જો સ્ત્રી તેની સગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે ના હોય તો તેને વહેલા અને સલામત ગર્ભપાત કરાવવા માટેની સુવિધાની સમીક્ષા કરવામાં મદદ કરવા ગર્ભપાત એ સ્ત્રીભૃણ હત્યાનો એક પ્રયત્ન હોઈ શકે છે તેવી સત્યતા અંગે સજાગ રહો (ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ની મેડિકલ ટર્મિનેશન of pregnancy=ગર્ભપાત માટેના નિર્ણયમાં મદદરૂપ થવા માટે.
(૨) નવજાત બાળકની સંભાળના આવશ્યક પગથિયા લખો. 04
🔸નવજાત શિશુ સંભાળના આવશ્યક મુદ્દાઓ
1. એરવે ક્લિયર
બેબી જન્મે એટલે તેનો એર પેસેજ તાત્કાલિક ક્લિયર કરવો તેથી તરત જ રડશે તેનાથી લંગ્સ એક્સપાંડ થાય છે અને બાળક શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે.
2. કેર ઓફ ધ આઈ એન્ડ નોઝ
બાળક જન્મે કે તરત જ સ્ટરાઇલ કોટન સોબ વડે ડીસ્ટીલ વોટરથી અંદરથી બહારની તરફ બંને આંખ સાફ કરવી આ માટે એક કોટન શોબનો ઉપયોગ એક જ વખત કરવો.
મ્યુકસ સકરથી મો અને નાકમાંથી મ્યુકસ સક કરવું. પ્રથમ મોં માંથી ત્યારબાદ નાકમાંથી સક કરવું.
3. કોર્ડ કેર
કોર્ડમાં બ્લીડિંગ છે કે નહીં તે માટે ઓબ્ઝર્વ કરવું કોર્ડ પર કશું લગાડવું નહીં. આમ જ કોરુ રાખો અને રોજ સ્વચ્છ સલામત પાણી વડે સાફ કરવાની કાળજી લેવી જોઈએ.
કોર્ડ નવજાત શિશુના મળમૂત્ર વડે ખરડાઈ નહીં તેનું ધ્યાન રાખવા માટે માતાને કહેવું.
4. સ્કીન કેર
બેબીના શરીર પર રહેલું વર્નિક્સને ઘસીને ન કાઢતા હળવેથી લૂછી લેવું.
સ્કિનને રેડનેસ માટે ઓબ્ઝર્વ કરવું બાળકના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વર્નિક્સ ઉપયોગી થાય છે.
5. મેઇનટેન ટેમ્પરેચર
દરેક નવજાત બાળકને ચામડીથી ચામડીના સ્પર્શ માટે માતાની છાતી પર મૂકો.
શરીરની ગરમીનો નાશ થતો અટકાવવા બાળકને વીંટાળેલું રાખો અને રૂમને હુંફાળો રાખો.
6. સ્તનપાન
બાળકના જન્મ પછી તરત જ સ્તનપાન ચાલુ કરો માતાના પ્રથમ ધાવણને કોલેસ્ટ્રોમ કહે છે.
તેમાં એન્ટીબોડીઝ રહેલા હોય છે જે બાળકને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.
પ્રથમ છ માસ સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન જ આપવા માટે માતાને સલાહ આપવી.
7. નવજાત શિશુને વિટામિન કે આપો
1500 ગ્રામ કે તેનાથી વધારે વજન ધરાવતા બાળકોને મસલ્સમાં 1 mg અને 1500 ગ્રામ કરતા ઓછા વજન ધરાવતા બાળકોને 0.5 mg વિટામિન કે ઇન્જેક્શન આપો.
🔸નવજાત શિશુની આવશ્યક સંભાળના મુદ્દાઓ
શરીરનું તાપમાન
શ્વાસોશ્વાસ
સ્તનપાન
ચેપની અટકાયત
સંદર્ભ સેવાઓ
(૨) માતા મરણના કારણો જણાવો. 05
માતાના મરણ થવાના અગત્યના કારણો
1. રક્તસ્ત્રાવ (Hemorrhage)
પ્રસૂતિ વખતે અથવા પ્રસૂતિ પછી અતિશય રક્તસ્રાવ થવાથી માતાનું મરણ થઈ શકે છે.
ખાસ કરીને પોસ્ટ પાર્ટમ હેમરેજ (PPH) સૌથી સામાન્ય કારણ છે.
2. ઇન્ફેક્શન (Sepsis)
અસ્વચ્છ ડિલિવરી પ્રેક્ટિસ કે પ્રસૂતિ પછીના સમયમાં ઈન્ફેક્શન થવાથી સીરીયસ થઈ શકે છે.
પરપેરિઅલ સેપ્સીસ માતાનું ગંભીર કારણ બની શકે છે.
3. ઇક્લેમ્પ્સિયા અને પ્રી-ઇક્લેમ્પ્સિયા (Eclampsia & Pre-eclampsia)
પ્રેગનન્સી દરમિયાન રક્તદાબ (PIH) અને તેનું કટિથરૂપ એટલે કે ઈક્લેમ્પ્સિયા, જેમાં કન્વર્ઝનઅને અચાનક બીપી વધી જાય છે.
4. અવરોધક પ્રસૂતિ (Obstructed Labor)
લાંબા સમય સુધી શિશુ જન્મમાં અવરોધ રહે તો માતાને શારીરિક ઈજા અથવા યૂટરસ ફાટવાનું જોખમ વધે છે.
5. અસુરક્ષિત ગર્ભપાત (Unsafe Abortion)
તાલીમ વગરના વ્યક્તિ દ્વારા કરાવેલા ગર્ભપાતથી ગંભીર જટિલતાઓ થાય છે.
અણધાર્યા રક્તસ્રાવ, ઈન્ફેક્શન વગેરેથી મૃત્યુ થાય છે.
6. એનિમીયા (Anemia)
ભારત જેવા દેશોમાં લોહીની ઉણપ (અતિ ઓછું હેમોગ્લોબિન) પણ મૌતનું મહત્વપૂર્ણ કારણ બની શકે છે.
7. વિલંબિત આરોગ્ય સેવાઓ (Delay in Health Services)
સમયસર દવાખાને ન પહોચવુ, ટ્રાન્સપોર્ટ ન મળવો, અથવા પ્રાથમિક સારવાર ન મળવી પણ મોટું કારણ છે.
8. પૂર્વ પ્રસૂતિ કાળજીનો અભાવ (Lack of antenatal care)
સમયસર ANC visit ન કરવાથી ઝટિલતાઓ ઓળખી શકાય નહીં.
અથવા
(1) માતાને કઈ પરિસ્થિતિઓમાં સંસ્થાકીય સુવાવડ માટે ભલામણ કરશો? 03
માતાને નીચેની પરિસ્થિતિઓમાં સંસ્થાકીય સુવાવડ (Institutional Delivery) માટે ભલામણ કરવી અત્યંત આવશ્યક હોય છે, કારણ કે આવી સ્થિતિઓમાં ઘર પર સુખદ અને સુરક્ષિત પ્રસૂતિ કરવી જોખમભરી થઈ શકે છે.
પહેલા કોઈ ગંભીર પ્રસૂતિની ઇતિહાસ (e.g., સીઝેરિયન, મૃત જન્મ, ભારે રક્તસ્રાવ)
બીજી વખતના ગર્ભમાં સમસ્યા
વધુ ગર્ભ (Twins, Triplets)
Rh Negative માતા
ઊંચું રક્તદાબ (PIH / Pre-eclampsia)
2.માતાને લાગતા તાત્કાલિક જોખમો:
ભારે એનિમિયા (Hb < 7 gm%)
દીર્ઘકાળથી તાવ / સદેહ તાવ
વજનમાં બહુ ઓછું (BMI < 18.5)
કોઈ ગંભીર રોગ (e.g., TB, Diabetic, હૃદયરોગ)
3.ગર્ભાવસ્થા દરમિયાન થતી જટિલતાઓ:
વધુ ઉંમર (≥ 35 વર્ષ) કે વધુ કુમાર ઉંમર (≤ 18 વર્ષ)
ગર્ભમાં બાળક ઓછું હલનચલન કરે.
ગર્ભમાં બાળકનું પીઠ તરફ ફરેલું હોવું.
સમય પહેલાં પાણી ફાટવું (PROM)
બાળક ગર્ભમાં પીઠ કે પગ દ્વારા હોવું (Breech Presentation)
4. અણધાર્યા સંકટોની શક્યતા:
લાંબી પ્રસૂતિ પ્રક્રિયા (>12 કલાક)
રક્તસ્ત્રાવની શક્યતા (PPH)
પ્લાસેન્ટા પ્રીવીયા /એબરપસીયો પ્લાસેન્ટા
5.ઘરગથ્થુ કારણો અને ટેકનિકલ સુવિધાઓની અછત:
પરિવારમાં સ્ત્રીને પુરતું સમર્થન ન હોય.
ઘરમાં તાલીમ પ્રાપ્ત દાઈ ઉપલબ્ધ ન હોય.
ઘરમાં યોગ્ય સ્વચ્છતા કે પોષણ મળતું ન હોય.
નજીકમાં આરોગ્ય સેવાની ઉપલબ્ધતા વધુ હોય.
