
0: ઓવરીસ) ના કારણે થાય છે.

યુટેરાઇન ફેઝ:

યુટેરાઇન ફેઝ એ ફરધર ત્રણ ફેઝ માં ડિવાઇડ થાય છે:
1) બ્લીડિંગ ફેઝ(4 days
2) પ્રોલીફરેટીવ ફેઝ(10 days)
3) સીક્રિટરી-Secretary (14 days)

1) બ્લીડિંગ ફેઝ (4 days):

જ્યારે ઓવમ એ ફર્ટિલાઇઝ હોતું નથી ત્યારે ઇન્ક્રીઝ થયેલુ પ્રોજેસ્ટેરોન હોર્મોન નું લેવલ એ બ્લડમાં એન્ડોમેટ્રિયમ(ઇનર મોસ્ટ લેયર ઓફ યુટ્સ) ની બ્લડ વેસેલ્સનુ વાઝોકોન્સ્ટ્રક્શન કરે છે. તેના કારણે યુટેરાઇન કેવીટી ના એન્ડોમેટ્રિયમ લેયરમાં બ્લડ સપ્લાય એ ડિક્રીઝ થાય છે.
અને હાઇપોક્ઝીયા ની કન્ડિશન અરાઇઝ થાય છેતેના કારણે એન્ડોમેટ્રિયમ લેયરના સેલ્સ તથા ટીશ્યુસ નું નેક્રોસીસ અને ડેથ થાય છે. હવે આ સેલ્સ તથા ટીશ્યુસ નું નેક્રોસીસ તથા ડેથ થવાના કારણે હિમેટોમેટ્રા(યુટેરાઇન કેવીટી મા બ્લડ નુ કલેક્શન થવુ.) ની કન્ડિશન અરાઇઝ થાય છે.
આ કન્ડિશન ના કારણે નર્વ સપ્લાય એ હાઇપોથેલેમસ સુધી જાય છે ત્યારબાદ તે પિટ્યુટરીગ્લેન્ડ ને સ્ટીમ્યુલેટ કરે છે. પિટ્યુટરી ગ્રેન્ડ એ ઓક્સિટોસિન ને રિલીઝ કરે છે કે જે યુટેરાઇન કોન્ટ્રાકશન કરાવવા માટે જવાબદાર હોય છે.
આ યુટેરાઇન કોન્ટ્રાકશન થવાના કારણે બ્લડ ફ્લો એ વજાયનલ સાઇટ વિઝીબલ થાય છે. અને મેન્સ્ટ્રેશન એ સ્ટાર્ટ થાય છે. જેમાં એન્ડોમેટ્રીઅલ ગ્લેન્ડ, એન્ડોમેટ્રીઅલ સેલ્સ,તથા કેપીલારીસ નું બ્લડ અને અનફર્ટિલાઇઝડ ઓવમ હોય છે.જ્યારે, ઘટેલા પ્રોજેસ્ટેરોન નું લેવલ એ ક્રિટિકલ લેવલે પહોંચે છે ત્યારે બીજું ઓવેરિયન ફોલિકલ એ ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન( FSH)દ્વારા તેનું સ્ટીમ્યુલેટ થાય છે અને પ્રોલીફરેટીવ ફેઝ એ સ્ટાર્ટ થાય છે.

2)પ્રોલીફરેટીવ ફેઝ (10 days):

પ્રોલીફરેટીવ ફેઝ ને ફોલીક્યુલર ફેઝ પણ કહેવામાં આવે છે. આ સ્ટેજમાં ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન (FSH )ના કારણે ઓવેરિયન ફોલિકલ ગ્રો થાય છે અને મેચ્યોર બનીને ઇસ્ટ્રોજન ને પ્રોડ્યુસ કરે છે.
ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમ ના પ્રોલીફરેશન ને સ્ટીમ્યુલેટ કરે છે અને ફર્ટીલાઇઝ ઓવમ ને રિસીવ કરવા માટે તૈયાર કરે છે.
આમ એન્ડોમેટ્રિયમ એ રેપિડ સેલ મલ્ટિપ્લિકેશન ના કારણે થીક( 2 થી 3 mm જેટલું) બને છે. તથા મ્યુલ્સ સિક્રિટિંગ ગ્લેન્ડ અને બ્લડ કેપીલારીસ વધવાથી આ ફેઝ ના અંતમાં લ્યુટેનાઇઝીંગ હોર્મોન(LH) ની ઇફેક્ટના કારણે ઓવ્યુલેશન થાય છે અને ઇટ્રોજન નું પ્રોડક્શન ઘટે છે.

