skip to main content

paed. sample paper

Paedtric Nursing-સેમ્પલ પેપર સોલ્યુશન

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-

  1. પેપર મળ્યા બાદ સૌપ્રથમ પેપરને એક વખત વાંચવુ જેથી દરેક પ્રશ્નો વિશે માહિતગાર થઈ શકાય.
  2. પેપરમાં બને ત્યાં સુધી બ્લુ પેન નો ઉપયોગ કરવો જરૂર જણાય ત્યાં બ્લેક બોલપેન નો ઉપયોગ કરી શકાય આ સિવાય કોઈ પણ પેન નો ઉપયોગ કરવો નહીં.
  3. પેપરમાં કોઈપણ છાપ છોડતી હોય અથવા આઇડેન્ટિટી બતાવતી હોય તેવી કોઈ પણ પેટર્ન જેમકે લાઇન,બોક્સ,સર્કલ વગેરે જેવી કોઈ પણ પેટર્નનો ઉપયોગ કરવો નહીં.
  4. પેપરમાં માગ્યા મુજબ જરૂર જણાય ત્યા સચોટ આકૃતિ દર્શાવવી.
  5. કવેશ્ચન પેપર માં સીટ નંબર સિવાય કોઈપણ અન્ય પ્રકારના લખાણો કરવા નહીં.
  6. કવેશ્ચન માં પુછાયેલા પ્રશ્નો જવાબ આપતા પહેલા ધ્યાનથી બે વખત વાંચવા માગ્યા મુજબનો જ જવાબ આપવો જવાબ આપતી વખતે માર્ક્સના વેઇટેજને ખાસ ધ્યાનમા રાખવું.

(Sample Answer only-Full paper inside)

Q-1 a. What is Tracheo Oesophageal Fistula ? 02 ટ્રકીઓ ઇસોફેજીયલ ફિસચ્યુલા એટલે શું?

ટી ઈ એફ (TEF) એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની કોન્જિનેટલ એનોમલી છે. જેમા ટ્રકિયા અને ઈસોફેગસ વચ્ચે એબનોર્મલ કોમ્યુનિકેશન જોવા મળે છે.

મુખ્યત્વે આ તકલીફ એ લો બર્થ વેટ અથવા પ્રીમેચ્યોર બેબી મા જોવા મળે છે.
બાળકના ઇન્ટ્રા યુટેરાઈન લાઈફના ચોથા- પાંચમા વીકના જેસ્ટેશન પિરિયડ દરમિયાન ટ્રકિયા અને ઈસોફેગસ ના ઇનકમ્પલિટ ફોલ્ડ દ્વારા ફ્યુઝ થયેલા હોય છે. જેના કારણે આ એબનોર્મલ કનેક્શન બંને સ્ટ્રક્ચર વચ્ચે જોવા મળે છે.

ટ્રકિયા અને ઈસોફેગસ ના કોમ્યુનિકેશનના આધારે તેના ઘણા ટાઈપ પણ પાડવામા આવે છે. બાળક ના જન્મ પછી આ તકલીફ ને લીધે મુખ્યત્વે તેની ન્યુટ્રીશનલ નીડ કોમપ્રોમાઇઝ થાય છે અને રેસ્પીરેટરી ટ્રેક ને લગતા કોમ્પલીકેશન જોવા મળે છે.

b. Write down etiology and clinical manifestation of Tracheo Oesophaleal Fistula. ટ્રેકીઓ ઇસોક્રેઝીયલ ફીસચ્યુલા થવાના કારણો અને કલીનીકલ મેનીફેસ્ટેશન્સ લખો 05

ટી ઈ એફ ડેવલપ થવાના કારણો.

ટી ઈ એફ ડેવલપ થવાનુ મુખ્ય કારણ એ જાણવા મળેલ નથી પરંતુ અમુક કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર્સ નીચે મુજબના છે. જેમા જીનેટીકલ ફેક્ટર નો ખૂબ જ અગત્યનો રોલ છે.