(૨) એપિજીયોટોમીના ફાયદાઓ અને ગેરકાયદાઓ જણાવો.04
એપીજીયોટોમી (Episiotomy) ના ફાયદા અને ગેરફાયદા:
એપીજીયોટોમી : એપીજીયોટોમી એ પ્રસૂતિ દરમિયાન શિશુના જન્મ માટે પેરીનિયમ અને વજાઈનાના પ્રવેશદ્વારની ત્વચામાં કૃત્રિમ કટ (cut) મારવો છે, જેથી શિશુ સરળતાથી બહાર આવી શકે. આ પ્રક્રિયા તબીબી કારણોસર તાત્કાલિક કરવામાં આવે છે, ખાસ કરીને જ્યારે બાળકને જન્મમાં મુશ્કેલી પડે છે અથવા ટીઅર (ફાટવું) ટાળવું જરૂરી હોય છે.
ફાયદા
જન્મની પ્રક્રિયાને સરળ બનાવે છે (Facilitates Delivery):
પ્રસૂતિના બીજા તબક્કામાં શિશુની ડિલિવરી ઝડપથી થાય છે, ખાસ કરીને જ્યારે શિશુ મોટા કદનો હોય.
અજાણતા કટ અથવા ફાટવા ટાળે છે (Prevents Uncontrolled Tearing):
આ પ્રક્રિયા ગર્ભાવસ્થા દરમિયાન જાતે થનાર અનિયંત્રિત ફાટવું (Uncontrolled Tearing) ટાળે છે, જે મોટું અને અનિયમિત નુકસાન કરી શકે છે.
ફિટ આવવાની સંભાવના ઘટાડે છે (Reduces Risk of Fetal Distress):
જો બાળકને આકસ્મિક તકલીફ (fetal distress) થઈ રહી હોય તો, એપીજીયોટોમીથી ડિલિવરીમાં ઝડપ આવીને બાળકની સલામતી માટે મદદરૂપ બને છે.
જાતીય પથમાં વધુ નુકસાન ટાળે છે (Reduces Trauma to Other Tissues):
અચાનક થતી ફાટણની સરખામણીએ એપીજીયોટોમીને નિયંત્રિત રીતે કાપી શકાય છે, જે અન્ય નજીકની માંસપેશીઓ અને અંગોને ફાટવાથી બચાવે છે.
પ્રસૂતિમાં આરામ (Reduces Prolonged Labor):
લાંબી ચાલતી પ્રસૂતિને ટૂંકાવવા માટે આ પ્રોસિજર મદદરૂપ થઈ શકે છે.
ગેરફાયદા
મોટું રક્તસ્રાવ (Increased Bleeding):
એપીજીયોટોમી સાથે પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્રાવ થવાનું જોખમ વધી જાય છે.
દુખાવો અને સૂજન (Pain and Swelling):
કટને કારણે શિશુના જન્મ પછી વિસ્તાર દુખાવો, સૂજન અને તણાવ અનુભવાઈ શકે છે, જેને કારણે નિરાંતથી બેસવા અને શૌચ પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે.
સૂઝના ચેપ (Risk of Infection):
શસ્ત્રક્રિયાના કારણે ઇન્ફેક્શનનો જોખમ રહે છે, ખાસ કરીને જો યોગ્ય સંભાળ ન લેવામાં આવે.
કેટલાક કિસ્સાઓમાં, એપીજીયોટોમીના જખમને ઠીક થવામાં સમય લાગે છે અને ક્યારેક લાંબા ગાળાના દુખાવા અથવા અસુવિધા સર્જી શકે છે.
જાતીય સ્વાસ્થ્ય પર અસર (Sexual Discomfort):
જો કટ હેલ થઈને ચુસ્ત અથવા કઠોર scar tissue બનતું હોય, તો તેને કારણે જાતીય સ્વાસ્થ્યમાં દુખાવો અથવા અસ્વસ્થતા થઈ શકે છે.
ફાટવાનું જોખમ (Risk of Extended Tears):
જો એપીજીયોટોમિ નિયમિત રીતે ન થાય તો કટ મોટા ફાટવા તરફ દોરી શકે છે, જેમાં વજાઈનાની આસપાસના પ્રવેશદ્વારને વધુ નુકસાન થઈ શકે છે.
(3) નિતાબેનને પ્રસુતિ થયે ૮ દિવસ થયા છે. તેને તાવ અને દુર્ગંધ મારતો વજાઈનલ ડીસ્ચાર્જ આવે છે તો શું હોઈ શકે? તેનું મેનેજમેટ લખો. 05
નિતાબેનને તાવ અને દુર્ગંધ મારતો વજાઇનલ ડિસ્ચાર્જ પ્રસૂતિ પછીની પ્યુપરલ સેપ્સિસ (Puerperal Sepsis)નું સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં ગર્ભાશયમાં (યુટરસ) ચેપ થાય છે, જે ખાસ કરીને પ્રસૂતિ પછીની સંભાળમાં ગંદકાઈ અથવા બીજા ચેપના કારણોથી થાય છે. પ્યુપરલ સેપ્સિસ ગંભીર હોય છે અને તાત્કાલિક સારવારની જરૂર છે.
પ્યુપરલ સેપ્સિસ (Puerperal Sepsis)નુંમેનેજમેટ
1. તાત્કાલિક ઓળખ અને રિફરલ
જો પ્રસૂતિ પછી 42 દિવસની અંદર સ્ત્રીને ≥ 38°C તાવ બે દિવસથી વધુ રહે તો તાત્કાલિક તપાસ કરવી.
ગંભીર લક્ષણો હોય તો તાત્કાલિક ફર્સ્ટ રેફરલ યુનિટ (FRU) અથવા હાયર સેન્ટર પર રિફર કરવી
નવજાત શિશુને પુન:જીવન આપવું એટલે કે રીસસીટેશન ૯૦ % નવજાત શિશુઓ ત્યારે પોતાની મેળેજ શ્વાસોશ્વાસ કરતાં થઈ જાય છે. આવા બાળકો જન્મ પછી તાત્કાલીક પગલા લેવાના જરૂર પડતી નથી. ફ્ક્ત ૧૦% શિશુઓને જ જન્મ સમયે શ્વાસોશ્વાસ ચાલુ થવા માટે થોડી વધું મદદની જરૂર પડે છે અને ફક્ત ૧ % શિશુઓને જ ઘનિષ્ટ પુનઃશ્વસન પધ્ધતિની જરૂર પડી શકે છે.
જન્મ સમયે કોઇપણ નવજાત શિશુને શ્વાસની તકલીફ થઈ શકે છે દરેક પ્રસુતિમાં આવી પરિસ્થિતિઓ માટે આગોતરૂ આયોજન અને તૈયારી ખુબ જ અગત્યનું છે.
દરેક પ્રસુતિ કરાવનારને નવજાત શિશુને પુર્નશ્વસનની આવડત, આગોતરૂ આયોજન, તૈયારી, સમયસર જોખમને ઓળખવું અને ઝડપી તેમજ સાચી પ્રક્રિયા અને તેના માટેની જરૂરી સાધન સામગ્રી કે જે સ્વચ્છ અને કાર્યરત હોય તેવા પુરા પાડવા ખુબ જ જરૂરી છે . જ્યારે જરૂર પડે ત્યારે ઝડપી અને સાચી રીતે પ્રક્રિયા કરી શકે.
વધારાના ઓક્સિજન કરતા પૂરતા પુર્નશ્વસન ના પગલા મહત્વના છે .બેગ અને માસ્ક દ્વારા કુત્રીમ શ્વોસોશ્વાસની ક્રિયા ઝડપી થાય તે નળી દ્વારા ઓક્સિજન અપાય તેના કરતા વધુ મહત્વનું છે માટે દરેક જગ્યાએ કુત્રીમ શ્વોસોશ્વાસની ક્રિયાની સુવિધા ઉપલબ્ધ થાય તે જરૂરી છે જ્યાં ઓક્સિજન આપવાની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યા પણ બેગ અને માસ્ક દ્વારા કુત્રીમ શ્વોસોશ્વાસની ક્રિયા થઇ શકે.
પુર્નશ્વસનની સફળતાની ચાવીઓ:
દરેક આરોગ્ય કાર્યકરો કે જે જન્મ સમયે માતા પાસે હાજર હોય છે તેઓને પુર્નશ્વસનની આવડત અને જે શિશુઓ જોખમી છે તેને ઓળખવાની આવડત હોવી ખુબજ અગત્યની છે.
તેઓ સમજ ધરાવતા હોવા જોઇએ.
તૈયાર હોવા જોઇએ.
શુ કરવાનુ છે તે જાણતા હોવા જોઇએ.
ક્રમમા સહકારપુર્વક ઝડપથી કામ કરી શકતા હોય.
1. પોતાને તૈયાર કરો:
પ્રસુતિ કરાવનાર તેને મદદ કરનાર વ્યક્તિને નક્કી કરે અને તેને તેની ભુમિકા સમજાવે.
મદદ કરનાર વ્યક્તિને તેની ભૂમિકા સમજાય ગઇ છે તેની ચકાસણી કરો.
2. જન્મ માટેની તૈયારીઓ:
૨૫ સે. કે તેથી વધુ ઉષ્ણતામાન વાળી હુંફાળી રૂમ કોરી, સ્વચ્છ હુંફાળી પ્રસુતિ માટેની જગ્યા
રેડીયંટ વોર્મર
બે સ્વચ્છ પ્રીવોર્મ કરેલા ટોવેલ
વીંટો વાળેલા કાપડનો ટુકડો (૧/૨ થી ૧ “જાડાઈ )
નવજાત શિશુ માટેની આપમેળે ફુલે તેવી રબર/પ્લાસ્ટીક બેગ
સાધનો યોગ્ય સાઇઝના હોવા જરુરિ છે પુખ્ત વ્યક્તિ અને બાળકો માટે ઉપયોગમાં લેવાતા બેગ અને માસ્ક નવજાતશિશુ માટે ઉપયોગમા ના લઈ શકાય કારણ કે નવજાત શિશુના ફેફસા નાના અને નાજુક હોય છે.
