25/04/2024-CHILD HEALTH NURSING-ANM-FY-પેપર સોલ્યુશન નંબર-10

પેપર સોલ્યુશન નંબર-10-25/04/2024

25/04/2024

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) બાળકમાં થતા વૃધ્ધિ અને વિકાસ એટલે શું?03

વૃદ્ધિ

  • વૃદ્ધિ એટલે બાળકના કદ અથવા શરીરના ભાગોમાં ક્રમિક વધારો.
  • તે સૂચક છે એટલે કે શરીર, કદ, વજન વગેરેમાં વધારો.
  • તે માત્રાત્મક પ્રગતિ છે.
  • તે શારીરિક પરિવર્તન છે.
  • તે પ્રકૃતિમાં બાહ્ય છે ચોક્કસ તબક્કે અટકે છે.
  • તે શારીરિક પ્રગતિ છે.

વિકાસ

  • વિકાસ એટલે વિવિધ કુશળતા (ક્ષમતાઓ) નું પ્રગતિશીલ સંપાદન છે જેમ કે બોલવું, શીખવું, લાગણીઓને વ્યક્ત કરવું અને અન્ય લોકો સાથે સંબંધ બનાવવા.
  • ટૂંકમાં બાળકોમાં થતા કૌશલ્ય અને કાર્યશક્તિના વધારાને વિકાસ કહે છે.
  • તે સૂચક નથી.
  • તે ગુણાત્મક પ્રગતિ છે.
  • તે માનસિક પરિવર્તન છે.
  • તે આંતરિક પ્રકૃતિ છે.
  • તે સતત પ્રક્રિયા છે.
  • તેમાં સમજશક્તિમાં વધારો થાય છે.

(૨) ૦ થી ૧ વર્ષના બાળકનો વૃધ્ધિ વિકાસ જણાવો.04

૦ થી ૧ વર્ષના બાળકનો વૃદ્ધિ અને વિકાસ

૦ થી ૧ વર્ષના બાળકની વૃદ્ધિ

  • વજન : જન્મ સમયે પરિપક્વ બાળકનો વજન ૨.૫ kg થી ૩.૮ kg જેટલો હોય છે.
  • જન્મથી બમણો પાંચ મહિને
  • જન્મથી ત્રણ ગણો એક વર્ષે
  • લંબાઈ અથવા‌ ઊંચાઈ : ઊંચાઈમાં વધારો એ હાડકાની વૃદ્ધિ બતાવે છે.
  • ભારતમાં પરિપક્વ સમયે જન્મેલા બાળકની લંબાઈ 48 થી 50 સેન્ટીમીટર જેટલી હોય છે.
  • 50 cm – જન્મ સમયે
  • 60 cm – 3 મહિને
  • 70 cm – 9 મહિને
  • પ્રથમ વર્ષના અંતે તે 75 cm જેટલી હોય છે.
  • માથાનો ઘેરાવો : સામાન્ય રીતે નવજાત શિશનો માથાનો ઘેરાવો 35 cm જેટલો હોય છે.
  • 35 cm – જન્મ સમયે
  • 40 cm – 3 મહિને
  • 43 cm – 6 મહિને
  • પ્રથમ વર્ષના અંતે તે 45 cm જેટલો હોય છે.
  • છાતીનો ઘેરાવો : જન્મ સમયે તે માથાના ઘેરાવા કરતા 2 cm થી 5 cm ઓછું હોય છે.
  • 6 થી 8 મહિનાની ઉંમરે તે એક સરખું થાય છે.
  • બાવડાનો ઘેરાવો : સામાન્ય રીતે નવજાત શિશુનો જન્મ સમયનો બાવડાનો ઘેરાવો 11 cm થી 12 cm જેટલો હોય છે.
  • બાળકના પોષણ સ્તરને માપવામાં ઉપયોગમાં લેવાતો અગત્યનો આંક છે.
  • પ્રથમ વર્ષના અંતે તે 11.5 cm થી 15 cm જેટલો હોય છે.

૦ થી ૧ વર્ષના બાળકનો વિકાસ

  • જન્મથી એક વર્ષ સુધીના બાળકને ઇન્ફન્ટ કહે છે,આ તબક્કામાં વૃદ્ધિ અને વિકાસ ઘણો ઝડપી થાય છે.
  • આ સમયગાળા દરમિયાન બાળક પૂરી રીતે માતા પર આધારિત હોય છે.
  • આવશ્યક જરૂરિયાતો અને સારું ન્યુટ્રીશન ખુબ જ જરૂરી છે.
  • બાળકને છ માસ સુધી ફક્ત અને ફક્ત ધાવણ અને ત્યારબાદ પુરક પોષણ શરૂ કરવું જોઈએ.
  • માતાને બ્રેસ્ટ ફીડિંગનું મહત્વ, ટેકનિક અને બાળકોમાં જોવા મળતા અકસ્માતો વિશેની આ ગાળા દરમ્યાન ખાસ સમજણ આપવી જોઈએ.

(૩) વૃધ્ધિ વિકાસ પર અસર કરતાં પરિબળો જણાવો.05

બાળકના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો
( Factor affecting growth and development )

પ્રકૃતિ અને પોષણ બંને બાળકોના વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. તેમ છતાં જે પ્રકૃતિ દ્વારા સંપન્ન છે તે સ્થિર છે, તેમ છતાં પોષણથી પણ મોટો ફરક પડે છે. અહીં બાળકોના વૃદ્ધિ અને વિકાસને અસર કરતા કેટલાક પરિબળો છે.

1. આનુવંશિકતા ( hereditary )

  • આનુવંશિકતા એ માતા પિતા પાસેથી તેમના જનીનો દ્વારા બાળકોમાં શારીરિક લાક્ષણિકતાઓનું પ્રસારણ છે.
  • તે ઊંચાઈ, વજન, શરીરની રચના, આંખનો રંગ, વાળનો રંગ, બુદ્ધિ અને યોગ્યતા જેવા શારીરિક દેખાવના તમામ પાસાઓને પ્રભાવિત કરે છે.

2. પર્યાવરણ ( environment )

  • વાતાવરણ બાળકોના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તે બાળકને પ્રાપ્ત થતી શારીરિક અને માનસિક ઉત્તેજના રજૂ કરે છે.
  • જેમાં ઘર અને શાળાનું વાતાવરણ, ચોખ્ખાઈ, સૂર્યપ્રકાશ, પ્રદૂષણ, સ્વચ્છતા, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
  • એક સારી શાળા અને પ્રેમાળ કુટુંબ- બાળકોને કુશળ બનાવે છે.
  • તેવી જ રીતે તણાવ પૂર્ણ વાતાવરણમાં ઉછરેલા બાળકો માટે આ ખરેખર અલગ હશે.

3. પોષણ ( Nutrition )

  • પોષણ એ બુદ્ધિમાં એક નિર્ણાયક પરિબળ છે કારણ કે શરીરને નિર્માણ અને સમારકામ માટે જે બધું જરૂરી છે તે આપણે ખાધેલા ખોરાકમાંથી આવે છે.
  • કુપોષણ એ રોગોનું કારણ બની શકે છે જે બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે.
  • બીજી બાજુ, અતિશય આહારથી ડાયાબિટીઝ અને હૃદય રોગ જેવા રોગ અને લાંબાગાળે મેદસ્વીપણા અને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે.
  • મગજ અને શરીરના વિકાસ માટે વિટામીન, ખનીજો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબીવાળા સમતોલ આહાર જરૂરી છે.

