(૧) ૬૦૦૦ ની વસ્તીવાળા સબ સેન્ટર પર બર્થ રેટ ૨૫ છે તો આ સેન્ટરમાં ૦ થી ૧ વર્ષના બાળકને વેક્સિન તથા વિટામિન એ ની જરૂરિયાતના અંદાજની ગણતરી કરી ઇન્ડેન્ટ બનાવવું. 10
૦ થી ૧ વર્ષના બાળકોની જરૂરિયાત નીચે મુજબ હોય છે.
૧) બી.સી.જી. ની રસી
૨) હીપેટાઈટીસ-બી ની રસી
૩)ઓરલ પોલીઓ
૪) પેન્ટાવેલેન્ટ
૫) આઈ.પી.વી
૬) રોટા વાઈરસ
૭)મીઝલ્સ રસી
૮) વિટામીન-એ
૯) સિરિંજ નીડલ
૦ થી ૧ વર્ષના બાળકોની સંખ્યા
= વસ્તી × જન્મદર /૧૦૦૦
= ૬૦૦૦ × ૨૫ / ૧૦૦૦
= ૧૫૦
લાભાર્થી ની સંખ્યા = ૧૫૦
૧) બી.સી.જી. ની રસીના ડોઝ ની ગણતરી:
બી.સી.જી. ના ડોઝની સંખ્યા: = લાભાર્થીની સંખ્યા × ર
સિરીજ નીડલની સંખ્યાની = લાભાર્થીની સંખ્યા × ૮ × ૧.૩૩
= ૧૫૦ × ૮ × ૧.૩૩
= ૧૫૯૬
સિરીજ નીડલ ની સંખ્યાની = ૧૫૯૬ નંગ.
(૨) ગુજરાત રાજ્યમાં ચાલતા જુદા જુદા આરોગ્યના પ્રોગ્રામની યાદી બનાવી રાષ્ટ્રીય ટી.બી કંટ્રોલ પ્રોગ્રામમાં એ.એન.એમ. ની જવાબદારીઓ વર્ણવો. 10
ગુજરાત રાજ્યમાં ચાલતા જુદા જુદા આરોગ્યના પ્રોગ્રામની યાદી
ગુજરાત રાજ્યમાં વિવિધ આરોગ્ય સેવાઓ અને કાર્યક્રમો સરકારના માર્ગદર્શનમાં ચાલી રહી છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યની વસ્તીને આરોગ્યસંપન્ન બનાવવા અને રોગપ્રતિકારકતા વધારવાનો છે. અહીં ગુજરાતમાં ચલાવવામાં આવતા મુખ્ય આરોગ્ય કાર્યક્રમોની યાદી આપવામાં આવી છે:
1. માતા અને બાળ આરોગ્ય કાર્યક્રમો:
જનની સુખી જ્ઞાતી યોજના: ગર્ભવતી સ્ત્રીઓ માટે મફત પ્રસૂતિ સેવા.
ચિરંજીવી યોજના: આરોગ્ય સેવાઓ પ્રદાન કરીને માતા અને બાળકોના આરોગ્યને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય.
મમતા અભિયાન: માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટેની ખાસ યોજના.
TB દર્દીઓને DOTS (Directly Observed Treatment, Short-course) હેઠળ દવા સમયસર લેવાય તેની દેખરેખ કરવી.
દવા દરમિયાન ઊપજતા આડઅસરો પર નજર રાખવી અને જરૂરી હોય તો ઉપચાર કેન્દ્રમાં મોકલવું.
દર્દી દવા છોડે નહીં તે માટે ઘરઆંગણે મુલાકાત લઈને ફોલો-અપ કરવું.
5. રેકોર્ડ કીપિંગ અને રિપોર્ટિંગ
TB સંબંધિત કેસોની નોંધ રાખવી (TB register માં).
ઉપચારની પ્રગતિનો અહેવાલ superior staff (FHS/LHV/PHC Medical Officer) ને આપવો.
પ્રોગ્રામ મુજબ માસિક અને ત્રિમાસિક રિપોર્ટ મોકલવો.
6. સંપર્ક અનુસરણ (Contact Tracing)
TB દર્દીના પરિવારના સભ્યો અને નજીકના સંપર્કોની તપાસ માટે પ્રોત્સાહિત કરવું.
ખાસ કરીને 6 વર્ષથી નાના બાળકોમાં Isoniazid preventive therapy (IPT) વિશે જાણકારી આપવી.
7. રોગપ્રતિકારક પગલાં
BCG રસીકરણ જન્મ સમયે આપવાનું સુનિશ્ચિત કરવું.
સમુદાયમાં પોષણ, સફાઈ અને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રોત્સાહિત કરવી જેથી TB નો ફેલાવો ઘટે.
અથવા
(૧) તમારી પ્રથમ નિમણૂક રાજ પુરા સબ સેન્ટર ખાતે થઈ છે તો તમારી એ.એન.એમ. તરીકેની ફરજોનું વર્ણન કરો. 10
વિવિધ આરોગ્ય લક્ષી યોજના હેઠળ એક સ્ત્રી આરોગ્ય કાર્યકર અને એક પુરુષ આરોગ્ય કાર્યકર પેટા કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને તેમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજો નીચે મુજબ છે.
૧) માતાને બાળકનું આરોગ્ય
સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી સગર્ભાવસ્થા દરમિયાનની તમામ સંભાળ.
સગર્ભા માતાની ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવી જેમાં યુરેન સુગર,આલબ્યુમીન, બ્લડપ્રેશર અને હિમોગ્લોબિન માટેની તપાસ કરવી.
દરેક સગર્ભા માતાની ગુપ્ત રોગો માટેની તથા બ્લડ ગ્રુપની તપાસ કરવી.
