18) વિરામ ચિન્હો
વિરામ ચિહ્નો એ બે શબ્દોનો બનેલો છે. જેમાં વિરામ એટલે અટકવું જ્યારે ચિહ્ન એટલે નિશાની અથવા નિશાનો.
જ્યારે કોઇપણ વાક્ય બનાવવામાં કે લખવામાં આવે ત્યારે અમુક સ્થાને વાક્યનો અર્થ સ્પષ્ટ કરવા માટે અટકાવવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે તેવા ચિહ્નોને વિરામચિહ્નો કહેવાય છે જે વાક્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારના વિરામચિહ્નો જોવા મળે છે.
1) અલ્પવિરામ
જ્યારે વાક્યમાં સહેજ અટકવાનુ હોય છે ત્યારે અલ્પવિરામ મૂકવામાં આવે છે જેમાં અલ્પવિરામ ને ” , ” ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે જે વાક્યની શરૂઆતમાં સંબંધીત પછી અને મધ્યમાં કે લીટીની અંતે પણ મૂકી શકાય છે.
ઉપયોગ :=
પત્રલેખન વખતે, સરનામું લખતી વખતે, જ્યારે વર્ણાત્મક શબ્દો પછી ,નામ,વિશેષણ, સંયોજકો ની સાથે વગેરે….
અટક લખતી વખતે જેમ કે જોશી , રાહુલભાઈ જેસાભાઇ.
વિવિધ પ્રકારના આંકડા કે રકમ પછી -> 1,11,111.
સરનામું લખતી વખતે જેમ કે -> રામભાઈ શિંગરખીયા,
મુ := વિજરાણા,
તા : જી := પોરબંદર,
મો := 8849166480,
સંબોધનની પછી જેમ કે -> હે પાર્થ,
નામ , વિશેષણ જેવા શબ્દો પછી -> ભાદર, શેત્રુંજી, ભોગાવો, અને મચ્છુ સૌરાષ્ટ્રની નદીઓ છે.
અવતરણ વાક્યની પહેલા અને જ્યારે વાક્ય પૂર્ણ થયું હોય ત્યારે ઉપયોગ થાય છે જેમ કે -> ભગતસિંહ કહેતા, યુવાનો જ દેશને આઝાદી અપાવી શકશે.
2) પુર્ણવિરામ
જ્યારે વાક્યમાં વાક્ય પૂરું થતું હોય ને પુર્ણ અટકાવવાનું હોય ત્યારે મુકાતા ચિન્હને પૂર્ણવિરામ કહેવાય છે .
પૂર્ણવિરામ ને ” • ” વડે દર્શાવાય છે.
ઉદા := આવતીકાલે મંગળવાર છે.
ઉપયોગ
ટૂંકા શબ્દોને ટૂંકા સ્વરૂપે લખવા માટે ચિન્હ મૂકવામાં આવે છે જેમકે.
સં. -> સંવત,
ઇ.સ.પુ -> ઇસવી સન પૂર્વ ,
સ્વ. -> સ્વર્ગસ્થ,
જ્યારે કોઈ વાક્ય પૂરું થતું હોય ત્યારે મૂકવામાં આવે છે જેમ કે ભારત વિશ્વમાં વિશાળ વસ્તી ધરાવતો દેશ છે.
3) અર્ધ વિરામ
જ્યારે કોઈપણ વાક્યમાં અલ્પવિરામ થી વધુ અને પૂર્ણવિરામ થી ઓછું અટકાવવાનું હોય ત્યારે વાક્યમાં ઉપયોગમાં લેવામાં આવતા વિરામ ચિહ્નને અર્ધ વિરામ કહેવાય છે અલ્પવિરામ અને પૂર્ણવિરામ નું મિશ્રણ એટલે અર્ધ વિરામ છે.
અર્ધ વિરામ ને ” ; ” ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે.