બેગની ક્ષમતા ૨૫૦ થી ૫૦૦ મીલી થી વધુ હોવી ન જોઇએ.
જો મ્યુકસ સકર ઉપયોગમાં લેવાનુ હોય તો તેની ડબ્બીની ક્ષમતા ૨૦ મી.લી જેટલી હોવી જરૂરી છે .જેથી ચુંસાયેલ પ્રવાહી ચુસનાર વ્યક્તિના મોંમા જતુ અટકાવી શકાય.
બલ્બ વાળા મ્યુકસ સકરનો ઉપયોગ ન કરી શકાય કેમ કે બલ્બ ને સાફ કરવું મુશ્કેલ ભર્યું છે. અને તેનાં કારણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ચેપ ફેલાવાનો ભય રહેલો છે.
સક્સન કરતી વેળાએ નેગેટીવ પ્રેસર ૧૦૦ mm Hg અથવા ૧૩૦ સે.મી. પાણીથી વધવું ન જોઇએ.
4. બેગ અને માસ્ક કાર્યરત છે કે નહીં તે ચકાસો
માસ્કને બેગ પર ગોઠવીને ફિટ કરો અને હાથની હથેળી પર મુકીને હવાની અવરજવર માટે ચકાસો. જ્યારે બેગને દબાવો ત્યારે હથેળીમા તમને દબાણનો અનુભવ થવો જોઇએ.
માસ્ક હથેળીમા ફિટ કરી દો અને બેગને દબાવો જેથી દબાણ વધવાના કારણે હવા બહાર નિકળવાનો વાલ્વ ખુલી જાય અને હવાનાં બહાર નીકળવાનો અવાજ સંભળાય બેગને દબાવીને છોડી દો જેથી તે તરત જ આપમેળે ફુલી જશે તે તમે ચકાસીને ખાત્રી કરો.
5. જન્મ સમયની ચકાસણી :
જન્મ સમયે ચકાસણીના પગલાં નીચે મુજબ છે :
અ.નવજાત શિશુને માતાના પેટ ઉપર મુકો.
નવજાત શિશુને માતાના પેટ ઉપર મુકવું જોઇએ .જો બાળકને માતાના પેટ પર મુકવામા ન આવ્યુ હોય તો ખાતરી કરો કે તેને જે સપાટી પર અથવા પથારીમાં મુકવાનુ છે તેના પર હુફાળા ટોવેલ કે કપડું મુકેલ છે.
બ.જન્મનો સમય નોંધી લો અને બાળકને કોરૂ કરો
જન્મ સમયે બાળકને હુંફાળુ રાખવું તે ખુબ અગત્ય નું છે . બાળકને હુંફાળા કપડાં વડે કોરૂ કરો.કોરૂ કર્યા પછી ભીના કપડા અથવા ટુવાલ કાઢી નાખો અને બીજા કોરા, ચોખ્ખા હુંફાળા ટુવાલમાં વીટાળી લો.
ક. બાળકને કોરૂ કરવુ અને ભીના કપડા દૂર કરવા
જન્મ પછી તરત બાળક ગર્ભજળના કારણે ભીનું હોય છે .જો તેને તરત જ કોરુ કરવામાં ન આવે તો તે પોતાના શરીરની ગરમી ગુમાવે છે. આમ ગરમી ગુમાવાને કારણે ઝડપથી બાળકનું ઉષ્ણતામાન ઓછું થઇ જાય છે.
શ્વાસોશ્વાસ અને હુંફ બન્ને સાથે મળવા જોઇએ અને બાળકને કોરૂ કરતી વેળા એ તેના શ્વાસોશ્વાસની ચકાસણી કરતા રહેવું જોઇએ ,કોરૂ કરવાની ક્રિયા પોતેજ થોડા નબળા બાળકોને શ્વાસ લેવા માટે ઉત્તેજીત કરવા પુરતુ છે.
ડ.ગર્ભજળ બગાડવાળુ હોય તો :
ગર્ભસ્થ શિશુએ ગર્ભાશયમાં મળ ત્યાગ કર્યો હોય તો ગર્ભજળ બગાડવાળુ હોય શકે જેનો રંગ લીલો અથવા કથ્થાઇ હોય છે જો ગર્ભજળ બગાડવાળુ હોય અને બાળક રડતુ નથી તો તમારે મ્યુકસ સકરથી ચુસી લેવુ જોઇએ.
સૌ પ્રથમ મ્યુકસ સકરથી પ્રવાહી મોં માથી (હોઠથી પાંચ સે.મી સુધી)અને ત્યાર પછી નાકમાથી( નાક મા ૧ થી ૨ સે.મી જેટલું) પ્રવાહી ચુસી લો. નળી બહાર કાઢતી વખતે ચુસવાનું ચાલુ રાખો. ચુસવા માટે નળીને સાધન સાથે જોડો અથવા તમારા મોંમા રાખીને ચુસી લો. બાળક બરાબર શ્વાસ ન લેતુ હોય તેમ છતાં ચોખ્ખુ પ્રવાહી નીકળવાનું શરૂ થાય ત્યારે ચુસવાનું બંધ કરી દો અને બાળકને કોરૂ કરો.
6. પુનર્શ્વસન માટેના પગથિયાં :
જો બાળકને પુનર્શ્વસનની જરૂર છે.-
નાળ બાંધીને કાપી લો.
માતાને જણાવો કે તેનાં બાળકને શ્વાસ લેવાની તકલીફ છે અને તમે તે માટે તેને મદદ કરી રહ્યા છો. માતાને ઝડપથી પણ મૃદુતાથી કહો.
બાળકને હુંફાળી, ચોખ્ખી સપાટ, કોરી જગ્યા પર મુકો.
હુંફો આપો.
બાળકને બરાબર સ્થિતીમાં મુકો.
શ્વસન માર્ગ ચોખ્ખાં કરો.
ઉત્તેજીત કરો અને ફરીથી યોગ્ય સ્થિતિમાં મુકો.
પુન:શ્વસન પછીની સંભાળ:
જે બાળકને ફક્ત કૃત્રિમ શ્વાસોશ્વાસની જરૂર પડી છે તેને નિરીક્ષણ હેઠળની સંભાળ આપવી જરૂરી છે. તેમ છતાં જે બાળકોને લાંબા સમય સુધી કૃત્રિમ શ્વાસ આપવાની જરૂર પડી છે તેની પરિસ્થિતિ બગાડવાનો જોખમ વધારે છે. તેથી તેઓ વધુ જોખમી છે અને તેઓને ગમે ત્યારે જોખમો ઉભા થઈ શકે છે આવા બાળકને તબીબી નિરીક્ષણ હેઠળ સંભાળ( પુનઃ સ્વસન પછીની સંભાળ )રાખવી ખૂબ જરૂરી છે.
બાળકને હૂંફાળું રાખો.
શ્વાસોશ્વાસ, ઉષ્ણતામાન રંગ ચકાશો.
લોહીમાં સુગરનું પ્રમાણ જાળવો.
જોખમ માટે નિરીક્ષણ કરતા રહો.
જો સારું હોય તો સ્તનપાનની શરૂઆત કરાવો.
(૨) લો બર્થ વેઈટ બેબીના ચિન્હો અને લક્ષણો જણાવો. 04
લો બર્થ-વેઈટના ચિન્હો અને લક્ષણો
(1) નવજાત શિશુનું વજન ૨૫૦૦ ગ્રામથી ઓછુ હોય.
(2) શીશુની લંબાઇ 47cm કરતા ઓછી હોય.
(3) માથાનો ઘેરાવો 33cm કરતા ઓછો હોય.
(4) છાતીનો ઘેરાવો માથાના ઘેરાવા કરતા ૩ cm ઓછો હોય.
(5) બાળકની જનરલ એકટીવીટી સામાન્ય કરતા કમજોર અને ઓછી હોય.
(6) નવજાતના રીફ્લેક્ષ પુઅર હોય છે.
(7)ચામડીનો રંગ લાલ દેખાય છે.
(8) નવજાતની હથેળી અને પગના તળિયામાં રેખાઓ બરાબર હોતી નથી.
(9)બાળકના નખ કોમળ હોય છે.
(10) નવજાતના માથાની રચનામાં સુચર અને ફોન્ટનેલ પહોળા હોય છે.
(11)સકિંગ, સ્વોલોઈંગ, કીંગ, મોરો રીફલેક્સીસ ઓછા અને અપુર્ણ હોય.
(12) સ્ક્રીન શાઈની, લુઝ, થીન, ગુલાબી અને સાથે વર્નીકસ કેસીઓઝા ઓછું અને લેનુગો વધારે હોય છે.
(13) મેલ બેબીમાં સ્કોટમમાં ટેસ્ટીસ ઉતરેલી ન હોય ફિમેલ બેબીમાં ક્લાઇટોરીસનો આકાર વધારે મોટો હોય છે.(વધુ પડતો વિકાસ જોવા મળે).
(14) અસામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા હોય.
(15) તાપમાનનું નિયમન શરુઆતમાં કરી શકાતું નથી.
(16) બાળક સામાન્ય રીતે સ્તનપાન કરી શકતુ નહોય.