4. જાતિ ( sex )

  • બાળકની જાતિ એ વૃદ્ધિ અને વિકાસને અસર કરતી મુખ્ય બીજી બાબત છે.
  • છોકરાઓ અને છોકરીઓ જુદી જુદી રીતે વધે છે, ખાસ કરીને તરુણાવસ્થાની નજીક છોકરાઓ છોકરીઓ કરતા ઊંચા અને શારીરિક રીતે મજબૂત હોય છે.
  • જોકે, કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓ ઝડપથી પુખ્ત વલણ ધરાવે છે.
  • તેમના શરીરની શારીરિક રચનામાં પણ તફાવત છે જે છોકરાઓને વધુ એથલેટીક બનાવે છે અને તે પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે.
  • તેમનો સ્વભાવ પણ બદલાય છે, જેનાથી તેઓ જુદી જુદી વસ્તુઓમાં રસ બતાવે છે.

5. હોર્મોન્સ ( Hormones )

  • અંતસ્ત્રાવ પ્રણાલીથી સંબંધિત છે અને આપણા શરીરના વિવિધ કાર્યોને પ્રભાવિત કરે છે.
  • તેઓ શરીરના કાર્યોને નિયંત્રિત કરતા હોર્મોન્સ સ્ત્રાવ કરવા માટે શરીરના ચોક્કસ ભાગોમાં સ્થિત વિવિધ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
  • બાળકોમાં સામાન્ય શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે તેમની સમયસર કામગીરી મહત્વપૂર્ણ છે.
  • હોર્મોન સ્ત્રાવ ગ્રંથિઓની કામગીરીમાં અસંતુલનના પરિણામે વૃદ્ધિની ખામી, જાડાપણું, વર્તણુકની સમસ્યાઓ અને અન્ય રોગો થઈ શકે છે.
  • તરુણાવસ્થા દરમિયાન ગોનાડ્સ સેક્સ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.
  • જે લિંગીક અંગોના વિકાસ અને છોકરાઓ અને છોકરીઓમાં જાતીય લાક્ષણિકતાઓના દેખાવને નિયંત્રિત કરે છે.

6. સામાજિક – આર્થિક સ્થિતિ ( socio – economic status )

  • કુટુંબની સામાજિક – આર્થિક સ્થિતિ બાળકને મળેલી તકની ગુણવત્તા નક્કી કરે છે.
  • વધુ સારી શાળાઓમાં અભ્યાસ કરવાથી ચોક્કસપણે લાંબા ગાળે લાભ થાય છે.
  • કુટુંબીઓ તેમના બાળકો માટે વધુ સારા શિક્ષણ સંસાધનો પણ પ્રદાન કરી શકે છે અને જો બાળકોને જરૂર હોય તો તેઓ વિશેષ સહાય લે છે.
  • ગરીબ પરિવારોના બાળકોને તેમની સંપૂર્ણ સંભાવના સુધી પહોંચવા માટે શૈક્ષણિક સંસાધનો અને સારા પોષણની જરૂરિયાતો સંતોષાતી નથી.
  • તેમની પાસે કાર્યકારી માતા-પિતા પણ હોઈ શકે છે જેઓ ઘણા કલાકો કામ કરે છે અને તેમના વિકાસમાં ગુણવત્તાવાળા સમયનું રોકાણ કરી શકતા નથી.

7. અધ્યયન અને મજબૂતીકરણ (learning and reinforcement)

  • ભણતરમાં માત્ર ભણતર કરતા ઘણું બધું સામેલ છે.
  • તે માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક રીતે બાળકના નિર્માણ સાથે પણ સંબંધિત છે જેથી તેઓ સમાજમાં સ્વસ્થ કાર્યાત્મક વ્યક્તિઓ તરીકે કાર્ય કરે.
  • આથી મગજનો વિકાસ થાય છે અને બાળક પરિપક્વતા મેળવી શકે છે.
  • મજબૂતીકરણ એ શીખવાનું એક ઘટક છે જ્યાં પ્રવૃત્તિ અથવા કસરતનું પુનરાવર્તન કરવામાં આવે છે અને શીખ્યા પાઠોને મજબૂત કરવામાં આવે છે.
  • તેથી જે પાઠ શીખવામાં આવે છે તે યોગ્ય પરિણામો પ્રાપ્ત થાય ત્યાં સુધી પુનરાવર્તિત કરવું પડે છે.

અથવા

(૧) રસીકરણ એટલે શું?03

રસીકરણ

  • રસીકરણ એ બાળપણમાં રસીથી નિવારી શકાતા રોગો માટેની એક સૌથી સુરક્ષિત અને અસરકારક પદ્ધતિ છે.
  • સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP) હેઠળ, રસીઓથી નિવારી શકાતા રોગો (VPDs) થતા અટકાવવા અને તેના પર નિયંત્રણ મેળવવામાં ઘણી સફળતા મળી છે.
  • તમામ પ્રકારના VPDs માં હજુ પણ ઘટાડો કરવા અને અંકુશ મેળવવા ધનુર અને પોલિયો નાબૂદ કરવા માટે રસીકરણ કાર્યક્રમને ઉચ્ચ અગ્રતા આપી સુદ્રઢ બનાવવો જરૂરી છે.
  • રોગ થાય તે પહેલા જ તેને નિવારવા માટેના પગલાં લેવાથી નાણા, શક્તિ અને જીવન ત્રણેય બચે છે.
  • બાળકના જીવન માટે રસીકરણ ખૂબ જ મહત્વનું છે.
  • નવજાત શિશુઓને VPDs થી બચાવીને રસીઓ નવજાત શિશુઓને થતી બીમારીઓ અને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
  • રસીકરણથી કુટુંબોને પૂરી પાડવામાં આવતી બાળ સુરક્ષાને કારણે જન્મદર પણ નીચો લાવી શકાય છે.

(૨) રાષ્ટ્રીય રસીકરણ પત્રક વર્ણવો.04

(૩) સાર્વત્રીક રસીકરણમાં એ.એન.એમ તરીકે તમારી જવાબદારીઓ લખો.05

🔸રસીકરણ માટેનું આયોજન

  • આંગણવાડી કાર્યકર અને આશાની સહાયથી આપના વિસ્તારમાં તમામ માતાઓ અને બાળકોની ગણતરી કરો.
  • તમામ ગામો અને ફળિયા સહિત, પેટા કેન્દ્રના વિસ્તારનો નકશો તૈયાર કરો.
  • ફિમેલ હેલ્થ વર્કર અને આંગણવાડી કાર્યકરની મદદથી પેટા કેન્દ્રનો માઇક્રોપ્લાન તૈયાર કરો.
  • આંગણવાડી કાર્યકર, આશા અને નવજાત શિશુઓના જન્મની માહિતી રાખવી, અન્ય વ્યક્તિઓને પૂછીને લાભાર્થીઓની યાદી તૈયાર કરવી.
  • કુટુંબને રસીકરણ અપનાવવા માટે પ્રેરિત કરવા.
  • આશા, આંગણવાડી કાર્યકરો, પંચાયતના સભ્યો અને શાળાના શિક્ષકોની સહાય લો.
  • રસીકરણ માટેના સેશનના સમય અને સ્થળની જાણ કુટુંબોને કરી, રસી આપવાના સ્થળે આવવા તૈયાર કરો.

