(૨) પી.એચ.સી ની સ્ટાફીંગ પેટર્ન તથા ઓર્ગેનાઈઝેશન ચાર્ટ જણાવો.04
પી.એચ.સી.ની હેલ્થટીમ
૧. મેડીકલ ઓફીસર.
૨. આયુષ ડોક્ટર
૩. ફીમેલ હેલ્થ સુપરવાઇઝર.
૪. મેલ હેલ્થ સુપેરવાઇઝર.
૫. ફાર્માસીસ્ટ.
૬. લેબોરેટરી ટેક્નીશયન.
૭. સ્ટાફ નર્સ –
૮. આશા ફેસીલીટર.
૯. મહીલા મંડળ.
૧૦. લોકલ લીડર.
૧૧ ડ્રાયવર
૧૨. પ્યુન
પી.એચ.સીનો ઓર્ગેનાઈઝેશન ચાર્ટ
(૩) ગામની મુલાકાત દરમ્યાન એ.એન.એમ એ કરવાની થતી પ્રવૃતિઓ વિશે લખો.05
આંગણવાડીની મુલાકાત : (નંદઘર)
દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખુબ જ જરૂરી છે. આ દરમિયાન બાળકો તથા માતાની મુલાકાત લો.તેઓના આરોગ્ય અને જરૂરીયાતને અનુલક્ષીને સેવાઓ આપો.તેમને સાંભળો અને આરોગ્ય શિક્ષણ આપવાની તક ઝડપી લો.
પેટાકેન્દ્ર વિસ્તારના દરેક ગામમાં દરેક કુંટુંબની મુલાકાત લો.અગાઉ આપેલ સેવાઓનું ફોલોઅપ કરો દાતઃ સગર્ભામાતાને આર્યન ફોલીક એસીડની ગોળી આપેલ છે તે ખાય છે કે કેમ તે તપાસ કરવી.
રસીકરણ માટે ચેક કરવું તથા હવે પછીના સેશનમાં આવવા માટે જણાવવું.કુટુંબ નિયોજનના કેશની તપાસ કરવી. પોસ્ટનેટલ માતા હોયતો તેની મુલાકાત દરમિયાન તેની તકલીફો સાંભળવી તથા યોગ્ય સલાહ આપવી.વિસ્તાર માં કોઈ નવું આવેલ હોય કે કોઈ બહાર રહેવા જતુ રહેલ હોય તો તેની નોંધ લેવી અને ગૃહ મુલાકાત રોજનીશીમાં લખવી.
જોખમી જુથોની મુલાકાત લેવી.
જરૂર પડે તો રેકરલ સેવાઓ આપવી
શાળાની મુલાકાત :
ગામની શાળાઓમાં પણ સમય અંતરે મુલાકાત ગોઠવવી અને બાળકોના આરોગ્યનું નિરિક્ષણ કરવું તથા જરૂર જણાય ત્યાં આરોગ્ય શિક્ષણ આપવું. કુપોષણ થી પીડાતા બાળકોના વાલીને જાણ કરવી જરૂર જણાયતો વિટામીન – એ ના ડોઝ આપવા અને આર્યન ફોલીક ગોળીનું વિતરણ કરવું.બાળકમાં કાઈ અસામાન્ય પણું જણાયતો સંદર્ભકાર્ડ ભરી વધુ સેવા માટે રીફર કરવું. શિક્ષકોને સાચી સમજણ આપવી.
આરોગ્ય શિક્ષણ આપવુ.
પર્સનલ હાઈઝીનની સમજણ આપવી.
સામાન્ય રોગોની સારવાર આપવી.
મહિલા સ્વાસ્થય સંધ : (એમ.એસ.એસ.)
આવી બેઠકોમાં દરેક સભ્યોના વિચારો જાણવા માટેના પ્રયત્ન કરવો જોઈએ.આરોગ્ય અને ગર્ભનિરોધક પધ્ધતિઓ વિશેની સમજણ આપો અને સંપરામર્શ કરો.સમાજમાં પ્રવર્તમાન ખોટી માન્યતાઓ અને ગેરસમજણો વિશે ચર્ચા કરો અને સાચું માર્ગદર્શન આપો.જેમ કે સગર્ભાવસ્થામાં અમુક ખોરાક ખવાય અને અમુક ન ખવાય.
નવી ફેમીલી પ્લાનીંગ પધ્ધિતીઓથી વાકેફ કરવા.
સમાજમાં પ્રવર્તતી કુટેવો અંગેની સમજણ આપવી.
ખોરાક અંગેની સમજણ આપવી.
સમાજમાં આરોગ્યની પ્રવર્તતી અંધશ્રધ્ધાઓ ની સમજણ આપવી.