બાળકના ઇન્ટ્રા યુટેરાઈન ગ્રોથ ફેલ્યોર હોવાના કારણે પણ આ પ્રોબ્લેમ જોવા મળી શકે છે.
ફીટલ લાઈફ દરમ્યાન ટેરાટોજેનિક ઇફેક્ટ ના કારણે પણ આ પ્રકારની તકલીફ બાળકમા આવવાની શક્યતાઓ રહેલી છે.
ટી ઈ એફ મા ઇસોફેગસ અને ટ્રકિયા વચ્ચેના સ્ટ્રકચર નો ગ્રોથ થવામા ફેઇલ જાય છે. જેના કારણે આ પ્રોબ્લેમ જોવા મળે છે..

ટી ઇ એફ ડેવલપ થવા માટે વધારાના ફેક્ટર્સ માં એન્ટીનેટલ મધર ની એન્ટીનેટલ પિરિયડ દરમિયાન પ્રોપર કેર ના મળેલી હોય તથા તેને કોઈ ઇનફેક્શન લાગેલા હોય કે તે કોઈ સબસ્ટન્સ એબયુઝ કરતી હોઇ ટો આ ફેક્ટર્સ ના લીધે પણ બાળક માં આવા પ્રકાર ની તકલીફ જોવા મળી શકે છે.

ટી ઈ એફ ના ક્લિનિકલ મેનિફેસ્ટેશન..

ટી ઇ એફ ના ક્લિનિકલ મેનિફેસ્ટેશન નો આધાર કયા પ્રકારની ટી ઇ એફ ડેવલપ થયેલી છે, તે મુજબ અલગ અલગ પ્રકારના સાઇન અને સીમટમ્સ જોવા મળે છે.
સામાન્ય રીતે આ તકલીફમા જન્મ પછી તરત જ ક્લિનિકલ ફીચર્સ જોવા મળે છે.

બાળકમા એક્સેસિવ સલાઈવેશન જોવા મળે છે તથા તેના મોઢામા બબલ્સ થતા હોય તેવુ જોવા મળે છે.
ઓરલ કેવીટી માથી લાર્જ એમાઉન્ટમા સિક્રિશન બહાર નીકળે છે.

નેઝલ સિક્રીશન પણ ક્યારેક જોવા મળે છે તથા કફિંગ અને ચોકીંગ સેન્સેશન પણ બાળકમા જોવા મળે છે.
બાળકમા નોઝીયા તથા ગેગિંગ પણ જોવા મળે છે.

સલાઈવા ટ્રકિયામા જવાના કારણે બાળકના લેરીંગ્સના ભાગે સ્પાઝમ જોવા મળે છે. જેથી ક્યારેક સાઈનોસિસ પણ જોવા મળે છે.
બાળકને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવવામા આવે છે, ત્યારે બાળક ફીડિંગ કરવાની શરૂઆતમા જ કફિંગ સેન્સેશન તથા ચોકિંગ રિફ્લેક્સ જોવા મળે છે અને ફ્લૂઈડ એ નેઝલ કેવીટી અને ઓરલ કેવિટી માથી કફિંગ દ્વારા બહાર નીકળે છે.

ઉધરસ ના કારણે બાળકમા સાઈનોસિસ જોવા મળે છે અને બાળકના શ્વાસોશ્વાસ પણ ટેમ્પરરી એબનોર્મલ જોવા મળે છે.
ઘણા બાળકમા એબડોમીનલ ડિસ્ટન્સ પણ જોવા મળે છે.

બાળક માં ફીડીંગ એ વારવાર ટ્રકિયા માં જવાના લીધે રેસ્પીરેટરી ટ્રેક નુ ઇનફેક્શન પણ લાગી શકે છે.

c. Write down nursing management of it. 05 તેનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

ટી ઇ એફ નુ નર્સિંગ મેનેજમેન્ટ એ ખૂબ જ કાળજીપૂર્વક કરવામા આવે છે. કારણ કે જન્મ પછી જેટલુ બને તેટલુ વહેલા જો આ કન્ડિશનનું નિદાન કરવામા આવે તો તેના દ્વારા થતા વધારાના કોમ્પ્લિકેશન ને અટકાવી શકાય છે.

