23/04/2024-HEALTH PROMOTION-ANM-FY

23/04/2024

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) ફેફસાની આકૃતિ દોરો. 03

(૨) સ્ટમકની આકૃતિ દોરી તેના વિશે લખો.04

સ્ટમક

  • સ્ટમક એ j શેપ નું હોય છે. અને પાચનતંત્ર નું મુખ્ય અવયવ છે. સ્ટમક એ પેટના પોલાણમાં એબ્ડોમીનલા કેવીટીમાએપીગેસ્ટ્રીક, અંબેલિકલઅનેલેફ્ટ હાઈપોકોન્ડ્રીયાક રીજીયન માં આવેલું હોય છે. સ્ટમક એ પોલી કોથળી જેવુ ઓર્ગન છે જઠર ની આગળ ની બાજુ એ લીવર નું ડાબુ લોબ અને પાછળની બાજુએ સ્વાદુપિંડ ગોલબ્લેડર વગેરે આવેલા હોય છે.
  • સ્ટમક માં 1.5 લીટર જેટલો ખોરાક એકી સાથે સમય શકે છે.

સ્ટમકના ભાગો

સ્ટમકના મુખ્યત્વે ત્રણ ભાગ પડે છે.

૧) ફન્ડસ

૨) બોડી

૩) પાઈલોરસ

1) ફન્ડસ: સ્ટમકના ઉપરના ભાગને ફંડસ કહે છે જે અન્નનળી સાથે જોડાયેલું હોય છે. તેમજ ત્યાં આગળ કાર્ડીયાક સ્પિકટર આવેલું હોય છે.

2) બોડી: સ્ટમકની વચ્ચે આવેલા પોલાં ભાગને બોડી કહે છે

3) પાઈલોરસ: પાઈલોરસ એ સ્ટમકનો અંતિમ ભાગ છે.

સ્પિન્કટર:

સ્ટમક માં મુખ્યત્વે બે સ્પિન્કટર આવેલા હોય છે.

A. કાર્ડીઆક સ્પિન્કટર

B. પાયલોરીક સ્પિન્કટર

A) કાર્ડીઆક સ્પિન્કટર: ઈસોફેગસ માંથી સ્ટમક માં આવેલા ખોરાક ને પાછો ઈસોફેગસ માં થતો અટકાવે સ્પિન્કટર ઈસોફેગસ અને સ્ટમક ની વચ્ચે આવેલું છે જે

B) પાયલોરીક સ્પિન્કટર : & સ્પિન્કટર સ્ટમક અને સ્મોલ ઇન્ટેસ્ટાઈન વચ્ચે આવે છે. આ સ્પિન્કટર મુખ્યત્વે ખોરાક ને સ્મોલ ઇન્ટેસ્ટાઇન માંથી સ્ટમક માં આવતો અટકાવે છે.

વળાંક :-

સ્ટમક માં મુખ્યત્વે બે વળાંક આવેલા હોય છે.

1) ગ્રેટર કર્વેચર: સ્ટમક માં આવેલા મોટા બહિગર્ગોળ વળાંકને ગ્રેટર કર્વેચર કહે છે.

2) લેસર કર્વેચર: સ્ટમક માં આવેલા અંતર્ગોળ ભાગવાળા વળાંક ને લેસર કર્વેચર કહે છે.

સ્ટમકના લેયર:

સ્ટમક ના મુખ્યત્વે ચાર લેયર છે

૧) પેરિટોનિયમ લેયર: તે સૌથી બહારનું લેયર છે અને મોટામાં મોટું લેયર છે.

૨) મસ્ક્યુલર લેયર: આ લેયર મુખ્યત્વે મુવમેન્ટ દ્વારા ખોરાકને આગળ ધકેલવા માં મદદ કરે છે.

૩) સબ ક્યુટેનીયસ લેયર: આ લેયર મુખ્યત્વે કનેક્ટિવ ટીશ્યુ નું બનેલું હોય છે જે મુખ્યત્વે જુદા જુદા ઉત્સેચકો ઉત્પન્ન કરવા માં મદદ કરે છે

૪) મસ્ક્યુલર લેયર: આલેયર મુખ્યત્વે ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે

બ્લડ સપ્લાય:

  • ગેસ્ટ્રીક આર્ટરી દ્વારા શુદ્ધ બ્લડ સપ્લાય થાય છે તેમજ અશુદ્ધ બ્લડ ગેસ્ટ્રીકવેઈન દ્વારા પાછું જાય છે.

નર્વે સપ્લાય:

  • સીમ્પેથેટિક નર્વ સપ્લાય થાય છે જ્યારે વેગસ નર્વ દ્વારા સ્ટમક ના પાચક રસો ઉત્તેજિત થાય છે

સ્ટમકના ફંકશન:

  • ખોરાક ની થોડા સમય માટે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે એટલેકે રીઝર્વ વાયર તરીકે નું કાર્ય કરે છે
  • ગેસ્ટ્રિક જ્યૂસને તૈયાર કરી પ્રોટીનના રાસાયણિક પાચનમાં મદદ કરે છે (પેપ્સીન રેડીન)
  • ખોરાક ને ગેસ્ટ્રિક જ્યુસ સાથે મિક્સ કરી ખોરાક ને આગળ ધકેલવાનુ કાર્ય કરે છે.
  • ખોરાક ને વલોવાની ની ક્રિયા કરે છે.
  • સ્ટમક માં તૈયાર થતો હાઇડ્રોક્લોરિકએસિડ ખોરાક ને એસિડિક બનાવે છે જેથી સ્ટમક માં મોટા ભાગના માઈક્રો ઓર્ગેનિઝમ નાશ પામે છે.

(૩) કોષ ( સેલ )ની આકૃતિ દોરી સમજાવો.05

સેલ

  • સેલએ માનવ શરીરનો નાનામાં નાનો એકમ છે. તે જીવીત પદાર્થ છે. તેનાથી મનુષ્યના શરીરનું બંધારણ થાય છે. ધણા બધા Cell ભેગા થાય ત્યારે Tissue બને છે. Cell સૌથી નાનો એકમ હોવાથી તેને જોવા માટે માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે.

સેલ નું બંધારણ :

1.સેલ મેમ્બ્રેન (કોષદિવાલ)

  • સેલ મેમ્બ્રેન એ સેલનું સૌથી બહારનું આવરણ છે. તે પ્રોટીનનું બનેલું હોય છે. આ આવરણમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે જેના દ્વારા ખોરાક જીવરસ સુધી પહોંચે છે. જીવરસ એ સેલને રક્ષણ અને આહાર આપવાનું કાર્ય કરે છે.

2.સાઈટો પ્લાઝમા (જીવરસ)

  • તે જેલી જેવું પ્રવાહી છે. તે રંગવિહીન તથા પારદર્શક છે. તેની નાઈટ્રોજન, ચરબી તેમજ કાર્બોહાઈટ્રેડ આવેલા હોય છે. આ પ્રવાહીમાં માઈટોકોન્ડ્રીયા કણાભસુત્ર, ગોલ્ગીકાય, સેટ્રોઝોમ આવેલા હોય છે આ બધા જ મહદઅંશે તેમાં તરતા હોય છે.

3.ન્યુક્લિયસ(કોષકેન્દ્ર)

  • ન્યુક્લિઅસ એ સેલના બ્રેનનું કાર્ય કરે છે તે Cell ની વચ્ચે આવેલો ગોળાકાર છે. અને સખત હોય છે. તે પ્રોટીનના નાના-નાના ફાઈબર જેવી રચના ધરાવે છે. તેમજ કોષના કાર્યો ઉપર નિયંત્રણ રાખે છે. ન્યુક્લિઅસ વિના સેલ મૃત્યુ પામે છે.

4.ન્યુક્લિયસ મેમ્બ્રેન

  • ન્યુક્લિઅસની આસપાસ તેના રક્ષણ માટે આવેલા આવરણને ન્યુક્લિયસ મેમ્બ્રેન કહે છે.

5.ક્રોમોસોમ્સ(રંગસૂત્રો)

  • ન્યુક્લિયસ મેમ્બ્રેન ની અંદરની બાજુએ તાંતણા જેવા આકારમાં રંગસુત્રો આવેલા હોય.

6.મીંટોકોન્ડ્રીયા (કણાભસુત્ર)

  • મીંટોકોન્ડ્રીયા સેલમાં શ્વાસોચ્છવાસનું કામ કરે છે. તે ગરમી અને શક્તિ ઉત્પન્ન કરવાનું કામ કરે છે તેથી તેને સેલ નું પાવર હાઉસ કહે છે. તેને બે આવરણ આવેલા હોય છે અને તે પ્રજનન ઉપર કંટ્રોલ કરે છે.

7 .ગોલ્ગીકાય

  • ગોલ્ગીકાય એ ન્યુક્લિઅસની નજીક આવેલી છે. ગોલ્ગીકાય કોષમાં સ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.

8.રીબોઝોમ્સ

  • ન્યુક્લિઅસની નજીકમાં આવેલા તાંતણા જેવા ભાગને રીબોઝોમ્સ કહે છે. જે-તે સેલના વિભાજનમાં તે સૌથી અગત્યનો ભાગ ભજવે છે.

સેલ ના કાર્યો:-

  • પોતાનો વૃધ્ધિ અને વિકાસ કરે છે.
  • માનવ શરીરને ખોરાક મેળવવા માટેનું કાર્ય કરે છે.
  • ચયાપચયની ક્રિયા દ્વારા માનવશરીરમાં ગરમી અને શક્તિનું નિર્માણ કરે છે. 3.
  • શ્વાસોચ્છવાસની ક્રિયા માટે ઉપયોગી છે.
  • ફેફસામાંથી આવતો ઓક્સિજન સેલ પોતે મેળવે છે અને પોતાનામાં રહેલો કાર્બનડાયોક્સાઈડ(CO2) લોહીમાં પાછો આપી દે છે.
  • શ્વાસોચ્છવાસમાં શુધ્ધ લોહી દ્રારા O2 મેળવવાનું કાર્ય કરે છે.

