18/04/2023-ANM-SY-HCM-પેપર સોલ્યુશન નંબર – 09

પેપર સોલ્યુશન નંબર – 09 (18/04/2023)

18/04/2023

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફીંગ પેટર્ન લખો.03

પી.એચ.સી.ની હેલ્થટીમ

૧. મેડીકલ ઓફીસર.

૨. આયુષ ડોક્ટર

૩. ફીમેલ હેલ્થ સુપરવાઇઝર.

૪. મેલ હેલ્થ સુપેરવાઇઝર.

૫. ફાર્માસીસ્ટ.

૬. લેબોરેટરી ટેક્નીશયન.

૭. સ્ટાફ નર્સ –

૮. આશા ફેસીલીટર.

૯. મહીલા મંડળ.

૧૦. લોકલ લીડર.

૧૧ ડ્રાયવર

૧૨. પ્યુન

(૨) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એ.એન.એમ તરીકે લેબર રૂમની સંભાળ કેવી રીતે કરશો તે વિશે લખો.04

  • આદર્શ લેબર રૂમ એટલે કે જેમાં બધા જ જરૂરી સાધનો અને જરૂરી દવાઓ હોય અને તે સીસ્ટેમીક અને યોગ્ય રીતે ગોઠવાયેલ હોય તેને આદેશ લેબરરૂમ કહેવાય છે.
  • આદર્શ લેબર રૂમમાં નીચે મુજબની સગવડતાઓ હોવી જોઈએ.

પોસ્ટર:

  • મેનેજમેન્ટ ઓફ પી.પી.એચ.
  • એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર
  • કાંગારૂ મધર કેર
  • બ્રેસ્ટ ફીડીંગ
  • હેન્ડ વોશિંગના સ્ટેપ્સ
  • બાયો મેડીકલ વેસ્ટ

નિયમો :

  • લેબરરૂમ હમેશા ઓટો ડોર મારફતે બંધ હોવો જોઈએ તથા ડબલ ડોર વાળો હોવો જોઈએ.
  • કલીન હોવો જોઈએ.
  • દરેક સાધનો યોગ્ય જગ્યાએ ગોઠવાયેલા હોવા જોઈએ.
  • હોસ્પિટલ સ્ટાફ, માતા તથા મમતા સખી સિવાય કોઈને પ્રવેશ હોવો જોઈએ નહી.
  • ટેબલ વર્ક કરવા માટે અલગ જગ્યા હોવી જોઈએ.
  • એન્ટ્રી કરતા પહેલા સ્ક્રબ થવુ જોઈએ.
  • બારીઓમાં ફોસ્ટેડ ગ્લાસ હોવા જોઈએ અને પડદા હોવા જોઈએ.
  • ૨૪ ક્લાક પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.
  • એલ્બો ટેપ નળની વ્યવસ્થા હોવી જોઈએ.
  • એટેચ ટોઈલેટ બાથરૂમ હોવુ જોઈએ.

સાધન સામગ્રીઓ :

  • સેકન્ડ કાંટા વાળી દિવાલ ઘડીયાળ સામે જ હોવી જોઈએ.
  • એન્વાર્યમેન્ટલ થર્મોમીટર હોવુ જોઈએ.
  • ડીલેવરી ટ્રોલી ઈમરજન્સી ડ્રગ્સ સાથે હોવી જોઈએ.
  • રીસસ્ટીટેશન ટ્રે ચાલુ હાલતમાં હોવી જોઈએ.
  • પલ્સ ઓકિસમીટર તથા રેફ્રિઝરેટર હોવુ જોઈએ.
  • ન્યુબોર્ન કેર કોર્નર કે બેબી કોર્નર હોવુ જોઈએ જેમાં…
  • રેડીઅન્ટ વોર્મર
  • ઓકિસજન સીલીન્ડર
  • બેબી રીસકસીટેશન ટ્રે
  • સકશન મશીન
  • સકશન કેથેટર ૧૦ અને ૧૨ નંબર
  • મ્યુક્સ સકર
  • સાત ટ્રે તૈયાર હોવી જોઈએ.
  • બેબી ટ્રે
  • ડીલેવરી ટ્રે
  • એપીઝીયોટોમી ટ્રે
  • મેડીસીન ટ્રે
  • ઈમરજન્સી ડ્રગ્સ ટ્રે
  • પી.પી. આઈ.યુ.સી.ડી. ટ્રે
  • ડી.એન.ઈ. ટ્રે
  • બેબી વેઈટ મશીન ચાલુ હાલતમાં હોવુ જોઈએ.

રેકોર્ડ અને રજીસ્ટર :

  • લેબર રજીસ્ટર
  • રીફર રજીસ્ટર
  • ઓવર બૂક
  • પાર્ટોગ્રાફ
  • કેશ પેપર
  • જન્મ મરણ રજીસ્ટર
  • ઓટોકલેવ રજીસ્ટર
  • ક્લીનીનેસ ચાર્ટ

લેબર ટેબલ :

  • ઓછામાં ઓછા બે હોવા જોઈએ.
  • ચડવા માટે પગથીયા હોવા જોઈએ.
  • મેકીન ટોસ ડ્રોસીટ પાથરેલા હોવા જોઈએ.
  • લીથોટોમી પોઝીશન માટેની સગવડતા હોવી જોઈએ.
  • કેલી પેડ હોવુ જોઈએ.(બ્લડ ટેબલ પર ન રહે તે માટે )

લાઈટ :

  • પુરતો પ્રકાશ હોવો જોઈએ.
  • સેડોલેશ લાઈટની વ્યવસ્થા હોવી જોઈએ.

સ્ટરાઈલ ડ્રમ :

  • દરેક ડ્રમમાં તમામ પ્રકારના સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.
  • ગ્લાઉઝ,લીનન,ઈન્સ્ટ્રુમેન્ટ તથા કોટન સ્વોબ અને ગોઝ પીસીસના ડ્રમ હોવા જોઈએ.

કલીનીનેશ:

  • દરરોજ સફાઈ થવી જોઈઅ. (દર ત્રણ કલાકે)
  • દરેક ડીલેવરી બાદ લેબર ટેબલને ફિનોલ વડે અથવા બ્લીચીંગ સોલ્યુશન વડે સાફ કરવુ જોઈએ.
  • દરેક વસ્તુનું ડસ્ટીંગ કાર્બોલીક લોશન વડે રેગ્યુલર કરવુ જોઈએ.
  • બ્લડ સ્ટેઈનને નિયમ મુજબ સાફ કરવુ જઈએ.
  • ગ્લોઝ કે વાપરેલ લીનનને જયાં ત્યા નાખવા નહી.
  • રેગ્યુલર ઈન્ટરવલ પર સ્યોબ લઈ પેથોલોજીકલ તપાસ માટે મોકલવું જોઈએ.

(૩) મમતા સેશનની પુર્વ તૈયારી કરવામાં એ.એન.એમ નો રોલ લખો.05

મમતા સેશનની પૂર્વ તૈયારીમાં એ.એન.એમ (Auxiliary Nurse Midwife) નો રોલ

મમતા સેશન પહેલાં એ.એન.એમ નીચેના કામ કરે છે.