બાળકમા સમયાંતરે સકશન કરી એરવે ક્લિયર રાખવામા આવે છે. જેના કારણે બ્રીધીંગ પેટર્ન નોર્મલ રહે છે અને સાઈનોસિસ જોવા મળતુ નથી.
બાળકને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે ઓક્સિજન થેરાપી પણ આપવામા આવે છે ખાસ કરીને સાઈનોસિસ વખતે ઓક્સિજન થેરાપી આપવામા આવે છે.

બાળકના વાઈટલ સાઇન ખાસ મોનિટર કરવા જોઈએ.
બાળકને નીલ બાઈ માઉથ (NBM) રાખવામા આવે છે અને ઇન્ટ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી આપી બાળકનુ હાઇડ્રેશન લેવલ અને ન્યુટ્રીશનલ સ્ટેટસ મેન્ટેઇન કરવામા આવે છે.

બાળકના એબડોમીન ને ડિસ્ટેન્શન માટે રૂલ આઉટ કરવુ જરૂરી છે.
સર્જરી પછી જો બાળકને ચેસ્ટ ટ્યુબ મૂકવામા આવેલી હોય તો આ ટ્યુબની પ્રોપર કેર લેવી એ ખૂબ જ જરૂરી હોય છે. ડ્રેનેજ બરાબર આવે છે કે કેમ તેનુ મોનિટરિંગ કરવુ અને રેકોર્ડિંગ કરવું.

ચેસ્ટ ટ્યુબના ભાગે એસેપ્ટિક ટેકનીક થી ડ્રેસિંગ કરવુ તથા ઇન્ફેક્શન ના લાગે તે માટેના તમામ પ્રિકોસન્સ લેવા જરૂરી છે.
બાળકની એનાસ્ટોમોસીસ કરેલા ભાગની ખાસ કાળજી લેવામા આવે છે તથા નેઝોગેસ્ટ્રીક ટ્યુબ ની કેર લેવી પણ ખૂબ જ જરૂરી હોય છે.

સર્જરી પછી બાળકના એલ્બો ને રિસ્ટ્રેન્ડ કરવામા આવે છે. તેથી ડ્રેનેજ ટ્યુબની અને નેજોગેસ્ટ્રીક ટ્યુબ ની પ્રોપર કેર જાળવી શકાય છે.
જરૂરિયાત મુજબ ઓક્સિજન થેરાપી પણ આપવામા આવે છે. બાળકના વાઈટલ સાઇનનુ પણ ખાસ મોનિટરિંગ કરી કોઈપણ કોમ્પ્લિકેશન માટે અર્લી આઈડેન્ટિફિકેશન કરવામા આવે છે. જો કોઈ પણ કોમ્પ્લિકેશન ડેવલપ થવાય તો તેની તાત્કાલિક મેનેજમેન્ટ લેવામા આવે છે.

બાળકના ઇમર્જન્સી અને ક્રિટિકલ કેર માટેના તમામ ઇક્વિપમેન્ટ સ્ટેન્ડ બાય રાખવામા આવે છે.
ઓપરેશન પછી બાળકની કન્ડિશન સ્ટેબલ થતા બાળકને ધીમે ધીમે ફીડિંગ સ્ટાર્ટ કરવામા આવે છે અને બાળકની કન્ડિશનને મોનિટર કરવામા આવે છે.

બાળકને ડિસ્ચાર્જ વખતે મધર ફાધરને ઘરે લેવામા આવતી તમામ કેર વિશે સમજાવવુ, ઇન્ફેક્શન પ્રિવેન્શન માટેના પ્રિકોસન્સ લેવા સમજાવવુ, બાળકની ન્યુટ્રીશનલ નીડ મેન્ટેઇન થાય તે માટે સમજાવવુ, તેમજ કોઈપણ કોમ્પ્લિકેશન માટે અને રેગ્યુલર ફોલોઅપ માટે મધર ફાધરને સમજાવવુ જરૂરી હોય છે.

મધર ફાધર ને એન્ઝાઈટી રીડયુઝ કરવા માટે સાયકોલોજીકલ સપોર્ટ એ પણ અત્યંત જરૂરી બાબત છે.