પંચાયતના સભ્યોની મુલાકાત :
પંચાયતના સભ્યો સાથે મુલાકાત કરવી અને આરોગ્યની તમામ સેવાઓમાં તેનો સાથ લેવો.સભ્યો ડેપો હોલ્ડર તથા ડ્રગ ડીસ્ટીબ્યુટર સેન્ટર તરીકે આપણને ઉપયોગી થશે. સભ્યોના સાથ સહકારથી આરોગ્યની ઉતમ સેવાઓ આપી શકાય છે. આ વ્યવસ્થાથી લાભાર્થી આરોગ્યની સેવાઓ કયા કયારે અને કઈ કઈ સેવાઓ લઈ શકશે તે પણ સારી રીતે જાણી શકે છે. આ ઉપરાંત નિરીક્ષક પણ તમને ફોલોઅપ વખતે સારી રીતે શોધી શકશે
અથવા
(૧) આઈ.પી.વી અને ઓ.પી.વી વચ્ચેનો તફાવત લખો.03
આઈ.પી.વી (IPV) અને ઓ.પી.વી (OPV) વચ્ચેનો તફાવત
મુદ્દો
IPV (Inactivated Polio Vaccine)
OPV (Oral Polio Vaccine)
રૂપ
નિષ્ક્રિય (મૃત) વાયરસથી બનેલું
જીવંત પરંતુ નિષ્ક્રિય (attenuated) વાયરસથી બનેલું
પ્રશાસન રીત
ઈન્જેક્શન દ્વારા (સૂઈથી)
મોઢા દ્વારા ટીપાં સ્વરૂપે
ઇમ્યુનિટીનો પ્રકાર
મુખ્યત્વે રક્તમાં એન્ટિબોડી (Humoral immunity)
રક્ત તથા આંતરડા બંનેમાં એન્ટિબોડી (Humoral + Mucosal immunity)
જોખમ
રોગ થવાનો કોઈ ખતરો નથી
બહુ દુર્લભ રીતે “Vaccine-Associated Paralytic Polio” (VAPP) થવાની શક્યતા
સંગ્રહ
રેફ્રિજરેશન જરૂરી પરંતુ ગરમી સામે થોડી વધુ સ્થિર
ઠંડક જરૂરી, ગરમીમાં ઝડપથી બગડે
ઉપયોગ
વિકસિત દેશોમાં વધુ પ્રચલિત, જ્યાં ઈન્જેક્શન સુવિધા સરળ છે
વિકાસશીલ દેશોમાં મોટા પાયે પ્રચલિત, ખાસ કરીને જનજાગૃતિ અને અભિયાનમાં
ડોઝ
સામાન્ય રીતે 4 ડોઝ (શિશુ અવસ્થામાં અને બૂસ્ટર)
અભિયાનમાં અનેક વખત આપવામાં આવે છે
મુખ્ય લાભ
સુરક્ષિત, VAPP નો ખતરો નથી
સરળ, ઓછો ખર્ચાળ, મોઢાથી આપવાથી તાલીમ વિનાના કાર્યકરો આપી શકે
મુખ્ય મર્યાદા
ઇન્જેક્શન માટે આરોગ્યકર્મી જરૂરી
બહુ દુર્લભ પરંતુ VAPP નો ખતરો
(૨) કાઉન્સેલીંગના ઘટકો જણાવો.04
કાઉન્સેલિંગના કમ્પોનન્ટ (ઘટકો)
G – GREET – આવકારવું
A – ASK – પૂછવું
T – TALK – વાતચીત કરવી
H – HELP – મદદ કરવી
E – EXPLAIN – સમજાવવું
R – REVISIT – ફરી મુલાકાત
1. G – GREET – આવકારવું
લાભાર્થીને માનપૂર્વક આવકાર આપવો.
તેને નામથી બોલાવો.
જો બાળક હોય તો તેને રમાડવાની કોશિશ કરો.
તમે જેટલી ઊંચાઈએ બેઠા હોય તેટલી જ ઊંચાઈએ બેસાડો.
સંપૂર્ણ ધ્યાન તેમની જ બાજુ કેન્દ્રિત કરો.
તમે તેને બરાબર સાંભળો છો તેવું પ્રતિત કરાવો.
દરેક વાતો ખુલ્લા મને કહે તે માટે પ્રોત્સાહિત કરો.
તેમનું આવવાનું કારણ અને મનની ઈચ્છા વિશે પૂછો.
તેમને ખાતરી આપો કે તેમની સમસ્યાનો ઉકેલ કરવામાં તમે તેને મદદ કરશો.
2. A – ASK – પૂછવું
અત્યારની સમસ્યા માટે કોઈપણ આરોગ્યની સેવાઓ લીધેલ હોય તો તેના અનુભવો પૂછો.
તેના કુટુંબના સભ્યોનો સહકાર કેવો છે તે બાબતની પૂછપરછ કરો.
તમારી આ સારવારમાં સહમત છે કે નહીં તે પૂછો.
સમસ્યા શું છે અને કેટલા સમયથી છે તે પૂછો.
જવાબ આપવા માટે પૂરેપૂરો સમય ફાળવો.
3. T – TALK – વાતચીત કરવી
તેની સાથે તેની ભાષામાં વાતચીત કરો.
તેની મૂંઝવણ માટે મોડેલ, ચાર્ટ કે અન્ય સાધન દ્વારા સમજણ આપવાનો પ્રયત્ન કરો.
તે સ્પષ્ટ સમજી શકે તેવી રીતે સમજાવો.
વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછ્યો જેથી તમને ખબર પડે કે સમજણ પડી છે.
સેવાઓના લાભ અને ગેરલાભ વિશે સમજણ આપો. તેની ગેરમાન્યતાઓ અને ગેરસમજ દૂર કરો.
4. H – HELP – મદદ કરવી
લાભાર્થી ને પોતાની રીતે સેવાઓ લેવા માટે નિર્ણય કરવા દો.
માત્ર નિર્ણય લેવામાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ કરો.
નિર્ણય લીધા બાદ સેવાઓ લેવા માટેની સમજણ આપો.
સેવાઓ અપનાવ્યા બાદ સર્વ સામાન્ય આળસરોની સમજણ આપો.
સેવાઓની ગુપ્તતા જાળવવાની ખાતરી આપો.
5. E – EXPLAIN – સમજાવવું
એક વખત સેવાઓનો સ્વીકાર કર્યા બાદ તુરંત જ જરૂરી ઉપયોગી સૂચનાઓ આપો.
કોઈપણ તકલીફ થાય તો કોઈ પણ સમયે બતાવવા આવી શકો છો તેવી બાંહેધરી આપો .
કંઈ પણ થાય તો હું છું તેવા શબ્દો ક્લાઇન્ટ માટે દવા રૂપ સાબિત થશે.
જો ફરી આવેલું લાભાર્થી હોય તો સેવાથી કેટલો સંતોષ છે તે પૂછો.
કોઈ મુશ્કેલી હોય તો જાણીને દૂર કરવાનો પ્રયત્ન કરો.
લાભાર્થી જવાનું કહે ત્યારે જ તમે ઉભા થાવ.
હસતા મોઢે લાભાર્થીને ફરી આવજો એવા શબ્દો કહો.
(3) કોમ્યુનીકેશન એટલે શું? તેના હેતુઓ જણાવો.05
કોમ્યુનિકેશન
કોમ્યુનિકેશન એટલે વિચારોની આપ લે કરવી, વિચાર વિનિમય કરવો અને વિચારોનું પરિવહન કરવું. કોમ્યુનિકેશન એ કોઈ પણ સંગઠન માટે જરૂરી છે.
આપણે દરેક વ્યક્તિઓને કોમ્યુનિકેશન દ્વારા આરોગ્ય વિષયક માહિતી આપવા બંધાયેલ છીએ.
જ્યાં સુધી લોકોને આરોગ્ય વિષયક માહિતી પર સાચું અને અસરકારક શિક્ષણ આપવામાં નાં આવે ત્યાં સુધી લોકો આરોગ્ય સેવાઓનો પૂરો લાભ લેશે નહિ.