અસામાન્ય સુવાવડ માટે નજીકના રેફરલ યુનિટના ખાતે રીફર કરશે.
આરોગ્ય શિક્ષણ આપશે.
હોસ્પિટલ સુવાવડ માટેની પૂર્વ તૈયારી માટે સલાહ સૂચન આપશે.
રસીકરણ કાર્યક્રમને ધ્યાનમાં લઇ માતા તથા બાળકને રક્ષિત કરશે.
જન્મ અને માતા મરણની નોંધણી કરાવશે.
એન્ટિનેટલ અને પોસ્ટનેટલ માતાને ફોલિક એસિડ અને આર્યનની ગોળી આપશે.
ફેમિલી પ્લાનિંગ વિશે કાઉન્સેલિંગ કરશે.
રીફર કરેલા કેસોને રજા મળ્યા બાદ તેની મુલાકાત કરશે.
૨) કુટુંબ કલ્યાણ સેવા
લાયક દંપતી તથા બાળકોની સંખ્યાનું રજીસ્ટ્રેશન કરવું.
કુટુંબ કલ્યાણ માટે લોકોમાં વ્યક્તિગત તથા જૂથમાં આરોગ્ય સંદેશા આપશે.
કુટુંબ કલ્યાણના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે તમામ પ્રયત્નો કરશે.
કુટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશેની સમજણ અને માહિતી પૂરી પાડે.
કુટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થીને ફોલો અપ કરશે. કુટુંબ કલ્યાણ પદ્ધતિની આડ અસરો અને બધી જ સાચી માહિતી પૂરી પાડશે.
૩) આંગણવાડી મુલાકાત
દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખૂબ જરૂરી છે, આ દરમિયાન બાળકો તથા માતાની મુલાકાત લેવી.
બાળકો અને માતાના આરોગ્યની જરૂરિયાતને અનુલક્ષીને સેવાઓ આપી અને તેમને શાંતિપૂર્વક સાંભળવા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવું.
૪) ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ
લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી.
એઇડ્સ, હેપેટાઇટિસ બી વગેરેની માહિતી આપવી.
રોગોના અટકાયતી પગલાઓની સમજણ આપવી.
૫) બિનચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ
બિનચેપી રોગો જેવા કે કેન્સર, ડેફનેસ,ડાયાબિટીસ,કાર્ડિયો વાસક્યુલર ડીસીઝ, મેન્ટલ ઈલનેસ, ઓક્યુપેશનલ ડીસીઝ એન્ડ સ્ટ્રોક અટકાવવા અને નિયંત્રણ માટે નીચે મુજબના પ્રોગ્રામ ચાલે છે જેની ફિમેલ હેલ્થ વર્કરને જાણ હોવી જોઈએ જેથી તે લોકોને માર્ગદર્શન પૂરું પાડી શકે.
✓નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ ✓નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયો વાસક્યુલર ડીસીઝ એન્ડ સ્ટ્રોક ✓નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડીસીઝ ✓નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ ✓નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ✓નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ(રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ) ✓પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ ✓નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ એલ્ડરલી (રાષ્ટ્રીય વૃદ્ધજન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ) ✓નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ
૬) જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રિપોર્ટિંગ
નિયમિત આંકડાઓ ભેગા કરવા.
બરાબર રિપોર્ટિંગ કરવું.
જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર અને માતા મરણદરની માહિતી લેવી.
મૃત્યુના કારણો જાણી નોંધ કરવી.
૭) આરોગ્ય શિક્ષણ
ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
બેનર,ભીત સૂત્રો, ટીવી,પેમ્પલેટ, પોસ્ટર જેવા એવી એડ્સ વડે માહિતી આપવી.
૮) શાળા આરોગ્ય કાર્યક્રમ
આરોગ્ય શિક્ષણ આપવું.
શાળાના બાળકોની તપાસ કરવી.
જરૂર હોય તેવા બાળકોને તરત સંદર્ભ સેવાઓ આપવી.
આંખની ખામી, કૃમિ અને નાની તકલીફોની સારવાર સ્થળ પર જ આપવી.
૯) તાલીમ અને શિક્ષણ
પેરા મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
આશા અને આંગણવાડી કાર્યકરને તાલીમ અને જરૂરી શિક્ષણ આપવું.
૧૦) રેફરલ સેવાઓ
પાયાની સારવાર આપ્યા બાદ નજીકના એફ.આર.યુ મા રીફર કરવું.
કાર્ય આયોજન એટલે કોઈપણ કાર્ય કે પ્રવૃત્તિને યોગ્ય રીતે, પગલું-દર-પગલું, નક્કી કરેલા સમયમાં અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાની પૂર્વ તૈયારી. એટલે કે, કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તે કેવી રીતે કરવું, કોને કરવું, ક્યારે કરવું, કયા સાધનોનો ઉપયોગ કરવો અને કયા પરિણામો મેળવવા તે વિશે વિચારવું અને લખિત/મૌખિક રૂપે નક્કી કરવું એટલે કાર્ય આયોજન.
કાર્યઆયોજનના પગથિયાં
1.પેટાકેન્દ્ર અને કાર્યક્ષેત્ર વિસ્તારનો નકશો તૈયાર કરો
પેટાકેન્દ્ર દ્વારા આવરી લેવામાં આવતા ગામો ઓળખો.
આંગણવાડી કાર્યકર તાલીમ પામેલ મહિલા સ્વાસ્થ્ય કાર્યકર અને મહિલા સ્વસ્થ્ય સંઘ અને અન્ય કડી રૂપવ્યક્તિઓ અને યુવક મંડળના હોદ્દે-દારોની સહાયતા લો.
પેટા કેન્દ્ર વિસ્તારમાં ઉપલબ્ધ સમુદાય સવલતોને શોધીને તારવો.
ગામનો મેપ તૈયાર કરો.