Q-5 Define ANY SIX of the following terms. 12 નીચેનામાંથી કાઇપણ છ ની વ્યાખ્યા આપો.

1. Croup- કૃપ

આ એક પ્રકારનુ અપર રેેસ્પીરેટરી ટ્રેક અને લેરિંગ્સમા લાગતુ ઇન્ફેકશન છે. જેના લીધે એકદમ
મોટા અને તીખા અવાજ વાળી ઉધરસ, હોર્સનેસ ઓફ વોઇસ, સ્ટ્રીડોર અને ફીવર જોવા મળે છે.
આમા મુખ્યત્વે લેરીન્જાઇટીસ જોવા મળે છે. જેના કારણે ક્યારેક રેસ્પેરેટરી પેસેજ બ્લોક થવાના કારણે બ્રેથલેસનેસ, રેસ્ટલેસનેસ અને સાઈનોસિસ પણ જોવા મળે છે.
કૃપ ને લેરિંગોટ્રકિયોબ્રોંકાયટીસ તરીકે પણ ઓળખવામા આવે છે.

2.Convulsion-કન્વલજન

કન્વલ્જન એ વોલન્ટરી મસલ્સની ઇન્વોલન્ટરી મૂવમેન્ટ થવાના કારણે જોવા મળે છે. જે બ્રેઇન ના ફંકશનમા ડિસ્ટર્બન્સીસ આવવાના લીધે બ્રેઇન દ્વારા વધારે ઇલેક્ટ્રિકલ ઈમ્પલ્સીસ સ્કેલટલ મસલ્સ ને મળે છે અને આ મસલ્સની ઇન્વોલેન્ટરી રેપિડ મુવમેન્ટ જોવા મળે છે.

કન્વલઝન ની સાથે સાથે કોન્સીયસનેસ લેવલમા પણ ફેરફાર જોવા મળે છે. કન્વલઝન ને સીઝર પણ કહેવામા આવે છે.

નાના બાળકોમા કન્વલઝન આવવા એ કોમન બાબત જોવા મળે છે. ઘણા કારણોને લીધે નાના બાળકોમા કન્વલઝન આવી શકે છે જેમ કે ફીવર ના લીધે ફીબ્રાઇલ કન્વલઝન જોવા મળે છે.

કન્વલઝન મા મોટર મુવમેન્ટ અલગ અલગ રીતે જોવા મળે છે અને તેની પેટર્ન પ્રમાણે તેને અલગ અલગ રીતે ક્લાસીફાય કરવામા પણ આવે છે.

Q.4 Write Short notes on ANY THREE of the following:- 12 નીચેનામાંથી કોઇપણ ત્રણ વિષે ટૂંકનોંધ લખો

1.Marasmus-–મેરાસ્મસ

મરાસમ્સ…
મરાસ્મસ એ પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રેશન નુ સિવિયર સ્વરૂપ છે. જેમા ખાસ કરીને બાળકોમા પ્રોટીન અને એનર્જી એટલે કે કેલરીની ડેફીસીયન્સી ના કારણે બોડીમા સિવિયર મસ્લસ વાસ્ટિગ અને ફેટ લોસ થયેલ જોવા મળે છે.
આમા બાળકની ઉમર મુજબ 50% વેઇટ તેનુ ઘટેલુ જોવા મળે છે.

મરાસ્મસ ના કારણો..

બાળકને જ્યારે પૂરતા પ્રમાણમા પ્રોટીન અને કેલરી ન મળે ત્યારે તેની ન્યુટ્રીશનલ રિક્વાયરમેન્ટ પૂરી ન થવાના કારણે આ કન્ડિશન ડેવલપ થાય છે.
આમા બાળક ને ક્વોલિટી અને કવોન્ટીટી બને આસ્પેક્ટ મા પૂરતા પ્રમાણમા ફૂડ મળતુ નથી.