કોમ્યુનિકેશન અને શિક્ષણ એકબીજા સાથે સંકળાયેલા છે. અસરકારક કોમ્યુનિકેશન માટે સમુદાય, જૂથ કે વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ. અને જુદા જુદા માધ્યમ નો ઉપયોગ કરવો જોઈએ. અને આવા શૈક્ષણિક માધ્યમ દ્વારા કર્મચારીએ વિચાર પરીવહનની પ્રક્રિયા ક્રમને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા પૂર્વક વિચાર વિનિમય થાય તે જોવું જોઈએ.
ઉપરાંત કોમ્યુનિકેશન માં કયા ક્યાં અવરોધો આવે છે, તેમજ તે અવરોધો નું નિવારણ કઈ રીતે કરવું તેની સ્કીલ કર્મચારી માં હોવી જોઈએ.
નર્સિંગ ફીલ્ડમાં જો કોમ્યુનિકેશન ઈફેક્ટીવ હોય તો લાભાર્થીને વિશ્વાસમાં લઈ શકાય છે અને નક્કી કરેલો હેતુ જલ્દી પુરો થાય છે.
Definition
આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી, વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.
કોમ્યુનિકેશનના હેતુઓ
લોકોને સારું આરોગ્ય શિક્ષણ આપવાનો છે. જેથી લોકોના વલણ અને વર્તણુંકમાં સુધારો કરી તેના આરોગ્યને પ્રમોટ કરી શકાય છે.
કોમ્યુનિકેશન દ્વારા લોકોમાં વિવિધ માધ્યમ વડે રસ જાગૃત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવા માટે તૈયાર કરવાનો હેતુ છે.
લોકોને આરોગ્ય ને લગતી વિવિધ માહિતીએ જુદા-જુદા માધ્યમ દ્વારા પૂરી પાડવાનો છે.
લોકોને આરોગ્યવિષયક બાબતો નો પ્રસાર કરવાનો છે.
લોકોમાં જાગૃતતા લાવવા માટે.
કોઈપણ સમસ્યાઓને ઉજાગર કરવા માટે.
નક્કી કરેલા લક્ષ્યને પાર પડવા માટે/મેળવવા માટે
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાથ લખો.
(૧) ૫૦૦૦ ની વસ્તીવાળા અને જન્મદર ૨૦ છે તેના એક ગામના સગર્ભાપાતની જરૂરીયાતોના અંદાજો નકકી કરી એક વર્ષ માટેનું ઈન્ડેન્ટ તૈયાર કરો.08
સગર્ભામાતાની જરૂરીયાતો નીચે મુજબ હોય છે.
1) મમતા કાર્ડ
2) ઈન્જેક્શન ટી.ડી(ટીટેનસ ડીપ્થેરીયા)
3) ટેબલેટ આર્યન ફોલિક એસીડ
4) ટેબલેટ આલ્બેન્ડાઝોલ
5) ટેબલેટ કેલ્શીયમ
6) સીરીજ નીડલ
સગર્ભામાતાની સંખ્યાની ગણતરી:
સગર્ભામાતાની સંખ્યા = વસ્તી × જન્મદર/૧૦૦૦ +૧૦ % (બગાડ)
=૫૦૦૦ × ૨૦ /૧૦૦૦ + ૧૦ % (બગાડ)
=૧૦૦ + ૧૦ % (બગાડ)
= ૧૦૦ + ૧૦
= ૧૧૦
લાભાર્થી ની સંખ્યા =૧૧૦
1) મમતા કાર્ડની ગણતરી:
મમતા કાર્ડની સંખ્યા = સગર્ભામાતાનીસંખ્યા × ૧
= ૧૧૦ × ૧
મમતા કાર્ડની સંખ્યા =૧૧૦
2) ઈન્જેક્શન ટી.ડી(ટીટેનસ ડીપ્થેરીયા) ના ડોઝની ગણતરી:
સામેની વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે લાગણી હોવી જોઈએ.
ખુલ્લા મન વાળા હોવા જોઈએ.
લાભાર્થી સાથે સતત સંપર્કમાં રહેતા હોવા જોઈએ.
ભરોસાપાત્ર, પ્રામાણિક અને બીજાને નુકસાન ન પહોંચાડનાર હોવા જોઈએ.
ડિપોઝિટિવ એપ્રોચ અને પોઝિટિવ થીંકીંગ વાળા હોવા જોઈએ.
પેલા ભારતીની જરૂરિયાતની સંભાળ રાખનાર હોવા જોઈએ.
અથવા
(૧) તમને અલીયા ખાતેના સબસેન્ટર પર એ.એન.એમ તરીકે નિમણૂંક આપેલ છે તો સબસેન્ટર પરની તમારી જવાબદારીઓ જણાવો.08
એ.એન.એમ તરીકે સબસેન્ટર પરની જવાબદારીઓ
વિવિધ આરોગ્યલક્ષી યોજના હેઠળ એક સ્ત્રી આરોગ્ય કાર્યકર પેટા કેન્દ્ર પર મુકવામાં આવે છે અને તેમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજો નીચે મુજબ છે.
1.માતા અને બાળકનું આરોગ્ય.
સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી સગર્ભાવસ્થા દરમ્યાનની તમામ સંભાળ.
સગર્ભા માતાની ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવવી જેમાં યુરીન સુગર, આબ્લ્યુમીન, બ્લડપ્રેશર અને હિમોગ્લોબીન માટેની તપાસ કરવી.
દરેક સગર્ભા માતાની ગુપ્ત રોગો માટેની તથા બ્લડ ગ્રુપની તપાસ કરવી,
અસામાન્ય સુવાવડ માટે નજીકના રેફરલ યુનિટના ખાતે રીફર કરશે.
માથા થી લઇ પગ સુધી તપાસ કરશે.
આરોગ્ય શિક્ષણ આપશે.
હોસ્પિટલ સુવાવડ માટેની પૂર્વતૈયારી માટે સલાહ સૂચન આપશે.
રસીકરણ કાર્યક્રમને ધ્યાનમાં લઇ માતા તથા બાળકને રક્ષિત કરશે.
જન્મ અને માતા મરણની નોંધણી કરાવશે
એન્ટીનેટલ અને પોસ્ટનેટલ માતાને ફોલીક એસીડ અને આર્યનની ગોળી આપશે.
