skip to main content

GUJARAT- NURSING COUNCIL General Nursing & Midwifery – First Year-BIO SCIENCES(Anatomy, Physiology & Microbiology)-2021

Date:- 26/03/2021

Q-1

a. List out bones of skull. સ્કલ’બોન્સની યાદી બનાવો. 03

Skull એ body ના upper part મા vertebral column ની ઉપર ના ભાગે જોવા મળે છે.
જેમા નીચે મુજબ ના 2 part છે.

1. cranium
2. face

Skull મા ક્રેનિયમ એ ઘણા અલગ અલગ flat અને irregular bones ના બનેલા હોય છે. Cranium મા ટોટલ 8 બોન આવેલ હોય છે, જે નીચે મુજબ છે:


1. Frontal bone 1
2. Parietal bone 2
3. Temporal bone 2
4. Occipital bone 1
5. Sphenoid bone 1
6. Ethmoid bone 1

ફેસ ના ભાગે આવેલા બોન ને ફેશિયલ બોન્સ કહેવામા આવે છે. તે ટોટલ 14 ની સંખ્યામા હોય છે. આ બોન્સ નીચે મુજબ જોવા મળે છે.

Maxilla bone. 02

Zygomatic bone. 02

Mandible bone. 01

Nasal Bone. 02

Lacrimal bones. 02

Vomer bone. 01

Palatine bones. 02

Inferior conchae 02

b. Write down functions of Vertebral column.

વર્ટીબ્રલ કોલમ ની ઉપરના ભાગે સ્કલ આવેલુ છે તે સ્કલને આધાર આપે છે.

બે વર્ટીબ્રા ની બોડીની વચ્ચેના ભાગે ઇન્ટર વર્ટીબ્રલ ડિસ્ક આવેલી છે જે હલનચલન અને મુવમેન્ટ દરમિયાન શોક એબસોર્પ કરે છે અને બ્રેઇન ને જર્કથી બચાવે છે.

વર્ટીબ્રલ કોલમ ની વચ્ચેના ભાગે એક નાની કેનાલ જેવુ મજબૂત સ્ટ્રક્ચર તૈયાર થાય છે તેમાંથી સ્પાઈનલ કોર્ડ પસાર થાય છે. આ સ્પાઇનલ કોર્ડ ને પ્રોટેક્શન આપવાનુ કાર્ય કરે છે.

વર્ટીબ્રા ના ટ્રાન્સવર્સ પ્રોસેસ કે પેડિકલ્સ બંને બાજુએ ફોરામેન ની રચના બનાવે છે. આ ફોરામેન માંથી નર્વ , બ્લડ વેસલ્સ અને લિમ્ફ વેસલ્સ પસાર થાય છે.

બીજા બોન ને જોડાવા માટે અટેચમેન્ટ આપે છે. બોડીને ફ્રેમવર્ક આપે છે. જેથી ઘણી મુમેન્ટ શક્ય બને છે.

તે રીબ્સ ને જોડાવાની જગ્યા આપે છે. જેથી થોરાસીક કેજ બને છે અને સોલ્ડર જોઇન્ટ અને પેલવીક જોઈન્ટ બનાવવા માટે પણ એટેચમેન્ટ આપે છે.

તે એક્ઝિયલ સ્કેલેટન ને એપેન્ડીક્યુલર સ્કેલેટન સાથે જોડે છે.

તેના લીધે અલગ અલગ મૂવમેન્ટમા, બેસવામા અને ચાલવામા બોડીનુ પોશ્ચર મેન્ટેન રહે છે.

c. Write down structure of cell. સેલ(કોષ)ની રચના લખો. 05

સેલ એ હ્યુમન બોડી નુ બેઝિક ફંકશનલ અને સ્ટ્રકચરલ યુનિટ છે. તે મુખ્ય કાર્ય કરતુ યુનિટ છે.

સેલ ને પ્રોટોપ્લાઝમ ના જથ્થા તરીકે ઓળખવામા આવે છે. સેલ ની અંદર ઓર્ગેનેલ્સ આવેલા હોય છે જે પ્લાઝમા મેમ્બ્રેન દ્વારા કવર થયેલા હોય છે.

માનવ શરીર મા ઓવમ અને સ્પર્મ ના ફ્યુઝ થવાથી ઝાયગોટ બને છે.  આ ઝાયગોટ ના ગ્રોથ થવાથી અને સેલ ડિવિઝન થવાથી માનવ શરીરની રચના થાય છે.

સેલ ની અંદર રહેલા પ્રવાહી ભાગને સાઈટોપ્લાઝમ તરીકે ઓળખવામા આવે છે. જેમાં ઘણા ઓર્ગેનેલ્સ રહેલા હોય છે. સેલનુ સ્ટ્રક્ચર નીચે મુજબ છે..

પ્લાઝમા મેમ્બ્રેન.(Plasma membrane)

સેલ ની ફરતે આવેલ મેમ્બ્રેન ને પ્લાઝમા મેમ્બ્રેન કહેવામા આવે છે. આ મેમ્બ્રેન એ સિલેક્ટિવ પરમીએબિલિટી (સિલેક્ટેડ સબસ્ટન્સ ની જ મુવમેન્ટ થાય )ધરાવે છે. જેનાથી અમુક સબસ્ટન્સ સેલ ની અંદર આવી શકે છે અને અમુક સબસ્ટન્સ સેલ ની બહાર જઈ શકે છે. આમ આ મેમ્બ્રેન મારફતે સેલ પોતાના સાઈટોપ્લાઝમ નુ બંધારણ જાળવી રાખે છે.

પ્લાઝમા મેમ્બ્રેન એ ફોસ્પો લિપિડની બનેલી ડબલ લેયરની મેમ્બ્રેન છે. તે સેલ ના ઓર્ગેનેલ્સ ને પ્રોટેક્શન આપવાનુ તથા સેલ નો શેપ જાડવવાનુ કાર્ય કરે છે.

ન્યુકલીયસ. (Nucleus)

ન્યુક્લિયસ એ Cell ના સેન્ટર મા આવેલુ હોય છે. તેમા પ્રોટોપ્લાઝમ નામનુ લિક્વિડ રહેલુ હોય છે. ન્યુક્લિયસ ની ફરતે ન્યુક્લિયસ મેમ્બ્રેન  આવેલી હોય છે. આ મેમ્બ્રેન  પણ સિલેક્ટિવ પરમીએબીલીટી ધરાવે છે.  ન્યુક્લિયસ મેમ્બ્રેન એ સાઈટોપ્લાઝમ અને પ્રોટોપ્લાઝમ ને આંશિક રીતે અલગ કરે છે. ન્યુક્લિયસ એ સેલ ની અંદર તેની બધી જ એક્ટિવિટી ને કંટ્રોલ કરે છે અને તેની મદદથી જ સેલ જીવંત રહી શકે છે.

ન્યુક્લિયસ ની અંદર તાતણા જેવા પ્રોટીન આવેલા હોય છે જેને ક્રોમેટીન (Cromatin)કહેવામા આવે છે. આ ક્રોમેટીન એ સેલ ડિવિઝન વખતે ક્રોમોઝોમ (Cromosomes) મા ફેરવાય અને સેલ ડિવિઝન(Cell division) નુ કાર્ય કરે છે.

ન્યુક્લિયસ ની અંદર રહેલા આ ક્રોમોઝોમ્સ એ વ્યક્તિના વારસાગત લક્ષણો માટે જવાબદાર હોય છે. ક્રોમોઝોમ્સ એ 23 ની પેઇર મા હ્યુમન બોડી ના સેલ મા જોવા મળે છે. આ ક્રોમોઝોમ્સ મા 22 પેઇર ને ઓર્ડીનરી ક્રોમોઝોમ્સ કહે છે જ્યારે 1 પેઇર ને સેક્સ ક્રોમોઝોમ્સ કહે છે.

મીટોકોન્ડ્રીયા. (Mitochondria)

મીટોકોન્ડ્રીયા એ રોડ શેપ (Rod Shape) નુ સ્ટ્રક્ચર છે. જે સેલ ની અંદર સાઈટોપ્લાઝમ મા આવેલુ હોય છે. તેની ફરતે ડબલ મેમ્બ્રેન આવેલી હોય છે જે મેમ્બ્રેન નુ સ્ટ્રક્ચર પ્લાઝમા મેમ્બ્રેન ને મળતુ આવે છે. આ મેમ્બ્રેન નુ બહારનુ લેયર એ સ્મુથ લેયર હોય છે અને અંદરનું લેયર એ ઘણા ફોલ્ડ વાળુ હોય છે. આ ફોલ્ડની સિરીઝને ક્રીસ્ટા (Cristae) કહેવામા આવે છે.

આ ક્રિસ્ટા ની  અંદર ATP રિલીઝ કરતા એન્ઝાઇમ્સ આવેલા હોય છે.  આથી જ મીટોકોન્ડ્રીયા ને  સેલનુ પાવર હાઉસ કહેવામા આવે છે.

રિબોઝોમ્સ. (Ribosome)

તે સાઈટો પ્લાઝમ મા આવેલા નાના નાના ગ્રેન્યુલ્સ હોય છે. તે પ્રોટીન અને RNA ના બનેલા હોય છે. તે એમાઇનો એસિડમાથી પ્રોટીન સિન્થેસિસ નુ કાર્ય કરે છે. આમુક રિબોઝોમ્સ એ સાઈટોપ્લાઝમ મા ફ્રી લી આવેલા હોય છે અને અમુક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ પર એટેચ થયેલા હોય છે.

એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. (Endoplasmic Reticulum)

તે એક ઇન્ટર કનેક્ટિંગ મેમ્બ્રેન ની સીરીઝ અથવા કેનાલ જેવુ સ્ટ્રક્ચર છે. જે સાઈટોપ્લાઝમ ના એક સ્ટ્રકચર ને બીજા સ્ટ્રક્ચર સાથે જોડે છે.  જેના બે ટાઈપ જોવા મળે છે.

1. સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ..

તેની સરફેસ સ્મુથ હોય છે. તે સ્ટીરોઈડ હોર્મોન અને લિપિડ સિન્થેસિસ નુ કાર્ય કરે છે. તે અમુક ડ્રગને ડીટોકસીફાઈ કરવામા પણ મદદ કરે છે.

2. રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ..

તેની સરફેસ રફ હોય છે. તેની સરફેસ પર રાયબોઝોમ્સ આવેલા હોય છે.  આ રાઈબોઝોમ્સ એ પ્રોટીન સિન્થેસિસ નુ કાર્ય કરે છે.

એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એ સેલના સાઈટોપ્લાઝમ મા સબસ્ટન્સ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામા પણ મદદ કરે છે.

ગોલ્ગી એપ્રેટસ. (Golgi Apperatus)

ગોલ્ગી એપ્રેટસ એ ચાર થી આઠ ફોલ્ડ વાળી બેગ જેવુ સ્ટ્રક્ચર છે. આ ફોલ્ડ એકબીજા પર પથરાયેલા હોય છે. આ સ્ટ્રક્ચરના છેડાના ભાગ એ એક પાઉચ જેવી રચના બનાવે છે તેને સિસ્ટર્ના કહેવામા આવે છે. રાયબોઝોમ્સ દ્વારા સિન્થેસીસ કરવામા આવેલ પ્રોટીન આ સિસ્ટર્ના ના છેડાના ભાગે સિક્રીટરી વેસીકલ્સ ના સ્વરૂપમા કલેક્ટ થાય છે અને સ્ટોર થાય છે. જરૂર પડીએ આ સિક્રીટરી વેસીકલ્સ એ પ્રોટીન ને સાઈટોપ્લાઝમ મા રિલીઝ કરે છે. ગોલ્ગી એપ્રેટસ એ ન્યુક્લિયસ ની નજીકમા આવેલુ સ્ટ્રકચર છે.