અથવા

(૧) હાર્ટની આકૃતિ દોરો.03

🔸હૃદયની આકૃતિ

(૨) સ્કલબોન વિશે લખો.04

સ્કલબોન

સ્કલ એટલે કે ખોપરી (Skull) એ માનવ શરીરના હાડકાંમાંથી એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. તે મગજ (Brain), આંખો (Eyes), કાન (Ear), નાક (Nose) અને મોઢાના પ્રાથમિક અંગોને રક્ષણ આપે છે.

સ્કલના ભાગો

  • સ્કલને મુખ્યત્વે બે ભાગોમાં વહેંચવામાં આવે છે:

1. ક્રેનિયમ (Cranium):

  • મગજને ઘેરીને રક્ષણ આપે છે.
  • કુલ 8 હાડકાં હોય છે.
  • Frontal Bone (ફ્રોન્ટલ – કપાળનું હાડકું)
  • Parietal Bone – 2 (પેરીટલ – માથાના બાજુના હાડકાં)
  • Temporal Bone – 2 (ટેમ્પોરલ – કાનની આજુબાજુના હાડકાં)
  • Occipital Bone (ઓક્સિપિટલ – માથાના પાછળનું હાડકું)
  • Sphenoid Bone (સ્પેનોઇડ – ક્રેનિયમની તળીયે)
  • Ethmoid Bone (ઇથમોઇડ – આંખોની વચ્ચે)

2. ફેશિયલ બોન્સ (Facial Bones):

  • ચહેરાની રચના કરે છે.
  • કુલ 14 હાડકાં હોય છે.
  • Nasal Bone – 2 (નાકના હાડકાં)
  • Lacrimal Bone – 2 (આંખની કોણે)
  • Maxilla – 2 (ઉપરનું જડબું)
  • Zygomatic Bone – 2 (ગાલના હાડકાં)
  • Palatine Bone – 2 (મોઢાના છતનું હાડકું)
  • Inferior Nasal Concha – 2 (નાકની અંદરનાં હાડકાં)
  • Vomer – 1 (નાકની વચ્ચેનુ હાડકું)
  • Mandible – 1 (નીચાનું જડબું – એકમાત્ર ચલ હાડકું)

સ્કલની કાર્યો

  1. મગજને રક્ષણ આપવું.
  2. ચહેરાની આકાર આપવો.
  3. સંવેદન અંગોને (Eyes, Ears, Nose, Tongue) રક્ષણ આપવું.
  4. ચાવવાની અને બોલવાની પ્રક્રિયામાં સહાય.
  5. નસો અને રક્તવાહિનીઓ માટે માર્ગ પ્રદાન કરવો.

(૩) ચામડીના કાર્યો લખો.05

🔸સ્કીન (ચામડી)

  • સ્કીન એ સૌથી ઉપરનું કવર છે તે શરીરના અવયવોનું રક્ષણ કરે છે તે સ્પર્શનું જ્ઞાન કરાવે છે.
  • આ માટે તેમજ જ્ઞાનતંતુ આવેલા હોય છે આમ ચામડી અગત્યનું સેન્‍સરી અંગ છે.

🔸ચામડીના કાર્યો

  • શરીરના અવયવોનું રક્ષણ કરે છે અને શરીરને કવર કરવાનું કામ કરે છે.
  • શરીરને આકાર અને શોભા આપે છે.
  • સ્પર્શ, તાપમાન અને દુખાવાનું જ્ઞાન કરાવે છે.
  • શરીરનું ઉષ્ણ તાપમાન જાળવી રાખે છે.
  • પાણી અને ચરબીનું શોષણ કરે છે અને સંગ્રહ કરે છે.
  • પરસેવા રૂપે નકામો કચરો બહાર કાઢે છે આ રીતે સ્કિન અને કિડનીના કાર્યમાં મદદ કરે છે.
  • શરીરના અંદરના અવયવોને ઈજાથી અને માઈક્રો ઓર્ગેનિઝમથી બચાવે છે. સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડી તૈયાર કરે છે.

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) ખોરાકના મુખ્ય ઘટકો જણાવી સમતોલ આહાર વિશે સવિસ્તાર લખો. 08

ખોરાકના મુખ્ય ઘટકો

  • પ્રોટીન
  • કાર્બોહાઇડ્રેટસ
  • ફેટ
  • મિનરલ્સ
  • પાણી

સમતોલ આહાર

  • સમતોલ આહાર જુદા-જુદા ખાદ્યસામગ્રીમાંથી બનેલો છે.
  • આ સમતોલ આહાર આપણી પાયાની જરૂરિયાત છે.
  • તે સારી રીતે રાંધેલો હોવો જોઈએ જેથી શરીરની યોગ્ય વૃધ્ધિ થઈ શકે અને તેમાં અનાજના પૂરતાં તત્વો હોવા જોઈએ. જેથી કોઈપણ તત્વની ઊણપ ઊભી થાય નહિ.
  • આ સમતોલ આહાર આપણા શરીરને રોગ પ્રતિકાર શક્તિ આપે છે. અને શરીરનું ઉષ્ણતામાન જાળવી રાખે છે.
  • શરીરમાં ઉત્પન્ન થતાં પાંચક તત્વો કે પોષક પદાર્થોના પરિવર્તનમાં તકલીફના પડે તેવો ખોરાક હોવો જોઈએ. તેમજ પચવામાં પણ યોગ્ય હોવો જોઈએ સમતોલ આહાર બધાના માટે એક સરખો હોતો નથી.
  • આકારનું પ્રમાણ વ્યક્તિની જાતિ, ઉંમર, કાર્ય, સ્થળ, મૌસમ, ધર્મ, ઋતુ ખાવાનીટેવ, સામાજીક જીવન અને આર્થિક પરિસ્થિતિ પર આધાર રાખે છે.
  • આ તમામ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સમતોલ આહાર બનાવવો જોઈએ. આ ઉપરાંત વ્યક્તિગત પસંદગી પણ ધ્યાનમાં રાખવી જોઈએ.

DEFINITION: સમતોલ આહાર એટલે કે જે પ્રોટીનમાંથી શરીરને જરૂરી સાથે તમામ ઘટકો જેવાકે પ્રોટીન, ફેટ,કાબોહાઇડ્રેટ,વિટા મીન તથા મિનરલ્સ અને પાણી તેમજ શરીરની તદુરસ્તી જાળવવા માટેની તમામ આવશ્યક ક્રિયા કરવા માટેની શક્તિ અને બિમારીના પ્રસંગે સંગ્રહ કરેલ શક્તિનો ઉપયોગ થઇ શકે તેવા પ્રકારના ખોરાકને બેલેંસ ડાયટ કહે છે.

સમતોલ આહાર માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા

1. ઉંમર

  • બાળકોને શારીરિક વૃધ્ધિ કરનાર અન્ય ઘટકો અપાય છે. જ્યારે, ઘરડા, વ્યક્તિને ઓછું અને હલકું ભોજન લેવાની સલાહ લેવી આ ઉપરાંત વ્યક્તિગાત રુચિ પ્રમાણે ખોરાક અપાય છે.

2. કાર્ય

  • હલકા કામ કરનારને ઓછું અને વધારે કામ કરનારને વધુ કેલરીવાળું ભોજન લેવું જોઈએ.

૩. જાતિ

  • સ્ત્રી કરતાં પુરુષમાં વધારે કેલરીવાળું ભોજન જરૂરિયાત હોય છે.

4. સ્થળ

  • મેદાન ઉપર રહેનારને ઓછા અર્નજીવાળાને ખોરાકની જરૂર ઓછી હોય છે.
  • જ્યારે પહાડો પર રહેનારને વધુ ખોરાકની જરૂર પડે છે. કા.કે પહાડોમાં વધું શક્તિનો વ્યય થાય છે.

5. ઋતુ

  • ગરમ પ્રદેશોમાં ઓછું ભોજન જોઈએ અને ઠંડા પ્રદેશમાં શરીરની શક્તિ અને ઉષ્ણતામાન ટકાવવા વધું શક્તિની જરૂર છે.

6. ધર્મ

  • કેટલીક વ્યક્તિઓ માંસાહારી છે. અને જુદા-જુદા સમતોલ આહારની જરૂર છે.

7. ખાવાની ટેવો

  • દરેક વ્યક્તિને, વ્યક્તિગત ખાવાની પસંદગી જુદી-જુદી હોય છે. એટલે પોતાની પસંદગી પ્રમાણે સમતોલ આહાર લેવો.

8. સામાજીક રીત રિવાજ

  • ભોજન બનાવવાની પધ્ધતિ બધાં સમાજમાં એક સરખી હોતી નથી એક જ વસ્તુ જુદીરીતે બનાવવાની હોય છે.
  • દા.ત. ચોખા મદ્દાસી અને બંગાળી લોકો ચોખાનો વધારે ઉપયોગ કરે છે.
  • બંગાળી લોકો ભાત સાથે માછલી ખાય મદ્દાસી લોકો ભાત સાથે આંબલીનું પાણી ખાય છે.

9. આર્થિક પરિસ્થિતી

  • ગરીબોમાં એવી વસ્તુનો સમાવેશ કરવો કે જેમની કિંમત ઓછી હોય અને અન્ય તત્વો મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ.
  • મધ્યમ વર્ગના લોકોને થોડું સાદું અને સસ્તું અને સારું ખોરાક મળે જ્યારે પૈસાદાર લોકોને ડાયટિંગ કરવું પડે.