આરોગ્ય કેન્દ્ર આંગણવાડી, ગ્રામપંચાયત વગેરે અલગ માર્કિંગ વડે દર્શાવો.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ સામુહિક આરોગ્ય કેન્દ્ર/ સરકારી દવાખાના/ નર્સિંગ હોમમાં થયેલ પ્રસૂતિ ની સંખ્યા.
ખાનગી ડૉક્ટર દ્વારા કરવામાં આવેલ પ્રસૂતિ ની સંખ્યા.
જોખમી કેસો સંદર્ભ સેવા માટે મોકલવામાં આવેલ સગર્ભા માતાઓની સંખ્યા.
કોઈ પણ પ્રકારની પડેલી મુશ્કેલીવાળી સગર્ભા માતાની સંખ્યા.
અસાધારણ પ્રસૂતિનીની સંખ્યા.
MTP (મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેસી) ની સંખ્યા.
જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા.
જન્મ પછી તરત શ્વાસ લેવાની તકલીફ અનુભવતાં નવજાત શિશુની સંખ્યા.
નવજાત શિશુની મરણ ની સંખ્યા.
નવજાત શિશુના મરણના કારણો.
કોઈ મૃત જન્મ થયો હોય તો તેવા બાળકોની સંખ્યા.
ઝીરો થી એક વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા.
ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
વારંવાર ઝાડા થતા હોય તેવા બાળકોની સંખ્યા.
જળ શુષ્કતાને કારણે કોઇ બાળકને સંદર્ભ સેવા અર્થે મોકલ્યું હોય તો તેવા બાળકોની સંખ્યા.
જેને વારંવાર શ્વસનતંત્ર ના ચેપ ના હુમલા થયા હોય તો તેની વિગત અને સંખ્યા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ વધારાની સારવાર અર્થે મોકલવામાં આવેલ બાળકોની સંખ્યા.
કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા.
આંગણવાડી કેન્દ્રમાં જતા બાળકોની સંખ્યા.
સંપૂર્ણ રસીકરણ કરેલ બાળકોની સંખ્યા.
મોં વડે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરતી સ્ત્રીઓની સંખ્યા.
કોપર-ટી અપનાવેલ સ્ત્રીઓની સંખ્યા.
કોંડોમ વાપરતા દંપતીઓની સંખ્યા.
કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ સ્ત્રીઓની સંખ્યા.
કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ પુરુષોનીસંખ્યા.
આર.ટી.આઇ. અને એસ.ટી.ડી. ચિન્હો-લક્ષણો ધરાવતી સ્ત્રીઓની સંખ્યા.
ઉપરોક્ત ચેપની સારવાર મેળવતી સ્ત્રીઓ/દંપતીની સંખ્યા, તરુણોની સંખ્યા, છોકરીઓ 10 થી ૧૯ વર્ષ છોકરાઓ 10 થી 19 વર્ષ ની સંખ્યા.
3.સલાહકાર જૂથના સભ્યો પાસે ફોર્મ-૧ ની માહિતી ની વિગતો જાણો
સલાહકાર જૂથની સભ્ય જેવા કે પંચાયતના સભ્યો, શિક્ષકો, સંતો, પાદરી વગેરે સાથે પરામર્શ માટે જૂથ મુલાકાત યોજી કૌટુંબિક મોજણી દ્વારા ભેગી કરેલ માહિતીનું આદાન-પ્રદાન કરો.
વધુ માહિતી માટે પૂછો અને તેને અદ્યતન અને સાચી માહિતી બનાવો.
4.સેવાઓનો અગ્રતાક્રમ આપો
ઓળખી કાઢવામાં આવેલ જરૂરિયાતોના આધારે દરેક સેવાઓ માટે અનુકૂળ ધોરણો વિકસાવવો અને અગ્રતાક્રમ નક્કી કરો.
5.જોખમી જૂથને ઓળખી કાઢો
ભારતીય શૈલી પ્રમાણે જોઇએ તો પુખ્ત વયનાં પુરુષ સિવાય બધા જ લોકોને આપણે જોખમી જૂથમાં મુકી શકીએ છીએ. તો પણ બાકીના લોકોમાં જે લોકોને પાયાની સ્વાસ્થ્ય સુવિધા ની જરૂર છે એમને ઓળખી અલગ તારવી એમની જરૂરિયાત મુજબ સારવાર આપવી.
6.કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો
કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો અને નક્કી કરેલા દિવસોને વિગતો દ્વારા એક્શન-પ્લાન તૈયાર કરો તથા દરેક સેવા માટેનાં સમયે આ સેવાઓ પૂરી પાડવાની વ્યૂહરચના જેમ કે પેટા કેન્દ્ર વિસ્તારના અન્ય ગામોમાં અને દૂરના વિસ્તારમાં સેવાઓ આપવા માટે ગૃહ મુલાકાત ગોઠવી, બીજા ગામોના ક્લિનિક ચલાવવા અને એ માટેનું સ્થળ પણ નક્કી કરવું જોઈએ. જેમકે, પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, શાળા, સરકારી મકાન વગેરે.
ચાલુ વર્ષની જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો.
જે અગાઉના વર્ષ કરતાં ૫% થી ઓછી અને ૨૫% થી વધુ નથી ને તેની ખાતરી કરો.
૫% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે,૨૫% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે, જો આવું બને તો ચાલુ વર્ષની ખોટી આકરણી સૂચવે છે.
7.ડેમોગ્રાફીક ગણતરી સાથે સરખાવી
રાજ્ય અથવા જીલ્લાના આંકડા પર આધારિત અંદાજ વધુ ચોક્કસ હોઈ શકે. તેથી પેટાકેન્દ્રના આયોજન માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.