લાયસોઝોમ્સ. (Lysosome)

Anatomy of the Lysosome: Hydrolytic enzymes, Membrane and transport proteins. This organelle use the enzymes to break down and digest food particles, engulfed viruses or bacteria in the cell. Vector diagram for medical use

લાયસોઝોમ્સ એ એક પ્રકારના સિક્રીટરી વેસિકલ્સ જ છે જે ગોલ્ગી એપ્રેટસની મેમ્બ્રેન દ્વારા સિક્રીટ થાય છે. આ લાયસોઝોમ્સ એ અમુક એન્ઝાઇમ્સ નુ કન્ટેન્ટ ધરાવે છે જે એન્ઝાઈમ્સ એ સેલના સાઈટોપ્લાઝમ મા રહેલા અમુક લાર્જ મોલેક્યુલ્સને તોડવાનુ કાર્ય કરે છે. તે સેલ મા ફોરેન મટીરીયલ ને અને માઈક્રો ઓર્ગેનિઝમ્સને મારી સેલ ને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે. આ લાયસોઝોમ્સ એ સેલ ની અંદર જમા થયેલા વેસ્ટ મટીરીયલ ને રિમૂવ કરવાનુ કાર્ય પણ કરે છે.

     સેલ ના સાઇટોપ્લાઝમ મા સુર્ય આકાર નુ સેન્ટ્રોઝોમ (Centrosome) પણ આવેલ હોય છે જે સેલ ડિવિઝન માં અગત્ય નું કાર્ય કરે છે.

     આ ઉપરાંત સેલના સાઈટો પ્લાઝોમ મા અમુક માઈક્રો ફિલામેન્ટસ  અને માઈક્રો ટ્યુબ્યુલન્સ નુ નેટવર્ક પણ આવેલુ હોય છે જે સેલનો શેપ જાળવવા માટે તથા સેલના સ્ટ્રકચરને પ્રોટેક્ટ કરવા માટે અને સપોર્ટ કરવા માટે કાર્ય કરે છે.

d. Write down gross structure of the Heart હ્રદયની રચના વિષે લખો. 08

હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનુ એક અગત્યનુ ઓર્ગન છે. માનવ જીવન દરમિયાન હાર્ટ એ સતત ધબકતુ રહે છે. તેના ધબકવાના કારણે બ્લડ એ બ્લડ વેસલ્સમા સતત સર્ક્યુલેટ થાય છે.

હાર્ટ એ પોલુ અને મસલ્સ નુ બનેલુ એક અવયવ છે. તેનો પુરુષમા વજન અંદાજિત 310 ગ્રામ છે અને સ્ત્રીમા તેનો અંદાજિત વજન 250 ગ્રામ જેટલો હોય છે. હાર્ટ એ દિવસ દરમિયાન અંદાજિત એક લાખ વખત ધબકવાની ક્રિયા કરે છે.

લોકેશન ઓફ ધ હાર્ટ..

હાર્ટ એ થોરાસીક કેવીટીમા બે લંગ ની વચ્ચે મીડિયાસ્ટીનમ સ્પેસમા ડાયાફાર્મ ની ઉપર રહેલુ હોય છે.

હાર્ટ એ રફલી કોન શેપ એટલે કે શંકુ આકારનું હોય છે. તેમા તેનો ઉપરનો પોહળો ભાગ બેઇઝ તરીકે ઓળખાય છે અને નીચેનો એંગલ વાળો ભાગ એ અપેક્ષ તરીકે ઓળખાય છે.

હાર્ટની સાઈઝ એ માણસની બંધ મુઠ્ઠી જેટલી હોય છે. તેની લંબાઈ 12 cm,  પહોળાઈ 9 cm અને જાડાઈ 6 cm જેટલી હોય છે.

હાર્ટ એ થોરાસિક કેવીટીમા બે લંગ ની વચ્ચે ડાબી બાજુએ સહેજ ત્રાસુ ગોઠવાયેલુ હોય છે.

હાર્ટ બીજી અને પાંચમી ઇન્ટરકોસ્ટલ રીબઝ ની વચ્ચે થોરાસી કેવીટીના વચ્ચેના ભાગમા જોવા મળે છે.

હાર્ટ ની આજુબાજુએ આવેલા અવયવો..

હાર્ટ થોરાસીક કેવીટીમા આવેલુ હોય છે. તેની બંને ડાબી અને જમણી બાજુએ એક એક લંગ આવેલા હોય છે.

નીચેની બાજુએ ડાયાફાર્મ અને સેન્ટ્રલ ટેન્ડન આવેલ હોય છે.

હાર્ટની ઉપરની બાજુએ વેનાકેવા તથા એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન આવેલા હોય છે.

હાર્ટની પાછળની બાજુએ ઇસોફેગસ, ટ્રકિયા, બ્રોંકાય અને બ્રોન્કીયોલ્સ  તથા ડિસેન્ડીંગ એઑર્ટા અને થોરાસિક વર્ટીબ્રા આવેલા હોય છે.

હાર્ટની આગળની બાજુએ સ્ટરનમ બોન અને રીબ્ઝ તથા ઇન્ટરકોસ્ટલ મસલ્સ આવેલા હોય છે

સ્ટ્રકચર ઓફ ધ હાર્ટ..

હાર્ટ એ પોલુ મસલ્સ નુ બનેલુ અવયવ છે. તેની દીવાલ એ ત્રણ પ્રકારના ટીસ્યુ લેયરથી બનેલી હોય છે.

હાર્ટ ની દિવાલમા સૌથી બહારના ભાગે આવેલ લેયરને એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ કહેવામા આવે છે.

એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ.

તે પાતળુ અને ટ્રાન્સપરન્ટ હોય છે અને હાર્ટને બહારની બાજુએથી કવર કરે છે. તે ફાઇબ્રસ કનેકટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે. જેમા સૌથી બહારની બાજુએ ફાઈબ્રસ ટિસ્સુ નુ લેયર આવેલા હોય છે અને ફાઇબ્રસ ટીશ્યુ ની અંદર ની બાજુએ સીરસ મેમ્બ્રેન જે ડબલ લેયરમા જોવા મળે છે. જે સિરસ મેમ્બ્રેન ના બહારના લેયરને પરાઈટલ અને અંદરના લેયરને વિસેરલ પેરીકાર્ડિયમ લેયર તરીકે ઓળખવામાં આવે છે.

પરાઈટલ અને વિસેરલ પેરીકાર્ડિયલ લેયર વચ્ચે આવેલી જગ્યાને પેરીકાર્ડિયલ સ્પેસ કહેવામા આવે છે. આ સ્પેસમા પ્રવાહી રહેલુ હોય છે જેને સીરસ ફ્લૂઈડ અથવા તો પેરીકાર્ડિયલ ફ્લૂઇડ કહેવામા આવે છે. જે બંને લેયર વચ્ચેનુ ઘર્ષણ અટકાવે છે.

આ આઉટર પેરિકાર્ડીયમ નુ લેયર એ હાર્ટને બહારની બાજુએથી પ્રોટેક્શન કરવાનુ કાર્ય કરે છે તથા હાર્ટ માંથી નીકળતી વેસલ્સ ની ફરતે પણ આ લેયર વિટાયેલ જોવા મળે છે.

માયોકાર્ડીયમ..

માયોકાર્ડિયમ એ હાર્ટનુ વચ્ચેનું લેયર છે. તે પેરીકાર્ડિયમ થી નીચે આવેલુ હોય છે. તે સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સ ટિસ્યુ થી બનેલુ હોય છે. આ મસલ્સના કોન્ટ્રેક્શન ના કારણે હાર્ટની પંપિંગ એક્શન જોવા મળે છે.

આ માયોકાર્ડીયમનુ લેયર એ બેઇઝના ભાગે પાતળુ હોય છે તથા અપેક્ષ ના ભાગે જાડુ હોય છે. એમા પણ લેફ્ટ વેન્ટ્રીકલની દિવાલ નુ લેયર એ રાઈટ વેન્ટ્રીકલની દિવાલ કરતા વધારે જાડુ હોય છે.

આ મસલ્સના કોન્ટરેકશન ઇનવોલન્ટરી એક્શન ધરાવે છે જેનાથી હાર્ટ ની પંપિંગ એક્શન જોવા મળે છે તેનો કંટ્રોલ ઑટોનોમિક નર્વસ સિસ્ટમ અને હાર્ટ માં આવેલી કન્ડકટિંગ સિસ્ટમ દ્વારા થાય છે.

એન્ડોકાર્ડિયમ..

તે હાર્ટની સૌથી અંદરની દિવાલમા આવેલુ લેયર છે. તે લેયર બ્લડના કોન્ટેકમા હોય છે. આ લેયર એપીથેલીયમ ટિસ્યુ તથા કનેક્ટિવ ટીશ્યુનુ બનેલુ હોય છે. આ લેયર એ સ્મુધ અને ચળકતુ હોય છે જે સરળતાથી હાર્ટની અંદર બ્લડ ફ્લો થવા માટે અગત્યનુ છે. આ લેયર એ હાર્ટની અંદર આવેલા વાલ્વ ને પણ કવર કરે છે તથા હાર્ટ માથી નીકળતી બ્લડ વેસલ્સની અંદરની દિવાલમા પણ આ લેયર કંટીન્યુઅસ જોવા મળે છે.

ચેમ્બર્સ ઓફ ધ હાર્ટ.

હાર્ટ મુખ્યત્વે બે ભાગમા ડિવાઇડ થાય છે. જમણી બાજુ અને ડાબી બાજુ .

આ જમણી અને ડાબી બાજુની વચ્ચે હાર્ટનો સેફટમ આવેલો હોય છે. આ હાર્ટ ની જમણી બાજુ અને ડાબી બાજુ ને વચ્ચે આવેલા વાલ્વ દ્વારા ફરીથી વાલ્વ ની ઉપર અને વાલ્વ ની નીચેની એમ કુલ ચાર ચેમ્બરમા ડિવાઇડ થાય છે.

વાલ્વ ની ઉપરની બંને ચેમ્બરને એટ્રીયમ અથવા ઓરિકલ કહેવામા આવે છે. વાલ્વ  ની નીચેની બંને ચેમ્બરને વેન્ટ્રિકલ કહેવામા આવે છે. આમ હાર્ટ એ ટોટલ ચાર ચેમ્બરમા ડિવાઇડ થાય છે.

હાર્ટની જમણી બાજુએ ડીઑક્સીજનેટેડ બ્લડ રહેલુ હોય છે અને હાર્ટની ડાબી બાજુએ ઓક્સિજનેટેડ બ્લડ રહેલુ હોય છે. જન્મ પછી આ જમણી અને ડાબી બંને બાજુ વચ્ચે કોઈપણ  કનેક્શન હોતુ નથી. જન્મ પેહલા બંને એટ્રીયમ વચ્ચે એક ઓપનિંગ હોય છે જેને ફોરામેન ઓવેલી કહેવાય છે પરંતુ જન્મ પછી તે બંધ થય જાય છે.

વાલ્વ ઓફ ધ હાર્ટ..

હાર્ટની અંદર આવેલા ટીશ્યુના ફ્લેપ ને વાલ્વ કહેવામા આવે છે. હાર્ટમા કુલ બે પ્રકારના વાલ્વ આવેલા હોય છે.

  1. એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ.
  2. સેમીલ્યુનર વાલ્વ.

એટ્રિયોવેન્ટ્રીક્યુલર વાલ્વ…

આ વાલ્વ એ હાર્ટમા એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા હોય છે.  જમણી બાજુના એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા વાલ્વ ને ટ્રાયકસપીડ વાલ્વ કહેવામાં આવે છે. આ વાલ્વ એ ત્રણ ટીસ્યુ ફ્લેપ થી બનેલો હોય છે.

હાર્ટના ડાબી બાજુએ આવેલા એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા વાલ્વ ને બાઇકસ્પીડ વાલ્વ અથવા તો માઇટ્રલ વાલ્વ કહેવામા આવે છે.  આ વાલ્વ એ બે ટીસ્યુ ફ્લેપથી બનેલો હોય છે.

બાયકસ્પીડ અને ટ્રાયકસ્પીડ બંને વાલ્વ ના લટકતા છેડા એ કોર્ડી ટેંડીની અને પેપીલરી મસલ્સ દ્વારા હાર્ટના વેન્ટ્રીકલની અંદરની દિવાલ સાથે એટેચ થયેલા હોય છે. આ વાલ્વ ને મજબૂતાઈ આપે છે તથા તેને વિરુદ્ધ દિશામા ખુલતા અટકાવે છે.