ફેમીલી પ્લાનિંગ વિશે કાઉન્સેલિંગ કરશે.
રીફર કરેલા કેસોને રજા મળ્યા બાદ ફરી તેની મુલાકાત કરશે.
પોતાના વિસ્તારમાં સુવાવડ થયેલ માતાની ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લેશે
કેમિલી હેલ્થ સર્વે કરશે.
ટેકો પ્લસમાં એન્ટ્રી કરવી.
2. કુટુંબ કલ્યાણ સેવા
લાયક દંપતી તથા બાળકોની સંખ્યાનુ રજીસ્ટ્રેશન કરવું.
કુટુંબ કલ્યાણ માટે લોકોમાં વ્યક્તિગત તથા જુથમાં આરોગ્ય સંદેશા આપશે.
કુટુંબ કલ્યાણના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે તમામ પ્રયત્નો કરશે.
કુટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશેની સમજણ અને માહિતી પુરી પાડે.
કુટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થીને ફોલો અપ કરશે. કુટુંબ કલ્યાણ પદ્ધતિની આડઅસરો અને બધી જ સાચી માહિતી પુરી પાડશે.
3. આંગણવાડી મુલાકાત
દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખુબ જરૂરી છે. આ દરમ્યાન બાળકો તથા માતાની મુલાકાત લેવી.
બાળકો અને માતાના આરોગ્યની જરૂરીયાત ને અનુલક્ષીને સેવાઓ આપવી અને તેમને શાંતીપુર્વક સાંભળવા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવું.
4. ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ
લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી.
સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો.
એઇડસ, હીપેટાઈટીસ-બી વગેરે ની માહિતી આપવી
રોગોના અટકાયતી પગલાઓની સમજણ આપવી
5. બિન-ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ
બિન-ચેપી રોગો જેવા કે કેન્સર, ડેફનેસ, બ્લાઈન્ડનેસ,ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ, મેન્ટલ ઈલનેસ, ઓક્યુપેશનલ ડિસીઝ એન્ડ સ્ટ્રોક અટકાવવા અને નિયંત્રણ માટે નીચે મુજબના પ્રોગ્રામ ચાલે છે જેનું ફીમેલ હેલ્થ વર્કરેને જાણ હોવી જોઈએ જેથી તે લોકો ને માર્ગદર્શન પૂરું પાડી શકે.
NTCP- નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ.
NPCDCH- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક
NPCTO- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝ.
NPPCD- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ. (રાષ્ટ્રીય બધિરતા નિયંત્રણ અને નાબુદી )
NMHP- નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ.
NPCBV- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ( રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ).
PMNDP- પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ
NPHCE –નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી (રાષ્ટ્રીય વૃધ્ધજન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ) :-
NPPMVI- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ બર્ન ઈન્સ્યુરી
NOHP- નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ.
5. જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રીપોટિંગ
નિયમિત આંકડાઓ ભેગા કરવા.
બરાબર રીપોર્ટિંગ કરવું.
જન્મદર, મૃત્યુદર, બાળમૃત્યુદર અને માત્તામરણ દરની માહિતી લેવી
મૃત્યુના કારણો જાણી નોંધ કરવી.
6. આરોગ્ય શિક્ષણ
ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
બેનર, ભીંત સુત્રો, ટીવી., પેમ્ફલેટ, પોસ્ટર જેવા એ.વી.એઇડસ વડે માહિતી આપવી પા, પોસ્ટર ૧
7. શાળા આરોગ્ય કાર્યક્રમ
આરોગ્ય શિક્ષણ આપવું.
શાળાના બાળકોની તપાસ કરવી.
જરૂર હોય તેવા બાળકોને તરત સંદર્ભ સેવાઓ આપવી.
આંખની ખામી, કૃમિ અને નાની તકલીફોની સારવાર સ્થળ પર જ આપવી..
8. તાલીમ અને શિક્ષણ
પેરા મેડિકલ કોર્ષના વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
આશા અને આંગણવાડી કાર્યકરને તાલીમ અને જરૂરી શિક્ષણ આપવું.
9. રેફરલ સેવાઓ
પાયાની સારવાર આપ્યા બાદ નજીકના FRUમાં રીફર કરવું.
10. સંશોધન કાર્ય
જન્મદર, મૃત્યુદર,બાળમૃત્યુદર, અને માતામરણ દરની માહિતી મેળવવી
કેવા પ્રકારના રોગો ક્યારે થાય છે તે વિશેની માહિતી મેળવવી.
11. લેબોરેટરી સેવા
હિમોગ્લોબીનની તપાસ
પેશાબની તપાસથી સગર્ભા વસ્થાની જાણકારીનો ટેસ્ટ.
પેશાબની તપાસથી પ્રોટીન અને સુગર જાણવાનો ટેસ્ટ.
લોહીમાં સુગરનું લેવેલ જાણવાનો ટેસ્ટ.
સ્લાઈડ દ્વારા તેમજ ( રેપીડ ડાયાગ્નોસ્ટીક કીટ) દ્વારા મેલેરિયાનો ટેસ્ટ,
સિકલસેલ રેપીડ ટેસ્ટ.
ટી.બી. ના ટેસ્ટ માટે સ્પુટમ ટેસ્ટ.
(૨) લક્ષ્યાંક મુક્ત અભિગમના ફાયદાઓ જણાવો.04
લક્ષ્યાંક મુક્ત અભિગમ
લક્ષ્યાંક મુક્ત અભિગમ એ પરિવાર નિયોજન અને પ્રજનન આરોગ્ય કાર્યક્રમોમાં એવો અભિગમ છે જેમાં કાર્યકર્તાને કોઈ નિશ્ચિત આંકડાકીય લક્ષ્યાંક (Target) આપવાને બદલે સેવા ગુણવત્તા, લોકજાગૃતિ અને જરૂરિયાત આધારિત સેવાઓ પર ભાર મુકાય છે.
ફાયદાઓ
સેવામાં ગુણવત્તા વધે
લોકોના વિશ્વાસમાં વધારો
સેવાઓમાં વિવિધતા
કાર્યકર્તાનું મનોબળ વધે
સ્વેચ્છાએ સેવા સ્વીકાર
ડેટાની ચોકસાઈ
સતત વિકાસ
પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (ગમે તે બે) 6X2=12
(૧) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટના પગથિયાં જણાવો.
કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના પગથિયા
પગથિયું-૧
કાર્યકારી જૂથ તૈયાર કરો:
એ.એન.એમ/એમ.પી.એચ. ડબલ્યુ.
આંગણવાડી વર્કર.
તાલીમ પામેલ કાર્યકર.
મહિલા સ્વાસ્થ્ય સંઘ.
આશા વર્કર અને અન્ય કડીરૂપ યુવતીઓ અને યુવક મંડળના હોદ્દેદાર.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સાધન સામગ્રીનું ઇન્ડેટ તૈયાર કરી મોકલો.
જો જરૂર જણાય તો સમુદાયમાંથી ફંડ મેળવો.
પગથિયું -૮
જરૂરિયાત અને સાધન સામગ્રીને સરખાવો:
સર્વેની માહિતીની ગણતરીના આધારે તૈયાર કરેલ અંદાજો સાથે જરૂરિયાતની સરખામણી કરો.
આપણે મંગાવેલ જથ્થો અને જરૂરિયાતો બંને સરખાવો.
પગથિયું-૯
અગાઉ કરેલ કામગીરીના મૂલ્યાંકન સાથે સરખાવો:
ચાલુ વર્ષની જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો.
જે અગાઉના વર્ષ કરતાં 5%થી ઓછી અને 25% થી વધુ નથી ને તેની ખાતરી કરો.
5% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે, 25% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે, જો આવું બને તો ચાલુ વર્ષનું ખોટું મૂલ્યાંકન સૂચવે છે.
(૨) આરોગ્ય કાર્યક્રમમાં લોકોનો સહયોગ મેળવવા એ.એન.એમ તરીકે તમારે શું-શું કરવું જોઈએ?
1.આંગણવાડી સેન્ટરની મુલાકાત:
સબ સેન્ટર દ્વારા આવરીત વિસ્તારમાં આવેલ દરેક કામની મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્ય કરે આંગણવાડી સેન્ટર આંગણવાડી વર્કર અને રીપ્રોડક્ટિવ એજ ની મધર સાથે મીટીંગ જરૂરથી કરવી જોઈએ કે જેનાથી ANM તેને સાંભળવાની તેમજ મંતવ્ય રજૂ કરવાની અને કોન્ટ્રાસેપશન વિશેની માહિતી મેળવવાની તક મેળવે છે.
કામગીરી તેણીએ કોન્ટ્રાસેપ્ટિંવ વિશે જાગૃત કરવા મદદ કરે છે.
જ્યારે આંગણવાડી વર્કર દ્વારા અન્ય માહિતી જેવી કે ગામમાં પૂરતા ટ્યુબવેલ છે કે નહીં રોડ કાચા છે કે પાકા વગેરે.
2.મહિલા સ્વાસ્થ્ય સંઘ મહિલા મંડળ સાથે મીટીંગ યોજના:
આરોગ્ય કાર્ય કરે મહિલા સ્વાસ્થ્ય સંઘના સદસ્યો સાથે મીટીંગ યોજી સ્ત્રીઓ યોગ્ય આરોગ્ય સંભાળ અને કોન્ટ્રાસેપશન વિશે કાઉન્સિલિંગ કરવું જોઈએ.
3.હોમ વિઝીટ:
સબ સેન્ટરના ગ્રામ્ય માં આવે આવેલ શક્ય હોય તેટલા વધુ પરિવારની મુલાકાત લેવી જોઈએ.
તેમજ અગાઉ કરેલ વિઝીટનું ઓગ્ય ફોલોઅપ કરવું જરૂરી છે.
હોમ વિઝીટ દરમિયાન કોમ્યુનિટીના સભ્યોને સબ સેન્ટર લેવલ પર ઉપસ્થિત હેલ્થ સેવાઓ ગ્રહણ કરવા સમજાવવું જોઈએ.
4.વિઝીટ ટુ સ્કુલ:
આરોગ્ય કાર્યક્રમ દ્વારા નિયમિત સમયે ગ્રામ્ય ની શાળાઓની મુલાકાત લેવી તપાસ કરવી જોઈએ.
તેમજ કે બાળકનું રસીકરણ કુપોષણથી પીડાતા બાળકોની તપાસ અને આવા બાળકને PHC પર સારવાર માટે રીફર કરવું.
તેમજ શાળાના શિક્ષકોની મદદથી બાળકને આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ.
5.પંચાયતોના સભ્યો સાથે મુલાકાત:
પંચાયતના સભ્ય સાથે મુલાકાત હંમેશા ફાયદાકારક હોય છે.
તેમ જ પરિવાર કલ્યાણના કાર્ય માટે કોમ્યુનિટીના પુરુષોની મદદ મેળવી શકાય છે.
(૩) સબસેન્ટરની ગોઠવણી કરતા પહેલા કયાં-કયાં મુદ્દાઓ ધ્યાનમાં રાખશો?
સબ સેન્ટર (Sub Centre) ગોઠવતી વખતે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા ધોરણો અનુસાર અનેક મુદ્દાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે, જેથી તે વિસ્તારની વસ્તીને સુલભ અને અસરકારક પ્રાથમિક આરોગ્ય સેવા મળી શકે.
1. વસ્તીનું ધોરણ
સામાન્ય વિસ્તાર: આશરે 5,000 વસ્તી માટે એક સબ સેન્ટર
આદિવાસી / દુર્ગમ વિસ્તાર: આશરે 3,000 વસ્તી માટે એક સબ સેન્ટર
2. ભૂગોળીય પરિસ્થિતિ
ગામો વચ્ચેનું અંતર
રોડ, ટ્રાન્સપોર્ટ અને પાણી જેવી સુવિધાઓની ઉપલબ્ધતા
પહાડી, જંગલ કે પૂરપ્રવણ વિસ્તાર હોય તો ખાસ આયોજન
3. આરોગ્યની જરૂરિયાતો
વિસ્તારના રોગચાળો, માતૃત્વ અને શિશુ આરોગ્યની સ્થિતિ
રસીકરણ, કુટુંબ નિયોજન અને પોષણ સંબંધિત જરૂરિયાતો
4. કનેક્ટિવિટી અને સુવિધા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સાથેનો સંપર્ક અને અંતર
આવન-જાવન માટે સરળતા
ઈમરજન્સીમાં દર્દીઓને ઝડપથી ખસેડવાની સુવિધા
5. સ્ટાફ અને સંસાધનો
ANM (Auxiliary Nurse Midwife) અને Male Health Worker માટે રહેઠાણ
વીજળી, પાણી અને સ્ટોરેજ સુવિધા
રસી, દવાઓ અને આરોગ્ય સાધનોના સુરક્ષિત સંગ્રહ માટે વ્યવસ્થા
6. સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ
લોકોએ આરોગ્ય સેવા સ્વીકારવાની માનસિકતા
ભાષા અને સંસ્કૃતિને અનુરૂપ સંચારની વ્યવસ્થા
7. આર્થિક અને વહીવટી મુદ્દાઓ
બિલ્ડિંગ નિર્માણ માટે જમીન ઉપલબ્ધતા
સરકાર અને સ્થાનિક સંસ્થાનો સહયોગ
નાણાકીય મંજૂરી અને બજેટ વ્યવસ્થા
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (ચયે તે ત્રણ)4X3=12
(૧) બાળ સખા યોજના-૧
બાળ સખા-૧ યોજના
આ કેંદ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે. જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંતર્ગત તમામ બાળકો જેમાં જન્મથી ૪૮ કલાકની અંદરના નવજાત શિશુને સરકારશ્રી દ્વારા માન્ય એવા બાળરોગ નિષ્ણાત દ્વારા મફત તપાસ તથા સારવાર આપવામાં આવે છે.