10. ભૌગોલિક વાતાવરણ

  • પહાડી પ્રદેશોમાં ઘણી મુશ્કેલીથી ખેતી થાય છે. જ્યારે મેદાનમાં સરળતાથી ખેતી થાય છે.
  • આ ઉપરાંત જમીન વરસાદ, સિંચાઈ, અને અન્ય પ્રકારનાં સાધનો વગેરેનો અનાજનો ઉત્પાદન ઉપર આધાર રાખે છે.
  • પંજાબનો મુખ્ય ખોરાક ઘઉં જ્યારે સમુદ્ર કિનારે વસ્તા લોકોનો મુખ્ય ખોરાક બાજરી હોય છે.
  • આમ વાતાવરણ પ્રમાણે અલગ-અલગ જગ્યાએ અનાજની ઉત્પતી જોવા મળે છે.

રોજિંદી જરૂરિયાત

  • પુરૂષ – 2400 થી 3600 કેલરી
  • સ્ત્રી 2100 થી 3000 કેલરી
  • સગભા માતાને 2700 થી 3000 કેલરી
  • ધાત્રી માતાને 3000 થી વધુ કેલરી

બાળકોને તેના ઉંમરના પ્રમાણમાં

  • 1 થી 2 વર્ષ માટે 800 કેલરી
  • 3 થી 5 વર્ષે માટે 1100 કેલરી
  • 5 થી 7 વર્ષે માટે 1400 કેલરી
  • 8 થી 9 વર્ષે માટે 1700 કેલરી
  • 10 થી 15 વર્ષ માટે 2000 કેલરી

(૨) પ્રોટીનના કાર્યો લખો.04

🔸પ્રોટીનના કાર્યો

  • શરીરની વૃદ્ધિ અને વિકાસ કરે છે.
  • લોહીનું દબાણ જાળવી રાખે છે.
  • પાચકરસો અને ઉત્સેચકો બનાવે છે.
  • અંતઃસ્ત્રાવો બનાવવામાં મદદ કરે છે.
  • ચયાપચનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.
  • પ્રતિદ્રવ્યો (એન્ટીબોડી) બનાવે છે, જે ચેપ સામે રક્ષણ આપે છે.
  • ઘસાઈ ગયેલ ટીશ્યુને રિપેર કરે છે.
  • ઘા રૂઝાવામાં મદદ કરે છે.
  • હિમોગ્લોબીનની રચના માટે પ્રોટીન જરૂરી છે.
  • ૧ ગ્રામ પ્રોટીનમાંથી ૪ કેલરી મળે છે.

અથવા

(૧) આદર્શ કૂવો એટલે શું? આદર્શ કુવો બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો.08

આદર્શ કુવો એને કહેવાય જે

  • યોગ્ય જગ્યાએ હોય
  • બરાબર સારી રીતે બાંધેલ હોય
  • પ્રદૂષિત વાતાવરણથી રક્ષિત હોય
  • સલામત પાણીનો પુરવઠો મળતો હોય

આવા કુવાને આદર્શ કુવો કહેવામાં આવે છે.

🔸આદર્શ કુવો બાંધતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.

  • ૧) લોકેશન
  • ૨) લાઇનિંગ
  • ૩) પારાપેટ
  • ૪) પ્લેટ ફોર્મ
  • ૫) ડ્રેઈન
  • ૬) કવરિંગ
  • ૭) હેન્ડ પંપ
  • ૮) ક્વોલિટી
  • ૯) હેલ્થ એજ્યુકેશન

1.લોકેશન

  • કુવા માટે એવી જગ્યા પસંદ કરવી કે 15 મીટર અથવા 50 ફૂટ સુધી તેની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ તેમ જ ઉંચી જગ્યાએ બાંધવો જોઈએ.
  • કુવાના આકાર પ્રમાણે અંદરની સાઈડ પાકું પ્લાસ્ટર કરવું જોઈએ. જેથી સાઈડમાંથી દૂષિત પાણી કૂવામાં ન આવે.

2.લાઇનિંગ

  • લાઇનિંગ એટલે કુવાની અંદરની અને કુવાની ઉપરની લાઇનિંગ 6 મીટર અથવા 20 ફૂટ ઊંડે સુધી ઈંટ અથવા પથ્થરની સિમેન્ટ કોક્રીટથી ચણતર કરી પાકું પ્લાસ્ટર કરવું જોઈએ.
  • આ પાળી બનાવવાથી કોઈપણ પ્રદૂષણ અંદર જઈ શકતું નથી.

3. પારાપેટ

  • જમીનથી કુવાની ઉપર પાળી અથવા કઠોડો બનાવવો જોઇએ. તેમાં બંને સાઇડે અંદર અને બહાર સિમેન્ટ કોક્રીટથી ચણતર કરી પાકુ પ્લાસ્ટર કરવું જોઇએ. આ પાળી બનાવવાથી કોઇપણ પ્રદુષણ અંદર જઇ શકતું નથી.

4. પ્લેટ ફોર્મ

  • કુવાની આજુબાજુ સિમેન્ટ કોક્રીટનુ ત્રણ ફૂટ પહોળું પ્લેટફોર્મ બનાવવું જોઈએ અને તેમાં ઢાળ બહારની બાજુએ હોવો જોઈએ. જેથી પાણી ભરાઈ ન રહે.

5. ડ્રેઇન (ગટર)

  • કુવાના ઢાળ આગળ એક પાકી ગટરની વ્યવસ્થા હોવી જોઈએ. જેથી નકામું પાણી ગટરમાં જતું રહે.

6. કવરિંગ (ઢાંકણ)

  • કુવાની ઉપર એક સિમેન્ટ કોંક્રીટનું કવર હોવું જોઈએ અથવા તો જાળી તેમજ પતરાનું કવર હોવું જોઈએ. જેથી ઉપરથી કચરો અંદર ન પડે અને કુવાનું પાણી દૂષિત ન થાય.

7. હેન્ડ પંપ

  • કુવા ઉપર હંમેશા હેન્ડ પંપ મુકેલો હોવો જોઈએ અથવા કૂવામાંથી પાણી કાઢવા માટે એક જ ડોલ અને દોરી હોવી જોઈએ. અલગ અલગ વાસણ વાપરવાથી પાણી દૂષિત થાય છે.

8. ક્વોલિટી (ગુણવત્તા)

  • પાણીનો ટેસ્ટ કેવો છે તે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી પીવા લાયક પાણી છે કે નહીં તેની ખબર પડે પાણી ત્રણ પ્રકારે ટેસ્ટ કરવામાં આવે છે.
  • ફિઝિકલ
  • કેમિકલ
  • બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટ
  • અને ત્યાર પછી ઉપયોગમાં લેવામાં આવે છે.

9. હેલ્થ એજ્યુકેશન (આરોગ્ય શિક્ષણ)

  • જ્યારે કૂવો બનાવીને લોકાર્પણ કરવામાં આવે ત્યારે ઓથોરિટીવાળાએ લોકોને કુવાની સાચવણી તેમ જાળવણી વિશે માહિતગાર કરવા જોઈએ.
  • જેમાં વ્યક્તિગત, ફેમિલી અને કોમ્યુનિટીની જવાબદારી છે.
  • કુવાની ચોખ્ખાઈ કેવી રીતે રહી શકે જેમાં કપડાં ધોવાની, વાસણ ખસવાની તથા સ્નાન કરવાની મનાઈ કરવી.
  • કુવા સોંપે ત્યારે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી કે આ પાણીથી રોગ નહીં થાય.
  • ચોખા વાસણથી કુવામાંથી પાણી બહાર કાઢવાની એડવાઇઝ આપવી.
  • સમયાંતરે કૂવામાં ક્લોરીનેશન કરાવવું.
  • કુવાની આજુબાજુ હવાડો કે લેટ્રીન ન હોવા જોઈએ.

(૨) મેન્ટલી હેલ્ધી વ્યક્તિના લક્ષણો જણાવો.04

  • વ્યકિત પોતે પોતાની લાગણીઓ સમજી શકે છે.
  • પોતે પોતાની ઈચ્છાઓ જાણતો હોય.
  • પોતાનામાં શું ખામી છે તેની તેને ખબર હોય છે.
  • પોતાનામાં તેને પુરો ભરોસો હોય છે.
  • કોઈપણ પ્રકારના સંઘર્ષમાં તે શાંતીથી રહી શકે છે.
  • પોતાનું ગૃપ પણ જાળવી શકે છે.
  • પોતાના પર પુરેપુરો કાબુ હોય છે.
  • કયારેય પણ સરળતાથી અપસેટ થતો નથી.
  • દરેક પ્રકારની લાગણીને કંટ્રોલ કરી શકે જેવી કે દુ:ખ,ગુસ્સો,પ્રેમ,અફેર વગેર..
  • હમેશા દરેકને માન આપે તથા દરેક તરફથી માન મેળવી શકે છે.
  • હતાશા જેવી સ્થિતીમાંથી કાઈક શીખી શકે અને બહાર આવી શકે.
  • પોતાનું ધ્યેય નકકી કરી શકે છે.
  • જીંદગીમાં આવતા દરેક પ્રશ્નોનો મુકાબલો દઢતાથી કરી શકે છે.
  • જીંદગીના દરેક કામ અર્થવાળા હોય અને હેતુસભર હોય છે.
  • સમયનો પુરેપુરો સદઉપયોગ કરતો હોય.
  • પોતાની ફરજ પ્રત્યે સભાન અને નિષ્ઠાવાન હોય.
  • દરેક સાથે હળીમળીને રહે છે.
  • પોતાની થતી સાચી ટીકાઓ ને સહર્ષ સ્વીકાર કરે છે.
  • દરેકના સારા કાર્યોને બીરદાવે છે.
  • લોકો સાથે એડજેસ્ટ થઈ રહે
  • સારા મિત્રો બનાવી શકે તથા નિભાવી શકે
  • પોતાની લાગણી અને જરૂરીયાત પ્રત્યે હમેશા જાગૃત રહે.
  • હમેશા હકારાત્મક વિચારો કરતો હોય છે.
  • સારૂ વાંચન અને સારા મિત્રો હોય છે.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈ પણ બે) (6×2=12)

(૧) રાંધવાની જુદી જુદી પદ્ધતિઓ જણાવી ખોરાક સાચવવાની ઘરગથ્થુ રીત વિશે જણાવો.