સેમિલ્યુનર વાલ્વ…

આ વાલ્વ એ સી શેપના અથવા અર્ધચંદ્રાકાર હોવાથી તેને સેમિલયુનર વાલ્વ કહેવામા આવે છે. એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી મા આ વાલ્વ  આવેલા હોય છે. એઑર્ટા મા આવેલા વાલ્વ ને એઑર્ટીક વાલ્વ અને પલ્મોનરી આર્ટરી મા આવેલા વાલ્વ ને પલ્મોનરીક વાલ્વ કહેવામા આવે છે. જે તેના વેસલ્સના ઓપનિંગ પર જ આવેલા હોય છે. આ વાલ્વ પણ એક જ દિશા માં ખૂલે છે.

ઉપરોક્ત બંને એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ એ જ્યારે એટ્રીયમનુ પ્રેશર વધે છે એટલે કે એટ્રીયમના કોન્ટ્રાકશન વખતે ખુલે છે અને બ્લડ એટ્રીયમ માથી વેન્ટ્રીકલમા આવે છે અને વેન્ટ્રીકલના કોન્ટ્રાકશન વખતે એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ બંધ થાય છે અને સેમીલ્યુનર વાલ્વ ખૂલે છે અને તેના કારણે બ્લડ એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી મા જાય છે.

આમ આ વાલ્વ  એ ખુલવા અને બંધ થવાના કારણે હાર્ટમા બ્લડનુ સર્ક્યુલેશન થઈ શકે છે. આ વાલ્વ એ એક જ દિશામાં ખુલે છે જેથી બ્લડ ફરી વિરુદ્ધ દિશામા જઈ શકતુ નથી.

ગ્રેઇટ વેસલ્સ એસોસીએટેડ વિથ હાર્ટ..અથવા

ઓપનિંગ્સ ઓફ ધ હાર્ટ..

હાર્ટ સાથે મુખ્યત્વે મોટી બ્લડ વેસલ્સ જોડાયેલી હોય છે. જેના દ્વારા બોડી માથી હાર્ટ તરફ બ્લડ આવે છે અને હાર્ટ માથી પંપ થઈ અને બ્લડ બહાર બોડી તરફ જાય છે. જે વેસલ્સ અને તેના ઓપનિંગ નીચે મુજબ છે.

સુપિરિયર વેનાકેવા..

આ થોરાસીક કેવીટી ના ઉપરના ભાગ, હેડ તથા નેક ની બાજુએથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટના રાઈટ એટ્રીયમ મા લઈ આવે છે. તે એકની સંખ્યામા હોય છે.

ઇન્ફીરિયર વેનાકેવા..

આ બ્લડ વેસલ્સ બોડીના ઇન્ફીરીયર અને થોરાસિક કેવીટી ના લોવર ભાગમાથી ડીઓક્સિજનેટેડ બ્લડ લઈ આવી હાર્ટના રાઈટ એટ્રીયમ મા ખુલે છે. તે એકની સંખ્યામાં હોય છે.

પલ્મોનરી આર્ટરી..

તે હાર્ટના રાઈટ વેન્ટ્રિકલ માથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટ માથી બહાર લઈ લંગ તરફ લઈ જાય છે. તેની સંખ્યા એક હોય છે.

પલ્મોનરી વેઇન..

બંને લંગ્સ તરફથી બે બે પલ્મોનરી વેઇન્સ એ ઓક્સિજનેટેડ બ્લડ  હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા લઈ આવે છે. તેની સંખ્યા ચાર હોય છે.

એઑર્ટા..

હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ પૂરા બોડી ની અંદર સર્ક્યુલેટ કરે છે. તેની સંખ્યા એક હોય છે.

આમ હાર્ટ સાથે ટોટલ આઠ બ્લડ વેસલ્સ અને તેના ઓપનિંગ સીધા જોડાયેલા હોય છે. જે હાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલ હોય છે.

બ્લડ સપ્લાય ઓફ ધ હાર્ટ..

હાર્ટને કાર્ય કરવા માટે ઓક્સિજનનેટેડ બ્લડ સપ્લાય એ હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી નીકળતી એઑર્ટા જ્યારે હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી બહાર નીકળે છે કે તરત જ તેમાથી બંને બાજુ એક એક શાખાઓ રાઈટ અને લેફ્ટ કોરોનરી આર્ટરી નિકડે છે જે હાર્ટને ઓક્સિજન બ્લડ સપ્લાય પૂરુ પાડે છે. આ કોરોનરી આર્ટ્રીઝ એ એસેન્ડિંગ એઑર્ટા ની બ્રાન્ચીસ છે.

હાર્ટ એ એક કોન્ટ્રેક્શન વખતે જેટલુ બ્લડ એઑર્ટા મા બહાર સરક્યુલેટ કરે  છે તેમાથી પાંચ ટકા જેટલુ બ્લડ કોરોનરી આર્ટરીઝ દ્વારા હાર્ટને બ્લડ સપ્લાય થાય છે.

આ કોરોનરી આર્ટ્રીઝ એ ઘણી બધી શાખાઓમા વિભાજીત થઈ અને હાર્ટના બધા જ ભાગોમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરે છે.

હાર્ટમા ડીઓક્સિજનેટેડ બ્લડ એ નાની નાની કોરોનરી વેઇન્સ ભેગી મળી કોરોનરી સાઇનસ મા ડીઓક્સીજનેટેડ બ્લડને ડ્રેઇન કરે છે અને આ ડીઓક્સિજનેટેડ બ્લડ એ કોરોનરી સાઈનસ મારફતે બધુ બ્લડ સીધુ જ હાર્ટના રાઈટ એટ્રીયમ માં ડ્રેઇન થાય છે.

ફંકશન્સ ઓફ ધ હાર્ટ…

હાર્ટ એ બોડી ના તમામ ઓર્ગન્સ અને ટીશ્યુને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે.

હાર્ટ એ કાર્ડીયોવાસક્યુલર સિસ્ટમનુ અગત્યનું ઓર્ગન છે. જેના વિના  માનવ શરીર જીવંત રહી શકતુ નથી તે એક વાઇટલ ઓર્ગન તરીકે કાર્ય કરે છે.

હાર્ટ એ બ્લડને લંગ તરફ સર્ક્યુલેટ કરે છે જેથી બ્લડ ઓક્સિજનેટેડ થઈ પ્યુરીફાય થઇ શકે છે.

હાર્ટ દ્વારા પલ્મોનરી સર્ક્યુલેશન અને સિસ્ટિમિક સર્ક્યુલેશન જેવા સર્ક્યુલેશન રેગ્યુલેટ થાય છે.

હાર્ટ એ શરીરની જરૂરિયાત મુજબ અને બોડી ટેમ્પરેચર મુજબ હાર્ટ રેટને પણ રેગ્યુલેટ કરે છે.

હાર્ટ એ બ્લડ સર્ક્યુલેશન બોડીના દરેક ભાગ સુધી પહોંચાડતુ હોવાથી બોડી નુ ટેમ્પરેચર પણ રેગ્યુલેટ કરે છે.

હાર્ટ બોડીના એક્ષક્રીટરી ઓર્ગન્સ સુધી બ્લડ

OR

a. Write down functions of Blood. બ્લડ (લોહી)ના કાર્યો લખો. 03

બ્લડ એ બોડીમા રહેલુ એક મુખ્ય લિકવિડ છે. જે નીચે મુજબના કાર્યો કરે છે.

1. બ્લડ એ બ્લડ એ મુખ્યત્વે ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલી કામગીરી કરે છે જેમા નીચે મુજબની એક્ટિવિટી કામગીરી નો સમાવેશ થાય છે.

બ્લડ એ ઓક્સિજનને લંગ તરફથી બોડી ટીસ્યુ તરફ ટ્રાન્સફર કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને બોડી ટીશ્યુ તરફથી લંગ તરફ ટ્રાન્સફર કરે છે.

બ્લડ એ એલિમેન્ટ્રી કેનાલ માથી સોસાયેલા ન્યુટ્રીયંટ્સને પુરા બોડીમા ટ્રાન્સપોર્ટ કરે છે.

એન્ડોક્રાઇન ગ્લેન્ડના હોર્મોન્સ ને બ્લડ એ તેના ટાર્ગેટ સેલ સુધી પહોંચાડે છે.

મેટાબોલીઝમ ના અંતે ઉત્પન્ન થયેલી વેસ્ટ ને બોડીના એકસક્રીટરી ઓર્ગન સુધી ટ્રાન્સપોર્ટ કરે છે.

બોડીમા ઉત્પન્ન થયેલી હિટ ને પુરા બોડીમા ટ્રાન્સપોર્ટ કરવામા મદદ કરે છે.

2. બ્લડ એ બોડી મા અમુક ક્રિયાઓના રેગ્યુલેશન માટે કાર્ય કરે છે જે નીચે મુજબ છે.

બ્લડ એ બોડીમા એસિડ અને બેઇઝ ની પીએચ જાળવી રાખે છે અને બ્લડ એ બફર સોલ્યુશન તરીકે કાર્ય કરે છે.

બોડીમા વોટર અને ઇલેક્ટ્રોલાઇટ ના પ્રમાણને બ્લડ જાળવી રાખે છે.

બ્લડ બોડી ટેમ્પરેચર નુ રેગ્યુલેશન કરે છે.

3. બ્લડ અમુક પ્રોટેકશન ને લગતા કાર્ય પણ કરે છે જે નીચે મુજબ છે.

બ્લડ મા આવેલા વ્હાઇટ બ્લડ સેલ એ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ ધરાવવાના કારણે તે માઈક્રો ઓર્ગેનિઝમ સામે પ્રોટેક્શન કરી બોડીને રક્ષણ આપે છે.

બોડીને અમુક ટોક્સિક સબસ્ટન્સથી પ્રોટેક્શન નુ કાર્ય કરે છે.

બ્લડના સેલ મા ક્લોટ થઈ જવાનો ગુણ હોવાના કારણે બ્લડ ક્લોટીંગ મિકેનિઝમ ના લીધે શરીરમાંથી વધારે બ્લડ લોસ થતુ અટકે છે.

b. Write difference between Artery and Vein. ધમની અને શીરા વચ્ચેનો તફાવત લખો. 04

નોંધ: આ પ્રશ્ન તફાવત ના સ્વરૂપ માં બંને બાજુ એ લખવો, અહી સરળતા ખાતર સાથે આપેલ છે.

હાર્ટ તરફ થી બોડી તરફ બ્લડ લઇ જતી બ્લડ વેસલ્સ ને આર્ટરી કહે છે જયારે બોડી તરફ થી બ્લડ હાર્ટ તરફ લઇ આવતી બ્લડ વેસલ્સ ને વેઇન કહે છે.

આર્ટરી મા ઓક્સીજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે અપવાદ પલ્મોનરી આર્ટરી અને વેઇન મા ડીઓક્સીજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે અપવાદ પલ્મોનરી વેઇન.

આર્ટરી મા વાલ્વ આવેલ હોતા નથી જયારે વેઇન મા વાલ્વ આવેલ હોય છે.

આર્ટરી મા બ્લડ ઓકસીજન યુકત હોવાથી બ્રાઈટ રેડ કલર નુ દેખાય છે જયારે વેઇન મા કાર્બન ડાયોકસાઈડ હોવાથી તેનુ બ્લડ ડલ રેડ કે ઓછુ લાલ દેખાય છે.

આર્ટરી ડીરેક્ટ હાર્ટ માંથી નીકળતી હોવાથી તેમાં પલ્સેશન સંભળાય છે જયારે વેઇન મા પલ્સ આવતા નથી.

આર્ટરી મુખ્યત્વે બોડી મા ડીપ (ઊંડાઈ) આવેલ હોય છે જયારે વેઇન સુપરફીસીયલ આવેલ હોય છે.

આર્ટરી મા વચ્ચે નું લેયર વધારે ઈલાસ્ટીક હોય છે જેથી તેના ડાયામીટર મા વધારે ચેન્જ થઈ શકે છે જયારે વેઇન નુ વચ્ચે નું લેયર આર્ટરી જેટલુ ઈલાસ્ટીક હોતુ નથી.

આર્ટરી નુ લ્યુંમેન નોર્મલી સાંકડુ હોય છે જયારે વેઇન નુ લ્યુંમેન આર્ટરી ની સરખામણી મા પોહડુ હોય છે.

આર્ટરી માં બ્લડ નો ફોર્સ વધારે હોય છે જયારે વેઇન મા બ્લડ નો ફોર્સ ઓછો હોય છે.