આ માહિતી જિલ્લાઆંકડા અધિકારી, કુટુંબ કલ્યાણ બ્યુરો પાસેથી મળશે. તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી તમને આપશે.
8.કાર્યક્ષેત્ર / સેવા વિસ્તારની સંલગ્ન માહિતી એકત્રિત કરવી
પેટા કેન્દ્ર થી અંતર,
મુસાફરી માટે ઉપલબ્ધ વાહનો.
વસ્તી નો પ્રકાર (ભણતર નું સ્તર અને જાતિ).
સમુદાય ની જરૂરિયાત.
જોખમી પરિબળો વગેરે આયોજિત અગ્રતાક્રમ લક્ષ્યમાં લેવા અને તેમને અનુકૂળ તેમ જ સમુદાયના સભ્યોની માહિતી માટેનું કાર્ય આયોજન તૈયાર કરવું.
પેટા કેન્દ્ર વિસ્તારના દરેક ગામમાં જરૂરી જુદા પ્રકારની સેવાઓની યાદી બનાવવાની શરૂઆત કરવી અને પેટા કેન્દ્રમાં પૂરી પાડવાની થતી સેવાઓ માટે તેમજ દૂરના વિસ્તારની મુલાકાત લઈને પૂરી પાડવાની સેવાઓ માટે અઠવાડિયાના દિવસો નક્કી કરવા.
ક્યારે ક્યાં અને કયા સમયે તમે તેઓને સેવાઓની પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હશો તેની જાણકારી સમુદાયના સભ્યોને આપો. તમારી પાસે દરેક ગામમાં સેવા માટે જવા માટેના ચોક્કસ દિવસો પણ નક્કી સરકાર શ્રી દ્વારા કરેલા હશે.
પ્રશ્ન – ૨ ટૂંક નોંધ લખો. (ગમે તે પાંચ) (5×5=25)
(૧) દવા અને સાધનોની વ્યવસ્થામાં એ.એન.એમ.ની જવાબદારીઓ
બારીઓમાં ફોસ્ટેડ ગ્લાસ હોવા જોઈએ અને પડદા હોવા જોઈએ.
૨૪ ક્લાક પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.
એલ્બો ટેપ નળની વ્યવસ્થા હોવી જોઈએ.
એટેચ ટોઈલેટ બાથરૂમ હોવુ જોઈએ.
સાધન સામગ્રીઓ :
સેકન્ડ કાંટા વાળી દિવાલ ઘડીયાળ સામે જ હોવી જોઈએ.
એન્વાર્યમેન્ટલ થર્મોમીટર હોવુ જોઈએ.
ડીલેવરી ટ્રોલી ઈમરજન્સી ડ્રગ્સ સાથે હોવી જોઈએ.
રીસસ્ટીટેશન ટ્રે ચાલુ હાલતમાં હોવી જોઈએ.
પલ્સ ઓકિસમીટર તથા રેફ્રિઝરેટર હોવુ જોઈએ.
ન્યુબોર્ન કેર કોર્નર કે બેબી કોર્નર હોવુ જોઈએ જેમાં…
રેડીઅન્ટ વોર્મર
ઓકિસજન સીલીન્ડર
બેબી રીસકસીટેશન ટ્રે
સકશન મશીન
સકશન કેથેટર ૧૦ અને ૧૨ નંબર
મ્યુક્સ સકર
સાત ટ્રે તૈયાર હોવી જોઈએ.
બેબી ટ્રે
ડીલેવરી ટ્રે
એપીઝીયોટોમી ટ્રે
મેડીસીન ટ્રે
ઈમરજન્સી ડ્રગ્સ ટ્રે
પી.પી. આઈ.યુ.સી.ડી. ટ્રે
ડી.એન.ઈ. ટ્રે
બેબી વેઈટ મશીન ચાલુ હાલતમાં હોવુ જોઈએ.
રેકોર્ડ અને રજીસ્ટર :
લેબર રજીસ્ટર
રીફર રજીસ્ટર
ઓવર બૂક
પાર્ટોગ્રાફ
કેશ પેપર
જન્મ મરણ રજીસ્ટર
ઓટોકલેવ રજીસ્ટર
ક્લીનીનેસ ચાર્ટ
લેબર ટેબલ :
ઓછામાં ઓછા બે હોવા જોઈએ.
ચડવા માટે પગથીયા હોવા જોઈએ.
મેકીન ટોસ ડ્રોસીટ પાથરેલા હોવા જોઈએ.
લીથોટોમી પોઝીશન માટેની સગવડતા હોવી જોઈએ.
કેલી પેડ હોવુ જોઈએ.(બ્લડ ટેબલ પર ન રહે તે માટે )
લાઈટ :
પુરતો પ્રકાશ હોવો જોઈએ.
સેડોલેશ લાઈટની વ્યવસ્થા હોવી જોઈએ.
સ્ટરાઈલ ડ્રમ :
દરેક ડ્રમમાં તમામ પ્રકારના સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.
ગ્લાઉઝ,લીનન,ઈન્સ્ટ્રુમેન્ટ તથા કોટન સ્વોબ અને ગોઝ પીસીસના ડ્રમ હોવા જોઈએ.
કલીનીનેશ:
દરરોજ સફાઈ થવી જોઈઅ. (દર ત્રણ કલાકે)
દરેક ડીલેવરી બાદ લેબર ટેબલને ફિનોલ વડે અથવા બ્લીચીંગ સોલ્યુશન વડે સાફ કરવુ જોઈએ.
દરેક વસ્તુનું ડસ્ટીંગ કાર્બોલીક લોશન વડે રેગ્યુલર કરવુ જોઈએ.
બ્લડ સ્ટેઈનને નિયમ મુજબ સાફ કરવુ જઈએ.
ગ્લોઝ કે વાપરેલ લીનનને જયાં ત્યા નાખવા નહી.