રાંધવાની જુદી જુદી પદ્ધતિઓ (method of cooking)

  • 1.બોઈલીંગ
  • 2.સ્ટીમિંગ (વરાળ)
  • 3.સ્ટેવિંગ (ધીમા તાપે ઉકાળીને બનાવવું)
  • 4.ડીપ ફ્રાઈંગ (વધારે તેલમાં તળવું)
  • 5.શેલો ફ્રાય
  • 6.બેકિંગ (શેકવું)
  • 7.રોસ્ટિંગ (ગરમ તાપ પર શેકવું)
  • 8.ભઠ્ઠીમાં શેકવું
  • 9.સિમેરીંગ (ધીમા તાપે ઉકાળવું)
  • 10.પોચિંગ
  • 11.ગ્રીલિંગ
  • 12.પ્યુરી

ફૂડ પ્રીઝરવેશન એટલે ખોરાક સાચવવા ની ઘરગથ્થુ રીત

  • ભવિષ્યમાં લાંબા સમય સુધી ખોરાકની જરૂરિયાત પુરી કરવા ખોરાકને જુદી જુદી પધ્ધિત દ્વારા તેની ક્વોલીટી કે ક્વોટીટી જળવાય રહે તે હેતુથી રાખવામાં આવે તો તેવા ખોરાકને પ્રીઝરવેશન ઓફ ફૂડ કહેવાય છે.

હેતુ (પર્પસ)

  • સિઝન વિના પણ ખાદ્ય પદાર્થ જાળવી શકાય છે.
  • ખાદ્ય પદાર્થની ગુણવત્તા જળવાઇ રહે તે માટે
  • માઇક્રો ઓરગેનીઝમ નો નાશ થાય તે માટે.
  • રોગો સામે રક્ષણ રાખી શકાય તે માટે.
  • ખોરાકને લાંબી સમય રાખી શકાય તે માટે.
  • ખોરાક ઉપર હવા, તાપમાન અને ભેજ ની અસર ન રહે તે માટે.

ખોરાકને અસર કરતા પરિબળો

1. એક્સટર્નલ ફેક્ટર: બેક્ટેરિયા અને ફંગસ

2 ઇન્ટર્નલ ફેક્ટર: ટેમ્પરેચર, ઓક્સિજન અને ભેજ

  • બેક્ટેરિયા અને ફંગસ ને પોતાનું કામ સારી રીતે કરવા માટે ટેમ્પરેચર, ઓક્સિજન અને ભેજ જરૂરી છે. આ ત્રણેય બાબતો માંથી એકપણ બાબત ખોરાકને અનુકૂળ ન આવે તો ખોરાક બગડતો નથી. આ ત્રણેય બાબતો અનુકૂળ આવે તો ખોરાક બગડે છે.

મેથડ ઓફ ફૂડ પ્રિઝર્વેશન

  1. હાઉસ હોલ્ડ મેથડ
  2. કોમર્શિયલ મેથડ
  3. હાઉસ હોલ્ડ મેથડ
  4. કોલ્ડ સ્ટોરેજ
  5. ડ્રાઈંગ ઓર ડીહાઇડ્રેશન
  6. સ્મોકિંગ
  7. સોલ્ટીંગ એન્ડ પિકિંગ
  8. બોઇલિંગ એન્ડ પાસ્ટરાઇઝિંગ

(૨) કચરાના નિકાલની પદ્ધતિઓ જણાવી એ.એન.એમ. તરીકેનો રોલ જણાવો.

🔸કચરાનો યોગ્ય નિકાલ કરવાની પધ્ધતિઓ

1. અનુવર્તનપાત્ર (Biodegradable) અને અનુવર્તનઅયોગ્ય (Non-biodegradable) કચરાનું વિભાજન

  • ભિન્ન-ભિન્ન રંગના ડસ્ટબિનનો ઉપયોગ (હરો, વાદળી, લાલ વગેરે)
  • ઘરેલુ અને આરોગ્ય સંબંધિત કચરાનું જુદું વિભાજન.

2. ઇન્સિનેરેશન પદ્ધતિ (Incineration Method)

  • ખાસ કરીને હોસ્પિટલના ચેપી કચરાને ઇન્સિનેરેટરમાં બાળી નાખવો.
  • આ પદ્ધતિ ચેપી રોગો અટકાવે છે.

3. લેન્ડફિલ પદ્ધતિ (Landfill Method)

  • શહેરી અને ઉદ્યોગોનો કચરો જમીનમાં દફનાવવામાં આવે છે.
  • જમીનને સુરક્ષિત બનાવવામાં આવે છે.

4. ગોબર ગેસ પ્લાન્ટ / કમ્પોસ્ટિંગ (Composting)

  • ઘરેલું ભાજીપાલાનું બાકી રહેતું જૈવ કચરું
  • ફર્ટિલાઇઝર (ખાતર) રૂપે ઉપયોગી

5. બર્નિંગ / બળતર (Open Burning)

  • કેટલાક વિસ્તારોમાં કચરો બાળીને નિકાલ કરાય છે.
  • આ પદ્ધતિનો ઉપયોગ ખાસ જરૂરી હોય ત્યારે જ કરવો જોઈએ.

6. રી-યુઝ અને રિસાયકલ પદ્ધતિ (Reuse and Recycle)

  • સ્ટિક, ધાતુ, કાગળ વગેરેનો ફરીથી ઉપયોગ
  • પર્યાવરણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ

🔸એ.એન.એમ. (ANM) તરીકે રોલ

  • સમુદાયમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવી.
  • પરિવારને ઘરના કચરાનું વિભાજન શીખવવું.
  • બાયોમેડિકલ કચરાનું જુદું નિકાલ કેવી રીતે કરવું તેનું પ્રદર્શન.
  • રંગવાર બિનના ઉપયોગ માટે માર્ગદર્શન.
  • સ્વચ્છ ભારત અભિયાન / શાળામાં સફાઈ કાર્યક્રમોમાં સહભાગ.
  • ઉપલા અધિકારીઓને યોગ્ય માહિતી આપવી.
  • કચરાના પ્લાસ્ટિક/પાઉચ / ચેપસંક્રમિત સામગ્રી વિશે માહિતગાર કરવું.
  • આરોગ્ય શિક્ષણ દ્વારા શૌચાલયના ઉપયોગ અને દૂષિત પાણીને દૂર રાખવાનું મહત્વ સમજાવવું.
  • રોગચાળાની માહિતી મેળવી ફીલ્ડમાં સફાઈ અને દવા છંટકાવ સુનિશ્ચિત કરવો.

(૩) માનસિક વિકાસ પર અસર કરતા પરિબળો જણાવો.

માનસિક વિકાસ પર અસર કરતા પરિબળો

1. જિનેટિક્સ (હેરેડિટી) આનુવંશિકતા

  • કેટલીક વાર માનસિક બીમારીઓ પરિવારોમાં હોય છે. જે સૂચવે છે કે માનસિક બિમારીવાળા સભ્યો ધરાવતાં કુટુંબના લોકોમાં માનસિક બીમારી થવાની સંભાવના થોડીક વધારે હોય છે.
  • જીન્સ દ્વારા પરિવારોમાં સંવેદનશીલતા પસાર થાય છે. નિષ્ણાતો માને છે કે ઘણી માનસિક બીમારીઓ ફક્ત એક અથવા થોડાને બદલે ઘણા જનીનોમાં અસામાન્યતા સાથે જોડાયેલી હોય છે અને કે આ જીન પર્યાવરણ સાથે કેવી રીતે સંપર્ક કરે છે તે દરેક વ્યક્તિ માટે સમાન છે (સમાન જોડિયાપણ) તેથી જ વ્યક્તિને માનસિક બીમારીની સંવેદનશીલતા વારસામાં મળે છે અને તે જરૂરી નથી કે તે બીમારીને આગળ વારસામાં થાય જ માનસિક બીમારી જાતે જ બહુવિધ જનીનો અને અન્ય પરિબળોની ક્રિયા પ્રતિક્રિયાથી થાય છે.
  • સ્કીઝોફ્રેનિયા તાણ દુરૂપયોગ અથવા આઘાતજનક ઘટના જે વ્યક્તિમાં વારસાગત સંવેદનશીલતા ધરાવતા વ્યક્તિમાં બીમારીને અસર કરી શકે છે અથવા ટિંગર કરી શકે છે.

2. ઇન્ફેક્શન / ચેક

  • ચોક્કસ ચેપ મગજના નુકસાન અને માનસિક બીમારીના વિકાસ અથવા તેના લક્ષણોની વધુ સ્થિતિ બગાડવા સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા સાથે સંકળાયેલ પેડીયાટ્રીક ઓટો ઇમ્યુન ન્યુરો સાઇકિઆટ્રીક (PANDA)તરીકે ઓળખાતી સ્થિતિ બાળકોમાં ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડિસઓર્ડર બાધ્યતા મનોગ્રસ્તિ વિકાર અને અન્ય માનસિક રોગોના વિકાસ સાથે જોડાયેલી છે.

3. બ્રેન્ડ ડીફેક્ટ ઓર ઇંજરી

  • મગજના અમુક વિસ્તારોમાં ખામી અથવા ઈજાને કેટલીક માનસિક બીમારીઓ સાથે પણ જોડવામાં આવી છે.

4. પ્રીનેટલ ડેમેજ

  • કેટલાક પુરાવા સૂચવે છે કે પ્રારંભિક ગર્ભના મગજના વિકાસમાં વિક્ષેપ અથવા આઘાત જે જન્મ સમયે થાય છે ઉદાહરણ તરીકે. મગજમાં ઓક્સિજનની ખોટ ચોક્કસ સ્થિતિના વિકાસમાં એક પરિબળ હોઈ શકે છે, જેમ કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર.