આર્ટરી મા બ્લડ નો જથ્થો ઓછો હોય તે સમયે તેની દીવાલ વધારે મજબુત હોવાના લીધે સંકોચાતી (કોલેપ્સ) નથી જયારે વેઇન મા બ્લડ નો જથ્થો ઓછો હોય ત્યારે તે સંકોચાય જાય છે.

c. Define Sterilization and explain any one method of Sterilization. સ્ટરીલાઈઝેશનની વ્યાખ્યા આપી કોઈપણ એક પધ્ધતિ વિશે સવિસ્તાર લખો. 05

Pathogenic, non-pathogenic, spores સહિત ના microbes ને મારવાની કે remove કરવાની process ને સ્ટરીલાઈઝેશન કહેવામાં આવે છે. 

ઓટોક્લેવ

  • Sterilization મા heat under pressure a practical અને ઉપયોગી agent છે.
  •  આ method મા15 lbs pressure અને 121° C temp. 30 minutes ની જરૂરીયાત sterilization માટે રહે છે.
  •  pressure થી organisms નાશ થતા નથી, પણ steam under pressure એ કામ કરી શકે છે.
  •  સમય એ કેટલુ bulky material sterilize કરવાનું છે. તેના પર આધાર રાખે છે. આ one of the best method of sterilization ગણાય છે. જે all bacteria અને spores નો નાશ કરે છે. 
  • આ process માટે વાપરવામાં આવતા સાધન ને autoclave મશીન કહેવામાં આવે છે, જે ઘરના પ્રેસર કુકર જેવું છે.
  • utoclave એ ડબલ વોલ નું મેટલનું સાધન છે. 
  • જે Airtight chamber ધરાવે છે. તેમા સામાન્ય રીતે 2 gauges (મીટર કાટા) હોય છે. 
  • તે outer inner chamber ના steam presser વાંચે છે.
  •  High પ્રેસર થી થતા explosion રોકવા તેમા એક safety valve હોય છે, જે જરૂરીયાત થી પ્રેસર વધતા steam છોડે છે.
  •  Inner chamber ની steam ને બહાર કાઢવા exhaust valve પણ હોય છે.
  •  Outer chamber માથી inner chamber માં steam મોકલવા માટે પણ valve હોય છે.
  •  અમુક autoclave માં ચેમ્બરની અંદર પણ થર્મોમીટર ફીટ કરેલા હોય છે. 
  • Inner chamber ની અંદર આવેલા plate પર object રાખ્યા પછી lids tightly close કર્યા પછી heating ચાલુ કરવામાં આવે છે.
  •  15 lbs/inch, 120° C 30 minutes autoclave ના ફાયદા એ છે. કે એ spore સહીતના organism મારી શકે છે. 
  • અને નક્કી કરેલ ટેમ્પરેચર અને pressure of steam maintain કરી શકાય છે. આ method થી culture media, rubber goods, linens, dressing, syringes and sterilize કરી શકાય છે… Inruments અને બીજી ઘણી મહત્વનાં વપરાશની વસ્તુઓના sterilization માં વાપરી  શકાય છે. one of the best, most practicable, dependable method of sterilization છે.

d. List out organs of Digestive System and explain the gross structure of stomach. ડાયજેસ્ટીવ સીસ્ટમના અવયવોની યાદી બનાવી જઠરની રચના સવિસ્તાર સમજાવો. 08

ડાયજેસ્ટિવ ટ્રેક ને એલિમેન્ટ્રી ટ્રેક પણ કહેવામાં આવે છે જે એક હોલો ટ્યુબ છે જે માઉથ થી શરૂ થઈ એનસ સુધી લંબાયેલી ટ્યુબ હોય છે અને તેના ઓર્ગન નીચે મુજબ છે..

માઉથ

ફેરિંગ્સ

ઇસોફેગસ

સ્ટમક

સ્મોલ ઇન્ટેસટાઈન  કે જેમા ડીઓડીનમ, જેજ્યુનમ અને ઇલીયમ નો સમાવેશ થાય છે.

લાર્જ ઇન્ટેસ્ટાઈન કે જેમા સિકમ,એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડીસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન, રેકટમ અને એનાલ કેનાલ નો સમાવેશ થાય છે.

એસેસરી ઓર્ગન્સ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક…

આ ઓર્ગન ડાઈજેસ્ટિવ ટ્રેકના પ્રિન્સિપલ ટ્રેકમાં આવતા નથી પરંતુ સાઈડમાં આવેલા હોય છે જે તેના સીક્રીશન એલીમેન્ટ્રી  કેનાલમાં ઠાલવે છે અને ડાઇઝેશનના પ્રોસેસમાં હેલ્પ કરે છે માટે તેને એસેસરી ઓર્ગનસ કહેવામાં આવે છે આ પોતાની ગ્લેન્ડના સ્પેશિયલ સિક્રેશન વડે ડાઇઝેશનમાં હેલ્પ કરે છે જે ઓર્ગન્સ નીચે મુજબ છે..

સલાઈવરી ગ્લેન્ડ ની 3 પેઈર

લીવર અને બિલિયરી ટ્રેક

ગોલ બ્લેડર

પેનક્રીયાઝ.

ઉપરોક્ત અવયવો એ એસેસરી ઓર્ગનસ છે જે ડાઈજેશન માં હેલ્પ કરે છે.

  • સ્ટમક….

તે ડાઈજેસ્ટિવ સિસ્ટમનું ઓર્ગન છે. તે જે શેપનું ઓર્ગન છે. તે એલીમેન્ટ્રી કેનાલનો સૌથી પહોળો ભાગ બનાવે છે. મુખ્યત્વે સ્ટમક એપીગેસ્ટ્રીક રિજીયનમાં આવેલું હોય છે અને તેનો અમુક ભાગ એ લેફટ હાઇપોકન્ડ્રિયાક રિજીયન માં આવેલો હોય છે.

તેની આગળના ભાગે લીવરનો અમુક ભાગ આવેલ હોય છે, પાછળના ભાગે એબડોમિનલ એઑર્ટા, પેનક્રિયાઝ તથા સ્પ્લીન આવેલ હોય છે. ઉપરના ભાગે ડાયાફ્રામ આવેલ હોય છે અને નીચેના ભાગે ઇન્ટેસ્ટાઇન આવેલા હોય છે.

સ્ટ્રક્ચર..

સ્ટમક ના સ્ટ્રકચરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે

  1. ફંડશ
  2. બોડી અને
  3. પાયલોરસ..

ફંડસ….

તે સ્ટમક નો સૌથી ઉપરનો ભાગ બનાવે છે. તે ઘુમ્મટ આકારે એટલે કે ડોમ શેપમાં જોવા મળે છે. સ્ટમક માં ઈસોફેગસ જ્યાં જોડાય છે તેના લેવલથી ઉપરની બાજુએ આવેલ હોય છે. તે ક્યારેક ગેસથી ભરાયેલ હોય છે. અહીં ઈસોફેગસ સ્ટમક સાથે જોડાય તેની વચ્ચે કાર્ડિયાક સ્ફીન્કટર મસલ્સ આવેલા હોય છે.

બોડી…

સ્ટમકમા ફંડસ થી નીચેના ભાગને બોડી કહેવામાં આવે છે જે સ્ટમકમા નીચેના સાંકડા ભાગ એટલે કે પાયલોરસ સુધી આવેલી હોય છે.

પાઈલોરસ…

સ્ટમક માં બોડી પછી નીચે આવતા નો ભાગ છે જેમાં શરૂઆતના ભાગમાં પાયલોરીક એન્ટ્રમ કહેવાય છે જે બોડી પછીનો સાંકડો ભાગ છે ત્યાંથી ડીઓડીનમ તરફ આગળ જતા એક કેનાલ જેવું સ્ટ્રક્ચર છે જેને પાયલોરીક કેનાલ કહેવામાં આવે છે જે ડીઓડીનમ માં ખુલે છે અને તેની વચ્ચે સ્ફીન્કટર  મસલ્સ આવેલા હોય છે જેને પાયલોરિક સ્ફીન્કટર કહેવામાં આવે છે.

આ ઉપરાંત સ્ટમકના બોડી ના પોર્શન પર બે કર્વેચર જોવા મળે છે એક લેઝર કર્વેચર કે જે સ્ટમકની જમણી બાજુની બોર્ડર બનાવે છે અને બીજો ગ્રેટર કર્વેચર કે જે સ્ટમક ની  ડાબી બાજુની બોર્ડર બનાવે છે..

લેયર્સ ઓફ ધ સ્ટમક…

સ્ટમક ની દિવાલ પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ ચાર ટીસ્યુ લેયરથી બનેલી હોય છે જેમાં સૌથી બહારની બાજુએ પેરિટોનિયમ લેયર આવેલ હોય છે તેને એડવેન્ટેશિયા લેયર પણ કહે છે જે સીરસ લાઇનિંગ બનાવે છે.

તેની નીચે મસલ્સ નુ લેયર આવેલું હોય છે. સ્ટમકમા આ મસ્ક્યુલર લેયર ત્રણ લેયરથી બનેલું હોય છે જેમાં એક લોન્જી ટ્યુનલ મસલ્સ ફાઇબર કે જે સુપરફિશિયલી ગોઠવાયેલા હોય છે બીજા સર્ક્યુલર મસલ્સ ફાઇબર જે સર્ક્યુલર શેપમાં ગોઠવાયેલા હોય છે સુપરફિશિયલ લેયરની નીચે આવેલા હોય છે અને સ્ફીન્કટર મસલ્સ બનાવવા માટે પણ આ ફાઇબર્સ અગત્ય ના છે ત્રણ ઓબલિક મસલ્સ ફાઇબર આ લેયર સ્ટમકમા મુખ્યત્વે જોવા મળે છે જે બેઝિક સ્ટ્રક્ચરમાં જોવા મળતું નથી. સ્ટમક ની દિવાલમાં ખાસ જોવા મળે છે જે સ્ટમકમાં ફૂડની  મૂવમેન્ટ તથા મિકેનિકલ ડાયજેશન માટે ખૂબ જ અગત્યનું લેયર છે.

મસ્ક્યુલર લેયરની નીચે સબમ્યુકોઝલ લેયર આવેલું હોય છે જે બ્લડ વેસલ્સ અને લીમફ વેસલ્સ નું નેટવર્ક ધરાવે છે.

સૌથી અંદર સ્ટમક ની દિવાલના લેયરને મ્યુકોઝલ લેયર કહેવામાં આવે છે આ લેયર એ કોલ્યુમનર એપીથેલિયમ ટિસ્યુ થી બનેલું હોય છે. આ લેયર મ્યુકસ સિક્રીટ કરે છે અને તે લ્યુબ્રિકન્ટ તરીકે પણ કાર્ય કરે છે. આ લેયરમા મયુકસ મેમ્બ્રેન  ના ફોલ્ડ આવેલા હોય છે જે સ્ટમક જ્યારે ખાલી હોય ત્યારે ખાસ જોવા મળે છે જેને રૂગાઈ કહેવામાં આવે છે જ્યારે સ્ટમક ખોરાકથી ફૂલ થઈ જાય છે ત્યારે આ રુગાય ડિસેપિયર થઈ જાય છે.

ફંકશન્સ ઓફ ધ સ્ટમક…

સ્ટમક નીચેના કાર્યો કરે છે.

સ્ટમક એ થોડા સમય માટે ખોરાકને સંગ્રહ કરવાનું કામ કરે છે.  ખોરાક ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમાં આગળ વધે એ પહેલા ત્યાં તેનું પર્સિયલી મિકેનિકલ ડાઇઝેશન પણ થાય છે.

સ્ટમક એ ગેસ્ટ્રીક જ્યુસ સિક્રેટ કરવાનું કાર્ય કરે છે. આ ગેસ્ટ્રીક જ્યુસ એ એસિડિક કન્ટેન્ટ ધરાવે છે અને તેમાં રહેલા એન્ઝાઈમ એ ફૂડના ડાયજેશનમાં મદદ કરે છે.

સ્ટમકના દિવાલમાં આવેલું મસ્ક્યુલર લેયર એ ખાસ પ્રકારે ગોઠવાયેલ હોવાના લીધે તેનુ કોન્ટ્રેકશન થવાના લીધે ચર્મિંગ મુવમેન્ટ થાય છે જેના લીધે ખોરાકનું મિકેનિકલ ડાયજેશન કરવામાં મદદ કરે છે અને ખોરાકના નાના પીસ થાય  છે અને ત્યારબાદ ખોરાક ડીઓડીનમ મા આગળ વધે છે.