રેગ્યુલર ઈન્ટરવલ પર સ્યોબ લઈ પેથોલોજીકલ તપાસ માટે મોકલવું જોઈએ.
(૩) એન.જી.ઓ(NGO) ની ભૂમિકા
NGO ની ભુમિકા
૧. આરોગ્ય જરૂરીયાતો પુરી કરે છે
કોમ્યુનીટી ના લોકોની આરોગ્ય જરૂરીયાતો પુરી કરે છે અને સારી માળખાકીય આરોગ્ય જરૂરીયાતો પુરી પાડે છે.
૨. આરોગ્ય પ્રોગ્રામ ચલાવવા
સરકાર દ્વારા ચાલતા આરોગ્ય પ્રોગ્રામને અસરકારક રીતે ચલાવવા માં મદદ કરે છે.
૩. હેલ્થ પ્રોગ્રામ ને ફંડ ગ્રાંટ અને રીસોર્સીસ પુરા પાડવા
સરકાર દ્વારા ચાલતા હેલ્થપ્રોગ્રામ માં ફંડ,ગ્રાંટ અને રીસોર્સીસ પુરા પાડે છે,જેથી અસરકારક રીતે પરીણામ મેળવવામાં મદદ કરે છે.
૪. આરોગ્ય શિક્ષણ અને ટ્રેનિંગ આપે છે
કોમ્યુનીટીના લોકોને પ્રિવેંટીવ એડ પ્રમોટીવ કેર તથા રીહેબીલીટી માટે આરોગ્ય શિક્ષણ પુરૂ પાડે છે.
તથા હેલ્થ વર્કરને આરોગ્યને લગતી તાલીમ આપે છે જેથી લોકોને સારામાં સારી આરોગ્ય સેવાઓ આપી શકાય
૫. હેલ્થ કેમ્પનું આયોજન કરે છે અને માસ એજ્યુકેશન પુરૂ પાડે છે
વિવિધ હેલ્થ કેમ્પસ નું આયોજન કરે છે જેવાકે સર્જરી, કેમ્પ, આઇ કેમ્પ,સ્ત્રી રોગ તપાસ કેમ્પ,વગેરે જેમાં કેમ્પનું આયોજન કરે છે અને આરોગ્ય સુવીધાવો જેવીકે દવાઓ સાધનો વગેરે પુરા પાડે છે, કોમ્યુનીટીમાં એક સાથે બધાને એકઠાં કરી મોટા સમુદાયમાં માસ એજ્યુકેશન આપવાનું કાર્ય કરે છે.
૬. ગૃપ પ્લાનીંગ
સરકારના આરોગ્ય ડિપાર્ટમેંટ તથા બીજા ડિપાર્ટમેંટ સાથે સંકલન કરીને ગૃપ પ્લાનીંગ નું આયોજન કરે છે, અને એક બીજા સાથે સહીયારા પ્રયત્નોથી આરોગ્ય ટીમ તરીકે કાર્ય કરી લોકો ને આરોગ્ય સેવાઓ પહોંચાડવા નું કાર્ય કરે છે.
૭. ઇવાલ્યુટીંગ ધ પ્રોગ્રામ
આરોગ્ય પ્રોગ્રામમાં મળેલ પરીણામોનું મુલ્યાંકન કરે છે,હેલ્થ પ્રોગ્રામ્સ કેટલા અસરકારક નીવડ્યા તેનું પૃશ્કરણ કરે છે અને તેના હેતુંઓ, લક્ષ્યો સિધ્ધ કરવામાં મદદ કરે છે.
(૪) કોલ્ડ ચેઇન
કોલ્ડ ચેઇન
Definition : કોલ્ડ ચેઇનએ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે ર સે. થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથક થી લાભાર્થી સુધી ગુણવતા સભર સ્થિતીમાં પહોંચાડવાની પધ્ધતીને કોલ્ડ ચેઇન કહેવાય છે.
કોલ્ડ ચેઇનની જાણવણી માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ
રસીઓ ઉત્પાદક સ્થળેથી એરપોર્ટ અને એરપોર્ટથી વિભાગીય અને જિલ્લા તથા આરોગ્ય કેન્દ્રએ મોકલતી વખતે તેનું તાપમાન ૨ સે. થી ૮ સે. જળવાઈ રહેવુ જોઈએ
રેફ્રીજરેટરમાં ડાયલ થર્મોમીટર હોવું જરૂરી છે અને દિવસમાં એક વખત તાપમાન માપીને નોંધ કરવી જોઈએ.
જથ્થો હંમેશા જરૂરીયાત મુજબ જ મંગાવવો જોઈએ.એક માસથી વધુ સમયનો જથ્થો મંગાવવો જોઈએ નહિ.
રસીઓનુ પરિવહન જ્યારે એક કેન્દ્ર થી બીજા કેન્દ્ર પર કરતા હોય ત્યારે તાપમાનનુ ખાસ ધ્યાન રાખવું.
રસીકરણ બેઠક દરમ્યાનનું તાપમાન જાળવવા રસી એક વખત બહાર કાઢયા બાદ બરફના વાટકામાં મૂકો વારંવાર વેક્સિનકેરિયરને ખોલબંધ કરવું નહી.
જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરિયાત પ્રમાણે જ ઓગાળો એક વખત ઓગળેલી રસીનો ઉપયોગ વધુમાં વધુ ચાર કલાક સુધી જ કરવો.
રસીઓની સંવેદનશીલતાનો આધાર ગરમી અને લાઈટ તથા તેનાથી જવા પર રહેલો હોય છે. ઘણી રસીઓ ગરમી અને પ્રકાશથી સંવેદનશીલ હોય છે જ્યારે અમુક પ્રકારની થીજી જાય તો બગડી જાય છે. જેમાં નીચે મુજબની રસીઓનો સમાવેશ થાયછે.