5. સબસ્ટન્સ એબ્યુસ

  • ખાસ કરીને લાંબા ગાળાના પદાર્થના દુરૂપયોગને અસ્વસ્થતા/એનઝાયટી, હતાશ/ડિપ્રેશન અને પેરાનોઈન સાથે જોડવામાં આવેછે.

6. સોશિયલ ફેક્ટર

  • વ્યક્તિનું મેન્ટલ હેલ્થ એ જે ઈન્વારનમેન્ટમાં રહે છે ત્યાંથી પણ ડેવલપ થાયછે. વ્યક્તિની પર્સનાલિટી ( નોલેજ, સ્કિલ એટીટ્યુડ,ટેવ, વેલ્યુ. ગોલ) સોસાયટીમાંથી ડેવલોપ થાય છે. વ્યક્તિ જ્યા રહેતોહોય, કામ કરતો હોય તે કંડીશન સારી હોય તો તે મેન્ટલ હેલ્થને ઉતેજીત (સારુબનાવે છે) કરે છે.
  • સોશિયલ વર્કમા ભાગ લેવો બધા સાથે હળીમળીને રહેવું, આ બધુ મેન્ટલ હેલ્થ ને પ્રમોટ (વધારવું) કરે છે.ચિંતા,હતાશા ઈમોશનલ સ્ટ્રેસ, ભાંગી ગયેલુ ધર,હતાશા,શિસ્તનો અભાવ, ગરીબાઇ, મુંઝવણ, અણગમતા મેરેજ, શહેરીકરણ દુ:ખી દાંપત્ય જીવન ,ઓદ્યોગિકરણ આ બધુ મેન્ટલ ઈલનેસ પ્રેરે છે. (માંદગી તરફ લઇ જાય છે.)

7. સ્કૂલ એટમોસ્ફિયર

  • ફેમેલી અને હોમ પછીનું મહત્વનું ફેકટર કે જે બાળકની પર્સનાલીટી ડેવલોપ કરવામાં અસર કરે તે સ્કુલ છે સ્કુલનુ સારૂ વાતાવરણ જેવુ કે, રમત-ગમતની પ્રવૃતિઓ, આ ઉપરાંત નાટક અભ્યાસક્રમ આ બધામાં બાળકનો રસ અને જરૂરીયાત સંતોષાયછે.
  • ચર્ચા વગેરેના લીધે બાળકનું ફીઝીકલ અને ઇમોશનલ ડેવલપમેન્ટ ઉતેજાય છે.
  • જેના લીધે બાળકના મેન્ટલ હેલ્થનો વિકાસ થાય છે.
  • શિક્ષકએ વિધાર્થીની બધીજ પ્રવૃતિમાં ભાગ લેવા ઉતેજવો જોઈએ જેથી કરી તેનો આત્મવિશ્વાસ જળવાઇ રહે અને તે સંતોષપુર્વક એડજસ્ટ કરી શકે.

8. બેઝિક નીડ

  • મેન્ટલ હેલ્થ મેળવવા માટે વ્યક્તિની મૂળભૂત જરૂરીયાતો સંતોષવી જરૂરી છે. આમાં ફીઝીકલ નીડ જેવી કે, ખોરાક, રહેઠાણ, કપડા, ઉંઘ, આરામ અને મનોરંજન અને સાયકોલોજીકલ નીડ જેવી કે સલામતી, હુંફ, પ્રેમ, સ્વતંત્રતા, સ્વઓળખ, સિધ્ધી ઉપરાંત સોશ્યલ નીડ જેવી કે, પ્રશંસા અને સ્પિરિચ્યુલ નીડનો સમાવેશ થાય છે. આ બધી જરૂરીયાતો વ્યક્તિ માટે પાયાની જરૂરીયાતો છે.

9. ઇન્ટર પર્સનલ ફેક્ટર

  • સારું કોમ્યુનીકેશન, બીજા લોકોને મદદ કરવાની ક્ષમતા આ બધું મેન્ટલ હેલ્થ પ્રમોટ કરે છે.

10. અધર ફેક્ટર્સ/અન્ય પરિબળો

  • નબળું પોષણ અને ટોક્સિનના સંપર્કમાં, જેમકે લીડ, માનસિક રોગોના વિકાસમાં ભૂમિકા ભજવી શકે છે.

પ્રશ્ન-૪ ટૂંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)

(૧) બેડ શોર અટકાવવાના પગલા

બેડસોર : બેટસોર એટલે ચામડી પર વધારે વજન આપવાથી ખાસ કરીને હાડકાના ઉપસેલા ભાગની ચામડી પાતળી હોય છે. તેના પર દબાણ આવવાથી ફ્રિકશન થાય છે અને તે ભાગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું અથવા બંધ થઈ જાય છે. તેથી તે ભાગના ટીશ્યુ અને સેલને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. તેથી ટીશ્યુ અને સેલ ડેમેજ થાય છે. તેના પરિણામ રૂપે સોર જોવા મળે છે જેને બેડસોર કહે છે.

🔸બેડસોર અટકાવવાના ઉપાયો

ખાસ કરીને પેશન્ટને લાંબી માંદગીમાં કે સિરિયસ કન્ડિશનમાં એકની એક સ્થિતિમાં સૂઈ રહેવાથી બેડસોર થાય છે. પેશન્ટને બેડસોર થતા અટકાવવાની જવાબદારી નર્સની રહે છે.
આ માટે નીચેના પગલાં લેવા જોઈએ.

1. પ્રેસરને રીલીવ કરવું

  • ઓશિકું અથવા એર રિંગનો ઉપયોગ કરવો.
  • સિરિયસ પેશન્ટની દર ચાર કલાકે બેક કેર કરવી.
  • પેશન્ટની પોઝીશન દર બે કલાકે ચેન્જ કરવી.
  • કોણી, ઘૂંટણ અને પગના તળિયે આગળના ભાગ પાસે કોટન રીંગ મૂકી દબાણ ઓછું કરવું.
  • બેડપાન કાળજીપૂર્વક આપવું અને લેવું.
  • બેન્ડેજ ટાઇટ હોય તો લુઝ કરવું.
  • પ્લાસ્ટર કરેલ જગ્યાએ અંદર બાજુએ દબાણ આવતું હોય તો ત્યાં કોટન પેડ મૂકવું.
  • પ્લીન્ટ (splint ) મૂકેલી હોય અને દબાણ આવતું હોય તો ત્યાં કોટન પેડ મૂકવું. ડોક્ટર ને જાણ કરવી.

2. પ્રીવેન્ટીંગ મોઇસચર(preventing moisture)

  • કોઈપણ કારણસર દર્દીના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા.
  • દર્દીને જો વધારે પરસેવો થતો હોય તો દર્દીને ડ્રાય કરી ભીના કપડા બદલી નાખવા.
  • પથારીના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા.
  • યુરીન પાસ કરતું હોય તો તેને કેથેટેરાઈઝેશન કરી દેવું. જેથી પથારી ભીની થાય નહીં.

3. ફ્રિકશનને અવોઇડ કરવું

  • રફ અને તૂટેલા બેડ પાનનો ઉપયોગ કરવો નહીં.
  • બેડ પાન આપતી અને લેતી વખતે દર્દીને ઊંચકવું જેથી ફ્રિકશન ન થાય.
  • બોડીના જે ભાગ એકબીજા સાથે ઘસતા હોય ત્યાં પેડ મૂકવા જોઈએ.
  • બેડને કરચલી વગરનું અને સ્વચ્છ રાખવું જોઈએ.
  • સિરિયસ દર્દી માટે સ્મુથ મેટ્રેસ અને સ્મુથ ક્લોથનો ઉપયોગ કરવો.
  • બેડ સોર થવાની શક્યતાવાળી જગ્યાનું બરાબર નિરીક્ષણ કરવું.
  • બેડ રીડન દર્દી માટે શક્ય હોય તો વોટરબેડનો ઉપયોગ કરવો જોઈએ.
  • રેગ્યુલર બેક કેર કરવી, પ્રેશર પોઇન્ટ પર સ્પીરીટ/ઓઇલથી હળવા હાથે મસાજ કરો.

(૨) માલ એડજસ્ટમેન્ટ

માલ એડજસ્ટમેન્ટ

Definition :માલએડજસ્ટમેન્ટ એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યકિત પોતાની, સાયકોલોજીકલ અને સોશિયલ જરૂરીયાત સંતોષવામાં નિષ્ફળ જાય છે. પર્સનલ બાયોલોજીકલ, અને સમાજની અપેક્ષા પ્રમાણે પોતાની અને વાતાવરણ વચ્ચે બેલેન્સ રાખી શકતો નથી જેને માલએડજસ્ટમેન્ટ કહેવાય છે.

માલએડજસ્ટમેન્ટએ એવી સ્થિતિ છે જેમાં વ્યકિત પોતાના અને વાતાવરણ વચ્ચે એડજસ્ટમેન્ટ થઇ શકતી નથી તેના કારણે કોન્ફ્લિક્ટ અને તણાવ ફ્રસ્ટેશન વધે છે. માલએડજસ્ટમેન્ટ એટલે વાતાવરણ પ્રમાણે અનુકુળ ન થઇ શકવું માલએડજસ્ટમેન્ટ એ એક એવી વર્તણુંક છે જેનાથી વ્યકિત પોતાના માટે અને બીજાના માટે જોખમ ઉભું કરે છે બીજા શબ્દોમાં જયારે ફીજીકલ અને સાયકોલોજીક જરૂરીયાત ન સંતોષાયતો માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.