1. તારીખ અને સ્થળ નક્કી કરવું

  • સેશનનું સ્થળ (આંગણવાડી/ઉપકેન્‍દ્ર/ગામની આરોગ્ય જગ્યા) નક્કી કરવું
  • સેશનની તારીખ પૂર્વ તૈયારી સાથે નક્કી કરવી

2. સામગ્રી અને સાધનોની તૈયારી

  • રસી, સિરિન્જ, સેફ્ટી બોક્સ, કોટન, એન્ટીસેપ્ટિક
  • રજીસ્ટર, MCP કાર્ડ, થર્મોકોલ બોક્સ/વૅક્સીન કેરિયર
  • IEC સામગ્રી (પોસ્ટર, ચાર્ટ)

3. લક્ષ્ય ગ્રુપની યાદી તૈયાર કરવી

  • ગર્ભવતી સ્ત્રીઓ અને 0–5 વર્ષના બાળકોની યાદી
  • જરૂરી રસીના પ્રકાર અને ડોઝ મુજબ પ્લાન તૈયાર કરવો

4. સ્થાનિક સ્તરે જાણકારી આપવી

  • આંગણવાડી કાર્યકર અને ASHA સાથે સંકલન
  • ગામમાં જાહેરાત/જાગૃતિ કરવી

5. કોલ્ડ ચેઇનની તપાસ

  • રસી યોગ્ય તાપમાને છે તેની ખાતરી કરવી
  • વૅક્સીન કેરિયર તૈયાર રાખવું

6. રેકોર્ડ અને દસ્તાવેજ તૈયાર કરવાં

  • અગાઉના સેશનના રેકોર્ડ ચકાસવા
  • નવા એન્ટ્રી માટે ફોર્મ તૈયાર કરવાં

અથવા

(1) માહિતી મોકલવાના પગથિયાં લખો.03

માહિતી મોકલવાના પગથિયા

1. માહિતી એકત્રિત કરવી

  • જરૂરી માહિતી, આંકડા અથવા રિપોર્ટ એકઠા કરવાં
  • માહિતી સાચી અને અપડેટ છે તેની ખાતરી કરવી

2. માહિતી ગોઠવણ કરવી

  • મુદ્દાવાર અથવા ક્રમવાર ગોઠવણ
  • જરૂરી ફોર્મેટ (રિપોર્ટ, ટેબલ, લિસ્ટ) તૈયાર કરવું

3. દસ્તાવેજ તૈયાર કરવો

  • નક્કી કરેલા ફોર્મેટમાં લખવું
  • જરૂરી હોય તો સહી અને સીલ કરવી

4. ચકાસણી (Verification) કરવી

  • માહિતી સાચી, પૂર્ણ અને ભૂલમુક્ત છે તેની તપાસ
  • સત્તાધિકારી અથવા સુપરવાઇઝરની મંજૂરી લેવાં

5. મોકલવાની પદ્ધતિ પસંદ કરવી

  • ઈ-મેલ, ઑનલાઇન પોર્ટલ, પત્ર, ફોન, મેસેન્જર અથવા હાથવહેંચ ડિલિવરી
  • જરૂરી ગોપનીયતા જાળવવી

6. માહિતી મોકલવી

  • પસંદ કરેલી પદ્ધતિથી નિર્ધારિત વ્યક્તિ/વિભાગને મોકલવી

7. પ્રાપ્તીની પુષ્ટિ મેળવવી

  • સામેવાળી તરફથી રિસીપ્ટ/અકનોલેજમેન્ટ લેવાં
  • જરૂર પડે તો અનુસરણ (follow-up) કરવું

(૨) રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની યાદી બનાવો.04

રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની યાદી

1. રિપ્રોડક્ટીવ, મેટરનલ, નીયોનેટલ, ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ ફેલ્થ, (RMNCH+A)

  • JSSK – જનની શિશુ-સુરક્ષા કાર્યક્રમ.
  • RKSK – રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ.
  • RBSK-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.
  • UIP- યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ.
  • IMI- ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ.
  • JSY- જનની સુરક્ષા યોજના.
  • PMSMA- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન.
  • NSSK- નવજાત શિશુ સુરકશા કાર્યક્રમ.
  • NFP- નેશનલ ફેમિલી પ્લાનીંગ પ્રોગ્રામ
  • NFWP- નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ

2. નેશનલ ન્યુટ્રીશન પ્રોગ્રામ.

  • NIDDCP- નેશનલ આયોડિન ડેફિસીયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ
  • IYCF-“માંી પ્રોગ્રામ ફોર ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફિડીંગ.
  • NPPCF- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ફ્લુરોસિસ.
  • NIPI- નેશનલ આર્યન પ્લસ ઈનીસીએટિવ ફોર એનોમીયા કંટ્રોલ પ્રોગ્રામ.
  • WIFS-વિકલી આર્યન ફોલિક-એસિડ સપ્લીમેન્ટેશન પ્રોગ્રામ.
  • NVAPD- નેશનલ વિટામીન [[એ પ્રોફાઈલેક્સીસ પ્રોગ્રામ.
  • ICDS- ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ
  • MDM- મીડ-ડે-મીલ પ્રોગ્રામ.
  • SNP- સ્પેશિયલ ન્યુટ્રીશન પ્રોગ્રામ.
  • ANP-એપ્લાઈડ ન્યુટ્રીશન પ્રોગ્રામ.
  • BNP- બાલવાડી ન્યુટ્રીશન પ્રોગ્રામ.

3.કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ

  • IDSP- ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ
  • RNTCP- રિવાઈઝ્ડ નેશનલ ટ્યુબરક્યુલોસીસ કંટ્રોલ પ્રોગ્રામ.
  • NTEP- નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમીનેશન પ્રોગ્રામ.
  • NGWEP- નેશનલ ગિની-વર્મસ ઈરાડિકેશન પ્રોગ્રામ.
  • NLEP- નેશનલ લેપ્રસી ઈરાડીકેશન પ્રોગ્રામ.
  • NVBDCP- નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ.
  • નેશનલ એન્ટિ-મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ.
  • કાળા-અઝાર કંટ્રોલ પ્રોગ્રામ
  • નેશનલ કાઈલેરિયા કંટોલ પ્રોગ્રામ
  • જાપાનીસ-એન્સેફેલાઈટ્સ પ્રોગ્રામ.
  • ડેન્ગ્યુ એન્ડ ડેન્ગ્યુ હેમરેજિક ફિવર. NACP- નેશનલ એઈડ્સ કંટ્રોલ પ્રોગ્રામ
  • PPP- પલ્સ પોલીયો પ્રોગ્રામ
  • NHCP- નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ NRCP- નેશનલ રેબીસ કંટ્રોલ પ્રોગ્રામ.

(૩) રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમમાં આર એન ટી સી પી પ્રોગ્રામમાં એ.એન.એમ ના રોલ વિશે લખો.05

રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ – RNTCP (Revised National Tuberculosis Control Programme) માં એ.એન.એમ.નો રોલ

1. કેસ શોધ અને રિફરલ

  • ગામ કે વિસ્તારના લોકોને ક્ષયરોગ (ટી.બી.)ના લક્ષણો અંગે જાગૃતિ આપવી
  • ખાંસી, તાવ, વજનમાં ઘટાડો જેવા લક્ષણ ધરાવતા દર્દીઓની ઓળખ કરવી
  • શંકાસ્પદ કેસને માઇક્રોસ્કોપી સેન્ટર અથવા PHC ખાતે રિફર કરવો

2. થૂંકનું નમૂના એકત્રિત અને મોકલવું

  • દર્દીનું યોગ્ય રીતે સ્પુટમ નમૂનો એકત્રિત કરવો
  • તેને સુરક્ષિત રીતે લેબ સુધી પહોંચાડવું

3. સારવારમાં સહાય

  • DOT (Directly Observed Treatment) પ્રદાતા તરીકે કાર્ય કરવું
  • દર્દીને સમયસર દવા લેવડાવવી અને તેની ખાતરી કરવી
  • દવાના સાઇડ ઇફેક્ટ પર નજર રાખવી

4. રેકોર્ડ અને રિપોર્ટિંગ

  • ક્ષયરોગ દર્દીઓના નામ, દવા શરૂ કરવાની તારીખ, ડોઝ, પ્રતિક્રિયા વગેરેનો રેકોર્ડ રાખવો
  • માસિક અને ત્રિમાસિક રિપોર્ટ ઉચ્ચ અધિકારીને મોકલવો

5. કાઉન્સેલિંગ અને ફોલોઅપ

  • દર્દી અને તેના પરિવારને ટી.બી.ની સારવારનું મહત્વ સમજાવવું
  • દર્દીને પૂર્ણ સારવાર સુધી પ્રોત્સાહિત કરવો
  • દવા છોડનાર અથવા ગેરહાજર દર્દીઓનું ઘર મુલાકાત લઈ ફોલોઅપ કરવું

6. કોમ્યુનિટી એજ્યુકેશન

  • આરોગ્ય મીટીંગ, મમતા સેશન, અને ઘર મુલાકાત દ્વારા ક્ષયરોગ અંગે જાગૃતિ ફેલાવવી
  • લોકોને નિશુલ્ક તપાસ અને દવાની સુવિધા વિશે માહિતગાર કરવું

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાલ લખો.