બાળક આર્ટિફિશિયલ ફીડિંગ લેતુ હોય અથવા તો તેને ડાયઇલ્યુટેડ ફીડીંગ આપવામા આવતુ હોય તો આ પ્રકારની કન્ડિશન જોવા મળી શકે છે.
બાળક છ મહિના પછી પણ ફક્ત બ્રેસ્ટ ફીડીંગ જ લેતુ હોય તો લાંબા ગાળે આ કન્ડિશન ઉભી થઈ શકે છે.
બાળકને કોઈ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકને લગતા ઇન્ફ્લામેટરી ડીસીઝ કે સિરિયસ ડિસીઝ કન્ડિશન હોય ત્યારે આ કન્ડિશન ઊભી થઈ શકે છે.

બાળકને લાંબા સમય સુધી વોમિટિંગ અને ડાયરિયા રહેતા હોય તેના લીધે પણ આ કન્ડિશન ડેવલપ થઈ શકે છે.
બાળકને કોઈ ક્રોનિક ડીસીઝ કે સ્ટ્રકચરલ માલ ફોર્મેશન ને લગતા ડીસીઝ હોય કે માલ એબ્સોર્પશન સિન્ડ્રોમ હોય ત્યારે પણ આ કન્ડિશન ડેવલપ થઈ શકે છે.
આ કન્ડિશન સામાન્ય રીતે મોટા બાળકો કરતા વધારે ઇન્ફન્ટ ની અંદર જોવા મળે છે. આ સમય દરમિયાન બાળકને એનર્જી એટલે કે કાર્બોહાઈડ્રેટ ની રિક્વાયરમેન્ટ ખૂબ જ હોય છે. જે ન મળવાના કારણે આ કન્ડિશન ખાસ ઇન્ફન્ટ મા ડેવલપ થતી જોવા મળે છે.

મરાસ્મસ નુ ક્લાસિફિકેશન..

આ કન્ડિશન મા બોડીમાથી ફેટ અને મસલ્સ લોસ થવાની ડીગ્રી મુજબ તેને અલગ અલગ ગ્રેડમા ક્લાસિફાઇ કરવામા આવે છે.
ગ્રેડ 1. આમા એક્ઝીલા અને ગ્રોઇન ના ભાગેથી ફેટ લોસ થાય છે.

ગ્રેડ 2. આમા એકઝીલા અને ગ્રોઇન ઉપરાંત એબડોમીન અને ગ્લુટીયલ ના ભાગેથી પણ ફેટ લોસ થાય છે.

ગ્રેડ 3. આમા ગ્રેડ 1 અને 2 ના ભાગ ઉપરાંત ચેસ્ટ અને સ્પાઇન ના ભાગેથી પણ ફેટ લોસ થાય છે.

ગ્રેડ 4. આ લાસ્ટ ગ્રેડ મા મોઢા ની આજુબાજુથી તમામ ફેટ લોસ થઈ જાય છે.

મરાસ્મસ ના ક્લિનિકલ મેનીફેસ્ટેશન્સ..

આ કન્ડિશનમા બોડી ના દરેક ભાગથી ધીરે ધીરે ફેટ લોસ થાય છે અને બાળકનુ વજન સતત ઘટતુ જાય છે.
બાળકનો લુક એજેડ જેવો જોવા મળે છે. બાળકનો ફેસ મંકી જેવો જોવા મળે છે. બાળક સતત ચીડિયો રહે છે.

બાળકમા કોન્સ્ટીપેશન અને ડાયરિયા અલ્ટરનેટિવ જોવા મળે છે.
બાળકમા સિવિયર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલન્સ ના સાઈન અને સીમટમ્સ જોવા મળે છે. જેના લીધે ઘણા ન્યુરોલોજીકલ અને કાર્ડીઓલોજીકલ કોમ્પ્લીકેશન પણ ડેવલપ થાય છે.

બાળક ઓછુ એક્ટિવ હોય છે.
બાળકમા વજન ઘટવાના કારણે અને પૂરતો ન્યુટ્રિશન વાળો ખોરાક ન મળવાના કારણે ઘણા ડીસીઝ અને ઘણા ઇન્ફેક્શન પણ લાગે છે. અમુક કોમ્પ્લિકેશનના કારણે બાળકનુ ડેથ પણ થઈ શકે છે.