(17) ચહોરો નાનો, ચીન નાની, ગાલની ચરબી ઓછી હોય છે.
(18) બાળકને કમળો થઈ શકે છે. શરીરની કાર્યશકિતમાં અવરોધ ઉભો થઈ શકે.
(19) હાઇપરગ્લાયસેમિયા, હાયપોકેલ્શિયેમીયા થાય છે.
(20) હાયપોપ્રોટીનીમીયા
(21) એસીડોસીસ, હાયપોકક્ષીયા થઈ શકે છે.
અથવા
(1) AMTSL વિશે સમજાવો. 08
ACTIVE MANAGEMENT OF THIRD STAGE OF LABOUR (AMTSL) – એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર
(1) યુટેરોટોનીક ડ્રગ્સ:
સેકંડ બેબી નથી તેની ખાતરી કર્યા બાદ ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનીટ આઇ. એમ. આપવું.
ઇન્જેક્શન ઓક્સીટોસીન ઉપલબ્ધ ન હોય તો મિઝોપ્રોસ્ટોલ ટેબલેટ (૬૦૦ માઇક્રોગ્રામ) ઓરલી આપવી.
(2) કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી):
કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી) પ્રક્રિયા કરવાની રીત :
ફોરસેપ્સ લગાળેલા આ છેડા તથા ફોર્સેપ્સ અને એક હાથ વડે પકડો.
બીજા હાથ સ્ત્રીના પેઠુંના અસ્થિના બરાબર ઉપરના ભાગ ઉપર મુકો.
આ હાથ નિયંત્રિત નાળ તણાવ દરમ્યાન ગર્ભાશયના ઉપરના ભાગ ઉપર પ્રતિ તણાવ ( વિરુધ્ધ દિશામાં /ઉપર તરફ દબાણ) લગાવીને ગર્ભાશયને સ્થિર રાખવા માટે છે.
નાળ ઉપર થોડોક તણાવ રાખો અને ગર્ભાશયનું પ્રબળ સંકોચન થવાની રાહ જોવો.
જ્યારે ગર્ભાશય સંકોચાય જેનો ખ્યાલ ગર્ભાશયના સખત અને ગોળાકાર થવાથી આવે છે.
અથવા જ્યારે નાળનો યોની દ્વારા બહારનો ભાગ લાબો થાય ત્યારે ઓરની પ્રસુતિ કરાવવા માટે નાળને હળવેથી નીચે તરફ ખેર્ચો બીજા હાથ વળે ગર્ભાશય ઉપર પ્રતિ તણાવ આપવાનું ચાલુ રાખો.
જો સી.સી.ટી શરૂ કર્યા બાદ ૩૦ થી ૪૦ સેકંડમા ઓર (પ્લેસંટા) નીચે આવતી ન લાગે એટલે કે ઓર (પ્લેસંટા) છુટી પડવાના કોઇ પ્રકારના લક્ષણો ન જણાય તો નાળ ઉપર તણાવ લગાવવાનું ચાલુ ન રાખો.
પ્લેસેન્ટા છુટું પડવાના લક્ષણો નીચે મુજબ છે:
ગર્ભાશય સખત અને ગોળાકાર (ગર્ભાશય નું સંકોચન) બને છે.
નાળનો યોની દ્વારની બહાર તરફનો ભાગ લાંબો થાય છે.
જ્યારે ઓર (પ્લેસંટા) છુટી પડે છે ત્યારે લોહી અચાનક ઉછળીને બહાર ધસી નીકળે છે.
જો ગર્ભાશયના ઉપરના ભાગને ધીમેથી ઉપર નાભી તરફ ઠેલવામાં આવશે તો નાળ યોની માર્ગમા પાછી નહી જાય.
ગર્ભાશયના બીજા સંકોચન માટે રાહ જુવો. અને ફરીથી પ્રતિતણાવ આપતા રહી કંટ્રોલ કોર્ડ ટ્રેકશન(સી.સી.ટી)નું પુનરાવર્તન કરો.
જેવી પ્લેસંટા બહાર આવે છે કે તરત જ તેના પડ ફાટી ન જાય તે માટે તેને બન્ને હાથ વડે પકડી લો.
જો પડ આપોઆપ બહાર ન આવે તો ઓરને ધીમે ધીમે ફેરવો. જેથી વળ ચઢવાથી પળ દોરડી જેવું બની જાય અને ત્યારબાદ તેમને છુટા પાડવામાં સહાય કરવા તેમને ઉપર નીચે કરો જો તેમને ખેચવામાં આવે તો પળ પાતળુ હોવાથી તે ફાટી જવાની અને ગર્ભાશયમા રહી જવાની શક્યતા રહે છે.
જો પડ ફાટી જાય તો યોનીમાર્ગનો ઉપરનો ભાગ તથા ગર્ભાશયનું મુખ કાળજીપુર્વક તપાસો. અને જો પળનો કોઇ ટુકડા હોય તો તમારી આંગળીઓ કે સ્પંજ ફોરસેપ્સનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢો.
હથેળીને વાળીને યુટરસના ફંડસ પર રાખવી અને સીધા કોન્ટ્રાકશનને અનુભવવા.
યુટરસના ફંડસને સરક્યુલર મોશનમાં હથેળીને વાળીને જ્યાં સુધી સારા કોન્ટ્રાક્શન ન આવે ત્યાં સુધી મસાજ કરવું જો યુટરસ ફુલી કોન્ટ્રેકટેક હશે તો કિકેટના દડા જેવું હાર્ડ અનુભવાશે.
જ્યારે યુટરસ કોન્ટ્રેકટેડ હોય ત્યારે તમારી આગળીઓને ફડસના પાછળના ભાગે રાખીને નીચેની બાજુએ ધક્કો મારવો જેથી સ્મુથ રીતે ક્લોટસ બહાર આવશે.
બ્લડને કન્ટેઇનરમાં ભેગું કરવું અથવા વલ્વાની નજીક ચોખ્ખી પ્લાસ્ટિક શીટ રાખી ભેગું કરવું કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયુ તેના તારણ કાઢીને રેકોર્ડ કરવું.
(4) પ્લેસન્ટા ,મેમ્બ્રેન અને અંબીલીકલ કોર્ડની તપાસ કરવાની રીત :
પ્લેસંટાની માતા તરફની સપાટી:
તમારી હથેળીઓ સીધી રાખીને પ્લેસંટાની માતા તરફની સપાટી તમારી તરફ રહે તે રીતે પ્લેસંટાને બે હથેળીઓમા પકડો.
નીચે મુજબ તપાસ કરો
તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) હોવા જોઇએ.
તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) એક્બીજા સાથે બંધબેસતા અને એકત્રીત હોવા જોઇએ.
માતા તરફની સપાટીને પાણી વડે કાળજીપૂર્વક સાફ કર્યા બાદ તે ચળકતી છે કે નહીં તે જોવું.
જો કોઇ ભાગ ખુટતો હોય અથવા નાના ભાગો (લોબ્યુલ્સ) એકબીજા સાથે બંધબેસતા ન આવતા હોય તો ગર્ભાશયમાં પ્લેસંટાના ટુકડા રહી ગયા હોવાની શંકા કરો.
પ્લેસંટાની શિશુ તરફની સપાટી:
એક હાથમાં નાળ પકડો અને પ્લેસંટા તથા મેમ્બ્રેનને ઉંધી વળી ગયેલી છત્રીની જેમ લટકતી રાખો.
નાળની રક્તવાહીનીઓ નાળમાથી પસાર થતી જોઇ શકાશે.
મુક્ત છેડા વાળી રક્તવાહીનીઓ અને કાણાં માટે તપાસ કરો જે ગર્ભાશયમાં કોઇ ભાગ રહી ગયાનું દર્શાવી શકે છે.
નાળના પ્રવેશની તપાસ કરો. ખાસ કરીને તે ભાગની તપાસ કરો જ્યાં નાળ પડમાં દાખલ થાય છે અને પછી જયાંથી પ્લેસંટા તરફ આગળ વધે છે.
મેમ્બ્રેન (પડ) :
કોરીયોન ગર્ભાશયના સંપર્કમાં રહેતુ પડ છે. તે ખરબચડુ અને જાડું હોય છે.
એમ્નિઓન અંદરનું પડ છે જે પાતળું અને ચળકતું હોય છે.
એમ્નિઓન નાળાના પ્રવેશવાના ભાગ સુધી છુટુ પાડી શકાય છે.
જે ભાગમાંથી પડ તુટ્યા હોય અને બાળક બહાર આવ્યુ હોય તે તુટેલા ભાગની કિનારમાં બન્ને મેમ્બ્રેસ જોઇ શકાય છે.
જો મેમ્બ્રેસના ટુકડા થયા ગયા હોય તેમને ભેગા ગોઠવો અને ખાતરી કરી કે તે પુરેપુરા છે.
કોર્ડ (નાળ) :
નાળની તપાસ કરવી જોઇએ તેમા બે ધમનીઓ અને એક શિરા હોય છે જો એક જ ધમની જોવા મળે તો બાળકને જન્મજાત વિકૃતિ છે કે કેમ તેની તપાસ કરો.
લોઅર વજાયના અને પેરીનીયમનું નિરીક્ષણ:
ધ્યાન રાખવું કે પુરતા પ્રમાણમાં લાઇટ પેરીનીયમ પર પડે.
ગ્લોઝ પહેરીને હળવેથી લેબીયાને અલગ કરવા અને પેરીનીયમ અને વજાઇનાને બ્લીડીંગ તેમજ ટેર માટે તપાસવાં.