3) secretory phase (14 days):

આ ફેઝ ને લ્યુટીયલ ફેઝ પણ કહેવામાં આવે છે.
તેમાં ઓવ્યુલેશન થયા પછી તરત જ ઓવેરિયન ફોલીકલ ના લાઇનિંગ સેલ્સ લ્યુટેનાઇઝીંગ હોર્મોન(LH) ના કારણે સ્ટીમ્યુલેટ થાય છે અને તેનું કોર્પસ લ્યુટીયમ બને છે. હવે આ કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન ને પ્રોડ્યુસ કરે છે.આ પ્રોજેસ્ટેરોન હોર્મોન ની અસર ના કારણે યુટેરાઇન કેવીટી નુ એન્ડોમેટ્રીયમ સિક્રીટરી ગ્લેન્ડમાંથી વધારે પ્રમાણમાં મ્યુકસ ને સિક્રિટ કરે છે અને એડીમાટોસ એટલે કે થીક( 5 થી 6 mm) બને છે અને એંડોમેટ્રિયમ એ ફર્ટિલાઇઝ્ડ ઓવમ ને ઇમ્પ્લાન્ટેશન થવા માટે ફેવરેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.
આમ, મેન્સટ્રુઅલ સાયકલ ને ઓવેરિયન ફેઝ અને યુટેરાઇન ફેઝ એમ બે ફેઝ મા એક્સપ્લેઇન કરવામા આવે છે

b) Episiotomy – એપીસીયોટોમી

પેરીનિયમ અને પોસ્ટીરીયર વજાયનલ વોલ ઉપર લેબર ના સેકન્ડ સ્ટેજ ( 2nd સ્ટેજ) દરમિયાન સર્જીકલી પ્લાન ઇન્સીઝન મુકવામાં આવે છે તેને “એપિસીયોટોમી” કહેવામાં આવે છે.એપીસીયોટોમી એ ફિટસ ની સ્પોન્ટેનિયસ અથવા મેનીપ્યુલેટીવ ઇઝી તથા સેફ ડીલેવરી માટે વજાઇનલ ઓપનિંગ ને વાઇડ કરવા માટે પરફોર્મ કરવામાં આવે છે.પેરીનિયલ મસલ્સ અને ફેશિયા નુ વધારે પડતું સ્ટ્રેચિંગ અને રપ્ચર ને ઓછા કરવા માટે તથા ફિટલ હેડ ઉપર સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ને ઓછો કરવા માટે એપીસીયોટોમી કરવામાં આવે છે.

ઓબ્જેકટીવ્સ (Objectives) :

ફિટસ ની સ્પોન્ટેનિયસ અથવા મેનીપ્યુલેટીવ ઇઝી અને સેફ ડીલેવરી માટે વજાઇનલ ઓપનિંગ ને એન્લાર્જ કરવા માટે.
પેરિનિયલ મસલ્સ અને ફેસીયા નું વધારે પડતું સ્ટ્રેચિંગ અને રપ્ચર ઓછું કરવા માટે.
ફીટલ હેડ ઉપર સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ઓછો કરવા માટે.


