16) દ્વિરુક્ત તથા રવાનુંકારી શબ્દોનો ઉપયોગ.
દ્વિરુક્ત શબ્દો
દ્વિરુક્ત શબ્દની સંધિ છૂટી પાડવામાં આવે તો દ્વિ:+ ઉક્ત એમ બે શબ્દોનો બનેલો છે જેમાં દ્વિ: એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું (બોલેલું) એટલે કે બે વખત બોલેલું.
જ્યારે વાક્યમાં કોઇપણ શબ્દોનો બે વખત ઉચ્ચારણમાં બેવડાયેલો હોય કે બે વખત ઉચ્ચારણ સમાન જેવું લાગે છે ત્યારે તે શબ્દ દ્વિરુક્ત બને છે દરેક દ્વિરુક્ત શબ્દો રવાનુંકારી શબ્દો છે પરંતુ દરેક રવાનુંકારી શબ્દો દ્વિરુક્ત શબ્દો નથી .
ઉદા := માણસ માણસ જેવો થાય તો સારું.
દ્વિરુક્ત શબ્દો ના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે જેમ કે.
1) અમુક અંશે દ્વિરુક્ત,
2) પ્રાસવાળા દ્વિરુક્ત,
3) સંપૂર્ણ દ્વિરુક્ત વગેરે.
પરંતુ અમુક શબ્દોને વિવિધ પ્રકારમાં સર્વનામ વાળા દ્વિરુક્ત, નામ વાળા દ્વિરુક્ત, ક્રિયા વાળા દ્વિરુક્ત , સ્વર કે વ્યંજન વાળા દ્વિરુક્ત, સંયોજકો વાળા દ્વિરુક્ત, વિશેષણ વાળા દ્વિરુક્ત વગેરે પણ તેમના પ્રકારો ગણવામાં આવે છે.
1) અમુક અંશે દ્વિરુક્ત,
એવા શબ્દો કે નામો જેના એક ને એક શબ્દો બેવડાતા હોય અને તેમાં એક શબ્દમાંથી અમુક ધ્વનિનો લોપ થઈ જતો હોય તેવા શબ્દોને અમુક અંશે દ્વિરુક્ત શબ્દો છે તેમ કહી શકાય .
ઉદા:= વાતવાતમાં, ભાતભાતમાં,
અમુક લોકો વાતવાતમાં બોલીને બદલી જાય છે
2) પ્રાસવાળા દ્વિરુક્ત,
એવા શબ્દો કે નામો જેના ઉચ્ચારણ કરતી વખતે અમુક અંશે સમાન પ્રાસ જોવા મળતો હોય તેવા શબ્દોને પ્રાસ વાળા દ્વિરુક્ત શબ્દો કહેવાય છે.
ઉદા := આગળ – પાછળ, ઉપર – નીચે, તન- મન ખાણી- પીણી .
મનુષ્યના જીવનમાં ક્યારેક પણ ચડતી પડતી આવે છે
3) સંપૂર્ણ દ્વિરુક્ત વગેરે.
એવા શબ્દો કે નામો જેના ઉચ્ચારણ કરતી વખતે એકનું એક શબ્દ કે નામ બેવડાય કે બે વખત આવે ત્યારે સંપૂર્ણ દ્વિરુક્ત શબ્દો બને છે .
ઉદા := ઠેર ઠેર,
જ્યાંજ્યાં, જતાજતા, લખતાલખતા.
રાહુલ રમતારમતા પડી ગયો.
રવાનુંકારી શબ્દો
સામાન્ય રીતે રવાનુંકારી ની સંધિ છૂટી પાડવામાં આવે તો રવ+અનુકારી બને છે જેમાં રવ એટલે અવાજ અને અનુકારી એટલે અનુકારી જ એટલે કે અવાજ દ્વારા અનુકરણથી બનતા શબ્દને રવાનુંકારી શબ્દો કહેવાય છે.
રવાનુંકારી શબ્દોમાં મનુષ્યની પાંચ ઈન્દ્રિયો દ્વારા બનતા શબ્દોનો સમાવેશ થાય છે જેમાં આંખ દ્વારા જોયેલું,
કાન દ્વારા સાંભળેલું,
નાક દ્વારા સૂંઘેલું ,
જીભ દ્વારા ચાખેલું , અને ચામડી દ્વારા સંવેદેલું વગેરેનો સમાવેશ થાય છે.
મનુષ્યની પાંચ ઇન્દ્રિયો દ્વારા જે ક્રિયા બને અને તેમાંથી રવ એટલે અવાજ ઉત્પન્ન થાય તેવા અવાજના સમૂહ કે શબ્દોને રવાનીકારી શબ્દોનો જન્મ થાય છે.
ઉદા := રાજેશ સતત બડબડ કરતો હતો.
ઉપરના ઉદાહરણમાં બડબડ કરવું એ મનુષ્યના જીભ દ્વારા કરવામાં આવતી ક્રિયા છે જેથી બડબડ એ રવાનુંકારી શબ્દ બને છે.
જેમકે , છબ છબ ,ટપ ટપ છનનન, ઝરમર.