જો તિરાડ હોય તો તેને શોધીને તેનું તાત્કાલિક મેનેજમેન્ટ કરવું.
વલ્વા અને પેરીનીયમને વોર્મ પાણીથી હળવેથી સાફ કરવા અથવા એન્ટીસેપ્ટીક સોલ્યુશન વાપરવું અને ચોખ્ખા અને સોફ્ટ કપડાથી સુકવવું.
ચોખ્ખા/તડકામાં સુકવેલાં કપડાં અથવા પેડને પેરીનીયમ પર રાખવું
ભીની ગંદી પથારીને દૂર કરીને મધરને કમ્ફરટેબલ પોઝીશીન આપવી.
(૨) ફીમેલ રી-પ્રોડેક્ટીવ ઓર્ગનની યાદી બનાવો. 04
સ્ત્રી પ્રજનન તંત્ર (ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ): ફિમેલના શરીરના અંદર કુદરતે મનુષ્યની વંશ વૃદ્ધિ કરવા માટે કેટલાક ખાસ પ્રકારના અવયવોની રચના કરેલ છે. આ અવયવો સ્ત્રી પ્રજનનતંત્રના અવયવો તરીકે ઓળખવામાં આવે છે. તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે.
મીકેનીઝમ ઓફ લેબર એટલે બર્થ કેનાલ તરફ ફિટસના પેસીવ મુવમેન્ટ ની સીરીજ (લાઇન બંધ મુમેન્ટ). ઘણી મુવમેનટ જરૂરી હોય છે.કારણકે બર્થ કેનાલ શીલીન્ડ્રીકલ (નળાકાર) છે.તેના ઇન્સેટ અને આઉટ્લેટ અલગ અલગ સાઇઝ અને શેપ ના હોય છે. અને તેનો નીચેનો છેડો આગળ ઢળતો ગોળાકાર છે ફિટસ તે વળી શકે તેવુ સીલીનન્ડ્રીકલ બોડી છે. તે જન્મ વખતે પોતાને પેલ્વીક કેનાલ ના ડાયામીટર અને કર્વ વળાંક મુજબ ગોઠવણ કરે છે. નોર્મલ ડિલીવરી થાય છે.
કરાવવા માટે મીકેનીઝમ ઓફ લેબર જાણવું ખુબજ જરૂરી છે. અને તેના માટે આ કુદરતી મુવમેન્ટસ સારી રીતે પુરી રીતે સમજવી ખુબ જ જરૂરી છે. અને દરેક મુવમેન્ટ ની પાછળ રહેલ સિધ્ધાંત પણ જાણવું જરૂરી છે. આના જ્ઞાનથી નોર્મલ અને એબનોર્મલ લેબર નુ પ્રોગ્રેસ જાણી શકય છે, અને સફળતા પુર્વક ડીલીવરી કરાવી શકાય છે. વર્ટેક્સ, બ્રીચ અથવા ફેસ પ્રેઝન્ટેશન હોય તો પણ કુદરતી પધ્ધતી થી સુવાવડ કરાવી શકાય છે. અને તે જ મીકેનીઝમ છે લેબર દરમ્યાન યુટ્રાઇન અને એબ્ડોમીનલ મસલ્સ અને ડાયાફાર્મ ની ફિટસ ને બહાર ધકેલવા ની એકશન થાય છે. (એક્સપલ્જી એક્શન- બહાર કાઢવાની ક્રીયા) પેલ્વીક સર્વીક્સને પેલ્વીક ફ્લોર દ્વારા દબાણ આવે છે.
લેબર દરમિયાન નીચે મુજબની મુવમેન્ટ થાય છે.
1. Decent(ડિસેન્ટ)
2. Flexion of the head(ફ્લેક્શન ઓફ હેડ)
3. Internal rotation of the head(ઇન્ટર્નલ રોટેશન ઓફ હેડ)
4. Crowning of the head(ક્રાઉનિંગ ઓફ હેડ)
5. Extension of the head(એક્સ્ટેન્શન ઓફ હેડ)
6. Restitution (રેસ્ટિટ્યુશન)
7. Internal rotation of shoulder (ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર)
8. External rotation of head(એક્સટર્નલ રોટેશન ઓફ હેડ)
9. Lateral flexion(લેટરલ ફલેક્શન)
1) Decent (ડિસેન્ટ)
પ્રાઇમી ગ્રેવીડામાં ડિસેંટ લેબરના 2 વિક પહેલા થાય છે. જ્યારે હેડનું એંગેજ્મેન્ટ થાય છે, ત્યારે હેડ અને પેલ્વીસ વચ્ચે અસમાનતા થાય તો લેબરના પેલા સ્ટેજ દરમિયાન થાય છે. અને આ ડિસેંટ યુટ્રાઇન કોંટ્રાક્શનના લીધે થાય છે, અને ડિસેંટ સતત થતું રહે છે.
જ્યારે હેડ તરફ અવરોધ વધુ આવે છે ત્યારે ફ્લેક્શન થાય છે. અને ડાયલેટેડ સર્વીક્સ ફ્લેક્સ હેનું ડિસેંટ થવા દે છે.
લેબરના બીજા સ્ટેજ દરમિયાન ડિસેંટ વધુ ઝડપી બને છે. કારણકે એબ્ડોમીનલ મસલ્સ અને ડાયાફ્રામ આમાં સક્રીય ભાગ ભજવે છે અને ફિટસ બહાર આવે છે.
2) Flexion of the head (ફ્લેક્સન ઓફ હેડ)
લેબર દરમિયાન ફિટલ હેડ ડાયલેટીંગ ઓસ અને બર્થ કેનાલ તરફ અવરોધ રૂપ હોય છે, જેના લીધે લેબરની શરુઆતમાં હેડનું ફ્લેક્શન વધે છે. સબઓક્સીપીટલ ફંટલ ડાયામીટર કે જે 10 સેમી હોય છે કે જે બ્રીમ માં રહે છે અને તે ફ્લેક્શનનાં લીધે સબબ્રેગ્મેટીક ઓક્સીપીટો ડાયામીટર 9.5 સેમી, તે બ્રીમમાં એંગેજ થાય છે અને ફ્લેક્શન ઓફ હેડ થવાથી હેડનું વધારે ડિસેંટ થાય છે.
3) Internal rotation of the head(ઇન્ટર્નલ રોટેશન ઓફ હેડ)
પેલ્વીક ફ્લોરના લેટરલ હાફ ભાગમાં ફિટસના ભાગ પહોંચે તે પહેલા આગળની તરફ વળે છે. અને સીમ્ફેસીસ પ્યુબીસની વચ્ચે થાય છે.
રોટેશનની લમ્બાઇનો આધાર ફિટસની પોઝીશન પર રહેલો છે. દા.ત.. ફિટસની એંટીરીયર પોઝીશન હોય ત્યારે ફિટસના હેડ નો જ ભાગ પેલ્વીસ ફ્લોર ને પહેલા ટચ થાય છે. 1/8 રોટેટ થાય છે. અને લેટરલ પોઝીશન હોય તો 2/8 રોટેટ થાય છે. અને પોસ્ટીરીયર પોઝીશન હોય તો 3/8 રોટેટ થાય છે.
4) Crowning of the head(ક્રાઉનીંગ ઓફ હેડ)
હેડ વધુને વધુ નીચે ઉતરતું હોવાથી છેવટે હેડ નો મધ્યભાગ વલ્વા પર જોઈ શકાય છે ,જેને કાઉનીગ ઓફ ધ હેડ કહેવાય.
આમાં ઓક્સીપુટ નો ઊપસેલો ભાગ પોર્ટબરન્સ સીફેસીસ પ્યુબીસ ના બહાર ના ભાગ માં આવે છે. ડાયામીટર સબઓક્સીપીટો બ્રેગમેટીક થાય છે.
5) Extension of the head(એક્સટેન્શન ઓફ હેડ)
એસ્ટેંશન એ એક મુવમેન્ટ છે કે જેમાં નેક ઓફ ધ હેડ આર્ચ ઓફ સીમ્ફેસીસ પ્યુબીસ પર હોય છે. જ્યારે સીંસીપુટ, ફેસ અને ચીન પેરીનીયમ પર જોવા મળે છે.
6) Restitution(રેસ્ટિટ્યુશન)
હેડના ઇંટરનલ રોટેશન દરમિયાન નેક ટ્વીસ્ટ થયેલી હોય છે અને જે એક્સટર્નલ રોટેશન ઓફ ધ હેડ ની સાથે આ ટ્વીસ્ટ દૂર થાય છે અને બોડી અને નેક એક લાઇન માં આવી જાય છે, જેને રેસ્ટિટ્યૂશન કહે છે. આ વખતે બેબીનો ફેસ માતાની થાઈ સામે આવી જાય છે. (રાઈટ કે લેફ્ટ).
7) Internal rotation of the shoulder(ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર)
હેની માફક શોલ્ડર પણ પેલ્વીક ફ્લોરને ટચ થાય છે અને આગળની તરફ રોટેટ થાય છે. અને આઉટલેટના એન્ટીરીયર પોસ્ટીરીયર ડાયામીટરમાં આવે છે અને 1/8 સર્કલ રોટેટ થવાથી શોલ્ડર પેલ્વીક બ્રીમમાં એંગેજ થાય છે.