માલએડજસ્ટમેન્ટ એટલે કે બદલાતાં વાતાવરણ અથવા રીલેશન સામે એડજસ્ટ ન થઈ શકવાની ક્ષમતા. મેન્ટલ ઈલનેસ ઇમોશનલ ઇનસ્ટેબીલીટી, પર્સનાલીટી ડીસઓર્ડર બીહેવીયર, મેન્ટલ ડીસઓર્ડર, ઈમોશનલ ડિસઓર્ડર , સાયકોલોજીકલ ડીસઓર્ડરને એક શબ્દમા વર્ણવું હોય તો તેને માલ એડજસ્ટમેન્ટ કહેવાય.

કેરેક્ટરિસ્ટિક્સ ઓફ માલ એડજસ્ટમેન્ટ

(1)અમુકબીહેવીયર(વર્તન)

  • ટેવો જેવી કે નખ કરડવા, માથુ ખંજવાળવું વાળ સાથે રમવુ એક જગ્યાએ સ્થિર ઉભા ન રહેવું. ડર લાગવો,ચિંતા થવી પોતાની જાત પ્રત્યે વધારે સભાન થવું. તણાવગ્રસ્ત રહેવું વગેરે લાક્ષણિકતાઓ નકકી કરે છે. કે વ્યકિત નર્વસ છે.

(2) ઈમોશનલ ઓવર રિએક્શન એન્ડ ડેરીએશન

  • ભાવનાત્મક અતિરેક અને વિચલન(તટકણું) ભયના કારણે જવાબદારી ન લેવી
  • કાયરતા જવાબદારીમાંથી ખસી જવુ
  • નાની નાની ભુલથી પણ ડર લાગવો
  • ઉદાસીનાતા મુડ ડીસઓર્ડર અતિસંવેદના શીલતા કોઇપણ જાતનો રસ ન દાખવવો
  • ફોબીયા,ફીઅર,એન્કઝાપટી(ડર લાગવો) ધ્યાન ખેંચાય તેવું વર્તન કરવું

(3) ઈમોશનલ ઇમેચ્યોરિટી

  • પોતાની લાગણીઓ ઉપર કંન્ટ્રોલ ન રાખવો
  • ડીસીઝનનલઇશકવું
  • બીજા ઉપર આધારીત રહેવું
  • પોતાની જાત પ્રત્યે વધારે સભાના અને શંકાશીલ રહેવું
  • વ્યકિતગત કામ પૂર્ણ ન કરી શકાયું હોય તો ગુસ્સે થવું હાયપર એકટીવ થવું
  • ભયભીત રહેવું
  • શર્મીલુ શાઈ અને સેલ્ફ કોન્સીયસ રહેવું
  • કારણ વગર ડર રહેવો
  • હાઇ લેવલની એન્ઝાયટી હોવી. (વધુ પડતુ ચિંતાતુર)

(4) એક્ઝિબિશનિસ્ટ બિહેવિયર

  • પોતાની નિષ્ફળતાનો દોષ બીજાને દેવો
  • નફરત કરવી(પોતાનીજાતને)
  • હાનિકારક પ્રવૃત્તિઓ કરવી
  • એગ્રેસીવનેશ (ઉગ્ર)
  • સ્કુલ કે કામ ઉપર જવાની ના પાડવી
  • જેલસી કરવી (બીજા માટે જલન અનુભવવી)

(5) એન્ટી સોશિયલ બીહેવીયર

  • ગંદી ગાળો બોલવી
  • જવાબદારી વગરનું વર્તન કરવું
  • ઘાતકી રીતે વર્તવું
  • હોમોસેકયુઅલ એકટીવીટી કરવી
  • સેકસ પ્લે વગેરે અસમાજીક વ્યવહાર કરવો.

(6) સાઇકોસ્ટ્રોમેટીક ડિસ્ટર્બન્સ

  • હેડએક, બોડીએક, પેઈન
  • ઉલટી ઉબકા થવા
  • વધારે પડતું ખાવું
  • બોલી લડખડાવી
  • મુવમેન્ટ કરવી,વળી જવું વગેરે
  • ઝાડો પેશાબ થઇ જવાં
  • લકવો પડી જવો
  • અસ્થમાનો એટેક આવવો

(7) એજ્યુકેશનલ એન્ડ વોકેશનલ ડિફિકલ્ટિસ

  • સ્કુલમાં શિસ્ત ન જાળવવી
  • સ્કુલમાં પોગ્રેસ રીપોર્ટ બરાબર ન આવવો
  • ધ્યાન કેન્દ્રીત ન કરી શકવું
  • વ્યાવસાયિક નિષ્ફળતા

(૩) ઈન્નોમીનેટ બોન

ઈન્નોમીનેટ બોન

Definition : ઈન્નોમીનેટ બોન (Innominate bone) એટલે કે હિપ બોન (Hip Bone) અથવા કોક્સલ બોન (Coxal Bone) એ પેલ્વિક ગર્ડલ (Pelvic Girdle) નો એક ભાગ છે. દરેક બાજુએ એક એક ઈન્નોમીનેટ બોન હોય છે, એટલે કુલ બે હાડકાં મળીને પેલ્વિસ (Pelvis) બને છે.

રચના

ઈન્નોમીનેટ બોન ત્રણ હાડકાં મળીને બનેલું છે, જે બાળપણમાં અલગ હોય છે પણ વૃદ્ધિ પછી જોડાઈ જાય છે:

1. ઈલિયમ (Ilium):

  • ઈન્નોમીનેટ બોનનો સૌથી મોટો ભાગ.
  • પેલ્વિસના ઉપરના ભાગમાં હોય છે.
  • તેમાં ઈલિયાક ક્રેસ્ટ હોય છે જે હાથમાં સ્પર્શાય છે.

2. ઈસ્કિયમ (Ischium):

  • હાડકાનું નીચેનું તથા પાછળનું ભાગ.
  • ઈસ્કિયલ ટ્યુબેરોસિટી (Ischial Tuberosity) એ બેસવા માટેનો ભાગ છે.

3. પ્યુબિસ (Pubis):

  • આગળનો તથા નીચલો ભાગ.
  • ડાબી અને જમણી બાજુના પ્યુબિસ મળીને પ્યુબિક સિંફિસિસ (Pubic Symphysis) બનાવે છે

કાર્યો

આધાર (Support):

  • શરીરના ઉપરના ભાગનું વજન પેલ્વિસ દ્વારા પગ સુધી પહોંચે છે.

ચાલ-ફેર (Movement):

  • હિપ જૉઈન્ટ (Hip Joint) દ્વારા ફેમર જોડાય છે અને શરીરને ચલાવવામાં સહાય કરે છે.

સુરક્ષા (Protection):

  • પેલ્વિસની અંદર આવેલા યુરિનરી બ્લેડર, પ્રજનન અંગો, આંતરડાનું એક ભાગને રક્ષણ આપે છે.

સ્નાયુ જોડાણ (Muscle Attachment):

  • વિવિધ સ્નાયુઓ (Muscles) પેલ્વિક હાડકાં સાથે જોડાઈને ચાલવું, દોડવું અને બેસવું શક્ય બનાવે છે.

(૪) આદર્શ ઘર

આદર્શ ઘર

એન્વાયરમેન્ટલ હાઇજીન કમીટીએ ૧૯૪૯ માં આઇડીયલ હાઉસ માટે ભલામણ કરેલ છે. જેમાં ઘર બનાવતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે.

  • 1) સ્થળ
  • 2) ખુલી જગ્યા
  • 3)દિવાલ
  • 4) તળિયું
  • 5) છત
  • 6) ઓરડા
  • 7)ફ્લોર સ્પેસ
  • 8) બારી બારણા
  • 9) વ્યવસ્થા

1) સ્થળ

  • ઘર હેલ્થી લોકાલીટીમાં હોવું જોઇએ. જેથી વરસાદથી, ધુળથી, ધુમાડાથી વાસથી અવાજથી દુર હોવું જોઇએ. ઘરના સભ્યોની સંખ્યા પ્રમાણે મકાન બનાવવું જોઇએ.

2) ખુલી જગ્યા

  • આજુ બાજુનું વાતાવરણ જેમાં પુરતો હવા ઉજાસ મળી રહે તેવું હોવું જોઇએ.
  • ઘરનો ૨/૩ ભાગ ખુલ્લો હોવો જોઇએ. આગળ નાનો બગીચો હોવો જોઇએ અને ફુલછોડના કુંડા રાખવા જોઇએ.

3) દિવાલ

  • દિવાલ હંમેશા ૬ ઇંચની હોવી જોઇએ. જો જરૂરીયાત હોય તો તેથી પણ વધારે પહોળી રાખી શકાય છે. હાલમાં અર્થકવીક (ભુકંપ) થી બચાવ દિવાલ જાડી રાખવામાં આવે છે. કોર્નર પર લેમ્બ કોલમ મુકી દિવાલ બનાવવામાં આવે છે.

4) તળિયું

  • ૨ થી ૩ ફુટ ઉંડો પાયો ગાળવો જોઇએ. જેને પ્લિન્થ કહેવાય છે. હાલમાં અર્થક્વીકથી બચવા માટે ઘરના પાયમાં લોખંડના સળિયા નાખી સિમેન્ટ કોક્રીટથી મજબુત બનાવવામાં આવે છે. પાયો એવો મજબુત બનાવવો કે જેથી તુટી ન જાય.

5) છત

  • છાપરૂ ૧૦ ફુટથી વધારે હોવું જોઇએ. પારાપેટ ઉંચી બાંધેલી હોવી જોઇએ.

6) ઓરડા

  • ૨ થી વધારે રૂમ હોવા જોઇએ. દરેક રૂમમાં સારૂ વેન્ટીલેશન હોવું જોઇએ. શક્ય હોય તો એટેચ સંડાસ બાથરૂમની સગવડતા હોવી જોઇએ.

7) ફ્લોર સ્પેસ

  • ૧ વ્યક્તી દીઠ વધારેમાં વધારે ૧૦ સ્કવેર ફુટ અથવા ઓછમાં ઓછા ૫૦ સ્ક્વેર ફુટ જગ્યા હોવી જોઇએ.