ઇન્ડિકેશન્સ (Indication):

  • એપીસીયોટોમી એ રૂટીન તરીકે નહીં પરંતુ જરૂર લાગે તેવા કેસીસ માં જ આપી શકાય છે તેના ઇન્ડિકેશન્સ એ નીચે મુજબ છે જેમ કે,પેરિનિયમ રીજીડ હોય ત્યારે: એલ્ડર્લી પ્રાઇમીગ્રેવીડા મા પ્રેઝન્ટિંગ પાર્ટ ડિસેન્ડ ડાઉન થય શકતો નથી અથવા તેમાં ડીલે થાય છે.
  • પેરીનીયલ ટેર થવાની શક્યતાઓ હોય ત્યારે: બિગ બેબી, ફેસ ટુ પ્યુબીસ ડીલેવરી, બ્રિચ ડીલેવરી, સોલ્ડર ડિસ્ટોશિયા.
  • ઓપરેટિવ ડીલેવરી જેમકે ફોર્સેપ ડીલેવરી,વેન્ટોસ ડીલેવરી.
  • પહેલા પેરીનીયલ સર્જરી થય હોય: પેલ્વિક ફ્લોર રીપેઇર, પેરિનિયલ રિકગ્સટ્રક્ટીવ સર્જરી.
  • કોમલ ઇન્ડિકેશન્સ માં – પ્રાઇમી ગ્રેવિડા માં પેરીનિયલ ઇન્જરી નો ભય હોય ત્યારે, પેરિનીયમ રિજીડ હોય ત્યારે, ઓક્સિપીટો પોસ્ટીરિયર અથવા ફેસ ડિલેવરી હોય ત્યારે.
  • ટાઇમિંગ ઓફ એપીઝીયોટોમી: ક્રાઉનિંગ થવાની થોડીક જ ક્ષણ
  • પહેલા હેડ 3 – 4 CM વિઝિબલ હોય તે સમયે કોન્ટ્રેક્શન દરમ્યાન બલ્ડિંગ થીંન્ડ પેરીનીયમ થાય છે તે આઇડિયલ ટાઇમ છે. ફોર્સેપ ડીલેવરી માં બ્લેડ્સ લગાવ્યા પછી આપવામાં આવે છે.
  • એડવાન્ટેજીસ:
  • મેટર્નલ:
  • રીપેઇર તથા હીલિંગ માટે ઇઝી રહે છે.
  • સેકન્ડ સ્ટેજ નું ડ્યુરેશન ઓછું થાય છે.
  • પેલ્વિક ફ્લોર મસલ્સ માં ટ્રોમા રીડયુઝ થાય છે.તેથી પ્રોલેપ્સ તથા યુરીનરી ઇનકન્ટેનસી થતું નથી.
  • પેરીનીયમ ને લેસરેશન, ટેર અને હિમેટોમાંથી પ્રોટેક્શન આપે છે.
  • ફિટલ:
  • ફિટલ એસ્ફીક્સિયા અટકાવી શકાય છે.
  • પ્રીમેચ્યોરિટી બેબી તથા બ્રિચ માં ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જરી રિડયુસ કરી શકાય છે.
  • ડિસએડવાન્ટેજીસ:
  • બ્લડ લોસ-100-200ml એપીસીઓટોમી વુંડ દ્વારા થાય છે. પેરીનિયલ ટ્રોમા ઇન્ક્રીઝ થાય છે. વલ્વલ હિમેટોમા અને ઇન્ફેક્શન થય શકે છે.
  • પેઇન.
  • ટાઇપ ઓફ એપીસીયોટોમીએપીસીયોટોમી મા સામાન્ય રિતે ચાર ટાઇપ પડે છે જેમકે,
  • 1)મિડીયો-લેટરલ
  • 2)મીડીયન
  • 3) લેટરલ
  • 4)’J’ सेप
  • 1) મિડીયો-લેટરલ: આમાં એ ફોરચીટ ના મીડ પોઇન્ટ થી રાઇટ અથવા લેફ્ટ સાઇડમાં નીચેની તરફ(ડાઉનવડૅ) અને બહારની તરફ (આઉટવડૅ) મૂકવામાં આવે છે.તે 2.5 cm સેન્ટીમીટર એનસ થી દૂર મૂકવામાં આવે છે.