ગરમી અને સૂર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સિટિવ રસીઓ
બી.સી.જી.
ઓ.પી.વી
એમ.આર
રોટા
ફ્રીજ એટલે કે જામી જવાથી સેન્સિટિવ બનતી રસીઓ
પેન્ટાવેલેંટ
હિપેટાઇટિસ બી
ડીપ્થેરિયા, ટીટેનસ
ટીટેનસ ટોકસોઈડ
(૫) રેકોર્ડ રાખવાના હેતુઓ
રેકોર્ડ રાખવાના હેતુઓ
આયોજન કરવા માટે
વિકાસના અને પ્રગતિના કાર્યો માટે ખૂબ જ અનિવાર્ય છે અને મહત્વનું છે.
દાખલા તરીકે આપણી વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે આ વસ્તી કેટલી છે? ક્યારે અને કેવી રીતે વધે છે? તેના આંકડા ઉપલબ્ધ હોય તો તેની નાગરિકની જરૂરિયાત, સાધનો, અનાજ, દવાખાના વગેરેની સંખ્યાનું આયોજન સારી રીતે થઈ શકે છે.
સબ સેન્ટર પર રસીના જથ્થાની જરૂરિયાત તથા સાધનોની અને લાભાર્થીઓની યાદી કરવાની હોય તો રેકોર્ડ ખૂબ જ જરૂરી છે.
તાલીમ કાર્યક્રમ અન્વયે
કોને તાલીમ આપેલ છે? કોને તાલીમ બાકી છે? કેવા પ્રકારની તાલીમની જરૂરિયાત છે? તાલીમ કઈ જગ્યાએ બાકી છે? આ બધા રેકોર્ડ પરથી આપણે સારી રીતે તાલીમ ગોઠવી શકીએ છીએ અથવા નજીકના વિસ્તારમાં તાલીમ ગોઠવી શકીએ છીએ.
કાર્યક્રમના અમલીકરણ અને સુપરવિઝન માટે જરૂરી છે.
કોઈપણ કાર્યક્રમના અમલીકરણ માટે અને કરેલ કાર્યક્રમના સુપરવિઝન માટે પણ રેકોર્ડ રાખો ખૂબ જ જરૂરી છે.
મૂલ્યાંકન અને સુધારા વધારા માટે
રેકોર્ડ પરથી આપણે કાર્યક્રમની સફળતા અને તેમાં રહેલી ક્ષતિઓ વિશે જાણી શકીએ છીએ.
આ કાર્યક્રમમાં જરૂરી એવા સુધારા વધારા પણ સૂચવી શકાય છે અને નવા ફેરફારોને અવકાશ રહે છે.
કર્મચારીએ કરેલા કામની ગુણવત્તા તથા તેની સફળતા માટે પ્રોત્સાહન પણ કરી શકાય છે.
દૈનિક કામગીરીનું મૂલ્યાંકન
રેકોર્ડ દ્વારા દરરોજની કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય તથા બાકી કામગીરીનું આયોજન સરળતાથી કરી શકાય છે.
આના પરથી કર્મચારીને પોતે કેટલું કામ કરવાનું થાય છે તથા કેટલું બાકી રહે છે તે અંગે જાણી શકે છે અને કરેલ સારવાર અને તેની અસરનો ખ્યાલ આવી શકે છે.
સંશોધનના હેતુથી (રિસર્ચ પર્પઝ)
આંકડાકીય બાબતો પરથી સંશોધન પણ જાણી શકાય છે ઉદાહરણ તરીકે મલેરિયાના કેસો કયા માસમાં વધુ જોવા મળે છે?
તંદુરસ્તીના ધોરણો જાણવા માટે
રેકોર્ડ પરથી બાળ મૃત્યુ પ્રમાણ તથા માતા મૃત્યુ પ્રમાણ જેવા અગત્યના સંકેતો રેકોર્ડ પરથી મેળવી શકાય છે.
માંદગી અને મૃત્યુના કારણો જાણવા માટે
આંકડાકીય માહિતી ઉપલી કક્ષાએ પહોંચતી કરવા માટે
પરિવારની મુલાકાત એટલે કે ફોલોઅપ વિઝીટ માટે.
વાહન,માનવશક્તિ કે નાણાકીય બાબતની સરેરાશ કાઢવા માટે
વ્યક્તિગત કે સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મદદરૂપ થાય છે.
કોઈપણ કાર્યક્રમનું આયોજન રેકોર્ડ પરથી જ થઈ શકે છે.
(૬) નર્સિંગ ઇન્ટરવ્યૂ આપવા જતાં પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો
નર્સિંગ ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા
ઇન્ટરવ્યૂ એ જીવનનો મહત્વપૂર્ણ તબક્કો છે – નોકરી, એડમિશન કે અન્ય કોઈ તક માટે. યોગ્ય તૈયારી અને પ્રસ્તુતિથી સફળતા મેળવવી સરળ બને છે.
તૈયારી (Preparation)
સંસ્થા, સંસ્થા અંગેની માહિતી એકત્ર કરો (history, objectives, work area).
જોબ પ્રોફાઈલ / પોસ્ટ વિશે સ્પષ્ટતા રાખો.
સામાન્ય પૂછાતા પ્રશ્નોની પૂર્વ તૈયારી કરો.
બાયો-ડેટા / રિઝ્યૂમ સ્વચ્છ અને અપડેટેડ રાખો.
પ્રસ્તુતિ (Presentation)
સાદું, સ્વચ્છ અને પ્રોફેશનલ ડ્રેસિંગ પહેરો.
સમયસર (કમથી કમ 10–15 મિનિટ પહેલાં) પહોંચો.
બેસવા, ઊભા થવા અને હાથ મિલાવવાની શિષ્ટાચાર (etiquette) જાળવો.