યોજનાના હેતુઓ
ગરીબવર્ગ તથા મધ્યમવર્ગને તબીબી સારવાર મળી રહે.
સારી સારવાર મળી રહે તે માટે.
વહેલી તકે નિદાન કરી શકાય તે માટે.
ગુણવત્તા સર સચોટ અને ઝડપી સંદર્ભ સેવા આપવા માટે.
આઈ.એમ આર. ઘટાડવા માટે.
સંસ્થાકીય પ્રસૂતિ ને પ્રોત્સાહન આપવા માટે.
બાળક અને માતાની સલામતી માટે.
યોજનાના લાભાર્થી
ગરીબી રેખા હેઠળની બી.પી.એલ કાર્ડ ધરાવતી તમામ માતા.
એસ.ટી અને એસ.સી ના ઉમેદવાર.
કાર્ડ ન હોય તો પંચાયત નો આવકનો દાખલો ધરાવતી માતાઓ.
યોજનાના લાભ
જન્મથી ૪૮ કલાકની અંદરના નવજાત શિશુને સરકારશ્રી દ્વારા માન્ય ૪૮ કલાકની સેવા બાળરોગ નિષ્ણાત દ્વારા મફત તપાસ તથા સારવાર આપવામાં આવે છે.
યોજનાના લાભ કોણ આપે છે.
સરકાર માન્ય સંસ્થાના બાળરોગ નિષ્ણાત દ્વારા તથા જે તે વિસ્તારના એન.એન.એમ દ્વારા કરવામાં આવે છે
(૨) રાષ્ટ્રીય ગોઈટર નિયંત્રણ કાર્યક્રમ
ગોઇટર
૧૯૬૨ માં ગોઇટર પ્રોગ્રામ સરુ કર્યો જે એરીયામા ગોઇટર એન્ડેમીક છે તે એરીયામાં શરૂ કર્યો.
જેમાં એન્ડેમીક એરીયામાં આયોડાઇઝ સોલ્ટ પુરૂ પાડયુ.
ત્રણ દસકા પછી પણ ગોઇટર નું પ્રીવેલન્સ જોવા મડે છે જેના કારણે મંદ બુધ્ધી,મેનટલ રીટાર્ડેશન,મોટર ડીશફંક્શન તથા ન્યુરોલોજીકલ ડીશ ફંક્શન જોવા મળે છે.
નેશનલ ગોઇટર કંટ્રોલ પ્રોગ્રામ માં આયોડાઇઝ મીઠા ના વપરાશ પર ભાર મુકવામાં આવ્યો.
નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ
આ પ્રોગ્રામની શરૂઆત નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ 1962માં ભારત દેશમાં થઈ હતી.
ત્યાર પછી તેનું નામ બદલીને ધ નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું.
નેશનલ આઈ.ડી.ડી કંટ્રોલ પ્રોગ્રામ
ગુજરાત રાજ્યમાં ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ 1988માં ભરૂચ જિલ્લામાં વલસાડ અને વડોદરા જિલ્લામાં તેની શરૂઆત કરવામાં આવી હતી.
1994 માં આખા રાજ્યમાં આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ છે.
IDD સેલનો મુખ્ય રોલ
આયોડિન ડેફિશિયન્સી લેબોરેટરી નું બંધારણ અને તેની દેખરેખ રાખવી.
હેલ્થ એજ્યુકેશન
પબ્લિસિટી સ્પોટ ટેસ્ટિંગ કીટ કે જેમાં મીઠાનું સ્થળ પર ચેક કરીને તેમાં આયોડીન યુક્ત મીઠું છે કે નહીં તે ચેક કરવામાં આવે છે.
(૩) કસ્તુરબા પોષણ યોજના
કસ્તુરબા પોષણ સહાય યોજના
આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે.
ગુજરાત સરકારમાં પણ ચાલે છે.
આ યોજના અંતર્ગત તમામ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને ત્રણ બાળકો સુધી રૂ.૬૦૦૦/ની રકમ ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવે છે.
યોજનાના લાભાર્થી
તમામ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને ત્રણ બાળકો સુધી.
યોજનાના હેતુઓ
માનસિક ટેકો આપવા માટે.
સારી સારવાર મળી રહે તે માટે
સંપૂર્ણ રસીકરણ થઈ શકે તે માટે
કુપોષણ અટકાવવા માટે
બાળક અને માતાની સલામતી માટે
યોજનાના લાભ
સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધણી કરાવતી વખતે રૂ.૨૦૦૦/-
ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે રૂ.૨૦૦૦/-
ઓરીની રસી તથા વિટામીન એ નો ડોઝ આપ્યા બાદ રૂ.૨૦૦૦/-
યોજનાના લાભ કોણ આપે
સરકારી હોસ્પિટલમાં સરકારી અધિકારી શ્રી મારફતે ચેકથી બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
(૪) રેકોર્ડ રાખવાના હેતુઓ
રેકોર્ડ રાખવાના હેતુઓ
આયોજન કરવા માટે
વિકાસના અને પ્રગતિના કાર્યો માટે ખૂબ જ અનિવાર્ય છે અને મહત્વનું છે.