સ્ટમકની અંદરની દીવાલમાથી ઇન્ટ્રીન્સિક ફેક્ટર સિક્રટ થાય છે જે વિટામીન B ના એપસોર્પશન માટે જરૂરી છે.

સ્ટમક ની  દીવાલમાથી અમુક પ્રમાણમા વોટર, આલ્કોહોલ તથા અમુક દવાઓનું પણ શોષણ થાય છે.

સ્ટમક ની અંદર આવેલા બેક્ટેરિયા કે વાઇરસ ને ડીસ્ટ્રોય કરવાનુ કાર્ય પણ કરે છે. જેમા આ બેક્ટેરિયા મ્યુકસ તથા ઓરલ કેવીટી દ્વારા સ્ટમક સુધી પહોંચે છે ત્યાં એસિડિક સિક્રીસન મા તેનો નાશ થાય છે અને  તે ઇન્ટરસ્ટાઈનલ ટ્રેકમાં આગળ વધતા અટકે છે આમ તે બોડી ના પ્રોટેક્શન નું કાર્ય પણ કરે છે.

Q-2 Write short Notes (Any Five) ટુંકનોંધ લખો (કોઈ પણ પાંચ)5×5-25

a. Mechanism of Respiration – રેસ્પીરેશન (શ્વાસોશ્વાસ) ની પ્રક્રિયા.

રેસ્પિરેશન એટલે બે સરફેસ વચ્ચે થતુ ગેસ એક્સચેન્જ. જેમા એટમોસ્ફિયર ની એઇર એ લંગ મા દાખલ થાય છે. લંગ ના ટીસ્યુ અને બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે જેને એક્સટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે. બોડીના દરેક સેલ ટીસ્યુ અને બ્લડ વચ્ચે થતી ગેસ એક્સચેન્જને ઇન્ટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે.

રેસ્પિરેશનની ક્રિયા દરમિયાન ઓક્સિજન એ શ્વાસ દ્વારા લંગમા અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છવાસ દ્વારા બોડી માંથી બહાર નીકળે છે.

સામાન્ય રીતે એક મિનિટમાં રેસ્પિરેશનની ક્રિયા 16 થી 18 વખત જોવા મળે છે.

રેસ્પેનેશન ની સાઇકલમા નીચે મુજબની ક્રિયાઓ જોવા મળે છે.

ઇન્સ્પિરેશન

એક્સપિરેશન

પોઝ.

Inspiration (ઇન્સ્પિરેશન).

વાતાવરણની હવા શ્વાસ દ્વારા અંદર લંગ મા દાખલ થવાની ક્રિયાને ઇન્સ્પીરેશન કહેવામાં આવે છે.

જ્યારે બ્રેઇન દ્વારા ડ્રાયફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ ને કોન્ટ્રેક્શન માટેના નર્વ ઇમ્પલસીસ મળે છે ત્યારે ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સંકોચાવાના લીધે થોરાસિક કેવીટી ની સાઈઝમા વધારો થાય છે . થોરાસીક કેવિટી ની અંદર એઇર પ્રેસર મા ઘટાડો થાય છે જેથી બહારના વાતાવરણમાથી હવા ઇન્સ્પિરેશનની ક્રિયા દ્વારા લંગ મા અંદર દાખલ થઈ શકે છે. આ ક્રિયાને ઇન્સ્પિરેશન કહેવામાં આવે છે.

ડાયાફાર્મ ને કોન્ટ્રાકશનના ઇમ્પલ્સીસ મળવાથી ડાયાફાર્મ એ ફ્લેટ બની નીચેની બાજુએ જાય છે અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ કોન્ટ્રાકશન થવાથી રીબ્સ  અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ ઉપરની અને બહારની બાજુએ જાય છે. જેથી થોરાશિક કેવિટી ની સાઈઝમા વધારો થાય છે અને અને કેવીટી ની અંદર નેગેટિવ પ્રેસર ક્રિએટ થાય છે. બહાર ના વાતાવરણ માં એઇર પ્રેસર વધારે હોય અને થોરાસિક કેવીટી મા એઇર પ્રેસર ઑછુ હોવાથી ઇન્સ્પીરેશનની ક્રિયા થઈ શકે છે. ઇન્સ્પિરેશનની ક્રિયા એ એક્ટિવ પ્રોસેસ છે.

Expiration (એક્સપિરેશન).

લંગ માથી એઇર વાતાવરણમા બહાર કાઢવાના પ્રોસેસ ને એક્સપિરેશન કહેવામા આવે છે. એક્સપિરેશનની ક્રિયા એ પેસિવ પ્રોસેસ છે કે જે ઇન્સ્પિરેશનની ક્રિયા પૂરી થયા પછી શરૂ થાય છે.

એક્સપિરેશનની ક્રિયામા કોન્ટ્રાકશન થયેલા ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ રિલેક્સ થાય છે. જેથી ડાયાફાર્મ ફરી પોતાની મૂળ સ્થિતિમા આવે છે અને રીબ્સ એ નીચેની અને અંદરની બાજુએ આવવાથી થરાસિક કેવિટી ની સાઈઝમા ઘટાડો થાય છે અને એક્સપિરેશનની ક્રિયા થાય છે. જેમા લંગ માથી એઇર એ વાતાવરણમા બહાર ફેંકાય છે.

એક્સપિરેશનની ક્રિયામા લંગ મા એઇર પ્રેશર એ વાતાવરણના પ્રેસર કરતા વધારે  હોય છે જેથી એક્સપિરેશનની ક્રિયા થાય છે.

Pause (પોઝ).

આ લંગ નુ રિલેક્સ સ્ટેજ છે. જેમા કોઈ પણ ઇન્સ્પિરેશન કે એક્સપિરેશનની ક્રિયા થતી નથી. આ પિરિયડને પોઝ પિરિયડ કહેવામા આવે છે.

b. Functions of large Intestine મોટા આતરડાના કર્યો .

વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટસ એબ્સોર્પશન..

મોટાભાગનુ વોટર એબ્સોર્પશન સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા થાય છે પરંતુ લાર્જ ઇન્ટરસ્ટાઇલમા પણ અમુક અંશે વોટરનું એબસોર્પશન તથા અમુક ઇલેક્ટ્રોલાઇટસ નુ એબસોર્પશન થાય છે.

લાર્જ ઇન્ટેસ્ટાઈન મા સ્ટુલમાથી વોટર એબ્સોર્બ થવાના કારણે સ્કૂલને સેમી સોલિડ બનાવવા માટે અગત્યનું કાર્ય થાય છે.

માઈક્રોબિયલ એક્ટિવિટી..

અમુક બેક્ટેરિયા લાર્જે ઇન્ટેસ્ટાઈન મા હાજર હોય છે. આ બેક્ટેરિયા વિટામિન કે અને ફોલિક એસિડ ના સિન્થેસિસ માટે અગત્ય નુ કાર્ય કરે છે આ બેક્ટેરિયા હાર્મફુલ હોઈ શકે છે જો તે બીજા અન્ય બોડી પાર્ટસ મા જાય તો ઇન્ફેક્શન પણ લગાડી શકે છે.

આ બેક્ટેરિયાની એક્ટિવિટી તથા ફોર્મેન્ટેશન ના કાર્યને લીધે અનડાઈઝેસ્ટ ફૂડમાથી ગેસ પ્રોડ્યુસ થાય છે જે બોવેલ માથી ફ્લેટસ સ્વરૂપે એનસ દ્વારા બહાર નીકળે છે.

માસ મૂવમેન્ટ…

ઇન્ટેસ્ટાઇન ના બીજા ભાગોમા પેરિસ્ટાલસિસ મુવમેન્ટ જોવા મળે છે પરંતુ લાર્જ ઇન્ટેસ્ટાઈન મા આ પ્રકારની પેરિસ્ટાલસિસ મુવમેન્ટ જોવા મળતી નથી.

લાર્જ ઇનટેસ્ટાઇનમા લાંબા સમયના ઇન્ટર્વલ બાદ એક મોટી સ્ટ્રોંગ પેરીસ્ટાલ્સીસ મૂવમેન્ટ જોવા મળે છે જેનાથી કન્ટેન્ટ ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમા ડિસેન્ડીંગ કોલોન અને સિગમોઇડ કોલોન તરફ આગળ વધે છે જેને માસ મુવમેન્ટ કહેવામાં આવે છે.

ડીફીકેશન…

લાર્જ ઇન્ટેસ્ટાઇનમા માસ મુવમેન્ટ થવાના કારણે ફિકલ મટીરીયલ ઈન્ટરસ્ટાઇલમા સિગમોઇડ કોલોન અને રેકટમ તરફ આગળ વધે છે જેના કારણે રેકટમ ની દીવાલમા આવેલા સ્ટ્રેચ રિસેપ્ટર ખેંચાય છે અને ડીફીકેશન રિફ્લેક્સ શરૂ થાય છે અને ડેફીકેશનની પ્રોસેસ શરૂ થાય છે.

ડીફીકેશન રિફ્લેક્સ મા રેક્ટમની દિવાલમા ખેંચાણ હોવાથી તેના રિસેપ્ટર ખેંચાવાના કારણે સેન્સરી નર્વ નુ સ્ટીમ્યુલેશન થાય છે. તે સ્પાઇનલ કોર્ડ મા આવેલા સેક્રમ ના ભાગે ઇમ્પલસીસ ટ્રાન્સમિશન કરે છે.  આ ઉપરાંત ડીફીકેશન ની પ્રોસેસ માટે ડાયાફાર્મ નુ તથા એબડોમીનલ કેવીટીનુ પ્રેશર આવવાના લીધે ડિફીકેશન પ્રોસેસમા મદદ મળે છે. સીટિંગ પોઝીશન પણ ડિફીકેશનની પ્રોસેસમા હેલ્પ કરે છે. છેલ્લે પેરાસીમ્પથેટીક નર્વસ  ના  સ્ટીમ્યુલેશનના કારણે ઇન્ટર્નલ સ્ફીન્કટર રિલેક્સ થાય છે અને તેના દ્વારા સ્ટુલ બહાર નીકળે છે એક્સટર્નલ સ્ફીન્કટર એ વોલન્ટરી કંટ્રોલ ધરાવે છે જેથી વૉલેન્ટરી કંટ્રોલ દ્વારા ડિફીકેશનની પ્રોસેસને અમુક સમય માટે રોકી શકાય છે જ્યારે ઇન્ટર્નલ સ્ફીન્કટર એ ઇનવૉલન્ટરી કંટ્રોલ ધરાવે છે. ઇન્ટર્નલ સ્ફીન્કટર અને એક્સટર્નલ સ્ફીન્કટર ના રિલેક્સેશન થવાથી સ્ટુલ પાસ થવાની ક્રિયા થાય છે.

ફીસીસ.

ફીસીસ એ બ્રાઉન કલરનું હોય છે. આ બ્રાઉન કલર એ તેમા રહેલા સ્ટરકોબીલીન ના કારણે જોવા મળે છે. તે સેમી સોલિડ અને સોલિડ પ્રોપર્ટી ધરાવે છે. ફીસીસના બંધારણમાં અંદાજિત 60 થી 70% જેટલું પાણી નો ભાગ હોય છે. વધારાનુ પાણી એ લાર્જ ઇન્ટેસ્ટાઇન ની દિવાલ મારફતે એબ્સોર્બ થાય છે. ફીસીસના બંધારણમા નીચે મુજબની વસ્તુઓ જોવા મળે છે.

ડેડ અને લાઈવ માઇક્રો ઓર્ગેનિઝમ.

ડાયટરી ફાઇબર્સ.

ઇન્ટેસ્ટાઇન ની દીવાલના એપીથેલીયમ ટિસ્યુ.

મ્યુકસ તથા અનડાઈઝેસ્ટ ફૂડ. વગેરે ..