(૧) એક સબસેન્ટરની વસ્તી ૫૦૦૦ છે, જન્મદર ૨૫ છે, મૃત્યુદર ૫૦ છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. 08

આપેલ માહિતી

  • સબસેન્ટરની વસ્તી = 5000
  • જન્મદર (Birth Rate) = 25 પ્રતિ 1000 વસ્તી પ્રતિ વર્ષ
  • મૃત્યુદર (Death Rate) = 50 પ્રતિ 1000 વસ્તી પ્રતિ વર્ષ

(૧) સગર્ભામાતાની સંખ્યા શોધો.

સગર્ભા માતાની સંખ્યા શોધો

જન્મદર 25 એટલે કે દર 1000 વસ્તી દીઠ વર્ષમાં 25 જન્મ.

વાર્ષિક જન્મ = જન્મદર × વસ્તી​ / 1000

વાર્ષિક જન્મ = 25 × 5000 / 1000 = 125

સામાન્ય રીતે સગર્ભા માતાની સંખ્યા ≈ વર્ષના જીવતા જન્મોની સંખ્યા.

સગર્ભા માતાની સંખ્યા = 125

(૨) સગર્ભામાતાની આર્યનની ગોળીની જરૂરીયાતની ગણતરી કરો.

સગર્ભા માતાની આયર્ન ગોળીની જરૂરિયાત

દરેક સગર્ભા માતા માટે 100 આયર્ન ફોલિક એસિડ ગોળીઓ આપવી જોઈએ.

કુલ ગોળીઓ=સગર્ભામાતાનીસંખ્યા×100

કુલ ગોળીઓ=125×100=12,500

આયર્ન ગોળીઓની જરૂરિયાત = 12,500 ગોળીઓ

(૩) ઈજેક્શન પેન્ટાવેલેન્ટની જરૂરીયાતની ગણતરી કરો.

ઈન્જેક્શન પેન્ટાવેલેન્ટની જરૂરિયાત

દર જીવતા જન્મેલા બાળકને પેન્ટાવેલેન્ટના 3 ડોઝ આપવા.

કુલ ડોઝ = જીવતાજન્મ × 3

કુલ ડોઝ = 125 × 3 = 375

પેન્ટાવેલેન્ટ ઇન્જેક્શનની જરૂરિયાત = 375 ડોઝ

(૪) ઓ.આર.એસના પેકેટની જરૂરીયાતની ગણતરી કરો.

ઓ.આર.એસ. પેકેટની જરૂરિયાત

દર 1 વર્ષથી નાના બાળક માટે સરેરાશ 3 પેકેટ ઓ.આર.એસ. જરૂરી છે.

1 વર્ષથી નાના બાળકોની સંખ્યા ≈ જીવતા જન્મોની સંખ્યા.

ORS પેકેટ = જીવતાજન્મ × 3

ORS પેકેટ = 125 × 3 = 375

ORS પેકેટની જરૂરિયાત = 375 પેકેટ

(૨) સબ સેન્ટર પર એ.એન.એમ.ની જવાબદારીઓ ટુંકમા લખો.04

વિવિધ આરોગ્ય લક્ષી યોજના હેઠળ એક સ્ત્રી આરોગ્ય કાર્યકર અને એક પુરુષ આરોગ્ય કાર્યકર પેટા કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને તેમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજો નીચે મુજબ છે.

૧) માતાને બાળકનું આરોગ્ય

  • સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી સગર્ભાવસ્થા દરમિયાનની તમામ સંભાળ.
  • સગર્ભા માતાની ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવી જેમાં યુરેન સુગર,આલબ્યુમીન, બ્લડપ્રેશર અને હિમોગ્લોબિન માટેની તપાસ કરવી.
  • દરેક સગર્ભા માતાની ગુપ્ત રોગો માટેની તથા બ્લડ ગ્રુપની તપાસ કરવી.
  • અસામાન્ય સુવાવડ માટે નજીકના રેફરલ યુનિટના ખાતે રીફર કરશે.
  • આરોગ્ય શિક્ષણ આપશે.
  • હોસ્પિટલ સુવાવડ માટેની પૂર્વ તૈયારી માટે સલાહ સૂચન આપશે.
  • રસીકરણ કાર્યક્રમને ધ્યાનમાં લઇ માતા તથા બાળકને રક્ષિત કરશે.
  • જન્મ અને માતા મરણની નોંધણી કરાવશે.
  • એન્ટિનેટલ અને પોસ્ટનેટલ માતાને ફોલિક એસિડ અને આર્યનની ગોળી આપશે.
  • ફેમિલી પ્લાનિંગ વિશે કાઉન્સેલિંગ કરશે.
  • રીફર કરેલા કેસોને રજા મળ્યા બાદ તેની મુલાકાત કરશે.

૨) કુટુંબ કલ્યાણ સેવા

  • લાયક દંપતી તથા બાળકોની સંખ્યાનું રજીસ્ટ્રેશન કરવું.
  • કુટુંબ કલ્યાણ માટે લોકોમાં વ્યક્તિગત તથા જૂથમાં આરોગ્ય સંદેશા આપશે.
  • કુટુંબ કલ્યાણના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે તમામ પ્રયત્નો કરશે.
  • કુટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશેની સમજણ અને માહિતી પૂરી પાડે.
  • કુટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થીને ફોલો અપ કરશે. કુટુંબ કલ્યાણ પદ્ધતિની આડ અસરો અને બધી જ સાચી માહિતી પૂરી પાડશે.

૩) આંગણવાડી મુલાકાત

  • દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખૂબ જરૂરી છે, આ દરમિયાન બાળકો તથા માતાની મુલાકાત લેવી.
  • બાળકો અને માતાના આરોગ્યની જરૂરિયાતને અનુલક્ષીને સેવાઓ આપી અને તેમને શાંતિપૂર્વક સાંભળવા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવું.

૪) ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી.
  • એઇડ્સ, હેપેટાઇટિસ બી વગેરેની માહિતી આપવી.
  • રોગોના અટકાયતી પગલાઓની સમજણ આપવી.

૫) બિનચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • બિનચેપી રોગો જેવા કે કેન્સર, ડેફનેસ,ડાયાબિટીસ,કાર્ડિયો વાસક્યુલર ડીસીઝ, મેન્ટલ ઈલનેસ, ઓક્યુપેશનલ ડીસીઝ એન્ડ સ્ટ્રોક અટકાવવા અને નિયંત્રણ માટે નીચે મુજબના પ્રોગ્રામ ચાલે છે જેની ફિમેલ હેલ્થ વર્કરને જાણ હોવી જોઈએ જેથી તે લોકોને માર્ગદર્શન પૂરું પાડી શકે.

૬) જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રિપોર્ટિંગ

  • જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર અને માતા મરણદરની માહિતી લેવી.
  • મૃત્યુના કારણો જાણી નોંધ કરવી.

૭) આરોગ્ય શિક્ષણ

  • ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
  • બેનર,ભીત સૂત્રો, ટીવી,પેમ્પલેટ, પોસ્ટર જેવા એવી એડ્સ વડે માહિતી આપવી.

૮) શાળા આરોગ્ય કાર્યક્રમ

  • આરોગ્ય શિક્ષણ આપવું.
  • શાળાના બાળકોની તપાસ કરવી
  • આંખની ખામી, કૃમિ અને નાની તકલીફોની સારવાર સ્થળ પર જ આપવી.

૯) તાલીમ અને શિક્ષણ

  • પેરા મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
  • આશા અને આંગણવાડી કાર્યકરને તાલીમ અને જરૂરી શિક્ષણ આપવું.

૧૦) રેફરલ સેવાઓ

  • પાયાની સારવાર આપ્યા બાદ નજીકના એફ.આર.યુ મા રીફર કરવું.