ઉપયોગ
જ્યારે વાક્યોને ભારપૂર્વકનું ઉપયોગ કરવા તેમજ સંયોજકો ન વપરાણા હોય ત્યારે વાક્યને છૂટા પાડવા માટે જેમ કે ->
હજી તો સભા શરૂ ન થઈ તે પહેલા તો કેટલાક લોકો નાસ્તો કરવા ગયા; કેટલા ચા-પાણી પીવા ગયા; કેટલાક તો ઘરે પણ જતા રહ્યા.
જ્યારે પર્યાય /સમાનાર્થી શબ્દો વાપરવામાં આવે ત્યારે તેમનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે
પ્રમાણ- પુરાવો; સાબિતી; સત્ય.
4) પ્રશ્ન વિરામ/ પ્રશ્નાર્થ
જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ દર્શાવવામાં આવ્યો હોય તેવા વાક્યમાં લાગતા ચિન્હોને પ્રશ્નવિરામ કે પ્રશ્નાર્થ નો ઉપયોગ થાય છે.
ઉદા :=
આવતીકાલે તમે ઓફિસે આવવાના છે?
પ્રશ્ન વિરામ કે પ્રશ્નાર્થ ને ” ? ” ચિન્હ વડે દર્શાવવામાં આવે છે. પ્રશ્નાર્થ ને હંમેશા મોટાભાગે વાક્યની અંતે કે છેડે મૂકવામાં આવે છે શરૂઆતમાં ક્યારેય નથી આવતુ .
ઉપયોગ :=
ખાસ તો પ્રશ્ન પૂછવા માટે ઉપયોગ થાય છે .
જેમ કે-> આ કોની બાઇક છે ?
5) ઉદગાર ચિન્હ /આશ્ચર્ય ચિન્હ
જે વાક્યમાં અમુક પ્રકારના ભાવો રજૂઆત કરવા માટે જે ચિન્હ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે મનુષ્યના જીવનમાં બનતી ઘટનાઓ જેમકે શોક, ખુશી, આઘાત વગેરે..
જેવા ભાવો રજૂ કરવા જેનો ઉપયોગ થાય તેને ઉદગાર ચિન્હ ” ! ” આશ્ચર્ય ચિન્હ કહેવાય છે.
જેમને ” ! ” ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે.
ઉદા -> રામ ! તું ક્યાં ગયો હતો ?
ઉપયોગ :=
નવાઇ લાગે તેવા ભાવ ને દર્શાવવા માટે જેમ કે->
ધિક્કાર છે તારી જનેતા ને !,
શોક , આઘાત, ખુશી વગેરે જેવા આવો દર્શાવવા માટે જેમ કે ->
વાહ ! શું તારી બહાદુરી છે.
ક્રોધ અને દુઃખ દર્શાવવા માટે જેમ કે અહો ! શું થયુ?
6) તિર્પક રેખા
જ્યારે વાક્યમા બે ત્રણ વિકલ્પો દર્શાવ્યા હોય ત્યારે જેનો ઉપયોગ થાય તેને તિર્પક રેખા મુકવામા આવે છે જેમ કે
આ ભરતીના નિયમો પ્રમાણે પહેલા ભરતી/ બઢતી/ નિવૃત આવશે.
તિર્પક રેખાને ” / ” સિંહના તરીકે દર્શાવવામાં આવે છે.
ઉપયોગ
આંકડાકીય માહિતી સ્વરૂપે જેમકે
તારીખ -> 8/8/2000 વર્ષ મહિનો વગેરે માં ઉપયોગ.
દસ્તાવેજોમાં કમોડો દર્શાવવા માટે જેમ કે 35/ 0505.
અપૂર્ણાંક સંખ્યા દર્શાવવા->3/4 , 5/2.
માપ દર્શાવવા કે કલાકોમાં 21 કિમી/ 1 કલાક.