  • 2)મીડીયન: આમાં ઇન્સીઝન એ ફોરચીટ ના સેન્ટર થી શરૂ કરી પોસ્ટીરીયર 2.5 Cm જેટલું મિડલાઇનમાં એક્સટેન્ડ કરવામાં આવે छे.
  • 3)લેટરલ: આમાં ઇન્સીઝન એ ફોરચીટ ના સેન્ટર થી 1 cm દૂરથી સ્ટાર્ટ કરી લેટરલી એક્સટેન્ડ કરવામાં આવે છે જેમાં બારથોલિયન ગ્લેન્ડ ને ઇંજરી થવાની શક્યતાઓ રહે છે.
  • 4)’J’ સેપ: આમાં ઇનસિઝન એ ફોરચીટ ના સેન્ટરથી શરૂઆત થાય છે અને મીડલાઇન થી પોસ્ટીરીયર 1.5 cm અને પછી ડાઉનવર્ડ અને આઉટવર્ડ
  • 5 અથવા 7 o’clock પોઝીસન મા એનલ સ્પીન્કટર અવોઇડ થાય તે રિતે મુકવામા આવે છે.
  • આર્ટીકલ્સ એન્ડ સપ્લાઇસ ફોર એપીસિયોટોમી:
  • એપીસીયોટોમી એન્ડ સુચરિન્ગ ટ્રે/ આર્ટીકલ્સ:લોકલ એનેસ્થેટીક: ઝાયલોકેઇન અથવા લિગ્નોકેઇન 1%.
  • સિરીન્જ: 10ml.
  • Needle g 18 to 21 one each.
  • એપીસીયોટોમી સિઝર: 1.
  • ડિસેક્ટિંગ ફોર્સેપ: ટુષ્ડ: 1.
  • નીડલ હોલ્ડર: 1.
  • સ્ટ્રેઇટ આર્ટરી ફોર્સેફ: 2.
  • માયો સિઝર: સુચરિન્ગ મટીરિયલ કટ કરવા માટે.
  • સુચરીંગ મટીરીયલ:ક્રોમીક કેટગટ વીથ આઇલેસીસ રાઉન્ડ બોડી નીડલ.
  • કટીન્ગ નીડલ: 1.
  • કિડની ટ્રે.
  • અ પેઇર ઓફ સ્ટરાઇલ ગ્લોવ્સ.
  • લીનન: પેરિનિયલ સીટ કે જે ડીલેવરી કંડક્ટ કરતી વખતે યુઝ થાય છે, તે લેબર નું 3rd સ્ટેજ કમ્પ્લીટ થયા પછી દૂર કરવી, ત્યારબાદ સુચરીંગ માટે બીજી પેરીનિયલ સીટ નો યુઝ કરવો. જેની લંબાઇ આશરે 90 cm x 90 cm તે લોવર એબડોમીન તથા ટેબલ ની કિનારી ને કવર કરે.હોલ સિટ કવર કરવી જે વલ્વા તથા વજાઇનલ આઉટલેટ ને એક્સપોઝ કરે.
  • કોટન સ્વેબ્સ: બોવેલ માં 10 થી 30 (મોટી સાઇઝના)કોટન સ્વોબ મૂકવા. તે એપીઝીયોટોમી ને ક્લીન તથા વાઇપ કરવા તથા સુચરીંગ દરમ્યાન યુઝ કરવા માટે વપરાય છે.
  • પેરીનીયલ પેડ: પેડ સુચરીંગ સાઇટ માં બ્લડ ના બ્લડ ના ડ્રોપ્સ ને પડતા અટકાવવા માટે વજાઇના માં પ્લેસ કરવામાં આવે છે અને તેને દોરી બહારની તરફ રાખવામાં આવે છે બીજું પેડ સુચરિંગ દરમિયાન યુઝ કરવામાં આવે છે તે સુચરીંગ પછી વજાઇના ક્લીન કરતાં પહેલાં તેને રિમૂવ કરવાનું હોય છે.