અથવા

(૧) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેનાં જુદા જુદા વિભાગો જણાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો સવિસ્તાર લખો.08

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેનાં જુદા જુદા વિભાગો

  1. બાહ્ય દર્દી વિભાગ (OPD – Out-Patient Department)
  2. આંતરિક દર્દી વિભાગ (IPD – In-Patient Department)
  3. પ્રસૂતિ વિભાગ (Maternity / Labour Room)
  4. ટિકાકરણ અને બાળકોની આરોગ્ય સેવા વિભાગ
  5. રોગ નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણ વિભાગ
  6. પેથોલોજી / લેબોરેટરી વિભાગ
  7. ફાર્મસી (દવા આપવાનું વિભાગ)
  8. દાંત સારવાર વિભાગ (જો ઉપલબ્ધ હોય તો)
  9. આપત્તિકાલીન સેવા વિભાગ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો

મેડિકલ કેર

  • પ્રિવેન્ટિવ કેર
  • પ્રમોટીવ કેર
  • કયુરેટીવ કેર

મેટર્નલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ કેર

  • સગર્ભાવસ્થાની સારવાર
  • પ્રસૃતિ દરમ્યાનની સારવાર
  • પોસ્ટનેટલ કેર
  • એડોલેશન કેર
  • ૦ થી ૫ વર્ષના બાળકોનું સંપૂર્ણ રસીકરણ આઈ.એમ.એન.સી.આઈ.મુજબ બાળકોની સારવાર

સેફ ડ્રિંકિંગ વોટર એન્ડ બેઝિક સેનિટેશન

  • સલામત પાણીની સગવડતા
  • કુવાના પાણીનું કલોરીનેશન કરવુ.
  • પર્યાવરણની સ્વચ્છતા જાળવવી
  • આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવું
  • સ્વછતા અભિયાન ચલાવવું

ફેમીલી પ્લાનીંગની કાયમી પધ્ધતીની સમજણ આપવી(ફેમિલી પ્લાનિંગ એન્ડ ફેમિલી વેલ્ફેર)

  • ફેમીલી પ્લાનીંગની બિનકાયમી પધ્ધતિની સમજણ આપવી
  • બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટેની સમજણ આપવી
  • એમ.ટી.પી. અંગેની સમજણ આપવી
  • વંધત્વ વાળી માતાઓને સમજણ આપવી
  • કુટુંબ નિયોજનની નવી મેથડ છાયા અને અંતરા અંગેની સમજણ આપવી

ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ (કંટ્રોલ ઓફ કોમ્યુનીકેબલ ડીજીસ)

  • લોકોને ચેપી રોગો અંગેની માહીતી આપવી
  • સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો
  • એઈડસ, હીપેટાઈટીસ-બી વગેરેની માહીતી આપવી
  • રસીકરણ કરવુ.
  • અટકાયતી પગલાઓની સમજણ આપવી

જીવંત આકડાઓનું એકત્રીકરણ અને રીપોર્ટીગ(વાઈટલ સ્ટેટીસટીક એન્ડ રિપોર્ટિંગ)

  • નિયમિત આંકડાઓ ભેગા કરવા
  • બરાબર રીપોર્ટીંગ કરવુ.
  • ડેથ રેઈટ, બર્થ રેઈટ, આઈ.એમ.આર. અને એમ.એમ.આર.ની માહીતી લેવી.
  • માંદગી તથા મરણના કારણો જાણવા.

આરોગ્ય શિક્ષણ (હેલ્થ એજ્યુકેશન)

  • ફોર્મલ અને ઈમ્ફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું
  • બેનર, ભીંત સુત્રો, ટી.વી. પેમ્પલેટ પોસ્ટર વડે માહિતી આપવી
  • પ્રા.આ.કે. ખાતે પોસ્ટર દ્વારા માહીતી આપવી

શાળા આરોગ્ય કાર્યક્રમ (સ્કુલ હેલ્થ પ્રોગ્રામ)

  • શાળાના બાળકોની તપાસ કરવી
  • જરૂર હોય તેવા બાળકોને સંદર્ભ સેવાઓ આપવી
  • નાના રોગની સારવાર કરવી
  • આંખની ખામી, કૃમી અને નાના રોગોની તુરત સારવાર કરવી
  • વહેલાસરનું નિદાન કરી રીફર કરવા

તાલીમ અને શિક્ષણ (Training)

  • દાયણ,એફ.એચ.ડબલ્યુ,એમ.પી.ડબલ્યુ વગેરેને તાલીમ આપવી.
  • પ્રા.આ.કે.પર આવતા એ.એન.એમ. જી.એન.એમ.તથા બી.એસ.સી.કે મેડીકલ
    ના તાલીમાર્થી ઓને તાલીમ આપવી
  • આશા, આંગણવાડી વર્કર તથા દાયણને તાલીમ આપવી રેફરલ સેવાઓ (Referral Services)
  • પાયાની સારવાર આપ્યાબાદ નજીકના એફ.આર.યુ.માં રીફર કરવુ.

સંશોધન કાર્ય (રિસર્ચ વર્ક)

  • ડેથ રેઈટ,બર્થ રેઈટ,આઈ.એમ.આર.,એમ.એમ.આર.વગેરની માહીતી મેળવી
  • કેવા પ્રકારના રોગો કયારે થાય છે તે જાણી શકાય છે.
  • માંદગી તથા મરણના કારણો જાણી શકાય

તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો ચલાવવા (ઓલ નેશનલ હેલ્થ પ્રોગ્રામ)

  • તમામ પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ ભજવવો
  • આર.એન.ટી.સી.પી., મેલેરીયા, પોલીયો વગેરે કાર્યક્રમો કરવા
  • મહિલા સશિકતકરણ કાર્યક્રમ, બેટીબચાવો, બેટી પઢાવો કાર્યક્રમ ચલાવવા

પાયાની લેબોરેટરી સેવાઓ (Basic Lab.Services )

  • મેલેરીયાની સ્લાઈડ,પ્રેગન્નસી ટેસ્ટ,યુરીન સુગર અને આબ્લ્યુમીન વગેરે તપાસ કરવી

(૨) એ.એન.એમ તરીકે સબ સેન્ટરની જાળવણીમાં એ.એન.એમનો રોલ વિશે લખો.04

એ.એન.એમ તરીકે સબ સેન્ટરની જાળવણી

1. મકાન

  • મકાનની મરમ્મદ કરવાની જરૂર હોય તો જે તે અધિકારીને આ અંગે જાણ કરવી જોઈએ.
  • આ ઉપરાંત નાના મોટા રીપેરીંગ લોકલ લીડરને વિશ્વાસમાં લઈને કરવા જોઈએ.

2. દવાઓ

  • તમામ પ્રકારની દવાઓ હોવી જોઈએ.
  • દવાના કબાટને લોક એન્ડ કી રાખવો જોઈએ.

3. ઈલેક્ટ્રીક સાધનો

  • તમામ સાધનો ચાલુ હાલતમાં હોવા જોઈએ.
  • જરૂર પડે તો રીપેર કરવા જોઈએ અને ન વપરાતા સોકેટને પ્લગ કરવા જોઈએ.

4. સ્ટરીલાઇઝ ડ્રમ

  • તમામ વસ્તુઓ ઓટોક્લેવ વાપરવી જોઈએ.

5. રેકોર્ડ અને રિપોર્ટ

  • તમામ પ્રકારના રજીસ્ટર તથા રેકોર્ડ વ્યવસ્થિત રાખવા જોઈએ.
  • ક.ખ.ગ.ઘ. મુજબ રેકોર્ડ ગોઠવવા જોઈએ.
  • બિનજરૂરી રેકોર્ડ અધિકારીની પરવાનગી લઈને નાશ કરવા જોઈએ.

6. સ્વચ્છતા

  • સબ સેન્ટરની સફાઈ નમુના રૂપ હોવી જોઈએ.
  • તો જ આપણે ગામના લોકોને સ્વચ્છતા અંગેની સમજણ આપી શકીએ.
  • ભોંય તળિયાની દરરોજ સફાઈ કરવી જોઈએ.

7. બાયો મેડિકલ વેસ્ટ

  • કચરો હંમેશા કચરાપેટીમાં નાખવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • બાયો મેડિકલ વેસ્ટના નિયમોનું પાલન કરવું જોઈએ.

8. ટોયલેટ બાથરૂમ

  • ટોયલેટ બાથરૂમની સફાઈ નિયમિત કરવી જોઈએ.
  • પૂરતા પાણીની સગવડ હોવી જોઈએ.

9. પીવાના પાણીની વ્યવસ્થા

  • પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ હોવી જોઈએ.