8) External rotation of the head(એક્સટર્નલ રોટેશન ઓફ હેડ)
ઇન્ટરનલ રોટેશન ઓફ ધ શોલ્ડરની સાથે ટર્નીંગ ઓફ હેડ થાય છે. હેડ રેસ્ટીટ્યુશન વખતે જે ડાયરેક્શનમાં રોટેટ થાય છે તે જ ડાયરેક્શનમાં 1/8 સર્કલ રોટેટ થાય છે.
9) Lateral flexion of the body(લેટરલ ફ્લેક્શન ઓફ બોડી)
બર્થ કેનાલમાથી બહાર નીકળતા સમયે ફિટસની સાઇઝ બર્થ કેનાલ ના કર્વ પ્રમાણે બેંડ થાય છે .સૌ પ્રથમ હેડ ને નીચે કરી એન્ટીરીયર સોલ્ડર અને અપવર્ડ ઊંચું કરીને પોસ્ટીરીયર શોલ્ડર ની ડીલીવરી કરીને પૂરી બોડીની ડીલીવરી થાય છે.
(૨) પ્લેસન્ટાના કાર્યો
પ્લેસન્ટાના કાર્યો
ન્યુટ્રીઝીસનલ ફંકશન:
ફીટસના ટીસ્યુનું બંધારણ માટે એમાઈનો એસીડની જરૂર હોય છે અને ગ્લુકોઝ વિટામીન્સ, મીનરલ્સ, લિપિડ, વોટર અને ઈલેકટ્રોલાઈટ વગેરે પ્લેસન્ટલ મેમ્બ્રેન દ્વારા ફીટસને મળે છે પ્લેસન્ટાની અંદર ગ્લુકોઝ નું મેટાબોલીઝમ થાય છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે ગ્લાયકોજન નું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે.
એક્સક્રેટરી ફંકશન:
ફીટસની અંદર વધારે વેસ્ટ પ્રોડક્ટસ ઉત્પન્ન થતા નથી પરતું જે થોડા ઘણા ઉત્પન્ન થાય છે.તેમાં ખાસ કરીને કાર્બનડાયોકસાઈડ હોય છે જે ફીટસ બહાર કાઢે છે બીજું બીલીરુબીન કેજે રેડ બ્લડ સેલ તુટવાથી ઉત્પન્ન થાય છે અને ખુબજ પ્રમાણમાં યુરીયા અને યુરીક એસિડ હોય છે તે માતાના બ્લડમાં દાખલ થાય છે.
ત્યાર બાદ મધરના બ્લડમાંથી માતા પોતાના એથ્લિટરી ઓર્ગન દ્વારા વેસ્ટ પ્રોડક્ટ બહાર કાઢે છે.
રેસ્પિરેટરી:
ફીટસનાં લંગ્સ તે ઈન્ટ્રાયુટ્રાઈન લાઈફ દરમ્યાન કામ કરતા નથી તેથી માતાના બ્લડમાં રહેલ ઓકસીજન પ્લેસન્ટા મારફતે ફીટસને પહોચાડે છે.
એન્ડોક્રાઇન ફંકશન:
સગર્ભાવસ્થાના ૧ વીક સુધી ડેસીડયુઆ ની વૃધ્ધિ માટે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની જરૂર હોય છે આ હોર્મોન્સ કોર્પસ લ્યુટીયમ તૈયાર કરે છે પરતું ૧૬ વીક પછીથી કોર્પસ લ્યુટીયમ નાશ થઈ જાય છે પ્લેસન્ટામાંથી ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન શરૂ થાય છે. આ પ્રેગનન્સી ચાલુ રાખવામાં મદદ કરે છે. પ્રોટેકટીવ ફંક્શન:-
પ્લેસન્ટલ મેમ્બ્રેન બેરીયર તરીકે કાર્ય કરે છે પરંતું તે મર્યાદિત છે. મધરમાં જે એન્ટીબોડીસ હોય છે તે ફીટસ માં જાય છે અને જન્મના ત્રણ માસ બાદ પણ બાળકને ઈમ્યુનીટી મળી રહે છે પરતું અમુક વાયરસ જેવા કે રૂબેલા વાયરસ બેકટેરીયા જેવા કે ટ્રેપોનીમા પેલીડમ તેમજ અમુક ડ્રગ્સ પ્લેસન્ટા દ્વારા ફીટસ ને પહોંચે છે તેમ છતા મોટા ભાગના બેકટેરીયા અને અમુક ચોક્કસ પ્રકારના ડ્રગ્સ આ બેરીયરને પાર કરી શકતા નથી આમ પ્લેસન્ટા ફીટસનું રક્ષણ કરવાનું કાર્ય પણ કરે છે.
(૩) કુટુંબ નિયોજનની બિનકાયમી પધ્ધતિઓ
કુટુંબ નિયોજન ની બિનકાયમી પદ્ધતિઓ
🔸લેકટેસન એમેનોરિયા મેથડ(LAM)
બાળક ધાવણ લેતું હોય ત્યારે નીપલને ચૂસતું હોય છે. તેની આ ક્રિયાથી એન્ટિરિયર પિચ્યુટરી ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. કે જે ઓવરીની પ્રવૃત્તિને મંદ કરી દે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગર્ભાવસ્થા સામે 88% જેટલું રક્ષણ પૂરું પાડે છે.
🔸સર્વાઇકલ મ્યુકસ મેથડ(CMM)
માસિક ચક્રના ફળદ્રુપતા અને બિન ફળદ્રુપતા તબક્કા દરમિયાન મ્યુકસની ઘટ્ટતામાં ફેરફાર જોવા મળે છે. માસિક પછી ઘટ્ટ મ્યુકસ સર્વિક્સને બંધ કરી દે છે. અને તે સ્પમના પ્રવેશને અવરોધે છે. સ્ત્રી વાલ્વ સુષ્ક થઈ ગયેલ હોય તેવું અનુભવે છે.એ સમય સંભોગ ક્રિયાથી ગર્ભાવસ્થા રહેતી નથી.
🔸એબસ્ટીન્નસ(સંયમ પાલન)
આમાં અમુક ચોક્કસ સમયગાળામાં સંભોગની ક્રિયા કરવામાં આવતી નથી. આ રીતને સ્ટાન્ડર્ડ ડે મેથડ (SDM) પણ કહે છે.
🔸કોઈટસ ઇન્ટરપટ
આ જૂની મેથડ છે. છતાં પણ કોઈ પણ પ્રિકોશન ન લેવા કરતા ઉત્તમ છે. પરંતુ તેની ભલામણ કરી શકાય નહીં. આ રીતમાં વીર્યસ્ખલન વજાઈનાની અંદર ન કરતા વજાઇનાની બહાર કરવામાં આવે છે.
🔸શરીરના તાપમાનનું નિરીક્ષણ
સ્ત્રીને દરરોજ સવારના સમયે શરીરનું તાપમાન માપવા માટે જણાવવું જોઈએ. તેની નોંધ રાખવી જોઈએ. ઓવ્યુલેશનની ક્રિયા પછીથી શરીરનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે. અને તે માસિક સુધી યથાવત રહે છે માસિક ચક્રનો બિન ફળદ્રુપતા તબક્કો ત્રીજા દિવસથી શરૂ થાય છે. ત્રીજા દિવસ પછી શરીરનું સામાન્ય તાપમાન થઈ જાય છે. શરીરના તાપમાન ઉપર ઘણા પરિબળો અસર કરી છે દા.ત. માનવની ચિંતા, નિરક્ષરતા, દારૂ , મોડી રાત્રે ઊંઘવું વગેરે. પ્રસુતિ પછી દરરોજ તાપમાન માપવાનું માતા માટે મુશ્કેલ બની જાય છે. જેથી આ રીતનો ઉપયોગ સલાહ ભરેલ નથી.
🔸રીધમ મેથડ (કેલેન્ડર મેથડ)
આ મેથડને કેલેન્ડર મેથડ પણ કહે છે આ રીતમાં સલામત સમય શોધી કાઢવામાં આવે છે. ટૂંકા માસિકચક્રમાંથી 20 દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો પ્રથમ દિવસ ગણવો.
લાંબા માસિક ચક્રમાંથી ૧૧ દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો છેલ્લો દિવસ ગણવો.
🔸ગર્ભ નિરોધક ગોળીઓ તથા ઇન્જેક્શન
A. ગર્ભ નિરોધક ગોળીઓ
કમ્બાઇન્ડ ઓરલ પીલ્સ: આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની બનાવટ છે. તે માલા-ડી અને માલા-એન સ્વરૂપે મળે છે.
B. ગર્ભ નિરોધક ઇન્જેક્શન
અંતઃસ્ત્રાવોથી બનેલા આવા ઇન્જેક્શનો બજારમાં ઉપલબ્ધ છે. દા.ત.DMPA કે જે પ્રોજેસ્ટેરોનની બનાવટ છે.
🔸IUCD : ઇન્ટરાયુટેરાઇન કોન્ટ્રાસેપટીવ ડિવાઇસ
બજારમાં ઘણા પ્રકારના IUCD ઉપલબ્ધ છે. પણ તેમાંથી કોપર ટીનો ઉપયોગ વધુમાં વધુ થાય છે.
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) 12
(1) ઈનફર્ટીલીટી
ઇનફર્ટીલીટી : પરિણીત સ્ત્રી અથવા યુગલ તેના પતિ સાથે રહેતી હોય તેઓ કોઈ પણ જાતના ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ સતત બે વર્ષ સુધી કર્યા વિના જાતીય સમાગમ કરતી હોય છતાં બાળકને જન્મ આપવા માટે અથવા ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી. આ સ્થિતિને વંધ્યત્વ અથવા ઈન્ફર્ટિલિટી કહેવામાં આવે છે.