દાખલા તરીકે આપણી વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે આ વસ્તી કેટલી છે? ક્યારે અને કેવી રીતે વધે છે? તેના આંકડા ઉપલબ્ધ હોય તો તેની નાગરિકની જરૂરિયાત, સાધનો, અનાજ, દવાખાના વગેરેની સંખ્યાનું આયોજન સારી રીતે થઈ શકે છે.
સબ સેન્ટર પર રસીના જથ્થાની જરૂરિયાત તથા સાધનોની અને લાભાર્થીઓની યાદી કરવાની હોય તો રેકોર્ડ ખૂબ જ જરૂરી છે.
તાલીમ કાર્યક્રમ અન્વયે
કોને તાલીમ આપેલ છે? કોને તાલીમ બાકી છે? કેવા પ્રકારની તાલીમની જરૂરિયાત છે? તાલીમ કઈ જગ્યાએ બાકી છે? આ બધા રેકોર્ડ પરથી આપણે સારી રીતે તાલીમ ગોઠવી શકીએ છીએ અથવા નજીકના વિસ્તારમાં તાલીમ ગોઠવી શકીએ છીએ.
કાર્યક્રમના અમલીકરણ અને સુપરવિઝન માટે જરૂરી છે.
કોઈપણ કાર્યક્રમના અમલીકરણ માટે અને કરેલ કાર્યક્રમના સુપરવિઝન માટે પણ રેકોર્ડ રાખો ખૂબ જ જરૂરી છે.
મૂલ્યાંકન અને સુધારા વધારા માટે
રેકોર્ડ પરથી આપણે કાર્યક્રમની સફળતા અને તેમાં રહેલી ક્ષતિઓ વિશે જાણી શકીએ છીએ.
આ કાર્યક્રમમાં જરૂરી એવા સુધારા વધારા પણ સૂચવી શકાય છે અને નવા ફેરફારોને અવકાશ રહે છે.
કર્મચારીએ કરેલા કામની ગુણવત્તા તથા તેની સફળતા માટે પ્રોત્સાહન પણ કરી શકાય છે.
દૈનિક કામગીરીનું મૂલ્યાંકન
રેકોર્ડ દ્વારા દરરોજની કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય તથા બાકી કામગીરીનું આયોજન સરળતાથી કરી શકાય છે.
આના પરથી કર્મચારીને પોતે કેટલું કામ કરવાનું થાય છે તથા કેટલું બાકી રહે છે તે અંગે જાણી શકે છે અને કરેલ સારવાર અને તેની અસરનો ખ્યાલ આવી શકે છે.
સંશોધનના હેતુથી (રિસર્ચ પર્પઝ)
આંકડાકીય બાબતો પરથી સંશોધન પણ જાણી શકાય છે ઉદાહરણ તરીકે મલેરિયાના કેસો કયા માસમાં વધુ જોવા મળે છે?
તંદુરસ્તીના ધોરણો જાણવા માટે
રેકોર્ડ પરથી બાળ મૃત્યુ પ્રમાણ તથા માતા મૃત્યુ પ્રમાણ જેવા અગત્યના સંકેતો રેકોર્ડ પરથી મેળવી શકાય છે.
માંદગી અને મૃત્યુના કારણો જાણવા માટે
આંકડાકીય માહિતી ઉપલી કક્ષાએ પહોંચતી કરવા માટે
પરિવારની મુલાકાત એટલે કે ફોલોઅપ વિઝીટ માટે.
વાહન,માનવશક્તિ કે નાણાકીય બાબતની સરેરાશ કાઢવા માટે
વ્યક્તિગત કે સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મદદરૂપ થાય છે.
કોઈપણ કાર્યક્રમનું આયોજન રેકોર્ડ પરથી જ થઈ શકે છે.
પ્રગ્ન-૫ નીચેના શબ્દોના અર્થ સમજાવો. (વષે તે છે) 6X2=12
(૧) કો-ઓર્ડિનેશન : કોર્ડીનેશન મતલબ કે સહકાર, એકબીજા સાથે મળીને સહકારથી કાર્ય કરે તેને આપણે ઇન્ટર સેક્ટોરલ કો ઓર્ડીનેશન કહીએ છીએ.
ઉપર જણાવેલ તમામ ખાતાઓ આરોગ્યની કામગીરીમાં મદદ રૂપ થાય છે, તથા આરોગ્ય વિભાગમાં પણ જુદા જુદા વિભાગના કર્મચારીના સહકારથી જે તે કામગીરીમાં મદદ લેવામાં આવે છે જેમાં મેડીકલ અને પેરા મેડીકલ બન્ને નો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગમા માત્ર આરોગ્ય ખાતું એક જ કોમ્યુનીટીની સેવા ન કરી શકે એ માટે આરોગ્ય ખાતાએ બીજા બધા ખાતા સાથે પણ કો ઓર્ડીનેશન જાળવવાનું હોય છે,જેમ કે શિક્ષણ ખાતું,ખેતીવાડી ખાતું સંદેશા વ્યવહાર, ઇલેટ્રિકસિટિ, પંચાયત,મ્યુનીસીપાલીટી, પાણી પુરવઠા ખાતું વગેરે.
(૨) લાયક દંપતી: લાયક દંપતી એટલે એવી દંપતી, જેમાં પત્નીની વય 15 થી 49 વર્ષ વચ્ચે હોય (પ્રજનન ક્ષમ વય) અને પતિની વય સામાન્ય રીતે 18 વર્ષ કે તેથી વધુ હોય, અને જેSantાન પ્રાપ્ત કરવાની શારીરિક તથા સામાજિક રીતે સક્ષમ હોય.
મહત્વ
માતા અને બાળ આરોગ્ય સેવાઓનું આયોજન
પરિવાર નિયોજનમાં મહત્વપૂર્ણ એકમ
લોકસાંખ્યિક આંકડાઓનું આધાર
પરિવાર નિયોજન સાધનોનું વિતરણ
ટાર્ગેટ અને પ્લાનિંગ માટે
(૩) વાઈટલ સ્ટેટેસ્ટીક્સ: વાઈટલ સ્ટેટિસ્ટિક્સ એ એવી આંકડાકીય માહિતી છે જે માનવ જનસંખ્યા સાથે જોડાયેલા જીવનની મહત્વની ઘટનાઓ વિશે માહિતી આપે છે – જેમ કે જન્મ દર, મરણ દર, વધારો કે ઘટાડો, જીવનકાલ વગેરે.