10. કિચન ગાર્ડન

  • વધારાના પાણીનો ઉપયોગ કિચન ગાર્ડનમાં કરવો જોઈએ.

11. બાગ બગીચા

  • વધારાની જગ્યામાં ફૂલ છોડ વાવવા જોઈએ.

12. આઈ.ઈ.સી

  • સબ સેન્ટરમાં પોસ્ટર લગાવવા જોઈએ. જરૂરી સાહિત્ય હોવું જોઈએ.

13. સાધનોની જાળવણી

  • સાધનોની જાળવણી બરાબર કરવી જોઈએ.
  • જરૂર પડે તેટલા જ સાધનો મંગાવવા જોઈએ.
  • બંધ હાલતમાં પડેલા સાધનો રીપેર કરાવવા જોઈએ.
  • ઓ.ટી.સી.(ઓરીએન્ટેશન ટ્રેનિંગ કેમ્પ) કે ઓ.જી.ટી(ઓન જોબ ટ્રેનિંગ) નું આયોજન.

પ્રશ્ન 3 નીચેના પ્રખોના જવાબ લખો (કોઈપણ બે) 6X2=12

(૧) આરોગ્ય સેવાઓ આપવામાં એ.એન.એમ તરીકે કોની કોની સાથે સંકલન(કો-ઓર્ડિનેશન) કરશો તે વિશે લખો.

1.આંગણવાડી સેન્ટરની મુલાકાત:

  • સબ સેન્ટર દ્વારા આવરીત વિસ્તારમાં આવેલ દરેક કામની મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્ય કરે.
  • આંગણવાડી સેન્ટર આંગણવાડી વર્કર અને રીપ્રોડક્ટિવ એજ ની મધર સાથે મીટીંગ જરૂરી થી કરવી જોઈએ કે જેનાથી ANM તેને સાંભળવાની તેમજ મંતવ્ય રજૂ કરવાની અને કોન્ટ્રાસેપશન વિશેની માહિતી મેળવવાની તક મેળવે છે.
  • કામગીરી તેણીએ કોન્ટ્રાસેપ્ટિંવ વિશે જાગૃત કરવા મદદ કરે છે.
  • જ્યારે આંગણવાડી વર્કર દ્વારા અન્ય માહિતી જેવી કે ગામમાં પૂરતા ટ્યુબવેલ છે કે નહીં રોડ કાચા છે કે પાકા વગેરે.

2.મહિલા સ્વાસ્થ્ય સંઘ મહિલા મંડળ સાથે મીટીંગ યોજના:

  • આરોગ્ય કાર્ય કરે મહિલા સ્વાસ્થ્ય સંઘના સદસ્યો સાથે મીટીંગ યોજી સ્ત્રીઓ યોગ્ય આરોગ્ય સંભાળ અને કોન્ટ્રાસેપશન વિશે કાઉન્સિલિંગ કરવું જોઈએ.

3.હોમ વિઝીટ:

  • સબ સેન્ટરના ગ્રામ્યમાં આવે આવેલ શક્ય હોય તેટલા વધુ પરિવારની મુલાકાત લેવી જોઈએ.
  • તેમજ અગાઉ કરેલ વિઝીટનું ઓગ્ય ફોલોઅપ કરવું જરૂરી છે.
  • હોમ વિઝીટ દરમિયાન કોમ્યુનિટીના સભ્યોને સબ સેન્ટર લેવલ પર ઉપસ્થિત હેલ્થ સેવાઓ ગ્રહણ કરવા સમજાવવું જોઈએ

4.વિઝીટ ટુ સ્કુલ:

  • આરોગ્ય કાર્યક્રમ દ્વારા નિયમિત સમયે ગ્રામ્ય ની શાળાઓની મુલાકાત લેવી.
  • તપાસ કરવી જોઈએ તેમજ કે બાળકનું રસીકરણ કુપોષણથી પીડાતા બાળકોની તપાસ અને આવા બાળકને PHC પર સારવાર માટે રીફર કરવું.
  • તેમજ શાળાના શિક્ષકોની મદદથી બાળકને આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ.

5.પંચાયતોના સભ્યો સાથે મુલાકાત:

  • પંચાયતના સભ્ય સાથે મુલાકાત હંમેશા ફાયદાકારક હોય છે.
  • તેમ જ પરિવાર કલ્યાણના કાર્ય માટે કોમ્યુનિટીના પુરુષોની મદદ મેળવી શકાય છે.

(૨) સબ સેન્ટર પર નિભાવવામાં આવતા જુદા જુદા રજીસ્ટરો બનાવી, સબ સેન્ટર પરના રેકોર્ડ-રીપોર્ટની જાળવણી કેવી રીતે કરશો?

સબ સેન્ટર પર રાખવામાં આવતાં રેકોર્ડ

એમ.આઇ.એસ પ્રમાણે સબસેન્ટર કક્ષાએ 8 પ્રકારના રજીસ્ટર નિભાવવામાં આવે છે જે નીચે મુજબ છે.

  • રજીસ્ટર નંબર 1 : સામાન્ય માહિતીનું અને ગૃહમુલાકત નું રજીસ્ટર
  • રજીસ્ટર નંબર 2 : લાયક દંપતીનું રજીસ્ટર
  • રજીસ્ટર નંબર 3 : કુટુંબ કલ્યાણ સેવાઓનું રજીસ્ટર
  • રજીસ્ટર નંબર 4 : માતૃ સંભાળ રજીસ્ટર
  • રજીસ્ટર નંબર 5 : બાળ સંભાળ અને રોગ પ્રતિકારક રસીઓનું રજીસ્ટર
  • રજીસ્ટર નંબર 6 : મેલેરિયા સારવાર રજીસ્ટર
  • રજીસ્ટર નંબર 7 : જથ્થા રજીસ્ટર
  • રજીસ્ટર નંબર 8 : જન્મ-મરણ રજીસ્ટર

સબ સેન્ટર પર રેકોર્ડ અને રિપોર્ટની જાળવણીની રીત

(A) રેકોર્ડ જાળવણીના સિદ્ધાંતો

  1. સંપૂર્ણતા (Completeness) – દરેક એન્ટ્રી પૂરી હોવી જોઈએ.
  2. સુસંગતતા (Consistency) – ફોર્મેટ અને શબ્દાવલી એકસરખી હોવી જોઈએ.
  3. વાંચવા યોગ્યતા (Legibility) – સ્પષ્ટ લખાણ અને અસ્પષ્ટ સંક્ષેપ ન વાપરવા.
  4. સમયસર નોંધણી (Timeliness) – ઘટનાઓ પછી તાત્કાલિક નોંધ.
  5. ગુપ્તતા (Confidentiality) – દર્દીની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી.

(B) રિપોર્ટ જાળવણીની રીત

  • દર મહિને અને ત્રિમાસિક રિપોર્ટ તૈયાર કરી PHC (Primary Health Centre) ને મોકલવા.
  • રિપોર્ટમાં તમામ આંકડાઓનો સારાંશ (જન્મ, મૃત્યુ, ANC, PNC, રસીકરણ, રોગચાળો) દર્શાવવો.
  • રિપોર્ટ નિર્ધારિત ફોર્મેટમાં જ મોકલવો.
  • નકલો (copies) સબ સેન્ટર પર સંગ્રહિત રાખવી જેથી ચકાસણી સમયે ઉપલબ્ધ રહે.

(3) કાર્ય આયોજન એટલે શું? સબ સેન્ટર ખાતેનું એક માસનું કાર્ય આયોજન લખો.

કાર્ય આયોજન (Action Plan) :

નકકી કરેલા સમયગાળામાં યોજવાની થતી પ્રવૃતિનો ઉલ્લેખ કરતા દૃસ્તાવેજને એકશન પ્લાન કે કાર્ય આયોજન કહેવાય છે.કે જેમાં પ્રવૃતિમાટે સામગ્રીની જરૂરીયાતો, સમયપત્રક અને જગ્યા અથવા તો સ્થળનો સમાવેશ થાય છે.