🔸રસી આપવાના સ્થળે કોલ્ડ ચેઈન જાળવવી

  • રસી આપવાના સ્થળે રસીઓ વેક્સિન કેરિયરમાં ચાર કન્ડિશન્ડ આઈસ પેકમાં લાવવામાં આવે તે જોવું.
  • વેક્સિન કેરિયર છાયડામાં રાખવામાં આવે અને તે વારંવાર ખોલવામાં ન આવે તેનું ધ્યાન રાખો.
  • વાયલને ઉપયોગમાં લેતા પહેલા તેની એક્સપાયરી ડેટ અને વીવીએમ(VVM) તપાસો.
  • T – સીરીઝ, IPV અને HEP – B ની રસીઓ થીજી ન હોય તેની ખાતરી કરો.

🔸રસીકરણ સેશન કાર્યાન્વિત કરવું

  • સેશનમાં ઉપયોગમાં લેવાની રસીઓ અને જરૂરી દવાઓ સાથે મમતા દિવસમાં હાજરી આપો.
  • ઈજાની સંભાવનાઓ ઘટાડવા માટે રસી આપવાનું યોગ્ય સ્થળ ઊભું કરો.
  • બાળકના રસીકરણના રેકોર્ડ અને ઉંમરની ખરાઈ કરો.
  • કોઈ વિપરીત લક્ષણો હોય તો તપાસો.
  • કઈ રસી આપવાની છે, અને તેનાથી કયો રોગ નિવારી શકાશે તે સમજાવો.
  • દરેક ઇન્જેક્શન માટે ઓટો ડિસેબલ સિરીંજનો ઉપયોગ કરો.
  • રીકોન્સ્ટિટ્યૂશન કર્યા બાદ તારીખ અને સમય લખવા.
  • રસી આપવા માટે બાળકને યોગ્ય સ્થિતિમાં રાખવામાં સહાય કરો.
  • કઈ રસી મૂકવામાં આવી રહી છે, તેની જાણ લાભાર્થીના માતા પિતાને કરવી.
  • સાચી પદ્ધતિથી રસી મૂકો.
  • રસી મૂક્યા પછી થતી સામાન્ય આડઅસરોની સમજ કુટુંબમાં બાળકની સંભાળ લેતી વ્યક્તિને આપો અને તેનો ઉપાય સમજાવો.
  • રસી મૂક્યા પછી કોઈ આડઅસરો થાય છે કે નહીં તે જોવા માટે લાભાર્થીને અડધો કલાક કેન્દ્રમાં જ રોકાવા જણાવો.
  • ફરી ક્યારે મુલાકાત લેવાની છે, તે જણાવો અને મમતા કાર્ડ સાથે લઈને આવવાનું કહો.
  • વપરાયેલી નીડલ્સ અને સિરીંજો એકઠી કરો અને ગાઇડલાઇન મુજબ સલામત રીતે નિકાલ કરો.

🔸ડ્રોપ આઉટનો રેકોર્ડ રાખવો, તે અંગે જાણ કરવી અને ડ્રોપ આઉટના કેસો શોધી કાઢવા

  • રસી મૂકવામાં આવી હોય તેવા તમામ લાભાર્થીઓનું રેકોર્ડ, અરક્ષિત બાળકોની યાદી, ટેલી શીટ અને મમતા કાર્ડમાં રાખો.
  • કાર્ડમાં રસી આપવાની હવે પછીની તારીખ લખો અને વાલીઓને તેની જાણ કરો.
  • લિસ્ટની એક નકલ આંગણવાડી કાર્યકર અને આશાને પણ આપો જેથી તેઓ લાભાર્થીને શોધી શકે.
  • પેટા કેન્દ્ર ખાતે કેટલી વ્યક્તિઓને રસી આપવામાં આવી તેના પર દેખરેખ રાખતો ચાર્ટ રાખો.
  • ટીબી, ડીપ્થેરિયા, ઊંટાટીયુ, નીયોનેતલ ટીટેનસ, ઓરી અને એક્યુટ ફ્લેસીડ પેરાલીસીસના તમામ શંકાસ્પદ કેસોની તબીબી અધિકારીને જાણ કરો.
  • રસી મૂકવાથી થઈ શકે તેવી તમામ આડરઅસરોની જાણ કરો.

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) શાળાનું વાતાવરણ આરોગ્યપ્રદ રહે તે માટે શાળાના ધારા ધોરણો જણાવો.08

શાળામાં દરેક બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે. બાળકના સામાન્ય વૃધ્ધિ અને વિકાસ માટે તથા તેની તંદુરસ્તી માટે શાળાનું વાતાવરણ આરોગ્યપ્રદ, સ્વચ્છ અને લાગણીશીલ હોય એ જરૂરી છે.

શાળાનું વાતાવરણ આરોગ્યપ્રદ રહે તે માટે શાળાના અમુક ધારાધોરણ હોય છે, જે નીચે મુજબ છે.

સ્થળ (Location)

  • શાળાની જગ્યાની પસંદગી એવી હોવી જોઈએ કે જયાં શાંત
  • વાતાવરણ હોય, રેલ્વેનાં પાટા, મોટા ઉધ્યોગો, ફેક્ટરી અને અતિ વ્યસ્ત રોડ કે જ્યા હવા. પાણી કે અવાજનું પ્રદુષણન હોય.

જગ્યા (site)

  • શાળાની જગ્યાની પસંદગી એવી હોવી જોઈએ કે ઉચાઈમાં કે ખાડામાં કે ભીનાશ વાળી જગ્યા ન હોવી જોઈએ.
  • બાળકો માટે રમત ગમતનું મેદાનઅને પાર્કિંગની સુવિધા હોવી જોઇએ.

બંધારણ (structure)

  • શાળા શકય હોય ત્યાં સુધી એક જ માળની હોવી જોઇએ
  • બહારની દીવાલની જાડાઇ ૧૦ ઇંચની હોવી જોઈએ.
  • ગરમીથી બાળકોનું રક્ષણ થઈ શકે તેવું બાંધકામ હોવું જોઈએ.

વર્ગખંડ (Classroom)

  • ક્લાસરૂમ હવા ઉજાસ વાળો તથા પુરતા વેન્ટીલેશન વાળો હોવો જોઇએ.
  • એક ક્લાસરૂમમાં વધુમાં વધુ ૪૦ બાળકો જ હોવા જોઇએ.

સાધન સામગ્રી (Furniture)

  • વિધાર્થીની ઉંમરને અનુરૂપ સાધન સામગ્રી હોવું જોઈએ.
  • બાળકનો કમ્ફર્ટ અને એનાટોમીકલ પોસ્ચર જળવાઇ રહે તેવી બેઠક વ્યવસ્થા હોવી જોઇએ.
  • સારી રીતે બાળક લખી અને વાચી શકે તેવી સગવડતા હોવી જોઇએ.

બારી બારણા (doors & Windows)

  • બારણા પહોળા અને ૬ ફુટ ઉંચા હોવા જોઈએ.
  • બારીની ઉંચાઇ 3 થી 4 ફુટ હોવી જોઇએ.
  • બારી અને બારણા એક બીજાની સામે સામે હોવા જોઇએ જેથી હવાની અવર જવર થઇ શકે. તેની જગ્યા કુલ જમીનના 25% જેટલી હોવી જોઈએ.