ડાયગ્નોસીસ..

હિસ્ટ્રી કલેક્શન

ફિઝિકલ એક્ઝામિનેશન

એક્સરે (સિસ્ટમિક ડીસીઝ અને ડિસઓર્ડર જાણવા માટે)

મેનેજમેન્ટ..

આ કન્ડિશનમા બાળકોને હાઈ કેલરી વાળો ડાઈટ આપવામા આવે છે. તેની રિક્વાયરમેન્ટ કરતા ડબલ કેલેરી વાળો ડાઈટ પણ બાળકને ટોલરેટ થાય તો આપી શકાય છે. આમા ડાઈટ ની કવોલિટી અને કોન્ટીટી ધીરે ધીરે વધારતી જવી જરૂરી હોય છે.

ખોરાકમા કાર્બોહાઇડ્રેટ નુ પ્રમાણ ધીરે ધીરે વધારવુ. જો ડાયરિયા હોય તો સુગર ઇન્ટેક ધીરે ધીરે વધારવામા આવે છે.
બાળકને કોન્સન્ટ્રેટેડ થીક ફોર્મ્યુલા ફીડીંગ આપવુ જોઈએ.
ઇન્ફેક્શન માટે ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક્સ કે મેડિસિન આપી શકાય છે.

કોઈપણ સર્જીકલ કન્ડિશન નુ આઈડેન્ટિફિકેશન થાય તો સર્જીકલ કરેક્શન કરી શકાય છે.
બાળકની સાયકોલોજીકલ કન્ડિશન ને પણ ધ્યાન રાખવામા આવે છે.
બાળકના પેટનુ સતત મોનિટરિંગ કરવુ અને જરૂર જણાય તો વેઇટ માટે ગ્રોથ ચાર્ટ રાખવામા આવે છે.

બાળકના બોડી નુ ટેમ્પરેચર મેન્ટેન કરવુ ખાસ જરૂરી છે.
બાળકનુ વજન વધવાનુ શરૂ થાય પછી ધીરે ધીરે બાળકને ઘરમા બનતા તમામ બેલેન્સ ડાઇટ પર શિફ્ટ કરી શકાય છે.

બાળકને છ મહિના સુધી એક્સક્લુઝિવ બેસ્ટ ફીડીંગ આપવુ. ત્યાર પછી બાળકને ફરજિયાત વિનિંગ ડાઈટ પર શિફ્ટ કરવુ અને વધારાનુ જરૂર જણાય તેમ બ્રેસ્ટ ફીડીંગ આપવામા આવે છે.

Q-6 A. Fill in the blanks :-ખાલી જગ્યા પુરો :- 10

1.NICU temperature should be _______and humidity is,_______ NICUનું ટેમ્પરેચર ________અને હ્યુમીડીટી _______હોય છે. (ટેમ્પ. 22 થી 26’C , અને હ્યુમીડિટી 30 થી 60% )

2. Beri-Beri occurs due to ________ deficiency.
બેરી બેરી ________ની ઉણપથી થાય છે. (વિટામિન B1)

3.Acute tonsilities is caused by__________
એક્યુટ ટોન્સીલાઇટીસ_________ના લીધે થાય છે. (બીટા હિમોલાઇટીક સ્ટ્રેપટોકોકલ)

4.Surgical opertion for undescended testes is Called_____-_____
અનડીસેન્ડેડ ટેસ્ટીજ માટેના સર્જીકલ ઓપરેશન ને _________કહે છે. (ઑર્કીઑપેકસી)

B. State whether following statements are ‘True’ or ‘False’s 05 નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો.

1. Gestational assessment can be done by Bellard scale જેસ્ટેશનલ અસેસમેન્ટ બેલાર્ડ સ્કુલ દ્વારા થઇ શકે છે. (સાચુ)

2.There is no tear formation in the neonate.
નીઓનેટમાં ટીયર (આંસુ) બનતા નથી. (ખોટુ)

Published
Categorized as GNM PED PAPERS, Uncategorised