અથવા
કપલના ગર્ભધારણ કરવાની અસમર્થતતાને ઈન્ફર્ટિલિટી કહે છે. ઘણી વખત હેલ્ધી કપલને પણ પ્રેગ્નન્સી માટે અમુક વર્ષોનો સમય લાગે છે. જો કપલ નિયમિત જાતીય સમાગમ કરે અને ગર્ભ નિરોધક ના ઉપયોગ વગર બે વર્ષ સુધી ગર્ભધારણ માટે નિષ્ફળ જાય તો તેને ઇનફોર્ટીલીટી કહે છે.
આના માટે ઘણા કારણો જવાબદાર છે સામાન્ય રીતે આપણા સમાજમાં આનું કારણ સ્ત્રીને જ ગણવામાં આવે છે.
પરંતુ કુલ વંધ્યત્વનો ૧/૩ ભાગમાં પુરુષોમાં જ ખામી હોય છે. અને તે જવાબદાર હોય છે.
એટલે કે પુરુષોમાં રહેલા કોઈપણ કારણસર તેની પત્ની ગર્ભધારણ કરી શકતી નથી.
જે પ્રાઇમરી કે સેકન્ડરી ઈન્ફર્ટિલિટી હોઈ શકે છે.
પ્રાઇમરી ઇનફર્ટિલિટી: પ્રાઇમરીમાં યોગ્ય સમયે ગર્ભાધાન કરવાના સમયગાળા દરમિયાન ગર્ભ ધારણ કરી ન શકે. જેમાં યુટરસ એક પણ વખત ગર્ભ ધારણ કરી શકતું નથી. જેને પ્રાઇમરી ઇનફર્ટિલિટી કહેવામાં આવે છે.
સેકન્ડરી ઈનફર્ટિલિટી: સેકન્ડરી વંધ્યત્વ એટલે એક વખત ગર્ભધાન થયા પછી એટલે કે એક બાળકના જન્મ પછી પતિ પત્ની કોઈ પણ જાતના ફેમિલી પ્લાનિંગના સાધનોનો ઉપયોગ કર્યા સિવાય જાતીય સંબંધ રાખી અને છતાં લાંબા ગાળ સુધી ગર્ભધાન રહેતું નથી.
🔸ઈન્ફર્ટિલિટીના કારણો
પુરુષોમાં
એઝૉસ્પર્મીયા
ઓલીગોસ્પર્મીયા
ટેસ્ટિસ બરાબર વિકસિત ન હોય
અનડિસેન્ડેડ ટેસ્ટીસ
ટેટીસને નુકસાન થયેલ હોય
ઈજા કે અકસ્માત
ચેપ (સીફીલીસ)
ઓપરેશન
રેડીએશન
સાયટોટોક્સિક ડ્રગ
સ્ત્રીમાં
ઓવ્યુલેશનમાં તકલીફ
ઇન્ફેક્શન
ટીબી
ગોનોરીયા
પરપેરિયલ સેપ્સીસ
ગાંઠને કારણે ટ્યુબના ઓપનિંગમાં અડચણ થવાથી
પૂરુંલન્ટ વજાયનલ ડિસ્ચાર્જ
વજાઈનલ સિક્રીશનની એસીડીટી વધવાથી
સર્વાઇકલ મ્યુકસ વધુ પડતું ચીકણું થવાથી
(૨) સ્ત્રી સશકતીકરણ
Definition : તે હાલના સંબંધોને પડકારવાની અને શક્તિના સ્રોતો પર વધુ નિયંત્રણ મેળવવાની પ્રક્રિયા છે.
અત્યાર સુધી સ્ત્રીઓને જે અન્યાય થયો છે તે દૂર કરી પૂરતી તક આપી સ્ત્રીને તેના બધા અધિકારો ભોગવવા શક્તિમાન બનાવવી કે જેથી તે તન-મનથી સર્વાગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે, આર્થિક રીતે સંપન્ન બને, સાધન સંપતિના વિવિધ સ્ત્રોતોનું નિયંત્રણ કરે, પ્રજનન સંબંધી અધિકારો ભોગવવા પણ શક્તિમાન બને અને સમાજના સંતુલિત, સર્વાંગી અને સાતત્યપૂર્ણ વિકાસ માટે તેનામાં રહેલી શક્તિઓનો ઉપયોગ કરવામાં પોતે સમર્થ બને.
ઇન્ડિયન્ટ ગર્વમેન્ટ દ્વારા વર્ષ 2001 ને વુમન એમ્પાર્વમેન્ટ વર્ષ તરીકે જાહેર કર્યું. તે બધા માટે માનવ મુક્તિ અને સશક્તિકરણનો આધાર છે. સમાજમાં સમાનતા અને સમાન માનસિકતાની સિદ્ધિ છે. મહિલાઓને જીવનના તમામ ક્ષેત્રમાં સશક્ત બનાવવાની જરૂર છે જેવા કે, ઇકોનોમિક, સોસીયલ, પોલીટીકલ, એડ્યુકેશન, હેલ્થ કેર, ન્યુટ્રીશન અને લીગલ લો. કોઇપણ સોસાયટીનું એમ્પાર્વમેન્ટ ત્યારે શક્ય છે જ્યારે વુમન એમ્પાવર્ડ હોય મહિલા સશક્તિકરણ માટે કુટુંબ એ એક અનુકૂળ સાધન છે.
એમ્પાર્વમેન્ટ માટે સ્ત્રીઓની પસંદગી માટેના કારણો :
સ્ત્રીઓની પોતાની ઇચ્છા.
સ્ત્રીઓની ક્ષમતા વિકસાવવા.
કાર્યક્ષમતા સાથે અર્થપૂર્ણ જીવન જીવવામાં રસ.
લાઇફના દરેક સ્ટેજમાં વુમન એમ્પાર્વમેન્ટ થતું રેહવું જોઇએ.
બીજાને સપોર્ટ કરવા અને સમાજમાં નોંધપાત્ર ફાળો આપવા માટે મજબુત પોઝીશનની જરૂર Θ.
તે વુમન માટે સોસાયટીમાં દરેક તબક્કે સત્યોને ફેસ કરવા માટે અનીવાર્ય છે.
વુમન એમ્પાર્વમેન્ટ માટેની પુર્વ શરતો :
સોસિયલ, ઇકોનોમીકલ અને પોલીટીકલ જગ્યા ઓમાં એક્ટિવ પાર્ટીસીપેશન.
એમ્પાર્ટમેન્ટ માટેના નિર્ણય લેવાની ક્ષમતા.
ઇચ્છિત આદર.
સોસીયલ પ્રતિષ્ઠા.
નિર્ણય લેવામાં વુમન નું ઇનવોલ્વમેન્ટ.
એડવાનટેજીશ ઓફ વુમન એમ્પાર્વમેન્ટ :
મહિલાઓને આર્થિક સત્તા
વ્યાપક અર્થતંત્ર અને સામાજીક નીતિઓમાં મહિલાલક્ષી અભિગમકૃષિક્ષેત્રે મહિલા શ્રમજીવીઓને
લાભ મળે તેવા કાર્યક્રમોદા.ત. ડેરી વિકાસ, બાગાયત.
ઉધ્યોગો જેવા કે ઇલેક્ટ્રોનિક, ઇન્ફોરમેશન ટેકનોલેજી
હાઈ રિસ્ક પ્રેગનન્સી એ એવી ગર્ભાવસ્થા છે જેમાં માતા, ગર્ભસ્થ શિશુ અથવા બંનેને પ્રસૂતિ દરમિયાન અથવા તેની આસપાસ ગંભીર આરોગ્યની સમસ્યાઓ થવાની સંભાવના હોય છે.
હાઈ રિસ્ક પ્રેગનન્સી માટેના મુખ્ય જોખમકારક તત્વો (Risk Factors):
માતાની વય આધારિત જોખમ:
18 વર્ષથી ઓછી અથવા 35 વર્ષથી વધુ વયે ગર્ભાવસ્થા
18 વર્ષથી ઓછી વયે ગર્ભ રહેવું.
વાર্ধક્ય પ્રસૂતિ (Elderly primigravida)
માતાનું આરોગ્ય:
ડાયાબિટીસ (Diabetes mellitus)
હાઈ બ્લડ પ્રેશર / PIH / પ્રીએક્લેમ્પ્સિયા
થાયરોઈડના રોગો
હ્રદયરોગ, એસ્થમા, કિડની રોગો
એનિમિયા (હેમોગ્લોબિન < 7 gm%)
અગાઉની પ્રસૂતિનો ઇતિહાસ:
પહેલાનું સીઝેરિયન ઓપરેશન
મૃત જન્મ / મિસકેરેજ
ટવિન પ્રેગનન્સી અથવા મલ્ટિપલ ગર્ભ
Placenta previa અથવા Abruptio placenta
વર્તમાન ગર્ભાવસ્થા સાથે સંકળાયેલા જોખમો
નાળ બાહ્ય અવસ્થિત (Cord prolapse)
ઓલીગોહાઈડ્રેમ્નિયોસ / પૉલીહાઈડ્રેમ્નિયોસ
શિશુની ગતિ ન હોવી અથવા ઓછું હલન ચલન
Breech position
Growth restriction (IUGR)
Rh incompatibility
(૪) મેનોપોઝ
મેનોપોઝ
Definition : મેનોપોઝ એ મહિલાઓમાં માસિક ધર્મ (મેનસેસ) સ્થાયી રીતે બંધ થવાની અને ઉર્વરતાની (ફર્ટિલિટી) સમાપ્ત થવાની કુદરતી જૈવિક પ્રક્રિયા છે. જ્યારે મહિલાને સતત 12 મહિના સુધી માસિક ન આવે, ત્યારે તેને મેનોપોઝ ગણવામાં આવે છે. આ સામાન્ય રીતે 45 થી 55 વર્ષની ઉંમરે થાય છે.