રંગરોગાન (Colure)

  • દીવાલ અને બારી બારણાનો રંગ આંછો અને આંખોને ગમે તેવો હોવો જોઇએ. ધાટો અને ચમકદાર ન હોવો જોઈએ.

પ્રકાશ (Lighting)

  • કલાસરૂમમાં કુદરતી પ્રકાશ આવવો જોઈએ.
  • પ્રકાશ પાછળના ભાગમાંથી આવવો જોઈએ.
  • ક્લાસરૂમમાં પુરતાં પ્રમાણમાં ઇલેક્ટ્રિક લાઇટની વ્યવસ્થા હોવી જોઇએ.

પાણી પુરવઠો (Water Supply):

  • શાળામાં શુદ્ધ પીવાનાં પાણીની તથા પુરતા પ્રમાણમા વાપરવાના પાણીની સગવડતા પોતાની હોવી જોઈએ.

સંડાસ બાથરૂમ

  • શાળામાં દર 100 વિદ્યાર્થી દીઠ એક યુરીનલ અને 60 વિદ્યાર્થી દીઠ એક સંડાસ હોવું જોઇએ. આ ઉપરાંત સેનીટેશન ની દેખરેખ સમયાંતરે થવી જોઇએ.

ચોખ્ખાઇ અને સ્વચ્છતા (Cleanliness)

  • શાળાનાં વર્ગ ખંડની રોજ એક વખત અને
  • સંડાસ બાથરરૂમની રોજ બે વખત સફાય થવી જોઇયે.

પોષણ સેવાઓ (Nutritional services)

  • શાળામાં આરોગ્યપ્રદ આહારની વ્યવસ્થા હોવી જોઇએ જેવુ કે મધ્યાહન ભોજન, અને તેની વખતો વખત તપાસ થવી જોઇએ.

આરોગ્ય સેવાઓ (Health services)

  • શાળામાં શિક્ષક દ્વારા બાળકના આરોગ્યની રોજ તપાસ થવી જોઇએ. તેમજ સમયાંતરે ડોક્ટર તથા આરોગ્ય કાર્યકર દ્વારા પણ તપાસ અને સારવાર થવી જોઇએ, જરૂરિયાત વાળા બાળકોમાં સંદર્ભ સેવાઓની પણ વ્યવસ્થા હોવી જોઇએ.
  • દીવ્યાંગ બાળકો માટે અલગ થી બેઠક વ્યવસ્થા, સંડાસ બાથરૂમ, અને બીજી દરેક પ્રાકાર ની વિશેષ સુવિધાઓ હોવી જોઇએ.

(૨) બ્રેસ્ટ ફીડીંગના ફાયદાઓ જણાવો.04

બ્રેસ્ટ-ફીડિંગ ના ફાયદા

બ્રેસ્ટ-ફીડિંગ થી બાળકને થતા ફાયદા

  • બ્રેસ્ટ-મિલ્કમાં પ્રમાણમાં અને યોગ્ય માત્રામાં બાળકને જરૂરી એવા તમામ પોષક તત્વો હોય છે, જે બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.
  • બ્રેસ્ટ મિલ્ક જંતુ મુક્ત ચોખ્ખો ખોરાક છે, જેમાં કોઈ પ્રિપેરેશનની જરૂરિયાત હોતી નથી તે બાળકની જરૂરીયાત મુજબ કોઈપણ સમયે મળી રહે છે.
  • બ્રેસ્ટ મિલ્ક નું તાપમાન થોડું હુંફાળું હોય છે, જે બાળકમાં hypothermia ને પ્રિવેન્ટ કરે છે.
  • તે સહેલાઈથી પચી જાય તેવું છે.
  • Breast milk પ્રોટેક્ટિવ વેલ્યુ ધરાવે છે, જે બાળકમાં થતાં 6| ટ્રેકના ઇન્ફેક્શન, રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શન, એલર્જી, અસ્થમા જેવા રોગ સામે રક્ષણ આપે છે.
  • એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડીંગ આપવાથી બાળકમાં બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, કોલાઇટિસ, અને દાંતના રોગો સામે રક્ષણ આપે છે.
  • એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના લીધે માતા અને બાળક વચ્ચેનો ઈમોશનલ બોન્ડીંગ સારું થાય છે.

માતાને થતા ફાયદા

  • બ્રેસ્ટ ફીડિંગ થી PPH (પ્રસુતી પછી રક્ત સ્ત્રાવ) ની શક્યતા ઘટે છે, અને uterus involution સારી રીતે થાય છે. જેથી માતામાં થતા એનિમીયાને નિવારી શકાય છે.
  • માતાને ઈમોશનલ સેટીસ્ફેકશન મળે છે.
  • માતાને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર થવાની સંભાવના ઘટે છે.
  • lactation amenorrhea ના લીધે iron સ્ટોર કરવામાં મદદ મળે છે.
  • માતા બાળકને ટૂંકા સમયમાં તાજો અને તૈયાર ખોરાક આપી શકે છે.
  • તે ગર્ભ નીરોધક તરીકે પણ કામ કરે છે એકક્સક્લુઝિવ બ્રેસ્ટ-ફીડિંગના કારણે માતા પ્રેગ્નન્સી ને પ્રિવેન્ટ કરી શકે છે.તે મેસ્વિતા ઘટાડે છે.

પરિવારને થતા ફાયદા

  • બ્રેસ્ટ-ફીડિંગ પરિવારનો સમય અને ઉર્જા બચાવે છે. તદુપરાંત તેના માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી.
  • એક્સક્લુઝિવ બ્રેસ્ટ-ફીડિંગ લેતું બાળક બીમાર પડતું નથી, જેથી hospitalization ની જરૂર પડતી નથી.
  • પરિવારમાં લાગણીસભર વાતાવરણ ઉભુ થાય છે.
  • આમ તે બાળક, માતા, પરિવાર અને સમુદાય માટે ખુબજ ફાયદાકારક છે.

અથવા

(૧) જન્મ સમયે આવશ્યક તૈયારીઓ અને સામાન્ય નવજાત શિશુંની તાત્કાલિક સંભાળ વિશે લખો.08

જન્મ માટેની આવશ્યક તૈયારીઓ

  • 25° સે કે તેથી વધુ ઉષ્ણતાપમાન વાળો હુંફાળૉ રૂમ.
  • કોરી સ્વચ્છ હુંફાળી પ્રસુતિ માટેની જગ્યા.
  • રેડીયન્ટ વોર્મર અથવા 200 વોટનો બલ્બ જો શક્ય હોય તો
  • બે સ્વચ્છ હુંફાળા કાપડના ટુકડા.
  • વિંટો વાળેલો જાડો કાપડનો ટુકડો.
  • નવજાત શિશુ માટેનો આપમેળે કુલે તેવી રબર/ પ્લાસ્ટીક બેગ(Ambu’s bag)
  • ‘1’ અથવા ‘0’ સાઈઝ ના બાળકો માટેના માસ્ક, ‘1’ સાઈઝના માસ્ક સામાન્ય વજનવાળા બાળક માટે, અને’ 0′ સાઈઝના માસ્ક ઓછા વજનવાળા બાળક માટે.
  • સકસન મશીન, મ્યુકસ સકર
  • ઓક્સિજન,
  • સેકંડ કાંટાવાળી ઘડિયાળ,
  • પ્રસુતીમા વપરાતા સાધનો (જંતુ મુક્ત કરેલા)
  • તાત્કાલીક સારવારમાં લેવાતી દવાઓ અને ઇંજેક્શન.