સબ સેન્ટર ખાતેનું એક માસનું કાર્ય આયોજન

પેહલું અઠવાડિયું

  • સોમવાર – પેટાકેંદ્ર કક્ષાએ અને માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજનની સેવાઓ (મમતા ક્લિનિક)
  • મંગળવાર – ગૃહ મુલાકાત ગામ-૧
  • બુધવાર – પેટાકેંદ્ર કક્ષાએ મમતા દિવસ ગામ-૧
  • ગુરુવાર – કુટુંબ નિયોજન તથા બીજા કેમ્પમાં ડ્યુટી
  • શુક્રવાર – માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજનની સેવાઓ ગામ-૨
  • શનિવાર – પ્રા.આ.કે કક્ષાએ સ્ટાફ મીટીંગ ડેટા એન્ટ્રી.
  • રવિવાર – જાહેર રજા

બીજું અઠવાડિયું

  • સોમવાર – પેટાકેંદ્ર કક્ષાએ અને માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજનની સેવાઓ (મમતા ક્લિનિક)
  • મંગળવાર – ગૃહ મુલાકાત ગામ-૨
  • બુધવાર – પેટાકેંદ્ર કક્ષાએ મમતા દિવસ ગામ-૨
  • ગુરુવાર – કુટુંબ નિયોજન તથા બીજા કેમ્પમાં ડ્યુટી
  • શુક્રવાર – માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજનની સેવાઓ ગામ-૨
  • શનિવાર – પ્રા.આ.કે કક્ષાએ સ્ટાફ મીટીંગ ડેટા એન્ટ્રી.
  • રવિવાર – જાહેર રજા

ત્રીજું અઠવાડિયું

  • સોમવાર – પેટાકેંદ્ર કક્ષાએ અને માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજનની સેવાઓ (મમતા ક્લિનિક)
  • મંગળવાર – ગૃહ મુલાકાત ગામ-૩
  • બુધવાર – પેટાકેંદ્ર કક્ષાએ મમતા દિવસ ગામ-૩
  • ગુરુવાર – કુટુંબ નિયોજન તથા બીજા કેમ્પમાં ડ્યુટી
  • શુક્રવાર – માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજનની સેવાઓ ગામ-૩
  • શનિવાર – પ્રા.આ.કે કક્ષાએ સ્ટાફ મીટીંગ ડેટા એન્ટ્રી.
  • રવિવાર – જાહેર રજા

ચોથું અઠવાડિયું

  • સોમવાર – પેટાકેંદ્ર કક્ષાએ અને માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજનની સેવાઓ (મમતા ક્લિનિક)
  • મંગળવાર – ગૃહ મુલાકાત ગામ-૪
  • બુધવાર – પેટાકેંદ્ર કક્ષાએ મમતા દિવસ ગામ-૪
  • ગુરુવાર – કુટુંબ નિયોજન તથા બીજા કેમ્પમાં ડ્યુટી
  • શુક્રવાર – માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજનની સેવાઓ ગામ-૪
  • શનિવાર – પ્રા.આ.કે કક્ષાએ સ્ટાફ મીટીંગ ડેટા એન્ટ્રી.
  • રવિવાર – જાહેર રજા

પ્રશ્ન-૪ ટુંક નોંશ લખો. (કોઈપણ ત્રણ) 12

(૧) નર્સિંગ એજયુકેશનનાં હેતુઓ

નર્સિંગ એજ્યુકેશનના હેતુઓ ખૂબ જ વ્યાપક અને મહત્વપૂર્ણ છે, અને તે આરોગ્ય સેવા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. અહીં નર્સિંગ એજ્યુકેશનના મુખ્ય હેતુઓને યાદગાર રીતે રજૂ કરવામાં આવ્યા છે:

1. વ્યાવસાયિક ક્ષમતા વિકાસ

  • નર્સિંગ કુશળતાઓ: નર્સિંગ કાર્યક્ષેત્રમાં જરૂરી આદર્શ કુશળતાઓ અને પ્રયોગી કુશળતાઓ વિકસાવવી.
  • અભ્યાસ અને તાલીમ: આધુનિક નર્સિંગ તંત્ર અને પ્રક્રિયાઓ વિશે વિદ્યા પ્રદાન કરી વ્યક્તિગત વિકાસ કરવો.

2. ઉચ્ચ સ્તરીય વિજ્ઞાન અને જ્ઞાન

  • આરોગ્યના સિદ્ધાંતો: મેડિકલ વિજ્ઞાન, નર્સિંગ તત્વશાસ્ત્ર, અને બીમારીઓની સમજણ વધારવી.
  • અદ્યતન ટેક્નોલોજી: આરોગ્યમાં નવીનતમ ટેક્નોલોજી અને ટ્રીટમેન્ટમાં ટેકનોલોજી વિશે શિક્ષણ આપવું.

3. સઘન સંભાળ અને સારવાર

  • ક્લિનિકલ અનુભવ: રોગીઓ અને દર્દીઓ સાથે સારી રીતે વર્તન અને સંભાળ આપવી.
  • એમરજન્સી અને તાત્કાલિક પરિસ્થિતિઓ: કુશળતાપૂર્વક તાત્કાલિક પરિસ્થિતિઓમાં નિકાસ કરવું.

5. આરોગ્ય પ્રમોશન

  • જાગૃતિ અભિયાન: આરોગ્યને લગતી શિક્ષણ અને જાગૃતિ અભિયાન ચલાવવું.
  • સમાજના સ્વાસ્થ્યને સુધારવું: સમાજમાં આરોગ્ય સુધારણા માટે નિષ્ણાતની ભૂમિકા ભજવવી.

6. વ્યવસાયિક અને નૈતિક માન્યતા

  • વ્યાવસાયિક વર્તન: વ્યાવસાયિક નૈતિકતા અને ધારણા જેવા કે સરકારી અને આરોગ્ય માન્યતાઓને અનુસરવું.
  • સન્માન અને નમ્રતા: દર્દીઓ સાથે માન્ય અને સન્માનભેર વર્તવું.

(૨) ASHA (આશા)

Accredited Social Health Activist

  • ૧૨ એપ્રિલ ૨૦૦૫ થી એન.આર.એચ.એમ. (નેશનલ રૂરલ હેલ્થ મિશન ) કાર્યક્રમમાં આશાને આરોગ્ય યંમ સેવક તરીકેની સેવાઓ લેવામાં આવે છે.
  • આ આશા ગ્રામ્યલોકો તથા આરોગ્યના વર્કર વચ્ચે કડી રૂપ કામગીરી કરે છે.અને દેશ માટે આરોગ્ય ની સમસ્યા હલ કરવા તથા સુધારો કરવા અગત્યનો ભાગ ભજવે છે.
  • ખાસ કરી ને આની મદદ વડે આઈ.એમ.આર. તથા એમ.એમ.આર.માં સારો ફાયદો લાવી શકાય તેમ છે.
  • તામીલનાડું રાજયમાં આ યોજના થી આઈ.એમ.આર. તથા એમ.એમ.આર.ઘટાડવામાં માં નોંધપાત્ર ફાયદો થયેલ છે.
  • આશા સ્થાનિક લોકોમાંથી પસંદ કરવામાં આવે છે.અને તે સ્વૈછીક આ કાર્યમાં જોડાય છે.
  • આમ, છતાં તેણીને ૨૩ દિવસની પાયાની તાલીમ આપવામાં આવે છે.અને તેની નકકી કરેલ પ્રવૃતિના તથા સેવાના ભાગરૂપે મહેનતાણુ આપવામાં આવે છે.

આશાની ફરજો નીચે મુજબ સોપવામાં આવેલ છે.

  • ૧) ગામ લોકોને જાણે
  • ૨) આરોગ્યની યોજનામાં ભાગ લેવા મદદ કરે
  • ૩) વિચાર વિનીમય દ્વારા આરોગ્યની વર્તુણુકમાં ફેરફાર લાવે
  • ૪) ગામજનો અને આરોગ્ય કાર્યકર વચ્ચે લીન્ક તરીકે
  • ૫) ડેપો હોલ્ડર તરીકે
  • ૬) પ્રાથમિક સારવાર આપે
  • ૭) સમસ્યાઓનું કાઉન્સીલીંગ કરે
  • ૮) દર્દીને દવાખાના સુધી મોકલે
  • ૯) મમતા દિવસમાં મદદ કરે
  • ૧૦) સામાન્ય બિમારીની સારવાર કરે

(૩) એન.આર.એચ.એમ (NRHM)

NRHM (National Rural Health Mission) એટલે રાષ્ટ્રીય ગ્રામ્ય આરોગ્ય મિશન. આ મિશન 2005માં ભારત સરકારે શરૂ કર્યું હતું, જેના મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં આરોગ્ય સેવામાં સુધારો લાવવાનો છે. NRHMનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવો છે, જ્યાં આરોગ્ય સંદર્ભે સુવિધાઓનો અભાવ છે, અને આરોગ્યના દરેક સ્તરે લોકો માટે ગુણવત્તાવાળી અને સસ્તી આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરવી છે.