7) લઘુ રેખા/ વિગ્રહ રેખા
જ્યારે વાક્યમાં સામાયિક શબ્દો આવેલા હોય ત્યારે તેવા શબ્દોને છૂટા પાડવા વપરાતા ચિન્હને લઘુ રેખા/ વિગ્રહ રેખા કહેવાય છે. લઘુ રેખા /વિગ્રહ રેખાને
” – ” ચિન્હ વડે દર્શાવવામાં આવે છે.
ઉપયોગ
તારીખ લખવા માટે->08-08-2008.
શબ્દોને ઉમેરવા કે જોડવા માટે->આગગાડી – આગ વડે ચાલતી ગાડી.
->સામાયિક શબ્દોની છૂટા પાડવા માટે જેમ કે, દશ- પંદર.
8) ગુરુવિરામ
જ્યારે વાક્યમાં અર્ધ વિરામથી વિશેષ વધારે સમય અટકવાનું થાય ત્યારે ગુરુવિરામ નો ઉપયોગ કરવામાં આવે છે ગુરુવિરામને ” : ” ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે.
ઉપયોગ
વાક્યમાં કોઈપણ પદાર્થો કે વસ્તુની યાદી દર્શાવવા માટે
જેમ કે, વેદ ચાર છે : ઋગ્વેદ , સામવેદ ,યજુર્વેદ અને અથર્વવેદ.
વાક્યમાં જ્યારે પ્રસ્તાવના દ્વારા દર્શાવવા માટે ગાંધીજીના બે હથિયારો : સત્ય અને અહિંસા.
વાક્યમાં નાટકો ના પાત્રો દ્વારા ચાલુ સંવાદ દર્શાવવા માટે
રામ : હું તો વનવાસ થઈશ
ઘડિયાળ નો સમય દર્શાવવા માટે 10 : 15
9) ગુરુરેખા
જ્યારે વાક્યમાં પર્યાય શબ્દો દર્શાવવાના હોય છે ત્યારે ગુરુરેખા નો ઉપયોગ થાય છે ગુરુ રેખાને
” – ” ચિન્હ વડે દર્શાવવામાં આવે છે.
ઉપયોગ
કહેવતો કે રૂઢિપ્રયોગ નો અર્થ દર્શાવવા માટે.
કાન માંડવા- ધ્યાનથી સાંભળવું
વાક્યમાં આગળ કરેલી વાતોમાં ફેરફાર કરવો કે ઉમેરો કરવો હોય ત્યારે જેમ કે
તમામ ગામ વાસીઓ કે સભામાં હાજરી આપવી –
બાળકો ન આવશે તો ચાલશે.
10) લઘુકૌંશ
જ્યારે વાક્યમાં સ્પષ્ટતા કે વધારે સંદર્ભમાં લખાણ ને દર્શાવવાનું હોય ત્યારે લઘુકૌંશ ઉપયોગ કરવામાં આવે છે . લઘુકૌંશ ને ” ( ) ” ચિન્હ વડે દર્શાવવામાં આવે છે લઘુકૌંશ ને નાના કૌંસ તરીકે ઓળખવામાં આવે છે.
ઉપયોગ
વાક્યમાં પર્યાય રૂપે લખાણ દર્શાવવા માટે.
ગાંધીજી લોકોની( માણસોની) સેવા કરવામાં માનતા હતા.
કોઈપણ પ્રકાશનું વર્ષ, ઘટનાનું વર્ષ દર્શાવવા માટે-> ભગતસિંહ ભગત ગૌમંડળ ( 1929 થી 1954).
વ્યક્તિના જીવનકાળ વર્ષમાં દર્શાવવામાં આવે ત્યારે.
ગાંધીજી ( 1869 થી 1948) સુધી જીવ્યા હતા.
વિભાગો અથવા પિતા વિભાગો દર્શાવવા માટે.
(1),(2),(3) જ્યારે પેટા વિભાગો(2)( અ),2(બ).