પૂછાયેલા પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળો અને સમજીને જવાબ આપો.
જવાબમાં સંકોચ નહીં, આત્મવિશ્વાસપૂર્વક આપો.
સત્ય બોલો, ખોટી માહિતી ન આપો.
પોતાની કુશળતા (skills), અનુભવ અને મજબૂત પાસાં (strengths) સ્પષ્ટ રીતે જણાવો.
જો કોઈ પ્રશ્ન સમજાયો નહીં હોય તો વિનમ્રતાથી ફરીથી પૂછવા વિનંતી કરો.
ઇન્ટરવ્યૂ પછી (After Interview)
આભાર માનો.
પોતાની ભૂલોમાંથી શીખો અને અનુભવ તરીકે લો.
(૭) JSSK
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK)
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2011માં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સેવાઓ તેમજ નવજાત શિશુને જન્મ પછીના પ્રથમ 30 દિવસ સુધી મફત અને રોકડરહિત (Cashless) સેવા ઉપલબ્ધ કરાવવાનો છે.
મુખ્ય લક્ષ્યો
ગર્ભવતી સ્ત્રીઓ અને શિશુઓને આરોગ્ય સેવાઓ મફતમાં આપવી.
સંસ્થાગત પ્રસૂતિને પ્રોત્સાહન આપવું.
માતા અને શિશુના મરણ દરમાં ઘટાડો કરવો.
ગરીબ અને પછાત વર્ગની મહિલાઓને આર્થિક ભાર વગર આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવી.
મુખ્ય સુવિધાઓ
1. ગર્ભવતી સ્ત્રીઓ માટે
મફત પ્રસૂતિ સેવા (સીઝેરિયન સહિત)
મફત દવાઓ અને કન્સ્યુમેબલ સામાન
મફત રક્ત ચઢાવવાની સેવા
મફત લેબોરેટરી તપાસ
મફત ખોરાક
મફત પરિવહન સેવા
ઘરથી આરોગ્ય સંસ્થા સુધી
સંસ્થા અંદર એક યુનિટથી બીજા યુનિટ સુધી
ડિસ્ચાર્જ પછી ઘરે પરત
કોઈપણ પ્રકારની ફી ન લેવાય
2. શિશુઓ (નવજાત – 30 દિવસ સુધી)
મફત સારવાર (Sick Newborn Care)
મફત દવાઓ અને રસી
મફત લેબોરેટરી તપાસ
મફત ખોરાક
મફત રક્ત ચઢાવવાની સેવા
મફત પરિવહન સેવા
ઘરથી આરોગ્ય સંસ્થા સુધી
એક સંસ્થા થી બીજી સંસ્થા
ડિસ્ચાર્જ પછી ઘરે પરત
કાર્યક્રમના લાભો
સંસ્થાગત પ્રસૂતિમાં વધારો થયો.
માતા અને બાળ મૃત્યુ દર (MMR, IMR) ઘટાડવામાં મદદ.
ગરીબ પરિવારો પર આરોગ્ય ખર્ચનો ભાર ઓછો થયો.
Universal Health Coverage તરફ મહત્વપૂર્ણ પગલું.
(૮) કોમ્યુનિકેશન
કોમ્યુનિકેશન
કોમ્યુનિકેશન એટલે વિચારોની આપ લે કરવી, વિચાર વિનિમય કરવો અને વિચારોનું પરિવહન કરવું. કોમ્યુનિકેશન એ કોઈ પણ સંગઠન માટે જરૂરી છે.
આપણે દરેક વ્યક્તિઓને કોમ્યુનિકેશન દ્વારા આરોગ્ય વિષયક માહિતી આપવા બંધાયેલ છીએ.
જ્યાં સુધી લોકોને આરોગ્ય વિષયક માહિતી પર સાચું અને અસરકારક શિક્ષણ આપવામાં નાં આવે ત્યાં સુધી લોકો આરોગ્ય સેવાઓનો પૂરો લાભ લેશે નહિ.
કોમ્યુનિકેશન અને શિક્ષણ એકબીજા સાથે સંકળાયેલા છે. અસરકારક કોમ્યુનિકેશન માટે સમુદાય, જૂથ કે વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ. અને જુદા જુદા માધ્યમ નો ઉપયોગ કરવો જોઈએ. અને આવા શૈક્ષણિક માધ્યમ દ્વારા કર્મચારીએ વિચાર પરીવહનની પ્રક્રિયા ક્રમને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા પૂર્વક વિચાર વિનિમય થાય તે જોવું જોઈએ.
ઉપરાંત કોમ્યુનિકેશન માં કયા ક્યાં અવરોધો આવે છે, તેમજ તે અવરોધો નું નિવારણ કઈ રીતે કરવું તેની સ્કીલ કર્મચારી માં હોવી જોઈએ.
નર્સિંગ ફીલ્ડમાં જો કોમ્યુનિકેશન ઈફેક્ટીવ હોય તો લાભાર્થીને વિશ્વાસમાં લઈ શકાય છે અને નક્કી કરેલો હેતુ જલ્દી પુરો થાય છે.
Definition
આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી, વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.
કોમ્યુનિકેશનના હેતુઓ
લોકોને સારું આરોગ્ય શિક્ષણ આપવાનો છે. જેથી લોકોના વલણ અને વર્તણુંકમાં સુધારો કરી તેના આરોગ્યને પ્રમોટ કરી શકાય છે.
કોમ્યુનિકેશન દ્વારા લોકોમાં વિવિધ માધ્યમ વડે રસ જાગૃત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવા માટે તૈયાર કરવાનો હેતુ છે.
લોકોને આરોગ્ય ને લગતી વિવિધ માહિતીએ જુદા-જુદા માધ્યમ દ્વારા પૂરી પાડવાનો છે.
લોકોને આરોગ્યવિષયક બાબતો નો પ્રસાર કરવાનો છે.