આંતરડાની દિવાલ મારફતે મ્યુકસ સિક્રીટ થતુ હોવાના લીધે સ્ટૂલ એ સરળતાથી આંતરડાની દિવાલમા ઘસારો થયા વિના પાસ થઈ શકે છે.

c. Thyroid gland -થાઈરોઈદ ગ્લેન્ડ

  • Thyroid Gland (થાઈરોઈડ ગ્લેન્ડ)

થાઇરોઇડ ગ્લેન્ડ એ એન્ડોક્રાઇન સિસ્ટમ ની એક અગત્યની ગ્લેન્ડ છે. તે નેક ના સોફ્ટ ટિસ્યૂ મા આવેલી હોય છે. આ ગ્લેન્ડ એ પતંગિયા આકારની ગ્લેન્ડ છે.

આ ગ્લેન્ડ નો વજન અંદાજિત ૩૦ ગ્રામ જેટલો હોય છે. તેની લંબાઈ 5 સેન્ટિમીટર અને પહોળાઈ 3 cm  હોય છે.

આ ગ્લેન્ડ એ પાંચમા સર્વાઇકલ વર્ટીબ્રા ના લેવલ થી પહેલા થરાસિક વર્ટિબ્રા ના લેવલ સુધી આવેલી હોય છે.

થાઇરોઈડ ગ્લેન્ડ મા બંને બાજુએ એક એક લોબ આવેલા હોય છે. જે તેના ફરતે ફાઇબ્રસ્ ટીસ્યુ થી કવર થયેલા હોય છે. બંને લોબ ને કનેક્ટ કરતા વચ્ચેના ભાગને ઈસ્થમસ કહેવામા આવે છે. થાઇરોઈડ ગ્લેન્ડના લોબ એ પિરામિડ શેપ ધરાવે છે.

થાઇરોઈડ ગ્લેન્ડમા આવેલા ટીસ્યુ એ ફોલીકલ નામના નાના નાના સ્ટ્રકચરથી બનેલા હોય છે. દરેક ફોલિકલ એ સિમ્પલ ક્યુબોઈડલ ગ્લેનડયુલર એપીથેલીયમ ટિસ્યૂ થી બનેલ હોઈ છે. જે સિક્રિશન સાથે જોડાયેલ હોય છે.

થાઇરોઈડ ગ્લેન્ડના ફંકશન ને પીચ્યુટરી ગ્લેન્ડ માથી રિલીઝ થતો હોર્મોન થાઇરોઇડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ રેગ્યુલેટ કરે છે.

થાઇરોઈડ ગ્લેન્ડ નીચે મુજબના હોર્મોન્સ સિક્રીટ કરે છે.

1. Triiodothyronine (ટ્રાયઆયોડો થાઇરોનીન) T3

આ હોર્મોનનુ મુખ્ય ફંક્શન એ બોડીમા નોર્મલ ફિઝિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ જાળવવાનુ છે. આ હોર્મોન હાર્ટ રેટ અને અમુક મેટાબોલિક એક્ટિવિટી જાળવવામા પણ ઉપયોગી કાર્ય કરે છે.

2. Thyroxin (થાઇરોક્સિન) T4…

આ હોર્મોન પણ T3 હોર્મોન જેવા જ ફંકશન કરે છે. એટલે કે બોડીમા મેટાબોલિક એક્ટિવિટી ને જાળવી રાખે છે તથા ફિઝિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ નોર્મલ જાળવવા માટે કાર્ય કરે છે. આ હોર્મોન એ બેઝલ મેટાબોલિક રેટ ને ઇન્ક્રીઝ કરે છે.

3. Calcitonin (કેલ્સીટોનીન)

આ હોર્મોન એ થાઇરોઈડ ગ્લેન્ડ ના પેરાફોલિક્યુલર સેલ મારફતે સિક્રીટ થાય છે. જે બ્લડમા કેલ્શિયમ ના મેટાબોલિઝમ ઉપર અસર કરે છે.

d. Structure of ear -કાનની રચના

ઈયર એ હેડ ની બંને બાજુએ એક એક આવેલ હોય છે. તે સાંભળવાની અને બોડી બેલેન્સ જાળવવાની ક્રિયા સાથે જોડાયેલ અવયવ છે.

સ્ટ્રક્ચર…

સ્ટ્રક્ચરની રીતે ઇયરને એનાટોમીકલી ત્રણ ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે

  1. એક્સટર્નલ અથવા આઉટર ઈયર
  2. મિડલ ઈયર
  3. ઇનર ઇયર.
    1. એક્સટર્નલ અથવા આઉટર ઈયર

એક્સટર્નલ ઈયર એ સાઉન્ડના વેવઝ ને કલેક્ટ કરી અંદરની બાજુ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે આ એક્સટર્નલ ઈયર ના નીચે મુજબ ના ભાગ પડે છે.

ઓરીકલ અથવા પીના

એક્સટર્નલ એકોસ્ટિક મીએટસ એટલે કે ઓડિટરી કેનાલ

  • ઓરીકલ…

તે હેડની બંને સાઈડમાં આવેલ એક એક ફ્લેપ જેવો ભાગ છે જે ઇલાસ્ટિક કાર્ટિલેઝ થી બનેલો છે અને તે બહારના ભાગે ચામડીથી કવર થયેલો હોય છે તે બહારના વાતાવરણમાંથી આવતા સાઉન્ડ વેવ્સને એકત્રિત કરી અંદરના છિદ્ર તરફ ટ્રાન્સમિટ કરે છે. તેના સૌથી ઉપસેલા ઉપરના ભાગને હેલિક્સ કહેવામાં આવે છે અને નીચે લટકતા સોફ્ટ પાર્ટને લોબ્યુલ તરીકે ઓળખવામાં આવે છે.

  • એક્સટર્નલ એકોસ્ટીક મિયેટસ…

તેને ઓડિટરી કેનાલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે S આકારની એક કર્વડ ટ્યુબ છે. તેની લંબાઈ  2.5 cm જેટલી હોય છે તે અંદરની બાજુએ લંબાયેલ કેનાલ હોય છે અને તેની દીવાલ માં આવે ગ્લેન્ડસ એ વેક્સ જેવું ચીકણું પ્રવાહી સિક્રીટ કરે છે જેને શેરુમેન તરીકે પણ ઓળખાય છે આ કેનાલમાં અમુક હેઇર પણ પ્રેઝન્ટ હોય છે જે ચીકણા પ્રવાહી સાથે જોડાય ડસ્ટ તથા ફોરેન બોડીને અંદરની દિવાલ એટલે કે ટીમપેનિક મેમરીન સુધી પહોંચવા દેતા નથી.

  • ટીમ્પેનીક મેમ્બરેન...

તે એક પાતળી મેમ્બરેન છે જે એક્સટર્નલ ઈયર અને મિડલ ઈયર ને સેપરેટ કરે છે અને તે ઓવેલ શેપની છે. આ મેમ્બ્રેઇન એપીથેલીયમ ટીસ્યુ તથા કનેક્ટિવ ટીશ્યુની બનેલી હોય છે તેમા ફાઇબ્રોબ્લાસ્ટ સેલ્સ આવેલા હોય છે.

  • મિડલ ઈયર..

તે એક નાની એઈર ભરેલી કેવીટી હોય છે જે ટેમ્પોરલ બોનમાં આવેલી હોય છે આ કેવીટીની લાઇનિંગ એપીથેલીયમ ટીસ્યુની બનેલી હોય છે અને તે ટીમપેનિક મેમરેન એટલે કે ઇયર ડ્રમ દ્વારા એક્સટર્નલ ઇયર થી અલગ પડે છે અને ઇન્ટર્નલ ઈયર એ ઓવેલ અને રાઉન્ડ વિન્ડો દ્વારા મિડલ ઈયર ને અલગ પડે છે.

તેની એન્ટિરિયર વોલમાં ઓપનિંગ આવેલા હોય છે જેને ઇસ્ટેચીયન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્યુબ એ મિડલ ઇયરને નેઝૉ ફેરિંગ્સ ના સ્ટ્રક્ચર સાથે જોડે છે અને તે ટ્યુબ કેવીટી ની અંદર પ્રેશર મેન્ટેન કરે છે જેનાથી યાઉનિંગ તથા ખોરાક ગળે ઉતારવા સમયે પ્રેશર મેન્ટેંઇન થતાં ટીમપેનિક  મેમરીન રફ્ચર થતી અટકે છે.

ઓડિટરી ઓસિકલ્સ...

મિડલ ઇયર માં આવેલ બોન્સ ને ઓડિટરી ઓસિકલ્સ કહેવામાં આવે છે જેની અંદર મેલસ, ઇન્કસ અને સ્ટેપસ બોન નો સમાવેશ થાય છે. તેની સંખ્યા દરેક ઈયર મા એક એક હોય છે એટલે કે બોડી માં ટોટલ 6 ની સંખ્યામાં ઓડિટરિ ઓસીકલ્સ આવેલા હોય છે.

મેલસ..

તે હથોડી આકારનું હોય છે તેનું હેન્ડલ એ ટીમ્પેનિક મેમ્બરેઇન ની દિવાલ સાથે જોડાયેલ હોય છે. મેલસનું હેડ એ ઇનકસ બોન સાથે જોડાયેલું હોય છે.

ઇનકસ..

તે વચ્ચેનું બોન છે જે એનવિલ શેપમાં આવેલું હોય છે તે મેલસ બોન સાથે જોડાયેલું હોય છે અને તેનું હેડ એ સ્ટેપસ બોન સાથે જોડાય છે જોઈન્ટ ના ભાગે ફાઇબર ટીશ્યુ આવેલા હોય છે.

સ્ટેપસ..

તે સ્ટીરપ આકારનું બોન છે જે નું હેડ ઈનકસ બોન સાથે જોડાય છે અને તેની ફુટ પ્લેટ એ ઓવેલ વિન્ડો સાથે એટેચ થાય છે તેની નીચે ના ભાગે રાઉન્ડ વિન્ડો આવેલી હોય છે.

આમ ટીંપેનિક મેમ્બ્રેન થી ઓવેલ અને રાઉન્ડ વિન્ડો સુધીના ભાગ ના સ્ટ્રકચર ને મિડલ ઈયર કહેવાય છે.

         3.ઇનર ઇયર…

તેને લેબીરિંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુંચવણ ભર્યું સ્ટ્રકચર ધરાવે છે અને તે સાંભળવાની ક્રિયા તથા બેલેન્સ જાળવવાની ક્રિયા સાથે જોડાયેલ ભાગ છે..

તેના બે ભાગ પડે છે બોની લેબરિંથ અને મેમરેનિયસ લેબીરિંથ..

 બોની લેબિરિંથ…

તે કેવીટી ટેમ્ પોરલ બોન ના પેટ્રિયસ પોર્શનમાં આવેલી હોય છે જેની દિવાલ એ પેરીઓસ્ટિયમ ના પડ થી બનેલી હોય છે તેની અંદરની બાજુએ એક પ્રવાહી આવેલું હોય છે જેને પેરીલીફ કહેવામાં આવે છે. તે ત્રણ ભાગ ધરાવે છે. એક વેસ્ટિબ્યુલ એક કોકલીયા અને ત્રણ સેમી સર્ક્યુલર કેનાલ્સ.

વેસ્ટિબ્યુલ..

તે બોની લેબિરિંથ નો વચ્ચેનો ઓવલ શેપનો પોર્શન છે જેની અંદર યુટ્રીકલ અને સેક્યુલ સ્ટ્રકચર આવેલા હોય છે તેની લેટરલ વોલ માં ઓવેલ અને રાઉન્ડ વિન્ડો આવેલા હોય છે.

કોકલિયા…

બોની લેબિરિન્થ નો આ ભાગ એ હીયરિંગ સાથે જોડાયેલો હોય છે તે ગુંચડા જેવો ભાગ છે જેને સ્નેલ્સ સેલ  તરીકે પણ ઓળખાય છે.

સેમી સરક્યુલર કેનાલ…

આ કેનાલ નું સ્ટ્રક્ચર એ બેલેન્સ સાથે જોડાયેલું હોય છે. સેમી સર્ક્યુલર કેનાલની ત્રણ ટ્યુબ એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી હોય છે.

મેમ્બરેનિયસ લેબેરીન્થ..

બોની લેબિરિંથ ની અંદર એક મેમ્બરેન ની ટ્યુબ આવેલી હોય છે જેને મેમ્બરેનિયસ લેબિરિંથ કહેવામાં આવે છે જેની અંદર એક ફ્લુઇડ આવેલું હોય છે જેને એન્ડોલીમફ કહેવામાં આવે છે. આ ફ્લુઇડ ની પ્રોપર્ટી csf  જેવી હોય છે.