NRHMના મુખ્ય ઉદ્દેશ્યો:

  1. માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો:
    NRHMનો ઉદ્દેશ્ય છે કે માવજત કાળમાં જતન અને કાળજી લઈ માતા અને બાળકોના મૃત્યુ દરને ઘટાડવો.
  2. અંત્યજી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ:
    જે વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ નથી, ત્યાં NRHM દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબસેન્ટરો અને હોસ્પિટલની સુવિધા પૂરી પાડવી.
  3. સ્વાસ્થ્ય કર્મચારીઓની વિશિષ્ટતા:
    NRHM હેઠળ વિધાનસભા સ્તરે ASHA (Accredited Social Health Activist) અને ANM (Auxiliary Nurse Midwife) જેવી મહિલાઓને ગ્રામ્ય આરોગ્ય સેવાઓ માટે તાલીમ આપવામાં આવે છે.
  4. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ક્ષમતામાં સુધારો:
    પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબસેન્ટરોની સુવિધાઓમાં વિસ્તરણ કરી સ્ટાફ, દવાઓ અને સાધનોની ઉપલબ્ધતા સુધારવી.
  5. પાણી, સ્વચ્છતા અને પોષણ:
    NRHMનો એક મહત્વપૂર્ણ ભાગ સ્વચ્છ પાણી, પોષણ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો લાવવો છે.
  6. પરિવારનિયોજન અને રોગપ્રતિકારક શક્તિ:
    NRHM પરિવારમાં સંતુલન લાવવા માટે કુટુંબનિયોજન સેવાઓની ઉપલબ્ધતા અને જાગૃતતા વધારવા માટે કાર્યરત છે.

NRHMના મુખ્ય કાર્યો:

  • ASHA કાર્યકરોની તાલીમ: NRHM હેઠળ, ASHA કાર્યકરોને જંગલિયા અને પછાત વિસ્તારોમાં ગર્ભવતી સ્ત્રીઓની દેખભાળ, રસીકરણ, અને સામાન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ પ્રદાન કરવામાં તાલીમ આપવામાં આવે છે.
  • Immunization (રસીકરણ): બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓને અનિવાર્ય રસી આપવામાં આવે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે.
  • માત્રત્વ સ્વાસ્થ્ય: NRHM એ માતા અને બાળક માટેની આરોગ્ય સેવાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • રોગનિર્વારણ અને કન્ટ્રોલ: મચ્છરજન્ય રોગો, ટ્યુબરક્યુલોસિસ, HIV/AIDS, અને અન્ય ગંભીર રોગો માટે વિશિષ્ટ નિયંત્રણ અને સારવાર કાર્યક્રમો અમલમાં છે.

NRHMની સફળતા:

  • NRHM દ્વારા સ્ત્રી સ્વાસ્થ્ય, પ્રસૂતિ સેવા, રસીકરણ, અને ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રે ઘણા સુધારા થયાં છે. આ મિશનના કારણે બાળ અને માતા મૃત્યુદર ઘટાડવામાં, રોગો નિયંત્રણમાં, અને આરોગ્ય સેવામાં વિસ્ફોટક વૃદ્ધિ જોવા મળી છે.

(૪) કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબા પોષણ સહાય યોજના

  • આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે.
  • ગુજરાત સરકારમાં પણ ચાલે છે.
  • આ યોજના અંતર્ગત તમામ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને ત્રણ બાળકો સુધી રૂ.૬૦૦૦/ની રકમ ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવે છે.

યોજનાના લાભાર્થી

  • તમામ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને ત્રણ બાળકો સુધી.

યોજનાના હેતુઓ

  • માનસિક ટેકો આપવા માટે.
  • સારી સારવાર મળી રહે તે માટે
  • સંપૂર્ણ રસીકરણ થઈ શકે તે માટે
  • કુપોષણ અટકાવવા માટે
  • બાળક અને માતાની સલામતી માટે

યોજનાના લાભ

  • સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધણી કરાવતી વખતે રૂ.૨૦૦૦/-
  • ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે રૂ.૨૦૦૦/-
  • ઓરીની રસી તથા વિટામીન એ નો ડોઝ આપ્યા બાદ રૂ.૨૦૦૦/-

યોજનાના લાભ કોણ આપે

  • સરકારી હોસ્પિટલમાં સરકારી અધિકારી શ્રી મારફતે ચેકથી બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.

(૫) મમતા કાર્ડ અને વેકસીન કેરીયર

મમતા કાર્ડ

Definition : મમતા કાર્ડ એ એક આરોગ્ય નોંધપોથી (Health Card) છે, જે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય મિશન (National Health Mission – NHM) અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓ અને 0-6 વર્ષની ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે, જેમાં તેમની આરોગ્ય સંબંધિત માહિતી વિગતવાર નોંધાયેલી હોય છે.

મુખ્ય હેતુ

  • માતા અને બાળકના આરોગ્યની સતત દેખરેખ રાખવી.
  • ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને બાળકના વિકાસ સંબંધિત સેવાઓનો રેકોર્ડ જાળવવો.
  • એમ્યુનાઈઝેશન (ટિકાકરણ) અને પોષણ સેવાઓ સુનિશ્ચિત કરવી.
  • આરોગ્ય સેવા અને પરિવાર વચ્ચે સંવાદ જાળવવો.

મમતા કાર્ડની અંદર સમાવિષ્ટ માહિતી

માતાનું વિભાગ

  • માતાનું નામ, ઉંમર, સરનામું
  • લગ્ન અને ગર્ભવતિતાની વિગતો
  • HB (હેમોગ્લોબિન) સ્તર, વજન, બ્લડ પ્રેશર
  • ANC ચકાસણીઓનો રેકોર્ડ
  • TT ટિકા તારીખ
  • આયર્ન ફોલિક એસિડ લેવાનું રેકોર્ડ
  • પ્રસૂતિની તારીખ અને સ્થળ

બાળકનું વિભાગ

  • બાળકની જન્મ તારીખ, વજન, લિંગ
  • જન્મ સમયે આપેલી આરોગ્ય સેવાઓ
  • ટિકાકરણ રેકોર્ડ (BCG, OPV, Pentavalent, MR, etc.)
  • પોષણ સ્થિતિનું મૂલ્યાંકન (Growth Chart)
  • વિટામિન A સિરપની તારીખ
  • ઉન્નત સેવા અને નિદાન માટેનો રિફરલ

વેક્સિન કેરિયર

  • આ એક પેટી જેવું સાધન છે.
  • તેમા ચાર આઈસ પેક રાખવામાં આવે છે.
  • આમાં રસીઓને ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ સુધી.
  • જો ખોલવામાં ન આવે તો બાર કલાક સુધી જાળવી શકાય છે.
  • ચારેબાજુ આઈસપેક મૂકી વચ્ચે પ્લાસ્ટિક બેગમાં રસીઓ રાખવામાં આવે છે.
  • આમાં ૧૬ થી ૨૦ વાયલ જેટલા રાખી શકાય છે.
  • ક્યારેય ઉપર બેસવું નહી.
  • હંમેશા સૂર્યપ્રકાશથી દૂર અને છાયાવાળી જગ્યાએ રાખો.
  • સેશન પૂર્ણ થયા બાદ વધેલું વેક્સિન પ્રા. આ. કેન્દ્ર પર પાછું મોકલવું.
  • ક્યારે ખોલવા માટે હથિયારનો ઉપયોગ કરવો નહી.
  • બે આઈસ પેક વાળું કેરિયર ક્યારેય વાપરવું નહી.