11) ગુરુકૌંસ
જ્યારે વાક્યમાં વધુ સ્પષ્ટતા કે સમજૂતીપૂર્વક લખાણની સમજૂતી આપવા માટે રજૂ કરવામાં આવતું લખાણ માટે ગુરુ કૌંસ નો ઉપયોગ કરવામાં આવે છે. ગુરુકૌંસ ને ” [ ] ” ચિન્હો વડે દર્શાવવામાં આવે છે ગુરુકૌંસ ને મોટા કૌંસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપયોગ
મોટાભાગનો ઉપયોગ ગણિતમાં કરવામાં આવે છે જેમ કે, 3÷[4+9{3-2(5+2)1}15+13]
વિભાગોને પેટા વિભાગોમાં દર્શાવવા માટે જેમ કે. 2,1….
12) છગડીયો કૌંસ
જ્યારે વાક્યમાં કોઈપણ એક પ્રકારની બાબત અન્ય ઘણી બાબતો સાથે લાગુ પડતી હોય ત્યારે તે દર્શાવવા માટે છગડિયા કૌંસ નો ઉપયોગ કરવામાં આવે છે છગડીયા કૌંસ ને
” { } ” ચિન્હ વડે દર્શાવવામાં આવે છે.
ઉપયોગ
કોઈ એક બાબત તમામ વ્યક્તિને લાગુ પડતી હોય ત્યારે જેમ કે લવ,કુશ} રામને બે પુત્રો હતા.
છગડિયા કૌંસ નો ઉપયોગ બડીમાસ પ્રકરણ માં કરવામાં આવે છે.
13) લોપચિન્હ
જ્યારે વાક્યમાં કોઈ શબ્દ લખવામાં ન આવ્યો હોય તે શબ્દને વાંચતી વખતે બોલવામાં આવે ત્યારે લોપ ચિન્હ નો ઉપયોગ થાય છે . લોપ ચિન્હ ને ” ‘ ” સિંહ વડે દર્શાવવામાં આવે છે લોપ ચિન્હો હંમેશા શબ્દની ઉપરના ભાગે લખવામાં આવે છે જેમ કે અ’દાવાદ ( મ નો લોપ દર્શાવે છે )
ઉપયોગ
તારીખમાં સાલ (વર્ષો)માં, નામોમાં વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે જેમ કે
રા’ખેગાર-> ( વનો લોપ દર્શાવે છે. )
5/02/’88( વર્ષનો લોપ દર્શાવે છે).
14) અવતરણ ચિન્હ
જ્યારે વાક્યમાં કોઈએ કરેલી વાત અથવા કોઈએ બોલેલા શબ્દો રજૂ કરવામાં હોય ત્યારે અવતરણ ચિહ્ન નો ઉપયોગ કરવામાં આવે છે અવતરણ ચિહ્ન હું ના બે પ્રકાર પાડવામાં આવે છે એકવડું ( ‘ ‘ ) અને બેવડું( ” ” ) અવતરણ ચિન્હોને ( ‘ ‘ ),( ” ” ) ચિન્હ વડે દર્શાવવામાં આવે છે.
ઉપયોગ
ગાંધીજી કહેતા કે’ જ્યારે તમામ દેશવાસીઓ સાથે આવશે ત્યારે ભારતને આઝાદી મળશે’.
અમુક શબ્દો કે કૃતિ કે કવિ ના તખલ્લુશ દર્શાવવા માટે ઉપયોગ થાય છે જેમ કે->
‘ ગુજરાતનો ઇતિહાસ ‘,
‘ વિરાટ ‘, ‘ સાણો ‘,’ યુગ વંદના ‘.
15) ખંડવર્ણ ચિન્હ
જ્યારે કોઈ વાક્ય દર્શાવવામાં આવ્યું હોય ત્યારે વાંચનાર તેમનું અર્થ સમજી શકે અને વાક્ય અધૂરું હોય છે ત્યારે ખંડ વર્ણન નો ઉપયોગ કરવામાં આવે છે ખંડ વર્ણન ચિન્હને
” …….. ” ચિન્હ વડે દર્શાવવામાં આવે છે .