8) બારી બારણા

  • બે દરવાજા હોય તો પાંચ બારી હોવી જોઇએ.

9) વ્યવસ્થા

  • સેપ્રેટ કીચનસેનેટરી સંડાસ, બાથરૂમ, સેઇફ વોટર સપ્લાય.વોશિંગ ફેસીલીટી, સુર્યપ્રકાશ. લાઇટીંગ વગેરે હોવા જોઇએ. રસોડામાં એક્ઝોસ્ટ ફેન અને ચીમની હોવી જોઇએ. દાદરાને ગ્રીલ હોવી જોઇએ. કુદરતી આફત આવે ત્યારે સ્વબચાવના સાધનો હોવા જોઇએ. જેવા કે કુદરતી અને કૃત્રિમ આફતો વખતે ફર્સ્ટ એઇડ કીટ્સ, અર્નીંગ વાયર રોબર્ટસ, પૈસા, ફોન, આઇડેન્ટી કાર્ડ ટોર્ચ વગેરે.

(૫) વેન્ટિલેશન

Definition : વેન્ટિલેશન એટલે હવાની અદલાબદલી અથવા હવાની ફેરબદલી જેમાં ચોખ્ખી હવા ઘરની અંદર આવે અને પ્રદૂષિત હવા ઘરની બહાર તેવા વાતાવરણનું નિર્માણ કરવું તેને વેન્ટિલેશન કહેવાય છે.

વેન્ટિલેશનના બે પ્રકાર છે

૧) કુદરતી વેન્ટિલેશન

  • હવા
  • ફેલાવ
  • તાપમાનમાં અસમાનતા

૨) કૃત્રિમ વેન્ટિલેશન

  • એક્ઝોસ્ટ ફેન
  • પ્લેનમ
  • બેલેન્સ
  • એર કન્ડિશન

૧) કુદરતી વેન્ટિલેશન

A. હવા, વાયુ, પવન

  • પવન એ નેચરલ વેન્ટિલેશન માટે મહાન વસ્તુ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન થાય છે. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે અશુદ્ધિ દૂર થાય છે. ઘણીવાર હવામાન કોઈપણ એક જગ્યાએ ઓછું થવાથી વંટોળીઓ થાય છે. ત્યારે કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે છે. ત્યારે પણ નુકસાન થાય છે.

B. ફેલાવ

  • આ ગેસની પ્રોપર્ટી છે. તે નાના કાણામાંથી પણ બહાર નીકળે છે. તેવી જ રીતે હવા પણ નાના કાણા થકી અંદર જાય છે પણ આ સ્લો પ્રોસેસ છે.

C. તાપમાનમાં અસમાનતા

  • ઇન્ડોર અને આઉટ ડોરમાં ગરમી જુદી જુદી હોય છે. જેમાં તફાવત હોય છે. અંદરનું હવામાન બહાર કરતા ઠંડુ હોય છે. તફાવત હોવાથી તેમાં મુવમેન્ટ જોવા મળે છે. જેમાં ગરમ હવાવાળી જગ્યાએ ઠંડી હવા જાય છે આમ ઉનાળાની ઋતુમાં બારી બારણા બંધ રાખીએ છીએ જેથી ગરમ હવા અંદર ન આવે. ગરમ પ્રદેશોમાં નેચરલ વેન્ટિલેશન હોય છે. ઘરની અંદર બારી બારણા સામસામા અથવા ક્રોસમાં રાખવા જોઈએ. ભારતમાં ઘણો ખરો ભાગ નેચરલ વેન્ટિલેશન ઉપર આધારિત હોય છે.

૨) કૃત્રિમ વેન્ટિલેશન

A. એક્ઝોસ્ટ વેન્ટિલેશન

  • ઘરની અંદરની હવાને એકઝોસ્ટ ફેન દ્વારા બહાર કાઢવામાં આવે છે. આ ફેન દ્વારા ગરમ હવા બહાર ફેકાય છે અને બહારની ઠંડી હવા રૂમમાં આવે છે. આવા એક્ઝોસ્ટ ફેન ઘરમાં, સિનેમા હોલમાં, સભાખંડમાં, ઇન્ડસ્ટ્રીઝમાં હોય છે. આ ફેનને ઘરમાં ઊંચે બહારની તરફ હવા ફેકે એ રીતે ફીટ કરવામાં આવે છે.

B. પ્લેનમ વેન્ટિલેશન

  • આ સિસ્ટમમાં હવાને ફોર્સફૂલી રૂમમાં દાખલ કરવામાં આવે છે. એક્ઝોસ્ટની ઓપોઝિટ કામ કરે છે.ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે.

C. બેલેન્સ વેન્ટિલેશન

  • આ વેન્ટિલેશન એક્ઝોસ્ટ અને પ્લેનમનું મિક્સ સ્વરૂપ છે. ફેન દ્વારા અંદરની હવા બહાર ફેકવાની અને બહારની હવા અંદર લેવાની ક્રિયા થાય છે. જેથી બેલેન્સ બરાબર જળવાઈ રહે છે. જ્યારે કુદરતી વેન્ટિલેશન ન ચાલતું હોય ત્યારે આનો વિશેષ ઉપયોગ થાય છે.

D. એર કન્ડિશનિંગ

  • આધુનિક યુગમાં આ સિસ્ટમનો ખૂબ ઉપયોગ થાય છે. હાલમાં જુદી જુદી ટાઈપના નાના-મોટા એસી જોવા મળે છે. જે દિવાલ ઉપર લગાડી શકાય છે અને બારીમાં ફીટ કરી શકાય છે. હાલમાં પાવર સેલર એસી આવે છે. જેથી ઓછા વિદ્યુતથી ચાલે છે. એસીથી વ્યક્તિને બરાબર કમ્ફર્ટ લાગે છે. એસીથી હવાનું તાપમાન, ભેજ અને ડસ્ટ વગેરેની કંટ્રોલ કરવામાં આવે છે.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12)

(૧) ન્યુટ્રીશન :ચોકકસ વૈજ્ઞાનિક નિયમો ધરાવતું આહાર શાસ્ત્ર જેમાં સ્પેસીફીક ન્યુુટ્રીશન નો બંધારણવાળો આહાર અમલમાં મૂકી શકાય તેને ન્યુુટ્રીશન કહેવાય.આહારમાં રહેલાં પોષક પદાર્થો કે તત્વોને ન્યુુટ્રીશન કહે છે. જેવા કે વિટામીન, મીનરલ, પ્રોટીન કાર્બોરાઈડ્રેડ,ફેટ ખોરાકનો માંદગી અને આરોગ્ય સાથેનો સંબંધ.

  • ન્યુુટ્રીશન એ એવું વિજ્ઞાન છે જેમાં ખોરાક ના જૂદા જૂદા ઘટકો તેનું બંધારણ, તેના કાર્યો તથા પાચન ક્રિયાને લગતી તમામ માહીતી દર્શાવવામાં આવે છે.

(૨) સેનિટેશન : સ્વચ્છતા એ જીવનનો રસ્તો છે. જેમાં વ્યક્તિ તેની ડેઇલી લાઇફમાં જીવનના એક ભાગ તરીકે સ્વચ્છ ઘર, સ્વચ્છ ફાર્મ, બિઝનેશ સ્વચ્છ પડોશી, અને સ્વચ્છ કોમ્યુનીટી જે જીવનમાં ભાગ તરીકે લોકો દ્વારા પ્રદર્શિત થવું જોઇએ અને માનવ સંબંધ સાથે આદર્શ હોવું જોઇએ

  • પુઅર એન્વાયરમેન્ટ સેનીટેશનના કારણે કોમ્યુનીટીમાં રહેતા લોકોની હેલ્થને નુકશાન કરતા પરિબળો ઘણાં છે. જેમાં વિલેજ, સ્લમ એરીયા, ટાઉન, અર્બન એરિયા જ્યાં પુઅર સેનીટેશન હોય છે માટે હેલ્થ વર્કરે એરિયામાં જઇ એલર્ટ રહી જીવન જરૂરીયાત ચીજોનું સેનીટેશન કેવુ છે તે ચેક કરવું જોઇએ.

(૩) સ્કીઝોફેનીયા :સ્કીઝોફ્રેનિયા એ એક ગંભીર માનસિક રોગ (Psychiatric Disorder) છે, જેમાં વ્યક્તિના વિચારો (Thoughts), લાગણીઓ (Emotions), વર્તન (Behavior) અને વાસ્તવિકતા વિષેની સમજ (Perception of Reality)માં ગંભીર વિક્ષેપ થાય છે. દર્દી હકીકત અને કલ્પના વચ્ચેનો તફાવત સમજી શકતો નથી.

મુખ્ય લક્ષણો

1. પોઝિટિવ લક્ષણો (Positive Symptoms)

  • હોલ્યુસિનેશન (Hallucination – ખાસ કરીને અવાજો સાંભળવા)
  • ડિલ્યુઝન (Delusion – ખોટી માન્યતાઓ, જેમ કે કોઈ તેને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે)
  • વિચારોમાં ગડબડ (Disorganized Thinking)
  • અજીબ વર્તન (Bizarre Behavior)

2.નેગેટિવ લક્ષણો (Negative Symptoms)

  • ભાવનાત્મક ઠંડક (Blunted/Flat Affect)
  • સમાજથી અલગ થવું (Social Withdrawal)

(૪) ડિફેન્સ મિકેનિઝમ :ડિફેન્સ મિકેનિઝમ એટલે સ્વ બચાવ પ્રયુક્તિઓ. દરેક વ્યક્તિ પાસે એવું સાધન કે હથિયાર કે માનસિક શક્તિ હોય કે જેની મદદથી પોતાની જાતને માનસિક ખતરાથી અને નિરાશાથી રક્ષણ આપી શકીએ.