પ્રશ્ન-5 વ્યાખ્યા લખો. (કોઈપલ છે)

(૧) કન્ટીન્યુઇંગ એજયુકેશન : પાયાની તાલીમ લીધા બાદ સમય અંતરે બદલાતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી આપવામાં આવતા આધુનિક શિક્ષણને ની પ્રક્રિયાને કન્ટીન્યુઈંગ એજયુકેશન કહેવાય છે.

હેતુઓ :

  • નવા કાર્યક્રમોની રૂપરેખા જાણવા માટે
  • સતત નવુ નવુ જ્ઞાન મેળવવા માટે
  • નવી ટેકનોલોજીથી માહીતગાર કરવા માટે
  • પ્રોફેશનમાં આગવું સ્થાન મેળવવા માટે
  • વ્યકિતગત વિકાસ કરવા માટે
  • વ્યવસાયિક વિકાસ માટે

(૨) ઈન સર્વિસ એજયુકેશન : ઇન-સર્વિસ એજ્યુકેશન એટલે — કામ પર રહેલા આરોગ્યકર્મીઓ અથવા નર્સો માટે તેમની જ્ઞાન, કુશળતા અને વલણ સુધારવા માટે આપવામાં આવતી સતત તાલીમ અને શિક્ષણની પ્રક્રિયા. તે કર્મચારીઓને નવો વૈજ્ઞાનિક વિકાસ, ટેક્નોલોજી અને કાર્યપદ્ધતિ અંગે અપડેટ રાખે છે.

હેતુઓ

  • કર્મચારીઓના વર્તમાન જ્ઞાન અને કુશળતા સુધારવા
  • નવી પદ્ધતિઓ અને ટેક્નિક્સ શીખવવા
  • ગુણવત્તાપૂર્ણ સેવા આપવાની ક્ષમતા વધારવા
  • કાર્યમાં આત્મવિશ્વાસ વધારવા
  • વ્યાવસાયિક વૃદ્ધિ અને પ્રમોશન માટે તૈયાર કરવું

(3) જન્મદર અને મૃત્યુદર

જન્મદર (Birth Rate)

  • અર્થ: નિર્ધારિત સમયગાળામાં (સામાન્ય રીતે એક વર્ષમાં) દર 1,000 વસ્તી દીઠ થયેલા જીવતા જન્મોની સંખ્યા

મૃત્યુદર (Death Rate)

  • અર્થ: નિર્ધારિત સમયગાળામાં દર 1,000 વસ્તી દીઠ થયેલા મૃત્યુની સંખ્યા.

(૪) કાઉન્સિલીગ : લાભાર્થીને પોતાની લાગણીઓને રજૂ કરવા તેમજ પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવી વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયા ને સમ-પરામર્શ (કાઉન્સેલીંગ) કહેવામાં આવે છે.

કાઉન્સેલિંગ ના હેતુઓ

E – Encouragement (એન્કરેજમેંટ) પ્રોત્સાહન આપવુ

A – Assistance (આસીસ્ટન્સ) – સહાયતા, મદદ

D – Development (ડેવલોપમેંટ) – વિકાસ

V- Vast information (વાસ્ટ ઇંફોર્મેશન) -વધુ માહિતી આપવી

I – Inspiration (ઈન્સ્પીરેશન) – પ્રેરણા આપવી

S – Solution (સોલ્યુશન) – નિરાકરણ

(૫) ડેઈલી ડાયરી : આરોગ્ય કાર્યકર દ્વારા દ૨૨ોજની કરવાની થતી કાર્યવાહી તથા કરેલ કામગીરીની નોંધપોથીને ડેઈલી ડાયરી કહેવાય છે.

આ પ્રકારની ડાયરીમાં કર્મચારી દ્વારા રોંજીદી કરેલ કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવે છે.જે કામગીરીના આયોજનમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.

  • નાણાકીય બાબતની ચકાસણી માટે
  • રોજીંદી કામગીરીના રેકોર્ડ માટે
  • રોજીંદી અગત્યની બાબતોની નોંધ કરવા માટે
  • જરૂરી તમામ માહીતી એક જ જગ્યાએથી મેળવવા માટે
  • બાકી રહેલી કામગીરીની વિગત જાણવા માટે
  • કરેલ કામગીરીની વિગત જાણવા માટે
  • કાર્યનું આયોજન કરવા માટે
  • કામગીરીનું મુલ્યાંકન કરવા માટે
  • લેખીત અને કાયદેસર ના પુરાવા તરીકે

(૬) કોમ્યુનિકેશન : આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી,વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.

કોમ્યુનિકેશનના હેતુઓ

  • લોકોમાં જાગૃતતા લાવવા માટે.
  • લોકોને સારું આરોગ્ય શિક્ષણ આપવાનો છે. જેથી લોકોના વલણ અને વર્તણુંકમાં સુધારો કરી તેના આરોગ્યને પ્રમોટ કરી શકાય છે.
  • કોમ્યુનિકેશન દ્વારા લોકોમાં વિવિધ માધ્યમ વડે રસ જાગૃત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવા માટે તૈયાર કરવાનો હેતુ છે.
  • લોકોને આરોગ્ય ને લગતી વિવિધ માહિતીએ જુદા-જુદા માધ્યમ દ્વારા પૂરી પાડવાનો છે.
  • લોકોને આરોગ્યવિષયક બાબતો નો પ્રસાર કરવાનો છે.

(૭) કોલ્ડ ચેઈન : શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે ૨ સે. થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથક થી લાભાર્થી સુધી ગુણવતા સભર સ્થિતીમાં પહોચાડવાની પધ્ધતીને શીત શૃંખલા કહેવાય છે.

પ્રશ્ન−6 (અ) નોલેના ખાંથી આવો જવાબ લખો. 05

(૧) ખેલેરીયામાં સારવાર અપાય છે.

(અ) RT

(બ) DOTS

(ક) MDT

(ડ) રેડિયોથેરાપી

(૨) વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવવામાં આવે છે.

(અ) ૧૨ જુલાઈ

(બ) ૧૧ જુલાઈ

(ક) ૧૧ જુન

(ડ) ૫ જુલાઈ

(૩) વિશ્વ નર્સિંશ કે તરીકે ઉજવવામાં આવે છે.

(અ) ૧૫ મે.

(બ) ૧૨ મે

(ક) ૩૦ મે

(ડ) ૫ જુલાઈ

(૪) આંગણવાડીમાં દર માસનાં ચોથા શુક્રવારે ઉજવાય છે.

(અ) અન્નપ્રાસ દિવસ

(બ) મમતા દિવસ

(ક) શિશુ દિવસ

(ડ) બાળદિન

(૫) એનઆરએચએમ પ્રોગ્રામની શરૂઆત થઈ છે.

(અ) ૨૦૦૫

(બ) ૨૦૦૪

(६) २००6

(ડ) ૨૦૦૮

(બ) ખાલી જગ્યા પુરો. 05

(૧) વાર્ષિક આયોજનની તૈયારી કરી ……….માસમાં પીએચસી પર મોકલવામાં આવે છે. ફેબ્રુઆરી માસમાં

(૨) જિલ્લાના વડા ને………. કહે છે. જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer – DDO) અથવા જિલ્લા કલેક્ટર

(3) ……….સાલમાં આર.સી.એચ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. 1997

(૪) ધ વર્ગનો રેકોર્ડ ………….વર્ષ સુધી સાચવવામાં આવે છે. 5 વર્ષ સુધી

(5) હાલનો આઈ.એમ.આર ……… છે. 28 પ્રતિ 1000 જીવતા જન્મ (2023 મુજબ)

(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 05

(1) સબસેન્ટર પર રેકોર્ડ રીપોર્ટ રાખવાની જરૂર નથી. ❌

(૨) હોમ વિઝીટ કરવાથી વ્યકિતગત જરૂરીયાત જાણી શકાય છે. ✅

(૩) ફકત રસીકરણ કલીનીક એટલે મમતા કલીનીક. ❌

(૪) ૨૦ થી ૨૫ ઈજેક્શન માટે એક સેશનનું આયોજન કરવુ જોઈએ. ✅

(૫) એક સુપરવાઈઝર ૧૦ થી ૧૨ સબ સેન્ટરનું સુપરવિઝન કરે છે. ✅

Published
Categorized as ANM-HCM-PAPER SOLUTIONS, Uncategorised