14 ) લિંગ વ્યવસ્થા :=
સામાન્ય રીતે લિંગ એટલે જાતિ થાય છે ગુજરાતી ભાષામાં લિંગના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.
1) પુલ્લિંગ ( ઓ ),
2) સ્ત્રીલિંગ ( ઈ ),
3) નપું સકલિંગ ( ઉ )
લિંગને ઓળખવા માટે કેવું, કેવી,કેવો જેવા પ્રત્યેયોથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેના દ્વારા લિંગને જાણી શકાય છે પરંતુ ઘણા એવા લિંગ છે જેમને ઓળખી શકાતા નથી.
1) પુલ્લિંગ ( નર જાતિ)
જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે નર જાતિ એક વચન ના શબ્દો કે નામોની પાછળના અક્ષરનો ઉચ્ચાર મોટેભાગે ઓ જેવા પ્રત્યયયો થી થાય છે ત્યારે પુલ્લિંગ અથવા નર જાતિ બને છે.
ઉદા := લીમડો, શિયાળો , વડલો, ચંપો છોકરો, જીવડો….
અપવાદ := ઘો ( નારી જાતિ), મો ( નાન્યતર જાતિ ).
2) સ્ત્રીલિંગ ( નારી જાતિ)
જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે નારી જાતિના એક વચન શબ્દો કે નામોની પાછળના અક્ષરનો ઉચ્ચારણ મોટેભાગે ઇ કે આ પ્રત્યેય દ્વારા થાય છે ત્યારે સ્ત્રીલિંગ અથવા નારી જાતિ બને છે.
ઉદા := છોકરી , નોકરી, પૃથ્વી, ધરતી, ચોટલી, ગોટલી , ક્ષમા, જમના, ભાવના….
અપવાદ -> રવિ , કવિ…
3) નપુ સકલિંગ ( નાન્યયતર જાતિ)
જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે નાન્યતર જાતિ એક વચનના શબ્દો કે નામોની પાછળના અક્ષર નો ઉચ્ચારણ મોટે ભાગે ઉ જેવા પ્રત્યયોથી થાય છે ત્યારે નપુશકલિંગ અથવા નાન્યતર જાતિ બને છે.
ઉદા := પ્રભુ, વસ્તુ, લુ, ચાકુ….