  1. વેસ્ટિબ્યુલ કે જેમા  યુટ્રિકલ અને સેક્યુલ આવેલા હોય છે.
  2. વેસ્ટિબ્યુલ અને સેમી સર્ક્યુલર કેનાલ…

ઇન્ટર્નલ ઇયર માં આવેલા વેસ્ટિબ્યુલ અને સેમી સર્ક્યુલર કેનાલ એ બોડી નું બેલેન્સ જાળવવા માટે કામ કરે છે.

જેમાં સેમી સરક્યુલર કેનાલ સેક્યુલ અને યુટ્રીકલ એ બોડી નું ડાયનેમિક ઇકવિલીબ્રિયમ જાળવવા માટે મદદ કરે છે.સેમી સર્ક્યુલર કેનાલ એ ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે જે વેસ્ટીબ્યુઅલ ની પાછળ અને ઉપર આવેલું હોય છે અને તે કેનાલ એકબીજાના ખૂણે ગોઠવાયેલી હોય છે. સેમી સર્ક્યુલર કેનાલ અને કોકલીયા જેની બહારની દીવાલ બોની લેબિરથ અને તેની અંદર પેરિલીમફ ફ્લુઇડ આવેલું હોય તેની અંદર બીજી  ટ્યુબ આવેલ હોય છે જેને  મેમરીનિયસ લેબિરીંથ કહે છે જેમ એંડોલીમફ આવેલ હોય છે.

યુટ્રિકલ એ એક મેમરેનિયસ સેક જે વેસ્ટિબયુલ નો ભાગ છે અને તે  બધી ડક્ટ એક ડાયેટેડ પોર્શન પાસે ખુલે છે જેને એમપ્યુલા કહે છે. સેક્યુલ એ વેસ્ટિબ્યુલ નો ભાગ છે અને તે યુટ્રિકલ અને કોકલીયા સાથે કોમ્યુનિકેશન ધરાવે છે.

યુટ્રિકલ, સેક્યુલ અને એમ્બ્યુલાની દિવાલ માં સ્પેશિયલ એપીથેલીયલ સેલના હેર જેવા નાના પ્રોજેક્શન આવેલા હોય છે જેમાં સેન્સરિ નર્વ એંડિગ્સ પ્રેઝન્ટ હોય છે જે વેસ્ટિબ્યુલર ભાગ બનાવે છે અને ત્યાંથી વેસ્ટી બ્યુલો કોકલિયર નર્વ પસાર થાય છે.

3. કોકલીયા

કોકલીયા એટલે કે સ્નેલ તે ગોકળગાય જેવું ગુચડા વાળું સ્ટ્રક્ચર છે કોકલીયાની અંદર એક મેમ્બરેન આવેલી હોય છે જેને કોકલીયર ડક્ટ તરીકે ઓળખવામાં આવે છે જે ભાગ સાંભળવાની ક્રિયા સાથે મુખ્યત્વે જોડાયેલો હોય છે કોકલીયાના ક્રોસ સેક્શનમાં નીચે મુજબના ભાગ જોવા મળે છે.

સ્કેલા વેસ્ટીબ્યુલી

સ્કેલા મીડિયા અથવા કોકલિયર ડકટ

સ્કેલા ટીમ્પેની

કોકલીયર ડક્ટ એ ટ્રાયએન્ગ્યુલર શેપની ટ્યુબ છે. કોકલીયા ના બોની પાર્ટના બે વિભાગ પડે છે અપર અને લોવર જેમાં અપર ભાગને સ્કેલા વેસ્ટીબ્યુલી અને લોવર ભાગને સ્કેલા ટિમ્પેની કહેવાય છે. વચ્ચેના ભાગમાં કોકલીયર ડકટ આવેલી હોય છે અને તેની રૂફ ની મેમરીનને બેઝિલર મેમરીન કહેવામાં આવે છે. ઓર્ગન ઓફ કોર્ટી કે જેને હીયરિંગ ઓર્ગન કહેવામાં આવે તે બેસિલરી મેમરીન પર આવેલું હોય છે.

e. Menstrual cycle -માસિક ચક્ર

 મેનસ્રૂએશન સાયકલ એ ફિમેલ મા પ્યુબર્ટી ફેઝ પછી થી જોવા મળે છે.  જેમા ઓવરી અને યુટર્સ ના ફંક્શન મા ચેન્જીસ જોવા મળે છે.

             મેનસ્રૂએશન સાયકલ એ દર 26 થી 30 દિવસે જોવા મળે છે. આ બ્લડ ના  હોર્મોન ના લેવલમા ચેન્જીસ આવવાના કારણે જોવા મળે છે.

         મેનસ્રૂએશન સાયકલની શરૂઆત થાય તેને મેનારકી તરીકે ઓળખવામા આવે છે.

          ફિમેલ ને પ્યુબર્ટી એજ પછીથી આ સાયકલ કંટીન્યુઅસ જોવા મળે છે. જે પ્રેગ્નન્સી દરમિયાન ટેમ્પરરી બંધ થાય છે અને મેનોપોઝ ના પિરિયડ પછી કમ્પલીટ બંધ થઈ જાય છે.

             મેનસ્રૂએશન ની શરૂઆત એ યુટર્સમા આવેલા કોર્પસ લ્યુટીયમ લેયર ના ડીજનરેશનના કારણે જોવા મળે છે અને બ્લીડિંગ એ વજાયનલ કેવીટી  મારફત બહાર આવે છે.

મેનસ્રૂએશન સાયકલમા નીચે મુજબના ફેઝ જોવા મળે છે.

1. મેન્સટ્રુઅલ ફેઝ..

                     આ ફેઝ દર 28 દિવસે જોવા મળે છે અને તે લગભગ ચાર દિવસ સુધી શરૂ હોય છે. જ્યારે ફીમેલ મા એગ નુ  ફર્ટિલાઈઝેશન થતું નથી ત્યારે યુટ્રસની દિવાલ ને સપોર્ટ કરતા હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનુ પ્રમાણ ઘટે છે અને ઓક્સિટોસિન હોર્મોન નું પ્રમાણ વધે છે. જેથી યુટ્રસના કોન્ટ્રાકશન નુ સ્ટીમ્યુલેશન વધે છે અને યુટ્રસ ની દિવાલ નુ કોરપસ લ્યુટીયમ લેયર નુ ડીજનરેશન થવાની શરૂઆત થઈ જાય છે અને યુટ્રસ માથી વજાયના મારફત બ્લડ ડ્રેઇન થાય છે. આ ફેઝ 1 થી 4 દિવસ સુધી ચાલે છે. 

              આ મેન્સટ્રુઅલ ફલો મા એન્ડોમેટ્રીઅલ ગ્લેંડ્સ, એન્ડોમેટ્રીઅલ સેલ્સ, બ્લડ તથા અનફર્ટિલાઈઝડ ઓવમ નો ભાગ હોય છે. અંદાજિત 100 થી 200 ml જેટલુ બ્લડ આ ફેઝ ના  3 થી 5 દિવસ દરમિયાન બહાર નીકળે છે જેને મેન્સ્ટ્રુઅલ ફેઝ કહેવામા આવે છે.

2. પ્રોલીફરેટિવ ફેઝ..

            મેન્સ્ટ્રુઅલ ફેઝ એ 5 મા દિવસે પૂરો થાય છે. ત્યારબાદ  એટલે કે  6  દિવસથી પ્રોલીફરેટીવ ફેઝ શરૂ થાય છે અને 14 દિવસ સુધી શરૂ હોય છે.

            આ ફેઝ મા ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ ઓવેરિયન ફોલિકલ્સ ને સ્ટીમ્યુલેટ કરે છે અને તેથી ઇસ્ટ્રોજન પ્રોડક્શન મા વધારો થાય છે. આ ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમના પ્રોલિફરેશન ને સ્ટીમયુલેટ કરે છે.

              યુટ્રસનુ એન્ડોમેટ્રિયમ એ છઠ્ઠા દિવસથી ડેવલપ થવાની શરૂઆત થાય છે.  તેના સેલ મલ્ટિપ્લિકેશન કરે છે અને જેના લીધે મ્યુકસ સિક્રીટિંગ ગ્લેંડ્સ અને બ્લડ કેપેલરીઝ મા વધારો થાય છે. આમ યુટ્રસ નુ એન્ડોમેટ્રિયમ બલ્કી બને છે અને વાસ્ક્યુલર બને છે. 

            આ ફેઝ ના અંતે યુટ્રસ ની અંદર ની દિવાલ એ ફર્ટીલાઈઝ એગ ના  ઇમ્પ્લાન્ટેશન માટે રેડી થાય છે. આ ફેઝ  એ ઓવ્યુલેશન થવાની સાથે પૂરો થાય છે આ ફેસના અંતના ભાગે ઇસટ્રોજન લેવલમા ઘટાડો જોવા મળે છે.

3. સિક્રેટરી ફેઝ.

             પ્રોલીફરેશન ફેઝ પૂરો થયા બાદ સિક્રીટરી ફેઝ ની શરૂઆત થાય છે. જે મેનસ્રૂએશન સાયકલના 15 મા દિવસથી શરૂ થઈ 28 મા દિવસ સુધી સિક્રીટરી ફેઝ જોવા મળે છે.

             આ ફેઝ મા પ્રોજેસ્ટેરોન હોર્મોન અગત્યનો હોવાથી આ ફેઝ ને પ્રોજેસ્ટેરોન ફેઝ પણ કહેવામા આવે છે.

           જ્યારે ઓવ્યુલેશન થવાના લીધે ઓવરી દ્વારા મેચ્યોર એગ રિલીઝ થાય છે ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન નુ પ્રમાણ ઘટે છે પરંતુ યૂટ્રસ ની દિવાલ કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન સિક્રીટ કરી પ્રેગ્નન્સી મેન્ટેન કરે છે.

               આ મેચ્યોર ઓવમ એ સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝ ન થવાના લીધે કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોનને ડીક્રીઝ કરે છે અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ના ઘટાડાના કારણે ઓક્સિટોસિન હોર્મોન ના પ્રમાણમા વધારો જોવા મળે છે અને યુટ્રસ ના મસલ્સમા કોન્ટ્રાકશન આવવાની શરૂઆત થાય છે. 

            કોર્પસ લ્યુટીયમ એ ફર્ટિલાઇઝ ઓવમ ને રીસીવ ન કરવાના લીધે અને યુટેરાઇન કોન્ટ્રાકશનમા વધારો થવાના લીધે નેક્સ્ટ સાયકલ આ ફેઝ ના અંતે શરૂ થાય છે.

f. Functions of skin ચામડીના કર્યો

સ્કીન એ બોડીની બહારની બાજુએ ફરતે એક કંટીન્યુઅસ આવરણ બનાવે છે, જેનાથી તે ફર્સ્ટ લાઈન ઓફ પ્રોટેકશન તરીકે કાર્ય કરે છે.

માઈક્રો ઓર્ગેનિઝમ ને બોડીમા ડાયરેક્ટલી એન્ટર થતા રોકે છે.

કોઈપણ બહારની બાજુએથી ઇન્જરી કે કોઈપણ નુકસાનકારક તત્વો ને શરીરમાં અંદર જતા રોકે છે.

તે નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેઇન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.

સ્કીન એ બોડીને આઉટર ફ્રેમ વર્ક આપે છે. તે બોડીમા આવેલા બધા ઓર્ગનમા સૌથી મોટુ ઓર્ગન છે.  બધા ઓર્ગન્સ ને બહારની બાજુએ કવર કરવાના કારણે તે બોડીને શેપ આપવાનુ કાર્ય કરે છે.

તે બોડીમા વિટામિન ડી નુ સિન્થેસિસ કરે છે. જેમા સ્કીનમા સેવન ડી હાઈડ્રોકોલેસ્ટ્રોલ નામનુ એક કેમિકલ આવેલુ હોય છે. જે સૂર્ય તરફથી આવતા અલ્ટ્રા વાયોલેટ રેઈઝ ને વિટામીન d3 અને કોલીકેલ્સીફેરોલ મા કન્વર્ટ કરે છે. આમ તે વિટામિન ડી નુ સિન્થેસિસ કરવાનુ કાર્ય કરે છે.