તાત્કાલિક નવજાત શિશુની સંભાળ

  • જન્મનો સમય મોટેથી બોલો.
  • બાળકના જન્મ પછી તરત જ તેને હૂંફાળા, ચોખા અને કોરા ટુવાલ અથવા કપડા માં વીટોડીને માતાની છાતી અને પેટ પર મૂકો. (બે સ્તનની વચ્ચે)
  • યાદ રાખો કે શક્ય હોય ત્યાં સુધી બાળકને માતાથી અલગ કરવાનું નથી.
  • નાળ બાંધીને કાપતા પહેલા કોડના ધબકારા બંધ થવાની રાહ જુઓ.
  • તરત જ બાળકને હુંફાળા,ચોખા, કોરા કપડાથી કોરું કરો, બંને આંખ લુછો.
  • કોરું કરતી વખતે બાળકના શ્વાસોશ્વાસની ચકાસણી કરો.
  • જંતુમુક્ત કરેલ ગોઝના ટુકડાથી બંને આંખો લુછી લો.
  • બાળકને માતાના બંને સ્તન વચ્ચે મૂકીને ચામડીથી સ્પર્શની સંભાળ શરૂ કરો.
  • બાળક પર ઓળખ પત્ર લગાડો.
  • ટોપી વડે બાળકનું માથું ઢાંકી દો, માતા અને બાળકની હુંફાળા કપડા વડે વીંટાળી દો.
  • જો હજુ સુધી નવજાત બાળકે સ્તનપાન લેવાનું શરૂ ન કર્યું હોય તો માતાને પ્રોત્સાહિત કરો અને યોગ્ય પદ્ધતિથી પ્રયત્ન કરાવો.
  • જો બાળક બરાબર શ્વાસ ન લેતું હોય અથવા રડતું ન હોય તો પછી પુનર્વસન માટેની ક્રિયા શરૂ કરો.

(૨) બ્રેસ્ટ ફીડીંગની લેવાની અને વળગાડવાની રીતો વર્ણવો.04

બાળક ધવડાવતી વખતે લેવાની અને પકડવાની સાચી રીત :

  • બાળકનું માથુ અને શરીર સીધા હોય.
  • બાળકનું નાક માતાની બ્રેસ્ટ સામે હોય
  • બાળકનું શરીર માતાના શરીરથી ખુબ નજીક (અડકેલુ) હોય.
  • બાળકના આખા શરીર ને આધાર મળતો હોય.

બાળક યોગ્ય રીતે વળગેલ છે તે માટેના ચાર લક્ષણો.

  1. સ્તનને અડતી બાળકની દાઢી (સ્તનની ખુબ નજીક)
  2. બાળકની પહોળી હો કાડ.
  3. બહારની તરફ વળેલો બાળકનો નીચલો હોઠ.
  4. ડીંટડીની આસપાસની કાળી ચામડી (એરિઓલા) બાળકના મહોની ઉપરથી વધુ દેખાય નીચેથી નહી.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે) 6X2=12

(1) તરૂણાવસ્થામાં જોવા મળતો શારીરિક વિકાસ વર્ણવો.

🔸તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક વિકાસ

  • શારીરિક વિકાસ ઝડપી અને આશ્ચર્યજનક થાય તે તરુણાવસ્થાની લાક્ષણિકતા છે.
  • જેમાં જાતિય ફેરફારોનો સમાવેશ પણ થાય છે.
  • આ અવસ્થામાં શરીરમાં જનનાંગો સહિત લગભગ તમામ અંગોમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવા ફેરફારો થવા લાગે છે.
  • તેથી શારીરિક દેખાવ અને આકાર પણ ઝડપથી બદલાય છે.

🔸તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં થતો શારીરિક વિકાસ :

  • શરીરના દરેક અંગમાં વિકાસ થાય છે.
  • સ્નાયુઓ વધારે મજબૂત બને.
  • ચામડી તૈલી બને.
  • ખભા પહોળા થાય.
  • અવાજ ઘાટો થાય.
  • છાતી, બગલ, પ્યુબિક એરિયામાં વાળ આવે અને દાઢી મુછ આવવાની શરૂઆત થાય.
  • પેનીશ અને ટેસ્ટીસ મોટા થાય છે.
  • વિર્યનુ ઉત્પાદન શરૂ થાય અને વીર્યાસ્ખલનની શરૂઆત થાય.

🔸તરુણાવસ્થા દરમિયાન છોકરીઓના શરીરમાં થતો વિકાસ :

  • શરીરના દરેક અંગમાં વિકાસ થાય.
  • સ્તનનો વિકાસ થાય.
  • ચામડી તૈલી બને.
  • સાથળ અને હિપનો ભાગ પહોળો થાય.
  • અવાજ તીણો થાય.
  • બગલ અને પ્યુબીક એરિયામાં વાળ આવે.
  • બહારના જાતીય અવયવો મોટા થતા જણાય.
  • ઓવ્યુલેસનની શરૂઆત થાય અને માસિક સ્ત્રાવની શરૂઆત થાય.

(૨) માસીકચક સમયની સારસંભાળ વિશે લખો.

માસીકચક સમયની સારસંભાળ

માસિક આવવું એક સામાન્ય પ્રક્રીયા છે.સામાન્ય રીતે કિશોરીઓ અને સ્ત્રીઓમાં તે દર મહીને આવે છે.આ સમયગાળા દરમિયાન ચોખ્ખાઇ રાખવી અત્યંત આવશ્યક છે.

માસિકસ્ત્રાવ દરમિયાન ચોખ્ખાઇ માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા:

  • માસિકસ્ત્રાવના સમયગાળા દરમિયાન દિવસમાં ઓછામાં ઓછુ એક વખત નહાવું. હુફાળા પાણીથી નહાવાથી શરીર હળવું થાય છે.
  • માસિકસ્ત્રાવ દરમિયાન પ્રજનનતંત્રની બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે. જેથી નહાતી વખતે અને પેડ બદલતી વખતે જનનગોની યોગ્ય રીતે સફાઇ કરવી
  • માસિકસ્રાવનુ લોહી શોષવા માટે ચોખ્ખા સુતરાઉ કાપડને ગડી વાડીને પેડ બનાવવું અથવા સેનિટરી નેપ્કિન કે બજારમાં મળતા તૈયાર પેડનો ઉપયોગ કરવો.
  • આવા કપડા, પેડ કે સેનીટરી નેપ્કિનને શરુઆતનાં દીવસો માં ત્રણ થી પાંચ વખત અને પછી બે થી ત્રણ વખત બદલવા.
  • કપડાને સાબુ થી ધોયા બાદ તડકામાં વધારે સમય સુધી સુકવો. આવા કપડાનો ઉપયોગ પાંચ થી સાત વખત કરી ફેકી દો.
  • કાપડ, સેનિટરી નેપ્કિન કે પેડનાં વપરાશ પછી તેનો યોગ્ય નીકાલ કરો, તેને જમીનમાં દાંટી દો અથવા ઇન્સીનરેટરમાં સળગાવી શકાય છે.

(3) રમત અને રમકડાંનું મહત્વ વર્ણવો.