જેમ કે રવિ અને રાજુ બંને પણ આવશે તમે બધા પણ…..
16) એમ્ન ચિન્હ
જ્યારે ઉપર કહેલી વાત કે શબ્દો નીચે લખવાના હોય ત્યારે જેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એમ્ન ચિન્હ નો ઉપયોગ થાય છે એમ્ન ચિન્હને ,, ચિન્હ વડે દર્શાવવામાં આવે છે જેમ કે નિશાળમાં ગણિત રાજુ સર ભણાવે છે,, સારા સારા દાખલા ભણાવે છે.
ઉપરના વાક્યમાં એમ્ન ચિન્હ ના સ્થાને રાજુ સર બીજી વખત લખવા માટે ઉપયોગમાં કરવામાં આવ્યું છે.
17) ફુદડી
જ્યારે કોઈપણ વાક્યમાં કોઈપણ બાબતની સ્પષ્ટતા કરવાની હોય છે તેવા શબ્દોની જગ્યાએ * ફૂદડી નો ઉપયોગ કરવામાં આવે છે ફુદડી ને ” * ” ચિન્હ વડે દર્શાવવામાં આવે છે ફૂદડી નો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે જગ્યાએ * મૂકવાથી તે શબ્દો ઉપર ભાર આવે છે.
ઉદા := ગાંધીજી હંમેશા સત્યના * આગ્રહી હતા.
18) કાકપદ ચિન્હ અથવા કાકપદ ઘોડી
જ્યારે જે વાક્યમાં લખતી વખતે કોઈ શબ્દ કે અક્ષર રહી ગયું હોય ત્યારે તેની જગ્યાએ કાકપદ ચિન્હ કે કાકપદ ઘોડી નો ઉપયોગ કરવામાં આવે છે. કાકપદ ચિન્હો અથવા કાકપદ ઘોડીને ” ^ ” ચિન્હ વડે દર્શાવવામાં આવે છે.
ઉદા := ગુજરાતની રાજધાની ગાંધીનગર^ છે.
( ^ ઉપર ગાંધીનગર મુકવામાં આવે છે.)
ન
સંસ્કૃત ભાષા પ્રાચી^ સમયમાં ઉપયોગમાં લેવાતી.
19) કાકુ
કાકુ એટલે કટાક્ષ કરવો( કટાક્ષ વાળી વાણી)
જ્યારે વાક્યમાં કોઈ પણ બાબતનો કટાક્ષ કરવામાં આવ્યો હોય ત્યારે કાકુનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારે કોઈપણ કાવ્યપંક્તિ કે કાવ્યમાં કટાક્ષને દર્શાવવામાં આવી હોય ત્યારે તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.
20) સીમા સંધિ/ જંકચર
જ્યારે વાક્યમાં બે શબ્દો વચ્ચે જગ્યા રાખીએ છીએ જો જગ્યા ના રાખવામાં આવે તો વાક્યનો અર્થ બદલાઈ જતો હોય છે તેવા વાક્યમાં જગ્યા રાખવાથી કે ન રાખવાથી અર્થ માટે સીમાસંધિ કે જંકચર કહેવાય છે ક્યારેક ક્યારેક વાક્યમાં જો જગ્યા ન રાખવામાં આવે તો રમુજી વાક્યો બની જતા હોય છે.
તે મણી લાલ છે.( જગ્યા રાખવાથી)
ઉદા:= તે મણીલાલ છે.( જગ્યા ન રાખવાથી)
ઉપરના વાક્યમાં જગ્યા ન રાખવામાં આવે તો મણીલાલ વ્યક્તિની વાત થાય છે પરંતુ જગ્યા રાખવામાં આવે તો
મણી લાલ રંગની છે તેની વાત થાય છે.
21) પ્લુતી
જ્યારે વાક્યમાં લંબાવવામાં માટે ઉચ્ચારણ કરવા માટે પ્લુતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે.
ઉદા := કા……..મ, રા…….મ વગેરે.