સ્કીન એ બોડી મા આવેલા વેસ્ટ પ્રોડક્ટ અને નુકસાનકારક સબસ્ટન્સને બોડી માથી એકસ્ક્રિટ કરવાનુ કાર્ય પણ કરે છે. તે પસ્પીરેશનના સિક્રીશન દ્વારા બોડી માથી અમુક અંશે વેસ્ટ પ્રોડક્ટ નુ એક્સક્રીસન પણ કરે છે.

સ્કીન મારફતે અમુક સબસ્ટેન્સ નુ એબ્સોપ્શન પણ થાય છે. આ એક મેડીકેશન માટે નો રૂટ પણ છે.  જેમા સ્કિન એ તેના પર લગાવવામા આવેલા અમુક ઓઇન્ટમેન્ટ અને મેડિસિનને એબ્સોર્બ કરી અને તેને સિસ્ટમિક સર્ક્યુલેશન મા મોકલે છે.

સ્કીનમા સેન્સરી નર્વ એન્ડીન્ગ્સ આવેલા હોય છે. જે ટચ, ટેમ્પરેચર અને પેઇન  વગેરેના ઇમ્પલસીસ બ્રેઇન સુધી ટ્રાન્સમિટ કરવામા મદદ કરે છે. જેનાથી આપણને દરેક સ્ટીમ્યુલેશન નુ ઇન્ટરપ્રિટેશન થાય છે.

સ્કીન એ અમુક ન્યુટ્રીયંટ મટીરીયલ્સ ને સ્ટોરેજ કરવાનુ પણ કામ કરે છે જેમ કે ફેટ.

સ્કીન એ વુડ હીલિંગમા અગત્યનુ ફંક્શન કરે છે.

g. Functions of Kidney કીડનીના કર્યો

કિડની એ મુખ્યત્વે યુરીન ફોર્મેશન કરવાનુ કાર્ય કરે છે.

કિડની એ બ્લડને ફિલ્ટર કરી વેસ્ટ પ્રોડક્ટ યુરીન મારફતે બહાર કાઢવાનુ કાર્ય કરે છે.

કિડની એ ઇલેક્ટ્રોલાઇટ નુ નોર્મલ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.

તે બ્લડની પી એચ જાળવવાનુ કાર્ય કરે છે.

બોડીમા મેટાબોલિઝમના અંતે જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટને બોડીમાંથી દૂર કરવાનુ કાર્ય કરે છે.

કિડની એરિથ્રોપોએટીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે આરબીસીના પ્રોડક્શન માટે ખૂબ જ અગત્ય નુ કાર્ય કરે છે.

કિડની રેનીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.

કિડની એ બોડીમા વોટર બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.

h. Preventive measures of infection ચેપ અટકાવવાના ઉપાયો

સ્ટાન્ડર્ડ પ્રિકોશન :-

ઇન્ફેકશન ની ચેઇન ને બ્રેક કરવા માટે પેથોજન વાળા બોડી ફ્લુઇડ થી ટ્રાન્સમિશન ના થાય માટે સ્ટાન્ડર્ડ પ્રિકોશન હોવા જોઈએ

2. હેન્ડ હાયજીન :-

ક્રોસ ઇન્ફેકશન અટકાવવામાં આ નંબર વન શસ્ત્ર છે માઇક્રો ઓર્ગેનિઝમ નો ફેલાવો સૌથી વધુ હાથ દ્વારા થાય છે જેથી દરેક પ્રોસીજર કરતાં પહેલા અને પછી હેન્ડ વોશ અવશ્ય કરવા જોઈએ. દરેક કનટામીનેટેડ વસ્તુ ને ટચ કર્યા પછી હેન્ડ વોશ કરવા ખૂબ જરૂરી છે

3.એસેપ્ટિક તકનીક

જેમાં કોન્ટેક્ટ પ્રિકોશન અને પ્રોસીઝર દરમિયાન એસેપ્ટિક ટેકનિક નો ઉપયોગ કરવો . ઇન્વેસીવ પ્રોસીઝર માં સ્ટરાઈલ વસ્તુઓ નો જ ઉપયોગ કરવો

4. પર્યાવરણીય ચેપ નિયંત્રણના પગલાં

હોસ્પિટલ માં વપરાતા સાધનો અને આજુ બાજુ નું વાતાવરણ ક્લીન રાખવું જોઈએ તેમજ હોસ્પિટલ ની ફ્લોર એન્ટિ-સેપ્ટિક સોલ્યુશન થી ક્લીન કરાવવી જોઈએ. પ્રોસીઝર અથવા કામ કરતી વખતે ઉત્પન્ન થતો બાયો -મેડિકલ વેસ્ટ નો યોગ્ય રીતે ડીસ ઇન્ફેકટ કરી નિકાલ કરવો જોઈએ.

5. ડ્રોપલેટ પ્રિ-કોશન

હોસ્પિટલ માં કામ કરતી વખતે હમેશા માસ્ક પહેરવું જોઈએ તેમજ ઇન્ફેકટેડ પેશન્ટ ને પણ પહેરવું જોઈએ ,કફિંગ ,સ્નઈઝિંગ વગેરે વખતે પ્રિકોશન લેવા સમજાવવું જોઈએ.

6. P.P.E

પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ થી ક્રોસ ઇન્ફેકશન નર્સ અને તેનાથી પેશન્ટ ને લાગતું અટકાવી શકાય ,જેના કેપ,માસ્ક ,ગાઉં નો ઉપયોગ કરવા માં આવે છે. જે હાયલી ઇન્ફેકશીયશ પેશન્ટ ના કેર દરમિયાન પહેરવું જોઈએ.

7. હેલ્થ એજ્યુકેશન :-

હોસ્પિટલ માં ઇન્ફેકશન ના ફેલાય તે માટે પેશન્ટ અને તેની નીચે કામ કરતાં કર્મચારીઓને હેલ્થ એજ્યુકેશન આપે છે

Q-3 (A) Fill in the blanks. ખાલી જગ્યા પૂરો

1) ………..gives the color of eye
આંખોને રંગ……..આપે છે. (આઇરિસ).

2) ……….is stored in the gall bladder. ગોલ બ્લેડરમાં……… સંગ્રહ થાય છે. (બાઈલ)

3) Layer of the brain is called………. બ્રેઇન (મગજ)ના લેયરને……….. કહે છે. (મેનેન્જીસ)

4) Islets of Langerhans situated in ………..
આઇલેટ્સ ઓફ લેન્ગરહેન્સ ………..માં આવેલું છે. (પેનક્રિયાઝ)

5) Male sexual hormone situated by testes is……… પુરૂષમાં ……..જાતીય હોર્મોન્સ ટેસ્ટીસ દ્વારા ઉત્પન્ન થાય છે. (ટેસ્ટોસ્ટેરોન)

6) 10th Cranial nerve is…….. દશમા નંબરની કેનિયલ નર્વ…… છે. (વેગસ)

7) is the longest & strongest bone in the human body. માણસના શરીરમાં લાંબુ અને મજબુત બોન(હાડકું) ……છે. (ફીમર)

8) …….cartilage is situated in trachea. ટ્રેકીયામાં ……કાર્ટિલેજ આવેલા છે. (હાઇલાઇન)

9) Life span of R.B.C is ……….days. લાલ રક્તકણનું આયુષ્ય દિવસનું ……હોય છે. (90 થી 120 દિવસ )

10) Middle layer of artery is called…….. ધમનીના વચ્ચેના પડને ……કહે છે. (ટ્યુનિકા મીડીયા)

(B) State whether following statements are True or False. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો

1) Pyloric Sphincter is situated between Stomach and Esophagus. પાયલોરીક સ્ફીન્કટર સ્ટમક અને ઇસોફેગસ(અન્નનળી)ની વચ્ચે આવેલું હોય છે. (ખોટુ)

2) Largest organ of the body is Skin. શરીરનું મોટામાં મોટું અવયવ ચામડી છે. (સાચુ)

3) Respiratory center is situated in the Medulla oblongata. રેસ્પીરેટરી સેન્ટર મેડયુલા ઓબ્લનગેટામાં બાવેલુ છે. (સાચુ)

4) The Pineal gland is the master gland of the body શરીરની મુખ્ય ગ્લેન્ડ પીનિયલ ગ્લેન્ડ છે. (ખોટુ)

5) Normal systolic blood pressure is 80mm of Hg. નોર્મલ સીસ્ટોલીક બ્લડ પ્રેશર 80mm of Hg હોય છે. (ખોટુ)

6) Pulmonary artery supplies blood to the heart. હ્રદયને પલ્મોનરી આર્ટરી બ્લડ સપ્લાય કરે છે. (ખોટુ)

7) 2d cervical vertebra known as Axis. બીજા નંબરના સર્વાઈકલ વાર્ટેબ્રાને એકસીસ કહે છે. (સાચુ)

8) C.S.F. is circulated in Spinal cord. સ્પાઇનકોર્ડમાં સી.એસ.એફ. સર્ક્યુલેટ થાય છે. (સાચુ)

9) Uterus is situated in abdominal cavity. ગર્ભાશય એબ્ડોમીનલ કેવીટીમાં આવેલું છે. (ખોટુ)

10) Causative organism of cholera is Vibrio. વીબ્રીઓ એ કોલેસ થવા માટે કારણભૂત ઓર્ગેનીઝમ છે. (સાચુ)

( C) Write Multiple Choice Questions. નીચેના માં થી સાચો વિકલ્પ લાખો 10

1.Deglutition is also called as- ડીઝલ્યુટીશનને કહેવામાં આવે છે.

a) Bolus -બોલસ

b) Swallowing –

c) Pain -પેઈન

d) Digestion -ડાયજેશન

2.Integumentary system

a) Cervix -સર્વીક્ષા

b) Ureters- યુરેટર્સ

c) Skin – સ્કીન

d) Langs-લંન્સ

3.Part of eye included all of the following except-નીચેના માંથી એક સિવાય બધા આંખના ભાગ છે.

a) Stapes – સ્ટેપીસ

b) Comes – કોર્નીયા

c) Lens- લેન્સ

d) SELEM-સ્કેલેરા

4.Hospital acquired infection is called as હોસ્પીટલમાંથી લાગતા ચેપને કહે છે.

a) Endogenous infection એન્ડોજીનીથમ ઇન્ફેક્શન

e) Nosocomial infection નોસોકોમીયલ ઇન્ફેકશન

b) Exogenous infection એકલોજીનીયસ ઇન્ફેકશન

d) Septicemia સેપ્ટીસીમીયા

5.Normal PH value of the blood is બ્લડની નોર્મલ પી .એચ .વેલ્યુ છે .

a) 7.30 to 7.45

b) 7.35 to 7.40

c) 7.15 to 7.45

d) 7.30 to 7.50

6.Normal number of cardiac cycle per minute is – એક મિનિટમાં સામાન્ય કાર્ડીયાક સાઇકલ હોય છે.

a) 10-20

b) 90-100

c) 60-80

d) 200-400

7.Movable bone in face is- ફેસનું મુવેબલ બોન છે.

a) Maxillary bone – મેક્ઝીલરી બોન

c) Zygomatic bone ઝાયગોમેટીક બોન

b) Mandible bone – મેન્ડીબલ બોન

d) Vomer bone વોમઅ બોન

8.Which human organ system is responsible for exchanging gases with outside environment? બહારના વાતાવરણ અને ગેસીસ વચ્ચેની લેવડદેવડ માનવીની કઈ સીસ્ટમમાં થાય છે?

a) Respiratory system રેસ્પીરેટરી સીસ્ટમ

c) Urinary system – યુરીનરી સીસ્ટમ

b) Endocrine system – એન્ડોકાઇન સીસ્ટમ

d) Circulatory system – સકર્યુલેટરી સીસ્ટમ

9.Total pair of Spinal nerves in human body

a) 30

c) 32

b) 31

d) 28

10.Knee joint is a type of – ઘૂંટણનો જોઈન્ટ આ પ્રકારનો છે.

a) Hinge joint – હીન્જ જોઇન્ટ

c) Saddle joint – સેડલ જોઈન્ટ

b) Pivot joint પિવોટ જોઈન્ટ

d) Ball & Socket joint બોલ અને સોકેટ સંયુક્ત

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as BIOSCIENCE PAPERS FY GNM, Uncategorised