બાળકોમાં રમકડાનું મહત્વ

1. શારીરિક વિકાસ માટે

  • રમકડાં જેવી કે બોલ, ટ્રાઇસિકલ, પઝલ પ્લેંગથી મોટર સ્કિલ્સ વિકાસ પામે છે.
  • આંખ અને હાથ વચ્ચેના સમન્વય (eye-hand coordination)માં સુધારો થાય છે.
  • રમતી વખતે બાળક ઊભું રહેવું, ચાલવું, દોડવું શીખે છે – જેને કારણે કોષ્ટકો મજબૂત બને છે.

2. માનસિક વિકાસ માટે

  • પઝલ, બ્લોક્સ, એબેકસ જેવા રમકડાં વિચારીને રમવા પ્રેરણા આપે છે.
  • રમત દરમિયાન બાળક સંખ્યા, આકાર, રંગ વગેરે ઓળખે છે.
  • રમકડાં દ્વારા સમસ્યા હલ કરવાની ક્ષમતા (problem-solving ability) વિકસે છે.

3. ભાષા વિકાસ માટે

  • રોલ-પ્લે ટોય્સ (જેમ કે ડૉક્ટર કિટ, કિચન સેટ) દ્વારા બાળકે વાર્તાલાપ અને ભાવ ભાવનાઓ વ્યક્ત કરવી શીખે છે.
  • રમતી વખતે બાળક અન્ય બાળકો સાથે સંવાદ કરે છે, જેનાથી શબ્દભંડોળ વધે છે.

4. સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે

  • જૂથમાં રમવાથી સહકાર, શિસ્ત અને શ્રદ્ધાની ભાવના વિકસે છે.
  • રોલ પ્લે રમકડાંમાં બાળક વિવિધ ભૂમિકા ભજવે છે – જેને કારણે ઈમ્પેથી અને ભાવનાત્મક બુદ્ધિ વિકસે છે.
  • હાર-જીત સ્વીકારવી શીખે છે – જેનાથી સંયમ અને ધીરજ વિકસે છે.

5. સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ માટે

  • મોડેલિંગ, પેઇન્ટિંગ કીટ્સ, કન્સ્ટ્રક્શન ટોઈઝથી બાળકની કલ્પનાશક્તિનો વિકાસ થાય છે.
  • પોતે નવું બનાવવાનું અને શોધવાનું શીખે છે.

પ્રશ્ન-૪ દુક નોંધ લખો. (કોઈપણ ત્રણ)12

(1) બેબી કેન્ડલી હોસ્પિટલ ઈનીસિયેટીવ.

  • સ્તનપાન ને પ્રોત્સાહન આપવા માટે યુનિસેફ અને WHO એ ૧૨ દેશોની આગેવાનીમાં બાળ મિત્ર હોસ્પિટલ ( BFHI – baby friendly hospital initiative) ની પહેલ કરી.
  • 1992 માં આ પ્રોગ્રામ ચાલુ થયો અને 1993માં સુધીમાં તે 171 દેશોમાં ફેલાયો.
  • 1995 માં ભારતે આ કાર્યક્રમનો સ્વીકાર કર્યો અને 1998 માં આવા દવાખાનાની સંખ્યા 1372 જેટલી થઈ.
  • કોઈપણ દવાખાનાને બાળ મિત્ર દવાખાનું જાહેર કરવા માટે બી.એફ.એચની નીતિના 10 પગલાં અનુસરવા જરૂરી છે.
  • આ 10 પગલાની નિયમિત ચકાસણી કરવામાં આવે છે.

🔸આ પગલાં નીચે મુજબ છે:

  • સ્તનપાનની લેખિત માહિતી હોવી જોઈએ, જેના વિશે બધા જ કર્મચારીઓ માહિતગાર હોવા જોઈએ.
  • અને તેના અમલ માટે બધા જ આરોગ્ય કર્મચારીઓને જરૂરી કૌશલ્યલક્ષી તાલીમ આપવી જોઈએ.
  • બધી જ સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનના ફાયદા અને તે કેવી રીતે સફળ બનાવી શકાય તે જણાવો.
  • જન્મ પછી એક કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવામાં માતાને મદદ કરો.
  • સ્તનપાન કેવી રીતે કરાવવું અને શિશુથી અલગ રહેવું પડે ત્યારે ધાવણ કેવી રીતે આપવું તે માતાને જણાવો.
  • તબીબી સુચના સિવાય નવજાત શિશુને ધાવણ સિવાય અન્ય પ્રવાહી ખોરાક આપવા નહીં.
  • માતાને બાળક સાથે 24 કલાક રહેવા દેવા.
  • બાળક માંગે તેમ ધવડાવવા માટે માતાને પ્રોત્સાહિત કરો.
  • સ્તનપાન કરતા શિશુને કોઈપણ જાતની કૃત્રિમ ટોટી, ધવણી કે ચુસણી આપવી નહીં.
  • દવાખાનેથી રજા આપ્યા બાદ માતાને મદદરૂપ થવા માટે સ્તનપાનને સમર્થન આપતા ગ્રુપની રચના કરો.

(૨) કોમ્પ્લીમેન્ટરી ફીડીંગ

કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ (complementary feeding)

  • ૬ મહિના સુધી બાળકને માત્રને માત્ર માતાનું ધાવણ આપવામાં આવે છે તેને “એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ” કહે છે.

Definition : ૬ મહિના પછી બાળકને બ્રેસ્ટ ફીડીંગની સાથે સાથે ફેમિલીના રૂટીન ખોરાક આપવાની શરૂઆત કરવામાં આવે છે, એટલે કે છ માસ બાદ સ્તનપાનની સાથે અપાતા ખોરાકને ઉપરી આહાર(complementary feeding) કહે છે.

  • છ મહિના બાદ ફક્ત એકલા માતાનું દૂધ શિશુની પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતું નથી અને તેથી માતાના દૂધની સાથે અન્ય ખોરાક અને પ્રવાહીની જરૂર પડે છે.

🔸ઉપરી આહાર (complimentary feeding) કેવો હોવો જોઈએ

  • શક્તિથી ભરપૂર હોય, જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન,ફેટ અને બાળકોને જરૂરી એવા તમામ પ્રકારના પોષકતત્વો હોવા જોઈએ.
  • સારી ગુણવત્તાવાળો અને ચોખ્ખો હોવો જોઈએ.
  • બાળક સહેલાઈથી ગળી શકે તેવો નરમ હોવો જોઈએ.
  • બનાવવામાં સરળ અને સહેલાઈથી પચે એવો હોવો જોઈએ.
  • હાનિકારક તત્વો અને કેમિકલ ન હોવા જોઈએ.
  • સ્થાનિક વિસ્તારમાં સહેલાઈથી મળતો હોવો જોઈએ.

(૩) કાંગારૂ મધર કેર

કાંગારૂ મધર કેર(KMC)

Definition :

જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોને વિશિષ્ટ રીતે સંભાળ માપવાની પદ્ધતિને કાંગારું મધર કેર કહે છે. તેનાથી બાળક અને માતા બંનેના આરોગ્ય સુધરે છે, અસરકારક રીતે ઉષ્ણ તાપમાનનું નિયમન થઈ શકે છે, સ્તનપાન, ચેપની અટકાયત, વજનમાં ખૂબ વધારો અને માતા અને બાળકનો મમતા સેતુ બંધાઈ રહે છે.