c) Post Partum Hemorrhage – પોસ્ટપાર્ટમ હેમરેજ

d) Uterine prolapse – યુટરાઇન પ્રોલેપ્સ

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)12

a) Vasa Previa – વાસા પ્રિવિયા

b) Mechanism of labour – મીકેનીઝમ ઓફ લેબર

c) Implantation – ઈમ્પ્લાન્ટેશન

d) Dysmenorrhea – ડિસ્મેનોરિય

e) Molding – મોલ્ડીંગ

f) Breech presentation – બ્રીચ પેઝન્ટેશન

g) Ectopic pregnancy – એકટોપીક પેગનન્સી

h) Spermatogenesis – સ્પર્મેટોઝીનેસીસ

Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પૂરો

1.Ovulatory function is stimulated by……..hormone Luteinizing hormone (LH) ઓવ્યુલેટરી કાર્ય ……હોર્મોન દ્વારા ઉત્તેજીત થાય છે. . લ્યુટિનાઈઝિંગ હોર્મોન (LH)

2.Bluish discoloration of vagina occur during pregnancy is called ……..sign. Chadwick’s sign
પ્રેગનન્સી દરમ્યાન વજાઈનામાં બ્યુઈશ ડીસકલરેશન થાય તેને…… સાઈન કહેવાય છે. ચેડવિક્સ સાઈન

3………..hormone is responsible for the male sex characteristics. Testosterone મેલ સેકસની લાક્ષણિકતા માટે…….. હોર્મોન જવાબદાર છે. ટેસ્ટોસ્ટેરોન

4.Abnormal opening between bladder and vagina is called……….. Vesicovaginal fistula (VVF) બ્લેડર અને વજાઈના વચ્ચેના અસામાન્ય ઓપનીંગને ………..કહે છે. વેસીકોવેજાઈનલ ફિસ્ટુલા (VVF)

5.The red color present in Lochia is known as……… Lochia Rubra લોકીઆમાં લાલ કલરની હાજરીને ………તરીકે ઓળખાય છે. લોકીઆ રુબ્રા

B) True or False – ખરા ખોટા જણાવો. ❌✅

1.Crowning seen during third stage of labour. ક્રાઉનીંગ લેબરના ત્રીજા તબકકા દરમ્યાન જોવા મળે છે. કારણ: Crowning occurs during the second stage of labor, when the fetal head becomes visible at the vaginal opening and does not recede.ક્રાઉનીંગ લેબરના બીજા તબકકા દરમિયાન થાય છે, જ્યારે ભ્રૂણનું માથું વજાઇનલ ઓપનિંગ પર દેખાય છે અને પાછું ખેંચાતું નથી.

2.Ovum is a largest cell of human body. ઓવમ એ માનવ શરીરનો સૌથી મોટો કોપ છે.કારણ: The ovum is the largest cell in the human body, visible to the naked eye, and plays a crucial role in reproduction. ઓવમ માનવ શરીરનો સૌથી મોટો સેલ છે, જે નગ્ન આંખે દેખાઈ શકે છે અને પ્રજનન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

3.HCG hormone is responsible for positive pregnancy test. HCG હોર્મોન એ પોઝીટીવ પ્રેગનન્સી ટેસ્ટ માટે જવાબદાર છે.કારણ: Human chorionic gonadotropin (HCG) is the hormone detected in urine or blood for confirming pregnancy in pregnancy tests. HCG હોર્મોન પ્રેગનન્સી પરીક્ષણમાં યુરિન અથવા રક્તમાં શોધી શકાય છે, જે પ્રેગનન્સીની પુષ્ટિ કરે છે.

4.PPH means more than 500 ml blood loss occurs after normal delivery. નોર્મલ ડીલીવરી બાદ ૫૦૦ ml કરતા વધારે બ્લડ લોસ થાય તો તેને PPH કહે છે. કારણ:Postpartum hemorrhage (PPH) is defined as blood loss exceeding 500 ml following a vaginal delivery or 1000 ml after a cesarean section. PPH નો અર્થ છે કે નોર્મલ ડિલિવરી પછી 500 ml થી વધુ અથવા સીઝેરિયન પછી 1000 ml થી વધુ રક્ત ગુમાવવું.

5.Umbilical artery carries oxygenated blood. અમ્બેલીકલ ઓર્ટરી ઓક્ષીજનેટેડ બ્લડ નું વહન કરે છે.કારણ:The umbilical artery carries deoxygenated blood from the fetus to the placenta for oxygenation, while the umbilical vein carries oxygenated blood to the fetus. અમ્બેલીકલ ઓર્ટરી ડીઓકિસજનેટેડ બ્લડ ભ્રૂણથી પ્લેસેન્ટા સુધી લઈ જાય છે, જ્યારે અમ્બેલીકલ વેઇન ઓક્ષીજનેટેડ બ્લડ ભ્રૂણ સુધી લઈ જાય છે.