મેનોપોઝ એટ્લે સ્ત્રીઓમા 40 થી 50 વર્ષ ની ઉંમરે માસીક રૂતુચક નો અંત થવો જેના કારણે સ્ત્રીઓ રીપ્રોડક્શન એબીલીટી ગુમાવે છે. તેને કોઇ ડીસઓર્ડર તરીકે ગણવામા આવતો નથી.
કારણો
ઇસ્ટ્રોજન નું ઓછું પ્રમાણ
લક્ષણો અને ચિહ્નો :
ઇરેગ્યુલર પીરેઅડ્સ
લોઅર ફર્ટીલીટી
એમોશનલ ચેન્જીસ
વજાયનલ ડ્રાયનેસ
હોટ ફ્લેશીસ
નાઇટ સ્વેટ્સ
ડીસ્ટર્લ્ડ સ્લીપ
યુરીનરી પ્રોબ્લેમ્સ
પ્રોબ્લેમ્સ ઓફ ફોકસીંગ એન્ડ લર્નીંગ
હેર લોસ એન્ડ થીનીંગ ઓફ હેર
ઇમ્પ્લીકેશન ઓફ મેનોપોઝ :
કાર્ડીઓ વાસ્ક્યુલર ડીસીઝ: ઇસ્ટ્રોજન લેવલ ઘટવાના કારણે કાર્ડીઓ વાસ્ક્યુલર ડીસીઝનો રીસ્ક વધી જાય છે.
ઓસ્ટીઓપોરોસીસ: મેનોપોઝ પછીના શરૂઆત ના થોડા વર્ષો મા બોન ડેન્સીટીમા જલ્દી થી ઘટાડો થતો જોવા મળે છે. લો બોન ડેન્સીટીના કારણે ઓસ્ટીઓપોરોસીસનો રીસ્ક વધી જાય છે.
યુરીનરી ઇનકોન્ટીનેન્સ : મેનોપોઝના કારણે વજાયના અને યુરેથા ની ટીશ્યુ
ઇલાસ્ટીસીટી ઓછી થતી જાય છે. તેના કારણે ફ્રીક્વન્ટ તથા સડન યુરીનેશન ની તક્લીફ જોવા મળે છે. તેના કારણે સ્ત્રીઓ મા કફીંગ, સ્નીઝીંગ, લાફીંગ વખતે ઇંવોલન્ટરી યુરીનેશનજોવા મળે છે.
બ્રેસ્ટ કેન્સર : મેનોપોઝ પછી સ્ત્રીઓમા બ્રેસ્ટ કેન્સરનો રીસ્ક વધી જાય છે.
પ્રશ્ન-5 વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12
(1) પ્લેસન્ટા પ્રિવિયા: પ્લેસેન્ટા પ્રીવીયા (Placenta Previa) એ એક ગર્ભાશયની સ્થિતિ છે, જેમાં પ્લેસેન્ટા ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયના નીચલા ભાગમાં સ્થિત થાય છે અને ગર્ભાશયના મોઢા (સર્વિક્સ)ને ઢાંકી દે છે અથવા સંપૂર્ણપણે. આ સ્થિતિ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના બીજા કે ત્રીજા ત્રિમાસિકમાં જાણી શકાય છે.
(૨) ફીટલ ડીસ્ટ્રેસ : ફીટલ ડીસ્ટ્રેસ(Fetal Distress) એ એક સ્થિતિ છે જ્યાં ગર્ભાવસ્થાના અથવા પ્રસૂતિના સમયમાં શિશુ પર તણાવ (stress) આવે છે અને શિશુના આરોગ્ય અને જીવન માટે ખતરો ઉભો થાય છે. આ પરિસ્થિતિમાં શિશુને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતું નથી.
(૩) મોલ્ડીંગ: મોલ્ડીંગ એ પ્રસવ પ્રક્રિયા દરમિયાન ભ્રૂણના ખોપડીના હાડકાંઓના એકબીજા પર સરકી જવાથી થતો આકારનો ફેરફાર છે, જે બાળકના માથાને જન્મ માર્ગમાંથી પસાર થવામાં મદદરૂપ થાય છે. આ કુદરતી અને તાત્કાલિક ફેરફાર છે, જે માત્ર ફેટલ સ્કલના હાડકાંઓ વચ્ચેની સ્યુચર્સ અને ફૉન્ટાનેલ્સના કારણે શક્ય બને છે.
(૪) એન્ટીપાર્ટમ હેમરેજ: પ્રેગન્સીના ૨૮ વીક બાદ જનાઈટલટ્રેકટ માથી થતા બિલ્ડીંગને એન્ટીપાર્ટમ હેમરેજ કહેવાય છે.૩ થી ૫% કેશોમાં એ.પી.એચ. જોવા મળે છે.એ.પી.એચ. નું પ્રમાણ પ્રાઈમીપારા કરતાં મલ્ટીપારામાં ત્રણ ગણું વધારે હોય છે.
એ.પી.એચ. ના કારણો
એ.પી.એચ. થવાના કારણો નીચે મુજબ છે
૧) પ્લેસંટલબ્લીડીંગ (૭૦%)
૨) એક્સ્ટ્રા પ્લેસંટલ કારણો (૫%)
૩) અનએપ્લેન (૨૫%)
(૫) એબોર્શન: 28 સગર્ભાવસ્થા દરમિયાન યુટરેસ્ટ માં આવેલ કન્સેપ્શન પ્રોડક્ટ નું પ્રિમેચ્યોર expulsion થાય તો તેને એબોર્શન કહે છે.
(૬) ડીસમેનોરીયા: ડિસ્મેનોરિયા (Dysmenorrhea) એ સ્ત્રીઓમાં માસિક ધર્મ (મેનસ્ટ્રુએશન) દરમિયાન અનુભવાતા દુખાવાને કહ્યું છે. આ દુખાવો સામાન્ય રીતે પેટે (ખાસ કરીને નીચલા પેટે) અને ક્યારેક કમરે અને થાઇમાં પણ અનુભવાય છે.
1.પ્રાથમિક ડિસ્મેનોરિયા (Primary Dysmenorrhea):
એ પીડા છે જે સામાન્ય રીતે માસિક ધર્મના શરૂ થવાના કેટલાક વર્ષો પછી શરૂ થાય છે.
આ પીડા હોર્મોન પ્રોસ્ટાગ્લાન્ડિનના વધારાના કારણે થાય છે, જે ગર્ભાશયના સંકોચનોને ઉત્તેજીત કરે છે.
સામાન્ય રીતે માસિક ધર્મની શરૂઆતના 1-2 દિવસ પહેલાં અથવા પ્રથમ દિવસે શરૂ થાય છે અને 2-3 દિવસ સુધી રહે છે.
2.દ્વિતીયક ડિસ્મેનોરિયા (Secondary Dysmenorrhea):
આ પીડા ક્યારેક કોઈક આઈજોગેનીક પરિસ્થિતિના કારણે થાય છે, જેમ કે એન્ડોમેટ્રિઓસિસ, ફાઇબ્રોઈડ, પેલ્વિક ઈન્ફ્લેમેટરી ડિસિઝ (PID) અથવા એડેનોમાયોસિસ.
એ પીડા છે જે સામાન્ય રીતે વધુ વયસ્ક સ્ત્રીઓમાં અને ખાસ કરીને 30-40ની વયમાં થાય છે.
(૭) લોકીયા:લોકીયા એ પ્રસુતિ પછીનો સ્નાયુઓમાંથી બહાર આવેલ રક્ત અને પેદા થયેલ અન્ય દ્રાવ્યનો મિશ્રણ છે. લોકીયા દ્રાવ્ય, સામાન્ય રીતે ત્રણથી ચાર સપ્તાહ સુધી ચાલે છે અને આ ગર્ભાવસ્થા પછી શારીરિક પુનઃસુસ્થાપનનો ભાગ છે.લોકીયા એ ગર્ભાશયમાંથી બહાર આવેલ રક્ત, સ્ત્રાવ અને ગર્ભાશયના મ્યુકસનું મિશ્રણ છે
લોકીયાના તબકકા:
લોકીયા રૂબ્રા (Lochia Rubra): પ્રથમ 3-4 દિવસોમાં જોવા મળે છે. આ સ્ત્રાવ તાજું લાલ અને ભારે હોય છે.
લોકીયા સેરા (Lochia Serosa): 4-10 દિવસ પછી, તે ગુલાબી અથવા તામબે રંગનું, ઓછું ભારે હોય છે.
લોકીયા અલ્બા (Lochia Alba): 10-15 દિવસ પછી, આ સ્ત્રાવ સફેદ, પીળો અથવા પેલો હોય છે અને વધુ સ્નિગ્ધ હોય છે.
(૮) બીચ પ્રેઝન્ટેશન: યુટરસના લોવર પાર્ટમાં ઓક્સિપુટના બદલે ફિટસના બટક્સ અને પગ હોય તેને બ્રીચ પ્રેઝેનટેશન કહે છે.