મહત્વ : વાઈટલ સ્ટેટિસ્ટિક્સ જાહેર આરોગ્ય નીતિ ઘડવામાં, આરોગ્ય સેવાઓની યોજના બનાવવા, અને સામાજિક વિકાસના સ્તરનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી બને છે.
(૪) કાઉન્સિલીંગ: લાભાર્થીને પોતાની લાગણીઓને રજૂ કરવા તેમજ પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવી વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયા ને સમ-પરામર્શ (કાઉન્સેલીંગ) કહેવામાં આવે છે.
કાઉન્સેલિંગ ના હેતુઓ
E – Encouragement (એન્કરેજમેંટ) પ્રોત્સાહન આપવુ
A – Assistance (આસીસ્ટન્સ) – સહાયતા, મદદ
D – Development (ડેવલોપમેંટ) – વિકાસ
V- Vast information (વાસ્ટ ઇંફોર્મેશન) -વધુ માહિતી આપવી
I – Inspiration (ઈન્સ્પીરેશન) – પ્રેરણા આપવી
S – Solution (સોલ્યુશન) – નિરાકરણ
(૫) કપલ પ્રોટેકશન રેટ:કપલ પ્રોટેક્શન રેટ એટલે કોઈ વિસ્તારમાં લાયક દંપતીમાંથી કેટલા ટકા દંપતી હાલમાં કોઈક અસરકારક ગર્ભનિરોધક પદ્ધતિ (Contraceptive Method) નો ઉપયોગ કરી રહ્યા છે તે દર્શાવતો આંકડો.
CPR દર્શાવે છે કે પ્રજનન વયની પત્ની ધરાવતી દંપતીમાં કેટલા ટકા દંપતી પરિવાર નિયોજન પદ્ધતિ અપનાવે છે.
(૬) વર્બલ કોમ્યુનીકેશન: વર્બલ કોમ્યુનીકેશનની આ રીતમાં ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. જે લેખિતમાં કે બોલીને હોય છે. જો કે રીટન કોમ્યુનીકેશનમાં સ્પોકન જેટલું ખાતરીપૂર્વક સમજાવી શકાતું નથી.
લક્ષણો
ભાષા અને શબ્દોનો ઉપયોગ થાય છે
સત્તાવાર (Formal) અથવા અસત્તાવાર (Informal) હોઈ શકે
સ્પષ્ટતા, સ્વર અને શબ્દભંડોળ પર આધારિત
લખિત સંચારનો રેકોર્ડ રાખી શકાય છે, મૌખિકનો હંમેશા નહીં
(૭) મલ્ટી ડ્રગ્સ ઘેરાપી : મલ્ટી ડ્રગ થેરાપી એ એવી સારવાર પદ્ધતિ છે જેમાં એક જ રોગ માટે એક સાથે બે કે તેથી વધુ દવાઓ આપવામાં આવે છે, જેથી સારવાર વધુ અસરકારક બને, દવાઓ સામેનો પ્રતિરોધ (Drug resistance) ન થાય અને રોગ ફરીથી ન આવે.
(૮) આઈ.પી.આર : અહીં IPR નો અર્થ Inter Personal Relationship છે, એટલે કે આરોગ્ય કેન્દ્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો અને પરસ્પર વ્યવહારની કળા. આરોગ્ય કેન્દ્ર વ્યવસ્થાપનમાં વ્યક્તિગત સંબંધો (Inter Personal Relationship) એટલે સ્ટાફ, દર્દીઓ અને સમાજ વચ્ચે પરસ્પર સમજ, સન્માન, વિશ્વાસ અને સંવાદ જે આરોગ્ય સેવાઓ સુગમ અને અસરકારક બનાવવા મદદ કરે છે.
પ્રશ્ન-1 (અ) નીચેનામાંથી સાચો જવાબ લખો. 05
(1) હાલમાં સામાન્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વસ્તીનું ધોરણ કેટલું છે?
(અ) 10000
(બ) 15000
(ક) 20000
(ડ) 30000
(૨) “ખ વર્ગનો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવવામાં આવે છે?
(અ) 10 વર્ષ
(બ) ૩૦ વર્ષ
(ક) 15 વર્ષ
(ડ) 5 વર્ષ
(૩) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો માસિક અહેવાલ કયા ફોર્મમાં મોકલવામાં આવે છે?
(અ) ફોર્મ નં-૯
(બ) ફોર્મ નં-૪
(ક) ફોર્મ નં -7
(ડ) ફોર્મ નં-1
(૪) જિલ્લા કક્ષાનું આયોજન કરવા કયા ફોર્મ ની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ આયોજન કરવામાં આવે છે?
(અ) ફોર્મ નં-3
(બ) ફોર્મ નં-4
(ક) ફોર્મ નં-7
(ડ) ફોર્મ નં-8
(૫) જોખમી પ્રસુતિ એન્ટીનેટલના આશરે કેટલા % હોય છે?
(અ) 50%
(બ)15%
(ક) 10 %
(ડ) 100 %
(અ) ખાલી જગ્યા પુરો. 05
(1) આદિવાસી વિસ્તાર માટે સમ સેન્ટરની વસ્તીનું ધોરવા……..……. છે. 3,000 વસ્તી
(2) HMIES એટલે……………Health Management Information System(હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ)
(3) નર્સિંગ ડે………..…ના દિવસે ઉજવાય છે. 12 મે
(4) વેકસીન કેરીયરમાં ……..……વાયલ રાખી શકાય છે. 16–20 વાયલ
(5) ઓગસ્ટ માસનું પ્રથમ અઠવાડિયું………….વીક તરીકે ઓળખાય છે. બ્રેસ્ટફીડિંગ વીક (સ્તનપાન સપ્તાહ)
(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 05
(1) એનીમિયા વાળી સગર્ભામાતા ૫0 % ગણવામાં આવે છે. ✅
(૨) “મ” વર્ગનો રેકોર્ડ ૭ વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે. ✅
(૩) રજીસ્ટર નં-૨ એ લાયક દંપતીનું રજીસ્ટર છે. ✅
(૪) “ક” વર્ગનો રેકોર્ડ ૩૦ વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે. ✅
(૫) ટી સીરીઝની રસીઓ થીજી જવાથી ગુણવતા ગુમાવે છે. ❌