🔸કાંગારૂ મધર કેરના પાસાઓ

  • ચામડીથી ચામડીનો સ્પર્શ
  • ફક્ત સ્તનપાન

🔸કાંગારૂ મધર કેરના ફાયદા

  • બાળકના શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાળકને ઠંડુ પડી જવાનું જોખમ ઓછું થઈ જાય છે.
  • સ્તનપાન કરાવવાનું પ્રમાણ વધી જાય છે જેથી વજનમાં વધારો થાય છે.
  • આરોગ્ય સુવિધાથી વહેલા રજા આપી શકાય છે.
  • શ્વાસની તકલીફ અને ચેપ જેવી બીમારીઓનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  • માનસિક તણાવ માતા અને બાળક બંનેમાં ઓછો થાય છે.
  • બાળક અને માતા વચ્ચે મમતાનો સેતુ સારી રીતે બંધાઈ રહે છે.

🔸કાંગારૂ મધર કેર કોને આપી શકાય

  • કાંગારૂ મધર કેર દરેક બાળકને આપી શકાય છે.
  • ઓછા વજનવાળા બાળક માટે તે વધુ જરૂરી અને અસરકારક છે.
  • ગંભીર રીતે બીમાર બાળકને પહેલા સારવાર આપવી જરૂરી છે, તેની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ આરોગ્ય કર્મચારીની દેખરેખ હેઠળ બીમાર બાળકને પણ કાંગારુ મધર કેર આપી શકાય છે.

🔸કાંગારૂ મધર કેર આપવાની રીત

  • બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઊભું રહે તે રીતે ગોઠવો.
  • બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડું ઊંચું રાખો જેથી તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે. બાળકના બંને પગ એવી રીતે ગોઠવો જેથી તે દેડકા જેવી સ્થિતિમાં રહે અને બંને હાથ પણ ઉપર તરફ ગોઠવા.
  • બાળકનું પેટ માતાના પેટને સ્પર્શે તે સ્થિતિએ બાળકને ગોઠવો.
  • માતાના શ્વાસોચ્છવાસથી બાળકના શ્વાસ ઉત્તેજિત થાય છે અને આમ બાળકને ગુંગણામણ થતી અટકાવી શકાય છે.
  • બાળકના બેઠકના ભાગને જોળી વડે આધાર આપો.

(૪) બાળકોમાં થતી આકરબીક ઈજાઓ

🔸નાના બાળકોમાં થતા અકસ્માતોની યાદી :

જન્મથી એક વર્ષની ઉંમરમાં થતા અકસ્માતો (infancy)

  • પડી જવું (fall down)
  • કાંઈક ગળી જવું (foreign body aspiration)
  • દાઝી જવું(Burns)
  • ઝેરની અસર (poisoning)
  • ગુંગળામણ થવી (suffocation)
  • જાનવરનું કરડવું (pet animal bite)
  • જીવજંતુઓનું કરડવું (insect bite)
  • ડૂબી જવું (drowning)

૧ થી ૩ વર્ષના બાળકમાં થતા અકસ્માતો (toddler and preschool)

  • ઉપર વર્ણવેલા તમામ પ્રકારના અકસ્માત આ ઉંમરના બાળકોમાં જોવા મળે છે, આ ઉંમરમાં બાળક ચાલતા શીખે છે એટલે પડી જવાનું જોખમ વધારે રહે છે.

શાળાએ જતા બાળકોમાં અકસ્માત (school going child)

  • શાળાએ જતા બાળકો વધારે સાહસિક અને પ્રયત્નશીલ હોય છે. આથી તેમાં પણ અકસ્માતનું જોખમ વધારે જોવા મળે છે. આ ઉંમરના બાળકોમાં રોડ પર થતા અકસ્માત, રમતગમતમાં થતી ઇજાઓ, ઝઘડવાથી થતી ઇજાઓ વગેરે જોવા મળે છે.

પ્રશ્ન-૫ ટૂંકમાં જવાબ આપો. (કોઈપણ છ)12

(૧) બાળકોમાં થતાં અત્યાચારનાં પ્રકારો લખો.

ચાઈલ્ડ એબ્યુસ(અત્યાચાર)ના પ્રકારો

ભારતમાં અલગ અલગ સંપ્રદાય અને જગ્યાએ અલગ અલગ રીતે બાળકોનું શોષણ અને અત્યાચાર થાય છે.
જેના પ્રકારો નીચે મુજબ છે.

સોશિયલ એબ્યુઝ

  • ઇનફન્ટીસાઈડ
  • ચાઈલ્ડ મેરેજ
  • ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યુશન
  • ચાઈલ્ડ બેગરી
  • ચાઈલ્ડ લેબર

ફિઝિકલ માલ ટ્રીટમેન્ટ

  • ફિઝિકલ એબ્યુસ
  • ફિઝિકલ નીગલેટ
  • બેગનીગ નીગલેટ
  • સેક્સ્યુઅલ એબ્યુસ

નોન ફિઝિકલ માલ ટ્રીટમેન્ટ

  • ઈમોશનલ એબ્યુસ/નીગલેટ
  • વર્બલ એબ્યુસ
  • એજ્યુકેશનલ નીગલેટ
  • ફોસ્ટરીંગ ડેલિક્વન્સી
  • આલ્કોહોલ/ડ્રગ એબ્યુઝ

(૨) નીયોનેટલ જોન્ડીસ એટલે શું?

નીયોનેટલ જોન્ડીસ

  • નવજાત શિશુના શરીરમાં જ્યારે બિલીરૂબીનની માત્રા 2 mg/di થી વધે છે ત્યારે જોન્ડીસ ના લક્ષણો જોવા મળે છે.
  • ચામડી, સ્કલેરા, મ્યુક્સ મેમ્બ્રેન અને બોડી સિક્રીશન માં પીળા કલર (યલો ડીસકલરેશન) જોવા મળે છે, જેને નીયોનેટલ જોન્ડીસ કહે છે.
  • બીલીરૂબીન લેવલ 5ng /dl હોય ત્યારે નીયોનેટલ જોન્ડીસ ડાયગનોસ થાય છે. તેને નીયોનેટલ હાઈપર બીલીરૂબીનેમીયા પણ કહે છે.
  • બ્લડમાં નોર્મલ બીલીરૂબીન 0.1 to 0.8 ng/ di હોય છે. આશરે 60% ફુલ ટર્મ બેબી માં, 80% પ્રી ટર્મ બેબીમાં જન્મ બાદ પ્રથમ વીકમાં જોન્ડીસ થાય છે.

(૩) પ્રીટર્મ બર્ચ થવાના કારણો લખો.

કારણો

  • વહેલાસર લેબર પેઇન શરૂ થઈ ગયેલ હોય.
  • એન્ટી પાર્ટમ હેમરેજ (APH).
  • મલ્ટીપારા.
  • માતામાં જન્મજાત ખોડખાંપણ
  • માતાને માલન્યુટ્રીશન.
  • ટોકસીમીયા ઈન પ્રેગનન્સી
  • જીનેટીક રોગ.
  • માતા સ્મોકિંગ કરતી હોય
  • કોઈપણ પ્રકારના અકસ્માત વગેરે

(૪) ઓટાઇટીસ મીડીયા એટલે શું?