(C) Multiple Choice Questions નીચેના માંથી સાચો વિકલ્પ લાખો.

1.Which hormone is produced by corpus luteum – કોર્પસ લ્યુટીયમ દ્વારા કયો હોર્મોન ઉત્પન થાય છે.

a) LH-

b) TSH –

c) estrogen – ઈસ્ટ્રોજન

d) Progestron – પ્રોજેસ્ટ્રોન

કારણ: The corpus luteum produces progesterone, which supports the endometrium and maintains pregnancy.કોર્પસ લ્યુટીયમ પ્રોજેસ્ટ્રોન ઉત્પન્ન કરે છે, જે એન્ડોમેટ્રિયમને સપોર્ટ કરે છે અને ગર્ભધારણ જાળવે છે.

2.Drug of choice in eclampsia is – એકલેમ્પસીયામાં ડ્રગ ઓફ ચોઈસ છે.

a) Diazepam – ડાયઝેયામ

c) Mgso4 – મેગ્નેશીયમ સલ્ફેટ

કારણ: Magnesium sulfate is the drug of choice for preventing and treating seizures in eclampsia.-મેગ્નેશિયમ સલ્ફેટ એકલેમ્પસીયામાં દર્દીને ખંચકારા થવાનું રોકવા અને સારવાર માટે ઉપયોગી છે.

b) Phenergan – ફીનારગન

d) Phenobarbitone – ફિનોબારબિટોન

3.How much weight of non-pregnant uterus? નોન પ્રેગનેન્ટ યુટ્સનુ વજન કેટલુ હોય છે?

a) 30 gm – 30 ગ્રામ

b) 40 gm – 40 ગ્રામ

c) 60 gm – 60 ગ્રામ

કારણ: The weight of a non-pregnant uterus is approximately 60 grams, which increases significantly during pregnancy.ગર્ભાવસ્થાની પહેલાં નોન-પ્રેગ્નન્ટ યુટ્રસનું વજન આશરે 60 ગ્રામ હોય છે.

d) 100 gm – 100 ગ્રામ

4.The creamy substance on the new born is known as – ન્યુ બોર્નની સ્કીન ઉપરના ક્રીમી સબસ્ટન્સને કહેવાય છે.

a) Amniotic Sac – એમ્નીઓટીક સેક

b) Normal Skin – નોર્મલ સ્કીન

c) Vernix Caseosa – વનિર્ક્ષ કેસીઓસા

કારણ: Vernix Caseosa is a protective creamy substance covering the newborn’s skin, preventing dryness and infection.વર્નિક્સ કેસીઓસા ન્યુ બોર્નના ત્વચા પર રક્ષણાત્મક ક્રીમી પદાર્થ છે, જે ત્વચાને શોષાયી જવાથી અને ચેપથી બચાવે છે.

d) Lanugo – લેનુગો

5.Golden color of amniotic fluid indicates – ગોલ્ડન કલરનું એમનીઓટીક ફ્લૂઇડ સુચવે છે.

a) Fetal hypoxia – ફિટલ હાઈ પોક્ષિયા

b) Fetal distress – ફિટલ ડીસ્ટ્રેસ

c) Maternal distress – મેટરનલ ડીસ્ટ્રેસ

d) RH incompatibility – આર. એચ ઇનકોમ્પીટીબીલીટી

કારણ: Golden amniotic fluid suggests RH incompatibility, which may result in hemolysis and bilirubin buildup.ગોલ્ડન એમ્નિયોટિક ફ્લૂઈડ આર.એચ. ઇનકોમ્પીટીબીલીટીને દર્શાવે છે, જે હિમોલિસિસ અને બિલીરુબિન વધારાને કારણે થાય છે.

Published
Categorized as GNM-T.Y-MIDWIFE-PAPER SOLU., Uncategorised