ડિફેન્સ મિકેનિઝમના ટાઈપ

૧) મેજર મેકેનિઝમ
૨) માયનોર મેકેનિઝમ

૧) મેજર મેકેનિઝમ

  • રીગ્રેશન(પીછે હઠ/પ્રતિ ગમન)
  • સબ્લીમેશન (ઉત્ક્રાંતિ)
  • રેશનલાઈઝેશન (યુક્તિ કરણ)
  • કન્વર્ઝન (રૂપાંતરણ)
  • રિપ્રેશન (પ્રતિગમન,અત્યાચાર,દમન)
  • રિએક્શન ફોર્મેશન (પ્રતિક્રિયાનું નિર્માણ)

૨) માયનોર મેકેનિઝમ

  • ઇન્ટેલેક્ટટ્યુલાઇઝેશન (બૌદ્ધિકરણ)
  • ડિસ્પ્લેસમેન્ટ (વિસ્થાપન)
  • નેગેટિવિઝમ (નિષેધવૃત્તિ)
  • પ્રોજેક્શન (પ્રક્ષેપણ, દોષ આરોપણ)
  • આઇડેન્ટિફિકેશન (ઓળખાણ)
  • ડે ડ્રીમિંગ/ફેન્ટસી (દિવાસ્વપ્ન, કાલ્પનિક)
  • કમ્પાર્ટમેન્ટલાઈઝેસન (વિભાજન)
  • કમ્પેનસેશન (વળતર)
  • કન્ડેન્સેશન (ઘનીકરણ)
  • ડીનાઈલ (અસ્વીકાર)
  • સબસ્ટીટ્યુશન(ના બદલે મૂકવું)
  • વિથડ્રોઅલ(પાછું લેવું, વિમુખતા)

(૫) હાઈજીન : હાયજીન એ આરોગ્યની જાળવણી માટેનું એક સાયન્સ છે. વ્યકિતની જનરલ હેલ્થ માટે પર્સનલ હાયજીનની જાળવણી એ અગત્યની બાબત છે. બાથિંગ અને પર્સનલ ગ્રુમિંગએ રૂટીન બાબત બની ગઈ છે. મોટા ભાગ ના કલ્ચરમાં હાથ ધોવા, સવારે ઉઠીને બ્રશથી દાંત સાફ કરવા, નહાવું, વગેરે આરોગ્યપ્રદ ટેવો બાળકોને નાનપણથી જ આપવામાં આવે છે.

  • જયારે વ્યકિત બિમાર પડે છે. ત્યારે તે પોતે સંપૂર્ણ રીતે પોતાના પર્સનલ હાયજીનની કેર લઈ શકતો નથી. પોતાના રૂટીન કાર્ય માટે પણ તે સક્ષમ હોતા નથી, અને કોઈ અન્ય વ્યકિતની મદદની જરૂર પડે છે. મદદ માંગવામાં વ્યકિત સંકોચાય છે. આથી તે મેન્ટલ સ્ટ્રેસ પણ અનુભવે છે, ફીઝીક્લ ડીસકંફર્ટ અનુભવે છે. આ પર્સનનો રેસીસ્ટન્ટ પાવર લો હોવાથી તે ઇન્ફેક્શન નો ભોગ સહેલાઈ થી બની શકે છે. આથી આવા પેશન્ટની હાયજેનીક કેર લેવી એ અગત્યનું છે. પર્સનલ હાઈજીનથી પેશન્ટ ફ્રેશ અને ક્લીન લાગે છે. તે સારી રીતે સ્લીપ & રેસ્ટ લઈ શકે છે.

(૬) કેલરી : ખોરાકમાંથી મળતી શક્તિના રૂપમાં ગરમીની કિંમત જે એકમમાં દર્શાવવામાં આવે છે. તે એકમને કેલરી તરીકે ઓળખવામાં આવે છે.

  • ન્યુટ્રીશનની અંદર કેલેરી સાથે ૧ કિલોગ્રામ પાણીને ૧ સે ગ્રેડ ઉષ્ણતામાન વધારવા માટે જે ગરમી આપવી પડે છે. તેને કેલેરી તરીકે ઓળખવામાં આવે છે.
  • કેલેરી આ એક ગરમીનું એકમ છે. શરીર વડે લીધેલાં ખોરાકમાંથી શક્તિના રૂપમાં જે ગરમી ઉત્પન્ન થાય છે. તે માપવા માટેનું આ એક માપ છે.
  • કેલેરીની દૃષ્ટિએ ખોરાકની કિંમતનો આધાર જે તે ખોરાકમાં રહેલાં પ્રોટીન, ચરબી અને કાર્બોદિતમાંથી જ મળી રહે છે.
  • ૧ ગ્રામ ચરબી ૯ કેલેરી
  • ૧ ગ્રામ પ્રોટીનમાંથી ૪ કેલેરી
  • ૧ ગ્રામ કાર્બોદિત ૪ કેલેરી

(૭) ફૂડ એડલ્ટરેશન : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલે ખોરાકની ગુણવત્તામાં ફેરફાર કરીને વેચવો તેમજ ખોટા લેબલ લગાડીને વેચવો. તેમજ ખાદ્ય પદાર્થ વેચાણમાં મુક્તિ વખતે તેમાં અખાદ્ય પદાર્થો ઉમેરીને કે હાનિકારક પદાર્થ ભેળવીને ગ્રાહકને આપવામાં આવે છે ત્યારે તેને ફુડ એડલ્ટ્રેશન કહેવામાં આવે છે.

  • આ રીતે ખોરાકમાં ભેળસેળ કરવી એ કાનૂની ગુનો ગણાય છે.
  • ખાદ્ય પદાર્થની શુદ્ધતાનો આંક નક્કી કરેલો હોય છે જે ખાદ્ય પદાર્થનું સ્ટાન્ડર્ડ નીચું હોય તેને ભેળસેળવાળો ખોરાક કહી શકાય અને ગ્રાહક આ ભેળસેળવાળો ખોરાક ખરીદે છે ત્યારે તેના આરોગ્યને નુકસાન કરતા બને છે.
  • ખોરાકમાં ભેળસેળ વર્ષો જૂની પ્રચલિત પ્રથા છે ફક્ત નફો મેળવવા માટે વેપારી આ રીતે ભેળસેળ કરતા હોય છે જેનાથી ગ્રાહકના આરોગ્યને નુકસાન થાય છે અને ઘણીવાર ગ્રાહકની જાન પણ જોખમમાં મુકાય છે.

(૮) એનાટોમી : એનાટોમી એટલે કે શરીરની રચનાનો અભ્યાસ “આ એક વિજ્ઞાનશાસ્ત્ર છે જેમાં શરીરના વિવિધ અવયવના આકાર, તેમના સ્થાન અને રચનાનું વર્ણન કરવામાં આવે છે અને અવયવોના પરસ્પર સંબંધો વિશેનો સમાવેશ થાય છે.”

પ્રશ્ન-૬ (અ)નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો.05

(૧) આપણા શરીરમાં મોટામાં મોટી આર્ટરી છે.

(અ) સુપિરિયર વેનાકેવા

(બ) ઇન્ફીરીયર વેનાકેવા

(ક) એઓર્ટા

(ડ) પલ્મોનરી આર્ટરી

(૨) નીચેનામાંથી કઈ ક્રેનીયલ નર્વ સાંભળવાની ક્રિયા સાથે સંકળાયેલ છે.

(અ) ચોથી

(બ) આઠમી

(ક) છઠ્ઠી

(ડ) સાતમી

(૩) નાના બાળકોમાં પ્રોટીનની ખામીથી રોગ થાય છે.

(અ) ક્વાસીયોકોર

(બ) મરાસ્મસ

(ક) હાઇપોપ્રોટીનેસિયા

(ડ) અ અને બ

(૪) ડે ટ્રીમીંગ એ કયા પ્રકારનું મેન્ટલ મિકેનિઝમ છે?

(અ) સબલીમેશન

(બ) વિથડ્રોવલ

(ક) પ્રોજક્શન

(ડ) રિગ્રેશન

(૫) ફિઝિકલ એક્ઝામીનેશનની કઈ પદ્ધતિ વડે હથેળી તપાસ કરી એનેમિયાનું નિદાન કરવામાં આવે છે?

(અ) ઇન્સ્પેક્શન

(બ) પાલ્પેશન

(ક) ઓસ્કલટેશન

(ડ) પરક્સન

(બ) ખાલી જગ્યા પૂરો.05

(૧) ક્લોરિનેશન કર્યા બાદ ……………ટેસ્ટ કરવામાં આવે છે. ઓર્થોટોલિડિન (O.T.) ટેસ્ટ

(૨) ૧ ગ્રામ પ્રોટીનમાંથી …………..કેલરી મળે છે. ૪ કેલરી

(૩)…………….લેટિન એ ઉત્તમ પ્રકારનું છે. કેસિન લેટિન

(૪) આપણા શરીરમાં ……………અવયવમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. પેન્ક્રિયાસ

(૫) ગ્લુટીયલ મસલ્સમાં ઇન્જેક્શન આપવાથી ……………ચેતામાં (નર્વમાં) ઈચ્છા થવાનો સંભવ રહેલ છે. સાયટિક નર્વ

(ક) નીચેના જોડકા જોડો.05

1 – 2 (1) કચરાનો નિકાલ (1) રતાંધણાપણું

2 – 4 (2) ડબ્લ્યુ.બી.સી. (2) ઇન્સીનરેટર

3 – 1 (3) વિટામીન-એ (3) શુદ્ધ લોહી

4 – 6 (4) એમ્નેસિયા (4) લ્યુકોસાઈટ

5 – 3 (5) પલ્મોનરી આર્ટરી (5) અશુદ્ધ લોહી

(6) યાદશક્તિ ઓછી થવી

Published
Categorized as ANM-H.P-FY-PAPER SOLU, Uncategorised