લોકોમાં જાગૃતતા લાવવા માટે.
કોઈપણ સમસ્યાઓને ઉજાગર કરવા માટે.
નક્કી કરેલા લક્ષ્યને પાર પડવા માટે/મેળવવા માટે
પ્રશ્ન – ૩ (અ) નીચેનામાંથી સાચો જવાબ લખો. 10
(૧) સબ સેન્ટરમાંથી દર્દીને રિફર કરવું
(અ) પી.એચ.સી પર
(બ) જિલ્લા કક્ષાએ
(ક) તાલુકો કક્ષાએ
(ડ) સેન્ટ્રલ કક્ષાએ
(૨) ૩ વર્ષથી નાની વયના બાળકોની સંખ્યા કુલ વસ્તીના અંદાજે
(અ) ૧૨% હોય છે
(બ) ૧૫% હોય છે
(ક) ૧૦૦% હોય છે
(ડ) ૮% હોય છે
(૩) ૧ સેશનનું આયોજન કરી શકાય જો
(અ)૨૫ થી વધુ ઇન્જેક્શન
(બ)૨૦ થી ઓછા ઇન્જેક્શન
(ક)૫૦ એ વધુ ઇન્જેક્શન
(ડ) એક પણ નહીં
(૪) વેક્સિનેશન વેસ્ટિજ ફેક્ટર ગણવામાં આવે છે.
(અ) ૧.૨૦
(બ) ૧.૨૫
(ક) ૧.૪૦
(ડ) ૧.૩૩
(૫) સબ સેન્ટર કક્ષાએ કયું અને પ્રગતિ અહેવાલ લખવાનો હોય છે.
(અ) ફોર્મ નં – ૭ અને ૮
(બ) ફોર્મ નં – ૧ અને ૬
(ક) ફોર્મ નં – ૩ અને ૫
(ડ) ફોર્મ નં – ૪ અને ૮
(૬) કયા રોગની નાબૂદી થઈ ચૂકી છે.
(અ) મેલેરિયા
(બ) ડાયાબિટીસ
(ક) કેન્સર
(ડ) એક પણ નહીં
(૭) ૦ થી ૫ વર્ષના બાળકોને ૧ વર્ષમાં ન્યુમોનિયા કેટલી વાર થવાની સંભાવના છે.
(અ) ૪ વખત
(બ) ૫ વખત
(ક) ૩ વખત
(ડ) ૧૦ વખત
(૮) મેળવેલી માહિતી ગત વર્ષ કરતા કેટલા ટકા વધારે હોય તો ફરી સર્વે કરવો પડે છે.
(અ) ૨૫% થી વધારે
(બ) ૦૫% થી વધારે
(ક) ૬૫% થી વધારે
(ડ) ૪૦% થી વધારે
(૯)MIES નો એક હેતુ શું અટકાવવાનો છે.
(અ) માહિતીનું ડુપ્લિકેશન
(બ) ખોટી માહિતી
(ક) માહિતીનું પૃથ્થકરણ
(ડ) અ અને બ
(૧૦) એનિમિક મધરને આર્યન ફોલિકની ગોળીઓ આપવામાં આવે છે.
(અ) ૧૦૦ ગોળી
(બ) ૫૦ ગોળી
(ક) ૨૦૦ ગોળી
(ડ) ૩૦ ગોળી
(બ) ખાલી જગ્યા પૂરો.10
(૧) વિશ્વ એઇડ્સ દિવસ …………. ના દિવસે ઉજવવામાં આવે છે. 1 ડિસેમ્બર
(૨) એક ફિમેલ હેલ્થ સુપરવાઇઝર………….. સબ સેન્ટરનુ સુપરવિઝન કરે છે. 4 થી 6 સબ સેન્ટર
(૩) RCH પ્રોગ્રામની શરૂઆત………….. સાલમાં થઈ હતી. 1997
(૪) WHO નું હેડ ક્વાર્ટર………….. શહેરમાં આવેલું છે. જેનિવા (સ્વિટ્ઝર્લન્ડ)
(૫) એક્શન પ્લાન સામાન્ય રીતે વર્ષમાં…………… વખત બનાવવામાં આવે છે. 2 વખત (અર્ધવાર્ષિક)
(૬) વર્ષાઋતુ દરમિયાન…………. સપ્તાહ ઉજવવામાં આવે છે. મલેરિયા નિરોધ સપ્તાહ
(૭) આશાવર્કરની શરૂઆત………….. રાજ્યમાં થઈ હતી. છત્તીસગઢ રાજ્ય
(૮) આશાને………….. દિવસ સુધી તાલીમ આપવામાં આવે છે. 23 દિવસ
(૯) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભલામણ………….. કમિટી દ્વારા કરવામાં આવી. ભોર કમિટી (1946)
(૧૦) જોખમી સગર્ભા માતાની સંખ્યા અંદાજે…………. હોય છે. 10%
(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 10
(૧) લોકોની તંદુરસ્તીમાં વધારો કરવા માટે આપવામાં આવતી સારવારને પ્રમોટિવ કેર કહેવામાં આવે છે. ✅
(૨) પી.એચ.સી પર સંશોધન કાર્ય કરવામાં આવે છે. ❌
(૩) આરોગ્ય ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ અગત્યની છે. ✅
(૪) ASHA ની નિમણૂક બાદ IMR અને MMR માં ઘટાડો લાવી શકાયો છે. ✅
(૫) ચાલુ વર્ષની કામગીરીને અગાઉના વર્ષની કામગીરી સાથે સરખાવવા ૫% થી નીચો વધારો નીચો અંદાજ સૂચવેલ અને ૨૫% થી વધુ વધારો વધુ અંદાજ સુચવે તો ચાલુ વર્ષની આકરણી ખોટી છે. ✅