સમસ્યા કાનનું વહેવુ એ કાનના પોલાણના ચેપથી પેદા થતી નાનાં બાળકોની સર્વ સામાન્ય સમસ્યા છે. આ તક્લીફની સારવાર તાત્કાલિક કરાવવી જોઇએ, નહીં તો ઓછું સંભાળાવું કે કાયમી બહેરાશ જેવી તક્લીફ થઈ શકે.

ચીન્હો અને લક્ષણો

  • કાનનું વહેવું એ કાનના ચેપથી ઉદભવતી બીમારી છે.
  • દુખાવો એ સામાન્ય ચિહ્ન છે. ખંજવાળ આવે,શરદી અને ઉધરસ
  • બાળકને તાવ પણ હોઇ શકે અને કાનમાં દુખાવો થાય.
  • કાનમાંથી રસી વહેવાનો પૂર્વ ઇતિહાસ હોય છે.
  • તીવ્ર કેસોમાં કાનની નળીમાંથી વહેતો સ્ત્રાવ જોઇ શકાય છે.

(૫) કેપુટ સકસીડીનમ એટલે શું?

જેમાં શિશુના સ્કાલ્પ ઉપર સોજો જોવા મળે છે. જન્મ સમયે સર્વિકસ અને બોની પેલ્વીસના લીધે નવજાત શીશુના હેડ ઉપર પ્રેસર આવવાથી વિનસ અને લિમ્ફેટીક આઉટ ફલો ઉપર અવરોધ આવેછે, જેના કારણે શીશુના સ્કાલ્પમાં ઉપસેલો ભાગ જોવા મળે છે.

  • બર્થ સમયે જોવા મળે છે. તેને દબાવતા તેમાં ખાડો પડે છે.
  • તે સુચર લાઈન ક્રોસ કરે છે.
  • તે જન્મ પછીના 24 to 36 કલાકમાં ડીસઅપીયર થાય છે.
  • સારવાર ની જરૂર રહેતી નથી.

(5) કવાશિયોકોરનાં ચિહનો અને લક્ષણો લખો.

કવાશિયોકોરનાં ચિહનો અને લક્ષણો

  • ફૂલેલું પેટ (Pot belly)
  • શરીરમાં સૂજન (Edema ) ખાસ કરીને પગમાં, ચહેરા પર અને હાથમાં — જેના કારણે શરીર ફૂલેલું લાગે છે.
  • ચામડી સૂકી, પાપડ જેવી, ડાઘદાર અને છાલા પડેલી હોય છે
  • વાળ સૂકા, ભુરા/લાલાશવાળા અને સહેજ ખેંચવાથી તૂટી જાય એવા
  • બાળક વાત ઓછું કરે, રમવામાં રસ ન લે.
  • ભૂખમાં ઘટાડો
  • ઉંમાર અનુસાર ઊંચાઈ અને વજન ઘટતું હોય છે.
  • બાળક થાકેલું, કમજોર અને સતત સૂતું રહેતું હોય છે.
  • રોગ પ્રતિકારક શક્તિ ઘટવી

(૭) વહેલી ઉંમરે થતા લગ્નથી થતાં નુકસાન જણાવી.

વહેલા લગ્ન થી થતા નુકસાન નીચે મુજબ છે:

  • બાળ લગ્નથી બાળકોના મૂળ અધિકારો જેવા કે ભણતર, પોષણ, આઝાદી અને સુરક્ષા છીનવાઈ જાય છે.
  • નાની ઉંમરના બાળકો માનસિક રીતે સામાજિક જવાબદારીઓ લેવા માટે પરિપક્વ હોતા નથી અને તેઓ માનસિક તણાવ અનુભવે છે.
  • બાળકીઓ માટે વહેલા લગ્નથી વધારે પ્રમાણમાં અસુરક્ષિત જાતીય સમાગમ થાય છે. એના માટે તેનું શરીર તૈયાર હોતું નથી. ઉપરાંત તે નાની ઉંમરે માતા બને છે અને તેને જાતીય રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે.
  • નાની ઉંમરે માતા બનવાથી તે નબળા બાળકોને જન્મ આપે છે, આથી બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદરમાં વધારો થાય છે.

(૮) કોલોસ્ટ્રોમ એટલે શું?

કોલોસ્ટ્રોમ

  • બાળકના જન્મ બાદ પહેલા ત્રણ દિવસ સુધી secret તથા મિલ્કને colostrum કહે છે.
  • તે પીળા રંગનું અને ઘટ્ટ હોય છે.
  • તે પ્રમાણમાં ઓછું હોય છે.
  • તેમાં એન્ટીબોડીઝ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ અને વિટામિન A,D,E,K નું પ્રમાણ વધારે હોય છે.
  • તે બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

પ્રશ્ન-૬ (અ) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. 05

(૧) વી.વી.એમ નું પુરૂ નામ

(અ) વેકસીન થાયલ મેનેજમેન્ટ

(બ) વેકસીન વાયલ મોનીટર

(ક) વેકસીન વાયરસ મેનેજમેન્ટ

(ડ) વેકસીન વાયરસ મેનેજમેન્ટ

(૨) વિટામીન એ નો પહેલો ડોજ

(અ) 200000 I/U

(બ) 300000 I/U

(ક) 100000 I/U

(ડ) 400000 I/U

(૩) પી.ઈ.એમ નું પુરૂ નામ

(અ) પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન

(બ) પ્રોટીન ઈમરજન્સી મેનેજમેન્ટ

(ક) પરમેનેન્ટ એજયુકેશન મેવડ

(ડ) પરમેનેન્ટ એક્ષામ મેથડ

(૪) પોત્રીથો વેકસીન આ માર્ગ થી આપવામાં આવે છે.

(અ) મો વાટે

(બ) ચામડીનાં પ્રથમ પડમાં

(ક) થાપામાં

(ડ) ડાબા હાથમાં

(૫) બાળકનું વજન ડબલ થાય છે

(અ) છ માસ

(ક) ચાર માસ

(બ) ૮ માસ

(ડ) ૧૦ માસ

બ) ખાલી જગ્યા પુરો.05

(1) મિસલ્સમાં……… સ્પોટ જોવા મળે છે. કોપ્લિક્સ સ્પોટ્સ

(૨) બ્રેસ્ટ ફીડીંગ વીક ……….માસના વીક દરમ્યાન ઉજવવમાં આવે છે. 1 થી 7 ઑગસ્ટ

(૩) સામાન્ય બાળકની જન્મ સમયે લંબાઈ…………. હોય છે. 50 સે.મી. જેટલી

(૪) પોસ્ટીરીયર ફોન્ટાનેલ્સ ……… વીકે બંધ થાય છે. 6 થી 8 સપ્તાહે

(૫) વિટામીન એ નો પહેલો ડોઝ……….. મહિને અપાય છે. 9 મા મહિને

(ડ) નીચેના જોડકા જોડો.05

1 – 4 (1) ઉટાટીયુ (1) સ્કર્વી

2 – 5 (૨) ટીટેનસ (૨) રીકેટ્સ

3 – 1 (૨) વિટામીન સી (૩) ફીકોઓરલ રૂટ

4 – 3 (૪) પોલિયો વાયરસ (૪) બોરડેટેલા પરટુસીસ

5 – 2 (૫) વિટામીન ડી (૫) ક્લોસ્ટ્રીડીયમ ટીટેની

Published
Categorized as ANM-CHILD-F.Y-PAPER SOLU, Uncategorised